અમદાવાદની ‘એકલવ્ય સ્કુલે’બાળકોનાં
બાહ્ય ઓળખ–ચીહ્નો પર પ્રતીબંધ લાદ્યો !
-એકલવ્ય
શાળાઓના વર્ગખંડોમાં બેઠેલાં બાળકો સમાજનું પ્રતીનીધીત્વ કરે છે. તેઓ સમાજના જુદા જુદા વર્ગોમાંથી આવતાં હોય છે અને અલગ અલગ ધર્મો કે સંપ્રદાયોને અનુસરતાં હોય છે. બાળકોએ જે કંઈ પણ સારું શીખવાનું, સમજવાનું હોય તે બધું એને શાળા કૉલેજોમાંથી મળી જાય તો સમાજે એ દીશામાં ઝાઝી ચીન્તા કરવાની ન રહે. ભારત જેવા બીનસામ્પ્રદાયીક અને સર્વધર્મ સમભાવની નીતીને વરેલા રાષ્ટ્રમાં શાળાઓનું કર્તવ્ય બાળકોને ‘માનવધર્મ’નું શીક્ષણ આપવાનું છે. શાળામાં રહીને બાળકો વૈજ્ઞાનીક વલણો કેળવે અને તાર્કીક, મૌલીક, સર્જનાત્મક ચીન્તન વીકસાવે તેવી અપેક્ષા રહે છે. કેટલીકવાર શાળાઓમાં શું જોવા મળે છે ? બાળકો તાવીજ, માંદળીયાં, દોરા-ધાગા, હાથે કે ગળે લટકાવીને શાળામાં આવે છે. શ્રીમંત પરીવારનાં બાળકો કીમતી ઘરેણાં, ઘડીયાળ, મોબાઈલ ફોન વગેરેથી લદાઈને શાળામાં પોતાની વીશીષ્ટ ઓળખ ઉભી કરે છે. કેટલાક વાલીઓ પોતાનાં બાળકોને ધાર્મીક કે સામ્પ્રદાયીક ઓળખ આપવાનો ઉત્સાહ દાખવે છે. નેઈલ પોલીશ, લીપ–સ્ટીક, આધુનીક હેરસ્ટાઈલ, ફેસીયલ અને આઈ–બ્રોની મદદથી પોતાને ‘ફીલ્મી કલાકારો’ બનાવવા મથતાં વીદ્યાર્થીઓ, શીક્ષકો તથા અધ્યાપકોની જમાતનો પણ આપણને પરીચય છે.
શીક્ષણ જગતના વીશેષ માહોલની વચ્ચે અમદાવાદની ‘એકલવ્ય’ શાળાએ બોલ્ડ અને બ્યુટીફુલ નીર્ણય લઈને બાળકોને તાવીજ, માંદળીયાં, દોરાધાગા તથા જંતરમંતરનાં બખડજંતરમાંથી છુટકારો અપાવ્યો છે. ‘એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશને’ ઠરાવ્યું કે, એક બાળકને અન્ય બાળકોથી જુદાં પાડતાં આવાં બાહ્ય ઓળખ–ચીહ્ નો સાથે શાળામાં પ્રવેશવાની બાળકોને છુટ આપવી નહીં. આ નીર્ણયની શાળાના એસમ્બલી હૉલમાં જાહેરાત કરવામાં આવી અને તેનો અમલ શરુ થયો. શીક્ષકોને કાતર આપવામાં આવી અને આદેશ આપવામાં આવ્યો કે આવાં કોઈ ઓળખ–ચીહ્ નો બાળકોનાં શરીર પર દેખાય તો કાપી નાંખવાં અને કચરાપેટીમાં પધરાવી દેવાં. શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી અશ્વીનભાઈ કારીયા, શ્રી ગોવીન્દ મારુ, શ્રી ઉત્તમ અને મધુ ગજ્જર તથા ડો. દયાશંકર જોશીએ શાળાના આ નીર્ણયને આવકાર્યા તથા તે સમ્બન્ધી વીશેષ માહીતી અને પોતાના અભીપ્રાયો પણ મને મોકલ્યાં છે. સમગ્ર બનાવમાં ત્રણ મુદ્દાઓ નોંધવા યોગ્ય છે:
(1) શાળામાં દાખલ થતાં તમામ બાળકો સમાન છે, એક સરખાં છે. શાળાઓ એક બાળકને બીજા બાળકથી જુદું પાડે તેવાં ચીહ્ નો ધરાવવા પર પ્રતીબંધ મુકે તો બાળકોમાં સમાનતા જળવાઈ રહે. બાળકોનાં ધર્મ, સંપ્રદાય, આસ્થા–શ્રદ્ધા, માન્યતા જે હોય તે; એ સૌ પ્રત્યેનો આદર અકબન્ધ જાળવીને, ઓળખ–ચીહ્ નો ધરાવવા પર પ્રતીબન્ધ ફરમાવી શકાય. શાળાઓમાં યુનીફોર્મ–પ્રથા પણ તો આ જ હેતુથી સ્વીકારાયેલી છે !
(2) ‘એકલવ્ય’ શાળાના શીક્ષકોએ સ્કુલના આ નીર્ણય સામે નારાજી વ્યક્ત કરી છે ! એક શીક્ષકે જણાવ્યું; ‘બાળકનાં તાવીજ, માંદળીયાં, દોરા-ધાગા કાપતી વખતે મારો જીવ કપાતો હતો; પરન્તુ શું કરીએ ? શાળાના નીયમ સામે અમે લાચાર !’ દુ:ખની વાત એ છે કે આ જ શીક્ષક કદાચ બાળકને વીજ્ઞાન ભણાવતા હશે ! સમાજના અભણ લોકો જાદુ–ટોણા, તાવીજ, માંદળીયાં, દોરા-ધાગા, કાળી વીદ્યાના નામે છેતરાઈ રહ્યા છે; લુંટાઈ રહ્યા છે તેની જાણ શાળાના શીક્ષકોને નહીં હોય ?
(3) શાળાના નીર્ણયથી વાલીઓમાં તીવ્ર અસંતોષ અને રોષ પેદા થયો છે. (બીલકુલ અપેક્ષીત અને સ્વાભાવીક જ છે !) એક વાલીએ જણાવ્યું; ‘મારો દીકરો માંદો ન પડે અને માંદગીની બલાથી એનું રક્ષણ થાય તે માટે અમે એના હાથે તાવીજ બાંધ્યું હતું !’ લો, કરો વાત ! હાથે તાવીજ બાંધવાથી માણસ રોગથી બચી શકતો હોત તો હૉસ્પીટલો, મેડીકલ કૉલેજો અને ડૉ. કેતન દેસાઈ જેવા માનવોની હયાતી જ ન હોત ! વીદ્યાર્થીઓ તથા વાલીઓને આવી અન્ધશ્રદ્ધાઓથી બચાવવાનું કામ શૈક્ષણીક સંસ્થાઓનું છે. કેટલી શાળાઓ, કૉલેજો તથા યુનીવર્સીટીઓ આ સંદર્ભે પોતાની ફરજો અદા કરે છે તે મોટો પ્રશ્ન છે.
શાળામાં બાળકો વચ્ચે ભેદભાવ ન જન્મે, કોઈ બાળક લઘુતાગ્રન્થી ન અનુભવે તથા તમામ બાળકો વચ્ચે સમાનતા પ્રવર્તે તે માટે કેટલીક સંસ્થાઓ પોતાની રીતે પ્રયત્નો કરતી રહી છે. મુમ્બઈની કેટલીક શાળાઓમાં વીદ્યાર્થીઓ માટે યુનીફોર્મ તો છે જ; પરન્તુ લંચબોક્સમાં શું લાવી શકાય તે અંગે પણ ચુસ્ત નીયમો છે. અગ્રીમ કક્ષાની બે ત્રણ શાળાઓમાં વીદ્યાર્થીઓ નાસ્તામાં રોટલી-શાક સીવાય બીજું કંઈ જ ન લાવે તેની તકેદારી રખાય છે. અમદાવાદની માઉન્ટ કાર્મેલ ગર્લ્સ સ્કુલમાં વીદ્યાર્થીનીઓ શું ન કરી શકે તેની યાદી આ પ્રમાણે આપવામાં આવી છે. ‘પગે ઝાંઝર કે સાંકળા, હાથે વીંટી કે બ્રેસલેટ-બંગડી-ગળે ચેઈન-લોકેટ કે માંદળીયાં ન પહેરી શકાય. હાથે-પગે મહેન્દી ન ચાલે, કોઈ પણ પ્રકારનું કે રંગનું નેઈલ પૉલીશ પણ નહીં ચલાવી લેવાય. નાકમાં કીમતી નહીં તેવી જડ ચાલે, કાને નાની બુટ્ટી ચાલી શકે, ઘડીયાળ પહેરી શકાય; પરન્તુ તેનો પટ્ટો કાળો જ હોવો જોઈએ, સોના-ચાંદીનો કે હીરાજડીત નહીં. કપાળે ચાલ્લો કરાય પણ તે માત્ર લાલ કંકુનો જ.’
લગભગ બધી જ શાળાઓમાં વીદ્યાર્થીઓએ યુનીફોર્મમાં આવવાનું હોય છે. સુરત શહેરની કેટલીક અગ્રીમ કક્ષાની શાળાઓમાં શીક્ષકો તથા તમામ સહ–શૈક્ષણીક કર્મચારીઓએ પણ યુનીફોર્મમાં આવવાનું હોય છે. ગુણવત્તાની રીતે શ્રેષ્ઠ ગણી શકાય એવી કેટલીક કૉલેજોમાં પણ તમામ વીદ્યાર્થીઓ, અધ્યાપકો અને અન્ય કર્મચારીઓ યુનીફોર્મમાં સજ્જ થઈને આવે છે. શૈક્ષણીક સંસ્થાઓમાં સૌ સમાનતા તથા એકતાનો અનુભવ કરે તે માટે આ પ્રકારના નીયમો જરુરી બને છે. પાલનપુરની લૉ કોલેજના નીવૃત પ્રીન્સીપાલ શ્રી અશ્વીનભાઈ કારીયાના મતે અમદાવાદની ‘એકલવ્ય’ સ્કુલે જે પ્રતીબન્ધ મુક્યો છે તે બન્ધારણના ‘નાગરીકોની ફરજો’ અંગેના ચેપ્ટરમાં નીર્દેશેલા આર્ટીકલ 51 એ (એચ) સાથે સુસંગત છે.
આ લખનાર પુર્ણત: આસ્તીક છે; પરન્તુ સ્પષ્ટ રીતે એવું માને છે કે ધર્મ અને સંપ્રદાય વ્યક્તીની અંગત બાબત છે. પોતાના ઘરની કે ધર્મસ્થાનની ચાર દીવાલો વચ્ચેનો તેનો એ અંગત મામલો છે. તેની અભીવ્યક્તી માટે જાહેર માર્ગ પર આવવાની છુટ કોઈ પણ ધર્મના અનુયાયીઓને ન મળવી જોઈએ. એ જ રીતે શૈક્ષણીક સંસ્થાઓમાં પણ ધર્મ કે સમ્પ્રદાયનાં ઓળખ–ચીહ્ નોથી બાળકો મુક્ત રહે તો તેઓમાં માનસીક અને સાંવેગીક ઐક્ય સંવર્ધીત થાય તેવી સમ્ભાવના વધશે. વહેમ, અન્ધશ્રદ્ધા, શુકન-અપશુકન, મેલીવીદ્યા વગેરેના વળગણથી બાળકો જેટલાં મુક્ત રહેશે એટલો દેશનો વીકાસ ઝડપી બનશે. આપણા ધાર્મીક તહેવારો જે રીતે ઉજવાય છે તેમાં ક્રાંતીકારી ફેરફારો લાવવાની જરુર છે. એ કામ પણ શૈક્ષણીક સંસ્થાઓએ બાળકોને ‘માનવ ધર્મ’નું શીક્ષણ અગ્રીમતાના ધોરણે આપવું પડશે. સદ્ ગુરુ કેવા હોય અને ગુરુ કોને બનાવાય તે અંગેનું શીક્ષણ પણ બાળકોને શાળામાંથી મળવું જોઈએ, જેથી ‘શોષણખોર’ ગુરુઓથી એમને બચાવી શકાય.
