Krantikari vichark Ravjibhai Patel ‘Mota’

ક્રાન્તીકારી વીચારક રાવજીભાઈ પટેલ ‘મોટા’

એક માણસના અજ્ઞાનને ઘણા લોકો અનુસરે ત્યારે ઘેટાંવાળી કહેવત યાદ આવે. એક ઘેટું ચાલે તેની પાછળ હજાર ઘેટાં ચાલે.  આ વાતને થોડો હકારાત્મક મોડ આપીએ તો મામલો થોડો સુરુચીપુર્ણ બને. જેમ કે એક માણસને લાધેલા જ્ઞાન મુજબ હજારો માણસો વર્તે તો આખો સમાજ સુખી થઈ શકે. અમારા બચુભાઈ કહે છે કે– ‘એક ઘેટું વીદ્યુતની શોધ કરે અને ઘેટાંઓનો આખો વાડો પ્રકાશથી ઝગમગી ઉઠે તે ઔદ્યોગીક ક્રાંતી કહેવાય.’ ટુંકમાં, કોઈ માણસના સારા વીચારોને આખો સમાજ અપનાવી લે તેને વૈચારીક ક્રાંતી કહેવાય. આવું (વીચારોનું વાવેતર) થાય ત્યારે મહાપુરુષોની ફસલ ઉગે. ગાંધીજી, વીનોબા ભાવે, રવીશંકર મહારાજ, વીવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી જેવી હસ્તીનો મનુષ્યેતર જન્મ થાય. નવા વીચારો પ્રમાણે સુધારાવાદનો વાયરો ફેલાય ત્યારે નર્મદથી માંડી અબ્રાહમ કોવુર અને રાવજી પટેલથી માંડી રમણ પાઠક સુધીના રૅશનાલીસ્ટોનો ઉદય થાય છે. હમણાં વડોદરાના પત્રકાર શ્રી  બીરેન કોઠારી દ્વારા સંપાદીત એક પુસ્તક વાંચવા મળ્યું. પુસ્તકનું નામ છે – ક્રાન્તીકારી વીચારક રાવજી પટેલ ‘મોટા’ (અત્રે સ્પષ્ટતા કરીએ કે આ ‘મોટા’ તે પેલા આધ્યાત્મીક સંત શ્રી ચુનીલાલ ભાઈચંદ ભાવસાર – ‘શ્રી મોટા’ નહીં; પણ તેમની સમકક્ષ ઉંચાઈ સર કરી ચુકેલા રૅશનલ સંત રાવજીભાઈ પટેલ ‘મોટા’. બન્ને મોટા…! એક કર્મે મોટા;  બીજા ધર્મે મોટા…!)

પ્રત્યેક યુગમાં બનતું આવ્યું છે કે સત્યએ સો વાર શુળીએ ચઢવું પડે છે અને જુઠાણાંનો જયજયકાર થાય છે. હર યુગમાં ઈસુની છાતીમાં ખીલા ઠોકી દેવામાં આવે છે. રામાયણમાં અયોધ્યાના ધોબીના કાલ્પનીક તરંગને સહજ સ્વીકૃતી મળી ગઈ હતી અને સીતાજીના પવીત્ર સત્યએ અગ્નીપરીક્ષા આપવી પડેલી. બ્રુનોને લાધેલા સત્ય બદલ તેણે જીવતા સળગવું પડેલું અને ધર્મગુરુઓનું જુઠાણું– ‘પૃથ્વી ગોળ નથી; સપાટ છે…’ તે આજે પણ મોટા પાયા પર જીવે છે. સમાજમાં જુઠાણાંના મસ મોટા ‘મોલ’ ધમધમે છે. સત્યના કોઈ શોપીંગ સેન્ટર નથી. આપણી વચ્ચે સત્યના સેલ્સમેન બહુ ઓછા છે.ક્રાન્તીકારી વીચારક શ્રી રાવજી પટેલ સત્યના એક મોટા સોદાગર હતા. તેઓ વીસમી સદીના સૉક્રેટીસ હતા. તેમણે સપાટ દેખાતી પૃથ્વી પર ઉભા રહીને સમાજને રૅશનલ વીચારોની ભુગોળ સમજાવી હતી. તેમણે વીદ્વાનો અને વીચારકો માટે જ્ઞાનની પરબ ખોલી હતી. એ પરબનું નામ હતું ‘રૅનસાં ક્લબ’. તેમાં મોટા ગજાના વીદ્વાન વીચારકો વચ્ચે વીચારોનો ફળદાયી સત્સંગ થતો. ‘રૅનસાં’ નામ તેમની પ્રવૃત્તીના પરીપ્રેક્ષ્યમાં સુચક છે.  ‘રૅનસાં’ એટલે  નવા વીચારોનું વ્યોમ. પશ્વીમી સંસ્કૃતીના વીકાસ માટે 14 થી 16મી સદીના યુગને ‘રૅનસાં’ તરીકે  ઓળખવામાં આવે છે. રાવજીભાઈના ‘વીચારવર્કશોપ’માં વીચારોને અપડેટ કરીને છેવટના સત્ય સુધી પહોંચાડવાનો ઉપક્રમ રહેતો. એ કારણે ‘રૅનસાં’ નામ એમની વૈચારીક ક્રાન્તીના સન્દર્ભે યથાર્થ હતું. બચુભાઈના શબ્દોમાં  કહીએ તો ‘રૅનસાં’ એટલે ‘16મી સદીની સત્યશોધક સભા’.

