Navaratri: tahevarone todo nahi, marodo

નવરાત્રી: તહેવારોને તોડો નહીં, મરોડો

નવરાત્રીનો ઉત્સવ ચાલે છે. ગુજરાતની ગલીગલીમાં ગરબો હેલે ચડ્યો છે. (‘વાંચે ગુજરાત’ને બદલે ‘નાચે ગુજરાત’નો માહોલ પ્રવર્તે છે) હીરોહોન્ડા પર મોડી રાત સુધી યુવાની આંટાફેરા કરે છે. નવરાત્રી ‘ભવાની’નો ઓછો અને ‘યુવાની’નો ઉત્સવ વધારે બની ગયો છે. યુવાપેઢીએ નવરાત્રીની ધાર્મીકતાને મનોરંજક મોડ આપ્યો છે. અસલનો તાળી ગરબો ગયો અને ડીસ્કો આવ્યો ! પ્રેમી પંખીડાંઓ માટે તો નવરાત્રી એટલે પ્રેમની વસંત ઋતુ… ! મોટા શહેરોમાં મોડી રાત સુધી ‘માઈકો’ વાગતા રહે છે… અને ‘બાઈકો’ ઘુમતા રહે છે. બાઈકની પાછલી સીટ પર બાર વાગ્યે કો’કના ઘરની કુંવારી દીકરી બેઠી હોય ત્યારે કોઈને ખબર ન પડે તે રીતે પેલા ગરબાની કડી સાચું પડું પડું થઈ જાય છે. ‘માડી, દીકરી દીધી તેં ડાહી; પણ રાખજે લાજ તું મારી… દલડાના શા થાય ભરોસા ! એ કયાં જઈ નંદવાય માડી !’ ઉમ્મરલાયક દીકરીનાં માબાપની ચીન્તા જીભ કરતાં આખો દ્વારા વધુ વ્યક્ત થાય છે. ‘બેટા, રાત્રે બહુ મોડુ ના કરીશ. તારી સહેલીઓથી છુટી ના પડીશ. તું હવે મોટી થઈ છે. બધું મારે કહેવાનું ના હોય !’ અને બાકીની શીખામણ માના હોઠને પેલે પાર અટકી જાય. પ્રત્યેક નવરાત્રીમાં યુવાન દીકરીનાં માવતરનાં દીલમાં ઝીણા તાવ જેવી એક ચીન્તા રહે છે. તે ચીન્તાનો એક તરજુમો કંઈક આવો જ હોય– ‘દલડાના શા થાય ભરોસા ! એ કયાં જઈ નંદવાય માડી !’

અમારા બચુભાઈની દીકરીના દીલમાં પ્રેમનો અંકુર નવરાત્રીમાં જ ખીલેલો. બચુભાઈને એ ન ગમેલું. પણ દીકરીની જીદ આગળ એ લાચાર હતા. ત્યારથી એઓ માને છે કે દીકરી પર ભરોસો કરજો; પણ દીકરીની જુવાની પર નહીં ! ડૉકટરો તેમના અનુભવના આધારે કહે છે કે નવરાત્રી પછી અમારી પાસે અપરણીત છોકરીઓના ગર્ભપાતના કેસો વધુ આવે છે. સમાજને અંદેશો આવી ગયો છે કે યુવાન દીકરી ગરબા ગાવા જાય; પછી તે કયાં જાય તે કોણ જોવા જાય ? દીકરી ગરબાનો હૉલ છોડી હૉટલમાં જાય ત્યાંથી માબાપની કમબખ્તી શરુ થાય. છોકરા–છોકરીનું અજવાળામાં થયેલું ‘નયનમીલન’ અંધારામાં ‘દેહમીલન’ સુધી પહોંચી જાય છે, અને નવ રાતની મજા, નવ મહીનામાં ફેરવાઈ જાય છે. પુરુષપ્રધાન સમાજમાં છોકરાઓને ખાસ કશું નુકસાન થતું નથી; પણ છોકરીના કપાળે એકવાર કલંકનું ટીકું લાગી ગયું, તો એ છુંદણું બનીને તેના જીવનમાં હમ્મેશને માટે કોતરાઈ જાય છે. જો કે સમાજની બધી જ દીકરીઓ ‘એવી’ હોતી નથી. હીરોહોન્ડાને બ્રેક હોય છે; તેનાથીય વધુ પાવરફુલ બ્રેક દીકરીના દીમાગમાં હોય છે. એવી દીકરીઓ સ્વહસ્તે પોતાની જાતને એક લક્ષ્મણરેખા દોરી આપે છે. (હીરોહોન્ડાની બ્રેક ફેઈલ થઈ શકે; પણ તેના દીલની બ્રેક ફેઈલ થતી નથી) દીકરીઓની સંયમની બ્રેકને કારણે જ માવતરો ઉજળે મોઢે જીવી શકે છે.

