પ્રયોગશાળા એટલે વીજ્ઞાનનું પ્રસુતીગૃહ

‘પ્રયોગશાળા એટલે વીજ્ઞાનનું પ્રસુતીગૃહ’

વલ્લભ ઈટાલીયા

[જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર પ્રેરીત જીલ્લા શીક્ષણ અને તાલીમભવન, સુરત; જીલ્લા શીક્ષણાધીકારી કચેરી, સુરત અને પી. પી. સવાણી વીદ્યાભવન, સુરતના સંયુક્ત ઉપક્રમે વેદવ્યાસ સંકુલ – પાંચનું, છઠ્ઠું વીજ્ઞાન–ગણીત પ્રદર્શન ૨૦૧૦, પી.પી. સવાણી વીદ્યાભવન, વરાછા રોડ, સુરત ખાતે તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૦ના રોજ યોજાઈ ગયું. આ પ્રસંગે સુરતની ૪૫ જેટલી શાળાઓનાં બાળ–વૈજ્ઞાનીકો, આચાર્યો અને વીજ્ઞાન શીક્ષક ભાઈ–બહેનો ઉપસ્થીત રહ્યાં હતાં. પ્રસ્તુત છે પ્રદર્શનના ઉદ્ ઘાટન સમારોહમાં મુખ્યવક્તા શ્રી વલ્લભભાઈ ઈટાલીયાએ આપેલા વીજ્ઞાનપ્રેરક, પ્રભાવક પ્રવચનના કેટલાક અંશો… સમ્પાદન અને અક્ષરાંકન : ઉત્તમ + મધુ ગજ્જર, સુરત uttamgajjar@gmail.com ]

આદીમાનવથી આધુનીક માનવ સુધીની યાત્રા, ગુફાથી ગગનચુમ્બી ઈમારત સુધીની યાત્રા, અંધકારયુગથી ઈન્ટરનેટ સુધીની યાત્રા માનવજાતીએ વીજ્ઞાન અને ટૅકનોલોજીની કાવડમાં બેસીને પસાર કરી છે. વીશ્વના વૈજ્ઞાનીકોએ આપણને અત્યાધુનીક વીશ્વનાં દર્શન કરાવીને શ્રવણકુમારની ભુમીકા અદા કરી છે. અનાદીકાળથી માનવજાતી પાસે બે જ રસ્તાઓ છે

૧. વૈજ્ઞાનીક અભીગમનો માર્ગ: એટલે કે વૈજ્ઞાનીક સાક્ષરતાનો માર્ગ. અહીંયાં વીકાસ છે, પ્રગતી છે, સુખ–સગવડનાં સાધનો અને સુવીધાઓ છે. કોઈ પણ ઘટનાને સમજવા અને ઉકેલવા માટેની સાચી રીત એટલે વૈજ્ઞાનીક અભીગમ.

૨. અવૈજ્ઞાનીક અભીગમનો માર્ગ: એટલે કે વૈજ્ઞાનીક નીરક્ષરતાનો માર્ગ. અહીંયાં અન્ધશ્રદ્ધા છે, ગરીબી છે, શોષણ છે અને સમસ્યાઓ છે. ઘટના અને કાર્યકારણના સીદ્ધાન્ત વચ્ચે સાત ગાઉનું છેટું એટલે જ અવૈજ્ઞાનીક અભીગમ.

મીત્રો, વૈજ્ઞાનીક સાક્ષરતાને અક્ષરજ્ઞાન સાથે કોઈ સમ્બન્ધ નથી. ‘વૈજ્ઞાનીક સાક્ષરતા’ અને  ‘વૈજ્ઞાનીક નીરક્ષરતા’ આ બન્ને શબ્દો સમજી રાખવા જેવા છે.

વૈજ્ઞાનીક સાક્ષરતા એટલે શું ? કોઈ અભણ ખેડુત, પોતાને સાપ કરડે ત્યારે કોઈની પાસે ઝેર ઉતરાવવા કે મન્ત્રેલો દોરો બન્ધાવવા ન જાય; પણ સીધો હૉસ્પીટલ પહોંચી સારવાર લે એ વૈજ્ઞાનીક સાક્ષરતા છે.

વૈજ્ઞાનીક નીરક્ષરતા એટલે શું ? કોઈ સાયંસ ગ્રેજ્યુએટ બીમાર પડે અને ડૉક્ટરને બદલે વાસ્તુશાસ્ત્રીને ઘરે બોલાવી સંડાસનું મોઢું પુર્વ–પશ્ચીમમાંથી ફેરવીને ઉત્તર–દક્ષીણ કરાવે એ વૈજ્ઞાનીક નીરક્ષરતા છે.

જે માણસ ખોટી, ભ્રામક અને હાનીકારક માન્યતાઓને સમર્થન નથી આપતો એ માણસ અભણ હોય તો પણ વૈજ્ઞાનીક સાક્ષર છે. અને ઘણું ભણ્યા પછી પણ જે મીથ્યા માન્યતાઓને સમર્થન આપે એ માણસ ડીગ્રીધારી હોવા છતાં વૈજ્ઞાનીક નીરક્ષર છે. વીશ્વમાં અન્ધશ્રદ્ધા, શોષણ અને અત્યાચારોનું સૌથી મોટું કારણ માનવજાતીમાં વ્યાપેલી વૈજ્ઞાનીક નીરક્ષરતા છે.

વર્ષો પહેલાં પૃથ્વી સપાટ છે એવું મનાતું હતું. ઈટાલીમાં બ્રુનોએ માત્ર એટલું જ કહ્યું કે, ‘પૃથ્વી સપાટ નથી, તે ગોળ છે અને સુર્યની આસપાસ ફરે છે.’ રુઢીચુસ્ત ધર્મધુરન્ધરોને ગળે આ વાત ઉતરી નહીં. ધર્મના વડાઓએ કહ્યું કે, ‘એ ખોટું બોલે છે. બાઈબલમાં લખ્યું છે કે પૃથ્વી સ્થીર છે અને સુર્ય પૃથ્વીની આસપાસ ફરે છે.’ એ જમાનામાં એ મહાન વૈજ્ઞાનીકને આ વૈજ્ઞાનીક સત્ય શોધવા બદલ સજા ફરમાવવામાં આવેલી. પૃથ્વી શેષનાગના માથા પર ટકેલી છે અને શેષનાગ ફેણ હલાવે ત્યારે ધરતીકમ્પ થાય છે એવી મીથ્યા માન્યતાઓ સદીઓ સુધી ચાલી. વૈજ્ઞાનીકોએ ઘટના અને કાર્યકારણ વચ્ચેનો સમ્બન્ધ શોધી કાઢ્યો છે અને હવે આપણે સૌ ધરતીકમ્પનાં સાચાં કારણો જાણતા થયા છીએ.

