‘વેલૅન્ટાઈન-ડે’

ફરી વૅલેન્ટાઈન ડે આવી પહોંચ્યો :
ચાલો, ‘પ્રેમજાળ’માં ‘ફસાવા’ માટે કોણ તૈયાર છે ?

“અમેરીકામાં એક સ્થળે મારું પ્રવચન પુરું થયા પછી એક શ્રોતાએ મને પ્રશ્ન પુછ્યો, ‘ભારતમાં શાળાઓમાં અભ્યાસ કરતા વીદ્યાર્થી- ઓના વાલીઓની સૌથી મોટી ચીંતા કઈ હોય છે ?’ મારો ઉત્તર હતો, ‘પંદર-સોળ વર્ષની દેખાવડી છોકરીને સડકછાપ ટપોરીઓના સકંજામાં ફસાતી કેમ બચાવવી, તે સરેરાશ વાલીની સૌથી મોટી ચીંતા હોય છે !’ ફરી એક વાર ‘વેલૅન્ટાઈન-ડે’ આવી પહોંચ્યો છે. નીર્દોષ, માસુમ, મુગ્ધાવસ્થામાંથી પસાર થતી સગીર વયની છોકરીઓને ફસાવવા માટેનું મંગલ પર્વ ! ભારતીય સંસ્કૃતીના પુરસ્કર્તાઓ ઘાંટા પાડી પાડીને થાકી ગયા કે, ‘અશ્લીલ, બીભત્સ ડેઝની ઉજવણી બંધ કરો’ પરંતુ એમની વાત કોણ સાંભળે ?

નોંધ: આ લેખમાં હવે પછી જ્યાં જ્યાં પ્રેમ શબ્દ પ્રયોજાયો છે ત્યાં ત્યાં એનો અર્થ સેક્સ સમજવો અને કરવો.

_______________________________

ગયા અઠવાડીયે આધુનીક ‘પ્રેમ’ની પરીભાષા સમજાવતો અદ્ ભુત અને સૌ પ્રેમીઓની આંખ ખોલી નાંખે તેવો કીસ્સો પ્રકાશમાં આવ્યો. ‘પ્રેમ’નું મંગલ પર્વ નજીક છે ત્યારે આ કરુણ પ્રેમકહાણી પર નજર નાંખીને પછી ચર્ચા આગળ વધારીએ–

‘અઢાર વર્ષ પુર્વે જોધપુરની એક શાળામાં નવમા ધોરણમાં ભણતી છોકરી, એની સાથે અભ્યાસ કરતા એની જ ઉંમરના એક ટપોરીના પ્રેમમાં પડી. પ્રેમકહાણી આગળ ચાલી. છોકરી કૉલેજમાં દાખલ થઈ પછી પણ એ પ્રેમ સમ્બન્ધ ચાલુ રહ્યો. (ફરીથી નોંધી લો; જ્યાં ‘પ્રેમ’ શબ્દ આવે ત્યાં ‘સેક્સ’ વાંચવું.) ત્યાર પછી છોકરી પુખ્ત વયની થઈ એટલે સુરતના એક બીઝનેસમેન સાથે એનાં લગ્ન થઈ ગયાં. લગ્ન પછી પણ પેલા ટપોરીએ આ યુવતીનો અને યુવતીએ ટપોરીનો સાથ ન છોડ્યો. સાચો ‘પ્રેમ’ હતો ને ! દરમ્યાનમાં, ટપોરીને જોધપુરમાં જ મહીને ત્રણ હજાર રુપીયાના પગારની વૉચમેનની નોકરી મળી ગયેલી. એનાં લગ્ન પણ થઈ ગયાં. એ દર મહીને બેફામ ખર્ચ કરતો એટલે પૈસા ખુટી પડતા. પૈસા ખુટે એટલે ટપોરી સુરત આંટો મારી જાય, પ્રીયતમાને મળે, પ્રેમ કરે અને દરેક ફેરે પાંચ હજાર રુપીયા ખીસામાં મુકી પાછો જોધપુર જતો રહે. બીઝનેસમેનની પત્ની બે મોબાઈલ ફોન રાખતી ! એક પરથી પેલા ટપોરી સાથે સતત પ્રેમાલાપ અને એસએમએસની આપ-લે ચાલ્યા કરે. લાંબે ગાળે પતીને ખબર પડી એટલે એણે અનૈતીક સમ્બન્ધ તોડવા માટે પત્ની પર ભીંસ વધારી. ગયા અઠવાડીયે ટપોરી સુરત ઉઘરાણીએ નીકળ્યો ત્યારે લાચારીવશ યુવતીએ પાંચ હજાર રુપીયા આપવાની ના પાડી. (પ્રેમ કરવાની ના નહીં પાડી હોય એવું મારું માનવું છે.) ટપોરીને પ્રેમ મેળવવા કરતાં વધુ રસ પાંચ હજાર રુપીયા મેળવવામાં હતો. પૈસા નહીં મળ્યા એટલે ટપોરીએ પોતાના હાથે પોતાની ‘વૅલેન્ટાઈન’નું ક્રુરતાપુર્વક ખુન કરી નાંખ્યું ! બાહોશ પોલીસ અધીકારીઓ સદ્ ગત યુવતીના મોબાઈલ ફોન પર નોંધાયેલા પ્રેમસંદેશાઓને આધારે જોધપુર પેલા ટપોરી સુધી પહોંચી ગઈ અને તેને પકડીને જેલમાં ધકેલી દીધો.’

જે પ્રેમીજનો ‘વૅલેન્ટાઈન ડે’ના મંગલ પર્વે આ પ્રેમકહાણીનું પારાયણ કરશે તેઓ પોતાને સડકછાપ ટપોરીઓથી બચાવી શકશે અને અપમૃત્યુથી બચી શકશે.

