‘માનવીને તેનું જીવન માત્ર એક જ વાર મળે છે – તો તેણે તેની જીન્દગી એવી રીતે જીવવી જોઈએ કે તે મરતાં મરતાં સંતોષપુર્વક કહી શકે કે ‘મેં મારું સમગ્ર જીવન ઉદાત્તમાં ઉદાત્ત ધ્યેય પાછળ ખર્ચ્યું છે – અને તે છે સમસ્ત માનવજાતની મુક્તી’
–લેનીન
લેનીન ભૌતીકવાદી હતો, નાસ્તીક હતો, નીરીશ્વરવાદી હતો અને છતાં તેણે દુનીયાનાં તમામ ભૌતીક સુખ અને સગવડને ત્યાગી માનવજાતની મુક્તી અર્થે તેનું સમગ્ર જીવન અર્પ્યું હતું. બુદ્ધ નાસ્તીક હતા, નીરીશ્વરવાદી હતા, આત્મા પરમાત્માની ફીલસુફીમાં માનતા નહોતા અને છતાં તેઓએ સમગ્ર જીવન સમર્પીત કર્યું.
ભૌતીકવાદી સંપુર્ણપણે નૈતીક હોય છે, હોઈ શકે છે. તેને નૈતીક મુલ્યોનાં આચરણ માટે સ્વર્ગ, નર્ક, પાપ, પુણ્ય, આત્મા, પરમાત્મા, ધર્મ ઈત્યાદીનો આશરો લેવો પડતો નથી. તે નૈતીક મુલ્યોનું હાર્દ બુદ્ધીથી અને તર્કથી બરાબર સમજે છે અને તેથી તેના માટે નૈતીક આચરણ સહજ બની જાય છે.
ઈશ્વરવાદીઓ, આત્મા-પરમાત્મા અને પરલોકની ફીલસુફીમાં રાચનારાઓ અને ધર્મમાં શ્રદ્ધા ધરાવનારાઓ, કેવળ પોતાના જ આત્માના શ્રેય માટે મોટાભાગે સ્વકેન્દ્રી બની જાય છે. તેમને રહેવું છે આ લોકમાં, અને વાતો કરવી છે પરલોકની ! પરીણામે તેમના આચાર-વીચારમાં વીસંગતતા આવી જાય છે. તેમની આ વીસંગતતા નૈતીક મુલ્યોનાં આચરણમાં દંભના રુપે દેખા દે છે. ખાવું, પીવું ને પ્રસન્ન રહેવું એ આલોકવાદી માનવીની મુળભુત પ્રકૃતી છે. ભૌતીકવાદીઓ, માનવીની આ મુળભુત પ્રકૃતીનો સ્વીકાર કરે છે. તેનું અકુદરતી રીતે દમન કરતો નથી અને છતાં તે જ જીવનનું અંતીમ ધ્યેય છે એમ તે કદાપી માનતો નથી. તેનું અંતીમ ધ્યેય માનવજાતીની કષ્ટમુક્તી છે અને સર્વાંગી સુખાકારી જ છે. આ ધ્યેયની એરણ પર તેની દરેક પ્રવૃત્તી-ચીન્તનને તે વારંવાર ચકાસે છે. તેને તેની ખાવા-પીવા અને મોજ કરોની પ્રકૃતીને મારવા – મચકોડવાની આવશ્યક્તા રહેતી નથી. ઈશ્વરવાદીઓ, ધાર્મીક નેતાઓ, આધ્યાત્મવાદીઓ વગેરે માનવસહજ મુળભુત પ્રકૃતીથી પર તો નથી જ. તેઓ પણ આ પ્રકૃતીને સંપુર્ણપણે આધીન હોય છે. પણ તેમની પરલોકવાદી વીચારસરણી તેમને આ જીવનમાં તેમની આ મુળભુત પ્રકૃતીનો કુદરતી અને સહજ સ્વરુપે સ્વીકાર કરવામાં બાધારુપ બની જાય છે. પરીણામે મોટાભાગે તેઓ દંભનો આશરો લે છે. તેમની સ્વકેન્દ્રીય વીચારસરણીના પ્રતાપે તેઓ સમાજાભીમુખ નથી રહી શકતા. તેથી તેનો પડઘો તેમના દ્વારા રચાતા સાહીત્ય, સંગીત, કલા, સમાજશાસ્ત્ર, ફીલસુફી ઈત્યાદીમાં પડે છે.
