સમજણનો સુરજ

સમજણનો સુરજ

દીનેશ પાંચાલ

દીમાગમાં વીચારોનું ગુમડું પાક્યું છે. શ્રી મનસુખ નારીયાની નીચેની કવીતાએ એમાં સોયની ગરજ સારી. કવીતાની પંક્તીઓ પર એક નજર કરીએ.

હું હવે થાકી ગયો છું માણસોથી, રાતને દીવસ સતત એ કંઈને કંઈ માગ્યા કરે *  બંઘ આંખે, હાથ જોડે, શીશ ઝુકાવે, ઘુંટણીયાભેર થઈ જઈને પગે લાગ્યા કરે… *  ધુપને દીવા કરે, પુજન કરે, અર્ચન કરે છે ને કથાકીર્તન, હવન–હોળી કરે, મારી સર્જેલી બઘી વસ્તુઓથી લલચાવે… મને ફળફુલ, નૈવેદ ને શ્રીફળ ધરે… માગણીની રોજ માળા ફેરવે, મણકા ગણે ને કોથળીમાં હાથ સંતાડ્યા કરે… હું હવે થાકી ગયો છું માણસોથી * આ સકળ બ્રહ્માંડ ચૌદે લોકમાં નીવાસ મારો છે ધરા, પાતાળ ને આકાશમાં… * તો પણ મને પુરે છે મંદીર – મસ્જીદોની જેલમાં, છું હું ઘણાં યુગોથી કારાવાસમાં, * હું એક ઉર્જારુપ છું પણ સૌ અલગ નામે, અલગ રુપે હજારો ઘર્મને સ્થાપ્યા કરે… હું હવે થાકી ગયો છું માણસોથી * માણસો સર્જીને કીઘી ભુલ મેં, આજે જુઓ એ મુર્તીઓ મારી જ સર્જે છે * હવે એ ડુબાડે છે, વીસર્જન પણ કરે છે, ઉત્સવો નામે સતત ઘોંઘાટ ગર્જે છે હવે… * રોડ પર કાઢીને શોભાયાત્રા, ડીસ્કોને ડીજે. તાલમાં જાહેરમાં નાચ્યા કરે… હું હવે થાકી ગયો છું માણસોથી… * માંગણી છે એડમીશન ને પરીક્ષામાં ટકા ને નોકરી–ઘંઘો… સગાઈને સીમંત… * બંગલોને કાર, સીદ્ઘી–સંપત્તી ને રોગમુક્તી… એવી અઢળક માંગણોઓ છે અનંત… એ મંત્રેલા દોરાઘાગાઓ અને તાવીજ બાંઘી મારી કાયમ માનતા માન્યતા કરે… * હું હવે થાકી ગયો છું માણસોથી…!

હવે મુળ વાત પર આવીએ. ઘણીવાર ચર્ચા થાય છે સાચું રેશનાલીઝમ છે શું? આખરે તો એ સત્યનો અર્ક છે. આપણે સૌ તે સત્યને સમર્પીત છીએ, નહીં કે સત્ય આપણને… ‘સત્ય‘ એ ફીલ્મ ડાયરેક્ટરનો કેમેરો નથી કે તે માણસની પાછળ દોડે. સત્યની ઘડીયાળ સ્વયંસંચાલીત છે તે સારું છે; નહીંતર માણસે અનેકવાર પોતાની અનુકુળતા પ્રમાણે કાંટા ઘુમાવ્યા હોત. ફુલટાઈમ સત્યને જ સમર્પીત હોય એવા નાસ્તીકોના વીચાર કેવા હોઈ શકે… ચાલો, કલ્પના કરીએ.

ઈશ્વરના હોવા ન હોવા અંગે અમારો કોઈ હઠાગ્રહ નથી. જે દીવસે ઈશ્વર છે એ બાબત પર વીજ્ઞાનનો આઈ.એસ.આઈ. માર્ક જેવો સીક્કો  લાગશે તે દીવસે ઈશ્વરને સૌથી પહેલાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અમે કરીશું. અમારા તો બન્ને હાથમાં લાડુ હશે ! (1) રૅશનાલીઝમના નશામાં અમે ઈશ્વર અંગેની ઈર–રૅશનલ વાતોનો જોરદાર વીરોધ કરતા રહ્યા તે ભુલનું ભાન થશે. અને (2) વીજ્ઞાનની ચાળણીથી હજાર વાર ચળાઈને સો ટચના સોના જેવું સત્ય સામે આવ્યું છે તેનો આનંદ તો જેવો તેવો નહીં જ હોય. રેશનાલીઝમની પરીક્ષામાં નાપાસ થવા બદલ અમે સમાજને પેંડા વહેંચીશું. કારણ કે ખોટો દાખલો ગણવાના દુ:ખ કરતાં સાચો જવાબ લાઘ્યાનું સુખ અનેકગણું ચડીયાતું હશે.

