અંધશ્રદ્ધાના મુળમાં આપણી અજ્ઞાનતા

પશ્ચીમના વીકસીત દેશો વૈજ્ઞાનીક શોધખોળો અને ટૅકનોલોજીનો ઉપયોગ કરી, માનવજીવનને વધારે સુખસગવડભર્યું બનાવે એવાં જીવનોપયોગી સાધનોનું સંશોધન કરી રહ્યા છે; જ્યારે આપણે એકવીસમી સદીમાં પણ મંત્ર–તંત્ર, ભુત–પ્રેત, હોમ–હવન અને મીથ્યા કર્મકાંડોમાં આપણો સમય, શક્તી, બુદ્ધી અને નાણાં બધું જ બરબાદ કરી રહ્યા છીએ.

પશ્ચીમના દેશો રોજ નવાં ‘યંત્રો’ બજારમાં મુકે છે અને આપણે રોજ નવાં ‘મંત્રો’ બજારમાં મુકીએ છીએ ! આપણે ત્યાં વીંછી ઉતારવાનો મંત્ર, સાપ ઉતારવાનો મંત્ર, કમળો ઉતારવાનો મંત્ર, મરડ–મોચ ઉતારવાનો મંત્ર, સફળ થવાનો મંત્ર, વશીકરણનો મંત્ર, વરસાદ લાવવાનો મંત્ર, ગૃહશાંતી સ્થાપવાનો મંત્ર, પનોતી ટાળવાનો મંત્ર, સંતાન પ્રાપ્તી માટેનો મંત્ર, માણસનો કોઈ પણ રોગ મટાડી દેવાનો મંત્ર અને માણસને પતાવી દેવા સુધીનો મંત્ર પણ મળી રહે છે !

કોઈ ડૉક્ટર આપણા શરીરમાંથી બગડી ગયેલ કીડની કાઢી નાખે ત્યારે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ બાવો તેના હાથમાંથી કંકુ કે ભસ્મ કાઢે ત્યારે તે આપણને ચમત્કાર લાગે છે ! મોબાઈલ ફોનનું એક બટન દબાવી અમેરીકામાં રહેતા આપણા સ્વજન સાથે આપણે વાત કરી શકીએ છીએ તે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ પાખંડી અતીન્દ્રીય(ટેલીપથી) સંદેશા દ્વારા વાત કર્યાનો દંભ કરે ત્યારે એ આપણને ચમત્કાર લાગે છે ! કોઈ ઓર્થોપેડીક સર્જન આપણાં ભાગી ગયેલાં હાડકાંને જોડી આપણને દોડતાં કરી આપે ત્યારે તે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ તાંત્રીક અભીમંત્રીત દોરો બાંધીને આપણને સાજા કરવાનો મીથ્યા પ્રચાર કરે ત્યારે તે આપણને ચમત્કાર લાગે છે ! કમળાની રસી શોધનાર વીજ્ઞાની આપણને ચમત્કારીક માણસ નથી લાગતો; કમળો મટાડવા માટે મંત્રેલા દાળીયા આપનારો ઢોંગી આપણને ચમત્કારીક માણસ લાગે છે !

આજે વૈજ્ઞાનીક યુગમાં પણ ચમત્કાર, પરકાયા પ્રવેશ, ડાકણ અને મેલીવીદ્યાના નામે હજારો માણસોનુ માનસીક, શારીરીક અને આર્થીક શોષણ થતું રહે છે. કુળદેવીને રીઝવવાના નામે કેટલાંયે પશુઓ અને કુમળાં બાળકોના બલી ચડાવી દેવામાં આવે છે. વળગાડ, પ્રેતાત્મા અને ડાકણના નામે આપણા દેશમાં કેટલીય સ્ત્રીઓના ભોગ લેવામાં આવ્યા છે. દુનીયામાં ‘વળગાડ’ નામની કોઈ ચીજ જ અસ્તીતવમાં નથી; વળગાડ માત્ર એક માનસીક બીમારી છે. જગતમાંથી દુર કરવા જેવો કોઈ ‘વળગાડ‘ હોય તો એ ‘અંધશ્રદ્ધા’નો વળગાડ છે. ભારતમાં અને જગતમાં આજે પણ હજારો ભુતીયાં મકાનો ઉભાં છે જ્યાં કોઈ રહેતું નથી. ડૉ. અબ્રાહમ કોવુરે ૫૫ વર્ષ સુધી અંધશ્રદ્ધાના ક્ષેત્રમાં ગહન અધ્યયન કર્યું અને તેઓ દીવસો સુધી ભુતીયાં મકાનોમાં રહ્યા છે. ડૉ. કોવુરે પોતાની જીન્દગીભરના અભ્યાસ પછી જાહેર કર્યું છે કે, ભુતીયાં મકાનો અને ઉપદ્વવી આત્માઓના કીસ્સાઓ માત્ર માણસની ભ્રમણાઓ છે અને તે આપણી માનસીક નબળાઈનું પ્રદર્શન કરે છે.’

હજુ દસ દીવસ પહેલા ‘ડુમ્મસનો સોની પરીવાર તાંત્રીકના રવાડે’ શીર્ષક હેઠળ અખબારોમાં ચોંકાવનારા સમાચાર પ્રગટ થયા હતા. સોની પરીવાર પોતાને ત્યાં વારંવાર બની રહેલ ચોરીના બનાવોથી વ્યથીત હતો. પોતાની આ ચાલતી ‘પનોતી’ દુર કરવા તેમણે તાંત્રીક હનુમાનદાસ તીવારીનો આશરો લીધો હતો. ‘ઘરમાં એક હાડકું દટાયેલું છે તે દુર કરવાની વીધી કરવાથી પનોતી ટળી જશે’, એવું તાંત્રીકે આશ્વાસન સોનીપરીવારને આપ્યું હતું. પડોશમાં રહેતા નવમા ધોરણમાં અભ્યાસ કરતા બાળક રવીને બોલાવી, તેના પર કંઈક વીધી કરી, ઘરમાં ખોદેલા ખાડામાં રવીને ઉતારવામાં આવ્યો. ‘હાડકું ક્યાં દટાયું છે ?’ એવા પ્રશ્નો રવીને પુછવામાં આવ્યા. પડોશમાં જ રહેતી રવીની માતાને પોતાના દીકરા પર કંઈક તાંત્રીક વીધી થઈ રહ્યો છે એવી જાણ થતાં તે ઘટના સ્થળે દોડી આવ્યાં. પોતાના દીકરા રવીને ઉંડા ખાડામાં જોઈ, ‘રવીનો બલી ચડાવાઈ રહ્યો છે’ એવી તેની માતાએ બુમો પાડતાં આખું પ્રકરણ પ્રકાશમાં આવ્યું. પોલીસના જણાવ્યા પ્રમાણે તાંત્રીકે આ પનોતી નીવારણનો વીધી કરવા માટે સોનીપરીવાર પાસેથી ૫૦૦૦ રુપીયા એડવાન્સ લીધી હતા. બલીની વાતમાં તથ્ય હતું કે નહીં એ તો પોલીસ તપાસનો વીષય છે. રવી તો નહીં; પણ તેના ૫૦૦૦ રુપીયા બલી ચડયા એ વાત પાકી ! સુરત–ઉમરા પોલીસે આ તાંત્રીક સામે છેતરપીંડીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. વીધી દ્વારા બીજાની આફત નીવારવા નીકળેલો તાંત્રીક પોતે જ આફતમાં આવી ગયો ! મને ઘણીવાર લાગે છે કે, કેટલાક માણસો પોતાની તીજોરી ખુલ્લી રાખે છે અને પોતાનું દીમાગ સાવ બંધ રાખે છે !

