વડીલોપાર્જીત મુર્ખતાઓને તીલાંજલી આપીએ !

વડીલોપાર્જીત મુર્ખતાઓને તીલાંજલી આપીએ !

પ્રા. રમણ પાઠક


જે જનો લાંબું જીવ્યા છે અને જેઓએ યથાર્થ પ્રમાણ્યું છે કે જીન્દગી ખરેખર શું છે  – એ લોકો જ બરાબર સમજી શકશે કે, આપણે આદમના કેટલા બઘા ઋણી છીએ : કારણ કે માનવજાતનો આદ્ય હીતસાઘક પુરુષ તે આદમ જ હતો; જેનું કારણ એ કે, આદમે જ આ સંસારમાં મરણની વ્યવસ્થા સ્થાપીત કરી. (મતલબ કે મૃત્યુ ન હોત, તો માણસની કેવી અસહ્ય અવદશા થાત !)

માર્ક ટ્વેઈન


અમેરીકામાં, એક પ્રતીષ્ઠીત વ્યક્તીનું ફ્યુનરલ (અંતીમ સંસ્કાર)નો પ્રસંગ જોવા મળ્યો; જે જોતાં સતત તીવ્ર દુ:ખદ લાગણી અનુભવતો રહ્યો કે, આપણા ભારતમાં બધું ખરાબ જ કેમ ? આપણી પરમ્પરાઓ, રીતરીવાજો, રુઢીઓ, વ્યવહારો ઈત્યાદી આટલાં બઘાં ભદ્દાં, ત્રાસદાયક, અર્થહીન, હીણાં અને બીહામણાં જ શા માટે ?

સર્વપ્રથમ તો મૃતદેહને બાળવાનો અગ્નીસંસ્કારનો રીવાજ જ ભારે હાનીકર, અસંસ્કારી, અરુચીકર, ચોક્કસ સંદર્ભે તો ક્રુર તથા અતીબીહામણો છે. અમારા એક રૅશનાલીસ્ટ મીત્ર શ્રી વીનોદ વામજા અગ્નીદાહ નાબુદી માટે જોરદાર ઝુંબેશ ચલાવી રહ્યા છે, જો કે તેઓનો મુખ્ય ઉદ્દેશ તો લાકડાંબચાવ, વૃક્ષબચાવ તથા ઉર્જાબચાવનો છે, અને એ પણ એક વીચારણીય એવી ગંભીર સમસ્યા તો છે જ. કારણ કે માનવ સહીત સજીવના સુખદ સર્વાઈવલ – અસ્તીત્વ માટે વૃક્ષો તો પ્રાણસમ અનીવાર્ય છે. આપણી લોભી, અજ્ઞાન, અવીચારી તેમજ બેહાલ પ્રજા આડેઘડ વૃક્ષો તો કાપતી જ રહે છે, પરન્તુ અગ્નીસંસ્કાર વળી એ બળતી આગમાં ઘી નહીં; પેટ્રોલ જ હોમે છે ! કારણ કે 80 કરોડની વસ્તી (આ લખાય છે ત્યારે 100 કરોડ કે તેથીય વધારે)ના હીસાબે રોજનાં કેટલાં મુડદાં બાળવાનાં આવતાં હશે ? માણસને પર્યાવરણની દૃષ્ટીએ સુખાકારીથી જીવવા માટે ભુમીભાગના 30 ટકા જેટલાં જંગલ જોઈએ, જ્યારે આપણા સુજલાસુફલા ભારત વર્ષમાં આજે ફક્ત છ ટકા (અત્યારે કેટલા ટકા હશે ?) જ બચ્યાં છે. જેનાં વળી એક ટકા જેટલાં વૃક્ષો આપણે ફક્ત મુડદાં બાળવા પાછળ મીથ્યા જલાવી દઈએ છીએ ! ખેર, આજે અહીં એ પ્રશ્ન ચર્ચવાનો હેતુ નથી.

આજે તો અત્રે આપણા મરણોત્તર રીતરીવાજોની ત્રાસદાયકતા તથા ભયાવહતાનો જ ભારપુર્વક નીર્દેશ કરવો છે કે, આપણે બઘી જ બાબતે આવા અવીચારી તથા અવળચંડા શા માટે ? બરાબર યાદ છે કે, ગામમાં કોઈ ઘરમાં મરણ થાય, ત્યારે મરણપોક મુકવાનોય એક રીવાજ હતો, જો કે આજે ય ઘણે ઠેકાણે આવો મરણોત્તર પોકવાદી રીવાજ જીવતોય હશે. જરાક તો વીચાર કરો કે, મધરાતે કે વહેલી સવારે જ્યારે ઘરનાં બેચાર બૈરાં પ્રચંડ મરણપોક લલકારતાં હશે, ત્યારે ઘરનાં તેમ જ પડોશનાં બાળકો છળી મરતાં હશે !  આ લખનારે બાળવયે ને કીશોરવયે આવી ડઝનબંધ મરણપોકો સાંભળી છે અને પથારીમાં જ લાચાર એકાકી ધ્રુજીધ્રુજીને મરણતોલ કલાકો વીતાવ્યા છે. મારો તો એવો મજબુત મત છે કે, કેવળ બાળકોના હીતાર્થે પણ, મરણના આપણા તમામ રીવાજો રદ કરી દેવા ઘટે. મરણોત્તર વીધીવીધાન દરમીયાન બાળકો કેટલાં રીબાય છે; કારણ કે મૃત્યુ એટલે શું – એ જ બીચારાં બાળુડાં સમજતાં નથી હોતાં અને છતાં ઘરમાં થયેલા મરણ દરમીયાન સૌથી વધુ રીબામણીનો ભોગ તો બધી રીતે બાળકો જ બની જાય છે.

અને મરણપોક તો કેવળ શરુઆત જ છે, મામલો આટલા માત્રથી અટકતો નથી. ઘીમે ઘીમે મરણવાળા ઘરે લોક ભેગું થવા માંડે છે, જેમાંનાં મોટાં ભાગનાં સ્ત્રી–પરુષો રોકકોળ કરતાં હોય, ખાસ તો કાળાં–લુગડાંઘારી સ્ત્રીઓ બુલંદ કંઠે રોતી કકળતી જ આવે. એવા પ્રસંગે આખો મહોલ્લો, આજુબાજુના મહોલ્લા અથવા ગામ નાનું હોય તો લગભગ આખું ગામ અસ્વસ્થ અને અધ્ધરતાલ બની રહે છે. મરનાર જણ ગમે તેટલો વૃદ્ધ તથા મરવા યોગ્ય હોય તો પણ; શોક દર્શાવવો જ પડે – એ તો વ્યવહાર ! જો એવો વ્યવહાર ના જાળવીએ, તો પછી આપણા મરણ પ્રસંગે કોણ રડવાકુટવા આવે ? આપણી આવી ફીકરો કે દલીલોય અદ્ ભુત છે ને ? છાતી કુટવાનો રીવાજ, લાગે તો છે કે ઘણો ઓછો થઈ ગયો છે, એ સારી વાત છે, બાકી એક જમાનામાં તો એ તાલબદ્ધ ક્રીયાથી આબાલવૃદ્ધ હૈયે હાહાકાર જ મચી જતો. એવું જ ‘રામ બોલો, ભઈ રામ’નું પણ સમજાય છે. આવા હોકારા–પડકારા નબળાં મનનાં માણસ માટે ખતરનાક બની રહેતા કે કદાચ આજેય બની રહે છે. આજે  એવો ત્રાસવાદ ઓછો થવાનું એક મુખ્ય કારણ તો વીજ્ઞાન છે, મોટાં ગામો–શહેરોમાં શબવાહીનીઓ વ્યાપક બનતી જાય છે. જો કે હજી આજેય ઘણા પુણ્યશાળી જીવો મરણ પુર્વે સન્તાનો પાસે એવું વચન પાકું લેતા જાય છે કે, મને લાકડાંવાળા અગ્ની વડે જ બાળજો… મારા મુડદાને કાંઘે ઉપાડીને જ અવલમંજલ પહોંચાડજો વગેરે… એમને સત્યજ્ઞાન કોણ આપી શકે કે, ખરું પુણ્ય તો ત્રાસદાયક એવો એક પણ મરણોત્તર વીઘી નહીં કરવાથી જ રળી શકાય ! એક બાજુ, મૃત્યુ વીષયક ફીલસુફીદર્શક ગ્રંથો આપણી પ્રાચીન સંસ્કૃતીમાં ભર્યા પડ્યા છે. મહારાજો અને ચેલાઓ જીન્દગીભર રટતા રહે કે, ‘જાતસ્ય હી ધ્રુવો મૃત્યુ: તત્ર કા પરીદવેના ?’… મરણમ્ પ્રકૃતી: શરીરીણામ્’ ઈત્યાદી. તો બીજી બાજુ, લાકડાંનોય મોહ અને લાકડાં જેવાં મુડદાંના કાનમાં રામનામેય રટવાનું ! કેટલાકને તો વળી ચંદનનાં લાકડાંથી જ બળાય !

ખેર! આજે ફક્ત સામાન્ય કુટુંબોની જ આફતનું બયાન કરીએ તો, કેવળ માનવ– કરુણાથી જ તમામ મરણોત્તર વીઘીઓ આપણે તત્કાળ બન્ઘ કરી દઈએ ! લાખો શ્રોતાઓની મેદની જમાવતા કથા–પારાયણકારો લોકને આટલી સાદીસીઘી સલાહ ભારપુર્વક કેમ નથી આપતા કે, મરણોત્તર વીધી બન્ધ કરો ! એ કેવળ મીથ્યા કર્મકાંડ છે, અને વધુમાં વળી કુટુમ્બીજનો તથા સ્વજનોને માટે અપરમ્પાર ત્રાસદાયક છે. પુણ્યશાળી જીવ તો પોતાના પુણ્યબળે જ આપોઆપ સ્વર્ગમાં જવાનો !… વીચીત્રતા તો જુઓ, કે લગન જેવો મંગલ તથા આનંદદાયક વીઘી હવે એક જ દીવસમાં આટોપાઈ જાય છે; પછી ભલે દમ્પતીને જે કરવું હોય તે કરે ! બીજી બાજુ, મરણ પ્રસંગના નાયક કે નાયીકા તો ગણતરીના કલાકમાં જ જલીને રાખ થઈ જાય; છતાં ટોળાંશાહી કર્મકાંડ કેવળ દીવસો સુઘી જ નહીં; બલકે મહીનાઓ સુઘી બસ, ચાલ્યા જ કરે: દસમું, બારમું–તેરમું.. માસીયો, વરસી, ઉપરાન્ત શ્રાદ્ધ અને સંવત્સરી (છમછરી) તો યાવત્ ચંદ્ર દીવા કરૌ ! બેસણાંનો એક સુઘારેલો આચાર તો બડો હાસ્યાસ્પદ પ્રતીત થાય છે. ઘરવાળા મંડપ સજાવીને બેસે, પછી આવનારે મરનારના ફોટાને પગે લાગવાનું, પછી તેના નીકટના સગાંસમ્બન્ધીનેય પાયેલાગણ કરવાના, પાંચ–દસ મીનીટ ચુપચાપ બેસવાનું – જો કે એ દરમીયાન ઘુસપુસ કરવાની છુટ… અને એમ હાજરી પુરાવીને પછી પોતપોતાને રોજને રસ્તે ! છતાં આજ પર્યન્ત કોઈ વીચારતુંય નથી કે, આવા ફોગટ કર્મકાંડનો અર્થ શો ? તત્કાળ  બન્ઘ કરો ! શ્રાદ્ધનો વીઘી વળી ઓર હાસ્યાસ્પદ તથા અમુક સંદર્ભે તો મરનાર માટે અપમાનજનક પણ છે; કારણ કે આપણો મૃત પુર્વજ કાગડો બનીને ઉડતો ફરે છે, અને દુઘપાકની લાલચે અગાશીઓ ઢુંઢતો રહે છે – એમ માની ‘વાશ’ મુકવી, એ શું આદરણીય યા ઉચીત લેખાય ? સ્વર્ગસ્થ વડીલનું એ તર્પણ કહેવાય છે કે પછી અપમાન ? આજકાલ વળી ગુજરાતમાં ‘નારાયણબલી‘ નામક એક લુંટણખોર ધતીંગ ઉપડ્યું છે ! લુંટ તો વળી એવી છડેચોક કે આઠ દસ હજાર રુપીયા આપી દો, બસ બધી જ વીધી ટીપટોપ ! આ નારાયણબલીનું કર્મકાંડ કે એના નીતીનીયમોય ભારે હાસ્યાસ્પદ છે, જે અહીં સ્થળસંકોચવશ નથી વર્ણવી શકતો. ફક્ત એક જ નીર્દેશ કરું કે, એમાં તો પહેરેલાં લુંગડાંય લુંટી લેવામાં આવે છે ! એ તો ઠીક; પણ આ કર્મકાંડ પણ મરનાર વ્યક્તી માટે ઉઘાડેછોગ  અપમાનકારક છે. કારણ કે એનો હેતુ એવો છે કે તમારાં મૃત સ્વજનનો આત્મા જો અવગતે ગયો હોય અને તે ભુત થઈ ભટકતો હોય, તો નારાયણબલીથી એની સદ્ ગતી થાય… અને છેલ્લે, મરનારની પાછળ મીષ્ટાન્નની જ્યાફતો ઉડાવવી, એ શું માણસાઈ કહેવાય !

હવે પેલા અમેરીકન (ખ્રીસ્તી) ફ્યુનરલ–અન્તીમ સંસ્કારનું ટુંકમાં બયાન કરું : મરનાર કદાચ પ્રતીષ્ઠીત વ્યક્તી હશે, એટલે દફન પુર્વે જ એક શોકસભા જેવું યોજાયેલું. બધાં જ ઉપસ્થીતો સરસ તથા સમ્પુર્ણ વસ્ત્રોમાં સજ્જ. જો કે ત્યાં એવો મજાનો રીવાજ જ છે. એક વાર બહાર ફરવા જતાં હું પોતે સુટ–ટાઈમાં સજ્જ થઈને નીકળ્યો, તો એક ગોરા સજ્જને મને પુછયું, : ‘આર યુ ગોઈંગ ફોર ફ્યુનરલ?‘ (મરણ પ્રસંગે જાઓ છો ?)… સભાની વચ્ચોવચ શબપેટી (કોફીન) મુકેલી. ત્યાર બાદ આગેવાનો, સ્વજનો, મીત્રો વગેરે એક પછી એક, મરનારને અંજલી આપવા માટે ઉભા થવા લાગ્યા. સ્વર્ગસ્થના પુત્ર–પુત્રી વગેરે એ સભામાં હાજર હતાં, અન્ય સ્ત્રીઓ પણ હતી; છતાં કોઈ રોકકોળ યા રાગડાપોકો કશું જ સંભળાયું નહીં ! સર્વ કોઈ સ્વસ્થ, શાંત તથા ગૌરવભેર બેઠેલાં. પછી અંજલી–પ્રવચનો શરૂ થયાં: વક્તાઓ ખુબ સ્વસ્થતાથી બોલે, એટલું જ નહીં, કોઈ કોઈ તો વચમાં રમુજ પણ કરી લે, અને શ્રોતાજનો હસે ય ખરાં ! મરનારનું કોઈ વીલક્ષણ કાર્ય ઉલ્લેખાય, તો સભાજનો તાળીઓય પાડે ! મતલબ કે શોકનો કોઈ જ દેખાડો નહીં કે કૃત્રીમ, રોતલ, આચાર–વ્યવહારેય નહીં. સ્વર્ગસ્થની પુત્રી અને અન્ય એકાદ સ્વજન અવશ્ય બોલતાં ગળગળાં થઈ ગયાં; પણ આપણે ત્યાંની જેમ અમર્યાદ, બુલન્દ ભેંકડા તો નહીં જ; બલકે ગૌરવપુર્ણ શીસ્ત તથા સંયમ. પાદરીએ પણ દસેક મીનીટ કશોક ધાર્મીક પાઠ કર્યો : હોમહવન નહીં, અગ્ની નહીં, પાણી નહીં, ઘી નહીં, નાળીયેર નહીં, સોપારી નહીં, પીંડ નહીં  આચમ્ય, પ્રાણાયમ્ય, સ્વાહા.. સ્વાહાના લલકારા કે ઘોંઘાટ– એવું કશું જ નહીં ! જાણે બધાં મૃત્યુનું ગૌરવ, મૃતદેહની અદબ જાળવીને જ વ્યવહરતાં હોય, એવું પ્રસન્ન – ગંભીર વાતાવરણ અનુભવાય. અને અન્તીમ દૃશ્ય તો વળી મારે માટે અકલ્પ્ય તેમ જ આશ્વર્યવત્ બની ગયું : સભા વીખેરાઈ ગઈ, પછી સ્વર્ગસ્થનો પુત્ર અને તેના બેત્રણ મીત્રો જ કોફીનને હાથલારીમાં ચઢાવીને કબ્રસ્તાન ભણી ચાલી નીકળ્યા ! સ્પષ્ટતા કરું કે અમેરીકામાંય સમગ્ર ખ્રીસ્તી આલમમાં બધા મૃત્યુ પ્રસંગ આવા જ શાંત – ગંભીર, શોભાસ્પદ વીઘીપુર્વક આટોપાય છે – એવું પ્રતીપાદીત કરવાનો અહીં મારો લેશ માત્ર આશય નથી. ભાવાર્થ તથા ભાર ફક્ત એટલો જ કે, આટલી સુન્દર સહજ સ્વસ્થતાથી પણ અન્તીમ– સંસ્કાર યોજી શકાય, જે સમગ્ર માનવજાતે અનુસરવો ઘટે, મતલબ કે વડીલોપાર્જીત બેવકુફીઓને હવે તીલાંજલી જ હોય !

ભરતવાક્ય

… આ જમાનો બુદ્ધીવાદનો છે. અને બુદ્ધીવાદી યુગનું મોટામાં મોટું લક્ષણ છે, ‘સંશય’. બુદ્ધીવાદી વ્યક્તી દરેક ચીજનું પૃથક્કરણ કરે છે, તેને તાર્કીક રીતે તપાસે છે અને બુદ્ધીની ગડમાં ન બેસે એ સર્વનો તે અસ્વીકાર કરે છે. બુદ્ધીપુર્વક કોઈ બાબત વીચારવી – તપાસવી એ કાંઈ દુષણ નથી… કુપાત્રે કરાયેલું દાન જેમ નીરર્થક છે, તેમ અનીષ્ટમાં રખાયેલી શ્રદ્ધા પણ જોખમી છે… શ્રદ્ધા રાખવા છતાં હતાશા કે નીરાશા અનુભવીએ છીએ, ત્યારે આપણે ચીરંજીવ કરતાં ક્ષણીકમાં વધુ શ્રદ્ધા રાખતાં હોઈએ છીએ… માણસને પોતાની જાત પર શ્રદ્ધા હોવી જોઈએ. સારાસારના વીવેકપુર્ણ સેવાયેલી આત્મશ્રદ્ધા વીનાનો માણસ આ કે તે વચ્ચે ઝોલા ખાતો રહે છે…

ડૉ. દક્ષા વ્યાસ અને ડૉ. નવીન કા. મોદી

(‘આતમને અજવાળે’ ચીંતનસંચયમાંથી સાભાર પ્રકાશક: શબ્દલોક પ્રકાશન, 1760/1, ગાંઘીમાર્ગ, અમદાવાદ– 1)

પ્રા. રમણ પાઠક

ગુજરાતમીત્ર, દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની, (શનીવાર તા. 5 જુન, 204ની) લોકપ્રીય કટાર રમણભ્રમણમાંથી સાભાર… લેખક અને ગુજરાતમીત્રના સૌજન્યથી..