‘એકલવ્ય’ શાળાના નીર્ણયને હું હૃદયપુર્વક આવકારું છું. એક અત્યન્ત હીમ્મત ભરેલો નીર્ણય લઈને આ શાળાએ, અન્ય શૈક્ષણીક સંસ્થાઓને સાચી દીશા કઈ છે તેનું ભાન કરાવ્યું છે. દેશની તમામ શાળાઓ આ નીયમને અનુસરશે એવી શ્રદ્ધા છે.
-‘એકલવ્ય’ (ડૉ. શશીકાન્ત શાહ)
‘સંસ્કારબીંદુ’
બુદ્ધુના બનાવ અમને
બુદ્ધુ ના બનાવ અમને
બુદ્ધીને રેડીમેડ ઘાસચારો નાખીને,
દોડવા દે, શોધવા દે મને ખુદને
રોક નહીં એટીકેટની ધુંસરી નાખીને…
ભલે ભાંગતી પરમ્પરા, ને છો ડોહળાતા ધરમ,
ખુદ ખોજેંગે મીલ-મીલાકે, નઈ દુનીયા, નયા કરમ
ભીરુ ના બનાવ અમને,
ભેજામાં અલ્લા-ઈશ્વર-ગોડ નાખીને,
છુટવા દે, ઉડવા દે અમને,
21મી સદીના રોકેટે ચડીને…
ઉંચ-નીચના ભેદભાવ ’ને રાજનીતીના ભેદભરમ,
ઈક્વલ વર્લ્ડ ઈઝ પોસીબલ, બોસ, કુછ તો કરો શરમ !
ઈર્રેશનલ ના બનાવ અમને,
ગળાકાપ રમત – ખુનખરાબા શીખવાડીને,
દુનીયાભરના થવા દે અમને,
ઘર-સમાજ-દેશના સીમાડા ભેદીને…
બુદ્ધુ ના બનાવ અમને, બુદ્ધીશાળી થવા દે અમને…
Kiran Trivedi
G-202, Satej Apt., Nr. Sanskar Tower,
Opp- Auda Sports, Thaltej, Amdavad-380 054
Mobile – 92272 34815
eMail – kirantrivedi.kt@gmail.com
સુરતથી પ્રકાશીત થતા ‘ગુજરાતમીત્ર’દૈનીકમાં, વર્ષોથી ‘એકલવ્ય’ના ઉપનામે ડૉ. શશીકાન્ત શાહની લોકપ્રીય કૉલમ ‘શીક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ પ્રગટ થાય છે.
તા.6 જુલાઈ, 2010ના અંકમાં છપાયેલો આ લેખ, લેખકનાઅને‘ગુજરાત મીત્ર’નાસૌજન્યથી સાભાર…
સંપર્ક:
ડૉ. શશીકાંત શાહ, 35–આવીશ્કાર રો હાઉસ, નવયુગ કૉલેજ પાછળ, તાડવાડી, રાંદેર રોડ, સુરત-395 009 (કાયમી સરનામું)
ફોન: (0261)277 6011 સેલફોન: 98252 33110
ઈ-મેઈલ : sgshah57@yahoo.co.in
અતિ ઉત્તમ પ્રયાસ છે સરજી,
હવે આ રીતીને આખાયે દેશમાં ફરજીયાત કરી દેવી જ જોઈએ. આ જ તો લોકોને અંધકારમાંથી બહાર કાઢવાનો સાચો પાયો છે. અને થઈ શકે તો વેદ, કુરાન અને બાઈબલ, બુધ્ધ, જૈનોની ફકત પરમેશ્વરની વાતોથી બાળકોને અવગત કરાવવા જોઈએ, રામાયણ-મહાભારત, દેવી-દેવતાઓની નકામી વાતો શીખવીને કોઈનુ આજ સુધી ભલુ થયુ નથી, અને એ વાતો જ તો આ તાવીજ, દોરા, ધાગાઓ, ક્રોસ, વગેરે પહેરવા લલચાવે છે, એ વાતોને હટાવી દેવી જોઈએ…….ઉત્તમોત્તમ પ્રાયસ છે, જારી રાખો……
LikeLike
ગોવિંદ સરજી, માફ કરજો, આપને બદલે હુ સહુની જોડે ટાપસી પુરવા લાગ્યો, ભુલ થઈ હોય તો માફ કરજો…..
LikeLike
અહીંની એક શાળામા ‘અમારા વ્યવસાયમા ગણિતનું મહત્વ’ …પર બોલવાનું હતુ. શરુઆતમાં જ કહ્યું કે અહીંની શાળામા ગૉડ અંગે બોલતા અમેરિકાના બંધારણના નિયમોનું ધ્યાન રાખવાનું હોય છે.આ મેથ્સ ત્રણેય કાળમા નિત્ય-પરીવર્તન ન થઈ શકે તેવું ગૉડ જેવું છે.
અમેરીકા સદભાગી છે કે ત્યાં વનસ્પતી અને પર્યાવરણની જાળવણી કરનારા કડક કાયદા બનાવી શક્યા છે. અમેરીકામાં રહેઠાણની આસપાસ બીલ્ડર વૃક્ષો ઉગાડી અને ઉછેરી શક્યા વગર ઘર નથી વેચી શકતો. ભારતનું દુર્ભાગ્ય છે કે આવા કોઈ કાયદા નથી. અને લોકોને તો પર્યાવરણ અને ગન્દકીની જાણે પડી જ નથી.
માત્ર બાહ્ય શુધ્ધીના દેખાડાથી જ આપણી ધાર્મીક્તા પોષાય છે ત્યારે આવા પગલા જરુરી છે.હા,તેનો અમલ વિવેકપૂર્ણ હોવો જોઈએ.ધાર્મિક સહિષ્ણુતા બદલે અંગત માન્યતાઓ અંગે આઘાત પામતા બાળકોના ગળામાંથી હત્યા કરતા હોય તેમ, ચિહ્નો દૂર કરવા અંગે ચિંતન જરુરી……………….
LikeLike
I understand that there are certain groups in America which are lobbying very hard for teaching creationism in school. So, all kind of people are everywhere but only their proportion makes the difference. Let’s hope that the proportion of rational thinkers in India increases sufficiently so that more initiatives like eklavya school can be seen being taken.
LikeLike
It is a very good article. We all more or less are coward people. We do not want to find the reason and cause for any thing in life. We always do what we are told to do. We never ask any question to know the real thing in life.
Self determination & courage is required in life. Never afraid of any thing in life.
Thanks
Pradeep H. Desai
Indianapolis, USA
LikeLike
મને લાગે છે કે એકલવ્ય સ્કૂલના પગલાનું મૂલ્યાંકન બાળકો વચ્ચેના ‘નજરે ચડતા’ ભેદભાવ દૂર કરવાના પ્રયાસ કરતાં અંધવિશ્વાસ પર હુમલો કરવાના પગલા તરીકે કરવું જોઈએ અને એ જ કારણસર એ સ્તુત્ય બને છે.
પરંતુ,માત્ર ચિહ્નો હટાવવાથી કે બદલવાથી કામ પૂરૂં નહિ થાય કેમ કે ભેદભાવનાં કારણો સમાજમાં અસ્તિત્વમાં રહે ત્યાં સુધી ભેદભાવ દૂર ન થાય. આમ છતાં સામા પ્રવાહે તરવું એ પણ મોટી હિંમતનું કામ છે એટલે એકલવ્ય સ્કૂલે જે કર્યું છે તે ખરેખર અભિનંદનીય છે.કારણ કે અંધવિશ્વાસ પર આ કદાચ પહેલું સીધું આક્રમણ છે. ખરેખર તો બાળકોનાં માતાપિતાને પણ બોલાવીને કહેવું જોઇએ કે માદળિયાં, તાવીજ વગેરે નહીં પણ માણસની મહેનત અને મગજ મદદ કરે છે.
કોઈ ખામી જણાય તો આપણે આપણું ઍક્શન તપાસવું જોઇએ.બધા સંયૌગો તપાસવા જોઈએ. કારણ કે સફળતા-નિષ્ફળતાનો આધાર ઘણાં ફૅક્ટર્સ પર છે, માત્ર આપણી ઇચ્છા કે મહેનત પર નહીં. પરંતુ આ સંયોગોને નસીબ માનવાની જરૂર નથી. નસીબ એટલે અદૃષ્ટ – જે દેખાય નહીં તે. પણ મોટા ભાગની બાબતો જોઈસમજી શકાય એવી જ હોય છે. બાળક વાંચે નહીં તો નાપાસ થાય અને એમાં માદળિયું કામ ન આવે. માત્ર સ્કૂલમાં નહીં, જીવનનાં ઘણાં ક્ષેત્રોમાં આ અભિગમ કામ આવે છે. એ જ ખરેખરૂં તાવીજ છે.
LikeLike
સ્તુત્ય પગલું. માત્ર નાનાં ભૂલકાંઓને બળજબરી ના લાગે એ રીતે આવા ચિહ્નો દુર કરવા હિતાવહ છે.
LikeLike
હા વહાલા ચિરાગ ભાઈ, સરસ….
LikeLike
સ્કુલનો આ નિર્ણય સરસ અને બીજી સ્કુલ માટે વિચારવા અને અનુસરવા જેવો છે.
નિર્ણય ખોટો નથી પણ સ્કુલ મેનજમેન્ટે વાલીઓ , શીક્ષકો અને વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઇ અને આ નિર્ણય નો ઉદ્દેશ જણાવ્યો હોત તો બધા સરળતાથી આ નિયમ લાગુ કરવામાં સારું વલણ અપનાવત. સ્કુલ એવી જગ્યા છે કે ત્યાંથી જ બાળકો સાચુ શું અને ખોટું શું એ શીખે છે . આ નિયમથી કદાચ બાળકો પોઝીટીવ થીન્કીંગ પણ શીખશે. ધર્મ , શ્રધ્ધા પણ હોવી જોઈએ પણ મંદિરમાં શિક્ષણ ના કોઈ પાઠ ભણાવવામાં નથી આવતા તો સ્કુલમાં ધાર્મિક પ્રવુતિ ના થવી જોઈએ . ધાર્મિક પ્રવુતિ માટે રવિવાર હોય છે જ .
LikeLike
અતિ ઉત્તમ સુચન, અમલ કરવા લાયક છે, વાહ રુપેન ભાઈ ઉત્તમ વાત કહિ !!!
LikeLike
આ પ્રકારની સમાનતાને આગળ વધારતી વાત કહું તો ભારતીય ઋષિમુનિઓના કાળમાં તપોવન કક્ષાની શિક્ષણ પદ્ધતિમાં એક જ તપોવનમાં રાજાનો દીકરો અને સામાન્ય ખેડૂતનો દીકરો સાથે બેસીને અભ્યાસ કરતા. રાજકુમાર વર્ગમાં મોડો પડે તો એને પાછળ બેસવાનું રહેતુ. સહુને બધા કાર્યો જાતે જ કરવાના રહેતા. પારિવારિક સમૃદ્ધિ ધરાવતા કોઈ વિદ્યાર્થીને નિયમમાં કોઈપણ પ્રકારની છૂટ મળતી નહિ. સહુ સફેદ ધોતી-ઝબ્બો એ એક માત્ર ગણવેશ પહેરતા. વર્ષમાં બે જોડી કપડાથી સહુએ ચલાવવાનું રહેતુ. સાચવણી ન હોય તો રાજાના દીકરાએ પણ વસ્ત્રો સાંધીને પહેરવાના રહેતા.
આનું પરિણામ એ આવતું કે કૃષ્ણ-સુદામા જેવા આર્થિક અસમાનતા ધરાવતા મિત્રોની મિત્રતા પણ ઘનિષ્ટ બનતી અને આજીવન ટકતી.
