ઝનુનને જ્ઞાન કદી નવ થાય !

‘રમણભ્રમણ’ના નામે સુરતના ‘ગુજરાત મીત્ર’માં છેલ્લાં પાંત્રીસેક વરસથી પ્રગટતી રહેતી પ્રખર રૅશનાલીસ્ટ, ચીન્તક અને લેખક પ્રા. રમણ પાઠકની આ વીશીષ્ટ કૉલમે મારા આખા જીવનને પ્રભાવીત કર્યું છે.

મારા બ્લોગ અભીવ્યક્તીની આજની આ એક સોમી પોસ્ટ પ્રા. રમણ પાઠક વાચસ્પતીને ભાવપુર્વક સમર્પીત કરું છું…


ઝનુનને જ્ઞાન કદી નવ થાય !


માનવીના સ્વમાનનું જો કોઈ અપમાન હોય, તો તે ધર્મ છે: સત્ કાર્યો કરવા માટે સજ્જનો છે જ (એમને ધર્મની કોઈ અનીવાર્યતા નથી), એ જ રીતે દુષ્કૃત્યો કરવા માટે આ દુનીયામાં દુર્જનો છે (જેઓને ધર્મ રોકી શક્તો નથી). પરન્તુ જો સજ્જનને દુષ્ટ કૃત્યો કરતો બનાવી દેવો હોય, તો સચોટ માર્ગ છે, તેને ધાર્મીક બનાવી દો !

સ્ટીવન વેનબર્ગ

(સત્યશોધક સભા- સુરતના મુખપત્ર ‘સત્યાન્વેષણ’ જાન્યુઆરી, 2010માંથી સાભાર.)

________________________________________

મીત્રમંડળીમાં વાતવાતમાંથી ચર્ચા જામી કે, માણસને ભગવાન વીના ચાલે ? ત્યારે, પ્રારંભે જ કહી દઉં કે, ઉપસ્થીત આસ્તીક મીત્રોએ જે દલીલો કરી, તે કેવળ ઝનુનપ્રેરીત, સત્ત્વહીન, તર્કરહીત, અર્થહીન અને એકંદરે યુગો જુના એકના એક ચર્વીતચર્વણ જેવી બની રહી; કારણ કે આસ્તીકો પાસે કોઈ નક્કર દલીલ નથી, ક્યારેક તો તેઓની બુદ્ધી જ ઓછી પડતી લાગે છે યા તો છતી આંખે  ‘ગાંધારીપાટા’ બાંધેલા પ્રતીત થાય છે, ક્યારેક વળી એમની એવી અસત્ય માન્યતા પાછળનું મુખ્ય પરીબળ શ્રદ્ધા અર્થાત્ અંધશ્રદ્ધા હોય છે.

મારો નમ્ર અભીપ્રાય એવો રહ્યો કે, જો આદીમાનવ ધર્મ અને ઈશ્વરની કલ્પનાજાળમાં ફસાયો ન હોત, તો આજે માનવવીશ્વમાં શાંતી હોત, બંધુતા હોત અને  માનવજાત  સાચી મુક્તી પણ માણતી હોત. કારણ સ્પષ્ટ છે: ઓશો રજનીશ કહે છે તેમ, આજ સુધીમાં સંસારમાં પંદરસો જેટલાં નોંધપાત્ર ‘ધર્મયુદ્ધો’ થયાં છે; નાનાં છમકલાં તો વધારામાં ! હકીકત સ્પષ્ટ જ છે કે, યુદ્ધોનાં પ્રધાન તથા મુળ કારણો બે જ રહ્યાં છે: કારણ કે વીજ્ઞાને અભુતપુર્વ, અજોડ, ભવ્ય પ્રગતી કરી, માનવી સમક્ષ સત્યો પ્રસ્તુત કર્યાં છે, અને બીજું, દુનીયા આજે ખુબ નાની બની ગઈ છે; એથી એનું એક જ અખંડ રાષ્ટ્ર રચી શકાય, જેથી રાષ્ટ્રવાદની સંકુચીત ઝઘડાખોર ભાવના જ નષ્ટ થાય. સંઘર્ષો, વેરઝેર તથા ભેદભાવ આપોઆપ જ નાબુદ થઈ જાય; કારણ કે ધર્મે બળપુર્વક લાદેલી ફરજીયાત નીતી, વ્યક્તીને માટે સહજ આંતરીક ગુણરુપ નથી હોતી, અને એનો પુરાવો એ જ કે, અવ્યવસ્થા, અંધાધુંધી કે રમખાણો દરમીયાન, ભુંડાંમાં ભુંડાં કૃત્યો આચરનારા લગભગ બધા જ શખ્સો ધાર્મીક હોય છે; જેઓ ઘોર અપરાધનેય સ્વર્ગદાયક ધર્મકૃત્ય ગણાવે છે યા માને છે. બીજી બાજુ, રૅશનાલીસ્ટો સામાજીક નીતીને એક અનીવાર્ય, હીતકારી નાગરીક ફરજ તરીકે, સામાજીક માનવીની સ્વાભાવીક આચારસંહીતા તરીકે અપનાવે છે, પછી તક મળતાં એનો ભંગ કરી લેવાની વૃત્ત્તીને માટે સ્થાન જ નથી રહેતું…

