ભગવાન ભક્તોનાં કપડાના સાંધા જુએ કે વાંધા ?

ભગવાન ભક્તોનાં કપડાના સાંધા જુએ કે વાંધા ?

એક શ્રદ્ધાળુ માતાનો એક પુત્ર, ઉંમરલાયક થવા છતાંયે લગ્ન કરવાની ના પાડતો હતો. એટલે એની માતાએ એના ઈષ્ટદેવની બાધા લીધી – “હે મારા ભગવાન ! જો મારો જયલો એની રાજીખુશીથી, એની મનપસંદ વહુ લાવશે તો હું મારા દીકરા-વહુને લઈને તમારા ચરણસ્પર્શ કરવા માટે જરુરથી આવીશ.”

શ્રદ્ધાળુ માતાની બાધા ફળી. જયલાએ લગ્ન કર્યાં એટલે માતા, દીકરા-વહુને લઈને  ભગવાનના મંદીરે આવી પહોંચી. ભગવાનના ચરણસ્પર્શ કરાવવા માટે એક કર્મકાંડી મહારાજને માતાએ કામ સોંપ્યું. દક્ષીણાની બાર્ગેનીંગ કર્યા બાદ બ્રાહ્મણે વીધી શરુ કરી. “ભાઈ ! તમારે આ પેન્ટ–શર્ટ કાઢીને ધોતીયું પહેરવું પડશે. તો જ મંદીરના ગર્ભદ્વારમાં પ્રવેશ મળશે અને ત્યારે જ તમે ભગવાનના ચરણસ્પર્શ કરી શકશો.”

“મહારાજ ! મને ધોતીયું પહેરતાં આવડતું જ નથી ! કેમ કે મેં કદાપી ધોતીયું પહેર્યું જ નથી. પણ આમ કરવાનું કારણ મને સમજાવશો ?”

“તમારા પેન્ટ-શર્ટમાં સીલાઈનો સાંધો આવે એટલે.”

“એમાં ભગવાનને શું વાંધો આવે ? ભગવાન ભક્તોનાં કપડાના સાંધા જુએ કે એમના વાંધા જુએ ?”

“ભાઈ !  ખોટી દલીલ નહીં કરો. ભગવાનના ચરણસ્પર્શ કરવા હોય તો આ વીધી કરવો જ પડે.”

“તો તો મારે પેન્ટ-શર્ટ ઉતારવાં જ નથી. ભલે ચરણસ્પર્શ ના થાય તો વાંધો નહીં.”

“દીકરા ! મારી બાધાનું શું ? એ પુરી કેવી રીતે થશે ?” માતાજી રડી પડી.     માતાજીના સંતોષ ખાતર જયલાએ પેન્ટ-શર્ટ ઉતારીને, લુંગી ટાઈપ ધોતીયું વીંટી દીધું.

“મહારાજ ! આ પહેરણ પહેરેલું ચાલશે ?”

“ના, એમાં પણ સાંધા આવે.”

જયલાએ પહેરેલું પહેરણ ક–મને ઉતાર્યું.

“મહારાજ ! અંદર પહેરેલી ચડ્ડીનું શું કરીશું ?”

“એ પહેરી રાખશો તો ચાલશે.”

“કેમ ? ચડ્ડીમાં સાંધો નહીં આવે ? !”

આવી સાંધા-વાંધા યુક્ત પુજાવીધીને શું કહેશો ?

(લેખકના જીવનમાં ઘટેલી સત્યઘટના)

-જયકુમાર દમણીયા : Bન્દાસ’ 

લેખક : જયકુમાર દમણીયા Bન્દાસ’ના ધાર્મીક રમુજ સંગ્રહ ‘રામમેં રમુજ, રમુજમેં હી રામ (પ્રકાશક : શ્રી હરીહર પુસ્તકાલય, ટાવર રોડ, સુરત 395 003 ઈ-મેલ : hariharbooks@yahoo.com પૃષ્ઠ : 256; મુલ્ય : રુપીયા 110/-)માંથી, લેખક, અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખકસંપર્ક : ‘ધ્યાની-જ્યોત’ 6, ગોકુલ રો હાઉસ, ગેઈલ ટાવરની સામે, એસ.એમ.સી. લાયબ્રેરીની નજીક, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત 395 009. ફોન- 0261-277 6777, મોબાઈલ94267 77600

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ : https://govindmaru.com/

પોસ્ટ તારીખ 14/04/2010 (ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી)

13 Comments

 1. સરસ, નાનીસી વાત છે પણ સમજ્વા જેવુ ઘણુ આવિ જાય છે. જો કે આવા જ સવાલો માર મનમાં પણ્ થયેલા છે, પણ હું મન મનાવી લઉ છું કે, જે છે તે બરાબર છે. કેમકે ધરમની વાત માં આ દુનિયા જરા ઝનુની જ છે.

  Like

 2. Everything depends upon your mind. It is a good true story. If your mind is clear about concepts then, you do not need any rituals in your life. You need courage to break the cirlce.

  THanks,

  Pradeep H. Desai
  Indianapolis,In , USA

  Like

 3. ભગવાન ન તો સાંધા જુએ છે કે ન વાંધા. બાકી રહી વાત ભગવાન ના જમીન પર ના એજન્ટો ની. તેમાં મહારાજ હોય કે મોલવી, પાસ્ટર હોય કે રેબ્બી, સૌ ની નજર ભકતો ના કપડા માં સાંધા સાથે લાગેલા ગજવા પર હોય છે.

