BIG BANG and GOD – A PARTICLE

BIG BANG and GOD – A PARTICLE

As children tremble and fear everything in the blind darkness, so we in the light sometimes fear, what is no more to be feared than the things, children in the dark hold in terror.

LUCRETIUS (Roman poet, 60 B.C.)

આ બ્રહ્માંડની આ પ્રકારની ઉત્પત્તી તથા રચના મહાવીસ્ફોટ (Big Bang) દ્વારા થઈ છે. આ ઘટના એટલે અનાદી – અસીમ એવા અવકાશમાં (Space) સર્વવ્યાપી ઉર્જામાંથી સર્જાયેલા પદાર્થના એક સુવીરાટ વાદળનું તેના જ ગુરુત્વાકર્ષણના પરીણામે સંકોચાઈને, પછી પ્રચંડ ધડાકા સાથે ફાટી પડવું તે મહાવીસ્ફોટ, અને એ પછી અવકાશમાં ચોમેર ફંગોળાયેલા પ્રસ્તુત દ્રવ્યના નાના મોટા લોચાઓમાંથી રચાયેલા પીંડો એ જ અગણીત તારકો, ગ્રહો આદી તથા તેના વડે ખચીત કે ખીચોખીચ એવું આજનું વીશ્વ. આ લોચાઓ વળી પ્રકાંડ ઉષ્ણતામાને સળગતા, અને નીષ્ક્રીયતા(inertia)ના નીયમ મુજબ અવીરામ ભાગ્યે જ થતા એવા પીંડો હતા (તારકો) દા.ત. આપણો સુર્ય; જેણે પોતાના ગુરુત્વબળે વળી નાના પીંડોને પકડી લીધા; જેઓ કેન્દ્રત્યાગી તથા કેન્દ્રગામી બળને વશ થઈ, ચોક્કસ સ્થાને થંભી ગયા અને એ સાથે પેલા મોટા પીંડોની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા. દા.ત. આપણી પૃથ્વી. આમ સુર્યમાળાઓ રચાઈ. આજે બ્રહ્માંડમાં અબજોના અબજો તારકપીંડો છે. દા.ત. કેવળ આપણા એક જ ‘તારાવીશ્વ’(Galaxy)માં આશરે સો અબજ તારાઓ ઝળહળી કે ઝબુકી રહ્યા છે. આવી તો પાછી સો અબજ ગેલેક્સીઓય છે !

હવે આ તો એક સીદ્ધાંત માત્ર હતો; કારણ કે કાલગણના મુજબ, તે આશરે પંદર અબજ વર્ષો પુર્વે ફાટેલો. જો કે આ બ્રહ્માંડની વર્તમાન ગતીવીધી જોતાં, એની ઉત્પત્તી બાબતે આ જ સીદ્ધાંત સંપુર્ણ બંધબેસતો થાય છે, એટલે વીજ્ઞાનીઓ દ્વારા એકંદરે સાર્વત્રીક રીતે તે સ્વીકારાયેલો. તેમ છતાં, આવા કોઈ પણ પ્રયોગ દ્વારા સીદ્ધ નહીં એવા તાર્કીક સીદ્ધાંતોની પાકી કસોટી કર્યા વીના જો ચુપ અને નીષ્ક્રીય (શ્રદ્ધાપુર્વક ધર્મની જેમ જ તો !) બેસી રહે તો પછી એ વીજ્ઞાન (Science) શાનું ? એટલે હમણાં જ વીજ્ઞાનીઓએ, શક્ય તેટલા નાના પાયા ઉપર,  આ પૃથ્વી પર જ ‘બીગ બેંગ’ નો પ્રયોગ કર્યો. જેના પ્રથમ તબક્કામાં તેઓ નીર્વીધ્ને સફળ થયા છે. માનવજાત માટે આ પ્રખર પુરુષાર્થની, કહેવાતા ઈશ્વરને પડકારતી એવી આત્મગૌરવની ઘટના બની રહે છે. જો આસ્તીકોને એક વૈજ્ઞાનીક સીદ્ધાંત યથાર્થ સમજાય, તો પ્રતીતી થઈ જ જાય કે, આમાં ઈશ્વરનું કોઈ કર્તૃત્વ કે સ્થાન જ ન હોઈ શકે. એ સીદ્ધાંત એવો છે કે, જેમ સ્થીર (જડ) પદાર્થ એની મેળે ગતી કરી શકતા નથી, તેમ ગતીમાન જડ પદાર્થ કોઈ અવરોધક ઉર્જાની મદદ વીના આપોઆપ થંભી શકતો જ નથી. આ જ સીદ્ધાંતવશ છેલ્લાં 14-15 અબજ વર્ષોથી આ બ્રહ્માંડ મુળથી પ્રાપ્ત એવી ઉર્જાબળે અવીરામે ગતી કરી રહ્યું છે. એટલે કે, expanding universe !

