Join 1,215 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
ગોવિંદભાઈ વાત સાચી છે કે આજે બ્રાહ્મણો જે બ્રહ્મ દેવતા કહેવાતા એ દીવો લઈને શોધ્યે નથી જડતા. કદાચ જમાના પ્રમાણે બ્રાહ્મણો પણ બદલાઈ ગયા છે….
એક વાત મને યાદ આવે છે કદાચ કશે સાંભળેલી કે, રામ ભગવાને પણ એમના પિતાશ્રી દશરથરાજાનું વનવાસ દરમિયાન શ્રાધ્ધ કર્યું હતું…..અને મનુષ્યના મૃત્યુ બાદ આત્મા કે જીવ જે નવો જીવ ધારણ કરે છે તે કાગડા સ્વરૂપે હોય છે,એવું પુરાણોમાં લખેલું છે.
પિતૃઓ અને શ્રાદ્ધ સંબંધિત ભગવદ્દગીતા, ભાગવત, રામાયણ, મહાભારત અને અન્ય પુરાણ ગ્રંથોમાં અનેક પ્રસંગોનો ઉલ્લેખ જોવા મળે છે.
‘સધવા સ્ત્રી (એટલે પરસ્ત્રી, એવો અર્થ તો સ્પષ્ટ છે) લેખકશ્રી ને મારો સંદેશો જરૂર કહેજો કે ગુજરાતી ભાષાનું પ્રાથમિકશાળામાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરે,ખોટા અર્થો ના બનાવે. સધવા સ્ત્રી એટલે “સૌભાગ્યવતી સ્ત્રી”.
LikeLike
માતા-પિતા પ્રત્યેનું સમર્પણ ભક્તિ
આપણે આપણું જીવન
સંજ્ઞાપ્રધાન
પ્રજ્ઞાપ્રધાન
નહીં બનતા
આજ્ઞાપ્રધાન બનીશુ તો
જીવન સફળ
તેજ ખરું શ્રાધ્ધ
LikeLike
કર્મે ખરા અર્થમાં બ્રાહ્મણ રહ્યા છે ખરા ? જન્મે બ્રાહ્મણ હોવાથી શ્રાધ્ધ કે અન્ય કોઈ પણ ધાર્મિક વિધિ કરાવવા માટે તે સક્ષમ બની જતો નથી. શ્રાધ્ધની ક્રિયા લો કે લગ્નની અગાઉ આ ક્રિયાઓ કલાકો સુધી ચાલતી આજે યજમાન અને ક્રિયા કાંડ કરાવનારની સમય મર્યાદા ધ્યાનમાં રાખી કરવા/કરાવવામાં આવે છે. અર્થાત માત્ર ઔપચારિકતા પૂરી કરવા પોતાની જાતને શ્રધ્ધાળુ/ધાર્મિક સમાજની દ્વષ્ટિમાં સાબિત કરવા આવી બધી વિધિઓ કરવામાં આવી રહી છે. સાચું પૂછો તો વ્યક્તિ સમાજ સાથે છેતરપીંડી કરે છે તે કરતા પોતાના આત્મા સાથે વધારે છેતરપીંડી કરતી રહે છે. મૃતકનો આત્મા અવગતે જશે તો નડતર કરશે તેવો ભય આ કહેવાતા બ્રાહ્મણોએ પોતાના ગુજરાન માટે ઉભો કરેલ છે અને તેવા વહેમથી ડરનારા આવી બધી વિધિઓ કરતા રહે છે અને રહેશે ! જેઓને પોતાની જાતમાં વિશ્વાસ નથી તે હંમેશા આવા ગતકડાથી ભય /ડર અનુભવે છે માટે આવી વિધિઓ વિરૂધ્ધ ગમે તેટલું શાસ્ત્રો ટાંકી લખવામાં/ કહેવામાં આવે તો પણ આ નમાલા/ડરપોક આત્મવિશ્વાસ વગરના લોકોની માન્યતાઓમાં કોઈ ફેરફાર થવાના નથી. અસ્તુ !