  Like

 4. ભગવાન કહે છે, ‘ હે અર્જુન, તું સગુણ હો કે નિર્ગુણ હો પણ ભક્ત થા એટલે થયું. કોરો પથરા જેવો રહીશ મા. ‘ આટલું કહીને છેવટે ભગવાને ભક્તોનાં લક્ષણો ગણાવ્યાં છે. અમૃત મીઠું છે પણ તેની મીઠાશ આપણે ચાખી નથી. આ લક્ષણો પ્રત્યક્ષ મદુર છે. અહીં કલ્પનાની જરૂર નથી. એ લક્ષણોનો જાતે અનુભવ કરવો. બારમા અધ્યાયમાં ગણાવેલાં આ ભક્ત-લક્ષણોનું સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની માફક આપણે રોજ સેવન કરીએ, તેમનું રોજ મનન કરીએ અને તેમાંનાં થોડાં થોડાં આપણા આચરણમાં ઉતારી પુષ્ટિ મેળવીએ; અને એ રીતે ધીમે ધીમે આપણે આપણું જીવન પરમેશ્વર તરફ લઈ જઈએ.

  Like

 5. આસ્થા ને કર્મકાંડના જાતે સર્જેલા વાડાઓ એક મોનોપોલી

  ધરાવતા લોકોની ઉપજ છે અને આ વર્ગ દિવસે દિવસે

  સામાન્ય વર્ગથી દૂર થઈ પેઢી બદલાતાં વિલય પામી જ રહ્યો છે.

  સારા સંસ્કાર અને માનવીય લાગણીઓ દ્વારા જનહીતના નિયમો જ

  કામ લાગશે અને અમુક પધ્ધતીઓ જે ડીપ્રેશનમાંથી બચાવવા

  ઉપયોગી છે તેને ટકાવવી જોઈએ અને તે પણ બુધ્ધીપ્રદ રીતે જ.

  આ લેખ સરસ અને માર્ગ દર્શક છે અને ધન્યવાદ ઘટે છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 6. માનવીએ માત્ર ભ્ગવાન પ્રત્યેની શ્રધ્ધાથી જ કોઈ પણ બાધા/આખડી પૂરી કરવી જોઈએ ભ્ગવાન સમક્ષ જવામાં વચેટીયાનું શું કામ ? મને યાદ છે કે એક વાર અમે અંબાજી ગયેલા ત્યારે ત્યાંની ઓફીસમાં એક ગામડાનું દંપતિ મારાજ સાથે પગમાં કોઈ માનતા માટે બાંધેલ દોરો છોડાવવાની વાત કરતુ હતું અને પેલા મારાજ દોરો છોડાવવા માટે દક્ષિણા ઉપરાંત 21 બ્રાહ્મણ જમાડવા માંગણી કરતા હતા ! પેલું દંપતિ રીતસર રગતું હતું કે અમો ગરીબ છીએ અને આ માનતા રાખતા રખાઈ ગઈ છે માટે કૃપા કરી દોરો છોડી આપો . વાત આખરે 3 બ્રાહ્મણને જમાડવાની માંગણી એ અટકી. પેલાએ મજબુરી જાહેર કરી અને આખરે થાકીને કહ્યું કે અમો જાતેજ મંદિરમાં માતાજી સન્મુખ દોરો છોડી નાખીશું કારણ અમારી પાસે કોઈરકમ આપને દક્ષિણા આપવા માટે પણ નથી ! અને હવે પછી આવી માનતા રાખવાની ભૂલ નહિ કરીએ ! અને પોતાની જાતે જ દોરો છોડી કાઢેલો ! આ અમોએ રૂબરૂ જોયેલી હકિકત છે. અંધશ્રધ્ધા નો કોઈ ઉકેલ નથી. ભગવાન મેળવવા કોઈ દલાલ કે વચેટીયાની જરૂર નથી જ નથી.

  Like

  1. વડીલ શ્રી, નમસ્કાર, આપની વાત એકદમ જ સાચી છે, સર, અજ્ઞાની, નિર્બુધ્ધી, ધન લોલુપ, સત્તા લોલુપ, વચેટીયાઓ જ તો પરમેશ્વરની સંતાનોને ૮૪ લાખના ચક્કરમાં ભટકાવી તો મારે જ છે, તેથીજ તેઓ પર વિશ્વાસ તો નથી જ રહેતો અને એમનુ જુઠ્ઠાણુ જગતને દેખાઈ આવે જ છે. એટલે હુ આપને નમ્ર વિનંતિ કરુ છુ કે આપ અમ સહુ ના વડિલ સમાન છો, અમારા માટે પરમેશ્વરને શોધવાનો, પામવાનો માર્ગ દેખાડ્શો એવી આપને નમ્ર વિનંતિ છે જેથી અમે કોઈ ભટકી ના જઈએ…

   Like

 7. Sir,

  Rituals are imposed during childhood by parents and thus child becomes victim of it. It becomes very difficult for come out of it when that child grownups and become elder.Very few can show such courage.It is good that you are provocking such victimes by such articles. Thank you very much for the same.

  With Best Regards
  J.G.Shah

  Like

 8. ખોબો ભરીને અમે એટલું હસ્યાં
  કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
  ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
  કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
  અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
  કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
  ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
  ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
  કૂવો ભરીને અમે એટલું રડ્યાં
  કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

  GOOD ITS GUJARATI FRD
  THANKS
  RAVI

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s