સવાલ એ થાય છે કે ભૌતીકવાદ એટલે શું ? ‘ખાવું, પીવું અને મોજ કરવું’ એ ભૌતીકવાદ છે ? ના જી. ભૌતીકવાદ એટલે આ જગત જે છે તે સત્ય છે, મીથ્યા નથી – બલકે એ જ સત્ય છે. અને બ્રહ્મ મીથ્યા છે – એક કલ્પના માત્ર છે. આ જગત કોઈ પરમાત્મા – બ્રહ્માનું સર્જન નથી. ચાર્વાકની આવી ફીલસુફીએ તત્કાલીન વેદ, વેદાંત, ઉપનીષદની બ્રહ્મ, આત્મા, પરમાત્મા, ઈશ્વર, પુનર્જન્મ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક, જ્યોતીષની વીચારસરણીનું ખંડન કર્યું. ચાર્વાકની ભૌતીકવાદની ફીલસુફીએ તત્કાલીન બ્રાહ્મણો, પુરોહીતો, ક્ષત્રીયોનાં સ્થાપીત હીતો પર સીધો ઘા કર્યો, જેના પ્રત્યાઘાત રુપે આ સ્થાપીત હીતોએ ચાર્વાકનાં પુસ્તકોનો નાશ કર્યો અને ‘ઋણ કરીને પણ ઘી પીઓ’ની ચાર્વાકની ઉક્તીનો મનઘડંત અર્થ તારવી ચાર્વાકની ફીલસુફીની ઠેકડી ઉડાડી.
જો આપણે ચાર્વાકની ફીલસુફી ‘ભૌતીકવાદ’નું યથાર્થ મુલ્યાંકન કરી તેને અનુસર્યા હોત, તો ભારત આજે જ્ઞાન-વીજ્ઞાન-ટેકનોલૉજીમાં મોખરે હોત; પણ ‘જગત મીથ્યા છે. બ્રહ્મ સત્ય છે’ એવી અવળી–ઉલટી ફીલસુફીથી આપણો સમાજ સ્થગીત થઈ ગયો – નીજકેન્દ્રી થઈ ગયો. પરદેશીઓનાં આક્રમણનો સફળતાપુર્વક સામનો આપણો સમાજ કરી શક્યો નહીં. આજના સંદર્ભમાં પણ ચાર્વાકની ભૌતીકવાદની ફીલસુફીની એટલી જ આવશ્યકતા છે. પરલોકની કલ્પના ત્યાગી, આજનું અહીંનું જીવન કેમ સ્વચ્છ, આરોગ્યપ્રદ, અભાવમુક્ત, સમરસ બને અને છેવાડાના માણસ સુધી સૌ સુવીધા અને સુખ સમાન રીતે પહોંચે તે જ આપણી નીસ્બત હોવી ઘટે. આપણે જો દુનીયાના વીકસીત દેશોની હરોળમા સ્વમાનભેર ઉભું રહેવું હોય તો ચાર્વાકની ભૌતીકવાદની ફીલસુફી આધારીત જ્ઞાન-વીજ્ઞાન અને ટેકનોલૉજીનો સમુચીત વીનીયોગ અત્યંત આવશ્ય છે, અનીવાર્ય છે.
– ગોવીન્દ મારુ – નવસારી – govindmaru@yahoo.co.in
ચાર્વાકની ભૌતીકવાદની ફીલસુફી ક્યાં ગ્રંથમાં જોવા મળશે તેનો સંદર્ભ મળે તો આપવા વિનંતી. જો તે ઉપયોગી હોય તો તેનો ઉપયોગ પણ માનવજાતના કલ્યાણ માટે કરી શકાય.
LikeLike
sundar vichaar.
LikeLike
THANKS. GOVIND BHAI.