LikeLike
પેટ ભરેલાઓને ખવડાવવું કે ભુખ્યાઓને?
સ્વામી વિવેકાનંદ નું કથન છે:
“જે ધર્મ કોઈ ગરીબ કે વિધવાના આંસુ નથી લુછતો કે ગરીબ ભુખ્યાના મોંમાં રોટલાનો ટુકડો નથી મુકતો, હું એવા કોઈ ધર્મમાં નથી માનતો”
સંત કબીર પણ પોતના શિષ્ય ને કહે છે:
“કહે કબીર કમાલકુ, દો બાતેં સીખ લે,
કર સહાબકી બંદગી ઔર ભુખે કો કુછ દે.”
શ્રાધ કે કોઈ બીજા પુણ્યના કાર્ય અર્થે દુખી માનવતાની સહાય કરવી એથી ઉત્તમ કાર્ય બીજું કોઈ નથી.
કાસીમ અબ્બાસ
LikeLike
આ ધોળકિયા સાહેબ મારા બ્લોગમાં પધારતા હોય તેવું લાગતું નથી. ખેર શ્રાદ્ધ વિષે મહાભારતમાં ભીષ્મ શું કહે છે? મારા બ્લોગમાં લખેલા નર્કારોહણ-૭ માંથી થોડા અંશ અહી મુકું છું.
‘વત્સ,અમે બાણ શૈયા ઉપર હતા. શ્રી કૃષ્ણે યુધીષ્ઠીરને અમારી પાસેથી જ્ઞાન લેવા સમજાવેલો, કે ડોસો ચાર પાંચ પેઢીથી ખસ્યો નથી. દિવાળીઓ બધા કરતા વધારે જોયેલી છે, એટલે એની અનુભવ વાણી જાણી લો જરા. એટલે તે નાદાન મને પૂછતો હતો કે મૃત પિતૃઓને શું તર્પણ કરીએ તો તૃપ્ત રહે અને કેટલો સમય તૃપ્ત રહે જેથી અહી લોકોને મર્યા પછી હેરાન નાં કરે.’
‘પિતામહ, એમ વાત છે? અહી’ અમારા બ્લોગ જગતમાં પણ એક જ્ઞાતા બહેનશ્રી અનુભવ વાણી લખતા હોય છે. તો આપે કાપુરુષ ને શું ઉત્તર આપેલો?’
‘વત્સ,અમે કહેલું કે પિતૃઓને શ્રાદ્ધ વખતે જવ તલ અને ફલાહાર તર્પણ કરો તો એક મહિનો તૃપ્ત રહે, પછી હેરાનગતિ ચાલુ. ફીશ આપો તો બે મહિના, હરણ પાંચ મહિના, કોઈ પક્ષી ધરાવો તો ૭ મહિના, ભેંસ ચાલે ૧૧ મહિના, મોટો આખલો ૧૨ વર્ષ અને લાલ બકરો અને ગેંડો ધરાવો તો કાયમ ની શાંતિ. આમાં કદાચ થોડો ફેરફાર હશે. કારણ બહુ વર્ષ થઇ ગયા આ વાત કરે, હવે અમારી યાદ શક્તિ પણ કમજોર થઇ ગઈ છે.’
અનુશાશન પર્વ વાચી લેવું.એમાં આ બધું લખેલું જ છે કે પિતૃઓના શ્રાદ્ધ વખતે શેના વડે તર્પણ કરવામાં આવે તો પિતૃઓ ખુશ રહે તે સમજાઈ જશે. ટૂંકમાં બ્રાહ્મણો ભૂખ્યા રહી ના જવા જોઈએ માટે કર્ણને પાછો પૃથ્વી પર તગેડ્યો. હવે મનુસ્મૃતિ પ્રમાણે એવા બ્રાહ્મણો જડે તેમ નથી અને જડે તો એમની ફીસ બહુ મોંઘી હશે માટે શ્રાદ્ધ જ બંધ કરી દેવું સારું. અમે બાળમંદિરનાં બાળકોને પૌષ્ટિક નાસ્તો કરાવીને પિતાશ્રીનું શ્રાદ્ધ કરતા હતા. તે પણ ભાદરવામાં નહિ પણ એમની પુણ્ય તીથીનાં ચૈત્ર મહિનામાં.અમે કાગડાને બદલે નાના બાળકોમાં પિતાશ્રી છબી નિહાળવાનું પસંદ કરતા હતા. બીજા મિત્રો પણ હવેથી એવું કરશે તેવી આશા છે.
