વીશીષ્ટ અમૃતોત્સવ- વીશીષ્ટ પુસ્તક

વીશીષ્ટ અમૃતોત્સવ- વીશીષ્ટ પુસ્તક

અંધશ્રદ્ધાથી છલોછલ એવી અસંખ્ય તથા બહુવીધ માન્યતાઓ સદીઓથી આપણા બહુજન સમાજ ઉપર છવાઈ ગઈ છે; જેથી આપણી વૈજ્ઞાનીક પ્રગતી રુંધાઈ છે અને સર્વદેશીય વીકાસ અટકી પડ્યો છે. વધુમાં આવી માનસીકતાએ આપણા માનસીક સ્વાસ્થ્યને પ્રદુષીત કરીને હણી નાંખ્યું છે. આવી વાહીયાત, નીરાધાર માન્યતાઓને જડમુળથી ઉખેડીને પ્રજામાનસને પ્રદુષણમુક્ત તથા સ્વસ્થ બનાવવામાં મારા આ લેખો અવશ્ય મદદરુપ થશે જ, એવી શ્રદ્ધાથી, અને આવા કીસ્સાઓના આલેખન અને પછી વાચનથી રેશનાલીસ્ટ (વીવેકબુદ્ધીવાદી) વીચારોનો બહોળો ફેલાવો થતો રહે, એવા શુભ આશયથી આ સંગ્રહ પ્રગટ કરું છું. એટલું જ નહીં, અન્ય પુસ્તકોની જેમ જ આ પુસ્તક પણ વીનામુલ્યે આપને પહોંચતું કરું છું. ત્યારે મારો આ નમ્ર પ્રયાસ તથા હેતુ સાકાર-સફળ થશે, એવી આ પંચોતેરમે વર્ષે મારી આખરી ઈચ્છા પ્રગટ કરું છું.

જમનાદાસ કોટેચા

(‘જમનાદાસ કોટેચા અને રૅશનાલીઝમ’ નામક પુસ્તકની પ્રસ્તાવનામાંથી સાભાર; અલ્પ શાબ્દીક ફેરફારો બદલ ક્ષમાયાચના સાથે.)

અત્રે આરંભે જ વાચક મીત્રોને જાણ કરું કે, જોરાવરનગરના જવાંમર્દ જમનાદાસ દાયકાઓથી ‘માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર’ નામે રૅશનાલીઝમ પ્રચાર–સંસ્થા એકલે હાથે બરાબર ચલાવે છે, તેના ઉપક્રમે સ્વલીખીત તથા અન્ય સમાન વીચારના લેખકોનાં પુસ્તકો પ્રગટ કરે છે અને ખાસ નોંધપાત્ર તથા અભીનંદનીય હકીકત તો એ કે તેઓના આવા પ્રકાશનો બહુધા તેઓ યોગ્ય સંસ્થાઓ તેમજ વ્યક્તીઓને વીનામુલ્યે જ ભેટ પાઠવે છે. આ સંસ્થાનું એવું કોઈ મોટું ભંડોળ નથી, તેમ જમનાદાસ કરોડપતીય નથી, અને છતાં આ પુણ્યકાર્યનો જે અઢળક વીકાસ થઈ રહ્યો છે, એનાં બે કારણો મારી દૃષ્ટીએ નીચે મુજબ ગણાવી શકાય: (1) જમનાદાસની ધગશ તથા નીષ્ઠા, (2) દાતાઓ મળી રહે છે, જેનો સુખદ સુચીતાર્થ એવો જ થાય કે, રૅશનાલીઝમ આપણા ગુજરાતમાં દીનપ્રતીદીન વધુને વધુ સ્વીકૃત તથા લોકપ્રીય વીચારધારા બની રહી છે; જેનો યશ આ લેખક જેવા અનેક સક્રીય કાર્યકરોની બહુવીધ પ્રવૃત્ત્તીઓને ફાળે જ જાય છે. રૅશનાલીઝમની આવી આગેકુચના સંદર્ભે, એક અજોડ આનંદ ઘટનાય અત્રે જાહેર કરી લઉં કે, પુજ્ય મોરારીબાપુ જેવા પ્રખર રામભક્ત કથાકારે પણ જમનાદાસને સારી એવી આર્થીક મદદ અચુક જ કરી છે. પુ. બાપુ રૅશનાલીઝમ પ્રત્યે હમદર્દ છે, એ પણ આ વીચારધારાની સર્વોપરીતા અને લોકકલ્યાણની ક્ષમતા તેમ જ એના પ્રચારક કાર્યકરોની સચ્ચાઈ તથા પ્રભાવકતાનો જ પુરાવો છે. તો સાથે સાથે જ, પુ. મોરારીબાપુની વ્યાવહારીક ઉદારતા ઉપરાંત ખુલ્લા મનની માનવીય અને વૈચારીક એવી વીશાળ, ઉદાર દૃષ્ટી- ભાવનાય એ પુરાવો છે.