LikeLike
ચાર્વાકની જેમ જ ભગવાન શીવનો પ્રયાસ ભારતની ભોળી પ્રજાના જીવનમાથી અને શરીરમાંથી આળસ નીક્ળી જાય તેમજ અજ્ઞાન પ્રજાના જીવનમાં સુખાકારીની જ્યોત પ્રજ્જવલીત થાય એ હેતુથી “ત્રણ ટાઈમ નાહવુ ” ……. દિવસ દરમ્યાન ૨૪ કલાક હોય એમાંથી આઠ-આઠ કલાક ના સમય ગાળામાં સ્નાન કરવાથી ફ્રેશ થઈ જવાય છે. ફ્રેશ થવાથી આળસ નીકળી જાય છે. જેથી કામ કરવામાં સ્ફુર્તિ આવે અને એક ટાઈમ ખાવાથી પણ શરીરમાંથી આળસ નીક્ળી સ્ફુર્તિ આવે છે. જેથી સામાન્ય માનવીના જીવનમાં સુખાકારી આવી શકે ……… સુખાકારી આવવાથી હોંશીયારી આવે અને હોંશીયારી આવવાથી સ્થાપીત હીતકારીઓના હીત જોખમાય.. તેથી કાશ્મીર ઘાટીમાં રહેતા ચતુર પંડીતોએ પોઠીયા પર બેસી ભગવાન શીવનો સંદેશો લાવનારના નામે પોતાની ચતુરાય વાપરી આળસુ પ્રજાને આળસુ જ રહેવા દઈને પોતાનો રોટલો ગરમ રાખવા માટે……. ભગવાન શીવનુ અમોઘ વચન ” ત્રણ ટાઈમ નાહવું અને એક ટાઈમ ખાવું ” તે ફેરવી તોડયુ અને કહ્યુ કે ” ત્રણ ટાઈમ ખાવુ એક ટાઈમ નાહવું ” આમ ધર્મનો આધાર લઈ ચતુર હોંશીયાર ઠગ લોકોએ કોરી સ્લેટ પર મન ફાવે તેમ ચિત્રણ કર્યુ અને પોતાનો સ્વાર્થ સાધ્યો…….. જે સત્ય ઘણુ કડવું સત્ય છે…….. જે ભગવાન શીવ જેવા જ ઝેરના પારખા કરી જાણે અને જરુર પડયે પી અને પચાવી જાણે………
LikeLike
ટીપુ સુલતાન કહેતો હતો કે “બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે”..
આપના આ લેખમાં ભૌતિકવાદ,ઈશ્વરવાદ અને આધ્યાત્મવાદની સારી માહિતી છે..
LikeLike
Jagyaa tyaanthi savaar
Tran time snaan karo ane ek time naaho
kon roke chhe?
LikeLike
KHAREKHAR BAHUJ SUNDAR VICHAR PRASTUT KARYO CHHE.
Ch@ndr@
LikeLike
Great ! Just Great ! I love this.
Navin Banker
LikeLike
ભૂતકાળ ઉપર અશ્રુ સારવાની અને માનીલીધેલા દોષીઓ ને ભાંડવાની કે ઘોદા મારવાની જરુર નથી.
પરિણામરુપ પરિસ્થિતી માટે એક પરિબળ કારણભૂત હોતું નથી. તેથી એવા ખ્યાલોમાં રચ્યા પચ્યા રહેવાની જરુર નથી.
મોઘલકાળસુધી ભારતદેશ નંબરવન ગણાતો હતો. યુરોપના નવયુગી પરિબળો સામે આપણી હાર થઈ. પણ આપણા ૧૦થી ૧૫ હજાર વર્ષના ઈતિહાસમાટે અને તે સિવાય પણ આ સમય ગાળો નાનો ગણાય.
કોંગ્રેસની નેતાગીરીના મૂળમાં આપણા મૂર્ધન્યોની કીર્તિલાલસા, ગરીબોની ગરીબી અને નિરક્ષરતા અને બેકારી છે. દરેક દેશે આવા કાળ જોયા છે. પણ અર્વાચીનમાં આપણા જેવો દેશ તેનો ભોગ બને અને સહન કરે તે આપણા માટે દુઃખદ જરુર છે.
પણ તેથી “શોધી ચઢાવો શૂળીએ જાડા નરને જોઈ” જેવા મનગઢંત ખ્યાલમાં સમય વેડફવાની જરુરી નથી.
