એ ધર્માન્તર નથી

આવતી તા. 24મી જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનારા સામુહીક બૌદ્ધધર્મ દીક્ષાના કાર્યક્રમને કેટલાક લોકો ધર્માન્તરમાં ખપાવી રહ્યા છે, તેમની તે વાત ભુલ ભરેલી છે. વાસ્તવમાં બૌદ્ધધર્મ દીક્ષા એ આપણા અસલ ધર્મમાં પુન: પ્રવેશ છે. આપણી સમગ્ર ભારતીય પ્રજાનો સૌથી પ્રાચીન અને મુળ ધર્મ તે બૌદ્ધધર્મ, યાને બુદ્ધનો ઉપદેશ છે. આજે જેને લીધે ભારતીય પ્રજા વર્ણ અને જાત-પ્રાંતમાં વીભાજીત થઈ અપ્રામાણીકતા અને ભ્રષ્ટાચારનો શીકાર બની છે, તે વર્ણવ્યવસ્થાવાળો ધર્મ એ ભારતીય પ્રજાનો મુળ ધર્મ નથી. તેથી તે ધર્મ છોડી આપણે બધાએ બુદ્ધના ઉપદેશને શરણે જવાની જરુર છે. અત્યારે ગુજરાતમાં જે હજારો દલીતો અને અન્ય પછાત વર્ગો બુદ્ધને શરણે જવાનો સંકલ્પ ગ્રહણ કરવાના છે તે આપણી સમગ્ર ભારતીય જનતા માટે પ્રેરણાદાયક ઘટના છે.

વાસ્તવમાં 5000 વર્ષ પુરાણી મોહનજોદડો અને હડપ્પન સંસ્કૃતીનો યાને સીન્ધુઘાટીની સંસ્કૃતીનો જે ધર્મ હતો તે જ આપણો સૌથી પ્રાચીન અને મુળ ધર્મ છે. 2500 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધ અને મહાવીર બન્નેએ આપણા આ અસલ ધર્મનું જ પુન: સ્થાપન કર્યું હતું.  સીન્ધુઘાટીથી ચાલતા આવેલા આ ધર્મને બુદ્ધ અને મહાવીરે વ્યવસ્થીત અને વૈજ્ઞાનીક રુપ આપ્યું હતું. તેમણે ધર્મમાં ઘુસી ગયેલા વર્ણવ્યવસ્થા, તદ્જન્ય યજ્ઞો, હોમ-હવનાદી, ક્રીયાકાંડો અને અંધશ્રદ્ધાઓને બહાર કાઢી, કાર્યકારણના નીયમ પર આધારીત ‘માનવધર્મ’નું  ખરું સ્વરુપ આપ્યું હતું. વીજ્ઞાનવીરોધી વાત ખુદ બુદ્ધે કરી હોય તો પણ તેનો ઈન્કાર કરી, માત્ર પોતાની વીવેકબુદ્ધીને અનુસરવાની સલાહ બુદ્ધે આપી હતી. આ બન્ને મહામુનીઓએ  આપણને એકસમાન સદાચાર(પંચશીલ)નો અને વીવેકબુદ્ધી(પ્રજ્ઞા)નો ઉપદેશ આપ્યો હતો.

હીન્દુ શબ્દ સીન્ધુ શબ્દ ઉપરથી જ ઉતરી આવ્યો છે, તેથી હીન્દુ શબ્દ ધર્મના અર્થમાં નથી; પરંતુ પ્રાદેશીક યા સામાજીક અર્થમાં છે. અર્થાત્ સીન્ધુઘાટીમાં વસનારી પ્રજા તે હીન્દુ. આપણે સીન્ધુઘાટીની પ્રજાના વારસદારો હોવાથી હીન્દુ કહેવાઈએ છીએ. ત્યાર બાદ દુષ્યન્તપુત્ર સમ્રાટ ભરતના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. તેથી આપણે હીન્દુઓ, ત્યાર બાદ ભારતીય તરીકે ઓળખાવા લાગ્યા. માટે હીન્દુસ્તાનીનો એક જ અર્થ થાય છે અને તે છે ભારતીય, અર્થાત્ નહીં કે હીન્દુધર્મ પાળે તે હીન્દુ. બલકે જે મુળનીવાસી ભારતીય છે તે હીન્દુ છે. સ્પષ્ટ રુપથી કહીએ તો હીન્દુ એટલે સીન્ધુ સંસ્કૃતીના વારસદાર મુળનીવાસી ભારતીય.

