લ્યો, ધરમ કરતાં ધાડ પડી ! પધરામણી પચ્ચીસ લાખમાં પડી !!

લ્યો, ધરમ કરતાં ધાડ પડી ! પધરામણી પચ્ચીસ લાખમાં પડી !!


’વૈશ્વીક માનવવાદ’ નામના પાક્ષીકમાં પ્રગટેલો એક કીસ્સો જાણવા જેવો છે. ગણદેવી (નવસારી જીલ્લો)ના ખાપરીયા ગામના વતની દીપકભાઈ પટેલ વર્ષોથી અમેરીકાના ફ્રેંકલીનમાં રહે. બન્યું એવું કે ગુજરાતથી અમેરીકા ગયેલા સ્વામીનારાયણ સંસ્થાના એક સન્તે દીપકભાઈની મૉટેલમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. દીપકભાઈએ તેમને પોતાની મૉટેલમાં ઉતારો આપવા આમંત્ર્યા. સંતોની કાર પાર્કીંગ પ્લોટમાં આવી ત્યારે તેમની જોડેના સેવકે દીપકભાઈને કહ્યું, ‘સન્તો સ્ત્રીઓનું મોઢું જોતા નથી એથી કાઉન્ટર પરની સ્ત્રીઓને થોડીવાર માટે દુર જવા કહો.’ દીપકભાઈ જરા મુંઝાયા. પછી એમણે મૉટેલની ડેસ્ક ક્લાર્ક (અમેરીકન ગોરી સ્ત્રી)ને થોડો સમય માટે કાઉન્ટર પરથી દુર જવા વીનંતી કરી. તે સ્ત્રી ખુબ ગુસ્સે થઈ. તે મૉટેલ છોડીને જતી રહી. એટલેથી જ ના અટક્યું. તે સ્ત્રીએ ત્યારબાદ ‘હ્યુમન રાઈટ કમીશન’માં દીપકભાઈ પર કેસ કર્યો. કેસ ચાર વર્ષ સુધી ચાલ્યો. સ્વામીનારાયણ સંસ્થા તરફથી દીપકભાઈને કોઈ કાનુની મદદ કે આર્થીક સહાય મળી નહીં. દીપકભાઈને કુલ પંચાવન હજાર ડૉલર (આશરે 25 લાખ રુપીયા) નો ખર્ચ થયો.

દીપકભાઈ અમેરીકાથી નવસારી આવ્યા ત્યારે તેમણે સ્વામી નારાયણના મુખ્ય સન્ત અને આચાર્યને પોતાની સઘળી આપવીતી જણાવી; પરન્તુ તેમના તરફથી પણ કોઈ મદદ મળી ના શકી. (દીપકભાઈએ અમદાવાદના એક અખબારમાં પણ આ વીતક જાહેર કરી હતી).

અત્રે પ્રશ્ન એ ઉદભવે છે કે ધર્મના નીતીનીયમો શા માટે એવાં, સમાજવીરોધી હોવાં જોઈએ જેથી અન્ય માણસો મુશ્કેલીમાં મુકાઈ જાય ! બીજો પ્રશ્ન એ કે તમે ઘડી કાઢેલા નીયમો વીદેશી પ્રજા પર શી રીતે લાદી શકાય ? કાલ ઉઠીને કોઈ ધાર્મીક સમ્પ્રદાયની મુખ્ય મહીલા એવો નીયમ બનાવે કે જ્યાં અમે રહેતાં હોઈએ તેની આસપાસના બસો ફુટના એરીયામાં કોઈ પણ પુરુષની હાજરી ન હોવી જોઈએ… તો કેવી મુશ્કેલી ઉભી થાય ? આપણે ત્યાં ધર્મને નામે આવી સરમુખત્યારી થતી રહે છે. ઝેરની શીશી પર ધર્મની પીંછી વડે અમૃત લખીને વેચવામાં આવે છે. લોકો તે પીએ છે અને મરે છે.

થોડા સમયપુર્વે આપણે સન્તકૃપાલુ મહારાજના આશ્રમમાં થયેલી ધક્કામુક્કીની ઘટના વીશે વાત કરી હતી. એમાં કૃપાલુ મહારાજે પોતાની સ્વર્ગસ્થ(!!!) પત્નીની શ્રાદ્ધક્રીયા માટે દશ હજાર માણસો ભેગાં કર્યા હતા. કાબુ બહારની જનમેદનીને કારણે દરવાજો તુટી પડતાં 65 વ્યક્તીનાં મોત નીપજ્યાં હતાં અને 200 માણસો ઘવાયા હતા. સરકારે ઘવાયેલાને પચાસ હજાર અને મરનારના વારસદારોને એક લાખની સહાય ચુકવવાની જાહેરાત કરી દીધી. ઝીટીવી પર તે સાંભળી બચુભાઈ બોલ્યા: ‘જોયું, કર્મકાંડોની આ કેવી ગોઝારી ફલશ્રુતી છે ?  એક માણસે સાવ અંગત કહી શકાય એવી શ્રાદ્ધક્રીયાનો કર્મકાંડ એવી રીતે કર્યો જેમાં દેશની તીજોરીમાં દોઢ પોણાબે કરોડનો ચુનો લાગી ગયો. જરા વીચારો, પ્રજાના પૈસાનો આ બગાડ ‘રુપાલની પલ્લી’ પર ઢોળી દેવાતા લાખો મણ ચોખ્ખા ઘીના બગાડ જેવો નથી શું ?’

