રૅશનલ વસીયત – ક્રાંતીકારી નેમજી મુરજી છેડાની

રૅશનલ વસીયત –

ક્રાંતીકારી નેમજી મુરજી છેડાની

મારા જીવનના અંતીમ દીવસો અને અંતીમક્રીયા બાબતમાં હું મારી ઈચ્છાઓનું વસીયતનામું નીચે પ્રમાણે કરું છું –

જો મારી જીન્દગીના છેલ્લા દીવસોમાં અકસ્માત અથવા અસાધ્ય બીમારીઓથી જો હું લાંબા સમય સુધી બેભાન અવસ્થામાં (કોમામાં) ચાલ્યો જાઉં અથવા નીર્ણય કરવા અક્ષમ થાઉં, યોગ્ય ડૉક્ટરો મારા મગજને મૃત જાહેર કરે, ફક્ત વેન્ટીલેટર્સના સહારે જીવતો રાખવામાં આવે, યોગ્ય સારવાર કરવા છતાં જો કોઈ ઉપાય કારગત થાય તેમ ન હોય, સામાન્ય (નોર્મલ) સ્થીતી થવાની કોઈ શક્યતા ન હોય, તો મારા કુટંબના સભ્યોએ યોગ્ય ડૉક્ટરો સાથે સલાહ–મસલત કરી, મારા શરીરના પીડારહીત સરળ મોત (યુથનેસીયા)નો નીર્ણય લઈ લેવો અને એ માટે નીર્ણય લેનાર કોઈને કાયદાકીય કે સામાજીક રીતે જવાબદાર ગણવા નહીં.

એ પછી મારા શરીરનાં વધારેમાં વધારે શક્ય અવયવો જેવાં કે આંખો, ચામડી, લીવર, પેન્ક્રીયાસ, કીડની, બોનમૅરો વગેરે વગેરે જરુરીયાતવાળા યોગ્ય દરદીને યોગ્ય રીતે મળી શકે એ માટે વીશ્વાસુ હૉસ્પીટલ, સંસ્થા અને ડૉક્ટરોનો સમ્પર્ક કરી દાન કરી દેવાં. બાકીનું શરીર પણ મૅડીકલ કૉલેજના વીદ્યાર્થીઓને શીક્ષણ માટે દાન કરી દેવું.

અવારનવાર પહાડોમાં મુસાફરી કરતો હોવાથી જો દુરના પ્રદેશોમાં મને અકસ્માત થાય અને અવયવદાન કે દેહદાન પણ અશક્ય થઈ જાય તો તેવા સંજોગમાં મારા દેહના અગ્નીસંસ્કારને બદલે ભુમીસંસ્કાર કરવા (મૃતદેહને દાટવો) અને તે પર એક વૃક્ષ રોપવું.

જો ઉપરનાં કારણો સીવાય અલગ પરીસ્થીતીમાં મારું મૃત્યુ થાય તો પણ ચક્ષુદાન અને દેહદાન તો કરવું જ કરવું.

આનો અર્થ એમ નથી કે હું ભૌતીક અને નાશવંત શરીરને ધીક્કારું છું. આખી જીન્દગી મેં મારા પાર્થીવ શરીરને સાચવી રાખવા અને એનો અંત લંબાવવા ભરપુર કોશીશો કરી છે. મારા દેહને અને પૃથ્વી પરના આ જીવનને મેં શ્રેષ્ઠ અને એકમાત્ર જીવન ગણ્યું છે. મૃત્યુ નીશ્વીત છે; પણ એનો સમય નીશ્વીત નથી. એટલે આ શરીરના એક-એક અંગને બીમારી અને પીડામાંથી બચાવવા હું હંમેશાં ઝઝુમ્યો છું. હવે આ રીતે મારા અવયવોનું દાન કરી અવયવની જીન્દગી લંબાવવાનું મને સાર્થક લાગે છે.