ઉત્સવોની વાત કરીએ. આપણે ત્યાં ઉત્સવોની સુરુચીપુર્ણ કે  શીસ્તબદ્ધ ઉજવણી થતી નથી તેથી સમાજને આનંદ ઓછો અને અશાંતી વધુ મળે છે. મોડી રાત સુધી માઈકનો ઘોંઘાટ  કાયમી બની ગયો છે. ઉત્સવો કયારે સફળ થાય ? જેમ ઉતરાણ માત્ર પતંગથી સફળ થતી નથી; પવન પણ હોવો જોઈએ, તેમ તહેવાર હોય કે વ્યવહાર; સાધનશુદ્ધી અને વીવેકબુદ્ધી વીના ઉત્સવો સફળ થતા નથી. પ્રત્યેક તહેવારને સ્થુળતા તરફથી ઉપયોગીતા તરફ મોડ આપવાનો સમય પાકી ગયો છે. એ પણ યાદ રાખવાનું છે કે આધી, વ્યાધી અને ઉપાધીના આ યુગમાં તહેવારો જીવનનો પ્રાણવાયુ છે. દીનપ્રતીદીન માનવજીવન સંઘર્ષમય બનતું જાય છે. ધ્યાનથી જોશો તો દરેકના ઉપલકીયા હાસ્યની પાછળ વીષાદ છુપાયેલો જોઈ શકાશે. સ્મીત પાછળ થીજી ગયેલાં આંસુ દેખાશે. રડતાં રડતાં જીવી જવાની કળા માણસે શીખી લીધી છે. બે આંસુ વચ્ચે એણે એક સ્મીત ગોઠવી દીધું છે. બે ડુંસકાં વચ્ચે એક હાસ્ય ગોઠવી દીધું છે. એ સ્મીત અને હાસ્ય એટલે તહેવારો અને ઉત્સવો…! તહેવારો એટલે જીવનપથ પર આવતાં ઘટાદાર વૃક્ષો… જેની શીતળ છાયામાં જીન્દગીની મુસાફરીમાં થાકેલો માણસ ઘડીક વીસામો લઈ શકે છે ખરો; પરન્તુ પ્રત્યેક તહેવારો સાથે તેનાં અનીષ્ટો ભળેલાં છે. તે દુષણો બહુધા માનવપ્રેરીત હોય છે. વીવેકબુદ્ધીની ચાળણીથી તેને ગાળીચાળીને શુદ્ધ કરીશું તો ઉત્સવોની પુરી મધુરતા માણી શકાશે.