સંપર્ક: પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી – 394 641 ફોન: (02622)- 222 176 સેલફોન: 99258 62606

અક્ષરાંકન: ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ 16–09–2010

આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. શુક્રવારથી રવીવાર સુધી હું મુંબઈમાં હોવાથી આ લેખની પીડીએફ ફાઈલ સોમવારે મોકલીશ.

59 Comments

  1. માનવી માટી નો બનેલો છે, તે કદાચ હીંદુઓ પણ માને છે. મુસ્લીમ ધર્મશાસ્ત્ર તો સ્પષ્ટ કહે છે કે માનવી માટી નો બનેલો છે અને માટીમાં જ તેને પાછા જવાનું છે, અને તે પણ કહેવામાં આવેલ છે કે મ્રત્યુ તો એક પરીક્ષા છે અને તેમાં તમારે સંયમ જ જાળવવાનું છે, રોવાધોવા નું બિલ્કુલ નહિં.

    કાસીમ અબ્બાસ

    Like

  2. માનવીય અસ્તીત્વ અને તેના અરસપરસના વ્યવહારો હજારો વર્ષ જુના છે.માટે

    આપણે ધાર્મીક સત્યો કે શ્રધ્ધાઓને બદલે વીજ્ઞાન, માહીતી, તપાસ, પુરાવા વગેરેને

    આધારે ફલીત થતા સત્યો પર આધાર રાખવો જોઇએ. કારણકે વૈજ્ઞાનીક સત્યોમાં

    વધુ માહીતી વગેરે મળતાં સુધારા વધારાનો અવકાશ છે.ધર્મનીરપેક્ષ વીવેકપુર્ણ

    આધારીત સત્ય દ્દારા માનવીને જીવન જે તકો મળે છે તેવી તકો ધર્મ આધારીત

    શ્રધ્ધામાં મળતી નથી.બંનેના જગતો જ જુદા જ હોય છે. પરંતુ વૈજ્ઞાનીક

    અભીગમની તરફેણમાં જીવન પસંદગી કરનારાઓએ પોતાના વીચારોના પ્રસાર

    પ્રચાર માટે શાંતી, ધીરજ અને સમજાવટનો જ માર્ગ પસંદ કરવો પડશે.

    Like

  3. અહી અમેરિકામાજ એક પટેલ મિત્ર નાં ફાધર નું ફયુનરલ હતું.મૃતદેહ તો કોફીન માં સજાવી ને મુકેલો,પણ તમામ ધાર્મિક હિંદુ વિધિ કરવામાં આવેલી.હા કોઈ રોવા ધોવાના બુમબરાડા નહોતા.ગોર મહારાજ બધી વિધિ કરાવતા હતા.પછી મહારાજ કહે હવે ગીતાજી નું થોડું વાંચન કરું,એમ કહી એમની ઉપદેશ આપવાની ખંજવાળ પૂરી કરવા લાગ્યા.એવા અસંગત ઉપદેશ આપવા લાગ્યા કે નાં પૂછો વાત.એમાં ભાન ભૂલી ગયા અને મૃતદેહ સામે આંગળી ચીંધી બોલ્યા કે હવે તો આ પ્રેતાત્મા છે.મૃતક નાં પરિવાર ઉપર શું વીતશે તેનો ખયાલ ભૂલી ગયા.પછી વિદ્યુત સગડી માં અગ્નિદાહ આપવામાં આવ્યો.જોકે ભારત કરતા ઘણું સારું લાગ્યું.પ્રાચીન ગ્રીસ માં અગ્નિદાહ અપાતો હતો.વૃક્ષ બચાવો આંદોલન માટે અગ્નિદાહ નકામો છે.

    Like

  4. મનુસ્મૃતિ માં અગ્નિદાહ ને સોળ મો સંસ્કાર ગણવામાં આવ્યો છે .

    જેમ સતીપ્રથા અ યોગ્ય હતી તેમ મરણ – અંતે લૌકિક અ યોગ્ય ગણાય.
    તોયે મૃતક ના સંબંધીઓ ને સધિયારો આપવો એ સમાજ નું જરૂરી અંગ ગણાય.

    અંત:કરણ પૂર્વક આપેલો સધિયારો-કે સહારા નું વચન
    દુ:ખ ના સમયે મલમ નું કામ કરવાની જદુયી શક્તિ ધરાવે છે
    જેની દરેક આત્મા નોંધ લેતું હોય છે.

    આવે સમયે એક બીજા ના દુ:ખ માં સહારો બનવું અને દુઃખ ઓછુ કરાવવા માં કારણ /સાધન બનવું
    એ મીઠા ફળ વાવવા નું કામ કરે છે, જેનાથી સમાજ માં મધુરતા જળવાય છે.

    દેખાડો કરવાની વૃત્તિ થી થતા અતિરેક થી દૂર રહેવું બંને પક્ષે જરૂરી છે.

    Like

  5. આપની વાત વિચાર કરવા પ્રેરે તેવી છે. મહદ અંશે સાચી પણ છે. આપે લખ્યું તેમ નજીકના સગા પણ સાચો વિષાદ ન અનુભવી શકે એવો વ્યવહારિક માહોલ બની જાય છે…..!!! વળી મહિનાઓ સુધી ચાલતી વિધિઓમાં સગા – વ્હાલા માત્ર વ્યવહાર સાચવવા જ આવે છે નહી કે લાગણી કે પ્રેમભાવથી.. વળી ત્યાં જલસાથી ગામગપાટા ચાલતા હોય છે…!! ખરેખર આવા જુના રીવાજો વિષે ફરી વિચારવું જ રહ્યું….

    Like

  6. પ્રો.રમણ પાઠકનો આ લેખ બહુ વર્ષો પહેલા લખાયેલો લાગે છે. હિંદુ વ્યક્તિ મૃત્યુ પામે તો પહેલાના જમાનામાં ગંગા નદીના કિનારે અગ્નિ સંસ્કારની ઈચ્છા રાખતો હતો…અને ચંદનના લાકડાનો ઉપયોગ કરતો હતો….જમાનો બદલાયો તેમ અવે સ્મશાન માં કોઈ પણ લાકડા દ્વારા અગ્નિ સંસ્કાર કરે છે…હવે તો ઇલેક્ટ્રોનિક ભઠીમાં પણ અગ્નિદાહ અપાય છે.સાહેબશ્રી હિંદુ ધર્મ જમાના પ્રમાણે બદલાય છે….એ વાતની નોંધ લેવા વિનંતી.

    તમે બેસણાની વાત કરી..કે એ ખાલી ટાઈમપાસ માટે રાખવામાં આવે છે….તો કદાચ એ તમારું અધૂરું જ્ઞાન પ્રદર્શિત થાય છે….હિન્દુના ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય પછી એ વ્યક્તિના સંબંધીઓ,મિત્રો,ઓળખીતા લોકો બધા મારનાર વ્યક્તિના પરિવારજનોને સહાનુભૂતિ આપવા માટે આવે છે…..જો દરેક વ્યક્તિ એક-એક કરીને રોજ આવે તો કેટલા દિવસો જાય…એના કરતાં કોઈ એક દિવસે ફક્ત ૨ થી ૩કલાક માટે બેસણું રાખવામાં આવે છે,જેથી કરીને કોઈનો ખોટો સમય ના બગડે. જેવી રીતે ૧+૧=૨ જ થાય એવી જ રીતે બેસણાની પ્રથા કે રીત માનવજાતની સગવડ અને સહુલીયતને ધ્યાનમાં રાખીને જ બનાવામાં આવી છે.

    મરસિયા અવે બંધ થઇ ગ્યા છે….કદાચ કોઈ ગામડામાં થતા હોય તો ખ્યાલ નહિ…પણ શહેર માં બંધ થઇ ગ્યા છે.કાસીમ સાહેબે લખ્યું કે,” મ્રત્યુ તો એક પરીક્ષા છે અને તેમાં તમારે સંયમ જ જાળવવાનું છે, રોવાધોવા નું બિલ્કુલ નહિં.” એમની આ વાત સાથે હું સંમત થવું છું…પરંતુ જે પરિવારનું કોઈ સદસ્ય મૃત્યુ પામ્યું હોય એ પરિવારની માનસિક દશાનો તો વિચાર કરવો પડે ને!!!!!કોઈ માં-બાપનો એકનો એક જુવાન દીકરો મૃત્યુ પામે ત્યારે માં-બાપ ની શી હાલત થાય????? કોઈ સ્ત્રીની લગ્નની મહેંદીનો હજી રંગ પણ ના ગયો હોય અને વિધવા થવાનું આવે ત્યારે એ સ્ત્રીની માનસિક હાલત વિષે તમારું શું કહેવું છે????
    રડવાથી માં હળવું થાય છે..આ વિજ્ઞાનનો નિયમ છે….એટલે જ કોઈ મૃત્યુ પામે ત્યારે લોકો રડવાનું કહે છે….જેથી મન સરળતાથી અને જડપથી શાંત થાય…..

    Like

  7. Agreed with other thoughts, but if Hindus also start preparing graveyards, then just think what would be our country’s condition…where we don’t have land for living humans, should be encourage concept of graveyards?

    Like

  8. અગ્નિદાહ એ શ્રેષ્ઠ ક્રિયા છે.

    ભારતીય તત્વજ્ઞાન પ્રમાણે વિશ્વ એ ઈશ્વર છે. રુદ્રને વિશ્વમૂર્તિ કહેવામાં આવે છે. રુદ્રનું શરીર અગ્નિનું બનેલું છે. વિશ્વની ઉત્પત્તિ બ્રહ્મમાંથી થઈ અને તેથી અગ્નિને બ્રાહ્મણ કહેવાય છે. અગ્નિ એ વિશ્વદેવ જે પોતાનામાં બધી જ દૈવી શક્તિઓને સમાવે છે, તેમનું મુખ છે. તેથી યજ્ઞમાં મનુષ્ય દૈવી શક્તિઓના મનુષ્ય ઉપરના ઉપકાર પરત્વે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરવા માટે ખાદ્ય પદાર્થોની આહુતિઓ આપતો હોય છે. મનુષ્ય મૃત્યુ પામે ત્યારે તેના શરીરને આહુતિ રુપે અગ્નિ દેવને અર્પણ કરી દેવામાં આવે છે. હે વિશ્વદેવ, તમે મને શરીર આપ્યું, તમે તેનું પાલન કર્યું અને હવે મને તમારામાં લઈ લો. અગ્નિ એ તમારું મોઢું છે અને તેથી આ શરીર તમને આહુતિ રુપે અર્પણ છે.

    લાકડાની જગ્યાએ અત્યારે ઈલેક્ટ્રીક સ્મશાનનો વપરાશ થાય છે. માણસ જીવનમાં એક વાર બે ત્રણ મણ લાકડાનો ઉપયોગ કરે તેથી કશું પર્યાવરણીય નુકશાન થવાનું નથી. એક માણસ એક વૃક્ષ વાવે તો તેનાથી તે તેના સમગ્ર કુટુંબની ત્રણ પેઢીને અગ્નિદાહમાટે લાકડું પૂરું પાડી શકે. વૃક્ષો વાવો અને જમીન બચાવો.

    શરીરનો નિકાલ કરવાનો બીજો રસ્તો, મૃત શરીર, પશુ પક્ષીઓને અર્પણ કરી દેવાનો પણ ભારતીય સંસ્કૃતિમાં માન્ય છે.

    શરીરનો નિકાલ કરવાનો આ બીજો રસ્તો અને મૃત શરીરને જમીનમાં દાટવાનો ત્રીજો રસ્તો ભારતમાં અનેક પ્રશ્નો ઉભા કરી શકે તેમ છે. તે સુજ્ઞ જનોએ સમજવું જોઇએ.

    નદીમાં (દા.ત.ગંગામાં) શબને વહાવી દેવાનો રીવાજ પણ ઉપરોક્ત બીજા પ્રકારના રસ્તાને સમકક્ષ જ છે. પણ તે થકી કેવા પ્રદુષણીય પ્રશ્નો ઉત્પન્ન થયા છે તે સુજ્ઞજનો જ નહીં પણ સામાન્ય જનો પણ જાણે છે.

    ભારતમાં અગ્નિદાહની પ્રથા કદાચ આવા કારણસર જ થઇ હશે.

    કુટાકુટ કરીને રોવા ધોવાની વાતો હવે મૃતઃપ્રાય થઈ ગઈ છે. બેસણાનો રીવાજ ચાલુ છે. બારમા તેરમાના રીવાજોમાં સુધારો થઈ રહ્યો છે. અને કુટુંબીજનો એકલા જઈને ચાણોદ કે એવી કોઈ જગ્યાએ જઈને બધું ટૂંકમાં પતાવી દે છે. સમય સાથે બધું બદલાયા કરે છે. ભારતીય સંસ્કૃતિ બદલાવ માટે તૈયાર જ હોય છે. મરણોત્તર ક્રીયાઓ શોકને ઓછો કરવાના પ્રયાસ રુપે છે.

    આપણી સંસ્કૃતિ ને ગોદા માર્યા વગર તેના મૂળને પકડવું જોઇએ. ભારતીય શાસ્ત્રોએ અનુકુળતા પૂર્વકના બધા નુસ્ખાઓ આપેલા છે.

    Like

  9. શોકના અતિરેકની વાત સાચી; પ્રદર્શનની રીતોનો પણ વિરોધ કરવો જોઇએ. પરંતુ પ્રદર્શન માત્ર મરણ વખતે જ કરીએ છીએ એવું નથી, લગ્નોમાં પણ થાય જ છે. જ્યારે પ્રદર્શનની ટેવ પડી ગઈ હોય અને એને સામાજિક વ્યવહાર બનાવી દાઇએ ત્યારે મૃત્યુનો પ્રસંગ પણ બાકી ન રહે, જે કંઈ થતું હોવાનું લખ્યું છે એમાંથી ઘણું નાબુદ થઈ ગયું હોવું જોઇએ. મૃત્યુ કૌટુંબિક ઘટના છે ને દુઃખદ હોય છે. સંયમ રાખવો એની ના નહીં પણ એના નિયમો ન બને. એ પણ સાચું કે એ દુઃખ માત્ર નજીકનાં કુટુંબીજનોને વધુ લાગે એટલે બહારના લોકોએ સંયમ જાળવવો જોઇએ.
    ભૂમિસંસ્કારમાં કેટલી જમીન વપરાય છે. એ પણ જોવું જોઇએ. મોટાં શહેરોમાં તો આ મોટી સમસ્યા છે. મુસ્લિમ સમાજ આ વાત જાણે છે. માણસ માટીમાંથી બનેલો છે અને માટીમાં મળી જાય છે એ તર્ક નથી.માણસ બાયોડિગ્રેડેબલ છે એટલે એ સાચું હોવા છતાં ભૂમિસંસ્કારને પણ જમીન બચાવવાની દૃષ્ટિએ (એટલે કે આર્થિક આધાર પર) મૂલવવો જોઇએ. અને જળસંસ્કારમાં તો નદીઓનું પ્રદૂષણ થતું હોય છે. પારસીઓની પ્રથા અપનાવવામાં ખોટું નથી. દેહ મૃત્યુ પછી પણ કામ આવે. હવે હૉસ્પિટલને દેહદાન કરવાના (કમ્યૂનિસ્ટ નેતા જ્યોતિ બસુ) ઘણા કિસ્સા નોંધાયા છે.

    અગ્નિદાહની પ્રથામાં ખોટું શું છે? લાકડાં બળે તે જ ને? તો વીજળીક દાહગૃહો પણ છે. હજી એ સ્થિતિ નથી આવી કે આપણે બધા ધાર્મિક વિધિ બંધ કરાવી શકીએ. આ બાબતમાં અરણ્યરુદન કરવાનો અર્થ નથી. એના પરથી માત્ર આપણે પ્રગતિશીલ છીએ એટલું જ સાબિત થશે, બીજો ફાયદો નહીં થાય. અને વિધિ દરેક સમાજ, દરેક ધર્મમાં છે.પરંતુ વીજળીક અગ્નિસંસ્કારનો પ્રચાર કરવો જોઇએ કારણ કે એ મૂળ પ્રથાથી બહુ દૂર નથી. આપને રેશનાલિસ્ટ (બુદ્ધિવાદી) છીએ, નિહિલિસ્ટ (નકારવાદી) નહીં. તે ઉપરાંત શ્રાદ્ધ વગેરેનો વિરોધ બુદ્ધિવાદની દૃષ્ટિએ કરવો જોઇએ.

    Like

  10. મેં ઘણા ધનિક મુર્ખો જોયા છે.મૃતદેહને નાળિયેરનો ઢગલો કરીને બાળે છે.માત્રને માત્ર ધનિક હોવાનું મિથ્યા પ્રદર્શન.સુવાળુ ઉતારીને વાળ નદીમાં,હાડકા નદીમાં,મૃત્યુ પામેલના વસ્ત્રો નદીમાં. મૃત્યુ પછી ૧૧મું,૧૨મું,૧૩મું વગેરે,વાછડાને ૨ કલાક બાંધી રાખીને પૂછડે પાણી રેડવુ,મૃત્યુ બાદ થાળીમાં લોટ લઈને ઉપર એક વાસણ ઢાક્યા બાદ થોડા મંત્રોનું ઉચ્ચારણ કરવાથી લોટમાં ક્યો જન્મ લિધો તેની આકૃતિ દેખાય.ખાવના ફાફા હોય અને ઢોંગીઓની સલાહથી લોટનો બગાડ કરે.મૃત્યુ બાદ સાડા ત્રણ વર્ષ પુરા થાય એટલે શરાદ આવે.પાછા તેમા પણ ધતિંગ પચા દોઢસો થાય.વૃદ્ધ બાપ જ્યાંરે ખટલામાં અસહ્ય રોગથી પિડાય રહ્યો હતો ,ત્યાંરે કેમ છો બાપ ? પૂછવાનો ટાઈમ પણ નથી.પણ જ્યાંરે તે બાપ મૃત્યુ પામે એટલે બાપના નામે લાડવા વહેચે,પૂસ્તિકા છપાવે,છાપાઓમાં આમંત્રણ પાઠવે.જાણે કસમ લીધી હોય કે ‘આપણે સ્વતંત્રબુદ્ધીશક્તિનો ઉપયોગ કરવો જ નહીં’…ઠીક છે,માણસ છે.હસે પણ અને રડે પણ

    Like

  11. આપણા ભારતમાં બધું ખરાબ જ કેમ ?

    –> ખરેખર આવું છે? ભારતમાં બધું જ ખરાબ છે? ખરેખર? આવા અતિશયોક્તિ અને એકતરફાં વિધાનથી શરૂ થતો લેખ વાંચવાનિ ઈચ્છા જ મરી જાય છે.