શ્રી જમનાદાસ કોટેચાને પંચોતેર વર્ષ પુરાં થયાં, હજી આજેય તેઓ એવા જ જોરાવર, નવજવાન જેવા સક્રીય, ઉત્સાહી તથા સશક્ત છે, એ બદલ તેઓને અભીનંદન પાઠવતાં દીર્ઘાયુની શુભેચ્છા પણ પાઠવીએ ! તે સાથે જ, પોતાનો આ અમૃત મહોત્સવ ઈતર કશી ધામધુમથી ઉજવવાને બદલે, રૅશનાલીઝમની પ્રવૃત્ત્તીને ધરખમ વેગ આપતાં આવાં અમુલ્ય પુસ્તકો પ્રગટાવીને તથા વીનામુલ્યે વહેંચીને જ આ મંગલ ટાણું- અમૃત મહોત્સવ તેઓ ઉજવી રહ્યા છે, એ નવતર તથા સાચા રૅશનાલીસ્ટને શોભે, એવા નીર્ણય બદલ પણ આપણે તેઓને ખોબલે ખોબલે ધન્યવાદ આપીએ, અને જ્યારે ઉપર દાતાઓનો ઉલ્લેખ કર્યો જ છે, ત્યારે આ સંગ્રહનો તમામ ખર્ચ રાજીખુશીથી ઉપાડી લેતા ‘આ બહુ જ સારો વીચાર છે’– એમ કહીને રૅશનાલીઝમનેય પુરસ્કારનાર અમેરીકા નીવાસી શ્રી ગણેશભાઈ કરસનભાઈ પટેલ (વતન: ભલગામડા, તા. ધન્ધુકા) નેય સાભાર ધન્યવાદ આપ્યા વીના રહી જ કેમ શકાય ?

રૅશનાલીસ્ટ જમનાદાસ ચમત્કારમાં નથી જ માનતા, છતાં એ પોતે જ એક ‘ચમત્કાર’ છે, એ આપણે તો માનવું જ પડશે ! કારણ એ જ કે, તેઓ ઝાઝું ભણ્યા નથી, વીશ્વના પ્રખર રૅશનાલીસ્ટ લેખકોનું સાહીત્ય વાંચી, મનન કરી એ સ્વીકારી, આવી વીચારધારાના ભેખધારી બનવાની કોઈ ભુમીકા જ તેઓ પાસે નહીં; તેઓ તો કેવળ પોતીકી વીચારશક્તી તથા વીવેકબુદ્ધીથી, આત્મપ્રતીભા અને આત્મપ્રતીતીથી જ આવા પ્રખર, સક્રીય રૅશનાલીસ્ટ યુવાવયથી જ બની રહ્યા. એ સાથે જ પોતાના સમય, શક્તી, સાધનો ખર્ચી, જાનના જોખમે તેઓએ આ વીચારધારાના પ્રચારમાં પણ ઝંપલાવી દીધું. જાણવા જેવી હકીકત છે કે, આ અલ્પશીક્ષીત પુરુષે એક ડઝન ઉપરાંત સામયીકોમાં તો પ્રચારક કટારો (કૉલમ) લખી છે; એ જ રીતે, ડઝનથી વધુ પુસ્તકોય પ્રગટ કર્યાં છે. આ સંગ્રહ, જે પુસ્તકનો અહીં હું આપને પરીચય કરાવી રહ્યો છું, એ પણ મુમ્બઈના ‘સમકાલીન’ દૈનીકમાં કટારરુપે પ્રગટેલા તેઓના અઠ્ઠાવન લેખોનો જ સંગ્રહ છે. શ્રી કોટેચાની ક્ષમાયાચના સાથે એક ‘ઐતીહાસીક’ રસીક હકીકત અત્રે પ્રગટ કરું કે, તેઓએ પોતે જ્યારે આ વીચારસરણી પ્રતીતીપુર્વક અને દૃઢતાપુર્વક સ્વીકારી, ત્યારે એને ‘રૅશનાલીઝમ’ કહેવાય, એટલીય જાણકારી એમની પાસે નહોતી ! તેઓએ ‘કોવુરવાદી સાહીત્ય’– એવો શબ્દપ્રયોગ કરવો પડ્યો ! બોલો, કેટલી અને કેવી સ્વયંસ્ફુરીત આ દીક્ષા ! માણસ અન્ય કોઈ પણ કંઠી બાંધી લે, એ સમજી શકાય; પરંતુ જે વીચાર સાવ અજ્ઞાત કે અલ્પપરીચીત તથા અલ્પપ્રચલીત હોય, ઉપરાંત બંડખોર અને આમુલ મુર્તીભંજક એવો ક્રાંતીકારી હોય; એનો સાક્ષાત્કાર તો કોઈ વીરલને, વીરલાને જ થાય, માટે જ એ ચમત્કાર !

