પ્રેમાનન્દ : એક મશાલચી!

B. Premananda
(1930-2009)

પ્રેમાનન્દ : એક મશાલચી!

સુર્યકાન્ત શાહ

પ્રખર રૅશનાલીસ્ટ બી. પ્રેમાનન્દ આજે હવે આપણી વચ્ચે નથી. મુળ કેરાલાના પ્રેમાનન્દ સમગ્ર માનવજાતને સમર્પીત થઈ ગયા હતા. રૅશનાલીઝમના પ્રચાર-પ્રસાર માટે તેઓ દેશ-દુનીયામાં ઘુમ્યા હતા. એમના જીવનની ઘણી વાતો આપણને જાણવા મળે છે. પરન્તુ હું રૅશનાલીસ્ટ બન્યો તેમાં પ્રેમાનન્દ મારે માટે નીમીત્ત્ત બની ગયા. સર કે. પી. કૉલેજ ઓફ કૉમર્સ, સુરતમાં હું અધ્યાપક હતો ત્યારે સાથી અધ્યાપક મીત્ર બાબુભાઈ દેસાઈએ મને સત્યશોધક સભાનો સભ્ય બનાવેલો. હું નીષ્ક્રીય હતો. એક દીવસે બાબુભાઈએ મને એમની સાથે વાપી આવવા માટે આમન્ત્રણ આપ્યું. અમે કારમાં ગયા હતા. સાથે ડૉ. બી. એ. પરીખ અને મુ. શ્રી. રમણભાઈ પાઠક પણ હતા. કારમાં એમની રૅશનાલીઝમ અને નાસ્તીકતાની વાતો નીર્લેપભાવે હું સાંભળતો હતો. અમે વાપી પહોંચ્યા.

પ્રેમાનન્દ રૅશનાલીઝમના પ્રચાર-પ્રસાર માટે આખા દેશના પ્રવાસે નીકળેલા. ગુજરાતમાં એ સૌથી પહેલા વાપીમાં પ્રવેશવાના હતા. આથી વાપીમાં ‘સત્યશોધક સભા’ના ઉપક્રમે એમનું સ્વાગત કરવાનું નક્કી થયું હતુ. વાપીની એક સેવા કલબે પ્રેમાનન્દના સ્વાગતની અને એમના ‘ચમત્કાર પર્દાફાશ કાર્યક્રમ’ યોજવાની ગોઠવણ કરી હતી. પ્રેમાનન્દના સ્વાગત બાદ પ્રેમાનન્દે ચમત્કાર પર્દાફાશનો કાર્યક્રમ બતાવવાનું શરુ કર્યું. વીવીધ ચમત્કારો બતાવી એની પાછળનાં વૈજ્ઞાનીક કારણો તેઓ સમજાવતા હતા. જુદા જુદા ધર્મના બાવા-મૌલવીઓ લોકોને છેતરવા કયા કયા ચમત્કારો કરે છે તે પણ એમણે બતાવવા માંડ્યું. હીન્દુ ધર્મના કોઈ બાવાના ચમત્કારનો એમણે પર્દાફાશ કર્યો એટલે યજમાન કલબના જૈન મન્ત્રીએ જોરથી તાળી પાડવામાં આગેવાની લીધી. ત્યાર પછી પ્રેમાનન્દે એક મૌલવી અને એક પાદરીના ચમત્કારના પર્દાફાશ પણ કર્યા. યજમાન કલબના જૈન મન્ત્રીએ એવા દરેક પર્દાફાશ પ્રસંગે તાળીઓ પાડી અને ‘પ્રેમાનન્દની જય’ પણ બોલાવી ! પ્રેમાનન્દ આટલેથી અટક્યા નહીં. એ જમાનામાં એક જૈન સાધુ એમના મુંડેલા માથામાંથી નાળીયેર કાઢવાનો ચમત્કાર કરતા હતા. પ્રેમાનન્દે શ્રોતાઓને આ જૈન સાધુના દાવાને પોકળ હોવાનું જણાવ્યું. ત્યાર બાદ એમણે એમના પોતાના માથામાંથી નાળીયેર કાઢી બતાવ્યું. નાળીયેર કાઢીને પ્રેમાનન્દે એ ચમત્કારનું રહસ્ય સમજાવવાની શરુઆત કરી તે પહેલાં એ જૈન કલબ-મન્ત્રી ધસમસતા સ્ટેજ પર આવ્યા. પ્રેમાનન્દ પાસેથી માઈક ખુંચવી લીધું. એ એટલા ગુસ્સામાં હતા કે માઈક પર એમણે બોલવાનું શરુ કર્યું ત્યારે એમનો અવાજ ફાટી ગયો હતો. પરીણામે શરુઆતની બે-ત્રણ મીનીટ તો અમને કોઈને કાંઈ સમજાયું નહીં કે તેઓ શું કહેવા માંગતા હતા. સ્વાભાવીક છે કે શ્રોતાઓ તો તોફાને ચઢે જ. એમણે તોફાન કરવા માંડ્યું. એમનું કહેવું હતું કે, ‘અમારા જૈન સાધુઓ કંઈ હીન્દુ-મુસલમાનોના બાવા-મુલ્લાઓ જેવા ચલતાપુર્જા નથી. તેઓ તો સાધના કરતાં હોય છે. સાધનાને કારણે એમને દૈવીશક્તી પ્રાપ્ત થતી હોય છે. અમારા આવા જ એક સાધુને આથી દેવનું વરદાન મળેલું છે. એમને દેવો હાજરાહજુર છે. આથી, જ્યારે એમને ઈચ્છા થાય ત્યારે દેવ એમના માથા પર નાળીયેર મુકે છે ! આ દાઢીવાળો (પ્રેમાનન્દ–તેઓ દાઢી રાખતા) આવી દૈવી શક્તીને જાણતો નથી. અમારા સાધુની નકલ કરીને એણે મહાપાપ કર્યું છે. એનું સ્થાન નર્કમાં નક્કી થઈ ગયું છે. આવા પાપનો હું ભાગીદાર બની શકું નહીં. હમણાં અને અહીં જ આ કાર્યક્રમ બન્ધ થયાની જાહેરાત કરું છું’, કહીને એમણે  કાર્યક્રમ બન્ધ કરાવી દીધો !