    Like

  12. ભારતમાં બધું ખરાબ નથી. ઘણું બધું સારું પણ છે. લાંબા ગાળાના ઇતિહાસમાં બધું ચળાઇ ચળાઇ ને જે યોગ્ય હતું તે રહ્યું અને જે અયોગ્ય હતું અને જમાનાને અનુરુપ ન હતું તે ગયું. હજુ પણ જે કાંકરા રહી ગયા અને નથી ગયા તે પણ જશે. સૌ પોત પોતાની રીતે સફાઈ કરે છે કેટલાક દેકારા પડકારા કરી ને કરશે કેટલાક શાંતિ થી વિચારીને કરે છે અને કરશે. દેહ દાન પણ થાય છે અને હોસ્પીટલ વાળા જગ્યા નથી એવું પણ કહે છે.

    Like

    1. શિરીષ ભાઈ ધન્યવાદ,બધા આપના જેવો એટીટ્યુડ કેમ રાખતા નહિ હોય?ભારત માં બધું ખરાબ જ છે એવું કોણે કહ્યું?આખી દુનિયા ને ભારતે જ દોરવણી આપી છે,પણ ક્યાંક ચૂક થઇ ગઈ છે.જ્યાં વન અને વૃક્ષો ઓછા થઇ ગયા હોય ત્યાં હવે અગ્નિદાહ નકામો લાગે અને જ્યાં જમીન જ ઓછી હોય ત્યાં ભૂમીગત દેહ નિકાલ નકામો લાગે.વિદ્યુતદાહ શું ખોટો?
      ક્યાંક વિચારધારા માં ચૂક થઇ ગઈ કે બદલાઈ ગઈ.બાકી મુંબઈ જતા સવારે રેલ્વે નાં પાટે બેઠેલા લોકો ને જોઇને એવું થાય કે આ આપણે એ લોકો ને વારસો છીએ?કે જેમણે દુનિયા ને આધુનિક વેસ્ટર્ન ટોયલેટ( સંડાશ) નો કોન્સેપ્ટ આપેલો.હા!ભાઈ આપણે આજે જેને વેસ્ટર્ન કે અમેરિકન ટોયલેટ કહીએ છીએ તેવા ૪૫૦૦ વર્ષ પહેલા નાં ધોળાવીરા(કચ્છ)માં મળેલા છે.એટલે આજના વેસ્ટર્ન કે અમેરિકન ટોયલેટ એ ખરેખર ઇસ્ટર્ન છે.અરે ધોળાવીરા પછી ૨૦૦૦ વર્ષે રોમનો એ શહેર વસાવેલા.

      Like

  13. આપના વિચારો સાથે હું સંપૂર્ણ સંમત નથી.

    મારા મત પ્રમાણે શબને બાળવાની પધ્ધતિ બરાબર છે. હવે Electricity થી અગ્નીદાહ અપાય છે તે યોગ્ય છે.

    પણ કેટલા rationalist લોકો કમ સે કમ ચક્ક્ષુદાન કરે છે? (દેહદાન ની વાત બાજુ એ રાખીએ).

    Like

  14. it is right we should think properly the death is the last fact of the life and we should accept it it is good article

    Like

  15. હેમંતભાઈ,
    શિરીષભાઈની વાત સાચી છે, આપણા દેશમાં ઘણું સારું પણ છે. અને જેમ આપણે ઑર્થોડૉક્સ છીએ તેમ પ્રોગ્રેસિવ પણ છીએ. ભારતીય તત્વદર્શનમાં પણ એક પણ વિચાર શાસ્ત્રાર્થ વિના સ્થાયી નથી થઈ શક્યો. આ આપણી ખૂબી છે. અમર્ત્ય સેન આપણો પરિચય આપતાં ભારતીયોને Argumentative Indian તરીકે ઓળખાવે છે. આપણામાં સૌથી સારું હોય તો એ વાત છે કે આપણે ચર્ચા કરીએ છીએ. ચર્ચા નહીં હોય તો માત્ર જે ખરાબ હશે તે જ સારૂં દેખાવા લાગશે. મેં મારી કૉમેન્ટમાં કહ્યું છે કે”આપણે રેશનલિસ્ટ છીએ, નિહિલિસ્ટ નહીં”. એનો અર્થ એ જ કે આપણે કશુંક સ્થાપવા માગીએ છીએ, ઉત્થાપવા નહીં.

    Like

  16. I read all these comments. It is good at least we can express our thoughts. I believe cremation is best. Older days wood was used as there was no elecricity available and now crematory is availbale so people use crematory. In America they even let you do your last rituals of giving fire on right toe then let it go for cremation. I know non hindu friends who have ask for cremation once they are gone. Financially it is less burden on family compare to burial. All the germs gets creamted too. For family once cremation is done it is over. For christians, they also have services for deceased. They go to grave for all the holidays, anniversary, birthday etc. to offer flowers and have dinner with friends and family at home. It is same as our chhamchhar. I know one little girl who was burried instead of cremation, she was very dear to my family, it has been 10 years. we still grieve each time we pass by that grave yard.
    Having family for so many days was healing process. It is difficult to leave in house alone once you lost your loved one. Having family for few days eases that process and helps family to get back to normal.

    Like

  17. My dear / and respected brother and sister

    If you want to see GANGA you have to go to Gangotri or Goumukh not at Kolkatta.You will see every hindu ritual and costom has a LOGICand SCIENCE.

    Now a days scientist are also agreed that hindu costom of doing fire to the dead body is the best ANTIM SANSKAR(CREMATION). Where all the bacteria and germs will be dead.
    This article is just intelectual fist not at all the applid pholosophy for our day to day life especially for HINDU. To do barmu and termu is a philosophy that you lived with this person when he/she alive. but now he /she no more now for 12 days or 13 days you have remember him/her a lot now there is a life ahead. Now you take sweet as LADWA and busy with your work. You also do work for the mankind also.
    Because of lake of english language i could explain this much but further also so many things to understand about our costomes and rituals.
    pls mention my email id also with this comments and pls
    also mention the others email id.
    thanks for your article.

    Like

  18. You are correct Himeshbhai,

    However nothing is compulsory. If one does nothing he still remains Hindu.

    “Maasio” the Tithi of the month of a dead person is also remembered and performed with eating sweet items. This is to remember the date of the dead person, otherwise it is easy to forget even if one has loved him/her a lot.

    Like

  19. Shirishbhai, it is possible to justify any custom on any ground. The issue is what should be unacceptable. Why is it necessary to eat sweets every month to remember the dead. Why is it necessary to again observe a separate month to remember them. Is remembering is not a private thing? Do love and affection have to be converted into a mass religious ritual? Is it not exploitation of a families, love for the dead by vested interests/ Is it not because of the fear that if we do not perform certain rites, our ancestors will suffer, or become Bhoot and harass us?

    Like

    1. Dear Dipakbhai,

      Sweets are for kids.

      It is not to justify any tradition. It could be a reason.
      If a date is monthly or periodically revived it gets re-enforced in the memory. It is a part of keeping the history alive.
      Earlier there was a tradition to remember all the predecessors to the date of arrival in the new land kingdom. Some had a practice to recall the 12 generations.
      e.g. In our community, our old generation used to spell out names of each ancestors right from father grand father to the first forefather who arrived in the kingdom. There were various methods/convention/tradition to remember history.

      Like

      1. પ્રિય શિરીષભાઇ,
        આપણે આપણાં દિવંગત સ્વજનોને યાદ કરીએ – અને તે પણ નિશ્ચિત દિવસે, એ તો સમજાય છે પણ તે દિવસે બ્રહ્મભોજન શા માટે જરૂરી બને? સવાલ આપણા સ્નેહનો, વ્યક્તિગત હોય તો એની રીત પણ વ્યક્તિગત હોવી જોઇએ. એના માટે કર્મકાંડ રચવાની આપણા પૂર્વજોને શી જરૂર પડી? અને એ કર્મકાંડ છોડવામાં ખોટું શું છે?

        Like

  20. ભૂપેન્દ્રભાઇ, તમારી વૃક્ષો બચાવવાની વાત સાચી છે. પણ મૃત દેહને બાળી દેવાની કોઇપણ પદ્ધતિ અગ્નિદાહ જ કહેવાય. લાકડા થી બાળો, ગેસથી બાળો કે ઇલેક્ટ્રીક ફરનેસથી બાળો અ બધું જ અગ્નિદાહ જ કહેવાય.

    વસ્તી વધતી જશે અને જમીન વધશે નહીં. વસ્તી ને વધતી રોકી શકાશે નહીં કારણકે અમૂક પ્રજા તે માનશે નહીં અને તેથી હિંસાચાર વધશે. તેથી મકાનોની ડીઝાઇન અને રહેવાની પદ્ધતિ અને અનાજના ઉત્પાદનની પદ્ધતિઓ બદલવી પડશે.

    ઝુંપડ પટ્ટીઓ, બંગલાઓ અને ખેતરો એ જમીનનો બગાડ છે, શિવાય કે અગાશીમાં વૃક્ષો વવાય અને અનાજ ઉગાડાય.
    આવતી કાલ અને પરમ દિવસનો વિચાર કરીએ તો આ વાત લક્ષ્યમાં લેવીજ પડશે. લાકડા વડે અગ્નિદાહ એની સરખામણીમાં હાલની મકાનોની ડીઝાઇન અને રહેવાની પદ્ધતિ અને અનાજના ઉત્પાદનની પદ્ધતિઓ વધુ પ્રમાણમાં અ-પર્યાવર્ણીય છે.

    બીજા ગ્રહ ઉપર માનવ વસ્તી જાય તે દિવસો હજી ઘણા દૂર છે. અને તે ઘણૂં મોઘું પડશે. પૃથ્વી ઉપર હજુ ઘણી જ તકો છે. સો બસો માળના વિશાળ મકાનો બનાવવા પડશે, રણ, બરફીય વિસ્તારો અને સમૂદ્રમાં વસાહતો બાંધવી પડશે. સમૂદ્ર ઉપર રહેઠાણો, અને અગાશીઓમાં નવી કૃત્રીમ જમીનો બનાવવી પડશે. આવું કરીશું તો બીજા હજાર વર્ષ સુધી વાંધો નહીં આવે. આવું કશું નહીં કરીએ તો માનવ સમાજના અંત ની શરુઆત થશે અને હિંસા વધશે.

    “માંસાહાર” એ આનો ઉપાય નથી. કારણકે પ્રાણી સૃષ્ટિ પણ જમીન ઉપર જ રહે છે અને સમૂદ્ર પણ જમીન ઉપર જ છે. શ્રેષ્ઠ ઉપાય ફળ આપનારા વૃક્ષો વાવો અને ફળાહારી બનો. વિશાળ બહુમાળી મકાનો બનાવો અને તેની ગેલેરીઓમાં અને અગાશીઓમાં પણ વૃક્ષો વાવો. વૃક્ષોથી આપોઆપ કાર્બન ડાઇઓક્સાઈડની (ગ્લોબલ વોર્મીંગની) સમસ્યા દૂર કરશે.

    Like

  21. પહેલી વાત તો એ કે અગ્નિદાહ દેવાની જે પધ્ધ્તિ આપણાં દેશમાં છે તે કદાચ 5000 વર્ષ કરતા પણ વધારે સમય થયા અસ્તિત્વમાં હશે. મૃત દેહને પાણીમાં વહેવડાવી દેવાની પ્રથા પણ અગાઉ હતી હાલ લગભગ બંધ થવામાં છે. જમીનમાં દાટી દેવાની પ્રથા મુસલમાન નએ ખ્રિસ્તીમાં છે તો પારસીઓ મૃતદેહને પક્ષીઓને ખોરાક મળી રહે તે ઉદેશથી આ માટે ખાસ બનવેલા કુવામાં પધરાવે છે. અને હાલના સમયમાં કેટલાક વધુ પ્રગતિશીલ લોકો મેડીકલના વિધ્યાર્થીઓના અભ્યાસમાં ઉપયોગી બને તે માટે મેડીકલ કોલેજોમાં દેહ દાન પણ કરતા જોવા મળે છે. હવે અગ્નિદાહને બદલે જો દાટવાની પ્રથા ચાલુ કરવામાં આવે તો કેટલી જમીન જોઈએ તેનો કોઈ હિસાબ લેખકશ્રીએ કર્યો હોય તેવું જણાતું નથી. માત્ર અગ્નિદાહ બંધ કરવાથી પર્યાવરણ સુધ્રી જાશે કે જંગલો વધશે તેવી કોઈ ખાત્રી આપી શકે તેમ નથી. તેવા સંજોગોમાં અગ્નિદાહ માટે ના અન્ય વિકલ્પો જેવાકે વિધ્યુત ઉપરાંત ગેસથી પણ અગનિદાહ આપી શકાય તેવું કેમ ના વિચારાય ?
    હા અલબત્ત મૃતક્ની પાછળ થતી રોક્કળ અને અન્ય કુરિવાજો બંધ કરવાની ખાસી જરૂર છે પણ તે માટે પ્રગતિશીલ નાગરિકોએ આગેવાની લઈ લોક માનસ બદલવા પોતાની જાતથી કે પોતાના પરિવારમાં આવા પ્રસંગોએ પહેલ કરવી રહી ! માત્ર વડિલોએ અપનાવેલી 5000 વર્ષજૂની રૂઢિ કે પ્રથા કે જે તેમના જીંસમાં વણાય ગઈ છે તેને મુર્ખામીભરી કહેવડાવવી કે કહેવી તે કોઈ પરિવર્તન કરવા માટેની યોગ્ય ચેષ્ટા ન ગણાય્. કોઈની લાગણી દુભાવવા આ લખતો નથી પણ જે કોઈ પ્રતિભાવો આવ્યા છે તેઓ સર્વે તથા આ લેખના લેખક સહિત મને પૂછવા દો કે કેટલાએ જ્યારે પોતાનું મૃત્યુ આવે ત્યારે પોતાના વારસદારને પોતાનો મૃતદેહ જમીનમાં દાટ્વા કે દેહ દાન કરવા તથા મૃત્યુબાદ કોઈ પણ પ્રકારના ઉઠમણા/બેસણું કે કર્મકાંડ નહિ કરવાની સપષ્ટ સુચનાઓ આપી રાખી છે ?
    આ ઉપરાંત જે મિત્રોને મૃત્યુ અને કર્મકાંડ વિષે મારાં વિચારો જાણવા હોય તેમને મારાં બ્લોગ ઉપર લાંબા સમય પહેલાં મૂકેલા લેખને વાંચી જવા ભલામણ સાથે વિનંતિ કરું છું સાથે આપના પ્રતિભાવ જણાવવા પણ નમ્ર વિનંતિ. મારા બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com
    આ ઉપરાંત આપને જાણ માટે સ્પષ્ટતા કરુ છું કે મારા માતુશ્રીનું 15 વર્ષ પહેલા અવસાન થયેલું અને મારી ધર્મપત્નીનું 11 વર્ષ પહેલાં અવસાન થયેલું છે અને આ બંને પાછળ મેં કોઈ રોક્કળ કે કર્મકાંડની વિધિ કરી નથી બંનેના મૃત્યુને ખૂબ જ સહજ રીતે સ્વીકાર્યા છે ઉપરાંત મારાં મૃત્યુ બાદ મારો દેહ પણ મેડીકલ કોલેજને વિધ્યાર્થીઓના અભ્યાસ માટે સોંપી દેવા મારાં બાળકોને સુચના આપેલી જ છે તથા કોઈ કર્મકાંડ પણ કરવાના નથી તે પણ સ્પષ્ટ જણાવેલ છે !
    અંતમાં હું મક્ક્મતાથી માનું છું કે કોઈ પણ સામાજિક રૂઢિ-રિવાજો બદલાવા હોય તો આપણાં પોતાથી શરૂ કરવા જોઈએ. અને જે રૂઢિ-રિવાજો અત્યંત જૂના હોય તેમાં પરિવર્તન લાવતા લાંબો સમય લાગવાનો જ છે તે સત્ય સ્વીકારવું જ રહ્યું ! અસ્તુ !