આપે સમાનતા લાવવાની કોશિશ કરી છે એ પ્રશંસાપાત્ર છે. પરંતુ ધ્યાન એ વાતનું રાખવાનું રહે છે કે આવી શાળાના ઉચ્ચ પદાધિકારીઓના સંતાનો પણ આ જ શાળામાં અભ્યાસ કરે એવો પ્રયત્ન કરવો જોઈએ અને એના પર પણ એ નિયમો લાગુ પાડવા જોઈએ, જો દાખલો બેસાડવો હોય તો!
LikeLike
કલ્પેશજી આપનુ સુચન તો વળી અમસહુથીએ ઉત્તમ છે…..!!
LikeLike
એકલવ્ય સ્કૂલના સંચાલકોને લાખ લાખ ધન્યવાદ !
“‘એકલવ્ય’ શાળાના નીર્ણયને હું હૃદયપુર્વક આવકારું છું. એક અત્યન્ત હીમ્મત ભરેલો નીર્ણય લઈને આ શાળાએ, અન્ય શૈક્ષણીક સંસ્થાઓને સાચી દીશા કઈ છે તેનું ભાન કરાવ્યું છે. દેશની તમામ શાળાઓ આ નીયમને અનુસરશે એવી શ્રદ્ધા છે.”
હવે પછીનો પ્રયાસતો એવો હોવો જોઈએ કે સમગ્ર દેશમાં આ નિર્ણયને આવકારી અમલી બનાવવાની ઝુંબેશ ચાલુ થવી જોઈએ જેથી અભ્યાસ દર્મિયાન જ ખરા બિનસાંપ્રદાયિકતાના સંસ્કાર બાળકો અપનાવે અને આ બનાવટી બિનસાંપ્રદાયિકતાના રાજકારણને કાયમી તિલાંજલી મળે ! પણ મને ભય છે કે આ બદમાશ રાજકારણીઓ એકલ્વ્ય સ્કૂલના સંચાલકો ઉપર પણ દબાણ લાવી આ નિર્ણય ફેરવવા કોશિશ કરશે ! આપ શું માનો છો ?
LikeLike
શ્રી અરવિંદ દાદાજી નમસ્કાર, આપનુ સુચન પણ અતિ ઉત્તમ છે, મુળે ઉંડા ઉતરીશુ તો વેદ, બાઈબલ, કુરાન અને પરમેશ્વરને (પરમેશ્વરને જ હો, અન્ય દેવી દેવતાઓએ પરમેશ્વર માનીને નહિ) ભજતા સંપ્રદાયો જગતને એક જ સંદેશ આપે છે એટલે હુ પરમેશ્વરને ભજતા હિંદુઓને પણ બાઈબલ-કુરાનને ભજનારાથી અલગ નથી સમજતો, કેમ તેઓ પણ જગતના ફક્ત એક અને એક જ નીરાકાર પરમાત્માને પુજતા હોય તો એ સર્વની સચ્ચાઈથી પણ બાળકોને અવગત કરાવવા જોઈએ એ આપણી ફરજ છે….બાકી આપ તો વિદ્વાન છો જ….ધન્યવાદ….
LikeLike
અરવિંદભાઈ, તમારી વાત સાચી છે કે રાજકારણીઓ આ નિર્ણય ફેરવવા માટે દબાણ કરે એ શક્ય છે, પણ રાજકારણીઓ આપોઆપ વિરોધ કરવા નહિ જાય! એમના મતદારો કહેશે તો જશે. બહુમતી મતદારો જો એમને ન જવાનું કહે તો ન જાય. રાજકારણીઓ ’બદમાશ ’હશે તો પણ સચી કે ખોટી રીતે જનતા સાથે જોડાયેલા રહે છે. એટલે જનતાની મેજોરિટી આ પગલાને ટેકો આપે અને સ્કૂલ ઉપર દબાણ થાય ત્યારે સ્કૂલના ટેકામાં ઊભી રહે તો એ કઈં ન કરી શકે. રાજકારણીઓ બીજા કોઈ વ્યવસાયના માણસ કરતાં વધારે બદમાશ નથી હોતા. અને બીજા વ્યાવસાયમાં જનમત ચાલતો પણ નથી!
LikeLike
મને વિચાર આવે છે કે શીખ બાળકોનું શું થશે? પાઘડી, કેશ, કડુ તો તેમની ઓળખ છે. એકલવ્ય તે પણ કાઢી નાખશે?
બાય ધ વે, એકલવ્ય શાળાની ફી ખબર છે?
LikeLike
બાય ધ વે, એકલવ્ય શાળાની ફી ખબર છે?
Dear Kartik
Ahamdavad ma fees nu stracture 25000 thi chalu thay che teni khabar samanya loko ne hoya j.
Shu tame tamara balko ne municipality school ma bhanavo cho?
aamey cycle chalava ni hesiyat che ne gadi na sapna jove che. potane khabr na hoy to eklavya school ma phone kari ne puchie le fee shu che.
LikeLike
@Yagnik,
જ્ઞાન આપવા બદલ આભાર. સાચું નામ લખશો તો તમારી હેસિયત પણ ખબર પડી જશે. અને, સાયકલ ચલાવવાની હેસિયત હોવી એ મોટી વાત છે, કારણ કે સામાન્ય માણસોનું એ કામ નથી. કોમેન્ટ સાથે મતલબ રાખવા વિનંતી. અંગત આક્રમણ કરવું હોય તો મારો બ્લોગ છે!
એકલવ્ય સ્કૂલની ફી મને ખબર છે – એટલે ફોન કરવાની જરુર નથી. ખોટા દેખાડા કરતી સ્કૂલમાં મારા કવિનને મૂકવાની મને જરુર લાગતી નથી..
ગોવિંદ ભાઈ, એક બાજુ તમે અંધવિશ્વાસની સામે પડો છો અને બીજી બાજુ આંધળી નનામી કોમેન્ટને એપ્રૂવ કરો છો?
LikeLike
વહાલા કાર્તીકભાઈ,
હા, યાજ્ઞીક પટેલ (મને થયું કે તેમનું સાચું નામ જ હશે..!)એ વીનયશીલ શબ્દોમાં નથી લખ્યું.. અંગત હુમલા જેવું જ જણાય. પણ તે સાથે તમેયે તેવી જ ભાષામાં તેમને જવાબ વાળ્યો. મને આવો અનુભવ આ પહેલો જ છે. આગલા લેખો પર ઘણી જ કમેન્ટો આવી છે; પણ અંગત હુમલા થયા નથી. વળી, મારા બ્લોગનું નામ જ ‘અભીવ્યક્તી’ છે. જો એકમેકના પર અંગત હુમલા જેવી કે એકમેકને હલકા ચીતરનારી કમેન્ટ ન હોય તો તે ડીસ્એપ્રુવ કરવા મારું દીલ મને ના પાડે. પણ આ કીસ્સામાં ઉતાવળે એવું બન્યું છે જરુર. ભાઈ યાજ્ઞીક પટેલ વીશે તો મને કશી જ માહીતી નથી; પણ તમને તો તમારા બ્લોગ થકી હું જાણું છું ને આપને માટે મને બહુ જ માન છે.. તમે જો નારાજ ન થાઓ તો તમ બન્નેની કૉમેન્ટ ડીલીટ કરી કાઢું ? મારો જીવ તો નહીં ચાલશે; પણ તમે કહો તો તે કરું…
એક મીત્રના ફોન પરથી ખબર પડી કે આ શાળા એલીસબ્રીજ વીસ્તારમાં છે અને દરેક વર્ગમાં વીસ જ વીદ્યાર્થી હોય છે. શીક્ષકોને પુરો પગાર ચુકવાય છે. ત્રણ શીક્ષકો તો પીએચડી થયેલા છે ! શાળા તેર વરસથી ચાલે છે..
નર્સરીથી ૧૨ ધોરણ સુધી છે. એ કારણે કહે છે કે, ફીનું ધોરણ થોડું ઉંચું છે. જો કે એ વીશે મારા કરતાં તમે વધારે જ જાણતા હશો..
ભાઈ, તમારા સદ્ ભાવ બદલ આભાર..
આપનો,
ગોવીંદ મારુ
LikeLike
Shashikant bhai,
Namaste.
Very nice and timely article. I must congratulate ‘Eklavya School’ for taking and implementing this bold decision. I am a ‘Believer’ and offer my prayers but deadly against in showcasing the religions. Religion is the personal matter. You offer your prayers or pujas etc. in your homes or the places for it like mandirs, mosques and churches etc. For the same reason I oppose coming out on roads and displaying one’s religion. Yatras and Juloos must be banned. They divide the people. Even bindis or chanlo should not be allowed because they are symbols of a particular religion.
Here in Toronto and other palces in Canada students are not allowed to wear all these. In France students are not allowed to have a Cross in their neck or a Cuppa (A cap worn by Jews) This is true Secularism and not hte pseudo one.
Govind bhai, Bipin Shroff etc are doing tremondous work in this field.
Firoz Khan, Toronto, Canada.
LikeLike
ફિરોઝભાઈની કમેન્ટ રસપ્રદ છે.ધર્મનાં પ્રતીક શાં છે અને આપણે કેટલી હદે જઈ શકીએ છીએ તે વિચારવાનો વિષય છે. આ જ કારણે મેં પહેલાં લખ્યું છે કે એકલવ્ય સ્કૂલે અંધવિશ્વાસનાં પ્રતીકોને તોડ્યાં. બાળકો વચ્ચે ધાર્મિક ભેદ કરનારાં પ્રતીકો સામેની લડાઈ તરીકે હું એનું મૂલ્યાંકન નથી કરતો.
બિન્દી કે ચાંદલાની વાત કરીએ તો એ પણ ધાર્મિક પ્રતીકો નથી, સામાજિક પ્રતીકો છે. એના પરથી સ્ત્રી પરિણીત છે એટલી જ ખબર પડે છે. આ પ્રતીકોને પવિત્ર માનવાની જરૂર નથી. એવું હોય તો પુરુષો માટે પણ કોઈક પ્રતીક હોત. બિન્દી/ચાંદલો એટલું જ દેખાડે છે કે હવે પિતાને બદલે કોઈ બીજા કોઈ પુરુષે એના પર માલિકી સ્થાપી છે, સ્ત્રી occupied વસ્તુ છે! વોટ આપવા જાઓ ત્યારે અંગૂઠા પર કાળી શાહીનું ટપકું કરે છે. એ પવિત્ર છે? બિન્દી પણ માત્ર સ્ત્રી પરિણીત (કોઈની માલિકી હેઠળ) છે એવું દેખાડે છે. બધા ધર્મોમાં સ્ત્રીઓ વિશે કૈંક એકસરખી ધારણાઓ છે. મુસલમાનોમાં સ્ત્રીઓ બુરખો પહેરે છે તે પણ આવાં જ કારણે. એનું મોઢું જોઇને કોઈને લાલચ થઈ જાય તો!? એટલે સ્ત્રીએ શરીર ઢાંકી રાખવું. પુરુષના પતન માટે સ્ત્રીને જવાબદાર માનવામાં આવે છે. હિન્દુ અને મુસ્લિમ-બન્ને સમાજો પુરુષ પ્રધાન રહ્યા છે એટલે પુરુષ સ્ત્રીને જોઈને લલચાય તો પણ વાંક સ્ત્રીનો ગણાય઼. સ્ત્રીને પરણેલી એટલે કે owned દેખાડવા માટે કઈંક પ્રતીક (બિન્દી) જોઇએ પણ પુરુ્ષને જરૂર નથી, કારણ કે સ્ત્રી એની માલિક નથી,પુરુષ માલિક છે!
LikeLike
Most courageous action by this School. Some NGOs in Maharashtra have been strongly agitating for many years to pressurise State Govt to ban superstitious practices, without success. Many highly educated adults wear “Mandadiyu” and such articles and indulge in irrational practices. They cannot imbibe rational habits in their children. Many more schools in country should adopt this ideal.