બીજો મુદ્દો એ છે કે સાધારણ  માણસે  એક ઘર બનાવવું હોય તો તેના હાથ ટુંકા પડે છે. તો નીર્ધન કહેવાતા સન્તો પાસે એટલી માત્રામાં પૈસા ક્યાંથી આવે છે ? આનો સ્વાભાવીક ઉત્તર એ જ હોય શકે કે સ્વામીઓના પૈસાદાર અનુયાયીઓ અને તેમના વીશાળ ભક્તગણ તરફથી મળતાં દાનમાંથી એવા આશ્રમો સ્થપાય છે. ચાલો, ભલે સ્થપાતા. પણ પછી થાય છે એવું કે એવા આશ્રમોમાં યુવાન અને લંપટ સ્વામીઓ ઘુસી જાય છે ત્યારે સૌની આંખ પહોળી થઈ જાય એવાં સેક્સકૌભાંડો બહાર આવે છે. આવાં સેક્સ સ્કેન્ડલો પકડાય છે અને જગતભરમાં તેમની બદનામી થાય છે; છતાં ભોગ બનેલા અનુયાયીઓની આંખ ઉઘડતી નથી.

સત્યની ભીતરનું સત્ય એ છે કે લોકો ધર્માન્ધ બનીને મુર્ખતાની બધી બાઉન્ડ્રી લાઈન ક્રોસ કરી જાય છે. ક્યારેક તો એવા અન્ધશ્રદ્ધાળુઓ પોતાની પત્નીને પણ તેમના ચરણે ધરી દે છે. બાવટાઓને બગડવા માટે લોકો પુરી સવલત પુરી પાડે છે. આ બધામાંથી ઉગરવાનો એક માત્ર ઉપાય જનજાગૃતી છે. એ માટે સૌથી પહેલો પ્રહાર અન્ધશ્રદ્ધાનાં મુળીયાંમાં કરવો પડે. પરન્તુ કમનસીબી એ છે કે બહુધા અન્ધશ્રદ્ધા એક યા બીજી રીતે ધર્મ સાથે જોડી દેવામાં આવી છે. ચામડી પર જડબેસલાક ચોંટી ગયેલો બેન્ડેજ પટ્ટો ટીંક્ચર આયોડીન વગર ઉખડી શકતો નથી. અંધશ્રદ્ધાના પટ્ટાને પણ હેમખેમ ઉખેડવો હોય તો તે પર ‘રૅશનાલીઝમ’નું ટીંક્ચર આયોડીન છાંટવું પડે.

રૅશનાલીઝમ પોકારીને કહે છે કે કોઈ ભગવાધારી હાથમાં ધનુષ્ય લઈને તમારી સમક્ષ ઉપસ્થીત થાય તેટલા માત્રથી તેને રામ ન સમજી લો. તેની આંખના ખુણે રમતું ‘રાવણત્વ’ પકડી પાડો. સમાજ અને દુનીયાની સારપનો આદર કરો; પણ તેનાં અનીષ્ટો અને ભયસ્થાનો સામે પણ સજાગ રહો. કૃષ્ણની ભક્તી કરતા હો તો જરુર કરો; પણ બનાવટી સુદર્શન ચક્ર પરથી કોઈ દુર્યોધનને કૃષ્ણ ન માની લો. વીચારોને  હમ્મેશાં અપડેટ કરો અને નવી દૃષ્ટી કેળવો. પાંડવોની ન્યાયનીતી અને તેમના બાહુબળનું ગૌરવ કરો; પણ પત્ની દ્રૌપદીને જુગારમાં હારી જનારા પતી પાંચ હોય કે સો… બધાં કૌરવોની કક્ષાના જ ગણાય એવું માપ તમારા અંદરના ધરમકાંટા પર ના નીકળે તો સમજો કે તમારો કાંટો ખોટો. સત્યની સમતોલ તોલણી કરવાની ટેવ રાખો. એવી તોલણીમાં રામની ભુલ જણાય તો શ્રદ્ધાની આડમાં બચાવ ના કરો અને રાવણ પાસે ચપટીક સદ્ ગુણ હોય તો તેની પણ જરુર નોંધ લો.

બધી વાતનો કુલ સરવાળો એટલો જ કે જીવનમાં રસોડાથી માંડી રાજ્યસભા સુધી અને મંદીરથી માંડી મોલ સુધી સર્વત્ર વીવેકબુદ્ધીથી વર્તો. સાચા, નીવડેલા સન્તો કે કથાકારોના સારા આચાર–વીચાર અને આચરણને પુરસ્કારો; પણ તેમનાં ચરણો પુજવાથી દુર રહો. તેમના વીચારોને વધાવો; પણ આચારોનું ઓડીટ કરો. તેમને ઉતારો ભલે આપો; પણ તેમની આરતી ના ઉતારો. ખાસ કરીને સ્ત્રીઓને કહેવાનું કહેવાનું મન થાય છે કે તમે મંદોદરી હો તે પાપ નથી; પણ રાવણે કરેલા સીતાહરણને છાવરો તે પાપ છે. તમારી આસ્તીકતાને અક્કલ જોડે બાર ગાઉનું છેટું ના હોવું જોઈએ. બજારમાંથી ખરીદેલા જુવાર, ચોખા કે ઘઉંને ચાળીને ઉપયોગમાં લેવાય છે. તેમ ધર્મના ઉપદેશોને પણ વીવેકબુદ્ધીની ચાળણીથી ચાળવા જરુરી છે. ઈશ્વર હોય કે નયે હોય; તોય તમારા મનની શાંતી ખાતર ઘર આંગણે તેને પુજતા રહેવામાં ખાસ નુકસાન નથી; પરન્તુ ઈશ્વરને હાંસીયામાં ધકેલી દઈ પાખંડી બાબાને પુજવા લાગો તે ચોવીશ કેરેટનું પાપ ગણાય. યાદ રહે કોઈ લંપટ શીયાળલુંટારાના હાથમાં મચ્છરની જેમ મસળાઈ જવામાં કોઈ ભક્તી નથી, કોઈ બુદ્ધી નથી, બલકે સમગ્ર નારીજાત માટે એ નીચાજોણું થાય તેવું શરમજનક કૃત્ય છે. બને તો બાબાને છોડી દઈ ઘરના વૃદ્ધ બાપાની સેવા કરો. તે સાચી કુટુમ્બભક્તી ગણાશે. ભક્તીમાં બુદ્ધી ભળવી જોઈએ દુર્બુદ્ધી નહીં. શાંતી મળવી જોઈએ; અશાંતી નહીં.

