Join 1,241 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
યાસીનભાઇ જેવા સુજ્ઞ લેખકો વર્ષોથી પ્રયાસ કરતા રહ્યા છે, પણ હવે તો કોમો અને જાતિઓનું જોર ઉલ્ટું વધી ગયું છે. આજે તો ‘ઑનર કિલિંગ’ ચાલે છે. કુટુંબની, કુળની મર્યા્દા માટે છોકરીને મારી નાખો એટલે બસ, કુળની મર્યાદા રહી ગઈ. આવાં તત્વો હવે વધારે જોરથી બોલતાં થયાં છે. આવું કેમ થયું છે? શું સમૃદ્ધિ અને પુરાતનવાદને સંબંધ છે? આજે આપણે મધ્યમ વર્ગનાં માણસો પહેલાં કરતાં તો વધારે સમૃદ્ધ છીએ. સમાજશાસ્ત્રીઓએ અભ્યાસ કરવો જોઈએ.
LikeLike
શ્રી યાસીન દલાલની કોલમનો હું વર્ષો થયા ચાહક રહ્યો છું અને મોટે ભાગે ગુ.સ.માં આવતી તેમની કોલમ નિયમિતા રીતે વાચતો રહું છું. આમ કેમ ? તેવું ભાગ્યેજ કોઈ પૂછે છે અને પૂછે તેને પણ આગુસે ચલી આતી હે તેમ કહી ઉતારી પાડવામાં આપણો સમાજ કમભાગ્યે માહેર છે. નવા પરિવર્તન જો પોતાને અનુકૂળ હોય તો તુરત જ સ્વીકારી લેશે અને જો અનુકૂળ ના જણાય તો જબર જસ્ત વિરોધ કરી જે નવું સ્વીકારે તેની ટીકા/બદનામ કરવા સુધી પહોંચી જશે ! આપણો સમાજ અનુકરણ પ્રિય પણ ખરો પણ જો તે પોતાને અનુકૂળ આવે તો જ ! છાણાં-લાકડાથી રસોઈ કરતા લોકો સ્ટવ અને ગેસ સુધી સ્વીકારતા થય. કેરોસીન છોડી વિજળી સ્વીકારી ! ગાડા છોડી આધુનિક વાહન સ્વીકાર્યા ! અરે ખોરાકમાં પીઝા અને હોટ-ડોગ અને બર્ગર જમતા પણ થયા ! પોશાકમાં પણ પરિવર્તન સ્વીકાર્યું. લાજ અને ઘુમટા લગભગ અદ્રશ્ય થયા ! પરંતુ લગ્ન-મરણ વગેરેમાં હજું પણ 18મી સદીમાં જ જીવી રહ્યા છે. આજે પણ કુંડળીઓ-ગ્રહો અને મરણોત્તર વિધિઓ જેમની તેમ મોટા ભાગના લોકોમાં ચાલુ જોવા મળે છે. વહેમ-શંકાઓ એટલી હદે જડમૂળમાં વ્યાપેલી છે કે મોટા ભાગના બીજી રીતે વિચારવા તૈયાર જ નથી. પોતાની ભૂલ સ્વીકારાવાને બદલે નસીબ કે ગ્રહોની ખરાબ દશા ગણાવનાર જો કોઈ બાબતમાં સફળતા મળે તો તેનો યશ ક્યારે ય નસીબ કે ગ્રહોને કે ઈશ્વરને નહિ આપતા પોતાની મહેનત કે પૂરૂષાર્થને ગણાવતા જોવા મળશે ! સાચું પૂછો તો આજના આ સમયમાં કહેવાતા કે થઈપડેલા બાવાઓ-ગુરૂઓ-મહંતો એમ કહેતા જોવા મળે છે કે ભાવિકે કંઈ વિચારવાની જ જરૂર નથી સઘળું તેમના ઉપર છોડી દો તેમના બદલે તેઓ વિચારશે અને આમ લોકોની વિચારવાની શક્તિનું હનન કરી તદન કુંઠિત કરી દેવામાં આવે છે અને ભાવિકિ આ વાત હોંશે હોંશે સ્વીકારે છે. એક વાત સ્પષ્ટ છે કે વ્યક્તિ પોતે જ આગુસે ચલી આવતી પ્રથા-રૂઢિ કે પરંપરા વિષે પ્રશ્ન ના ઉઠાવે અને સંતોષકારક તર્ક વડે ના સમજે ત્યાં સુધી આ દેશમાં આમા જ ચાલ્યા કરવાનું છે !