LikeLike
શ્રી કાર્તિક્ની વાત સાચી છે. શીખ બાળકોનું શું થશે? દિલ્હીમાં સ્કૂટર ચાલક માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે પરંતુ શીખોએ કોર્ટમાં જઈને એમાંથી મુક્તિ મેળવી છે. એકલવ્ય સ્કૂલે માત્ર અંધવિશ્વાસનાં પ્રતીકો દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ધાર્મિક મનાતાં પ્રતીકો દૂર કરવાં એ જુદી બાબત છે, એટલે બાળકો વચ્ચેનો ભેદ દૂર કરવાનો મુદ્દો આવ્યો હોય એમ નથી લાગતું.. સ્કૂલના સત્તાવાળા ભલે એમ માનતા હોય.આમ છતાં આ પગલું પ્રશંસનીય છે.
LikeLike
વાહ દિલિપ સર, ચર્ચા હવે સુંદર રંગ પક્ડી રહી છે,પણ બાળકોને અંધારામાં રાખવા કરતા સત્યથી અવગત કરાવવા અતિ ઉત્તમ ખ્યાલ છે, આપના મુદ્દાઓ પણ વિચારણીય છે….અતિ ઉત્તમ લેખ બની રહ્યો છે……વાહ..
LikeLike
વહાલા રાજેશભાઈ, વાહ !!! આનંદ + આભાર.
ગોવીન્દ મારુ
LikeLike
very good article
LikeLike
Dear Sir,
This is great desicion by Eklavya school.School is base of child’s life so fabulas step by school and thanks for this artical.
LikeLike
I understand that Mr. Abdulbhai Vakani, a rationalist activist and a school principal had stopped the morning prayer in the school. While these are admirable things, it will be possible to replicate the things like this on a mass scale only through some legislative initiative (less likely) or some court ruling through PIL. I do not know but somebody must have tried to stop such things like prayers, religious symbols, mention of religion in admission forms etc. through some PILs. Even if such efforts might have failed in the past, they may succeed in future.
One another irrationality or orthodoxy in education field is the ritual of wearing a designated gown in convocation, the rationale of which was questioned very harshly by the central government’s environment minister Mr. Jairam Ramesh by calling it “BARBARIC COLONIAL RELIC” in a convocation few months back and some politicians (perhaps Mr. Nitish Kumar, but I am not sure about it) had shown the open mindedness to admit that this requires the national level debate.
If we get some more rational and open minded ministers, we can expect some pathbreaking changes. Let’s hope for the better tomorrow!
LikeLike
ઍક્લવ્ય સ્કૂલનો નિયમ સારો છે. નિયમનો અમલ વીવેકપૂર્વક અને વાલીઓ તથા વિદ્યાર્થીઓને સમજાવીને કરવો જોઈયે.
સમજણપૂર્વકનો અમલ આવકાર્ય હોય છે અને લાંબા ગાળા સુધી ટકી રહે છે.
LikeLike
Dr. R.M.Desai.
I am practicing ortho surgeon, impressed by the action taken by aklavya school. I do the same in my clinical practice wherein any case mainly paediatric having anything tied to the limb with irrational non scientific belief my staff is instructed to remove them as they most of the time act as carrier for infection . One should train student to bocome real CITIZEN , NETIZEN AND COSMOZEN rather them restricting them in a particular limited enviroment as done by JEHADI OR TALIBAN . All should follow the same boldly for future india as national development spirit.
LikeLike
The decision by Eklavya School at Ahmedabad is the most welcome and timely. I am happy somebody has been bold enough to take such decision.
Mr. Firoz is right in his views and I support him fully. Why do people come on streets in the name of religion? Why there should be Shobha Yatras, Moharram (Taajiya) Juloos and Nagar Kirtans by Sikhs. There is less real religion in all these and more show and unnecessary golirifications. Allah, Bhagwan, Jesus or Wahe Gurus don’t need this kind of shows. I don’t think it is prescribed in any religious scripture that believers should glorify the religion or come on streets to make shows.
Chanlos and Bindis are the symbols of a particular religion and that everybody knows this. To say that they are the symbols of social life is to deny the reality. As for judiciary’s views in this regard the less said is the better. Sometime back the Supreme Court of India said that Hinduism is not at all a religion but way of life!!! Eveyone is changing colours like chemelions.
Razia Khan, Canada.
LikeLike
રઝિયાબહેન,
મારો મુદ્દો વધારે સ્પષ્ટ કરૂં. ચાંદલો કે બિંદી ધાર્મિક પ્રતીક નથી કે પરણેલી સ્ત્રી માટે એ ફરજિયાત હોય. ધાર્મિક બાબત સ્ત્રી-પુરુષ માટે એકસમાન હોય. આ માત્ર સ્ત્રીની ગુલામીની નિશાની છે. પરંતુ સ્ત્રીઓએ એ સમજવાની અને સ્વીકારવાની જરૂર છે કે ’અખંડ સૌભાગ્યવતી’ હોવું એ જ કઈં સ્ત્રીના જીવનની સંપૂર્ણ સાર્થકતા નથી. એટલે બીજું કોઈ પ્રતીક હટે કે ન હટે, બિંદી અને ચાંદલાનું પ્રતીક તો સૌ પહેલાં હટવું જોઇએ. આ પ્રતીક એમ સૂચવે છે કે સ્ત્રી પર કોઈ પુરુષનો અધિકાર છે. “મારો માલ છે” એવો પુરુષનો રુઆબ એમાંથી પ્રગટ થાય છે, જેમ વેપારી પોતાના પાર્સલ પર પોતાની રબ્બર સ્ટેમ્પ મારે તેમ. બિંદી એટલે આવી રબ્બર સ્ટેમ્પ. એને ધાર્મિક રૂપ આપીને સ્ત્રીઓની ગુલામીને જ માન્યતા આપવામાં આવી છે. આટલી સ્પષ્ટતા કરવાના સંયોગો ઊભા કરવા બદલ આભાર.
દીપક ધોળકિયા
LikeLike
While it may be difficult to get the judiciary’s backing for any such movements and there are many failures on the part of rationalist activists to get their arguments validated, it seems that, out of the three wings of government (i.e. executive, legislation and judiciary), judiciary is relatively more open to any rational arguments/ persuasion than the other two.
LikeLike
મારી દૃષ્ટિએ આ સ્યુડો સેક્યુલારિસ્ટોની બાલિશ બિનસાંપ્રદાયિક માન્યતા છે. જેને કહેવાતા ધાર્મિક ઝનૂનથી ઓછી ખતરનાક ન આંકી શકાય.
વિવિધતામાં એકતા એ આપણી વિશ્વ ઓળખ છે.
આ બાબતે એકબીજાની સાંસ્કૃતિક/ધાર્મિક/વયક્તિક વેશભૂષા ખમી ખાવાની સમજ ફેલાવવાની હોય. નહીં કે પ્રતિબંધના ફરમાનો/ફતવાઓ છોડવાના.
નજીકના જ ભૂતકાળમાં જ બ્રિટનની એક સ્કૂલને શીખ છોકરીના કડું પહેરવાના અધિકાર/પહેરવેશ અને સ્વાયત્ત ઓળખના સ્વાતંત્ર્ય સબબ ન્યાયાલયે દંડિત કરી હતી. આશા રાખીએ જાગૃત વાલીઓ આ સ્કૂલના સરમુખત્યારો સામે અદાલતમાં જાય.
LikeLike
Uttambhai, Govindghai, Shashikantbhai and all respondents,
Disallowing wearing superstitious or religious symbols in School should become a common practice. Similarly, display of such symbols in public transport, (Ashwin Karia and Mukund Sindhav campaigned for it), govt. offices and government servants while on duty, should be disallowed.
LikeLike
પંચમભાઇ,
માદળિયું કે તાવીજ કોઈ ધર્મનું ચિહ્ન નથી. એટલે સ્યૂડો-સેક્યૂલરિસ્ટોને દોષ આપવાનો અર્થ નથી. કોઈ પણ સુધારાનું પગલું લેવાય ત્યારે વિરોધ તો થાય જ. રાજા રામમોહન રાવે સતી પ્રથા સામે આંદોલન શરૂ કર્યું ત્યારે એમનો પણ વિરોધ થયો હતો. એટલે દરેક પ્રકારની ઑર્થોડોક્સીનો બચાવ સ્યૂડો-સેક્ય઼ુલરિસ્ટો પર નિશાન સાધીને ન કરી શકાય. તમે જ કહો કે આવા વહેમો ચાલુ રહેવા જોઇએ? ધર્મ એક વસ્તુ છે અને અર્થહીન માન્યતાઓ જુદી વસ્તુ છે.
LikeLike
દીપકભાઈ, તમે ખાસ મારું નામ દઈને કીધું એટલે થોડી વધુ સ્પષ્ટતા …
1. માદળિયું કે તાવીજ કોઈ ધર્મનું ચિહ્ન હોય કે ન હોય એ વયક્તિક પસંદ પણ હોઈ શકે. માદળિયા કરતા મોબાઈલ સ્કૂલની પ્રવૃત્તિમાં વધુ ખલેલ રૂપ જોવા મળે છે. એ વિશે વધુ વિચારવાની જરૂર છે.
2. સેક્યુલારિસ્ટો નહીં પણ સ્યૂડો-સેક્યૂલરિસ્ટોને અનાવૃત કરવાનો અર્થ છે.
3. આ જે સુચવાયો છે એ ‘સુધારો’ છે કે ‘કુધારો’? અને સુધારો એટલે શું?
4. રાજા રામમોહન રાયનેના સતીપ્રથા અને આ બાહ્ય ચિંન્હોની વાતની કોઈ રીતે સરખામણી થઈ જ ન શકે.
5. પોષાક સ્વાતંત્રને ઑર્થોડોક્સી ન કહી શકાય. પેંટ પહેરવા વાળા ધોતિયાવાળાને ઑર્થોડોક્સ કહીને મશ્કરી કરે તે સુધારાવાદી ન કહી શકાય.
6. તમે જેને વહેમ કહો છો એ કોઈની આસ્થા કે પસંદ પણ હોઈ શકે. એનું સાધારીકરણ ન હોય.
7. ધર્મ અને માન્યતા એ બન્ને વ્યક્તિ ધારણ કરે કે ધરાવે છે માટે એ બન્નેને લાકડીના ફટકે તરત નોખા ન પાડી શકાય.
મૂળમાં આ ઉપલક રીતે શાણી દેખાતી વાત (‘સુધારો’) સ્વયં બહુ સંકુચિત છે. આવી સ્કૂલો આગળ જતા છોકરાઓના નામ ‘રામ’ કે ‘રહીમ’ હોવા બાબતે વાંધો ઉઠાવી કેદીઓની જેમ માત્ર નંબરથી જ ઓળખતી થઈ જશે. પછી લંચબોક્સમાં ખાનપાનની ભિન્નતા મિટાવવા પોતે સાચું અને સારું માને તે ખાવાનું પણ સ્કૂલના નિયમો મુજબ આપશે અને રોકડી કરશે.
યુનિફોર્મ, ધાર્મિક બાહ્યચિહ્નો, સામાજિક અને સાંસ્કૃતિ બાહ્યચિહ્નો, મોજશોખ કે ફેશનને લગતા ચિહ્નો આ બધું જ એક લાકડીએ હાંકી ન શકાય. આ વિશે ઊંડી વિચારણા સિવાય મોટાભાગની સ્કૂલો નિર્ણયો લેતી હોય છે અને વિરોધ થાય પછી ફેરવી કાઢતી હોય છે.
LikeLike
Dilip bhia,
Thanks for your clarification about bindis and chaanlo. Now I am in Toronto, Canada. Sometime back, I think 70s and 80s while I was in Mumbai working for a bank i witnessed ‘Naari Mukti Andolan.’ Many of my unmarried girl friends and colleagues working with me were members of this movement. But the day they got married they started putting this!! When they were questioned they said, “What to do? We have to live in the society and have to follow the (Unwritten) rules.” In their movement they also included Mangalsutras meaning not to wear it after marriage. They all thought these are symbols of slavery. I am apinful to see the death of the movement.
I am a Muslim and even at the risk of being misunderstood, as is generally happens, I detemined to support the rationalism. I know many will say that I being a Muslim interfere in their religion. I don’t care. Perhaps, I am the only woman who is taking part in this debate.
