ધર્મથી વીવેકનો હ્રાસ

વાસ્તવમાં શરીરથી અલગ કોઈ આત્મા નામના તત્ત્વની કલ્પના જ બધી મુસીબતોનું મુળ છે. જીવવીજ્ઞાન (બાયોલોજી)ની શોધો થવા અગાઉ આપણા શરીરમાં કેટલી નસ-નાડીઓ છે, તેમાં કેટકેટલાં અને કયાં કયાં પ્રકારનાં જીવાણુંઓ દરેક સમયે અસ્તીત્વ ધરાવે છે તેનું આપણને જ્ઞાન ન હતું. તો પછી આધ્યત્મવાદીઓએ કયાં એક્સ-રે મશીનથી શરીરની અંદર આત્મા નામની અદૃશ્ય ચીજને જોઈ ? પદાર્થની સ્વયં સંચાલીત પ્રક્રીયાને સમજવાના અભાવે જ આત્માની કલ્પના કરવામાં આવી હશે અને કોઈક માયાવી શક્તીની સાથે જોડી દેવામાં આવેલ હશે. આમ, જ્ઞાનના અભાવે લોકોએ શોર્ટકટ શોધી કાઢ્યો. અસલમાં સ્વત: સંચાલન સમજવાને બદલે આજ્ઞાપાલન વધારે સરળ લાગે છે. એટલે જ પોતાની બહારના કોઈ નીયંતાની તલાશ કરી લે છે. એ જ તો તેઓના વ્યવહાર નીર્દીષ્ટ કરે છે. આ નાયક અથવા હીરો તેઓના આદર્શોને અમલી કરે છે. જેને લઈને તમામ જહેમત અને તવાઈથી બચી જઈ પોતાના આદર્શોનો જાતે અમલ કરવાની મહેત કરવી ન પડે. નાયકપુજા (હીરોવરશીપ)ની પાછળ આ જ મનોવૈજ્ઞાનીક નબળાઈ કામ કરે છે. એ જ માનવીની આદીમ અવસ્થાની પરીચાયક છે.

આ જ નબળાઈના કારણે વ્યક્તી પોતાના વીવેક દ્વારા નીજને સંચાલીત કરીને વર્તવાનું જોખમ ખાસ કરીને ટાળે છે. વીકલ્પના સ્વરુપે ક્યારેક તો તે પોતાના સંચાલનની જવાબદારી કોઈ ધર્મગુરુના હાથમાં સોંપી દે છે, ક્યારેક કોઈ ડીક્ટેટરના હાથોમાં સોંપે છે. ‘મૅન, મૉરલ એન્ડ સોસાયટી’ પુસ્તકના મનોવૈજ્ઞાનીક લેખક મી. ફ્લુગલે ઉંડાણમાં ઉતરી ચર્ચા કરીને નીષ્કર્ષરુપે સીદ્ધ કર્યુ છે કે, આ રીતે પોતાના વીવેકનો આધાર લઈને વ્યક્તીએ પોતાની સમીક્ષાશક્તી જ ખોઈ નાંખી છે. વ્યકતીગત દાયીત્વબોધનો પણ લોપ થઈ જાય છે. અને વ્યક્તી એવા આદીમ વ્યવહારની કક્ષામાં પહોંચી જાય છે કે જેને વીવેકની કસોટી પર કસવામાં આવે તો માનવીનું મસ્તક શરમથી ઝુકી જાય છે. પ્રતીક જો ઝંડો હોય, કોઈ રંગ હોય કે પછી આદર્શ વાક્ય હોય અથવા પથ્થરનો કોઈ ટુકડો હોય આ ઠોસ પ્રતીકમાં જ વીવેકનું પ્રલંબન થઈ જાય. આ જ મનોવૈજ્ઞાનીક નબળાઈનો અનુચીત લાભ રાજકારણીઓ અને ધર્મગુરુઓ ઉઠાવી પોતનો સ્વાર્થ સીદ્ધ કરે છે ! વળી, કોઈક ગુરુથી પણ ઉપર કોઈ પારલૌકીક કાલ્પનીક આકૃતીનું સ્થાન આવી જાય છે. કારણ કે સાંસારીક યા લૌકીક ચીજોની તો સીમા પણ હોય છે. જેને જાણીને પણ નીરાશ થઈ શકાય છે. પરંતુ અંતીમ આશરો તરીકે માની લીધેલા ભગવાનના શરણમાં પહોંચીને સુરક્ષીતતા અનુભવવાનો વહેમ ઓઢી લે છે. આ રીતે કહેવાતા ભગવાનના હાથમાં લોકો વીવેકની સત્તા સોંપીને ધાર્મીક વ્યક્તી પોતાના નૈતીક કર્તૃત્વમાંથી છુટકારો મેળવી લે છે.