મારી અંતીમક્રીયાઓ શાંતીથી કરવી, સ્મશાનયાત્રામાં કોઈ પણ સંજોગોમાં અગીયારથી વધુ વ્યક્તીઓને બોલાવવી નહીં. જો મારું મૃત્યુ હૉસ્પીટલમાં થયુ હોય તો ત્યાંથી જ શરીરનો નીકાલ કરવો, શબ ઘરે લાવવું નહીં. એક સાદી ચાદરમાં મારા મૃતદેહને સાદી રીતે લપેટી લેવો. જો ઘરે મૃત્યુ થયું હોય તો પણ એ પ્રમાણે જ કરવું. નનામી બાંધવી નહીં. જરુર હોય તો એલ્યુમીનીયમની નનામીનો ઉપયોગ કરવો. આરોગ્યની દૃષ્ટીએ જરુર ના હોય તો મારા મૃતદેહને સ્નાન કરાવવું નહીં. ધુપ-દીવો કે અગરબત્ત્તી કરવાં નહીં. સુખડની કે ફુલની માળા પહેરાવવી નહીં. મૃત શરીરને વન્દન કરવા નહીં. જીવનના છેલ્લા સમયને સુધારવાના કે આત્માની સદ્ ગતી માટેનાં ઉચ્ચારણો કરવાં નહીં. એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવો.

દેહદાન કે ભુમીદાન શક્ય ન હોય અને જો ઈલેક્ટ્રીક સ્મશાન ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ કરવો. સુકાં કોપરાંની વાટી કે કાચની બંગડીઓ બાંધવી નહીં. નાળીયેર, અબીલ કે ગુલાલ વાપરવાં નહીં. મૃતદેહની આગળ બળતાં છાણાંની માટલી લઈ ચાલવું નહીં.રામ બોલો ભાઈ રામ’ કે ‘જય જીનેન્દ્ર’ જેવાં સુત્રો બોલવાં નહીં, કે કોઈ લૌકીક વ્યવહારો પાળવા નહીં.

સમાજની પત્રીકામાં મારા ગામનું અને મારું નામ, ઉમ્મર, અવસાનનું કારણ ખાસ કરીને મારાં અવયવનાં દાન થયાની વીગત જરુર લખવી; પણ ફોટો આપવો નહીં. સગાંઓ સાથેનાં સગપણો લખાવવાં નહીં. પ્રાર્થના કે પ્રાર્થનાસભા રાખવી નહીં. તમામે તમામ પ્રકારના લૌકીક વહેવારો બંધ રાખવા. મારાં કોઈપણ સરનામાં કે ફોન નમ્બર પત્રીકામાં આપવાં નહીં. આત્માના કલ્યાણ માટે નવકાર ગણાવવાનો આગ્રહ રાખવો નહીં.

છેલ્લે, હું કેવી રીતે મૃત્યુ પામ્યો એની લાંબી લાંબી કથાઓ કરવી નહીં. ઘરની દીવાલ પર મારો ફોટો ટાંગીને તેને હાર પહેરાવવો નહીં. ખુણો પાળવો નહીં. સફેદ કપડાં પહેરવાં નહીં. મારી પત્નીએ વૈધવ્ય પાળવું નહીં. જૈન મન્દીરમાં પુજા રાખવી નહીં. અગીયારમું, બારમું, તેરમું કે વરસી વગેરે કંઈ જ કરવું નહીં. ઘરના સભ્યોએ પોતાની માનસીક શાંતી માટે જરુરીયાતમંદોને યથાશક્તી મદદ કરવી. પક્ષી-પ્રાણીઓને ખવડાવવું અને યોગ્ય સંસ્થાઓને દાન આપવું.

આ મારી અંતીમ ઈચ્છા છે અને આ નીર્ણય કોઈ પણ જાતની કડવાશ વીના રાજીખુશીથી, મારી સદ્ બુદ્ધીથી અને સંપુર્ણ જાગૃત અવસ્થામાં લઉં છું.

(સહી): નેમજી મુરજી છેડા

સંપર્ક:

નેમજી મુરજી છેડા, 44/એ-6/1, જીવન આરાધના, જીવન વીમા નગર, બોરીવલી (પશ્વીમ) મુમ્બઈ – 400013 ફોન નંબર: 022 28930237 મોબાઈલ નબર: 098194 51881

સપ્ટેમ્બર, 2009ના પ્રકાશીત થયેલા ‘વીવેકપંથી’, મુમ્બઈ(તંત્રી– ગુલાબ ભેડા – 2/C/1-Asmita Mogra, Dutta Jagdamba Marg, Sher-e-Punjab Colony, Andheri(East) Mumbai-400 093 Phone- 022-2838 8891)ના 90મા અંકમાંનો આ લેખ ‘વીવેકપંથી’ની તેમ જ લેખકની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

‘વીવેકપંથી’ રૅશનલ વીચારોનું માસીક (વાર્ષીક લવાજમ માત્ર રુપીયા 100/-) હવે વેબસાઈટ પર વાંચવા માટે પણ ઉપલબ્ધ છે. જેની લીન્ક નીચે મુજબ છે: http://sites.google.com/site/vivekpanthi/home http://sites.google.com/site/vivekpanthi/

♦●♦ દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

♦●♦●♦ આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુ નવસારી

December 10, 2009

●♦●♦●♦●♦

21 Comments

 1. Anything in excess is poison.

  There is a wholesome world beyond the concept of rationalism too.