LikeLike
રઝિયાબહેન.
તમારો જવાબ વાંચ્યો. તમે તમારી friendsની વાત કરી છે તે સમજી શકાય એમ છે. શું કરે? મુશ્કેલી એ છે કે આપણે જે માનતાં હોઈએ તે લાગુ કરવા માટે જે સંયોગો જોઈએ તે નથી હોતા. ખાસ કરીને સ્ત્રીઓ ઘણા દબાણ નીચે જીવે છે. પણ હું એટલું જ કહીશ કે એક પેઢી અમુક વિચારે તેનો પછીની પેઢી અમલ કરતી હોય છે. પરંતુ તમારી સખીઓ જે કરે છે એને theoritically સાચું નથી માનતી, એ મોટી વાત નથી? આ જ રીતે સામાજિક વિકાસ થયો છે.
મુસ્લિમ તરીકે તમે હિન્દુ પ્રથાઓ પર કેમ બોલી શકો એ પણ તમારી મૂંઝવણ છે. સવાલ ધર્મનો નથી, સામાજિક ચિંતનનો છે. એટલે તમે બોલી શકો જ છો. એ જ રીતે બુરખો પહેરવો એ પણ ગુલામીની જ નિશાની છે. અને આ બાબતમાં મારે હિંદુ તરીકે બોલતાં અચકાવું ન જોઇએ. કારણ કે કદાચ તમારા જેવી બહેનોને બહારથી ટેકાની જરૂર હોય અને હું ન આપું તે કેમ ચાલે? અલગ અલગ સમાજ તરીકે – બન્ને, હિંદુ અને મુસ્લિમ સમાજો ઑર્થોડોક્સ છે. મુસલમાનોમાં આર્થિક કારણોસર વધારે મુશ્કેલીઓ છે, જે તમે જાણતાં હશો જ. ૧૮૫૭ પછી હિન્દુઓ ધર્મ અને પ્રગતિને અલગ કરતાં શીખી ગયા, મુસલમાનોમાં. સર સૈયદ અહમદ એક નીકળ્યા જે ભવિષ્ય જોઈ શક્યા. પણ એમનો વિરોધ કરનાર ઓછા નહોતા. અને એમણે પણ આધુનિક શિક્ષણને કુરાન-શરીફ઼ને નામે વાજબી ઠરાવવું પડ્યું.
અહીં શ્રી ગોવિંદભાઈનો પ્રયાસ ખુલ્લી ચર્ચાનો છે, એટલે તમે તમારા અભિપ્રાય આપો ત્તે બરાબર જ છે. કોઈ પણ સમાજમાં કઈં પણ irrational, suppressive જણાય તેના વિશે ધર્મના ભેદભાવ વિના બોલવું જોઈએ. હવે ઉદાહરણ તરીકે, એકલવ્ય સ્કૂલ એવો કાયદો કરી દે કે કોઈ ગોળ ટોપી (મુલ્લા જેવી) પહેરીને સ્કૂળ ન આવી શકે – તો? મુલ્લાઓ ખાસ ટોપી પહેરાવીને બાળકોને મોકલવા માટે માતાપિતા પર દબાણ કરશે! “ઇસ્લામ ખતરે મેં હૈ” નો નારો આવશે. પણ એ ખરેખર “ઑર્થોડોક્સી ખતરેમેં હૈ” નો નારો છે. હિમ્દુ જાગરણ મંચ વગેર પણ એ જ ધંધો કરે છે. લોકોને ધર્મને નામે ભડકાવો. બધા સરખા છે. આમ rationality સામે ઘણા અવરોધો છે. પરંતુ, જ્યારે બોલવું હોય ત્યારે આપણી જાત પૂછ્યા વગર સામાજિક મુદ્દાઓ પર બોલવું જ જોઇએ. એમ જ આપણે સીધા થશું. ધર્મ સૌની અંગત બાબત છે પરંતુ સમાજ કોઈની અંગત બાબત નથી. એટલે હિન્દુ-મુસલમાન નિખાલસતાથી એકબીજા વિશે બોલતા થાય તો જ વૈમનસ્ય ઓછું થાય.
LikeLike
It is the ground level reality that we all are compelled to compromise to some extent or other in following whatever rational beliefs we hold from time to time. It is not possible for anyone to become heroically individualistic like heroes in Ayn Rand’s novel to assert oneself as cent per cent rationalist. But nevertheless, the thought process does not die with the compromises we are compelled to make and we try to follow our thoughts whenever, whereever and to the extent possible. What else can we do? There are many facets of our persona and one cannot expect the rationalist within us to prevail over all the other facets (father/ mother/ brother/ sister/ son/ daughter/ friend/ colleague/ superior/ subordinate/ neighbour and so on ….) of our personality or character at all the time.
LikeLike
Nileshbhai, Well said. Not a word can be added or deducted from your comment. Hat’s off to you. On is living in a given circumstances over which one may not have control. To think of acquiring full control may itself be an irrational act.
LikeLike
ગોવિંદભાઈ અમદાવાદની ઝાયડસ સ્કુલમાં એ , બી , સી ડીવીઝન ને બદલે કબીર , કાલિદાસ, નર્મદા , ગંગા , ગોદાવરી , અર્જુન જેવા ક્લાસ રૂમના નામ આપ્યા છે જેથી સી ડીવીઝન ના બાળકો એ ડીવીઝન ના બાળકો કરતા જુદા કે હોશિયાર કે નબળા ના જણાય.
http://rupen007.feedcluster.com/
LikeLike
I think the important thing is how (i.e. on which basis) the students are allotted the classes and not what are the nomenclatures given to the classes (i.e. whether A, B, C or Kabir, Kalidas etc.). For example, when I was studying in F.Y.B.Com., to divide the students in 3 divisions, all the students’ names were sorted alphabetically and then the list was divided. In such case, it becomes irrelevent what are the nomenclatures given to the classes as the distribution of outstanding students is bound to be random.
The problem, I think, lies in subjectively segregating the students in different classes and if the process can be made objective (like alphabetical sorting), there is no problem with the nomenclatures like division A, B, C or I, II, III etc.
LikeLike
પંચમભાઈ,
તમારો જવાબ વાંચ્યો. સીધા જ તમને સંબોધીને લખવાનો હેતુ એ હતો કે આ બ્લોગ ચર્ચાનું સ્થાન બને. આપણે માત્ર લેખ પર વખાણ કે ટીકા કરીને બેસી જઈએ તો ચર્ચા ક્યાં રહી? એ તો છાપું વાંચી લેવા જેવું થયું. કોઈ પણ નિમિત્તે આપણે સીધા સંપર્કમાં ન આવીએ તે કેમ ચાલે? આના માટે પરસ્પર સંમત થવાનું જરૂરી પણ નથી. મારો પ્રતિભાવ:
૧. એક તો સ્યૂડોસેકયૂલરિસ્ટ શબ્દ એક ખાસ રાજકીય વર્ગે પ્રચારિત કરેલો છે અને એનો ઉદ્દેશ છે. પરંતુ અહીં એની ચર્ચા અસ્થાને છે. તમે સેક્યૂલરિસ્ટો અને સ્યૂડો-સેક્યૂલરિસ્ટો વચ્ચે તફાવત કરો છો એ નોંધ્યું.
૨. હું પણ માનું છું કે સ્કૂલમાં બાળકોને મોબાઇલ લઈ જવાની છૂટ ન હોવી જોઇએ.
૩. માદળિયું કે તાવીજ વૈયક્તિક પસંદ હોવાની શક્યતા ઓછી છે. માત્ર એ કોઈ વહેમનું ઓસડ હોઈ શકે અને બાળકોની વાત કરીએ તો એ વહેમ બાળકનો પોતાનો નહીં એનાં માતાપિતાનો હોવાની શક્યતા વધારે છે. મારૂં બાળક અલ્ટ્રા મોડર્ન લંચ બૉક્સ અથવા સ્કૂ્લ બૅગ લઈ જાય એ કદાચ માતાપિતાની પસંદગી હોઈ શકે (હું એનું પણ સમર્થન નથી કરતો) પરંતુ, માદળિયું કોઈ ચૉઇસનો વિષય નથી. વળી ચૉઈસ પણ સામાજિક સંદર્ભમાં જ વિકસે છે. આદિવાસીઓ જે કપડાં કે ઘરેણાં પહેરે છે તે કદી પણ આપણી પસંદ કેમ નથી બનતું? એક આદિવાસી સમાજ શિંગડું બાંધે છે. કોઇ માબાપ ગમે તેવો ભૂવો-જ્યોતિષી કહે તો પણ પોતાના બાળકને માથે શિંગડું બાંધીને સ્કૂલ નહીં મોકલે. એટલે આપણે આનો વિરોધ કરનારાં માબાપને પૂછવું જોઈએ કે તમારા બાળકને શિંગડું બાંધીને સ્કૂલ મોકલવા તૈયાર થશો?
૪. એકલવ્ય સ્કૂલે જે કર્યું તેને ’કુધા્રો” કહેવા માટે કારણો હોય તો હું જાણતો નથી. કુધારા-સુધારાની વ્યાખ્યા કરીએ તો નક્કી થઈ શકે. મારી પહેલી પ્રતિક્રિયામાં મેં આને બાળકોનાં ઓળખ ચિહ્ન દૂર કરવાનો પ્રયાસ નથી માન્યું, અંધવિશ્વાસ દૂર કરવાના પ્રયાસ તરીકે માન્યું છે.
૫. રાજા રામમોહન રાયે જે કર્યું તેનો વિરોધ થયો જ હતો એ સત્ય છે. કોઈ પણ સુધારાનો વિરોધ થતો જ હોય છે. આવા કોઈ પણ પ્રસંગે રાજા રામમોહન રાયને યાદ કરવા જ જોઇએ. એમણે જે મૂળભૂત સુધારો કર્યો તેની સરખામણીએ તો આ કઈં નથી.
૬. પોષાક સ્વાતંત્ર્ય હોવું જ જોઇએ. એમાં કોઈની મશ્કરી કરવાનો સવાલ જ નથી.
૭. હું જેને વહેમ કહું છું તે કોઈની આસ્થા હોઈ શકે પરંતુ, જ્યાં સત્ય શોધવું જોઈએ ત્યાં ન શોધીએ અને બીજે ક્યાંક શોધીએ તે વૃત્તિને આસ્થા કહેવી હોય તો મને વાંધો નથી. હું એને વહેમ કહેવાનો મારો અધિકાર અબાધિત માનું છું.
૮. તમે નામો બદલવા વિશે ચર્ચા કરી છે તે વિશે શું કહું? એવો સવાલ આવશે અને તમે એનો વિરોધ કરતા હશો તો, મારો મત તમારી સાથે ગણી લેશો.
૯. બધાં ચિહ્નો માત્ર ચિહ્ન છે. મોબાઇલ અથવા કાર આપાણને સહેલાઈથી આધુનિક દેખાડી શકે છે. પછી વિચારો પછાત હોય તો ચાલે. ધાર્મિક ચિહ્નો આપણને બહુ સહેલાઈથી ધાર્મિક દેખાડી શકે છે. ધાર્મિક ચિહ્નો ધારણ કરી લો, પછી ધાર્મિક હોવાની જરૂર નથી રહેતી. પરંતુ આ સ્કૂલના નિર્ણયના સંદર્ભમાં ક્યાંય ધર્મ નથી આવતો.
૧૦. તમારી છેલ્લી વાત સાથે સંમત છું કે “ઊંડી વિચારણા” પછી આવા નિર્ણય લેવા જોઇએ અને પછી એમાંથી પાછા ન હટવું જોઇએ.
તમે ચર્ચા આગળ વધારી તે સારૂં લાગ્યું. આભાર.
LikeLike
Thinkers, psychologists and intellectuals may please study causes and circumstances of origins of these and many more false and superstitious practices in our society and advise modes and process of their total eradication. Superficial attempts, though admirable, will not bring about total cure.