‘જમનાદાસ કોટેચા અને રૅશનાલીઝમ’ આ સંગ્રહનો પહેલો જ લેખ વાંચો- આ પ્રચારપુરુષની જોખમી જવાંમર્દીનો અદ્ ભુત પરીચય મળી જશે: અઘોરી વીદ્યાની એક ભયાનક ઘટના વાંચીને, આ લેખક એની સચ્ચાઈ (હકીકતમાં તો જુઠાણું) સીદ્ધ કરવા, ઈન્દીરાજીની હત્યાના ભરતોફાનના માહોલમાં છેક અલાહાબાદ જવા ઉપડ્યા. પરંતુ પહોંચવાનું તો એથીય ભયંકર, અઘોર સ્થાને હતું, અને તે નજીકના ઝુસી ગામના સ્મશાનમાં ! પછી એ સ્મશાનના સંચાલકનેય મળ્યા; આખરે અઘોરીવીદ્યાની યા મારણ-વીદ્યાની ઘોર ઘટના કેવળ કોઈ અવળમતી લેખનો અસત્ય તરંગતુક્કો જ સીદ્ધ થયો. પરંતુ જમનાદાસના આવા જોખમી સાહસથી ગુજરાતને તો એક મુલ્યવાન સત્ય લાધ્યું કે, અઘોરીવીદ્યા કે તાંત્રીકવીદ્યા, મારણ, સંમોહન, વશીકરણ વગેરેનું મંત્રશાસ્ત્ર- એ બધી જ સાવ પાયાવીહીન ગપ્પાબાજી જ છે.

આવી તો સંખ્યાબંધ અદ્ ભુત- અદ્ ભુત ઘટનાઓના આશ્વર્યજનક બયાનથી આ પુસ્તક છલોછલ સમૃદ્ધ છે; જે વાંચતાં જબરજસ્ત રસ પડે, રોમાંચ થાય, સનસનાટી અનુભવાય: પેટમાંનું ઝેર દોરી વડે કાઢવાનો નુસખો- (2) દાભોળકરે અવતારી બાબાને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા પકડાવી દીધા, (13) ભગતની સુકો મેવો (પ્રસાદ) કાઢી આપવાની ચાલાકી પકડી, (17) ભુતનગરીનો અનુભવ… (23) જુનાગઢના અઘોર તાંત્રીકનો રકાસ, (33) સત્ય સાંઈબાબાની કાર પાણીથી ચાલી શકે ? (47) મોરારજી દેસાઈ સાથેની વીચીત્ર મુલાકાત, (50) નીરજા ભનોતનો આત્મા માતાના શરીરમાં આવતો ? (54) શીષ્યે ગુરુના ચમત્કારનું રહસ્ય (પોલ) ખોલ્યું, (25) છાયાશાસ્ત્રીએ મમતાના જીવનમાં ઝેર ઘોળ્યું, (27) તાંત્રીક ચન્દ્રાસ્વામીની મુલાકાત, (57) પવીત્ર ભસ્મ ખરવાની ઘટના, (37) હીપ્નોટીઝમની ધુર્તલીલા વગેરે… આ ઉપરાંત; તરકટ, ઈલમગીરી, છળકપટ, ચમત્કાર, છઠ્ઠી ઈન્દ્રીયના જ્ઞાન, પડકારો તથા પડકાર ઝીલનાર કોઈ ચમત્કારી નહીં !, બાધા- માનતા આદી તમામ પ્રકારની ગેબી, અલૌકીક ઘટનાઓ કે શક્તીઓના દાવાઓના પર્દાફાશની કીંમતી તથા પ્રેરક બાબતો આ સંગ્રહમાં વાંચવા મળે છે; જે ગુજરાતની પ્રજાના માનસનું પ્રદુષણ ઘણા પ્રમાણમાં ઓછું કરશે, એવી આશા ની:શંક સેવી શકાય.

રમણ પાઠક


ભરતવાક્ય:

ગુજરાતની આશરે પાંચસો જેટલી કૉલેજોને આ પુસ્તક ભેટ આપવાનું નક્કી કર્યું છે… કૉલેજના સત્ત્તાવાળાઓએ કોઈ રવાનગી ખર્ચ પણ મોકલવાનો નથી. હવે પછી ‘જમનાદાસ કોટેચા અને વીવેકબુદ્ધીવાદ’ પુસ્તક પ્રગટ થશે- રૅશનાલીઝમનાં પુસ્તકો સંપુર્ણ વીનામુલ્યે આપવાની યોજના છે: સંપર્ક કરો: માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર (જમનાદાસ કોટેચા), જોરાવરનગર – 363 020 જીલ્લો – સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર) મોબાઈલ ફોન: 98981 15976

તા. 5 ડીસેમ્બર 2009ના સુરતના ‘ગુજરાત મીત્ર’ના અંકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર ‘રમણભ્રમણ’માંથી, લેખક અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર..