LikeLike
good article on the time of festival
wish you very happy diwali and prosperous new year
LikeLike
સરસ આર્ટીકલ ઉપલબ્ધ કરાવવા બદલ હાર્દીક આભાર ગોવીંદભાઈ.
LikeLike
ગોવિંદભાઈ,
યાસીનભાઈ નો આ સારો આર્ટીકલ આપે અહીં મૂકેલ છે, હકીકતમાં પ્રશ્ન પૂછવા જરૂરી છે, પણ પૂછવા તો પૂછવા કોને? તેનો પણ ખ્યાલ હોવો એટલો જ જરૂરી છે.
કોઈપણ ધર્મમાં જડતા નો સમવેશ કરવામાં આવેલ નથી પરંતુ આ બધું તેમના કેહવાતા ધર્મધૂરંધરો ના કારણે જ છે. જો તે હકીકત જણાવે તો તેમના રોટલા કેમ શેકાઈ. અને આમ જ અંધશ્રધા ફેલાવી અને તેઓ લોકોના માનસ પર પોતાની હકૂમત ચલાવવાની કોશિશ કરતાં રહે છે.
http://das.desais.net
LikeLike
હું તો કાયમ લખતો હોઉં છું કે મહાત્માઓએ વિચારવાની બંધ કરેલી બારીઓ ખોલવાનો પ્રયાસ કરો.પણ એ બારીઓ ખુલે તો મહાત્માઓ નો ધંધો ચાલે નહિ.એટલે એ લોકો તમામ શક્ય પ્રયત્નો કરતા હોય કે તમારી આ વિચારવાની બારીઓ ખુલેજ નહિ.ઉલટાનું સમાજમાં વિચારવાનું વધારે બંધ થતું જતું હોય તેમ લાગે છે.પહેલા મને યાદ છે ખાલી અધિકમાસ માં ગામના બ્રાહ્મણ એમને આવડે તેવી કથા કરતા.પછી ભાગવત કથાઓ મોટા મંડપોમાં થતી.હવે તો મોરારીબાપુની કથાઓની બહુ મોટી industry ચાલી રહી છે,એની પાછળ અનેક કથાકરો ફૂટી નીકળ્યા છે.મારી સમજણમાં ઘણા બધા ધાર્મિક પરિવારો વૃદ્ધિ પામ્યા છે.હું નાનો હતો ત્યારે આ ધાર્મિક સંગઠનો ની શરૂઆત હતી.હવે દેશ વિદેશમાં ફેલાઈ ચુક્યા છે.હવે તો રોજ નવા ધાર્મિક સંગઠનો ફૂટી નીકળે છે.ઉલટાનો સમાજ ધર્મો પાછાળ પાગલ થતો જાય છે.પણ આ બધા ધર્મો ને બદલે સંપ્રદાય કહેવા વધુ યોગ્ય છે.ગરબડ એ થઇ છે ભણી ગણીને પણ માણસ નિરક્ષર થતો જાય છે.કોઈ અભણ દોરાધાગા કરે તે સમજી શકાય,પણ ભણેલોયે દોરાધાગા કરતો થઇ ગયો છે.કોઈ ડોકટર એવું કહે કે મારા ગુરુજી ત્રણસો વર્ષના છે ત્યારે આંખોમાંથી આશુ આવી જાય.કોઈ આઈ.ટી પ્રોફેશનલ એવું કહે કે મંદિર(દુકાન) નાં રક્ષણ કાજે શહીદી મેળવેલ ભારતીય આર્મીનાં મોંઘા જવાન માટે એના મહંતે સ્વર્ગમાં સીટ રિજર્વ રાખી છે ત્યારે હસવું કે રડવું?ભાઈ મને તો ઉલટાની વિચારવાની બારીઓ વધુ સજ્જડ રીતે બંધ થતી જતી હોય તેવું લાગે છે.બહુ સારો લેખ દિવાળીમાં મુક્યો છે.ધન્યવાદ.
LikeLike
પ્રજ્ઞાવાદના પ્રભાવમાં પડીને પ્રાજ્ઞનાં જેવા વચનો બોલે છે ! એવો પ્રજ્ઞાવાદ આપણી આજુબાજુ વધ્યો છે, એ આપણી પ્રવર્તમાન પરિસ્થિતિની કરુણતા છે. પ્રજ્ઞાવાદ છે તો સારો, પરંતુ જો આચારથી છૂટાછેડા લે તો આશીર્વાદરૂપ નથી બની શકતો કિન્તુ અભિશાપરૂપ ઠરે છે.ઘણાની દશા એવી જ હતી. એ ધર્મના મર્મને જાણવાનો દાવો કરતા પણ ધર્મપરાયણ જીવન નહોતા જીવતા.