સદીઓથી કેટલાક પ્રશ્નોએ અમારા દીમાગનું દહીં કર્યું છે. વીજ્ઞાન અને વાસ્તવીકતા, એ બે વચ્ચે ઈશ્વરનું અસ્તીત્વ સતત શંકાશીલ રહ્યું છે. વીજ્ઞાન અને ટૅકનોલોજીથી પોરસાઈને અમે ઈશ્વર વીરોઘી વીચારોનો પ્રચંડ પ્રસાર કરતા રહ્યા. અમારી એ વૈજ્ઞાનીક અન્ઘશ્રદ્ઘા બદલ અમે ક્ષમાયાચના કરીશું. નવેસરથી અમારા દીમાગને ‘ફોરમેટ‘ કરીશું. ઈશ્વર અંગેના નવા વીચારો વડે આખેઆખા રૅશનાલીઝમને ‘અપડેટ‘ કરીશું. અને વચન આપીશું કે પુરું જાણ્યા–સમજ્યા વીના અમે કદી ઈશ્વર, ઘર્મ કે પુજાપાઠ વગેરેની ઠેકડી નહીં ઉડાવીએ. પ્રાયશ્ચીત્ત કર્યા પછી ઈશ્વરની રહેમ દૃષ્ટી પ્રાપ્ત થશે તો અમારું અજ્ઞાન દુર કરવા એકબે સવાલ પુછીશું. દેશના કરોડો શ્રદ્ઘાળુઓ વર્ષોથી તરેહ તરેહના કર્મકાંડો કરતા આવ્યા છે; છતાં તેમનો કેમ ઉદ્ઘાર થતો નથી ? (થતો હોય તો તેની ઠોસ સાબીતી કેમ નથી મળતી ?) હજાર વાર બલ્બની સ્વીચ પાડીએ તો તે હજાર વાર સળગે જ, તેવી ગેરેન્ટેડ ફલશ્રુતી કર્મકાંડોમાં કેમ પ્રાપ્ત થતી નથી ? એકવાર સફળ થતો ભુવો, તે જ પ્રકારના બીજા નવ્વાણું કેસમાં કેમ નીષ્ફળ જાય છે ? અમીતાભ બચ્ચન કે શાહરુખ ખાન ગમ્ભીર માંદગીમાં પટકાય ત્યારે દેશ આખો પુજા–પાઠ, હોમ–હવન કે પ્રાર્થના કરે છે. પણ અન્તે તો તેઓ તબીબી સારવારથી જ સાજા થાય છે – એવું કેમ ? હીન્દી ફીલ્મોમાં મુર્તી પરથી ફુલ પડે તેવી સાંકેતીક પરીભાષામાં ઈશ્વર કેમ તેના આશીર્વાદની પહોંચ મોકલતો નથી ? ઈશ્વર, પુજા–પાઠ, શ્રદ્ઘા–ભક્તી વગેરેમાં સૌનો વીશ્વાસ ટકી રહે તે માટે પણ કયારેક તો તેની સાબીતી મળવી જોઈએ કે નહીં ? અન્ધારામાં શ્રદ્ઘાની તીરન્દાજી કયાં સુઘી કર્યા કરવી ?

જયોતીષવીદ્યા, વાસ્તુશાસ્ત્ર, મન્ત્રતન્ત્ર, ભગત–ભુવા, બાધા–આખડી, મન્ત્રેલું પાણી, તાન્ત્રીક વીદ્યા વગેરેને વગોવવામાં અમે પાછું વળીને જોયું નથી. તે સૌની અમે જાહેરમાં લેખીત ક્ષમા માંગીશું અને વચન આપીશું કે હવેથી અમે એ બઘા વીશે અપપ્રચાર નહીં કરીએ. બલકે તેના ચરણોમાં પડીને આજીજી સહીત નમ્રભાવે એટલું જરુર પુછીશું કે, ભગત–ભુવાથી જો ભાગ્યના લેખ પલટાઈ શકતા હોય તો ભગત–ભુવા પોતે કેમ દુ:ખી થાય છે ? (ક્યારેક ભાગ્યના લેખ પલટાતા જોવા મળે, તો તેવી સફળતા વારમ્વાર–હમ્મેશાં કેમ નથી મળતી ?) ભગત રોગો સાજા કરી શકતો હોય તો દુનીયાની કરોડો હૉસ્પીટલો કેમ દરદીઓથી ઉભરાય છે ? આજપર્યન્ત કેટલાય જયોતીષીઓ ક્રીકેટ કે ચુંટણી જેવી બાબતોની ચેલેંજ ઉપાડીને અન્તે હારી ગયા છે. તે જ્યોતીષીઓ પાખંડી અને અઘુરા હોય તો તે સમયે સાચા જ્યોતીષી  હોવાનો દાવો કરનારા માણસો/ જ્યોતીષીઓ કેમ આગળ આવીને સાચો ખુલાસો નથી કરતા ? ભગતો કે તાન્ત્રીકોને અમારે એ પુછવું છે કે, તેઓ દુ:ખો દુર કરી શકતા હોય તો પોતે માંદા પડે છે ત્યારે કેમ હૉસ્પીટલમાં દોડી જાય છે ? અમારે શ્રદ્ઘાળુઓની ઠેકડી નથી ઉડાવવી; પણ સત્ય અને સંશય વચ્ચે ચાલતા આ ગજગ્રાહમાં સત્ય કોના પક્ષે છે તે જાણવું છે. રોકડા રુપીયા જેવી જ, શ્રદ્ઘાની ફલશ્રુતી હજી કેમ મળતી નથી ?

