અચ્યુતમ્ કેશવમ્

સાધુસંતોને કારણે નહીં; પણ સ્ત્રીઓને લીધે હીંદુ ધર્મ સદીઓથી ટકી રહ્યો છે. સ્ત્રીઓમાં સામાન્યત: ધાર્મીક વૃત્તી વધારે હોય છે. આ ધાર્મીક વૃત્તી ન પણ હોઈ શકે અને ચમત્કારથી સહેલાઈથી અંજાઈ જવાની લાક્ષણીકતા પણ હોય શકે, કારણ આપણો હીંદુ ધર્મ ચમત્કારોથી ભરપુર છે.

નાનપણમાં અમારા ઘરમાં ભગવાનની પુજાનો વારસો દાદીમાએ મારી બાને પકડાવ્યો હતો. મારા બાપા કે કાકાઓને મેં કદી મંદીરનાં પગથીયાં ચઢતાં જોયા નથી. અમારા ઘરમાં હીંદુ ધર્મનો આદર થતો તે ફ્ક્ત મારી બાની શ્રદ્ધાને લીધે જ. અમારા ઘરમાં દેવમંદીર હતું. ભગવાનની સેવાની મારી બાની તમન્ના તેણે મને પકડાવી હતી. પરીક્ષામાં પહેલા નંબરની લાલચ આપીને. રોજ સવારે ભગવાનની પુજા મારી પાસે કરાવતી હતી. સવારે પુજા થઈ ગયા પછી આશીર્વાદ આપતી કે ભણીગણીને વીલાયત જજે. વીલાયતનું તો ન ગોઠવાયું પણ અમેરીકા આવી ગયો. મને પુજા કરવાનો જબરજસ્ત કંટાળો આવતો હતો. મીત્રો બહાર ગીલ્લીદંડા કે ક્રીકેટ રમતા ત્યારે મારે પુજાપાઠ કરવાં પડતાં. પરંતુ ભગવાનને ચોપડે ભક્તીનું ખાતું તો મારી બાના નામનું હતું. મારી બા ખુબ ભક્તીભાવવાળી હતી. સવારે ઉઠતાંવેત સ્વપ્નમાં કયા ભગવાન આવ્યા હતા તેની વાત કરે. જ્યારે હું મીત્રો સાથે સ્વપ્નમાં મધુબાલા આવી હતી કે નરગીસ તેની ચર્ચા કરતો ! અમારા ઘરમાં હીંદુ ધર્મનો ઝંડો મારી બાએ ફરકાવ્યો હતો. મેં જોયું છે કે મારા છ કાકાઓના ઘરમાં પણ બધી કાકીઓએ ધર્મના ઝંડા પક્ડ્યા હતા. અમારા કુટુંબની બધી સ્ત્રીઓ પોતે સૌથી વધુ ધાર્મીક છે એ પુરવાર કરવા હંમેશાં મથતી હતી.

એક વખત મારાં ભાનુકાકી મારી બા પાસે આવ્યાં ને કહે, ‘સુશીલા, તારે સત્યનારાયણની કથા કરાવવી પડશે અને પાંચ બ્રાહ્મણ જમાડવા પડશે, કારણ કે તારો હરનીશ માંદો પડ્યો હતો ત્યારે મેં બાધા રાખી હતી કે, ‘હે ભગવાન, સુશીલાનો હરનીશ બચી જશે તો હું સુશીલા પાસે સત્યનારાયણની કથા અને બ્રહ્મભોજન કરાવીશ.’ મારી બાને ગુસ્સો તો ચઢ્યો કે મારા વતીની તેં બાધા કેમ રાખી ? પણ હવે બાધા પ્રમાણે કથા અને બ્રહ્મભોજન ન કરે તો પોતાની ધાર્મીક વૃત્તીમાં ખામી ગણાય. એટલે એણે પાંચ નહીં પણ દસ બ્રાહ્મણ જમાડ્યા (સાથે પચાસેક સગાંવહાલાં તો ખરાં જ !) અને સત્યનારાયણનું વ્રત ધામધુમથી ઉજવ્યું.