ઉત્સવોનાં અનીષ્ટોની થોડી વાત કરીએ. પ્રત્યેક દીવાળી ટાણે ધડાકીયા ફટાકડાનો તીવ્ર વીસ્ફોટ અસહ્ય બની જાય છે. બાળકો (અને મોટેરાંઓ પણ) એનાથી દાઝી ગયાની દુર્ઘટના બને છે. અહીં વીવેકબુદ્ધી એમ કહે છે કે ઝેરને અમૃત બનાવીને પીઓ. અર્થાત્ આખેઆખી આતશબાજી નાબુદ કરવાને બદલે એવા વીસ્ફોટક ફટાકડાઓ દુર કરી તેને સ્થાને ફુલઝરી, હવાઈ જેવી નીર્દોષ આતશબાજી ઉપલબ્ધ હોવી જોઈએ. લોકો સલામતપણે દીવાળી ઉજવે એમાં સરકારને પણ વાંધો ન હોય શકે. જો એમ થઈ શકે તો દીવાળીના સપરમા દીવસે દાઝી જવાની કોઈ દુર્ઘટના ના બને. હોળી આગનો  અને ધુળેટી રંગનો તહેવાર છે. આમ તો એ નીર્દોષ દેખાય છે; પરન્તુ હીસાબ ગણો તો સમજાશે કે સમગ્ર ગુજરાતમાં ટનબંધી લાકડું જલાવી દેવામાં આવે છે તેનું પર્યાવરણીય નુકસાન નાનુંસુનું નથી. ધુળેટી નીર્દોષ રંગોથી રમાય ત્યાં સુધી ક્ષમ્ય; પરન્તુ તેમાં કાદવ–કીચડ કે ઓઈલ પેઈન્ટસ્ (અથવા શરીરને નુકસાન કરે એવાં કેમીકલ્સ) ઈરાદાપુર્વક વાપરવામાં આવે છે તેવું ન થવું જોઈએ. વળી તહેવારના ઓઠા હેઠળ ક્યારેક અસામાજીક તત્ત્વો છેડતી કે મશ્કરીનો ચાળો પણ કરી લેતા હોય છે. આ બધાં દુષણો, તહેવારોને ‘અપડેટ’ કરવાની સામાજીક જરુરીયાતને સુચવે છે.

ઉત્તમ તો એ જ કે પ્રત્યેક કોમ અને ધર્મના લોકોએ, તહેવારોના રીતીરીવાજો કે નીતીનીયમોમાં કલ્યાણકારી સુધારાઓ કરવા જોઈએ. અસલના તાળી ગરબાને આપણે ડીસ્કોમાં તબદીલ કરી શકતા હોઈએ, તો આજના પ્રત્યેક તહેવારોમાં કોઈને કોઈ માનવ–ઉપયોગી વાત કેમ ન ઉમેરી દેવી જોઈએ ? ધનતેરસને દીવસે ધનની અને વાક્–બારસને દીવસે વાણીની સાચી ઉપયોગીતા અંગે વીદ્વાનોનાં પ્રવચનો દ્વારા સમજીએ, એ પણ એક કલ્યાણકારી ફેરફાર જ ગણાય. રક્ષાબન્ધનને દીને ભાઈ અને બહેન બન્ને સાથે રક્તદાન કરે તો એથી રુડું બીજું શું ? નાગપંચમીના દીને ચક્ષુદાન અને દીવાસાના દીને વસ્ત્રદાન કે વીદ્યાદાન કરવાની રસમ ચાલુ થવી જોઈએ. દીવાળીના દીને દેહદાન અને નુતનવર્ષના દીને અન્નદાન જેવા રીવાજો ઘડી કાઢવાનો સમય પાકી ગયો છે.

સંક્ષેપમાં તાત્પર્ય એટલું જ કે તમામ ઉત્સવો, રીવાજો કે તહેવારો માણસને સુખશાન્તી અને આનન્દ આપે એવા બની રહેવા જોઈએ. ગૃહીણીઓ ઘઉંમાંથી કાંકરા વીણીને ફેંકી દે છે તેમ, પ્રત્યેક ધર્મ અને કોમના ઉત્સવોમાં પ્રવેશી ગયેલાં દુષણો કે અબૌદ્ધીક આચરણો પર પ્રતીબન્ધ મુકી, તેના સ્વરુપને માનવતાભર્યો મોડ અપાવો જોઈએ.

