એક ઘરડાંઘર એવું… ગમે સૌને રે’વું.

એક ઘરડાંઘર એવું… ગમે સૌને રે’વું.સ્વામીશ્રી સચ્ચીદાનન્દજીના વરદ હસ્તે જેનું અઢી વર્ષ પહેલાં ઉદ્ ઘાટન થયું હતું એ ઘરડાંઘર નજરે જોવાનું બન્યું. વૃદ્ધો સાથે વાતો કરી. આનન્દ થયો અને દુ:ખ પણ થયું. આનન્દ એ વાતનો કે બધાં સન્તુષ્ટ જણાતા હતાં. તેઓ સંસ્થાના વખાણ કરતાં હતાં તે કરતાંય તેમના ચેહરા પર જે આનન્દ દેખાતો હતો તે સંસ્થા માટેનું સાચું બોનાફાઈડ સર્ટીફીકેટ હતું.  એક વૃદ્ધાએ તો કહ્યું કે ‘અમને ઘર આંગણે જેટલાં સુખશાન્તી નથી મળ્યાં, તેટલાં અહીં મળ્યાં છે. આ લોકો જ અમારા સાચા દીકરાઓ છે!’ દુ:ખ કેમ થયું તે પણ જોઈએ.

દરેકની વ્યક્તીગત વીતક જાણી. ઘરડાંઘરમાં કેમ આવવું પડ્યું તે જાણ્યું. ચર્ચા દરમીયાન એક વૃદ્ધે કહ્યું ‘કદી કોઈ વૃદ્ધ અહીં શોખથી રહેવા આવતો નથી. જેમના શ્વાસ બાકી હોય અને સ્વજનોના દરવાજા બંધ થઈ ગયા હોય તેમણે બચેલી જીન્દગી માટે અહીં આવવું પડે છે.’ સૌની વાતનો પ્રધાન સુર એ હતો કે દીકરાઓ તો લડતા વઢતા વેઠી લેવા તૈયાર હતા, પણ વહુઓ કહેતી હતી કે ઘરમાં હવે તમે ના જોઈએ. વૃદ્ધે વૃદ્ધે વેદના જુદી હતી. આંખે આંખે આંસુ જુદાં હતાં. કોકને સન્તાનો ન હતાં. કોકને હતાં, તે ન હોવા બરાબર હતાં. કેટલાંક વળી સન્તાનોને  બધા પૈસા આપી દેવાની ભુલ કરી બેઠાં હતાં. (હુકમનું પત્તું વહેલુ ઉતરી દીધું હોવાથી વહુના હુકમને કારણે વનવાસ વેઠવાનો આવ્યો હતો) અનેક વીટમ્બણાઓથી ઘેરાયેલા વૃદ્ધો માટે એક માણસ સવાયો શ્રવણ બની રહ્યો હતો. એ દીકરો તે ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને સંચાલક એવા શ્રી સતીશ પટેલ. પીતા પ્રત્યેની લાગણીને કારણે એમણે દોઢ કરોડના ખર્ચે સ્વ. પીતાશ્રી ‘ભગુભાઈ ગોવીન્દજી પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ઘરડાંઘર’ સ્થાપ્યું. નામ આપ્યું– ‘માનવ મંદીર વૃદ્ધાશ્રમ’. સતીશભાઈએ વીગતો આપતાં કહ્યું: ‘અમે સરકારી સહાય લેતા નથી. ફ્કત ડોનેશન વડે રોજ માનવ મંદીરમાં આરતીનો દીવડો સળગે છે. વર્ષે દહાડે છથી સાત લાખનો ખર્ચ થાય છે. પ્રારમ્ભે ડોનેશન નહોતું મળતું, ત્યારે બધો ખર્ચ અમે ઉઠાવતા. અઘરું હતું; પણ વૃદ્ધો માટે કંઈક કરવાની ભાવના હતી તેથી પીતાજીની પુણ્ય સ્મૃતીરુપે આ કામ સુપેરે પાર પડ્યું. આજે ઘરડાંઓના ચહેરા પર આનન્દ જોઈને પૈસા વસુલ થયેલા લાગે છે…!’

વાતો દરમીયાન સતીશભાઈએ મહત્ત્વની વાત કરી. સમાજમાં દીકરી માટે તેનો પતી હોય છે, નાનાં સન્તાનો માટે તેનાં માબાપ હોય, પછી પત્ની અને સાસરીયાં વગેરે હોય; પણ ઘરડાં માબાપનું કોઈ હોતું નથી. ઘડપણમાં જો તેમની પાસે પૈસા ન હોય તો તેમની હાલત બુરી થઈ જાય છે. હું આસ્તીક છું; પણ મંદીરમાં સમય બગાડવાને બદલે ભગવાનને ગમે એવાં માનવસેવાનાં કામો કરું છું. ભગવાનને નજરમાં રાખીને વૃદ્ધોની દેખભાળ રાખવામાં સાચી પ્રભુભક્તી સમાયેલી છે.  એવી મારી માન્યતા છે. અહીં લાયબ્રેરીનો એ.સી. હૉલ છે. છાપાંઓ તથા મેગેઝીનો આવે છે. ખુણામાં ભગવાનનું નાનું મંદીર છે. વૃદ્ધો રોજ તેમાં આરતી કરે છે.