અમે જુઠા હોઈએ તો સજા ભોગવવા તૈયાર છીએ. પણ રહી રહીને પ્રશ્ન થાય છે કે શા માટે આજપર્યન્ત, ડૉક્ટરો જેટલીવાર સફળ થયા છે તેટલી વાર ભુગત–ભુવાઓ સફળ થયા નથી ? જ્યોતીષીઓએ કરેલી આગાહી કરતા વિજ્ઞાને કરેલી આગાહીઓ જ કેમ વઘુ સાચી પડે છે ? સત્યશોઘકોએ વખતો વખત જાહેર કરેલાં લાખો રુપીયાનાં ઈનામો હજી કેમ વણજીતાયેલાં–અકબન્ઘ છે ? મન્ત્રતન્ત્ર કે મેલી વીદ્યાથી ‘‘મુઠ’’ મારીને બેહોશ કરી દેતા માણસોના એ કરતબમાં જો દમ હોય તો, આજે લાખો હૉસ્પીટલોમાં દરદીઓને ઓપરેશન પહેલાં એનેસ્થેસીયા આપવામાં આવે છે; તેને બદલે  ‘‘મુઠ’’ મારીને બેહોશ કરી ઓપરેશન કરવામાં કેમ નથી આવતા ? બીજાનું કાળજું ખાઈ જતી ડાકણ પોતાનું કાળજું બગડે ત્યારે કેમ લાચાર બની જાય છે ? (ડૉક્ટરોએ તેના લીવરનું ટ્રાન્સપ્લાન્ટેશન કરીને તેને જીવતદાન આપવું પડે એવી લાચારી તેણે કેમ વેઠવી પડે છે ?) અખબારોમાં જ્યોતીષવીષયક સવાલોના જવાબ આપતો કોઈ જ્યોતીષી, પોતાની દીકરી ભાગીને ક્યાં સંતાઈ છે તે કેમ નથી જાણી શકતો ? (બલકે પછી રમુજ એ થાય છે કે જે અખબારોમાં તે લોકોને મુંઝવતા સવાલોના જવાબો આપતો હોય તે અખબારમાં જ તેણે દીકરીનો પત્તો આપનારને યોગ્ય બદલો આપવાની જાહેરાત છપાવવી પડે છે !) વાસ્તુશાસ્ત્રના પ્રખર નીષ્ણાતો પોતાના બંગલામાં ઉદ્ ભવતી સમસ્યાઓ કેમ દુર કરી શકતા નથી ? યજ્ઞોથી દુષ્કાળ કેમ અટકાવી શકાતો નથી ? સુનામી કે ઘરતીકંપને કેમ રોકી શકાતાં નથી ? પ્રશ્નોનો પાર નથી. એ બધા પ્રશ્નોના જવાબો કોણ આપશે ? એ કારણે જ ઈશ્વરની ફરીયાદ સમી, લેખના અન્તે ‘ધુપછાંવ’માં આપેલી શ્રી મનસુખ નારીયાની નીચેની કવીતા અમારા કાનમાં સંભળાયા કરે છે : –

ધુપછાંવ


આંખ ખુલે તો સારું !

–મનસુખ નારીયા–

મોડીવહેલી આપણ સૌની આંખ ખુલે તો સારું !

નહીંતર સુરજ સામે જુઓ તોય હશે અન્ધારું.

હોમ, હવનનાં કુંડાળાંનો રહ્યો છે ઘેરાવો,

વીચારોનાં માંદળીયાંઓ માણસને પહેરાવો

ક્યાં સુધી સૌ પીધા કરશે ચરણામૃતનો દારુ ?…

મોડીવહેલી આપણ સૌની…

ચમત્કારને નામે પોલમ્પોલ બધાયે ખેલ,

સમજી લે વીજ્ઞાન બધાયે સામે છે ઉકેલ,

પુરાવા–આધાર વગર કાં સ્વીકારે પરબારું ?…

મોડીવહેલી આપણ સૌની…

તું સદીઓએ બાંધેલા દોરા–ધાગાઓને છોડ,

તું વહેમો પાછળ ઉંધે માથે કર મા દોડંદોડ,

જે ઘેટાંઓની જેમ જીવે છે એને કેમ સુધારું ?…

મોડીવહેલી આપણ સૌની…

દુર દુરના ગ્રહો અમસ્તા તને જ શાથી નડે ?