જો આપણે પ્રમાણભાનની, સંબંધતાની અને પ્રાથમિકતાની પ્રજ્ઞાનો ઉપયોગ કરીશું તો દેશને ગેરમાર્ગે દોરતા અને પ્રજાને ભ્રમિત કરતા તત્વોથી બચાવી શકીશું અને દેશને પુનઃ ગૌરવને પંથે લઈ જઈ શકીશું.
LikeLike
ભારતની ધરતી પર જ અનેક ઉપયોગી વિચાર ધારા ફાલીફૂલી છે.
આ પ્રવાહોમંથી જ અનેક અનિષ્ટો પેદા થયા અને તેની સામે અવાજ
પણ સમાંયંતરે ઊઠતા સંસારમાં નવી દિશા મળતી રહી.કોઈ શક્તિ
દ્વારા સંચાલન એતો જગ જાહેર વાત છે .
જીવન સારી રીતે જીવવા જે યોગ્ય અને સૌના હિતમાં હોય એ જ
શ્રેષ્ઠ.પુરાણો શાસ્ત્રો ખરાંખોટાં સાબિત કરવાથી પરમ શક્તિને
ના કોઈ માપી શકે.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
Congratulation for your constituency of 101 journey & trying to continue discussion on different thoughts .There are many illusions for rationalism among common people.we should forget this term temporarily but atleast being educated we should bring scientific approach in our practice & not follow the old rituals & cast ism Many of are irrelevant in present world.Actually we see it is increasing now We should increase sensitisation for any deprived human being.
Again congratulation & good wishes
Ashwin Shah Kharel
LikeLike
i think you wrote good about “bhautik vaad”
and its really helpfull for human lives!!!
thanks and keep going!!!
LikeLike
માધવ કયાંય નથી મધુ વનમાં, શું એ કવિતા તમને વિહવળ નથી કરતી ? નવરાત્રી, ગણેશ ચતુર્થી, રક્ષાબંધન, અને એવા ઘણા જ તહેવારો ને હવે તમારી વાતોથી ગોળીએ દેવા જોઈએ? તમે એ માટે કેમ આગળ નથી આવતા? ભારતને નાસ્તિક્વાદ તરફ લઈ જાઓ તો પણ મોટી દેશ સેવા થશે, કેમ કે ભારત તો ધર્મના અંધકારના કળણમાં ફસાયેલો ફક્ત દેશ છે, જેને તમારા જેવા સ્વછંદી, નાસમજ, તર્કશાસ્ત્રી, તકવાદી લોકો ના કારણે જ આ દેશનુ અને દુનિયાનુ પતન થઈ રહ્યુ છે, અમેરીકા, યુરોપ અને અન્ય દેશોએ પણ પ્રભુ યીશુને ફગાવી દઈને વ્યભીચાર, ભૌતિક્વાદ, પ્રાંતવાદ, અને અન્ય વાદ વાદ જ ઉભા કરીને ફેલાવા કર્યા છે, અને એટલે જ આજે અમેરિકા, બ્રિટન અને અન્ય ખ્રિસ્તી દેશોમાં તકલીફો ઉભી થઈ રહી છે અને દુનિયાનુ રાજકારણ બદલાઈ રહ્યુ છે અને આવનારા અતિ કષ્ટ ભર્યા સમયમાં જે પરમ્પિતાની લોકોને જરુરત, છે અને રહેશે, એ લોકોની દિશાભુલ ના કરાવો. બુધ્ધ પોતે નિરીશ્વરવાદ ન હતા, પણ ઈશ્વરની શોધને બદલે એમણે નિરીશ્વરવાદ ઉભો કર્યો. લેનીન ની તો હદ્દ જ થઈ ને તમે આંખ આડે હાથ કેમ દો છો ભાઈ, જે લોકો પરમપિતાને નથી માનતા તેઓના હાલ તમે જુઓ તો વધુ સારુ. માટે ફરીથી કહુ છુ, આત્મા-પરમાત્મા વગર આ દુનિયા એક શો-કેશમાં મુકેલા રમકડાંઓની નિર્જીવ દુનિયા બની જશે. તમે જે લખો છો એ લખાવનાર આત્મબુધ્ધી છે અને જે વાંચે છે એ પણ આત્માની શક્તી છે જે મનુષ્યને સારાસાર નુ ભાન કરાવે છે નહિ કે નિરીશ્વરવાદ. કોઈ મવાલી, કે બેવડો પોતાની મેળે જ જીવશે એનો ઉધ્ધાર કોણ કરશે, તર્કવાદ કે પરમાત્મા. મારો લેખ, www.http://rajeshpadaya.wordpress.com પર આત્માઓના પ્રકાર વાંચી જુઓ..તમને કામ આવશે. ભુ.ચુ.મા….જય યીશુ પ્રભુની….