મંડળીમાંના એક સભ્યની દલીલ તો વળી આફલાતુન હતી: તેઓએ આની આ જ દલીલ કદાચ હજારમી વાર જાહેરમાં ફગાવીને, ભોળા ભાવકોને ઠગ્યા છે અને આજે ય તેઓની એ ઠગલીલા ચાલુ જ છે. તેઓ કહે છે: “રશીયાનો સરમુખત્યાર સ્તાલીન નાસ્તીક હતો અને સેક્યુલર હતો. તેણે ભગવાનને વચ્ચે લાવ્યા વીના જ લાખ્ખો કીસાનોની ઠંડે કલેજે કતલ કરાવી. સામ્યવાદી સમાજ સંપુર્ણ નાસ્તીક અને ધર્મરહીત હોય છે…

એવો જ સેક્યુલર નાસ્તીકતાનો ઝંડો ચીનમાં માઓ ત્સે તુંગે ફરકાવ્યો, અને સાંસ્કૃતીક ક્રાંતીને નામે અસંખ્ય માણસોને વધેરી નાખ્યા. વળી, ચીને તીબેટ ઉપર જે અમાનુષી દમન ગુજાર્યું, એમાંય ભગવાન તો ક્યાંય દેખાતો નહોતો… ઈત્યાદી… (આ મીત્ર સેક્યુલર શબ્દનો અર્થ જ સમજતા લાગતા નથી!)

નમ્રતાપુર્વક સત્ય જાહેર કરું કે, આ ત્રણે દલીલો (કે દાખલા) છલના છે, છેતરપીંડી છે અને કદાચ આત્મછલના પણ છે. કારણ કે આ મીત્ર નાસ્તીકતા (એથીઝમ) અને રૅશનાલીઝમ વચ્ચેનો તાત્ત્વીક અને મહત્ત્વનો ભેદ જ નથી જાણતા. સ્તાલીનને રૅશનાલીસ્ટ ગણવો- એ ભારે હાસ્યાસ્પદ જુઠાણું છે. મીત્ર, નાસ્તીકતા અર્થાત્ કેવળ ઈશ્વરનો ઈન્કાર એ રૅશનાલીઝમ નથી. રૅશનાલીસ્ટ અચુક નીરીશ્વરવાદી હોય; પણ બધા જ નાસ્તીકો રૅશનાલીસ્ટો નથી હોતા. રૅશનાલીઝમ એટલે તો વીવેકબુદ્ધીવાદ, જ્યારે સ્તાલીન કે માઓનાં અનેક ઘોર દુષ્કૃત્યોમાં કોઈ વીવેકદૃષ્ટી, સારાસારનું, ઉચીત- અનુચીતનું ભાન વરતાતું નથી, હતું જ નહીં; કારણ એની પાછળ સામ્યવાદનું ઝનુન જ પ્રેરકબળ હતું. આ બાબતમાં બર્ટ્રાન્ડ રસેલે  બહુ સચોટ તથા સત્યમુલક દલીલ કરી છે; તે કહે છે, સોવીયેત રશીયાએ પોતાને ત્યાંથી ચાલુ ધર્મને હાંકી કાઢ્યો, પરંતુ ત્યાં જ આજે સામ્યવાદ એક નવો ધર્મ બની ગયો છે ! આમ, સ્તાલીન-માઓનાં હત્યારા ઝનુનને ‘ધાર્મીક ઝનુન’ જ લેખાવી શકય. એની  સાથે રૅશનાલીઝમને કોઈ જ સંબંધ નથી.