પરન્તુ અંધશ્રદ્ધાળુ આસ્તીકો પેલાં અંધકારમાં અકારણ જ ધ્રુજતાં બાળકોની જેમ, બ્રહ્માંડની આવી ઉત્પત્તી તથા ગતીમાંય  ઈશ્વરનું કર્તૃત્વ જુએ છે ! હવે યોગાનુયોગે બન્યું છે એવું કે, બ્રહ્માંડની ખરેખર ઉત્પત્તી વખતે જે એક કણ (Particle) ખુબ સક્રીય હતો, તે આ પ્રયોગથી પ્રાપ્ત થઈ શક્યો નથી. મારા ખ્યાલથી આ કણ તે બોસોન કે હેડ્રોન; જે કવાર્કના રગડામાંથી બનતા ભારે કણ (Heavy particle) છે, જે એવા વીરલ છે કે , એક અબજ ફોટોનની રચનાને પરીણામે ફક્ત એક હેડ્રોનનું સર્જન થાય છે. વળી એ કણોની ગતીવીધીય ઘણી અનીશ્વીત હોય છે; જેથી વીજ્ઞાનીઓએ એને ‘God Particle’ (ઈશ્વરીય કણ) એવું નામ આપ્યું છે. બસ, અતાર્કીક આસ્તીક તો થયો ખુશખુશાલ ! તેઓમાંના કેટલાકે તો એટલી હદે લખી માર્યું કે, વીજ્ઞાને આખરે તો ઈશ્વરને યાદ કરવો જ પડ્યો ! ઈશ્વરની ઈચ્છા વીના એક પાંદડુંય હાલી શકતું નથી !’….. ઈત્યાદી આપણે માટે એક જાણવા જેવી હકીકત: ભારતીય વીજ્ઞાની સત્યેન્દ્ર બોઝના નામ પરથી ચોક્કસ કણને ‘બોસોન’ એવું નામ આપવામાં આવ્યું છે.

આસ્તીકો યા શ્રદ્ધાળુઓ લાંબો તેમ જ તર્કશાસ્ત્રીય વીચાર કરી શકતા જ નથી; પરીણામે તેઓ આસપાસની યા વીશ્વની પુર્ણ પરીસ્થીતીનું નીરીક્ષણ કરી, સ્વસ્થ અને તટસ્થ ચીત્તે સત્ય તારવી કે પામી શકતા નથી. તેઓ ફક્ત પોતાની માન્યતાની તરફેણમાં હોય એવા બેચાર દાખલા ઉતાવળે, આડેધડ ઉપાડી લે છે, અને એની મદદથી  પોતાની અતાર્કીક, અવૈજ્ઞાનીક કે અસત્ય માન્યતાને સમર્થીત કરી, એને સનાતન સત્ય તરીકે ઘુસાડી દેવા મથે છે. જો કે વીજ્ઞાન તો સત્ય-આધારીત હોઈ, પુર્ણ બળવાન ક્ષેત્ર છે; એથી એવી અધકચરી માન્યતાઓને પોતાના ક્ષેત્રમાંથી તે તત્કાળ હાંકી જ કાઢે છે. દા. ત. ‘બીગ બેંગ’ ના આ સફળ પ્રયોગમાં વીજ્ઞાનીઓએ કયાંય ઈશ્વરના દર્શન કર્યા જ નથી. હા, જો કે કેટલાક વીદ્વાન વીજ્ઞાનીઓય આસ્તીક છે ખરા; પરંતુ આજે અહીં એ લોકની પ્રસ્તુત નીર્બળતા કે મર્યાદાની ચર્ચા અપ્રસ્તુત હોઈ, અધ્યાહાર જ રાખીએ !