LikeLike
પ્રિય ભૂપેન્દ્રસિંહભાઈ,
તમારા બ્લોગ પર આવ્યા વિના ચાલે એમ જ નથી. આંટો મારી જાઉં છું એક વાર કોમેન્ટ લખી પણ કોઈ ભૂલને કારણે પોસ્ટ ન થઈ શકી. તે પછી લખવાનું બન્યું નથી તમે જે કઈં તર્પણ વિશે લખ્યું છે તે મનુસ્મૃતિમાં પણ છે. જમાનો જ માંસાહારનો હતો!.
હું તમારાં લખાણો આ બ્લૉગ પર વાંચતો જ રહું છું. તમારો રેડિકલ એપ્રોચ મને હમેશાં ગમે છે. અખાના ચાબખા યાદ આવી જતા હોય છે. આભાર. મળતા રહેશું.
LikeLike
ખુબ આભાર.ફરી થી લાભ આપતા રહેશો આપના પ્રતિભાવો નો.આજે ગણપતિ વિષે લેખ મારા બ્લોગ માં મુક્યો છે.૧૨૭ લેખો માં મેં તો કોરડા જ વીંઝ્યા છે.
LikeLike
WE MUST GIVE SOMETHING TO SOMEONE FOR BHOJAN ON A DAY IN REMEMBERANCE OF PITRU.TARPAN ETC.CAN BE DROPPED.
LikeLike
આપણે જેને આજે કહિયે છીએ તે આજ તો કમર્શિયલ સમય છે, અન્યો સમ ટકી રહેવા મથ્યા કરતો બ્રાહ્મણ રુપિયા કે ડૉલર પાછળ જ દોડવાનો, તો આ મઈગ્રેટેડની
તપાસ કેવી રીતે કરવી વેદોને હિસાબે કે ચરિત્રને હિસાબે ?એટલે મ્રૂત્યુને ચાલવા દો, વિકએન્ડના શ્રાધ્ધને ચાલવા દો,કેવળ મ્રૂતકોના સંસ્મ્રૂતિ-સ્પર્શનો સંતોષ માણીલો !!!
LikeLike
nice and good
LikeLike
dear govindbhai,
what a surprise!
‘dipak dholakia samachar vanche chhe’ is the announcement i am quite familiar with.
and his is one of the voices i liked most on radio, the other two being Lemuel Harry and Suhag diwan.
my great salute to the gentleman.
but it’s a bigger surprise to know that he is such a humanitarian scholar exposing the tricks of the exploiters in the name of religious rites and customs!
this is yet another name to retain for Hindu scriptural reference, the other being Bhupendrasinh Raol.
thank you govindbhai, for introducing such scholars. we need many more to clear the darkness created by the privileged parasites , the exploiters and oppressors, the violators of human dignity and the human rights.
neerav patel
LikeLike
પ્રેમાળ શબ્દો માટે આભાર
LikeLike
ગોવિંદભાઈ.
આભાર.
LikeLike
I FEEL IT MORE PRACTICAL, IN THIS CITY LIFE, TO DONATE TO THE RELIABLE TRUST TO FEED THE POOR AND NEEDY INSTEAD OF SEARCHING FOR THE SUITABLE BRAHMIN WHO IS READY TO COME THE SHRADHA BHOJAN.
LikeLike
Dear Govindbhai,
you have given agood reading today thanks. i alsorecall voice of Deepakbhai Dholakia ( i could not write witout bhai) on AIR dduring childhood. glad for his presenting picture of Bramims during Mnusmruti.