1912ની 18મી સપ્ટેમ્બરે દહેગામમાં જન્મેલા રાવજીભાઈ પુરાં 90 વર્ષ જીવ્યા હતા. તેઓ રસેલ, પ્લેટો, કેન્ટ, હીગલ, ફ્રામ, મારક્સ, ન્યુટન કે આઈન્સ્ટાઈન પર અભ્યાસપુર્ણ વક્તવ્ય આપી શકતા. તો બીજી તરફ ગાંધીજી, બુદ્ધ કે શંકરાચાર્ય વગેરેના વીચારોને પણ પોતાના આગવા પરીપ્રેક્ષ્યમાં મુલવતા. કોઈ પણ પ્રખર રૅશનાલીસ્ટ વીચારકનું  દીમાગ કદી તળાવ જેવું બંધીયાર ન હોઈ શકે.રાવજીભાઈ પણ વીચારણા, ફેરવીચારણા કે પુન:વીચારણા માટે દીમાગની ગોળીમાં વીચારોનું દહીં વલોવતા. નીખાલસતા અને તટસ્થતા એ તેમની બૌદ્ધીક પ્રતીભાનું આગવું લક્ષણ હતું. તેમના વીચારો પાછળથી જો તેમને ખોટા જણાય તો તે ફગાવી દઈ સામે ઉભેલા નવા સત્યનું તેઓ હમ્મેશાં સ્વાગત કરતાં. પ્રત્યેક વીવેકપંથીની એ જ યોગ્ય આચારસંહીતા ગણાય. વીચારો પારકા છે કે પોતાના તેનું મહત્ત્વ ન હોઈ શકે; કોના વીચારો સત્યની કેટલી નજીક છે તેનું જ મહત્ત્વ હોઈ શકે. અંધશ્રદ્ધાની વાત અબ્રાહમ કોવુર કરે તો તેનો વીરોધ જ કરવાનો હોય અને વીવેકબુદ્ધીની વાત આસારામબાપુ કરે તો તેનો સ્વીકાર કરવામાં કશો પુર્વગ્રહ નડવો ના જોઈએ. પુસ્તકમાં શ્રીમતી કુંદન ઝવેરીએ એક પ્રેરણાત્મક પ્રસંગ લખ્યો છે. એ પ્રસંગ છુબ જ પ્રેરણાદાયી છે.  (જુઓ ‘ધુપછાંવ’)

રાવજીભાઈ પટેલનો વીશાળ વૈચારીક વ્યાપ ગુજરાતીઓથી થોડો છેટો રહી ગયો; તેનું કારણ કદાચ એ છે કે તેમનું મોટા ભાગનું લખાણ અંગ્રેજીમાં હતું. તેમના ચીન્તનસુરજનાં કીરણો ગુજરાતની ગલીગલીમાં ન પ્રસરી શક્યા તે આપણી કમનસીબી છે. એકવીસમી સદીમાં ચોમેર ધરમના ઢોલ અને નાસ્તીકતાનાં નગારાં વાગી રહ્યાં છે ત્યારે રાવજીભાઈની ક્રાન્તીકારી, રૅશનલ વીચારધારા સૌને સંશયની સાધના કરવા પ્રેરે એવી છે. બચુભાઈ કહે છે તે મુજબ ‘પુસ્તક કાજુ, બદામ અને અખરોટથી ભરેલી બરણી જેવું છે.’ (પુસ્તકની કીમ્મત તેમ જ પ્રાપ્તી અંગેની માહીતી લેખના અન્તે આપવામાં આવી છે).

ધુપછાંવ

મારા પીતાજી ડૉ. રતીલાલ ઝવેરીનું દવાખાનું અમદાવાદ, કાળુપુરમાં હતું. એક દીવસ એક માણસ પીતાજીને વીઝીટે બોલાવવા માટે આવ્યો. પીતાજીને સૌએ બહુ  સમજાવ્યા – અત્યારે બહાર રમખાણો ચાલે છે, એમને ના પાડી દો… પણ પીતાજીએ કહ્યું– ‘હું ડૉક્ટર થઈને દરદીની કટોકટ સ્થીતીમાં કામ ન આવું તો મારો ધર્મ લાજે’ અને પીતાજી આગન્તુક સાથે ગયા. પણ તેમને મારી નાખવાનું પુર્વઆયોજીત કાવતરું હતું. તેમની ક્રુર હત્યા કરી નાખવામાં આવી. માહોલ એવો ભયાવહ હતો કે શબ લેવા પણ જઈ શકાય એમ ન હતું. અમારા કુટુમ્બને માથે કેવું આભ તુટી પડ્યું  હશે તેની કલ્પના કરી જુઓ. મારા પીતાજી માનવતા બતાવવા ન ગયા હોત તો બચી ગયા હોત. વીશ્વાસ, ભરોસો કે માનવતાની અમારે બહુ મોટી કીમ્મત ચુકવવી પડી હતી.

આગળ જતાં શું થયું તે પણ સાંભળો. અમે મોટા થતાં ગયા, તેમ મુસ્લીમ કોમ માટે અમારા દીલમાં અજાણતાં જ અણગમો ઉછરવા લાગેલો. પણ ઘટનાચક્ર એવું બન્યું કે વર્ષો પછી મારો જ દીકરો તુષાર એક મુસ્લીમ છોકરીના પ્રેમમાં પડ્યો. બન્ને લગ્ન કરવા માટે જીદ લઈ બેઠાં. બીજી તરફ મારા દીલમાં કારી ઘા પડ્યા હતા. હું મુસ્લીમ કોમની દીકરીને મારી વહુ બનાવવા કેમે તૈયાર ન હતી. મેં મારા પતી નલીન સમક્ષ પેટ છુટી વાત કરી – ‘મારા દીલમાંથી ચોખ્ખી ‘ના’ આવે છે. શું કરીએ…?’ મારી માનસીક પરેશાની જોઈ પતી થોડીવાર મૌન રહ્યા. પછી મને સમજાવતાં બોલ્યા – ‘જો સાંભળ… અહીં માત્ર લાગણીથી નહીં; થોડું બુદ્ધીથી પણ વીચાર. કોઈ માણસ હીન્દુ કે મુસ્લીમ બનીને જન્મતો નથી. બધા જન્મે ત્યારે માણસ જ હોય છે. માણસોની કોમવાદી સમાજવ્યવસ્થાને કારણે એના પર હીન્દુ કે મુસ્લીમનાં લેબલ લાગે છે. એ પણ વીચાર કે તારા પીતાની હત્યા કરનારા લોકો બીજા હતા. આ છોકરીને તેમની સાથે કોઈ સમ્બન્ઘ નથી. મને લાગે છે કે એને  આપણે અન્યાય ન કરવો જોઈએ.’