જ્યોતીષ, જન્તર–મન્તર, વાસ્તુ ચક્કરમાં કાં પડે ?

અન્ધ બનેલી શ્રદ્ધાઓમાં કર મા જીવન ખારું ?…

મોડીવહેલી આપણ સૌની…

– મનસુખ નારીયા,

આચાર્ય, એમ.વી. પટેલ હાઈ સ્કુલ, માતા વાડી, વર્ષા સોસાયટી, વરાછા રોડ, સુરત–૩૯૫ ૦૦૬

(સભ્ય: ‘સત્યશોધક સભા’, સુરત)
ફોન: (0261) 254 5772 મોબાઈલ–94268 12273

ઈ–મેઈલ: vu2mnariya@gmail.com

@@@@@

દીનેશ પાંચાલ

ગુજરાતમીત્ર, દૈનીક, સુરતની તા. 15 ઓગષ્ટ, 2010ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર જીવન સરીતાના તીરેમાંથી.. લેખકના અને ગુજરાત મીત્રના સૌજન્યથી સાભાર

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: (02637 242 098) સેલફોન: 94281 60508

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

પોસ્ટ કર્યા તારીખ: 3–12–2010

આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. પીડીએફ મારી પાસે તૈયાર જ છે, તરત મોકલીશ.25 Comments

 1. It is a very good article. It requires self courage , determination to come out from this circle. A true teacher will always help. Never believe and folllow somebody. A mistake is better than so called success.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

 2. દુર દુરના ગ્રહો અમસ્તા તને જ શાથી નડે ?
  જ્યોતીષ, જન્તર–મન્તર, વાસ્તુ ચક્કરમાં કાં પડે ?
  અન્ધ બનેલી શ્રદ્ધાઓમાં કર મા જીવન ખારું ?…

  સરસ.. જાણે ચાણક્ય વાણી!

  મોડીવહેલી આપણ સૌની…
  સક્ષમ કવિની નિખાલસતા પ્રેરક અને ભાવપૂર્ણ .દેખતા પણ જે સ્તરને આંબવા ઊણા ઉતરે એ હદે આ કવિએ સંવેદનાઓને અત્યંત પ્રભાવી શૈલીમાં કાગળ પર કંડારી એક અનન્યતા વહેતી મૂકી છે.કેવળ આંખ હોવી એ દેખતા સાબિત થવા પૂરતું નથી જરૂરી છે દ્રષ્ટિ કેળવવાની ! કુદરતે રાખેલી મણા ને પડકારી કવિએ એ સાબિત કરી બતાવ્યું છે

  Like

 3. સરસ લેખ અને શ્રી મનસુખભાઇની કવિતા પણ ખૂબ જ સરસ.

  સમજી લે વીજ્ઞાન બધાયે સામે છે ઉકેલ,

  પરંતુ કહેવાતા સંતો અને કથાકરો તો વિજ્ઞાન પાસે નહીં માત્ર સદગુરોઓ અને ગ્રંથોમાં જ ઉકેલ મળશે તેવા ખોટા ઉપદેશો આપી વિજ્ઞાનની ઉપેક્ષા શીખવીને ગેરમાર્ગે દોરે છે લોકોને.

  Like

 4. બહુ સારો લેખ. ખરેખર rationalismની ભાવના પણ એ જ છે. ઈશ્વરમાં માનવું કે ન માનવું એ જુદી વાત છે.ઇશ્વર હોવાનું નક્કી થાય તો માનવું. પણ જે હોય તે નકરી શ્રદ્ધાનો વિષય ન જ હોય. આમ છતાં ઇશ્વરના નામે થતાં પાખંડો વિશે વિચાર કરવાની ફરજ તો ખરી જ ને! આપણી પરંપરાઓ પર ઐતિહાસિક દૃષ્ટિ નાખવાની અને સમ્ય પ્રમાણે એમાં સુધારા ્કરવાની જરૂર તો ખરી જ. ધર્મ એટલે મૂલ્યબોધ. એના વગર તો કોઈ જીવી જ ન શકે. પણ મૂલ્યબોધ માટે ટીલાંટપકાં, ગોળ ટોપી કે મંદિર-મસ્જિદની જરૂર નથી.

  Like

 5. ભાઈ શ્રી દિનેશ પંચાલ,

  અભિનંદન, આપનો અદભુત લેખ વાંચ્યો અને માણ્યો.

  સાથે શ્રી મનસુખ નારિય ની માર્મિક કવિતા પણ બહુ ગમી અને માણી.

  “આંખ ખુલે તો સારું” સાચેજ દ્રષ્ટિ કેળવવી વાત બહુજ ગમી. સત્ય શોધન ની વાત પણ એટલીજ ગમી.

