નમ્ર નીવેદન

વહાલા વાચકમીત્રો,

પહેલી જ વાર આપ સૌને હું આમ સમ્બોધી રહ્યો છું..

આપ સૌના સ્નેહથી મારા અભીવ્યક્તી બ્લોગ https://govindmaru.com/ ની મજલ સુવાંગ ચાલી રહી છે. તે માટે આપ સૌને જેટલા ધન્યવાદ આપું તેટલા ઓછા.. વાચકોને સ–સ્નેહ સલામ…!

કેટલાક ઉત્સાહી વાચકો વળી, માત્ર વાંચે એટલું જ નહીં; અંદરનું લખાણ ઉપાડી મીત્રોને તેની લહાણી કરવાનો પણ ભારે ઉમળકો ધરાવે. બહુ સારી વાત છે. સાચે જ તેઓ પરોપકારી મધુમખ્ખીનું કામ કરે છે. ઉપકાર અને આભાર.. રૅશનલવીચારો લોકોને ગમે અને આમ જ તે વહેંચાતા–વંચાતા રહે તેમાં કશું ખોટું નથી. તે જ તો તેનો હેતુ છે ! તેવા પરોપકારી મીત્રો માટે જ આ એક વીનન્તી છે.. કે લખાણ ભલે ઉઠાવો ને મીત્રોને મોકલો; પણ નીચે લેખક અંગેની જે વીગતો મુકી હોય તે પણ પુરેપુરી ઉઠાવીને બ્લોગના સૌજન્ય સ્વીકારીને મીત્રોને મોકલો. પુરો યશ લેખકને મળવો જોઈએ.. જેથી એ લખાણ પોતાના બ્લોગ ઉપર પણ કોઈ મુકે તો તે આ માહીતી પણ મુકવા પ્રેરાય..

આવી ભુલને કારણે હાલ બ્લોગ મીડીયા અને પ્રીન્ટ મીડીયા બન્નેના જરા જુદા જ અનુભવો મને થયા તેથી આ લખવા પ્રેરાયો છું. કોઈ માટે મારા મનમાં ક–ભાવ નથી. કોઈની માનહાની કરવાનોય ઈરાદો નથી.

મારા બ્લોગમાંની કોઈ પણ સામગ્રી કોઈને પણ ઉઠાવવાની પ્રેમભરી છુટ છે.

હવે અનુભવની વાત….

તા. 11/09/2009ના દીને મારા બ્લોગ પર મેં શ્રી દીનેશ પાંચાલનો એક લેખ જીવતી માનું શ્રાદ્ધપ્રગટ કરેલો.. લગભગ સવા–દોઢ ડઝન જેટલા બ્લોગમાં તે બેઠ્ઠો જ પ્રગટ થયો ! તેમાં કશું ખોટું નથી. પણ ખોટું ક્યાં થયું કે લેખ નીચે મેં લેખકની જે માહીતી આપેલી તે તેમણે નહીં મુકેલી. મારા બે સ્નેહી મીત્રોએ મને ખબર આપી. મેં સૌને મેઈલ લખી પ્રેમથી. તે પૈકી મોટાભાગના મીત્રોએ તે ભુલ સુધારી લીધી. કેટલાકે લેખકને ફોન કરી, ક્ષમા માગી. તે સૌ બ્લોગર મીત્રોને  લેખકના અને મારા પણ ખુબ અભીનન્દન અને આભાર..

સુરતથી નીકળતા એક જ્ઞાતી પુરતા મર્યાદીત માસીકના ફેબ્રુઆરી 2010ના અંકમાં તો તે લેખ બેઠ્ઠો જ પ્રકાશીત થયો અને વળી મુળ લેખકના નામનો ઉલ્લેખ કે આભારના સૌજન્યની તો ઐસી કી તૈસી કરી; અમેરીકામાં વસતાં તે જ જ્ઞાતીના એક દમ્પતીએ તે પોતાને નામે ચડાવી છપાવી માર્યો ! અમે સ્નેહથી આ વાત તે માસીકના તંત્રીશ્રીના ધ્યાને આણી. તેમણે આગામી માર્ચના અંકમાં તે ભુલ સુધારી લેવાની ખાતરી આપી તેમણે પણ લેખકને ફોન કરી ક્ષમા માગી. તેમનો બચાવ એટલો કે આ લેખ મારા મીત્રે મને મેલથી મોકલેલો ને તે આટલો જ હતો ! સમજાયું મીત્રો ?