ઉપરોક્ત પ્રેમકહાણીનું થોડુંક વીશ્લેષણ કરી લઈએ ? નવમા ધોરણમાં ભણતી અને એક માસુમ–અબુધ છોકરી ચૌદમા વર્ષે પોતાને માટે પ્રીયતમ પસંદ કરે છે ! છોકરાને પરખવાની અને એના ગુણદોષ તપાસવાની એ કન્યાની ક્ષમતા કેટલી ? પણ ભાઈ, એ તો ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’ હતો, પ્રથમ દૃષ્ટીએ થયેલો પ્રેમ હતો, એને કંઈ થોડો અવગણાય ? બીચારી ભોળી યુવતી, લગ્ન પછી પણ જુના પ્રેમીને તન, મન અને ધન (રુ. 5000/- અંકે પાંચ હજાર પુરા પ્રત્યેક ફેરાના !) અર્પણ કરતી રહી. જ્યારે પતીના દબાણથી લાચાર બનીને એણે પાંચ હજાર રુપીયા આપવાનો ઈન્કાર કર્યો તો પેલા આધુનીક મજનુ એના બે વર્ષના બાળકની સામે જ એનું ખુન કરીને ભાગી ગયો.

બીજી એક વાત, એ આધુનીક યુવતી ‘ગૃહીણી’ હોવા છતાં; બબ્બે મોબાઈલ ફોન રાખતી હતી ! પતીની વીનંતી, કાકલુદી, સુચના બધું અવગણીને એણે સ્વચ્છંદ રીતે વર્તવાનું ચાલુ રાખ્યું હશે ને ? ટપોરીમાં મુકેલા વીશ્વાસનો ભંગ થયો તેથી અંતીમ પળોમાં એને કેટલી છટપટાહટ થઈ હશે, કેટલો પશ્વાત્તાપ થયો હશે ? ભારતની અદાલત હવે બે ત્રણ દાયકા સુધી કેસ ચલાવીને ટપોરીને યોગ્ય સજા ફટકારે એવી અપેક્ષા રાખીએ.

મને નીયમીત રીતે કેટલાક વાલીઓ તરફ્થી પૃચ્છા થતી રહે છે; ‘અમારી દસમા ધોરણમાં ભણતી પુત્રી ગુમરાહ થવા માંડી છે, શું કરીએ ? અમારી નવમા ધોરણમાં અભ્યાસ કરતી પુત્રી આખો દીવસ મોબાઈલ ફોનને વળગેલી રહે છે. અમે એ મોબાઈલ-ફોન ચૅક કરી શકીએ ? અમારી અઢાર વર્ષની પુત્રી પાંચ-સાત ખરાબ છોકરા-છોકરીઓની સંગતમાં ફસાઈ ગઈ છે. એના જ ક્લાસમાં અભ્યાસ કરતી એક છોકરીએ મને ફોન કરીને જણાવ્યું, ‘અંકલ, તમારી દીકરી અત્યારે ફલાણા સરનામે એના મીત્રો સાથે ગ્રુપસેક્સ માણી રહી છે. એનું દ્વીચક્રી વાહન ત્યાં જ પડેલું તમને દેખાશે. એને બચાવી શકાય તો બચાવી લો, જો કે હવે ખુબ મોડું થઈ ગયું છે.’ ફોન પત્યો કે તરત ધંધો પડતો મુકીને હું પેલા સરનામે દોડીને પહોંચ્યો તો બાતમી સાચી નીકળી. હું છોકરીને મારપીટ કરીને ઘરે તો લઈ આવ્યો; પરંતુ હવે શું કરવું ? હું ક્યાં સુધી એનો ચોકી પહેરો કરીશ ?’

આ તમામ પ્રશ્નોના ઉત્તર આપણે ખોળવા પડશે. એકવીસમી સદીનો યક્ષ પ્રશ્ન આ છે, ‘ચૌદ–પંદર વર્ષની દેખાવડી છોકરીને શીકારીઓની પ્રેમજાળમાં ફસાતી કેમ રોકવી ? એક વાત ચોક્કસ છે, જેમણે પોતાનાં સંતાનોને ગળથુથીમાં જ સારા સંસ્કાર આપ્યા છે એમને માટે ચીન્તાનું કોઈ કારણ નથી. સંસ્કારી છોકરીઓ તો જંગલી વરુઓને એમની ભુખી–પ્યાસી નજર પરથી જ પારખી લે છે. અને એમનાથી દુર ભાગે છે. એટલે જેઓ કુટુમ્બમાંથી પાયાના સંસ્કાર મેળવીને આવેલા છે એમને માટે કોઈ પ્રશ્ન નથી. આવાં સંતાનોનાં માતા-પીતા પણ નીશ્ચીન્ત રીતે સંતાનો પર વીશ્વાસ મુકે છે અને એમણે કદી નીરાશ થવું પડતું નથી.

જે બદચલન યુવતીઓ સ્વભાવગત રીતે રોજેરોજ પુરુષો બદલવા ટેવાયેલી હોય એમને માટે કોઈ પ્રશ્ન હોતો નથી. (એમને મળવાનું થાય ત્યારે પુરુષે પોતાની લાજ બચાવવાની રહે !) સમાજના સદ્ નસીબે આવી યુવતીઓની સંખ્યા નહીંવત્ હોય છે. જે યુવતીઓ પુખ્તવયે, વીસ-બાવીસની ઉંમર વીતાવ્યા પછી જાણી-સમજીને ટપોરીઓથી છેતરાય છે કે એમની પ્રેમજાળમાં ફસાય છે એમને પણ આપણે હાલપુરતું આપણી ચર્ચામાંથી બાદ રાખીએ છીએ.

સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છોકરા–છોકરીઓનો છે, જેઓ મુગ્ધાવસ્થામાં ચૌદ, પંદર કે સોળ વર્ષની ઉંમરે સામા પાત્રની પ્રેમજાળમાં ફસાઈને બરબાદ થાય છે, બ્લેકમેઈલ થાય છે અને જાન ગુમાવે છે. જ્યારે તરુણાવસ્થામાંથી પસાર થતી કોઈ તરુણી આત્મહત્યા કરે ત્યારે એને એની જ ઉંમરના બૉયફ્રેન્ડ દ્વારા છેતરવામાં આવી હોવાની સંભાવના વીશેષ હોય છે. બૉયફ્રેન્ડના દુરાગ્રહને વશ થઈ પ્રેમનો આનંદ લુંટ્યો, હવે પરીણામ નજર સામે દેખાઈ રહ્યું છે. બૉયફ્રેન્ડ તો સમાચાર સાંભળીને જાન બચાવવા ભાગી છુટ્યો. હવે શું કરવાનું ? કરી લો, આત્મહત્યા ! બૉયફ્રેન્ડને તો વૅલેન્ટાઈન ડે આવશે એટલે બીજો, ત્રીજો કે ચોથો શીકાર મળી જ રહેવાનો છે !

એમ.એડ્.નો મારો એક તેજસ્વી વીદ્યાર્થી સુરત શહેરની કહેવાતી શ્રેષ્ઠ શાળામાં માધ્યમીક વીભાગમાં વીજ્ઞાન ભણાવે છે. એણે મને ચોંકાવનારી માહીતી આપતા કહ્યું, ‘સર, મારા ક્લાસમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતો દુર્જન (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) રોજ કારમાં બેસીને સ્કુલે આવે છે. એના પીતાજી ટૅક્સટાઈલના બીઝનેસમાં મોટા ઉદ્યોગપતી છે. દુર્જને એક દીવસ રીસેસમાં પોતાના ક્લાસના છોકરાને કહ્યું, ‘મેં આજ સુધીમાં સાત છોકરીઓને ભોગવી છે, હજુ ઘણી બધી લાઈનમાં ઉભી છે !’ મેં ક્લાસ પાસેથી પસાર થતી વખતે કાનોકાન આ વાત સાંભળી. છોકરાને બોલાવી થોડીક સલાહ આપી છે; પણ કોઈ ફેર પડે તેમ લાગતું નથી. લાઈનમાં ઉભેલી છોકરીઓના ભાગ્ય ખુલી જશે ! આવા કીસ્સા એકલ-દોકલ બને છે એવું માનવાની ભુલ કરવા જેવી નથી.

માતા-પીતા નવમા-દસમા ધોરણમાં અભ્યાસ કરતાં સંતાનોના મોબાઈલ ફોન ચૅક કરી શકે કે નહીં ? મારો જવાબ છે, ‘બેશક,’ એમણે સમયાંતરે સંતાનોને વીશ્વાસમાં લઈને એમના મોબાઈલ ફોન ચૅક કરવા જ જોઈએ.’ મેં જ્યારે એક વાલીમંડળની સભામાં આ વીચાર વ્યક્ત કર્યો ત્યારે આધુનીક મોંઘાં વસ્ત્રોમાં સજ્જ એક યુવાન વાલીએ મને ગંભીરતાથી પડકાર્યો, ‘તમે કઈ સદીમાં જીવો છો ? મારી દીકરીનો મોબાઈલ ફોન હું કેવી રીતે ચૅક કરી શકું ? કોઈ પણ પીતાને એવો અધીકાર કેવી રીતે મળે ?’

ત્યાર પછી મેં એમને મારું દૃષ્ટીબીંદુ વીસ્તારથી સમજાવ્યું અને અંતે એ પણ પુછી લીધું, ‘તમે તમારાં પંદર વર્ષના સંતાનને મોબાઈલ ફોન શા માટે અપાવો છો તે મને સમજાવશો?’ તરુણાવસ્થામાં સ્માર્ટ છોકરા–છોકરીઓને ગુમરાહ થવામાં, ખોટે માર્ગે જવામાં, સૌથી વધુ મદદરુપ થનારાં બે સાધનો છે, દ્વીચક્રી વાહન અને મોબાઈલ ફોન. જો શીસ્ત અને સંયમ સાથે બન્નેનો ઉપયોગ થાય તો તરુણો માટે એ બન્ને સાધનો આશીર્વાદરુપ, નહીં તો મોતનો પયગામ !

-શશીકાંત શાહ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતના તા. 10 ફેબ્રુઆરી, 2010ના અંકમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘માણસ નામે ક્ષીતીજ’ માંથી.. લેખકના અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

સંપર્ક : ડૉ. શશીકાંત શાહ, 35–આવીશ્કાર રો હાઉસ, નવયુગ કૉલેજ પાછળ, તાડવાડી, રાંદેર રોડ, સુરત395 009 ફોન: (0261)277 6011 સેલફોન: 98252 33110 ઈ-મેલ : sgshah7@yahoo.co.in

અક્ષરાંકન–ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ સ્રોત :  https://govindmaru.com/

પર પોસ્ટ કર્યા તારીખ14–02–2010 ‘વૅલેન્ટાઈન-ડે’

31 Comments

    1. આપ પણ બ્લોગ બનાવી લખવાનું શરુ કરો.આપના વિચારો માણવાનું બીજાને પણ મળશે.આપની સર્જન શક્તિ ખીલશે,અહી અભિવ્યક્તિ ની પૂર્ણ સ્વતંત્રતા છે.મેં પણ આજ રીતે શરુ કરેલું.

