શું ધર્મ માનવને નીતીવાન બનાવે છે ?

શું ધર્મ માનવને નીતીવાન બનાવે છે ?

‘ધ ઓક્સફર્ડ હેંડ બુક ઓફ રીલીજીયન’: ઓક્સફર્ડ યુનીવર્સીટી 2005 (એડીટર: વીલીયમ જે. વેનરાઈટ)

દુનીયાનો દરેક ધર્મ નૈતીકતા પર ભાર મુકે છે; પરન્તુ નૈતીકતા (મોરાલીટી)ની વ્યાખ્યા તો તે પોતે જ કરે છે. હીન્દુ મોરાલીટી, ક્રીશ્વીયન મોરાલીટી, મુસ્લીમ મોરાલીટીમાં તફાવતો છે. ધર્મ પોતાના અનુયાયીઓ માટે ‘ઈન ગૃપ’ અને બહારના માટે ‘આઉટગૃપ’ ઉભું કરે છે. દરેક  ધર્મ  એમ માને છે કે સાચી નૈતીકતાના નીયમો માત્ર તેનામાં જ છે અને સામાનો ધર્મ ઉતરતી કક્ષાનો છે. પરન્તુ ધર્મે નૈતીકતાના જે નીયમો ઘડ્યા છે તેમાંના કેટલાક આઉટડેટેડ થઈ ગયા છે. કોઈ ધર્મ ‘સનાતન’ નથી. આથી સામુહીક જમાનામાં નૈતીકતાનો આધાર ધાર્મીક મુલ્યો હોઈ શકે નહીં તેમ પશ્વીમના બૌદ્ધીકો માને છે. દરેક ધર્મમાં અલૌકીક (સુપરનેચરલ) તત્ત્વ હોય છે અને રૅશનાલીસ્ટોને અલૌકીક તત્ત્વમાં વીશ્વાસ નથી. સર્વધર્મ સમાનતામાં માનનારા શ્રદ્ધાળુઓ આવા દરેક ધર્મનાં અલૌકીક તત્ત્વોને માન્ય રાખતા હોવાથી તેમને રૅશનાલીસ્ટ ગણવાનું મુશ્કેલ છે.

તેઓમાં ધાર્મીક મુલ્યો સામેના ‘રીબેલનું તત્ત્વ ખુટે છે. તેઓની સદ્ ભાવના પાછળ રૅશનાલીટી નહીં; પરન્તુ વીશફુલ થીંકીંગ હોય છે. જો મોરાલીટી (નૈતીકતા)નો આધાર ધર્મ નહીં હોય તો, તેનો આધાર શો હોઈ શકે તે બાબતનું ઉંડું ચીન્તન બૌદ્ધીકોમાં ચાલી રહ્યું છે. સારા આચરણ માટે  ધર્મ પાપનો ડર અને મોક્ષ અથવા સાલ્વેશન કે પુણ્યનો જે લોભ દર્શાવે છે તેવો આભાસી ડર કે લોભ (કે લાભ) સેક્યુલર એથીક્સના માનનારા બતાવી શકતા નથી. તેથી સેક્યુલર એથીક્સનું લોકોને નૈતીકતા તરફ લઈ જવાનું મોટીવેટીંગ પરીબળ ફીક્કું જણાય છે. તેમાં ‘જોસ્સો’ નથી. તેમ છતાં કોઈપણ સમાજને ધર્મ વીના ચાલે; પરન્તુ મોરાલીટી વીના ચાલી શકતું નથી. મોરાલીટીનાં લઘુત્તમ ધોરણો જો નહીં સચવાય તો માનવજાતી નાશ પામે. કારણ કે લોકો એકબીજાને મારી નાંખે કે દરેક જણ બીજાને લુંટી લે કે છેતરે. આવો સમાજ નાશ પામે, આથી સેક્યુલર એથીક્સમાં માનનારા ‘મોરાલીટી’નો આધાર માનવ સ્વભાવમાં જ મુકે છે – ઈશ્વરમાં નહીં.

આને આપણે ‘નેચરાલીસ્ટીક થીયરી’ કહી શકીએ છીએ. માનવ સમાજ ટકી રહ્યો છે; કારણ કે લઘુત્તમ નૈતીકતાના નીયમો તેના મગજમાં જ પ્રોગ્રામ્ડ છે. પરન્તુ સમાજમાં પણ મોરાલીટીના નીયમો હોય છે. એક જ પ્રજાતીના પશુઓ કે પંખીઓ ભાગ્યે જ એકબીજાને મારી નાખે છે. પોતાની ટેરીટરીમાં આવેલા પશુને તે મારી નાંખવાને બદલે  ભગાડી મુકે છે. માદા માટે લડતાં પશુઓ પણ એકબીજાને મારી નાંખતાં નથી. હારેલું પશુ નાસી જાય છે.

કૉસ્મીક જસ્ટીસ: ધાર્મીકો નૈતીકતાના આધાર માટે ભગવાનને ત્યાં ‘દેર છે પણ અંધેર નથી’ અથવા તો ‘બદલો ભલા–બુરાનો અહીંનો અહીં મળે છે’ તેમ કહી, દૈવી કે ઈશ્વરના ન્યાયનો સીદ્ધાંત મુકે છે. પરન્તુ માનવસમાજમાં બદલો ભલા–બુરાનો અહીંનો અહીં મળે છે તેવું સર્વદા જોવા મળતું નથી. વળી, ‘દયા ધરમકા મુલ હૈ, પાપ મુલ અભીમાન’માં પણ અભીમાનને (ભ્રષ્ટાચારને નહીં) પાપનાં મુળ તરીકે જોવાનું વીચીત્ર છે. અપ્રામાણીકને કે આતતાયીને, કોઈ ધર્મ પાપનાં મુળમાં જોતો નથી તે બેહુદું લાગે છે. વળી ધરમનાં મુળમાં દયા નહીં; પરન્તુ શ્રદ્ધા છે અને શ્રદ્ધાવાનોમાં બહુ ઓછા લોકો દયાળુ જોવા મળે છે. દરેક ધર્મ વ્યક્તીને બદલવાનું કહે છે. વ્યસનમુક્તી અને ઉપવાસ, મૌન, પુજા, ભજનની વાત કરે છે પરન્તુ સમાજને બદલવાની વાત કરતો નથી.

ગ્રીકો એમ માનતા હતા કે સદ્ ગુણો (વર્ચ્યુઅલ) જીવન સુખી જીવન છે અને દરેક વ્યક્તી સુખી જીવન ઈચ્છે છે. પરન્તુ સદ્ ગુણોવાળું જીવન સુખી જ હોય તેની કોઈ સાબીતી નથી. એમ. એન. રૉય એવું માનતા હતા કે માણસ રૅશનલ હોવાથી તે મોરલ (નૈતીક) છે. આ એક આધાર વીનાનું વીધાન છે. તેમાં  એમ. એન. રૉયનું વીશફુલ થીંકીંગ કામ કરે છે તેમ કહી શકાય. બટ્રાન્ડ રસેલ પુરા રૅશનાલીસ્ટ હતા; પરન્તુ વુમનાઈઝર હતા તેમ તેમની આત્મકથાના વાચનમાંથી ફલીત થાય છે.

અત્યારના જગતમાં ધર્મ આધારીત નૈતીક્તા ચાલી શકે તેમ નથી. કારણ કે ધર્મને નામે પારાવાર હીંસા થાય છે. ધર્મ નહીં પરન્તુ ધર્માંધતા તેને માટે જવાબદાર છે એવો જવાબ ધર્મના રક્ષકો આપે છે.

પરન્તુ તમારો ધર્મ એવો કેવો છે કે તેનાથી ધર્માંધતા ઉભી થાય છે ! તેનો જવાબ તેઓ આપી શકતા નથી. ધર્મ નહીં; પરન્તુ દરેક રાજકીય કે આર્થીક વીચારસરણી પણ જો બંધીયાર થઈ જાય તો તે ઈર્રૅશનલ અથવા હીંસક બની જાય છે ! (જેમ કે ફાસીઝમ, નાઝીઝમ, સામ્યવાદ, નીઓ ક્લાસીકલ, લીબરાલીઝમ કે બજારવાદ કે સર્વોદયવાદ અને ગાંધીની સંસ્થાઓમાં કેદ થઈ ગયેલો ગાંધીવાદ) ધર્મ કે ‘વાદ’ને બચાવવા વધુ હીંસા થાય છે. માનવજાત માટે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે યુનીવર્સલ (સાર્વત્રીક) નૈતીક વર્તણુકનાં ધોરણો કેવી રીતે ઘડવાં અને સમગ્ર માનવજાત માટે નૈતીકતાના આધારરુપ સેક્યુલર (ધાર્મીક નહીં) એથીક્સની કેવી રીતે રચના કરવી.

પ્રા. ધવલ મહેતા

તા.12 મે, 2010 ના ’ગુજરાત સમાચાર’ દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર નવું વાચન–નવા વીચારમાંથી, લેખક અને ’ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સાભાર..