જાત–ભાતના તાંત્રીકો, પાખંડીઓ, ઢોંગીઓ અને તકસાધુઓ ધર્મના ઓઠા હેઠળ ફુટી નીકળ્યા છે ! કોઈ મંત્રેલું પાણી આપે છે, કોઈ મંત્રેલો પ્રસાદ આપે છે, કોઈ મંત્રેલું માંદળીયું કે તાવીજ આપે છે, તો કોઈ વળી ભભુતી આપે છે ! દોરા–ધાગા અને મંત્ર–તંત્રાદી કરવામાં કેટલાંયે બીમાર બાળકોને સમયસર દાક્તરી સારવાર નહીં મળવાના કારણે આ દેશમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે.

ગામડાંઓમાં આપણે જોયું છે, ભુવાઓ બીમાર માણસ કે ઢોરને સાજા કરવા માટેના ‘દોરા’ કરે છે ! કોઈ પણ દુખાવામાં કામ આપે એવા મલ્ટીપરપઝ દોરા આપણે ત્યાં મળે છે ! અરે, ભેંસ દોહવા ન દેતી હોય તો તેનો પણ દોરો મળે અને દુધ વધારે આપે એના માટે પણ દોરો મળે !

મંત્ર–તંત્રથી જો માણસને સાજો કરી શકાતો હોત તો, આપણા દેશમા તો એટલા બધા મંત્રનીષ્ણાતો છે કે બધાં દવાખાનાંને તાળાં જ મારવાં પડે ! કોઈ આરોપીને પોતાની ધરપકડ થશે એવો ડર લાગે તો તે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી શકે છે, એવી રીતે કોઈ માણસને બીમાર પડી જવાનો ભય લાગે તો આગોતરા મંત્રોચ્ચાર પણ કરાવી શકે ! સદાય નીરોગી રહેવાનો કેટલો આસાન ઈલાજ ! મીત્રો, દોરા–ધાગા માત્ર એવા રોગોમાં જ કામ કરતા હોય છે જે રોગો સમય જતાં આપોઆપ મટી જતા હોય છે.

કોઈ માણસને બંદુકની ગોળી વાગી હોય ત્યારે દોરો બંધાવવા જાય છે ખરો ? અકસ્માતમાં ખોપરી ફાટી જાય અને લોહીની શેડો ફુટતી હોય ત્યારે કોઈને કદી દોરો યાદ આવ્યો છે ખરો ? હાર્ટએટેક આવે ત્યારે માણસ કોઈ તાંત્રીક પાસે પહોંચવાને બદલે કેમ સીધો જ કાર્ડીયાક હૉસ્પીટલમાં પહોંચી જાય છે ? માથું દુખે ત્યારે માણસને દોરો યાદ આવે છે; પરતું માથું ફુટે ત્યારે કોઈને દોરો યાદ નથી આવતો !

મેં ગામડાંમાં ભુવાઓને ડાકલાં કરતા અને ધતીંગ કરતા પણ જોયા છે. કલાકો સુધી પોતાની પીઠ પાછળ લોખંડની સાંકળ વીંઝતા પણ જોયા છે સાંકળપ્રુફ હોવાનો દાવો કરનાર કોઈ પણ ભુવો પાંચ મીનીટ માટે એ સાંકળ સુરતની સત્યશોધક સભાના માજી–ઉપપ્રમુખ અને ૨૦૧૦ના વર્ષના ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક વીજેતા’ શ્રી. મધુભાઈ કાકડીયાના હાથમાં આપે અને પછી જીવી બતાવે તો એ ખરો ભુવો !

આપણે સૌએ ગામમાં કહેવાતી તાંત્રીક વીદ્યા અને મંત્રશક્તી ધરાવતા ભુવાઓનાં ઘર પણ જોયાં છે. મીત્રો, જે ભુવા પાસે ઘરનું નળીયું બદલવાની શક્તી ન હોય; જે ભુવા પાસે બીજી જોડી કપડાં લેવાની શક્તી ન હોય; જે ભુવા પાસે પોતાનાં સંતાનોને સાત ચોપડી ભણાવવાની શક્તી ન હોય અને જે ભુવા પાસે પોતાની ઉંમરલાયક દીકરીને પરણાવવા માટેની શક્તી ન હોય એ ભુવા પાસે બીજી તો કઈ શક્તી હોય ?

હોમ–હવન અને યજ્ઞોમાં પણ આપણે આપણાં કીમતી દ્રવ્યો બરબાદ કરી રહ્યા છીએ. હવન કરવાથી ન તો આપણે દુષ્કાળને ટાળી શક્યા છીએ કે ન તો વીશ્વશાંતીની સ્થાપના કરી શક્યા છીએ. જો યંજ્ઞો કે મંત્રોચ્ચારથી વરસાદ થતો હોત તો આપણે ત્યાં તો એટલા બધા યજ્ઞો થાય છે કે અતીવૃષ્ટીથી હોનારત થવી જોઈએ ! જે દેશ મંત્રોચ્ચારથી સતત ગુંજતો રહેતો હોય એ દેશની પ્રજાને તો લીલાલહેર ન હોય ? મીત્રો, મહેનત વગર માત્ર મંત્રોચ્ચારથી કશું પ્રાપ્ત થતું નથી. પુરુષાર્થ જ ખરો જીવનમંત્ર છે.