બાધાની વાત કરીએ તો મારાં હસુભાભીએ કનુભાઈ માંદા પડ્યા હતા ત્યારે બાધા રાખી હતી કે ‘જો મારા પતી સાજા થઈ જશે તો હું આવતી શરદ પુનમે તેમને ડાકોર ચાલતા રણછોડરાયજીની સેવા કરવા મોકલીશ.’ કનુભાઈનું નસીબ નબળું તે માંદગીમાંથી તે બચી ગયા. કનુભાઈ હરતાફરતા થયા એટલે ભાભીએ એમને બાધાની વાત કરી. કનુભાઈ ભડકી ઉઠ્યા. રાજપીપળાથી ડાકોર દોઢસો-બસો કીલોમીટર દુર ! ભાઈ કહે, ‘મારા વતી તું ચાલ, તેં બાધા રાખી છે. મેં નહીં.’ સ્ત્રી પોતાની શ્રદ્ધા સાબીત કરવા બીજાને ગરદન મારતાં જરા પણ ન અચકાય.

પછી ડાકોર ચાલતા જવાનો કોયડો અમારા બાબુકાકાએ ઉકેલ્યો. ગામના લાકડાવાળા શેઠની ટ્રોલી(ટ્રક) ભાડે કરી. કનુભાઈને અંદર ઉભા રાખી અને ટ્રોલીમાં એક છેડેથી બીજે છેડે સાંકળ પકડીને ચાલવાનું સુચવ્યું. અને ટ્રોલી ભાગી ડાકોર તરફ. ચાલવાનું વ્રત પણ સચવાયું અને હસુભાભીને પુણ્ય મળ્યું. ફેર એટલો પડ્યો કે કનુભાઈએ હસુભાભીને કહ્યું કે ‘હવે જો કોઈ દીવસ તું માંદી પડે તો મારી બાધા જોજે. હું તને મથુરા સુધી ઉઘાડા પગે ચલાવીશ !’

અમારા ગામમાં ખુબ સુંદર આરસની લાદીવાળું લાકડાની ઉંચી છતવાળું ભગવાન લક્ષ્મીનારાયણનું સુંદર મંદીર હતું. છતમાંથી લટકતાં ઝુમ્મર અને દીવા સળગાવવાના રંગબેરંગી કાચના લેમ્પ અને લક્ષ્મીનારાયણની સફેદ આરસ-પહાણની મુર્તીઓ હતી. કહેવાતું કે રાજપીપળાના મહારાજા પણ દર્શન કરવા આવતા.

મુળ વાત એ કે ઉનાળામાં વાતાનુકુલ જેવી ઠંડક મંદીરમાં રહેતી. જ્યારે જુઓ ત્યારે કોઈને કોઈ કથાકારની કથા ચાલતી જ હોય. સો દોઢસો માણસો બેસી શકતા. મોટા ભાગની સ્ત્રીઓ હોય. સાથે પાંચ દસ પુરુષો પણ કથામાં બેસતા. અમે છોકરાંવ ત્યાં રમવા અને પ્રસાદ ખાવા જતાં. મેં જ્યારે જોયું છે ત્યારે પુરુષો મંદીરની ઠંડકમાં ઉંઘતા જ હોય ! કથા કથાની જગ્યાએ ને મહારાજ મહારાજની જગ્યાએ ! જ્યારે પુરુષો પોતાની ઉંઘ બપોરે આરામથી પુરી કરી લેતા. મને ત્યારે લાગતું કે ધાર્મીક વૃત્તી ગઈ એને ઘેર. આ લોકો મંદીરમાં ઉંઘવા જ આવતા. જ્યારે મંદીર તરફથી શ્રોતાજનોને એક એક રકાબી ચા અને પ્રસાદ મળતો ત્યારે તેઓ આંખો ખોલતા અને કામ પતાવીને પાછી મીંચી દેતા. અમે છોકરાંઓ આ સેવા પુરી પાડતાં. કથામા જ્યારે ભજનો ગવાતાં ત્યારે બેચાર સ્ત્રીઓ હાથ ઉંચા કરીને નાચતી. ભક્તીભાવ હોય કે જુવાનીમાં નાચવાના રહી ગયેલા અભરખા હોય, જે હોય તે, પણ સ્ત્રીઓમાં ભક્તીભાવ છલકાતો હતો. એ લોકો બાકીના શ્રોતાઓનું ખાસ ધ્યાન ખેંચતાં. આપણને લાગે કે એ સ્ત્રીઓ નાચવા જ આવતી.