ધુપછાંવ

શંકર પાર્વતીનું વ્રત કરતી બહેનોને ક્યારેક તો એ પ્રશ્ન થવો જોઈએ કે સ્નાન કરવા બેઠેલાં પાર્વતીની સુચના અનુસાર બહાર બેઠેલા ગણેશજીને શંકરજી (ખુદ પીતા …?) કેમ ના ઓળખી શક્યા ?  આ પ્રશ્ન આજની કૉલેજ કન્યાઓ કથાકારોને પુછવાની હીંમત કેળવશે ત્યારે માનવું કે તેમને શંકરપાર્વતીનું વ્રત ફળ્યું છે. મંદીરમાં ઘંટનાદ કરવાથી શાંતી મળતી હોય તો જરુર કરો; પણ યાદ રાખો સૃષ્ટીનું કલ્યાણ કરે એવો સાચો શંખનાદ એટલે ‘રૅશનાલીઝમનો ઘંટનાદ’…

-દીનેશ પાંચાલ

ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 9 મે, 2010ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર જીવન સરીતાના તીરેમાંથી.. લેખકના અને ગુજરાત મીત્રના સૌજન્યથી સાભાર

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: (02637 242 098) સેલફોન: 94281 60508

અક્ષરાંકન: –ગોવીન્દ મારુgovindmaru.wordpress.com

પોસ્ટ કર્યા તારીખ– 3–06–2010

‘આ લેખ તમને ગમે તો  govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. પીડીએફ મારી પાસે તૈયાર જ છે, તરત મોકલીશ.’

33 Comments

  1. This was the most wonderful item I have read after
    a long time. My sincere thanks and appreciation.

    Keep this wonderful work going.

    Like

  2. In response to the write-up લ્યો, ધરમ કરતાં ધાડ પડી ! પધરામણી પચ્ચીસ લાખમાં પડી !! I would like to suggest that if the sints of this religion do not see the face of woman they should cover their eyes when the ladies are around.

    About Shiva not able to recognize Ganesh, the explanation is that when Ganesh was born Shiva was not there, he was travelling and so upon his arrival he could not recognize Ganesh.

    Like

  3. આ સંદર્ભમાં મને યાદ આવે છે કે શ્રી પ્રદીપભાઈ દેસાઈએ અન્ય વિષય પર એમની એક કોમેન્ટમાં Richard Dawkinsનું પુસ્તક The God Delusion વાંચવાની વાત કરી હતી. એ પછી મેં એ વાંચી. ખરેખર આંખ ઉઘાડી દે તેવું પુસ્તક છે. સૌએ વાંચવું જોઈએ.
    પ્રદીપભાઈનો આભાર

    Like

  4. ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ જો મોટા આશ્રમોમાં રેડ પાડે તો સારુ એવુ કાળુ નાણું મળી શકે છે.બાકી.. ઘરમાં પગલા પાડવા આવતા સંતો મોટરગાડી વગર વાત જ ન કરે..!ટૂંકમાં “અપના સપના મની મની” :mrgreen:

    Like

  5. આ પ્રસંગ પરથી જ અભિપ્રેરિત થઈ મેં મારી નવિન વાર્તા લખેલ છે.

    સૌને એ વાર્તા વાંચવા અને અભિપ્રાય આપવા હાર્દિક નિમંત્રણ છે.
    વાર્તાનુ શિર્ષક પણ ‘પધરામણી’ જ છે.

    ગોવિંદભાઈ મારૂ આપનો આભાર કે જોગાનુ જોગ આપની પોસ્ટ અને મારી વાર્તામાં ‘પધરામણી’ની વાત છે.

    હા, મારી વાર્તામાં મેં મારી મૌલિકતા ઉમેરી છે.

    ધર્મ અને ધાર્મિકતા અંગે મારા વિચારો હું આપના બ્લોગ પર જણાવી ચુક્યો છું એટલે અહિં પુનરાવર્તન કરતો નથી.

    ઉપર મારા નામ પર ક્લિક કરતા મારી વાર્તા ‘પધરામણી’ વાંચી શકાશે.

    સહુને સદબુધ્ધિ મળે એ જ અભ્યર્થના. સહુમાં હું પણ આવી જાઊં છું.

    Like

  6. First of all, it is a very stupid and totally nonsense thoughts not to see any women’s face. If your understanding is not matured then, to see this kind of person is a waste of time.

    They are not worh antthing to me. They forget that they have sister and mother which are women.

    Thanks for the article.

    Pradeep H. Desai

    Like

  7. “આપણે ત્યાં ધર્મને નામે આવી સરમુખત્યારી થતી રહે છે. ઝેરની શીશી પર ધર્મની પીંછી વડે અમૃત લખીને વેચવામાં આવે છે. લોકો તે પીએ છે અને મરે છે.”

    —How True ! લોકોએ શ્રધ્ધામાં હવે થોડું મગજ વાપરવાની જરૂર છે.ખૂબ જ વિચારપ્રેરક પોસ્ટ છે ગોવિંદભાઈ !

    Like

  8. આજ સંદર્ભે મારાં બ્લોગ ઉપર મૂકેલ એક પોષ્ટ આપના અને અન્ય બ્લોગર મિત્રોના લાભાર્થે અહિ મૂકી રહ્યો છુ.

    સ્વામીનારાયણ સંપ્રદાય – સંતો અને સ્ત્રીઓ !! ??? !!
    February 12, 2010
    by arvind adalja
    .

    સ્વામીનારાયણ સંપ્રદાય – સંતો અને સ્ત્રીઓ !! ??? !!

