ધર્મ, સમાજ અને રાષ્ટ્ર…

ભારતની કુલ વસ્તીના 83 ટકાથી વધુ લોકો પોતાને હીંદુ તરીકે ઓળખાવી રહ્યા છે. જાણકારો તો સારી રીતે જાણે જ છે કે, હીંદુ શબ્દ મુળ ભારતીય ભાષાનો શબ્દ નથી. પણ તે ફારસી ભાષાનો એક અપમાનજનક શબ્દ (સંદર્ભ : જુઓ નીચેની વેબસાઈટ http://www.bhagwadgomandal.com/index.php?action=dictionary&sitem=હિંદુ&type=1&page=0 હીન્દુગુલામ, લુંટારુ, ચોર ‘ભગવદ્ગોમંડળ’ પ્રમાણે) છે. વીશેષત: હીંદુઓમાં ધર્મ, સમાજ અને રાષ્ટ્ર બાબતે ઘણી બધી ગેરસમજો પ્રવર્તે છે.

મોટાભાગના હીન્દુઓ ઉંચનીચના ભેદભાવવાળી જાતી વ્યવસ્થામાં માને છે. પોતાની ‘જ્ઞાતી’ (Caste) અથવા સમુદાય (Community)ને સમાજ (Society) માનવાની ગંભીર ભુલ મોટાભાગના હીન્દુઓ કરી રહ્યા છે. જેને લીધે નગરો અને તાલુકાઓમાં ‘જ્ઞાતી’ (Caste)ની વાડીઓનાં ભવ્ય મકાનો આપણને સમાજ (Society)ના નામે જોવા મળે છે. જ્યારે ગુજરાત સહીત સમગ્ર ભારતમાં ‘હીંદુ સમાજ’ની વાડીઓનાં મકાનો ભાગ્યે જ જોવા મળશે. શું આવા જ્ઞાતીગૌરવને લીધે હીંદુવાદને નુકસાન નથી થતું ? વળી, આ બન્નેને લીધે ક્યાંક માનવવાદને તો નુકસાન નથી થતું ને ?

હીંદુઓ સદીઓથી ‘સંપ્રદાય’ (Sect)ને જ ‘ધર્મ’ (Religion) સમજવાની ગંભીર ભુલ કરી રહ્યો છે. સંપ્રદાયોને ધર્મની શાખાઓ ગણવામાં આવે છે. પરંતુ કેટલાક વીદ્વાનોનું માનવું છે કે, ભારતમાં પ્રચલીત આશરે બાવીશ હજાર જેટલા સંપ્રદાયો અને પંથો હીંદુ ધર્મના વીભાજકો છે. આમ તટસ્થતાથી જોતા હીંદુ પ્રજા સાંપ્રદાયીક (Sectarian) વધુ અને ધાર્મીક (Religious) ઓછી લાગે છે.

આજકાલ તો કેટલાક પ્રાંતવાદી તત્ત્વોનાં બુમબરાડા વચ્ચે સાચા રાષ્ટ્રવાદીઓનો અવાજ પણ દબાય છે. પ્રાંતીય ગૌરવનો અતીરેક રાષ્ટ્રીય ગૌરવને નુકસાન પહોંચાડે છે. સત્ત્તા મેળવવા કે ટકાવી રાખવા કેટલાક ખંધા રાજનેતાઓ પ્રાંતવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે રાષ્ટ્રીય એકતા માટે અત્યંત જોખમી છે. યુરોપ ખંડના ટચુકડા રાષ્ટ્રોએ ભેગા મળીને સામુહીક હીત માટે યુરો સંઘ બનાવ્યો છે. જ્યારે આપણે ભારતમાં પ્રાંતવાદના નામે રાજ્યોના વધુ ટુકડા કરી રહ્યા છીએ અને દુનીયા સમક્ષ કહી રહ્યા છીએ કે, “મેરા ભારત મહાન…!!!”

