મારો ધર્મ કયો કહેવાય…?

ડૉ. ડેવિડ ફૉલી હીન્દુસ્તાનના ઈતીહાસના અભ્યાસુ–નીષ્ણાત છે. તેમણે કહ્યું છે- ‘અમેરીકા અને જાપાન એટલા માટે સમૃદ્ધ છે કે ત્યાં ધર્મ સંપ્રદાયના કોઈ વાડા નથી. જેણે જે ધર્મ પાળવો હોય તે પાળી શકે. મલેશીયા અને પાકીસ્તાનમાં અઢળક કુદરતી સંપત્ત્તી છે. પણ એ દેશો ગરીબ રહ્યાં; કારણ કે એ દેશોમાં ધર્મની બોલબાલા રહી છે. મલેશીયામાં હીન્દુ કે ખ્રીસ્તી નાગરીક મુસ્લીમ બની શકે; પણ  ઈસ્લામી નાગરીક ધર્મપરીવર્તન કરીને હીન્દુ કે ખ્રીસ્તી ન બની શકે. ઈસ્લામમાંથી ધર્મપરીવર્તન કરનારને દેહાંતદંડની સજા થાય છે. એ સમ્બન્ધે  એક ચોંકાવનારો કીસ્સો ઘૃણા ઉપજાવે એવો છે. 1998માં મલેશીયામાં જન્મેલી મુળ મલય જાતીની મુસ્લીમ છોકરી (નામ એનું લીના જૉય) ધર્મપરીવર્તન કરીને ખ્રીસ્તી બની. તે રોમન કેથલીક યુવકને પરણવા માંગતી હતી. એથી તેના આઈડેન્ટીટીકાર્ડમાંથી ઈસ્લામ ધર્મ કાઢી નાખવા માંગતી હતી. બસ આટલી બાબતનો ગુનો ગણીને ઈસ્લામીક શેરીયા કૉર્ટે બેવફા જાહેર કરીને તેને દેહાંતદંડની સજા ફરમાવી ! (આજ પર્યંત લીના જૉયે જીવ બચાવવા સંતાતા ફરવું પડે છે.)’

મને કદી સમજાયું નથી ધર્મ સુખને બદલે દુ:ખનું કારણ શા માટે બનવો જોઈએ ? માણસે કષ્ટ સહન કરવા કે દુ:ખી થવા ધર્મ પાળવો જોઈએ એવું કયા ધર્મગ્રંથમાં લખ્યું છે ? ભુખ લાગે તો રોટી ખાવી એ જીવન છે. અને કોઈ ભુખ્યો આવે તો તેને અડધામાંથી અડધી રોટી આપવી એ ધર્મ છે. તરસ લાગે તો કુવો ખોદવો એ જીવન છે અને તરસ્યાને માટે પરબ માંડવી એ ધર્મ છે.