આપણે જંગલોને આડેધડ કાપી નાખ્યાં, પર્યાવરણને મનફાવે તેમ બગાડ્યું અને પાણીનો તો અપરાધની કક્ષાએ બેફામ વેડફાટ કર્યો છે. ઈઝરાયલે રણને જંગલમાં ફેરવ્યું; આપણે જંગલને રણમાં ફેરવી રહ્યા છીએ ! જ્યાં સખત મહેનત, વીવેક અને આયોજનની જરુર હોય ત્યાં મંત્રોચ્ચાર, યજ્ઞો કે હોમ–હવન કરવા બેસી જઈએ તો આપણો કદી પણ ઉદ્ધાર સંભવ ખરો ?

મંત્ર–તંત્ર અને ચમત્કારની વાતો સાચી હોત તો આપણો દેશ આજે આટલો દુઃખી અને પછાત કેમ છે ? દુનીયામાં સૌથી વધુ સંખ્યામાં ચમત્કારીઓ આપણા દેશમાં વસે અને છતાં આપણે આટલા ગરીબ, પીડાગ્રસ્ત અને દુષ્કાળગ્રસ્ત ! ઢોંગીઓ અભીમંત્રીત જળ આપવાને બદલે, પાણીના અછતગ્રસ્ત વીસ્તારમાં ડોલ ભરીને પીવાનું શુદ્ધ પાણી આપશે તો પણ થોડાક તરસ્યા માનવીઓની તરસ મટશે. હવામાંથી બીનજરુરી કંકુ કે ભસ્મ કાઢવાને બદલે મુઠી અનાજ કાઢશે તો પણ એક ભુખ્યા માણસનું પેટ ભરાશે.

સંસારમાં રહેલા કપટી, પાખંડી અને ઢોંગી ધુતારાઓએ સદીઓથી સમાજમાં રહેલી પ્રજાની અજ્ઞાનતા અને નીર્બળતાનો ગેરલાભ ઉઠાવ્યો છે. પ્રત્યેક કાળમાં સમાજમાં રહેલા નીષ્ઠાવાન આગેવાનોએ, સમાજસેવકોએ અને પ્રગતીશીલ વીચારકોએ પ્રજાને આ ષડ્યંત્રમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે. ઘણીવાર એવું બન્યું છે કે ‘પ્રગતીશીલ વીચારકો’ કરતાં ‘પ્રગતીશીલ પાખંડી’ઓ સમાજમાં ઉંચો માનમોભો ધરાવતા હોય છે. આમ બને ત્યારે તંદુરસ્ત સમાજના નીર્માણની આશા વધારે ધુંધળી બને છે.

એક દીવસ આપણી અજ્ઞાનતા ટળે અને લેભાગુઓને પોતાનો ધંધો સમેટવાની અને બદલવાની ફરજ પડે એવા દીવસોની મને પ્રતીક્ષા છે….

પ્રસાદ

‘જે પોતાના ચમત્કારો ચકાસવા દેતા નથી તે ઠગ છે, જેનામાં ચમત્કાર ચકાસવાની હીંમત નથી તે ભોટ છે અને જે ચકાસણી વગર જ તેને માનવા તૈયાર થાય છે તે મુર્ખ છે.’

ડૉ. અબ્રાહમ કોવુર

લેખક–સંપર્ક –

શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા

સંપર્ક : 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006

મોબાઈલ : 98258 85900

‘ઉંઝાજોડણી’માં અને ‘શ્રુતી’ ફોન્ટમાં સાભાર અક્ષરાંકન – ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

લેખક પરીચય :

મુળ ભાવનગર જીલ્લાના પાંચટોબરા ગામના વતની, 1963માં જન્મેલા અને સુરતમાં ભણી વાણીજ્યના સ્નાતક થયેલા શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, સુરતના હીરા ઉદ્યોગના એક અગ્રણી ઉદ્યોગપતી તો છે જ; પણ તેઓ સાહીત્યસેવી, વીચારક, એક કુશળ વક્તા અને પ્રસીદ્ધ નીબંધકાર પણ છે. સાવ ઓછું લખ્યું છે એમણે અને હવે તો વ્યાવસાયીક વ્યસ્તતાને પરીણામે લગભગ બંધ જ; પરંતુ જેટલું લખ્યું છે તે તેમને પ્રથમ કક્ષામાં સ્થાપીત કરવા માટે પુરતું છે. કલા–સર્જનમાં મુલ્ય તો ક્વૉન્ટીટી(જથ્થા)નું નહીં; પણ ક્વૉલીટી(ગુણવત્તા)નું જ લેખાય. એમની બીજી સીદ્ધી તે વળી તેઓની વક્તૃત્વપ્રતીભા. પંદર મીનીટ બોલવા મળી હોય તો ચૌદમી મીનીટે તો એમણે આસન ગ્રહણ કરી લીધું હોય. એટલી સુયોજીત એમની સજ્જતા ! કવીત્વનાં છાંટણાંથી આકર્ષક અને આનંદપ્રદ એવું એમનું પ્રવચન સાંભળવું એય મોટો લહાવો.

શ્રી અને સરસ્વતીનું આવું સહઅસ્તીત્વ આ હસ્તીમાં છે. સફળ, બાહોશ વેપારી–ઉદ્યોગપતી તો તેઓ છે જ; પરંતુ એ સૌથીય મોટી વાત તો એ કે તેઓ નમ્રતા અને સૌજન્યથી શોભતા, પ્રસન્ન વ્યક્તીત્વના માલીક એવા ‘માણસ’ છે. શ્રી વલ્લભભાઈ એટલે મીઠો મધ જેવો મધુરો ‘માણસ’–સાચો અને પુરો..

––પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ (બારડોલી) અનેત્તમ ગજ્જર (સુરત)

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.com/

ગોવીન્દ મારુ નવસારી પોસ્ટ તારીખ17/03/2010

27 Comments

  1. Sir,
    I entirely agree with the author. I am equally grieved that most people in our country are victims of their own mis-interpretations and irrational acts.
    This article will enlighten readers of right path.
    Kalyanji

    Like

  2. અંધશ્રદ્ધાના મુળમાં આપણી અજ્ઞાનતા
    ‘જ્ઞાન’ અંગે –
    અંધશ્રદ્ધા તથા શ્રદ્ધા અંગે દાવો કરનારના મુદ્દાનો સ્થિર ચિતે અભ્યાસ થવો જોઈએ.
    કેટલીકવાર રેશનલ વાતો જણાવનારની વાતો પણ અંધશ્રધા હોય છે!
    અને કાળે કરીને તેમની વાતમા સુધારો થાય છે.
    … ધાર્મિક વાતોમા તો વિધર્મિઓને મેદાન મળી જાય છે
    અને
    વાઘને કહેવાની હિંમત ચાલતી નથી કે-” તારું મોઢું ગંધાય છે!”

    Like

  3. બહુ સાચી વાત કરી.

    આદરણીય શ્રી પ્રજ્ઞાજુનો પ્રશ્ન પણ વેધક છે. જ્ઞાન અંગે શું કર્યું? સરકારને ક્યારેય ભાવ વધારા વીશે પુછ્યું? ગરીબોના ઘરમાં જઈને કોઈ દી પુછ્યું કે ભાઈ તારુ ઘર કેમ હાલે છે? આ દિન દુ:ખી અને નિર્બળ લોકો માટે, આ પીડીત અને શોષિત લોકો માટે ભાષણો આપવા સિવાય સુધારાવાદીઓએ કશું નક્કર કામ કર્યું કે માત્ર પ્રવચનો જ કર્યા? ખાલી વાતો કરનારા કરતા તો વીરપુર ને બગદાણાના અન્નક્ષેત્રો હજાર દરજ્જે ઉપયોગી કાર્ય કરે છે. ભાઈઓ પહેલા જઈને થોડીક વિધવાઓના આંસુ લુંછો, થોડાક ગરીબોના વાંસે હાથ ફેરવો, થોડાક અશીક્ષિતોને શિક્ષિત કરો અને પછી આવા સુંદર પ્રવચનો અને લેખો લખો તો વાંચવા ગમશે. અને જો આવું કાર્ય કર્યું હોય તો સાથે તેની યાદી પણ આપો તો બીજાને પણ તે માર્ગે ચાલવાની પ્રેરણા મળશે.

    અંધારુ છે, અંધારુ છે બુમો પાડવા કરતા દિવાસળી પેટાવવી અઘરી કેમ પડે છે?

    Like

  4. આ અંધ શ્રદ્ધા ના ચક્કર માં બધાજ પડેલા છે.ભણેલા,ગણેલા,અભણ,ગરીબ અને પૈસા વાળા બધાજ પડેલા છે.એક વકીલ સાહેબ અને એમના એમ.કોમ થયેલા પત્ની અમેરિકા ના વિસા માટે તાંત્રિક ના ઘેર આંટા મારતા જોયા છે.જાણે વિસા આપવાનું એના હાથ માં ના હોય?

    Like

  5. અંધશ્રધ્ધા તો સમગ્ર દેશમાં પથરાયેલી પડી છે તે નીવારવા અને સાચુ6 શિક્ષણ આપી અજ્ઞાનતા દૂર કરવા સક્રિય પ્રયાસો હાથ ધરવા જોઈએ માત્ર વાતો કરવાથી અને લેખો દ્વારા આ કાર્ય સિધ્ધ ના થઈ શકે તે શ્રી અતુલભાઈની વાત સાથે હું સહમત છું. માફ કરજો પણ કહેવાતા કેટલાક રેશનાલીસ્ટ પણ પોતાના બંધાયેલા મતને સત્ય જોયા કે અનુભવ્યા પછી પણ અંધશ્રધ્ધાથી વળગી રહે છે. શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે પાતળી રેખા છે અને શ્રધ્ધામાંથી વ્યક્તિ ક્યારે અંધશ્રધ્ધામાં સરી પડે છે તે તેને ખબર પણ પડતી નથી.અંધશ્રધ્ધાળુ પશ્ચિમના દેશોમાં પણ અસ્તિત્વ ધરાવે છે કદાચ ટકાવારી આપણાં કરતા ઓછી હશે તેમ છતાં વિજ્ઞાન અલબત્ત આપણાં કરતા અનેક ગણું આગલ છે તે વાત ખરી ! અસ્તુ !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

    1. અંધશ્રદ્ધા સમગ્ર દેશ અને વિશ્વ માં પણ ફેલાએલી છે.ઉચ્ચ ભણતર કે એજ્યુકેશન સાથે એને કશું લાગે વળગતું નથી.મારા ગામ ના ડો સુમિત્રાબેન ને સંતાન થતા નહોતા માટે દરગાહ પર નિયમિત જઈને મેં ધૂણતા જોયા છે.એન્જીનીયર્સ,ડોક્ટર્સ,અને સાયંસ ગ્રેજ્યુએટ લોકોને પણ દોરા ધાગા કે બાબાઓની પાછળ ભમતા જોયા છે.એક શિકાગોમાં ભણેલા કેમિકલ એન્જીનીયર ને અભણ ભુવા ની વિધિ વખતે હાજરી આપતા મેં પોતે જોયા છે.સ્ત્રીઓના મોઢા ના જોતા સંત પરિવાર ધરાવતા પંથ માં કેટલા બધા ડોક્ટર્સ પોતે સંત બની બેઠેલા છે,એ લોકોને ખબર છે.આપણે કાયમ કોઈ આવો પ્રશ્ન ઉભો થાય એટલે એજ્યુકેશન નો અભાવ છે એવું જ માની લઈએ છીએ.અભણ અંધશ્રદ્ધાળુ હોય તે માફીને પાત્ર છે,જયારે આવા ઉચ્ચતમ એજ્યુકેશન ધરાવતા લોકો અંધ હોય ત્યારે શું માનવું?વડીલશ્રી આપની વાત એકદમ સાચી છે પશ્ચિમ ના જગત માં પણ જાતજાત ની અંધ શ્રદ્ધાઓ હોય જ છે.ખાલી શિક્ષણ નહિ સાચું શિક્ષણ અને વૈજ્ઞાનિક અભિગમ હોય તો ઓછું ભણેલો પણ અંધ ના હોઈ શકે.