ધુપછાંવ

સમાજમાં નેવું ટકાથીય અધીક સંખ્યામાં શ્રદ્ધાળુઓ વસે છે. તેમને નવરાત્રીમાં થતો ઘોંઘાટ અને ગીરદી પણ પવીત્ર લાગે છે. કેમ કે તે માતાને નામે થાય છે. ધાર્મીક સ્થળોની ગન્દકી પણ ગમી જાય છે. કેમ કે ત્યાં ભગવાન વસેલો છે. નાસ્તીક ઈમાનદાર હોય તોય નથી ખપતો; પરન્તુ ભગવાં વસ્ત્રોમાં છુપાયેલો ઠગ ગમી જાય છે. કેમ કે તેના મુખમાંથી ભગવાનનું નામ નીકળે છે. માત્ર ગુજરાતમાં જ નહીં મહારાષ્ટ્રમાં પણ ગણેશોત્સવ વેળા કરોડો રુપીયાની વીજચોરી કરીને રોશની કરવામાં આવે છે. કોઈ પગલાં લેવાતાં નથી કારણ કે વીજ–અધીકારીઓ પણ માને છે કે ભગવાનના કામમાં વપરાતી વીજળી ચોરી નહીં; ‘અર્ધ્ય’ ગણાય. પાપ નહીં; પુણ્ય ગણાય. આપણા તહેવારોની સાથે વાણી, વ્યવહાર અને વર્તનને પણ ‘અપડેટ’ કરવાની જરુર છે.

-દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 10 ઓકટોબર, 2010ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરે’માંથી.. લેખકના અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી396 445 ફોન: (02637 242 098) સેલફોન: 94281 60508

અક્ષરાંકન: ગોવીન્દ મારુgovindmaru.wordpress.com

‘આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. પીડીએફ મારી પાસે તૈયાર જ છે, તરત મોકલીશ.’

પોસ્ટ કર્યા તારીખ 14–10–2010


27 Comments

  1. આ એક્વીસમી સદી માં ધર્મના નામે ધતીંગ લગભગ દરેક ધર્મમાં જોવા મળે છે, પરંતુ હીંદુ અને મુસ્લીમ ધર્મમાં તો ધર્મના નામે માનવતા ની ક્રુર હત્યા થાય છે. ધર્મના નામે કરોડોના ધનનો વ્યય થાય છે. સૌથી મોટો ધર્મ માનવતા છે. એક તરફ જગતમાં કરોડો દરિદ્રો ભુખે મરી રહ્યા છે તો બીજી તરફ કહેવાતા ધાર્મીક ઉત્સવોમાં કરોડોનું આંધણ થઈ જાય છે. આવા કહેવાતા ધાર્મીક ઉત્સવોમાં મુલ્લાં અને મહંતના પહેલેથી વધેલા પેટ વધારે ફુલી રહ્યા છે, અને માનવતા રડમસ ચહેરે આ નાટકો જોઈને આંસુ સારી રહી છે.

    કાસીમ અબ્બાસ

    Like

  2. ધર્મ વ્યાપારની ચીજ બની ગયો છે, કાસિમભાઇ! અને દુઃખની વાત એ છે કે એ વ્યાપાર નહોતો બન્યો ત્યારે પણ સમસ્યા બનીને ટકી રહ્યો છે.

    Like

  3. Festivals are change in life. We people spend crores of rupees for no reason, then it creates a problem for all. Instead of spening so much money, same money should be spent to improve some body’s life.

    Bill & Melinda Gates donated 60 billions of US dollars to improve people’s life in this world.

    We all should think in this direction.

    It is a good article.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  4. સરસ
    વારંવાર ચર્ચાતો વિષય પણ ખૂબ અગત્યની વાત છે તેથી આપણા ગૌરવ અંગે ધ્યાન દોરતા રહેવૂં પડે.જોકે આને લીધે ઘણી જગ્યાએ વ્યવસ્થિત આપણા ગૌરવને અનુરુપ ઉજવાય છે.ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ “ગર્ભ” સાથે સંકળાયેલો હોઇ શકે. ગરબા એ ગુજરાત ની સંસ્ક્રુતી નુ ગૌરવ છે. ગરબા ગુજરાતી લોકો માટે ખાસ છે.એક રમુજી કહેવતઃ “જો તમને ગરબા નથી આવડતા તો તમે ગુજરાતી નથી.”