ચર્ચા ચાલતી હતી ત્યાં એક મીત્રે કહ્યું- ‘હું કયો ધર્મ પાળું છું તેની મને ખબર નથી. હું મંદીર, મસ્જીદ કે ગીરજાઘરમાં જતો નથી. ભુખ લાગે ત્યારે ખોરાક ખાઉં છું; કોઈનું ભેજુ ખાતો નથી. તરસ લાગે ત્યારે પાણી પીઉ છું; કોઈનું લોહી પીતો નથી. મંદીરમાં જવાને બદલે કોઈ સાહીત્યકારની શીબીરમાં જવાનું મને વધુ ગમે છે. મંદીરમાં ગવાતાં ભજનોમાં બેસવા કરતાં સાહીત્ય ગોષ્ઠીમાં બેસવાનું મને ગમે છે. શીરડી પગપાળા યાત્રા કરીને સાંઈબાબાને રીઝવવા કરતાં ઘરડાં માબાપની સેવા કરવાનું મને ગમે છે. ઘરમાં સાગનું નાનું મંદીરીયુ છે. તેમાં કયા દેવ છે તેની મને ખબર નથી. પત્ની રોજ પુજા કરે છે. હું નથી કરતો. પત્નીએ મારી ધર્મવીમુખતા સ્વીકારી લીધી છે. હું પણ તેના ગમાઅણગમાનો ખ્યાલ રાખું છું.’ (તે ઘરમાં પોતું મારે છે ત્યારે તે સુકાય નહીં ત્યાં સુધી હું ત્યાં ‘પગલાં’ ન પડે તેનું ધ્યાન રાખું છું) એથી અમારી વચ્ચે ઝઘડા થતા નથી. એને કંટોલાંનું શાક બહુ ભાવે છે. મને બીલકુલ ભાવતું નથી. પણ હું બજારમાંથી ખાસ તેને માટે કંટોલાં (મોંઘાં મળે તો પણ) ખરીદી લાવું છું. મને કારેલાંનું શાક ખાસ ભાવે  છે. તેને ભાવતું નથી. હું કદી તેને આગ્રહ કરતો નથી. અમારા સહજીવનમાં કંટોલાં–કારેલાં જેવી ઘણી અસમાનતા છે. પણ અમે અનુકુલન સાધીને જીવીએ છીએ. એ ધર્મ પાળે છે; છતાં થોડીક સમજદારીથી સુખી દામ્પત્ય જીવન વીતાવીએ છીએ. દામ્પત્ય જીવનમાં અનુકુલનને હું પ્રેમ કરતાં પણ ઉંચી સગાઈ ગણું છું. સુખી સંસાર માટે પ્રેમ કરતાં પણ અનુકુલન વધુ જરુરી છે !

‘ઘણા લોકો ભગવાનનો ફોટો, મુર્તી, મંદીર વગેરે રોજ ઘસીઘસીને સાફ કરે છે; પણ જમ્યા પછી દાંત સાફ નથી કરતા. રોજ ગીતાના અધ્યાયોનું પોપટ–રટણ કરે છે; પણ અખબારો કે પુસ્તકો નથી વાંચતા. રામાયણ ભક્તીભાવે વાંચે છે; પણ રોજ દશ કલાક ધંધામાં પાપનાં પારાયણમાં બેસી લુંટાલુંટ ચલાવે છે. ગલ્લા પર થતી ખુલ્લેઆમ નફાખોરી, કોમી રમખાણોમાં થતી છરાભોંકથી ઓછી ખતરનાક નથી. ધર્મપુસ્તકનો રોજ એક અધ્યાય વાંચો એટલે દીવસભરનાં પાપો ધોવાય જાય એવું હું માનતો નથી. મંદીરને બદલે લાયબ્રેરી જાઉં છું. ધર્મપુસ્તકોને બદલે મહાન માણસોના જીવનચરીત્ર વાંચુ છું. આજ પર્યન્ત ઘરમાં એક પણ વાર કથાકીર્તન, ભજન, યજ્ઞો કે પુજાપાઠ… કશું જ કરાવ્યું નથી. પણ મરણ બાદ દેહદાન અને નેત્રદાનનું ફોર્મ ભર્યું છે. રક્તદાન કરવાની ખાસ ટેવ છે. સાધુ, સંતો કે બાબા-ગુરુઓનાં ચરણોમાં પડતો નથી; પણ મોટા કવી, લેખકો, સાહીત્યકારો કે ચીન્તકો જોડે મૈત્રી કેળવી છે. સાધુ સંતોને દાન પુણ્ય કરવાને બદલે દર વર્ષે એકાદ બે ગરીબ વીદ્યાર્થીને પુસ્તકો, ફી વગેરેમાં મદદ કરું છું. રથયાત્રામાં જોડાતો નથી; પણ રોજ સવારે પદયાત્રા (મોર્નીંગવૉક) કરું છું. કુંભમેળામાં કદી ગયો નથી અને જવાની ઈચ્છા પણ નથી. પણ વીજ્ઞાનમેળો કે પુસ્તક્મેળો એક પણ છોડતો નથી. ગંગાનાં ગંદાં પાણીમાં નહાવાને બદલે બાથરુમમાં સ્વચ્છ પાણીના શાવર વડે સ્નાન કરવાની વાતને હું વધુ પવીત્ર ગણું છું.  આવું બધું કરનારાઓનો ઘર્મ કયો કહેવાય તેની મને ખબર નથી. પણ હજી સુધી એક પણ વાર એવો વીચાર આવ્યો નથી કે હું ઈશ્વરને નથી ભજતો, મંદીરમાં નથી જતો, દાન નથી કરતો, તેથી મર્યા બાદ સ્વર્ગમાં ન જવાશે કે કહેવાતો મોક્ષ ન મળશે તો મારું શું થશે..!’