    *** આ અગાઉ સ્વામીનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓના સ્વમાન-સ્વત્વ અને સન્માનની જે અવહેલના-અપમાન અને અવજ્ઞા કરવામાં આવે છે તે વિષે મારાં બ્લોગ ઉપર બે પોષ્ટ દ્વારા મારાં વિચારો મૂકેલા છે તેના અનુસંધાને, આજે , આ વિષે લખવા, આજના અર્થાત 12 ફેબ્રુઆરી 2010 ને શુક્રવારના ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધ થયેલા એક સમાચારે આ વિષય ઉપર ફરી લખવા મને ઉશ્કેર્યો હોઈ, આપ સૌની જાણ અને માહિતિ માટે લખી રહ્યો છું.

    *** અમેરિકાના કેંટકી રાજ્યમાં આવેલા ફ્રેંકલીન શહેરના એક મોટેલના માલિકને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની પધરામણી પોતાની મોટેલમાં કરાવતા 55 હજાર ડોલર અર્થાત 25 લાખ રૂપિયાનું નુકસાન વેઠવાનું આવ્યું છે.

    *** જે વિષે માહિતિ પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે, મૂળ નવસારીના ગણદેવી તાલુકાના, ખાપરીયા ગામના વતની, અને હાલ અમેરિકાના ફ્રેંકલીનમાં રહેતા દીપક્ભાઈ પટેલના ઘેર ચાર વર્ષ પહેલાં ગુજરાતથી અમેરિકા ગયેલા સ્વામિનારાયણ સંસ્થાના સંતોનો ફોન આવ્યો હતો અને તેમના ઘરે રહેવાની ઈચ્છા વ્યકત કરી હતી.

    *** સંતોની ઈચ્છાને માન આપીને દીપકભાઈએ સંતોને તેમની મોટેલમાં રોકાવાનું ગોઠવી આપ્યું. સંતોની કાર પાર્કિંગ પ્લોટમાં આવી ત્યારે સંતો સાથે આવેલા ભાઈએ દીપકભાઈને કહ્યું કે સંતો સ્ત્રીઓનું મોઢું જોતાં ન હોવાથી સ્ત્રીને થોડી વાર બહાર બેસાડજો. સુચના મુજબ દીપક ભાઈએ મોટેલમાં કલાર્ક તરીકે કામ કરતી અમેરિકન સ્ત્રીને થોડો સમય બહાર જવા વિનંતિ કરતાં તેણી ગુસ્સે થઈ ગઈ અને મોટેલ છોડીને જતી રહી. ત્યારબાદ અમેરિકન સ્ત્રીએ હ્યુમન રાઈટ્સ કમિશનમાં દીપકભાઈએ મારું અપમાન કર્યું તે બાબતે કેસ કર્યો. આ કેસ ચાર વર્ષ ચાલતાં દીપકભાઈને 55 હજાર ડોલર ( 25 લાખ રૂપિયા ) જેટલો ખર્ચ થયો. આ અંગે દીપકભાઈને સ્વામીનારાયણ સંસ્થા તરફથી કોઈ કાનુની મદદ કે આર્થિક સહાય ન મળતાં તેમને આખરે આ કેસમાં સમાધાન કરવું પડયું.

    *** દીપકભાઈ અમેરિકાથી નવસારી આવ્યા ત્યારે તેમણે સ્વામીનારાયણના મુખ્ય સંત અને આચાર્યને આપવીતી જણાવી ત્યારે તમારી સમસ્યા હલ કરીશું એવો જવાબ આપ્યો પણ કશું જ કર્યું નહિ.

    *** દીપકભાઈ ભારે નિરાશા સાથે કહે છે કે સ્વામીનારાયણ સંતો સ્ત્રીઓનું મોં જોતા નથી તેમાં હું ફસાઈ ગયો છું.હું સ્વામીનારાયણ સંપ્રદાયનો નથી છતાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મેં સંતોને આવકાર્યા તેનું કડવું ફળ ભોગવી રહ્યો છું.

    *** તેઓ આક્રોશ સાથે કહે છે હું પાટીદાર સમાજ અને અન્ય લોકોને ભાર પૂર્વક વિનતિ કરું છું, કે સ્વામીનારાયણ સંસ્થાના સંતોને પધરામણી કરવા બોલાવો ત્યારે હજાર વાર વિચાર કરજો જેથી મારા જેવી હાલત ના થાય !

    *** ઉપરોક્ત કિસ્સો તમામ અંધશ્રધાળુ લોકો તેમજ ખાસ કરીને સ્ત્રીઓ માટે આંખ ખોલનારો અને ગંભીરતાથી વિચારવા યોગ્ય બની રહેવો જોઈએ ! કારણ જે સંપ્રદાય સ્ત્રીઓના સ્વમાન-સ્વત્વ અને સન્માનની અવહેલના-અપમાન કરતો હોય તે સંપ્રદાયના સંતો ક્યારે ય વિચારતા હોતા નથી કે સ્ત્રી સિવાય તેમનું આ ધરતી ઉપર અસ્તિત્વ જ ના સંભવી શક્યું હોત ! સ્ત્રીને મા જગદંબા જેવું આદરણીય અને માનભર્યું સ્થાન આપવામાં આવ્યું હોવા છતાં આ કહેવાતા સંતો તેના સ્વમાનની ભયંકર અવહેલના કરી રહ્યા હોવા છતાં આપણાં દેશની અભણ-અજ્ઞાન અને અબુધ સ્ત્રીઓ આવા અપમાન સહન કરી રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે ! આજે જ્યારે સમગ્ર દુનિયા 21મી સદીમાં પ્રવેશી ચૂકી છે અને સ્ત્રીઓએ અનેક ક્ષેત્રોમાં પોતાની માત્ર હાજરી જ નહિ પણ ઉચ્ચ સ્થાનો સફળતા પૂર્વક હાંસલ કરી ચૂકી/રહી છે ત્યારે તેની અવગણના કરનાર આ સંતો સમાજને કઈ દીશામં ધકેલી રહ્યા છે તે વિષે સમગ્ર સમાજે પૂરી ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા જણાય છે !