ઉનાળાના દીવસો હતા. બપોર થઈ ગઈ હતી. અસહ્ય ગરમી હતી, કાર્યક્રમ અધવચ્ચે પુરો કર્યા પછી એ મન્ત્રીએ અમને તરત મન્ડપની બહાર નીકળી જવા જણાવ્યું. પાણી પણ ધર્યું નહીં ! તે દીવસોમાં વાપી નાનો કસબો હતો. બજારમાં કોઈ લૉજ ખુલ્લી નહોતી. આથી નવી નવી શરુ થયેલ જી.આઈ.ડી.સી.ના એક ધાબામાં જઈને પ્રેમાનન્દ સાથે અમે સૌએ ભોજન લીધું. પ્રેમાનન્દે હસતાં હસતાં ભોજન તો લીધું, પરન્તુ એમણે એ મન્ત્રીના ગુસ્સામાં પોતાના કાર્યક્રમની સફળતા જોઈ !

આ બનાવથી મારું મન હાલી ઉઠ્યું મને વીચાર આવ્યો કે જૈન સીવાયના ધર્મોના સાધુઓના ‘ચમત્કાર-પર્દાફાશ’ થયો ત્યારે એ જૈન મન્ત્રી એને વધાવતા હતા. જૈન સાધુના ચમત્કારનો પર્દાફાશ કર્યો ત્યારે એમને એ મહાપાપ લાગ્યું. આવો અન્યાયકર્તા ધર્મ માનવો અને તેના ઉપદેશ પ્રમાણે આચરણ કરવું, એ પોતે જ અન્યાયને ટેકો આપવા જેવું છે. મેં તરત જ એ જી.આઈ.ડી.સી.માં જ નાસ્તીક થવાનો નીર્ણય લઈ લીધો. રૅશનાલીઝમને સમજી એને જીવનમાં શક્ય તેટલું આચરવાનો નીર્ણય લીધો. ઘરે આવીને પુજાના ખેસ-અબોટીયાંની પોટલી અને અન્ય ધાર્મીક ઉપકરણોનું પોટલું બનાવીને કાતરીયામાં ચઢાવી દીધું.. બસ.. આજની ઘડી ને કાલનો દહાડો… એ પોટલું પછી કાતરીયામાંથી આજદીન સુધી ઉતર્યું જ નથી ! આમ પ્રેમાનન્દ અજાણતા જ મારા જીવનના મશાલચી બન્યા.

