ગંદકી અને શ્રીહરી… મુસીબત ખરેખરી !

ગંદકી અને શ્રીહરી… મુસીબત ખરેખરી !

એક હબસી ટુરીસ્ટે ભારતનો પ્રવાસ કર્યા બાદ તેની ડાયરીમાં લખેલું, ‘ઈન્ડીયા ઈઝ અ ડર્ટી કન્ટ્રી.’ કોઈ હબસી ભારત વીશે આવું સર્ટીફીકેટ આપી જાય તે ભારતની ગંદકી પર આઈ.એસ.આઈ.ની મહોર લાગ્યા જેવી બાબત ગણાય. (સુરતમાં થોડા દીવસ ફર્યા પછી તે એવું લખવા પ્રેરાયો હશે એવી ધારણા હતી; પણ ડાકોર અને બેટ દ્વારકાની ગંદકી નીહાળ્યા પછી લાગ્યું કે ત્યાંથી જ તેને આવું લખવાની પ્રેરણા મળી હશે.) ડાકોર અને બેટ દ્વારકાની ગંદકી સગી બહેનો જેવી છે. ડાકોરના રસ્તા પર દીનદહાડે છોકરા ઝાડે બેસવાનું સ્વાતંત્ર્ય ભોગવે છે. ગોમતીઘાટનું એક દૃશ્ય સ્મૃતીમાંથી ખસતું નથી. થોડીક ટુરીસ્ટ સ્ત્રીઓ બાળકોએ બગાડેલાં કપડાં ધોઈ રહી હતી. એક ફરસાણની દુકાનનો નોકર તેલવાળા વાસણો પાણીમાં ઝબોળી રહ્યો હતો. બાજુમાં એક કુતરો કોહી ગયેલું નારીયેળ ખાઈ રહ્યો હતો. આ બધાંથી દુષીત થયેલું પાણી લીલું ઝેર જેવું જણાતું હતું. થોડે દુર શ્રદ્ધાળુઓ હથેળીમાં એ પાણી લઈ ચરણામૃતની જેમ પીતા હતા. પગ બોળો તો ગંદા થઈ જાય એવું પાણી લોકો શ્રદ્ધાને નામે પેટમાં પધરાવતા હતા. શ્રદ્ધા શ્રદ્ધાને સ્થાને ઠીક છે; પણ તેને માટે આરોગ્યશાસ્ત્રના નીયમોને નેવે મુકો તો પુણ્ય નહીં; હૉસ્પીટલ મળે. એ જમાનો વહી ગયો જ્યાં ભગવાન ભરોસે મીરાંબાઈ ઝેરનો કટોરો પી ગયેલાં. હવે ઝેરનાં સરનામાં બદલાયાં છે. ઝેર માત્ર ‘પૉઈઝન’ના લેબલવાળી શીશીમાં જ નથી હોતું; આઈસક્રીમ કે રસમલાઈમાં પણ હોય છે. અરે… ! ભગવાનના પ્રસાદમાં પણ છુપાયેલું હોય છે. એક મહીના પહેલાંના સત્યનારાયણના પ્રસાદ પર ફુગ આવી ગઈ હતી. તે ફેંકી દેવાને બદલે શ્રદ્ધાપુર્વક આરોગી જતી એક ડોસીને મેં નજરે જોયેલી. માની લઈએ કે પ્રસાદનો અનાદર ન કરાય; પણ ઝેરનોય ના કરીએ તો મોક્ષ નહીં ‘જશલોક’ મળે.

ધાર્મીક સ્થળોની  આસપાસ આટલી ગંદકી કેમ હોતી હશે એ વાત મેં ઘણી વાર મંદીરના ફરસ પર બેસી વીચારી છે. એ બે વચ્ચે માણસ પુલ બને છે. માણસ ભગવાનનું ઘર સ્વચ્છ રાખવા મથે છે; પણ પોતાની અસ્વચ્છતા દરગુજર કરે છે. ભગવાનના થાળ માટે જેટલી કાળજી લે છે તેટલી પોતાના ભોજનથાળ માટે નથી લેતો. પ્રસાદમાં એકાદ જીવડું મરી ગયેલું જણાય તો બધો પ્રસાદ ફેંકી દેતો માણસ, દાળમાંથી નીકળેલા વાંદાને નજરઅંદાજ કરી દે છે. પીવાનું પાણી ચરણામૃત જેટલું ચોખ્ખું હોવું જોઈએ એવો તે આગ્રહ નથી રાખતો. પુજા કરતાં પહેલાં એ પ્રભુની મુર્તી ધુએ; પણ જમતાં પહેલાં હાથ ન ધુએ. પુજારી રોજ કૃષ્ણનું પીતાંબર બદલે; પણ પોતાનું ધોતીયું મેલુંદાટ હોય. રોજ એ દીવો કરે; પણ દાઢી ન કરે.