    *** મારા મતે તો આ ભગવા વસ્ત્રો ધારી સાધુ-સંતો કે સ્વામીઓ અંદરથી, ગૃહસ્થી કરતાં વધારે આસકત અને વળગણ પ્રેમી હોઈ શકે. આજ કાલ ભગવા કપડાં ફેશનમાં આવ્યાં છે. અને આજે તો ઘણાં ખરા સન્યાસીઓને પરદેશની હવા વધારે માફક આવે છે. બ્રહ્ર્મભાવમાં જે સ્થિર થાય તે ભ્ગવાં કપડાં ના પહેરે તો શું ? અંદરની સ્વસ્થતાનું મૂર્તિમંત સ્વરૂપ એટલે સંન્યાસી. આસક્તિ ના છૂટે અને સંન્યાસીનો વેશ રહી જાય પણ સન્યાસતો નષ્ટ થાય !

    *** વળી આવા કહેવાતા સંતો./સ્વામીઓ પોતાને બ્રહ્ર્મચારી તરીકે ઓળખાવતા હોય છે અને સ્થુળ ભાવે તેનો અર્થ કરી લોકોને ભરમાવતા રહે છે ! તેઓના અર્થ પ્રમાણે લગ્ન ના કર્યા હોય કે સ્ત્રી સંગ ના કર્યો હોય તે તમામને બ્રહ્રમચારી ગણવામાં આવે છે જ્યારે ખરો અર્થ તો બ્રહમ એટલે આત્મા, ચર્ય એટલે શોધક અર્થાત બ્રહ્રમચર્ય એટલે આત્માની શોધ કરવી. આ કહેવાતા સંતોમાં ખરેખર આવી પ્રતિબધ્ધ્તા જોવા મળે છે ખરી ? સંસારીઓ કરતાં પણ વધુ વૈભવી જીવન અનુયાયીઓના હિસાબે અને જોખમે જીવતા/ભોગવતા આ સંતો વધુ અને વધુ વિદેશમાં અને ખાસ તો પાશ્ચાત્ય દેશોમાં ફરતા રહે છે અને તે દેશની સંસ્કૃતિ કે સંસ્કારની ટીકા કરતા રહે છે. અરે, તમામ પ્રકારના લેટેસ્ટ ભૌતિક સુખના સાધનો પારકે ખર્ચે વસાવી ભોગવતા રહે છે અને સંસારીઓને તેનાથી દૂર રહેવા બોધ આપતા ફરે છે. આ સંતોને પાશ્ચાત્ય રહેણી-કરણી એટલી તો પસંદ પડી ગઈ જણાય છે કે, તેમાં જ રચ્યા-પચ્યા રહેવાનું વળગણ થયું હોય તેમ જણાય છે. અને એટલે મને આપણાં દેશની સ્ત્રીઓને પૂછવાનું મન થાય છે કે જો આ સંતોને માત્ર સ્ત્રીઓના મોઢા જોવાથી જ સ્ખલન થઈ જતું હોય કે વાસના ભભૂકતી હોય તો તેઓને સંતો તરીકે સ્વીકારી શકાય કે સંતનો ખિતાબ આપી શકાય ખરો ?

    *** અમેરિકન સ્ત્રીએ પોતાના માનવીય અધિકારની રૂએ સ્વમાન-સ્વત્વ અને સન્માન માટે માનવ અધિકાર કમિશન સમક્ષ કેસ કરી પોતાના અપમાન-અવહેલના-અને અનાદર માટે દીપક્ભાઈ સામે કેસ કર્યો તેવું આત્મ ગૌરવ જાળવવા આપણાં દેશની સ્ત્રીઓ જાગૃતિ બતાવી આગળ આવશે ખરી ? આજે સ્ત્રીઓ તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરી પુરૂષોને પડકારી રહી છે અને આપણાં દેશની સ્ત્રીઓ પણ તેમાંથી બાકાત નથી. પટાવાળાથી પાયલૉટ, સુધી પંચાયતથી રાષ્ટ્રપતિ સુધી અને અનેક કંપનીઓના ચીફ એક્ષ્યુકયુટીવ તરીકેના સ્થાન ઉપર સફળતા પૂર્વક બીરાજી રહી છે. અંતરીક્ષના પ્રવાસે જવા પણ સક્ષમ બની ચૂકી છે અને કેટલાક શહેરોમાં સ્ત્રીઓ તમામ પ્રકારની કર્મકાંડની વિધિઓ પણ સફળતા પૂર્વક કરાવી રહી છે. સત્યનારાયણની કથાઓથી શરૂ કરી ભાગવત્-રામાયણ કે ગીતા ઉપર પણ ખૂબ જ ઉંડા અભ્યાસુ પ્રવચનો સફળતા સાથે લોકોની પ્રસંશા પ્રાપ્ત કરી રહી છે ત્યારે સ્ત્રીઓની આટલી હદની અવગણના અને અપમાન ક્યાં સુધી આ સંપ્રદાય કરતો રહેશે ? દેશની સ્ત્રીઓએ સભાન-સતર્ક બની સંયુકત અને સંગઠિત બની સામુહિક રીતે પોતાના આત્મ ગૌરવની પુનઃસ્થાપના કરવા જ્યાં જ્યાં તેમનુ અપમાન-અવહેલના થતી હોય કે સ્વમાન-સ્વત્વ કે સન્માન ઘવાતું જણાય ત્યાં અવાજને બુલંદ બનાવવો અનિવાર્ય બની રહ્યો છે ! પેલી અમેરિકન સ્ત્રીની હિમતને દાદ આપી તેણીને આદર્શ ગણવી રહી !

    *** હે સ્ત્રીઓ જાગો જાગો તમારા સ્વમાન-સ્વત્વ-સન્માન માટે સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ ધ્યેય પ્રાપ્તિ સુધી મંડી રહો !!! અસ્તુ !