ધરમના ધંધા ભલે પુરુષોના હાથમાં રહ્યા. પરંતુ તેમના ગ્રાહક તો સ્ત્રીઓ જ છે. સ્ત્રીઓની ધાર્મીક ભાવનાને કારણે જ ધર્મનો વીકાસ થયો છે. હીંદુ ધર્મ સ્ત્રીઓને ગમે છે, કારણ કે એમાં આવતી દેવીઓ આગળ પુરુષોનાં ઝુકતાં માથાં જોવાની તેમને મઝા આવે છે. હીંદુ ધર્મ સ્ત્રીશક્તીને પુજે છે. શકંર ભગવાન, કહેવાય ભગવાન, પણ તેમના શેઠ (બોસ) તો પાર્વતી જ ને ! શીવપુરાણમાં ઠેર ઠેર પાર્વતીનો જ વૈભવ છે. મારા બાપુજી ઘણી વાર કહેતા કે ‘અલ્યા નારાયણને ભજ તો પતી પાછળ લક્ષ્મીજી તારે ત્યાં આવશે.’ આજે મોટો થયો ત્યારે સમજાયું કે જ્યાં જ્યાં લક્ષ્મીજી છે ત્યાં ત્યાં નારાયણ બીચારા લક્ષ્મીજીની પાછળ પાછળ ઘસડાય છે.

ગુજરાતણોમાં અંબામાતાનું ચલણ બહુ, મારી પત્નીનાં તો ખાસ પ્રીય માતા અંબામા ! એને એ ગમે છે કારણ કે મોટા વાઘને બકરી બનાવીને એના પર સવાર થાય છે. જ્યારે એ માતાજીની પુજા કરીને ઉઠે ત્યારે હું તેને રસ્તે આડો નથી આવતો, કારણ કે માતાજીની પુજા કર્યા પછી આપણને લાગે કે માતાજી સ્વયં એનામાં સમાયાં છે અને કોઈક વાઘને બકરી બનાવવા તત્પર છે !

છેલ્લે, જ્યારથી મારી પત્નીએ જાણ્યું છે કે હું નાનપણમાં મારી બાને ખુશ રાખવા મારા ઘરમાં ભગવાનની પુજા કરતો હતો ત્યારથી અમારા ઘરમાં રોજ સવારે ભગવાનની પુજા મારી પાસે કરાવવાના પ્લાન ઘડે છે. પુજા મારે કરવાની અને ભગવાન પાસે એના નામનું ખાતું ખોલાવવાનું. તમને લાગે છે કે હું એમ કરીશ ? તમારી વાત ખરી છે. હું ભગવાનની પુજા કરીશ.

હરનીશ જાની

(માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય; પરન્તુ માણસમાંથી ગુજરાત નીકળતું નથી એમ કહેનાર હાસ્યલેખક હરનીશ જાની ગુજરાતમાં જનમ્યા, મોટા થયા, નોકરી કર્યા પછી છેલ્લાં 40વર્ષોથી અમેરીકામાં સ્થાયી થયા છે. પ્લાસ્ટીક ઈજનેરની લાંબી નોકરી પછી હાલ નીવૃત્ત છે.)

તેમના હાસ્યરચના સંગ્રહ સુશીલા (પ્રકાશકહર્ષપ્રકાશન, 403ઓમ દર્શન ફ્લૅટ્સ, 7મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, અમદાવાદ380 007, પ્રથમ આવૃત્તી 2009, પૃષ્ઠ સંખ્યા20+128, મુલ્ય રુપીયા100)ના પાન ક્રમાંક92-પરથી, લેખકની પુર્વ પરવાનગી અને સૌજન્યથી સાભાર

 

USA અને UK માં સુશીલા મેળવવા

 

 

નીચે સંપર્ક કરો.”

Harnish Jani

4, Pleasant Drive, YARDVILLE, NJ-08620-USA

Phone: 609-585-0861 Cell: 608-507-7102

E-mail: harnish5@yahoo.com

 

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

 

આ હાસ્ય નીબન્ધ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

આભાર..

અક્ષરાંકનગોવીન્દ મારુનવસારી

ફેબુઆરી 8, 2010

 

‘આ લેખ તમને ગમે તો મને લખજો;

 

પીડીએફ મારી પાસે તૈયાર જ છે,

 

તરત મોકલીશ.’

16 Comments

 1. બહુ સરસ એકદમ સાચી વાત.બધાના ઘર ની વાત છે.અહી મારા ઘર માં પત્નીજ પૂજા કરે છે બીજું કોઈ નહિ,સામે મારા શ્વસુર ને ત્યાં પણ સાસુમાજ ઘંટડીઓ વગાડે છે અને તે પણ બેત્રણ કલાક.છેક ભારત થી મંદિર લાવ્યા છે.અને ખૂણા માં મુક્યું છે એટલે પ્રદક્ષિણા એની આજુબાજુ ફરીને થાય તેમ નથી,તો ઉભા ઉભા જાતે જ ગોળ ગોળ ફરી લે.મને હસવું આવતું હતું પણ શું થાય?