બુદ્ધ અને મહાવીરે જ નહીં; પરંતુ ત્યાર બાદ સીદ્ધપંથ અને નાથપંથના યોગીઓ, ભાગવતધર્મ, વારકરી સંપ્રદાય, મધ્યયુગના ભક્તીમાર્ગી જ્ઞાનેશ્વર, એકનાથ, નામદેવ, તુકારામ, નાનક, રૈદાસ (રોહીદાસ) આદી હજારો સાધુ-સંતોએ પણ કર્મકાંડોવીહીન બનવાનો અને પંચશીલ પાળવાનો જ ઉપદેશ આપ્યો હતો. એટલું જ નહીં; પરંતુ  વેદકાલીન બૃહસ્પતી ઋષીના લોકાયતદર્શનના અનુયાયી બ્રાહ્મણ ચાર્વાક,  પુર્ણકાશ્યપ, મકખલી ગોસાલ, અજીત કેશકમ્બલી, સંજય પાયાસી વગેરે બ્રાહ્મણ આચાર્યોએ પણ વૈદીક કર્મકાંડો અને  વર્ણવ્યવસ્થાવીહીન સમાજની વીચારધારાનો જ પ્રચાર કર્યો હતો. જે દર્શાવે છે કે બુદ્ધ અને મહાવીરનો ઉપદેશ એ જ આપણો અસલ સનાતન ધર્મ છે. તેથી બૌદ્ધધર્મ દીક્ષા એ ધર્માન્તર નહીં; પરન્તુ આપણા મુળ ધર્મમાં જ એ પુનરાગમન છે. બુદ્ધ અને રૅશનાલીઝમની વીચારધારા વચ્ચે અદ્ ભુત સામ્ય છે !

એન. વી. ચાવડા(નીવૃત્ત શીક્ષક, વીદ્વાન ચીન્તક, અને લેખક)

સંપર્ક : શ્રી એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ-૩૯૪ ૩૩૫, જી. સુરત

ફોન નંબર:  (02622)247 088

સુરતના દૈનીક ’ગુજરામીત્ર’ના તા. 9/01/2010ના અંકમાં, ‘ચર્ચાપત્ર’ વીભાગમાં પ્રસીદ્ધ થયેલ ચર્ચાપત્ર. ‘ગુજરાતમીત્ર’ તેમ જ ચર્ચાપત્રી શ્રી. ચાવડા સાહેબના સૌજન્યથી…. સાભાર.

 

ચલો મુલ ધર્મકી ઓર…

તારીખ: 24મી જાન્યુઆરી, 2010

સમય: સવારે 11-00 કલાકે

સ્થળ: પ્રભાકર ટેનામેન્ટના મેદાનમાં, સુમીન પાર્ક, સૈજપુર બોધા,

ડૉ. આંબેડકર સાહેબના સ્ટેચ્યુ સામે, અમદાવાદ.

-મા. બાલકૃષ્ણ આનંદ, નીવૃત્ત તાલુકા વીકાસ અધીકારી

-પ્રા. યશવંત વાઘેલા, કવી, લેખક

બી. કેશર શીવમ્, દલીત સાહીત્યકાર

* * * દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.com/

17th January 2010

27 Comments

  1. ‘હિન્દુધર્મ’ ખરેખર કોઈ ધર્મ નથી એવુ મારુ પણ માનવુ છે…………. કારણ કે સિન્ધુ નું હિન્દુ અપભ્રમ થવુ એ જ લાંબો વિચાર માંગે………. અને ધર્માતરની પ્રક્રિયાઓ જે પ્રમાણે ચાલે છે તેમાં માનવતાના મુલ્યો નું અવમુલ્યન થતુ જોવા મળે છે. માનવી કે માનવતાની જગ્યાએ…….ધર્મગુરુ કે ધર્મના વાડાનો વિકાસ જ વધુ જોવા મળે છે.
    લોકોના એક્ત્ર થયેલ ભંડોળમાંથી હજારો નાના ઘર બનવાની કે કરોડો લોકોને રોજગાર અપાવવાની જગ્યાએ……..કરોડોનુ મંદીર બને છે…….. ત્યારે…….હિન્દુ ધર્મમાં છુપો એક મર્મ દેખાય છે……. હજારો વર્ષથી ભણેલ ગણેલ હોશીયાર કે ચતુર માણસ અજ્ઞાન માણસને કોઈ ને કોઈ રીતે છેતરતો જ આવ્યો છે. અને આ છેતરવાની વ્યાખ્યા આ હિન્દુ શબ્દના અર્થમાં છુપાયેલ છે………. હિન્દીમાં ” હિન ” એટલે ” તુચ્છ ” ત્યજવા જેવા એટલે કે અજ્ઞાન લોકો અને ” દુ ” એટલે કે ” ઉલ્લુ ” બનાવવું એવો થાય છે. ત્યારે આખા હિન્દુ શબ્દનો મર્મ બને છે. અજ્ઞાન લોકોને ઉલ્લુ બનાવવાનુ અભ્યાન……… જેમાં હિન્દુ બનનાર અને હિન્દુ બનાવનાર અલગ અલગ છે……… આપ હિન્દુ બનનાર છો કે હિન્દુ બનાવનાર તે આપે ખુદ વિચારી લેવાનુ છે. બાકી આપનામાં રહેલી માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. જે કદાચ કોઈ હાલ ન સ્વીકારે પણ લાંબુ વિચારી પછી પણ જરુર સ્વીકારશે. કારણકે, સત્ય હંમેશા કડવું હોય છે. જેથી ધર્મ-.. ધર્માન્તરનુ ભૂત છોડો માનવતાથી નાતો જોડો…..