વૈજ્ઞાનીક અભીગમમાં કોઈ અપવાદ નથી હોતો. દા.ત. મને મારા ચહેરાની સામે આ માઈક દેખાય છે તો આપ સૌને પણ એ માઈક જ દેખાય. તમને એ મારા ચહેરા સામે ફેણ માંડેલો સાપ ન દેખાય ! જ્યારે અવૈજ્ઞાનીક અભીગમમાં અનેક અપવાદો જોવા મળે છે. દા.ત. કોઈ એક વ્યક્તીને પીપળા નીચે ભુત કે પ્રેતાત્મા દેખાય. તમે ત્યાં જશો તો તમને તે નહીં દેખાય. મીત્રો, વીજ્ઞાનમાં એક વાર સીદ્ધાંત પ્રસ્થાપીત થઈ જાય પછી બીજો કોઈ પણ સંશોધક બહુ બહુ પ્રયોગ કરે તોયે પરીણામ સરખું જ આવે.. દાત. લાઈટના બોર્ડની સ્વીચ બાળક દબાવે, સ્ત્રી સ્વીચ દબાવે કે પુરુષ સ્વીચ પાડે પરીણામ સરખું જ આવે – એટલે કે બલ્બ શરુ થાય ને પ્રકાશ મળે ! વીજ્ઞાન પારમ્પરીક માન્યતામાં નહીં; પ્રમાણ–પુરાવામાં માને છે.

જ્યારે કોઈ પરમ્પરા શરુ થાય છે ત્યારે કદાચ કોઈ ને કોઈ ઉદ્દેશ હોઈ શકે; પરન્તુ બને છે એવું કે એ ઉદ્દેશ સમયાન્તરે નષ્ટ થઈ જાય તોય પરમ્પરા તો ચાલુ રહે છે. દા.ત. સદીઓ પહેલાં જ્યારે આપણી પાસે દીવાસળી કે લાઈટર નહોતાં ત્યારે મૃતદેહને અગ્નીસંસ્કાર આપવા માટે આપણે ઘરેથી દેવતાની દોણી લઈને જતા. આજે તો દીવાસળી છે, લાઈટર છે, મૃતદેહના નીકાલ માટે ગેસ–ચેમ્બર છે; છતાં પણ આપણે ઘરેથી સળગતા અંગારાની દોણી લઈને અર્થીની આગળ ચાલીએ છીએ ! હેતુ મટી જાય; તોયે જીવી જાય તેનું નામ પરમ્પરા !

એક સ્વામીજી પોતાના થોડા શીષ્યો સાથે આશ્રમમાં રહેતા હતા. સ્વામીજીએ એક બીલાડી પાળેલી. બીલાડી આખો દીવસ સ્વામીજીની આસપાસ અને ખોળામાં રમ્યા કરતી. પરન્તુ સ્વામીજી અને શીષ્યો સાંજે જ્યારે પ્રાર્થના કરવા બેસે ત્યારે બીલાડી સ્વામીજીના ખોળામાં કુદાકુદ કરે એનાથી પ્રાર્થનામાં વીક્ષેપ પડવા લાગ્યો. આખરે સ્વામીજીએ શીષ્યોને આદેશ કર્યો કે, ‘રોજ સાંજે બીલાડીને બાંધ્યા પછી જ પ્રાર્થના કરવી.’ ગુરુજીનો આદેશ શીષ્યોને શીરોમાન્ય; પરન્તુ ગુરુજીએ બીલાડીને બાંધવાનો શા માટે આદેશ કર્યો, એની કોઈ શીષ્યને કશી ખબર નહીં; કારણ કે પ્રાર્થના વખતે બધા શીષ્યોની આંખ તો બન્ધ હોય ! એટલે બીલાડી ગુરુજીને પરેશાન કરે છે એ કોઈ શીષ્યે જોયેલું–જાણેલું નહીં. શીષ્યોએ માન્યું, કદાચ બીલાડીને બાંધીને પ્રાર્થના કરવાથી પ્રાર્થનાનું ફળ વધતું હશે ! થોડાં વર્ષો પછી ગુરુજી ગુજરી ગયા. બીલાડી બીજા કોઈને પરેશાન કરતી નહોતી; તોય પ્રથા પ્રમાણે બીલાડીને બાંધીને જ પ્રાર્થના કરે. થોડા સમય પછી તે બીલાડી પણ મરી ગઈ. શીષ્યો મુંઝાયા. ગુરુજીનું બ્રહ્મવાક્ય યાદ આવ્યું, ‘રોજ સાંજે બીલાડીને બાંધીને પછી જ પ્રાર્થના શરુ કરવી.’ બીલાડીને બાંધ્યા વીના પ્રાર્થના શી રીતે થાય ! શીષ્યો ગામમાંથી બીજી બીલાડી લઈ આવ્યા અને રોજ સાંજે તેને બાંધીને જ પ્રાર્થના કરવા લાગ્યા ! આપણી તપાસનો વીષય એ છે કે મોટા ભાગની આપણી રુઢી–પરમ્પરા–માન્યતા આવી તો નહીં હોય ?