સતીશભાઈએ આગળ કહ્યું– ‘અમે મારી માતાના નામે અહીં એક સાઉન્ડ પ્રુફ સેન્ટ્રલી એ.સી. હૉલ બનાવવાના છીએ. જેનું બજેટ આશરે પંદર લાખથી વધુ થશે. પરન્તુ તેનાથી વૃદ્ધોની સુખશાન્તીમાં વધારો થશે. અત્યારે પણ દરેક રુમમાં મ્યુઝીક સીસ્ટમ છે. દરેક રુમમાં સંડાસ બાથરુમ તો ખરાં જ; પણ રુમની બહાર દરેક રુમ દીઠ સેપરેટ હીંચકો પણ મુક્યો છે. વૃદ્ધોના દવા વગેરેના ખર્ચ ટ્રસ્ટ ચુકવે છે. શરુઆતમાં વૃદ્ધો માટે ગરમ પાણીની તકલીફ હતી. દાંતેજના સેવાભાવી શ્રી છોટુભાઈએ બાણું હજારના ખર્ચે સોલર હીટર મુકાવી આપ્યું છે, ત્યારથી વૃદ્ધોને ચોવીસ કલાક ગરમ પાણી મળી રહે છે.  પત્તાં, કેરમ જેવી રમતો માટેનાં સાધનો પણ વસાવ્યાં છે. માઈક છે… હારમોનીયમ છે… વૃદ્ધો સુન્દર ભજનો ગાય તે અમે પણ માણીએ છીએ. તેમના આનન્દમાંથી અમને સાર્થકતાની પહોંચ મળે છે. અમે રુમે રુમે ફીલ્ટર વૉટરની વ્યવસ્થા કરી છે. બજારમાં ગમે તેટલું મોઘું શાકભાજી હોય; પણ ભોજનમાં નીયમીત લીલાં શાકભાજી, કઠોળ અને દુધ આપીએ છીએ. દરેક વૃદ્ધને રોજ રાત્રે ખાંડ, ઈલાયચી અને તુલસી નાંખીને ઉકાળેલું દુધ ફરજીયાત પીવડાવીએ છીએ. જેમની પાસે સેલફોન ન હોય તેમને માટે સંસ્થાના ફોનનું એક્સ્ટેન્શન આપ્યું છે. ગમે ત્યારે એમને ડૉક્ટરની જરુર પડતી હોય છે એથી ડૉ. વીનીત ચૌહાણ માનદ્સેવા આપે છે. જાણીતા યુરોલોજીસ્ટ ડૉ. પરેશ નાયક તો ડોનર અને વાઈસ પ્રેસીડેન્ટ તો ખરા જ; પણ સમય કાઢીને સંસ્થાની નીયમીત મુલાકાત લે છે. એટલું જ નહીં; કોઈ વૃદ્ધને એમના વીષયનો રોગ હોય તો વીના મુલ્યે તેની સારવાર પણ કરે છે. આ માનવ મન્દીર જે પીલરો (સ્થમ્ભો) પર ઉભું છે તેમાં આવા તો ઘણા મહત્વના માનવસ્થમ્ભોનો ફાળો રહેલો છે. સર્વશ્રી ડૉ. ખુશાલભાઈ, શકુન્તલાબહેન, અનુપભાઈ, વીક્રમભાઈ… અને પરદેશમાં બેઠાંબેઠાં અમારી કાળજી લેતાં અસંખ્ય મહાનુભવો અને અનેક દાનવીરો છે. કેટલાં નામ ગણાવું…?

વૃદ્ધોની માંદગી અંગેની માહીતી જણાવતાં સતીશભાઈએ કહ્યું– ‘અમારી પાસે પોતાની એમ્બ્યુલન્સ નથી; પણ જરુર પડે ત્યારે હું મારી ‘સ્કૉર્પીયો’ને એમ્બ્યુલન્સમાં તબદીલ કરી દઉં છું. રસોડામાં તમે જોશો તો મોટું ફ્રીઝ તો ખરું જ; પણ એ સીવાય ડીપ ફ્રીઝર પણ છે. જેમાં ઈલાયચી, કાચી કેરી, વટાણા, અથાણાં, મસાલા જેવાં પદાર્થો રખાય છે. સંસ્થા પાસે દળવાની ઘંટી, વોશીંગ મશીન બધું જ છે. સંસ્થાના વીકાસ માટે અમારે દાનની જરુર છે. પરન્તુ અમારી શરત એટલી કે… (શરત તો ન કહેવાય પણ અમારી ભાવના એ છે કે) તમે અહીં આવીને પહેલાં અમારું માનવ મન્દીર જુઓ. અહીં વૃદ્ધો માટે અમે કેવું સ્વર્ગ ઉભું કર્યું છે તે નજરે જુઓ. પછી યોગ્ય લાગે તો જ ડોનેશન આપો… દાન ભલે ન આપો પણ એકવાર મુલાકાત તો જરુર લો… ભોજનની વાત નીકળતાં એમણે કહ્યું, ‘વૃદ્ધોને અમે મહીનામાં બેથી ત્રણ વાર મીષ્ટાન્ન (શીરો, દુધપાક, શ્રીખંડ, સેવ વગેરે) આપીએ છીએ. આ સીવાય રોજ બે ટાઈમ ચા અને નાસ્તામાં બટાકાપૌંઆ, ઉપમા, ઈદડાં, ખમણ, ઈડલી વગેરે આપીએ છીએ. એ સીવાય તેમને વર્ષમાં ત્રણેકવાર ટુરમાં પણ લઈ જઈએ છીએ. એમાંનો એકાદ પ્રવાસ ધાર્મીક સ્થળોનો હોય અને બીજો સાપુતારા જેવા રમણીય સ્થળોનો હોય.’

અંતે મનોરમ્ય બાગ, લોન, એક્વેરીયમ અને સુંદર વૃક્ષો વગેરેથી શોભતું પટાંગણ બતાવી સતીશભાઈએ કહ્યું– ‘હમણાં એક સરકારી અધીકારી આ બધું જોઈને પ્રભાવીત થયા અને કહ્યું– ‘હું રીટાયર્ડ થયા પછી થોડા દીવસ ફેમીલી સાથે અહીં રહેવા આવવાનો છું…!’ તરેહ તરેહનાં દુ:ખ–દર્દોથી ભરેલા આ માનવસમાજમાં વૃદ્ધોને માટે આવું સુંદર માનવ મન્દીર સ્થાપનાર સતીશભાઈ અને સૌ દાતાઓ તથા ટ્રસ્ટી મહાનુભાવોને અભીનન્દન આપીએ.. બહાર નીકળ્યો ત્યારે ચીત્તમાં એક પ્રશ્ન થયો– કોણે કહ્યું કે ઘરડાઘર સમાજનું કલંક છે? કદાચ યુવાન સન્તાનો માટે એ ભલે કલંક કહેવાતું; પણ જ્યાં વૃદ્ધોની દેવની જેમ કાળજી લેવાતી હોય તે ઘરડાંઘર મન્દીર કરતાંય વધુ પવીત્ર ગણાય.