    Like

  5. આપણે ત્યાં લગભગ તમામ ઉત્સવો ધાર્મિક કે સામાજિક ઉત્સવ મટી ઉન્માદમાં પરિવર્તિત થઈ ગયા છે. આમ થવાનું કારણ શું તે વિષે મૂળભુત સમસ્યા વિષે જો વિચાર કરીએ તો સ્વતંત્રતા મળ્યા બાદ લોકશાહી સાથે જ વિદેશ આવા ગમન સહેલું બન્યું સાથે વધ્યું પણ ખરું. તેની સાથો સાથ રેડિઓ/ફોન્/સીનેમા/ ટીવી અને હવે નેટ જેવા માધ્યમે દુનિયા ઘરના એક ખૂણામાં આવી ગઈ છે. અહિ જે કાંઈ બને તે કે વિદેશમાં જે કંઈ બને તે મિનિટોમાં જાણ થાય છે.આમ પાશ્ચાત્ય સંસ્કૃતિએ આક્રમણ કર્યું અને અનુકરણ પ્રિય પ્રજાએ ( મારા – તમારા સહિત ) વિવેક વાપર્યા વગર અનુકરણ કરવું ચાલુ કર્યું. માફ કરજો પણ આ લેખમાં જે વાત લખી છે તેવું વર્તન આપણે આપણા જીવન દરમિયાન કર્યું છે કે નહિ ? અલબત્ત સમય જતાં આ પરિસ્થિતિનો ગેરલાભ ધાર્મિક થઈ પડેલા ગુરૂઓ/કથાકારો/મંહ્તો/સ્વામીઓએ ભરપુર લેવાનો શરુ કર્યો પરિણામે એક પ્રકારનો વ્યવસાય બની રહ્યો ! હવે જ્યાં સુધી સમાજના દરેક વર્ગને આની નિરર્થકતા ના સમજાય ત્યાં સુધી કોઈ પરિવર્તન આવી શકે તેમ જણાતું નથી. તહેવારો/ઉત્સવો/સમાજિક પ્રસંગોમાં ઘૉંઘાટ ભરી ચેષ્ટા આપણી ઓળખ બની ચૂકી હોય તેવું નથી લાગતું ? વિશેષમાં મારી તો સર્વેને એકજ વિનંતિ છે કે આપણાંથી આવી ચેષ્ટા સંપૂર્ણ અટકાવી ના શકાય તે સમજી શકાય તેવી વાત છે પરંતુ આપણે જેઓને આ યોગ્ય લાગતું નથી તેવા તમામ પોતાની જાતને /પરિવારને આવી પ્રવૃતિથી અળગા રાખી શકે તો પણ ઘણું મોટું કાર્ય સિધ્ધ થઈ શકે ! IN SHORT CHARITY BIGINS AT HOME. અસ્તુ !

    Like

  6. ખુબ સરસ લેખ દીનેશભાઈ અને ગોવીંદભાઈ.
    અહીં ન્યુઝીલેન્ડમાં પણ માતાજીના ગરબાના નામે માત્ર ઘોંઘાટ જ સાંભળવા મળે છે; ઘોંઘાટ પણ એવો કે જે સહન કરવો મુશ્કેલ. આશ્ચર્ય તો એનું થાય છે કે લોકો આ ઘોંઘાટ શી રીતે સહન કરતા હશે અને એમાંથી આનંદ કેવી રીતે મેળવી શકતા હશે!!!