સમારમ્ભમાં ઉપસ્થીત તમામ બાળ–વૈજ્ઞાનીકોને પોતાની શોધો રજુ કરવા બદલ ધન્યવાદ આપું છું. માનવજાતીના વીકાસમાં પ્રત્યેક શોધ મુલ્યવાન છે. સૌરાષ્ટ્રના પીપાવાવમાં સુર્યની ગરમીથી ચાલતું ટેલીફોન બુથ છે. ટૅલીસ્કોપ ગેલીલીયોએ, થર્મોમીટર ફૅરનહીટે, એરોપ્લેન રાઈટબન્ધુઓએ અને ફાઉન્ટનપેન લુઈસ વૉટરમૅને શોધી એ આપણને ખબર છે; પરન્તુ અગ્નીની શોધ કોણે કરી ? ચક્રની શોધ કોણે કરી ? આપણે જાણતા નથી. શોધકની જાણ નથી; પણ બધી જ શોધો માનવજીવન માટે કેટલી મુલ્યવાન છે તે જાણીએ છીએ.

કેટલીક શોધો તો આપણે ત્યાં થઈ; પરન્તુ બીજાના નામે તે નોંધાઈ છે. દા.ત. જગદીશચન્દ્ર બોઝે ૧૮૯૪માં રેડીયો કમ્યુનીકેશનનું કોલકત્તામાં જાહેર પ્રદર્શન કર્યું હતું. અને છેક હવે IEEE સંસ્થાએ ગુગ્લીએમો માર્કોની પહેલાં જગદીશચન્દ્ર બોઝે રેડીયો સંદેશા–વ્યવહાર શોધ્યો હોવાની વાત માન્ય રાખી છે.

મારા એક મીત્રનો દીકરો ગૌરવ બ્રીટનમાં ભણે છે. લંડનની બાળવીજ્ઞાન પરીષદમાં પોતાના પ્રોજેક્ટ સાથે એ ભાગ લેવા ગયો. એક અંગ્રેજ વીદ્યાર્થીએ એને કહ્યું કે, ‘તારા કરતાં અમારો પ્રોજેક્ટ વધારે સારો હોય; કારણ કે અમે તમારા પર બસો વરસ રાજ કર્યું છે.’ ગૌરવથી આ અપમાન સહન ન થયું. No injury is deeper than insult. ગૌરવે મને ફોન પર વાત કરી. મેં કહ્યું, ‘વૈજ્ઞાનીકો ગમે તે દેશમાં જનમ્યા હોય; એ વીશ્વના હોય છે. વૈજ્ઞાનીકોનાં જ્ઞાન અને શોધને ભૌગોલીક સીમા નથી હોતી. એ ઘમંડી અંગ્રેજ વીદ્યાર્થીને કહેજે કે – ‘તમે તો અમારા પર બસો વર્ષ જ રાજ કરી શક્યા; પરન્તુ રોમનોએ તમારા પર પાંચસો વરસ રાજ કર્યું હતું.’

વીદ્યાર્થી મીત્રો, વીજ્ઞાન દરેક જગ્યાએ છે, સર્જાય છે. આખું વીશ્વ એક પ્રયોગશાળા છે. માનવજાત સામેના પડકારો, સમસ્યાઓ અને સંકટોનો ઉપાય આપણને માત્ર વીજ્ઞાન દ્વારા જ મળશે. માણસની વીચારશીલતા જ તેને સંશોધનો તરફ દોરી જાય છે. બાળકનો ગર્ભ માતાના ઉદરમાં ધારણ થાય છે; વીજ્ઞાનનો ગર્ભ માણસના મનમાં ધારણ થાય છે. બાળકનો જન્મ પ્રસુતીગૃહમાં થાય છે; વીજ્ઞાન પ્રયોશાળામાં જન્મ ધારણ કરે છે. તેથી જ કહેવાયું કે ‘પ્રયોગશાળા એટલે વીજ્ઞાનનું પ્રસુતીગૃહ Laboratory is the Maternity Home of Science.’

વલ્લભ ઈટાલીયા

લેખકસંપર્ક:

શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006 મોબાઈલ : 98258 85900 ઈ મેઈલ: vallabhitaliya@gmail.com

મુમ્બઈથી પ્રકાશીત થતા માસીકવીવેકપંથી’ (તંત્રી– ગુલાબ ભેડા – 2/C/1-Asmita Mogra, Dutta Jagdamba Marg, Sher-e-Punjab Colony, Andheri(East) Mumbai-400 093 Phone- 022-2838 8891 ના સપ્ટેમ્બર, 2010ના 103મા અંકમાંનો આ લેખ ‘વીવેકપંથી’ના તંત્રીશ્રીની તેમ જ લેખકશ્રીની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.com/

ગોવીન્દ મારુ નવસારી

October 07, 2010

34 Comments

 1. શ્રી ગોવીંદભાઇ, શ્રી ઉત્તમભાઇ.
  માન. વલ્લભભાઇનું સુંદર, જ્ઞાનપ્રદ પ્રવચન આપવા બદલ ધન્યવાદ. મને તો જેમણે પણ તેઓશ્રીનું આ પ્રવચન રૂબરૂ સાંભળ્યું હશે તેઓની ઈર્ષા થાય છે !
  વૈજ્ઞાનિક અને અવૈજ્ઞાનિક અભિગમ વિષયતો જાણે જાણીતો લાગ્યો પરંતુ વૈજ્ઞાનિક સાક્ષરતા અને વૈજ્ઞાનિક નિરક્ષરતા વચ્ચેનો ભેદ તેઓએ જે રીતે સરળ શબ્દોમાં સમજાવ્યો છે તે ઘટક દઇને ગળે ઉતરી જાય તેવો છે.
  “હેતુ મટી જાય; તોયે જીવી જાય તેનું નામ પરમ્પરા !” — આ હેતુવિહીન પરંપરાઓ કદાચ આગળ જતા કુરિવાજોનું સ્થાન પ્રાપ્ત કરતી હશે ? અહીં બિલાડીનું દૃષ્ટાંત વાંચતા એ વાતનો ખ્યાલ આવ્યો કે એક ઉત્તમ વક્તા કઇ રીતે ગંભીર વિષયના પ્રવચનને લોકભોગ્ય અને રસપ્રચુર બનાવી શકે છે. આ શાથે પ્રવચનના અંતભાગમાં તેઓશ્રીની દેશદાઝ પણ જણાઇ આવે છે. જો કે વક્તાશ્રી જેવા વિદ્વાનને સ્થળ-કાળ જેવા સંકુચીત વિચાર કરવાનું કોઇ કારણ નથી હોતું પરંતુ ’No injury is deeper than insult.’ એ ન્યાયે તેઓશ્રીએ યુવાનોને આત્મ ગૌરવ બાબતે પણ ઉત્તમ જ્ઞાન આપ્યું તે દરેક ભારતવાસીએ ધ્યાને રાખવા યોગ્ય છે. સુંદર લેખ બદલ આપ સૌનો આભાર.