ખરેખર તો, આવી વાહીયાત, અતાર્કીક દલીલોથી કશું જ સીદ્ધ થતું નથી, સીવાય કે ભોળા અને અજ્ઞાન જનોને છેતરી શકાય છે, જે આસ્તીકોનો માનભર્યો ધંધો છે. બાકી કોઈ પણ ઝનુની સરમુખત્યારના રાજકીય-વૈચારીક હત્યાકાંડમાં આસ્તીકતા-નાસ્તીકતાનો મુદ્દો લેશમાત્ર સંડોવાયલો હોતો જ નથી: જેમ કે નાસ્તીક એવા સ્તાલીન-માઓએ કત્લ-એ-આમ ચલાવી, તો એ જ રીતે પાકા ઈશ્વરપરસ્ત આસ્તીક માંધાતાઓએ પણ એવી જ ઘોર માનવ કતલ ચલાવી છે. દા.ત. નાદીરશાહે જ્યારે દીલ્હીમાં ક્ત્લ-એ-આમ ફરમાવી, ત્યારે તે પાક મુસલમાન જ હતો. હીટલર પણ ખ્રીસ્તી ધર્મમાં માનનાર આસ્તીક એવો હત્યારો સરમુખત્યાર હતો; જેણે લાખો યહુદીઓને ભાજીમુળાની જેમ વાઢી નાંખ્યા… ઈસ્વીસનની શરુઆતની સદીઓમાં ભારતવર્ષમાં બૌદ્ધોની કતલ કરવાની એક મોટી ઝુંબેશ (ધર્મયુદ્ધ) આદરવામાં આવેલી. સનાતની આર્ય બ્રાહ્મણ ધર્મે, બૌદ્ધોને મારી મારીને યા મારી નાખીને ભારતમાંથી ભગાડ્યા, સદંતર કાઢ્યા. સમ્રાટ અશોક પછી થયેલા શૈવધર્મી રાજા પુષ્યમીત્ર શુંગે (યા અન્ય કોઈ એવા રાજવીએ) એવી ઘોષણા કરેલી કે, એક બૌદ્ધ સાધુનું કાપેલું મસ્તક લઈને દરબારમાં આવનારને સો સોનામહોરોનું ઈનામ આપવામાં આવશે… આ રીતે તથા અન્યથા દસ હજાર બૌદ્ધ સાધુઓની કતલ કરવામાં આવી.

એક મીત્રે વળી ભગવાન ઈસુના પ્રેમધર્મનો મહીમા, ધર્મની મહત્ત્તા, ગુણવત્ત્તા અને આવશ્યક્તારુપે  ટાંક્યો. ત્યારે મંડળીમાંથી અન્ય એક રૅશનાલીસ્ટ મીત્રે ઈતીહાસ ટાંકતા જણાવ્યું કે, 18મી-19મી સદીમાં એકલા યુરોપમાં જ, એક-એક લાખ સ્ત્રીઓને ડાકણ ઠરાવીને ધર્મ-અદાલતે જીવતી સળગાવી દીધી હતી. એ ઉપરાંત, અમુક-તમુકના દેહમાં સેતાન પ્રવેશ્યો છે; જેથી તે ધર્મવીરોધી વાત કે વર્તાવ કરે છે; એવા આક્ષેપ સાથે એવા ‘પાપી’ પુરુષોને પણ જીવતા જલાવી દેવામાં આવતા. દા. ત. પૃથ્વી ગોળ છે અને સુર્ય ફરતે ફરે છે, એવું સત્ય પ્રતીપાદીત કરવા બદલ  બ્રુનોને જીવતો સળગાવી માર્યો; જ્યારે ગેલેલીયો પર અમાનુષી જુલમ ગુજારવામાં આવ્યો. માટે જ જીવતી જલાવી દેવામાં આવેલી ફ્રાન્સની વીરાંગના જ્હોન ઓફ આર્કે અંતીમકાળે પોકારેલું કે, ‘હે પ્રભુ, આ બધું ક્યાં સુધી ?’ અમે રૅશનાલીસ્ટો પણ અહીં-ઉદગાર કાઢીએ છે કે ધર્મ અને ઈશ્વરને નામે આટઆટલા અત્યાચારો ક્યાં સુધી ? ભારત દેશના તો વળી ધર્મને નામે જ ભાગલા પડ્યા અને ત્યારે ઈતીહાસમાં અભુતપુર્વ એવાં કત્લેઆમ તથા અત્યાચારો ગુજર્યાં… અને આજનો આ આતંકવાદ પણ વળી શું છે ?