      Like

      1. ઉપર લખ્યા મુજબ આપણે શું આ ડોક્ટર્સ અને એન્જીનીયર્સ ને અજ્ઞાની સમજીશું?એક એમ.એસ.સી અને બી.ઈ.સિવિલ થએલા ડેપ્યુટી એન્જીનીયર ના પત્નીના દાગીના ચોરાઈ ગયા તો ભૂવાને પુછવા ગયેલા.શું કહીશું?ભણેલા અજ્ઞાની? ડબલ ડીગ્રી ધરાવતા એજ્યુકેટેડ ગમાર?સ્ત્રીઓના મોઢા ના જોવાય એ શું ડોક્ટર્સ સ્વામીઓને ખબર નથી કે આ અંધ વિશ્વાસ માં વૈજ્ઞાનિકતા કેટલી?ધૂળ છે એમની ડીગ્રીસ. મોટા ભાગનાં અમેરિકન ભારતીયો તો મૂળ ભારતીયો કરતા પણ વધારે અંધ શ્રદ્ધાળુ છે.

        Like

  6. શ્રી વલ્લભભાઈનો આંખો ખોલનારો લેખ અને શ્રી મારુની અભિવ્યક્તિના માધ્યમથી અમારા સુધી પહોચ્યો. અહીથી અંધશ્રદ્ધાની પટ્ટી મારીને બેસેલા સમાજ સુધી પહોંચસે તેવી આશા રાખુ છુ.ધન્યવાદ

    હું વિજ્ઞાનનો વિદ્યાર્થી છું.અને વિજ્ઞાન સાબિતીના સિદ્ધાંત પર ચાલે છે.પણ આ ઢોંગી ધુતારાઓનો કોઈ સિદ્ધાંત નથી…હમણાના જ દાખલા છે અશોક માળી અને હાલનો ભિમાશંકર નામના બાબાઓ..જ્યારે આવા પાખંડીઓ પકડાય છે ત્યારે લોકોની આંખો ખુલ્લી થઈ જાય છે..પણ કેટલા દિવસ..? કદાચ વધારેમાં-વધારે પાંચ દિવસ…?ફરી પકડી લે છે કોઈ બીજા બાબાને…”બાબા રામદેવ” નામ અજાણ નહી હોય..અરે, આ બાબા યોગ શિખડાવે છે કે રાજનીતી…?હવે રામદેવ પણ યોગનો અખાડૉ છોડીને રાજનીતીના અખાડામાં કુદવાની તૈયારીઓ કરી રહ્યા છે…
    આજે સમાજનો એક વર્ગ દોરા,ધાગા ,મંત્ર ,તંત્ર કે ભુવા,ફકીરોની ઘેલછામાં દોડે છે.હાથમાંથી કંકુ ઉત્પન્ન કરવું,કંકુવાળા ચોખા ઉત્પન્ન કરવા,પાણીનો દિવો કરવો,નાળિયેરમાંથી ચૂંદડી કે લોહી નીકળવુ જેવી ઘટનાઓ વિશે તમે સાંભળ્યુ હશે.ખરેખર આવા પ્રયોગો પાછળ વિજ્ઞાન જ રહેલુ હોય છે.આવા ચમત્કારો હું પણ કરી શકુ…પણ વિજ્ઞાનના સિદ્ધાંત પર.http://mari-dayri.blogspot.com/2009/10/blog-post_11.html

    મિત્રો,ચમ્ત્કારિક લાગતા પ્રયોગોની પાછળ રહેલ વૈજ્ઞાનિક કારણ શોધવાનો પ્રયત્ન કરવો જોઇએ,નહી કે તેની તરફ આકર્ષાઈ અંધશ્રદ્ધાળુ બનવુ.

    સામાન્ય માણસો તેમની મહેનત ,લગન,વલણ ,બુદ્ધિશક્તિ,તર્કશક્તિ અને નિર્ણયશ્ક્તિથી મહાન વૈજ્ઞાનિકો બની શકે છે.

    જો સર આઈઝેક ન્યુટન “ઝાડ પરથી સફરજન પડવાની ઘટનાને ” ચમત્કાર માની ને બેસ્યા હોત તો ?આજે પણ આપણે હવામાં જ લટકતા હોત..!

    આપનો તો એક જ સિદ્ધાંત છે.”જીવનમા બનતી ચમત્કારીક ઘટનાઓને વિજ્ઞાનની દ્રષ્ટીએ ઉકેલો.”

    Like

  7. ગોવિન્દ ભાઈ આજનો લેખ ખુબ ગમયો.હાલના સમય મા મીડીયા પણ આવા ધુતારા ઑની પાછળ પડી ગયુ છે.

    Like

  8. સરસ લેખ ગોવીંદભાઈ.
    વૈજ્ઞાનીક વીચારોના પ્રચારથી વહેમ અને અંધશ્રદ્ધાનું કંઈક અંશે નીરસન કરી શકાય, પણ જ્યારે ઉપર કહ્યું છે, “એક વકીલ સાહેબ અને એમના એમ.કોમ થયેલા પત્ની અમેરિકા ના વિસા માટે તાંત્રિક ના ઘેર આંટા મારતા જોયા છે.” આવી પરીસ્થીતી હોય ત્યારે થાય કે કદાચ આવા પ્રચારથી પણ આપણા દેશમાં કોઈ સુધારો આવે એમ લાગતું નથી. આ માટે કોઈ વધુ વ્યવસ્થીત વૈજ્ઞાનીક ઉપાય શોધવાની જરુર છે.

    Like

  9. ઈર્ષાની જાત તપાસ…

    સફળ માણસ એ છે જેને સમય નડતો નથી. નિષ્ફળને કાયમ માટે સમયનું બહાનું મળી જાય છે. સફળ થવું સહેલું છે. નિષ્ફળ થવું અઘરું છે. આ વાતને અગાઉ ઘણા લોકોએ જુદા જુદા સંદર્ભમાં મૂકી જ છે. સફળતા અને નિષ્ફળતાનો મદાર આપણી માનસિક સ્થિતિ ઉપર છે.

    દુનિયાદારીની રીતે સફળ થયેલો માણસ અંદરખાને નિષ્ફળ ગયેલો હોય એવું બની શકે છે. કેટલાંક શાણા માણસો સમયની સાથે સાથે એમાં નસીબને પણ જોતરે છે. એમાં એમનો વાંક નથી. એમને ખાલી વાતો જ કરવી છે. સફળ માણસો એ જ છે જેમની ઈર્ષા કરનારાઓની સંખ્યા વધતી જતી હોય છે.