  Liked by 1 person

 2. YOU ARE RIGHT THAT MAJORITY OF WOMEN BELIEVE IN POOJA AND KARMAKAND BECAUSE IF YOU THINK THOROUGHLY THEY WERE DEPENDENT ON MEN AND THEY WERE NOT HAVING SOCIAL SECURITY AND FUTURE PLANNING FOR LIFE. AND IF YOU BELIEVE IN BHAGVAN/POOJA/KARMAKAND YOU GET MORAL BACKING AND IT STRONG BELIEF THAT GOD/BHAGVAN WILL AFTER ALL TAKE CARE OF THEM. MOREOVER WHEN THEY DO POOJA, THEY BELIEVE THAT TIME IS UTILISED IN BETTER WAY AND NOT WASTED. MOREOVER, THEIR FUTURE GENERATION WILL GET GOOD THOUGHTS AND IF THEY FIND DIFFICULTY IN LIFE, THEIR MORAL BACKING WILL BE GOT THROUGH THIS BACKBONE OF KARMAKAND/POOJA/GOD. IF YOU JUST THINK OF OUR HINDU CULTURE AND HISTORY, THERE IS NO REVOLUTION/BLOOD REVOLUTION. I BELIEVE THAT HINDU RELIGION ITSELF BELIEVE IN THESE ALL KARMAKAND/POOJA. EVEN THE THEN RAJA MAHARJA ALSO WERE KEEPING THEIR OWN KARMAKANDI BRAHMAN TO DO POOJA TO KEEP EVILS AWAY AND DO FOR WELFARE OF THEM AND FOR THE PEOPLE.
  IN HINDU CULTURE, WOMEN ARE BACKBONE OF CULTURE FOR THEIR NEXT GENERATION AND BY THAT WAY THEY DO POOJA AND INSIST THE FAMILY MEMBERS TO DO POOJA AND DO KARMAKAND AS YOU WROTE IN YOUR ARTICLE.

  YOU ARE RIGHT THAT MAJORITY WOMEN BELIEVE IN THIS POOJA/OR KARMAKND.

  Like

 3. હસતા હસતા સાચી વાત કહી દીધી. “જાનીભાઈઓ” પાસેથી શીખવું જોઈએ કે સત્યને કઠોર અને કડવું ઝેર જેવું બનાવશો તો કોઈ શિવજી પીવા નહીં આવે – પણ હસતા હસતા પાઈ દેશો તો વાંચનારાને ક્યારે ઝુલાબ લાગી જાશે એ ય ખબર નહીં પડે.

  Like

 4. સરસ લેખ. હસવાની મઝા આવી. વળી આ કૉમેન્ટ (અને ખૂણા માં મુક્યું છે એટલે પ્રદક્ષિણા એની આજુબાજુ ફરીને થાય તેમ નથી,તો ઉભા ઉભા જાતે જ ગોળ ગોળ ફરી લે.) વાંચીને પણ ખડખડાટ હસવું આવ્યું. એના લેખક અને બ્લોગ પર મુકવા બદલ ગોવીંદભાઈનો આભાર અને અભીનંદન.

  Like

 5. હસતા હસતા ઘણુ બધુ કહી નાખ્યુ. ભગવાનના દરબારમા કોના નામનુ ખાતુ ખોલાવવુ ? પતિ-વ્રતા પત્ની કુટુમ્બ કલ્યાણ માટે શું શું કરે છે તે સમજાયુ.

  Like

 6. i think every person do pooja daily not only women or men because god give us born so we thankful them towards do pooja /niradhar sahay /helpful those people who really in trouble because jan seva ej sachi prabhu seva. i trust in lord krishna .