ગોવીન્દ મારુ નવસારી

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.14 જાન્યુઆરી, 2005ના રોજ પ્રકાશીત થયેલ મારું એક ચર્ચાપત્ર

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/


14 Comments

 1. માણસ કમજોર છે તેથી પોતાથી મોટી કોઇ શક્તિનો આસરો શોધે છે. ધર્મ એટલે નીતિ, ન્યાય, સત્ય પ્રેમ સદાચારપૂર્વક જીવવુ. બહાર કોઇ શક્તિ હોય કે ન હોય માણસ પોતાના કાર્યો માટે પોતે જ જવાબદાર છે. માણસ સારી રીતે જીવે તો પોતે પણ સુખી થાય અને બીજા બધને પણ સુખી કરી શકે.
  લાલચ ન હોય, ભય ન હોય તો માણસને ભગવાનની બહુ જરુરત રહેતી નથી. સારી દાનતથી વિવેક પુર્વક જીવનાર સુખી જ થશે

  અકબર મુલજી

  Like

 2. I fully agree with Akbar Muljai’s thoughts. There is no such thing like God in the spacve who controls everything on earth.

  2500 years ago, Gautam Buddha explained the theroy of Law Of Karma. He said that we are responsible for our own actions & results. He uplifted our being and made us responsible.

  The brahmins & pujaries did not agree with his thoughts and threw his idea out of system.

  Just recently, earthquake happened in Haitti. Who is responsible ? Who did it? Some people thougt that God punished us. No, we punished ourselves by building poor construction and not following any building codes and praciting corruption.

  Let us br accountable for our own deeds. Then, the world will be different.

  Thanks,

  Pradeep H. Dedsai
  Indianapolis,IN ,USA.

  Like

 3. I call myself ‘I’. You call yourself ‘I’. He, she, it calls or thinks itself ‘I’ Millions and billions including animals think of self identity as ‘I’. Just ask this ‘I’ whether anything like God exists or not….?

  Like

 4. શ્રી ગોવિંદ ભાઈ,
  ભાઈ એટલે તો હું જયારે અવતારો કે ગુરુઓ તો ઠીક કોઈ લેખક કે કલાકાર કે કોઈ નેતાનું ભૂલો બતાવું છું તો લોકોને ઝટકા લાગે છે,કે હું ખોટો મોટા લોકોની ભૂલો કાઢી ને ગમેતેમ લખ્યા કરું છું. જયારે હું કહું કે શ્રી કાંતિ ભટ્ટ લખે કે ગમે તેટલા મળમૂત્ર ગંગા માં છોડો ગંગા કદી અશુદ્ધ થવાની નથી, આ ખોટું છે ત્યારે શ્રી કાંતિ ભટ્ટ ના આશીકો ને નથી ગમતું. જયારે હું ટીકા કરું કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા” એવું આપકી અદાલત જેવા જાહેર શો માં મોરારીબાપુ થી ના બોલાય તો લોકોને લાગે છે મારે કોઈ પર્સનલ દુશ્મની હશે બાપુ સાથે. જયારે હું કહું કે શ્રી ગુણવંત શાહ લખે છે સીતા માનવતા ની વિમલ વેદના છે આ ખોટું છે, આવા રૂપાળા શબ્દો ના વાપરો. સીતા માનવતાની નરી વેદના જ છે. રૂપાળા શબ્દો થી સીતા ની પીડા, વ્યથા કોઈની ધ્યાન માં નથી આવતી. બીજું તેઓશ્રી કહે છે રામકથા જગ મંગલ કરની. ભારત સુદ્ધાનું મંગલ થયેલું જણાતું નથી. ભારત ની ગરીબી, કમજોરી એક નાનો ત્રાસવાદી કાબુમાં નથી આવતો. ત્યારે આ સાક્ષર બહુ મોટું માથું છે અત્યારે ગુજરાતમાં એમના વિરુદ્ધ બોલાય? મારી શી હેસિયત ? અને જયારે હું કહું કે શ્રી રામે ધોબી ભાઈ ને એક થપ્પડ મારી હોત તો વધારે સારું હતું, સીતાજી ને વન માં ધકેલવા કરતા. તો ભારત ની નારીઓ ની દુર્દશા આટલી બધી ના હોત. ત્યારે લોકોને પ્રલય થઇ જવાનો હોય તેવી મારી વાત લાગે છે. મેરા ભારત મહાન કેટલું મહાન છે એ બધા અંદર થી જાણે છે.પણ પછી દંભ ક્યાં જશે?