      Like

      1. આપના પ્રતીભાવનું હાર્દીક સ્વાગત છે..
        મારા પોતાના ચર્ચાપત્રો/અભીવ્યક્તી ‘ગુજરાતમીત્ર’ સુરતમાં પ્રસીદ્ધ થયેલા હતા. આ ચર્ચાપત્રો માટે જ આ ‘અભીવ્યક્તી’ બ્લોગ બનાવ્યો છે.
        આભાર.
        ગોવીન્દ મારુ  

        Like

  1. ‘પંદર-સોળ વર્ષની દેખાવડી છોકરીને સડકછાપ ટપોરીઓના સકંજામાં ફસાતી કેમ બચાવવી, તે સરેરાશ વાલીની સૌથી મોટી ચીંતા હોય છે !’

    you have told many many things with this lines.
    society has to awake.

    Ramesh Patel(Aakashdeep)

    Like

  2. Very regressive thoughts in disguise of progressive writting. Biased way of narration with use of words like, tapori – durjan – swachhand – premjal – gruhini hova chhata be be phone rakhti hati. etc etc. Errational and culturally traditional article. Doesn’t suit the ‘Govind Maru Blog’. I won’t ask explaination from the writer, but would like Govind Maru to explain why he posted this article here?
    – Kiran Trivedi

    Like

  3. દુનિયા દિન પ્રતિ દિન ઝ્ડપથી નાની અને નાની થતી જાય છે અને સતત પરિવ્રર્તન શીલ પણ બની રહી છે. આજે જે નવું છે તે આવતી કાલે જૂનું બની રહ્યું હોય વળી સ્ત્રીઓ પણ બહાર નીકળતી અને સ્વતંત્ર રીતે કમાતી થઈ છે અર્થાત સ્વાવલંબી બની પૂરુષના અવલંબન વિના જીવન વીતાવી શકે તેવી સમર્થ પણ બની રહી છે. નવી પેઢીને પાશ્ચાત્ય રહેણી-કરણી વધુ અને વધુ પસંદ પડી રહી છે ! તેનું અનુકરણ પણ જબર જસ્ત રીતે સમાજનો તમામ વર્ગ કરી રહ્યો હોય ત્યારે સ્ત્રી તેની સ્વતંત્રતા અને સ્વાવલંબી થવાના સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહી છે ત્યારે આવા બનાવો બનવા અનિવાર્ય અનિષ્ટ તરીકે સ્વીકારવા પડશે અને સેકસ અંગે પણ સમાજે પોતાની માનસિકતા બદલવી પડશે તે નિશંક જણાય છે. અને શક્ય છે કે આપણાં પોતાના બાળકો પણ આ દિશામાં જઈ શકે અને આપણે નિસહાય થઈને જોતા રહીએ ! અલબત્ત બાળકોને આવા ભય સ્થાનોથી સતેજ અને સતર્ક અને સભાન કરવા શરમ-સંકોચ અને ક્ષોભ છોડી મા-બાપોએ યોગ્ય રીતે કેળવવા સભાન રીતે પ્રયાસો કરવા રહ્યા. બાકી આવનારા દિવસોમાં સેક્સ જ નહિ પોર્ન સાઈટો જે રીતે કોમ્પુટર ઉપર અને મોબાઈલો ઉપર પ્રદર્શિત કરવાનું વધતું જ જવાનું છે ત્યારે કડવી વાસ્તવિકતા સ્વીકારી મા-બાપોએ બાળકો સાથેના વર્તાવ વિષે અને તેમની પ્રતિક્રિયા વિશે વધારે સતર્ક બનવુ રહ્યું ! આ વિષે તો જેટલુ વિચારીએ કે લખીએ ત્પ પણ ઓછું પડે તેમ હોય અહીં જ અટકું છું !
    સ-સ્નેહ
    અરવિદ

    Like

  4. જો સંત વેલેનટાઈન જો આ બધું જુવે તો શરમ થી માથું એમનું ઝુકી જાય.લગ્ન કરવા પર પ્રતિબંધ હતો ત્યારે આ સંતે બે પ્રેમીઓના લગ્ન કરાવી પોતાના જીવ નું બલિદાન આપેલું.હવે આપણે દુરઉપયોગ કરીએ છીએ.કદાચ આટલો દુર ઉપયોગ તો આ દિવસ નો પશ્ચિમ જગત માં પણ નહિ થતો હોય.

    Like

  5. વેલેન્ટાઈન તો થોડા વીદેશી પણ ગણાય, પણ આપણા સમગ્ર દેશની નવદુર્ગા જેને સૌ માતા, શક્તી અને માયારુપ ગણીને સૌથી મોટું માન આપે છે, એના જ નવ દીવસના તહેવારોમાં માતાજીની સામે જ જે બને છે તેને શું કહીશું ???

    નોરતા પછીના ત્રણેક માસ બાદ ડૉક્ટરોને ધીકતી કમાણી આપનારા આ બધા તહેવારો હવે સામાન્ય બાબત જ ગણી લેવાના !!

    ટીવી, ફોન, કમ્પ્યુટર વગેરે સાધનો વીજ્ઞાને આપ્યાં છે તેના જ દુરુપયોગની સામે સંતોની ને ઈશ્વરની વાતો કરવામાંય જોખમ છે ! જુનવાણી ગણાવાની હીંમત હવે કોણ કરી શકે છે ? શીક્ષણમાં જાતીયતાનું શીક્ષણ આધુનીક દૃષ્ટીએ સારું જ છે, પણ ‘પરીણામો’ અંગેની ચીંતા અભ્યાસક્રમોમાં કોણ મુકાવશે ?