આજના મોટા ભાગના માનવોની અવસ્થા એવી જ છે. અવસર આવતાં એ ધર્મની, ન્યાયની, નેકીની મોટીમોટી વાતો કરી શકે છે, ઉપદેશ-વાણી પણ સંભળાવે છે, બીજાના સુધાર અને સમુદ્ધારનો દાવો કરે છે, પરંતુ એમનું પોતાનું જીવન અધર્મ, અન્યાય, અનૃતથી આવૃત હોય છે. એ પોતાનાં જ સુધાર અને સમુદ્ધારની પ્રવૃત્તિ નથી કરતા. એવા માનવો શાંતિને બદલે અશાંતિની અને સંવાદિતાને બદલે વિસંવાદિતાની જ સૃષ્ટિ કરે છે.
આપણે એવા કોરા પાખંડી પ્રજ્ઞાવાદથી બચીએ અને આપણા સુધાર અને સમુત્કર્ષમાં પ્રવૃત્ત થઈએ તો સારું. આપણે દીવા બનીશું એટલે પ્રકાશ તો આપોઆપ પાથરી શકીશું. ફોરમવંતા ફૂલ થઈશું એટલે ફોરમને ફેલાવીશું. સલિલ ભરેલી સ્વાદુ સરિતા સમાન બનીશું એટલે બીજાની તૃષાને આપોઆપ શમાવી શકીશું.
LikeLike
માનવી અને પશુ પ્રાણીઓમાં તફાવત = “વૈચારીક શક્તિ”. એક માં છે અને બીજામાં નથી.
સમયના અનુસાર માનવી પોતાની વૈચારીક શક્તિનો ઉપયોગ કરીને સમાજમાં જાગ્રતિ લાવી શકે છે – એક વૈચારીક જાગ્રતિ.
સર્વેને નુતન વર્ષાભિનંદન.
કાસીમ અબ્બાસ
LikeLike
Very nice article. Happy Diwali and Prosperous New year to everyone.
LikeLike
This article is right on the `head of the nail’. Thank you Mr. Yashin Dalal for writing and Govindbhai Maru for including on your web-sight Every sensible person believes, but is Not courageous enough to say it boldly. And that is why things continue ‘as is’. We can bring it to the notice of the Society at large and the message will rich to many and will prompt some to Act. In the meanwhile, let us continue `Speaking Out’.
Fakirchand J. Dalal
9001 Good Luck Road,
Lanham, Maryland 20706.
U.S.A.
e-mail: sfdalal@comcast.net
LikeLike
A mind boggling article–I have been waiting for the revolution to come to my community for the past fifty years-alas–they are regressing faster –Best wishes to you all for the new year–Yusuf
LikeLike
સુંદર વિચારો પ્રગટ કર્યા છે.
“સમય વરતે સાવધાન” ઘણુ અગત્યનુ છે.
માણસો પણ ઘેટા-વૃત્તિમા રાચતા હોય છે અને ચીલા-ચાલુ પ્રવૃત્તિમાથી બહાર આવતા ગભરાય છે. દિવાળીના દિવસમા લોકોમા નવીન પ્રકાશ અને જાગૃતિ આવે તે આશા.
LikeLike
Good Article!!!
Wishing Happy Diwali and Prosperour New Year to you and your family…
LikeLike
સોરી મિત્રો,
આ લેખ તદ્દન રસ વગરનો અને માનસીક ગડમથલ, ધડમાથા વગરનો, દિશાહિન અને કોઈ ચોક્કસ નક્કરતા રજુ નથી કરી શક્તો.
“વૈચારીક જાગૃતી વીનાનું જીવન વ્યર્થ છે”
એના બદલે
“આત્મીક જાગૃતી વિનાનુ જ જીવન વ્યર્થ છે”
LikeLike
GOOD ARTICLE.BRINGING CHANGE AND ACCEPTING SAME FOR GOOD IS NECESSARY FOR ALL WE JUNIORS AND SENIORS.WE HAVE TO CONTINUE TO PROVOKE THOUGHTS.THIS TYPE OF ARTICLE CAN BRING JAGRUTI WHICH IN FACT EVERY ONE WANTS.SMALL CIRCLE WILL AND CAN GENERATE BIG CIRCLE OF JAGRUTI.PLEASE KEEP IT UP.