હવે આવા લેખકો – ચીંતકોની ટુંકી તથા એકાંગી દૃષ્ટીએ સત્યને પંથે વાળવાના શુભ આશયથી થોડી એવી સત્ય – બનેલ ઘટનાઓના દાખલા ટાંકીએ કે જે જાણતાં સ્વાભાવીક જ પ્રશ્ન થાય કે, ‘ઈશ્વર આવો કેવો ?’ જો ઈશ્વર સર્વ શક્તીમાન હોય, તો આવું કેમ બની શકે ? મતલબ કે, જેઓએ ‘બીગ બેંગ’ ના સફળ પ્રયોગ છતાં એમ તારવ્યું કે, ઈશ્વરની ઈચ્છા વીના એક પાંદડુંય હાલી શકતું નથી. એ લોકોએ જો અખબારોમાં પ્રગટેલા, એ એક જ દીવસે બનેલી ઘટનાઓના સમાચારોને ગંભીરતાથી ધ્યાનમાં લીધા હોત, અને તટસ્થાપુર્વક મનોમન પ્રશ્ન કર્યો હોત કે, જો ઈશ્વરની ઈચ્છા વીના એક પાંદડુંય હાલી શકતું ન હોય, તો શું આવી બધી ભયંકર, પાશવી, રાક્ષસી ઘટનાઓ આ સંસારમાં અવારનવાર બન્યા જ કરે છે; એ ઈશ્વરની ઈચ્છાથી જ, એના સમર્થનથી જ બનતી હોવી જોઈએ ને ? અને જો એમ જ હોય તો, અચુક શંકા જાગે કે શું ઈશ્વર આવો ખરાબ કે નીર્બળ, જે આવી પાપ-ઘટનાઓને અટકાવી શકતો નથી યા એનો કદાચ સમર્થક હોવાથી અટકાવતો નથી ? અથવા તો પછી ઈશ્વર જેવું કોઈ સર્વશક્તીમાન, સર્વસંચાલક તત્વ જ નથી….. બલકે, અહીં તો કેવળ બળનો જ સીદ્ધાંત પ્રવર્તે છે ?…

તો ચાલો, હવે તે જ દીવસે બનેલી આ પ્રસીદ્ધ થયેલી ભયાનક, અનીશ્વરીય ઘટનાઓને ટુંકમાં જ ગણાવીએ: (1) રશીયામાં આત્મઘાતી હુમલા: 12 નામૃત્યુ (2) અફઘાનમાં વધુ હુમલા થવાની ભારતીયોને દહેશત (3) દાંડી ગામે સાત વર્ષની બાળકી સાથે બદકામ કરી નરાધમોએ એને તરછોડી મુકી (4) છુટાછેડા થઈ જતાં,  યુવાને કોર્ટમાં જ ઝેર પી લીધું (5) ઉન પાટીયા નજીક કીશોરી પર બળત્કાર (6) પત્નીની હત્યા કરનાર પતીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી (7) સચીનમાં પરીણીતાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો (8) અમદાવાદમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ…. વગેરે, વગેરે ! પરંતુ આ તો મુખ્યત્વે ગુજરાતની, વીશેષત: દક્ષીણ ગુજરાતની જ એક દીવસની દુર્ઘટનાઓ છે તો જરા વીચાર કરો, કેવા કેવા ભયાવહ, આઘાતજનક આ ઘૃણાસ્પદ બનાવો બનતા હશે ! ત્યારે  ઈશ્વરની ઈચ્છા વીના એક  પાંદડુંય હાલતું નથી- એવી કટ્ટર માન્યતાઓનો પછી શો અર્થ કરવો ? વધુમાં, ભુકંપનો તીવ્ર આંચકો, લાખોનાં મોત, પ્રચંડ વાવાઝોડાથી જાનમાલની ખાના ખરાબી, જવાલામુખીનો વીસ્ફોટ યા ત્સુનામીથી વ્યાપક તારાજી તથા સંખ્યાબંધ મોત – આવું બધું કેમ અનીયંત્રીત બન્યા જ કરે છે, જો ઉપર કોઈ કૃપાળુ, સર્વશક્તીમાન તારણહાર, સાર્વત્રીક સંચાલન, નીયંત્રણ કરતો બેઠો હોય તો ?…..