ત્રણેક દીવસ બાદ મને પણ લાગ્યું કે જેણે ગુનો કર્યો જ નથી તેને શું કામ સજા મળવી જોઈએ ? અને હું લગ્ન કરાવી આપવા માટે રાજી થઈ. મેં તુષારને સમ્મતી આપી, ત્યારે તે ખુબ જ હર્ષવીભોર થઈ ગયો. છોકરી મને મળવા આવી. તે મને પગે લાગી. ત્યારે દીકરી પ્રત્યે જાગે તેવો જ ઉમળકો મને જાગ્યો. હું તેને ભેટી પડી. બન્નેનાં લગ્ન કરાવ્યાં. અને ત્યારથી તે મારી વહુ નહીં; દીકરી બનીને રહી છે. અમે બન્ને માદીકરી તરીકે જ એકમેકને ચાહીએ છીએ. મને આ સમજણ આપનાર મારા પતી નલીન ઝવેરી હતા. પણ નલીનમાં આવી સમજણનો સુરજ રાવજી પટેલના સંગને કારણે ઉગ્યો હતો. મારું માનવું છે કે ‘મોટા’ પારસની જેમ એક જ વાર સ્પર્શે તોય લોખંડ સોનું થઈ શકતું. ‘મોટા’ના વીચારોથી કેટલાય માણસોમાં આવાં વૈચારીક પરીવર્તનો આવ્યાં છે.

શ્રીમતી કુંદન ઝવેરી (પૃષ્ઠ: 40)

-દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 19 સપ્ટેમ્બર, 2010ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરે’માંથી.. લેખકના અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખકસંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: (02637) 242 098 સેલફોન: 94281 60508

પુસ્તક: ક્રાન્તીકારી વીચારક રાવજી પટેલ મોટા મેળવવામાટે સમ્પર્ક:

શ્રી બીરેન કોઠારી, એ–403, સૌરભ પાર્ક, સમતા ફલેટ્સની પાછળ, સુભાનપુરા, વડોદરા–390 023 (ભારત) ફોન: (0265) 239 3895 સેલફોન: 98987 89675, પુસ્તકનું મુલ્ય: રુપીયા 150/- (રવાનગી ખર્ચ સાથે) પૃષ્ઠ: 198.

અક્ષરાંકન: ગોવીન્દ મારુgovindmaru.wordpress.com

પોસ્ટ કર્યા તારીખ: 29–10–2010

‘આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. પીડીએફ મારી પાસે તૈયાર જ છે, તરત મોકલીશ.’

 

`

30 Comments

  1. કુંદનબહેન-નલિનભાઇ જેવી સાલસતા, પારદર્શકતા અને હિંમત આપણા સૌમાં પણ આવે એવી આ દિવાળીએ સૌને શુભેચ્છાઓ. આની ટિપ્પણી રૂપે કઈં વધુ લખવું એ પોતાનું ડહાપણ દેખાડવા જેવું ગણાશે અને દુનિયામાં કરનારા કે કરી દેખાડનારા કરતાં બોલનારાની બોલબાલા છે. એટલે ઝવેરી પરિવાર અને શ્રી મોટાને મૌન રહીને નમન કરું છું.

    Like

  2. it was a fine gift from Birenbhai
    and i read the book with all the wonder that what a great intellectual Mota was ! an intellectual to liberate the masses from ignorance and exploitation.

    alas, we do not learn anything from our wisest Gujratis
    but we do blindly follow as sheep and listen to the meanest of them all – the priest of our creed and the politician of our party !

    Like

  3. It was really wonderful example.

    Sansar ma darek sasu vahu vache aava madhur sambandho bandhay to jivan sundar ane mithu bani jai.

    Kundanben na vani ane vartan ni mithas temaj temna vicharonu parivartan ane e vicharo nu jivanma padarpan sochniy ane sarahniy che.

    koik na kehvathi ke samjavvathi samjvu pan man na aakrosh par kabu pami ene jivan ma utarvu khub sunder,”MA TAMNE PRANAM”

    Jivanma sara lokono sampark ane sanidhya jivanne dhanya banave che.

    Like

  4. His father died b’cause he followed principle FANATICALLY. Your principle + logic is OK. But blind following is nothing but folly. Besides, as a head of a family one has great responssibility too. Feel sorry for him.