●● લેખકસંપર્ક

પ્રા. ધવલ મહેતા

બી-13, કોણાર્ક કરીશ્મા એપાર્ટમેન્ટ, રેણુકા હૉલ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ-15 ફોન નંબર: 079 2675 4549

ઈમેઈલ: dhawalanjali48@yahoo.com

લેખક પરીચય

વીદ્વતા જ જેનું વ્યક્તીત્વ છે તેવા સમન્વયકારી પ્રાધ્યાપક ધવલ મહેતાને વાંચવા અને સાંભળવા તો ઠીક; પણ સમજવા માટે એક વીશીષ્ટ દૃષ્ટી જોઈએ. તેમનું લેખન અને વક્તવ્ય એટલું આધારભુત હોય છે કે જેને પડકારવું લગભગ અશક્ય. પુરાવા વીનાની કોઈ વાત કદી લખે પણ નહીં અને બોલે પણ નહીં. આપણે એમને પ્રખર પંડીત કહી શકીએ. લેખક એમ. કોમ. ફર્સ્ટક્લાસ, એમ. એ. (ઈકોનોમીક્સ) અને એમ. બી. એ. (યુનીવર્સીટી ઓફ મીનેસોટા, યુ.એસ.એ.), પોસ્ટ ગ્રેજ્યુએટ આઈ.ટી.પી. (હાવર્ડ યુનીવર્સીટી) અમેરીકામાં ત્રણ વર્ષ અધ્યયન (જ્યોર્જ વૉશીંગ્ટન યુનીવર્સીટી અને હેમ્પટન યુનીવર્સીટી), વર્જીનીયા યુ. એસ. એ., મેથડ્ઝ એન્ડ પ્રોસીજર્સ એડવાઈઝર-શીકાગો-રીડ હોસ્પીટલ શીકાગો, એમ. એસ. યુનીવર્સીટીમાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં હેડ ઓફ ડીપાર્ટમેન્ટ, ડાયરેક્ટર અને પ્રૉફેસર બી. કે. સ્કુલ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ, સીન્ડીકેટ મેમ્બર : બરોડા યુનીવર્સીટી ટીચર્સ એસોસીએશન અને ગુજરાત યુનીવર્સીટી ટીચર્સ એસોસીએશનના પ્રમુખ. જો તમે સંગીતરસીયા હો તો આ મહાવીદ્વાન પાસે પંકજ મલીકનાં જુનાં ગીતો સાંભળવાનો લાભ પણ લેવા જેવો છે. ધવલ મહેતા અને વીદુષી પત્ની અંજલીબહેન ખરેખરું રૅશનલ જીવન પુર્ણ સ્વસ્થ જીવન, સ્વતંત્રતા, સ્વસ્થતા અને સુવ્યવસ્થામાં જીવી રહ્યાં છે. એ દમ્પતીને આદર્શ રૅશનાલીસ્ટ દમ્પતી તરીકે જરુર આગળ કરી શકાય. તે આપણા માટે ગૌરવની વાત છે.

ગુલાબ ભેડા

(તારીખ ૧૨૧૩ જુન ૨૦૧૦ના દીનોમાં મુમ્બઈમાં મળેલા રૅશનાલીસ્ટ સમ્મેલનમાં વક્તાઓના પરીચય આપવામાં જ ઘણો સમય ન વપરાય અને બચેલો સમય વક્તાને સાંભળવાસમજવામાં જ વપરાય તે હેતુસર તૈયાર કરેલી અને સમ્મેલનમાં સૌને આગોતરી આપેલી પરીચય પુસ્તીકામાંથી..સાભાર

અક્ષરાંકન: ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુ નવસારી

પોસ્ટ કર્યા તારીખ 20/08/2010

40 Comments

  1. The views and writing of Prof. Dhaval mehta are excellent and debatable. For thousands of years people are making super naturals hroes and worship them. Write from the birth the label of religion is stuck without consent. If I am born in a Hindu or Muslim or Christian I got that label automatically without my consent. The definition of ‘Morality’ may have remained the same in the dictionaries the world over but in practice it is changing from time to time and place to place. The morality practiced in India subcontinent is not the same in Western hemisphere. In spiritual Indian subcontinent we see ‘Barefoot Bhagedu Bawas’ and ‘Mad Mujawars’ and we not only tolerate them but endorse them!! When the question of following religion comes most of us mortgage out intelligence.

    What we see in the so called secualr West is also not a happy scene. More and more people are becoming immoral. In this part of ‘Rebellions against Religion’ world people have changed the meaning of morality to suit their needs.

    The teachings of every religion are dubious. One side it teaches to love and show compassion to others and the other side the same religions teach to ‘Fight’ immorals!! The religious excellent orators are excellent businessmen selling the religions.

    Neverthless, i congratulate Prof. mehta for expressing his thoughts withoust favour or fear so nicely. Also credit must be given to Mr. Govind Maru who is doing execllent job in recahing people like me. Thank you Govind bhai.

    Firoz Khan
    News Editor, Hindi Abroad weekly, Toronto, Canada.

    Like

  2. Dear Mahendra bhai,

    Thanks for your compliments.

    I went through your site but couldn’t find your contact info. Can you send it to me, please?

    Can I publish your Cartoons in Hindi Abroad? Being a FREE newspaper we won’t be able to pay. You may send your cartoons to me at firozkhan42@hotmail.com or newseditorhindiabroad@gmail.com
    If you wish you may read this newspaper at http://www.hindiabroad.com
    Where are situated?

    Firoz Khan
    Toronto, Canada

    Like

  3. ધર્મો ના લેબલ માનવી ને લાગણી વિહીન બનાવે છે.માટે જ હિંદુ અને મુસ્લિમ જયારે ભારત ના ભાગલા પડ્યા ત્યારે લડી મર્યા અને દસ લાખ માણસો ના જાન ગયા.આના કરતા લોહીયાળ ક્રાંતિ કરી ને અંગ્રેજો ને ભગાડ્યા હોત તો સારું થાત.પ્રજા સાવ નમાલી તો ના બની હોત?મોરાલીટી સમયે સમયે બદલાતી જતી હોય છે.દ્રૌપદી ને પાંચ પતિ હતા.અને અત્યારે હોય તો?ઋષિ મુનીઓ બીફ સુદ્ધા ખાતા હતા અને આજે ભારતમાં?Maharishi Yagyavalkya says in Shatpath Brahmin (3/1/2/21) that, “I eat beef because it is very soft and delicious.” Apastamb Grihsutram (1/3/10) says, “The cow should be slaughtered on the arrival of a guest, on the occasion of ‘Shraddha’ of ancestors and on the occasion of a marriage.” Rigveda (10/85/13) declares, “On the occasion of a girl’s marriage oxen and cows are slaughtered.” Rigveda (6/17/1) states that “Indra used to eat the meat of cow, calf, horse and buffalo.” Vashistha Dharmasutra (11/34) writes, “If a Brahmin refuses to eat the meat offered to him on the occasion of ‘Shraddha’ or worship, he goes to hell.” Also, comments of some great scholars of Hinduism are also worth noting: · Hinduism’s greatest propagator Swami Vivekanand said thus: “You will be surprised to know that according to ancient Hindu rites and rituals, a man cannot be a good Hindu who does not eat beef”. (The Complete Works of Swami Vivekanand, vol.3, p. 536). હવે આજે બધું બદલાઈ ગયું છે.જો કે હું માંસાહાર ની તરફેણ નથી કરતો,પણ રીતી રીવાજો કેવા બદલાઈ જાય છે તેનો આ પુરાવો દેવેશ મહેતા એ ઉપર મુજબ મારા એક લેખ નીચે મોકલેલ.નીતિ નિયમો નું કોઈ ચોક્કસ ધારાધોરણ નથી.આપણે હિંદુઓ માં બેંકો ડુબાડી જઈએ તો પાપ નથી લાગતું,પણ લસણ ખવાઈ જાય તો પાપ લાગે છે.

    Like

    1. શ્રી ભુપેન્દ્રસિંહજી, આપે ઉલ્લેખેલા વેદ ના બે શ્લોકના ખરા (વેદાભ્યાસુઓ મુજબ) અર્થ અહીં ફક્ત સૌની જાણ માટે રજુ કરૂં છું.

      सूर्याया वहतुः प्रागात्सविता यमवासृजत् ।
      अघासु हन्यन्ते गावोऽर्जुन्योः पर्युह्यते ॥ऋगवेद १०/८५/१३॥

      વસંતમાં પ્રબળ બનતા સૂર્યકિરણો શિતકાલમાં (શિયાળામાં) દુર્બળ પડી જાય છે. (અહીં ગૌ=સૂર્યકિરણો અને હન્યતે=દુર્બળ એવો અર્થ થાય છે, અને આમે શ્લોકની પ્રથમ કડીમાં ’સૂર્યકિરણો વસંતમાં પ્રબળ બને છે’ એ ભાગ શાથે બીજી કડીનો “On the occasion of a girl’s marriage oxen and cows are slaughtered.” મેળ કઇ રીતે બેસે છે ??) આ ઉપરાંત અહીં આગળ પાછળના તમામ શ્લોક સૂર્યના વર્ણનના જ છે.

      पिबा सोममभि यमुग्र तर्द ऊर्वं गव्यं महि गृणान इन्द्र ।
      वि यो धृष्णो वधिषो वज्रहस्त विश्वा वृत्रममित्रिया शवोभिः ॥ऋगवेद ६/१७/१॥

      જેમ કાષ્ટ યજ્ઞકુંડના અગ્નિને પ્રજવલ્લિત કરે છે તેમ મેઘાવી છાત્રો (જ્ઞાનપિપાસુઓ) આ વિશ્વને પ્રકાશિત કરે છે.