    Like

  22. શ્રી ગોવીંદભાઇ, લેખકશ્રીનો અસંગત રિવાજો પ્રત્યે ફેરવિચાર કરવાનો ભાવ વિચારયોગ્ય છે પરંતુ અંતિમસંસ્કાર બાબતે તેઓના વિચાર પ્રત્યે નમ્રતાપૂર્વક અસહમત થઉં છું. આગળ ઘણા વિદ્વાનમિત્રોએ આ અસહમતીના કારણો આપતા સચોટ વિચારો રજુ કર્યા જ છે, જે પણ ધ્યાનપાત્ર છે. પ્રથમ તો એ કે વિશ્વભરના લોકોના પોતાના સંસ્કાર અને સ્થાનિક સગવડના આધારે જન્મ-મરણ, લગ્ન વગેરે માટેના રિવાજો હોય છે. તેમાં સમયે સમયે જરૂરિયાત પ્રમાણે સુધારા વધારા પણ થતા રહે છે. ફક્ત પારકે ભાણે લાડવો મોટો દેખાવો તે એક સર્વસામાન્ય ઘટના છે. ફક્ત વિકિપીડિયાનાજ કેટલાયે લેખનો અભ્યાસ કરતા ધ્યાને આવશે કે ’અગ્નિદાહ’ એ ફક્ત હિંદુઓનો રિવાજ નથી. એકમાત્ર ઈસ્લામ ધર્મને બાદ કરતા વિશ્વના તમામ ધર્મમાં, સમગ્રતયા કે અમુક ફાંટાઓમાં, અગ્નિદાહ હજુ પણ માન્ય છે. પુરાતત્વ અનુસાર અગ્નિદાહનો પ્રથમ આધારભૂત પુરાવો ૨૦,૦૦૦ વર્ષ પહેલાનો ઓસ્ટ્રેલિયામાંથી મળેલ છે. યુરોપ અને મધ્યપૂર્વમાંથી નિઓલિથીક યુગના સમયના અગ્નિદાહના પુરાવાઓ મળેલ છે. ભુમિદાહની પ્રથા પ્રાચિન ઈજીપ્તથી શરૂ થયાનું જણાવાય છે, જે ત્યાર પછી ઘણા પ્રદેશોમાં વિસ્તાર પામી. અને આ માટેનું કારણ સમજી શકાય તેવું જ છે, જે ભુગોળમાં વૃક્ષ કે કાષ્ટની ઉપલબ્ધતા ઓછી કે સાવ ન હોય ત્યાં શબના નિકાલ માટે ભુમિદાહ એ એકમાત્ર યોગ્ય વિકલ્પ જ રહે. આગળ જતા જે તે પ્રદેશમાંથી વિશ્વભરમાં ફેલાયેલા લોકોએ પોતાની એ પ્રથા ચાલુ રાખી હોય તે સ્વાભાવિક છે. હા, તેમાં કોઇ કોઇ લોકોએ પછી સ્થાનિક ઉપલબ્ધિ અનુસાર પોતાની પ્રથામાં ફેરફાર પણ કર્યા હોય. પરંતુ ફક્ત કોઇ એક પ્રથા બહુ સારી અને બીજી બહુ ખરાબ એવું તારણ આપણે કરીએ તો એ યોગ્ય નહીં ગણાય.
    આગળ ઘણા મિત્રોએ કહ્યું તેમ, જો બધા જ લોકો ફક્ત ભુમિદાહની પ્રથા જ માન્ય કરે તો પ્રથમથી જ કિંમતી એવી જમીનની કેટલી ભયાનક અછત સર્જાય તે મુદ્દો લેખકશ્રીએ ધ્યાને લીધો નથી. આજે પણ, યુરોપ-અમેરિકાના મિત્રો જાણકારી આપી શકશે કે, કુટુંબના સભ્યના ભુમિદાહ માટેની જમીન લેવા માટે કેટલાયે લોકોને જીવનભરની કમાણી વાપરી નાખવી પડે છે. (બધે જ કંઇ દાટવા માટેની જમીન મફત અપાતી નથી) હા, જ્યાં કાષ્ટ કે અન્યકોઇ રીતે દાહ આપવાની કુદરતી વ્યવશ્થા નથી ત્યાં અન્ય પ્રકારો પણ યોગ્ય જ છે. (એમ તો માછીમારી કરવા કે અન્ય કારણે સમુદ્રમાં જતા લોકોમાંથી કોઇનું અધવચ્ચે અવસાન થાય અને મૃતદેહ જાળવવો કે કાંઠે પહોંચાડવો શક્ય ન હોય ત્યારે મૃતદેહને સમુદ્રમાં વામી દેવામાં આવે જ છે ને)
    આગળ પારસીઓનો ઉલ્લેખ પણ આવ્યો, તેઓએ પણ પોતાના ભૌગોલિક કારણોસર અલગપ્રથા બનાવી હશે, આજે ઘણા પારસીઓ પણ અગ્નિદાહ કરે છે. હિન્દુઓમાં પણ અમુક સંપ્રદાય કે ખાસ પ્રકારનું મહત્વ (જેમ કે કોઇ કોઇ સાધુઓ વગેરે) ધરાવતા લોકોને ભુમિદાહ આપવાનું ચલણ પ્રચલિત છે (સમાધી). પરંતુ હિન્દુ માન્યતા મુજબ શરીર પંચમહાભુતનું બનેલું હોય, ફક્ત અગ્નિદાહ મારફત જ એ પાંચે પાંચ તત્વને પાછા કુદરતમાં ભેળવી શકાય તેવું મનાતું હોય, અગ્નિદાહનો રિવાજ વધુ પ્રચલિત થયેલો છે. આ ઉપરાંત અગ્નિદાહમાં ફક્ત ટુંકી, નિશ્ચિત જગ્યામાં જ કેટલાયે મૃતદેહને વિલિન કરી શકાતા હોય વધુ ભુમિ રોકાતી નથી, તિવ્ર તાપમાનને કારણે હાનિકારક પદાર્થોકે જૈવિક ઘટકોનો પણ નાશ થાય છે તેથી પ્રદુષણ પણ ઓછામાં ઓછું થાય છે અને રહી વાત લાકડાઓની કે અન્ય (ગેસ કે વિજળીક મસાણો) રીતે વપરાતી ઊર્જાની, તો કોઇકે, નિષ્પક્ષરીતે એ અને અન્ય સાવ નકામા કાર્યોમાં વેડફાતી ઊર્જાના આંકડાઓ શોધી અને અભ્યાસ કરવો જોઇએ. એક માણસને બાળવામાં વપરાતી ઊર્જા કરતા તો ક્યાંય વધુ ઊર્જા એકાદ કચેરીના ઓરડાને ઠંડુ કરતા ACમાં વપરાતી હશે ! અથવા તો તે ઊર્જાના મુલ્ય અને ભુમિદાહમાં રોકાતી જમીનના મુલ્યની સરખામણી પણ કરી શકાય. જો કે હું બધાએ આ કે તે પ્રકારે દાહ કરવો જ તેવા આગ્રહને યોગ્ય નથી માનતો, બાકી તો સ્વતંત્રતા ક્યાં રહી ! હા, સૌએ સમય અને સંજોગ તથા દેશ-કાળના અનુકુલન પ્રમાણે આ કાર્ય કરવું જોઇએ. (મૃતદેહના નિકાલનું કાર્ય એ ધાર્મિક ઓછું અને સામાજીક વધુ છે)
    અન્ય મરણોત્તર પ્રથાઓમાં પણ સમયાનુસાર ફેરફાર કરતા કે અપનાવતા રહેવું તે બાબતે સૌની શાથે હું પણ સહમત છું. અને આ પ્રકારના રિવાજો દરેક દેશ,કાળ,ધર્મમાં હોય જ છે, અને તેનો મુખ્ય ઉદ્દેશ એક સ્વજનની વિદાયનું દુઃખ હળવું કરવાનો હોય છે. જ્ઞાનિઓ સમજણ વડે દુઃખ હળવું કરે તો જનસામાન્યને સમાજમાં પ્રચલિત એવી પ્રથાઓ દ્વારા (કે જેમાં મનોવિજ્ઞાન પણ હોય છે) દુઃખ હળવું કરવામાં મદદરૂપ થવાય છે. ફક્ત સુધરેલા દેખાવા માટે દરેક સામાજીક પ્રથાનો વિરોધ એ પણ અણસમજાઇ છે, અને તેની અવેજીમાં અન્ય કયો ઉપાય કરવો તે દર્શાવ્યા વિના તો તે ભયાવહ પણ બની શકે છે. આ બાબત પણ સૌએ પ્રથમ વિચારવી જરૂરી છે. કશો અવિવેક હોય તો ક્ષમા ચાહું છું, આભાર.

    Like

    1. અશોકભાઈ,
      તમારી સાથે હું સંમત છું. ખરેખર તો મૃતદેહનો નિકાલ કરવો એ માત્ર સામાજિક કામ છે અને આરોગ્યની દૃષ્ટિએ પણ જરૂરી છે. મૃતદેહનો નિકાલ ન થાય તો શી સ્થિતિ થાય? આ ક્રૂર સત્યને જરા નરમ બનાવવાનું સાયકોલોજિકલી જરૂરી છે. જરૂરિયાત અને કુટુંબીજનોનો સ્નેહ એ બન્ને વચ્ચે મેળ બેસાડવા માટે જ કેટલાક રીતરિવાજોનો પ્રવેશ થયો છે. જેમ આપણે બાળકને મનાવીએ છીએ તેમ જ.વળી મૃત્યુની વેદના ભોગવતા પરિવારને હૂંફની જરૂર પણ હોય જ છે. આથી એ કહેવું પણ ખોટું છે કે બેસણામાં કે શ્મશાનમાં માણસો બીજી વાતો કરીને પછી પોતાને કામે ચાલ્યા જતા હોય છે. એ નહીં તો બીજું શું કરવું? કુટુંબ માટે દુઃખ છે પણ બીજા પોતાની સામાજિક ફરજ માનીને આવે છે. એમને શા માટે ટીકાનું નિશાન બનાવવા? આપણો વિરોધ મ્રુત્યુની ડિગ્નિટી ન જળવાતી હોવા પૂરતો મર્યાદિત હોવો જોઇએ. એમાં, રોવાધોવાનું jaIneઅને શ્મશાનમાં સંયમપૂર્વક ધીમા અવાજે વાતચીત વગેરે સુધીનું બધું આવી જાય. મૃતકનાં કુટુંબીજનોએ પણ એ સમજવું જોઇએ કે બીજાના ઘરે મૃત્યુ આવશે ત્યારે એ પણ ત્યાં જઈને એવું જ કરવાના.
      મને લાગે છે કે આ ચર્ચામાં લેખકે મ્રુત્યુ વખતે મચતી કાગારોળ અને રોવાના રિવાજ અથવા તે પછીના રિવાજો વિશેની ચર્ચાને અંતિમ સંસ્કારની ચર્ચા સાથે ભેળવી દીધી છે. આ બન્ને જુદા વિષયો છે.અગ્નિસંસ્કારની વાત કરીએ તો રશિયામાં સામ્યવાદી શાસન દરમિયાન અગ્નિ સંસ્કારનો રિવાજ – કઈં નહીં તો સામ્યવાદી નેતાઓ માટે તો હતો જ. મેં મારી સૌ પહેલી કૉમેન્ટમાં લખ્યું છે કે આપણે બધા વિધિઓને એક સાથે નાબૂદ કરી શક્વાના નથી એટલે આવું લખીને આપણે પોતાને પ્રગતિશીલ ઠરાવી શકીશું પણ એનાથી વધારે ફાયદો નથી. રેશનલિસ્ટ અને નિહિલિસ્ટમાં અંતર છે.

      Like

  23. પ્રત્યેક પદ્ધતિ માં કૈ ને કૈ દોષ હોય જ છે…જે તે વિધિ મુજબ જ અન્તિમ સન્સ્કાર કરવો જોઇએ..તેમા ઘણા જ બુદ્ધિયુક્ત સિદ્ધાન્તો સ્માયેલા છે જેમ લાકડામા અગ્નિ છે..હિન્દુ ધર્મમાં પરિવર્તનને અવકાશ છે..હવે ઇલેક્ટ્રીક આવ્યુ તોય તેમાય ખર્ચ તો રહે જ ને અને ઉર્જા તો વપરાશે જ ને…માત્ર બુદ્ધિ કરતાં સન્સ્કાર ઘણી આગળ્ની વાત છે..અગ્નિ સંસ્કાર..બુદ્ધિ સંસ્કાર…તર્ક ચલાવવા જુદા અને સન્સ્કાર સર્જન જુદા..સંશય ઘણૂ ઉપયોગી સાધન છે જ્ઞાન માટે તેની ના નહિ..પરમ સંદેહનું શાસ્ત્ર છે સંશય..પણ સંશયમાં જ અટવાય તેના માટે..સંશયાત્મ વિનશ્યતિ..કહ્યુ તે ઘણી આગળ્ની વાત છે જ્યાં બુધ્ધિનો છેડો આવી જાય તેનાથી આગળ જ શ્રદ્ધાનો પ્રદેશ શરુ થાય..અંધ શ્રદ્ધા બુદ્ધીહીનતાના પ્રદેશમા આવે..અસ્તુ..

    Like

  24. પ્રિય દિલિપભાઇ, હું ખોટું ન સમજ્યો હોઉ તો તમે બુદ્ધિ કરતાં સંસ્કાર પર વધારે જોર આપો છો. સંસ્કાર એટલે પેઢી-દર-પેઢી વારસામાં મળેલી ટેવો જ ને? આવી ટેવો દરેક સમાજમાં જુદી જુદી હોય છે, એટલે સંસ્કારના આધારે અમુક વસ્તુ સારી એમ ન કહી શકાય. એનો અર્થ તો એ થાય કે મારૂં એટલું સારૂં. વળી, સમાજ અને સંસાર જૂની વાતોને વળગીને રહેતા પણ નથી. એવું હોત તો આચારવિચારમાં આટલાં મોટાં પરિવર્તનો પણ ન આવ્યાં હોત. આપણા વડીલો તો ધોતી-ટોપીવાળા હતા આપણા સંસ્કાર તો એ જ ગણાય઼ ને?. પેન્ટ-શર્ટ આવ્યાં તે આપણે સ્વીકાર્યાં જ છે ને! કદાચ આપણા કોઈ વડીલ ફરી જીવતા થઈને પાછા આવે તો નાપસંદ પણ કરે. આમ, સંસ્કાર સ્થિર ન રહી શકે.
    બીજી વાત તમે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની કરી છે. ધ્યાનથી જોશો તો જણાશે કે આમાં પણ આપણું જજમેન્ટ આપણી ફેવરમાં જ રહે છે. મારી શ્રદ્ધા એ શ્રદ્ધા, બીજાની શ્રદ્ધા એ અંધશ્રદ્ધા. ખરેખર શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે મને કઈં ફરક જણાતો નથી. બુદ્ધિનું ક્ષેત્ર વિસ્તરતું જાય તેમ શ્રદ્ધાનું ક્ષેત્ર સીમિત થતું જાય.

    Like

  25. સર્વે ભાઈઓને ગોવિંદભાઈ/રમણભાઈ મારફતે નમસ્તે,
    કુદરતી રીતે કોઈ પણ ક્રિયા અથવા વિધિ કરવામાં ન આવે તો કોઈ પણ યોનિમાં જ્ન્મેલ મ્રુતક દેહ પોતાની મેળે જ માટી બની જાય છે, પરમેશ્વર યહોવા જેમણે આકાશ ધરતી, પૃથ્વી, તારાઓ, નક્ષત્રો, વૃક્ષ, જળ વાયુ ધરતી વગેરે વગેરે બનાવ્યુ છે એમણે જ ધરતીની માટી લઈને પોતાનો શ્વાસ ફુંકીને આદમને સર્જ્યો હતો અને એમાં એમના આત્માનો અંશ રોપ્યો હતો. જેમાંથી આખાયે જગતના માનવ વંશો અલગ અલગ જાતિ રુપે અલગ અલગ દેશોમાં પ્રસરી ગયેલા. એ મનુશ્યો અથવા કોઈપણ સજીવ દેહ જ્યારે મરી જાય છે ત્યાર એની મેળે જ ફરીથી માટી જ બની જાય છે, મે હજુ સુધી કોઈને પોતાની મેળે જ, વગર માનવ પ્રયાસે અગ્નિ, જળ કે વાયુ બની જતા જોયા જ નથી. વળી બાઈબલમાં પણ પરમેશ્વર યહોવા કહે છે કે “મનુશ્ય એ છેવટે માટી માં જ મળી જવાનુ છે” એ સિવાયની અન્ય કોઈ રીત દેહ વિસર્જીત કરવો એ અઘોર પાપ કહ્યુ છ. મે મારા આપ્તજનોને કહી રાખ્યુ છે કે જ્યારે મારુ મ્રુત્યુ થાય ત્યારે મને વાજતે ગાજતે ખ્રિસ્તીઓની રીતે મારા દેહને પરમેશ્વરની ઈચ્છા મુજબ ફક્ત અને ફક્ત પ્રાર્થના સમેત માટીમા મેળવી દે. જેથી કરીને, જ્યાં સુધી પ્રભુ યીશુ મને લેવા ન આવે ત્યાં સુધી ચીર નિંદ્રામાં પોઢી રહિશ. મને ખ્રિસ્તીઓની રીતે દફન થવાનુ પસંદ છે, દાહ લઈને, અકુદરતી અને માનવ સર્જીત વિધીઓ દ્વારા બળવુ નથી અને તુર્તજ પંચમહાભુત જે માટી જ છે એમા નથી મળવુ પણ ધીમે ધીમે જેવી રીતે હુ વધેલો એવી રીતે ઘટવા માંગુ છુ, જે પરમેશ્વરની ઈચ્છા અને આજ્ઞા છે. અને મારી કબર ઉપર ખ્રિસ્તીઓ અને મુસ્લીમ બીરાદરોની પેઠે મારી કબર ઉપર પ્રેમનુ (પુજાન નહિ) ફુલ લઈ જ્યારે ઈચ્છા થાય ત્યાર બે ઘડી મળવા આવી શકે. મારી મમ્મી, મારા નાના-નાની, મામા-કાકા વગેરે વગેરે વડિલોને હિંદુ રીતે બાળેલા ત્યારે જ મને એ ઢોંગ પસંદ ન હતો કેમ કે જીવતે જીવતા અને મર્યા પછી કઈક અલગ જે વ્યર્થ પણ હતુ, મને ગમ્યુ જ ન હતુ, કદાચ તેઓની કબર હોત તો હુ પણ ખિર્સ્તીઓની જેમ આજે તેઓની કબર પર એમની પુણ્યતીથી વખતે તો એક ફુલ ચડાવત, પણ હાય રી કિસ્મત, મારા દેશબંધુઓના અંધકારે મારા મ્રુતક આપ્તજનોથી વંચિત રહ્યો છુ (આ કોઈ મુર્તિ પુજા કરવાની વાતા નથી). કેમ કે દિલ્હીમાં મે બે જણાને ખ્રિસ્તી રીતે રિવાજે શાંત સ્મશાને પોઢાડી આવેલો છુ, એટલે આજે પણ લોકો માટે પ્રભુ યીશુ ના નામે હુ પ્રાર્થના કર જ છુ કે “હે પરમેશ્વર મારા હિંદુ ભાઈઓને અંધકારમાંથી છોડાવ, અને તમારા પ્રકાશમાં લઈ આવ.” ત્યારે જ “ઓમ ભુર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય, ભર્ગોદેવસ્ય ધીમહિ ધીયો યોનઃ પ્રચોદયાત” નો અર્થ સાકાર થશે કેમ કે કોઈ પણ ધર્મ વખત સાથે બદલે તો એ ધર્મ નહિ પણ વ્યવસ્થા બની જાય છે.

    Like

  26. રાજેશભાઇના ખ્રિસ્તી તરીકેના વિચારોની હું કદર કરું છું. યીશુ એક મહાન અને સૌ પહેલા સત્યાગ્રહી હતા જે જાણતા હતા કે એમણે જે માર્ગ લીધો છે એમાં એમનૂં મૃત્યુ નિશ્ચિત છે. આમ છતાં, પ્રચંડ આત્મવિશ્વાસથી એમણે પોતાના વિચારો સ્થાપિત કર્યા જે તત્કાલીન સત્તાધારીઓ અને ધર્મનો ઇજારો લઈ બેઠેલા ધર્મગુરુઓ વિરુદ્ધ હતા. યીશુને સાચી રીતે સમજવા માટે નવા કરાર બરાબર વાંચવાની જરૂર રહે છે.યીશુ નવા વિચારોના સ્થાપક, પ્રેરક અને પ્રચારક હતા.

    પરંતુ, એમણે યહુદી સમાજની એવી પરંપરાઓ વિશે કઈં નથી કહ્યું જેનો સંબંધ પ્રત્યક્ષ શોષણ સાથે ન હોય. દફન ક્રિયા એ જ પ્રકારની છે અને યીશુનો એ વિશે કોઈ અભિપ્રાય નથી. એ યહુદીઓમાં પરાપૂર્વથી ચાલી આવતી પ્રથા છે. ભૂમિસંસ્કાર બાબતમાં પણ ખ્રિસ્તીઓ અને મુસલમાનો વચ્ચે ભેદ છે. ઇસ્લામમાં મૃતકની કબર પર પથ્થર મૂકવાની મનાઈ છે. એમની માન્યતા છે કે કયામતને દિવસે ઘંટ વાગશે ત્યારે પથ્થર મૂકેલો હોય તો રૂહ બહાર કેમ આવશે? ખ્રિસ્તીઓ (અને મૂળ તો યહુદીઓ) આમાં કઈં ખોટું નથી જોતા. એટલે, પુણ્યતિથિ નિમિત્તે કબર પર ફૂલ ચડાવવાનો રિવાજ મુસલમાનોમાં નથી. આમ, કોઈ પણ વ્યક્તિ ધાર્મિક કારણોસર અંતિમ સંસ્કારની અમુક ખાસ રીત પસંદ કરે તે સમજી શકાય છે પરંતુ એ જ રીત ઉત્તમ હોવાનું સિદ્ધ કરવા માટે ધાર્મિક સિવાયની દલીલો હોવી જોઇએ.