મંદીરો કે ધાર્મીક સ્થળોએ યોજાતા ‘મહાપ્રસાદ’માં થાળી–વાટકા ઠીક સાફ ન થયાં હોય તેવું વેઠી લેવું પડે છે. તે પર આગલા ભોજનના અવશેષો વળગેલા હોય તે જોઈએ ત્યારે પવીત્ર સ્થળને બદલે કોઈ ભંગાર લૉજમાં જમવા બેઠા હોય એવું લાગ્યા વીના ના રહે… ! આવા ઘણા વાંધાઓને કારણે મીત્રોએ મારા નામ પર ‘નાસ્તીક’ની મહોર મારી છે. પણ શ્રદ્ધાને નામે ફુગવાળો શીરો ખાઈ જવો એ શ્રદ્ધા નહીં; અબૌદ્ધીકતા ગણાય. ધાર્મીકતા અને ગંદકી વચ્ચેની આવી અશોભનીય જુગલબન્ધી સાચા આસ્તીકને કદી ન પરવડવી જોઈએ. ફક્ત બે મીનીટ નીચેના પ્રશ્નને ફાળવો. અસ્વચ્છતાથી કોને હાની પહોંચી શકે – જીવતાજાગતા માણસને કે ભગવાનની મુર્તીને ? મંદીરની આસપાસની ગંદકી ભક્તોની સ્વરચીત નીપજ હોય છે. મંદીરનાં સંડાસો, આપણને મળના ઢગલાથી ઉભરાતાં રેલવેનાં સંડાસોની યાદ અપાવે છે. બાથરુમમાં લીલ બાઝી હોય, અંદરથી પેશાબની તીવ્ર દુર્ગન્ધ આવતી હોય, મંદીરનાં પગથીયાં આગળ બગડેલાં નાળીયેરો ફેંક્યાં હોય, એ બધામાં ડાકોરના ઠાકોરનો કેટલો વાંક ? પવીત્રતા નાકથી સહન થાય એટલી જ ગંદી હોવી જોઈએ, એથી વધુ નહીં. મારું ચાલે તો દરેક મંદીરોની બહાર પાટીયાં મરાવી દઉં : ‘ઈશ્વર માત્ર મંદીરમાં જ નહીં; બહાર પણ વસે છે. એને શ્રીફળ કરતાં સ્વચ્છતા વધુ પસંદ છે. આરતીના ઘોંઘાટ કરતાં નીરવતા વધુ પસંદ છે. એથી શાંતી અને સ્વચ્છતાને જ ઉત્તમ પ્રભુભક્તી ગણવા ભક્તોને હાર્દીક અપીલ છે.’ સંતો અને ધર્મપંડીતો લોકોને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવવા પરસેવો પાડી રહ્યા છે. ધાર્મીકતા તેમનું એક માત્ર લક્ષ્ય છે. ધાર્મીક કહેવડાવતો માણસ કેવી ખરાબ રીતે જીવે છે તે તરફ તેમનું ધ્યાન ભાગ્યે જ જાય છે. દરેકના હાથમાં માળા હોય તેવો આગ્રહ રાખતો ધર્મગુરુ, એ વાતને નજરઅંદાજ કરે છે કે ગલ્લા પર બેઠેલો માણસ દીવસમાં કેટલાં કાળાં કર્મો કરે છે. શ્રદ્ધા કે ભક્તી અમાનવતાના વરખમાં લપેટાયેલી હોય તે શા કામની ? મા દીકરાને ખુબ વહાલ કરે; પણ તેનું ગળતું નાક સાફ કરવાનું તેને ન શીખવે તેવો ઘાટ થાય છે. શ્રદ્ધાળુઓએ યાદ રાખવું પડશે. વાળી ઝુડીને સાફ કરેલા આંગણામાં જ રંગોળી શોભે. ગંદા આંગણામાં શોભતી નથી. જીવનની સ્લેટ સાફ કર્યા પછી જ તે પર ધર્મનો એકડો ચીતરી શકાય. આપણે એવા દીવસની પ્રતીક્ષા કરીએ, જેમાં મોરારીબાપુ તેમની કથામાં રામાયણ કે વેદ-ઉપનીષદ સમજાવવાની સાથોસાથ માણસની ગંદી કુટેવો માટેય બે શબ્દો કહે. માણસ નવ દીવસ સુધી કથા સાંભળે અને ઘરે જતી વેળા ચાલુ બસે બહાર એવી રીતે થુંકે છે કે ક્યાં તો એ રસ્તે ચાલતા રાહદારી પર પડે ક્યાં પાછલી સીટ પર બેઠેલા મુસાફરના મોઢા પર પડે. એ થોડાંક થુંકમાં આખું રામાયણ ધોવાઈ જાય છે. (મોરારીબાપુની કથા વખતે પાલાની મુતરડીઓની પુરી વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં; બહાર ગમે ત્યાં ઉભા રહી  પેશાબ કરતા ભક્તોને નજરે જોયા છે.)

આપણા ધર્મપ્રેમીઓને ધર્મ પુર્વે સ્વચ્છતાની મહત્તા સમજાય તે જરુરી છે. મળસ્કે પાંચ વાગે ઉઠીને ગીતા વાંચતા માણસના ઘરમાં ઢગલેબંધ કચરો ખુણેખાંચરે પડ્યો હોય ત્યારે એ વાત સાચી લાગે છે. ગીતા હાથમાં લઈ મનનો કચરો સાફ કરતાં પહેલાં ઘરનો કચરો સાફ ન કરો તો કૃષ્ણ કેવી રીતે રાજી થાય ? ગંદા ઘરમાં ધર્મની રંગોળી શોભતી નથી. ભક્તોને પુજાપાઠ વડે ધાર્મીક સ્થળો ગંદાં કરવાનો અધીકાર ન હોવો જોઈએ. પવીત્રતા ગંદકીના વરખમાં લપેટાયેલી હોય એ સ્થીતી સામે પહેલો વાંધો આસ્તીકોને જ હોવો જોઈએ. આપણા દેવો નસીબદાર છે. માણસ દેવનું ઘર સાફસુથરું રાખે છે. પણ પોતાના ઘરની તો ગમે તેવી ગંદકીને એ ગાંઠતો નથી. (અહીં નરી આંખે દેખાતી ભૌતીક ગંદકીની જ વાત કરી છે… માણસના મનના ગોડાઉનની પાર વીનાની વૈચારીક ગંદકીનો એમાં સમાવેશ થતો નથી.) મધર ટેરેસાએ ખોટું નથી કહ્યું. ‘ઈશ્વર તમને ઘોંઘાટ અને અજંપામાં નહીં મળે. એ તો મૌનનો મીત્ર છે. આપણે એટલા માટે સ્વચ્છ અને પવીત્ર રહેવું જોઈએ કે ઈશ્વર આપણામાં રહી શકે… !’