Nikunj.
LikeLike
નિકુંજભાઈ, આભાર. મળતા રહેશું.
LikeLike
એકના અનેક અર્થ થકી શાસ્ત્રોક્તિઓનો ઉપયોગ કરી મનની શાંતી ભણી જવાનો મુખ્ય હેતુ ન વિસરાય તો શ્રાધ્ધ વગર પણ પિતૃઓ સંતુષ્ટ રહે એવી શક્યતાને નકારી ન શકાય.
LikeLike
સુન્દર. અભિનન્દન.
LikeLike
શ્રી ગોવિંદભાઈ,
તમારા મેલ મળતા રહે છે. આજના ટોપિકમાં ‘કવ્ય’નો ઉલ્લેખ હોવાથી ઉમેરણરૂપે બે-ચાર શબ્દો :
હિન્દુ થિયરી મુજબ દેવતાને અપાય તે હવ્ય કહેવાય અને પિતૃઓને અપાય તે કવ્ય કહેવાય. કવ્યને કાગડા સાથે કોઈ સંબંધ નથી. માટે જ પિતૃ-તર્પણ વખતે કરાતી સ્તુતિને કવ્યસ્તવ, પિતૃ-કાર્ય માટે સ્થપાયેલા અગ્નિને કવ્યવાહન અને પિતૃ-યજ્ઞની આહુતિને કવ્યવાહ કહેતા હતા. આજના ઘણાખરા કર્મકાંડી બ્રાહ્મણોને આ વાતની ખબર હોતી નથી. કવ્ય નામે પિતૃઓનો એક વર્ગ પણ હોય છે. જો કે આ વર્ગમાં કયા પિતૃઓનો સમાવેશ થાય છે હવે મારી સ્મૃતિમાં રહ્યું નથી.
જૈનોમાં તો જો કે હવ્ય, કવ્ય વગેરે કશું નથી ! (એમને તો ‘દ્રવ્ય’ની વાતોમાં જ રસ પડે!!!)
LikeLike
શ્રી દીપકભાઇ, આપના પ્રતિભાવો તો ખુબ વાંચ્યા છે, આજે આપનો સુંદર અને માહિતીપ્રદ લેખ પણ વાંચવા મળ્યો.
આપની વાતને બહુ વિચાર્યા વગર લેવાય તો કદાચ સહમત થવું અઘરૂં લાગશે. પરંતુ મેં આપના સંદર્ભો વાંચ્યા, ચકાસ્યા અને તે ઉપરાંત પણ અન્ય ગ્રંથોના સંદર્ભ ધ્યાને આવ્યા તે જોતા આપનો ઉઠાવેલો મુદ્દો સાવ નકારવા લાયક નથી જ. હા, લૌકિકક્રિયા ગણીને, માત્ર કર્મકાંડ રૂપે કોઇને આ વિધી કરવી હોય તો કંઇ વિરોધ ન કરી શકાય (વ્યક્તિસ્વાતંત્ર્ય). પરંતુ એ શાસ્ત્ર પ્રમાણે જ છે કે તેથી પોતાના પિતૃઓ તૃપ્ત થશે જ એવી કોઇ ખાત્રી મળતી નથી. (જો કે પિતૃઓ બાબતે પણ સમાજમાં ઘણી અંધશ્રદ્ધાઓ ચલાવાય છે, જે એક અલગ ચર્ચાનો મુદ્દો છે)
અહીં મારૂં ડહાપણ વધુ ન ડહોળતા માત્ર અન્ય શાસ્રોના સંદર્ભો મુકીશ. જેનો પણ સૌ મિત્રો વધુ અભ્યાસ કરી શકે છે.
* શ્રાદ્ધ ગમે તે સમયે થઇ શકે છે, ખાસ કરીને તિર્થસ્થાનમાં તેવું પદ્મપુરાણ (સૃષ્ટિ.૩૪/૨૧૮-૨૧૯)માં પણ જણાવાયું છે.