કટાર લેખકનો સંપર્ક: ramanpathak24@gmail.com

♦●♦●♦●♦


♦●♦ દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/


♦●♦●♦ આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુ નવસારી

December 17, 2009

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦


21 Comments

  1. Khabar nahi kem, pan rationalisto MorariBapu thi aatla abhibhoot chhe! Tran mota gaja na rationalisto ema ganavi shakay, Ramanbhai, Yasinbhai tatha Dankeshbhai. Jamnadas ane GulabBheda ne pan ema sandovi shakay. Juo, aa lekh ma Ramanbhai Bapu ne “Pujya Bapu” tarike nondhe chhe. Ek sacha rationalist mate koi vyakti ke vastu – vichar “pujya” hoi j na shake. Pujan no khayal j dharm ane bhagwan sathe jodayelo chhe. Vyakti aadar ne patra hoi shake, prem ne patra hoi shake; pujan ne patra nahi j nahi.

    Mara mate Bapu no to potano agenda chhe, Gujarat na jaher jivan ma vagdar vyakti banva no; ane ema aa badha ‘mahanubhavo’ potanu ideological commitment bhuli ne emne madad kari rahya chhe… janye-ajanye. Ane ‘ajanye’ aavu kare teva jan-samanya to aa ‘mahanubhavo’ nathi. Temna pan agenda chhe? Koi spasht karshe?
    – Kiran Trivedi

    Like

  2. અંધશ્રદ્ધા દૂર કરવી બહુ જરુરી છે. તે સાથે અભણોની અભણતા અને ભણેલાઓની અભણતા પણ દૂર કરવી જરુરી. “ભણેલાઓની અભણતા”નો અર્થ એ છે કે, તમને અક્ષરજ્ઞાન હોય, પણ જો વાંચતા જ નહો તો શું થાય? તો આ પણ અભણને સમકક્ષ જ કહેવાય. અને તેથી ડાહ્યા માણસો જે કંઇ લખે તે ભેંસ આગળ ભાગવત કહેવાય.

    વળી જો ભણેલા લેખકોમાં પણ પ્રાથમિકતાની પ્રજ્ઞા ન હોય અને જનરલ વાતો જ કર્યા કરે તો અને સામાન્ય પ્રજાનો જ વાંક કાઢ્યા કરે તો તેનો કોઇ અર્થ નથી.

    લોકોને ભણાવવાની, તેમને કામ અને સગવડો આપવાની જવાબદારી અને ફરજ પણ નેતાગીરીની છે. જો રાજકીય નેતાગીરી પણ કૌભાણ્ડો કર્યા કરતી હો્ય અને ૫૫ વર્ષથી રાજ કર્યા કરતી હોય અને અને તો પણ અને તે વખતે પણ ભણેલાઓમાં પ્રમાણભાન રાખવાની પ્રજ્ઞા નહોય તો તે પણ અભણની સમકક્ષ જ ગણાય.

    હાલની કોંગ્રેસી કેન્દ્ર સરકાર માહિતિ અધિકાર લુલો કરી દેવાની પેરવીમાં છે. તેની સામે અવાજ ઉઠાવવો એ પણ અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવવા બરાબર છે.

    Like

  3. It is a very tough job. Removal of Blind faith is not easy task.
    Education and discriminative power are wonderful tools.
    Do not blame ‘No body’. It is easy way out. Poverty, education, job are key problems. Govt. and leaders are responsible. What about Ordinary people?

    Like

  4. For ordinary people to work extra, it is optional. Public spirited people will come out to draw the attention. All the people are not supposed to have that aptitude.

    And we should always pin point a politician and a party to hit the target.

    We should not blame politicians in general. Because in that case people will carry a message that all the politicians are same.

    In fact all the politicians are not the same. Narendra Modi has worked hard. He has improved the situation of Gujarat a lot. What he has done in his 7 years, all the past CMs put together have not done to that extent.

    Hence we cannot say all the politicians are same. We have to utilised the sense of proportion.

    Like

  5. વીશ્વના પ્રખર રૅશનાલીસ્ટ લેખકોનું સાહીત્ય વાંચી, મનન કરી એ સ્વીકારી, આવી વીચારધારાના ભેખધારી બનવાની કોઈ ભુમીકા જ તેઓ પાસે નહીં; તેઓ તો કેવળ પોતીકી વીચારશક્તી તથા વીવેકબુદ્ધીથી, આત્મપ્રતીભા અને આત્મપ્રતીતીથી જ આવા પ્રખર, સક્રીય રૅશનાલીસ્ટ યુવાવયથી જ બની રહ્યા.
    —————–

    અદભુત

    કોવુરવાદી?

    Like

  6. Dear Govind ji..

    Excellent,i want to say…and i mean it..Revolution is a slow time process and will come for sure one day when most of the people will think like rationalist..Rationalism word itself is selfexplanatory in its course..please keep up your efforts and of course our society and in turn country will reap the fine fruits..

    I am much impressed..