    Like

  5. મૉટાની ખૂબ જ રૅશનલ વાત.
    ડૉ ઝવેરીના કુટુંબની વાત હ્રુદયસ્પર્શી અને રૅશનલ !બુલેશાં જેવા સંતની વાણી– બેશક મંદિર મસ્જિદ તોડો પર પ્યાર ભરા દિલ મત તોડો…જેવો વિચાર તે જમાનામા કરી શક્યા એ વિવેકી પગલું છે.
    સાંપ્રત સમયમા અમેરિકા જેવા દેશમા પણ આવું પ્રચાર સાહિત્ય “ગુજરાતના મુસ્લીમ યુવકોને ખાસ તાલીમ આપીને હિન્દુ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાનું તથા પરણીત યુવતીઓને સાથે પ્રેમ સંબંધો રાખીને તેને ગર્ભ રાખી હિન્દુ સ્ત્રીઓની કુખે મુસ્લીમ લોહીના સંતાનો પેદા કરવાનું આખું નેટવર્ક ચાલે છે! વિ”અને બીજી તરફ …

    Like

    1. હા, એ વાત સાચી કે માણસ મૂળભૂત સમાન જન્મે છે પણ તેનો ઉછેર તેના ઘડતરમાં મોટો ભાગ ભજવે છે. મેં ખાસ જોયું છે કે હિંદુ-મુસ્લિમ લગ્નોમાં મોટે ભાગે છોકરો મુસ્લિમ હોય છે અને છોકરી હિંદુ હોય છે. આવુ શા માટે? અને કહેવાય છે કે “ગુજરાતના મુસ્લીમ યુવકોને ખાસ તાલીમ આપીને હિન્દુ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાનું તથા પરણીત યુવતીઓને સાથે પ્રેમ સંબંધો રાખીને તેને ગર્ભ રાખી હિન્દુ સ્ત્રીઓની કુખે મુસ્લીમ લોહીના સંતાનો પેદા કરવાનું આખું નેટવર્ક ચાલે છે!” તે વાતમાં મને તથ્ય લાગે છે. આ વાત થોડા વર્ષો પહેલાની છે. મારા એક સગાની પુત્રી જ્યારે ૧૦મા ધોરણમાં વડોદરામાં ભણતી હતી ત્યારે એક રીક્ષા ચલાવતા મુસ્લિમ છોકરાના ‘પ્રેમમાં પડી’. ઘેર ખબર પડી ત્યારે વિરોધ થયો. થોડા વખતમાં જ ધમકીભર્યા ફોન આવવાના ચાલૂ થયા. મારી પત્નીએ દોડધામ કરી, પોલીસ અને ટેલિફોન ખાતા દ્વારા તપાસ કરાવી તો જાણવા મળ્યુ કે ફોન સુરેન્દ્રનગર નજીકના વઢવાણમાંથી આવતા હતા!. આ મેં જાતે અનૂભવેલી વાત છે.

      હિંદૂઓ કહે છે કે ‘ઇશ્વર અલ્લાહ તેરે નામ’ પણ કેટલા મુસ્લિમોને એવુ કહેતા સાંભળ્યા? મદ્રેસાઓમાં તો એવુ જ શિખવવામાં આવે છે કે ‘જે લોકો અલ્લાહમાં વિશ્વાસ નથી રાખતા એ લોકો કાફર છે અને તેમને મારવા એ તો સતકર્મ છે’.

      અલબત દરેક ધર્મમાં સારા અને ખરાબ લોકો હોય છે. પણ આપણે વાત In general કરીએ છીએ.

      Like

      1. સોહમભાઈ. તમે લખો છો કે ” અને કહેવાય છે કે “ગુજરાતના મુસ્લીમ યુવકોને ખાસ તાલીમ આપીને હિન્દુ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાનું તથા પરણીત યુવતીઓને સાથે પ્રેમ સંબંધો રાખીને તેને ગર્ભ રાખી હિન્દુ સ્ત્રીઓની કુખે મુસ્લીમ લોહીના સંતાનો પેદા કરવાનું આખું નેટવર્ક ચાલે છે!” તે વાતમાં મને તથ્ય લાગે છે.”
        તર્કની દૃષ્ટિએ મને આ વાત બરાબર નથી લાગતી. દેશમાં બીજે ક્યાંય નહીં અને માત્ર ‘ગુજરાતના’ મુસ્લિમ યુવકોને આવી ‘ખાસ તાલીમ’ આપવામાં શા માટે આવતી હોય?
        બીજું, જે કોઈ સંતાન જન્મે એમાં માતા અને પિતા બન્નેનું ‘લોહી’ હોય. એટલે એવું પણ ન બને કે એ સંતાનમાં માત્ર ‘મુસ્લિમ લોહી’ હોય, ‘હિંદુલોહી’ પણ રહેશે જ. અને છોકરો હિંદુ હોય અને છોકરી મુસલમાન હોય, તો પણ સંતાનમાં બન્નેનું લોહી આવશે જ!
        આવી બધી વાતો પાછળ કઈં આધાર નથી હોતો. માત્ર પિતૃસત્તાક સમાજમાં આવી વાતો થઈ શકે. જેમાં સ્ત્રીને ગૌણ માનવામાં આવતી હોય. શરીર રચનાની દૃષ્ટિએ પણ સંતાન અમુક સ્ત્રીનું હોવાના પુરાવાની જરૂર ન્નથી રહેતી, દુનિયા નરી આંખે જોઈ શકે છે. પરંતુ પિતૃત્વ બાબતમાં એવું નથી. એટલે વંશ પિતાથી ચાલે એવું તરકટ શોધી કાઢ્યું છે. ‘લોહી’ની વાતોમાં એ જ માન્યતા છે કે પિતા જે ધર્મનો હોય તે ધર્મ સંતાનનો. સ્ત્રીનું તો વ્યક્તિત્વ જ નથી. એટલે એનો તો ધર્મ જ નહીં – અક્કલ, જ્ઞાન બધું ગયું, પુરુષની પાછળ. પછી એ પુરુષનો ધર્મ ગમે તે હોય. એ શું સ્ત્રીને પોતાની બરાબર માનવા તૈયાર છે?
        આનાથી જુદો સવાલ પણ છે. ખરેખર જો ‘ગુજરાતમાં મુસલમાનોની આવી યોજના હોય તો હિંદુઓ વળતી ઉલ્ટી યોજના કેમ નથી કરતા કે આપણાં સંતાનોનાં લગ્ન માત્ર મુસલમાન સાથે કરીશું?