રૅશનાલીસ્ટ વ્યક્તી પ્રેમભાવ વીહોણી, લાગણીશુન્ય હોય છે, એવો પણ એક કુપ્રચાર બદઈરાદાથી જોરદાર ચલાવાય છે. હકીકતે તો, રૅશનાલીઝમનો પ્રધાન ગુણધર્મ જ માનવતા છે, એટલે  તમામ માનવીય સંવેદનોનું એમાં સ્વીકૃત સ્થાન છે જ. પરીણામે આસ્તીકોની જેમ જ, રૅશનાલીસ્ટોમાં પણ પ્રકૃતી વૈવીધ્ય, સ્વભાવભેદ સ્વાભાવીક જ પ્રવર્તે: કોઈ લાગણીભીનો, ઋજુ હૃદયનો કોમળ જન હોય, તો બીજો વળી કઠોર, મક્કમ, મજબુત મનનો રૅશનાલીસ્ટ પણ હોઈ શકે, ઈત્યાદી. સાવ અક્કલ વીનાની વાત તો એક સભ્યે એવી કરી કે, રૅશનાલીસ્ટ પોતાનાં સંતાન પ્રતી વાત્સલ્ય-પ્રેમ પુરો દર્શાવી શકે, સેવી શકે ?

અરે, પ્યારા મીત્ર, જનનીનાં પ્રેમ-લાગણી એ તો પ્રાણી માત્રમાં નૈસર્ગીક વૃત્ત્તીભાવ છે. એમાં વળી શ્રદ્ધા ક્યાંથી આવી ? સ્થળ-સંકોચવશ ચર્ચા નથી કરતો, પણ વાત્સલ્ય, સ્નેહ તથા લાગણીથી સંતાનો માટે મરી ફીટવા તત્પર એવી રૅશનાલીસ્ટ માતાની હું તમને રુબરુ મુલાકાત કરાવી શકું, મારું ભાવભીનું નીમંત્રણ છે ! એ જ રીતે, દુર કે જુદાં વસતાં સંતાનોનો નામોચ્ચાર માત્ર કાને પડતાં જ જેની આંખો પ્રેમાશ્રુથી ઉભરાઈ જાય છે, અને જેણે સંતાનોના હીત ખાતર સ્વેચ્છાએ જ ચુપચાપ અનેકવીધ ભોગ આપ્યા છે અને હસતે મોંએ મુશ્કેલીઓ વેઠી છે; એવા એક રૅશનાલીસ્ટ વૃદ્ધની મુલાકાત પણ હું તમને કરાવી શકું, તો આવજો !


ભરતવાક્ય:

પ્રેમ તથા જ્ઞાને મને ઉંચે ગગનવીહાર કરાવ્યો છે; જ્યારે દયા-કરુણા હંમેશાં મને પાછો પૃથ્વી પર ખેંચી લાવી છે. સરમુખત્યારોના અત્યાચારોનો ભોગ બનતા માનવીઓના; એકાકી વૃદ્ધોના અને દુ:ખીયારાં બાળકોના વેદનાભર્યા આર્તનાદો મને સંભળાય છે. હું તેઓની પીડા દુર કરવા ઝંખું છું, પણ એ મારા ગજા બહારનું કાર્ય છે, અને એથી હું પણ દુ:ખી છું…  બર્ટ્રાન્ડ રસેલ

(વીશ્વના ઉત્ત્તમોત્ત્તમ રૅશનાલીસ્ટ એવા બર્ટ્રાન્ડ રસેલના ઋજુ હૈયાની માનવીય કરુણાનો આ આર્તનાદ છે; જે તેમની આત્મકથામાંથી, અત્રે કેવળ સ્મૃતી આધારે ટાંક્યો છે. જો કે ઘણા ખરા શબ્દો સહીત મુળનો ભાવાર્થ બરાબર આ પ્રમાણે છે….ર.પા.)