મારી ફીકર–નીસ્બત એટલી જ છે કે લખાણનો યશ લેખકને મળવો જ જોઈએ. આપણે એમને કશો પુરસ્કાર ન આપી શકીએ; પણ આ તો આપણા હાથની વાત છે ! અને હું લેખકની પરવાનગી લઉં, તેમને પ્રુફ પણ વંચાવું, તેમનાં નામ–સરનામાંની ઝીણીઝીણી વીગત મેળવું, તે લેખ પહેલાં ક્યાં છપાયો તેની વીગત અને તેનો પણ આભાર માનું છું.. મારી કોઈ પણ પોસ્ટ તમે ચૅક કરી શકો. તો મારા આટલા પરીશ્રમ માટે મને ‘આ લેખ https://govindmaru.com/ પરથી લીધો છે’ એટલું લખી નાનકડું પ્રારીશ્રમીક પણ તમે મને નહીં આપશો ? સુજ્ઞેષુ કીમ્ બહુના !

તે સૌ બ્લોગર મીત્રોને મેં લખેલા પત્રની નકલ આ સાથે મુકું છુઃ—

વહાલા બ્લૉગર મીત્ર,

મારા બ્લૉગ https://govindmaru.com/ પર મુકવામાં આવતી સઘળી પોસ્ટના લેખકની હું પુર્વ પરવાનગી મેળવું છું. તે મળ્યા પછી તેમનાં લખાણ સાથે તેમનું પુરું નામ, સરનામું, ફોન નંબર, ઈ–મેઈલ આઈડી પણ આપું છું. એટલું જ નહીં જે અખબાર કે સામયીકમાં તે લેખ કે ચર્ચાપત્ર  પ્રસીદ્ધ થયો હોય તો તે અખબાર કે સામયીકનું અને લેખકનું સૌજન્ય સ્વીકારવાનું સૌજન્ય પણ હું સાભાર દાખવું છું.

આપે મારા બ્લૉગ ઉપરથી જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો’ પોસ્ટ ઉઠાવી આપના બ્લૉગ ઉપર  મુકી તે મારે માટે, મારા બ્લૉગ માટે અને લેખક માટે પણ ગૌરવ અને આનંદની ઘટના છે; કારણ આપણો મકસદ સારા વીચારો વહેંચાય, વંચાય અને અનુસરાય તે જ છે. પરંતુ મીત્ર, ખેદ સાથે કહું કે તેમાં આપે ન તો મારી પરવાનગી લીધી, ન તો લેખકની અનુમતી માંગી કે ન તો મારા બ્લૉગનું સૌજન્ય સ્વીકારવાની સજ્જનતા દાખવી !

આપે લેખ મુકતાં પહેલાં મારી કે લેખકની અનુમતી મેળવવાની જરુર હતી એમ આપને નથી લાગતું? હું આપને કંઈ ના થોડો જ કહેવાનો હતો? બલકે લેખકશ્રીની પરવાનગી પણ હું આપને ઉમંગથી મેળવી આપત..!