તા. ક. ઈશ્વરીય કણ અથવા હેડ્રોન આદી વીષયે, જો મારી કશી ભુલ થતી હોય તો, વીજ્ઞાનવીદો વધુ પ્રકાશ પાડે એવી વીનન્તી !

ભરતવાક્ય

(1) A credulous mind finds most delight in believing strange, things, and the stranger they are, the easier they pass with him, but he never regards those that are plain and feasible, for every man can believe such.

SAMUEL BUTLER


(2) આ બ્રહ્માંડની રચના વખતે જો ઈશ્વરે મને પુછ્યું હોત તો હું કેટલાંક ખુબ મહત્વનાં સુચનો કરી શક્યો હોત.

– આલ્ફોન્ઝો (સ્પેનનો રાજા)


પ્રા.રમણ પાઠક


‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની, (શનીવાર તા. 10 એપ્રીલ, 2૦10ની) લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’માંથી સાભાર.. સૌજન્ય–’ગુજરાતમીત્ર’, સુરત..


સંપર્ક: પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી – 394 641 ફોન: (02622- 222 176)


અક્ષરાંકન: ગોવીન્દ મારુgovindmaru@yahoo.co.in


મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ https://govindmaru.wordpress.com/ પર પોસ્ટ કર્યા તારીખ23–04–2010


‘આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.inપર મને એક મેઈલ લખજો. પીડીએફ મારી પાસે તૈયાર જ છે, તરત મોકલીશ.’


24 Comments

 1. Dear ,
  If this scientist say we are Fail than Government not funded his Project ,
  and this type of project macking a big money for All.

  regards
  natubhai.

  Like

 2. શ્રી ગોવીંદભાઇ, લેખ મનનીય છે, એક ક્ષતિ ધ્યાને આવે છે, લેખનાં ત્રીજા ફકરાના અંતે વાક્યની ગોઠવણીઓમાં કશીક ભુલ છે, જરા ચકાસશોજી. (ફક્ત જાણ માટે). આભાર.

  Like

  1. વહાલા શ્રી અશોકભાઈ,

   નમસ્કાર.

   આપની વાત સાચી છે. ક્ષતી ધ્યાને લાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

   – ગોવીન્દ મારુ

   Like

 3. આપણે એક એવા કણ કે પદાર્થનું અસ્તીત્વ માની લઈએ કે જેમાંથી બ્રહ્માંડ બીગબૅંગ થઈને બન્યું. આ કણમાં કોઈ રાસાયણીક પ્રક્રીયા કે બાહ્ય હસ્તક્ષેપ વગર કોઈ ફેરફાર ના થઈ શકે એ વીજ્ઞાનનો ઉર્જાનો પાયાનો નીયમ છે. હમ્મેશા ઉર્જાનું રુપાંતરણ થતું હોય છે, ઉર્જાનું નવસર્જન શક્ય નથી. વૈજ્ઞાનીકો હેડ્રોન કોલાઈડરમાં બીગ બેંગ બનાવી શક્યાં એમાં એમનો બાહ્ય હસ્તક્ષેપ નથી? આ આખા પ્રયોગમાં કેટલી બધી ઉર્જા વપરાઈ ત્યારે એક માત્ર કણ પુરતી બીગ બેંગ ઘટના ભજવી શકાઈ… આ પ્રયોગને પરીણામે જો નવા બ્રહ્માંડનું સર્જન કરવું હોત તો કેટલી બધી બાહ્ય ઉર્જાની અને કેટલા બધાં બાહ્ય હસ્તક્ષેપની જરુર પડી હોત???

  વળી, એક અબજ ફોટોન ભેગાં થવાં તો રમત વાત છે. સુર્યપ્રકાશ એક સેકંડમાં એક ચોરસ સેંટીમીટર ક્ષેત્રફળમાં એટલા અબજ ફોટોન વરસાવે છે. એમાંથી એક બોસોન આરામથી બની શકે. હકીકતે બોસોન એ કણનું સ્થાયી સ્વરુપ નથી. એ હમ્મેશા રુપાંતરીત થતું હોય છે – બોસોનમાંથી ફર્મીઓન અને ફર્મીઓનમાંથી બોસોન. સતત, અવીરત… આ માટે સ્ટ્રીંગ થીયરીનો અભ્યાસ કરી શકો છો.