      આ ઉપરાંત ઋગવેદના આ જ મંડલ (૬ ઠા)ના ૨૮માં સુક્તના ઘણાખરા શ્લોક ગાયો વિશે શું કહે છે તે જોઇએ,,
      * भूयोभूयो रयिमिदस्य वर्धयन्नभिन्ने खिल्ये नि दधाति देवयुम्
      (ગાયોની સેવા કરનારને દેવોના આશિર્વાદ પ્રાપ્ત થાય છે)
      * न ता नशन्ति न दभाति तस्करो नासामामित्रो व्यथिरा दधर्षति ।
      (શત્રુઓ પણ ગાયો પર શસ્ત્રનો પ્રહાર કરતા નથી)
      * न ता अर्वा रेणुककाटो अश्नुते न संस्कृतत्रमुप यन्ति ता अभि ।
      (કોઇએ પણ ગાયની હત્યા કરવી નહીં)
      * गावो भगो गाव इन्द्रो मे अच्छान्गावः
      (ગાય ઐશ્વર્ય અને શક્તિ લાવે છે) (ઇન્દ્રનો અર્થ વેદમાં બધે જ એશ્વર્ય થયો છે)
      * यूयं गावो मेदयथा कृशं चिदश्रीरं चित्कृणुथा सुप्रतीकम् ।
      (ગાય (કે ગાયનું દુધ) તંદુરસ્તી અને સમૃદ્ધિ લાવે છે.
      વગેરે વગેરે હજારો શ્લોક ગાયની ઉપયોગીતા અને રક્ષણના આદેશરૂપે આ જ વેદમાં જોવા મળે છે. તો એક જ પુસ્તકના એક જ પ્રકરણમાં વિરોધી વાતોની સંભાવના બને નહીં. અહીં કદાચ અંગ્રેજી ભાષાંતરકારોએ કરેલું ક્ષતિપૂર્ણ ભાષાંતર હોઇ શકે. બાકી આપ સૌ જાણકાર મિત્રો વધુ સંશોધન કરે તેવી વિનંતી. આભાર.
      (મુખ્ય બે શલોકના અર્થ સ્વામી દયાનંદ સરસ્વતિના ઋગવેદ ભાષ્યના આધારે છે)

      Like

      1. પ્રિય અશોકભાઈ,
        તમે ઋગ્વેદના બે મંત્રોનો સ્વામી દયાનંદ સરસ્વતીનો અનુવાદ આપ્યો છે. અહીં હું પંડિત સાતવળેકરજી (પારડી- સૂ્રત)નો અનુવાદ આપું છું. વિજયનગરનું સામ્રાજ્ય હતું ત્યારે એટલે કે ૧૪મી સદીમાં જ મધ્વાચાર્યના ભાઈ સાયણાચાર્યે પહેલી વાર ઋગ્વેદનો અર્થ સમજાવ્યો. એટલે અનુવાદો દરેકની સમજ અથવા મત-પ્રતિપાદન પ્રમાણે કરેલા છે. દયાનંદજીનો એક હેતુ હતો. આથી હું સાતવળેકરજીનો અનુવાદ પસંદ કરૂં છું કારણ કે તેઓ અપવાદ સિવાય શબ્દનો પહેલો અને મુખ્ય અર્થ લે છે. ઋ. ૧૦/૮૫/૧૩નો એમનો વિષ્લેષણ સાથેનો અનુવાદ આ પ્રમાણે છે (હિન્દીમાં આપું છું): (सूर्याया: वह्तु: सविता यं अवासृजत् प्र-अगात्) पतिगृह में जाते समय पिता सूर्य ने प्रेम से दिया सूर्या का गौ आदि धन पहले ही भेजा गया था. (अघासु गावःहन्यन्ते) मघा नक्षत्र में बिदाई में दी गई गायों को डण्डे से हाँका जाता है. (अजुन्योः परि उह्यते) और फाल्गुनी नक्षत्र में कन्या को पति के घर पहुँचाया जाता है).
        તમે જોઈ શકશો કે અહીં દયાનંદનાં સૂર્યકિરણો નથી. અનુવાદ દેખાડે છે કે અહીં એક સામાજિક ઘટનાનો સંકેત છે. દીકરીનાં લગ્ન થાય છે અને અગાઉથી દહેજનો સામાન ઘરે સાસરે પહોંચાડી દીધો છે. મહા મહિનામાં ગાયોને લઈ જાય છે જે એક મહિનામાં પહોંચે છે.
        પરંતુ અહીં સાતવળેકરજી પણ ’हन्यन्ते’નો અર્થ ’હાંકવું’ એવો કરે છે! એનું કારણ એ કે એમને પણ અહીં શબ્દનો પ્રાથમિક અર્થ લેવામાં વર્તમાન સામાજિક ચિંતન નડે છે, જેમાં ગાયોનું હનન પ્રતિબંધિત છે. એમના અનુવાદમાં ઘણી વાર આવું જોવા મળે છે. દાખલા તરીકે, અશ્વમેધ વિશેનો એમનો અનુવાદ જોશો તો ક્યાંય ઘોડાને મારવાની વાત જ નથી આવતી. આપણે હિંદુઓ – અહિંસક લોકો. અને હિંસા કેમ કરીએ! આવી ભાવના શબ્દના ગૌણ અર્થ પર લઈ જતી હોય છે. આમ છતાં આર્યસમાજી અનુવાદ કરતાં તો સાતવળેકરજી મુળ અર્થની વધારે નજીક છે. એમને ’હાંકવા’ ડંડાની જરૂર તો પડી; આર્યસમાજી અનુવાદમાં આવી સામાજિકતા નહીં જોવા મળે. (બીજું ઉદાહરણ લઉં તો કૃષ્ણ અને ગાયોનો સંબંધ આપણે જાણીએ છીએ પણ જેમને કૄષ્ણ આવું સાદું કામ કેમ કરે એવો elitist વિચાર આવ્યો એમણે ’ગોવિંદ’નો અર્થ ’ઇન્દ્રીયોને જાણનાર’ એવો કર્યો અને કૃષ્ણને ગાયોથી અલગ કર્યો, સામાજિક જીવનથી કાપીને વિદ્વાનોનો કેદી બનાવી દીધો. આવા પ્રયાસોને કારણે ધર્મ જીવનથી અલગ થઈ ગયો અને કર્મકાંડ બની રહ્યો).
        ખરૂં જોતાં, દસમા મંડાળ સુધી પહોંચતાં સમાજમાં મોટા ફેરફારો થઈ ગયા હતા. દહેજ વગેરે એનું જ પ્રતિબિંબ છે. ઋગ્વેદના સમયમાં ગાયનું માંસ ખવાતું એવો સંકેત તો हन्यन्ते ( હણે છે)માંથી મળે જ છે, પરંતુ એ પણ ખરૂં કે ગાયને અન્યત્ર ઋગ્વેદમાં अघ्न्या (ન મારવાને યોગ્ય) પણ ગણાવી છે. આના પરથી આપણે એટલું જ સમજી શકીએ કે જેમ ગાયનું માંસ ખાવામાં છોછ ન નડતો હોય તેવા લોકો હતા તે સાથે એવા પણ લોકો હતા જે ગાયનું માંસ ખાવાનું અયોગ્ય માનતા હતા.
        એકંદરે, જૂના ગ્રંથોમાંથી આપણી પરંપરાઓનું સાતત્ય શોધવાનો પ્રયાસ અર્થ વગરનો સાબીત થતો હોય છે, કારણ કે સાતત્યની શોધ પરિવર્તનની શક્યતાને નકારી કાઢે છે. એ અર્થમાં ભૂપેન્દ્રસિંહજી સાચા છે કે નૈતિક ધોરણો બદલાતાં રહે છે પરંતુ એમણે ગાયોને ખાદ્ય ગણવા બાબતમાં એકાંગી સત્ય રજૂ કર્યું હોવાનું લાગે છે. બન્ને પ્રકારના લોકો હતા અને ઋગ્વેદમાં બની ચિત્રો મળે જ છે. તમે આપેલો અનુવાદ માત્ર સમાજથી દૂર આધ્યાત્મિક રૂપ આપવાનો પ્રયાસ છે. સાતવળેકરજીનો અનુવાદ એક જીવતાજાગતા સમાજનું ચિત્ર રજૂ કરે છે.

        Like

  4. ધવલભાઇ મહેતાએ નૈતીકતાના આધાર માટે જે પૃથ્થકરણ કર્યું છે તેમાંથી સ્પષ્ટ રીતે ફલીત થતું નથી કે જો ધર્મમાંથી નૈતીકતાનું સર્જન થતું ન હોયતો નૈતીકતાનો જન્મદાતા કોણ? તેમણે એમ. એન.રોયના નૈતીકતાના વીચારને “વીશફુલ થીંકીગ” ગણીને નજરઅદાજ કર્યો છે જે તારણ બીલકુલ સત્યથી વેગળું છે.કારણકે રોયનું તારણ હતું કે દરેક માનવમાં નૈતીકરીતે નીર્ણય લેવાની ક્ષમતાતેણે જૈવીક સંઘર્ષ દરમ્યાનપ્રાપ્ત કરલી વીવેકબુધ્ધીમાં છે.જે ઓછાવત્તા પ્રમાણમાં અન્યપ્રાણીઓમાં પણ છે. માટે નૈતીકતાનું સર્જન ધર્મમાં નહી પણ જૈવીક ઉત્ક્રાંતીમાં છે. તેવીજ રીતે બ.રસેલનાનૈતીકતાનો ખ્યાલ શું છે તે સમજાવવાને બદલે રસેલ “સ્રી ગમનકરનારા”(વુમનનાઇઝર) હતા, તેથી તેમના નૈતીકતાના વીચારો વર્જય છે તે તારણ પણ સત્યથી વેગળું છે.રસેલનો નૈતીકતાનો ખ્યાલ રોયના ખ્યાલથી વીરોધાભાસી નહતો. જો આપણે નૈતીકતાના સર્જનમાં જૈવીકઉત્ક્રાંતી અને તેમાંથી વીકસેલી વીવેકબુધ્ધીને ની બાદબાકી કરીશું તો પછી નૈતીકતાનું જન્મસ્થળ ધર્મોજ બની જશે. જેની સામે તો,માનવવાદીઓ તથા વીવેકબુધ્ધીઓએ જાનની બાજી લગાવી દીધેલ છે.