ધુપછાંવ

સતીશભાઈએ વૃદ્ધોની ખાસીયતની એક રસપ્રદ વાત કહી. વૃદ્ધાવસ્થામાં અહીં બધાં દુ:ખથી કંટાળીને કે દીકરાવહુથી ત્રાસીને આવેલા હોય છે એથી એમનો સ્વભાવ ચીડીયો થઈ ગયો હોય છે. ક્યારેક તેઓ ગુસ્સે પણ થઈ જાય છે. એથી અમારે તેમની લાગણીની ખાસ કાળજી રાખવી પડે છે. વૃદ્ધો જમવા બેસે ત્યારે અમારા મીત્ર અને ટ્રસ્ટી શ્રી શશીકાંત ખેરગામકર ત્યાં ખાસ એટલા માટે હાજર રહે છે કે પીરસનારાઓ દ્વારા જાણ્યેઅજાણ્યે કોઈનું અપમાન ન થઈ જાય.

દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર, દૈનીક, સુરતની તા. 29 ઓગસ્ટ, 2010ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર જીવન સરીતાના તીરે’માંથી.. લેખકના અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: (02637 242 098) સેલફોન: 94281 60508

માનવ મન્દીર વૃદ્ધાશ્રમનો સમ્પર્ક:,
Shri Vinodbhai (Satishbhai) Bhagubhai Patel
Shree Bhagubhai Govindji Patel Charitable Trust
N. H. No. 8, At. Nani Chovisi, Po. Chovisi – 396 427.
Ta. Dist. Navsari. Gujarat (INDIA) Phone: (O) +91 2637 236703
(Cell) +91 922  787  1113 Email : help@manavmandir.org

અક્ષરાંકન: ગોવીન્દ મારુ govindmaru.wordpress.com

પોસ્ટ કર્યા તારીખ– 9–09–2010

‘આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. પીડીએફ મારી પાસે તૈયાર જ છે, તરત મોકલીશ.’


56 Comments

 1. અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઇવે પર સોલા ભાગવત વિદ્યાપીઠ માં પણ સરસ મંદિર અને વિદ્યાપીઠ ની વચ્ચે એક ઘરડા ઘર આવેલું છે . વડીલો રોજ સવારે મંદિરની સેવામાં લાગી જાય છે . મંત્ર જપ કરી મન તંદુરસ્ત રાખવા માટેની સરસ સગવડ છે . આ સંસ્થા લગભગ ૩૦ થી વધુ વર્ષથી અવિરત કાર્યરત છે . આ સંસ્થાની પણ મુલાકાત લેવા જેવી છે .
  અમદાવાદમાં બીજું ઘરડા ઘર ૧૩૨ ફૂટ રીંગરોડ પર શાસ્ત્રી નગર ચાર રસ્તા પહેલા આવેલું છે ત્યાં પણ વડીલો તમામ દુઃખ ભૂલી જઈ પ્રભુ ભક્તિ માં લાગી જાય તેવી જગ્યા છે .

  Like

 2. ખુબ જ સુંદર વ્યવસ્થા ધરાવતા માનવ મંદિરની આપે વાત કરી. એ તદ્દન સાચું છે કે સંતાનો સાથેના અણબનાવ કે સંતાન ન હોય એ જ લોકો વૃધ્ધાશ્રમમાં આવતા હોય છે. મુરબ્બી શ્રી સતીશભાઈએ સાચું કહ્યું છે કે માનવસેવા જ પ્રભુસેવા છે. છતાં ક્યારેક વડીલો આમાં હૂંફની ખામી અનુભવતા હોય છે. જેમ નાનપણમાં મા-બાપના વઢવામાં પણ લાગણી કે પ્રેમ હોય છે તેમ વૃધ્ધાવસ્થામાં સંતાનો કે એમના બાળકો નાં બે શબ્દો ખારા-ખાટા માં પણ લાગણી જ હોય છે … આવા વૃધ્ધાશ્રમ સમાજમાં વધે તે ખરેખર આવકાર્ય છે????

  Like

 3. Dear Friends,

  It is a very good article to read. We all should help our parents and other human being.

  Temples are god but human help is higher than worshiping Lord in temple.

  We should never forget that what goes around, comes around.

  Thanks so much.

  Pradeep h. Desai
  Indianaplois, In,USA

  Like

 4. ખુબ સુંદર.કળયુગમા પણ શ્રવણના જેવા પુત્ર પેદા કરવા માટે પ્રથમ તો મારા મૂ.શ્રી.ભગુભાઇને વંદન.ભાઈશ્રી સતીશભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
  આવી પ્રવૂતિ કરનાર અને સંસ્થાને લગતી માહીતીનો બહોળો પ્રચાર થવો ખૂબ જરુરી છે.
  ભાઈશ્રી ગોવિદભાઈને પણ ધન્યવાદ.

  Like

 5. Almost every religion teaches to respect and take care of elders but in reality the picture that we see everyday and everyehere is totally different. Their condition is more pitiable compared to elders in North America and Europe which are welfare states.

  Dinesh bhai did a good job of visiting the Manav Mandir. But he has not mentioned where it is. i think it is in Jalalpr, Navsari. I think I have seen this many times from outside while going to Machhad where my aunty lives. Next time I may try to visit it and see from inside. Satish Patel and his colleagues are really doing exceptional service. May Allah favour them with best blessings.

  Goving Maru bhai, you are doing a tremandous good job of bringing such things to our knowledge. Please keep it up.

  Firoz Khan
  Editor
  Hindi Abroad weekly
  Toronro
  Canada
  1 416 473 3854

  Like

 6. લેખ વાંચી ને ખરેખર એવું લાગે છે કે ભગવાન અને તેનો પ્રેમ મંદીર માં નહિં પણ ઘરડાંઘર માં વસે છે.

  કાસીમ અબ્બાસ

  Like

 7. લેખ ખૂબ જ ગમ્યો. લેખક દિનેશ પંચાલને તથા લેખ પોસ્ટ કરવા બદલ ગોવિંદ મારુને ધન્યવાદ.

  કેટલાંક વર્ષો પહેલાં ડાયાના એકનું અદભુત પુસ્તક ‘બનારસઃ સીટી ઑફ લાઈટ’ ખૂબ રસપૂર્વક વાંચ્યું હતું ત્યારથી એક વિચારે મારા હ્રદય અને મનમાં ઘર કર્યું છે. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘કાશીનું જમણ અને કાશીનું મરણ’ નામના લેખ દ્વારા મારા વિચારો રજૂ કરવા પ્રયત્ન કરીશ.