  Like

 4. સરસ લેખ છે.વાત સાચિજ છે તમારિ.એમ જો પ્રેટિકલિ વૈગ્નાનિક રિતે વિચરિયે વિચારિયે તોતો આપન ને આ દુનિયા ના સર્જન મા ઇશ્વર તો દેખાસેજ નહિ.પન બિજિ રિતે જોઇએછે તો એવુજ લાગે છે કે ઇશ્વર નિ ઈચ્છા વીના તો આ દુનિયા નુ પાન્દડુ પન નથિ હાલ્તુ.

  Like

 5. With every scientific discovery God recedes further in the background. The recent experiment is not an intervention as Dear Chirag says. It is an experiment to find out what must have happened. It is for testing the theory of Big Bang itself. Scientists do not try to create another universe, let us not forget this basic thing. Scientists get funds, true. How can you conduct such an experiment without funds? But who says that scientists do not accept failure just for funds? In fact, so many experiments go waste and only a few succeed. Our own cryogenic engine experiment faild only recently. Should we call off the programme? It is money-minded approach if we do that.
  However, Faith comes before understanding. So we accept everything without understanding. Once we start understanding we begin losing faith. Small example: how many of us today continue to believe that small pos is the outcome of Sheetala Mata’s anger? We believed it, had faith in it. But we understood it and lost that faith. And God or divine power lost some of its strength in our mind. Let us develop scientific temper, so that we start questioning everything that is handed down to us.

  Like

 6. વિશ્વનાં સૌથી શક્તિશાળી પાર્ટીકલ એસેલરેટર ફર્મીલેબનાં ટ્રેબેટ્રોન કરતાં સાડા ત્રણ ગણુ વધારે શક્તિશાળી ગણાશે. ન્લ્લભ દ્વારાં વૈજ્ઞાનિકો હિગ્સ બોસોનની મિકેનીઝમ જાણવા માંગે છે કે એલીમેન્ટ્રી પાર્ટીકલ પાસે ઇલેકટ્રોવીક સીમેટ્રીનું એકસટેન્શન ગણાતી સુપર સીમેટ્રીને પણ વૈજ્ઞાનિકો ચકાસી શકશે. જેના દ્વારા વૈજ્ઞાનિકો ડાર્ક મેટરનો ભેદ પણ ઉકેલી શકશે. સ્ટ્રીંગ થિયરીમાં આવતાં વધારાનાં ડાયમેન્શન છે કે કેમ તેને પણ ચકાસી શકાશે. ગ્રાન્ડ યુનીફાઈડ થિયરીમાં ઇલેકટ્રોમેગ્નેટીસ્મ, સ્ટ્રોગ ન્યુકીયર ફોર્સ અને વીક ન્યુક્લીઅર ફોર્સને એક સયુંક્ત યુનીફાઈડ ફોર્સનું અંગ માનવામાં આવે છે. આ ત્રણેય બળ એક જ ફોર્સની અલગ અલગ અવસ્થા છે કે કેમ તે પણ ચકાસી શકાશે. ગુરૂત્વાકર્ષણ બળ અન્ય બળો કરતાં વધારે નબળું શા માટે છે તેનો ખુલાસો વૈજ્ઞાનિકો મેળવી શકશે. મેટર અને એન્ટી મેટર વચ્ચેની સીમેટ્રીનો ભંગ બ્રહ્માંડમાં શા માટે થયો છે તેનો ભેદ પણ ઉકેલી શકાશે. ડાર્ક એનર્જીની પ્રકૃતિ કેવી છે ?