    ઈશ્વર વગેરે તત્ત્વો ભલે નજરે દેખાતાં ન હોય કે સાબીત થઈ ન શકતાં હોય પરંતુ તે તત્ત્વો ધાર્મીક કરતાંય વધુ તો સામાજીક વ્યવસ્થાતત્ત્વો હતાં. સામાજીક તંદુરસ્તી માટેનાં નીર્ણાયક પરીબળો હતાં. ગમે તેવી લાલચ કે મોહમાં ફસાવામાંથી એ તત્ત્વો જ બચાવનારાં હતાં. હજાર હાથવાળો ભગવાન એ કોઈ મગજમાં ન ઉતરે તેવી બાબત છે, છતાં એ જ રક્ષક બની રહેતો હતો – ધાર્મીક નેતા તરીકે નહીં પણ સામાજીક હીરો તરીકે. વીજ્ઞાન પણ આજે રાક્ષસ બનીને સામે આવ્યો જણાય છે. જાપાન એ જાણે છે; આપણે વેલેન્ટાઈન નીમીત્તે સાચું વીજ્ઞાન અને સાચી ધાર્મીકતા શીખી શકવાનાં છીએ ?!

    ‘ગૉડ’ નોઝ !!

    Like

  6. You have done a marvellous job by giving examples of incidents, where teenage girls have be mislead by modern romeos.

    So called “Valentine Day” has nothing to do with Hindu culture of Muslim culture. This is simply a blind faith and has deteriorated moral values in the society.

    Like

  7. Dr Shashikant Shah has given us insight of this blind
    followings of so called ‘Valentine Day’,after India’s
    emancipation in political and social correctnes,many individuals have taken free foolish fall to accept many western bad habits,which now westerners themselves try to get rid of.Inhabitants of Indian subcontinents have have some tendency and prone to follow foreign bad habits,they
    do not try to improve or accept good public behaviours,(i.e. to get on BUS, TRAIN or at religious places!! only havocs), so is the same with this bedlam of Valentine Day,particularly newly rich(in last 30/40 years) section of populations had no educational background,with immense income they just given free ride to their sons/daughters and resultant this copy-cat so called day have now been redressed as Indian cultural occasion!!! What a tragedy!! It has nothing to do with any religion or caste.Many good
    people have warned time and again about this Day,but in vain,fallen on deaf ears.
    More Indian media and newspapers are bomarded with news of this day than in western world.
    Harsh and unpleasantly words but so be it.

    Like

  8. ચૌદ વરસની મુગ્ધા જ્યારે પ્રેમમાં પડે ત્યારે વિજાતિય આકર્ષણ હોય છે જે કુદરતી હોય છે અને સેકસ માટે નહી પણ કોઈ તેને ચાહે તે ઈચ્છા બળવતર હોવાથી ચાહના તરફ ઢળે છે. માબાપનો પ્રેમ જેને ઓછો મહેસુસ થતો હોય તે સહેલાઈથી બીજા તરફ ઢળી જાય છે અને માબાપનો વિશ્વાસ જ આવી મુગ્ધાઓને અન્ય તરફ ઢળતી અટકાવી શકે. મોબાઈલ ચેક કરવા એ એમના પરના વિશ્વાસનો ભંગ તો છે જ પણ વહેલી મોડી દીકરીને ખબર પડશે એટલે બીજા રસ્તા શોધશે આથી આવી તકેદારીઓનો બહુ ફાયદો નથી. ઘરમાં પ્રેમ અને વિશ્વાસનું વાતાવરણ જ આ પ્રકારની ચિંતાનો યોગ્ય હલ છે. કીશોરાવસ્થામાં ઊર્મીતંત્રના વિકાસ સાથે જોડાયેલી કુદરતી કુમળી લાગણીઓને પ્રેમ ન કહેવાય તે કબૂલ પણ સેક્સ કહેવી તે પણ અતિશયોક્તિ છે. દરેક કિસ્સામાં એવું નથી હોતું. આર્થિક સલામતિ વગર અકલપ્ય સંજોગોનો સામનો કરવાનું બળ ન હોવાથી આવા કિશોરો નાસીપાસ થઈ અવિચારી પગલાં લે છે. જે માબાપ સતર્ક હોય છે તેમના બાળકો માબાપને ખબર ન પડે તે માટે વધુ સતર્ક હોય છે. બીજાની દિકરીની વાત હોય ત્યારે “આપણે શું ?” કરનારા પોતાની દીકરીની વાત આવે ત્યારે જમાનાને અને અન્યને દોષ દે છે. ઘરેઘરમાં અન્યો માટે જાગૃતિ હશે તો શેરીનું અંધારું આપોઆપ દૂર થશે. લગ્ન પછી પતિના પ્રેમમાં ગળાડૂબ કન્યાઓ પણ પરિવારના ત્રાસથી આત્મહત્યા તરફ વળે છે ત્યારે દોષ કોનો ? દોષનો ટોપલો અન્ય પર નાંખી ઠાવકા રહેવાની પ્રણાલી વેલેનટાઈન ડેની પ્રણાલીથી વધુ ખતરનાક છે. આપણી નબળાઈઓને આપણે નહી જોઈ શકીએ ત્યાં સુધી પશ્ચિમી સંસ્કૃતિને જ દોષ દેવાના. અન્યના જ દોષ જોવાની આપણી મૂળ પ્રકૃતિ જ આપણને પશ્ચિમી સંસ્કૃતિનો દોષ જોવા પ્રેરે છે. અને ઘર આંગણાના પ્રશ્નો આપણે ઉકેલી શક્તા નથી. પ્રેમનો સાચો અર્થ સમજવા માટે આ તહેવાર ઉજવાય તેવી શુભેચ્છાઓ !