  Like

 5. Dear Friends,

  Very intersting to read everyone’s opinion. I am not saying I agree with everyone either. I am learning one thing from here is all the things what I learned in life has meaning. I am strong believer in dharma, I believe in Geeat’s message “karmanye vadhikaraste no faleshu kadachan”. Experience what I had in my life confirms there is someone taking care of me each and every step of life. I do call it God what others call it it is their belief. I believe in rituals not blindly but finding meaning of each rituals. Yes it takes time and needs patience. Our rishi muni’s didn’t do all this for no reason, I agree there is group of people who made it their business and twisted the truth, on same note, don’t business people do “beimaani” to earn money. As far as stories in ramayan goes if you are uneducated and take it word to word I agree with Bhupendrabhai but I like to know the deeper meaning of it and it explains way of life. Women can be Bichari but when she has to be she can transform her self in Kali maa too she has that power.

  Like

 6. ધર્મની શરૂઆત જ વિવેકથી થાય છે. અને જ્યારે માણસમાં વિવેક ન હોય ત્યારે સ્વાભાવિક રીતે જ બીજી કોઈ બાબતથી દોરવાઈ જવાનો છે. અને આ અવિવેકનો ભોગ લગભગ બધા જ બનતા હોય છે અને તેથી જ કોઈ પણ બાબતને ચકાસ્યા વગર જ સ્વીકારી લેવાની મનોવૃત્તિ ધરાવતા થઈ જાય છે. આ વિવેકને શંકરાચાર્યજી માહારાજે સાધન ચતુષ્ટ્યમાં પ્રથમ સ્થાન આપેલ છે. અને જ્યાં સુધી માણસમાં વિવેક જાગૃત થતો નથી ત્યાં સુધી તે ધાર્મિક કે વૈજ્ઞાનિક તો શું પણ સામાન્ય મનુષ્ય તરીકેનું જીવન જીવવા માટે પણ લાયક બનતો નથી. અલબત્ત ધર્મથી વિવેકનો હ્રાસ થાય છે તે વાત ઘણી જ હાસ્યાસ્પદ લાગી. જે બાબતને ધર્મ સાથે કશો સંબધ જ ન હોય તેવી બાબતોને ધર્મ સાથે જોડી દઈ પછી તેના ઉદાહરણો આપી અને પછી કહેવું કે આ રીતે ધર્મથી વિવેકનો હ્રાસ થાય છે તે માણસે ધર્મને સમજવાનો વિવેક કેળવ્યો નથી તેટલું કહીને જ વિવેકપુર્વક વિરમું છું.

  Like

 7. હુ કદાચ ખોટૉ ન હોવ તો હમણા જ કેટલીક ટી.વી ચેનલો..માં જ્યોતિષશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો વચ્ચે મતભેદનો કાર્યક્ર્મ ગોઠવવામાં આવ્યો હતો.આત્મા છે કે નહી? તેના વિશે પણ વૈજ્ઞાનિકો અને જ્યોતિષ્યો વચ્ચે ચર્ચા થઈ હતિ.મનોવૌજ્ઞાનિકોનું માનવુ હતુ કે ‘આત્મા એ માત્ર મનુષ્યના મગજનો ભ્રમ છે.બીજુ કશુ જ નથી.’..આભાર

  Like

 8. Vivek – Power to discriminate – Swami Ramsukhdasji. February 5, 2010
  Filed under: ENGLISH, અંતરની વાણી — dhavalrajgeera @ 10:43 am Edit This