તા. 6 ફેબ્રુઆરી, 2010ના સુરતના ગુજરાત મીત્ર’ દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર રમણભ્રમણ’માંથી, લેખક અને ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર..

કટાર લેખકનો સંપર્ક: ramanpathak24@gmail.com

બારડોલી.. ફોન02622 – 222 176


♦●♦●♦●♦

♦●♦ દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

♦●♦●♦ આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુ નવસારી

February 20, 2010

24 Comments

  1. રૅશનાલીસ્ટો પણ અહીં-ઉદગાર કાઢીએ છે કે ધર્મ અને ઈશ્વરને નામે આટઆટલા અત્યાચારો ક્યાં સુધી ? ……….ઘણી સુદર રજુઆત રેસનાલીઝમ બાબતે

    Like

  2. Congratulation for your one hundred post.
    Each post have base to remove blind faith from society .
    some times every aspect for some of views not getting
    covered and hence more scope of discussion we await.

    Ramesh Patel(Aakashdeep)

    Like

  3. ૧૦૦ મી પોસ્ટ બદલ ધન્યવાદ.

    સર્વ પ્રકારની સંકુચિતતાનો ત્યાગ કરે તેવા મુક્ત મનના માનવીઓની આવશ્યકતા છે. કોઈ ઈશ્વરમાં માને તો યે શું અને ન માને તો યે શું તેના માનવા ન માનવાથી તે માણસ તો નથી મટી જતો ને? ધર્મોએ હંમેશા ઝઘડા કર્યા છે અને કરાવ્યા છે કારણકે ધાર્મિક કહેવરાવનાર કોઈક ને અનુસરે છે. અને જેને તે અનુસરે છે તેના સ્થાપિત હિતોને જ્યારે નુકશાન થાય ત્યારે અથવા તો પોતાની માન્યતાનો ફેલાવો કરવાની અભીલાષા તેના માનસમાં ઉત્પન્ન થાય ત્યારે તે પોતાના આવા અંધ અનુયાયીઓની ફોજને કામે લગાડીને સમાજમાં અત્યાચાર ફેલાવે છે. માણસ જ્યારે પોતાની જાત ઉપર કોઈ પણ ISM નો સિક્કો લગાડે છે ત્યારે તે સંકુચિત બની જાય છે અને સાથે સાથે જ ઝનુની બની જાય છે. જેમ કે કોઈ પોતાને રેશનાલિસ્ટ માને તો રેશનાલિઝ્મનો વિરોધ કરનાર પ્રત્યે તેના મનમાં દ્વેષ ઉભો થાય છે. કોઈ પોતાને હિંદુ માને તો તેને હિંદુ સિવાયના લોકો પ્રત્યે દ્વેષ ઉભો થાય છે. કોઈ પોતાને મુસલમાન માને તો તેને મુસલમાન સિવાયના લોકો પ્રત્યે દ્વેષ ઉભો થાય છે. કોઈ પોતાને માત્ર માણસ જ માને તો તે પ્રકૃતિ અને અન્ય પ્રાણીઓનું માનવ જાત માટે શોષણ કરવાનું શરુ કરી દેશે. શુ સત્ય એટલું બધુ છીછરુ છે કે જે આપણી અલ્પ બુદ્ધિ માં તરત જ આવીને સમાઈ જાય? સત્યને સમજવા માટે ઉંડા અભ્યાસની આવશ્યકતા છે.

    હે મહાનુભાવો આપ સર્વને મારી બે હાથ જોડીને નમ્ર પ્રાર્થના છે કે આપ સત્યની શોધ ખરા હ્રદયથી કરવાનો પ્રયત્ન કરો અને આપો આપ જ આ બધી માન્યતાઓ તેની મેળે ખરી પડશે.

    Like

  4. અતુલભાઈની વાત સાથે હું સહમત છું સત્યને સાબિત કરવાની જરૂર જ રહેતી નથી. ભગવાન જો હોય તો માણસના મનનું કારણ છે અને ન હોય તો એ પણ મનનું જ કારણ છે. સાચા ધાર્મિક જૂજ છે. મોટાભાગે ધર્મને નામે દંભ પોષાય છે. આપણા ભારત દેશમાં તો વળી દંભનું પ્રમાણ ઘણું મોટું છે. રેશનાલીસ્ટ હોવાનો દંભ કોઈ કરે તો પણ નવાઈ નહી.