દીનેશ પાંચાલ


‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની રવીવારીય પુર્તીમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોક્પ્રીય કટાર ‘જીવન–સરીતાના તીરે’માં,વ્યક્તી, સંસ્થા અને સમાજ’ વીશે પ્રેરક નીબંધો લખીને લોકપ્રીય થયેલા આ સર્જક– વીચારકને એમના પુસ્તક ‘મનનાં મોરપીંછ’ નીબંધસંગ્રહ માટે ‘ગુજરાતસાહીત્ય અકાદમી’નો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. શ્રી દીનેશભાઈ પાંચાલના નવા પુસ્તક ‘તનકતારા’ (પ્રકાશકઃ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-380 001 ફોન: 079-2214 4663 ઈ-મેઈલ: goorjar@yahoo.com પૃષ્ઠઃ 16 +164; મુલ્યઃ 100/- રુપીયા)માંથી આ લેખ લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..


સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: (02637 242 098) સેલફોન: 94281 60508


અક્ષરાંકન: ગોવીન્દ મારુgovindmaru@yahoo.co.in


પોસ્ટ કર્યા તારીખ07–05–2010


આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. પીડીએફ મારી પાસે તૈયાર જ છે, તરત મોકલીશ.

28 Comments

 1. Govind bhai

  I salute your thought and i like very much this

  great blog it is very nice keep it up.Thanks a lot.

  Like

 2. Excellent Post……
  Nice Thought which we have to worry about…..

  Thank you Sir. keep up posting like that

  Like

 3. આપની વાત તદ્દન સાચી છે. એક બાજુ આપણે કહીયે છે કે ‘સ્વચ્છતામાં પ્રભુતા’ અને બીજી બાજુ આપણા દેવાલયો પાસે ગંદકીના ગંજ ખડકીયે છે. વર્ષો સુધી આપણા મંદિરોમા હરિજન પ્રવેશે તો અભડાઇ ગયા તેમ માનતા હતાં, પણ આજ મંદિરમાં કૂતરા કે બિલાડાં ફરે તે તેને નજરઅંદાજ કરીયે છે.

  Like

 4. The matters and details are written in this article are
  100% truth nothing but the truth,everywhere around in our holy places and near and in the temples full of litters and rubbish tips.
  Gandhiji in his autobiography at one place has mentioned that he tried and persuade in Rajkot some well off and educated people not to use inside house latrines but he was ignored,he describes its
  state ”they were dark,stinking and reeking with filth and full of worms”, this was when he first time retuned to India fromm South Africa(in 1896),one can now imagine and calculate that our society does not want to learn any lessons about hygine and health.Your article has again casted and pointed to the danger of uncleanliness and filth around all over our daily life.

  Like

 5. સુંદર લેખ! ભારતમાં કોઈ પણ જાત્રાના સ્થળે જાઓ તો સ્થળની મહત્તા આજુંબાજું ઘૂમતા
  મછ્છરોની સાઈઝ પરથી નક્કી થાય! જેમ મછ્છર મોટો એમ જાત્રાનું સ્થળ મોટું!

  Like

 6. Dear Friends,

  The article is good & 100% true. The truth is that third world people including Asian Indians are used to live in dirty environmemt. No doubt, these changing slowly and people are becoming more awareness about cleaniness.

  The population, personal beliefs, attitude, education and willingness to chane and accept new things in life are required.

  Education regarding cleaniness in life, at public places are required.

  Let us hope that people will realise and then chage will come.
  Strict law enforcement is required.

  Thanks again for this good article.

  Pradeep H. Desai
  Indianapolis,USA

  Like

 7. ગોવીન્દ ભાઈ.
  સરસ લેખ.આવી સાચી વાતો લોકો ને સમજાવે કોણ.આભાર

  Like

 8. ગંદકી એ આપણા દેશની સહુથી મોટી મુસીબત છે. એમાં સુધારો લાવી શકાય એનો ઉત્તમ દાખલો સુરતની કાયાપલટ છે. એક કમિશ્નરની,ફક્ત એક કમિશ્નરને કારણે એ શક્ય બન્યું.
  પ્રાથમિક શાળાથી જ જો બાળકોને સ્વચ્છતાના પાઠ પાકા કરાવવામાં આવે અને ઘર આંગણે દરેક મા-બાપ પોતે સુધરે અને બીજાના આંગણાંમાં કચરો ન નાંખે તો પણ સહેજ સુધારો આવે.
  પણ પહેલ કોણ કરે?
  એ જ પ્રમાણે ઘોંઘાટ…! એ તો જાણે દરેક ભારતિયનો જન્મસિધ્ધ અધિકાર. નવરાત, દિવાળી, કે પછી સવારે પોકારવામાં આવતી બાંગ હોય…!
  અલ્લાહ ઓ અક્બર..! સબકો સન્મતિ દે ભગવાન.. !
  અને ભારત એટલે હોર્ન કલ્ચર..!
  હોર્ન તો વગાડવા માટે જ…શોભાનો થોડો હોય? અને હવે તો એરહોર્નની બોલબાલા..!
  મેરા ભારત મહાન….

  Like

 9. It is dirty due to the over population. I was in India for one year . I hardly found homes are dirty inside. Young and old have sense of cleanliness. ‘People’ too many,so why not to do something about that.
  Other thing people who can afford have one or no child.
  Majority who have not enough means have 3 to 4.
  Now think———————-
  visit http://www.pravinash.wordpress.com