  The glory of the human body is not its form, shape, appearance, rather it is it’s vivek (power to discriminate). Real and unreal, sentient and insentient, essential and non-essential, duty and non-duty – understanding such dichotomy is known as vivek. This ‘vivek’ has been given by God and is without a beginning. Therefore it is not born, rather it is awakened. By satsang this vivek gets awakened and becomes robust. Only by giving due concentration and deep contemplation in satsang (holy company, association with Truth) this ‘vivek’ is awakened, not by ordinary attention. Nowadays, it is generally seen that those doing satsang, arranging satsang, giving discourses, they too don’t have a deep understanding of spiritual topics. They don’t know the difference between insentient and sentient properly. After gaining bit of understanding, they start giving discourses. Those whose ‘vivek’ is awakened, they exuberate extra-ordinariness, remarkableness, uniqueness and divinity within.

  From the very beginning, a sadhak (spiritual aspirant) should understand difference between body (insentient) and indweller of body (sentient). From the beginning i.e. with the body and indweller of body, till world and Paramatma (God), a sadhak should have ‘vivek’ . Vivek of body and indweller is not available anywhere except human body. Demi-gods (devtaa) have vivek, but due to being engrossed in pleasures their vivek does not work.

  There are very few people that have ‘vivek’ of body and indweller of body. Therefore it is essential to understand the difference between the body and the indweller through satsangs. Body is insentient and Self (Atma, soul) is sentient. Self is a fragment, a part (ansh) of God and body is a fragment of world. Sentient is separate and insentient is separate. Salvation will be of sentient, not of insentient; because bondage has been accepted by sentient. Insentient is constantly changing and going towards destruction. Whatever age we have crossed we have died those many days. Word `dying’ might seem improper but it is truth. At time of birth the number of days which were in our account is not there now. Whatever days has passed we have died those many days, and how many days are left in account, we don’t know. Whatever period of life has passed has perished and that has happened in insentient part, not in sentient part. In the sentient part there is no such thing as death. It doesn’t have any age. It is immortal. Body dies, but soul doesn’t die. In this manner from the very beginning we should know the difference between sentient and insentient. Whatever is sentient it belongs to Parmatma (God, Supreme Consciousness) and whatever is insentient it belongs to nature. In Gita it has come –

  Prakritim Purusham Chaiv Vidhyanaadi Ubhaavapi (Gita 13/19)

  Know that prakriti (matter) and `Purusa’ (Spirit) are both eternal, but in both, Purusa (sentient) is without beginning (anaadi) and infinite whereas prakriti(matter) is eternal and finite. Few intellectuals accept prakriti as also infinite but it is philosophical difference of opinions. Here it should be understood that one who doesn’t know himself and doesn’t know others he is called as insentient (jada). One who knows himself and also knows others, he is called as sentient (chetan). The power of knowing (perceiving, understanding, ascertaining) is sentience (consciousness). This power is not in insentient (inert, jada).

  From “Mere Toh Giridhar Gopal” in Hindi pg 26-27 by Swami Ramsukhdasji.

  Ram Ram

  For ENGLISH WEBSITE please visit: http://www.swamiramsukhdasji.net
  For full online discourses in Hindi: http://www.swamiramsukhdasji.org

  Like

 9. શ્રી. ગોવિંદભાઇ,

  આત્મા કહો, ચેતના કહો કે જીવન શકિત કહો જે કહો તે. જે પદાર્થમાં આ ચેતના નથી હોતી તે જડ કહેવાય છે. અને આવા જડ પદાર્થને – આપણા દેહને – સ્વયં સંચાલીત બનવાની શકિત આપે છે તે છે આત્મા, ચેતના કે જીવન શકિત.આપે જેનો નિર્દેશ કર્યો છે તે જીવ વિજ્ઞાન,કે એકસરે મશીનની શોધ શું કોઇ જડ વસ્તુએ કરી છે?

  આપે કોઇ એવું બાળક જોયું છે કે જેણે પોતાની માતાનું બાળપણ જોયું હોય ? બાળકને તેની માતાના બાળપણની સાચી માહિતી જાણવી હોય તો તેણે એની માતા પાસે જઇને પુછતાજ કરે તોજ ખબર પડેને? આધ્યાત્મવાદીઓ એમની – પ્રાણી માત્રની – માતા સમાન આ ચેતના સાથે વાત કરી એની બધી માહિતી
  મેળવવાનો પ્રયાસ કરી રહયાં છે.અને તેથી જ તેઓ અંતરમુખ થાય છે.