    Like

  9. મુગ્ધાવસ્થાના ઉંબરે આવેલા લોકોને આ સમયે સાવધાન કરવા ખાસ જરૂરી છે. કોઈ પણ બાહ્ય કારણ વગર માત્ર આંતરિક ફેરફારને લઈને જ આ સમયે પ્રાણીમાત્રમાં કામેચ્છા જાગે છે. વેલેન્ટાઈન ડે, તથા અન્ય બાહ્ય બાબતો તો માત્ર જરૂરી સગવડ પુરી પાડે છે. જો કીશોરો અને કીશોરીઓને યોગ્ય માર્ગદર્શન અને પુરતું હૂંફ વાળું કૌંટુંબિક વાતાવરણ ન મળે તો આ સમયે “પ્રેમ” થવાની પુરેપુરી શક્યતા છે. સાવધાની, સંસ્કાર અને યોગ્ય સમજણ આપવી આ બધા જ અતી અગત્યના પરીબળો છે આ “પ્રેમને” અટકાવવા માટે. આ ઉપરાંત દરેક માનવીનું પોતાનું આંતરિક પોત પણ આ સાહજિક પ્રકૃતિનો સામનો કરવા માટે કેટલુ છે તે પણ એટલુ જ અગત્યનું છે.

    ગમે તે હોય પણ સહુના હ્રદયમાં બીરાજમાન આ લાગણી , હૂંફ અને સહજીવન ની ઝખના જગાવતા વાસ્તવિક પ્રેમને જો યોગ્ય દિશામાં વાળવામાં આવે તો તે પ્રેમ જ એક જબરજસ્ત શક્તિ બનીને સમગ્ર સમાજને અને વિશ્વને એક્જૂટ રાખવામાં સહાયરૂપ બની શકે તેવો છે.

    Like

    1. અતુલભાઇ, ભુપેન્દ્રસિંહજી.
      ૧૦૦ % સહમત.

      Like

  10. ખુબ સરસ સલાહ છે. પુત્રી વાળા દરેક મા બાપની ચીંતાનો વિષય છે. કાશ દરેકના વાંચવામા આવે!!!!!!!!!!!!!!

    Like

  11. શ્રી ગોવીંદભાઇ, ડો.શાહ સાહેબે ઉકળતો લેખ આપ્યો ! ચિંતાઓ વ્યાજબી છે. હું જો કે વે-ડે ની તરફેણ કે વિરોધ કશામાં નથી, jjkishorજી એ કહ્યું તેમ આ બધા તહેવારો તો બહાના છે. મુળ વાત છે આ પરિસ્થિતીમાંથી બહાર કેમ નિકળવું તે. લેખમાં સાચું જ કહ્યું કે મા-બાપે સંતાનોના મોબાઇલ કેમ ચેક ન કરવા? જરૂર કરવા. પોતાના ઘરનો મહિલાવર્ગ શું પહેરે-ઓઢે છે, ક્યાં જાય આવે છે, કેવું વર્તન કરે છે, વગેરે બાબતો જાણવા અને રોક-ટોક કરવાનો દરેક કુટુંબનાં મોભીનો હક્ક અને ફરજ બંન્ને છે. (કહેવાતા સ્ત્રી સ્વાતંત્ર્યનાં ઝંડાધારીઓએ જરૂર જણાય તો અલગથી ચર્ચા કરવી !!!) અને મા-બાપનાં સંસ્કાર કે પ્રેમ પણ કેટલો ખોખલો કે ૧૫ કે ૧૮ વર્ષની મહેનત પર કોઇ એક-બે માસમાં પાણી ફેરવી શકે !!! સ્વતંત્રતા તેને જ હોય જે શિસ્ત પાળે, બાકી હવે તો ખુદ મા-બાપ જ “મારા સંતાનો કેટલા ’ફોરવર્ડ’ છે તેની વાતો કરતા ધરાતા નથી !! (જ્યાં સુધી કશું આડુંઅવળું ન થાય ત્યાં સુધી !!!). શું ધુળ ફોરવર્ડ છે! અરે ૧૪૦૦ -૧૫૦૦ વર્ષ પહેલાનું અમુક સાહિત્ય જુઓ, આના કરતા પણ લોકો વધુ ફોરવર્ડ હતા !! પરંતુ ત્યારે શાથે તલવારો પણ રાખતા !
    આભાર. (મારે પણ એક પુત્રી છે, જેને મેં સવારે ’હેપ્પી વે-ડે’ કહી ચોકલેટ આપેલી)

    Like

  12. Govindbhai.
    Article is fantastic. I agree with MR. Ashok Modhwadiya. Its not a fault of those TAPORIS.. Its all about your love to your child. I mean if you find something Weak..positively we should say.. something is not strong. I have love-marriage. 6 year before marriage I proposed my wife on valentine day. she accepted in time when I was nothing. today after 8 year she is riding Hummer-H3 with me. Elaborating my case, My in-laws had nurtured my wife, and she come to a right decision. same manner me too. We enjoyed today out 9th Valentine day.

    V-Day can be celebrated in child-parent relationship. ITs a day of love. Child can be nurtured with love. Taporis are everywhere and they are in equilibrium with nympho Girls. So we just manage the way and dont let our child in that circle.

    Thats all from me.

    Nice Articles and thanks for adding me in your mailing list.

    Regards,
    Durgesh H Variya

    Like

  13. this article is very important to every family,to understand the time .must be alert of their loving & innocent kids activity.& check their dangerous .& guide when required.