વીજય એમ. ચૌહાણ

સંપર્ક:

વીજય સ્ટોન ક્વોરી, સુરત ધુળીયા હાઈ-વે, ફોર્ટ- સોનગઢ394 670. જી. તાપી સેલફોન: 9428144390, 9825132290

ઈ–મેલ: vijaymchauhan2009@gmail.com/

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા. 15/02/2010ના રોજ પ્રકાશીત થયેલો ચર્ચાપત્ર ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

દર સપ્તાહે  રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.com/

અક્ષરાંકનગોવીન્દ મારુgovindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ31–03–2010

17 Comments

 1. શ્રી ગોવિંદભાઈ
  મારાં બ્લોગ ઉપર આજ સંદર્ભ સાથેનો એક લેખ ઘણાં સમય પહેલા મૂકેલ છે તે જોઈ જવા વિનંતિ છે. લેખનુ મથાળું તથા મારા બ્લોગની લીંક નીચે આપેલ છેં

  “આપણાં (ભારત) દેશની એકતા કેટ્લી આભાસી કેટલી પોકળ અને ભ્રામક ? !! ??? ”
  http.www.arvindadalja.wordpress.com

  સ-સ્નેહ
  અરવિંદ

  Like

 2. ધર્મ ધૂરંધારો દ્વારા ધર્મનો પ્રચાર થવાને બદલે ધર્મના ભાગલા પડતા જાય છે.
  હિન્દુ ધર્મના જેટલા ફાંટા બીજે ક્યાંય જોવા નહી મળે. આને માટે ધર્મ ગુરુઓ જવાબદાર હોય તેમ નથી લાગતુ ?
  હિન્દુ ધર્મમા ઍકતા લાવવા કોણ આગળ આવશે ?

  Like

 3. Nobody is born with any religion or sect. Nor with any religious, sectarian or communal identity. All have 4 type of blood groups and one brain, one heart.

  To be more religious, more sectarian and communal means backwardness, more backwardness and more backwardness. We only boast of our cultural heritage and civilization. We have lost empathy, compassion, love and respect for fellow human being. And we still consider woman a commodity…! Our caste system is the most deplorable and shameful.

  ‘Phir bhi mera Bharat, mahan….’

  Like

 4. હિંદુ ધર્મ ભારતીય ઉપ-મહાદ્વીપમાંથી ઉદ્ભવેલો ધર્મ છે. આ ધર્મને તેના અનુયાયીઓ દ્વારા સનાતન ધર્મ તરીકે પણ ઓળખાવામાં આવે છે.
  હિંદુ ધર્મ અર્વાચીન યુગમાં પળાતો સૌથી પ્રાચીન ધર્મ છે અને તેના મુળ વૈદિક સંસ્ક્રુતિમાં રહેલા છે. વિવિધ માન્યતાઓ તેમજ પરંપરાઓના આ સમુહને સ્થાપવા વાળું કોઈ એક વ્યક્તિ નથી. 92 કરોડ઼ અનુયાયી સાથે હિંદુ ધર્મ, ખ્રિસ્તી અને ઈસ્લામ પછી દુનિયાને 3જો સૌથી મોટો ધર્મ છે. એના મોટાભાગનાં અનુયાયી ભારત તેમજ નેપાળમાં વસે છે અને તે સિવાય બાંગ્લાદેશ, ઈંડોનેશિયા, પાકીસ્તાન, મલેશિયા, શ્રીલંકા, સંયુક્ત રાજ્ય અમેરિકા, સંયક્ત આરબ અમિરાત, યુનાઈટેડ કિંગડમ, મોરેશિયસ, દક્ષિણ આફ્રીકાનો, ફીજિ, ગુયાના, ટ્રીનિદાદ અને ટોબેગો તથા સુરીનામમાં પણ સારી એવી સંખ્યામાં હિંદુઓ વસે છે.
  હિંદુ ધર્મમાં ઘણાં ગ્રંથો છે. શ્રુતિ અને સ્મૃતિમાં વિભાજિત આ ગ્રંથો કે જેમનું સંકલન હજારો વર્ષનાં સમયગાળા દરમ્યાન થયું છે તે ઈશ્વર અને આસ્થા, તત્ત્વજ્ઞાન, પુરાણવિદ્યા જેવા અનેક વિષયોનું સવિસ્તાર વર્ણન કરે છે તથા રોજબરોજનાં જીવનને ધર્મ સંગત રાખવા માટે આધ્યાત્મિક જ્ઞાન અને માર્ગદર્શન પુરૂં પાડે છે. પરંપરાગત દ્રષ્ટીએ આ ગ્રંથોમાંથી વેદ તેમજ ઉપનીશદ્ ને સૌથી વધુ મહત્ત્વપર્ણ, પ્રાચીન તેમજ આધીકારીક માનવામાં આવે છે. અતિરીક્ત મહત્ત્વનાં ગ્રંથોમાં તંત્ર, વિભાગીય અગમો, પુરાણ અને મહાકાવ્યો જેમકે રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. ભગવત્ ગીતા કે જે મહાભારતનો અંશ છે તેને ઘણીવાર બધાં વેદોનો સાર માનવામાં આવે છે.
  [ફેરફાર કરો]વ્યુત્પત્તિ