    બીપીન શ્રોફ, બ્યુફોર્ડ, અટલાંટા,યુએસએ. તા.૨૦–૮–૧૦.

    Like

  5. Only individual can change, some may change due to external influence but only those who allow external influence to influence themselves. Change must come from deep within and with SMRITI (JAAGRUTI or AWARENESS) it will come sonner or later.

    Also We can change society only if individuals change! Society is nothing but a group of individuals. So when people talk about changing Society it does not make sense. One (each individual) must make efforts and be proactive for one’s transformation. Sometimes Swabhaav is hard to change because it is deeply ingrained in our bones and marrows but not impossible…

    So responsibility of changing Society lies on each and every one of us who are part of it or if a critical mass transforms themselves rest may just follow and are left with no choice but to change! So that Critical Mass is very Critical!

    Astu!

    Like

  6. દરેક ધર્મમાં અલૌકીક (સુપરનેચરલ) તત્ત્વ હોય છે અને રૅશનાલીસ્ટોને અલૌકીક તત્ત્વમાં વીશ્વાસ નથી. સર્વધર્મ સમાનતામાં માનનારા શ્રદ્ધાળુઓ આવા દરેક ધર્મનાં અલૌકીક તત્ત્વોને માન્ય રાખતા હોવાથી તેમને રૅશનાલીસ્ટ ગણવાનું મુશ્કેલ છે.

    Agree..

    Like

  7. જે કોઈ “માનવતા એ જ સાચો ધર્મ છે” ને લક્ષમાં રાખી ને ધર્મ માં માનતો હોય, તો તેનો ધર્મ તેને જરુર નીતીવાન બનાવે છે.

    જે કોઇ માનવતાને એક કોરે મુકી ને કેવળ પુજા પાઠ અને બંદગી ને જ ધર્મ માનતો હોય, તો તેનો ધર્મ તેને ધર્મઝનુની બનાવે છે.

    જે કોઇ ધર્મ ના નામે મંદીર માં કે મસ્જીદમાં તાગડધિન્ના કરતો હોય, તો તેનો ધર્મ તેને અનીતીવાન બનાવે છે.

    કાસીમ અબ્બાસ

    Like

  8. એ તો સાચું કે ધર્મ અને નીતિમત્તાને કશો સંબંધ નથી. ધર્મ પ્રાકૃતિક તત્વોના ભયમાંથી જન્મ્યો અને નીતિમત્તા સામાજિક સહ અસ્તિત્વની જરૂરિયાતમાંથી જન્મી. ધર્મને પરલોક સાથે સંબંધ છે જ્યારે નીતિને આ લોક સાથે સંબંધ છે. આમ બન્નેનાં ક્ષેત્રો જ જુદાં છે. પ્રોફ઼ેસર સાહેબ કહે છે: ” એમ. એન. રૉય એવું માનતા હતા કે માણસ રૅશનલ હોવાથી તે મોરલ (નૈતીક) છે. આ એક આધાર વીનાનું વીધાન છે. તેમાં એમ. એન. રૉયનું વીશફુલ થીંકીંગ કામ કરે છે તેમ કહી શકાય. બટ્રાન્ડ રસેલ પુરા રૅશનાલીસ્ટ હતા; પરન્તુ વુમનાઈઝર હતા તેમ તેમની આત્મકથાના વાચનમાંથી ફલીત થાય છે”. એમ. એન. રોય સાચું કહે છે. માણસ મોરલ ન હોત તો સહ અસ્તિત્વ શક્ય ન બન્યું હોત. રસેલ વૂમનાઇઝર હતા કે નહીં એ નૈતિકતાનો વિષય નથી. નૈતિકતામાં બળજબરી ન ચાલે. રસેલે સ્ત્રીઓ પર બળજબરી કરી હોય એવું સાંભળ્યું છે? આ વાત ધવલભાઈ રસેલની આત્મકથામાંથી જાણી શક્યા છે. આ શું મોટી વાત નથી કે માણસ પોતે જ પોતાની વાત કહે છે? કેટલા લોકોમાં આવી નૈતિક હિંમત હોય છે? બાકી, ધવલભાઈ, રસેલના અથવા બીજા કોઇના પણ બેડરૂમમાં ડોકિયું કરવાનો આપને કે મને અધિકાર નથી. એ પણ અનૈતિક કૃત્ય જ ગણાય. કોઈના વિશે એના ક્ષેત્રની બહાર જઈને પ્રહાર કરવા એ પણ અનૈતિકતા છે.
    નૈતિકતાની વાત કરીએ છીએ ત્યારે એક બાજુથી આપણે એને ધર્મ સાથે જોડી દઈએ છીએઅને બીજી બાજુથી એને આપણી સામાજિક માન્યતાઓ સાથે જોડીએ છીએ! જુદા જુદા સમાજોની નૈતિક માન્યતાઓ જુદી જુદી હોઈ શકે છે, એટલું જ નહીં, એક જ સમાજની નૈતિકતા પણ જુદા જુદા સમયે જુદી જુદી હોય છે. નૈતિકતા સામેની વ્યક્તિપ્રત્યે આદરમાં છે અને એનો કોઈ સનાતન માપદંડ નથી. સાચી નૈતિકતા પોતાને કદી પણ ૧૦૦ ટકા સાચા ન માનવામાં છે. આપણે જ સાચા હોઇએ તો બીજાના અસ્તિત્વનું શું? એટલે શાંતિમય સહ અસ્તિત્વ માટે પણ એ જરૂરી છે. અને એ જ નૈતિકતા છે.

    Like

  9. રેશનલ માણસો મોરલ હોય અને ધાર્મિક નાં હોય તેવું પણ ના બની શકે.બંને બાજુ શક્યતાઓ છે.માનવો એક બીના ને મદદ કરે છે તેમાં કોઈ કોઈના ઉપર ઉપકાર કરતા નથી.સર્વાઈવલ નાં યુદ્ધ માં તાકી રહેવાનો સહિયારો પ્રયાસ માત્ર છે.એમાંથી નૈતિકતા જન્મી.રસેલ વુંમનાઇઝર હતા તેમાં ફક્ત રસેલ નો જ વાંક ના હોઈ શકે સ્ત્રીઓ પણ એમનાથી આકર્ષાતી હોવી જોઈએ.નેચર માં પોલીગેમી માન્ય છે.લગ્નવ્યવસ્થા અને મોનોગેમી બહુ પાછળ થી આવ્યા છે.નૈતિકતા ના નિયમો પણ આપણે જ બનાવીએ છીએ.અથવા જરૂરીયાત મુજબ બની જતા હોય છે.ગાંધીજી પણ સરલાદેવી ને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા સુદ્ધાં તૈયાર થઇ ગયેલા હતા.પણ એમની નૈતિકતા નો જોટો જડવો મુશ્કેલ છે.ધર્મ ના નામે માનવી માનવી ની હત્યાઓ કરતો અટકવો જોઈએ.ધર્મો શોષણ કરવાની વ્યવસ્થા બની ગયો છે.હાડકા હરામ હોય તેમને ધર્મો ના આધારે બેઠા બેઠા રોટલા તોડવા છે.

    Like

  10. ઇશ્વર નામનુ તત્વ કે પદાર્થ માણસને દબડાવવા કે નબળૉ રાખવા સર્જાયું છે, જે નો અતિશય ઉપયોગ કરી સામાજિક આર્થિક માનસીક આદી સ્તરે માણસને સંદિગ્ધ
    રાખ્યો કે રખાયો છે, હવે તેમાંથી એને કાઢવો ઉઘાડી આંખે ચામડી ઉખેડવાનું કામછે,
    જોઇએ કોણ કરે છે અને કેટલું સફળ થાય છે.

    Like

  11. Greetings to Prof. Dhaval Mehta & all the writers.

    As i have understood, Morality is individual to follow for “feel good” at personal level. It helps attaining the status of “swa-anand”/blissfull living

    When others see you enjoying blissful living, they try to copy.

    Adherence to “feel good” at personal level by individuals, make society peace full & progressive.

    Understanding the laws of nature by individual is important as laws of nature are “Sanatan”

    To trust & adopt living in line with laws of nature brings blissfulness in individual’s life.

    Bourn individual, like rain drop/water is “sheetal & madhur” but its collective identity is salty like of sea water.

    Still out of sea water, the cool -sweet water is born & reborn as a cycle of nature.

    the same cycle prevails for human as well… Hence it is wise to believe & adopt morality as natural personal instinct to “feel good” & live…. proactive way.

    It shall surely bring salvation to me/individual as being part of the nature.

    Lily flower blossoms in mud & don’t worry about surroundings.

    S.P.Mehta
    +919429519598

    Like

  12. sacho dharm matapita chhe. hun roj samudra ane surya ne manoman vandan karu chhu. chokkas varg na yuvane mane puchhyu ke ava dhating sha mate?me kahyu tane aa duniya ma takavi rakhnar aaj tara mabaap chhe.taru astitva aa chhe pachhi taro dharm pachhi tara sadhu santo pachhi tara molvio ek geet ma kahyu chhe “hoga masiha samne tere fir bhi na tu bachh payega”.vadhu next time.aabhar.

