વીવેકવીજય

તા.12 ડીસેમ્બર, 2010ના રોજ પુ. મોરારી બાપુના વરદ હસ્તે પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’નું નવું પુસ્તક ‘વીવેક વીજય’નું વીમોચન (લોકાર્પણ)ના અનુસન્ધાને ગુજરાતમીત્ર, દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની, (શનીવાર તા. 11 ડીસેમ્બર, 210ની) લોકપ્રીય કટાર રમણભ્રમણમાંથી સાભારલેખક અને ગુજરાતમીત્રના સૌજન્યથી..


વીવેક– વીજયનું વીમોચન

–પ્રા. રમણ પાઠક

આ પ્રસંગ ઘણાને ‘વદતોવ્યાઘાત’ જેવો અનુચીત લાગ્યો છે, અને એ સ્વાભાવીક પણ ગણી શકાય. પરન્તુ અમારે આ જ તો સીદ્ધ કરવું છે; જેને અમદાવાદના જાણીતા કર્મશીલ શ્રી ગૌતમ ઠાકરે અગાઉના આવા જ એક  પ્રસંગે ‘નાસ્તીકતા–આસ્તીકતા વચ્ચેનો સેતુ’ ગણાવી આવકાર્યો હતો. એ પ્રસંગ હતો: મારો એક લેખ: ‘મન્દીર નહીં; સંડાસ બાંધો !’ પુ. બાપુને  તે લેખ એટલો તો ન્યાયી લાગ્યો કે તેઓશ્રીએ આવા કાર્યમાં મદદ કરવાના શુભ હેતુથી, બારડોલીમાં જ એક આખી કથા યોજી. એ કથામાંથી જે આમદની થાય તે સઘળી, આસપાસનાં ગામોમાં ગરીબો માટે સંડાસ બાંધવામાં વાપરવી, એવા માનવીય હેતુ માટે, સારી એવી રકમ પ્રાપ્ત થઈ, અને બાર–તેર ગામડાંમાં સંડાસો બન્ધાયા પણ ખરાં. અમદાવાદના અગ્રણી પ્રગતીશીલ કર્મશીલ શ્રી ગૌતમ ઠાકર આવા આયોજનને નાસ્તીક–આસ્તીક વચ્ચેના સેતુરુપ ગણાવી, એને વધાવી લીધું; છતાં અનેકોએ એનો વીરોધ કર્યો. હોય એ તો, ભીન્નરુચીર્હીલોક: એ સર્વેને મારો જવાબ એક જ: રૅશનાલીસ્ટોએ અનુચીત આભડછેટ રાખવી એ યોગ્ય નથી. ભાઈ ‘નીરાન્તે’ એમના એક ચર્ચાપત્રમાં સરસ દલીલ કરેલી: કોઈ પણ ક્ષેત્રની વ્યક્તી જો રૅશનાલીઝમનાં સીદ્ધાન્તો તથા કાર્યથી, એનું વાજબીપણું સ્વીકારીને આકર્ષાય, તો એ તો આ વીચારસરણીની જ પ્રભાવકતા કહેવાય. પુ. બાપુને એકંદરે બીજા સન્તોની જેમ રૅશનાલીઝમ પ્રત્યે અણગમો કે તીરસ્કાર નથી; બલકે આદર છે, અર્થાત્ ‘રૅશનાલીસ્ટો સારું જ કાર્ય કરે છે’– એમ તેઓશ્રીનો અભીગમ સુચવે છે. એવી ઉમદા ભાવનાના અનુસન્ધાનમાં પુ. બાપુએ પોતેય રૅશનાલીસ્ટ બની જવું– એવી શરત કેટલાકે સુચવી, એ શું યોગ્ય છે ? આવો અભીગમ ધરાવતા પુરુષને ‘સીમ્પેવાઈઝર’ (સહાનુભુતીકાર) કહેવામાં આવે છે, અને વીશ્વની તમામ વીચારસરણીઓને, તેમના આવા ‘સહાનુભુતીકાર’ હોય જ છે, અને કોઈનેય એવા ‘સહાનુભુતીકારો’ માટે તીરસ્કાર નથી, બલકે આવકાર જ છે. સામ્યવાદનો સુર્ય ભારતમાં જ્યારે સોળે કળાએ પ્રકાશતો હતો, ત્યારે એના આવા અનેક સહાનુભુતીકારો હતા (પંડીત નહેરુ સહીત); જે બદલ સામ્યવાદીઓ ગૌરવ અનુભવતા. પુ. મોરારીબાપુ આજે રૅશનાલીઝમના એવા જ સહાનુભુતીકાર છે, એ બદલ રૅશનાલીસ્ટોએ કટ્ટરતા છોડી ગૌરવ જ અનુભવવું જોઈએ. પુ. બાપુ અને મારી (રમણ પાઠક) વચ્ચે જે સુમંગલ આત્મીયતા છે, એ કેવળ માનવીયતાની સ્વાભાવીક ભાવના જ છે; જે કોઈ પણ  ધોરણે અનુચીત ન જ ગણાય. જાણીતા ચર્ચાપત્રી શ્રી સુનીલ રા. બર્મન દ્વારા અન્ય અખબારોમાં પ્રગટેલી એમની પ્રેસનોટમાં શું કહે છે એ જોઈએ:

‘જરાક વરસાદ પડે ને… દેડકા ડ્રાઉં ડ્રાઉં કરવા માંડે, એવો જ ઘાટ કંઈક ‘રમણ પાઠક મોરારીબાપુને ખોળે બેઠા’– એવા હોબાળા સાથે શરુ થયો છે ! રમણ પાઠક એક જબરજસ્ત રૅશનાલીસ્ટ છે. ત્યારે સૌએ એ યાદ રાખવું જોઈએ કે રૅશનાલીઝમ એ ‘નકારવાદ’ (નીહીલીઝમ) કે ‘અભાવાત્મકવાદ’ (નેગેટીવીઝમ)માં માનતો પંથ નથી જ. પરન્તુ એ તો અસ્તીત્વવાદનો સ્વીકાર કરીને, માનવવાદ (હ્યુમેનીઝમ)ની ભુમી પર સાંપ્રત પરીસ્થીતીમાં પારદર્શી વીચારદર્શન કરે છે. બીજી બાજુ, મોરારીબાપુ પણ કોઈ પંથના ધર્મગુરુ નથી, પરન્તુ… ભારતીય સંસ્કૃતીનાં બે મહાન એપીક (મહાકાવ્યો)ના કથાકાર, પ્રચારક છે. તેઓશ્રી પણ તાવીજ, બાધા–આખડી, મંત્રતંત્ર વગેરેમાં માનતા નથી; પરન્તુ સાહીત્યીક તથા સામાજીક કલ્યાણની પ્રવૃત્તીઓમાં પ્રવૃત્ત છે, ત્યારે એક રૅશનાલીસ્ટ તેઓની સાથે હાથ મીલાવે તો જ નવાઈ !…’ (સુનીલ બર્મન)

મને એક પ્રસંગ યાદ આવે છે કે, જ્યારે રૅશનાલીસ્ટ અધીવેશનમાં એક સાધુસ્વામીને મુખ્ય વકતા (?) તરીકે નીમંત્રવામાં આવ્યા હતા; જેનું પ્રધાન તથા પ્રેરક કારણ એ હતું કે, પ્રસ્તુત સંત સ્વામીશ્રી પોતાના પ્રવચનોમાં સમાજ તથા રાષ્ટ્રના સુધારા–સામાજીક, આર્થીક તથા રાજકીય પરીવર્તન કરવાની સબળ હાકલ કરતા; જે આપણા અગ્રણી રૅશનાલીસ્ટ ધુરન્ધરોને ખુબ ગમવા લાગી હતી, માફક પ્રતીત થઈ. રૅશનાલીસ્ટો સ્વામીશ્રીની વીચારદીશાથી આકર્ષાયા– પરીણામે રેશનાલીસ્ટ અધીવેશનમાં ખાસ તેઓના આ પ્રકારનાં પ્રવચનોનો લાભ લેવા સ્વામીજીને નીમંત્રવામાં આવ્યા. ત્યારે કેટલાક રૅશનાલીસ્ટ મીત્રોએ ચાલુ સભાએ જ  સ્વામીજીની ઉપસ્થીતીનો વીરોધ પોકાર્યો… મારો ત્યારથી જ એવો અભીગમ છે કે, કોઈ બીનરૅશનાલીસ્ટ વ્યક્તી સમાજસુધારક લેખે રૅશનાલીઝમની સમર્થક હોય, એ પ્રકારની પ્રવૃત્તી પણ કરતી હોય; તો એવા સ્વામીઓ–સન્તો સાથે મીલનસાર સમ્બન્ધો સાદર રાખવા કે કેળવવા જોઈએ, એમાં કશું જ અનુચીત નથી; કારણ કે સમાજસુધારાના ઘણા મુદ્દાઓ રૅશનાલીસ્ટોની પ્રવૃત્તીઓમાં પણ સમાવીષ્ટ છે. દા.ત. કુંડળીઓ મેળવવી, લગ્નનો વીધી અતીભવ્ય– અતીખર્ચાળ રાખવો યા મરણોત્તર વીધીઓ કરવા  ઈત્યાદીનો વીરોધ વગેરે.. મારા પુસ્તકના વીમોચન માટે ધારો કે ઉમાશંકર જોશીને નીમંત્ર્યા હોય તો ? અલબત્ત, તેઓને રેશનાલીસ્ટ સંસ્થાઓની કેટલીક પ્રવૃત્તી પસંદ હોય, તો જ તેઓ એવું આમન્ત્રણ સ્વીકારે. ત્યારે ‘ઉમાશંકર તો આસ્તીક છે’– એમ કહીને જો અમુક રૅશનાલીસ્ટો વીરોધ પોકારે તો ? હું નથી ધારતો કે ઉમાશંકરનો કોઈ વીરોધ કરે ! એટલે મને એ જ નથી સમજાતું કે સાધુસન્તો, ધાર્મીક વ્યક્તીઓ કે કોઈ આસ્તીક મહાપુરુષો રૅશનાલીઝમની પ્રવૃત્તીમાં રસ દાખવે ત્યારે તેઓ પ્રત્યે આભડછેટ રાખવાનું કોઈ કારણ ખરું ? રેશનાલીસ્ટો પોતાના વ્યવહાર– ક્ષેત્રમાં જે કવી– સુધારક નર્મદ માટે ઘણા આદર દાખવે છે ત્યારે એ સત્ય જાણવું અનીવાર્ય લેખાય કે, નર્મદ પણ આસ્તીક હતો. ગોરધનદાસ ચોખાવાલા પણ આસ્તીક હતા; છતાં સુરતની રૅશનાલીસ્ટ સંસ્થા: ‘સત્યશોધક સભા’ના પ્રમુખ રહ્યા.