    Like

  7. અરવિંદભાઈએ ઉન્માદ શબ્દ યોગ્ય જ વાપર્યો છે.શ્રી ગાંડાભાઈના કોયડાનો એમાં જવાબ છે. આ Induced Hysteria (પ્રેરિત ઉન્માદ) છે. આર્મીની પરેડમાં બૅન્ડ એ જ કામ કરે છે. કથા સાંભળવા જાઓ અને કથાકારના કીર્તનમાં તાળીથી તાલ આપવાનું શરૂ કરો તે પછી તાળી આપમેળે જ પડ્યા કરતી હોય છે, તમારૂં ધ્યાન પણ ન જાય. ઘોંઘાટ એટલો હોય કે તમે એનો એક વાર માનસિક સ્વીકાર કરી લો પછી મન પોતે જ ઘોંઘાટ બની ગયું હોય. તહેવારોમાં કે આવા પ્રસંગોએ પહેલાં તો મોટા ભાગે “મઝા આવશે” અથવા “મઝા આવે છે” એ Auto-suggestion બહુ મહત્વનો ભાગ ભજવે છે.પછી તાલ અને લય બધું સંભાળી લે છે.સ્ટેડિયમમાં મૅચ જોતા હોઇએ ત્યારે પણ આવું જ થાય છે. એકલા પડીએ ત્યારેભલે વિચારીએ કે અરે, આપણે આવું કરતા હતા?
    પરંતુ પ્રેરિત ઉન્માદના રચનાત્મક ઉપયોગ પણ છે. એક વિચાર પણ ઉન્માદની સ્થિતિ સરજી શકે છે. તમે બૂમ પાડીને બોલો – “ઇન્કલાબ…” સામેની ભીડ જવાબ આપશે…”ઝિન્દા્બાદ!”
    પરંતુ આપણે બહુ નીરસ ન બની જઈએ એ પણ એટલું જ અગત્યનું છે. કારણ કે તહેવારોમાં મઝા તો છે જ. દર વખતે સોગિયું ડાચું કરીને સ્થિતપ્રજ્ઞ બની રહેવાની જરૂર નથી, અમુક હદ સુધી બધું ચાલે. હા, એનું વ્યાપારીકરણ વધારે ચિંતાની વાત છે. કારણ કે બજાર તો પ્રેરિત ઉન્માદનો જ લાભ લઈ શકે છે અને લે છે. વૅલેન્ટાઇન ડે, મધર્સ ડે, ફાધર્સ ડે આ બધા નવા તહેવારો ગિફ્ટ શૉપ્સ અને ગ્રીટીંગ કાર્ડ શૉપ્સની જ કરામત લાગે છે.

    Like

  8. શ્રી દીનેશભાઈએ એક જાગૃત સાક્ષર અને સંવેદનશીલ માણસ – બન્નેનો સમન્વય સાધી વિવેકપૂર્ણ અભિવ્યક્તિ દ્વારા સુંદર વિચારો મૂક્યા વાચક/ભાવકનાં ધ્યાને.

    આ બહુજ ગમ્યું,

    તહેવાર હોય કે વ્યવહાર; સાધનશુદ્ધી અને વીવેકબુદ્ધી વીના ઉત્સવો સફળ થતા નથી. પ્રત્યેક તહેવારને સ્થુળતા તરફથી ઉપયોગીતા તરફ મોડ આપવાનો સમય પાકી ગયો છે.

    અને,

    આપણા તહેવારોની સાથે વાણી, વ્યવહાર અને વર્તનને પણ ‘અપડેટ’ કરવાની
    જરુર છે…..
    -અભિનંદન.
    જય હો.

    Like

  9. Abhinandan, sunder lekh chhe. Darek tehvar ne samajik upyogita ma badliye to samaj nu bhalu thase. Parivartan ni vaat bahu j sachi chhe – tehvaro aapan ne bija ne aapvanu sikhvade to sona ma sugandh bhalse.

    Kanji gohel

    Like

  10. Common man whether Hindu, Muslim, Sikh or Isai no no, not isai, just Hindu, Muslim and Sikhs are almost always get carried away by religious myths and beliefs to the extent of TALIBANISM. God save the man.

    I now firmly believe that all religions have defacts in their bases and devotee blows it up to the biggest size.

    Believer of God need not necessarily follow organised religion, which is the root of all evils.

    Like

  11. ખૂબજ સુંદર અને સચોટ રજૂઆત સાથે નો લેખ છે., હાઁ, એ હકીકત છે કે દરેક ને આ બાબતનો ખ્યાલ છે જ પરંતુ ઘરના -કુટુંબના વડીલોની શું મજબૂરી હોય છે કે ભયસ્થાન જાણવા છતાં તેઓ વિવશ હોય છે અને દર્દજનક પરિણામ ભોગવતા હોય છે.