    Like

  7. કિરણભાઇની વાત વિચારવા યોગ્ય છે. મોરારીબાપુ જે છે તે છે. રામભક્ત છે અને રામે બીજા કોનો કોનો ઉદ્ધાર કર્યો તે આપણે બહુ જાણતા નથી. પણ તુલસીદાસ, મોરારી બાપુ અને એક કોઇ પાઠકભાઇ છે જે કદાચ ટીવી ઉપર સુંદરકાણ્ડ વાંચે છે. આટલા લોકોનો તો રામે ઉદ્ધાર કર્યો જ છે. બીજાનો પણ કર્યો હશે. એક “તડ અને ફડ” વાળા સંઘવીજી નો ઉદ્ધાર તો નહીં પણ તેઓ શ્રી, વાલ્મિકી અને તુલસીદાસના વર્ણનો ઉપરથી તેમનું (રામનુ), મનગઢંત અર્થઘટન દ્વારા વિવાદાસ્પદ ચરિત્ર ચિત્રણ કરીને ઠીકઠીક લાઇમલાઇટમાં આવેલા.

    આમ તો વાલ્મિકી એ અને કાલીદાસે પણ રામને લગતું પૂસ્તક લખેલું. પણ રામે તેમનો ઉદ્ધાર કર્યો તેના કરતાં રામનો તેમણે ઉદ્ધાર કર્યો તેમ કહેવું જરા ઠીક લાગશે.

    જોકે આ એક સંસ્કૃતમાં “ચમત્કૃતિ” પ્રકારનું અનુમાન છે. જેઓ રામને ભગવાન કે ઈશ્વર માને છે તેમના મનને કે રામને પણ દુભાવવાનો હેતુ નથી.

    પણ સૌએ એટલું તો સમજવું જ જોઇએ કે નતો રામે કે નતો કૃષ્ણએ કે નતો કોઇ અન્ય ભગવાને કોઇ ચમત્કારો કરેલા. ન તો તેઓ કદી કરી શકે તેમ હતા.

    Like

  8. મનના અંધ કેટલાક લોકોનો આત્મવિશ્વાસ જ અંધવિશ્વાસ પર ટકેલો હોય છે. અને તેમના નેગેટિવ વિચારો દૂર કરવા અશક્ય હોય છે. આવી વ્યક્તિઓ દંભનો અંચળો ઓઢીને કેટલાય ઘરો પર રાજ્ય કરે છે. દંભ એમના જીવનમાં એટલો વણાય જાય છે કે કેટલીકવાર તેઓ પોતાના દંભને જોઈ પણ નથી શકતા. ખાસ કરીને અંધશ્રધ્ધા જ્યારે નાનપણના સંસ્કારમાં સિંચાયેલ હોય ત્યારે. આવા લોકો જ્યારે કુંટુંબના સભ્ય હોય ત્યારે તેઓ ઉઘાડા પડે તો પણ બીજા સભ્યોએ બચાવ કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે.

    દંભ સાથેની અંધશ્રધ્ધા સમાજમાં પ્રગટ થતા પહેલાં ઘરોમાં પોષાતી હોય ત્યારે સત્ય જાણતા હોવા છતાં લોકો પણ સત્યને સાથ આપવાને બદલે ખસી જાય છે અથવા તો પોતાના સ્વાર્થ ખાતર ખોટાની તરફદારી કરે છે. આ બદી વધીને પછી સમાજમાં પ્રસરે છે પણ પોતાના પગમાં રેલો ન આવે ત્યાં સુધી સત્યની કોને પડી છે?

    પુસ્તકની માહિતી માટે આભાર !

    Like

  9. જેને જે સાચુ અને સારુ લાગ્યુ હોય તેને દ્રઢતાથી બહુજન હિતાય બહુજન સુખાય અથવા તો બીજાને અડચણ કર્યા વગર સ્વાંત સુખાય કર્યા કરવું તે ડાહ્યા માણસોની કાર્યપ્રણાલી હોય છે.

    ચમત્કારમાં માનો કે ન માનો પણ આપણું અસ્તિત્વ જ સહુથી મોટો ચમત્કાર છે.

    વ્યક્તિપુજા, શક્તિપુજા વગેરે કોઈને કોઈ સ્વરૂપે થતી જ આવી છે અને જ્યાં સુધી વ્યક્તિ સર્વમાં રહેલા એકત્વને પામી નહી લે ત્યાં સુધી તેને તે ચાલુ જ રાખવી પડશે. દરેક વ્યક્તિની પોતાની એક માન્યતા હોય છે તે સાચી જ હોય તેવું જરૂરી નથી પણ જે તે વ્યક્તિ પોતાને માટે તેને સાચી માનીને પછી વ્યવહાર કરતી હોય છે. વિકાસની પણ એક સાહજિક પ્રક્રિયા હોય છે અને તે સંપૂર્ણ પૂર્ણત્વ પ્રાપ્ત કર્યા પછી જ અટકે છે. રેશનાલિસ્ટો પણ અંધશ્રદ્ધાથી પર નથી જેમકે બુદ્ધિથી આગળ કશું છે જ નહીં તેવી અંધશ્રદ્ધાથી પ્રેરાઈને તે પોતાની પ્રચાર ઝૂંબેશ ઉપાડે છે અને પછી જીવનમાં ઘણા એવા પ્રસંગો આવે છે કે જેને તે સમજી પણ નથી શકતા અને સમજાવી પણ નથી શકતા કે જે તેમની બુદ્ધિની મર્યાદાથી પર હોય છે તેના ઉંડાણમાં ઉતરવાનું તથા તેને વ્યક્ત તે કરવાનું ટાળે છે.