સુર્યકાન્ત શાહ

સંપર્ક : પ્રા. સુર્યકાન્ત શાહ, 17 – ગાયત્રી ગંગાનગર, મકનજી પાર્ક પાસે, અડાજણ, સુરત395 009 ફોન નંબર : 0261 269 4727 મોબાઈલ નબર : 98793 65173

E-mail : suryasshah@yahoo.co.in

નોંધસુરતની ‘સત્યશોધક સભા’એ છેક 1984માં એક અનીયતકાલીક રૅશનલ સામયીક ‘પ્રબોધ’ નામે શરુ કરેલું. 1998થી તે દ્વીમાસીક ‘સત્યાન્વેષણ’ બન્યું અને 2001થી પ્રા. સુર્યકાન્ત શાહે તેના સંપાદકમંડળના મુખ્ય સંપાદક તરીકેની બાગડોર સંભાળી.

તા. 15/11/2009ના રોજ પ્રકાશીત થયેલા ‘સત્યાન્વેષણ’ના અંકમાંનો આ લેખ ‘સત્યાન્વેષણ’ની તેમ જ લેખકની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

રૅશનલ દ્વીમાસીક ‘સત્યાન્વેષણ’ (વાર્ષીક લવાજમ માત્ર રુપીયા પચાસ) હવે વેબસાઈટ પર વાંચવા માટે ઉપલબ્ધ છે. જેની લીન્ક નીચે મુજબ છે:

http://sites.google.com/site/vivekpanthi/sataanveshan-oldissues

સંપાદકીય :

ભારતભરમાં અંધશ્રદ્ધા સામેની લડત લડનારા નીડર યોદ્ધા બી. પ્રેમાનન્દનું કેન્સરની લાંબી બીમારી બાદ ૬ઠ્ઠી ક્ટોબર, ૨૦૦૯ના રોજ નીધન થયું. અમારા ‘અભીવ્યક્તી’ બ્લોગના સૌ વાચક વતી અમારી હાર્દીક શ્રદ્ધાંજલી..

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in/ પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર.. ગોવીન્દ મારુનવસારી

December 03, 2009

 

13 Comments

  1. Sri Govindbhai

    I read this artical, Intresting I have to read again,
    I will responce leter.

    Like

  2. Dear Govindbhai,

    I think you get impressed by novel ideas that speak logically and physically right.

    But this universe is a duel of ‘Yes’ and ‘No’, affirmation and negation, right and wrong. If you say this is a day, you’ll have opposite in the other side of this earth. theism and atheism are both illusions. The ultimate truth is very deceptive in nature. That’s the reason why our ancient sages-yogis had to say, “Neti, neti”. Meaning It is not that.

    Anyway organised religions have innumerable – do’s and don’ts that lead you nowhere. We differently label what our mind reads….Some call it God, some call it mystic energy, power…etc.

    But it’s difficult to perceive while confined in 3 dimenssions.

    Anyway, there are pitfalls on both sides. Take care of yourself.

    Like

  3. I know, I know, its not your view, Govindbhai, but that of Suryakant Shah, Surat. But what I mean to say is that anything that touches one in the heart does not always be the ultimate truth….!

    In our earthly (3-dimentional) world, our thinking, feeling (by heart) and rationalizing are all confined to (limited to) the limitations of this ‘loka’-world. So, scientifically it is like thinking about space technology by a 6 year old child…!

    Anyway I appreciate your novelty in bloggs.

    Like

  4. “આ બનાવથી મારું મન હાલી ઉઠ્યું મને વીચાર આવ્યો કે જૈન સીવાયના ધર્મોના સાધુઓના ‘ચમત્કાર-પર્દાફાશ’ થયો ત્યારે એ જૈન મન્ત્રી એને વધાવતા હતા. જૈન સાધુના ચમત્કારનો પર્દાફાશ કર્યો ત્યારે એમને એ મહાપાપ લાગ્યું. આવો અન્યાયકર્તા ધર્મ માનવો અને તેના ઉપદેશ પ્રમાણે આચરણ કરવું, એ પોતે જ અન્યાયને ટેકો આપવા જેવું છે. મેં તરત જ એ જી.આઈ.ડી.સી.માં જ નાસ્તીક થવાનો નીર્ણય લઈ લીધો. રૅશનાલીઝમને સમજી એને જીવનમાં શક્ય તેટલું આચરવાનો નીર્ણય લીધો.” -ગોવીંદ મારુ.