  Like

 10. પર્યાવરણ અને વન પ્રધાન જયરામ રમેશે જણાવ્યું હતું કે ધૂળ અને ગંદકી માટે જો નોબેલ પારિતોષિક હશે તો તે ચોક્કસ ભારતને જ મળશે.દેશનાં મોટાભાગનાં શહેરોમાં કચરાના નિકાલ માટેની સુવિધાઓના અભાવ સામે નારાજગી/ તેમણે જણાવ્યું હતું કે વિશ્વમાં સૌથી વધુ ગંદકી આપણા શહેરોમાં જોવા મળે છે. આપણા શહેરો સૌથી વધુ ગંદા છે તેથી ગંદકી માટેનું નોબેલ પ્રાઈઝ અપાતું હશે તો ચોક્કસ ભારતને જ તે મળશે અને તેમાં શંકાને કોઈ સ્થાન નથી. દેશના મોટાભાગના શહેરોમાં મ્યુનિસિપાલિટી દ્વારા કચરાનો યોગ્ય રીતે નિકાલ થતો ન હોવા અંગે પણ પર્યાવરણ અને વનપ્રધાને અફસોસ વ્યક્ત કર્યો હતો. ટેરિ (ટીઈઆરઆઈ)ના ‘ગ્રીન ઈન્ડિયા ૨૦૪૭’ અંગેનાં અહેવાલમાં પણ દેશભરમાં કચરાના નિકાલને પ્રાથમિકતા અપાતી ન હોવાની વાત જણાવવામાં આવી છે. ત્યારે જયરામનું આ નિવેદન ઘણું ચર્ચાસ્પદ બન્યું છે. આ ઉપરાંત ઘન કચરાના નિકાલ અંગેના નિયમો પણ નબળા હોવાનું આ અહેવાલમાં જણાવાયું છે.

  Like

 11. તમે બધાં ખોટી ચિંતા કરો છો- દેશને સુપર પાવર થવા દો- પછી આ ૬૨ ટકા વસ્તી કે જે ખુલ્લામાં હાજતે બેસે છે કે પેશાબ કરે છે તેમને માટે ટોયલેટની વ્યવસ્થા થઇ જશે. આપણાં મંદિરો પાસે ટોયલેટ્ની સગવડ ન હોય તેથી શું ? મંદિરોના શિખર કેવા દીપે છે? સોનેરી કળશ જોઇ ભગવાન રાજી રાજી થાય છે. મેરા ભારત મહાન-

  Like

 12. ખરેખર તો આ વાતો મેં આખી જીંદગી સાંભળી છે- ૬૦ વરસ થી.-એટલે હું આ બાબતોમાં ખૂબ નિરાશાવાદી છું બીજા સો વરસમાં પણ આપણે આવા જ રહેવાના-
  સુરત ભારતના બીજા શહેરો કરતાં ચોખ્ખું હશે- પણ ચીનના એકે ગામડાં ની તોલે પણ ન બેસે. આ માટે બીજા સો રમન પાઠક જોઇએ જે ટોયલેટની ઝુંબેશ ઉપાડે .

  Like

 13. જ્યારે ક્યાંય પણ કંઈ ખોટું થાય, ત્યારે કોઈક તો ફરજ ચૂકતો હોય છે જ.

  જનતાને દોષ દેવો સહુથી આસાન છે. અને આપણે તેને દોષ આપીને આપણે પોતે કેવા સુધરેલા છીએ તે વાત થી ધન્યતા અનુભવીએ છીએ.

  પણ સામાન્ય માણસને દોષ દેવો તે સમસ્યાનો અથવા ફરજચૂક નો ઉપાય નથી.

  એક વાત ચોક્કસ છે કે જો ધાર્મિક સ્થળો ગંદા હોય તો આપણે તેનો બહિસ્કાર કરવો. પણ તે વાત આપણા સુધી મર્યાદિત રહેશે. અને માણસોની પ્રકૃતિ એવી છે કે તે આવું ભોગવી લે છે. તેનો ઉછેર જ એવો થયો છે.

  તો શું આ સમસ્યાનો ઉકેલ નથી? છે જ. ચોક્કસ છે.

  જો એક શેષન, કોંગીએ ખાડે નાખેલા ચૂંટણી તંત્રને પાટા ઉપર લાવી શકે, એક ખેરનાર, બિલ્ડરોને સીધા કરી શકે અને એક “રાવ” ગંદામાં ગંદા સૂરત શહેરને ભારતનું બે નંબરનું ચોક્ખું શહેર બનાવી શકે તો બીજા બધા મ્યુનીસીપલ કમીશ્નરો પોતાના શહેરને ચોક્ખું કેમ રાખી ન શકે?

  મોહલ્લાની ગંદકી માટે જે તે સેનેટરી ઇન્સ્પેક્ટર અને વૉર્ડ ઓફીસરને જવાબદાર ઠેરવી શકાય. પણ વ્યાપક અને કાયમી ગંદકી માટે તો કમીશ્નરનો કાન જ પકડવો જોઇએ. અને તે ન સુધરે તો તેને ડિસમીસ કરવો જોઇએ. તેને પેન્શન પણ ન આપવું જોઇએ.

  યુરોપમાં પણ ૧૫૦ વર્ષ પહેલાં આવી જ દશા હતી. ટોલસ્ટોયે એક જગ્યાયે લખેલું કે લોકો પોતાના શહેરની ગંદકીના વર્ણન કરી તેમાં અભિમાન લેતા હતા.

  ગંદકી એ ગુનો છે. અને તે માટે જો જવાબદાર અધિકારીઓ ફરજ ન બજાવી શકતા હોય તો તેમને (કમીશ્નર સહિત) ફારેગ કરીને મફતનો પગાર લેવા બદલ જેલમાં પૂરી દેવા જોઇએ.

  મજુરી કરનાર ગરીબ લોકો શામાટે રસ્તા ઉપર સંડાસ જાય છે? તેમને રોજી આપનાર કોંટ્રાક્ટરે તેમને બધી પાયાની સગવડ પૂરી પાડવાની હોય છે. પણ લેબરઓફીસર કોંન્ટ્રાક્ટરો પાસેથી હપ્તો પડાવી પોતાની ડ્યુટી પૂરી થઇ એમ સમજે છે.