  સત્ય ને દ્રષ્ટિ ના પાયામાં મૂળ-ભૂત/પાયાનું સત્ય કામ લાગી શકે… કે

  આપણે આપણી મરજી-વગર આ જગત માં આવ્યા છીએ
  અને
  આપણી મરજી-વગર કશુએ લીધા વગર જગત છોડી જતા રહેવાના છીએ

  તો તે દરમ્યાન ની અવસ્થા માં જે આપણી ચેતના ને યોગ્ય/ગમે તે કાર્ય સભાનતા પૂર્વક કેમ ન કરવું?
  કારણ
  સ્વ અને પર ચેતના તો એકજ છે, માટે જે મારી ચેતના માટે યોગ્ય હશે તે બીજી ચેતના ને માટે પણ યોગ્ય જ હશે

  તો પછી તે બદલ શંકા શું કારણે અને દ્રઢ શ્રદ્ધા કેમ નહીં?

  જન્મ અને મૃત્યુ વચ્ચે…. શ્રદ્ધા એજ જીવન

  એમાં કોઈ શું કહેતુતું? … માટે વિચલિત થવાની શી જરૂર?

  અસ્તુ,

  શૈલેષ મેહતા ટે.# ૩૧૨ ૬૦૮ ૯૮૩૬

  Like

 6. દિનેશભાઈનો લેખ અને મનસુખભાઈ નારીયાની કવિતા ખરેખર પાકી ગયેલા ગુમડા માટે સોયની ગરજ સારે તેવી લાગી.! આભાર કે તમે સરસ મજાના ઇન્જેકશનો વખતોવખત માર્યા કરો છો, ક્યારેક તો સોનાનો સુરજ ઉગશે જ કે લોકોને આવી સોયની જરૂરત નહિ પડે.! ગોવિંદ(ભાઈ), બોલો હરિ ગોપાલ બોલો.!

  Like

 7. Yugo purani aa andhshraddha to ek vepar chhe.

  Sau koi Laxmi na pujak chhe. Vepar ma Uullu banavta sau koine aavde.

  Sarasvati ne kon pichhane chhe ?

  Je divase Sarasvati / Vignan na pujako jitase te divase jagma prakash thase.

  Bane to ” Lato ke bhut bato se nahi maante ” no kayedo amal ma muko to kaik bhalu thai.

  Amrut(Suman)Hazari.

  Like

 8. મહદઅંશે વાત સાચી છે. પરંતુ ઈશ્વરનું અસ્તિત્વ હોવું અને તેનું પ્રમાણ પણ હોવુંજ જોઈએ એ કદાચ દુરાગ્રહ ગણાય. કેમકે કેટલીક વસ્તુ અનુભવી શકાય જોઈ ના પણ શકાય.

  છતાં લેખ દિલચસ્પ છે. અભિનંદન.

  Like

 9. અશ્વિનભાઈ,
  Rationalist વિચારધારામાં પણ તર્કથી ઇશ્વરનું અસ્તિત્વ સાબીત કરનારા વિદ્વાનો છે. એ રીતે Rationalism અને Atheism વચ્ચે અંતર છે. એટલે ઈશ્વર વિશેની ચર્ચાને હાલ પૂરતી બાજુએ રાખીએ અને પરંપરાઓમાંની અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયત્ન થાય તો પણ ઘણું મોટું કામ થાય. આવી સૌથી મોટી અને સૌથી વધારે નુકસાન કરનારી પરંપરા જાતે કશા ખાંખાખોળા ન કરવાની અને બીજા પર આધાર રાખવાની છે. કોઈક કહે કે ‘શાસ્ત્રોમાં કહ્યું છે…” બસ, તે પછી આપણે પોતે ‘શાસ્ત્રો’ જોવાની પણ કોશિશ નથી કરતા હોતા.

  Like

 10. Asvinbhai,
  lakhan sathe 100% sahamat chhu.
  aava lekhano ghanaj vachya chhe .game pan chhej.
  p……a….n… amal ma shu? 1000 pgathiya chadavana lekho vanchanar karta 1 pagthiu pan chadanar vaghare saro
  munga pranio ni seva karavana dekhada karava vala karata
  a pranioni manu duath tene n pivadavine pote pigya,ane aaje
  have seva karava niklya chhe ? hu praniona hakkanu dudh pito nathi atale aajna kmjor jinavar mate kamase kam huto jvabdar nathij.
  Dr.Mahilesh Baxi

  Like

 11. A very good thought given in your article by Shri Panchal & Poetry by Mansukhbhai.

  We all human being when in trouble particularly in india
  fall under so called Tantrik,Jyotishi etc. But what ever thought
  given in this article is facts and some time We all ask ourselves that in a plan crash 170 people have died so was their same fate was predicted for them by Jyotishi Or their Janma Kundali ?

  In india We match Kundali of a Boy & Girl and it matches then We go further for their marriage .But soon after two or three years they get divorced and start thinking Are ! their Kundali was matched then why this thing happened.We have seen lot of boys and girl who are being labled with MANGAL DOSH and
  are deprived of getting marraiage till the age of 35 to 40 years of age and get frustrated.Our Society in India is still under influence of these kind of ‘ANDH SHRADHA” and that is why these kind of articles written by you is eye opening for all of us.