ચાલો જે થયું તે.. મારી આપને વીનંતી કે આપ મારા બ્લોગ પરના જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો’‏ લેખની નીચે મેં જે જે સૌજન્યો દાખવ્યાં છે તે તથા લેખક અંગેનીય સઘળી માહીતી સહીત પુરેપુરાં દાખવો–દર્શાવો. આ પ્રમાણે –

લેખક – શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી396445 ફોન: 02637– 242 098 સેલફોન: 94281 60508 ગોવીન્દ મારુના ‘અભીવ્યક્તી’ બ્લૉગ https://govindmaru.com/ પરથી સાભાર…

બસ આટલું જ. ભવીષ્યે પણ કોઈ પોસ્ટ તમને ગમે તો પુરી સૌજન્ય સામગ્રી સહીત તે લેખ મુકશો.. અને જો આ તમને માન્ય નહીં હોય તો સત્વરે જ આ મેઈલ મળતાં તમારા બ્લૉગ પરથી તે લેખ હટાવી લેશો એવી તાકીદ હું આપને કરી શકું ?.. આ હું આપના પ્રતી સદ્ ભાવથી લખી રહ્યો છું; પણ આ વીનંતીને આપ હળવી રીતે ન લેશો. મારા બ્લોગ ઉપર મેં કૉપીરાઈટ અંગેની સુચનાયે મુકી છે તે જોવા વીનંતી..

આપણ સૌ બ્લૉગરો પરસ્પર સ્નેહ, સહકાર અને સમજદારીથી સ–આદર વ્યવહાર કરીશું તો ગુજરાતી ભાષા અને સમાજની સારી સેવા થઈ શકશે એવી પ્રતીતીથી હું લખી રહ્યો છું અને તેવા જ સ્પીરીટથી તમે આ વાત સ્વીકારો એવી અપેક્ષા રાખું છું.. મને તમારો જવાબ જરુર લખજો

આપનો સ–સનેહ,

ગોવીન્દ મારુ

બસ, મારી આટલી જ આપ સૌને વીનંતી..

મને આ અંગેની માહીતી આપનાર મારા બે દીલાવર દોસ્તોનો હું દીલથી આભાર માનું છું..

ગોવીન્દ મારુ

6 March, 2010

23 Comments

 1. Dear Govindbhai,

  You are very right, the credit for good article shall go obviously to the author, and if not, its our responsibility to get their attention towards the fact that name of the author and link to the original article is a must.

  I have seen many of your articles in mails, without author name, and quite a few with author name and with reference even, which is good to note. I hope it establishes as a practice.

  Your blog is having a mark of its own nature, expression and thoughts, and literature of this kind is obviously going to spread past borders of thoughts and any -lism. Many congrats and keep up the good work

  Regards,

  Like

 2. dear sir,
  today i read your mail, and open my eye. i am also some time cut your mail and best send to my circle. so i am so sorry, in future i can’t send your mail without your permission or if i send, i send full mail to others.

  from: girish

  Like

 3. શ્રી ગોવિંદભાઈ,

  આપની વાત સાચી છે, ઘણા લોકો આખી પોસ્ટ ઉઠાવીને માત્ર લેખકના નામ અને તેની વિગત દુર કરીને પોતાના બ્લોગ ઉપર કે ઈમેઈલ દ્વારા મોકલી દેતા હોય છે. જેને આ રીતે પોતાને ગમતા વિચારોનો ફેલાવો કરવો હોય તે જરૂર કરી શકે અને સારા વિચારો પ્રસરાવવા માટે તો તે રજુ કરવામાં આવ્યા હોય છે પણ તે વખતે મુળ લેખકની વિગત અથવા તો જે બ્લોગ ઉપરથી લીધી હોય તે અચુક મુકવી જોઈએ. હવે તો આપ PDF ફાઈલ પણ તૈયાર કરીને આપો છો તો તે ફાઈલ આપની પાસેથી માંગીને મુકવી જોઈએ. આવી રીતે કોઈકના વિચારો પોતાના નામે ચડાવી દેવા તે યોગ્ય નથી જ.

  Like

 4. ગીરીશભાઇ, આપને અભિનંદન! દેર આયે દુરસ્ત આયે.

  ગોવિંદભાઇ, આપને અનેકાનેક અભિનંદન!!! આપે ભુલા પડેલાને સાચા રસ્તે વાળ્યા! ખાનદાન સજ્જનને છાજે તેવું ઔદાર્ય !