મીત્રની આ લાંબી વાતમાં એક વાત મને ખાસ ગમી. મને એ મારા જ જીવનની વાત લાગી. હું લખતાં લખતાં બેધ્યાનપણે કોઈ પુસ્તક ગોતવા કબાટ તરફ આગળ વધું કે તરત શબ્દો સંભળાય- ‘કેટલી વાર કહ્યું કે પોતું માર્યું હોય ત્યારે સુકાય નહીં ત્યાં સુધી પગલાં પાડવાં નહીં !’ જોવા જઈએ તો આ ‘પગલાં’  શબ્દમાં સઘળા ધર્મો અને ગીતા-ઉપનીષદનો સાર સમાઈ જાય છે. આપણી વાજબી જરુરીયાત પણ આપણે એ રીતે ન સંતોષવી જોઈએ કે બીજાને અગવડ થાય. કોઈને ખપમાં ન આવીએ તો ભલે પણ કોઈને માટે લપ ન બની રહીએ તે જરુરી છે. દુનીયાના સઘળા મનુષ્યો સુખ માટે સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની રહેવાને બદલે, પારકાનાં સુખનો પણ ખ્યાલ રાખે તો સઘળાં ધર્મપુસ્તકો અપ્રસ્તુત બની જાય. રાવણ બનવાથી બચી જાઓ તો રામાયણ ન વાંચો તો ચાલે. જીવનમાં ડગલે ને પગલે દુર્યોધન, શકુની કે ધૃતરાષ્ટ્ર બની રહો, પછી રોજ મહાભારત વાંચો તોય શો ફાયદો ? યાદ રહે, તમને તમારા જીવનના અનુભવોમાંથી પ્રાપ્ત થયેલાં સત્યો ગીતા–કુરાનનું જ ફળકથન ન હોય છે. શ્રી શાયર દેવદાસ અમીરે કહ્યું છે- ‘છોડ ગીતા, કુરાન અને બાયબલ… અસલી પાઠ તો એ છે જે જમાનો શીખવે છે !’

પૃથ્વીલોકમાં માણસનું અવતરણ જે કારણે થયું હોય તે પણ એટલું નક્કી કે એની આંખમાંથી ક્યારેક આંસુ ટપકે છે. એ આંસુને તમારી હથેળી વડે લુછો એ બાબત ધર્મ ન ગણાતી હોય તો પણ શું નુકસાન છે ? તરસની જેમ દુ:ખ  સર્વવ્યાપી  સ્થીતી છે. આપણે મંદીર ન બંધાવી શકીએ પણ મંદીર બહાર બેસતા ભીખારીઓમાંથી કો’ક એકના પેટની આગ ઠારીએ તો ઘણું. રોડ અકસ્માતમાં માણસો ઘવાયા હોય ત્યારે આજ પર્યન્ત એક પણ વાર (રીપીટ એક પણ વાર…) એવું બન્યું નથી કે તેને મદદ કરવા દોડી જનારા માણસોએ તેમને  એમ પુછ્યું હોય કે- ‘તમે હીન્દુ છો કે મુસ્લીમ… ?’ હીન્દુ મુસ્લીમ યુવક યુવતીની આંખ મળી જાય અને બન્નેનાં હૈયામાં ઉર્મીના અવર્ણનીય હીલ્લોળ જાગે  છે એને હીન્દુ પ્રેમ અને મુસ્લીમ પ્રેમમાં વહેંચી શકાશે ખરો ? યાદ રાખજો, સમગ્ર સૃષ્ટીના માણસો કન્સીલ્ડ વાયરીંગની જેમ પરસ્પર   પ્રાકૃતીક રીતે સંકળાયેલા છે. સૌનાં આંસુ સરખાં છે. સૌનાં આનંદ સરખા છે. સૌની દેહરચના કે જન્મ અને મૃત્યુ સરખાં છે. ત્યાં સુધી કે તેમના લોહીનો રંગ પણ (ઈસ્લામી રંગ કે હીન્દુ રંગમાં) વીભાજીત થયેલો નથી. તો માણસ માણસ વચ્ચે ન્યાત-જાત અને ધર્મ-કોમની મૅનમેઈડ દીવાલ શા માટે હોવી જોઈએ ?