    Like

  13. શું ધર્મ માનવને નીતીવાન બનાવે છે ?

    ધર્મ એટલે શું? અને નીતીમતા એટલે શું? તે જ્યા સુધી માનવ મનમાં સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ધર્મ માનવને નીતીવાન બનાવે છે? તે પ્રશ્નનો ચોક્કસ જવાબ આપી ન શકાય.

    વ્યાકરણ શાસ્ત્રપ્રમાણે ’ધારયતિ ઈતી ધર્મ’ એટલે કે પદાર્થ, પ્રાણી, વનસ્પતિ કે મનુષ્યો જે સહજ રીતે ધારણ કરી શકે તેને ધર્મ કહેવાય. દેશ, કાળ અને સ્થળ પ્રમાણે મનુષ્યોના રસ, રુચી અને પ્રકૃતિ જુદા જુદા હોય છે તેથી પ્રત્યેક મનુષ્ય માટે એક સ્વતંત્ર ધર્મ હોય તે ઈષ્ટ છે. એક જ ઘરમાં રહેતા જુદા જુદા સભ્યોની પ્રકૃતિ જુદી જુદી હોય છે તેથી તો દરેકને માટે અલગ અલગ વ્યવસ્થા અને નિયમો હોય છે. તેથી સહુ કોઈ પોતાના ધર્મને યથાર્થ રીતે સમજે તો તેને નીતીમતા સુધી વીસ્તારી શકે અન્યથા જે ધર્મ શું છે તે જ જ્યા સુધી ન સમજતા હોય ત્યાં તેને નીતીમતા સાથે સાંકળવું હાસ્યાસ્પદ ગણાશે.

    હિંદુ, મુસ્લિમ, ઈસાઈ કે અન્ય જે નામો છે તે તો માત્ર વાડાબંધી છે. સનાતન ધર્મ જે સનાતન હોય તેનો હોઈ શકે. ચૈતન્ય એટલેકે આ સૃષ્ટિને સત્તા આપતુ બળ શાશ્વત હોવાથી તે ચૈતન્યના સ્વરૂપ લક્ષણો સત, ચિત અને આનંદ તરફ જે સિધ્ધાંતો નીર્દેશ કરે છે તે સિદ્ધાંતો પણ સનાતન રહેવાના. કારણ કે આ સૃષ્ટિ હોય કે ન હોય તે ચૈતન્યને તેનાથી કશો ફેર નથી પડતો પણ આ સૃષ્ટિને રંગમંચ તરીકે તે ચૈતન્યની આવશ્યકતા હંમેશા રહે છે તેથી તે ચૈતન્યને અભિવ્યક્ત કરતા સિદ્ધાંતોને સનાતન કહેવામાં આવે છે.

    નીતીમતા પણ દેશ, કાળ અને સમાજની પરિસ્થિતિ ને અધારે બદલાય છે. એક જ ક્રીયાને નીતી પણ કહી શકાય અને અનીતી પણ કહી શકાય. ડોક્ટર દર્દીનું ઓપરેશન કરવા પેટ ચીરે તો તે નીતી છે, અને લૂંટારો લૂંટ કરવા માટે છરી હુલાવે તો તે અનીતી છે. પણ બંને એમ જ કહેવાના કે મે તો મારો ધર્મ બજાવ્યો છે. તેથી ક્રીયાનું પરીણામ કેવું છે અને ક્રીયાની પાછળનો ભાવ કેવો છે તેને અધારે નીતી કે અનીતી નક્કી થાય.

    ટુંકમાં આ બંને બાબતો ઘણી સુક્ષ્મ છે અને તે દીશામાં વાચકોની Windows – 7 એટલે કે વીચારવાની બારી ખોલવા બદલ ધન્યવાદ.

    Like

  14. સુંદર..સુંદર..સુંદર..સુંદર..સુંદર..સુંદર..સુંદર..સુંદર..સુંદર..સુંદર..
    ચિંતનાત્મક, આંખ ઉઘાડનાર, વિચારપ્રેરક લેખ.

    Like

  15. i had probably read in Swami Satchidanand’s ‘ADHOGATINUN MOOL’ about beef-eating Brahmins but would like to thank BHUPENDRASINH RAOL for providing exact references from ancient brahminic literature.

    For Brahmins are apt in denying whatever is inconvenient to them in modern context, saying the same was not there in the original texts and they are interpolations.

    incidentally, i am reading a book called SOCIOLOGY OF SECRET LANGUAGES that sheds light on the parasite communities that require to create their argot to cheat, exploit and fool their victims – and not to my surprise Brahmins in general and Pandas in particular are there in the company of other criminal tribes.

    And one has to agree therefore that it is the ingenuity and adaptability of the Brahmins that they not only survive but thrive in the name of religion even in this modern era. They could even successfully shed the explicitly meaningful name of their religion – BRAHMINISM – that served their interests in the past and began calling it HINDUISM to fool the other three Varnas.

    This is just an example from the Indian experience. People from other parts of the world have their own parasite class armed with a religion declaring different nomenclature. Only rationalism can help identify the real culprits of humanity. Let us work for that so that people can live happily, enjoying the fruits of their labour.

    NEERAV PATEL

    Like

  16. શાંતી માટે જરૂરી એવું મન સમાધાન કરવા માટેની અનેક રીતોમાંની એક તે ધર્મની અંધશ્રધ્ધા ! આવા અંધ શ્રધ્ધાળુ લોકોની દેખીતી મૃદુતા પાછળ કેટલીકવાર મોટી ક્રુરતા છુપાયેલી હોય છે અને તે દેખાય ન જાય તે માટેની તરકીબો તેમને હસ્તગત હોય છે. આવું રેશનાલીસ્ટોમાં પણ જોવા મળે છે. ફર્ક એટલો કે તેઓ મન સમાધાન માટે ધર્મ સિવાયની અન્ય રીતો અપનાવતા હોય છે.

    Like

  17. શ્રી ગોવીંદભાઇ, ધવલભાઇનો સુંદર અને ખાસ તો વિચારવંત લેખ મુકવા બદલ ધન્યવાદ. હું તો ટુંકમાં એટલું જ સમજું છું કે “નિતિમતા એ જ ધર્મ” બાકી અત્યારે જેને ધર્મ તરીકે ઓળખાવાય છે તે કોઇને નિતિવાન બનાવવાનું સામર્થ્ય ધરાવતા હોય તેવું દેખાતું તો નથી ! અને હા આ ૨૭ ઓગસ્ટના સમાચાર આપવા બદલ પણ ખુબખુબ આભાર.