        Like

  6. આ દિવાળી એ પ્રભુ સહુને સદબુધ્ધી આપે અને ધન વેડફીને ધુમાડો કરતા ઘી-તેલના દિવા સળગાવવાને બદલે અંતરમાં સત્ય ની પ્રાર્થનાના દિવા પ્રગટે એવી પ્રાર્થના કરુ છુ……. કોઈક તો વિરલો હશે જે પરમાત્માનુ અજવાળુ પોતાન અંતરમાં જગાવે……………

    Like

  7. મીસ્ટર મોટા નો લેખ ખુબ ગમ્યો,
    હું પણ કાલુપુર, દરિયાપુર માં મોટી થઇ છું,
    દરેક વ્યક્તિ ખરાબ નથી હોતી,
    હું પણ શ્રી મોટા ને નલીનભાઈ ના વિચાર સાથે સહમત છું.

    Like

  8. eeshwarne murkhao game chhe maate temanu praman vadhare hoy chhe. mavatar murkh hoy tena jevi santanni kamnasibi koi nathi ane santanne teni khabar hoy tena jevi khushnasibi koi nathi.

    Like

  9. Excellent article again and hats off to Kundanben and we need more people in our Samaj to bring out unity in people regardless of caste or so called religions-Pragnaju-Read your comment with much sorrow about the network–Can you please give me the references and exact source of that information on my e-mail ,I will be much obliged- I hope it is not someheresay story that circulate to continue to foster animosity .
    Thanks.
    -Yusuf

    Like

    1. Some hearsay. There are so many things that need to e tackled in a multi-cultural society and cobwebs removed.Muslims came to India for over a thousand years and yet remained a minority.Not only that, they remained poor too, despite the religion of rulers was Islam. In Khilji’s time his Mullahs accepted even Anulam-Pratilom marriages (i.e. a high caste Muslim male can marry a low caste Muslim woman but not a vice versa). In India it was possible to change religion but fighting caste hierarchy was not.
      All these are sociological debates and must be conducted in rational manner away from religions. Muslims, (clergy i.e.) on their part have been highlighting their old concepts to take false pride in the ancient times while ignoring the present day Muslim poverty. Again this poverty is not because of their being Muslims. It is govt policies that keep people poor. But Muslims too highlight that they are poor because they are Muslims. Why do we see poverty from the prism of religion?On the other hand there is a systematic efforts on the Hindu side to nurture such feelings. As if the majority that survived for one thousand years under Muslim rule is about to vanish now.It is better to directly get in touch at individual level and ask ‘clumsy questions’ in a calm and rational manner.
      If you like further discussion my email is : dipak.dholakia@gmail.com

      Like

  10. શ્રી બીરેન કોઠારી નું ગુજરાતી પુસ્તક “ક્રાંતિકારી વિચારક” અને શ્રી બીપીન શ્રોફ નું અંગ્રેજી પુસ્તક “Collected Works of Raojibhai Patel” મને શ્રી બીપીન શ્રોફે ટપાલ દ્રારા મોકલેલ.

    રવજીભાઇ (મોટા) જેવા ક્રાંતિકારી વિચારકો જ પોતાની વૈચારિક ચળવળ થકી માનવીને વ્યાપારી ધર્મગુરુઓની ચુંગાલમાંથી મુક્ત કરીને તેમને જાગ્રુત કરી શકે છે.

    કાસીમ અબ્બાસ

    Like

  11. Dear Friends,

    It is a very nice article to read. Generally, all people of different faiths are good. There are always a good and bad apple everhwhere.

    Never follow any faith blindly.

    Thanks

    Pradeep H. Desai

    Like

  12. શ્રી ગોવીંદભાઇ,
    સુંદર લેખ, અને એથી વધુ તો એક વાંચવા જે્વું પુસ્તક ચિંધ્યા બદલ ખુબ આભાર.
    “વીચારો પારકા છે કે પોતાના તેનું મહત્વ ન હોઈ શકે; કોના વીચારો સત્યની કેટલી નજીક છે તેનું જ મહત્વ હોઈ શકે.” બહુ જ સરસ… દીનેશભાઇ નો આભાર.

    Like

  13. ભાઈ શ્રી દિનેશ પંચાલે રાત્રી ના અંધકાર માં ચંદ્ર જેમ પ્રકાશવાનું પ્રયોજન કર્યું છે અને બહેન કુંદન ઝવેરીએ હ્રદય માં દીવા પ્રગટાવવાની વાત માંડી છે.

    ગાંધીજી કહેતા “હજારો મણ તર્ક કરતાં એક અધોળ આચરણ ચઢિયાતું છે” આપણા આચરણ ને ચાતરે આપણી પાછળ ના ચાલશે … એમના પંથ અજવાળીએ.

    આ દિવાળીએ આચરણ શુદ્ધિ નું પ્રણ લઈએ … નાનું તોયે કોડિયું થઈએ …સદાએ ઝગમગતા રહીએ

    ડૉ. નંદીની જોશીએ ( શ્રી ઉમાશંકર જોશી ના સુપુત્રી) “દિલ માં દિવા કરો”/’વ્યથા અને વિકલ્પ’ પુસ્તક માં વર્ણવ્યું છે તેમ દિલ માં દિવા કરીએ.

    શ્રી ગોવિંદભાઈ સહીત સૌ વિચારકો ને દિવાળી અને નવ વર્ષ વિક્રમસંવત ૨૦૬૭ ના હાર્દિક અભિનંદન.