    ****** સ્ત્રીઓ જાગશે સભાન અને સતર્ક બનશે ખરી ? ******

    Like

    1. સોરી સર, એક્ક્ષ્ટ્રીમલી સોરી, મે આપનો આ લેખ સમયાભાવે વાંચ્યો ન હતો, પણ આજે અહિયા વાંચ્યો, જે અતિ ઉત્તમ લેખ કહી શકાય. આપની એકે એક લાઈન ઉપર મોટા મોટા લેખો લખી શકાય એવી પ્રેરણા મને મળી છે. હુ આપનો અને ભાઈ શ્રી ગોવિંદ મારુ, ભાઈ શ્રી ભુપેન્દ્ર રાઉલજી, વગેરે અન્ય મહાનુભાવોનો ૠણી છુ, આવા લેખોની જ જરુર છે ગુજરાતી સમાજને. જે ઉત્તમ તો છે પણ એની અધમતા દુર કરવી જરુરી નથી લાગતુ શુ? ખોબલે ખોબલા ભરી ભરીને ધન્યવાદ લેજો સાહેબો……

      Like

    2. bhai tamaro picture ahi jota mane to evu lage 6 ke have tamari age thai gay 6 ane tamare old age home ma jata rahevani jarur 6 because mane tamara aava lekh par thi nathi lagtu ke te tara dikrao ne sanskar aapya hoy ane etlej tare old age home ni j jarur pade. arvind tare to tari age pramane to bhagvan nu bhajan karvani jarur 6 ane ha pahela tara dikrao mate kaik thodu earn kar to koi ni cycle fervta bandh thay because haji koi ni cycle mangi ne ferve 6…..rahi vat swaminarayan sampraday ane strio ni to bhai tamara jeva loko to khali strio ne door thi jove tyare j andar na jangiya fati jay 6 to bija ne su ka dosh aapo 6o ane ha tame last ma je swamiviveka nand nu suvakya lakhyu ne te pote bhrahmchari hata …..ane ha tame khali tyr to karo ke tamari DOSI vagar 1 night rahevani?????? aavi gaya na joya hoy te samaj ne badlva ……

      Like

      1. વહાલા આત્માભાઈ,
        તમારા આત્માના દર્પણ જેવું તમારૂં લખાણ વાંચ્યું. આશા છે કે તમારૂં કઈંક નામ હશે. જો કે તમે જે ભાષા વાપરી છે તેમાં નામ આપતાં શરમ જ આવે, આપણે એવું કઈં ન કરવું જોઈએ જે આપણી પોતાની નજરે જ શરમજનક હોય. નામ આપવાનું ટાળીને તમે દેખાડ્યું છે કે તમે જાણો છો કે તમારી ભાષા શિષ્ટતાની સીમા વટાવી ગઈ છે. પહેલી વાત તો એ કે, આપણે કોઈને ઓળખતા ન હોઇએ એના માટે તુંકારો ન વાપરવો એ પહેલા સંસ્કાર છે. તમને આ સંસ્કાર તો મળ્યા જ હશે. તમા્રાં માતાપિતાએ તમને સંસ્કારનો આ પહેલો પાઠ શીખવ્યો જ છે, પણ તમે ભૂલી ગયા લાગો છો.
        હવે, તમે શું ઘરડાં ઘર નથી ચાલતાં એમ કહેવા માગો છો?તમે આ વાત પહેલી વાર સાંભળી? તમને આટલો આઘાત કેમ લાગ્યો છે? તમે માનો છો કે વૃદ્ધજને દીકરો અને દીકરા-વહુ દુ:ખી કરે તો પણ ઘર ન છોડવું જોઇએ. કારણ કે એમાં દીકરાની નામોશી છે. શા માટે વૃદ્ધો પોતાનું જીવન ન જીવી શકે? જે વડીલે મૂળ લેખમાં વૃદ્ધાશ્રમમાં રહેવાની હિમાયત કરી છે એમને સલામ કરવી જોઈએ. તમારી ઉંમર તો જાણતો નથી પણ તમારૂં જીવન સુખમય રહો એવી શુભેચ્છા સ્વીકારશો. મારી ટિપ્પણી્નો જવાબ આપો ત્યારે આ લેખથી તમારા મનના કયા ખૂણામાં ફ઼ાંસ વાગી તે પણ કહેશો તો વાચકોને ખ્યાલ આવે કે તમે કયા સંયોગોમાં સંસ્કારનો પહેલો પાઠ ભૂલી ગયા.
        બીજી વાત, વિવેકાનંદ અને બ્રહ્મચર્ય વિશે. તમારૂં લખાણ ફરી વાંચી જવા વિનંતિ કરૂં છું જેથી તમે પોતે જ સમજી શકશો કે અહીં પણ તમે સૌજન્યની સીમાની બહાર તો નીકળી નથી ગયા ને? કંઈં વાંધો નહીં. વિવેકાનંદના બ્રહ્મચર્યની પ્રશંસા કરવાથી આપણે પોતે પણ બ્રહ્મચર્યમાં એટલા જ દૃઢ છીએ એવું તો સાબીત નથી થઈ જતું. સેક્સ માણસને કોઈ પણ ઉંમરે સતાવે એ તો સ્વાભાવિક છે. તમારો કે મારો એમાં વાંક નથી. ભલે ને આપણે સ્વામીનારાયણના કે અન્ય પંથના સાધુ હોઇએ. સેક્સની વૃત્તિ પોતાનું કામ કરે જ. પણ મન મારીને સાધુ બની રહીએ એમાં વધારે મોટું પાપ થવાની શક્યતા છે.

        Like

  9. ધન્યવાદ ગોવિદભાઈ, કેવો ઉત્તમ લેખ છે, આ બધુ વાંચ્યા પછી કોઈની આખોના પડળ ના ખરે તો એ બધા છતી આંખે આંધળા કહેવાશે, હુ બે ત્રણ સુચનો મુકુ છુ.