    હું અગ્નિસંસ્કાર પસંદ કરૂં છું પણ એનાં કારણો ધાર્મિક નથી અથવા મારો જન્મ હિન્દુ કુટુંબમાં થયો છે, એ નથી. “મારૂં એટલું સારૂં” એવું હું નથી માનતો. હું એ પણ જાણું છું કે હિન્દુઓ અને પારસીઓ સિવાય બધા જ લોકો ભૂમિ સંસ્કાર કરે છે. એટલે દુનિયાની વિશાળ બહુમતી વસ્તીમાં દફન વિધિ પરંપરાથી સ્થાપિત છે. બીજું, પુરાતત્વની દૃષ્ટિએ પણ અગ્નિસંસ્કારની પરંપરાને કારણે ભૂતકાળની ઘણી જાણવા જેવી વાતો પણ અગ્નિને સમર્પિત થઈ ગઈ છે, એ પણ ખરૂં. પ્રાચીન કબરો તત્કાલીન સમાજની સ્થિતિ સમજવામાં બહુ ઉપયોગી થતી હોય છે.

    આમ છતાં હું અગ્નિસંસ્કારને શબના નિકાલ માટેની એક સૌથી ઓછી ખર્ચાળ પદ્ધતિ તરીકે પસંદ કરૂં છું. અને હવે વીજળીક વ્યવસ્થાને કારણે એ વધુ સસ્તું બન્યું છે. રાજેશભાઈ મારા જેમ દિલ્હીમાં જ છે તો જાણતા હશે કે નિગમબોધ ઘાટમાં જ ગૅસથી બાળવાની વ્યવસ્થા પણ છે જે વીજળી કરતાં પણ સસ્તી છે. લાકડાં પણ ન જોઈએ. આમ પર્યાવરણની દૃષ્ટિએ પણ એ આવકાર્ય છે.

    બીજો સવાલ રાજેશભાઈની ધારણા વિશે છે કે “કોઈ પણ ધર્મ વખત સાથે બદલે તો એ ધર્મ નહિ પણ વ્યવસ્થા બની જાય છે.” આના પર વિગતે અને અલગથી વિચાર કરવાની જરૂર છે પણ અહીં હું એટલું જ કહીશ કે વખત સાથે ન બદલે તે જ ધર્મ વ્યવથા બની જાય છે; વખત સાથે બદલે એ ધર્મ જીવંત રહે છે. યહોવાહનો ધર્મ પણ યીશુના પ્રયાસોથી બદલાયો અને નવો ધર્મ આવ્યો! એટલે રાજેશભાઈ પોતે જ આ બાબતમાં ચિંતન કરે તો આપણને કઈંક નવું મળશે. અંતિમ સંસ્કાર વિશેના મારા વિચારોને યીશુ પ્રત્યેના મારા આદર સાથે કઈં જ લેવાદેવા નથી. અને યીશુને પણ આ પ્રકારની વાતો સાથે સંબંધ નહોતો. નવા કરાર વાંચનાર સૌ કોઈ એ સમજી શકશે.

    Like

    1. શ્રી દિપકભાઇ અને મિત્રો, આપ સૌએ સરસ, બહુઉપયોગી ચર્ચાઓ કરી જ છે. દિપકભાઇ, આપની વાત શાથે સહમત થતા સૌ મિત્રોને વધુ જાણકારી માટે થોડા આંકડાઓ અને લેખની લિંક્સ અહીં આપું છું. વાદવિવાદ કે કોઇ એક વાત જ સાચી તેવો હઠાગ્રહ રાખવા માટે નહીં પરંતુ આવી સુંદર ચર્ચા ચાલી જ છે તો નક્કર હકિકતો પર ધ્યાન દોરવાનો જ આશયમાત્ર છે.

      સૌ પ્રથમ મેં તારવેલ થોડા દેશોની ટુંકી યાદી રજુ કરૂં છું જ્યાં ૭૦ % કરતા વધુ પ્રમાણ અગ્નિદાહ (ખાસ તો ઇલે. કે ગેસ દ્વારા)નું છે. અને આ પ્રમાણમાં સત્તત વધારો થતો જાય છે ! જેને ત્યાં સુધારો કહે છે !!
      * UNITED KINGDOM, TAIWAN, SWITZERLAND, SWEDEN, SINGAPORE, NEW ZEALAND, CZECH REPUBLIC, JAPAN (99.85 %), (મહદ આંકડાઓ ૨૦૦૮નાં છે)
      USA (36.84%, 2009), જ્યાં માનવામાં આવે છે કે આવતા થોડા સમયમાં આ આંકડો ૫૦ %એ પહોંચી જશે. (અને તે માટે ’જાગૃતિ’ ફેલાવવાનો પ્રયત્ન પણ થાય છે !!!)

      આ ઉપરાંત વધુ અભ્યાસ માટે નીચેની લિંક્સ પણ જોવા લાયક છે. જેમાં પર્યાવરણ અને અન્ય મુદ્દાઓની પણ છણાવટ કરાઇ છે. આમાં ધર્મને વચ્ચે ન લાવી (કારણ કે ઈસ્લામને બાદ કરતા અન્ય કોઇ ધર્મમાં ફક્ત ધાર્મિક કારણોસર બાળવું કે દાટવું તેવું હાડોહાડ મનાતું હોવાનું લાગતું નથી) અને અન્ય પાસાઓ પર વિચાર કરવાથી બન્ને પદ્ધત્તિના લાભાલાભ વધુ સારી રીતે સમજી શકાય છે.
      * http://en.wikipedia.org/wiki/Cremation#Environmental_impact
      * http://en.wikipedia.org/wiki/Cemetery#Pressures_on_cemetery_management

      ** સંદર્ભ જુઓ:
      * http://www.srgw.demon.co.uk/CremSoc5/Stats/Interntl/2008/StatsIF.html
      * http://www.srgw.demon.co.uk/CremSoc4/Stats/National/2009/StatsNat.html (UKનાં આંકડાઓ)
      * http://www.cremationassociation.org/Consumers/WhatisCremation/HistoryofCremation/tabid/144/Default.aspx
      * http://en.wikipedia.org/wiki/List_of_countries_by_cremation_rate

      Like

      1. અશોકભાઇ, તમે ચર્ચાને નકકર માર્ગે વાળી છે. લિંક્સ જોઈ જઈશ. આભાર

        Like

  27. १. दिपकभाई मारा विचारोनी कदर करवाने बदले प्रभु यीशुना विचारोनी जे छेवटे तो परमपिता परमेश्वरना ज विचारो अने ईच्छा छे, एमनी कदर करशो तो वधु आशिष मळशे, मारा विचारो कदाच अधुरा हशे पण प्रभु यीशुना नहि. प्रभु यीशु सत्याग्रही (आपणा देशनी व्याख्या प्रमाणे अंग्रेजो विरुध्धना सत्याग्रही) नथी, तेओ पोते ज मार्ग, सत्य अने जीवन छे, परमेश्वरनु मानविय रुप छे, तत्कालीन, अंधकारमां डुबेला दरेक प्रकारना हाकेमोने अने आत्मिक कंगालोने पापना बंधनमांथी छोडावीने परम पवित्र परमेश्वरना सांनिध्यमां लई जनार परमेश्वर पुत्र छे. प्रभु यीशु कोई चळवळ कारक न हता पण जुना करारना ज परमेश्वरनी पवित्र व्यवस्थाना अवळा उपयोग ने तरछोडी पवित्र आत्माने आत्मसात करावनार पवित्र आत्मा छे, आजे पण जेओ एमने माने छे तेओ ज पवित्र आत्मा धरावे छे अन्य बीजु कोई नहि. जुना करार दरम्यान कोई पण “मसीह” न कहेवायु हतु पण प्रभु यीशु पोते ज “मसिहा” कहेवाणा अने एमना माननाराओने “खिस्ती” एटले के “मसिह” कहेवाय छे, केम के प्रभु यीशुने पामीने एक पापी पोते ज मसीहा बनी जाय छे. एटला महान गुण प्रभु यीशुने नवा करार प्रमाणे अपनाववाथी आत्मसात थाय छे. उदाहरण बेन्नी हिन, जोयेस मायर, डो. डी.जे.एस. दिनाकरण वगेरे वगेरे..

    २. आत्मा ऍक महान शक्ति छे एने पथ्थर जेवी तुच्छ वस्तु रोकी न शके, आपे कह्यु छे ऍ प्रमाणे मुस्लिमोनु एवु मानता होय ऍ आपनु कहेलु मने खरु नथी लाग्तु, तेओ पण लगभग ख्रिस्ती ओ मुजब ज कयामतना दिवसे तुरहीनो अवाज द्वारा दरेक आत्मिक देह कबरना बंधनमांथी मुकत थईने स्वर्ग ना परमपिता पासे एक थवा जती रहेशे एवु खिस्ती अने मुस्लिमोनु मानवु छे. त्यां कोई शरीर नहि होय, त्या कोई मजा मस्ती नहि हशे, फक्त अने फक्त महान दयाळु परमेश्वर ज हशे अने ऍमना प्रेमीओना आत्मा ऍमनी त्या अखंड स्तुति आराधना करता हशे. ज्यारे मारा पुर्वजो जेओ हिंदु रीती मुजब क्रुरता पुर्वक बाळी नांखवामां आवेला तेओनो आत्मा कोने खबर क्यां भटकतो हशे अने ऍवाज हाल अन्य करोडो हिंदुओना पण थया अने थशे ज एवो मने द्रढ विश्वास छे केम के ऍमनो आत्मा स्वर्ग नहि पण आपणा प्रुथ्वीना वातावरणमां भटकतो ज हशे अने कया देवी देवताओ पासे जशे ए पण कोईने खबर नथी ज.

    ३. हु हिंदु घरमां जन्म्यो पण बाकीनु जीवन अने मरण तो खिस्ती रीते ज ईछ्छु छु, मने अधार्मिक अथवा अकुदरती रीते मानविय अधुरी अने मनघडंत विधीओ द्वारा बळवु नथी केम के ऍमा सच्चाई नथी ऍ तो दरेके दरेक जण जाणे ज छे.

    ४. निगमबोध घाट अने अन्य घाटो परना बळता म्रुतदेहोनी दरेके दरेक क्रियाओ आपने भले योग्य अने कम खर्चाळ लागे पण मने ऍ अतिशय खर्चाळ लागे छे केम के मारु मान्वु छे के मानविय रीते विसर्जीत करेला बळेला, डुबेला के पशुओने अर्पित करेला, अंगदान करेला म्रुतदेहने परमेश्वर घ्रुणा करे छे. केम के परमेशर कहे छे के “मारी बनावेली वस्तु उपर मनुष्यनी आरी चाले ऍने हु कदि पण स्विकार नही करीश” अने मनुष्य ऍ परमेश्वरनी रचना छे.

    ५. जगतना कोई पण धर्म बदली शकतो नथी, ऍनी मुळ रचना तो अकबंध रहे छे ज्यारे हिंदु धर्मना २५०० वरसमां ज केटला फांटा पडी गया छे, छतांय कोईनी आंख खुलती नथी ऍथी मने दुःखद आश्चर्य ज थाय छे अने रमण्भाई पाठक श्रीना उत्त्तम लेखनी झाटकणी वांचीने पण मने लोको पर दया आवे छे अने ऍटले ज हु परमात्मा परमेश्वरने प्रभु यीशु द्वारा प्रार्थना करु छु के हे पिता तमारा संतानोने अंधकारमांथी छोडावो, अने तमारा राज्यनु ज्ञान दरशन करावो.”

    आपना खुब खुब धन्यवाद, मने आटलु कहेवानो मोको आप्यो बदल प्रभु आपने अने मारा भारतीय बंधुओने खुब खुब आशिष आपे…

    Like

  28. दिपकभाई, बीजी ऍक महत्वनी वात रही गई, ते ऍ के, प्रभु यीशुने सारी रीते समजवा होय तो जुनो करार दस वखत वांची जजो, केम के ऍमां ज परमेश्वर यहोवाऍ ऍमना एक दुत (यीशु मसीहा) ने मानव उध्धार माटे मोकलवानी आगाही करी छे अने एक वखत नहि पण लगभग २००० वरस सुधी अलग अलग नबीओ अने भविष्यवक्ताओ मारफते करी छे, ऍ शोधवानी अने समजवानी तस्दी लेवा विनंति करु छु, अने ए बधु समज्या पछी ज हु प्रभु यीशुने ज परमेश्वर यहोवानु मानवीय रुप मानु छु. केम के कोई कीडी ज्यारे पाणीमां तणाती होय अथवा साकरना ढगलामां दबाई जती होय के आगमा बळी मरवा अजाणताज दोडी जती होय त्यारे आपणे ऍने बचाववानी कोशिश करीए छीए अने ए आपणी ईच्छा समजी शक्ती नथी अने नष्ट थई जाय त्यारे आपणने दुख थाय छे एवी ज रीते अदश्य परमेश्वरे जुना करारनी व्यवस्था तो आपी पण मनुष्यने आजे पण पाप करवानु ज गमे छे, ए पापना बंधनोमां थी ज मनुष्योने छोडाववा परमेश्वर पोतानो स्वर्गीय अंश जे प्रभु यीशु छे एमने कुंवारी माताना पेटे वगर मानव प्रयासे जन्म अपावीने अदभुत ईतिहास रच्यो छे. अने ज्यारे मारा जेवो पापी, प्रभु यीशु चरीत्र वांचे छे त्यारे ज जुना करारमां प्रभु यीशु विशे परमेश्वरे करेली आगाहीओनी साबिती प्रभु यीशुमां आजे पण मळे ज छे….ऍटले ज मारी आपने अने अन्योने नम्र विनंति छे के जुना करारने जे शैतानना प्रसारनी वातो दर्शावे छे ज्यारे नवो करार प्रभु यीशु द्वारा शैतानना नाशना दर्शन करावे छे,, जे अदभुत सत्य आजे पण अनुभवी अने माणी शकाय छे.

    Like

  29. १. दिपकभाई मारा विचारोनी कदर करवाने बदले प्रभु यीशुना विचारोनी जे छेवटे तो परमपिता परमेश्वरना ज विचारो अने ईच्छा छे, एमनी कदर करशो तो वधु आशिष मळशे, मारा विचारो कदाच अधुरा हशे पण प्रभु यीशुना नहि. प्रभु यीशु सत्याग्रही (आपणा देशनी व्याख्या प्रमाणे अंग्रेजो विरुध्धना सत्याग्रही) नथी, तेओ पोते ज मार्ग, सत्य अने जीवन छे, परमेश्वरनु मानविय रुप छे, तत्कालीन, अंधकारमां डुबेला दरेक प्रकारना हाकेमोने अने आत्मिक कंगालोने पापना बंधनमांथी छोडावीने परम पवित्र परमेश्वरना सांनिध्यमां लई जनार परमेश्वर पुत्र छे. प्रभु यीशु कोई चळवळ कारक न हता पण जुना करारना ज परमेश्वरनी पवित्र व्यवस्थाना अवळा उपयोग ने तरछोडी पवित्र आत्माने आत्मसात करावनार पवित्र आत्मा छे, आजे पण जेओ एमने माने छे तेओ ज पवित्र आत्मा धरावे छे अन्य बीजु कोई नहि. जुना करार दरम्यान कोई पण “मसीह” न कहेवायु हतु पण प्रभु यीशु पोते ज “मसिहा” कहेवाणा अने एमना माननाराओने “खिस्ती” एटले के “मसिह” कहेवाय छे, केम के प्रभु यीशुने पामीने एक पापी पोते ज मसीहा बनी जाय छे. एटला महान गुण प्रभु यीशुने नवा करार प्रमाणे अपनाववाथी आत्मसात थाय छे. उदाहरण बेन्नी हिन, जोयेस मायर, डो. डी.जे.एस. दिनाकरण वगेरे वगेरे..

    २. आत्मा ऍक महान शक्ति छे एने पथ्थर जेवी तुच्छ वस्तु रोकी न शके, आपे कह्यु छे ऍ प्रमाणे मुस्लिमोनु एवु मानता होय ऍ आपनु कहेलु मने खरु नथी लाग्तु, तेओ पण लगभग ख्रिस्ती ओ मुजब ज कयामतना दिवसे तुरहीनो अवाज द्वारा दरेक आत्मिक देह कबरना बंधनमांथी मुकत थईने स्वर्ग ना परमपिता पासे एक थवा जती रहेशे एवु खिस्ती अने मुस्लिमोनु मानवु छे. त्यां कोई शरीर नहि होय, त्या कोई मजा मस्ती नहि हशे, फक्त अने फक्त महान दयाळु परमेश्वर ज हशे अने ऍमना प्रेमीओना आत्मा ऍमनी त्या अखंड स्तुति आराधना करता हशे. ज्यारे मारा पुर्वजो जेओ हिंदु रीती मुजब क्रुरता पुर्वक बाळी नांखवामां आवेला तेओनो आत्मा कोने खबर क्यां भटकतो हशे अने ऍवाज हाल अन्य करोडो हिंदुओना पण थया अने थशे ज एवो मने द्रढ विश्वास छे केम के ऍमनो आत्मा स्वर्ग नहि पण आपणा प्रुथ्वीना वातावरणमां भटकतो ज हशे अने कया देवी देवताओ पासे जशे ए पण कोईने खबर नथी ज.

    ३. हु हिंदु घरमां जन्म्यो पण बाकीनु जीवन अने मरण तो खिस्ती रीते ज ईछ्छु छु, मने अधार्मिक अथवा अकुदरती रीते मानविय अधुरी अने मनघडंत विधीओ द्वारा बळवु नथी केम के ऍमा सच्चाई नथी ऍ तो दरेके दरेक जण जाणे ज छे.

    ४. निगमबोध घाट अने अन्य घाटो परना बळता म्रुतदेहोनी दरेके दरेक क्रियाओ आपने भले योग्य अने कम खर्चाळ लागे पण मने ऍ अतिशय खर्चाळ लागे छे केम के मारु मान्वु छे के मानविय रीते विसर्जीत करेला बळेला, डुबेला के पशुओने अर्पित करेला, अंगदान करेला म्रुतदेहने परमेश्वर घ्रुणा करे छे. केम के परमेशर कहे छे के “मारी बनावेली वस्तु उपर मनुष्यनी आरी चाले ऍने हु कदि पण स्विकार नही करीश” अने मनुष्य ऍ परमेश्वरनी रचना छे.

    ५. जगतना कोई पण धर्म बदली शकतो नथी, ऍनी मुळ रचना तो अकबंध रहे छे ज्यारे हिंदु धर्मना २५०० वरसमां ज केटला फांटा पडी गया छे, छतांय कोईनी आंख खुलती नथी ऍथी मने दुःखद आश्चर्य ज थाय छे अने रमण्भाई पाठक श्रीना उत्त्तम लेखनी झाटकणी वांचीने पण मने लोको पर दया आवे छे अने ऍटले ज हु परमात्मा परमेश्वरने प्रभु यीशु द्वारा प्रार्थना करु छु के हे पिता तमारा संतानोने अंधकारमांथी छोडावो, अने तमारा राज्यनु ज्ञान दरशन करावो.”