  Like

 5. આપના બ્લોગ પર પ્રકાશિત થતા લેખો આંખો ખોલનારા હોય છે.સમાજ સુધી પહોચે તે જરુરી છે.પણ લેખકનું નામ ન લખવુ તે તો અન્યાય જ છે..લખાણની નકલ કરીને પોતાના બ્લોગમાં નામ વગર ચડાવી દે તે લોકોમાં અક્ક્લના હોય…ઘોડા અને ગધેડાની વાર્તા જેવુ છે કે ” નકલમાં અકલ ના હોય”

  ભુરીયા દ્વારકાવાળાના બ્લોગ પર આ વાર્તા વાંચી શકો છો..

  http://gujarat6bhai.wordpress.com/2010/01/02/%E0%AA%A8%E0%AA%95%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%95%E0%AA%B2-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AF/

  Like

 6. the intention for forwarding your article is in limited friends only. however your feelings are honoured and will be taken care in future.

  Like

 7. આત્મનિરિક્ષણ કરવું જોઇએ કે ઉઠાંતરી કરુ છું તો મારામાં અનૈતિકના, અપ્રમાણીકતા નો અભાવ છે અને ચોરી બેવફાઈની વત્તિ બધુ છે. મારી ઝઝલ બીજા બ્લોગ્માં જોઇ મને આશ્ચર્ય થયુ કે અહી કેમ આવી ? તેમના બ્લોગમાં ઘણા કવિઓની નામ વિના રચના હતી ઉપરાંત તેઓ પોતાને ધાર્મિક દેખાડવામાં ગૌરવ માનતા હતા.

  Like

 8. vahla govindbhai,
  tamari vat bikul sachi chhe. jenu chhe teno swikar thvoj joea.
  aabhar,
  nikunj desai

  Like

 9. બ્લોગ પરનું કોઈ લખાણ કોઈને ગમે અને અન્યને મોકલે તે તો લેખક અને બ્લોગરની સફળતા જ ગણાય…પરંતું એ ક્યાંથી લેવાયું અને તેના લેખક–બ્લોગર કોણ છે તે વિશે પણ ઉલ્લેખ કરવાનું સૌજન્ય દાખવવું જોઈએ..જો માણસ હોઈએ..!
  ગોવિંદભાઈ, આખી વાત તમે ખૂબ નમ્રતાપૂર્વક કહી તે બહુ ગમ્યું.

  Like

 10. tamara lekh ma saaro sandosho chhe,,,,,
  sachej lekhak nu naam to hovuj joie,,,,,
  amuk vakhate evu bane chhe ke mokalnaare lekhak nu naam lakhkhelu hoi chhe parantu tyaar baad je beeja loko
  tene forward karta hoi chhe teo naam delite karene mokalta hoi chhe….. ashaa chhe ke tamaro sandesho
  badhane malijaai……

  Ch@ndr@

  Like

 11. ‘Copy’ & ‘Paste’ એક પ્રદુષણ છે બ્લોગ વિશ્વનું. એ ફેલાતું જ જાય છે. મારી એક-બે વાર્તાઓ પણ એનો ભોગ બની. ઊંઠાતરીમાં ગણતરી નથી હોતી! દલા તરવાડી જેવું છે.
  મા. વિનયભાઇ ખત્રી જેવા બ્લોગ/નેટ જગતમાં વિરલાઓ છે કે જેઓ આવા ઊઠાવગિરો પર પોતાનો સમયનો ભોગ આપી ‘વોચ’ રાખે છે. એટલું જ નહિ, પણ એઓને ચિમકી/ચેતવણી પણ આપે.
  લાગે છે બ્લોગસંહિતા બનાવવાની તાતી જરૂરિયાત છે. બિલાડીના ટોપની માફક બ્લોગ ધડાધડ ઊગી રહ્યા છે. એવા સમયે આ કપરું કાર્ય છે.
  સાહિત્યનો પ્રસાર થાય ત્યારે મુળ લેખક/લેખિકાનો ઉલ્લેખ અવશ્ય થવો જ જોઈએ.
  બ્લોગમાં મૌલિકતાનું મહત્વ ઘટી રહ્યું છે.
  ત્યારે ક્યારેક થાય કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ?
  સર્વને સદબુધ્ધિ મળે એ જ પ્રાર્થના.