    ૧. જે કહેવાતા સંત, જો ગરીબોની અને ક્ષુદ્રોની વસ્તીમાં જઈને સેવા નથી કરતો એ અધમ છે, પાખંડી છે. અને એના સેવકો પણ જો એવુ ના કરે તો તેઓ વધુ પાખંડી છે કેમે કે તેઓ આવા ગુરુઓને પોષે છે જેથી પોતે પણ પોષાય.

    ૨. હવે ભારતની હિંદુ સ્ત્રીઓએ બુરખો પહેરવો ફરજીયાત કરવાનો વખત આવી ગયો છે અને ન માને એને ૩ સોટી મારવી. (તાલિબાનોના જેમ).

    ૩. સ્ત્રીઓએ આમ પણ પુરુષોથી દુર રહેવુ ઉત્તમ છે, એનાથી સ્ત્રી નથી ભટકતી પણ ક્ષુદ્ર માનવ તો લપસી જાય છે, અને છતાય જવુ હોય તો શરીર પુરે પુરુ ઢાંક્વુ, પગની પાની પણ ના દેખાવી જોઈએ. બ્લાઉઝ, ઘાગરો અને સાડી પર બંદી લાવીને પંજાબી સુટ દરેકે દરેકે માતાઓ અને બહેનોને પહેરવાની ફરજ પાડો, ઓ મારા ભાઈઓ આ દેશને બચાવો….

    ૪. માતાઓ-બહેનોએ પરપુરુષને સેવા કરવા અથવા બીજા કોઈ બહાને હાથ પણ લગાડવો કે લગાડવા દેવો જોઈ એ નહિ. ડોક્ટરોને પણ નહિ.

    ૫. જે ધાર્મીક્તામાં વિવેક બુધ્ધિ નો લોપ થાય એ ગાંડા અને અધર્મી કહેવાવા જોઈએ.

    ઘણુ લાંબુ લિસ્ટ બનાવુ છુ.

    ફરીથી ધન્યવાદ….ગોવિંદભાઈ શ્રી.

    Like

  10. One of Fentasstic aartical and .This type thought requier for our society.you are doing well Thanks a lot Sir

    Like

  11. જયારે આ કિસ્સો સ્વામીનારાયણ ના સંત અથવા કોઈ હરી ભક્ત ને પ્રશ્ન ના રૂપ માં પૂછી એ ત્યારે બીજી સન્થા (સ્વામીનારાયણ)
    ઉપર ઠોરી દે છે .આ અમારા નથી બીજા છે ..અમારા આવું ના કરે…મૂળ પ્રશ્ન ને બાજુ પર ધકેલા વો ….

    Like

  12. Shri Govindbhai ;
    Really I like it lots since I have faith in Rationalism and it is my favourite subject. One have told me in laughing words specially for Saint ; ” To Find Out God is very Easy but to Find out Hidden Camera is very difficult.
    Aakhare Samajo To Sarru, Sarru Vishwa Maru.

    Like

  13. There is one saint in Dantali in kheda district-Swami Sachhidanand-who has been trying to educarte people thru his talks ( VCDs of his talks r available.He has written a no of books also ).His thrust is on ‘andhsradhha’ eradication.
    I liked his talks on ‘upanishads’,’Chintan’,’Darshan’.

    Like

  14. આના પરથી સ્વામી આનંદની એક વાત યાદ આવે છે. સ્વામી આનંદ વષો સુધી હિમાલયામાં ભમીને પાછા આવ્યા અને ગાંધીજીના સાબરમતી આશ્રમની મુલાકાતે ગયા. ત્યાં એમને ગમી ગયું અને આશ્રમમાં જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. ગાંધીજીએ કહ્યું કે અહીં રહેવું હોય તો આ ભગવાં કપડાં ઉતારવાં પડશે. સ્વામી આનન્દે કારણ પૂછ્યું તો ગાંધીજીએ કહ્યું કે આ કપડાં આપણા દેશમાં સેવા લેવા માટે છે, કરવા માટે નહીં. સ્વામી આનન્દે તે પછી તરત ભગવાં કપડાંને બદલે સફ઼ેદ કપડાં પહેરવાનું શરૂ કરી દીધું! આ દેશમાં આવું પરિવર્તન માત્ર ગાંધીજી જેવો રેશનલ માણસ જ કરાવી શકે. બધા સાધુઓ માત્ર સેવા લેવાનું જાણે છે. મેં પહેલાં લખ્યું છે તેમ પ્રદીપભાઈએ સૂચવેલી બુક વાંચવાથી નવી રીતે વિચારવાનું મળે છે.

    Like

  15. સ્ત્રીને જોવાથી પુરુષ વાસના ના આવેસમા આવી જાય માટે તે સ્રીને જોવાનો ઈન્કાર કરતો હશે પણ સાધુ બન્યા પછી પણ વાસના?…. શુ તે સાધુને ખબર નથી તને જન્મ આપનાર પણ સ્ત્રી જ હતી અને પ્રથમ તેમણે સ્ત્રીને જ જોય છે જ્યારે તે આ દુનીયામા આવ્યો…અને સત્ય તે પણ છે.. સ્વરૂપવાન સ્ત્રીઓ પણ સાધુઓને પોતાના કબજામા લેવા કૄત્ય કરતી હોય છે….સાધુ તેને જ બનવુ જોઈએ જે મન થી વાસના વિકારથી મુકત હોય….

    Like

  16. “સમાજ અને દુનીયાની સારપનો આદર કરો; પણ તેનાં અનીષ્ટો અને ભયસ્થાનો સામે પણ સજાગ રહો.”
    “બને તો બાબાને છોડી દઈ ઘરના વૃદ્ધ બાપાની સેવા કરો. તે સાચી કુટુમ્બભક્તી ગણાશે.”