    જૈન મંત્રી બાબત તમારો અાક્રોષ સુયોગ્ય છે, પણ “અાવો અન્યાયકર્તા ધર્મ” કહીને તમે પાડાને વાંકે પખાલીને દંડ કરો છો તેમ નથી લાગતું? એક ભાનભૂલ્યા શ્રાવકનું વચન ભગવાન મહાવીરના વચનને નિરર્થક બનાવી દે? તમારો અાવા ક્ષુલ્લક કારણથી જ નાસ્તિક થઇ જવાનો નિર્ણય રેશનલ છે?

    Like

    1. આદરણીય વડીલ, આપને મોતીયાની તકલીફ હોવા છતાં સમય કાઢીને મોટાભાગે દરેક બ્લોગની મુલાકાત લઈને આપનો પ્રતીભાવ આપી અમોને માર્ગદર્શન/ પ્રોત્સાહન આપો છો.. જે બદલ આપનો ખુબ ખુબ આભાર.

      ગોવીન્દ મારુ 

      Like

  5. It is always right to focus on’ Dhating’ .However
    for good thoughts ,we should not close door of
    thinking/welcoming.
    People like you are one step forward than normal
    people.

    Ramesh Patel(Aakashdeep)

    Like

  6. સ્થાપિત હિતો સામે, કોઈક વાર જાનના જોખમે ,ચમત્કાર પર્દાફાશ …વિ કાર્યક્રમોથી સત્ય શોધન (?) કરવું તે ખૂબ મૉટી વાત છે. પણ”…જૈન સાધુઓ કંઈ હીન્દુ-મુસલમાનોના બાવા-મુલ્લાઓ જેવા ચલતાપુર્જા નથી.” આવી વાતમા અમારા નમ્ર મત મુજબ જેઓનો પર્દાફાર્સ કરવો પડે છે સાધુ-સંત નથી પણ તેઓના વેશમા ધૂર્ત છે…તમે તેનાથી ઠગાઓ એમા તમારો પણ તેટલો જ વાંક છે.એવા માટે સંત સાધુ શબ્દ વાપરવો યોગ્ય નથી

    Like

  7. કોઈ પણ સાધુ ચલતો પૂર્જો કે ધૂર્ત છે. કહેવું અતિશયોક્તિ ભરેલું છે.

    પછી એ હિંદુ, જૈન કે કોઈ પણ ધર્મ નો હોય. હા, આજકાલ સાધુનો’

    ધંધો પૂરબહારમા ચાલે છે. સહુએ પોતાની બુધ્ધિ અને વિવેકનો

    ઉપયોગ કરવો રહ્યો. જો સાચા સાધુકે ગુરુ ન મળે તો “ગીતા”

    જેવા પવિત્ર ગ્રંથને ગુરુને સ્થાને બિરાજવાની સાદી રીત અપનાવો..

    સદગુરૂ યા સાચા સાધુ છે ખરા પણ પામવા મુશ્કેલ છે એ

    હકિકત છે.

    Like

  8. SIR,
    I AM ALSO JAIN AND I DISAGREE WITH INTOLREANT BEHAVIOR OF MANTRI.
    HE COULD HAVE KEPT QUIET.
    THANK YOU FOR MAILING ME THE INCIDENT.
    RAJNIKANT SHAH.
    BARODA

    Like

  9. સત્યઘટના પર આધારીત સૂર્યકાન્તભાઇ શાહનો પોતાનો જ અનુભવ ‘શેર‘ કરવા બદલલ ગોવિંદભાઇ મારુ નો આભાર.

    પ્રખર રૅશનાલીસ્ટ બી. પ્રેમાનન્દને શ્રધ્ધાંજલિ અર્પીએ.

    સત્ય સાંઇબાબા તેમના મોંઢામાંથી શીવલીંગ કાઢે છે તે બાબતે તેમને એક વ્યક્તિ વડે પડકારવામાં આવ્યા હતા. તે વ્યક્તિ કદાચ શ્રી લંકાના હતા. અથવા તો, તે વ્યક્તિ શ્રી બી. પ્રેમાનંદ જ હતા કે કેમ ? શ્રી બી. પ્રેમાનંદે કરેલા આવા પ્રયોગોને વધુ પ્રચલિત બનાવવા જોઇએ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s