  જો આપ માનવકૃત સગવડીયા ધર્મની વાત કરતા હોય તો હુ ું આપની સાથે સહમત છું પણ જો આપ એવું પ્રતિપાદિત કરવા માંગતા હોય કે આત્માની કલ્પના એ આધ્યાત્મવાદીઓએ ઊભું કરેલું તૂત છે તો તે વાત માનવા હું જરાએ તૈયાર નથી. આ સાથે હું આધ્યાત્મ અને ધાર્મિકતા અંગેના મારા વિચારો, જે મેં મારા બ્લોગ ઉપર પ્રગટ કર્યાં છે, તે આપને મોકલું છું.સાથે સાથે આપના બ્લોગના સર્વ મુલાકાતીઓને મારા બ્લોગની મુલાકાત લેવા હાદિરક આમંત્ર પાઠવું છું.મારો બ્લોગ છે girishdesai.wordpress.com

  આધ્યાત્ત્મિક્ત અને ધાર્મિકતા
  ReligiosityAnd Spirituality
  આ બે શબ્દો મેં ઘણી વખત સમાનાર્થે વપરાતા સાંભળ્યાં છે. પરંતુ મારી સમજ પ્રમાણે આ બેઉના અર્થમાં આસમાન જમીન નો ફેર લાગે છે. તેથી આ વાતની ચોખવટ કરવા હું આ લખાણ આપ સહુની સમક્ષ પ્રસ્તુત કરું છું. મારી સમજમાં કાંઇ ભૂલ હોય તો આપ સહુને તે અંગે પ્રતિભાવ પાડવા મારી ખાસ વિનંતી છે.
  ધાર્મિકતા એટલે ધર્મપાલનને લગતા વિચાર અને વર્તન અને આધ્યાત્મિકતા એટલે આત્માને લગતા વિચાર અને વર્તન.આમ તો ધર્મના ઘણા અર્થ થાય છે પરંતુ અહીં મેં એનો અર્થ જુદા જુદા માનવ સમાજમાં પળાતાં ધર્મો જેવા કે” હિન્દુ,મુસ્લીમ ખ્રિસ્તી વગેરે વગેરે” એવો કર્યો છે.આ બધા સામાજિક ધર્મો માનવ કૃત છે.અને તે બધાં જ સ્થળ અને કાળ પ્રમાણે બદલાતાં રહે છે.વળી આ બધા ધર્મો કેવળ માનવો માટે છે.માનવકૃત આ દરેક ધર્મમાં તેમના અલગ અલગ શાસ્ત્રોકત અને સામાજિક રીત રીવાજો અને વિધિ નિષેધો હોય છે અને દરેક મનુષ્ય તેના ધર્મના આ બંધનો મને કે કમને સ્વીકારી લે છે. અને આ સ્વિકૃતી જ તેને આધ્યામને રસ્તે જતાં રોકી રાખે છે. દા.ત. એને ત્યાં લગ્ન કે કથા પ્રસંગ હોય કે નવા ગૃહ પ્રવેશ માટેની વાસ્તુ વિધિ કરવાની હોય તો આ વિધિ માટે કયા મહારાજને બોલાવવો કે લગ્ન વિધિ માટે હોલની વ્યવસ્થા કયાં કરવી, આ વિધિ માટેનો કેટલો ખર્ચ થશે,કોને આમંત્રણ મોકલવા આવી બધી ગડમથલમાં જ એનો સમય બરબાદ થઇ જાય તો આધ્યાત્મનો વિચાર કરવાની ફુરસદ કયાંથી મળે ? આમ માનવ કૃત આ બધા જ ધર્મો વ્યકિતને બહિર્મુખ બનાવે છે. પરંતુ આધ્યાત્મ માટે તો અંતરમુખ થવું ખૂબ આવશ્યક છે.