    Like

  2. (1) pratham to uper na lekh ma jodani ni ganee…………… bhulo chhe.!ek shikshak ni na thavi joi a.
    (2) sub. vishe vaat karia –b cause hu bhasha-sahitya no prof.chhu. ane uper lakhyu chhe a bhanaavu pan chhu.
    sindh nu hind thayu a farsi na prabhav ne karne.Hindu ek sanskruti chhe,a vaat saachi; pan sanskruti j kaalkrame dharm bane chhe. baudh dharma – vaidik pauranik karm kand na virodh ma avyo.pan te Hindu dharma no j ek sampradaay chhe; jain nu pan emaj chhe.
    BAUDH Dharma ma pan vikrutio aavi–HINYAAN ,MAHAAYAAN, MANTRATANTRA YAAN,SAHAJ YAAN, WAAMACHAR(PANCH MAKAAR), etc. ama pan avyu.ANA VISHE uprokt vidwaan jaanta hashe am maanu chhu.!
    charcha ghanee lambi THAAY em chhe, aa to short ma kahyu.
    in short Baudh Dharm angikar karvo e Dharma Parivartan chhe j. KARM KAND KHARAB NATHI,VARNA VYAVASTHA PAN KHOTI NAHOTI. ANU ARTH GHATAN ANE UPYIG KHOTO THAYO CHHE.!KEHVAATA PANDITO, DHARMAGURU O ,MAHANTO NA SWARTH NE LIDHE.

    Like

  3. I do not wish to give any comment…But I do agree
    with Bimal VYas comment..I think GOD is ALways with us
    & inside us…
    Prakash

    Like

  4. basically manav seva ne je koee dharm prathamikata aape ae dharm j sacho dharm pachhi mastak koee pan disha ma name koee pan murti ne name ke koeepan sacha sant ne name aema kasho j farak padto nathi

    Like

  5. દરેક ધર્મ સમાન છે કોઈ ધર્મ નાનો કે મોટો નથી.