  Regrads
  Prakash Mehta

  Like

 12. સુંદર લેખ અને તેને અનુરૂપ મનસુખભાઈની સુંદર રચના.
  ધર્મગુરૂઓ, પુરોહીતો, વાસ્તુશાસ્ત્રી વિ. પોતાના ધંધાનો વિકાસ સાધવા લોકોને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવતા હોય છે.
  આમાંથી ભણેલાઓ પણ બાકાત નથી. લોક-જાગૃતિ લાવવાની જરૂર છે.

  Like

 13. આટલી સુંદર અને અસરકારક રજૂઆત ગૂંચવાયેલા ,અટવાયેલા ,ભ્રમિત થયેલા કઈ કેટલા જણને ઢંઢોળવા માટેનું ઉત્તમ હથીયાર છે. માણસનું પ્રોગ્રામ થયેલું મન તસ્થાતાથી વિચારવાનું ,સમજવાનું અને અન્વેષણ કરવાનું સાવજ ભૂલી ગયું છે. અરે બીજી ક્યાં વાત કરવી પણ પોતાના અસ્તિત્વ પ્રત્યેની જાગૃતિ મારામાં અને તમારામાં કેટલી છે,તે તો ક્યારેક ચકાસી જોજો.

  Like

 14. સુંદર લેખ તથા પદ્ય.
  પશ્ચિમના લાઇબ્નીઝ નામના ફિલસૂફરે કહ્યું છે કે, ‘સત્ય સાચું બનતું નથી જો કોઈને ખબર ન પડે તો ! સત્ય સાચું ત્યારે જ બને છે જ્યાંરે બધાને ખબર પડે’

  “મોડી વહેલી આપણ સૌની આંખ ખુલે તો સારું !”

  Like

 15. મૂળ વાત સ્વ-ચેતના ની છે..
  શું હું ચેતના છું?
  શું હું પર ચેતના ને ઓળખી શકું છું ?
  હું ચેતના મય થઇ જીવી શકું છું?
  શુદ્ધ આચરણ કરી શકું છું?
  જયારે ચેતના દ્રષ્ટિમાં પ્રવેશે
  ત્યારે આંખ ખુલી કહેવાય
  સ્વ (= મન,બુદ્ધિ ચિત્ત અને અહંકાર ના સ્પંદનો) માં થી બહર નીકળી ચેતના-મય થવાય
  પછી નું બધું સહેલું છે..
  હા,એમાં ફોર્બ્સ લીસ્ટ માં નામ ન આવે
  પણ નામ વાળા બધું અહીં જ મૂકી ને ગયા છે..
  ચેતનવંતા એમાં થી બોધ લે છે
  અને પોતા ના ધ્યેય ને પામે છે
  અસ્તિત્વ એજ ચેતના , એજ ઈશ્વર અને એજ મોક્ષ

  શૈલેષ મેહતા
  ટે. # ૩૧૨ ૬૦૮ ૯૮૩૬
  શિકાગો

  Like

 16. BLIND FAITH is at the base of most of our Problems. The Structured Religions in present-day society, East and West, survive and prosper because of this. The outward Symbols of them are Temples, Churches, Mosques, Gurudwaras, etc. RITUALS and DOGMAS are the MEANS to Lead them in the Darkness of the PAST as TRADITIONS, difficult for many to Understand and Question.

  The Sufferings of to-days mankind are due to Inaction and Belief in FATE . Purushartha is KARMA. GEETA has explained it clearly. “To Do your DUTY” is DHARMA”. “Self-Help is the Best Help”. It preserves one’s SELF-RESPECT. Hard work and Persistence with Education and Experience are Needed to SUCCEED. It is A Ladder and one can Get-On and Climb, One Step at a Time. Even a Child Learns to Walk, One Step at a time. It Falls and Gets Up and Tries again. There is a saying in Gujarati “Karta Jaal Karoliyo, Bhonya Padi Gabharaaya,…..” Finally, it Succeeds. This is the “Law of Nature”. “Failures are the Pillars of Success”. “Dig, Dig and you will Get Diamonds”. Diamonds are at the lowest point in Land after Coal, Oil, Iron, Gold and Finally. Diamonds.

  “COURAGE of Conviction” is necessary to Raise one’s Opposition to Traditions and Religions based on them. NATURE, NOT GOD, is the REAL name of Bounties provided to Human Beings It is Beginning-less and End-less. “Matter Never Destroys, It Transforms”. All the Developments in the Civiliazation occured by Efforts of THINKING Human Beings. That is the “Theory of Evolution” by Darwin. ALL the Religions of the World Believe and Promote the “Theory of Creation” (by God). This is the Starting Point of “Blind Faith”.