  Like

 12. This is to address all bloggers, an apeal from Gujarati Writers Association (Gujarati Lekhak Mandal). This issue of maintaining minimum rights of a writer on cyber space is becoming vocal lately. GLM is aware of the issue, some of the members have brought this to our notice as well.

  For your info, GLM is an established (since 1993) body of practicing writers working for their rights, interesrs and respect in society. There are more than 500 members associated with it. Till now it has intervened and helped solve many cases of copyright breach, non-payments according to contract and other disputes in print, pulication and electronic media (TV-Video-Cinema). Because there are laid out rules, regulations and standard practices to refer to.

  But here in Blog-sphere, there are no such laws and practices to refer to. GLM wants to help writers in retaining their right over their original creation, even in this Blog field. GLM intend to work on this endeavour. It will take time to work out formula and get bloggers register with this system and association.

  But meanwhile we welcome suggestions from actual users of this Blog field, on building such a system. You may write to us on below given email i.d. forwarding your thoughts on…
  1. What are the problems of Bloggers
  2. What are the problem of retaining permission of original writer, if you want to use his/her write-up
  3. How many bloggers according to you indulge in using other writers creation w/o permission and due credit
  4. What could be the method of tracking down such violators of copyrights and how could they be contained
  5. Are you ready to support a system, where such violators get blacklisted on all blogs. (if GLM forwards you the case and names, would you project it on your blog?)
  6. ould you support a suggestion that blog operator shall pay some token amount for each creation he/she uses of other writers? is it viable on blogs?

  Many such issues are to be tackled. Better we start now before the issue becomes un-controllable. Please feel free to provide any kind of information useful in involving ‘bloggers as writers’ themselves, too. Gujarati Lekhak Mandal has a broad defination of who is a writer, “A person who writes is a writer” (Lakhe te Lekhak). Also geogrophically, any body – living anywhere- who writes in Gujarati could become member or anybody who writes in any language but resides in Gujarat can become a member with GLM. We are open minded to accomodate bloggers, if it can benefit the writers and writting in general.

  – Kiran Trivedi, Secretary – Guj Lekhak Mandal, Ahmedabad
  Email : kirantrivedi.kt@gmail.com
  Mo : 09227234815

  Like

 13. આપને યાદ શાયદ હશે કે નહિ પરંતુ આ વિષય પર એક ચર્ચા મેં થોડા મહિના પહેલાં ઉપાડી ત્યારે આગેવાન બ્લોગ મિત્રો તથા વાચકોએ ખૂબ ચર્ચા કરી હતી.મારો કોઇ બ્લોગ નથી પરંતુ હું વાચક ભાવક અને લેખક છુ. આ વાત વચ્ચે જ અટકેલી પરંતુ મહદ અંશે લેખકની સંમતિ અને નામ સાથે અનુમતિ લેવી તેવો પ્રધાનસૂર હતો.મારી વાતમાં તો પારિશ્રમિકની પણ વાત હતી જે એક બુઝર્ગ લેખક કે જે બ્લોગ અને ઇંટરનેટ વિશ્વથી અજાણ હતા તેમના તરફથી મેં ઉપાડી હતી. તમારી વાત વાંચ્યા પછી થાય છે કે શું એ વાતો પોથીમાંના રીંગણા તો નહિ હોય્.હા ઘણા સતર્ક મિત્રો અને પ્રતિષ્ઠિત બ્લોગકાર પણ છે.લેખક મંડળે (અમદાવાદ)હજી આ વિષય લીધાનું યાદ નથી.ત્યાં મોટા ભાગે કોલમનિષ્ટોની વાતો વધુ હોય છે.