LikeLike
શ્રી રાજેશભાઇ, આપના પ્રતિભાવમાં ક્યાંક ક્ષતિ રહી ગયેલ જણાય છે, એક બાજુ લખ્યું છે કે “ભારતને નાસ્તિક્વાદ તરફ લઈ જાઓ તો પણ મોટી દેશ સેવા થશે, કેમ કે ભારત તો ધર્મના અંધકારના કળણમાં ફસાયેલો ફક્ત દેશ છે,” અને ત્યાર બાદ લખ્યું કે “તમારા જેવા સ્વછંદી, નાસમજ, તર્કશાસ્ત્રી, તકવાદી લોકો ના કારણે જ આ દેશનુ અને દુનિયાનુ પતન થઈ રહ્યુ છે,” આ તો હું ગોટે ચડ્યો !!! સાચું શું માનવું? લેખકનાં વિચારનાં વખાણ કરવા કે વિરોધ કરવો ??
બીજું કે તમામ ધર્મ અને વિચારોને તટસ્થતાપૂર્વક આ ભારતીય સંસ્કૃતિએ આવકાર્યા છે. અને આ સંસ્કૃતિનો પાયો એટલો નબળો પણ નથી કે તેને ટકાવવા માટે કોઇ બાહ્ય ટેકાની જરૂર પડે. હા કદાચ ખ્રિસ્તી દેશોમાં એ સાચું હશે, પરંતુ અહીં તો લગભગ ૮૦૦ વર્ષની પરતંત્રતા પણ જેનો નાશ નથી કરી શકી એ સંસ્કૃતિ છે, જેમાં લેખમાં ઉલ્લેખાયેલ ’ચાર્વાક’ને પણ ઋષિનું બિરૂદ અપાયું અને તેમના મત ને પણ સન્માન અપાયું છે. હા કોઇક લેભાગુ સંપ્રદાયો, સ્વલાભ માટે ધતિંગો ચલાવતા કહેવાતા ધાર્મિક આગેવાનો વગેરે કરતા આ ભૌતિકવાદીઓ વધુ પ્રમાણિક તો છે જ. અને આમે ધર્મ એ સૌની અંગત માન્યતાનો વિષય છે, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આપણી સંસ્કૃતિમાં ફ્ક્ત મારા ધર્મનો હોય તો જ કે ધર્માંતરણ કરો તો જ મદદ કરવાની સંકુચિતવૃતી ક્યારેય રહી નથી. પછી તે આસ્તિક હોય નાસ્તિક હોય કે કોઇ પણ વાદી હોય. અને મનુષ્ય પોતાનો ઉધ્ધાર પોતાની જાતે જ કરી શકે છે, તે માટે તેણે કોઇની રાહ જોવાની જરૂર નથી, એવું આપણું (હિન્દુ જ નહીં, બૌધ્ધ સહિત ઘણાં ધર્મોનો જેમાં સમાવેશ થાય છે તે) ભારતીય દર્શન કહે છે.
આભાર.
LikeLike
DAMBHE SHAKTI KALAU YUGE
SUNDAR VICHARO CHHE.