    Like

  5. ભાઈશ્રી મારૂ,
    સેન્ચ્યુરી માટે અભિનંદન.
    આપ આપની નોકરી અને સહકાર્યકરો સાથે સામે પાણીએ તરીને પણ સોમી પોસ્ટ મુકી એ જ આપની અભિવ્યક્તી કરવાની અદમ્ય ઈચ્છાની પરમસીમા છે. આપને સફળતા મળતી રહે અને નવા વિચારોની મશાલ સદા પ્રજવળતી રહે એ જ શુભેચ્છા.
    હું એવું માનું છું કે જ્ઞાન ઝનુન ઓછું કરે. પણ ઘણા લોકોમાં અવળુ થાય.

    Like

  6. ગોવિંદભાઈ, એકસોમી પોષ્ટ બદલ ખુબ ખુબ અભિનંદન
    આગ્રહ તો રાખવો જ પડે નહિ તો કોઈ તમારુ નહિ માને …ઝ્નૂન પણ ચડે છે જ્ઞાન આવ્યા પછીનું જુદુ અને પહેલાનું જુદુ…
    માનવ કહે તમ બધુ નથી થતું જે કરવાનૂ હોય તે ન થાય તો જ્ઞાની પણ ઝ્નૂન ચડે
    નાની કઈ બૂઠ્થો અસ્ત્રો નથી..સત્ય અને જ્ઞાન થાય તે ગમે તે કરી શકે પણ તે જે કરશે તેનો હેતુ સારો જ હશે..મા મારે છે બાળકને તે હિસા જ પન હેતુ શુભ છે તેમ..

    Like

  7. ગોવિંદભાઈ ૧૦૦મી પોસ્ત મુબારક, હુ ૯૯મી એ અટક્યો છું અને ૧૦૦મી માટે વિચારું છું કે શું પોસ્ટ કરું.
    ડેનિશ ફિલોસોફર સારોયાન કિર્કગાર્ડ યાદ આવે છે, જેણે હોલ વચ્ચે ટેબલ પર
    કાગળ વચ્ચેથી વાળી મૂક્યો જેમાં ડાબી તરફ ઇશ્વર છે અને જમણી તરફ ઇશ્વર
    નથી એવું લખ્યું અને પછી કહ્યું ગમે તે એક બાજૂ કારણૉ લખો.જો હયાતીને બે જ પાસા હોય તો સ્વાભવિક છે કે વિવાદતો થવાનો જ.તમે તમારો ક્કો ખરો કરવાના
    અને હું મારો-સંદિગ્ધતા આપણિ નબળાઈ છે,અને તેનાથી જ આણે વિભક્ત છીએ,
    અને વિભક્ત રહેવાના,જે રીતે આજે આપણે ધર્મ યુધ્ધમાં નહીં પણ ધર્મ ભેદના
    યુધ્ધમાં સંડોવાયેલા છીએ.