    ઘણા મોટા માણસોને આવી ઇર્ષાનો લાભ મળ્યો છે. મારી વાતને ઉદાહરણો સાથે લંબાવી શકાય છે. પરંતુ જેમના ઉદાહરણ નહીં આપું એમની ઈર્ષાનો લાભ લેવાની તક જતી કરવાનું મન થાય છે. ઈર્ષા, તેજોદ્વેષ… આ બધા જ શબ્દો સફળ માણસો માટેની નિસરણી છે. દુનીયા કિનારા પર બેસીને આ બઘું જ જોયા કરે છે. આ જ દુનિયામાંથી ઇર્ષા જન્મી છે.

    ઘણા પ્રકારના મતલબી માણસોની બનેલી છે દુનિયા ! આપણી ગણતરી પણ કોઈ મતલબીઓમાં કરી શકે એમ છે ! ઘ્યેયવંત માણસને આ બઘું ક્યારેય નડતું નથી. એ લોકો આવા મતલબીઓ પ્રત્યે ચૂપ રહીને ઉદાસીનતા સેવે છે અને સમય આવ્યે માફ કરી દે છે. એવા લોકોને ડાયેટીંગની જરૂર પડતી નથી ! એમની ચરબીમાં કોલેસ્ટરોલ પકડાતું નથી.

    ઈર્ષા, તેજોદ્વેષ રાખનારા સાચ્ચા હોય છે. એમને નથી મળ્યું એટલે તો નિંદા સુધી પહોંચ્યા હોય છે. એમને જે મળ્યું છે એનો આનંદ લીધો હોત તો આજે એ પણ સફળતાનું પગથિયું બની જતે એની ખબર એ લોકોને મોડેથી પડે છે. ઘણીવાર આવા નિંદામણથી ખદબદતા લોકોએ આપણા ચહેરાની એક છબી સમાજમાં ઊભી કરેલી હોય છે. પણ, સમાજને અંદરથી સારા-નરસાના ભેદની ખબર હોય છે. સમાજ લાભ પ્રમાણે સંબંધો જાળવે છે. જ્યારે ખરેખર એ આપણને મળે છે ત્યારે આપણી એણે ન ધારેલી છબીથી પ્રભાવિત થઇ જાય છે. ઇર્ષાળુઓને શોધવાની બીજી રીત એ છે કે એમનું મોબાઈલનું બિલ વધારે આવે છે !

    ઈર્ષા ઉણપમાંથી જન્મે છે. અભાવ અથવા ઓછપમાંથી જન્મે છે. સામેવાળાને રેસમાં મૂકવાથી આપણા સ્ટ્રેસમાં વધારો થાય છે. (એને આમાની કશી જ ખબર નથી હોતી !) સફળ માણસો પિષ્ટપીંજણ ઓછું કરે છે અને મનોમંથન વધારે કરે છે. ઇર્ષા ઘણીબધી રીતે છલકાતી હોય છે. એક જ વ્યવસાયમાં કામ કરનારી બે ભિન્ન વ્યક્તિઓના વિઝીટીંગ કાર્ડમાં જેને કામપ્રત્યેનો સંતોષ હશે એ એના નામ પછી પોતાની ડિગ્રીઓ કે વ્યવસાયની વિગત નહીં લખે. એને ખબર જ છે કે લોકો માટે એનું નામ કાફી છે અને બીજો એના નામ કરતા વધારે ડિગ્રીઓના તોરણ બાંધશે. એ કાર્ડ આપતી વખતે પણ બીજાની નિંદા કરીને પોતાનો ધંધો વધારવાનો પ્રયત્ન કરશે. રસ્તો ન મળે ત્યાં સુધીનું ધૈર્ય પચાવવું બહુ મોટી વાત છે.

    ઘણાને પહેલી હરોળમાં બેસીને કાર્યક્રમ જોવાનો શોખ હોય છે. આવા લોકો જાતે ટિકિટ ખરીદે તો વાંધો નથી. પરંતુ કૉમ્પ્લીમેન્ટરીમાં પહેલી હરોળની ટિકિટ માંગે છે. આ ભૂખ ન સંતોષાય એટલે તમારે નિંદાની કે ઇર્ષાની તૈયારી રાખવી જ પડે. જગ્યા ક્યાંય પણ મળે તેનાથી તમારામાં રહેલા ભાવકને કોઈ કનડગત નથી થવાની તો તમને શું કામ ? આગળ બેસવાનું મુખ્ય કારણ એ છે કે બીજા સફળ માણસો કરતાં સામે પરફોર્મ કરનારા કલાકાર સાથે અમારે વઘુ ઘનિષ્ટ સંબંધ છે તેનો દેખાડો કરવાનો છે. સ્ટેટસ, મોભો-આ બઘું જેને મેળવવું છે તેના માટે છે. જેને કશુંક પામવું છે તે આ બધાથી પર છે. ઇર્ષાળુઓ, તેજોદ્વેષીઓ કોમ્મપ્લીમેન્ટરી પાસની રાહ જોતા હોય છે. અને પોતે વધારે શાણા અને સમજુ છે તે રીતે કાર્યક્રમમાં અચૂક (ભૂલો કાઢવા) આવે છે.

    વાતેવાતે સલાહ આપનારો માણસ અંદરથી કેટલો તૂટી ગયેલો હશે એની ખબર સલાહ લેનારને પડે છે.પણ એ બોલીને નહીં બગાડવામાં માને છે. ઇર્ષા બહુ મોટી અને અમૂલ્ય મૂડી છે. કોઈ આપણી ઈર્ષા કરે છે કે આપણને દાઢમાં રાખીને સફળ થઇ રહ્યો છે તેનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે ! તમે સફળ છો એની ખબર તમારી ગેરહાજરીમાં થતી વાતોથી પડે છે. તમારી ચર્ચા તમને જીવંત રાખે છે. સફળ માણસો પોતાની ચર્ચામાં નથી ઉતરતાં ! આટલી વાત ઇર્ષાળુઓને ખબર પડે તો તેઓ કેટલાં સફળ થઇ જાય !