* શ્રાદ્ધ એકાંતમાં, ગુપ્તરૂપે કરવું. પદ્મપુરાણ (સૃષ્ટિ.૩૪/૨૦૭-૨૦૮)
* બ્રાહ્મણની પરિક્ષા વિશે આપે લખ્યું તે અન્ય જેવાકે, વિષ્ણૂસ્મૃતિ (૮૨), શંખસ્મૃતિ (૧૪/૧), વ્યાધ્રપાદસ્મૃતિ (૨૭૫) તથા સ્કંદપુરાણ (નાગર. ૨૨૧/૪૭)જેવા શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે.
* શ્રાદ્ધનું ભોજન સ્ત્રીને કરાવવું નહીં. બૃહત્પરાશરસ્મૃતિ (૭/૭૧)
* પિતૃકાર્યમાં ત્રણથી વધુ બ્રાહ્મણને ભોજન અને બહુ વિસ્તાર પર પ્રતિબંધ લાદતા ઉલ્લેખો અન્ય શાસ્ત્રોમાં પણ છે, જેમ કે, બૌધાયનસ્મૃતિ (૨/૮/૨૯), શ્રીમદ્ભાગવત (૭/૧૫/૩), મત્સ્યપુરાણ (૧૭/૧૩-૧૪), માર્કંડેયપુરાણ (૩૧/૩૭-૩૮), વરાહપુરાણ (૧૪/૧૦), અગ્નિપુરાણ (૧૬૩/૨) પારસ્કરગૃહ્યસૂત્ર (૧/૧૬-૧૭) વગેરે.
* મિત્રને ભોજનનિષેધ કરતી વાત કૂર્મપુરાણ (ઉ.૨૧/૨૩), મહાભારત (અનુ. ૯૦/૪૧-૪૩), ગૌતમધર્મસૂત્ર (૨/૬/૧૨) વગેરેમાં પણ મળે છે.
* પિન્ડદાન સમયે ભગવાવસ્ત્રધારીઓ, સંન્યાસી, પતિત, વર્ણશંકર બ્રાહ્મણ વગેરેને હટાવી દેવા. મહાભારત (અનુ. ૯૧/૪૩-૪૪)
* શ્રાદ્ધમાં કોણ એવું હશે જે સ્ટીલના વાસણો નહીં વાપરતું હોય ? અહીં લોહપાત્ર વાપરવાની મના કરી છે. ઔશનસસ્મૃતિ (૫/૫૯), કૂર્મપુરાણ (ઉ.૨૨/૬૧), સ્કન્દપુરાણ (પ્રભાસ.૨૦૬/૩૮-૩૯)
* બ્રાહ્મણે મૌન રહી અને ભોજન કરવું વગેરે !! વશિષ્ઠસ્મૃતિ (૧૧/૨૯), યમસ્મૃતિ (૩૮), સ્કન્દપુરાણ (કાશી.પૂ.૪૦/૯૪) તેમજ અન્ય ઘણાં ગ્રંથો.
* આત્મહત્યા કરનારનું શ્રાદ્ધ કરવા પર મનાઇ છે. મનુસ્મૃતિ (૫/૮૯), વિષ્ણૂસ્મૃતિ (૨૨), કૂર્મપુરાણ (ઉ.૨૩/૭૩), યાજ્ઞવલ્ક્યસ્મૃતિ (૩/૬) વગેરે.
આમ વિધીવત શ્રાદ્ધ કરવું એ આજના જમાનામાં બહુ કઠિન છે. એથી તો સારૂં એ કે પિતૃઓને જીવતા જ તેના મનગમતા ભોજન અને ખુશ થાય તેવો વ્યવહાર કરાય. મને લાગે છે કે તેઓને જીવતેજીવ જ તૃપ્તિ થશે તો આશિર્વાદ પણ આપશે જ. આભાર.
LikeLike
શ્રી અશોકભાઇની સત્યાન્વેષક નજર હંમેશાં નવું ભાતું હાજર કરે છે. જેમ પ્રિય જનના મૃતદેહના અંતિમ સંસ્કાર આવશ્યક છે તેમ, પરંપરાઓના મૃતદેહના અંતિમ સંસ્કાર પણ આવશ્યક છે.