  પ્રારંભનાં બ્રહ્માંડમાં કાર્ક ગ્લુઓન પ્લાસ્માની પ્રવૃત્તિ કેવી હતી તેનો સવિસ્તર ખ્યાલ પણ વૈજ્ઞાનિકોને મળી શકશે. જો ન્લ્લભ ની આખી સીસ્ટમ ખામી વગર ચાલુ રહેશે તો, આજનાં એક પોઈન્ટ પર સ્થીર થયેલ ભૌતિક શાસ્ત્રને નવી દીશા અને ગતી મળશે. સાથે સાથે કુદરતની કરામત અને બ્રહ્માંડ સર્જનનું રહસ્ય ખુલશે તે નફામાં
  —————————————————–
  આ પણ એટલું જ સત્ય છે.
  માણસ પોતાની બધી જ સીમીત, ખાસ માન્યતાઓ, પરંપરાઓ, ક્ષુદ્રતાઓ, કુસંસ્કારોનો પરિત્યાર કરીને પોતાની આત્માના દરેક સ્તર પાર કરીને પોતાની જાતને શુદ્ધ, પવિત્ર અને દિવ્ય બનાવવા પડશે. ત્યારે જ તે પોતાની અંદર ભગવાનની શોધ, દર્શન, પ્રાપ્તિ તેમજ અભિવ્યક્તિના શિખર પર પહોચી શકાશે.
  દરેક અનુભૂતિમાં પુરુષાર્થ કરવો જ પડે.વાતોના વડા કરવાથી ન ચાલે

  Like

 7. ગોવિંદભાઇ સરળ શબ્દોમા સરસ સમજ આપી. મહાવિસ્ફોટપ્રયોગ પર ખુબ વાંચ્યું છે અને તેના પર તો વક્તૃત્વ પણ આપ્યું છે. જો કે આપે ઇશ્વર વિશેનાં વિધાનો થોડા આકરાં લાગ્યાં.

  પ્રથમ તો કબુલ કે ઇશ્વર શ્રધ્ધાનો વિષય છે, વિજ્ઞાનનો નહીં. પણ એ દરેક વ્યક્તિની અંગત માન્યતા છે. આપણે તે સારી કે ખરાબ નક્કી કેવી રીતે કરી શકીયે.

  વ્ધુમા કેટલાક વિજ્ઞાનીઓ ઇશ્વરમાં અતુટ શ્રધ્ધા રાખે જ છે ને. મારે મતે વિજ્ઞાન એટલે શ્રધ્ધાનો નકાર એમ નહીં પણ અંધશ્રધ્ધાનો વિરોધ. અહીં હુ આઇન્સ્ટાઇનનાં શબ્દો ટાંકવા ઇચ્છીશ.

  “Everything is determined, the beginning as well as the end, by forces over which we have no control. It is determined for the insect, as well as for the star. Human beings, vegetables, or cosmic dust, we all dance to a mysterious tune, intoned in the distance by an invisible piper”

  Like

  1. Hi Abhishek,

   I completely agree wid you. Everybody have their faith in different. We need to take care that faith should not turn into blind-faith. If it turns into blind-faith then its dangerous for not only to the person but also to the society.

   Like

 8. વહાલા દીપકભાઈ,

  દરેક ગુજરાતી વાચકમીત્રે પોતાનો પ્રતીભાવ ગુજરાતીમાં જ આપવો જોઈએ. આપના કમ્પ્યુટરમાં ગુજરાતી ઈન્ડીક સોફ્રટવેર ડોઉનલોડ કરાવશો. શની-રવીવારે હું બહારગામ હોવાથી સોમવારે આપને આ સોફ્રટવેર અલગ મેઈલથી મોકલીશ.
  આભાર.

  Like

   1. રૅશનલવીચારો લોકોને ગમે અને વહેંચાતા–વંચાતા રહે તે જ તો આ બ્લોગનો હેતુ છે ! લેખકના નામ–સરનામાંની વીગત સહીત લેખકને તેનો યશ આપી ‘આ લેખ https://govindmaru.wordpress.com/ પરથી લીધો છે’ એટલું લખીને મીત્રોને મોકલવા વીનંતી છે.

    Like

 9. માણસોને પોતાનો રોટલો શેકવો છે. તેને ઈશ્વર હોય તો યે ફેર નથી પડતો ને ન હોય તો યે ફેર નથી પડતો.

  સાચો નાસ્તિક ઈશ્વર વીશે વિચાર કર્યા વગર પોતાનું કાર્ય કર્યા કરે છે.

  સાચો આસ્તિક ઈશ્વરમાં માનતો હોય તો પુરા પુરુષાર્થથી તેની શોધ કરે છે.

  બાકી વાતોના વડા થી શું?

  ઘુવડને કદી સુર્ય નથી દેખાતો તેથી શું એમ માની લેવું કે સુર્ય નથી?