  This is Why the Rationalists forsake BELIEF and ask for SCIENTIFIC PROOF. In effect, they are trying to be Realists, Facing the Facts, and “Move On”. Civilizations are Developed by Human Beings over Millenia- Thousands of Years, leading from “Naked Monkeys Living on Trees, to Evolved Human Beings living in Homes”. Religions, “Groping in the Darkness of The PAST”, Telling Made-Up Stories, can Never Achieve these “Man-Made Miracles of Efforts” and “Use of Intelligence through Fundamental Laws of Science”.

  Let us Promote Knowledge and Science, Oppose and Ignore Blind Faith of Religions and Progress through Hard Work. SUCCESS is bound to Follow. Thanks for raising this Most Important Issue of our Time for the Benefit of Humanity.

  Fakirchand J. Dalal

  9001 Good Luck Road,
  Lanham, Maryland 20706.
  U.S.A.

  sfdalal@comcast.net
  Phone: 301-577-5215

  Like

 17. ઇશ્વર હોવાપણું તે શ્રદ્ધાનો વિષય છે, છતાં ઇશ્વરના નામે થતાં પાખંડો વિશે માત્ર વિચાર કરવાની ફરજ જ નથી બનતી પરંતુ અયોગ્ય લાગતી આપણી રૂઢિઓ અને પરંપરાઓ પર યોગ્ય એવી વિચાર દ્રષ્ટિ કેળવી અને એમાં સુધારા કરવાની જરૂર તો છેજ , અને આ માટે આપને આપના ઘર, કુટુંબ અને મિત્રો સમુદાયથીજ શરૂઆત કરવાની રહે …. !

  Like

 18. દિનેશભાઇના અંધશ્રદ્ધા પરના આ વારંવારના ચાબખા બિલકુલ એળે જતાં નથી. એ દર વખતે કોઇકને માટે તો દીવાદાંડીની ગરજ સારે જ છે. આ લેખ પણ અગવી છાપ મૂકી જાય છે અને એમાંય મનસુખભાઇ જેવા નીવડેલા કવિની શુદ્ધ બૌદ્ધિક ગઝલોથી લેખ ઓર અસરકારક બન્યો છે.

  Like

 19. પ્રિય મિત્રો;
  પ્રેમ્;
  ઓશોએ એક બુદ્ધના જીવનનો એક પ્રસંગ કહ્યો હતો.સુંદર કથાછે, કદાચ તમને ગમે.
  “ભગવાન બુદ્ધ પ્રાતઃકાળે ભિક્ષુઓને ધ્યાન કરાવી આરામકક્ષ તરફ જઈ રહ્યા હતાં ત્યારે એક વ્યક્તિ બુદ્ધને મળવા જીદ કરી રહ્યો હતો. બુદ્ધને આ વાતની જાણ થતાં તેને મળવા આવવા અનુમતી આપી. આગંતુકે પ્રશ્ન પૂછ્યો, ” ઈશ્વર છે કે નહીં? સ્પષ્ટ કરો?” બુદ્ધે કહ્યું, ” હા છે”
  બપોરે વળી એક વ્યક્તિએ આવી ને પૂછ્યું, ” ઇશ્વર છે કે નહીં?” બુદ્ધે કહ્યું, “ના, નથી”
  સંધ્યા ટાણે વળી એક વ્યક્તિ એ આ જ સવાલ દોહરાવ્યો, અને બુદ્ધે ઉત્તરમા કહ્યૂ, “હોઈ પણ શકે છે”
  બુદ્ધની સાથે પડછાયાની જેમ સાથે રહેતાં ભિક્ષુઆનંદથી હવે રહેવાયું નહીં અને બુદ્ધને પૂછ્યું, “ભંતે, મને સમજાણૂ નહી. સવારે કહો છો ઇશ્વર છે, બપોરે કહો છો નથી અને વળી સાજે કહો છો, કદાચ હોઈ શકે છે. આમ એક જ પ્રશ્નના અલગ અલગ વિરોધાભાષી ઉત્તરો? બુધ્ધે કહ્યું, “આનંદ તારુ લક્ષ્ય પ્રશ્ન અને ઉત્તર તરફ છે, મારું લક્ષ્ય વ્યક્તિ તરફ છે. સવારે પ્રથમ વ્યક્તિ આવેલી તે રેશનાલીસ્ટ(નાસ્તિક) હતી અને ઇશ્વર નથી તે પૂર્વધારણામાંથી ઉઠેલો તેનો પ્રશ્ન હતો, તે તેની ધારણાના સમર્થન માટે આવેલી, તેથી મારે તેને કહેવું પડ્યું કે ઇશ્વર છે, જેથી તેની ધારણા તૂટે અને ઇશ્વરની શોધ શરુ કરે. બપોરે આવેલ વ્યક્તિ ટીલાટપકાં લગાવીને આવેલી જેની પૂર્વધારણા હતી કે ઇશ્વર છે આથી મેં તેને કહ્યું કે ઇશ્વર નથી. જેથી તેની ધારણા તૂટે અને જે છે તેની શોધ કરે. સંધ્યા સમયે જે વ્યક્તિ આવેલી તે મુમુક્ષુ અને ખોજી હતો તેથી તેને કહેવું પડ્યું કે ઇશ્વર હોઈ પણ શકે છે જેથી તે તેની શોધ સમગ્રતાથી કરી શકે. આનંદ, ઇશ્વર તેને જ મળે છે જે સ્વયં ને શૂન્યમા વિલીન કરે છે.”
  અનેક બુદ્ધોએ ઇશારા કરેલ છે. પણ આપણી પાસે બુધ્ધને પણ ઓળખવાની આંખ ક્યાં છે? અને આપણે ઇશ્વરને ઓળખવા નીક્ળ્યા છીએ. મહાવીર, બુદ્ધ, ક્રુષ્ણ કે ક્રાઈષ્ટને જીવતા હોય ત્યારે આપણે ફાંસીએ દઈએ છીએ અને પછી તેમની મનઘડંત કાલ્પનિક મૂર્તિઓ બનાવી પૂજીએ છીએ અને મંજીરા ખખડાવીએ છીએ. ઇશ્વર છે કે નથી તેની ચર્ચાઓ કરીએ છીએ. ઇશ્વરને લેબોરટરીમા લાવી ટેસ્ટ કરી પ્રમાણ માંગીએ છીએ.અને આપણને ખબર પણ નથી પડતી કે આપણે શું મૂર્ખામીઓ કરી રહ્યા છીએ. પાછા આપણી મૂર્ખામીઓને આપણે ધાર્મિક કે રેશનાલીસ્ટ હોવાના રંગબેરંગી વાધાઓ અને આભૂષણો પહેરાવીએ છીએ. વાહરે પ્રભુ તારી લીલા પણ અજબની છે.
  શેષ શુભ;
  પ્રભુશ્રિના આશિષ
  શરદ