  Like

 14. March 7, 2010 at 4:52 am | #9
  Reply | Quote

  Your comment is awaiting moderation.

  Yashvantbhai…….COPYMAN….(& also COPYWOMAN) were there before the COMPUTER AGE….it is now more evident on the INTERNET……One can copy/paste provided the ORIGINAL WRITER of that is RECOGNISED with his/her NAME on that Post.
  Just my view !………Who wants legal battle ? Short of that, one can make FRIENDLY REMINDER to that person of the ORIGINAL AUTHORof that Article or that Poem !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Yashvantbhai…Hoping to see you on my Blog !

  Dear Govindbhai…..I just visited the Blog of Yashvantbhai & read Apost on COPYMAN & posted the above comment.
  Since your Post wason the same Topic….I had copy/pasted it here……I hope you do not mind that !
  You had handled your situation VERY WELL with a SOFTER WAY …..& apologies followed !
  Nice Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Govindbhai Thanks fotout recen visit/comment on my Blog !

  Like

 15. સારા લેખની સમૃધ્ધિ વધે અને જેના થકી આ દીપ પ્રગટ્યો અજવાળું મળ્યું તેનો

  આભાર ના માનવો અને હું વરની ફોઈ થઈને ફરવું ,કેટલું વ્યાજબી?

  ચાલો સદ બુધ્ધી કેળવીએ અને જવાબદારી નીભાવીએ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 16. it good for all reader to get this probam, but if by any way it good to read good atical from you.

  Like

 17. ગોવિંદભાઈ, તમારું આ નિવેદન યોગ્ય જ છે. આ વિશે ગુજરાતી બ્લોગવિશ્વ વધુ જાગૃત બને તેવા તમામ પ્રયાસો આવકાર્ય છે. આપ સહુના પ્રયત્નોથી લેખક કે કવિની ગરિમા જળવાય, બ્લોગરોના મૌલિક કે સંપાદિત પ્રદાનની યથોચિત નોંધ લેવાય, નિયમો જાળવી અને સુચારુ સંપાદન કરનાર બ્લોગરોને કૉપિરાઈટ બાબતે મુશ્કેલી ના થાય, નેટપર ભાષાનો ફેલાવો થાય અને આ બધું એક સુવ્યવસ્થિત અંગત સમજણ સાથે બ્લોગજગતના નિયંત્રિત કૉડ ઑફ કન્ડક્ટથી જળવાય એવું બનશે એમ લાગે છે.

  ગુજરાતી લેખક મંડળ પણ હવે આ બાબતે વિચારે છે એ સારી વાત છે.

  Like

 18. ગોવીંદભાઇ… હું આપની સાથે સંમત છું…લેખકને એની રચનાનો શ્રેય મળવો જોઇએ…

  Like

 19. સાવ સાચી વાત..આવા અનુભવો મારી..તમારી જેમ અનેકને થતા રહે છે..ત્યારે સમયસરની સરસ રીતે અપાયેલી સૂચના ગમી…

  Like

 20. મુકુલ વોરા
  Your comment is awaiting moderation.
  ઈશ્વર, ધર્મ, ધાર્મિકતા, વિજ્ઞાન વિષે ડો. જે.જે. રાવલ, (ડાયરેક્ટર, નેહરુ સેન્ટર, મુંબઈ) નો લેખ (લક્ષ્મી, સરસ્વતી ને ઈશ્વર) મુંબઈથી પ્રકાશિત થતા ‘જન્મભૂમિ પ્રવાસી’ ના રવિવાર, ૨૮ નવેમ્બરના અંકની સાપ્તાહિક પૂર્તિ ‘મધુવન’ના પાંચમા પાના પર છપાયો છે. આ બ્લોગ-પરિવારના દરેક સદસ્યને એ લેખ વાંચવા ભારપૂર્વક ભલામણ કરું છું.
  જન્મભૂમિ પ્રવાસીના ઈ-પેપર ની લિન્ક આ છે: http://www.janmabhoominewspapers.com/Pravasi/ePaper.aspx

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s