  jay shri krishna

  Like

 7. hun sammat nathi, mara ghar man pooja hun j karu, patni e karvi hoy to mari sathe kare pan mare to karvani j. ne hun anand thi karun chhun.
  ghar man pooja shun kaam thay chhe? ghar mandir man prabhune sthapi e parmatma ne aapne prem thi ghar na sabhya, vadil pathdarshak nu sthan aapiye chhiye. tethi aapne je kriyao kariye, nahiye, bhojan kariye sui jaie, te prabhu ne pan prem thi karavie chhie. gharman streeo sahajik rite vadhu mayalu hoy chhe tethi teo aa badhu sari rite kari shake chhe, badha aakhdi vagere eni sathe j aave chhe. prabhu ma na vishwas ne dradh banavva . gharma pradaxina rupe jate gol gol phari ne te vyakti, jo sachi samaj hoy to, potani chare taraf bhagwan ne joy chhe, ne pote aa paristhiti man pan pradaxina kari teno santosh le chhe.ne chhevte koi pooja ke bhakti kona mate kare chhe? potana santosh ne mate j ne?
  aa badhu j dharm chhe ke dharm aatlo j chhe evu y nathi, prem laxana bhakti ne ishwar taraf java na ek marg tarike aapne swikarel j chhe, teman dushno praveshta hoy to teni same vyaktigat sajagta jaroori chhe, pan tema thi hasya nipjavva no prayas!!! hun nathi manto ke lekhak emna sambandhio ni shraddha ke bhakti ni majak udavva mange chhe.

  Like

  1. We have carried this too far. Instead of understanding true meaning of God we have turned him into someone who is scary. He gets displeased by our smallest mistakes and then we need to do so many rituals to please him. I truly believe that the real religion comes in serving the needy and give them a helping hand so that they may be able to better their lives. We keep our home clean but outside we throw trash on road. As far as I understand, God is supposed to be everywhere. Then why the dirt and filth everywhere ?Are we keeping our Sarvavyaapi Bhagwan in this dirt, filth and open sewege everywhere. We have reduced our religion to a few rituals and forgotten the broader meaning of religion. Our religion mongers are preying on weak minds and we are promoting it.

   Like

 8. શ્રી ગોવિંદભાઈ
  આપનું આ અચ્યુતમ કેશવમ વાચતા શ્રી સ્વામી સચ્ચિદાનંદજીએ ક્યાંક કોઈ તેમના લેખ્માં લખેલું યાદ આવી ગયું ! સ્વામીજી એ ખૂબ જ નિખાલસતા અને પ્રમાણિકપણે લખ્યું છે કે જો સ્ત્રીઓ ના હોય તો અમે સ્વામીઓ-સાધુઓ-ગુરૂઓ અને બાવાજીઓ નવરાધુપ થઈ જઈએ ! સ્વામીજીની વાતમાં હકિકત ભારો ભાર ભરી છે તેમાં કોઈ શંકા નથી. કોઈ પણ સંપ્રદાય લો કે કોઈ પણ કથા-વાર્તા કે વ્યાખ્યાન થતા હોય માનતા-આખડી રાખવાના હોય તો સ્ત્રીઓ જ સ્ત્રીઓ આગળ હશે ! સ્ત્રીઓની ગમે તેટલી અવહેલના/અપમાન કે સ્વમાન-સન્માન હણાતું હોય તો પણ પૂણ્ય મેળવી લેવા દોડાદોડ કરતી ઘેલછાયુકત જણાશે ! આવા કોઈ લેખની અસર સ્ત્રીઓ ઉપર ક્યારેય પડતી નથી તે કરૂણતા ભરી પરિસ્થિતિ આપણાં સમાજમાં ક્યારે ય નહિ જ બદલાય તેવો પ્રશ્ન વારંવાર મનમાં ઉદભવતો રહે છે ! ખેર ! આવજો ! મળતા રહીશું !
  સ-સ્નેહ
  અરવિંદ

  Like

 9. 100% sachi waat chhe ke Hindu dharma gharni sttiothhi ja
  taki rahyo chhe…..ane aa lekh par thi mane aasha chhe ke
  je koi e aa lekh wanchyo teo sau purushwarg aa bhakti ma
  jo saamel thaay to to puchhavuj shu.n
  DHARMA MAA EKTA LAV-WANI KHAS JARUR CHHE
  HINDU EK DANATAN DHARMA HOVO JOIE..

  Ch@ndr@

  Like

 10. Every SANSKRUTI NO ADHAR STAMP STREE CHHE.
  I am against beleiving in GODS and all the rituals. But I don’t want to iterfear others beleives and their faith. My wife and some close family members mostly ladies are very devoted to GOD.
  Direct or Indirectly,some rituals are benefits to family and surrounding and also ones development,- influance moral values and as a good civilian.
  Some of the activity in the name of GOD,, SATYA-NARAYAN KATHA, YAGNYA, and many festivals, which bring people together. Also It has tremondus influence in developing songs-musics which has masmerise
  people and their minds In that DHOON I state of DHOON many people forget their pains either physical or mental.
  So I think GO WITH THE FLOW, but be aware that you wont blown away..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s