દરેક માણસને પોતાનો (ગેટ–પાસ જેવો) ધર્મ હોય છે. આખી જીન્દગી એ માણસ ધર્મનો બીલ્લો છાતીએ ચીપકાવીને ફરે છે. પણ કબરમાં કે સ્મશાનમાં એ બીલ્લાની કોઈ મહત્ત્તા નથી. મંદીર બહાર બુટ ઉતારી દેવા પડે તે રીતે, ચીતા પર કે કબરમાં જતાં પહેલાં એ બીલ્લો કાઢી નાખવો પડે છે. મૃત્યુ આગળ હીન્દુ, મુસ્લીમ કે ધર્મ કોમના ભેદ ભુંસાઈ જાય છે. આટલું સમજાઈ ગયા પછી સમજાશે કે વીશ્વમાં માનવ ધર્મથી ચઢીયાતો ધર્મ બીજો એકે નથી.


ધુપછાંવ

રોજ અલ્લાહ કો યાદ કર….. પર કીસીકો બરબાદ ના કર

તેરી કબર ભી તૈયાર હૈ ઈસ બાત કો નજરઅંદાઝ ના કર

દીનેશ પાંચાલ


‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 24 જાન્યુઆરી, 2010ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરે’માંથી.. લેખકના અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…


સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445

ફોન: (02637– 242 098) સેલફોન: 94281 60508


અક્ષરાંકનગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ https://govindmaru.wordpress.com/

પર પોસ્ટ કર્યા તારીખ– 29–01–2010


‘આ લેખ તમને ગમે તો મને લખજો;


પીડીએફ મારી પાસે તૈયાર જ છે,


તરત મોકલીશ.’

40 Comments

 1. ખુબ જ સરસ લેખ. આ બ્લોગ ઉપર મને ગમેલો સહુ પ્રથમ સંપુર્ણ સર્વાંગ સુંદર લેખ. શ્રી ગોવિંદભાઈને આ લેખ પ્રાપ્ત કરાવવા બદલ અંતરના અભીનંદન. દીનેશભાઈને ખુબ ખુબ ધન્યવાદ.

  Like

 2. ખરેખર સાચી વાત એ જ કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને માનવ વચ્ચે ભેદ કરાવે એ ધર્મ ગુરુ નથી કે કોઈ દેવ નથી……માનવ…માનવ વચ્ચે જે ભેદ કરાવે એ દાનવ કરતા પણ મેલો માનવ છે. જે પોતાના સ્વાર્થ સાધવા ઈન્સાન્તીયત દાવ પર લગાવી ભોળા માનવીને ગુમરાહ કરે અને કુદરતે બનાવેલ દુનિયામાં કુદરતથી મોટા બનવાનો ખેલ કરે……સત્ય એ સમજવાની જરુર છે કે બનાવનારે દરેક્નુ લોહી એક બનાવ્યુ તેને અલગ કરનાર ઈન્સાન કોણ……તે….તમારે વિચારવાનુ છે.

  Like

 3. Absolutely right. But what a tragedy. The false standards have set into the sub-conscious…!

  Every action has been polluted by such beliefs. If you speak against established ideology, you could be targeted.