  Like

 14. आपणे शा माटे गंदा छीए? जवाब आपणी सामाजिक अने आध्यात्मिक विचारधारामां छे। आपणे व्यक्तिवादी छीए। मोक्ष मेळववा माटे समाजनो, संबंधोनो त्याग करवो पडे छे। आम समाज खरेखर अस्तित्वमां नथी। छे, तो बंधन तरीके, जेने जेम बने तेम जलदी दूर करवानो छे। आपणे मुळभूत चिंतन नहीं बदलीए त्यां सुधी स्थिति आवी ज रहेशे। जरुर छे सामाजिक चिंतननी। जरुर छे नवा आध्यात्मिक चिंतननी। ज्यां सुधी आवो फ़ेरफ़ार नहीं थाय त्यां सुधी गंदकी तो शुं, बेएजां दुषणो पण चालु रहेशे, जे पण आपणी सामाजिक व्यवस्थानी गंदकी ज छे। साधुसंतो व्रत-उपवास अने यज्ञो करावता रहेशे, गाम जमाड्शे, लोकोनी भीड तूटी पडशे अने धक्कामुक्कीमां लोथो ढळती रहेशे। जीवनमुक्त संतो मोक्षनी साधनामां फ़री लागी जशे, कारण के जगत तो माया छे। आत्मा अमर छे। पण आठ वर्षनी एक लाशनी जनेताने पूछ्शो तो एने आपणी आसपासनी नहीं पण आपणा मननी गंदकी ज नजरे चड्शे।

  Like

 15. મોક્ષ બોક્ષ બધું હંબગ છે. ઈશ્વરને લાંચ આપવાની વાત છે. શંકરાચાર્ય કહી ગયા છે કે જ્ઞાન જ એક રસ્તો છે. અને તે જ યોગ્ય આનંદ છે.
  ગંદકી ચલાવી લેવામાં આવે છે. તેથી મુલાકાતી ગંદી જગ્યાની મુલાકાત લઈ થોડી વધુ ગંદકી કરી, સહન કરી પોતે કશીક ધાર્મિક ફરજ બજાવી એવું સમજી જતો રહે છે.
  ઉપાય બધાને ટોકી ટોકીને સુધારવાનો ન હોઇ શકે.

  જેની ફરજ ચોક્ખું રાખવાની છે તેને દંડીને જ ચોક્ખાઈ રાખી શકાય.

  Like

 16. આપણાં દેવાયલો કે મંદિરો ગંદકી ગીર્દી અને ઘોંઘાટના પર્યાયો છે. મારાં બ્લોગ ઉપર આ વિષે મેં 2-3 લેખો મુકેલા છે ( 1 ) .ગંદ્કી માટે કોણ જવાબદાર નાગરીકો કે નગર પાલિકા ? ( 2 ) ઘોંઘાટ અને ગીર્દી નાબુદી અભિયાન્ ( 3 ) આઈએસો મંદિરો માટે ગંદકી-ગીર્દી અને ઘોંઘાટનો ખાત્મો ! ( 4 ) સ્વામીનારાયણ સંપ્રદાય -ગુરૂ કુળ્-છાત્રો અને ગંદકી !!( 5 ) મચ્છરોની આમ સભા-એક અહેવાલ !!( 6 ) ભારતની 69% ગ્રામ્ય પ્રજા અને 18% શહેરી પ્રજા ખુલ્લ્લામાં કુદરતી હાજત/મળ ત્યાગ કરે છે ! આ તમામ લેખોનો સુર એક માત્ર ગંદકી અંગેનો જ છે ! મને લાગે છે કે હરનીશભાઈની વાતમાં કંઈક તથ્ય છે. આવનારા 100 વર્ષ બાદ પણ આમજ ચાલવાનું છે કારણ કે સૌ પ્રથમ ગંદકી કોને કહેવાય તે જ સમજ મોટા ભાગના લોકોમાં નથી અને તો ગંદકી કેવી રીતે નાબુદ થાય ! આપણાં સૌનું આ માત્ર અરુણ્ય રુદન જ બની રહેવાનું છે !

  Like

 17. સ્વચ્છતા સાથે પવિત્રતા ને જોડી જ નથી અહી ગુરુજનોએ.માટે ગમેતેટલું કરો લોકો સુધરવાના નથી.કોઈ કમિશ્નર કેટલા દિવસ રહેવાનો?જ્યાં તમારા અચેતન મન માં ગંદકી વિષે ઘૃણા ના હોય ત્યાં સુધી કશું ના વળે.એક દાસ છગન ની આરતી માં સાંભળેલું કે પ્રસાદ નો અનાદર કરવાથી પુત્રો મરી ગયા.બોલો હવે આ ગંદો પ્રસાદ કોણ ફેંકી દેવાનું?પુત્રો નો બલી કોઈ ચડાવે?યહી રાજ હૈ ગન્દકીકા.એકજ ઉપાય મને તો સુજે છે પણ અશક્ય છે,કે ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયોના ગુરુઓ જાહેર કરે ફતવો બહાર પડે કે ગંદકી હોય ત્યાં ભગવાન ના હોય.સ્વચ્છતા હોય ત્યાજ પવિત્રતા હોય તોજ પરિણામ મળે.બાકી આ દેશ માં કોઈ આશા રાખવી નકામી છે.અહી કાયદા થી કશું ના થાય.ટેમ્પરરી ફેર પડતો હશે,પણ કાયમી ફેર નાં પડે.ગંગા નું પાણી પીવા તો ઠીક સ્નાન કરવા લાયક પણ નથી રહ્યું એવો સરકારી રીપોર્ટ છે,પણ પાંચ કરોડ લોકો નાહીને સ્વર્ગ ની ટીકીટ બુક કરાવી ગયા છે.અને આપના જાણીતા લેખકો લખે છે કે “ગંગા કદી અશુદ્ધ ના થાય”.એ દિવ્યભાસ્કર માના લેખ ની નીચે મારો લેખ”ગંગા કદી અશુદ્ધ ના થાય!!શું વાત છે ભાઈ!!વાહ વાહ વાહ!!” પ્રતિભાવ માં છપાએલો છે.મોરારીબાપુ ની કથા અમદાવાદ માં એ.સી.હોલ માં કર્ણાવતી ક્લબ માં ચાલી રહી છે કોઈ ફોન કરો એમને.રોજ ત્રીસ હજજાર માણસો સાંભળે છે.શેરડીના કુચા જેવી થઇ ગયેલી કથા ને બદલે કૈક નવી કથા કરે.