    आपना खुब खुब धन्यवाद, मने आटलु कहेवानो मोको आप्यो बदल प्रभु आपने अने मारा भारतीय बंधुओने खुब खुब आशिष आपे…दिपकभाई, बीजी ऍक महत्वनी वात रही गई, ते ऍ के, प्रभु यीशुने सारी रीते समजवा होय तो जुनो करार दस वखत वांची जजो, केम के ऍमां ज परमेश्वर यहोवाऍ ऍमना एक दुत (यीशु मसीहा) ने मानव उध्धार माटे मोकलवानी आगाही करी छे अने एक वखत नहि पण लगभग २००० वरस सुधी अलग अलग नबीओ अने भविष्यवक्ताओ मारफते करी छे, ऍ शोधवानी अने समजवानी तस्दी लेवा विनंति करु छु, अने ए बधु समज्या पछी ज हु प्रभु यीशुने ज परमेश्वर यहोवानु मानवीय रुप मानु छु. केम के कोई कीडी ज्यारे पाणीमां तणाती होय अथवा साकरना ढगलामां दबाई जती होय के आगमा बळी मरवा अजाणताज दोडी जती होय त्यारे आपणे ऍने बचाववानी कोशिश करीए छीए अने ए आपणी ईच्छा समजी शक्ती नथी अने नष्ट थई जाय त्यारे आपणने दुख थाय छे एवी ज रीते अदश्य परमेश्वरे जुना करारनी व्यवस्था तो आपी पण मनुष्यने आजे पण पाप करवानु ज गमे छे, ए पापना बंधनोमां थी ज मनुष्योने छोडाववा परमेश्वर पोतानो स्वर्गीय अंश जे प्रभु यीशु छे एमने कुंवारी माताना पेटे वगर मानव प्रयासे जन्म अपावीने अदभुत ईतिहास रच्यो छे. अने ज्यारे मारा जेवो पापी, प्रभु यीशु चरीत्र वांचे छे त्यारे ज जुना करारमां प्रभु यीशु विशे परमेश्वरे करेली आगाहीओनी साबिती प्रभु यीशुमां आजे पण मळे ज छे….ऍटले ज मारी आपने अने अन्योने नम्र विनंति छे के जुना करारने जे शैतानना प्रसारनी वातो दर्शावे छे ज्यारे नवो करार प्रभु यीशु द्वारा शैतानना नाशना दर्शन करावे छे,, जे अदभुत सत्य आजे पण अनुभवी अने माणी शकाय छे.

    પ્રિય રાજેશભાઈ,
    તમારો જવાબ વાંચીને આનંદ થયો. તમને દુઃખ પહોંચે એવું મેં કઈં લખી નાખ્યું હોય તો મને ક્ષમા કરશો.. આ સાથે હું એક લિંક મોકલું છું તે જોઈ જવા વિનંતિ છે.: http://www.religioustolerance.org/dholakia01.htm કદાચ આના પર ક્લિક કરવાથી સાઇટ પર ન પહોંચી શકો તો કૉપી કરીને સર્ચ કરવાની વિનંતિ છે.આ મારો જિસસ પરનો લેખ છે: My own Jesus. બીજા જે મિત્રો આ વાંચતા હોય એમને પણ આ લેખ વાંચીને અભિપ્રાય આપવા વિનંતિ કરૂં છું.
    એના પરથી તમને કદાચ ખ્યાલ આવી શકશે કે હું જિસસને શું માનું છું. તમને ખાતરી આપવા માગું છું કે મારા માટે યીશુ એક પ્રેરણા સ્રોત છે. કોઈને ગમે કે ન ગમે, હું નિરીશ્વરવાદી છું; પરંતુ ઐતિહાસિક વ્યક્તિઓ અને એમનાં કર્તૃત્વને નકારવાની હિંમત કેમ કરૂં? એ તો ધૃષ્ટતા જ ગણાય. નરસિંહ મહેતાની વાત કરૂં અને એમના ભગવાનની વાત ન કરૂં એ ન બને. આમાં મારી ભગવાન વિશેની અંગત માન્યતા ન ચાલે. પયગંબર મહંમદ સાહેબ માટે પણ મને આદર છે. અહીં બીજી લિંક આપું છું: આ પણ મારો જ લેખ છે જે પાકિસ્તાનના અખબાર Dawn માં છપાયેલો છે.: http://www.dawn.com/weekly/encounter/20060923/encounter3.htm
    મારો દૃષ્ટિકોણ ધાર્મિક નથી પણ યીશુ અથવા મહંમદ સાહેબે દુનિયાને શું આપ્યું તે સમજવાનો હંમેશાં પ્રયાસ કરતો રહ્યો છું. અને મને એમાંથી કઈંક શીખવાનું જ મળ્યું છે.

    મેં જૂનો કરાર પણ વાંચ્યો જ છે. જૂનો કરાર નથી વાંચ્યો એવો કોઈ અર્થ નીકળતો હોય તો સુધારી લેવા વિનંતિ છે. એ મારી ભાષાની જ નબળાઈ હશે. મેં માત્ર એટલું જ કહ્યું હતું કે પ્રભુ યીશુને સમજવા માટે નવો કરાર વારંવાર વાંચવાની જરૂર છે. અને તમે પણ એ સ્વીકારશો જ કે આગાહીને છોડીને જૂના કરારમાંથી યીશુ વિશે કશું જ ન મળી શકે.

    યીશુને સત્યાગ્રહી કહેવામાં કઈં ખોટું નથી.માત્ર અંગ્રેજો સામે લડ્યા તે જ સત્યાગ્રહી એવું નથી. સત્યનો આગ્રહ રાખનારા સૌ સત્યાગ્રહી જ છે. પરંતુ આ શબ્દ બન્યો તે પહેલાં જ જિસસ તો મહાત્મા ગાંધી માટે ઉદાહરણ રૂપ બની ગયા હતા.

    મને ભૂમિસંસ્કારની તરફેણમાં નવા અથવા જૂના કરારમાંથી કઈં નથી મળ્યું. એની વિરુદ્ધ તો કઈં હોવાનો સવાલ જ નથી કારણ કે દુનિયામાં ભૂમિ સંસ્કાર વધારે વ્યાપક છે. કશું મળે તો મને અવશ્ય જણાવશો, મિત્ર દાવે અને જિસસના અનોખી રીતના ચાહક તરીકે આ આગ્રહ કરૂં છું. ઋગ્વેદમાં પણ બધા પ્રકારના અંતિમ સંસ્કારનો ઉલ્લેખ છે અને આજે પણ ઘણી હિન્દુ કોમોમાં ભૂમિસંસ્કાર જ એક માત્ર માન્ય રીત છે. મેં માત્ર મારો અભિપ્રાય આપ્યો હતો કે હું અગ્નિસંસ્કાર પસંદ કરૂં છું. તમારા મત મુજબ મારે મૃત્યુ પછી પણ ભટકવાનું હશે તો આંખ-માથા પર. પણ ભટકવાનો વારો આવે તે પહેલાં જ મારો વિચાર બદલી નાખું એ જરા વધુપડતી કાયરતા ગણાશે. જોયું જશે, જે થશે તે. એ સ્થિતિ હશે – તો એવી હશે કે આપણે કોઈને કહેવા માટે પાછા પણ નહીં આવી શકીએ કે આપણા ત્યાં શું હાલ થયા.

    બીજી વાત. મેં માત્ર નિગમબોધ ઘાટ પર ગૅસથી અગ્નિસંસ્કારની વ્યવસ્થાની વાત કરી છે. આનો અર્થ તમે એવો કેમ કરી લીધો કે ત્યાં જે કઈં થાય છે તે બધાને હું સારૂં અને સાચું માનું છું? મેં તો એવું કહ્યું હોવાનું મને યાદ નથી આવતું. આમ છતાં કોઈ પણ વાક્યનો એવો અર્થ નીકળતો હોય તો મારૂં ધ્યાન દોરશો તો હું અહીં એવી નબળી વાક્ય રચના માટે માફી માગું છું.

    મૂળ ચર્ચા પર આવીએ તો, અગ્નિ સંસ્કાર બાબતમાં ધર્મ અથવા પરંપરાના નામે રજૂ થતી કોઈ દલીલ સાથે સંમત થવાનું મને અઘરૂં જણાય છે. અગ્નિસંસ્કારની તરફેણમાં ધાર્મિક અતાર્કિક માન્યતાઓને આધારે રજૂ થયેલી દલીલો પણ મને મંજૂર નથી. હું પોતે ધાર્મિક પરંપરાનો આધાર લીધા વિના એની તરફેણ કરૂં છું. ધાર્મિક આધાર હોય તો ચર્ચાનો સવાલ જ નથી રહેતો! “ભાઈ, મારા ધર્મમાં આવું છે” એટલું કહીને ચર્ચા ભંધ કરી દઈએ. શું થાય, ધર્મમાં જ એવું છે, પછી ચર્ચા ક્યાં રહી? આ બ્લૉગ રૅશનલ વિચારો વ્યક્ત કરવા માટે છે એમ હું માનું છું. ધાર્મિક દૃષ્ટિકોણ રજૂ કરવા માટે ઇંટરનેટ પર ઘણાં સ્થાનો છે એ વાત આપણે સૌ – હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઈ – સૌ જાણીએ જ છીએ.

    Like

  30. અરે મારા સાહેબ આપે મને કોઈ રીતે દુઃખ નથી પહોંચાડ્યુ, હા ઉતાવળે મારથી કાચુ કપાઈ ગયુ લાગે છે મને ક્ષમા કરજો, આ સાથે આવી રીતે અન્ય ભાઈઓને પણ જો દુઃખ લાગ્યુ હોય તો મને ક્ષમા કરજો, મારે તમારી આંગળી પકડીને જ આત્મિક સ્વર્ગમાં જવુ છે….વધુ હુ સાંજે આવીને લખીશ……

    Like

  31. મારી સમજણ પ્રમાણે પહેલા ના વખતમાં ભારતમાં યુધ્ધોમાં સામુહિક નરસંહારના કારને મૃતદેહોના ઢગલાનો સડીને રોગચાળો ના ફેલાવે એના કારણે તાત્કાલિક નિકાલ કરવા માટે કદાચ અગ્નિસંસ્કાર કરવાની પ્રથા કાયમ થઈ હોવી જોઈએ કેમ કે તેઓના મ્રુતદેહોને ભુમિસંસ્કાર કરવા માટે પણ એટલાજ માનવોની જરુર પડ્તી હોય છે, જે એ વખતે અશક્ય લાગ્યુ હશે એટલે એ સર્વ મ્રુતદેહોનુ સામુહિક અગ્નિસંસ્કાર કાર્ય અસ્તિત્વમાં આવ્યુ હશે અને એ વખતે કોઈ વિધીઓ પણ અનુસરવામાં આવતી હશે જે આપણા પુરાણૉ વેદો માં અંકિત થયા હશે.

    પણ કોઈ મહાત્મા કે સાધુ સંતોની કબરો અથવા તો સમાધિ જ અસ્તિત્વમાં હોય છે. એમા કદાચ તો તેઓ પોતે સ્વેચ્છાએ અથવા તો એમના અનુયાયીઓએ એમના પાર્થીવ દેહને એમની પુજા માટે સાચવી રાખ્યો હશે એવી મારી ધારણા અને સમજ છે. મારી આંખોએ નાનપણમાં મુંબઈના એક કાલિમંદિરમાં અમારા જ સમાજના એક માતાજીને સમાધિ આપતા મેં મારી સગ્ગી આખે જોયા છે, જે મને અજુગતુ તો લગતુ હતુ અને આજે પણ લાગે છે કેમ કે આજે પણ એમના ચાહકો એમની પુજા માનતા માને છે, એમણે ભાવનગર – રાજપરાના ખોડિયાર મંદિરમાં ૫૦ વરસ પહેલા અછુતોને અપ્રવેશ વિરુધ્ધ ત્યાં જ ચમત્કાર કરેલો એવુ અમારા લોકો અને મારા નાના-નાની જેઓ એમની જોડે ત્યાંજ સદેહે હાજર હતા ઘણી વખત કહી સંભળાવતા. એટલે મ્રુતકની પરમેશ્વર માની પુજા કરવી પરમેશ્વરનુ અપમાન છે એના બદલે એમને ભુમિસંસ્કાર કરીને સામાન્ય માનવી રીતે દફન કર્યા હોય તો એનુ વધુ પુણ્ય મળે કેમ કે પરમેશ્વરને છોડીને આપણા દેશમાં લોકો પોતાના પુર્વજોને આવી રીતે જ પરમેશ્વરના સ્થાને પુજે છે જેનુ ફળ મારા મતે ક્ષણિક સારુ ગણાય પણ લાંબે ગાળે તો એ અંધકાર જ ગણી શકાય જે આપણને મુક્તિ નથી અપાવી શક્તુ ઉલ્ટુ મુક્તિ-મોક્ષમાં જ બાધક બને છે. હા કોઈ કામ કરી આપતા હશે પણ મુક્તિ-ઉધ્ધાર તો નહિ આપી શકે. એમનુ સન્માન કરી શકાય પણ એમની પુજા ન કરી શકાય એવુ મારુ માનવુ છે.

    ગાંધીજીએ આ દેશની જેટલી સેવા કરી છે એવી આપણા દેવી દેવતાઓએ પણ નથી કરી છતાય ગાંધીજીને લોકો પરમેશ્વરના સ્થાને નથી બેસાડતા એ એક સારી વાત છે પણ એ જેને કોઈએ જોયા જ નથી, એમનુ ચોક્ક્સ સ્થાન પણ હોય એવી કોઈ ચોખ્ખી બાંહેધારી પણ નથી હોતી તોયે લોકો એ ન જોયેલી અને ન બચાવી શકતીઓની પુજા કરે જ જાય છે અને એનુ ફળ આજે આપણે ભારતમાં દરેકે દરેક ભાઈ બહેનમાં જોઈ શકીએ છીએ.

    Like

    1. રાજેશભાઈ,
      તમે અગ્નિસંસ્કાર માટે જે કારણ કહો છો એ હોવાનો સંભવ બહુ ઓછો છે. કારણ કે પહેલાં તો આખી દુનિયામાં યુદ્ધો થયા જ કરતાં. બે વિશ્વયુદ્ધો તો યુરોપમાં જ થયાં. એ વખતે કરોડોના જાન ગયા; લડાઈના મેદાનમાં હોય કે ન હોય. પરંતુ ત્યાં એ કારણે અગ્નિસંસ્કારની પ્રથા શરૂ ન થઈ. આમ જૂઓ તો પશ્ચિમી દેશો એમનાં વ્યક્તિવાદી ચિંતનને કારણે પરંપરાઓને બદલતાં અચકાય એવા નથી. કારણ બીજું હોવું જોઇએ. અથવા તો કારણ એવું હશે જેની ૩૦૦૦ વર્ષ પહેલાંના આપણા પૂર્વજોને પણ ખબર નહીં હોય! જેમ આજે આપણે ઘણાં કામો માત્ર પ્રથાને કારણે કરતા હોઇએ છીએ અને તર્ક વાપરવા તૈયાર નથી હોતા એમ જ એ લોકો પણ કરતા હશે. કબીલાઈ જીવનમાં પરંપરાઓ બહુ મહત્વની હોય છે. એક મુખી કહે તે સાચું, એમાં અક્કલ ચલાવવાની મનાઈ હોય છે.
      તમે વ્યક્તિની સમાધિની પૂજાનો વિરોધ કરો છો તેમાં હું મારો સુર પુરાવું છું. ઘણી સ્ત્રીઓને ’સતી’ બનાવ્યા પછી એમને પૂજનીય બનાવી દેવાઈ છે. બીજી બાજુ સુફી ઇસ્લામમાં પણ દરગાહો છે જ. ઇસ્લામમાં પણ વ્યક્તિની પૂજાની મનાઈ છે.

      Like

  32. શરીર માટીમાંથી બન્યું નથી. અને બધું કંઈ માટીમા જતું નથી. મૃતદેહ સડી જાય છે અને તેને જંતુઓ ખાઈ જાય છે. મૂળ તત્વ માટી નથી. માટી એ એક તત્વ પણ નથી.
    પંચમહાભૂત એ પણ તત્વની જુદીજુદી સ્થિતીઓ છે. અને તેના અવનવા જુદા જુદા સંયોજનોથી બધી વસ્તુઓ બને છે. મૂખ્ય વસ્તુ ચેતન છે. એટલે કે ઉર્જા છે. ઘનીષ્ટ ઉર્જા એ દળ છે. (યાદ કરો E = mcc આઇન્સ્ટાઇનનું સૂત્ર) અગ્નિ એ ઉર્જાનું એક સ્વરુપ છે. તેથી જો મૂળ સ્વરુપમાં જવાની વાત હોય તો તે અગ્નિને અર્પવું તે જ બને છે.

    Like

    1. શિરીષભાઈ,
      શરીર માટીમાંથી બન્યું નથી એ સાચું છે પણ મારી નજરે માટી માત્ર રૂપક છે. સાદી ભાષામાં એ માટી બની ગઈ! મૂળ કન્સેપ્ટ પુરુષ અને પ્રકૃતિનો હોવાનો સંભવ વધારે જણાય છે. આ પ્ર્કૃતિને જ માટી કહી દેવાય છે. શરીર પ્રકૃતિનાં તત્વોમાંથી જ બન્યું છે. આઇન્સ્ટાઇનના આવ્યા પછી ઊર્જા અને પદાર્થનું પરસ્પર રૂપાંતર સમજાવા લાગ્યું છે. એટલે તમારી વાત પર વિચાર કરૂં તો કોઈ પણ સ્વરૂપે રુપાંતર થાય જ છે. પછી એ કબરમાં હોય કે પારસી પ્રથા પ્રમાણે ગીધો માટે છોડી દેવાય. અગ્નિ પણ એનું રૂપાંતર ધુમાડારૂપે કરે છે, જે વાદળાં રૂપે પરિવર્તિત થાય છે અને વરસાદ બનીને પાછાં આવે ભે. આમ પ્રકૃતિનું ચક્ર તમે અંતિમ સંસ્કારની રીત અપનાવો,ચાલુ જ રહે છે.
      જળ મૂળ તત્વ નથી. માટી પણ નહીં. અગ્નિ ઊર્જાનું રૂપ છે. પરંતુ વાયુ પણ છે! એ પણ વીજળી પેદા કરી શકે છે. પરંતુ વાયુ સંસ્કાર નથી થતા. સિવાય કે પારસી પ્રથાને એ નામ આપીએ. મારૂં માનવું છે કે અમુક પ્રથાઓ છે;એનાં કારણો નહીં મળે (રાજેશભાઇને મેં એ જ લખ્યું છે) અથવા જસ્ટિફિકેશનો પાંગળાં રહેશે. રૅશનલિસ્ટ તરીકે મને જરૂરી નથી લાગતું કે હું દરેક વસ્તુ જે હોય તેનો હું વિરોધ કરૂં અથવા સમર્થન કરૂં. એક પ્રથાનો વિરોધ કરીશ પણ વિક્લ્પને વાજબી ઠરાવી શકીશ?
      તમે અને રાજેશભાઈએ જે લખ્યું છે તે અગ્નિ્સંસ્કારનાં કારણ સંબંદઃઈ છે, એમણે ઐતિહાસિક કારણ આપ્યું છે તમે આધ્યમિક અને સમજપૂર્વકના નિર્ણય જેવું દર્શાવ્યું છે. મને લાગે છે કે આર્યો વચ્ચે આ મતભેદ બધા ઇરાનમાં હતા ત્યારથી જ હશે. પારસીઓ અને આપણે અગ્નિને પવિત્ર માનીએ છીએ. પરંતુ અવેસ્તા કહે છે કે અગ્નિ દેવતા હોવાથી મૃતદેહ જેવી અપવિત્ર વસ્તુની આહૂતિ એને ન અપાય. ભારત આવેલા આર્યોને મન અગ્નિ એકમાત્ર પ્રત્યક્ષ દેવતા હતો જે ઇન્દ્રાદિ દેવતાઓ સુધી અર્ઘ્ય વગેરે પહોંચાડતો. એમની માન્યતા એ હશે કે અગ્નિ માણસને પણ દેવતાઓ પાસે લઈ જશે. આ જ કારણસર એમણે માન્યું કે અગ્નિ પાસે કશું અપવિત્ર રહી જ ન શકે. આ જસ્ટિફિકેશન નથી. અમુક પ્રથા શામાટે શરુ થઈ એનાં કારણની શોધનો રાજેશભાઈના સંગે પ્રયાસ છે..