    વધારે જરૂર તો કોઈ પણ ISM માં માનનારાઓ કરતા ખુલ્લા દિલના અને જીવનની પ્રત્યેક પળે જાગૃત રહીને સત્યની શોધ કરનારાઓની છે.

    Like

  10. An information for those who want to know what the rationalists of Gujarat are doing on matter of andhsradhha! GMRA ( Guj – Mumbai Rationalist asso ) and other 12 rational, secular minded institutions are organising a state wide protest in demand for an ‘Act against Superstitions’ on 25th Dec in Ahmedabad. There is a seminar organised on same day, before the protest time. Subject is “Media ane andhshradhha’. Well known progressive writers and activists Yashwant mehta, Manishi Jani and Ila Pathak will talk on the subject. and in the eve a protest with banners and slogans will take place at Lal Darwaja. (time 2.00 to 5.00 pm)

    Those who are willing to come can email me on this i.d. for more details. A gujarati booklet ‘Rational Samaj’ can also be obtained in PDF format. Thank you

    kirantrivedi.kt@gmail.com

    Similar programmes are lined up in other cities like Surat (by Satya sodhak Sabha), Rajkot ( by Akhil Bhartiya Vignanvadi Parishad), Gandhinagar (by G’nagar Rationalist asso), Godhara (by Humanist Rationalist society) etc etc. All these organisers going to submit the memorandum of this demand to city collectors, state legal dept, CM, Leader of opposition, many MLAs . Media will be involved in coverage through press conference. GMRA has even prepared a ‘draft act’ for legislative consideration.

    Be part of this civil society initiative, declare your support.
    – Kiran Trivedi, Secretary – GMRA

    Like

  11. andhshraddha nu unmulan sari vaat chhe, pan tethi shraddha nu mulya ochhu na aanki shakay.jeevan man pratyek kshetra man aagal vadhva shaddhapurvak na prayatna ni jaroor chhe j. jem ke ” shraddha j mari lai gai manzil uper mane, rasto bhuli gayo to dishao phari gai.”- Gani Dahivala. shraddha andhshraddha man parivartit na thay te mate vyaktigat jagruti jaruri chhe.buddhi thi na ukalya hoy teva ghana rahasyo shrushti man chhe, ane te na ukle tyan sudhi bhagwan man manva man koi nuksan hun joto nathi. e ne na mano to pan e kyan court man case karvano chhe ?

    Like

  12. શ્રદ્ધા એ એક પૂર્ણ વિરામ છે. શ્રદ્ધા અને બુદ્ધિ એ દોન ધૃવ નથી. બુદ્ધિ અને માહિતિ નો સમન્વય કરીને જે વૈચારિક પ્રક્રીયા થાય એ પગથીયા છે. નિર્ણય એ છેલ્લું પગથીયું છે. અને તે પછી નિર્ણય ઉપરની આપણી અનિશ્ચિંન્તતા અને આત્મવિશ્વાસ એ આપણી શ્રદ્ધા છે.

    કોઇ પણ વાત હોય તેને બુદ્ધિ અને માહિતિનો સમન્વય કરી ચકાસવી જોઇએ. અને તે પછી જે તે નિર્ણય કરવો જોઇએ. અને તે પછી તે નિર્ણય ઉપર શ્રદ્ધા રાખવી જોઇએ. બુદ્ધિ એ આંખો છે અને જો આંખોનો ઉપયોગ કર્યા વગર નિર્ણય લઇએ અને તે નિર્ણય ઉપર પૂર્ણ વિરામ મૂકી દઇએ તો તેને અંધશ્રદ્ધા જ કહેવાય.