  And it certainly holds water.

  Like

 2. આપના વસીયતનામાં જણાવેલ વિગત જોતા આપ રેશ્‍નાલીસ્‍ટ છો તે જણાય આવે છે. જેની ભાવના જ આવી ઉચ્‍ચ હોય શકે તે ૫ણ એક સત્‍ય હકીકત છે. આવી ઉચ્‍ચ ભાવના બતાવવા બદલ આપને દ્યણા ઘણા વંદન

  Like

 3. આ પ્રચાર યોગ્ય વસિયતનામાનો વધુ ને વધુ લોકો ઉપયોગ કરે તેવી શુભેચ્છા.

  Like

 4. tamo e vaseeyat namano je lekh mokalyo te bahuj pasand
  aavyo,,,,aasha chhe ke darek manushya jo aaj pramaNe
  vasiyat naama no upyog kare to lakho manusya ni jindagi
  bachi jaay….kharekhar sundar .
  Ch@ndr@

  Like

 5. મત્યુ પછીના બીનજરૂરી ક્રીયાકાંડોની વાસ્તવમાં કોઈ જરૂર હોતી નથી. આ બધુ કુટુંબીઓ પોતાનો શોક ભુલવા કરતા હોય છે અને તે બધી ક્રીયાઓથી મરનારને ભાગ્યે જ કાઈ ફરક પડતો હોય છે. ઉત્તરક્રિયાને બને તેટલી સરળ, સાહજિક અને શોકરહિત બનાવવાની આવશ્યકતા છે.

  બાકી તો જુના વસ્ત્રો છોડી દીધા પછી તેનું શુ કરવું તેનો આપણે ખાસ વિચાર કરતાં નથી. તેમ છુટી ગયેલા શરીરનું લોકોને જે કરવું હોય તે કરે તેમાં શરીર છોડનારાને શું લાગે વળગે?

  Like

 6. Kyarey vichar nahoto karyo ke aavi vasiyat pan aa kala matahano manvi lakhavi ke pachi banavi shakshe, pan aaje mara dilni vaat hothe aavi ja gayi, Priya bandhu tamne tatha aa vaisyat lakhnarne mara ane mara parivaar tarfthi khub khub shubhechchha.

  Like

 7. Dear Govindbhai,

  U r regularly sending me the msgs. By the way u r creating something useful to the people. Since I am going through the msgs in my Office which restrict me to go in detail – I could not study it properly. I will go to Cafe and go through the messages in detailed and reply u accordingly.

  With regards,

  K V Gohel

  Like

 8. ek sacha rationalist ne chhage tevi vasiyat. mota bhag ni vaato game evi chhe, men pote pan mara mrityu pachhi koi vidhi, 10, 11 12 k 13ma ni karvani mara kutumbio ne atyar thi naa padi didhi chhe. pan shuddh man thi prarthana karvanu jaroor kahyun chhe., mara mat pramane koi brahman paisa laine, mara atma ni mukti mate bhagwan ne kahe tena karta mara kutumbi janoni prarthana vadhu asar kare. ne koi rationalist bhale na kahe, aa jivan pachhi y kaink chhe j.

  Like

 9. આ પ્રચાર યોગ્ય લેખ માટે અભિનંદન. આભાર.

  Like

 10. Excellent VASIYAT uou have done but what about property which you have not mention in it.Whether it is distributed to family or any trust for beneficery of mankind ?

  Like

 11. સાચે જ ઉમદા છે, દેહના અવયવો અને દેહને પણ અન્યને ઉપયોગી થાય તે સાચે જ ઉમદા અને અભીનંદનીય છે.
  મરણોત્તર ક્રીયાઓ ન કરવા ની વાત પણ રેશનલ અને અનુકરણીય છે,
  બળવંત પટેલ

  Like

 12. mara matana avsan bad amo a hospital ma dehdan karel htu koi vidhi karel nahi govind bhai tme aaj rah upar aagal badho tevi manokamna

  Like

  1. વહાલા જયેશભાઈ,
   મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની મુલાકાત લીધી આનન્દ..
   જે તે લેખના અંતે આપના મુલ્યવાન પ્રતીભાવ લખશો તો ગમશે. આભાર.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s