    ભારતમાં દરેક ધર્મને સમાન સન્માન આપવામાં આવે છે.માટે જ ભારત ખરા અર્થમાં વિશ્વનો સૌથી મોટો બિનસાંપ્રદાયિક દેશ છે. હું પણ ભારતનો પુત્ર છું. મને ભારતીય હોવાનો ગૌરવ છે’ ઇન્ટરનેશનલ સેમિનાર ઓન બુધ્ધિસ્ટ હેરિટેજના સેમીનારમાં વડોદરા ખાતે ખાસ ઉપસ્થિત રહેલા તિબેટના ધર્મગુરુ દલાઈ લામાએ ઉપર મુજબ જણાવ્યું હતું.યુનિયન પેવેલિયન ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ સેમીનાર ઓન બુધ્ધિસ્ટ હેરિટેજનું ઉદ્દઘાટન કર્યા બાદ તિબેટના ધર્મગુરુ પૂ. દલાઇ લામાએ જણાવ્યું હતું કે ૨૦મી સદીમાં સાયન્સ અને ટેકનોલોજીનો મહત્તમ વિકાસ થયો છે. નવાં-નવાં સંશોધન થયા છે પરંતુ ૨૦મી સદીમાં જ વિશ્વમાં લગભગ ૨૦ કરોડ લોકો યુધ્ધ અને આંતકવાદની લડાઇમાં માર્યા ગયા છે. અમેરિકાએ ઇરાક પર કરેલા હુમલામાં જ અસંખ્ય નિદોર્ષ લોકો માર્યાં ગયા છે.
    હિંસા અને આતંકવાદની લડાઇ સામે અહિંસા, શાંતિ અને માનવતાની શકિતઓનો વૈશ્વિક પ્રભાવ પણ અગત્યનો ભાગ ભજવશે. માનવજાતને હિંસા, શોષણ અને અંશાતિથી ઉગારવા માટે નૈતિક મૂલ્યો જ કારગત નિવડશે. વૈશ્વિક આર્થિક મંદીનો માહોલ પણ નૈતિક મૂલ્યોના અધ :પતનનું કારણ બન્યું છે.
    પર્યાવરણનું સંક્ટ પણ માનવસર્જિત સમસ્યા છે તેના મનોવૈજ્ઞાનિક વિશ્વલેષણ કરતાં પૂ. દલાઇ લામાએ જણાવ્યું હતું કે ૨૧મી સદીમાં ભૌતિક સુવિધાઓથી સુખની ભ્રાંતિ થશે.પરંતુ પ્રેમ, કરુણા, માનવીયતા, સહિષ્ણુતાના માનસિક મૂલ્યો તો આધાત્મિકતાની દિશા જ આપી શકશે. ક્રોધ, નફરત, ધ્ૃણાની માનસિકતા સામે પ્રેમ અને કરુણાની શિક્ષા દ્વારા સમાજમાં પ્રભાવ ઊભો કરવો પડશે.
    ભગવાન બુઘ્ધના અહિંસા અને સદ્દભાવના આપેલા સંદેશા પર ચાલીને વિશ્વમાં શાંતિ અને ભાઇચારો ફેલાવી શકાશે. બૌધ્ધ વિજ્ઞાન, બૌધ્ધ ફિલસૂફી અને બૌધ્ધ ધર્મના ત્રણ અલગ પાસાંઓના અઘ્યયનને કેન્દ્રમાં રાખવા જોઇએ. વિશ્વમાં કોઇ ધર્મ મોટો નથી. દરેક ધર્મ સમાન છે. ભારત વિશ્વનો સૌથી મોટો બિનસંપ્રદાયિક દેશ છે. જે દરેક ધર્મને યોગ્ય અને સમાન સન્માન આપે છે.હું ભારતનો પુત્ર છે, મને તે માટે ગૌરવ છે એમ વિશાળ મેદની સમક્ષ પોતાના હૃદયની લાગણીઓને જાહેર કરતાં પૂ. દલાઇ લામાએ જણાવ્યું હતું કે છેલ્લા ૫૦ વર્ષથી ભારત અને ભારતના લોકોેએ મને જે સન્માન આપ્યું છે તે અમૂલ્ય છે. ભારતે ભગવાન બૌઘ્ધના અવશેષો અને ઐતિહાસિક-સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને બૌધ્ધ ધર્મમાં આસ્થા રાખવા માંગતા લોકો માટે મોટો ઉપકાર કર્યો છે. હું વિશ્વકક્ષાએ ભારતનો દૂત છું. બૌધ્ધ ધર્મની બાબતમાં ભારત અમારું ગુરુ છે અને અમે તેમના ચેલા છીએ. અમે ચેલા તરીકે આનંદની લાગણી અનુભવી છે. અમે ભારતના વિશ્વાસુ ચેલા છીએ.બૌધ્ધધર્મના વિરાસત વિષયક આંતરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કર્યા બાદ પોતાના વકતવ્યમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત બૌધ્ધ સંસ્કતિનો વિશાળ વૈભવી વારસો ધરાવે છે. ખાસ કરીને દેવનીમોરી, વડનગર, જૂનાગઢ-ગિરનાર, કરછ અને ભરૂચ સહિતના પ્રદેશોમાં ભગવાન બુધ્ધના જીવનકાળ પર્યતથી બૌધ્ધ ધર્મનો વિશેષ પ્રભાવ રહ્યો છે.રાજ્યમાં બૌધ્ધ ધર્મનું વિશાળ મંદિરનું નિર્માણ કરાશે. દિવ્ય બુધ્ધ મંદિરમાં માત્ર પ્રાર્થના જ નહીં , પરંતુ બૌધ્ધ ધર્મીઓ, બૌધ્ધ તત્વજ્ઞાનના ફિલસૂફો માટે અઘ્યન સંશોધનનું વૈશ્વિક કેન્દ્ર બનશે. જે પૂર્વ અને પશ્વિમના ધર્મોવચ્ચેની તુલના અને મનો વિજ્ઞાનના સંશોધનનું મુખ્ય કેન્દ્ર બનશે. સંશોધન કેન્દ્રમાં બૌઘ્ધ ધર્મના ઐતિહાસિક અવશેષોનું સંશોધન અને વિકાસ-અઘ્યયન કાર્ય હશે.ભગવાન બુધ્ધના જીવન આદર્શોઆજે પણ વિશ્વને મોટું ઉદાહરણ પુરું પાડી રહ્યા છે તેમ જણાવતાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બૌધ્ધ અને હિન્દુ ધર્મ સંસ્કતિના આદર્શ મૂલ્યો વૈશ્વિક જવાબદાયિત્વ, પ્રેમ, સહિષ્ણુતા અને કરુણા સાથે માનવ-માનવ વચ્ચેના સંબધોને માનવીયતાનું પરિમાણ બક્ષે છે. અહિંસાનું તત્વજ્ઞાન બૌઘ્ધધર્મમાંથી મળે છે. પુરાતન વલ્લભી બૌધ્ધ વિશ્વવિધાપીઠમાં દુનિયાભરના વિધાર્થીઓ બુધ્ધ અઘ્યયન માટે આવતાં હતા તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ ગિરનારમાં સદીઓથી વસેલી સિંહની પ્રજાતિ, સમ્રાટ અશોકના જૂનાગઢમાં શિલાલેખ અને ભારતની રાજચિŽ મુદ્દમાં ત્રણ ચિહ્નોની પ્રતિકતિ આ બધામાં કોઇ સંબંધ છે કે કેમ તેનું સંશોધન કરવાનું યુનિ.ના આર્કિયોલોજી વિભાગના પ્રોફેસરોને આહ્વાન આપ્યું હતું.