  Evolution, yes, let the evolution take care of it.

  Like

 4. yes every body should have freedom to select his ‘dharma’ .
  but nobody should pass negative comment on other’s ‘dharma’
  let the wisdom prevail .

  Like

 5. This is a good article full of truths. I fully agree with the author. The understanding of life comes from within. it does take time and courage to leave those beliefs & so called senseless rituals.

  I am very thankful to Govindbhai Maru for sending this article.

  Thanks to all of my friends.

  Like

 6. ખુબજ સરસ.પરમ સત્ય.આજ ખરો ધર્મ છે.હવે મને કહો કે હૈતી માં ધરતી કંપ થયો છે,ભારતમાંથી કેટલા ધાર્મિક સંગઠનો એ ત્યાં રાહત કેમ્પ યોજ્યા છે?શું માનવો ખાલી હિન્દુસ્તાન માજ રહે છે?

  Like

 7. shri dineshbhai amara navsari na j chhe. gujratmitra man temna articles varsho thi hun vanchto aavyo chhun.dineshbhai ne adharmik kahi shakay j nahi, temnu vartan ,vani ane vichar jemne dharm ne sachi rite samjyo chhe tena jevun j chhe.hun manu chhun ke koi pan manas dharm ke bhagwan man shraddha rakhto hoy te aavun j kare. ana thi vipareet vichar ke vartan dharavto manas dharmik ke’vay j nahi. mane khabar chhe, dineshbhai adharmik nathi.

  Like

 8. સરસ લેખ.
  આ લેખ અગાઉના લેખો કરતા જુદો છે. વધુ તટસ્થ અને સાચી દિશામાં જતો લાગ્યો.
  આવો લેખ મૂકવા બદલ ધન્યવાદ.

  Like

 9. બીજાની ભાવના, લાગણી અને તેની અપેક્ષાની કદર કરો કે જે કોઇને નુકશાન કરતી નથી. આ સનાતન ધર્મ છે. તમે સનાતન શબ્દનો જે અર્થ કરવો હોય તે કરો.
  ઈશ્વરને આપણે જાણતા નથી. તેને પૂજો કે ન પૂજો તો પણ તેને કોઇ ફર્ક પડતો નથી અને તેને વાંધો પણ નથી કારણકે તે ગુણાતીત છે. સ્વર્ગ કે નર્ક કે આડતીયાઓ તેણે રાખ્યા નથી. તે દયા માયાથી પર છે. મનુષ્ય સામુહિકરીતે અને વ્યક્તિગતરીતે વર્તે છે તેની સમન્વયકારી આપત્તિઓ અને સંપત્તિઓને તે પ્રાપ્ત થાય. તેને કર્મફળ કહો. સમાજ દંડ કરે કે ન કરે વ્યક્તિગત કર્મોથી સ્વભાવનું ઘડતર થાય છે અને તેજ તેનું ફળ છે. અને તે સ્વભાવ આગળ ઉપર બીજા કર્મો અને ફળોનું બીજ અને ફળ બને છે.

  તો આ ધર્મ એ છે શું? અને શાનો આ વિસંવાદ?

  અગર તુફાંમેં હો કીસ્તી તો હો શકતી હૈ તદબીરેં
  મગર કીસ્તીમેં હો તુફાં તો વો ખુદાકા ક્યા કસુર?

  Like

 10. Thanks Govindbhai for bringing such a noteworthy article–Religion has become a precious commodity for so called protectors and gate keepers.Ordinary people have been blinded by these so called priests and their agents who live by instigating all kinds of fear in their minds.They have sold tickets to so called Heaven!I am in total agreement with Dineshbhai who has so eloquently told the truth in the article—-For me -As one famous Shayar said;
  Tyan hasen swarg ke mushibaton Na potlan;
  Ke marvani etle utaval kari nathin—Taqdir Khud—-

  Like

 11. લેખના વિચારો સાથે સહમત થાવ કે ન થાવ, પણ લેખમાં બેલેન્સ જળવાયું છે,
  તેથી વાંચવાનો ગમ્યો.