    અસ્તુ,
    શૈલેષ મેહતા

    Like

  14. It is pitty that characters like PUJYA MOTA is vanishing as there is struggle between biology and technology. Present generation leaders are cosmetically impressive having no characters like MOTA , GANDHIJI etc. long list living and active for selfless services at the time of independance. After that gradual erosion of basic characters like ethics , honesty , intigrity , faithfulness, self reliance in life style ,simple living and high thinking broadly not self centred. Truth ful ness has vanished in routine life. Now it is rare to find a non commercial self centred ethical experts like doctor, engineer, charter accountant, advocate or even teacher and SAINTin their practice. If your donot take active interest in your life for any dealingswith such experts ,youwill find cheated by these so called experts of present day. Men forget that when you cheat others by your professional marketing skill, you are actually cheating yourself forming habit which in turn lead to secret bad chemical from glands in body which invite host of chronic leathal diseases like diabetes, hypertension , stroke , angina, cancers. with low imunity leading to measerable ,crippling death . If your stick to truth only in your life you will not have any such problem created in your life style with disadvantage of having no monetary luxury and vote bank which present leaders ‘ have with cheap currupted attitude in routine life transactions.

    Like

  15. I had read the article of Dinesh Panchal published in local daily ” Gujaratmitra “.Unluckily I was little bit disappointed on the quality and depth of the article. Mota has written a big literature , touching most aspects of our national life, look to his treatise on marxism ,though i was a student of politics during my graduation , 1961-62 , I could not grasp the depth and width of his exposition of Marxism. Marx was trully a great phylosopher , next only to Socrates and a great Socialist ,his socialism emerging out of his pointed analysis of the economic currents of the human history.His study of Western philosophy
    should really mind-cracking

    Like

  16. “Men forget that when you cheat others by your professional marketing skill, you are actually cheating yourself forming habit which in turn lead to secret bad chemical from glands in body which invite host of chronic leathal diseases…” Rajendra
    Guess what, you’ve been programmed by a spirit of fear! Your body does not know how to get back to peace. Once your stress response has been activated, the system wisely keeps you in a state of readiness – fight to flight.
    Excessive cortisol can make it difficult to think or retrieve long-term memories. That’s why people get befuddled and confused in a severe crisis. Their mind goes blank because “the lines are down.”if either the one of the stimulating or tranquilizing chemical forces dominates (the spirit of fear) or what I call fight to flight responses because you’ve been programmed to be ready, then you will experience an on-going state of internal imbalance. This condition is known as stress. And it can have serious consequences for your brain cells.
    Parasympathetic and Sympathetic Nervous System
    The sympathetic nervous system (SNS) turns on the fight or flight response. In contrast, the parasympathetic nervous system (PNS) promotes the relaxation response.
    The strongmen (the spirit of fear known as stress or worry) are hormones, the chemical messengers produced by endocrine glands. Named after a Greek word meaning “to set in motion,” hormones travel through the bloodstream to accelerate or suppress metabolic functions.
    The trouble is that some stress hormones don’t know when to quit pulling. They remain active in the brain for too long – injuring and even killing cells in the hippocampus, the area of your brain needed for memory and learning. It often requires conscious effort to initiate your relaxation response and reestablish metabolic equilibrium.
    The primary area of the brain that deals with stress is its limbic system. Because of its enormous influence on emotions and memory (especially past negative events), the limbic system is often referred to as the emotional brain.
    Whenever you perceive a threat, imminent or imagined, your limbic system immediately responds via your autonomic nervous system – the complex network of endocrine glands that automatically regulates metabolism.
    To put it in a nutshell, you have a gland in the brain called the hypothalmus, the seat to your emotions. Every thought, negative or positive, responds the hypothalmus, the brain center of switches, to talk to the pineal gland, limbic system, and other areas of your body to release or pull back chemicals. So, every thought you have – either negative or positive, releases good or bad chemicals. Not only that, every cell in your body is affected by chemical releases.

    Like

  17. I had read the article of Dinesh Panchal published in local daily ” Gujaratmitra “.Unluckily I was little bit disappointed on the quality and depth of the article. Mota has written a big literature , touching most aspects of our national life, look to his treatise on Marxism ,though i was a student of politics during my graduation , 1961-62 , I could not grasp the depth and width of his exposition of Marxism. Marx was trully a great phylosopher , next only to Socrates and a great Socialist ,his socialism emerging out of his pointed analysis of the economic currents of the human history.His study of Western philosophy
    is really mind-cracking . Now we realise that Marx’s foundation of Socialism was philosophycal too . Our teachers during the college days were not well-conversant with this philosophy and that is why we acquired a shallow understanding of Marx ! It was Mota who expounded this aspect at length that we realised our shortcomings or smallness but at that time our grasping ability had undergone change for the worse and we could hardly measure to his lofty thinking !
    I started reading this treatise after completing the foreword by Sri Bhikhu Parekh and was lost in the mire of German plilosophers ( 22.July 2010 ) Hegel, Kant etc. I am overawed by his statement , read it ” During the period before 1848 ( Communist Manifesto ) revolution . philosophy dominated the element of science in their writings. Thus the revolutionary character of the proletarian class mentioned in their statements was, it is reasonable to believe , deduced from the concept of Man as the beares of self. The implication is that ethics was fused with science in conceiving and definingthe proletariat.With the defeat of the 1848 revolution , there set in new phase of Soul-searching and rethinking on the conditions of the proletariat revolution.It became necessary to restructure the basic elements of Historical Materialism so as to convey their idea of the proleetariat and its significance to hgistory in empirically objective concepts ” ( page 77 )
    And as regards marxism I rest here !