    મૂળ સંસ્કૃતિ ને અપભ્રંશ કરીને આધૂનીક્તાના આંચળા હેઠળ હવે આપણે આપણી મનો વિકૃતિ ને પોષણ આપતાં થઇ ગયા છીએ. જેમાં આપણા કેહવાતા ધર્મ ધૂરંધરોએ પણ મોટો ભાગ ભજવેલ છે અને ભજવતા હોય છે. ધર્મ એક વગર રોકાણ નો આસાન વેપાર તેઓ માટે થઇ ગયો છે જેમાં નૂકશાન કરતા દેખીતી રીતે નફો દરેક ને વધુ જોવા મળેલ છે., પરંતુ વાસ્તવિક રીતે તે હકીકત નથી.

    ખબર નથી કે આપણા લેખની નોંધ કેટલા કરશે? પરંતુ જાગૃતિ માટે આવા લેખ નિરંતર મૂકવા જરૂરી છે.

    આભાર !

    http:/das.desais.net

    Like

  12. સુંદર અર્થપુર્ણ લેખ.
    આજના જમાનામા તહેવારો નાચવા-ગાવા અને ઘોંઘાટ કરવા હોય તેવુ લાગે છે.
    ૯૦% લોકો આને સ્વીકારી લેતા હોય ત્યારે બાકીના વીવેકપંથીઓ તેમા કેટલા સુધારા કરાવી શકે તે જોવાનુ રહ્યુ.

    Like

  13. આભાર ગોવિંદભાઈ તથા દિનેશભાઈ, સ-રસ મજાના વિચાર દુર-સુદૂર સુધી ફેલાવવા માટે આના જેટલું સુંદર માધ્યમ કદાચ કોઈ નથી.! એટલે ઈન્ટરનેટનો પણ આભાર. જોકે આ માધ્યમથી આવું સાહિત્ય જેટલું ફેલાય છે એથી હજારો ગણું લોકોને બોધ સ્વરૂપે અપાતું ધાર્મિક જ્ઞાન ફેલાતું રહે છે. ઈન્ટરનેટનો ઉપયોગ આના માટે થાય તો એવું લાગે છે કે ભાજપનો કોઈ નેતા કોંગ્રેસનો પ્રચાર કરતો હોય.! ( જોકે આપને બધા હેલ્પલેસ છીએ -તે સ્વીકાર સહ પુન: આભાર.)

    Like

  14. Another gem for a website log on rationalism- I am doing my best to rationalise my community of Dawoodi Bohras-Same things go on everyyear benefitting the Dharmgurus and their coffers on every festival- As Sachin -my friend from Dohad said -I am helplessly watching the show!My best wishes to Dinesbhai And Govindbhai to continue this intelligent blog–

    Like

  15. govindbhai, our asian mindset specially indian subcontinent mindset is more emotional than any other region in the world. that is reason our people act due to their emotions not they think logically.

    Like

  16. અહી સુધારવાને બદલે બગડતું જતું હોય તેમ લાગે છે.પહેલા નો શેરી ગરબો હવે રહ્યો નથી.માઈક વગર બુલંદ અવાજે ગવાતા ગરબા અમે માણ્યાં છે.હજુયે ઉત્તર ગુજરાત માં ખાલી ઢોલ ના સહારે દિવાળી સમયે ગરબા થાય છે.અહી અમેરિકા માં પણ ગરબા થાય છે તે પણ ખાલી શુક્ર અને શનિવારે.કોઈ મોટા સાઉન્ડ પ્રૂફ હોલ માં ભારત થી નામચીન ગવૈયા આવતા હોય છે.જેવાકે ફાલ્ગુની પાઠક,દેવાંગ પટેલ.જોકે અંદર ભયંકર અવાજ નો માહોલ હોય છે,પણ તે બહાર નાં જાય.દર શુક્ર શનિ એમ ગણી ને આઠ દિવસ પુરા કરવામાં આવે છે.એટલે નવરાત્રી પછી પણ ગરબા ચાલુ હોય.ઘણી વાર એવું લાગે કે ભારત માં તહેવારો પહેલા સારી રીતે ઉજવાતા હતા.હવે તહેવારો રોગ ની જેમ લાગવા માંડ્યા છે.ઘોંઘાટ અને બિજનેસ તહેવારો ની મજા બગાડી નાખે છે.તહેવારો હોવા જોઈએ,એનાથી રૂટીન કંટાળા જનક લાઈફ માં ચેન્જ મળે છે,પણ રોગ નાં હોવો જોઈએ.