આપણે સહુ જાણીએ છીએ કે વેદિક કાળમાં પણ આવી જ સ્થિતી હતી. વેદિક કાળમાં કર્મકાંડ અર્થાત યજ્ઞયાગ,હવન અને બલીદાનનું ખૂબ મહત્વ હતું. અને આવી ક્રિયામાં રત રહેતા સમાજને બહિર્મુખ થતો જોઇ કેટલાક સમજુ વિદ્વાન ઋષિઓએ વેદાન્તની એટલે કે ઉપનિશદોની અર્થાત જ્ઞાનકાંન્ડની રચના કરી સમાજને અંતરમુખ કરવાનો પ્રયત્ન કર્યો. ધર્મની સાચી વ્યાખ્યા તો છે “ધારયતિ ઇતિ ધર્મ” એટલે કે જે પ્રાણી માત્રનું રક્ષણ કરે,પાલન કરે તે સાચો ધર્મ. પણ જે ધર્મનું આપણે પાલન કે રક્ષણ કરવું પડે એ ધર્મ અપંગ જ ગણાય.માનવકૃત આ બધા ધર્મોમાં કેવળ માનવ જાતીના રક્ષણનો જ વિચાર કરાતો હોય છે. જગતના અન્ય પ્રાણીઓનો નહી.એટલું જ નહી પણ સમગ્ર માનવ જાતીનો પણ તેમાં સમાવેશ નથી કરાતો. કારણ દરેક ધર્મના રીત રીવાજો અલગ અલગ હોય છે.એમના મંદિરો,મ્સ્જિદો,ચર્ચ વગેરેમાં પ્રાર્થના કરવાના ઢંગ પણ અલગ અલગ વળી એમના દેવ પણ અલગ અલગ આવો શંભુમેળો જયાં હોય ત્યાં આધ્યાત્મિકતા ઉપર કોનું ધ્યાન રહે!
  મને લાગે છે કે મનુષ્ય મનને અંતરમુખ કરવું એ અતિ મુશ્કેલ છેે એ વાત ધ્યાનમાં રાખીને પતંજલીએ યોગ સૂત્રની રચના કરી ધાર્મિકતાથી આધ્યાત્મિકતા સુધી કેમ પહોંચવું તેનો સાચો રસ્તો બતાવ્યો.અષ્ટાંગ યોગના પહેલા પાંચ અંગો થ્યમ,નિયમ,આસન,પ્રાણાયામ અને પ્રત્યાહારધ્જગતની દરેક વ્યકિતને માટે એક સરખાં છે. પતંજલીએ આ નિયમોઅનુસાર જીવન જીવવમાં કોઇ મંદિર કે ચર્ચની જરુર નથી ઼ જરુરત છે કેવળ સૃષ્ટિ અને સૃષ્ટિના અન્ય પ્રાણીઓ સાથેના આપણા વ્યહવાર ઉપર ચાંપતી નજર રાખવાની.આ નિયમો છે સનાતન ધર્મના, માનવ ધર્મના, જેનું અનુસર કરીએ તો બીજા કોઇ પણ ધર્મની જરુર નથી. આ નિયમો આપણા મનને બહિર્મુખ ભલે રાખે પરંતુ તે મનને જરુર સ્વસ્થ અને શાંત રાખશે. અને મન જયારે સ્વસ્થ અને શાંત થાય ત્યારે તેને પતંજલીએ બતાવેલા છેલ્લા ત્રણ અંગો ” ધારણા,ધ્યાન અને સમાધિ” તરફ દોરી જવાનું સરળ થશે.શકય છે કે સમાધિ સુધી આપણે ન પણ પહોંચીએ પરંતુ ધારણા અને ધ્યાનથી અંતરમુખ તો જરુર થઇ શકીએ.અંતરમુખ થઇએ તો જ આપણને અંતરમાં છુપેલા ” હું”નો પીછો પકડવાનો સમય મળે.
  હવે ધાર્મિકતા અને આધ્યાત્મિકાતામાં મને જે ફેર જણાયો તેઅહીં રજુ કરું છું.

  ધાર્મિકતા, આધ્યાત્મિકતા
  માનવકૃત છે. કુદરતી છે
  બદલાતી રહે છે “અનિત્ય છે” નિત્ય છે
  અનુકરણીય છે અનુભવનીય છે
  બહિર્મુખી છે અંતરર્મુખી છે
  વિવિધ પ્રકાર છે. એક જ પ્રકાર છે
  સ્વૈચ્છિક છે અનૈચ્છિક છે
  કેવળ મનુષ્ય માટે છે સર્વ પ્રાણી માટે છે.
  એનુ પાલન પોષણ આપણે કરવું પડે છે એ આપણું પાલન પોષણ કરે છે.