    Some very memorable quotes are there from him on page No 105 ,106, let us repeat them. ” The failure of communism can be traced to Marx’s reluctance to admit
    ” ideals ” as casually effective in the process of history. …He , perhaps took the view that ideals are necessarily obscure… Consequently , later Marxists pushed the communist movement mto a state of ethical void ; and Marxist revolutions committed abortion. Aristotle used this concept of freedom to defend slavery The spiritual experience of sadhus and maulvis is being imposed on the political experience of the common man. Logically it is undemocratic ”
    Without reading the chapter ” Genesis of Current Political Crisis in India ” I do not feel any student of contemparary history will ever grasp the forces at play in India. Look , ( page No. 161 ) ” In some cases parochial parties arose from bases different from Congress. This process from unitary system to a complex multiple syastem has jeopardised the process of nation building because parochialism has thrived on the back-ward consciousness of the masses… According to M N Roy Sardar Patel was the chief organiser of the Congress during the Gandhian Era.After paying tribute to Patel’s organising ability , Roy concludes ” immediately nationalist India , without Patel , presents such a depressing perspective that he might have exclaimed on his death-bed + After me the deluge + The unfoldent of the history of the congress should be critically analysed in the light of the epochal values and categories of political understanding specific mto the modern industrial culture.The later conflicts with the spiritual culture of India which went into the making of the loose Gandhian ideology.The lack of understanding of this conflict on the part of our political elite jeopardises the hwealth of our nation state.The proper basis for such an understanding is critical realism – a realism which rescues our understanding from the distortion caused by an undue authority of the heroes of our contemporary historyThese categories are 1. The modern state 2. The modern nation and 3. A modern Political Party. …. ( To be continued )

    Like

  18. શ્રી યૂસુફ ભાઇ કુંડાવાલા ના પ્રતિભાવ પર મેં લખ્યું છે પણ શ્રી ગોવિંદભાઇનો આદેશ મળ્યો કે ગુજરાતીમાં લખું. એટલેીં મુળ વિષયવસ્તુ કોમવાદને અકબંધ રાખીને લખું છું .એને અંગ્રેજીના મારા પ્રતિભાવ સાથે વાંચવા સૌ મિત્રો અને યૂસુફભાઈને વિનંતી કરૂં છું.

    આવી ઘણીબધી વાતો ચાલ્યા જ કરેછે. એકે કહ્યું, બીજાએ ત્રીજાને કહ્યું. આવી ઘણી વાતોની ચર્ચા આપણા જેવા ભાતીગળ સમાજમાં ખુલ્લા મને અને એક બીજાને સમજવાના હેતુથી થવી જોઇએ અને મનમાં બનેલાં કરોળિયાનાં જાળાં સાફ કરવાં જોઇએ. આની જવાબદારી હિંદુઓ અને મુસલમાનો બન્નેની છે. એક વાત સમજવા જેવી છે કે મુસ્લિમ આક્રમણખોરો ભારતમાં હજાર વર્ષ પહેલાં આવ્યા, પરંતુ બહુમતી સમાજ હિંદુ જ રહ્યો. મુસલમાનો લઘુમતીમાં રહ્યા. એટલે આજે હિંદુ ધર્મ પર ખતરો હોવાની વાતો ખોટી છે. બીજી બાજુ,શાસક મુસલમાન હોવા છતાં નાના મુસલમાનો ગરીબ જ રહ્યા. બન્ને ધર્મો અથવા કોમો ગરીબાઈની સમસ્યાનો ઉકેલ શોધી શકી નથી.
    બીજું. આપણા દેશમાં ધર્મ બદલવાનું સહેલું રહ્યું પણ જાતિ પ્રથા ચાલુ જ રહી. ખિલજીના જમાનામાં એના મુલ્લાઓએ મનુસ્મૃતિની અનુલોમ-પ્રતિલોમ લગ્ન વ્યવસ્થા પણ મુસલમાન સમાજમાં લાગુ કરી! એટલે ઉચ્ચ કુળનો મુસલમાન પુરુષ (આરબ કે તુર્ક)નિમ્ન કુળની (ધર્મ પરિવર્તન કરનાર ભારતીય) કન્યા સાથે લગ્ન કરી શકે પણ નિમ્ન કુળનો પુરુષ આરબ કે તુર્ક કન્યા સાથે નહીં. સોહમભાઈની ટિપ્પણીના પ્રતિભાવમાં મેં અમુક વાતો રૅશનલ દૃષ્ટિએ કહી છે તે અહીં ફરી નથી કહેતો. પરંતુ આ બધી સમાજશાસ્ત્રીય ચર્ચાઓ છે અને એના પર ચર્ચા કરવાનું જરૂરી છે. એમાં ભડકવાની જરૂર નથી હોતી. કોઈ વાતની ખબર પડે તો સીધા જ કોઈ હિંદુ અથવા મુસલમાન મિત્રને પૂછવું જોઇએ કે ભાઇ, મેં આમ સાંભળ્યું છે. તારો શો ખ્યાલ છે? આમ કરવાથી દીવાલો તૂટશે.
    તકલીફ એ છે કે બન્ને કોમોમાં નેતૃત્વ જેમના હાથમાં છે એમને મન આ તો રાજકારણ છે. આજ સુધી એક પણ કોમી નેતાએ પોતાના સમાજમાં સુધારાની કેમ વાત નથી કરી? શા માટે બ્રાહ્મણ કે સૈયદ ઊંચા મનાય અને શૂદ્ર કે જુલાહા/ઘાંચી નીચા મનાય? કોમી નેતાઓ આવા સવાલો પર ચુપ રહેશે, કારણ કે એમનો એક સમાન એજંડા છે. એમાં એવી કોઈ વાત કરીને તેઓ પોતાની જ કોમમાં વિવાદનો વિષય બનવાનું પસંદ નથી કરતા.
    હિંદુઓએ એ સમજવાની જરૂર છે કે હિંદુઇઝ્મ અને હિન્દુત્વ અલગ વસ્તુ છે. ગોલવલકરજીએ એમના વિચારને હિન્દુઇઝ્મથી અલગ દેખાડવા હિન્દુત્વ (Hindudom) શબ્દ કૉઇન કર્યો છે. એમણે એમના પુસ્તક We or Our nationhood Defined પુસ્તકની પ્રસ્તાવનામાં જ આ તફાવત સ્પષ્ટ કર્યો છે. બીજી બાજુ મુસલમાનોએ એ સમજવાની જરૂર છે કે ઇસ્લામમાં પુરોહિત વર્ગનું અસ્તિત્વ જ નથી. તો આજે નવી દુનિયાના પડકારોથી અજાણ એવા રૂઢિવાદી મુલ્લાઓનું વર્ચસ્વ શા માટે છે? કોઈ પણ ધર્મગ્રંથ નૈતિકતા શીખવે છે એટલે દરેક વ્યક્તિએ જાતે વાંચવું જોઇએ. અને કુરાન માટે તો આ વાત વધારે સાચી છે. સૂરહ ૩ ની આયત ૭ આમાં માર્ગદર્શક બની શકે છે,
    આ જ કારણસર માણસે ફૉર્મલ ધર્મથી દૂર હટવાની જરૂર છે.