  Like

 12. ખુબ જ સરસ લેખ. “દામ્પત્ય જીવનમાં અનુકુલનને હું પ્રેમ કરતાં પણ ઉંચી સગાઈ ગણું છું” સુન્દર વાકય. લેખ મોકલવા માટે આભાર પી.ડી.એફ. ફાઈલ મોકલસો.

  Like

 13. મનનીય લેખ. સુંદર ઉદાહરણ. સ્વામી વિવેકાનંદે પણ કહ્યુ છે “માનવ સેવા ઍજ પ્રભુ સેવા”. “ઘટ ઘટ વસેલ તું, તારી અપાર લીલા.”

  Like

 14. સંપૂર્ણ સચોટ અભિવ્યક્તિ. એક શબ્દ પણ નિરર્થક લાગતો નથી. મારા પ્રિય લેખકોમાંના એક અને ‘ગુજરાતમિત્ર’નું ઘરેણું એવા દિનેશભાઇની રસાળ કલમમાં તો પથ્થર જેવી વાત પણ પ્રવાહી થઇને નીકળે છે. દરેક વાતને ઉદાહરણ સાથે મૂકવાની એમની શૈલી અત્યંત પ્રાસાદિક અને ગતિશીલ છે.

  Like

 15. ખૂબ સુંદર અને સરસ વાત માટે અભિનંદન.આલેખન હ્રદય ને સ્પર્શી જાય તેવું છે.

  Like

 16. This is a real Dharm of life.To ignore certain good things
  are also not so correct but simply to follow as others are
  doing without understaning is also wrong.

  I liked this lekh for its true spirit.

  રમેશ પટેલ(આકાશદીપ)

  વિજ્ઞાન યુગનો માનવી
  રમેશ પટેલ(આકાશદીપ)

  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

  With regards
  Ramesh Patel(Aakashdeep)

  Like

 17. ramayan vachavati raday ma parivartan thay che mate ramayan vachavu joye ane ramayan thi santo, mata pita, vadilo mate aadar prem daya shama udarta jeva mahan guno vikas thay che mate ramayam ane gita manavata darm mate mahan prerna che ane pujaniya granth che ane pujany granth hamesa rehse jay sriram jay sri krisna jay svaminarayan

  Like

  1. shaileshbhai,
   I can not understand what is written in ramayan that is better than this.Ramayan is an imaginary story written by Valio lutaro(Valmiki rushi),who was a changed man because of Naradmuni.
   The reason why sita was kiked out because of dhobi or his people. This should not be a big deal,as she was captured against her wishes.And he should have given agni parixa to prove himself pure before he dare asking sita,to whom he was not able to protect.

   Please,try to understand the reality of today and how not keeping up with todays technology is hurting us.
   1) clean air and water
   2) Better planned roads and Traffic with some sense.
   3) If we learn to treat other humans as we would like to be treated. Arjun

   Like

 18. સાવ દીવા જેવી આ વાત ધર્મોપદેશકો સમજે અને સમજાવે તો ?
  આ જન્મે તો એ શુભ દીવસ જોવા મળે તેમ લાગતું નથી.

  Like

 19. As per my little knowledge, all the religions are basically the same, but MANAV DHARMA is the best of all. Basically we all are animals, guided by our instincts, as all other animals are!! But we should atleast try to be HUMAN – a reformed animal.