  Like

 2. બાળકનો ગર્ભ માતાના ઉદરમાં ધારણ થાય છે; વીજ્ઞાનનો ગર્ભ માણસના મનમાં ધારણ થાય છે. બાળકનો જન્મ પ્રસુતીગૃહમાં થાય છે; વીજ્ઞાન પ્રયોશાળામાં જન્મ ધારણ કરે છે. તેથી જ કહેવાયું કે ‘પ્રયોગશાળા એટલે વીજ્ઞાનનું પ્રસુતીગૃહ – Laboratory is the Maternity Home of Science.’…….
  This is how this Lekh ends !
  The Logic used to explain the “title” !
  This Lekh is well written….the different examples give the “understanding” of Science against “the estalished Belief or the Traditions”.
  Congrats to Vallabhbhai Italia for this Lekh !
  It is nice of Govindbhai to publish it as a Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Govindbhai…Thanks for your Comment for the “Nivrutti” Post !
  Inviting YOU…Vallabhbhai…& all your READERS to Chandrapukar ! …Hope to see you all soon !

  Like

 3. શ્રી ગોવિંદભાઇ અને લેખક શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા

  ખરેખર ખૂબ જ સરસ વાતો છે.આખું વીશ્વ એક પ્રયોગશાળા છે. માનવજાત સામેના પડકારો, સમસ્યાઓ અને સંકટોનો ઉપાય આપણને માત્ર વીજ્ઞાન દ્વારા જ મળશે. માણસની વીચારશીલતા જ તેને સંશોધનો તરફ દોરી જાય છે.

  ઉપરની વાત ઉપરથી મને મારા સ્વ: પિતાશ્રીની વાત યાદ આવે છે તે હંમેશા કહેતા કે દિકરા આ સંસાર એક સ્ટેજ છે જેમાં જુદા જુદા ભાગ ભજવવાના હોય છે અને તેમાંથી જે અનુભવો અને જે કંઇ પણ શિખવા મળે છે તે જ ભણતર છે અને તે જ ભગવાનની બનાવેલી યુનિવર્સીટી છે. તેથી જ આ લેખનો બોધ તે વાતને મળતો આવેછે.
  લી.પ્રફુલ ઠાર…

  Like

 4. જ્ઞાન એક મુલ્યવાન મુડી છે, પછી ભલે તે જ્ઞાન કોઈ પણ વિષયને લગતું હોય. જ્ઞાન જ માનવી ને પશુપ્રાણીઓ થી જુદો પાડે છે. માટે જ્ઞાનનું મુલ્ય ઓછું ન આંકો, અને આજના સમયમાં વિજ્ઞાનને જરુર મહત્વ આપો.

  કાસીમ અબ્બાસ

  Like

 5. ખૂબ સુંદર વિચાર…વિશ્વ વિજ્ઞાનનુ પ્રસૂતિગૃહ…પ્રસુતિ ગૃહમા સાંપ્રત વિજ્ઞાનને ખાસ રસ છે નાળના લોહીમાં…જેને અત્યાર સુધી એક નકામા ભાગ તરીકે ફેંકી દેવામાં આવતો હતો તે કુદરતે માનવને આપેલી અદ્ભૂત સરવાર માટેનો ખજાનો છે. પ્રસુતી પછી ગર્ભની નાળને ખૂબજ સાવચેતીથી છુટુ પાડીને તેમાંથી લોહી ભેગું કરવામાં આવે છે. ખાસ પ્રકારની પ્રક્રિયા કરીને – 180 c તાપમાને સાચવવામાં આવે છે. પછી તેના અલગ અલગ test જેવા કે HLA antigen, ઈન્ફેક્શનના ટેસ્ટ, વારસાગત રોગ (થેલેસેમીયા વિગેરેના) રોગ તેમજ fungus અંગેના ટેસ્ટ HIV, HBSAg, HCVટેસ્ટ કરીને ખાસ પ્રકારની Blood Bank જેને Cord Blood bank કહેવાય છે, તેમાં સાચવવામાં આવે છે.
  જ્યારે જે વ્યક્તિને જરૂર પડે ત્યારે તેને HLA match પ્રમાણે Cord blood માંથી CB 34+ તેમજ બીજા અનેક પ્રકારના Cell છુટા પાડીને દર્દીમાં myeloablative therapy આપ્યા પછી પ્રત્યારોપણ કરવામાં આવે છે.જેને વ્યક્તિના genome ને બદલી આપીને નવા જ સેલ બનાવે છે જે બીલકુલ નોર્મલ હોય આને stemcell engraftment કહેવાય છે.
  નાના બાળકોમાં થતું લોહીનું કેન્સર તેમજ થેલેસેમીયા અને લાયસો સોમલ સ્ટોરેજ ડીસઓર્ડરમાં stem cell therapy થી લગભગ ૮૦% કેસોમાં સફળતા મળે છે.
  અને દર્દીને આ દ્વારા જીવતદાન મળે છે. આ ઉપરાંત Hodgkins disease, Multiple Mycloma, Myeloma માં પણ આપણા લોહીમાં આવેલા NK cell (Natural Killer Cell) દ્વારા સારવારના પ્રયોગો University of Minnesota, U.S.A. તેમજ બીજા ઘણા દેશોમાં ચાલે છે. આને Autologus અથવા Allogenic Stem cell therapy કહેવાય છે. જોકે CD 34+ તેમ CD3+, CD8+, CD 56+ આવા અનેક પ્રકારના cell જે આપણા લોહીમાં છે.ડાયાબીટીસ, કાર્ડીયોવાસ્ક્યુલર ડીસીઝ જેવા રોગોમાં આ થેરાપી ખૂબજ ઉપયોગી થશે જે અત્યારે Clinical trail ના પહેલા અને બીજા તબક્કામાં છે.તદ્ઉપરાંત અનેક પ્રકારના ચામડીના રોગો, spinal injury, તેમજ મગજના રોગોમાં stem cell therapy ઉપયોગી નીવડેલ છે.
  યાદ આવે અમારા ચિરાગની રચના
  આઈંસ્ટાઈન જેવો, અનુભવ નવલો, તાલ જામ્યો હવે આ;
  સાપેક્ષવાદ લાધ્યો, ખળભળ જ મચ્યો, જ્ઞાનનાં સમુદ્રમાં.
  મારી સામે જ જોયો, સમય મલપતો, જોડતો માપ મોટાં;
  ઈલેક્ટ્રોને જણાવ્યો, સમય પળ મહીં, જોજનો લાખ લાંધ્યા.
  મહીના થાય નાના, હર પળ છ ગણી, થાય મારી કસોટી;
  સાપેક્ષવાદ ભાળ્યો, જળમય નયને, છેતરું પાળ બાંધી.
  તારાઓનો નઝારો, ચમક ચમકતો, આંખને ઠારતો [.