    Like

  18. શ્રી ગોવિંદભાઈ
    વિદ્વાન-ચિતક અને તત્ત્વજ્ઞાતા પ્રો.ધવલનો લેખ વાંચ્યો. તેના ઉપર આવેલા અનેક વિદ્વવાનો-અભ્યાસુઓ-ચિતકો વગેરેના અનેક ધર્મ ગ્રંથોના ઉલલેખો ટાંકતા અને વિદ્વતાથી ભરપૂર પ્રતિભાવો પણ વાંચી મારે શું પ્રતિભાવ આપવો તેની મૂઝવણ અનુભવી ! કારણ હું તો એક કાંઠે ઉભેલો છ્બછબીઆ કરનારો બિલકુલ ઉપલકિયો સાધારણ વાચક છું. ત્યારે આવા ગહન વિષય ઉપર કંઈ લખવું તે માત્ર દ્વિધા જ નહોતો અનુભવતો પરંતુ વાઘની બોડમાં પ્રવેશવા જેટલો ડર લાગતો હતો. પરંતુ એક વાત તો ખરી કે આ લેખે તમામ વાચકને ગંભીરતા પૂર્વક વિચારતા કર્યા છે. It is highly thought provoking અને હું પણ તેમાં બાકાત નથી. અને ખૂબ જ વિચારણાને અંતે પ્રતિભાવ જણાવવો તેવું મનોમન નક્કી કરી આ લખવા બેઠો છું. આ વિષય ઉપર મારી સામાન્ય સમજ પ્રમાણે મારો પ્રતિભાવ જણાવું તે પહેલા એક વાત સ્પષ્ટ કરી લઉ છું કે મારો પ્રતિભાવ એ કોઈ પૂર્વગ્રહ પ્રેરિત કે કોઈની અવહેલના કે અપમાન કે લાગણી દુભાવવાનો પ્રયાસ નથી. માત્ર મારી નાની એવી સમજ પ્રમાણે આ લખી રહ્યો છું તો તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવા વિનંતિ છે. મારી સમજ પ્રમાણે ધર્મ અને નીતિ એક જ સિક્કાની બે બાજુ છે. ધર્મ કોઈને શીખવી શકાતો નથી એ અંદરથી ઉગે છે અને જે અંદરથી ઉગે તે વ્યક્તિને આપો આપ નીતિવાન બનાવી દે છે. મનુષ્યની ઉત્પતિનો અભ્યાસ કરીએ તો શરૂઆતના સમયમાં ટોળામાં રહેતો ત્યારે લો ઓફ નેચર પ્રમાણે જીવન બસર કરતો કાળક્ર્મે આ ટોળામાં સાથે રહેવાના નિયમો બન્યા હોવા જોઈએ. આવા અનેક ટોળાઑ પૃથ્વી ઉપર અલગ અલગ સ્થળોએ ઉદભવ્યા. સમય જતાં પોતે અન્ય પશુ-પક્ષીઓથી વિશેષ કોઈક તત્ત્વ ધરાવે છે તે વિષે સભાન બન્યો ઉપરાંત ટોળામાં જે નિયમો બન્યા હશે તેનો ભંગ કરી વ્યક્તિગત વર્ચસ્વ/પ્રભુત્વ વધારવા કે મેળવવા સંઘર્ષ શરૂ થયા હશે તો અન્ય ટોળાઓ એક બીજા ઉપર પ્રભુત્વ મેળવવા લડાઈ/યુધ્ધ્/કત્લેઆમ પણ કરવા લાગ્યા. સાથો સાથ બુધ્ધિથી સભાન બન્યો અને સુસંસ્કૃત બન્યો પરંતુ સાથોસાથ પ્રાકૃતિક નિયમો ( LAW OF NATURE ) ની અવગણના કરી તેની વિરુધ્ધ્ની જીવન શૈલી અપનાવી પરિણામે અંદરોઅંદર વર્ચસ્વ જમાવવાની હરિફાઈ શરૂ થઈ જે અનેક પ્રકારના યુધ્ધોમાં પરિણમી આવા યુધ્ધોને ધર્મનો આંચળો પણ પહેરાવવામાં આવ્યો અને મારી સમજ પ્રમાણે આ બુધ્ધિનો વ્યભિચાર શરૂ થયો ! લો ઓફ નેચર પ્રમાણે જીવતા અનેક પશુ-પક્ષીઓ ક્યારે ય પોતાની જાતના પશુ કે પક્ષીની હત્યા કરતા જોવા મળતા નથી. સૃષ્ટિમાં વિચરતા દરેક મનુષ્ય્-પશુ-પક્ષીમાં ભૂખ્-તરસ-જીજીવિષા-આત્મરક્ષણ અર્થાત ઘર્/માળૉ/ગુફા અને સેક્સની વૃતિઓ પ્રાકૃતિક રીતે રહેલી છે અને જીવવામાં આ જ વૃતિઓ મુખ્યત્વે ભાગ ભજવે છે. માત્ર એક મનુષ્યમાં જ પોતાની વાત ધર્મ કે નીતિ સાથે જોડી સાચી જ છે તેવો દુરાગ્રહ્/હઠાગ્રહ હોવાથી આ વૃતિ તેનાથી વિરૂધ્ધ વિચારો ધરાવનારા ઉપર વર્ચસ્વ/પ્રભુત્વ મેળવવા ગમે તે માર્ગ ધર્મ કે નીતિને નામે અખત્યાર કરી સંઘર્ષ/લડાઈ/યુધ્ધ કે કતલ કરતો રહે છે. ઉપરાંત સમાજમાં કહેવાતા ધર્મના બાહ્યાચારને જ પ્રાધાન્ય અપાયું છે કે મળતું રહ્યું છે.પોતાની જાતને ધાર્મિક કહેવડાવવા વ્યક્તિ બાહ્યાચારનો આડંબર કરતો રહે છે. ધાર્મિક જનાતી વ્યક્તિ નીતિવાન ના પણ હોઈ શકે !
    અંતમાં મારી નાની એવી સમજ પ્રમાણે ગુજરાતના એક જાણીતા હાસ્ય કલાકાર શ્રી શહાબુદીન રાઠોડની એક વાત મને યાદ આવે છે જે મારા દિલમાં વર્ષો થયા ચોટી ગઈ છે. સમાજમાં સારા-માઠા પ્રસંગે સ્વજનો-સગા-વહાલા મળતા હોય છે ત્યારે યજમાનને આવા પ્રસંગોમાં કોઈ કામ કાજ હોય તો કહેવાનો વિવેક કરવાનું ચૂકતા નથી જવાબમાં શહાબુદીન ભાઈ કહે છે કે “નડો મા” અને જો આ શબ્દને તેના ખરા અર્થમાં આત્મસાત કરી લેવામાં આવે તો ધર્મ અને નીતિ બંને જળવાઈ રહે ! અસ્તુ !

    Like

  19. શ્રી અરવિંદભાઇ, પ્રથમ તો આપની સાદગીને પ્રણામ. અને આપના કેટલાક મને ગમેલા વાક્યો;
    * “ધર્મ અને નીતિ એક જ સિક્કાની બે બાજુ છે.”
    * “ધર્મ કોઈને શીખવી શકાતો નથી એ અંદરથી ઉગે છે અને જે અંદરથી ઉગે તે વ્યક્તિને આપો આપ નીતિવાન બનાવી દે છે.”
    આપે ધર્મ અને ધર્મયુદ્ધોના ઉદ્‌ભવનું જે કારણ અને ક્રમ બતાવ્યા તે મને તો એકદમ સચોટ લાગ્યું. મનુષ્ય જેમ જેમ પ્રકૃતિથી અને પ્રકૃતિના નિયમોથી ( LAW OF NATURE ) દુર જતો ગયો તેમ ધર્મની જરૂરીયાત વધતી ચાલી. એકદમ સચોટ તારણ આપે કાઢ્યું છે. કુદરતમાં સામાન્ય રીતે, લેખમાં લેખકશ્રીએ વર્ણવ્યું તેમ, માર-કાટને બદલે ભાગવાની વૃતિ પ્રબળ હોય છે. પરંતુ પ્રભુત્વ ધરાવવા ઇચ્છનારાઓ માટે આ કુદરતીવૃતિને દબાવી અને લોકોને લડાવવા પ્રેરવા માટે “ધર્મયુદ્ધો” એ ઉપયોગી સાધન બન્યું છે. કોઇ એક ચિંતકે ધર્મને અફિણ કહ્યો કારણકે ધર્મની ઓથ લઇ, ધર્મના નશામાં, પ્રકૃતિના નિયમોને અતિક્રમી અને પોતાનો સ્વાર્થ સાધી શકાય છે. પણ જ્યાં જાણ્યા સમજ્યા વગર ધર્મ એટલે ફરજ કે જીવન પધ્ધત્તી ને બદલે ફક્ત કર્મકાંડ કે ઉંચ-નીચ જેવી વ્યાખ્યાઓ ગણાતો હોય ત્યાં વિચારવંતોએ ફક્ત અરણ્યરુદન કરવાનું જ રહે છે. આભાર.

    Like

  20. સ્વાગત,

    શ્રી અરવિંદ અડાલજા નો સુંદર પ્રતિભાવ વાંચ્યો
    ધર્મ અને નીતિ એકજ સિક્કાની બે બાજુ છે એ વિચાર સમજાયો
    મારું માનવું છે કે ધર્મ સંજોગ/પરિસ્થિતિ પ્રેરિત હોઈ શકે પણ નીતિ સ્વયંભુ / સ્વ-ચેતના પ્રેરિત છે; આપણી અંદર બિરાજેલા પરમાત્મા પ્રેરિત છે માટે સહજ સ્ફુરેલી પ્રેરણા ને અનુસરતી નીતિ સાચીજ હોય એવી શ્રદ્ધા રાખવી ઘટે.
    કદાચ ધર્મ નીતિ પ્રેરિત હોઈ શકે
    આત્મા જે ન કબુલે એ ધર્મ ન હોઈ શકે.
    નીતિ ને સંખ્યા ને ત્રાજવે તોળવાની આવશ્યકતા નથી
    નીતિ ને બહુ સંખ્યા શું કરે છે તેની જોડે સંબંધ નથી.

    શૈલેષ મેહતા
    S.P. Mehta. (+ 919429519598)
    Res: +917926769598
    Voip: +13124502755

    E-mail mehtasp25@gmail.com
    http://www.mehtasp.blogspot.com

    Member : http://www.innovativequalitygroup.org/

    Shreemad Bhagvad Geeta – Prashnottar

    Shreemad Bhagvad geeta – Spast Aadesh

    Writings of SPM

    Gujarati Collection

    Like

  21. આજ સુધી જગતનો સમાજ નીતિવાન છે એનુ કારણ ધર્મ જ છે.

    ભણતર તો અત્યારે ૧૦૦-૧૫૦ વરસ થયા પ્રગટ થયુ છે અને ભણતર જ મનુષ્યને વધુ પાપી કામો કરાવે છે, આધુનિક યુધ્ધો કરાવે છે, એટમ બોંબ, નેપામ બોંબ, કેમીકલ બોંબ, અને માનવસંહાર કરાવે છે, મિલકતને નુકસાન પણ કરાવે છે, યેનકેન પ્રકારે નફાખોરી (પ્રોફીટેબ્લીટી) શીખવે છે, ભેળસેળ શીખવે છે (ફુડ એડલ્ટરેશન), કરચોરી શીખવે છે (ફેક એકાઉંટીગ), ખોટાને સાચુ અને સાચાને ખોટુ કરાવે છે (વકીલો), શારીરીક અંગોની ચોરી પણ શીખવે છે (મેડીકલ સાયન્સ), અને એથીએ વધુ મનુષ્યને જ મનુષ્યનો ગુલામ બનાવે છે જ્યારે ધર્મ તો થોડા અપવાદની બાદબાકીએ મનુષ્યને રાહ ચીધે જ છે…. ભલે ભૌતિક સમ્રુધ્ધી ન આપે શકે પણ સાચી માનસિક શાંતિ તો આપી શકે છે ને !! મન ને, હ્ર્દયને ધરપત તો આપી શકે છે, આશા પર આપે જ છે ને!! એટલે મારા મતે, ધર્મની સમજ જ મનુષ્યને નીતિવાન બનાવે જ છે.