  Like

 20. I REALLY VERY MUCH IMPRESSED AND APPRECIATE THIS
  ARTICLE. WE MUST FOLLOW THIS RIGHT RELIGION PATH.

  Like

 21. I like this article,very nice to realise,understanding of dharma,to put in our life.
  navin mahadevia

  Like

 22. I like this type of articles.Please send me more such type material.I appriciate.
  thanks

  Like

  1. આપના પ્રતીભાવનું હાર્દીક સ્વાગત છે. આપને મેઈલથી કેટલીક પીડીએફ ફાઈલો મોકલું છું. આ જ બ્લોગની નીચે મુજબની લીન્ક આપને વાંચવી ગમશે.
   https://govindmaru.wordpress.com/2009/11/12/d-paanchal2510/
   https://govindmaru.wordpress.com/2009/11/26/harnish-jani/
   https://govindmaru.wordpress.com/2009/09/11/dinesh-panchal/
   આભાર.
   ગોવીન્દ મારુ

   Like

 23. “સાવ દીવા જેવી આ વાત ધર્મોપદેશકો સમજે અને સમજાવે તો ?
  આ જન્મે તો એ શુભ દીવસ જોવા મળે તેમ લાગતું નથી.”
  સુરેશભાઈની આ વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. સાવ દીવા જેવી આ વાત આપણાં કહેવાતા ધર્મોપદેશકો સમજી જાય તો તેમના સ્થાપિત હિતો જોખમાઈ જાય અને વગર મહેનતે મળતા તમામ ભૌતિક સુખ-સાધનો પણ બંધ થઈ જાય કે જેના વગર તેઓનું જીવન જીવવું પણ દોહ્યલું બની જાય !
  સાચો ધર્મ માનવ ધર્મ જ છે !

  સ-સ્નેહ
  અરવિંદ

  Like

 24. Dear Govindbhai,

  Liked the article. Your thoughts match with Akha Bhagat –>> Tilak karta treppan thaya ane jap mala na naka gaya— Katha sambhli futya kaan, toye na aaviyu brahma gyan.

  Please forward me the pdf not only this one but may be few such articals.

  Regards,

  Vinod Bhatt

  Like

 25. વહાલા ભાઇ,

  ઉત્તમ સરળ સરસ લેખ. મજા પડી ગઇ. માન્યતાના ડાબલા જડબે સલાક બાંધ્યા ન હોય તે સર્વે સમજી અને સ્વીકારી શકે. અદભુત રજુઆત. લેખકને અભિનંદન. આપને ધન્યવાદ.
  અકબર મુલજી

  Like

 26. માણસાઇ

  કોઇ કહે છે, હું છું હિન્દુ
  તો કોઇ કહે છે હું છું ઇસાઇ,
  છે મારો ધર્મ તારાથી સારો
  કહી,કરે મન મહીં ખોટી વડાઇ.

  ધર્મને નામે યુદ્ધ આદરે
  શસ્ત્ર ધરી બને આતતાયી,
  જો કરીયે તુલના તેઓની સાથે
  તો લાગે સંત સમો કોઇ કસાઇ.

  જુઓ ધર્મની આ વાડો માંહે
  મતિ જાયે કેવી ભરમાઇ,
  સરળ વાત કેમ કોઇ ન સમજે
  કે માનવનો ધર્મ તો છે માણસાઇ.

  Link to my blog is http://girishdesai.wordpress.com/
  I invite all readers to visit my blog and express their opinion.

  Like

 27. “વીશ્વમાં માનવ ધર્મથી ચઢીયાતો ધર્મ બીજો એકે નથી.”

  I just remembered one Indian song:

  ન હીંદુ બનેગા, ન મુસલમાન બનેગા,
  ઇન્સાન કી ઔલાદ હે, ઇન્સાન બનેગા.