  Like

 6. aabhar, saheb…have thi aa prakarni tamam mail shakya hoy to niymit dhorane mane moklva ni maherbaani karsho.? mane khub j gamyu.! thanks 2 u and also give my regards to Dineshbhai Panchaal.!

  Like

 7. શ્રી ગોવિંદભાઈ
  ખુબ જ સારી રીતે સમજાવ્યું છે

  વાહ, ખુબ સમજવા જેવો લેખ છે,
  આ લેખ ફક્ત વાચવા જેવો જ નથી,
  વાચી સમજી ને જીવન માં ઉતારવા જેવો છે,
  જ્ઞાન ફક્ત વાચવા માટે હોતું જ નથી,
  ખરેખર ખુબ જ સુંદર આર્ટીકલ છે ,
  પ્રયોગશાળા એટલે વીજ્ઞાનનું પ્રસુતીગૃહ,
  કેટલું સત્ય સળવળે છે આ જ્ઞાન માં .

  Like

 8. પ્રયોગશાળા એ ખરા અર્થમાં વિજ્ઞાનનું પ્રસુતિગૃહ બની રહ્યું છે અને બનેલું રહેશે ! અનેક પરંપરાઓ જો વિજ્ઞાન પ્રયોગ શાળામાં સિધ્ધ કરી બતાવે તો ચાલુ રાખવામાં કોઈ હરકત ના હોઈ શકે ! કમનસીબે આપણે આગુસે ચલી આતી હે માટે અનેક પરંપરાઓ./રૂઢિઓ કોઈ તાર્કિક કારણો કે તારણો ચકાસ્યા વગર ચાલુરાખી નવું સ્વીકારવામાં હિચકિચાટ જ નહિ પરંતુ પ્રતિકાર પણ કરતા રહીએ છીએ પરિણામે સમય પ્રમાણે પરિવર્તન સનહિ સ્વીકારતા પછાત રહી એ અને દુનિયા આગળ અને આગળ નીકળતી રહે ! આપણો વિકાસ સ્થગિત બને !

  Like

 9. ખુબ સરસ માહીતી માટે અગણીત ધન્યવાદ ગોવીંદભાઈ.

  Like

 10. ઈટાલિયા સાહેબ અને ગોવિંદભાઈ…. અભુનંદન, ફરીથી ઉત્તમ મુદ્દો આપવા બદલ…

  વાહ ભાવનાત્મક રીતે તો આ લેખ ઉત્તમતાનુ ઉદાહરણ છે પણ માનવ સ્વભાવના વૈજ્ઞાનિકતાના મુદ્દાઓની ચકાસણી પ્રત્યે કેટલો સત્ય ઠરી શકે?

  અને તો આપણા તમામે તમામ તહેવારો, ઝીણામાં ઝીણા રીતી રિવજોની પણ વૈજ્ઞાનિક તપાસણી કરવામાં આવે તો એ ખરા ઠરશે? દરેકે દરેક જણ જાણે છે આ દંભ છે.

  એની સચ્ચાઈની, વૈજ્ઞાનિક સત્યતાની ચકાસણી કેમ નથી થતી??

  મને તો સ્કુલ-કોલેજ-નોકરી-વ્યવસાય-ખેલ-કુદ-માન-મરતબા ના મુદ્દે દલિતો પ્રત્યે ખરાબ અનુભવો પછી પણ જાતિવાદ એક અવૈજ્ઞાનિક અને અમાનવિય અત્યાચાર લાગે છે એની પણ વૈજ્ઞાનિક ચકાસણી કરવી એ વિવેક્પુર્ણ નથી લાગતુ?

  મુળે ભારત અવૈજ્ઞાનિકતાના મુળે જ ઉગી આવેલુ કાંટાળુ ઝાડ છે.

  Like

  1. ” મુળે ભારત અવૈજ્ઞાનિકતાના મુળે જ ઉગી આવેલુ કાંટાળુ ઝાડ છે. ”
   શ્રી રાજેશભાઇ, આપનો ઇરાદો બિલ્કુલ નહીં હોય તે જાણું છું પરંતુ આપનું આ કથન ખોટો સંકેત આપનારૂં કહી શકાય. માતૃભુમિ માટે વપરાતું આવું કથન ’દેશદ્રોહ’ની વ્યાખ્યામાં આવે. કારણ કે ’ભારત’ના ઉગવામાં લાખો શહિદોના રક્ત રેડાણા છે, બાકી આપણે આજે પણ હરામખોર અંગ્રેજોનાં તળીયા ચાટતાં ચાટતાં યુનિયન જેકને સલામો કરવી પડતી હોત. આપનો પ્રત્યુત્તર અપેક્ષિત છે. આભાર.