    Like

  19. Sidhi sadi vaat jaja bhage samji mama utari amal ma muki shkti nathi. Balakne nanpanthij kahevatun hoy chheke Muslaman sara nahi, Hindu Kafar chhe, khristi mallechh ganay vigere vigere. Balak avaj maholma uchhre moto thay jethi aa babat gadthuthi bani jay ane
    tema sudhar lavavo khubaj kathin kartan zado ni jem ukhedatan tuti futi jay pan ganth khule nahi. Balpan thi
    eva vicharo ropava joiye ke anubhav bad nakki karay ke e vyakti sari chhe ke khrab.

    Like

  20. નટવરભાઈએ સાવ જ સાચી વાત કહી છે. સુધારાની જરૂર બાળપણમાં છે. માતાપિતા પોતાના પૂર્વગ્રહો બાળકોને ન આપે તો પણ ઘણું મોટું કામ થાય. તે પછી બાળકો મોટાં થઈને જાતે જ દરેકનું મૂલ્યાંકન વ્યક્તિ તરીકે કરતાં થઈ જશે.

    Like

  21. બાળક જન્મે છે ત્યારે જ તેની કોમ જ્ઞાતિ અને ધર્મ સાથે નામ પણ આપી દેવામાં આવે છે અને આ કરી રહ્યા છે બાળકના મા-બાપ ! સમાજમાં પ્રવર્તતા ઉસુલનું અમલીકરણ તમામ સમાજ્માં કરવામાં આવી રહ્યું છે. આ બદ્લી શકાય ખરું ? હિંદુમાં જન્મેલાઓને પણ તેમના નામથી જ કઈ જ્ઞાતિના છે તે પહેચાની શકાય છે ! આ જ્ઞાતિની ઓળખ હવે નવા નામની ફેશનને કારણે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. મને યાદ આવે છે કે કોઈક સ્થળે ઓશોએ આ વિષે વાત કરતા કહેલું કે જો કોમ અને જ્ઞાતિની ઓળખ મૂળમાંથી અર્થાત જન્મથી જ બંધ કરવી હોય તો નામમાં જે ઓળખ છૂપાયેલ છે તેથી સમાજે મુક્તિ મેળવવા સંનિષ્ઠ પ્રયાસો કરવા જોઈએ ! જેમકે હિંદુના બાળકનું નામ મહમદ હોઈ શકે અને મુસ્લીમના બાળકનું નામ શીવશંકર રાખી શકાય ! પરંતુ યક્ષ પ્રશ્ન તો એ છે કે આપણાં સમાજમાં આવા પરિવર્તન માટે હિંદુ કે મુસલમાન આ માટે તૈયાર થસે ખરા ?
    રેશનલી વિચારવું અને પોતાના જીવનમાં અમલમાં પણ લાવવું તે માટે ધરખમ નૈતિક હિમત હોવી તે પૂર્વ શરત છે. આવા હિમતવાન તદન જૂજ સંખ્યામાં મળે છે. જેથી રાજકારણીઓ તો આ કોમવાદ અને જ્ઞાતિવાદ ઉછાળી પોતના હેતુ અને ઉદેશ સફળતા પૂરવક સિધ્ધ કરતા આવ્યા છે અને કરતા રહેશે !
    ટૂંકમાં બાળક્ને જ પુખ્તવયનું થાય ત્યારે પોતાનો ધર્મ નક્કી કરવા દેવાનો અધિકાર આપી રહો ! અને તેના બાળ માનસમાં કોઈ પણ ધર્મ કે ઈશ્વરની પૂર્વ ધારણા જડ ના કરી જાય તેની તકેદારી મા-બાપે રાખવી રહી ! આ હિંદુ કે મુસલમાન મા-બાપ સ્વીકારશે ખરા ?

    Like

  22. I am really obliged and pleased to receive information on this website . Incident of Shri Dr.Ratilal Zaveri is really touchy
    & If every human being on this earth tries to understand this very basic vertue of humanity then I think all these terror
    attacks & killings of inocent people will end.

    Regrads
    Prakash

    Like

  23. I am completing the study of the work left by Shri Ravjibhat Mota and shall put in the same after 4-5 days. Esteemed readers are requested to please remain prepared for a lengthy exposition running into 14-15 pages. It was my dream to study Mota’s thoughts .and am thankful tyo Shri Bipin Shroff and Shri Kothari that they gave this opportunity to me for which I was waiting since 20 years !

    Like

Leave a comment