    Like

  8. ગોવિંદભાઈ, નમસ્તે, તમારુ નામ ગોવિંદભાઈ છે એમાં તો મને હિન્દુત્વની સુગંધ આવે છે, કોઈ ભાઈનુ નામ સલમાન છે, એમાંથી મને મુસલમાનની સુગંધ આવે છે, પીટરમાંથી ક્રિશ્ચિયનની, પરવીંદરમાંથી શીખ ની, વ.વ. એવી રીતે બધા ધર્મોની સુગંધ હોય છે, અને અગર બધાને રેશનલી એકજ માનુ તો રામને બકરો ચડાઉ એ ચાલે? રશીયા-ચીનની સ્થીતિની સમેક્ષા આજે કરવા જેવી નથી અને ચોરની માં કોઠીમા મોં ઘાલીને રડે એવી છે અને તમે એના ઉદાહરણ આપો છો એ રેશનાલિઝમ નથી સ્વછંદવાદ જ છે, આંખો બંદ કરીને કહો કે આત્મા, પરમાત્મા જેવી ચીજ છે નહિ તો તો મનુષ્ય તમારા માટે એક મેટર જ બની જશે છતાંપણ એ મેટરને રેગ્યુલેટ કરનારી શક્તિ કેવી હોય એ જાણ્વા માટે જ તો ધર્મ અસ્તિત્વીત છે, રેશનાલિઝમ કેટલો પુરાનો છે? ૧૦૦-૫૦ વરસ. ધારો કે તમારો પુત્ર તમને પિતા અને એની મમ્મીને મમ્મી ન જ માને તો એને રેશનલ માનજો અને ચોરની મા જેવો ઘાટ ના ઘટે રખેને, એની તૈયારી રાખજો. સમાજને, મનુષ્યને જીંદગી રેશનાલિઝમ નહિ સ્પિરિચ્યુઆલિઝમ જ આપે છે અને પોતાની દુનિયા પોતાની મેળે જ જીવશે એ તો ૫૦ વરસ પછી માથુ પટકવા લાગી જશે. રેશનાલિઝમ એતો તોફાન વખતે જમીનમાં માથુ સંતાડી દેતા શાહમ્રુગ જેવી મનઃસ્થીતી વાળા ઘંમંડી માનવીની હોય છે. દહિમાંને દુધમાં બેઉને હુ રેશનલ બનીને પી જઈશ તો મને ખટાશ તો લાગશે જ, માટે દુધને દુધ કહુ અને દહિને દહિ કહુ ને વાપરવું એ જ સત્ય છે. તમારા ન માનવાથી ધર્મો નષ્ટ નથી થઈ જવાના, અને હા તમારી ચર્ચા ફક્ત તમારા ટોળા પુરતી જ ન રહે, દેશ વ્યાપી નહિ તો પણ રાજ્ય વ્યાપી તો કરી જુઓ. મારે રેશનાલિશ્ટો માટે લખવા માટે તમે પ્રેરણા પુરી પાડી એ માટે ધન્યવાદ.

    Like

    1. sundar rajuvat, kayarek aamane samane reply kari ne topic jivant rakhi sakaye, aane chach ja ek samaye nirakaran lavi sake..

      Like

  9. ૧૦૦મી પોસ્ટ બદલ ધન્યવાદ અને શુભેચ્છાઓ.

    ઘણા ખરા લેખોના વિચારો માત્ર બૌદ્ધિક સંભાષણો લાગવા છતાં રેશનાલિઝમ અને ધર્મ વિષયક બાબતો પરના લેખોથી તમારો બ્લોગ ગુજરાતી બ્લોગ જગતમાં નવી ભાત પાડે છે એ આનંદની વાત છે.

    Like

  10. અભીનંદન.
    હાદઝા લોકો આ 21મી સદીમાં પણ કોઈ ધર્મ વીનાનું જીવન જીવે છે. અને તેમનો સમાજ આપણા સમાજ કરતાં વધારે સુખી છે.
    આ લેખ વાંચવા / વંચાવવા વીનંતી
    http://gadyasoor.wordpress.com/2010/02/05/hadza/
    આ લોકોને આપણે જંગલી કહીને ઉવેખી નાંખીએ, પણ એમની પાસેથી સંસ્કારી ગણાતા સમાજોએ ઘણું શીખવાનું છે.

    Like

    1. આ આખો લેખ ઘણો જ રસપ્રદ છે.

      એક વખત એક સ્કુલમાં બાળકોને એક શિક્ષકે કહ્યું કે આફ્રિકાના આદિવાસી વિસ્તારોમાં એકરો સુધી એક પણ શાળા જ નથી. તો બોલો બાળકો આપણે શેને માટે ફાળો ઉઘરાવવો જોઈએ?

      અને બધા બાળકો એકી સાથે બોલી ઉઠ્યા – આફ્રીકા જવા માટે.

      મને તો આ હાદઝા લોકો પાસે જવાની ઈચ્છા થઈ ગઈ છે, બોલો આવવું છે કોઈને તો હારોહાર ટીકીટ બુક કરાવી લઈએ.

      Like

  11. Hearty Congrats on the 100 (century).

    your article is very good. it is well said that Religion and Rationalism both are different, rather on the edge, one should be conscious about it.

    your article is very informative too.

    all the best…..

    Like

Leave a comment