  હિંદુ શબ્દ સિંધૂ નદી પરથી આવ્યો છે. સિંધૂ નદીની પશ્ચિમના લોકો જેવા કે પારસી, મુસ્લીમ, એરેબીક વગેરે સિંધૂને હિંદુ તરીકે ઓળખતા. સિંધૂની પૂર્વના દેશને હિંદુસ્તાન, ત્યાં રહેતા લોકોને હિંદુ અને આથી આ લોકોના ધર્મને હિંદુ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો.

  Like

 5. શ્રી ગોવીંદભાઇ, વિજયભાઇએ સરસ ચર્ચાપત્ર લખ્યું છે. લોકો સંપ્રદાયોને ધર્મ સમજી બેઠા છે તે એકદમ યોગ્ય વિધાન છે. અને સંપ્રદાયોએ આ મુળ વૈદિકધર્મ (કે સનાતન ધર્મ)ને ખંડખંડમાં વિભાજીત કરવામાં મોટો ભાગ ભજવ્યો છે તે વાતને પણ નકારી શકાય નહીં. પરંતુ શું થાય? જંગલમાં વર્ષારૂતુમાં પુષ્કળ ઘાસ ઉગી નીકળે છે ત્યારે મુખ્યમાર્ગ પણ ઘાસથી છવાવાને કારણે લુપ્ત થઇ જાય છે, અને પછી અનેક નાનીમોટી કેડીઓ ફુટી નીકળે છે. ક્યારેક તો કોઇ કોઇ કેડીજ મુખ્ય માર્ગ બનવા લાગે. જો કે આ બધી કેડીઓ પણ નિયત મુકામે પહોંચતી હોય તો તો ઠીક છે, પરંતુ મોટાભાગની કેડીઓ પણ વનમાં ભુલીભટકી હોય છે !!
  મને તો એટલી ખબર પડે છે કે મુળ જ્ઞાનના ઉદય અને, અંધશ્રધ્ધારૂપી, અજ્ઞાનના અંત દ્વારા જ ફરી મુખ્ય માર્ગ શોધી શકાશે. કોઇ ને ઝાડીઝાંખરામાં ભટકીને પ્રયત્ન કરવો હોય તો !! આભાર.

  Like

 6. શબ્દ જ્યારે વાક્ય સાથે વપરાય ત્યારે તેનો અર્થ સાકાર થાય છે.

  સંસ્કૃત ભાષાનો પ્રભાવ પણ ઘણી બધી ભાષા પર છે. ફારસીમાં તેની ભાષા

  માં આ શબ્દનો અર્થ આપી ,સાહિત્યને બહુમાન આપ્યું છે.એવું પણ બને

  ઠંડા પ્રદેશ કરતાં આ પ્રદેશના લોકો વાને કાળા હોયતો પણ આ લોક

  સંસ્કૃતિએ વિશ્વને એક સુવિચારોનું બળ પૂરું પાડ્યું છે. એક વાત આજની નહીં

  પણ યુગોથી જ્યારે બીજી સંસ્કૃતિઓ વિકસિત નહતી,વિચાર મંથનને

  બદલે જોહુકમી અને મારે તેની તલવારની નીતિથી આધિપત્ય જમાવી રહી હતી,

  તે પહેલાંથી હિન્દુસ્તાની સંસ્કૃતિનાં મૂળિયાં નંખાયેલાં હતાં.