LikeLike
શ્રી ગોવિંદ ભાઈ
આપનો સુંદર લેખ વાંચ્યો ! આ દેશ પાસે અનેક સિધ્ધિઓ હતી તેની ગુણ ગાન ગાતાં મોટાભાગના લોકો ધરાતા નથી ! આ સિધ્ધિઓ ક્યાં ગઈ કોના થકી આ સર્વે ગુમાવ્યું તે વિષે પણ મોટાભાગના લોકોને જાણવાની આવશ્યકતા જણાતી નથી.માત્ર ભવ્ય ભૂતકાળને વાગોળી આત્મશ્ર્લાઘામાં રાચી રહેલા આપણે હકિકતે તો ઋષી પ્રથાના અંત પછી ગૂરુ પ્રથાના ભોગ બન્યા અને ગુરૂઓએ આપણી સિધ્ધિઓને પોતાના ચમત્કાર ગણાવી પોતાની પ્રતિભાથી સામન્ય લોકોને પ્રભાવિત કર્યા કે લોકો પણ તે દાવો સ્વીકારતા બન્યા અને આપણી સિધ્ધિઓ કાળક્ર્મે વીસરાય ગઈ. આપની વાત સાથે હું સહમત છું કે ભૌતિક સુખ મેળવનારા અથવા તેમાં માનનારા દંભી નથી પણ નિખાલસ અને પ્રામાણિક છે. તે જેવા છે તેવા જ દેખાય છે ! અને એક વાત તે પણ નક્કી છે કે જ્યા સુધી વ્યક્તિ ભૌતિક સુખથી ધરાય ના જાય ત્યાં સુધી તે ભગવાન ના ભજી શકે ! ભૂખ્યા ભક્તિ ના ચડે તે અમ્સ્તું તો નહિ જ કહેવાયું હોય ને ? બાકી પશ્ચીમના દેશોની તેમની સંસ્કૃતિની ટીકા કરવી તે તો આપણાં લોકો માટે ફેશન બની ચૂકી છે પછી ભલેને તે પણ પોતાના રોજ બરોજના જીવનમાં તેનું આંધળુ અનુકરણ કરતા હોય ! દંભ ઉપરાંત ગંદ્કી-ગીર્દી અને ઘોંઘાટ આપણી સંસ્કૃતિના પર્યાય્ બની રહ્યા છે ! અને જે માટે આ કહેવાતા ધાર્મિકોએ ક્યારે ય તે નાબુદ કરવા લોકોને પ્રેરણા કે આદેશ આપ્યા હોય તેવું જાણ્યું નથી ! મંદિરો અને જે સ્થળોએ કથા વાર્તા કે વ્યાખ્યાનો યોજાતા હોય તે તમામ સ્થ્ળો જાણે આ માટેના આદર્શ સ્થળો બની રહ્યા છે ! આ વિષે ઘણું લખી શકાય પણ અહિ અટકું છું ! અસ્તુ !
સ-સ્નેહ
અરવિંદ
LikeLike
It is a good article to read . It is full of truths. We all desire materil life. It is a human nature. Be truthful in life. Everything is good within limits.
Thanks,
Pradeep H. Desai
Indianapolis,IN,USA
LikeLike
Thought provoking article.
Sudhir Patel.
LikeLike
માનવીને તેનું જીવન માત્ર એક જ વાર મળે છે – તો તેણે તેની જીન્દગી એવી રીતે જીવવી જોઈએ કે તે મરતાં મરતાં સંતોષપુર્વક કહી શકે કે ‘મેં મારું સમગ્ર જીવન ઉદાત્તમાં ઉદાત્ત ધ્યેય પાછળ ખર્ચ્યું છે – અને તે છે સમસ્ત માનવજાતની મુક્તી’
–લેનીન………..
Govindbhai Enjoyed this 101th Post of your Blog !…which began with the words of Lincoln !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Govindbhai..I know you must be reading the Posts of Chandrapukar…but lately no visiits with your comments…Inviting you for the Posts on MITRATA..( Vijay Shah & Suresh Jani )…Hope to see you !