  Like

 18. “રોજ ત્રીસ હજજાર માણસો સાંભળે છે.શેરડીના કુચા જેવી થઇ ગયેલી કથા ને બદલે કૈક નવી કથા કરે.” ज्यां सुधी माल वेचातो होय त्यां सुधी बदलवानी शी जरुर, भूपेन्द्रभाई? कोई हरीफ़ पण बजारमां न होय! कथा सांभळवा जनारानी संख्या पचास थई जाय तो एमने चिंता। बाकी शुं?

  Like

 19. I agree with you 100% for dirtiness of our pilgrimes is a shame for us. Awareness with education and someone have to start from home. Many time i have seen from train if you look in some one’s hut it will be spic and span inside even with all the dirt from running train, but out side will be dirty. That means they know about cleanliness, they are not aware of is cleanliness in their surrounding. Here and in India we do see part of highway is sponsored for maintenance. If there is some way people can sponsor and teach to clean up their neighborhood.

  Like

 20. 1) Some years ago, I joined with our 5-6 family members to visit our native villge in Kutch. Intention was to locate our “Pitru”, and do worship. A local so called pujari was invited and he took us to a barren portion of land on outskirt and authoritatively declared those few dirty stones/rubble to be our forefathers of 5-10 generations ago (whose names are not known to any one. Here there were scattered stones and weeds, dirt and dung. Cattle were marrily grazing or moving about, excreting now and then at their will, disregarding presence of “Pitru” in form of neglected dirty stones and “we -pious and devoted worshippers” from Mumbai.
  2) A couple of years later, my “Bhabhi” sermoned to family elders that those “Pitrus” are now angry and should be pacified, otherwise emotional conflict of relationship and material problems won’t be solved.
  Is this lack of rationale, stupidity or superstition?

  Like

 21. શ્રી ગોવિંદભાઈ
  આ પહેલાં એક પ્રતિભાવ જણવ્યો છે છતાં ફરીને અત્રે મને જે મારો લેખ 69% ગ્રામ્ય પ્રજા અને 18% શહેરી પ્રજા બહાર ખુલ્લામાં કુદરતી હાજત્/મળ ત્યાગ કરે છે તે વિષે મળેલા કેટલાક પ્રતિભાવ તથા મારા દ્વારા અપાયેલા જવાબ અત્રે આપના બ્લોગના અન્ય મિત્રોની જાણ માટે રજૂ કરું છું કે જેથી આપણાં જનમાનસ ગંદકી અંગે કેવી માનસિકતા ધરાવે છે તે ખ્યાલ આવશે. આ વિષે મારો લેખ વાંચી પ્રતિભાવ વાંચશે તો વધારે સારી રીતે સમજી શકાશે તેમ ધારું છું.
  1. vikram raval permalink
  Your thoughts are good but the responsibility is of the Goverment & not the sadhus or any smpraday. Now a days I.P.L. games are in progress & crores of Rupees are wasted. If these money is utilised for the welfare of the public it is warth. Temples are for peace of mind & sadus are giving knowledge for the welfare of the public, what is your contribution in the subject matter whiich please clarify
  Reply
  o
  એપ્રિલ 4, 2010
  arvind adalja permalink
  ભાઈશ્રી વિક્રમ