    Like

  6. હા, બૌધધર્મ એ અલગ ધર્મ નથી પણ વેદીક ધર્મનો એક અલગ વીચારધારાનો ફાંટો છે. પણ, બૌધ્ધો પણ આવું જ માને છે? જો ના, તો આ ધર્માંતરણ જ થયું…

    Like

  7. બુધ્ધનો ઉપદેશ = બૌધ્ધ ધર્મ એ માન્યતા ખોટી છે.
    બૌધ્ધ ધર્મ પણ બધા ધર્મોની જેમ દુકાન બની ગયો છે.

    Like

  8. http://vkvora2001.blogspot.com/

    ભલું થાજો આ ઈન્ટરનેટ, બ્લોગ અને યુનીકોડ વાળાઓનું. દુનિયાના વીવીધ પ્રકારની વીચાર શક્તીના ન્યુ ઝીલેન્ડ, ભારત. યુરોપ, આફ્રીકા અને અમેરીકામાં વસતા લોકો અહીં ભેગા થયા છે. માથા વગર ધડ બાર ગાઉ સુધી લડતું હતું કે બે દીવસ લડતું હતું એવા સતા, પુરા કે સતીઓના પાળીયા ગુજરાતના ગામડે ગામડે જોવા મળશે. હાથીનું ડોકું માનવ શરીર ઉપર, ભટ્ટ ચારણોની પ્રશસ્તી અને સૌરાષ્ટ્રની રસધારવાળા ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. રામાયણ, મહાભારત, રામ, કૃષ્ણ, વગેરે કથાના પાત્રો મટી જીવંત બની ગયા. વલ્લભ ભાઈ પટેલે મસ્જીદ તોડી સોમનાથ મંદીરના નીર્માણમાં જે રસ લીધો કે ગોધરા કાંડ પછી ગુજરાતના તોફાનો કે તોફાનો પછી નરેન્દ્ર મોદીએ જે રસ લીધો એનાંથી ભારતમાં કોંગ્રેસ અને બીજેપીના નેતાઓમાં ફરીથી આશા જાગી કે હજી રામાયણ અને મહાભારત કથા ચાલુ છે અને સાધુ બાવાઓ એમાં નવા નવા જીંવત કે કાલ્પનીક પાત્રો ઉમેરતા જશે.

    http://vkvora2001.blogspot.com/

    Like

  9. Probably for the first time since i started reading your blog, i do not agree at all with any of your thoughts in this regard.

    Vinoba bhave have said, “Dharma is like your mother, its not wife, you can not choose your dharma, coz it is with you before your birth,

    He says, A fish can not leave water and start to live in milk if milk is better then water, because its fish’s dharma to be in water….

    Anyways, its upto a person’s perspective, nothing more…

    Regards,

    Like

  10. ધર્મના નામે જૂથબંધી અને વર્ચસ્વ સ્થાપવાની હૉડ છે.માનવ જાતના ને સમગ્ર સુષ્ટિના

    કલ્યાણની મૂળ ભાવના ફક્ત આભાસ જેવી રહી છે.

    પ્રાચીન સમયનો ઈતિહાસ કહેછે કે અલગ અલગ પ્રદેશના લોકો ગમે તે જાતિના હોય,

    આક્રમણ અને રુલીંગ,જે જીત્યો તે સરદાર,Might is right ના સિધ્ધાંત પર ફાલ્યો ફૂલ્યો.