LikeLike
શ્રી. ગોવીંદભાઇ,
તમારો આ લેખ વાંચી મને આશ્ચર્ય થયું.કારણ તમે તો વિવેક યુકત વિચારના( Rational Thinking) હિમાયતી છો.જો ભૌતિકવાદ જ શ્રેષ્ઠ હોય તો તમારા જ કહેવા પ્રમાણે લેનીને તેનો ત્યાગ શું કામ કર્યો ? બુદ્ધે પણ રાજયની લાલસા છોડી પત્નિ ,પુત્ર અને રાજયનો ત્યાગ શું કામ કર્યો ? મારી સમજ પ્રમાણે બુદ્ધને નીરીશ્વરવાદી ન કહી શકાય કારણ કે તેઓ જયારે સમજયાં કે કુદરતના કોઇ અકળ નિયમાનુસાર પ્રાણી માત્રને જરા,વ્યાધિ અને મૃત્યુની પીડા સહન કરવી જ પડે છે. અને તેને વેઠવાની શકિત મેળવવા , મનને ભૌતિક વૃત્તિઓથી દૂર રાખીએ તો જ આ પીડાઓ હળવી કરી શકાય છે. કેવળ કુદરત, ઇશ્વર કે ભગવાન જે કહો તેના ઉપર છોડી દેવાથી કાંઇ વળતું નથી. વળી ભૌતિકવાદની વ્યાખ્યા તમે “જગત સત્ય અને બ્રહ્મ મિથ્યા” એવી કરી છે. પરંતુ સત્ય એટલે શું અને મિથ્યા એટલે શું એ નથી સમજાવ્યું. વિવેક યુકત વિચાર માટે સૌ પ્રથમ જે વિષયની ચર્ચા કરવાની હોય તેની વ્યાખ્યા આપવી ખૂબ જરુરી છે. આ વ્યખ્યા જ તે વિષયની ચકાસણી માટે માપ દંડનું કામ કરે છે. તમારી દ્રષ્ટિએ સત્ય એટલે શું એ પહેલા કહો તો “જગત સત્ય અને બ્રહ્મ મિથ્યા” એ વિધાન સાચું છે કે ખોટું છે એનો નિર્ણય લઇ શકાય. વળી તમે એમ પણ કહયું કે ચારવાકે તત્કાલીન વિચારસરણીનું ખંડન કર્યું. અને તેનું વેર વાળવા બ્રાહ્મણો પુરોહિતો અને ક્ષત્રિઓએ ચારવાકના પુસ્તકો નાશ કર્યાં. આમાં ક્ષત્રિઓએ સાથી ભાગ લીધો હશે ? ક્ષત્રિઓતો ભૌતિકવાદી હતા. ચરવાકે વેદો અને ઉપનિષદોનું ખંડન કરવા જે પુરાવા આપ્યા તેમાંના એક બે પુરાવાનો તમે ઉલ્લેખ કર્યો હોત તો સમજવામાં સરળતા થાત.
તમે ગંધીજી અને વિવેકાનંદને ભૌતિકવાદી કે અધ્યાત્મવાદી કે નૈતિક શું કહેશો ? તેઓ બન્ને ઇશ્વરમાં અને આત્મમાં પણ માનતા જ હતા તે બેઉએ લેનીન અને બુદ્ધની જેમ ભૌતિકવાદનો ત્યાગ કર્યો હતો છતાં તેમને કોઇ અનૈતિક તો નહીં જ કહી શકે ને? આઇનસ્ટાઇનના “ god does not throw dice” એ વિધાનમાં એ ઇશ્વરમાં માનતા હતા એમ પુરવાર કરે છે. મારી દ્રષ્ટિએ ભૌતિકતા, આધ્યાત્મિકતા, ધાર્મિકતા,નૈતિકતા આ બધા અંગોનું આપણા જીવનમાં સમતોલ સ્થાન હોવું જોઇએ અને આપણે જીવન દરમીયાન મનને એવી કેળવણી આપી આપણો જીવન પથ ઘડતાં ઘડતાં આગળ વધવું જોઇએ. આને જ બૌદ્ધ ધર્મીઓ સમ્યક વિચાર કે સમ્યક જ્ઞાનકહે છે. સત્ય તો ઐ છે કે.
” મન: એવ મનુષ્યાણામ્ કારણં બંધ મોક્ષયો ”
તમે એટલું તો માનતા જ હશો કે આ સૃષ્ટિનું સર્જન કોઇ વ્યકિતએ નથી કર્યું તો આ કર્યું કોણે ? આ અંગે ચારવાક શું કહે છે ?
LikeLike
aabhara
LikeLike