  Like

  1. Atulbhai jani-no jawaab kharekhar gamyo. bahu j vyavahaaru artha-ghatan karyu chhe.
   parantu mane laage chhe ke govindbhai-no hetu dharma ane ene kaaraNe felata a-taarkik (irrational) vishvaas saame avaaj uThaavavaa no chhe.

   Like

   1. શ્રી દીપકભાઈ,

    અતાર્કિક બાબતો સામે અવાજ તો હું નાનપણથી ઉઠાવતો આવ્યો છું. પણ સાચી સાધના અને કોઈ અગમ્ય તત્વની ઓળખ મેળવવાનો આનંદમય પ્રયાસ કે જે અનેક રીતે થઈ શકે છે તે પણ એટલો જ બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય છે તે બાબત નિર્દેશ કરવાનો જ મારો પ્રયાસ છે. ગોવિંદભાઈની ૮૫ થી ૯૦ ટકા વાત સાથે હું હંમેશા સહમત હોવું છુ પણ બુદ્ધિ થી ઉપર જ્યારે અનુભુતી નું સ્તર આવે છે ત્યાં તે હથીયાર હેઠા મુકીને તે બાબતનો વિરોધ કરે છે. મારુ કહેવાનું માત્ર એટલું જ છે કે તમે છેવાડે પહોંચી ગયા છો પણ હજુ આગળ થોડોક રસ્તો બાકી છે. બાકી ગોવિંદભાઈ ના નિ:સ્વાર્થ પુરુષાર્થ ને હું અંતરથી બિરદાવું છુ.

    Like

 10. સરસ લેખ અને એ પરની ચર્ચા પણ ગમી.
  સુધીર પટેલ

  Like

 11. प्रिय अतुलभाई,
  तमारी वात साची छे के घणी वातो सामान्य समजनी बहार जती होय छे। परन्तु सामान्य समजनी बहार तो घणुं घणुं जतु होय छे। ए दरेक व्यक्तिना पोताना स्तरनो सवाल होय छे एम मने लागे छे। शक्य छे के आपणे ए ज बिदु पर अटकीने खोज बंध करी देता होईए। बुद्धि अथवा समजशक्तिनी सीमा आवी गई होवानो निर्णय पोते ज एक आपखुद निर्णय नथी होतो? व्यक्तिगत रीते आपणे आपणी बुद्धिनी मर्यादा स्वीकारी लईए एमां नम्रता छे पण मानव बुद्धि अथवा समजशक्तिने पण ए ज मर्यादा लागु करी दईए ते कदाच योग्य नही गणाय्। आपणे व्यक्तिगत रीते जे न समजी शकीए ते कदाच बीजा कोइने समजाई जाय्। मानव समाजे प्रगति तो करी ज छे अने घणुंबधुं समजणनी सीमामां आव्युं छे। कदाच आ दिशामां आगेकूच चालु ज होय्।
  दरेक जण अपूर्ण छे ए वास्तविकता छे अने सम्पूर्णता अथवा परिपूर्णता एक कल्पना छे जे जोवा नथी मळती। ईश्वर परिपूर्ण छे एटले ज देखातो नथी! लक्षणो प्रमाणे ईश्वर कल्पनाना क्षेत्रमां आवे छे।आपणी अपूर्णता ज आपणने ईश्वर रुपी पूर्णता शोधवा माटे प्रेरे छे, जे कदाच होय ज नहीं।
  आपणे अपूर्णतानो यथावत स्वीकार करी लईए तो कदाच शान्तिमय सह-अस्तित्वनो सिद्धान्त पण बराबर समजी शकीए के हुं पोते अपूर्ण होवा छतां पण जो मने अस्तित्वनो अधिकार होय तो अन्य अपूर्णने पण छे। पूर्णतानी खोजमां आपणे एवा भान भूली गया छीए के बेएजानुं अस्तित्व स्वीकारवा पण तैयार नथी होता। हुं ज साचो एवा ख्यालथी धर्मनो आधार लईने जेटली लडाईओ थई छे एटली तो कोई कारणसर नथी थई। आम ईश्वरनी खोजे आपणने एकला मोक्ष शोधवानुं शीखव्युं छे, बीजा साथे जीववानुं नहीं।

  Like

 12. I strongly recomend you to read the book ‘god delusion’ by Richard Dawkins. Perheps you may hv already read it, but if not worth reading.
  Vinod Desai

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s