    એકદમ સરસ લેખ, ધર્મ એ અંગત બાબત છે અને તેને અંગત રાખવી જ સારી, અન્યને નડતરરૂપ થાય કે અન્યની લાગણી ઘવાય તેવી રીતે તેનું જાહેર પ્રદર્શન ક્યારેક આમ જ મોંઘું પડી જાય ! પરંતુ; ’સ્વાર્થાંધને સદ્‌બુદ્ધિ ક્યાંથી’. વાંક ફક્ત કહેવાતા બાબાઓ કે સંપ્રદાયોનો નથી ! વધુ વાંક તો છતી આંખે આંધળા એવા તેમના કહેવાતા ભક્તજનોનો છે ! (આ ’કહેવાતા’ એટલા માટે લખ્યું છે કે જેમ બાબાઓ ભક્તોને ઘેંટા સમજે છે તેમ ભક્તો પણ બાબાઓને કેરીના ગોટલા સમજે છે ! રસકસ ચુસાઇ જાય અને માલમલિદો બંધ થાય તો બીજો ગોટલો પકડવાનો !!) હવે આમાં ક્યાંય ધર્મ કે આધ્યાત્મિકતાની વાત રહી નથી, બન્ને પક્ષે નર્યા સ્વાર્થનો આ ખેલ છે.
    જે સુતા હોય તેને તો જગાડી શકાય પણ જે જાગતા છતાં સુવાનો ઢોંગ કરે છે તેને કેમ જગાડવા ? છતાં આપ કોશિશ કરો છો, તે બહુ પ્રસંશનીય કાર્ય છે.
    દિનેશભાઇ અને આપનો બન્નેનો આભાર.

    Like

  17. The same saints will see ladies in private… this is the real hypocricy these folks are living in 21st century… quite pathetic and sad!
    Thought provoking how blindfolded people are when it comes to Religion (DHARMA)!

    Like

  18. Gautam Buddha said it right… and Bhagwan Krishna also said it in Bhagwad Geeta – “Dadami Buddhiyogam…” use it
    and use it for right reasons!

    Like

  19. I know one example in houston, tx…
    One day one lady went to the kitchen of the Houston Temple
    to give food to the Pujari at the time and the pujari asked her to leave the kitchen and she left the kitchen by telling him “… Ke tu upparti tapakyo lage chhe…” now that was a very sharp and appropriate respose to this hypocrite!!!

    Like

  20. Swaminarayan followers were born through their mothers’ womb why do they see their mothers face? Mother is female.

    While on the travel via any vehicle does not they see females?

    Every one should boycottthis nonsensical Swaminarayan Panthis’ idea or the best should be boyott heir blind religion.

    Or force them to be blind folded.

    Like

  21. ગોવિંદભાઈ ખૂબ સરસ લેખ! આ સમયે એક સવાલ થાયછે કે જો સ્ત્રીઓનૂ મોઢૂ નથી જોતા તો સ્ત્રીના પેટે જન્મ શું કામ લીધૉ!આવા ધ્કોસલા માણસની પ્રગતિ અટકાવે છે..તમારા શબ્દોમા કહુ તો
    બધી વાતનો કુલ સરવાળો એટલો જ કે જીવનમાં રસોડાથી માંડી રાજ્યસભા સુધી અને મંદીરથી માંડી મોલ સુધી સર્વત્ર વીવેકબુદ્ધીથી વર્તો.બસ ભગવાને બુદ્ધી આપી તો ઉપયોગ પણ કરો.મારા બ્લોગમા આવવા બદલ આભાર! તમારા વિચારો ગમ્યાં.
    સપના

    Like

  22. Sidhi saadi vaat chhe ke Swamiji (Guruji/Mahantji) Mukhya sanchalako jo sadharan manaso ne ke abhan ne
    sacha raste na dori shake teva pase apna potana gharna ne sham, dam, dand ne bhed no upyog kari rokava jaruru thai pade chhe ne ger riti karta loko ne atakavi shkay.

    Je ger riti hoy tene protshahan na male to ger riti atke khari.

    Tan tod mahhenat thi radela paisa nalayak sadhuo na hathma aave teno jarur khoto upyog thavano je bhrstachar
    adarva apne pote, apna potana abudh loko preriye chhiye.
    Jane ajane karel HATAYA E HATYA JA GANAY.

    Sacha sadhu, sacha sidha manavo, sacha samaj sevako bhela thai darek rajyona ne mukhya sarkarna movadio ne babat thi mahitgar kari dhyan dorva thij kaydo ghaday he avaanyayi krutyo karta atkave. Aa babat pan pan moti ladat ubhi karavshe, Dugalun bharyu ke na hathvun nahathvun no sidhhant upyogma levo tatha poshvo padi shaake.

    Lakho, karodo kadach aa babat virodhi hova chhattan nakkar paglan bhela mali na levay to vato vato raheshe, vanchine badha bhuli jashe jema hun pahelo hoish.

    Like

  23. क्‍यों हों वे भयभीत? यदि तुम आकर्षित होते हो तो ही भय होता है। तुम केवल तभी स्‍त्री से भयभीत होओगे। यदि तुम स्‍त्री के आकर्षण में बंधे हो। यदि तुम आकर्षित नहीं हो तो भय तिरोहित हो जाता है। भय है क्‍या? तटस्थता आती है बिना किसी विरोधात्‍मकता के।

    Like

  24. he govind tarathi saru na thay to kai nahi pan sadhu nu kharab shukam bole che???, moksh na kar to kai nahi bijane shukam nark na lai jay che???.

    MANUSYA DEK MALYO CHE TO SWAMINARAYAN NU BHAJAN KAR . AAJE NAHI TO KARODO YEARS PACHI TARE TE KARYA VAGAR NAHI CHALE.

    Like

  25. I fully agree with Karsanbhai’s comments. Some people are totally brain washed in their life. Their total stupidity and stubbornness are responsible.
    It is a very eye opener article for all of us.
    Thanks so much for this article.

    Pradeep H. Desai
    USA

    Like

Leave a comment