    કુદરત પાસે અંદરો અંદરની સ્પર્ધા નથી.એટલે જ કુદરતમાં અંદરો અંદર ઇર્ષા પણ નથી. એટલે જ આપણને કુદરતની જાણેઅજાણે ઈર્ષા આવે છે. આપણે અંદરખાને જેને સ્વીકારતા હોઈએ છીએ એને જ નકારવાનું મન થતું હોય છે. સૈફ પાલનપુરીનો અમર શેર મારી વાતના સમર્થનમાં ટાંકીને સારો લેખ લખ્યાની ઈર્ષા કરવાનું મન વાચકોને સોંપુ છું…

    ‘મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું -,
    આ કેવો સિફતથી હું વગોવાઈ રહ્યો છું ?’

    Like

  10. Very true.But there are intellectuals who explains logicaly that there are re births/earlier births and also ashariri souls.Even Osho has written in some of his books about Bhut/pret etc.and he also carried out various experiments in this regard.Should we consider all this false?

    Like

  11. ગોવિન્દ્ભાઇ સરસ લેખ આપ્યો ..અન્ધશ્રદ્ધા વિષે વધુ મહત્વનું કાર્ય જાગ્રુતિ આણવાનું છે ટેકનોલોજિના કાલમાં ઇમેઇલમા પણ અન્ધશ્રદ્ધા ઠોકી બેસાડી છે ગણપતિ કે અન્ય કોઈ ઈમેઇલ ૧૫ જ્ણા ને મોક્લો તો લાભ થશે..જેમ પહેલા પત્રનું ચાલેલું..પાર વિનાની મૂઢતા છે અવૈજ્ઞાનિક અને અશાસ્ત્રીય !! તરત જ ખંખેરી દેવી જોઈએ….

    Like

  12. you are right in this way & subject.
    I am sure it is not 100% right…..It is very mirecle that we are live & we could not understnd the unseen power in our body and world too…
    I do agree with you that people should be educated about trouth….media can help…pl. do needful
    Prakash Shukla

    Like

  13. I have seen in my time of life many sadhu and sant.
    seeing many temples.
    On the name of god people keep enjoying their addiction of Faithblindly at times and not understand lke Pragnaben says, ” ધાર્મિક વાતોમા તો વિધર્મિઓને મેદાન મળી જાય છે”

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

    Like

  14. આ ૨૧મી સદીમાં અને કેનેડા જેવા પ્રગતિશીલ દેશમાં પણ બજરંગ બલીના ચમત્કારમાં માનવા વાળાઓનો તોટો નથી. આ ચોપાનીયું કેનેડા ની એક ગ્રોસરીની દુકાન માંથી મળેલ છે. ક્લીક કરો અને વાચોં:

    Like

  15. સંસારમાં રહેલા કપટી, પાખંડી અને ઢોંગી ધુતારાઓએ સદીઓથી સમાજમાં રહેલી પ્રજાની અજ્ઞાનતા અને નીર્બળતાનો ગેરલાભ ઉઠાવ્યો છે.
    …………………..
    ચમ્ત્કારિક લાગતા પ્રયોગોની પાછળ રહેલ વૈજ્ઞાનિક કારણ શોધવાનો પ્રયત્ન કરવો જોઇએ,નહી કે તેની તરફ આકર્ષાઈ અંધશ્રદ્ધાળુ બનવુ.
    ………………………………

    vahelaa gaagi ne jagaadia

    Useful and shameful for ignorance ignoring truth.
    Ramesh patel(Aakashdeep)

    Like

  16. એક દીવસ આપણી અજ્ઞાનતા ટળે અને લેભાગુઓને પોતાનો ધંધો સમેટવાની અને બદલવાની ફરજ પડે એવા દીવસોની મને પ્રતીક્ષા છે……….
    A VERY GOOD Article with a NICE END….
    Liked also the Comment of Pragnajuben !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Govindbhai Thanks for your previous visits/comments on my Blog…Not seen you for latest Posts on MITRATA…Hope to see you !