    Like

  17. શ્રધ્ધા માણસજાત ઉપર/માં પેરાસાઈટ સ્વરુપે જીવે છે,તેથી એ બન્નેને છૂટા પાડવા
    એ અઘરૂં કર્મ છે,જેમ સેવાળ સાફ કરવાનું કામ.શ્રધ્ધા એ કોઈ વાદ નથી -જેમ આ
    ગોવિંદભાઈનો રેશ્નાલિઝમ-કે એનો જુવાળ આવે અને જતો રહે.નસમાં લોહી ફરે તેમ શ્રધ્ધા છે.આ તહેવારો શ્રધ્ધાનું બાહ્ય આવરણ છે,કોચલું છે તેથી એ તો કાયમ ગંદુ જ રહેવાનું,સફાઈમાંતો કેટલા જનમ નીકળી જશે કોને ખબર…

    Like

  18. આદરણીય શ્રી ગોવિંદભાઈ,
    વાહ શું સુંદર લેખ છે. ખેઈ વાત છે ભવાની નહિ પણ યુવાની ની
    નવરાત્રી છે. અને આ પર્વ એક ધંધાધારી વેપાર બની ગયું છે.
    ધર્મના નામે ધતીંગો ચાલે છે. પરદેશમાં પણ આવું જ છે. ગભરાતા
    નહી અમે પાછળ નથી .આપની સાથે જ છીએ.

    Like

  19. Well said in nutshell about the misuse of our festivals and holidays.

    Businesses and bad elements take advantage of the festivals. All festivals are
    becoming more commercials than anything else or preserving the heritage.

    Navin S. Dedhia, USA

    Like

  20. અહીં લખનારાં કેટલાં લોકોમાં પોતે જે લખે છે તેને આચરણમાં મૂકવાની હિંમત છે? બધાં ધર્મના નામે ચાલતાં ધતિંગનો વિરોધ કરે છે, પણ આપણો ધર્મ એ પોતે જ એક મોટું ધતિંગ છે એ કેટલાં સ્વીકારશે? સાચો ધર્મ માનવતા, બસ!બાકી બધાં સંપ્રદાયો… બોલો, છે કબુલ? આ દિવાળી એ આમાંથી કેટલાં લોકો મંદીરે ન જવાનો નિર્ણય લેશે?

    Like

    1. મંદીરમાં જવાની મને જરુર જણાતી નથી… જેથી આ દીવાળી કે આવતી દીવાળીનો પ્રશ્ન મારા માટે તો નથી જ.
      આભાર.

      Like

  21. પ્રિય અશ્વિનભાઇ,

    ૧૯૭૬ પછી મેં “હે ભગવાન” એવો ઉચ્ચાર નથી કર્યો.

    તે પહેલાં પણ, ૧૯૬૯થી ૧૯૭૫નાં વર્ષોમાં હું એમ માનતો કે ભગવાને મને બે હાથ, બે પગ અને એક મગજ આપ્યાં છે, એનું કારણ એ કે હું વારેઘડી એની પાસે ન દોડું અને મારી સમસ્યાઓનો ઉકેલ આ સાધનો અને પાંચ ઇન્દ્રીયોની મદદથી લાવું.

    મંદિરે જનારામાંથી કેટલા જણ ત્યાં જઈને કહેતા હશે કે પ્રભુ, મને માત્ર દર્શન આપ. બીજું કઈં ન જોઇએ.

    તહેવારોની વાત જુદી છે. એની ઊજવણીને આપણી ધાર્મિક માન્યતાઓ સાથે સંબંધ નથી.

    Like

  22. WE ARE HELPLESS WITH ALL THESE PRESENT YOUTH.THE CHANGE NOW WE SEE FROM GARBA TO DISCO.IT IS BECOMING POPULAR.NINE DAYS NIGHT PICNIK IT SEEMS NOW TAKING SHAPE.WE HAVE TO SEE THAT SAFETY AND SECURITY IS TO BE FORCED BY AUTHORITIES.

    Like

Leave a reply to himanshupatel555 Cancel reply