  અગાઉ પ્રદેશો મોટે ભાગે નદી તટ પર વિકસતા અને ઓળખાતા.નાઈલની

  સંસ્કૃતિ,સિંધુખીણની સંસ્કૃતિ ….સમય જતાં અપભ્રંસ પણ થતા,અને તેથી

  હિંદુ શબ્દને નીચો ચીતરવાનો આ વ્યવસ્થિત પ્રયાસ છે,જે નિંદનીય છે.

  દરેક ચાલી આવતા ધર્મને સમય પ્રમાણે ,જરૂરિયાત પ્રમાણે અને દૂષણોથી

  મુક્ત કરવા વિચારપૂર્વક આગળ વધવું પડે,તે માટે ખુલ્લા મને તૈયારી હોવી જ જોઈએ.

  હિન્દુ પંથ સંપ્રદાયોમાં જકડાયો છે,જેમ ધર્માંતર કરેલો સમુદાય

  વધુ કટ્ટરતા ભર્યો વ્યવહાર કરેછે તેમ. સંપ્રદાયો પણ પોતાના

  ચોકઠાને મજબૂત કરવા મર્યાદા બહાર અસહિષ્ણુ બનાવે છે.જ્ઞાતિ પ્રથા

  એક સમયની જરુરિઆત હતી અને ઓછી વસ્તી વખતે શોષણના દૂષણોને

  બદલે સહકારની ભાવના હતી.ત્યાર બાદ પ્રભુત્ત્વ સ્થાપવા મથતા સમુદાયે

  વિપરિત પરિસ્થિતિ ઊભી કરી ને, તેની સામેના આક્રોશ અને રચનાત્મક

  અભિગમને સૌનો ટેકો મળે જ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 7. All these labels have Website

  no meaning as such like Hindu,Muslim,Buddist,Christian etc etc.These are only symbols created from time to time for convienance by human beings.To be precise we believe these labels as real.In reality if these labels are removed then what remains is a humanbeing who does not belong to one religion,one country,one region but a entity which is part of whole cosmic world.

  Like

 8. માન. ગોવિંદભાઇ..
  “ધર્મ, રાષ્ટ્ર અને સમાજ” શિર્ષક વાળુ ચર્ચાપત્ર આપના બ્લોગ પર આપે મુક્યુ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર..
  અને સદર ચર્ચાપત્ર વાંચીને તે અંગે પોતાના પ્રતિભાવો આપવા બદલ સૌ વાચક મિત્રો નો પણ ખૂબ ખૂબ આભાર… વાચક મિત્રો ને નમ્રતા પૂર્વક એક મારૂ જરૂરી સુચન છે કે ગુજરાતી ચર્ચાપત્રનો પ્રતિભાવ ગુજરાતી ભાષામાં જ આપવા આગ્રહ રાખે તો ઘણુ ઉચિત લાગે અને માત્ર ગુજરાતી ભાષા જાણકારને પણ સમજવામાં સરળતા રહે…

  Like

 9. ગોવિંદભાઈશ્રી, મારી ઈચ્છા છે કે હુ આ આખુએ પાનુ મારા બ્લોગમાં ઉતારુ આપની ઈચ્છા હોય તો….આભાર….

  Like

  1. વહાલા રાજેશભાઈ,

   રૅશનલ વીચારો લોકોને ગમે અને વહેંચાતા–વંચાતા રહે તે જ તો આ બ્લોગનો હેતુ છે ! લેખક અને મારા બ્લોગ અંગેની પુરેપુરી વીગતો સહીતનું આ આખુએ પાનું આપના બ્લોગમાં ઉતારવાની આપની ઈચ્છા માનભેર પુરી કરવા વીનંતી છે.

   આભાર.

   ગોવીન્દ મારુ

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s