    Like

  22. આ પોસ્ટ એટલે “ધવલ મેહતા”નો લેખ !..એમાં ઉચ્ચ વિચારોરૂપી ચર્ચા છે !..એમણે માનવની “નૈતીકતા”વિષે ભાર મુક્યો છે, અને અત્યારે ચાલી રહેલા “ધર્મો”ને પ્રમાણ આપતા, મત આપ્યો કે ધર્મની વિચારધારામાં પાપ/પુન્યના વિચારો સાથે “વીશકુલ થીંકીંગ” હોય છે..જ્યારે “રેસનાલીસ્ટ થીંકીંગ”માં “બ્રોડ થીંકીંગ” હોય શકે !..અને, વધુ ચર્ચા કરતા, લખ્યું કે “શ્રધ્ધાવાનોમાં બહું ઓછા લોક દયાળુ જોવા મળે છે “…અને, અંતે સવાલ કર્યો કે સમગ્ર માનવ જાત માટે “નૈતીકતા” કેવી રીતે હોય શકે ?

    આ લેખ વાંચી, અનેકે પ્રતિભાવો આપ્યા…આ બધા જ પ્રતિભાવોમાં અનેક “રેસનાલીસ્ટ”હોય એવું લાગ્યું !…રેસનાલીસ્ટ હોવું જરા પણ ખોટું નથી..પણ, એ સૌના પ્રતિભાવો ઉંડાણથી વાંચતા મને થાય કે જેણે ધર્મપ્રેમી હોય અને એવા વિચાર દર્શાવનારા એના દુશ્મન હોય એવું એમના શબ્દો કહે છે..ફક્ત ટીકાઓથી ભરપુર ! કોઈ વાર તો એવું લાગે કે ધર્મપ્રેમીઓ બધા જાણે “મુરખો” !….કોઈકે ધર્મના વિષે “બે શબ્દો”લખ્યા એટલે તરત જ વિરોધ સાથે ધર્મની ટીકાઓ !…જાણે, ધર્મપ્રેમી પાસે “સારા વિચારો” હોય જ ના !…આવું વર્તન ધર્મપ્રેમી કે રેસનાલીસ્ટનું હોય, એ જરા પણ કોઈને જ ના શોભે !

    હવે, મારે કંઈક લખવું છે>>>>

    આ જગતને નિહાળો ! જુદા જુદા પ્રાણીઓ સાથે છે માનવજાત !…અને એક માનવી છે કે જેને સ્વતંત્ર વિચારધારા છે. જે થકી, એ ધર્મપ્રેમી/નાસ્તિક..કે રેસનાલીસ્ટ/નોન-રેસનાલીસ્ટ હોય શકે.

    માનવી યુગોથી વિચારો કરતો જ આવ્યો છે …જે થકી, “વિજ્ઞાન કે સાયન્સ”નો જન્મ થયો..રેસનાલીસ્ટ સાયન્ટીસ્ટને પોતાનો ગણે…પણ, આ સાયન્ટીસ્ટ ધર્મપ્રેમી પણ હોય શકે. જો એવી વ્યક્તિ કોઈ નવી શોધ કરે તો ?? શું રેસનાલીસ્ટો ગર્વ લેવા ઈનકાર કરશે ?

    મારો કહેવાનો મત એટલો જ ધર્મનો આધાર લેનારાઓ જ્યારે પુર્ણ જ્ઞાન મેળવે ત્યારે એ ઉચ્ચ સ્થાને હોય છે એ અંધશ્રધ્ધાઓથી પર હોય છે..એ “પરમ તત્વ” ની સમજમાં હોય છે, એનામાં “માનવતા” પુર્ણ રીતે ખીલી હોય છે !

    રેસનાલીસ્ટ ભલે એ એના વિચારોમાં રહે…પણ જે ધટના થઈ હોય તેને “સત્ય કે સારૂં”છે કે નહી એ ભાવે નિહાળી, એનો સ્વીકાર કરે, અને કાર્યકરનારનો “લેબલ”ને ના નિહાળે…એ ફક્ત માનવીમાં “માનવતા”ના દર્શન કરવા માટે આતુર રહે !

    જો આ પ્રમાણે જ્યારે શક્ય હશે ત્યારે ધવલ મેહ્તાના છેલ્લા સવાલનો જવાબ દુર ના હશે !

    >>>ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી.
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Govindbhai..YOU and your READERS are invited to my Blog Chandrapukar !

    Like

  23. I am so happy to see that the debate started by me is going a long way. Let’s continue this respecting each other’s views. The question raised is whether morality is directly related to the religion? And whether religious persons can be morals or immorals?

    I think religion plays an important role in shaping any individual. It totoally depends up on the the persons who teaches it and also his/her intent to do so. We see most of the preachers of modern day running after money. They are businessmen selling religions for their own benefits and not the benefits of mankind as a whole. There are others whom I some time call ‘Hijackers of Faith.’ These people are dangerous. They too highjack faith for their own benefits and doing so don’t care for anyone. These people are always indulged into immoral acts.

    Now, look at the other side. I mean Rationalists. Being followers of ‘Evolution Theory’ they are not able to see any good in religion!! Living life against the teachings of religion is endorsed by them. Male and female living together without marriage and producing children is ok for ratioalists. They see no immorality in this kind of acts!!

    Summing up I can say that it all depend up on individuals to practice morality without following or not following any faith. After all ‘Karma’ of individuls that counts. Good or bad acts can be defined as moral or immoral. Let’s all strive to do the best for the society and humanity.

    Dr. Chandravadan is right when he says that let each other respect viws of each other. Debate should continue without any prejudice.

    Like

  24. શ્રી દીપકભાઇ, નમસ્કાર.
    સૌ પ્રથમ તો આપે રસપૂર્વક મારો પ્રતિભાવ વાંચી અને આગળ માર્ગદર્શન કર્યું તે બદલ આપનો ધન્યવાદ. આપની એ વાત શાથે સહમત છું જ કે દરેકે પોતાની સમજ અને મત પ્રમાણે અનુવાદો કરેલા હોય છે. આપે આપેલો અનુવાદ જો કે મેં જાણેલો ન હતો, પરંતુ તે પ્રમાણે પણ અનુવાદ થઇ શકે છે. એ વાત પણ સમજાય છે કે કોઇ સમયે, ભારતવર્ષના કોઇ કોઇ સમાજમાં, કદાચ ગૌમાંસ ખાવાનું અજુગતું લેખાતું નહીં હોય. (અને આજે પણ લેખાતું નથી) અને ગાયો (કે કોઇપણ પાલતુ પશુઓ) વેદકાળમાં આવક અને વૈભવનું મુખ્ય સાધન હશે તેથી તેમનું રક્ષણ કરવું વગેરે બાબતો પર વધુ ભાર મુકાયો હોઇ શકે, જે પછીથી કદાચ ધર્મ શાથે જોડાયું હોય. છતાં શ્રી સાતવળેકરજીએ પણ સાવધાનીપૂર્વક અનુવાદ કર્યો તે દર્શાવે છે કે અનુવાદકારે સાંપ્રત સમયને અને સાંપ્રત સમયના રિતરિવાજોને પણ સન્માન આપવું તેવી પ્રથા તો હશે.

    શ્રી સાયણાચાર્યજી અને તેમના બંધુ શ્રી માધવાચાર્યજીએ (કે જેઓ પછીથી એક સંપ્રદાયના કર્તા ગણાયા, જો કે કોઇ કોઇ તે માધવાચાર્યને અલગ ગણે છે !) વેદ-વેદાંત પર સૌ પ્રથમ વખત ભાષ્ય બનાવ્યા હતા, તેઓએ જો કે મુખ્યત્વે તેમાંના યાજ્ઞિક વિધી-વિધાનોને વધુ મહત્વ આપેલું પરંતુ તેમના અધ્યાત્મિક અર્થો પણ ઠીકઠીક પ્રકાશિત કરેલા. શ્રી મેક્ષમુલરે (તેમના દાવા અનુસાર) તેમના જ ભાષ્યોને આધારે વેદમંત્રોનું અંગ્રેજી રૂપાંતરણ કરેલું છે. જેમાં પણ ત્યારના સમયાનૂસાર કંઇ કંઇ ફેરફાર આવી ગયા હોઇ તેવું પણ બને. અંતે આપની એ વાત શાથે સંપૂર્ણ સહમત કે “સાતત્યની શોધ પરિવર્તનની શક્યતાને નકારી કાઢે છે” અને આપણો પ્રયાસ પણ દરેક બાબતને વિવિધ કોણથી, વિવિધ લોકોના દૃષ્ટિકોણથી, સમજવાનો રહે તો વધુ સારૂં જ્ઞાનૌપાર્જન થઇ શકે. શ્રી ભુપેન્દ્રસિંહજીએ શ્રી મેક્ષમુલર દ્વારા, મેં શ્રી દયાનંદજી દ્વારા અને આપે શ્રી સાતવળેકરજી દ્વારા અપાયેલા થોડા-થોડા ભિન્ન અનુવાદો રજુ કર્યા તો આપણે હવે એક એક ને બદલે ત્રણ ત્રણ દૃષ્ટિકોણ જાણતા થયા. કદાચ આગળ પણ વધુ જાણવા મળે. જે સર્વ પર તટસ્થભાવે વિચાર કરવો જરૂરી છે.