   Like

   1. પહેલી સંસ્કૃતિ અહી વિકસી છે ભારતમાં.ખેતી ની શરૂઆત ભારતે કરી છે જે એક વિજ્ઞાન જ કહેવાય.શૂન્ય સાથે એક થી નવ અંક ભારતે આપ્યા છે.દશાંશ પધ્ધતિ પણ ભારતે જ આપી છે.અને હર્બલ મેડીકલ સાયંસ રૂપે આયુર્વેદ પણ ભારતે જ આપ્યો છે.મારા ભાઈ ભારત માં વિજ્ઞાન ની શરૂઆત થઇ છે.કોઈ હિસાબે ક્યાંક રુકાવટ આવી છે.એના મૂળ માં જવાની જરૂર છે.રાજેશભાઈ આ બધી વાતો ભૂલી ગયા લાગે છે.દલિતો પ્રત્યે અત્યાચાર જરૂર થયો છે.અત્યાચાર વેઠનારો પણ એટલોજ ગુનેગાર છે જેટલો અત્યાચાર કરનારો.ભલે ગણિત નાં પ્રમાણ કે સમીકરણો નાં આપ્યા હોય પણ સાપેક્ષવાદ પણ ભારતે જ આપ્યો છે.સ્થાપત્ય સાયંસ નો ઉત્તમ નમુનો જોવો હોય તો કચ્ચ માં આવેલું ૪૫૦૦ વર્ષ જુનું ધોળાવીરા જોઈ આવો.એના પછી આશરે ૨૦૦૦ વર્ષ પછી રોમનોએ નગર વસાવેલા.ભારત ગુલાબ નું કાંટાળું ઝાડ છે.લોકોએ ગુલાબ ને બદલે કાંટા પસંદ કર્યા હોય તેના લીધે ગુલાબ નું મહત્વ ઓછું નાં થઇ જાય.કાંટા ઓ પ્રત્યે ધ્યાન દોરી ને નવા ગુલાબ ઉગાડવા પ્રત્યે વર્ક થવું જોઈએ.

    Like

   2. ધન્યવાદ અશોકભાઈ, આપ મારા હાર્દને જાણો છો એ બદલ.

    મારી ભારત-ભક્તિ સાબીત કરવી જ હોઈ તો હુ યુનિયન જેકને મારા ઘરના ટોઈલેટને સાફ કરવાનુ ચિંથડુ રાખુ છુ.

    કાંટાળા ઝાડ પર કોઈ પણ વધુ ઉંચે ચડી જ ન શકે એ જગજાહેર છે.

    અને મારા વિચારો અને મત મુજબ અને લેખના હાર્દની રુએ જ ભારતની ધાર્મિકતાને એક કાંટાળુ ઝાડ કહુ છુ, જે ફક્ત હાથે પગે ઉઝરડાઓ પાડીને માણસને નીચો પાડે છે.

    મારા બાપ-દાદાઓ અંધકારમા જ ગુજરી ગયા, અને હાલમાં જે સગાઓ જીવે છે તેઓ આજે પણ અંધકાર માં છે.

    આજે નવરાત્રીના કારણે મુંબઈની ગલીએ ગલીએ માતાજીઓ લાઉડસ્પીકરો દ્વારા પિકચરના ગીતો ગાય છે, ગરબામાં પણ પિક્ચરોના ગીતો ગવાય છે. ગુજરાતનુ ખબર નથી.

    ચારો તરફ ફક્ત માનસીક આનંદ છે, ઉન્માદ છે, ભાડમાં જાય આત્મિક આનંદ.

    મારા બાળકોને હુ શું શિખવુ? કે બેટા કમર ના ઉલાળવી, નખરા નહિ કરવા, ઠેકડા ના મારવા, રાત્રે મોડા મોડા એકલા ના ભટકવુ.

    અને કોઈ માનતુ નથી, મને કહે છે તમે હવે બુઢ્ઢા થઈ ગયા. અમને પૈસા આપો, લેક્ચર નહિ.

    આત્મિકતા, પવિત્રતા, સુંદરતા…….. ઝીરો….. બીગ ઝીરો….

    કોણ છે આ બદીના જવાબદાર? મારા બાળકોને હુ સુધારવા માંગુ છુ અને એ તો બગડવાની ઉંડી ખાઈ તરફ દોટ મુકે છે. કોણ છે એમને બચાવનાર?

    શું હુ દેશદ્રોહિ છુ કે દેશપ્રેમી, લોકોને ધાર્મિકતા વિશે જાગ્રુત કરવા એ દેશદ્રોહ હોય તો ભલે હુ પ્રભુ યીશુના મારગે જઈ રહ્યો છુ.

    છે દુનિયાના બીજા કોઈ ધર્મોમાં આવુ અધાર્મિકતાનુ પ્રદર્શન?

    આવુ દરેકે દરેક તહેવારે પ્રદર્શન થતુ જ રહેતુ હોય છે. ઘણી વિધીઓ પણ અધાર્મિક જેમાં વૈજ્ઞાનિકતા મને તો જણાતી જ નથી, અન્ય કોઈને જણાતી હોય તો મને પહેલા સમજાવે. કેમ કે મારે મારા બાળકોને ચેતવવા માટે ઘણા પાપડ શેકવા પડે છે, એવુ કરતા કરતા હુ સમાજ માટે એક ઉદાહરણ પણ પુરુ પાડી રહ્યો છુ, આપને કામે લાગે તો મારો મત લેખે લેખાશે.

    રહિ વાત આપણા વડવાઓના લોહીની તો એમના બલિદાનના લોહિને આપણે જ પાપમાં વટલાવી નાંખ્યુ છે, ક્યાયે, કોઈ પણ ઠેકાણે, કોઈ પણ ઉપરવાળાથી ડરતુ નથી ઉલ્ટુ દેશને લુંટી રહ્યા જ છે, વૈજ્ઞાનિકતા એ દેશના ઉધ્ધાર માટે નથી, પણ પોતાનુ ઘર ભરવા માટે જ છે, સામાન્ય માણસ પિસાઈ રહ્યો છે, અને ધનવાનો પણ પાપનુ ધન કમાઈને પુણ્ય કરી રહ્યા છે.

    આ દેશે ચાહે જે કાંઈ પણ આપ્યુ હોય પણ શાંતિ અને એકતા તો નથી આપી.

    એકતામાં અનેકતા અને અનેકતામાં ખોખલી એકતા જે ગમે ત્યારે ખાસ લોકોના લાભાર્થે બદલી શકાય…….