  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com

  Like

   1. ‘કાશીનું જમણ અને કાશીનું મરણ!’ લેખ આજે (શનિવાર, સપ્ટેમ્બર, ૧૯, ૨૦૧૦; એકાદશીના દિવસે) http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યો છે. વાંચવા, વંચાવવા, અને પ્રતિભાવ આપવા વિનંતી.
    –ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.mail

    Like

 8. અતિ સુંદર,

  વૃધ્ધોની સેવા ઉત્તમ સેવા માટે પરમેશ્વર સૌને આશિષ આપે. એ સિવાય મારા હિસાબે, અનાથ આશ્રમો બનાવીને અનાથોની, રખડાઉ, કંગાલોની, ક્ષુદ્રોની સેવા કરવાથી સામાજીક ગંદકી રોકીને સુંદર માનવ બગીચો બનાવી શકા્ય, જેની પણ જરુર સમાજને અતિઆવશ્યક પણ છે.

  Like

 9. congratulations for excellent project and best luck for future propsed work. may god help the organisors.

  Like

 10. ” Old folks home’ is blessings for old people. Young people some times forget that ‘ old people’ like to be loved and respected.
  There is a beautiful couplet
  ‘ pipal pan kharanta hasati kunpaliya
  muj viti tuj vitshe dhiri bapaliya’.
  I remember in my young age whenevr I used to meet “old’ people they used to love to talk. That time i used to listen but I did not figure out why?
  Just give them ears and two words of love.
  Very nice info.
  please visit
  http://www.pravinash.wordpress.com
  read about 9/11

  Like

 11. કોઈ પણ ઉંમરે અને સમયે માનવ ને પ્રેમ,હુંફ અને સ્પર્શ ની જરૂરીયાત હોય છે.આપણે ગરમ લોહીના પ્રાણીઓ છીએ.શારીરક સ્પર્શ સ્કીન ટુ સ્કીન ટચ ની જરૂરીયાત એ વૈજ્ઞાનિક સત્ય છે.જે માં બાપે આખી જીંદગી આપણે માથે હાથ ફેરવી ને આપણ ને જીવાડ્યા હોય તેમને પણ માથે કોઈ હાથ ફેરવે તે જરૂરી છે જ.જે વહુઓ ને એમના સાસુ સસરા નાં ગમતા હોય તેમણે એમના પોતાના માતાપિતા ને યાદ કરવા જોઈએ.જે સંતાનો માબાપ ની અવગણના કરે છે તેમના ઉછેર માં ખામી રહી ગઈ હોઈ શકે.માબાપે હવે તો ચાઈલ્ડ સાયકોલોજી ભણવી જ જોઈએ, જે ભવિષ્ય માં વૃદ્ધ થવાના છે જ..જો સંતાનોના બ્રેઈન અને સબ્કોન્શીયાશ માઈન્ડ માં માબાપે પ્રેમ ઠાંસી ઠાંસી ને ભર્યો હશે તે સંતાનો એમની અવગણના કઈ રીતે કરી શકશે?બધી નહિ પણ લગભગ મોટાભાગ ની વહુઓ ને એમના સાસુ સસરા ગમતા નથી તે કડવું સત્ય છે.ચાલો થોડા વ્યક્તિઓ એવા છે કે જેમને ફક્ત મંદિરો નહિ પણ વૃદ્ધજનોમાં ભગવાન દેખાય છે.ખુબ ખુબ ધન્યવાદ એવા જાણીતા નહિ પણ મહાન વ્યક્તિઓ ને.

  Like

 12. The picture drawn of the old people is very touching. A couplet comes to mind:
  Vadhare hoi paisa yar to manav ne ubha kar
  tu ishwana navan mandir nava aavaas raheva de

  This is real ‘khidma-e-khalq’, service of the mankind and Satishbhai’s example needs to be followed by the so called religious people who should realise that the best of to please God is to first serve and please his creation.

  ‘Darde dil ke vaste peda kiya insaan ko
  Varna taa’at ke liye kutch cum na the kerro biyan.

  Like

 13. ખૂબ સરસ
  આ જ તો માનવતાના ધર્મો છે, પણ સ્વાભાવિક ધર્મ જાણીએ ને તો પછી કાયમનું સુખ વર્તે. આપણે સામાને સુખ આપીએ એટલે આપણને સુખ મળ્યા કરે. વ્યવહાર જો આપણે સુખ આપવાનો રાખીએ તો વ્યવહારમાં આપણને સુખ પ્રાપ્ત થાય ને વ્યવહારમાં દુઃખ આપવાનો વ્યવહાર રાખીએ તો દુઃખ પ્રાપ્ત થાય. માટે આપણેને જો સુખ જોઈતું હોય તો વ્યવહારમાં બધાંને સુખ આપો …મા બાપની સેવા ન સમજનારને પણ…
  બધાંયને સુખ આપવાની શક્તિ મળે, એવી પ્રાર્થના

  Like

 14. I really appreciate this work. I can say this is real India. If we remember that We are Human. Then we never have any negative thoughts come in our mind. I n my Soul with this type of efforts and People. Jai Hind.

  Like

 15. GREAT. DO VISIT SWAMI SACHCHIDANADJI’S VRUDHASHRAM AT HIS ASHRAM IN PETLAD. SIMILARLY, ‘DIKRANU GHAR’-MY UNCLE’S CREATION AT AMRELI IS ALSO WORTH SEEING. BUT LOOKING TO ‘MANAV MANDIR’ IT SEEMS IT TRUELY MUST BE A ONE WITH ABSOLUTE HUMAN TOUCH..GOD BLESS THEM.

  Like

 16. લેખ ખૂબ જ ગમ્યો. ભાઈશ્રી સતીશભાઈ. ગોવિદભાઈને ખુબ ખુબ ધન્યવાદ.

  Like

 17. સુંદર માહિતી સભર લેખ.
  વૃદ્ધોની સેવાનુ કામ કરનાર શ્રી સતીશભાઈ તથા અન્યોને સલામ.

  Like

 18. swami sdchidanandji is real sadhu in inidia i know last 22 years swamiji is gives proper guidance and direction .

  he is Agains of sudo secularesiom and orthodocss religion.

  swamiji has given lotoff books, one of them PRUTHVI PRADKSHINA AND MARA ANUBHAVO I REQUEST PL, READ THIS BOOK AND ALL SAVAMIJIS CREATION IS EXCELLENT .