My 45 year old son, double graduate with a reasonably good job, wears 2/3 “mandadiya”s flr over last 7-8 years), and observes few unhealthy rituals . I feel helpless and frustrated. Though I too cannot claim to be totally evolved rationalist.
=Umarshi
LikeLike
મુ. ઉમરશીભાઈ,
આજે સમય પાછળ જાય છે. આ્પ ગાંધીયુગના છો અને ચોક્કસ આપ પર સમાજ સુધારાની હવાની અસર થઈ છે. આપ પૂરા evolved rationailst નથી એમ કહો છો એ તો વિનમ્રતા છે.પ્રવર્તમાન સામાજિક સંયોગોમાં કદાચ માણસ જેટલું વિચારતો હોય તેટલું ન પણ કરી શકે એટલે એ બાબતનો અફસોસ પણ ન કરવો જોઈએ. માત્ર આપણે આપણી આસપાસ જે બનતું હોય તેનું બરાબર એનાલિસિસ કરીએ તો પણ ઘણું છે. એ જ રસ્તો છે. આપણે સામાજિક સ્થિરતા અને સમાનતાની સ્થિતિ પેદા કરીએ અને વિશ્વાસ અપાવી શકીએ કે માણસના પ્રયત્નોથી આ શક્ય બ્ને છે તો અંધવિશ્વાસનું જોર ઓછું થાય. આપે માદળિયાં ન બાંધ્યાં પણ આપના કુટુંબમાં એ પાછું આવ્યું. તેનું કારણ એ કે આજે સમૃદ્ધિ વધી છે પણ એ ટકશે કે નહીં તેવો વિશ્વાસ ઘટ્યો છે. આથી માણસ અવલંબન શોધે છે. એને ખબર છે કે એના પોતાના પ્રયત્નોથી એને ટકાવી રાખવાનું કદાચ અશક્ય છે.
બીજું, આપણે આગળ જઈએ છીએ પણ નજર પાછળ છે. દીકરા કે દીકરીનાં લગ્ન કરવાં હોય તો ૮૫ વર્ષની નાની કે દાદીની સલાહ લઈએ છીએ. નાતજાત જોઈએ છીએ. ક્યારે બની આ નાતો અને જાતો? અને એ રીતે જૂનાને નવામાં ઘુસાડીએ છીએ. આમ આપણે સમાજને મ્ય઼ુઝિયમ બનાવી દઈએ છીએ. એટલે આજે ૧૫૦૫નું વર્ષ પણ ૨૦૦૫ ની હરોળમાં બેસે છે. આજે રિવાજોનું જોર વધ્યું છે એનું કારણ એ કે માર્કેટ એનો પ્રચાર કરે છે. માર્કેટ-પ્રેરિત નવા રિવાજો પણ આવ્યા છે. વ‘એલેન્ટઈન્સ ડે, મધર્સ ડે, ફ઼ાધર્સ ડે વગેરે…
આપણે પોતે જ વિચારવાના દરવાજા બંધ કરી દઈએ છીએ અને એને સીધો સંબંધ માર્કેટના પ્રચાર સાથે છે. માર્કેટને unthinking ગ્રાહકોની જરૂર છે, જે બધું માની લેવા તૈયાર હોય. આવી માનસિકતા બહુ જ વિચારપૂર્વક તૈયાર કરાય છે. આમાં કઈંક અવનવું બને ત્યારે આપણી પાસે જવાબ નથી હોતો. કારણ કે critical faculty શૂન્ય પર પહોંચી છે. માત્ર ભારતમાં જ નહીં બધી જગ્યાએ આ જોવા મળશે, આવી માનસિકતા અંધવિશ્વાસો માટે ફ઼ળદ્રુપ ખેતર બને છે. જે અસ્થિરતાની આર્થિક વ્યવસ્થા આપને સ્વીખારી છે, જેમાં સ્પર્ધાનૂં મહ્ત્વ છે, એમાં પોતાની શક્તિ ઉપરાંત બહારથી મદદ મળી જાય તો સારૂ, એવી વૃત્તિ રહે જ. એટલે જેમને આવી આસ્થા હોય એમની હું ટીકાનથી કરતો; આસ્થાનાં કારણો શું તે સમજવાનો મારો પ્રયાસ રહે છે. કદાચ, સાચું નિદાન કરીએ તો ઇલાજ પણ સાચો કરી શકીએ. પરંતુ, મારો જ વિચાર સાચો એવું પણ હું નથી માનતો. આ બધા ચર્ચાના મુદ્દા છે.
LikeLike
ગોવિંદભાઈ, દિલિપ ભાઈ, અને અન્ય ભાઈઓ, આપ અભિનંદન ને પાત્ર છો, આ વિષયને વધુને વધુ મહત્વ આપવા વિનવુ છે અને જે શાળાઓ (સર્વ ધર્મની) આ સદકાર્યમાં અગ્રેસર થાય છે એવી શાળાઓને વખાણવી જ જોઈએ અને બાળકોને ત્યાં પ્રવેશ માટે જોર દેવો જોઈએ, સુંદર કાર્ય છે…..”આગળ ધસો”
http://rajeshpadaya.com/%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AA%AF%E0%AA%95%E0%AA%9C%E0%AA%BF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE/
LikeLike
જ્યારે હુ ઈશાંત શર્માને હાથમાં પચાસો પ્રકારના દોરાઓ બાંધીન, ગળામા ત્રણ ચાર પ્રકારના માંદળીયાઓ, અન્ય ભારતીય ખેલાડીઓમાં પણ જેમ કે મોહમ્મ્દ અઝ્હરુદ્દીન, ગાંગુલી, શ્રીશાંત, જેઓ પાછા એ માંદળીયાને હાથેથી અડકતા પણ ન હતા અને એને બહાર લટકતા અને દુશ્મનને દેખાય એવી રીતે લટકતા રાખવાની સલાહ પામીને તેઓ એવા અભદ્ર ચાળાઓ ને આંતરરાષ્ટ્રીય ફ્લક પર ભારતને નબળુ પાડતુ પચ્ચીસ વરસો થી જોતો આવ્યો હતો ત્યારે અને તેઓ નપાણીયા લાગ્યા. ધોની એ મહાકાલેશ્વરની યાત્રા ભારતને કપની છાયાથી દુર રાખ્યો. અમિતાભે કરોડો રુપિયા બાલાજીને ધરવ્યા એ પણ એમને હજુ સુધી પૌત્રનુ મોઢુ નથી દેખાડી શક્યુ, કેટલા અંધકારની વાત છે, ભારતને અંધકારમાં આવા મહારથીઓ જ નબળુ પાડે છે. ધન્ય છે તેંડુલકર, યુવરાજ જેઓના આવા ચેનચાળા હજુ સુધી જોવા નથી મળ્યા. આવા તાવિજો, દોરાઓ જ જો સફળતા અપાવતા હોય તો આપણે હવે જે કરતા હોય એ મુકીને આવા તાવિજો, દોર ધાગા બાંધનારની મોટી યુનિવર્સીટી ખોલવી જોઈએ.
LikeLike
ભારતને અંધકારમાં આવા મહારથીઓ જ નબળુ પાડે છે
રાજેશભાઇ,
તમારી આ વાત ગમી. મુ. શ્રી ઉમરશીભાઈની ટિપ્પણી અને મારો પ્રતિભાવ વાંચી લેવા વિનંતિ છે. જેમ જેમ સમૃદ્ધિ વધતી જાય, સ્પર્ધા વધતી જાય તેમ, સમૃદ્ધિને ટકાવી રાખવા અને સ્પર્ધામાં ટકી રહેવા માટે બાહ્ય અવલંબનની જરૂર વધતી જાય છે. કહેવત છે ને કે …ગો નહાય શું અને નિચોવે શું?
.
LikeLike
ખૂબ જ સરસ લેખ.
લગભગ સુરતની મોટા ભાગની શાળાઓમાં અભ્યાસની શરુઆત પ્રાર્થનાથી જ થાય છે.પહેલા શ્લોક,પછી પ્રાર્થના અને અંતે ધૂન ગાવામાં આવે છે,બધા જ વિદ્યાર્થીઓ ઉભા થઈને બે હાથ જોડી ,આંખો બંધ કરીને પ્રાર્થના કરે છે.જો કે શાળામાં હિન્દુ ધર્મના શ્લોકો-પ્રાર્થના ગાવામાં આવે છે.શું દરેક વિદ્યાર્થીઓ હિન્દુ છે ?શાળા શૈક્ષણિક દ્રષ્ટીએ ઉત્તમ હોવા છાતા હિન્દુ ધર્મના શ્લોક અને પ્રર્થાના ગવડાવામાં આવતી હોવાથી મુસ્લિમ તથા બીજા ધર્મના લોકો તે ઉત્તમ શાળામાં ભણાવતા નથી. બધા જ વિદ્યાર્થીનો યુનિફોર્મ એક,સમય એક,શાળા એક. તો પછી પ્રર્થના કોઈ એક ધર્મની શા માટે ?સુરતના રાંદેર એરીયાની MMP શાળામાં કોઈ પ્રાર્થના કે શ્લોક ગવડાવામાં આવતા નથી.પણ છેલ્લે વંદે માતરમ્ ગવડાવામાં આવે છે.
LikeLike
અહીં ઘણા પ્રશ્નો ઉભા થયા છે, જેનો વિગતવાર ખુલાશો ફક્ત શાળાના અધિકૃત વ્યક્તિ દ્વારા થાય તો જ કંઇક કામનું ગણાય. વિચાર તરીકે આ વિચાર સારો છે, બાળકોમાં એકરૂપતા આવે તે ઇરાદે યુનિફોર્મ હોય છે. બાકી બાળકોને સામાજીક, આર્થિક, ધાર્મિક સમાનતાનો અનુભવ થાય તેવા ઇરાદે આવી સુચનાઓ બહાર પડાતી હોય તો તેનો બહુ હેતુ સરે તેવું નથી. હા, અંધશ્રદ્ધા ઓછી થાય તે ઇરાદે શાળાઓ અંધશ્રદ્ધા વધારે તેવી દરેક ચીજોને શાળામાં પ્રવેશતી રોકવાનો સ્તુત્ય પ્રયાસ કરી શકે. પરંતુ અહીં લેખકનો ઇરાદો (અત્યારે શાળાનો પણ તે જ માનીએ) ફક્ત અંધશ્રદ્ધા નહીં પરંતુ “એ જ રીતે શૈક્ષણીક સંસ્થાઓમાં પણ ધર્મ કે સમ્પ્રદાયનાં ઓળખ–ચીહ્ નોથી બાળકો મુક્ત રહે….” ધાર્મિક, સામાજીક, આર્થિક સમાનતા બાબતેનો પણ લાગે જ છે. વિશ્વમાં ક્યાંય પણ ધર્મની ઓળખ આપતું પ્રથમ સ્ટેપ વ્યક્તિનું નામ છે ! (હું મારૂં નામ ’અશોક’ ને બદલે ’અબ્દુલ્લ’ આપીશ તો આપ મને કયા ધર્મનો સમજશો ?) આથી પંચમભાઇએ ભયસ્થાન દર્શાવ્યું તેમ, આ હેતુ માટે, શાળાએ પ્રથમતો દરેકના નામ પરજ પ્રતિબંધ મુકી નંબર આપવા જોઇએ !!
આર્થિક સમાનતા દર્શાવવા માટે શાળાએ દરેક વિદ્યાર્થિને એક સમાન નાસ્તો લઇને આવવાનું સુચવવું પડે !! (હવે આમાં સેવમમરા રાખવા કે કાજુકતરી ?) સવાલો ઘણા ઉઠશે. કારણ કે વિવિધતા એ પ્રકૃતિનો ગુણ છે, સમાનતા એ ફક્ત એક સુંદર વિચારમાત્ર છે.