    ભારતની રસાળ અને નદીઓના પાણીથી સમૃધ્ધ વિસ્તાર પર આક્રમણ પર આક્રમણ થતા અને

    તેથી લોકો બરબાદ થતા ગયા.આ આપદાઓનો સામનો કરવા એક લડાયક જૂથ બનાવ્યું અને

    સાહસ અને બલિદાન દઈ પોતાનો પ્રદેશ બચાવવા આગળ આવ્યા ,જે ક્ષત્રિય બન્યા. કે શીખ કોમ પેદા થઈ.

    આ કામ આજે પોલીસ,લશ્કરના ભાગે આવ્યું.પ્રજાને સંસ્કારી રાખવા અને શિક્ષિત રાખવા બ્રાહ્મણ

    વર્ગ બન્યો અને સૌથી શિક્ષિત હોવા છતાં અકિંચન વ્રત ધારી બન્યો.

    આજે પશ્ચિમના દેશો ભૌતિક પ્રગતિ પછી પ્રજા સંસ્કાર વગરની દ્રગના રવાળે ,અસહિષ્ણુ બની છે તેથી ચીંતીત છે.

    સમાજની પરસ્પર જરુરિઆત પોષવા હુન્નર,ખેતીવાડી વાણીજ્ય અને ઈતર જીવન શૈલી પ્રમાણે કામ પ્રમાણે

    જાતિવાદ નીર્માણ પામ્યો.

    આજે નવા નામે બોલાવાય છે..પટાવાળા કે પ્યુન,મદદનીશ ,આસીસ્ટન્ટ વગેરે અને સૌની કાબેલીયત પ્રમાણે

    રહેવાનું સ્થાન અને પગાર મળેછે,ટકે શેર ભાજી ટકે શેર ખાજા ના ચાલે.

    આમ વર્ણ વ્યવસ્થા તે સમયની અનુકૂળતા પ્રમાણે ઘડાઈ.પણ માનવ જાતના સ્વભાવ પ્રમાણે વર્ચશ્વ સ્થાપવા

    દૂષણો ગૂસ્યાં અને સમાંયતરે આક્રોશ અને સાચા રસ્તા માટે આવાજ ઉઠતા રહ્યા અને અન્યાયનો ભોગ બનનાર ને

    કોઈ રાહબર મળે તે પ્રમાણે સંગઠિત થયા ,તે બૌધ્ધ કે ગમે નામે હોય.સૌની માગણી સાર્વભૌમત્તવથી જીવન

    માણવા માટે હોય અને તેથી વિવાદ સર્જાતા રહ્યા છે.દરેક ધર્મ તેના સ્થાને બરાબર ચે અને સુધારા પરિવર્તન

    માગે છે.હિન્દુ કે સનાતન ધર્મે યુગ પુરુષોને અવતાર તરીકે સ્વીકારેલાછે અને ભારતની ભોમે અનેક વિચારધારાઓને

    સાગરની જેમ સમાવી છે.

    કૂદાકૂદ કરતા રેશનાલીસ્ટો મુસલમાન વર્ચસ્વ વાળા પ્રદેશોમાં જઈ એક જુદો વિચાર રજૂ કરવાનું સાહસ કરેતો તેમનું

    જીવવાનું કેટલું દુશ્કર બની જાય છે,ફતવા પર ફતવા અને લોકશાહી સરકાર ઘૂટણે પડી આંખાઅડા કાન કરેછે તે જોયું છે.

    સારા કામને ઉલટા ચશ્માથી જોવા ને બદલે વિશાળ પરિક્ષેપમાં જોવું સૌના માટે હિતાવહ છે .

    જ્યાં અન્યાય છે તેને મીટાવવો જોઈએ,જોહુકમી દૂર થવી જોઈએ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    ને

    Like

  11. ધર્મ ની આ રામાયણમાં મારે પડવું નથી. પરંતુ બૌદ્ધ ધર્મ અલગ નથી તે હિન્દુ ધર્મનો જ એક ભાગ છે. હા તેમાં કેટલાક ફેરફાર જરૂરથી કરવામાં આવ્યા જેવાકે આ ધર્મે વૈદિક જે રૂઢિઓ અને કર્મકાંડ કે જેના લીધે બીજા હિન્દુ માનવીઓને હડધૂત અને ખર્ચામાં ઊતારી દેતા હતા તે આમાં દૂર કરવામાં આવ્યાં અને તેથી તિરસ્કૃત થયેલાં માનવીઓ આ ધર્મમાં વધુ જોડાતાં ગયા.