  Like

 20. સ્વાગત,

  રેશનાલીસ્ટ ને હું મોટો ગણતો હતો..

  મને હવે (શરદભાઈ નો પ્રતિભાવ વાંચ્યા પછી) ખબર પડી કે રેશનાલીસ્ટ તો નસ્તિક કહેવાય …

  હવે પછી હું રેશનાલીસ્ટ ની વાતો માં ન આવું …

  અસ્તુ

  શૈલેષ મહેતા

  Like

  1. શૈલેષભાઇ,
   રૅશનલિસ્ટ આસ્તિક પણ હોય અને નાસ્તિક પણ હોય. એથિસ્ટ નાસ્તિક હોય અને આપણા દેશમાં ચાર્વાકવાદીઓ એથિસ્ટ હતા. ઇમેન્યૂઅલ કાન્ટે તર્કથી ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કર્યો હતો પણ એ રૅશનલિસ્ટ હતા..રૅશનલિઝ્મ એટલે બુદ્ધિને પ્રાથમિકતા આપવી તે. એનું લક્ષ્ય અધિકારથી બોલાતા શબ્દોની છણાવટ કરવાનું છે અને તર્કને આધારે તત્વજ્ઞાન અને નૈતિકતાનો વિકાસ કરવાનું છે. માનવીય સમસ્યાના ઉકેલ બુદ્ધિથી લાવવા માટે મથવું એ રૅશનલિઝ્મ છે. બુદ્ધિ સૌની પોતાની હોય. આ બ્લૉગના હેડરમાં બુદ્ધના શબ્દો મૂક્યા છે તે બહુ અગત્યના છે. આપણો ગુરુ, બુદ્ધ પોતે પણ નહીં, તો બીજાની તો શી વાત? કોઈને ગુરુ માનવા એ સ્વ-બુદ્ધિનો ઇન્કાર છે. જે કઈં ધર્મને નામે થાય છે તેના વિશે વિચાર કરવાની જવાબદારી આસ્તિક અને નાસ્તિક, બન્નેની છે. એટલે ચર્ચામાં હમણાં ઇશ્વરને અલગ રાખીએ અને રિફૉર્મિસ્ટ તરીકે કામ કરીએ એ મહત્વનું છે.

   Like

 21. dineshbhai govindbhai mansukhbhai sudar vicharo rachna mate abhinandan.samjanno aavo suraj sahuna antarma uge av shubhkamna.shraddhanu tipu mahan chhe pan andhshraddhano pahad vamno chhe.me akhand anandma lagnama sadai vishe ek varta aapeli ,tenu title pan SAMJANNO SURAJ j chhe.all d best durgesh b oza author 1 jalaram nagar narsang tekri porbandar 360575 gujarat

  Like

 22. Jyare manavi manvi ne chabkha mare to kyarey stay jivanani yatra na samjay, je khudne samjvama thap khay che ene mate bhut ane bhavishne j dukh ane sukh mane che eni pre pan duniya che pamo to jano, u may b not wrong or right pan aa mujne gamyu e fakt hakya kryu, aa fkt abhivyakti che, dost kuvano dedko kuvane j duniya samje.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s