LikeLike
ગોવિંદભાઈ,
નૂતન વર્ષાભિનંદન.
લેખમાં સાચી વાતો કહી છે. દિપક ધોળકિયા, ભુપેન્દ્રસિંહ, અશોકકુમાર, અરવિંદ અડાલજા, પ્રજ્ઞાજુ , ફકિરચંદ દલાલ વગેરે મિત્રોના પ્રતિભાવો પણ ઘણું કહી જાય છે. એમની સાથે પણ સહમત થવું યોગ્ય લાગે છે.
LikeLike
HAPPY NEW YEAR, VERY GOOD
LikeLike
ક્રિયાકાંડ એ જ આજે ધર્મનો પર્યાય બની ગયો છે.
શિવલિંગ પર દૂધની લોટી રેડવા જતી ગૃહિણી રસ્તામાં ગરીબ મજૂરનાં, ભૂખથી રડતાં બાળકને જોઈને રસ્તો ક્રોસ કરી બીજી બાજુ જતી રહે તો શું સમજવું?
તેનામાં રહેલું માતૃત્વ પણ દબાઈ ગયું?
LikeLike
શ્રી ગોવીંદભાઇ તથા ’અભીવ્યક્તી’ના સર્વે શાથી મિત્રો, નૂતન વર્ષાભિનંદન.
શ્રી યાસીન દલાલ સાહેબનાં ’વિચાર વિહાર’નો વર્ષોથી વાંચક-પ્રસંશક રહ્યો છું. અને આથી તેમના વિચારો શાથે સહમતી હોય તેમાં કશી નવાઇ નથી જ. અન્ય ઘણાં મિત્રોના સુંદર, વિચારપ્રદ પ્રતિભાવો બહુ ગમ્યા. અનાયાસે આજે, હમણાં જ ઘટેલી એક ઘટનાની વાત માત્ર કરીશ, જેને સીધો તો આ લેખ શાથે કશો સંબંધ નથી પરંતુ વિચારયોગ્ય તો છે જ.
કોમ્પ્યુટર શરૂ કરતા પહેલાં આજનું ’KBC’ જોયું. આજે એક સ્પર્ધક ’પ્રશાંત’ એક કરોડની રકમ જીતી ચુકેલો અને બોનસ પ્રશ્ન પાંચ કરોડ માટે, જેના ઉત્તરની તેને જરા પણ જાણકારી ન હતી, તથા તેના મા-બાપ અને એક્સપર્ટ સહીત સૌની સલાહ હતી કે એક કરોડ લઇ ક્વિટ કરવું યોગ્ય છે. ત્યારે તેણે કહ્યું હું હંમેશ ગણેશજીનું સ્મરણ કરી તેની સલાહ મુજબ વર્તુ છું !! અને (તેના મુજબ !) ગણેશજીએ સલાહ આપી કે આગળ વધ ! રમ્યો અને તેના કમભાગ્યે (કે પછી વધુ પડતા આત્મવિશ્વાસ કે બુદ્ધિથી નહીં પણ માની લીધેલી શ્રદ્ધાથી વિચારવાને કારણે !) હાર્યો ! અને જીતેલા એક કરોડ પણ ગુમાવ્યા.
વૈચારીક જાગૃતિ એક કરોડ અને ૩,૨૦,૦૦૦ જેટલો ફરક પાડી શકે છે. આશા રાખું મારો કહેવાનો અર્થ સૌને સમજાયો હોય. આભાર.
LikeLike
KBCના પ્રશાંતની અંધશ્રદ્ધાનું પરિણામ જોઈને મેં પણ અશોક્ભાઈ જેવું જ અનુભવ્યું. એમના પિતા અને એડવાઈઝરની વાત ન માની અને ગણપતિબાપાનું સ્મરણ કરીને અંધારામાં ભૂસકો માર્યો. જુગારી માનસિકતાનું પ્રદર્શન ગણેશ ભગવાનને નામે!
LikeLike
શ્રી દિપકભાઇ, આભાર.