      Like

  33. દવે સાહેબ, નમસ્તે, મારી સમજ પ્રમાણે તો આ જગત પર જે કંઈ પણ જીવીત છે એ સર્વ માટી જ છે, માટી એટલે પંચમહાભુત, ધરતી, પાતાળ, આકાશ કે જળ અને વાયુ સુધ્ધા એ સર્વકાઈ પંચમહાભુત જ છે જે ઘનસ્વરુપે માટી જ બને છે. એ સિવાય જે સજીવ એ માટી જ ખાય છે અને માટી જ પેદા કરે છે, અને પોતે પણ માટી માં જ વિસર્જીત થઈ જાય છે, પછી ભલે એને અગ્નીસંસ્કાર આપો, જળસંસ્કાર કે વાયુ સંસ્કાર કે ભુમિસંસ્કાર, ગમે તે સંસ્કાર કે પશુ સંસ્કાર આપો છેવટે તો એ પંચમહાભુતમાં જ જઈને મળે જ છે ને. સજીવ પણ પંચમહાભુત (માટી) જ છે.

    હવે માનનીય શ્રી રમણસાહેબ દ્વારા આપેલ ઉત્તમ મુદ્દો છે કે કયો સંસ્કાર ઉત્તમ જેની આપણે સહુએ ચર્ચા જોઈ, દિપકભાઈએ અને અન્ય મહાનુભાવો એ પણ ઉત્તમ વિચારો રજુ કર્યા છે કોઈ ના પણ શબ્દો કોઈથી પણ ઉચા કે નીચા નથી દરેકે દરેક વિચારમાં એક આત્મતત્વ છે, અને એ આત્મતત્વ જ આપણા સહુના મનમાં (પંચમહાભુતોમાં) શરીરમાં એક વિચારણા અને ધારણા ઓનુ તુમુલ યુધ્ધ ઉત્પન્ન કરે છે જે છેવટે તો પરમેશ્વર-પરમાત્માની જ ઈચ્છા પુરી કરે છે કેમ કે ખરા-ખોટાનુ જ્ઞાન તો આત્મા જ આપે છે અને જો આપણામાં આત્મા હોય તો એનો આપનાર પણ કોઈક તો હશે ને એને આપણે અને આખુયે જગત પરમાત્મા ના નામે જ ઓળખીએ છીએ, જે આપણને સહુને બુધ્ધિ જ્ઞાન આપે છે, વિવેકબુદ્બ્દ્બિ આપે છે, અને એ જ આપણને સાચા-ખોટાનો વિવેક શીખવે છે એવુ મારુ માનવુ છે. શ્રી રમણસાહેબે જે ચિત્ર રજુ કર્યુ છે એ મારા સ્વપ્નીલ ઈચ્છા છે, મને ખુબ જ ગમે છે, કે મારુ મ્રુતદેહ એ રીતે વાજતે-ગાજતે પ્રાર્થના સહિત પંચમહાભુતમાં મેળવી દેવાય તો એ પરમાત્મા-પરમેશ્વરની યોજના મારા જીવનમાં પુરી ગણી શકાય. જીવતે જીવતા તો પરમપિતાની ઈચ્છાની વિરુધ્ધ ચાલીને મનના ચિંધેલા ગંદા ગંદા કામોમાં દોરવાઈને પાપી બની ગયો પણ મ્રુત્યુ ટાણે તો એક ઉત્તમ કામ તો ઈચ્છુ. આમ પણ મારા મ્રતદેહને બાળીને એની સુવાસ દ્વારા અત્રુપ્ત, શૈતાની આત્માઓને જાગ્રુત કરીને મારી તરફ આકર્ષવા નથી ઈચ્છતો. કેમ કે સ્મશાનની આજુબાજુમાં રહેનારાઓ એ વાસથી જ ગુંગળામણ અનુભવતા હોય છે. એટલે કોઈ અજાણ્યાના મનમાં મર્યા પછી શું કામ ઘૃણા ઉત્પન્ન કરુ. હા મારુ શરીર સડી જાય અને કોઈ રોગચાળો ફાટી નિકળતો હોય તો માનવસમાજના કલ્યાણ માટે મને જરુરથી બાળી મુકો એની મને ના નથી.

    હવે આપણી જે પ્રથાઓ છે, એ અન્ય ધર્મીઓ નથી માનતા એનુ કારણ શું? એમની પ્રથાઓ આપણે નથી માનતા એનુ કારણ પણ શુ? કોણ સાચુ અને કોણ ખોટુ? પશ્ચિમ કે પુર્વ? અત્યાર સુધી કોનુ રાજ જગત પર વર્તી રહ્યુ છે? શું કામ? આપણે ખરા છીએ તો તેઓ કેમ આપણી કરતા વધુ પડતા આગળ છે? (જો કે હવે વાયરો બદલી રહ્યો છે એનુ પણ અલગ કારણ છે) જો કે આપણે પણ પાછળ નથી પણ છતાંય કંઈક તો ખુટે જ છે એ સર્વ કોઈ કબુલશે. આપણી પ્રથાઓમાં કોઈને કોઈ ખામી તો છે જ એ સંપુર્ણ તો નથી જ એવી રીતે પરધર્મીય પ્રથાઓ પણ સંપુર્ણ ન લાગતી હોય. આવા અનેકોનેક વિશયો-મુદ્દાઓ આપણને છંછેડી રહ્યા છે, પણ ધન-હોદ્દા કમાણીની લ્હાય આપણને એ વિચારવા નથી દેતી. વિષય ઘણો ગહન અને ઉંડો છે, મોકો મળ્યે લખીશુ….બાકી તો પ્રભુ અમ સહુને સદબુધ્ધિ આપે એવી સદપ્રાર્થના……

    Like

  34. દવે સાહેબ, અગ્નિ એ સ્વતંત્ર શક્તિ નથી ને, એ પણ તો પંચમહાભુતો પર નિર્ભર કરે છે ને (ઓક્સિજન) અને એ કાર્બનડાયોક્ષાઈડ્થી તો નષ્ટ થઈ જાય છે એટલે એ પણ મારા મતે અંતિમ શક્તિ નથી એટલે એને મારુ શરીર અર્પવુ મને જચતુ નથી. અંતિમ શક્તિ તો પરમ આત્માની શક્તિ છે અને એમણે જેવી રીતે મને ધીરે ધ્રીરે અન્ય જીવીતોને ખાઈને મોટો કર્યો એ ભલે મને મર્યા પછી કબરમાં ખાઈ જાય એની મને ના નથી કેમ કે જેવુ કર્યુ એવુ તો ભરવુ જ પડે ને, જે લોકો બળીને એમાંથી છટકવા માંગે છે એ છેવટે બળે તો છે જ ને જે મને યોગ્ય નથી લાગતુ.

    Like

  35. Dear Rajeshbhai,
    Superstring is the ultimate entity, which can produce the unified theory.
    The superstring is energy membrane that exists in 22+4 dimensions.
    Fire is one form of energy.
    What is bad and what is good is decided by the contemporary social condition.

    India was number one or two till British came here. The population of India was great even during the period of written History of Maurya-s 400000000. It could be even greater in the earlier period.

    There is nothing like religion. There are only herds.

    Religion is a duty accepted by a person to perform for maintenance of the society for which the society pays him/her. There is nothing like hell and heaven.

    The life is to achieve knowledge for pleasure.

    The God has to be beyond favor and disfavor. Because he is not a CongI leader or like that. He has set the universal laws to face the results of work done by individuals and the society.

    Religion has nothing to do with dead body. At the most one can donate it for research.

    Like

  36. Dear Dipakbhai,

    Fire is a form of Energy is in reality. Air the kinetic energy of it can be converted into some other form of motion. The Fire flame is a mixture of oxide (generally carbon dioxide), hot un-burnt carbon particles and photons. The photons are real energy packets, which are made of lot membranes of superstring the basic entity.

    Scientists so far were trying to discover the basic (fundamental) force/field and basic particle of which the whole cosmos is made of. Till the last decade of the last century it was believed to be the quarks. But they had to think of several quarks. Hence they felt the quark couldn’t be fundamental particle because they were not able to unify the fields viz. weak, strong, electromagnetic and gravitational.

    But in last decade of the last century they tried on the superstring hypothesis and the 22+4 dimensions of suggested in early decades by Ramanujam. Based on this they could unify the fundamental particle theory of superstring (superstring is not a particle but an energy membrane like string which vibrates and exists in 22+4 dimensions) as well as all the fields viz. Strong field of inter nuclear, weak field of radiation, electromagnetic (photons) and gravitational field.
    As per Hindu philosophy (I do not say Hindu Religion as in traditional meaning of religion it comes out to be a herd where no arguments are allowed. Only you have to quote it and follow it) there can be only one entity can exists. What we see two or more is the manifestation of a single property of the fundamental entity, which is called attraction.

    For details kindly go through “Adwait” of Shankaracharya and “Hyper Space” of Michio Kaku or “Infinite non-infinite Universe” under http://www.shirish-dave.sulekha.com.

    Like

  37. Shireeshbhai, Thanks. this is brilliant. I did visit your site ut unfortunately could not find the article you have suggested. I shall be obliged if you could send me the link again.
    Though you have dealt with the subject of superstring theory, I failed to grasp the core point, i.e. how does influence the choice of the method of lat rites. I hope you do not suggest that our ancestors were so brilliant that they had thought of all reltivity and ffour forces and string theory – and then decided-“ok, let’s cremate our dead”. Surely, you do not mean that.
    You know my opinion. I prefer Agni Samskaar.If this were a court issue and you and I were to be made judges, we may give the same verdict for diametrically opposite reasons. I would not start with ‘knowledge’ of our ancestors but with ‘ignorance’ and that is natural. As you go along the path you know more. So ignorance is to be taken as absence of exposure.
    Rajeshbhai started with an opinion but he has returned to question ‘why’. I too have said perhaps we shall not be able to find reasons. We can find only justifications. I would, therefore, stay with ‘why’ despite your brilliant analysis which has made me curious about the 22+4 dimensional superstring.

    Like

  38. Dear Shirishbhai, you blog is owesome, I am not that much qualified to comment on any page but I can praise for your good work. I will have to read it at leasure, so please bear with me.

    Deepakbhai your views too, are very very interesting and knowlageable.

    But my view is that whole physical world is dead unless it is being pushed or activated by some force like gravitational force of magnetic force. These two forces are deciding one on in the whole physical world though it is dead. There are some forces which also acts on our physical body, and which can be read or felt by our mind but cannot be prooved physically. Our physical world is being dominated by unseen forces such as spiritual forces. Spiritual forces has power to bring whirlwind, or to stop whirlwind, just like Lord Jesus Christ did. When HE spoke, blind got eyes, lame could walked, deaf could heared, even demons were casted out of possessed ones.

    What are this force? With which force Lord Jesus could do all these miraculous work. HE was not scientist, nor a Degree holder but is a simple common man who sacrificed on Cross and buried for our sins and got up alive on third alive in spiritual body, where as HIS physical body was taken away by GOD vide HIS angels. It may sound a fairy tale but it is a truthful fact of whole History of mankind.

    Not only this, present day’s anointed ones like Benny Hinn, Joyece Meyer, and an Indian like Dr. DJS Dinakaran and his family members can do the same miracle uttering faithfull prayers, without touching any human body, which has brought me to think about that spiritual force. Believe it or not, when I and my wife prayed on sick, not all but some got healed, why is it so?

    Now to find this question, I and you will have to read Bible thoroughly and to know about that force, and I found it is Lord Jesus Christ though dead physically but alive spiritually till today, who imparts that force or spirit into HIS beloved ones. And Lord Jesus pass on the commands of HIS creater, saviour, and provider Almighty Fahter GOD of whole humankind, to HIS beloved ones.

    Now this creater GOD has created whole physical world for HIS childrens to live on. HE wishes us to know HIS wish and follow as per HIS wish. HE has not commanded us to search for all mysteries HE has created for this wiered physical world. Now Science can not bring human being closer to GOD Almighty moreover it withdraws us from believing on HIM. If I believe on scientifical proof then spiritual proof will become null and void and if I approve spiritual proof then scientific proofs does not merit for me. As scientific proof has nothing to do with spiritual proofs because scientifical beliefs asks me not to believe on GOD and HIS supernatural words written in Bible. HE says “do not follow instructions of a man, but stick onto what I say you to do” because HE says blind can never lead blind but will found themself into a ditch. So I donot believe on Science but stick onto Bible and prayer for my everyday requirement. It does not mean that I would wait for food and money without doing any work. Work is that, which gives me satisfaction for my day’s need but not to increase my treasures which I cannot enjoy for myself but for my childrens or friends.

    Brother Shirish, you said, Religion has nothing to do with dead body, but I would say religion only has to do with dead, that is the deciding point for dead as well as alive. When we go to crematorium, these points flashes and encroaches on our memory, that brings us closer and closer to our religion not science. Science only help us how to extricate the dead body as early as possible, and now a days it has become so urgent that we require to extricate the dead body of our belovedone so early that we never wait to collect remains of “once our beloved ones.”

    Bible says, if you believe on Lord Almighty Father GOD, HE will preserve your bones intact” and now if I donate my body for emperiments, my bones and my body parts would be misused by unholy human beings. No Doctor or Scientist or Guru’s are perfect holy, every one is full of sin, except Lord Jesus Christ. So let me be spiritual not scientific dude.

    Like

  39. Dear Rajeshbhai & Dipakbhai,

    AFTER ALL WHAT IS RELIGION?

    Some time back some body felt he had realized some extraordinary truth and people of the time divided under accepted and non-accepted. Now that had followed by the generations.

    Some thing was logical and some thing was not logical and that had been taken for granted. Just like caste by birth. Those who had ignorance on history, took caste by birth. Some did not. But under Indian society both the views prevailed. Castes are natural and prevail in every society under different name and in a little different form, but some people like to curse the others to play social politics. One should read Mahatma Gandhi on Indian castes.

    ISM-s
    Similar is the case with political views like Communism, socialism, capitalism etc.. In this modern age we have to use logic and technology on humanitarian aspect in stepping up the society. That is why Vinoba Bhave has suggested Science + Technology + Humanity = Development. The Ism-s are useless.

    TRADITIONAL RELIGIONS ARE HERDS:
    Similar is for traditional religions. Hitherto lot people had taken Traditional religions as
    God + Faith+ God’s messengers or his Agents or His Son as the case may be + how to behave in Human society.

    But faith has to be supported by Logic on whatever you perform. And most people are lagging in it. To highlight the importance of “God’s messengers or his Agents or His Sons as the case may be” the miracles are introduced in the life of these God’s messengers or Agents or Sons as the case may be. Further these God’s messengers or Agents or Sons as the case may be had introduced concepts of hell and heaven to have a hold on its followers. In fact there cannot be any heaven or/and hell beyond the Cosmos, which is 15 billions of light year in diameter. If they are within the cosmos they have to follow the law set by the God.

    HEAVEN AND HELL?
    To talk about Heaven and Hell is totally humbug.
    What is the shape and what are the laws in this heaven or hell?
    Is he taking you through a Black Hole?
    How does God can take you there in a moment to a great distance?

    The nearest black hole could also be at 5000 light years away.
    Black hole also cannot not take you outside the Cosmos if the heaven and hell are outside the Cosmos.

    MIRACLES ARE CHEAT
    There cannot be any miracle. God has set physical laws and God is not politician like Uncle Sam or Indira Gandhi or Laloo Yadav or Mayavati etc.. who would say “though for me every body is equal but some are more equal and I would permit them to not obey the laws I set, and I would also ask the laws not to perform their duties for my messengers or my Agents or my Sons as the case may be and I will also ask them to act as the will of the messengers or Agents or Sons as the case may be.

    GOD WHAT TYPE??
    Now one has to decide what type of God does it want? A political God or a God acts with indiscrimination on its law?

    India has promoted a God that asks the society to perform the individuals their duties, which have been accepted, and one and the society would receive the award according to the combination of the acts by the individuals and the society. Our Social court of Law also accepts the law of duty.

    There is nothing like living and non-living. All are living organisms including Super String. Because if Superstring is non-living then how a living thing can be produced in a sets of non-living? It is against the law of logic and law set forth by the God.

    REASONS, JUSTIFICATION AND RESEARCH

    We have reason as to why the dead body should be burnt. Or we could have justification to do the same.

    Our ancestors would have also acted on that line.

    We have to guess in accordance to what they had said in other books.

    If we have blind faith in what the ancestors said we would follow them blindly without going deep in the name of justification.

    If we want to think upon it logically we may think of justification.

    If we want to do research as to why this had been the tradition, we may guess on reasoning on the details in the books of ancestors or we may read between the lines.

    Like

  40. માન. દિપકભાઇ, રાજેશભાઇ, દવેસાહેબ તથા મિત્રો.
    આપની આ રસપ્રદ ચર્ચા ખરેખર મારા જેવા ’વિદ્યાર્થી’ માટે બહુ જ્ઞાનપ્રદ બની રહી છે. આપ સૌને અને ગોવીંદભાઇને માઠું ન લાગે તો મારો એક નમ્ર વિચાર રજુ કરૂં. આપની આ ખરે જ વાંચવા-સમજવા લાયક, બોધદાયક ચર્ચા, શક્ય તેટલી, માતૃભાષામાં થાય તો મારા જેવા ઘણાં વાંચકોને વધુ સારી રીતે સમજાશે તેવો મારો નમ્રમત છે. ખપપૂરતું અંગ્રેજી તો સમજાય જાય છે પરંતુ ગહન તાત્વિક ચર્ચાનો મારા જેવા અબુધને પણ લાભ મળે તો સારૂં રહેશે. શક્ય હોય તો આટલી વિનંતી સ્વિકારવા નમ્રવિનંતી છે. આભાર.
    (શ્રી ગોવીંદભાઇ, આપને મારી વિનંતી યોગ્ય જણાય તો જ આ પ્રસ્તાવ મંજૂર કરશોજી, અન્યથા માઠું લાગવાનું કોઇ કારણ તો નથી જ. આભાર)

    Like

    1. અશોકભાઈ,
      હું કબૂલ કરૂં છું કે ગુજરાતી બ્લોગ પર ગુજરાતીમાં લખવું જોઇએ, જો ગુજરાતીમાં ટાઇપ કરવાની સગવડ હોય તો.
      એટલે ભૂલ સ્વીકાર અને ઋણ સ્વીકાર.
      બીજી એક વાત હું સ્વીકારી શકું એમ નથી – કે તમે અબૂધ છો !