  આપે બ્લોગની મુલાકાત લીધી આભાર ! પ્રતિભાવ માટે ધન્યવાદ ! આપના પ્રતિભાવ ઉપરથી એવું લાગે છે કે કદાચ મારી વાત હું બરાબર રજુ કરી શક્યો નથી અને તેથી આપના મનમાં કંઈક ગેર-સમજ થઈ હોય તેવું જણાય છે.હું જાણું છું કે સરકારની જવાબદારી છે છતાં લોક માનસ સરકારને દાદ દેતા નથી અને ગંદકી કર્યે જાય છે. તેની સામે આપણાં સાધુ-સ્વામીઓ-મહંતો અને ગુરૂઓ અને મંદિરોનો પ્રભાવ સામન્ય જનસમુહ ઉપર ખુઉબ જ હોઈ જો તેઓ આ કાર્ય ઉપાડે લે તો એક મોટું કામ થાય ! તેમનો આદેશ લોકો સ્વૈચ્છિક રીતે ઉઠાવશે તેમાં મને કોઈ શંકા નથી. જેમ સરકારની કાયદા/નિયમો બનાવવાની ફરજ છે તેવી જ રીતે આ ધર્મ ધુરંધરોની પણ સમાજને માત્ર ઉપદેશ જ આપવાની ફરજ નથી પણ તે ઉપદેશ વાસ્તવમાં વ્યવહારમાં અમલી પણ બને તે જોવાની જવાબદારી પણ નીભાવવી જોઈએ. માત્ર જ્ઞાનની મોટી વાતો જો સમાજ ઉપર અસર કરતી હોત તો આજે આ સમાજ દુનિયાભરમાં એક આદર્શ સમાજ બની ગયો હોત ! પણ તેમ થયું નથી. મારાથી જે કંઈ શક્ય બને તે ફાળો આપતો જ રહું છું મને તે ગાઈ-વગાડવાનો શોખ નથી. આપ શું કરી રહ્યા છો તે જ્યારે આ પ્રશ્ન કર્યો તે સાથે જ લખ્યું હોત તો શોભત ! અંતમા માત્ર સાધુ-સ્વામી-ગુરૂ કે મહંતોની આંધળી ભક્તિ નહિ કરતા અને તેઓ કહે છે તે જ સત્ય છે તે સ્વીકારતા પહેલાં તમારા માહ્યલા સાથે ગોષ્ઠિ કરતા રહો તો વધારે સ્વતંત્ર રીતે મત આપી શકશો તેમ માનું છું બાકી તો તમારો મત તમને મુબારક ! આ વિષે ના અન્ય બ્લોગર મિત્રોના પ્રતિભાવો પણ વાંચશો !
  ચાલો આવજો ! મળતા રહીશું !
  1. સ-સ્નેહ
  2. arvind adalja
  તાજા સમાચારો મુજબ આપણાં ભારત દેશમાં મોબાઈલ ફોનની સંખ્યા શૌચાલયોથી વધુ હોવાનું જાહેર થયું છે ! મેરા ભારત મહાન !!!
  Reply
  3.
  એપ્રિલ 5, 2010
  vikram raval permalink
  itz not d responsibility of d sadhus santos to built toilets itz d responsibility of government and to some extent d r doing their duty also and even sadhus r takin effort to make d ppl understand abt d importance of cleaniness, but ppl r not understaning dat is not d fault of govt. or sadhus u cant blame dem.
  diz is juz lyk u r sayin an enginer 2 do operation n a doctor to built a building can diz b possible???
  on dis i do give u 1 example a sadhu visited a mercedes company, d R&D dpt. is reaching dat whn d car is dashed 2 a wall d car shd not b affected at all d sahdu replied who is responsibile 4 d accident d car or man sitting n driving????
  in mumbai govt. has built many public toilets den too dey go on d tracks(open space) now whoz responsible 4 diz is govt. who builts or d public who does’nt use it????
  N u r sayin dat d sadhus shd stop buildin mandirs 4 2yrs, do u even giv a single rupee 4 building of mandir?? if no den u don’t hav any rights to speak ill abt dem…
  y don’t u say dat money is wasted in things called I.P.L., movies, T.V. serials,filmfare awards etc
  even arms n amunitaions where every year 70 lakh core rupees r spent den too ppl r not secured
  y dont u write abt such things???? y mandir n sadhus r on ur target hav dey ever asked money 4rm u 2 build mandirs??? sadhus hav built many schools, hospitals, toilets, dey do even help durin any natural calmaties.. all such things u have’nt seen na u cant c any positive things
  Reply
  o
  એપ્રિલ 8, 2010
  arvind adalja permalink
  ભાઈશ્રી વિક્રમ
  મને સમજાતું નથી આ વર્ણસંકર જેવી ભાષા કઈ શાળા કે કોલેજમાંથી આપ શીખ્યા ? આ પહેલાં પણ આપના પ્રતિભાવનો પ્રત્યુતર આપવા માટે મારે કોઈકની મદદ લઈ આપ શું કહેવા માગો છો તે સમજવું પડેલ્ આપ શુધ્ધ અંગ્રેજી અથવા શુધ્ધ ગુજરાતીમાં લખવા સમર્થ નથી. હું ધારું છું કે આપ ગુજરાતના જ છો અને ગુજરાતી આપની માતૃભાષા છે છ્તાં વર્ણસંકર જેવું અંગ્રેજી લખવાનું કેમ પસંદ કરો છો ! કોઈ પણ ભાષા લખો તે તેના યોગ્ય સ્વરૂપમાં લખાવી આવશ્યક ગણાય ! ખેર ! પસંદ અપની અપની ! આપના પ્રતિભાવનો પ્રત્યુત્તર આપની ભાષા વાંચવાનો કંટાળો અને સુઝ ના પડતી હોય આપી શકતો નથી. હવે પછી પ્રતિભાવ કોઈ પણ એક ભાષાના શુધ્ધ સ્વરૂપમાં લખશો તો અવશ્ય જવાબ આપવા કોશિશ કરીશ !
  સ-સ્નેહ
  અરવિંદ
  Reply