    Like

  12. I am reading this blog for long time now but, witing first time. I agree with Jignesh. According to me
    If you are really religious you will respect all other religion.
    Your religion was chosen by God before your birth, so when it comes to change religion at that time I feel like it is opposing God’s decision.

    Like

  13. બુદ્ધ ધર્મ અસલ ધર્મ છે,હિંદુ ધર્મ એ નદી ના નામ પરથી છે.આ પણ પેલા ગુણવંત શાહ ના રૂપાળા શબ્દોની માયાજાળ છે.ચાવડા સાહેબ પણ શબ્દોની રમત જ રમે છે.૩૦૦૦બિ.સી પહેલા હિંદુ ધર્મ નો કોન્સેપ્ટ આવેલો.ભલે નદીના નામ પરથી સંસ્કૃતિ નું નામ પડ્યું.સંસ્કૃતિ ના નામ પરથી ધર્મ નું નામ પડ્યું.બુદ્ધ ધર્મ ને ૨૫૦૦ વર્ષ થયા.એ હિસાબે હિંદુ ધર્મ બુદ્ધ ધર્મ કરતા ૨૫૦૦ વર્ષ જુનો કહેવાય.દરેક ધર્મ ના સાર તત્વોમાં ખાસ કોઈ ફરક હોતો નહિ.એ હિસાબે તો જૈન ધર્મ પણ બુદ્ધ ધર્મ કરતા જુનો છે.કારણ વેદો માં ભગવાન ઋષભ દેવ નું વર્ણન છે.જટિલ ફોલોસોફી ને લઈને જૈન ધર્મ બહુ પ્રચાર માં ના આવ્યો.ને સીધીસાદી સમજ ને લઈને બુદ્ધ ધર્મ આગળ આવ્યો.ખેર બધી શબ્દો ની મારામારી છે.

    Like

  14. એક જ ધર્મઃ માનવધર્મ
    બે જ જાતિઃ પુરુષ અને સ્ત્રી.
    એક જ ઉપદેશઃ કોઈનું ભલું ન કરી શકો તો કંઇ નહિં. પણ ચાહીને બૂરૂં ન કરો અને તમારા આત્માના અવાજને સાંભળો. એ કહે તે જ કરો. તમે જ તમારા ખુદા છો. ખુદમાં શોધો ખુદાને…

    બાકી આ ધર્મના ધતિંગ કોણે બનાવ્યા?
    માનવે..
    રામ, કૃષ્ણ, મોહમદ પંયગબર, ઈસુ, મહાવીર, બુધ્ધ, વગેરે..વગેરે..વગેરે કોણ હતા??
    એક માનવ…
    માનવને દાનવ બનાવે એ ધર્મ શા કામનો?
    ધર્મને નામે કેટલાય મર્યા એનો હિસાબ છે કોઈની પાસે…??

    Know thyself..!!

    Like

  15. જે ધર્માંતર કરે છે કે કરાવે છે તે બધા ધર્મને દુકાન માને છે.

    એક માણસ તરીકે જીવતાં આવડે તો પછી આ કોઇ પણ લેબલની શું જરુર છે ?

    લતા હિરાણી

    Like

  16. Gautam Buddha clerified the concept of Cause & Effects Law. If everybody asks to their consicence why they are happy or unhappy, they will get their true answer. Why should we blame others for our deeds?

    There is no need to aruge or discuss about this thing. All the enlighted people said the same thing at different time, place and used different languge , different examples etc.

    Consider a centre of a circle. We are standing at any ponit on circumference. Now, you can go to centre of the cicrle from 360 different points. Sometimes, they seem opposite to each other, but you will reach to the same point.

    Similarly, all faiths and religions are same. We are all same from one source. Let us love and respect each other.

    It is never late to think in this direction.

    Like

  17. મને ઈન્સાન થઈ સાચે જ જિવવાની તમન્ન છે
    મળ્યા બે હાથ તો સત્કર્મ કરવાની તમન્ના છે-દિલીપ ગજજર
    *બુધ્ધુ આજે બુદ્ધ્ધર્મ સ્વિકાર્યો તો કાલે બુદ્ધ એટલે જાગ્રત કે એન્લાઇટન નથિ થૈ જવાના..જેવા છે તેવા જ રહેવાના..

    *મારું અંદરનું પરિવરતન એ સાચું પરિવર્તન ધર્માન્તર એ પરિવર્તન સાચુ નથી..મારો ધર્મ કયો તે ધર્મ પ્રશ્ન એક શોધ છે..