  HE IS A REVOLUSHENER , HE IS DOOVER NOT ONLY TALKER . I KNOW DANTALI ASHRAM .

  VRUDDASHRAM IS ESSENSIAL IN THIS YUG IF OUR SON NOT SANSKARI AND LOBHI WHAT CAN BE DONE , EVERY BODY MUST SEE MOOVI OF AMITHABHA BUCCHAN THAT IS;; BAGWAN;; LONG LIVE SWAMIJI AND HIS TEAM ; IF I CAN HELP ANY PL; CONTECT 9820962110

  ISHWAR PUROHIT

  Like

 19. the report gives good hope for the elderly but the problem is it could cater only to a few. whereas we need such shelters for every senor citizen who has no one to support or neglected by their own children.

  as in other countries, we must have such more ‘elderly homes ‘ maintained by government’s social welfare dept and all needy must be taken care of free of charge.

  it’s nice all most all their material and religious needs are attended by this ‘home for the elderly’ but i would suggest a good library can be added to pass their leisure time more satisfactorily.

  and lastly, may i dare to suggest that all of them should be allowed to make their companions in case they so desire and none should be made to feel ashamed of such relationships calling it immoral and unethical.

  Like

 20. Govindbhai,,,very happy by this article….Realy foreign craze will makes parents lonely in life,,,,,these social
  temples makes society healthy..because old people
  need love and company in life…..where they get it……
  Thanks
  Prakash

  Like

 21. Dinesh Panchalno Lekh tatha Gharda Ghar babat dil jarur dravi jay. Sarva samnya rite avun bane chhe ne bantun raheshe.

  Darek kutumb na sanjogo juda hoy chhe.Vahu potana samana lai sasare avi hoy. Jaja bhage koy vahu ne Sasu Sasra ne sambhalva nathi Gamta hota.

  Panch ke chha divasa koik ni nokari karva taiyyar hoy chhe jema potane svantray malyun mani kam karechhe pan nokari karva nu dukh nathi dekhatun. Sahadhyay ke upari (Boss) sambhandvun pade to sambhadi le chhe. Emni tak tak thi dukh lage pan chalavi le chhe. Nokari karvana paisa male chhe. Sasu Sasra paisa nathi aapta ke nathi aapi shakta.

  Balak ke balko peda thay to sachavava Sasu Sasra ni javabdari. Sachavvama jara pan unap na chale.
  Balsahaj balako jaruri bin jaruri dhandhal kare tena prati uttarman Dada/Dadi thoth buhat (Shikksha ) kare
  ne Balak Maa/Baap ne fariyad kare to Kurukshetra bani java sambhav kharo. Pote nana hata, Maa/Baap ne pajvta tyare tamacha padta je bulay gayun

  Jayn sudhi Pitashree gharma paisa kamai aape tyan sudhi ochho vandho pan vandho Vahune rahevanoj.
  Kale martan hoy to aaje mare athva bija gharma raheva jay ke raheva raja aape tevun ichhe. Juda thya pachhi chhokaraonu dhyan kon raakhe eto Dada/Dadi ni faraj.

  Maa/Baap (Sasu/Sasra) ummar ma mota thaya ashakta thaya. Khavadavva ni javabdari Vahu upar ave je na bani shake. Dhani Dhaniyani ne mota zaghda. Sasu/Sasra taddan akara thai pade; gharda gharman mokalva pervi rachay, aakhare mokalyej chhutko.

  Aavi dayamni paristhiti ubhi thay jeno upay te Gharda Ghar.

  Pani pahela pad bandhavi jaruri chhe. Maa/Baape bachat karvi rahi jo bani shake to. Badha Maa/Baap ne avak ghar kharch maanthi bachavi shakay tevi nathi hoti. Eva Maa/Baap ne to Gharda Ghar noj ashro rahe.

  Dikaro/Vahu aa sandarbhe potanu bhavi bhakhi sake to kadach Maa/Baap ne Ghrada Ghare na mokle.

  Abhimanthi thi kahi shakun ke me/mari dharma patni ye mari Maa ne 102 varsha ni ummar sudhi gharma sachvya. October 2008 na teni parlok sidhavi tayn sudhi. Amari Faraj Samji Karyun.

  Eva Dikaro/Vahu duniya ma ghana chhe. Hun janu chhun visham paristhiti ma vidhva vahu chhokranone sambhli(child minding) kharach upade chhe. Pote pan hath/pagni bimari ma hova chhtan. Sasuji 84 na thaya ne bimari ma dava/doctor no kharcha upade chhe.

  Prabhu sarvene sadbudhhi aape jethi Maa/Baap ne Gharda Ghare javun na pade.

  Like

 22. પોતાના જ્યારે પારકા બને ત્યારે પારકાનુ પોતિકાપણું કેવુ વ્હાલસોયું લાગે?

  ભાઈશ્રી સતીશભાઈ. ગોવિદભાઈને ખુબ ખુબ ધન્યવાદ.

  Like

 23. સરસ ઉપયોગી માહિતી..એકવાર મુલાકાત લેવી જરૂર ગમશે..

  નાના બાળકો માટે..અનાથાશ્રમ જેવી કે કોઇ પણ સારી સંસ્થાની માહિતી હોય તો આપવા વિનંતિ..

  Like

 24. My dear Dineshbhai Panchal, and satishbhai patel,

  Believe me, I do not have sufficient words to express my
  true feelings about you both after reading the above article.
  I stay with my sons in USA, Virginia and Texas states, but I
  have visited Jalalpore where my friend Misstry Ranchhodbhai
  and his friend, deceased mr.patel (ex.president of congress party, of Gujarat) are having their beautiful houses, and I know wellthat jalalpore is a wonderful place to stay in.I have seen the photographs of” manav mandir,” and am quite confident oldpeople living there must be experiencing the lives in HEAVAN.
  May god bless you all.with warm regards. jesingbhai sheth

  Like

 25. A very beautiful article. Inspiring people, especially social workers to get guidelines and to start thinking about starting such set up. In fact there are many people around us who are well set in their life and looking around to contribute in some way.