    Like

 11. ગોવિંદભાઇ,
  વલ્લભભાઇ ઇટાલિયાનો લેખ ખૂબ સરસ.વિચારો તરત જ મનમાં ઉતરી જાય
  તેવા.વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન કર્યુ તે સારુ થયુ.
  પ્રિયમિત્રમા રજૂ કરવાની પરમીશન આપશો.

  Like

  1. વહાલા સુરેશભાઈ,
   રૅશનલ વીચારો લોકોને ગમે અને તે વહેંચાતા–વંચાતા રહે એ જ તો આ બ્લોગનો હેતુ છે. ‘પ્રીયમીત્ર’ સાપ્તાહીકમાં શ્રી વલ્લભભાઈનો લેખ ‘પ્રયોગશાળા એટલે વીજ્ઞાનનું પ્રસુતીગૃહ’ ને પ્રકાશીત કરવા માંગો છો તે જાણીને આનંદ થયો.
   લેખકને યશ આપવા તેઓનું નામ/સરનામું ફોન સહીતની વીગત સાથે પ્રકાશીત કરવા વીનંતી છે. ‘આ લેખ https://govindmaru.wordpress.com/ પરથી લીધો છે’ એટલું લખી નાનકડું પ્રારીશ્રમીક આપશો તો મને પણ ગમશે.
   આભાર..

   Like

 12. સત્ય ની શોધ અને સત્ય નું પ્રતિપાદન એ જીવન ના પ્રયોગો નો વિષય ગણાય …
  પણ મન કરતા હ્રદય ગમ્ય હોય તો તેનો આધાર જીવન-પ્રેરક /મુક્તિ-દાયક નીવડે એવું ભાસે છે .
  વળી આપણી પાસે તો વડીલોપાર્જિત શોધો નું તંતુ નહીં પણ દોરડું છે …તેનો આધાર લઈએ ..
  જેમ કે શ્રીમદ ભાગવત ની અનેક વાતો મન ને હડસેલે એવી,પ્રયોગશાળા માં ન-સાબિત કરી શકાય એવી
  અને તોયે “યાવદ ચંદ્ર -દિવાકર તપતે” જેવી જીવન આનદ અને જીવન-મુક્તિ અપાવે એવી છે.
  વડીલોપાર્જિત આવી શોધો ને સમજતા સ્વીકારતા અને જીવનમાં ઉતરતા થઈએ તથા એવી શ્રદ્ધા કેળવીએ.
  પ્રયોગશીલ અભિ-વૃત્તિ ધરાવતી ઉગતી પેઢી સમક્ષ શ્રી વલ્લભ નું વક્તવ્ય પ્રેરણાદાયક લાગ્યું …

  શ્રી ગોવિંદભાઈ અને શ્રી વલ્લભભાઈ ને અભિનંદન
  અસ્તુ

  S.P. Mehta. (+1 312 608 9836)

  Like

 13. ramjibhai introduced me @ you. i regularly read all your articles, which makes my ideology even more rational. you are doing great service to society. i appreciate. thanks.
  parimal desai.

  Like

 14. માણસ હોવું એટલે જૂનવાણી હોવું એ આપણે સ્વિકારેલી ગૃહિતતા જ હશે તો જ ૨૦૧૦માં પણ આપણેત્યાં આવી પરિસ્થિતિ પ્રવર્તમાન હોઈ શકે…અમેરિકનો
  ઇગ્નોરન્ટ શબ્દ જે અર્થમાં વાપરે છે તેવા અજ્ઞાની આપણે નથી પણ આપણૂં ‘જ્ઞાન’
  જુનું જ રહ્યું તે વેદના કદાચ આ લેખની હશે…..

  Like

 15. શ્રી ભુપેન્દ્રસિંહજી,
  આપના દ્વારા આવેલા આ વિચારો વાંચી મારૂં આપના પ્રત્યેનું
  સન્માન બેવડાયું છે. આપ વિદેશની ધરતી પરથી પણ દેશ પ્રત્યે આટલો અહોભાવ અને આટલું દેશાભિમાન રાખો છો એ ગર્વની વાત છે. આપની વાત સાવ સાચી છે, ક્યાંક રૂકાવટો આવી છે, આ મહાન દેશને, ભુતકાળમાં અને અત્યારે પણ ક્યાંક સડો પેઠ્યો છે, એ સડો દુર કરવા બાબતે હકારાત્મક ચિંતન થવું જોઇએ. ગોવીંદભાઇના બ્લોગ પરના માન. લેખકશ્રીઓ આ પ્રકારનું ચિંતન આપણી સમક્ષ મુકે છે. તે પર યોગ્ય ચર્ચાવિચાર કરવાની આપણને તક મળે છે. હા, કશું હકારાત્મક વિચારવાને બદલે માત્ર ભારતને ભાંડ્યે રાખવાની કે લઘુતા ગ્રંથીમાં જીવવાની વાતને હું નકારું છું. આભાર.