કાર્તિક ભાઇએ કરેલો સવાલ પણ વિચારણીય જ છે. શીખ વિદ્યાર્થીઓ માટે શાળાનો અભિગમ શું રહેશે ? અને કાર્તિકભાઇના પ્રત્યુત્તરમાં, ઉડાવભાષામાં, અન્ય મીત્રએ ઉત્તર પાઠવ્યો તે યોગ્ય નથી (ગોવીંદભાઇ એ કશોક ઉત્તર આપવો જરૂરી) : Article 51A (h) ( to develop the scientific temper, humanism and the spirit of inquiry and reform; વૈજ્ઞાનિક અભિગમ, માનવતાવાદ અને પુછપરછ તથા સુધારાના ભાવનો વિકાસ)
જે પણ મીત્રોની અસહમતી હોય તે જણાવે છે અને શ્રી દિપકભાઇ માનસર, સુંદર અને વિચારપ્રેરક ઢબે તે બાબતે ચર્ચા કરે છે તે અનુકરણીય છે. પ્રશ્નો ઘણા ઉભા થાય પરંતુ શાળા કે લેખકશ્રી તેનો (ઉપર જણાવ્યા મૂજબ) મુળ ઉદ્દેશ પ્રક્ટ ન કરે ત્યાં સુધી હું શાળાના આ પગલાને દિપકભાઇએ અને પંચમભાઇએ કહ્યું તેમ ’“ઊંડી વિચારણા” પછી આવા નિર્ણય લેવા જોઇએ અને પછી એમાંથી પાછા ન હટવું જોઇએ.” એ જ શબ્દોમાં પ્રતિભાવિત કરીશ. આભાર.
LikeLike
વહાલા મીત્રો,
મારા બ્લોગ ‘અભીવ્યક્તી’ના માધ્યમથી રૅશનલ વીચારો વહેંચીને હું લોકજાગૃતી લાવવાનું વીનમ્ર કાર્ય કરી રહ્યો છું. આ રૅશનલ લેખ વંચાય અને તેના ઉપર ખુબ ચર્ચા થાય.. લોકો વીચારતા થાય કે આમાં સાચું શું હશે ..!!! બસ, મને લાગે છે કે મારું કાર્ય અહીં પુરું થાય છે.. હું સૌને જવાબ આપવા બેસું એ મને ઉપયુક્ત લાગતું નથી.. સૌને પોતાના વીચારો અહીં મુકવાની મુક્તી છે.. અને તેથી તો બ્લોગનું નામ જ ‘અભીવ્યક્તી’ રાખ્યું છે.. ! મારો પુરુષાર્થ મને આમાં ફળતો દેખાય છે… તમે જોઈ શક્યા હશો કે દરેકને આમાં કંઈક કહેવું છે.. આ પ્રશ્ન લોકોનાં મનમાં છે.. આ લેખે તે નીમીત્ત સૌને આપ્યું.. જો હું આ ચર્ચામાં ભાગ લઉં અને મારા વીચારો રજુ કરી, આ કે તે મતનો સમર્થક બનું તે વાજબી ગણાય ? મારા વીનમ્ર હેતુ ઉપર તેની વીપરીત અસર નહીં થાય ?…. માટે મને મુક્ત રાખો તે જ ઈચ્છનીય રહેશે.
આ લેખ બ્લોગ મારફત ‘એકલવ્ય’ શાળા સુધી પહોંચ્યો કે કેમ અને વાચકોએ જે પોતાના વીચારો રજુ કર્યા છે તે તેમના સુધી પહોંચ્યા છે કે કેમ તેની મને કોઈ માહીતી નથી..
આપનો,
-ગોવીન્દ મારુ
LikeLike
(માન. ગોવીંદભાઇ. આપને કરેલ મેઇલ અહીં સૌ મીત્રોની જાણ માટે, આપની સહમતીની અપેક્ષાએ મુકું છું – આભાર)
માન. ગોવીંદભાઇ, આપના અંગત મેઇલ બદલ આભારી છું.
આપના બ્લોગ પર સુંદર લેખો શાથે સુંદર અને વિચારશીલ (એકેડેમીક) ચર્ચાઓ પણ થાય છે, જે મને ખુબ જ ગમે છે. ભલે હજુ હું અમુક બાબતોમાં શંકાશીલ બનતો હોઉં, પરંતુ એ બહાને પણ મારી ભાવના તો લેખકશ્રીના વિચારોને ગંભીરતાથી સમજવાની જ હોય છે. આપની વાત સાચી જ છે કે દરેક ચર્ચામાં આપે ભાગ લેવો તે જરૂરી નથી. વાંચકો સ્વયં અંદરોઅંદર ચર્ચા કરે (ભલે ભીન્ન ભીન્ન વિચારો હોય) અને એ રીતે લેખના મુળ વિષય બાબતે વધુને વધુ માહીતગાર થાય એ રીત
અતિઉત્તમ છે જ.
મેં તો ફક્ત એક અણછાજતી કોમેન્ટને કારણે જ આપને દખલગીરી
કરવા માટે નમ્રસુચન કરેલું. કારણ કે ક્યારેક એકાદ અંગત કે અણછાજતી કોમેન્ટને કારણે ચર્ચા મુળ વિષયથી દુર, આક્ષેપ-પ્રત્યાક્ષેપમાં ફેરવાઇ જાય તો લેખનો મુળ હેતુ જ માર્યો જાય છે. કશો અવિનય થયો હોય તો ક્ષમાપ્રાર્થું છું.
જો કે આપને માઠું નહીં જ લાગ્યું હોય તેવી એક મીત્ર તરીકે મને ખાત્રી છે. આભાર.
LikeLike
ગોવિંદભાઈ,
મને લાગે છે કે આપણે બધાં બ્લોગને પોતાના ગમેલ વસ્તુઓનું ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવી રહ્યા છીએ – ભલે એ વસ્તુઓ આપણા વિચારો સાથે સહમત હોય કે ન હોય.
તમે બ્લોગ પર મૂકો અને એ વસ્તુને તમારા વિચારોનુંં સમર્થન ન હોય?
સ્વાભાવિક રીતે, તમારો પ્રયત્ન સરસ છે – નિડર અને સ્પષ્ટ લેખો બદલ ધન્યવાદ.
LikeLike
has the school banned Kanthi and Janoi to wear?
LikeLike
ઉત્ત્મ લેખ !
ચર્ચાઓ મનભાવન રહી !
અભિનંદન !
LikeLike
મેં બધાની ટીપ્પણીઓ વાંચી, મને લાગે છે આ વિષય ખુબ જ નાજુક છે અને આમપણ ધર્મ અને આસ્થાના વિષયમાં દરેકનું પોતાનું મંતવ્ય હોય છે જે બીજા માટે સાચું ના પણ હોય.
LikeLike
આ લેખ વાંચી સાચે જ મારા મનમાં આશ્ચર્ય અને ખેદની લાગણી ઉભરાઇ આવી. આશ્ચર્ય એટલા માટે કે “rational thinking” ના હિમાયતીયો એ લખેલા આ લેખમાં મને તો “rationing of thinking” હોય એવું લાગ્યું. અને ખેદ એટલા માટે કે એકલવ્ય સ્કૂલના આ પગલામાં સંચાલકોના મનની અસહિષ્ણુતા સિવાય બીજું કશું દેખાયું નહી. લેખની શરુાઆતમાં જ કહયું છે કે શિક્ષણનો હેતુ ,બાળકોનું વલણ માનવ ધર્મ અને વિજ્ઞાન તરફ વાળવાનો હોવો જોઇએ. તો શામાટે આ સંચાલકોનું ધ્યાન છોકરાંઓના માદળીયા ઉપર જઇ ચોટયું ? આ તો ” દુઃખે પેટ ને કૂટે માથું” એવી વાત થઇ ને! પોતાની નોકરી સાચવવાની શિક્ષકોની લાચારીનો લાભ ઉઠાવી તેમની પાસે નાના બાળકોના માદળીયા કાપવા તેમને મજબુર કરવામાં એમાં કઇ માનવતા છે? બાળકોમાં વૈજ્ઞાનિક વલણ જગાડવાની આ રીત એમને કયાંથી સુઝી? સહુ પ્રથમ મનો વિજ્ઞાનનો અભ્યાસ આ સંચાલકોએ કરવો જોઇએ. પણ કદાચ મનો વિજ્ઞાન જેવી કોઇ વસ્તુ છે કે નહીં તે વિશે તેમને કોઇ માહિતી નહી હોય. એમના આવા અમાનુષી વર્તનનો નતીજો શું આવશે તેની કશી ખબર જ નહી હોય. જે બાળક પોતાના ઉપર જુલમ થતો અનુભવે છે તે મોટો થતાં જુલ્મી બને છે. આજે જેની પાછળ તમે કાતર લઇ જુલ્મ કરો છો તે કાલે ચપ્પુ લઇ તમારા જ છોકરાં ઉપર પ્રહાર કરવા પ્રેરાય તો નવાઇ નહીં.મારો બીજો પ્રશ્ન એ છે કે કેવળ માદળીયાં જ કેમ કાપીને કચરામાં નાખી દેવાના અને મોઘી ઘડીયાળો શા માટે નહીં. નાસ્તામાં રોટલી શાક જ શા માટે? બપોરના નાસ્તાના સમય સુધીમાં ગરમીથી શાક બગડી જાય તો તેનો શું ઉપાય છે?
મેં આ રેશનલ થીંકીંગ તરફથી પ્રગટ થતા પહેલાના એક લેખના પત્યુતરમાં જણાવેલું કે આ માદળીયા “પ્લસીબો” ની અસર કરે છે કે નહીં એ અંગે સંશોધન કરવાની, ખાસ જરુર છે. તો આ કામ, બાળકો ઉપર જુલ્મ કરતાં પહેલા વિજ્ઞાનના આ ભકતજનો એ કરવું જરુરી છે.મને તો નવાઇ એ લાગે છે કે એકલવ્ય એજયુકેશન ફાઉન્ડેશને માદળીયું પહેરીને આવે તેવા બાળકોને સ્કુલમાં પ્રવેશવા નહીં દેવાનો નિર્ણય લીધા પછી પણ એવા બળકોને શા માટે પ્રવેશ આપ્યો ? આ બાળકોના વાલીઓ પાસે ફી ના પૈસા લેતી વખતે આ સંચાલકોએ તેમના આ નિયમથી તે બધાને વાકેફ કરેલા કે નહીં. જો એમ ન કર્યુ હોય તો આ સંચાલકો કોર્ટમાં
ગુનેગાર સાબીત થશે. ફી લીધા પછી કોઇ પણ કાયદો બદલવો હોય તો તેમ કરતા પહેલાં વલીઓને અને શિક્ષકોને માહિતગાર કરી તેઓની સંમતી લેવાની આ સંચાલકોની ફરજ છે.
જેમ અંધકાર દૂર કરવા પ્રકાશની સહાય લેવી પડે છે તેમ અંધશ્રદ્ધા દૂર કરવી હોય તો શ્રદ્ધાની સહાય લેવી જરુરી છે. અંધશ્રદ્ધા એટલે બુિદ્ધની ચકાસણીમાંથી બચી ગયેલી માન્યતા. મા+અન્યતા અર્થાત અન્ય કશું છે જ નહીં એવો મનોભાવ. ડૉકટરની દવાની આડ અસરો ઘણી થતી હોય છે એ તો જાણીતી વાત છે.અને એનાથી થતું નુકશાન ઘણી બધી મુશ્કેલીઓ ઉભી કરે છે. માદળીયા અને દોરા ધાગાની શું અસર થાય છે તે હું નથી જાણતો પરંતુ એના ઉપયોગથી કોઇ આડ અસર તો નથી જ થતી. કોઇ પણ પુરાવા વગર માદળીયા અને દોરા ધાગાની અસર થતી જ નથી એવું માનવું એ પણ અંધશ્રદ્ધા જ છે ને?