    *પોતાનો અભિગમ જે સમજતો કે બદલાવે નહિ તેને બીજા ધર્મ શું કરી આપવાના ?
    કયો ધર્મ સારો ને ખરાબ ને કયો ધર્મ સારો ને ? કયો માણસ સારો આવા સવાલો થાય ત્યારે માણસ કેવો છે તે મહત્વનું છે..

    *ધર્મ એ એક શોધ છે જેમાં મારો ધર્મ એટલે હું કોણ, ક્યાથી આવ્યો, ક્યા જવાનું મારું લક્શ્ય શું ? મારો અને પરમાત્માનો જીવ જગત જગદીશનો સમ્બન્ધ શું ?
    આ જવાબ જ્યારે હું જાતે શોધુને જિવન વિકાસ કરું બધા સાથે રર્હીને તે ધરમને પામ્યો કહેવાય..બાકી દેશ પરીવર્તન વેશ પરિવર્તન કે ભાષા કે ધર્મપરિવરતન કરવાથી કઈ નથી વળતું..તે પણ સમ્ખ્યા વધાર્વાની એક હોડ છે

    *મૂળ ધર્મ વૈદિક ધરમ અને સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મ ભયાવહઃ તે સૂત્ર યાદ રાખી વિચારવું જોઇએ..આજે વૈદિક ધરમમાં છે તેમ જ પ્રત્યેકને વ્યવસાય બદલવાની છૂટ છે જ…અસ્તુ…
    આત્મશોધનમ મહત્વ્નું છે બીજા પરિવર્તન બહારના છે વસ્ત્ર બદલવાથી માણસ નથી બદલાતો…

    Like

  18. Well.
    Atyaare mandirni K koi vishesh prakar na dharma ni koi j jarur nathi.Jaru 6 good edu. institute, good hospitals, saving water, good enviorment,and good national moral.

    Like

  19. બૌધ્ધ ધર્મે લાખો કરોડોને દીક્ષા આપી, મર્યા પછી આત્મા કશે જતો નથી અને કશું રહેતું નથી તો સવાલ એ થાયકે આખા જન સમુદાયને સાધુ બનાવી, તેને નિશ્ક્રિય બનાવવાથી દેશને શુ ફાયદો થયો? આ તો એવી વાત થઇ કે હું તમને લાખ રુપિયા આપું જો તમે ફાંસીએ ચઢી જાવો તો. રાજા અશોકને પણ બૌધ્ધ દિક્ષા આપવામાં આવી હતી તેથી તેમના રાજ્યનો વિસ્તાર અટક્યો હતો. મોક્ષની વાતો એક બાજુએ રાખી, એવા ધર્મનું પાલન કરવું કે જે દેશનું, સમાજનું અને માનવજાતનું કલ્યાણ કરે.

    Like

  20. Lots of Opinions by Lots of People…Read them & also read the Post…..
    We all seem to have the “say/opinion”…..but the TRUTH is that at the End….Everything becomes “zero” if one fogets the “True Manvata”….All Dharmo are some man-made guidelines but you MUST put your thoughts into Practice….
    Be a Human..Love/assist others as you can & forget about ALL RELIGIONS !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Govindbhai….You & your Readers are invited to Chandrapukar to read recent Posts on HEALTH !

    Like

  21. જ્યાં સુધી માણસ પોતાની મેળે પુરુષાર્થ કરીને બુદ્ધ બનવાનો પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી તે ઘેંટા બકરાની જેમ ગોવાળો દ્વારા દોરવાતો રહેશે. આ ગોવાળોએ ભટકે છે ને ઘેંટા બકરાએ ભટકે છે અને જ્યારે વન કેસરીની ત્રાડ સંભળાય છે ત્યારે ગોવાળ ને ઘેટા બંને ભાગે છે.

    કસ્તુરી કુંડલ બસે, મૃગ ધુંઢે બન માંહિ,
    ઐસે ઘટ ઘટ રામ હૈ, (પર) દુનિયાં દેખે નાહિ.

    “જય હો”

    Like

  22. JUNO KE NAVO DHARM SHA MATE???BUDHHA LOKO NO JUNO DHARM CHE TO PACHI TE AKHI PRUTHVI E KEM NATHI APNAVI YO…..DHARM NA VADA MATHI MANAV KYARE BAHAR AVSHE?????

    Like

    1. (1) પોતાના સ્વાર્થ ખાતર જ્યારે ચતુર-ચાલાકો કોરી સ્લેટ પર અક્ષરજ્ઞાન ચીતરવાનું બંધ કરશે ત્યારે…..

      (2) માનવતાનો ખરો દીપ પ્રજ્વલીત થશે ત્યારે…..

      ગોવીન્દ મારુ

      Like

Leave a comment