  Like

 16. ભૂપેન્દ્રસિંહભાઈ, અશોકભાઈ, રાજેશભાઇ,
  મને નથી લાગતું કે કદી પણ, ક્યાંય પણ, કશું પણ અટક્યું છે! આપણા દેશમાં નવું ઘણું આવ્યું, બન્યું, બહાર ગયું… પરંતુ બધું એક સાથે જીવતું રહ્યું અને ચાલતું રહ્યું.એટલે જ જ્યાં અદ્વૈતવાદ વિકસ્યો તે જ દેશમાં વૃક્ષ અને નાગ પૂજા પણ ચાલુ રહી. જ્યાં શૂન્ય શોધાયું અને ઍસ્ટ્રોનૉમી વિકસી ત્યાં ઍસ્ટ્રૉલૉજી પણ ચાલુ જ રહી. પાંચ હજાર વર્ષ પહેલાં ઇજિપ્તમાં જે કઈં હતું તે આજે ત્યાં માત્ર પુરાતત્વમાં મળે છે, જ્યારે ભારતમાં એ પાંચ હજાર વર્ષ આજે પણ લોકજીવનમાં જીવ્યા કરે છે. આપણી દેવીઓ, શંકર ભગવાન – આના પહેલા સંકેત મોહેં-જો-દડોમાં મળે છે અને આજે પણ જીવંત છે.આમ સમાજશાસ્ત્રીય અને ઐતિહાસિક દૃષ્ટિએ આનું મહત્વ એક જીવંત મ્યૂઝિયમ જેવું છે એનું મહત્વ ન ભૂલવું જોઇએ.
  ભૂપેન્દ્રસિંહભાઇએ ધોળાવીરાની વાત કરી છે અને ધોળાવીરા મે જોયું છે એટલે એક વાત ઉમેરી દઉં જેથી ખ્યાલ આવશે છે. ત્યાં એક વેરાન ઉજ્જડ મેદાન હતું એને ગામના લોકો બજાર ચોક કહે છે. એ બજાર નહોતી પણ મેદાન હતું. પરંતુ, એ જગ્યાએ ખોદકામ કરતાં ત્યાંથી હડપ્પાના વખતની બજાર નીકળી! નાની-નાની દુકાનોની હાર! ખાલી મેદાનને લોકો ૩૫૦૦ વર્ષની પરંપરાને આધારે જ બજાર કહેતા રહ્યા અને એ જ ખોદકામનો આધાર બન્યું.
  આપણે ત્યાં ચાર્વાક જેવા પ્રખર નાસ્તિકો પણ થયા, અને ઇશ્વરને સંપૂર્ણ સમર્પિત ભક્તોની પણ ખોટ નથી રહી! આપણે ચાર આંધળાઓની જેમ હાથીને સ્પર્શ કરીને એનો આકાર નક્કી કરવા બેસશું તો એ અધૂરૂં વિશ્લેષણ હશે.

  Like

 17. Bhaione saprem Namaskar,
  Hu hala ma mumbai ma choo, etale gujarati fonts na hovathi gujinglishma lakhoo choo,
  Maro isharo fakt atmik zad pratye j Che, Hu Deshpremi Choo, Bharatni dasha joyee ne mane radavu avej che.
  Union jack mara gharana toilet safa karavanu Chinthru j chhe.
  Jevi rite Vijendra Singh no Gold Medal cheating karine chinavayi gayo e joyee ne maru lohi ukali uthelu ane mara balako ane patni mane shant padavani koshish karta hata.
  Australia Hokey ma potana sharirk bale jiti gaya e joine pan lachari anbhavto hato.
  Pan Cricket ma Ausiz ne dhul chatadi e mate me garva pragat karelo j hato.
  Mara bhaio ane sagao mane vadhe jaroor pan jyare maro akrosh lokona paap pratye fute e samajine mane thodo sacho to mane j chhe….
  Mane koi adharmik Angrejo pratye lagani nathi, nathi paapi Amerikano pratye.
  Hu mara deshne jetlo prem karu chu e aapane samajavama fer padato hoy to ema mari bhul nathi.
  Maro irado lokone paapamathi bachavavano j che.
  Maro isharo andhkaar ane dambhata pratye mansho to vadhu anand avashe….

  Like

 18. રાજેશભાઇ,
  તમારી વાત સાચી છે. આત્મનિરીક્ષણ કરવું અને સુધારાની દિશામાં આગળ વધવું એ દેશભક્તિ જ છે. નર્યા ઘમંડે આપણને પાછળ રાખી દીધા છે. આપણે બધું જોર માત્ર આધ્યાત્મિક પર આપ્યું અને જ્યારે પણ કોઇ નવી શોધ થાય ત્યારે બોલીએ કે આ તો અમારાં શાસ્ત્રોમાં છે! આ ખોટું છે. ભૌતિક પ્રગતિ પર પણ થોડું ધ્યાન આપવાની જરૂર હતી. તે ન થયું તો હવે કરવું જોઇએ. આ સંદર્ભમાં આ લેખ મહત્વનો છે. આવું લખાય છે તે જ દેખાડે છે કે વિજ્ઞાનનું મહત્વ સમજાવવા માટે હજી પણ પ્રયાસ કરવા પડે છે.

  Like

 19. ધન્યવાદ દિપક ભાઈ,

  માનનિય ગોવિંદભાઈની આ ઉત્તમ લાઈબ્રેરી આપણને આત્મનિરીક્ષણ કરવા મજબુર કરે જ છે, જ્યાં હુ, આપ અને અન્ય સુજ્ઞ મહાનુભાવો જોડે ઘરેબેઠા સુધારા માટે કંઈ નહિ તો વિચાર તો રજુ કરી શકીએ છીએ. બાકી લોકોએ માનવુ ન માનવુ એ તો ઉપરવાળાની મરજી……..ફરીથી ધન્યવાદ ગોવિંદભાઈ, વલ્લભભાઈ, અને અન્ય સુજ્ઞ મહાનુભાવોને….

  Like

 20. RELEGEON & SCIENCE
  અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
  અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

  યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
  આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

  પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
  આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.

  જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
  આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

  અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
  આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

  પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
  આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

  ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં
  આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.

  પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
  આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..

  વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
  ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.

  સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં
  સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.

  લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
  આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

  Like

  1. વહાલા ડૉ. રાજેન્દ્રભાઈ,
   રૅશનાલીસ્ટ મીત્ર શ્રી ખીમજીભાઈ કચ્છી, સુરતની રચના વાંચીને આનંદ થયો. પરંતુ તેઓને શ્રેય આપ્યા વીના આપની કમેન્ટના સ્વરુપે જોઈને દુ:ખ થયું.. એટલું જ નહીં આ રચના/ કલમ આપની નથી છતા મીત્ર શ્રી દીપકભાઈ ધોળકીયાએ આપની કલમને શત શત પ્રણામ કર્યા તેના જેના આપ હકદાર નથી ..
   ‘ધર્મ અને વીજ્ઞાન’ શીર્ષકસ્થ આ રચના 23મી ઓક્ટોબર, 2005ના ‘સન્ડે ઈ–મહેફીલ’ના 21માં અંકમા પ્રસીદ્ધ થયેલ જેની પીડીએફ અલગ મેઈલથી મોકલું છું. જે મળ્યાની પહોંચ મોકલશો તો ગમશે.

   Like

 21. Very nice presentation.All educated should read and circulate THIS CONCEPT to remove ANDHSHRADHA and to modify or to correct PARAMPARA.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s