  એપ્રિલ 8, 2010
  arvind adalja permalink
  The reply received from shree Vikram Raval thr e-mail is reproduced hereunder for the benifit of the blogers who visit my blog regularly.
  if u cant understand simple english then it is your problem
  as generation changes people have started writting shortcut english
  you have written about the poor people of india for this you have to go to every house of those people who goes in open space & make them aware of the disadvantages of it,
  those poor people are not going to see your blog because they dont have any internet facility….
  please always be positive…..
  if you are not able to understand our english then I am sorry & even we are not able to understand your thinking that why you always write against sadhu-santos why you always see the negative thing about them see the positive side also
  if you want to critisize about anyone then you have to take a lot of effort & research about it then you might get positive response
  Reply

  એપ્રિલ 11, 2010
  arvind adalja permalink
  ભાઈશ્રી વિક્રમ
  આપે બ્લોગ ઉપર પ્રત્ત્યુતર પાઠવવાને બદ્લે ઈ-મેલ દ્વારા પાઠવવાનું કેમ પસંદ કર્યું હશે ? ખેર ! આપનો જવાબ મેં મારાં બ્લોગ ઉપર અન્ય બ્લોગર મિત્રોની લાભાર્થે આપના નામ સાથે જ મૂકી દીધો છે ! આપની આ વર્ણસંકર અને ઉરાંગ ઉટાંગ જેવી ભાષા મારા માતે તો માત્ર વાંચવા અને સમજવા સમસ્યા પેદા કરે છે પરંતુ તે આપને માટે મોટી સમસ્યા ઉભી કરી શકે છે તે વાત થી કદાચ આપ અજ્ઞાન છો. જો આપ અભ્યાસ કરતા હશો અને પરીક્ષામાં ઉત્ત્રરવહીમાં આવી ભાષામાં જવાબો લખશો તો પરીક્ષક નાપાસ કરશે ! અને જો આપ નોકરી કે ધંધો કરતા હશો તો નોકરીમાંથી પાણીચું મળી જશે અને ધંધામા ગ્રાહકો છોડી ચાલ્યા જશે ! માટે ચેત જો !
  આપના પ્રત્ત્યુતરથી એવંમાનવાને કારણ રહે છે કે આપ સીધી અને સરળ ભાષમાં કહેવાયેલી વાત સમજવા અસમર્થ છો. જો મેં કહેલી વાત બરાબર વાંચી અને સમજવા પ્રયાસ કર્યો હોત તો મારા કહેવાનો આશય સ્પષ્ટ સમજી શક્યા હોત !
  શૌચાલય બનાવવા સરકારની ફરજ છે અને તે બનાવવા ભંડોળ પણ ફાળવે છે છતાં વચેટીયાઓ આ ભંડોળ જમી જતા હોય છે ઉપરાંત જન સ્મુદાયને સરકારના કાયદાઓ/નિયમોનં ઉલ્લંઘન કરવામાં ઉત્તેજના અનુભવે છે અને વિકૃત આનંદ મેળવે છે ! પરિણામે સરકારના પ્રયાસો સફળ થતા નથી.
  જ્યારે આજ જનસમુદાય સાધુ-સંતો કે ગુરૂઓના ઉપદેશ/બોધ અને જૂની રૂઢિ/રિવાજો વગેરે માથે ચડાવી અમલ કરવામાં ગૌરવ અનુભવે છે ત્યારે આવા સંજોગોમાં જો સાધુ-સંતો ઉપદેશ્/બોધ દ્વારા જનસમુદાયને આદેશ આપી આજ્ઞા કરે અને તે અમલી બનાવવા અસરકારક પગલાં લે તો શૌચાલયો બને અને દેશભરમાંથી ગંદકી નાબુદ થાય ! પરિણામે સાધુ-સંતો-સ્વામીઓની પ્રતિભા મૂઠી ઉંચેરી બને !
  જો સાધુ-સંતો માત્ર ઉપદેશ/બોધ જ આપ્યા કરે અને તેની શી અસરકારકતા વિષે નિસ્પૃહિ થઈ બેઠા રહે તો સરકાર અને સાધુ-સંતો બંને એક જ સિક્કાની બે બાજુ બની રહે !
  સાધુ-સંતો-સ્વામીઓનું કાર્ય માત્ર ઉપદેશ્/બોધ જ આપ્યા કરવાનું નથી જ નથી ! બોધ /ઉપદેશ જન સ્મુદાય ની રહેણી અને કહેણી માં કોઈ આમુલ પરિવર્તન ના લાવે તો તે માત્ર બકવાસ બની રહે ! આપ માત્ર પૂર્વગ્રહ અને પ્રી કંડીશંડ માંઈડથી વિચારી રહ્યા છો મન ખુલ્લું રાખી વિચારતા થશો તો મારી વાતનું હાર્દ સમજી શકશો ! મને તો લાગે છે કે આપ ઉરાંગ-ઉટાંગ અને વર્ણસંકર જેવી ભાષા પ્રયોજી આપની જાણ્યે-અજાણ્યે હતાશા વ્યકત કરી રહ્યા છો ! તેમ છતાં એક વાત માટે આપને ધન્યવાદ ! કે આપ આવી વર્ણસંકર ભાષા વાપરવા પૂરતા તો પરિવર્તંન શીલ બની શક્યા છો તો આવનારા દિવસોમાં આપનું માનસ વધારે ખુલ્લું અને ખેલદીલ બનતું જશે તેવી આશા અસ્થાને નહિ ગણાય 1 અસ્તુ ! આવજો ! મળતા રહીશું !
  સ-સ્નેહ
  અરવિંદ

  Like

 22. આ લેખની શરૂઆતમાં અવતું વિધાન…

  ‘કોઈ હબસી ભારત વીશે આવું સર્ટીફીકેટ આપી જાય તે ભારતની ગંદકી પર આઈ.એસ.આઈ.ની મહોર લાગ્યા જેવી બાબત ગણાય’.

  વાંચ્યા પછી લેખકની ચિંતન ક્ષમતા વિશે શંકા જાગે છે. આગળ લેખ વાંચવાની ઈચ્છા થતી નથી.

  Like

 23. તમારે વ્યાપક દોષારોપણ કરીને સંતોષ માનવો એવી ઈચ્છા રાખો છે કે સમસ્યાનું નિવારણ કરવામાં માનો છો.

  સત્તાહીન લોકો ઉપર દોષારોપણ કરવું એ સમસ્યાનુ નિવારણ નથી. પ્રવચન કરતા બાવાઓને કે મંદીરના બાવાઓને કે નાસમજ આમપ્રજાને દોષિત માનવાથી સમસ્યાનું નિવારણ થઇ જતું નથી.

  પ્રવચન કરતા બાવાઓ કે મંદીરના બાવાઓ સ્વચ્છતા રાખવા માટે ફરજ નહીં પાડે તો તમે શું કરશો?

  સરકાર જ તેમને દંડિત કરી શકશે. અને સરકાર કોણ ચલાવે છે? સરકારી નોકરો. એટલે અંતે વાત સરકારી નોકરો ઉપર જ આવે છે.

  તમે, પ્રજા બધું સમજશે અને પ્રજા બધું કરશે કારણ કે તેણે બધું કરવું જોઇએ એવું કેટલા દશકા સુધી માને રાખશો?

  એક કમીશ્નર સરખી રીતે ફરજ બજાવશે તો તેના પછીના એ પણ તેવી જ ફરજ બજાવવી પડશે. શેષને ફરજ બજાવી તો તે પછીના કમિશ્નરો પણ સુધર્યા જ છે. અને મ્યુનીસીપલ કમીશ્નરની તો પ્રાથમિક ફરજ જ શહેરને સ્વચ્છ રાખવાની છે. જે કમીશ્નર શહેરને સ્વચ્છ ન રાખી શકે તેને તો બરતરફ જ કરવો જોઈએ. અને તે માટે માહિતિ અધીકારનો ઉપયોગ કરવો જોઇએ. કોર્પોરેટરો અને મેયર ઉપર દબાણ લાવવું જોઇએ.

  Like

 24. Dear Govindbhai,
  I will be thankful to you if you kindly send me PDF files of all blogs so far published, as I would like to circulate the hard copies of same to some of my VERY RELIGIOUS FRIENDS & RELATIVES those who are not using E.mails. Thanks.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s