  Like

 28. અતિ સુંદર છે આ લેખ, પણ આમા વાહ વાહ કોની થઈ લખનારની કે સારાસારની ઓળખ-સમજ આપનારની. આપણે સહુ સ્વપ્રશંસાના વિરોધી રહેવુ જોઈએ, છતાં પણ ૯૯ ટકા રદ્દી જેવા બ્લોગના લેખો કરતા અ લેખ સાચવવા અને રેફર કરવા લાયક છે ખરો. ધર્મો ખોટા નથી પણ ધર્મને ખોટી રીતે સમજનારા, વાપરનારા તો ખોટા જ છે અને એ જ વાત મારા દેશવાસીઓને સમજાવવા મથુ છુ, હુ સારા કપડા પહેરુ અને મનમાં-વર્તનમાં ખોટ રાખુ તો જગતનો સૌથી મોટો પાપી હુ જ કહેવાઉ એવુ બાઈબલ કહે છે તો લોકોને સારુ લગાડવુ એ સારુ નથી પણ લોકોને સાચુ દેખાડવુ જે કડવુ હોય છે એ તો કરોડો કરોડો ગણુ સારુ છે એમ બાઈબલ કહે છે અને એટલે જ મારી વેબ્સાઈટ કોઈ નથી વાચતુ અને વાંચતુ હશે તો પણ રેમાર્ક્સ નથે મુકતા ભલે જેવી પ્રભુની ઈચ્છા. માટે સર્વ ધર્મનો એક જ સાર છે, માનવસેવા કરીને માનવને માટે ઉદાહરણ-દિવાદાંડી બનવુ જેથી કોઈ ભટકે કે અથડે નહી. હે પ્રભુ મને અને સહુ ભારતીઓને, ખાસ કરીને ધર્મી કહેવાતા એવા મારા સ્વભાષિ ગુજરાતી ભાઈ બહેનોને અને પ્રભુ યીશુને ન માનતા મારા સગાવહાલાઓ, નાતીલાઓ ને આપે યી એવી આત્માના ઉંડાણ થી પ્રાર્થના કરુ છુ……….

  Like

 29. your Article is very nice.
  Thick skin of All Dharmguru will not effect due to their personal interest,power,money,chair.
  so people mind noboby can change because effect of guru is very deep.when they born.because of their parents
  believe that father guru. so after 1000 year by grace of god may be change? still i doubt—-please put on your web page.
  Arvind.Shah.

  Like

 30. પ્રિય દિનેશ્ભાઈ અને અન્ય મિત્રો;
  પ્રેમ્;
  ઘણા બધા બુધ્ધિમાન લોકો કહેવાતા ધર્મોના ક્રિયાકાંડથી દુર રહ્યા છે અને એક સારા માનવ તરીકે જીવન જીવી રહ્યા છે. બુધ્ધિમતાના વિકાસનુ સારુ પાસુ એ છે કે, માણસની બુધ્ધિમતાના વિકાસની સાથે સાથે આવો વર્ગ દિવસે દિવસે વધી રહ્યો છે. જ્યારે આ બુધ્ધિમતાના વિકાસનુ ખરાબ પાસુ એ છે કે માણસ વધુ ને વધુ ચાલાક, કપટી અને લુચ્ચો બની રહ્યો છે. ધર્મના નામે ચાલતા ધતીંગો જોઈ દરેક બુધ્ધિમાનને એ પ્રશ્ન ઉઠે જ છે કે સાચો ધર્મ શું? ધર્મ કોને કહેવો? માનવધર્મનો ખ્યાલ પણ આવા પ્રશ્નના નીવેડારુપે જ આવેલ છે. પણ મારી સમજ મુજબ માનવધર્મ કહેતાં જ વ્યાખ્યા ખુબજ સંકુચિત બની જાય છે. જાણે ધર્મને ફક્ત માનવો સાથે જ લેવાદેવા છે. જ્યારે આ શૃષ્ટિમા માનવ ઉપરાંત પ્રાણિઓ, પશુઓ, પંખીઓ, જીવ જંતુઓ, વનસ્પતિ અને સુક્ષ્મ જગત મોજુદ છે અને માન્વી તેમા સર્વો પરી છે તો ધર્મની વ્યાખ્યા માનવો સુધીજ મર્યાદિત રાખી ન શકાય. મારી સમજ મુજબ ધર્મની વ્યાખ્યા હોવી જોઈએ, ” જે જોડે તે ધર્મ અને જે તોડે તે અધર્મ” પ્રેમ જોડે છે માટે તે ધર્મ અને ધૃણા તોડે છે માટે તે અધર્મ. હિન્દુ કે મુસલમાન કે ખ્રિસ્તી માનવ માનવને તોડે છે માટે તે અધર્મ.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s