LikeLike
દેસાઈ સાહેબ,
માદળિયું ઑટો સજેશન તરીકે કામ આપી શકે એ સાચું છે. પ્રાર્થનાનું પણ એ જ છે અને કોઈને પ્રાર્થના કરવાથી મનની શાંતિ મળતી હોય તો એમાં બીજાને વાંધો શો હોય? પરંતુ, ઑટો સજેશન માત્ર વ્યક્તિના પોતાના માટે જ કામ કરે. માતા પિતાને બાળક વિશે ચિંતા હોય એ સમજી શકાય છે પરંતુ બાળક માદળિયું પહેરે છે ત્યારે એ પોતાને ઑટો સજેશન નથી કરતું, એટલે એને શી રીતે લાભ થાય? એને એની વૅલ્ય઼ૂ પણ સમજાતી નથી, એને પોતાની સમસ્યા પણ સમજાતી ન હોય, એ પણ શક્ય છે. placebo આપવા પાછળ મનોવૈગ્નાનિક ધારણા છે, પરંતુ આ પ્રયોગની પૂર્વ શરત એ છે કે વ્યક્તિને રોગ હોય, અને એને એની ખબર હોય. આ કિસ્સામાં માદળિયું માતા કે પિતા પહેરે અને પોતાના બાળકમાં સુધારા જોઈ શકવાની માનસિકતા તૈયાર કરી શકે. પરંતુ બાળકને માદળિયું પહેરાવવાનો કોઈ તર્ક જણાતો નથી.
આવી કોઈ વસ્તુની આડ-અસર નથી એમ આપણે માનીએ પણ જરા ઊંડો વિચાર કરતાં મને લાગે છે કે આડ-અસર છે. એક વાર આપણે અતાર્કિક રસ્તો લઈએ તે પછી એમાં જ આગળ વધતા રહીએ. અને આખું જીવન વહેમથી ભરાઈ જાય એવું બને. વહેમ માનસિક બીમારી છે.
તમે લખો છો કે ” પોતાની નોકરી સાચવવાની શિક્ષકોની લાચારીનો લાભ ઉઠાવી તેમની પાસે નાના બાળકોના માદળીયા કાપવા તેમને મજબુર કરવામાં એમાં કઇ માનવતા છે?”. આ જ બ્લૉગમાં ડૉક્ટર રાજેન્દ્ર દેસાઇ સાહેબ લખે છે કે એમની હૉસ્પિટલમાં એમણે એમના કર્મચારીઓને માદળિયાં વગેરે કાપી નાખવાની સૂચના આપેલી છે! આને શોષણ કહેતાં હું થોડો અચકાઉં છું.દરેક નોકરિયાત જ્યાં પણ નોકરી કરતો હોય ત્યાં એને ન ગમતું હોય એવું કરવાની ક્યારેક તો ફરજ પડતી જ હોય છે. અહીં શિક્ષકો અથવા ડૉ. રાજેન્દ્રભાઈના કર્મચારીઓ માદળિયાં કાપવાં એને ’મજબૂરીનો લાભ લેવા જેવું’ કે અમાનવીય કૃત્ય ગણે છે કે કેમ, તે માત્ર અટકળનો વિષય (હા અથવા ના – બન્ને જવાબો માટે) હોય એમ મને લાગે છે.
LikeLike
I do not agree with the assertion that to believe madadias are ineffective without evidence is a kind of superstition. The ONUS OF PROOF to prove the effectiveness of the madadias LIES ON THE ADVOCATES OF MADADIAS and not on the non-believers to prove it’s ineffectiveness.
It seems INAPPROPRIATE to me TO SHIFT THE ONUS of proof FROM THE PROPONENTS of a belief TO PROVE effectiveness of a belief TO THE OPPONENTS of the belief TO PROVE THE INEFFECTIVENESS of the belief and then labelling them as “SUPERSTITIOUS” for non-believing without evidence seems extremely inappropriate to me.
As regards the assertion that superstition is the belief which is not verified by reason, I wonder then what is faith? What is the dividing line between faith and superstition? In my view, neither faith nor superstition can be verified by reason. Both are equal in this regard.
What is the dividing line between faith and superstition? To the best of my understanding, if we believe in some belief, which is not contradicting the existing knowledge base, but nevertheless, which is not substantiated by objective evidence, we label it as faith. And if it contradicts the existing knowledge base, we label it as superstition. But in either case, objective evidence is always missing.
As the boundaries of knowledge base keeps on expanding continuously, many beliefs which would have qualified as faith may very well fall in the domain of superstition in the light of new knowledge. For example, if we do not know the remedy for a disease and believe in some deity to cure the same, one can argue that it is a subject matter of faith. But if the remedy is known scientifically and readily available but still someone prefers to go for some madadias and ignores the remedy available, we will call it superstition.
Therefore, the faith of yesterday may very well be a superstition today and the faith of today may very well turn out to be a superstition tomorrow in the light of new knowledge as neither faith nor superstition has any objective, verifiable ground. It is the presence or absence of evidence againt, and not the evidence in favour of the belief, which determines the colour of that belief, i.e. whether it is a faith or superstition.
LikeLike
શ્રી નીલેશભાઈનું વિશ્લેષણ ખરેખર સચોટ છે. ખરૂં જોતાં, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા
છે. ગમે તેટલું કહીએ તેમ છતાં માણસ મૂળભૂત રીતે rational being છે ઈશ્વરની કલ્પના પણ સવાલો પૂછવા અને જવાબો શોધવાની બૌદ્ધિક ભૂખનું જ પરિણામ છે. જવાબો અનેક રીતે મળી શકતા હોય ત્યારે આપણે બધા રસ્તા બંધ કરી દઈને એક જ રસ્તો ખુલ્લો રાખીએ ત્યારે એ અંધશ્રદ્ધા બની જાય છે. ક્શું ન સમજાય ત્યારે – એટલે કે rationally બધા વિકલ્પો તપાસી લીધા પછી – ’નથી સમજાતું’ કહીને માની લઈએ એ તો સમજ્યા, પરંતુ, ’સમજાય છે’ (દા. ત. ઈશ્વર છે જ, અથવા માદળિયું બાંધવાથી લાભ થાય જ છે) એમ કહેવું બરાબર છે? અથવા માદળિયામાં નુકસાન નથી એમ કહેવાનો આધાર શું? મેં પહેલાં જ લખ્યું છે કે એની પણ આડ-અસર છે. પરંતુ ધીમે ધીમે જવાબો મળતા જશે તેમ આસ્થાનું ક્ષેત્ર સંકોચાતું જશે.
LikeLike
વાહ..!
આજે નવું જાણવા મળ્યું. ચાલો ત્યારે એલીસબ્રીજની આ શાળાની મુલાકાત લઈએ. હું તો જવાનું વિચારું છું અને તમે?
LikeLike
આદરણીય શશીકાંતભાઈના લેખે રસપ્રદ ચર્ચા જગાડી. ચર્ચામાં ભાગ લેનારા સૌને અભિનંદન. આપણે અન્યોના વિચારો સાથે અસહમત હોઈએ એમ બને, સહમત થવું જરૂરી પણ નથી. બસ, વિવેકપૂર્વક ચર્ચા થાય તે ઈચ્છનીય છે. લેખક અને બ્લોગના સંપાદક બંન્નેને કેમ ભુલાય..?
LikeLike
સ્કુલનો આ નીર્ણય અને તેના આધારે ચાલેલી ચર્ચા તથા ક્યાંક જરા જુદે રસ્તે જતી રહેલી વાતો – આ બધું જ મજાનું થયું. ધાર્મીક પ્રતીકો અને વહેમનાં પ્રતીકોની થોડીક ભેળસેળ પણ થતી જોવા મળી. પાઘડી અને જનોઈ જેવાં પ્રતીકોનું શું ? એવા સાર્થક પ્રશ્નો પણ મુકાયા.
જ્યાં મુળભુત શીક્ષણનો સવાલ છે, ત્યાં વાત એવી હોય છે કે શીખવવાની કોઈ પણ વાત કેમ ન હોય, સારી વાતનો અમલ કરવો અને કરાવવો એ પાયાની, મહત્ત્વની અને છે…ક રાષ્ટ્રીય કક્ષાની બાબત ગણાય. કારણ કે દેશને ઘડવાનું, આવતીકાલના નાગરીકો તૈયાર કરવાનું કાર્ય સ્કુલો કરે છે. એટલે સારી વાતોને કીશોરવયથી જ શીખવવાનું જરુરી છે.
સવાલ છે તે સારી વાતોના અમલીકરણના માર્ગોનો. રા.રા.મો.રાયથી લઈને સૌ સુધારાવાદીઓમાંના કોઈએ બળજબરી કરી હોય એવું બન્યું છે ? સુધારો પણ બળજબરીથી કરાય ત્યારે એ સુધારો રહેતો નથી. નઈતાલીમમાં આ વાત બહુ સરળતાથી સમજાવાઈ છે. ‘સમજાવટ’ અથવા ‘શૈક્ષણીક માર્ગે’ જ કોઈપણ સુટેવો આપી શકાય. પરાણે અપાતી વસ્તુઓ ગમેતેટલી સારી કેમ ન હોય, એ લાંબેગાળે બીનઅસરકારક જ બની રહેશે. બાળકોને ચૉકલેટ પણ પરાણે ખવડાવી શકાતી નથી !
આ કેસમાં તો શીક્ષકોને “કાતર” સોંપીને આખી વાતને વેતરી નાખવામાં આવી છે !! શીસ્તને નામે અશૈક્ષણીક પ્રયોગો – તે પછી ગમે તેટલા સુધારાવાદી કેમ ન હોય – શીક્ષણસંસ્થાઓ માટે ખતરનાક સાબીત થઈ શકે છે. ધાર્મીક કે અંધશ્રદ્ધાનાં પ્રતીકસમાં ચીહ્નો રાષ્ટ્રીય ઘડતરમાં બહુ નુકસાનકર્તા સાબીત થયાં જ છે, થઈ રહ્યાં પણ છે. પરંતુ શાળાઓ એને બીનશૈક્ષણીક રીતે – એમાંય કુટુંબોના વ્યક્તીસ્વાતંત્ર્યના પ્રશ્નોને કોરાણે મુકીને – કોઈ નીર્ણયો લે ત્યારે પ્રશ્નો વધે એમ બને. સ્કુલોમાં આ વાત ચાલી જશે, કારણ કે વાલીઓને આમાં ઉંડાણમાં જવાનો બહુ અવકાશ નહીં હોય. વીદ્યાર્થીઓને તો પુછવાનું હોય જ નહીં (!!).
અહીં હું જણાવવા રજા લઉં તો, નઈતાલીમની સંસ્થાઓમાં કેટલાક મોટા નીર્ણયો લેવામાં કે નવી પ્રણાલીઓ પાડવામાં વીદ્યાર્થીઓની સાથે દીવસો સુધી ચર્ચાઓ કર્યાનું બન્યું છે.
ગોવીંદભાઈ અને સૌ ચર્ચાર્થીઓને માનપુર્વક વંદન સાથે…
LikeLike
દસ વર્ષ પછી બ્લોગના આ લેખ વાંચતા એવું લાગે છે જાણે હાલમાં જ આ લેખ મુકાયો હોય. અમદાવાદની ‘એકલવ્ય’ સ્કૂલે જે પણ નિર્ણય લીધો છે એ આવકાર્ય છે. કારણકે બાળકોનુ મન કોરી પાટી જેવું હોય છે અને એમને આ કૂમળી વયે જે પણ તાલીમ આપીએ કે ભણાવીએ તેની ખુબજ ઊંડી અસર થતી હોય છે. આવા વિધ્યાર્થીઓ નસીબદાર કહેવાય કે જેમણે વિધ્યાર્થી અવસ્થામાજ આવા પાઠ શીખવા મળે છે અને અંધશ્રધ્ધાથી દૂર રહે છે.
બીજી સૌથી અગત્યની વાત એ છે કે અત્યાર સુધીમાં અભીવ્યક્તિના બ્લોગમા આ સૌથી વધુ કોમેંટ્સ (૬૪) જોવા મળી અને એમાય આટલી તર્ક-વિતર્કોથી ભરેલી વાતોમાં એકબીજા પ્ર્ત્યેના માન અને સંયમની નોંધ લીધી. ખુબ જ સરસ તંદુરસ્ત ચર્ચા અને લેખ.
આભાર મા. ગોવિંદભાઇ નો અને લેખકશ્રી નો.
LikeLiked by 1 person