    Like

  14. ‘પંદર-સોળ વર્ષની દેખાવડી છોકરીને સડકછાપ ટપોરીઓના સકંજામાં ફસાતી કેમ બચાવવી, તે સરેરાશ વાલીની સૌથી મોટી ચીંતા હોય છે !’

    તમારી વાત સાચી છે.છોકરીઓ હોય તેના માટે ખૂબ ચિંતા નો વિષય છે.બાળા સાહેબ ઠાકરે એ ખૂબ વિરોધ કર્યો હતો પણ આપણે પશ્વિમ ના અનુકરણ પાછળ છીએ એટલે શું થાય!!!

    Like

  15. Dear Govinbhai,
    Unfortunately I do not know how to write in GUJARATI FONDS, so I have to write in english. But believe me I want to write in gujarati only.
    You are doing marvelous job !!! I love these thoughts.Please send me PDF file
    I am not much computer edict.I use it only to read my E-Mail and some good articles or latest news or movie times etc…
    Navin Banker

    Like

  16. આભાર ગોવીંદભાઇ.પી ડી એફ મોકાલસો તો આપનો આભારી રહીશ.

    Like

  17. Valantine Day can be celebrated in child-parent relationship. ITs a day of love. Child can be nurtured with love. Taporis are everywhere and they are in equilibrium with nympho Girls. So we just manage the way and dont let our child in that circle.

    Thats all from me.

    Nice Articles and thanks for adding me in your mailing list.

    Regards,
    Keyur Patel

    Like

  18. saras lekh chhe pan tame jevu samjo chho te vastvicta nathi..

    tame darshavela kissa ni sambhavna mari drashti e khub ochhi chhe..

    aaj ni chhokri o e sari rite samje chhe ke ” Prem” ( ahi Prem no arth matr Prem j karvo )
    koni sathe kyare karay. kyare karay…

    ane rahi vat sex ni to mara mat mujab be vyakti ek bija ni sammati lai ne kai pan kare te kai khoti vat athi..

    bili vat Surat ni darek shala shresth j chhe..
    KAHEVATI SHARI SHALA koi j nathi.

    Valentine Day e Prem no divas chhe (ahi Prem no arth matr Prem j karvo ) nahi ke XXX no..

    Bhavi pedhi vishe aa rit ni koi ganthri rakhvi khoti chhe..

    Like

  19. શ્રી ગોવીંદભાઇ અને મિત્રો, અહીં એક મિત્રએ નિખાલસતાથી આપેલ “અમારી મરજી” પ્રકારનો પ્રતિભાવ વાંચી જરા વધુ સંશોધન કરવા પ્રેરાયો, અહીં બળાત્કાર અને છેડતી વિશે ભારતનાં કાયદા બાબતે જ ફક્ત ટુંકમાહિતી રજુ કરીશ. જેમાં લેખના વિષયરૂપ તેવી ૧૮ વર્ષથી નીચેની યુવતીઓની કાનૂની પરિશ્થિતી પર ખાસ ધ્યાન આપશોજી. આ બધી કલમો અંગ્રેજીમાં જ રાખું છું. ** વાળા વાક્યો પર વધુ ધ્યાન આપશો.
    As observed by Justice Arjit Pasayat (SC):
    ” While a murderer destroys the physical frame of the victim, a rapist degrades and defiles the soul of a helpless female.”

    As per Section.375 of IPC a man is said to commit the offence of rape with a woman under the following six circumstances:
    1. Sexual intercourse against the victims will,

    2. Without the victims consent, (consent=સંમતિ, અનુમતિ)

    ** 3. With her consent, when her consent has been obtained by putting her or any person that she may be interested in fear of death or hurt,

    ** 4. With her consent, when the man knows that he is not her husband,

    ** 5. With her consent, when at the time of giving such consent she was intoxicated, or is suffering from unsoundness of mind and does not understand the nature and consequences of that to which she gives consent,

    ** 6. With or without her consent when she is under sixteen years of age.

    ** According to The Convention on the Rights of the Child, Article 1 defines “the child” as “every human being below the age of 18 years unless under the law applicable to the child, majority is attained earlier”.

    ** If the victim is a minor, the onus is on the accused to prove his innocence.

    Under Sec.294 the obscene act or song must cause annoyance. Though annoyance is an important ingredient of this offence, it being associated with the mental condition, has often to be inferred from proved facts. However, another important ingredient of this offence is that the obscene acts or songs must be committed or sung in or near any public place.

    Section.509 of IPC, comes into effect when there is an intention to insult the modesty of any woman by the offender by uttering any word, making any sound or gesture or by exhibiting any object, with the intention that such word or such sound be heard, or that such gesture or
    object be seen by such a woman, or by intruding upon the privacy of such a woman.

    With thanks from: Dhruv Desai – Pune
    http://www.legalserviceindia.com/articles/rape_laws.htm

    (જો આપને મારું આ દોઢડહાપણ યોગ્ય ન લાગે તો પ્રતિભાવને નામંજુર કરશો, માઠું લાગશે નહીં)

    Like

  20. This is very important topic. And I will say this problem is not new either. Teen age sex was there long ago and it is here today too. Only difference is, in past it was hidden under the carpet and now we can talk about it. I will say that sanskar, attention and Love from parents will make difference in kids life. Company they keep plays a big role in their growth and behavior. Keeping kids busy in what they like does make difference.
    Ashokbhai I also gave my kids candy, card toy some thing to acknowledge the love, when they were young, and this year it was txt message first thing in the morning.
    Nothing is wrong if you accept other culture just to understand and enjoy instead of following blindly. My daughter was in India during Valentine day and she was sooo surprised to see the celebration. She said we don’t have time in college for all these. You have your classes, job, assignment, no money and if you are not staying home think of food and cleaning too.