  Like

 10. Jay Swaminarayan
  પદાર્થની સ્વયં સંચાલીત પ્રક્રીયાને સમજવાના અભાવે જ આત્માની કલ્પના કરવામાં આવી હશે
  હા ,આ તમારી વાત માની લઈએ તો સ્વયમ સંચાલિત શરીર સ્વયમ આ લોકમાંથી વિદાય શા માટે છે ?
  આ શરીરને સ્વયં સંચાલિત કહેનાર કોઈ ,જે શરીરને આત્મા છોડીને ચાલ્યો ગયો હોય તેને ફરી ચાલતું કરી શક્યું છે ?
  ‘મૅન, મૉરલ એન્ડ સોસાયટી’પુસ્તકના મનોવૈજ્ઞાનીક લેખક મી. ફ્લુગલ જેવા માણસમાં વધુ પડતો વિશ્વાસ એ આત્મ વિજ્ઞાનની નબળાઈ છતી કરે છે
  કહેવાતા ભગવાનના હાથમાં લોકો વીવેકની સત્તા સોંપીને ધાર્મીક વ્યક્તી પોતાના નૈતીક કર્તૃત્વમાંથી છુટકારો મેળવી લે છે. આ વિધાન ખોટું છે
  કર્તવ્ય નો બોધ લે છે એમ કહેવું જોઈએ
  કદાચ ગોવિંદભાઈ મારું ને મારું લખાણ નહિ ગમે
  પણ સત્ય કહેવું હું મારી ફરજ સમજુ છુ

  Like

 11. ભાઈ એટલે તો હું જયારે અવતારો કે ગુરુઓ તો ઠીક કોઈ લેખક કે કલાકાર કે કોઈ નેતાનું ભૂલો બતાવું છું તો લોકોને ઝટકા લાગે છે,કે હું ખોટો મોટા લોકોની ભૂલો કાઢી ને ગમેતેમ લખ્યા કરું છું. જયારે હું કહું કે શ્રી કાંતિ ભટ્ટ લખે કે ગમે તેટલા મળમૂત્ર ગંગા માં છોડો ગંગા કદી અશુદ્ધ થવાની નથી, આ ખોટું છે ત્યારે શ્રી કાંતિ ભટ્ટ ના આશીકો ને નથી ગમતું. જયારે હું ટીકા કરું કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા” એવું આપકી અદાલત જેવા જાહેર શો માં મોરારીબાપુ થી ના બોલાય તો લોકોને લાગે છે મારે કોઈ પર્સનલ દુશ્મની હશે બાપુ સાથે. જયારે હું કહું કે શ્રી ગુણવંત શાહ લખે છે સીતા માનવતા ની વિમલ વેદના છે આ ખોટું છે, આવા રૂપાળા શબ્દો ના વાપરો. સીતા માનવતાની નરી વેદના જ છે. રૂપાળા શબ્દો થી સીતા ની પીડા, વ્યથા કોઈની ધ્યાન માં નથી આવતી. બીજું તેઓશ્રી કહે છે રામકથા જગ મંગલ કરની. ભારત સુદ્ધાનું મંગલ થયેલું જણાતું નથી. ભારત ની ગરીબી, કમજોરી એક નાનો ત્રાસવાદી કાબુમાં નથી આવતો. ત્યારે આ સાક્ષર બહુ મોટું માથું છે અત્યારે ગુજરાતમાં એમના વિરુદ્ધ બોલાય? મારી શી હેસિયત ? અને જયારે હું કહું કે શ્રી રામે ધોબી ભાઈ ને એક થપ્પડ મારી હોત તો વધારે સારું હતું, સીતાજી ને વન માં ધકેલવા કરતા. તો ભારત ની નારીઓ ની દુર્દશા આટલી બધી ના હોત. ત્યારે લોકોને પ્રલય થઇ જવાનો હોય તેવી મારી વાત લાગે છે. મેરા ભારત મહાન કેટલું મહાન છે એ બધા અંદર થી જાણે છે.પણ પછી દંભ ક્યાં જશે?

  Like

 12. પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.કોમ

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s