    અહીં હું વધુમાં એટલું જણાવવાની અનુમતી લઇશ કે ખાન-પાનને વ્યક્તિની શ્રેષ્ઠતા કે નિમ્નતાનું કારણ ગણવું યોગ્ય નથી શાથે શાથે જે તે શાસન (દેશ-રાજ્ય)ના કાનૂનનો ભંગ ન થાય અને પોતાને અનુકુળ આવે તેવું કંઇ પણ ખાન-પાન કરવા માટે ધર્મગ્રંથોનો સહારો કે ધર્મગ્રંથોને આધારે પ્રમાણિત કરવાની (જસ્ટિફાય) પણ શું આવશ્યકતા છે ? ધારો કે વેદના મંત્રોનો ગૌમાંસ ખાવું તેવો અર્થ સ્વિકારીએ અને તેથી ગૌમાંસ ખાવું તેમ કરીએ કે ન કરીએ તો પણ તેમાં ’સત્ય આચરણ’, ’ધર્માચરણ’, ’સદ્‌ભાવ’ વગેરે વગેરે જે (અને ભાગ્યે જ ક્યાંય પળાતી) બાબતો લખી છે તેનું આચરણ કરવું તો જરૂરી બને કે નહીં ? (આ પ્રશ્ન અંગત ચર્ચા માટેનો નહીં પણ સમગ્ર સમાજ માટેનો છે.) આપે સુંદર માહિતીઓ આપી, આગળ પણ આપના ઉત્તમ વિચારો અમને માર્ગદર્શક બને તેવી અભ્યર્થનાસહઃ આભાર.

    Like

    1. પ્રિય અશોકભાઈ,
      તમારો પ્રતિભાવ ગમ્યો. મેં જ્યારે સાતત્યની શોધ પરિવર્તનની શક્યતાને નકારે છે ત્યારે મારો કહેવાનો હેતુ એ જ હતો કે જુદા જુદા સમયે અને એક જ સમયે જુદા જુદા લોકોમાં આહારવિહારના અને બીજા ઘણા વિચારો હતા પરંતુ આજે કહીએ કે પુરાતન કાળમાં બધું એક સરખું હતું, તો એ ખોટું હશે. જેમ બીફ ખાવા-ન ખાવા વિશે આપણે ચોક્કસપણે એક જ અભિપ્રાયને માનીએ (તરફેણમાં કે વિરોધમાં) એ બરાબર નથી અને આ મુદ્દા પર વિવાદ ન થવા જોઇએ. વેદકાળમાં બીફ ખાતા, એટલે મારી પણ ખાવાની ફરજ (અથવા ખાવાનો અધિકાર) છે એવું નથી. એ જ રીતે એનાથી ઉલ્ટું પણ સાચું નથી. માત્ર બીફ નહીં, ઋગ્વેદમાં મૃત્યુ પછીના સંસ્કાર પણ વિવિધ પ્રકારના જોવા મળે છે – અગ્નિસંસ્કાર, ભૂમિસંસ્કાર, જળસંસ્કાર અને ચોથા પારસીઓની પદ્ધતિના સંસ્કાર. પારસીઓ પણ મૂળ તો ઋગ્વેદથી પણ પ્રાચીન – અવેસ્તાના કાળના આર્યો છે! જેમ બીફનું તેમ જ આનું પણ છે – ખાનપાન જેમ મૂળ વસ્તુ નથી,તેમ મૃત્યુ પછીના પણ સંસ્કાર મૂળ વસ્તુ નથી. આજે હિન્દુઓ બીફ નથી ખાતા અને માત્ર અગ્નિસંસ્કાર કરે છે એ સાચું છે, પરંતુ એને કારણે એમ ન કહી શકાય કે હંમેશાં આમ જ હતું – અને હંમેશાં આવું જ ન હોય તો એમાં બહુ શરમાવા જેવું નથી. આપણે કહી શકીએ કે અમુક કાળે અમુક માન્યતાઓ હતી અને પછી એમાં ફેરફારો થયા, અને આજે અમુક બિંદુ પર આ ફેરફારો કેન્દ્રિત થયા છે. ભવિષ્યમાં એમાં પણ પરિવર્તનો આવી શકે છે.
      હું તમારી વાત સાથે સંમત છું કે ” ખાન-પાનને વ્યક્તિની શ્રેષ્ઠતા કે નિમ્નતાનું કારણ ગણવું યોગ્ય નથી શાથે શાથે જે તે શાસન (દેશ-રાજ્ય)ના કાનૂનનો ભંગ ન થાય અને પોતાને અનુકુળ આવે તેવું કંઇ પણ ખાન-પાન કરવા માટે ધર્મગ્રંથોનો સહારો કે ધર્મગ્રંથોને આધારે પ્રમાણિત કરવાની (જસ્ટિફાય) પણ શું આવશ્યકતા છે”
      હકાર અને નકાર, કશા માટે ધર્મગ્રંથોનો સહારો લેવાની જરૂર નથી જ નથી. વ્યક્તિ પોતે જ નક્કી કરે.

      Like

  25. Dear Pherozebhai,
    Your presentation is always impressive and I was glad to know that you ate publishing a paper from Toronto. You have put up a very valid question: ” The question raised is whether morality is directly related to the religion? And whether religious persons can be morals or immorals?” I hope you agree that morality is not at all related to religion. On the other hand, religion is likely to have taken over some of the elements of morality. Unfortunately, the religion tends to form groups which is not the case with morality. Either one is moral or immoral. My moral values have nothing to do with religion. Not to hurt anybody is a tenet of morality adopted by religions. But do we see any religion really preaching it? Unfortunately, No.

    I find it difficult to accept your comment about rationalists that “Male and female living together without marriage and producing children is ok for ratio(n)alists. They see no immorality in this kind of acts!!” I think it is immoral to produce children if you are not willing to support them. You will agree that there are people in marital bonds who do not care for their children. You may also agree that a vast majority of children are bon of accepted. legal wedlock! It would be too much to say that rationalists propagate such views. Most of the time marriage is a ritual and nothing else. It fosters the feeling of possessing a woman, ruling over the xhildren and continue the process of familial lineage. Why do people marry? Physical needs could be one reason but mostly there are other reasons like continuation of family line etc. What way is it moral to think that by a hook or by a crook.male domination must continue.
    Please do not think that I am in a “live-in” relationship or supporting it. My only criterian is: what happens ro children aand how they are beong looked after? This is morality and not the religion which taught us not to marry outside the caste, religion etc.

    Like

  26. Dear Dipak bhai, Thanks for offering your comments on my views. Yes, I fully agree with you taht legally and religiously weded people neglact their children. Also marriages give rights to males to dominate females. This is a part of tardition in Indian subcontinent. If one looks at the Western society where they they practice ‘Equality’ the picture is more abysmal. Here children are known by their mother’s name. Eighty to ninety percent youth doesn’t know who thweir fathers are!!

    In my opinion ‘Freedom’ is most abused in this part of the world. ‘Swachhandata’ is termed as ‘Swatantrata!!’ Being a journalist I came across many Blacks and Whites and belive me many have confided to me that they want to turn thier community/societ again from ‘Me’ to ‘We.’ Many females I speak to appreciate and say openly in forums that they prefer male dominence!! Please don’t think that I personally approve this view.

    So they want to regain what they lost and we want to leave what we have. Well, everyone has the choice. One thing I agree that to be moral one need not require religion. Without religion too one can be moral and with religion one can be immoral.

    Wishing you all friends a nice time.
    Well, Toronto is becoming colder. Short summer is about to bid bye.

    Like

  27. વહાલા વાંચક/ચિંતક મિત્રો

    જો આપણે આપણું અસ્તિત્વ અને તેને બાંધતા પરિબળો ને સમજી લઈએ તો આવા પ્રશ્નો નહીં ઉભા થાય.

    જો આપણે કુદરત ના પરિબળો ના અંશ તરીકે આપણી જાત ને સ્વીકાર્શું તો ‘હું’ અને ‘મારું’ એવા શુલ્લક પ્રશ્નો માં થી બહાર આવી શકીશું

    આપણા વિચાર અને આચાર નિર્મળ થશે અને અહં ભાવ નો નાશ થશે. સારા-સાર નો વિવેક કેળવાશે અને કર્મો સ્વાભાવિક થશે.

    તર્ક-વિતર્ક થી દૂર રહી સ્વાભાવિક કર્મો પ્રયત્ન પૂર્વક કર્યે જવા એઅજ સ્વધર્મ /નૈતિકતા. કર્મ-કુશળતા પણ તેનુજ નામ.

    આવી પાયાની સમજણ માં વિવાદ ને સ્થાન જ નથી કારણ એનો કોઈ પર્યાય નથી.

    શૈલેષ મેહતા

    S.P. Mehta.
    E-mail mehtasp25@gmail.com
    http://www.mehtasp.blogspot.com

    Shreemad Bhagvad Geeta – Prashnottar

    Shreemad Bhagvad geeta – Spast Aadesh

    Writings of SPM

    Gujarati Collection

    Pl. Save a tree. Don’t print this e-mail unless it’s really necessary

    Like

  28. Very very good articles and thoughts of learned people in this blog. I really like this and wish all the best.

    We need such knowledge.

    Navin Banker ( Houston)
    713-771-0050

    Like

  29. ગુલાબ ભાઈ ભેડા યાદ કરવા …..તારીખ ૧૨–૧૩ જુન ૨૦૧૦ના દીનોમાં મુમ્બઈમાં મળેલા ‘રૅશનાલીસ્ટ સમ્મેલન’માં વક્તાઓના પરીચય આપવામાં જ ઘણો સમય ન વપરાય અને બચેલો સમય વક્તાને સાંભળવા–સમજવામાં જ વપરાય તે હેતુસર તૈયાર કરેલી અને સમ્મેલનમાં સૌને આગોતરી આપેલી ‘પરીચય પુસ્તીકા’માંથી..સાભાર……

    Like

Leave a comment