    Like

  13. આ રેસનાલીસ્ટો મોરારિદાસ પ્રભુદાસ હરિયાણી ની ચમચા ગીરી કરતા હશે એતો આજે જ જાણ્યું.મોરારિદાસ અંધશ્રદ્ધા ફેલાવનારાઓ ના શિરોમણી છે.પણ બહુ ચાલક છે.હું વારંવાર મારા લેખોમાં એમની ખેંચું છું.રામ કથાએ ભારત નું જેટલું નુકશાન કર્યું હશે એટલું કોઈએ નહિ કર્યું હોય.આજે જયારે ગુણવંત શાહ જેવા અને કાંતિ ભટ્ટ જેવા એમની ચમચા ગીરી કરતા હોય,ત્યારે એમના ઉચ્ચ ભણતર વિષે શંકા થાય છે.ગુણવંત શાહ નો આર્ટીકલ વાંચીને મેં તરત જ એક આર્ટીકલ મુક્યો છે.મોરારિદાસ અસ્મિત પર્વ અને સંસ્કૃત પર્વ યોજી સાક્ષરો ને પોતાના કરી લેવાની ચાલાકી કરે છે.કાંતિ ભટ્ટ નો લેખ વાંચ્યો?ગંગા કદી પ્રદુષિત થવાની નથી.૧૫ લાખની વ્યાસ પીઠ ને લાખ રૂપિયાનો ટેન્ટ વાપરનાર મોરારિદાસ મહા ચાલક દંભી છે.વેરી ઇન્ટેલીજેન્ટ છે.ખુબજ નમ્ર હોવાનો ડોળ કરી,આખા ભારત ને છેતરી રહ્યા છે.૧૧ માં ધોરણ માં ત્રણ વાર નાપાસ થનારા ને ડોકટરેટ કરેલા લોકો નમે છે,સાથે સાથે મોટા ગણાતા રેસનાલીસ્ટો પણ એમના ગુણગાન ગાય એના જેવી બીજી કોઈ ચાલાકી હોઈ શકે ખરી?એટલે જ મેં ધનસુખ ભાઈ ના કેસ બાબત ચર્ચા કરેલી કે સમજણ પૂર્વક ના નાસ્તિક બનીએ.જે ભગવાન છે જ નહિ એના વિષે રીસ પણ કેવી? ક્યાંક આ દંભી ભૂલ્યો મહાદંભી બાપુને પૂજ્ય કહેનારા રેસનાલીસ્ટો ના અચેતન મનમાં આસ્તિક છુપાએલો લાગી રહ્યો છે.તમામ રેશનાલીસ્ટો એ મનોવિજ્ઞાન નો અભ્યાસ પણ કરવો જોઈએ.મારો આ પ્રતિભાવ કોપી કરી જેતે ચર્ચાપત્રોમાં મોકલી આપસો જ્યાં ધનસુખ ભાઈ નો લેખ છપાયો હોય.કે મોરારિદાસ ના ગુણગાન છપાયા હોય.તો ચોક્કસ આભારી થઈશ.

    Like

  14. “૧૧ માં ધોરણ માં ત્રણ વાર નાપાસ થનારા ને ડોકટરેટ કરેલા લોકો નમે છે,સાથે સાથે મોટા ગણાતા રેસનાલીસ્ટો પણ એમના ગુણગાન ગાય એના જેવી બીજી કોઈ ચાલાકી હોઈ શકે ખરી?”

    આવું કહેવું, આવું સમજવું અને આવું સમજાવવું આશ્ચર્ય અને સંશોધનનો વિષય છે.
    જેના ઉપર ડોક્ટરેટ કરવામાં આવી હોય તેઓ પણ ડૉક્ટરેટ કરેલા હોતા નથી અને સ્નાતક પણ હોતા નથી. વિનોબા ભાવે મેટ્રીક પણ ન હતા. પણ તેમની સંસ્કૃતભાષાની સમજણ ઉંડી હતી. રેશનાલીસ્ટો આવકાર્ય છે. પણ તેમની “ક્વોટ” કરેલી સમજણ બરાબર નથી.

    “મોરારી બાપુ” કદાચ મેટ્રીકમાં નાપાસ પણ થયા હોય. પણ તે તેમની ગેરલાયકાત ગણાવી ન શકાય. મોરારી બાપુ અને રજનીશ બંને સરખા ઠગ હોઇ શકે કારણ કે તેઓ બંને તાર્કિક વાતો થી દૂર રહે છે. અને બંને અમૂક પ્રકારના લોકેને આકર્ષી શકે છે. બંને ટાઇપના લોકોના પ્રકાર કદાચ જુદા હોઇ શકે.