આજે વેદજ્ઞ બ્રાહ્મણ નથી મળતો એ આજના બ્રાહ્મણોનો વ્યક્તિગત વાંક નથી. સમય બદલાયો છે. માત્ર જે લેભાગુઓ હજી પણ લોકોને ભરમાવ્યા કરે છે છે,તે સામે લોકો પોતે જ જાણતા હોય કે શાસ્ત્રોમાં શું લખ્યું છે તો પણ ઘણાં પાખંડો આપમેળે બંધ થઈ જશે. આવી વધારે સામગ્રી લોકો સમક્ષ મૂકવા બદલ અશોકભાઇ અભિનંદનના અધિકારી છે.
LikeLike
Dear sir,
You all r very learned and experienced respected authorities.
In your comments about Brahmins, I would like to bring to your notice that, in every community few % mass is always miscreants, for which not the whole community is to be blamed. As per our ancient division of the society, Brahmin Kshatriya, Vaishya and Kshudra, Brahmin have been given Top position, as they are and were, knowledgeble and king makers and not the over ambitious to become King. Loyal, and Honest . Now every kind of person from the become Teacher, and Jyotish .
If any brahmin ask for three / four hours for pooja-vidhi, nobody has time to do this, on the contrary Yajman – The Host- dectate brahmin to perform Pooja within time available The Host-Yajman. Today also number of knowledgeble brahmin are available, If any Yajman is ready to spent required time money , Experts Vedic brahmins are available.
Pooja vidhi is only their business, job, Roji Roti, there Hosts are bargaining , than , how their family willm survive ?
so, my commenting on this issue is only bring to the notice of the readers that, the whole society is responsible for Ptru shraddh is not being done thoroughly.
I believe, let people do in what ever way they do, otherwise in time to come people – society will forget even this also and will not recognise – remember their – Purvajo – foerfathers.
Devesh Bhatt
LikeLike
દીપકભાઈ,
ખૂબ સુંદર અને અભ્યાસપૂર્ણ લેખ. અશોકભાઈની કમેન્ટ પણ ગમી.
જે પિતૃઓના અસ્તિત્વને જ નકારતા હોય એમને માટે તો મનુસ્મૃતિ અને એના નિયમો પિતૃઓ જેટલા જ નિરર્થક છે. બાકી જેમને શ્રદ્ધા હોય એમને પણ શ્રાદ્ધ સરાવવાનું જ છોડી દેવું પડે એવી સ્થિતિ છે.
LikeLike
વાહ દિપક ભાઈ, વાહ ગોવિંદભાઈ, અતિસુંદર વિષય અતિશય સુંદર રીતે ઉઠાવ્યો છે…..અભિનંદન….
LikeLike
આ પ્રેતવિધ્યાની વિધિ લગભગ ૨૦ વરસ થયા હુ નથી મનાવતો. અને મારા બાળકો અને એમના બાળકોને પણ મારા માટે મનાવવા નહિ દઈશ. મારી સમજણ પ્રમાણે શ્રાધ્ધ વખતે જે વિધીઓ કરવામાં આવે છે એટલે કે ગુંધેલા લોટનુ પુતળુ બનાવી એમા પ્રાણ ઉમેરીને અને પછી તર્પણ વિધી કરવામાં આવે છે એ મારી સમજ પ્રમાણે તો હુ પ્રેત વિધ્યા કરનારો ઠરુ છુ. કેમ કે હુ મારા મ્રુતક પિત્રુઓને મારી જ સ્વાર્થી વ્રુત્તિનુ, પાપની કમાણીનુ ભોજન કરાવીને એમને પણ પાપી ઠેરવુ છુ, અને એ સિવાય એમને એમના સ્થાનેથી ફરીથી આપણા લોક્માં બોલાવવા એ પ્રેતવિધ્યા મને તો લાગે છે અને પ્રેતવિધ્યા ને મહત્વ આપવાથી હુ તો નરકલોક્માં જવાનો સાથે સાથે કદાચ સ્વર્વે સિધાવેલા મારા પિત્રુઓને પણ ફરીથી એમના પુણ્ય ભોગ માંથી જબરજસ્તી બોલાવુ છુ એ મને માન્ય નથી.