  Like

 26. THE DESCRIPTION GIVEN IN THIS WRITE uP LEADS ONE TO THINK THAT THERE HAS TO BE SOME ARRANGEMENT FOR THE AGE RETIREES. `ALL THAT GLITTERS IS MOT GOLD’ ABROAD, EVEN IN AMERICA. I AM A 83 YEAR OLD JAIN LIVING IN WASHINGTON METROPOLITAN AREA FOR OVER 40 YEARS AND AM RETIRED SINCE MAY 1, 1991. MY WIFE IS 81 YEAR OLD AND RETIRED SINCE 1994.

  WE HAVE ENOUGH TO LIVE OUR LIFE IN SAVINGS AND SOCIAL SECURITY, PENSION, ETC. BUT AS YOU AGE YOUR PHYSICAL DISABILITIES, ACHES AND PAIN INCREASE IS NATURAL. JAINS BUILD EXPENSIVE TEMPLES, BUT DO NOT CARE FOR HUMAN BEINGS TO BUILD `RETIREMENT COMMUNIITES’ LIKE AMERICANS, CHRISTIANS AND OTHERS.

  THERE IS NO RETIREMENT COMMUNITY FOR VEGETARIANS BUILT IN AMERICA BY JAINS AND HINDUS. THE LEADERS SPENT MONEY IN RITUALS, ETC. AND GURUS COME DURING SUMMER TO PREACH AND GO AWAY WITH DOLLARS AT THE END OF SUMMER. THIS HYPOCRISY IS VERY WELL KNOWN BY ALL. AGED PEOPLE SUFFER AS THEY CAN’T DRIVE, CAN’T SHOP, COOK AND DO HOUSEHOLD WORK. THERE IS NO ONE TO HELP. THEY SUFFER SILENTLY AND CAN’T TELL ANYONE. EVERYONE IS BUSY IN WORKING AND ACCUMULATING DOLLARS.

  WE CAN’T BLAME CHILDREN AS THEY HAVE TO LOOK AFTER THEIR CHILDREN, DO HOUSEHOLD WORK AND BOTH HUSBAND AND WIFE HAVE TO WORK. THIS IS THE STORY OF THE WEALTHY RETIRED INDIANS IN USA. THEY ALL SHOW OFF BY HAVING LUXURIOUS HOUSES, CARS AND GIVING PARTIES AND SOCIALS. THEY DO NOT UNDERSTAND THAT `SERVING PEOPLE IS SERVING GOD’. IN THIS JAINS ARE THE WORST `MONEY-MAKERS AND TEMPLE BUILDERS’ AND HYPOCRITES. THEY PREACH FOR `MOKSHA’ SALVATION IN NEXT LIFE, DO `POOJAS, ETC.’ FOR IDOLS IN TEMPLES IN THIS LIFE AND DON’T WANT TO HELP PEOPLE IN THIS LIFE. THEY DO NOT WANT TO BUILD SCHOOLS, HOSPITALS, RETIREMENT COMMUNITIES, ETC. LIKE CHRISTIANS.

  CHRISTIANITY GREW IN OVER 2000 YEARS TO BECOME THE LARGEST RELIGION IN THE WORLD BY SERVING PEOPLE WITH SCHOOLS, HOSPITALS, RETIREMENT COMMUNITIE, ETC THROUGH MISSIONARIES. JAINISM HAS COME TO BEING EXTINGUISHED WITH HARDLY ABOUT 5 MILLIONS IN THE ENTIRE WORLD IN 2500 YEARS AFTER `MAHAVIR’. THEY TALK ABOUT `AHINSA’ AND USE NON-VEGETARIAN FOOD IN `SWMI-VATSALYAS’ (FEASTS). BUT HARDLY DO ANY WORK IN `AHINSA’ FOR HUMAN HEALTH, ANIMALS AND ENVIRONMENT.

  DO ANY ONE THINK THAT THIS KIND OF PEOPLE EVER CAN REACH `HEAVEN’ ? DEFINITELY NOT. THEY LEARN `SHASTRAS’ SCRIPTURES, BUT DO NOT WANT TO `PRACTICE’ ANYTHING. THEY RUN PATHSHALAS AND TEACH THEIR CHILDREN `SHASTRAS AND SUTRAS’. WHEN THEY GROW UP. MANY MARRY OUTSIDE THEIR RELIGIOUS GROUP, LIKE JEWS, CHRISTIANS AND OTHER `NON-JAINS. THIS IS HOW THEY ARE VANISHING AWAY BY THEIR OWN DEEDS. MANY OUTSIDERS THINK THAT THEY ARE RELIGIOUS PEOPLE, BUT THIS IS THE REALITY. SHOWING ONE THING AND DOING OTHER THINGS LIKE `MONEY-MAKING AND TEMPLE -BUILDING’

  THIS IS THE TRUTH THAT I WANT OTHERS TO KNOW. THANK YOU FOR READING THIS TRUE AND LONG STORY ABUT JAINS FROM A LONG TIME PRACTITIONER OF JAIN PRINCIPLES.

  FAKIRCHAND J. DALAL
  9001 GOOD LUCK ROAD,
  LANMAM, MARYLAND 20706
  U.S.A.

  PHONE: 301-577-5215

  E-MAIL:.SFDALAL@COMCAST.NET

  Like

 27. Let me use this platform to present my views
  This article represents naked picture of our society and we are the member of the same. What I want to let you know that at present life style is made stressful by not organising self from his birth to death. Life is just like one day match now, as no wrong dicision is allowable now as what one sufers is totally due to his decisions taken by self during his life. We plan for money availble till end of life by so many ways .We never plan for maintaining fitness till death so that we can live independantly not requiring any shilter from well wishers or such institutions. Salaried persons spends according to his budget and adjust lifestyle accordingly so that they donot have to beg for help from others .Similarly we indians are highly not oriented towoards fithess health at each stage of life i.e. 0 to 25 yeares developing stage mentally and physically ( mentallly by education , physically by exercies ) 26 to 50 years for aquiring individality as a unique person from what has been achieved during 0 to 25 years of training . In this period aim should be to become cosmogen ( known and compete internationally in his field of speciality ) After 50 years on wards gradually withdraving from risky advantures which interfere mental and physical fitness. Human body made by GOD is such that we should be able to sweat out complex problems and chalanges of life by self provided we developed our ability for that during our 0 to 50 years from qualified persons competable internationally.We should structure our life style considering the last day in such a way that prior periods are disciplined accordingly i.e. for health and fitness you should try to aquire know how about what is required at developing stage (0-25 ) sothat you have full fitness during developed stage (25 -50 ) and what you should do during 25-50 years so that you remain fit for remaining life till death .There is scientific high quality development for this provided your think in that way .Animal and birds ( except human ) live insuch a way that they keep their biological structre and function intact till end so they never need shelter like this . Any live natural creation except human perform fully ther duties and get lost without disturbing surrounding unlike human. We should learn this from our surrouding nature and its creation . I salute such organiser for such empathy towards the needy, but never wish that such institutions should increase in number so that we never try to correct our self . Hospital beds full / jail full with prisonrs / oldage homes etc. all are the mirror of qualitative social /national development. Technology and science has advanced for biology fitness and not for destruction and decay as we see today as wisdom of GANDHI/ SARDAR/ MORARJI/ SHASHTRI is lacking .