    Like

  21. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ, સૌ વડિલોની નસ આ જ વિષય ઉપર દબાય છે, કે મુગ્ધાવસ્થાએ કેવુ વિકરાળ રુપ લઈ લીધુ છે. આ વિષય બધા જ ધર્મોને અને ખાસ કરીને વિદેશમાં અવિશ્વાશુ ખ્રિસ્તીઓ અને ભારતમાં હિંદુ સમાજ ની મુગ્ધાઓના માતા પિતાઓને સૌથી વધુ કનડે છે, કારણ શુ જાણો છો?? નહિ ને!! કોઈનો ઉત્તર મને અસરકારક ન લગ્યો, કેમ કે એમા સહુ વડિલોએ પોતપોતાના મનની જ વાતો લખી છે, જે આ કિસ્સામાં નિરાશાજનક જ જાણવા મળે છે. નવરાત્રી અને હોળી તો સમસ્યા વધારનારા છે. કો..ઈ…એ…પણ પરમાત્માનો સહારો લેવાને વાત જ નથી કરી. માટે હુ પરમાત્માનો સહારો લેવાની ભલામણ કરુ છુ. બાઈબલમાં લખ્યુ છે કે “તુ તારા સંતાનોને મારા માર્ગે ચલાવ જેથી આગળ જઈને ઠોકરનુ કારણ ના બને”, પ્રભુ યીશુ કહે છે “પરમેશ્વરના રાજ્યનુ જ્ઞાન ન હોવાને કારણે લોકો નષ્ટ થી રહ્યા છે”, “(પાપના) ખેતરો પાકી ગયા છે પણ એની લણણી કરનારા મજુરો તો ખુબ જ થોડા છે અને પાક(મનુષ્ય) નષ્ટ થઈ રહ્યો છે”!!!! શુ આ બધા વચનો (૨૦૦૦ વરસ કે એથીયે વધુ પુરાણા જે આજે પણ એવાને એવા જ સળગતા છે) પરમેશ્વરની વિડંબના વ્યક્ત નથી કરતા? જે મારા અને તમારા દ્વારા જ તો પરમેશ્વર વ્યક્ત કરે છે, પરમેશ્વર કંઈ શારીરીક રુપ લઈને નથી કહેવા આવવાનો એતો અદ્રશ્ય જ રહેશે અને એની લાઠી પણ અદશ્ય જ રીતે વાગે છે જે આપણા બાળકો, યુવા વર્ગ દ્વારા વડિલોને વેઠવુ પડે છે. યુવા વર્ગ વડિલો કરતા વધુ સોફિસ્ટીકેટેડ બને કે રહે છે જે નર્યો દંભ જ છે, અને એ વર્ગ જ આજે ઉછાંછળો બની ગયો છે, કોણ છે એનો જવાબદાર, ક્યા છે એ નરેન્દ્ર્નાથ (વિવેકાનંદ), જ્ઞાનેશ્વર, ગાંધીજી, જેમને સંસ્કાર એમના માતા પિતાઓએ જ આપેલા, એ આજે ગળથુથી જ ફિક્કી બની ગઈ છે તો યુવાનીમાં છમ્મક્છલ્લોના જ છમકલા થશે જ ને. સર્વ બાળાઓને આઈટમ ગર્લ બનાવા માગે છે, અને સર્વ યુવાન હિરો, કોણ છે જવાબદાર?? એમના માતા પિતા જ, કેમ કે તેઓ ભણેલા તો છે પણ વિવેક??? શુન્ય. કોણ જવાબદાર છે?? પરમેશ્વરનો વિરોધ કરશો તો આનાથી પણ ખરવ સમય મોઢુ ફાડીને ઉભો જ છે, માથુ તૈયાર રાખજો. દિલ્લીમાં દરેક ઓટોરિક્ષા પાછળ લખ્ય હોય છે, જે બાજુવાળાના ઘરમાં ચોરી થતી હોય અને તમે સુઈ રહેતા હો તો પછીનો વારો તમારો જ છે, માટે શાંતિથી સુવુ હોય તો જાગતા રહો………”ભણતરથી વિવેકવાદ સ્વછંદવાદ બની જતો હોય છે” કુલ્લ ૮૦૦૦ નીતીવચનો બાઈબલમાં લખેલા છે એ લખવાનો ક્યારેક મોકો મળશે ત્યા સુધી સહુને જય જીજસ (તા.ક. ખ્રિસ્તીઓ ખરાબ હોય શકે છે પણ બાઈબલ એ આ જગતનો અમુલ્ય ખજાનો છે,એ મને આજે ત્રણ જ વરસ થયા છે ખબર પડી એ પહેલા હુ પણ મારા ભાઈઓની જેમ રમકડાઓની અને પુસ્તકોની પુજા કરતો હતો) “પ્રેમમાં દઈ દેવાનુ જ હોય છે લેવાનુ તો શૈતાનનુ કામ છે.” (જે આત્મા દઈ દે છે એ પરમેશ્વરનુ સંતાન અને જે (તન) લઈ લે છે એ શૈતાનનુ કુતરુ) (પરમેશ્વરની આત્મા માં રસ હોય છે જ્યારે શૈતાનને તનમાં) (મને વાંચીને જેને ઠંડક પહોચે એ આત્મા છે અને જેને ગુસ્સો આવે એ શારીરીક છે)

    Like

  22. Excellent …. It is not necessary to expose your internal feelings with enjoying Valentine Day. Love is not matter to expose. We can not create feelings. It is develope naturally.

    Like

Leave a comment