      Like

    2. વહાલા અશોકભાઈ,
      આજે સવારે ઉઠતાની સાથે જ મેં નીચે મુજબની અંગત મેઈલ શ્રી દીપકભાઈ તેમજ રાજેશભાઈને મોકલી હતી જે આપની જાણ માટે સાદર:

      વહાલા દીપકભાઈ/ રાજેશભાઈ,
      મારું અંગ્રેજી નબળું છે. આપણી માતૃભાષા બચાવવાના ઘણા અભીયાનો કાર્યરત છે. જેમાં ‘લખે ગુજરાત’
      http://lakhe-gujarat.weebly.com/index.html પણ છે. જેથી અંગ્રેજી કમેન્ટનો પ્રત્યુત્તર ગુજરાતીમાં આપવા માટે મારી આપને નમ્ર વીનંતી છે.
      હા– આપણી રાષ્ટ્રભાષા હીન્દીમાં પણ આપ સરસ રજુઆત કરી શકો છો. તે માટે ધન્યવાદ..
      આજે રજુ થનાર નવી પોસ્ટ ઉપર ફરી પાછા મળવાની અપેક્ષા સહ વીરમું છું.
      આભાર.
      – ગોવીન્દ મારુ

      Like

  41. પ્રિય અશોકભાઈ, દિપકભાઇ અને રાજેશભાઇ,

    અશોકભાઈ, તમારી વાત સાચી છે. મારાથી ભૂલ ભૂલમાં અંગ્રેજીમાં લખાઈ ગયું. અંગ્રેજીમાં લખ્યું હતું તેથી પણ કદાચ ભૂલી જવાયું હશે. આમેય મારાથી ઘણી ભૂલો થાય છે અને અંગ્રેજીમાં તો ખાસ. પણ હવે થોડું સહન કરી લો. શબ્દશઃ ગુજરાતી કરવું મુશ્કેલ છે. પણ મારું અંગ્રેજી સહેલું છે કારણ કે મને અઘરું લખતાં આવડ્તું જ નથી. તેથી વાંધો નહીં આવે.

    http://shirish-dave.sulekha.com/blog/post/2010/09/god-did-not-create-universe-stephen-hawking.htm

    http://shirish-dave.sulekha.com/blog/post/2008/10/no-body-can-forecast.htm

    http://shirish-dave.sulekha.com/blog/post/2007/06/universe-and-infinity.htm

    http://shirish-dave.sulekha.com/blog/post/2007/03/rama-the-real-in-flesh-and-blood.htm

    ઉપરોક્ત લીંકને કોપી કરી બ્રાઓઝર ઉપર પેસ્ટ કરી ક્લીક કરશો એટલે આર્ટીકલ ખૂલશે.

    Like

  42. મુની સાહેબ, માફ કરજો, મને પણ ફાંકો ચડ્યો હતો, પણ આપની નમ્રતાએ મને શરમમાં નાંખી દિધો, છતાંય ધન્યવાદ, નમ્રતા આપની પાસે શિખવા જેવી છે હો !! દિપકભાઈ, શીરીષભાઈ, અને અન્ય ભાઈઓ, ભુલચુક થાય તો મારો કાન આમળવાની છુટ તો આપ સહુને છે જ હો…!!

    Like

  43. પ્રિય દવેસાહેબ,
    ઘણા ધર્મોના પુસ્તકોને અલગ અલગ મનુશ્યોએ જ લખી છે. એમાં પાપ વિશે દરેકે અલગ અલગ વિચારો અને મતો પોતાની સમજણ પ્રમાણે વર્ણવ્યા છે. પરંતુ પાપની ક્ષમા માટેનો સચોટ ઉપાય અને રસ્તો કોઈ સમજાવી શક્યુ નથી. અને એથી મોક્ષ અને સ્વર્ગ અને નર્કની વાતોને નકાર માટે લોકોને સમજાવે છે. એમની પાસે કોઈ મોક્ષદાતા, મસીહા અથવા ઉધ્ધારકર્તા જે પાપી મનુષ્યના જીવનને પોતે જ બચાવી શકે છે એવો કોઈ ઉપાય નથી જણાવી શકતા. તેઓ સમજે છે, કે મનુષ્ય એ જ પ્રારંભિક દશા અથવા હાલમાં છે જેમાં એ ઉત્પત્તિ અથવા રચના ના સમય હતો. પરંતુ બાઈબલ કહે છે મનુષ્ય પોતાના સૃષ્ટીકર્તા અદશ્ય પરમેશ્વર ની સામે અભિમાન, અજ્ઞાનથી અને અનાદરથી પાપ કરવાના કારણે જ ભ્રષ્ટ થઈ ને પતન પામી ચુક્યો છે, જેથી કરીને જ અર્થાત નૈતિક પતન ના કારણે જ મનુષ્ય પાપોના ગંદા પરિણામોથી ભયંકર રીતે પીડાઈ રહ્યો છે પણ એ વિશે પણ એ અજાણ જ છે.
    એટલે બાઈબલ એ ફક્ત ખ્રિસ્તીઓ માટે જ નથી, પરંતુ સંપુર્ણ મનુષ્ય જાતી માટે પરમપિતા પરમેશ્વરનો એમના પોતાના નિજ સંતાનો માટે અતિમુલ્યવાન ઉપહાર-ભેંટ છે, એ પણ તદ્દન મોફતમાં ઉપલબ્ધ, ફક્ત વિશ્વાસની કિંમતે જ સમજાતો ગ્રંથ છે. સાચ્ચા જ્ઞાનનો અને અદશ્ય પરમેશ્વરના આકાશવાણીય, સ્વપ્ન વાર્તાલાપ ના શબ્દો છે, જે પરમેશ્વર પોતાના પ્રિય સંતાનો એટલે કે સંતો, નબીઓ, ભવિષ્યવક્તાઓ, ભક્તો અને રાજાઓને માર્ગદર્શન કરેલો અને આજે પણ કરતો મહાન ગ્રંથ છે. જગતના દરેકે દરેક ધર્મના પુસ્તકોનો પહાડ ફક્ત સંપુર્ણ બાઈબલ ના પુસ્તકની એક જ પ્રત સામે રાખી દો, જગતના સર્વ ધર્મોના પુસ્તકોને એમના ન ઉકેલાયેલા સવાલોનો ઉત્તર આપત ગ્રંથ મે જાણ્યો છે.
    બાઈબલ કહે છે, “આરંભમાં પરમેશ્વરે જ સ્વર્ગ અને પૃથ્વીની અને તારા-નક્ષત્રોની રચના કરી છે. સૃષ્ટીની રચના પહેલા જ સૃષ્ટીકર્તા ની હયાતી દર્શાવે છે. પરમેશ્વરે કહ્યુ કે આકાશ બની જા એટલે આકાશ બની ગયુ, એવી જ રીતે તારા-નક્ષત્રો અને સુર્ય, પૃથ્વી, ચંદ્રમાં, ઝાડ, પશુ, પક્ષી, માછલી, અને સૌથી છેવટે મનુષ્યની રચના કરી. પરમેશ્વર પોતે સ્વયં સ્વર્ગમાં વિરાજમાન છે. જેનો આકાર નથી, ત્યા કોઈ મોજ મસ્તી, ખાવા-પીવા, સુવા-બેસવા, નાચ-ગાન વગેરે માનવિય વિચારોના આનંદ ના એક પણ સાધન નથી, ત્યાં કોઈ સ્ત્રી-પુરુષ જ નથી કેમ કે સ્વયં પરમેશ્વર અલિંગી છે, ના પુરુષ ના સ્ત્રી, (વ્યંઢળોએ હરખાવા જેવી વાત છે, પણ વ્યંઢળોએ પોતાના શરીરે જોડે કુકર્મો કરીને પોતે પરમેશ્વરે આપેલો સુંદર મોકો ગુમાવી દે છે, કેમ કે લિંગ ધારીઓ કેટલા અને કેવા પાપાચારના કામો કરીને નરક તરફ દોડી રહ્યા છે, એ પાપ તો વ્યંઢળો કરી નથી શક્તા એટલે એટલો રાહતનો હાશકારો લઈ શકે છે.) પણ પરમેશ્વર વ્યંઢળ તો નથી જ કેમ કે જેણે કોઈ પુરુષનો સહવાસ માણ્યો જ નહતો, અને જાણ્યો પણ ન હતો, અને મનુષ્ય દ્વારા ક્યારેય અભડાઈ ન હતી એવા પવિત્ર, કુંવારી માતા મેરીને ફક્ત પોતાના પવિત્ર આત્માના સામર્થથી જ વગર મનુષ્ય પ્રયાસે પવિત્ર પ્રભુ યીશુનુ ગર્ભારોપણનુ પ્રથમ પુત્રદાન એ પણ એમના લગ્નની સગાઈ થઈ ગયા પછી અને લગ્નગ્રંથીથી જોડાયા પહેલા જ્યારે તેઓ એમની માતાના ઘરે જ હતા ત્યારે કર્યુ હતુ. કેમ કે પરમેશ્વર મનુષ્યના પ્રયાસે કોઈ રચના ને પોતાના અશિષ નથી આપતા અને એને અછુત માનીને એની અવગણના કરે છે જેનુ ઉદાહરણ કદાચ યેરુશલેમનુ મંદિર જ માનવુ રહ્યુ કેમ કે ય યહુદી રાજા સુલૈમાન દ્વારા પરમેશ્વરની આજ્ઞા લઈને ૩૫૦૦ વરસ પહેલા બનાવેલુ જગતનુ અતિવિશાળ અને અતિ મહાન સોનાનુ મંદિર આજે પણ અવશેષ રુપે હાજર છે જે ૨૦૦૦ વરસ પહેલા જ ક્રુર રોમનો દ્વારા ધ્વસ્ત કરાયેલુ અને લુંટાયુ હતુ. એ મંદિર બનાવવામાં જ ૪૬ વરસ લાગી ગયા હતા, એને ધ્વસ્ત કરવામાં એક અઠવાડિયા અથવા એક મહિનાથી પણ ઓછો સમય લાગ્યો હતો. કેમ કે એના પથ્થરોને મનુષ્યોએ પોતાના છીણી હથોડાથી કોતરીને અભડાવી માર્યુ હતુ. એટલે પવિત્ર માતા મેરી પણ પુરુષ દ્વારા અભડાયા ન હતા ત્યારે જ એમને પવિત્ર આત્માનુ દાન આપીને પ્રભુ યીશુ ને એમના દ્વારા જન્માવ્યા હતા.
    એ જ મહાન પરમેશ્વર એવા સ્વર્ગમાં, એમના સ્વર્ગદુતો સહિત વાસ કરે છે, જે આપણા કરોડો કરોડો પ્રકાશવર્ષ દુર આપણા બ્રહ્માંડથી એ હજારો બ્રહ્માંડો દુર અતિશય વિશાળ આત્મિક પ્રદેશમાં વાસ કરે છે જેની કલ્પના આપણા ચિત્તની બહારની વાત છે, આપણા શુ, સુપર વૈજ્ઞાનિક હોકિન્સના પણ દિમાગની હજારો પેઢીની પણ બહારની વાત છે. આવા મહાન પરમેશ્વરે ઈચ્છ્યુ કે આવો આપણે અન્ય જીવીત પ્રાણીઓ બનાવીએ ત્યારે એમણે સર્વ સજીવોને રચ્યા પછી જ મનુષ્યને એમના પોતાના જ સ્વરુપમાં રચ્યા, જે એમની સૃષ્ટીની રક્ષા કરે. જોએ કે એ મનુષ્યોએ જ પરમપિતા પરમેશ્વરની રચનાનુ નખ્ખોદ વાળી નાંખ્યુ છે અને હજુ પણ ઠેકડા મારીને ફાંકા મારે રાખે છે કે પરમેશ્વર છે જ નહિ. જોકે એ શોધખોળ તો પરમેશ્વરની રચનાનો તાગ મેળવવા જ કરે છે અને એવુ કરવામાં એનુ આખુએ જીવન બરબાદ કરે છે, અને એના આખાયે જીવનના વ્યર્થ શોધખોળોને એ શોધકના જીવનમાં કોઈ ઉપયોગ નથી આવતો પણ એ શોધખોળો એ શોધકના મરણ પછી ૪૦-૫૦ વરસે એના વેતરો પહેલાતો પરમેશ્વરના દોરવાયેલા સદઉપયોગ કરે છે પછી અભિમાનમાં ગરક થઈને એનો ગેરઉપયોગ કરવાનુ શરુ કરી દે છે અને પૃથ્વીનો નાશ કરવાના કાળા કામો કરી દે છે અને કહે છે વૈજ્ઞાનિક ની પરમ શોધ છે. માનો યા ન માનો, આજે આપણે દરેકે દરેક શોધને ઉંડાણમાં જોઈશુ તો છેવટે એ મનુષ્યનુ નખ્ખોદ જ કરનાર ઠરે છે, વિશ્વાસ ન આવતો હોય તો આજના મનુષ્યના મનને અને એમના કર્યોને જોઈ-વિચારી લો. અભિમાનીઓ નહિ માને અને નમ્ર મનના લોકો માની લેશે.
    આ દયાળુ પરમપિતા એવા મનુષ્ય રચના કરવા ચાહતા હતા જે પરમ પવિત્ર પ્રભુ યીશુ જેવા હોય, જે એમના જેવા જ અદભુત ગુણોથી ભરપુર હોય, અને એમની આજ્ઞા પર ચાલનારા એમના વિશ્વાસુ અને પ્રિય સંતાન ઠરીને પ્રેમ પુર્વક એમણે ચિંધેલ કાર્ય પૃથ્વી પર કરીને સ્વર્ગમાં પાછા એમની પાસે જઈ શકે.

    Like

  44. પ્રિય રાજેશભાઇ,
    આપણે જુદી જુદી આવૃત્તિ (ફ્રીક્વન્સી) ઉપર છીએ. તેથી આગળ ચર્ચા ન કરી શકીએ.
    મારે હિસાબે ઈશ્વર ભેદભાવ ન કરી શકે. તમારે હિસાબે તે કરી શકે છે.
    મારે હિસાબે સ્વર્ગ નર્ક ન હોઈ શકે. જો હોય તો તે અહીં જ છે. જે મનુષ્ય અને સમાજ પોતે જ કર્મ ના ફળો ભોગવે છે તે નર્ક જ કહેવાય. અને અથવા મૃત દેહ ને જંતુઓ ખાઇ જાય એટલે મનુષ્યના અમૂક મૃત સેલ જન્તુના જીવિત સેલ બની જાય. તે પણ નર્ક જ કહેવાય.
    “હું” તત્વ શું છે?
    “હું” ની અનુભૂતિ કોણ કરી શકે છે અને ક્યારે કરી શકે છે?
    શરીર માં “હું” ક્યાં છે?
    શરીરમાં હું ફરી શકે છે?
    શરીરને “હું” જાણે છે?
    “હું” શરીરની બહાર જઈ શકે છે?
    જો હા, તો ક્યારે અને શું કામ? “હું” શરીરની બહાર શું કરી શકે?

    આના જવાબો કોણે આપ્યા છે?

    મારે હિસાબે ચમત્કાર ન કરી શકાય.
    તમારે હિસાબે કરી શકાય.
    સાંઈબાબા માંથી ચમત્કાર બાદ કરો તો બાકી શું રહે?
    જો એક વ્યક્તિ ચમત્કાર કરી શકે તો તો બીજી પણ કરી શકે.
    જો પહેલાં ચમત્કારો થતા હતા તો હવે પણ થવા જોઇએ.
    હવે કોઇ ચમત્કાર કરતું નથી કારણ કે તે બનાવટ હોય છે. અને બનાવટ પકડાઇ જાય એટલે બદનામ થાય છે.
    ડૉ. કુવુરનું ઈનામ અકબંધ રહ્યું હતું.

    રાજેશભાઈ, હું કોઈ સાહેબ નથી. હુ સાવ સામાન્ય માણસ છું. તેથી મને સૌ કોઈ શિરીષ ભાઇ કહેશે તો વધુ આનંદ થશે.

    હું નાસ્તિક નથી.
    હું પણ ઈશ્વરમાં માનું છું. કૃષ્ણ અને શંકરાચાર્ય તેઓ ગુરુ જરુર છે. પણ કૃષ્ણ કે શંકરાચાર્યને હું ઈશ્વરના એજન્ટ કે પેગંબર માનતો નથી. આપણે સૌ ઈશ્વરના સંતાન છીએ. તેથી આપણે માહિતીઓ મેળવીએ, તર્કથી ચકાસીએ અને પછી સ્વિકારીએ તો જ એક કદમ આગળ જઈ શકીએ. કારણ કે આપણામાં જ્ઞાન મેળવવાની જે સહજ વૃત્તિ અસ્તિત્વ ધરાવે છે તેમાં સૌ રહસ્યો સમાયેલા છે.

    Like

  45. વહાલા શિરીષભાઈ, આપનુ વહાલુ સુચન સરઆંખો પર !! ચર્ચા સરસ રહી, કંઈ આપની પાસેથી, દિપકભાઈ અને અન્ય મહાનુભાવો પાસેથી જાણવા મળ્યુ.
    ગોવિંદભાઈ અને માનનીય પ્રાધ્યાપક શ્રી રમણ પાઠકજી, સહુને આવા સરસ લેખ અને ચર્ચા માટે અભિનંદન…..
    (ભુલચુક લેતે દેતી)

    Like

  46. શિરીષભાઇ, યીશુની મહાનતા વિશે હું રાજેશભાઈ સાથે સંમત છું, પણ એમના દૃષ્ટિકોણથી અલગ પડીને. તમારા ઘણા વીચારો સાથે સંમત છું પણ તમારા દૃષ્ટિકોણથી અલગ પડીને.
    આ વિશે હવે ચર્ચા લાંબી નહીં ખેંચું કારણ કે આપણે જે શેતરંજી પર બેઠા ચર્ચા કરીએ છીએ તે ગોવિંદભાઇની છે! એમને થતું હોય કે આ બકબકિયા ક્યારે ઊઠે! બાખડવું હોય તો મારી શેતરંજી (dipak.dholakia@gmail.com) પર આવો ને!
    બીજા મિત્રો ’તીરે ઊભા જુએ…” જેમ એમ પણ કદાચ કહી દે કે જેને મરણ પછી બળવું હોય તે બળે, દટાવું હોય તે દટાય, અમારો કેડો મેલો! એટલે નવા રસપ્રદ મુદ્દાની રાહ જોતાં અહીં હું શેતરંજી ખાલી કરૂં છું.

    Like

  47. dear reader,
    Why so much brain storming discussion for this as it is not taken naturally. We are a creation of nature as other like : animal , birds , plants herbs flowers ect. who exhibit potentially maximus functions for which it is created during their exhistance and vanish without disturbing other natural creations sielently. Only we differ in this regard as we live with distortion of nature withiin i.e. our body anatomy and outside i.e. distort enviroment for our selfish gain in other words technological development at the cost of biological degradation. We should learn how to live and die from other creation of GOD .and follow the same. Being intellectual creation what I think is after death of anyperson as we do in account balance sheet and profit & loss a/c of the life of the dead should be assessed for quality part and rejecting the failure part of his decisions therby creating a lesson for the other surviving so that same mistakes done by him will not be repeated and way of sucessful deeds should be apreciated. It will creat a moral of living high quality life for next generation leaving good massage after death. Best step after death is to donatethe body prior to death some viscera useful for needy for tranplantation and after death total body donation for medical student for dessection for knowing human anaatomy which will by pass all other retuals most unwanted and anti natural .

    Like

Leave a comment