  Like

 28. To

  Shri satishbhai Bhagubhai Patel
  You have done good work for old aged people in the district of Navsari. I wish you very healthy life to serve more years to come and god may help you in your future project.My best wishes to all helping hands.
  I also tahnk you Shri Govindbhai maru who has sent me the message.
  with my hearty good wishes to all engaged in the project.
  Regards
  Dilip Patel

  Like

 29. It is really pity that a great sadhu that is once born in 100 years, like swami sachchidanandji ,petlad dantali, does not get due respect, from all of us,gujaratis.No other sadhu has shown courage that he has. He is last of his class, a matter of deep regret for all of us. Do visit http://www.sachchidanandji.orgto listen him online. You will miss a lot in life if you have not listened him .Find a topic of your interest& listen him . I am sure he will make you think a lot. I hold unparalleled respect for his ideology, so one may dilute my praise for him ,if one wishes so. May his ideology gravitate to more minds& more such humanitarian projects be fulfilled to benefit mankind. Congratulations for such a good project. Wish you all all the best
  DR.RAJANIKANT V GAJJAR BHARUCH GUJARAT

  Like

 30. Very sensible treatment to a very sensitive issue.

  Every old man deserves his oldage comforts, as every child deserves his childhood needs.

  But, no one gets as much disrespect as an old person.

  It is the biggest pity.

  abheevyaktee may be augmented by abhee ( Now )

  ( every) vyakti (should feel that he would one day become) an old Vyakti.

  Thanks again.

  Satish

  Like

 31. From reading picture that I have now of “Maanav Mandeer” is very very good. If the parents can be with their loving, mind you LOVING, kids, it is the best. In that case Maanav Mandeer is second best. No matter how ones look at it Maanav Mandeer is very very good.

  Like

 32. Hi YOur “maanav Mandeer” is very good and i like this

  શ્રી સતીશ તથા ગોવિંદભાઈ…ખૂબ ખૂબ ધન્યવાદ
  માનવ મંદિરની મુલાકાત જરૂરથી લઈશું..

  કોઈ પણ ઉંમરે અને સમયે માનવ ને પ્રેમ,હુંફ અને સ્પર્શ ની જરૂરીયાત હોય છે.આપણે ગરમ લોહીના પ્રાણીઓ છીએ.શારીરક સ્પર્શ સ્કીન ટુ સ્કીન ટચ ની જરૂરીયાત એ વૈજ્ઞાનિક સત્ય છે.જે માં બાપે આખી જીંદગી આપણે માથે હાથ ફેરવી ને આપણ ને જીવાડ્યા હોય તેમને પણ માથે કોઈ હાથ ફેરવે તે જરૂરી છે જ.જે વહુઓ ને એમના સાસુ સસરા નાં ગમતા હોય તેમણે એમના પોતાના માતાપિતા ને યાદ કરવા જોઈએ.જે સંતાનો માબાપ ની અવગણના કરે છે તેમના ઉછેર માં ખામી રહી ગઈ હોઈ શકે.માબાપે હવે તો ચાઈલ્ડ સાયકોલોજી ભણવી જ જોઈએ, જે ભવિષ્ય માં વૃદ્ધ થવાના છે જ..જો સંતાનોના બ્રેઈન અને સબ્કોન્શીયાશ માઈન્ડ માં માબાપે પ્રેમ ઠાંસી ઠાંસી ને ભર્યો હશે તે સંતાનો એમની અવગણના કઈ રીતે કરી શકશે?બધી નહિ પણ લગભગ મોટાભાગ ની વહુઓ ને એમના સાસુ સસરા ગમતા નથી તે કડવું સત્ય છે.ચાલો થોડા વ્યક્તિઓ એવા છે કે જેમને ફક્ત મંદિરો નહિ પણ વૃદ્ધજનોમાં ભગવાન દેખાય છે.ખુબ ખુબ ધન્યવાદ એવા જાણીતા નહિ પણ મહાન વ્યક્તિઓ ને.

  Like

 33. Shree Govindbhai,
  Thank you very much for giving such a nice lekh. Shree Satishbhai has done tremendous work, we really should appreciate and give him congratulations.. and god bless them all for this work. We would like to visit the place.
  Thanks.
  Harshad Thakkar and Mita Thakkar.

  Like

 34. આ અને આવાં ઘરડાઘર બંધાયાં તે એટલું જ સુચવે છે કે આપણી સંસ્કૃતિ અને શૂ શા પૈસા ચાર પ્રજા ઉધ્ધત તહી ગઈ છે, અને આપણો ઉછેર ઉણો નિવડ્યો, કે
  પછી પાશ્ચાત્યતા ઊંડે સુધી ઘર કરી ગઈ છે?કે આપણો મોઘો વિકાસ નડે છે?

  Like

 35. Dear Friend,
  It is very disgusting read and see how our “elders” / ‘own Parents” are getting different treatments from their own people. Here we are missing our values and giving more priority for money and own family but not the extended our own family. So, it is not knew at present as I think. We have to start from our individual level. Where we can bring the change.
  Thank you for good mail.