    Like

  17. અજ્ઞાન નહીં પણ અવજ્ઞા

    આપણા શાસ્ત્રો,આપણા શાસ્ત્રિઓ અને આપણા તત્ત્વ ચિંતકો કહેતા આવ્યા છે અને હજી પણ કહેતા રહે છે કે દરેક વ્યકિતમાં રહેલા અહંકારનું અને અંધ શ્રદ્ધાનું કારણ છે અજ્ઞાન. આ અજ્ઞાનને દૂર કરો તો જ બ્રહ્મતત્ત્વની અનુભૂતિ થાય.પણ એને દૂર કરતાં પહેલા જાણવું તો જોઇએને કે અજ્ઞાન એટલે શું? મારી સમજ પ્રમાણે, જેમ પ્રકાશનો અભાવ એટલે અંધકાર કહેવાય અથવા ગરમીનો અભાવ એટલે ઠંડી કહેવાય તેમ જ જ્ઞાનના અભાવને અજ્ઞાન કહી શકાય. પરંતુ આ જ વાત ઉલટ રીતે કહીએ અર્થાત અંધકારના અભાવને પ્રકાશ કહીએ કે ઠંડીના અભાવને ગરમી કહીએ અથવા અજ્ઞાનના અભાવને જ્ઞાન કહીએ તો તે સાચું ન ગણાય. કારણ પ્રકાશ,ગરમી અને જ્ઞાન એ શકિતના રૂપ છે જયારે અંધકાર,ઠંડી અને અજ્ઞાન આપણા મનને થતી ભ્રમણા કે આભાસ છે.શકિતથી આભાસ દૂર કરી શકાય આભાસથી શકિત દૂર ન કરી શકાય.
    પ્રકાશ,ગરમી અને જ્ઞાન આ ત્રણે શકિતના રૂપ તો છે પરંતુ જ્ઞાન શકિત આ બીજી બે શકિતઓની જેમ સરળતાથી મેળવી કે ઉત્પન્ન કરી શકાતી નથી. કારણ જ્ઞાન શકિત મેળવવાના બે સાધન ‘મન અને બુદ્ધિ’ ઉપર કાબૂ મેળવવો ખૂબ મુશ્કેલ છે. અને આ મુશ્કેલીનું મુખ્ય કારણ અજ્ઞાન નહી પણ અવજ્ઞા છે. અવજ્ઞા એટલે પ્રમાદ આપણા મનને જાણે અજાણે થ્વિહિતં અવિહિતં વાધ્ ઘેરી લેતી ટાળવાની કે ધ્યાનમાં નહીં લેવાની મનોવૃત્તિ અર્થાત.જેમ કે કોઇએ મારી અવજ્ઞા કરી હોય તો ભાવિમાં હું જાણી જોઇને તેની અવજ્ઞા કરું એમ બને.અથવા કદીક એવું પણ બને કે મારૂં મન કોઇ વિચારમાં ગરકાવ થઇ ગયું હોય તો મારી નજીકથી પસાર થઈ રહેલ કોઇ ઓળખીતી વ્યકિત પણ મારા ધ્યાનમાં ન આવે અને એને કદાચ એમ લાગે કે હું તેની અવજ્ઞા કરી રહયો છું.
    હવે વળી પાછા બ્રહ્મતત્ત્વ વિશે વિચારીએ.આ બ્રહ્મતત્ત્વનું બીજું નામ છે સત – ચિત્ત – આનંદ. સત એટલે નર્યું અસ્તિત્ત્વ, ચિત્ત એટલે જ્ઞાન અને આનંદ એટલે નિર્વિકલ્પ શાંતિ. આપણે સહુ બ્રહ્મતત્ત્વને સર્વવ્યાપિ માનીયે છીએ તો એનો અર્થ તો એ થયોને કે ચિત્ત,જ્ઞાન અને શાંતિ પણ સર્વવ્યાપી છે. વળી આપણે સહુ જાણીએ છીએ કે જેમ પ્રકાશ અને અંધકાર કદી એક સ્થાને એક સાથે ન રહી શકે તેમ જ જ્ઞાન અને અજ્ઞાન પણ કદી એક સ્થાને એક સાથે ન રહી શકે. હવે જો જ્ઞાન સર્વવ્યાપી હોય તો કહો અજ્ઞાન કયાં જઇને રહેે. આ ઉપરથી તો એમ કહેવાય કે અજ્ઞાનનું તો કોઇ અસ્તિત્ત્વ જ નથી. તો અહંનું અને અંધ શ્રદ્ધાનું કારણ શું ? હું તો એ માનું છું કે અહંનું કારણ અવજ્ઞા જ હોઇ શકે.આપણે સહુ જાણે અજાણે બેધ્યાન થઇ જઈએ છીએ. આપણું ભટકતું મન કશે સ્થિર થઇને બેસી શકતું નથી. અને આપણે પણ તેની આ વૃત્તિથી કંટાળી તેનેે સ્થિર કરવાનો પુરુષાર્થ પડતો મૂકી તેને ભટકવા દઇએ છીએ.તેની આ વૃત્તિની અવજ્ઞા કરીએ છીએ. આ ભટકતા મન ઉપર કાબુ મેળવવા સૌથી પહેલા આપણે મકકમ નિર્ધાર કરવો જ પડે. આ નિર્ધારને પતંજલીએ ‘ધારણા’નું નામ આપ્યું. પરંતુ કેવળ નિર્ધારથી કામ નથી થતું ભૂલેચૂકે પણ એ નિર્ધારની અવજ્ઞા ન થઇ જાય એનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. અને તે માટે મનને કોઇ એક વિષય ઉપર સ્થિર કરવું પડે છે. આને પતંજલીએ ‘ધ્યાન’ કહયું. ધ્યાન કેવળ બ્રહ્માનુભૂતિ માટે જ નથી પણ જીવનના કોઇ પણ ક્ષેત્રમાં કે જેમાં અંધ શ્રદ્ધાનો પણ સમાવેશ થાય છે તેમાં સફળતા મેળવવા માટે ખૂબ જરૂરી છે. જયારે મન ધારેલા વિષય ઉપર સ્થિર થઇ જાય છે ત્યારે તે વિષયમાં તે આપોઆપ લય થઇ જાય છે. આને જ પતંજલી ‘સમાધિ’ કહે છે. અને આવા સમાધિષ્ઠ મનમાંથી જ સત્યના નાના નાના સૂત્રો સરી પડે છે. જેવા કે
    પ્રજ્ઞાનં બ્રહ્મ ભભભભ ઋગવેદ તત્ત્વંઅસિ ભભભભ સામવેદ
    અયં આત્મા બ્રહ્મ ભભભભ અથર્વ વેદ અહં બ્રહ્માસ્મિ ભભભભ યજુર્વેદ
    F=ma —–Newton E =mc2—-Einstein

    આવી ધ્યાનાવસ્થામાં માનવ મુખમાં નીકળતા આવા ઉદ્ગારો ને જ પશ્યન્તિ વાણી કહેવા છે.
    ધ્યાનાવસ્થિત તદગતેન મનસા પશ્યનિત યં યોગીનઃ

    Like

  18. ગોવિંદભાઈ સાવ સાચી વાત આ અગ્યાન્તા ટળે તો દેશ્નો ઊધ્ધાર થાય..
    સપના

    Like

  19. jo tane dhama par viswas na hoyto tu sou thi murkh che. fakta westran country nava yantro mukva thi kasu nathi thatu………………………………………….

    Like

  20. ખૂબ સરસ અને સચોડ લેખ સર,
    આવા અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસે જ આપણો વિકાસ થતા અટકાવ્યો છે.જો આમાંથી જેટલા વહેલા બહાર નથી આવતો તો ,આ ઝેરી દુષણ આપણને ખાઈ જશે અને બરબાદ કરી નાખશે.
    આવા ઝેરને અટકાવવા આપણે આપણા ઘેરથી જ શરૂવાત કરવી પડશે એટલે કે આપણા બાળકને આવી વાહિયાત વાતો થી દુર રાખીને સત્યનું જ્ઞાન આપવું પડે છે.
    જેવી રીતે આપણને બાળપણમાં જ અંધશ્રદ્ધા વિશે જે વાહિયાત જ્ઞાનનું ભુશું મગજમાં ભરાવી દેવામાં આવ્યું છે અને એજ આજ સમાજમાં વિશાલ સ્વરૂપ લઇ લીધું છે, એટલે જ કહું છું કે હવે આવનારી પેઢીને બાળપણથી જ અંધશ્રદ્ધા,અંધવિશ્વાસ જાગૃત કરવા પડશે,તોજ ભવિષ્યમાં આવા પાંખડીઓ ના ધંધા બંધ થશે અને લોકો વિકાસ તરફ આગળ વધશે.

    Liked by 1 person

Leave a comment