મરણ પછી કોણ કયા લોકમાં ગયુ એની કોને ખાતરી છે? અને જો એ પિત્રુઓએ પાપના કામ કર્યા હશે તો નરકમાં જ ગયા હશે અને જેણે પુણ્યના કામ કર્યા હશે તો નક્કિ સ્વર્ગમાં જ હશે તો પછી તેઓને તર્પણ વિધી દ્વારા બોલાવવા એ પ્રેતવિધ્યા ઠરે છે. હુ તો માનુ છુ કે મારા જેટલા પણ પિત્રુઓ આજે હયાત નથી એમને માટે ફક્ત પ્રાર્થના કરુ છુ કે “હે પરમપિતા તેઓ ગમે ત્યાં હોય એમને અમારા અને એમના પાપમાથી છોડાવ અને તમારા શરણોમાં સ્થાન આપો”
એ સિવાય….
આદિ શ્રી શંકરાચાર્યરચીત વિવેક્ચુડામણી મંગલાચરણ સ્લોક ૩-૪-૫-૬-૭- કહે છે ઃ
૩. ભગવતક્રુપાથી જ પ્રાપ્ત મનુષ્યત્વ, મુમુક્ષુત્વ (મુક્ત થવાની ઈચ્છા) અને મહાન પુરુષોનો સંગ- આ ત્રણ તો અતિ દુર્લભ જ છે.
૪. કોઈ પણ પ્રકારે આ દુર્લભ મનુષ્ય જન્મ પામીને એમાં પણ શ્રુતિના સિધ્ધાંતનુ જ્ઞાન થયુ હોય એવા પુરુષત્વને પામીને જે મુઢ બુધ્ધિ પોતાના આત્માની મુક્તિ માટે પ્રયત્ન નથી કરતો, એ નિશ્ચય જ આત્મઘાતી છે; અને એ અસતમાં આસ્થા રાખવાના કારણે પોતાને નષ્ટ કરે છે.
૫. દુર્લભ મનુષ્યદેહ અને એમાં પણ પુરુષત્વ પામીને જે સ્વાર્થ સાધનામાં પ્રમાદી-રત રહે છે, એનાથી અધિક મુઢ કોણ હશે?
૬. ભલે કોઈ પણ શાસ્ત્રોની વ્યાખ્યા કરે, દેવતાઓના યજ્ઞો કરે, નાના પ્રકારર્ના શુભ કર્મો કરે અથવા દેવતાઓને ભજે, તથાપિ જ્યાં સુધી બ્રહ્મ અને આત્માની એકતાનો બોધ નથી થતો ત્યા સુધી સો બ્રહ્માઓના વીતી જવા પર પણ (અર્થાત સો કલ્પો વીતી જવા પર પણ) મુક્તિ તો થઈ શકતી જ નથી.
૭. કેમ કે “ધનથી અમ્રુતત્વની આશા નથી” આ શ્રુતિ “મુક્તિના હેતુ કર્મ નથી” એ વાત સ્પષ્ટ દર્શાવે છે.
આ સીવાય ગીતા ૮.૨૮ પણ કહે છે
“વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ, દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ !
અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા, યોગી પરં સ્થાનમુપૈતિ ચાધ્યમ !!
યોગી પુરુષ આ તત્વ રહસ્યને તત્વથી જ જાણીને વેદો પઠનમાં તથા યજ્ઞ, તપ અને દાનાદિ કરવામાં જે પુણ્યફલ કહ્યુ છે, એ બધાને નિઃસંદેહ ઉલ્લંઘન કરી જઈને સનાતન પરમપદને પ્રાપ્ત કરે છે.