  Like

 36. e mail
  — Forwarded Message —-
  From: Bhupen Joshi
  To: Bhupen Joshi
  Sent: Thu, September 16, 2010 11:15:06 AM
  Subject: એક ઘરડાંઘર એવું… ગમે સૌને રે’વું.
  Dear Hasmuhbhai Shah and Family:

  I am Now, kind of Jealous, by Reading about a wonderful work done by some of the very enightened people in India, `Gharda Ghar’, Old People’s Home. We wish some of our Rich `Temple-Builders’ could get some sense out of this kind of Provision.

  Retirees and the Aging Population among NRIs and particularly Jains and Hindus are `Suffering in Silence’ due to Health Disabilities, Loneliness, Boredom (of `Empty Nesters’), anxieties due to the Inabilitiesthe to carry on Daily Chores-Routine like Driving, shopping, cooking, Maintenance of the Household, etc. This Happens inspite of the sufficient Savings, Social Security, MediCare, Pension, etc. `All that Glitters is Not Gold’ even in America, the Richest Country of the World. There is No Vegetarian Retirement Community in the Entire North America. JAINA/JAINS have spent about 500 Million Dollars in Building Temples, Conventions, Ceremonies, etc. as per one of its Presidents. They want to Worship Idols, Actually Prohibitted by its Philosopy. But they Don’t want to Help/Serve Living Human Beings/Souls.

  All Other Americans and Religions like Christianity Believes that `Serving People is Serving God’. Their Missionaries Do Services, particularly in Health and Education, around the World. We have seen the Greatest Example of Mother Theresa building Homes for the Poor around the W orld, including India. But the `Irony od Fate’ is that after her Death, They selected a Hindu/Brahmin Lady Convert to carry on her work. This is A Shame for Indians, Hindus and Rich-Money-Maker Jains in India and in North America.

  I hope during this auspicious Paryushan, they get Wisdom to Practice AHINSA by Serving The Suffering Aged PEOPLE. `Michchhami Dukkadam’. JAI AHINSA !

  Fakirchand J. Dalal

  Like

 37. This article is a real picture of today’s life. Dikra to maa-baap ne sachvava taiyar hoi chhe, pan vahu ne dharma dharda gamta nathi tethi, aaje samajma dharda apriya chhe. Aa trust ne lakh lakh vandan… je aava gharda loko ni sundar seva kare chhe…. Heartily congratulation to all Trustees and you too for giving such article.

  Like

 38. Dear Shri Satishbhai, Dineshbhai,

  Good activities with good intention never suffer for want of money. This is evident from your selfless work. For all the residents in your Manav-Mandir this is God given/sent place in their life when they need the support, company and someone to take care of their smallest needs during their life after retirement and/or settling their children. All the residents will give blessings from their bottom of their heart to you and your family. Something is being done for needy people. Though it is heartening to note this activity, but at the same time all sensible people (those sons who are cause of this situation) should think for a moment about the cultural values of our country for which we always boast in our country and all around world. Our Rishis have given us rich heritage of values and in particular family values. When we have to preach, we are preaching with double force without putting it into action. It is now time for us to look inside our selves and not to western culture. It is not a matter of pride to compete with western world to build such houses. It is time for religious gurus also to guide the society about our family values and rich heritage. A son of to-day is a father of to-morrow should be the guiding principle. May our Lord guide each son in the right direction.

  Like

 39. ભાઈશ્રી સતિશભાઈ આપને લાખ લાખ ધન્યવાદ ! શ્રી ગોવિંદભાઈ આપને પણ આવું સરસ ઘરડાનું ઘર અસ્તિત્વ ધરાવે છે તેની સૌને જાણ કરવા બદલ ! માનસો મને એક ક્ષણ તો ત્યાં રહેવા જવાનું મન થઈ ગયું ! પરંતુ મારાં બાળકો મને જવા દે તેમ ના હોય એ બાજુ જવાનું થશે ત્યારે મુલાકાત તો જરૂર લેવાનું રાખીશ ! શરનામું અને ફોન નંબરની મારી ડાયરીમાં નોંધ કરી લીધી છે. અમરેલીમાં દીકરાનું ઘર ના નામે વૃધ્ધાશ્રમની થોડા વર્ષો પહેલાં મુલાકાત લીધેલી તે પણ ખૂબ જ સરસ બનાવેલ છે અલબત્ત આ માનવમંદિરની સરખામણીમાં તો ખૂબ જ ઉતરતું લાગે તેમ છતાં ત્યાંનુ વાતાવરણ ટૃસ્ટીઓની જાત-દેખરેખ વગેરે પણ નોંધનીય માલુમ પડેલું ! તેની સામે અમારા જામનગરમાં 2-3 વૃધ્ધાશ્રમ હોવા છતાં એક પણ અમરેલીની તોલે પણ આવી શકે તેમ નથી તો માનવમંદિરની સાથે તો સરખામણી ક્યાંથી થઈ શકે ?
  સતીશભાઈ ખરેખર વૃધ્ધોની નહિ પણ પરમાત્માની જ સેવા કરી રહ્યા છે તેમ હું માનું છું. માનવ સેવા એ જ ખરી સેવા ગણાવી જોઈએ ! મારાં પોતાના કેટલાક કારણૉ સર પ્રતિભાવ મોડો લખી શક્યો છું તે માતે દરગુજર કરશો !
  સ-સ્નેહ
  અરવિંદ

  Like

 40. I loved the article.I appreciate the wonderful work done by all the people. I would definitely like to visit this place when I come to India. For me, this is a real temple. God bless you all.

  Like

 41. I loved the article.I appreciate the wonderful work done by all the people. I would definitely like to visit this place.

  Like

  1. વહાલી બેટી પુજા,

   હું અને મારો પરીવાર કુશળ છીએ. ઘરડાઘર ‘પવીત્ર માનવ મંદીર’ ના વડીલો પણ ક્ષેમકુશળ છે.. જો

   ક્યારેક સમય મળે તો આ પ્રેમાળ પ્રતીભાવની જેમ પવીત્ર મંદીરના વડીલોને પ્રેમ આપવા ાને તેઓનો પ્રેમ પામવાની અનુકુળતા કરશો તો તમને અને તેઓને ખુબ જ મઝા આવશે..

   ધન્યવાદ..

   Like

 42. ખુબ જ સુંદર વ્યવસ્થા ધરાવતા માનવ મંદિરની આપે વાત કરી.
  માનવ મંદિરની મુલાકાત જરૂરથી લઈશું..

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s