    મોરારી બાપુ પ્રણાલીગત ધાર્મિક લોકોને આકર્ષિત કરે છે. અને રજનીશ અર્ધદગ્ધ અને દંભી લોકોને આકર્ષિત કરતા હતા. પણ બંને વચ્ચે ફેર એ છે કે મોરારી બાપુના વ્યાખ્યાનમાં એકસુત્રતા જળવાઈ રહે છે. રજનીશ (બબુચકની જેમ) વાણી વિલાસ અને “વદતોવ્યાઘાત” જેવી વાતો કરતા હતા. તર્ક ને અને તેમની વાતને બારગાઉનું છેટું પડતું. ૧૨ ગાઉ પણ ઘણા જ ઓછા પડે. રજનીશની આડમાં ઇતર અસામાજીક અને અથવા છૂપી પ્રવૃત્તિઓ ચાલતી તેવી સમજણ છે. રજનીશને “યુ.એસ.” સરકારે કેમ તગેડી મૂક્યા તે વિષે રજનીશના અનુયાયીઓ મૌન છે અને તેઓ ત્યાંની સરકાર પાસે કોઈ માહિતિ માગતા પણ નથી કે રજનીશે પોતે પણ આવાતનો કદી ફોડ પાડ્યો નહતો. એક વખત તેઓ યુ.એસ.ના મહાપ્રશંસક હતા. પણ યુ.એસ.ની સરકારે તેમની હકાલ પટ્ટી કરી એટલે રજનીશ તેજ યુએસને ભરપેટ ગાળો આપવા માંડેલા. જોકે રજનીશ (સૈધાંતિક અને પ્રાયોગિક એમ બંને રીતે) તર્ક શાસ્ત્રમાં માનતા ન હતા અને અથવા પણ “આજા ફસાજા” જેવું થઇ જાય તે ડરથી પણ તેમની હકાલપટ્ટીની બાબતમાં તથા પૂર્વે અમેરિકા બાબતમાંના પોતાના અભિપ્રાયોમાં તેમણે પોતે ક્યાં ગોથું ખાધું હતું વિગેરે વિષે માહિતિ આપતા ન હતા.
    મોરારી બાપુ વિષે આવું નથી.

    અને લોકશાહીમાં વ્યક્તિઓને મૂર્ખ અને તર્કહિન બનવાની છૂટ છે અને અત્યારે વહેમી થવાની ફેશન પણ છે જેમાં એન.આર.આઈ.ઓ, શ્વેત, શ્યામ અને પિત વર્ણવાળી પ્રજા પણ બકાત નથી. પણ આ બાપુઓ અને ભગવાનો તેમની પાસેથી તેમની (કદાચ મૂર્ખતાનો) ટેક્ષ વસુલ કરે છે અને તે પણ સ્વેચ્છાપૂર્વકનો ટેક્ષ લે છે તો સુજ્ઞજનો શું કરી શકે?

    પણ પ્રાથમિકતા એ હોવી જોઇએ કે જે એકવંશીય સરકાર પ્રજાપાસેથી બળજબરી પૂર્વકનો ૫૫ વર્ષથી ટેક્ષ ઉઘરાવે છે અને પ્રજાને ગરીબ, અભણ અને બેકાર રાખીને સમયે સમયે ટૂકડા ફેંકીને તેમને પરાવલંબી અને લાચાર રાખે છે જે જીવનજરુરી ખાદ્યપદાર્થોનો પણ (કોમોડીટી માર્કેટ)નો સટ્ટો દાખલ કરે છે અને બેફામ મોંઘવારી વધારે છે તેને ઉખેડી નાખવાનો પ્રયત્ન કરવો જોઇએ.

    Like

    1. આપકી અદાલત માં રજત શર્મા પૂછે છે કે બાપુ તમે ત્રણ વાર નાપાસ થયા ને ભજન ના ચક્કરમાં પઢાઈ બગાડી,ત્યારે બાપુ અભિમાન થી જવાબ આપે છે કે ના એવું નહિ પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા.તો બાપુ લાખો દર્શકોને એવો સંદેશો આપે છે કે ભણવાની જરૂર નથી ભજન કરો.જયારે આખો સમાજ અંધ બની બાપુઓને અનુસરવા ઉભો હોય તો આવા સંદેશ જાહેર માં નાં અપાય.ગોંડલ કોલેજ ની એક છોકરી ચાલુ કલાસે રામ રામ જપે છે ને માળા કરે છે.કાંતિ ભટ્ટ કહે છે આ છોકરી પર તમે કટાક્ષ ના કરી શકો.આ સાક્ષરો એક નંબર ના દંભી છે,મેં લખ્યું હતું એ છોકરી કોઈ બાપુના ચક્કર માં આવી ગઈ છે એની માનસિક સારવાર કરાવો,મારો એ લેખ દિવ્યભાસ્કર માં છપાએલો.ડોક્તરેત તો બધા મેળવી લે પણ વૈજ્ઞાનિક અભિગમ મનમાં હોવો જોઈએ.સર્જન ડોકટરો ને બાપુઓના તળિયા ચાટતા જોએલા છે.હવે બાપુ કહે છે મારો રામ વાલી ને નાં મારે.તુસી ને વાલ્મીકી પણ ખોટા.થોડા વર્ષો પછી લોકો ગાતા હશે,,ચિત્રકૂટ(તલગાજરડા ) કે ધામ પર ભઈ સાક્ષરાન(અસ્મિતા પર્વ) કી ભીડ મોરારિદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર.

      Like

  15. સખેદ-આશ્ચર્ય તો એ વાતનું હોવું જોઈએ કે હરીન્દ્ર દવે અને સુરેશ દલાલ જેવા સાક્ષર પણ મોરારી બાપુ નાં વાણી વિલાસને સાહિત્યનો દરજજો આપીને પાતાના સમકક્ષ અથવા, તેથી પણ ઊપર – ગણતા, ગણાવતા.

    Like

Leave a comment