દંતકથાનુસાર, ગણેશે માત-પિતામાં સમગ્ર બ્રહ્માંડ જોયેલું (પેલી માત-પિતાને પ્રદક્ષિણા કર્યાની કથા છે ને), અને આવડા આ મિત્રએ પિતાના આદેશનું ઉલ્લંઘન કરી ગણેશજીનો (મનથી ધારી લીધેલો) આદેશ માન્યો !! ગણેશજી પણ હવે કેમ બચાવે ! અહીં કોઇની મજાક ઉડાવવાનો ઇરાદો નથી પરંતુ લેખકશ્રીએ ઉલ્લેખ્યા મુજબ, માથાના દુઃખાવા માટે પણ એસ્પ્રોને બદલે ’ઈશ્વર’ને કષ્ટ આપવાની મગજમાં ઘુસી ગયેલી માનસિકતાનું અને ’મગજનું વેન્ટિલેશન’ કેમ બંધ થાય છે તેનું એક વધુ ઉદાહરણ રજુ કરવા માત્રનો છે.
LikeLike
જય હો KBC ની, …………. “મેરા ભારત મહાન”
LikeLike
શ્રી યાસીનભાઈના લેખોમાં ખૂબ સચ્ચાઈ રહેલી હોય છે. મને એમના લેખો વાંચવાનું ખૂબ ગમે છે. સરસ લેખ બદલ આભાર.
જય
LikeLike
*********આપણે બીનસાંપ્રદાયીક બંધારણ અપનાવ્યું; પણ હજુ સુધી આપણી પ્રજામાં ઉદારમતવાદી વલણ ઉતર્યું નથી. માત્ર બંધારણમાં સમાનતા અને એકતા શબ્દ લખવાથી સમાનતા આવી જતી નથી. એને માટે આપણું માનસીક વલણ પાયાથી બદલવું પડશે.
ધર્મ કે ઉપાસના પદ્ધતીને આધારે માણસ સંગઠન રચે છે, એની કોમ કે જ્ઞાતી બને, અને પછી એ એકમેકના સહકારને બદલે ઘર્ષણમાં પરોવાય અને આવા કહેવાતા ક્રીયાકાંડોના રક્ષણ માટે લડાઈઓ કરે. એ વીજ્ઞાનના વીકાસની હરણફાળના યુગમાં અત્યંત બેહુદું લાગે છે.****
૧. તો પછી સદીઓથી ભારતમાં પણ શું થઈ રહ્યુ છે??
૨. શું ભારત પણ આવા પાપોથી અળગુ છે??
૩. અત્યાચાર તો અહિં પણ થઈ રહ્યો છે ને??
૪. ભલુ થજો અંગ્રેજોનુ જેમણે ભારતને આજે વિશ્વસ્તરીય જ્ઞાન આપ્યુ નહિ તો આજે પણ ક્ષુદ્રોએ પાછળ ઝાડુ બાંધીને ચાલવુ પડતુ હોત, વિધવાઓએ ઘરના એક ખુણે બેસીને જીવન ઢસરડ્વુ પડત, સ્ત્રીઓ અને ક્ષુદ્રોને શિક્ષણ ના મળ અને આંબેડકરજીને બૌધ્ધ ધર્મ અપનાવવો જ ના પડ્યો હોત ને?
આવા ઘણાએ વિચારો ફુટી નિકળે છે પણ લોકોને જ્ઞાનની મીઠી મીઠી વાતોમાં ફોસલાવીને આંખે જ્ઞાનના-સમજના-શિક્ષણના ઠેબા ખવડાવનારા પાટા બાંધીને માનવસમાજની સાચા ઉધ્ધારને બદલે સદાયે નાશ થનારી દિશાભુલ કરાવવુ એ પણ શૈતાની કામ નથી શુ? સારો સારો ઉપદેશ આપવા કરતા જતુ કરવા અને એજ સદીઓના હક્કોને જતા કરવા છે કોઈ તૈયાર, કોઈ ક્ષુદ્રનુ કામ કરવા તૈયાર નથી, આજે ક્ષુદ્ર ક્ષુદ્ર છે એના જવાબદાર યાસીન દલાલ અને અન્ય ભટકાવનારા બુધ્ધુ બુધ્ધીજીવીઓ જ છે, જે પોતાના સમાજને તો સુરક્ષા બક્ષે છે પણ નિમ્ન સમાજોને ઘ્રુણા અને એમના પાપોના ભોગવનારા માને છે……
આજે ભારત ખરા અર્થમાં સ્વતંત્ર નથી એના જવાબદાર આ સર્વ બુધ્ધુ બુધ્ધીજીવો જ છે અન્ય કોઈ નહિ……..
LikeLike