ગીતા ૯.૨૫ કહે છે
“યાન્તિ દેવવ્રતા દેવાન્પિત્રુન્યાન્તિ પિત્રુવ્રતાઃ !
ભુતાનિ યાન્તિ ભુતેજ્યા યાન્તિ મધ્યાજિનોયપિ મામ !!
દેવતાઓને પુજનાર દેવતાઓને પ્રાપ્ત થાય છે, પિત્રુઓને પુજનાર પિત્રુઓને, ભુતોને પુજનાર ભુતોને અને જે મારુ (અદેહી-પરમેશ્વરનુ, વિષ્ણુનુ નહિ) પુજન કરનાર મને (નીરાકાર પરમેશ્વરને) જ પ્રાત્પ થાય છે. એટલે મારા (નીરાકાર, અદશ્ય પરમેશ્વરના) ભક્તો પુનર્જન્મ નથી પામતા.
LikeLike
અને હા શ્રાધ્ધ એ ફક્ત અવગતીએ ગયા હોય એમનુ જ કરવુ જોઈએ એવુ મારુ માન્વુ છે, જેના પિત્રુઓની સદગતી થઈ ગઈ તો પછી શા માટે એમનુ શ્રાધ્ધ કરવુ અને એમને ફરીથી બોલાવવા. એટલે પહેલા તો એ નક્કિ કરો કે પિત્રુઓ ની અવગતી થઈ છે કે કેમ? અને એ કેવી રીતે સાબીત કરશો? અને જે કરી આપશે એ??
હુ વિરોધમાં નથી પણ સચ્ચાઈને ખંગાળુ છુ એટલે મને વિરુધ્ધનો નહી પણ પોતાનામાં માનજો..કુરી્તી નિવારક…
LikeLike
Ahi je vanchayun te vanchyun. Shraddh ke koy pan vidhi evi rudh thai gai chhe apni jindagima etle sachun khotun siddh karva lamba lachak lakhano thay chhe. Pitru manthi koiye aavi koy ne kahi nathi gaya karelun tarpan temen pahonche chhe, pahonchyun ke pachhi nathi pahochyun.
Sidhi saadi vaat lakhun ke je koy je kai potana maate, pitru maate, anya babat maate prem thi kare chhe temne karva do. Shraddh vidhi kone karavi? E brahma putra vidyavan chhe ke nahin e babat gaun HUN ganu chhun. Potano rotlo radva kare chhe, karavnarne shraddha chhe. Vidhi karavnar pote
sari bhavna thi karave chhe etlun ja yaad rakhvun jaruri ganay.
Manu smruti, Gita, ke koy pan grantho je kahe chhe te sachun khotun purvar kari shakatun nathi ke khotun tharavi shakatun nathi. Lapan chhapan HUN ganu chhun aa vad viadne.
Koy kagdo koyna kan ma kahi gayanu sambhalyun nathi ke tamaro pitru chhun ke temno partinidhi.
LikeLike
આપણે ત્યાં કામ કરતાં નિમ્ન-મધ્યમ વર્ગ નાં લોકોને અન્ન, વસ્ત્ર અને વિદ્યા દાન કરીને શ્રાદ્ધ કર્યાનો સંતોષ માનવો જોઈએ. એ લોકોથી આપણે પરિચિત હોઈએ તો એમની જરૂરિયાત નો આપણને ઘણુંખરું સાચો અંદાજ-ખ્યાલ હોય જ અને એથી કુપાત્રે દાન જવાની શક્યતા ઘટી જાય છે.
LikeLike
પૈસાના બદલામાં ‘કંઇક’ આપવું એ જો પ્રામાણિક વ્યવહાર કહેવાય, તો શ્રાદ્ધ વિધિ કરાવીને તેના બદલામાં પિતૃઓના મોક્ષની ગેરંટી આપતા બ્રાહ્મણો કરતાં, વેશ્યાના દલાલ વધુ પ્રામાણિક ગણાય.
હું પોતે, ભુજનો વડનગરા નાગર છું.
LikeLike