અમે જ્યારે વીમોચનકર્તા પદ માટે પુ. બાપુને નીમન્ત્રણ આપ્યું, ત્યારે જરા સ્પષ્ટતા કરતાં મેં કહ્યું કે, ‘પુસ્તકમાં નાસ્તીક– રૅશનાલીસ્ટ વીચારધારાનું જ સમર્થન છે; તો આપને વાંધો નથી ને?

ત્યારે બાપુનો જવાબ સાંભળવા– સમજવા જેવો છે. તેઓશ્રીએ કહ્યું કે, ‘મને તો કશો જ વાંધો નથી, પણ તમને કંઈ વાંધો નહીં નડે ને?’

અમે કહ્યું, ‘અમનેય કશો જ વાંધો નથી. હકીકતે, મારો હેતુ તો રૅશનાલીઝમની સીમાઓ શક્ય તેટલી વીસ્તારવાનો છે. અમુક ધાર્મીક પંથો અન્ય ધર્મોને ઉગ્રતાથી વખોડે છે અને કડક આભડછેટ રાખે છે. ત્યારે હું માનું છું કે, રૅશનાલીઝમમાં કોઈપણ પ્રકારની આભડછેટ ન જ હોય. એમાંય જે પુરુષ સ્વેચ્છાએ અને સ્વયંસ્ફુરીત ભાવે રૅશનાલીઝમની પ્રવૃત્તીમાં આદરપુર્વક મદદ કરતા હોય, તેઓ વીરુદ્ધ આભડછેટીયા અંતર રાખી તેઓને દુર રાખવા, એવી કટ્ટરતા રૅશનાલીઝમમાં રાખવી બરાબર લેખાય ખરી ? શાંત સ્વસ્થ ચીત્તે વીચારવા વીનંતી.

ભરતવાક્ય

વજ્રથી કઠણ ને વળી પુષ્પથી પણ કોમળ; કહો, એવા મહાત્માના, કોણ જાણે ચીત્તને ખરાં ?

ભવભુતી (‘ઉત્તર રામચરીત’ નાટકમાંથી સાભાર !)


સંપર્ક: પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી – 394 641 ફોન: (02622)- 222 176 સેલફોન: 99258 62606


અક્ષરાંકન:ગોવીન્દ મારુ – govindmaru@yahoo.co.in


પોસ્ટ કર્યા તારીખ17–12–2010


‘આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. આ લેખની પીડીએફ ફાઈલ મોકલીશ.’


()()()()()

19 Comments

  1. સુંદર, વિચારપ્રેરક લેખ. ર.પા.ના પુસ્તક વિમોચન ટાણે હાજર રહી પૂ.મોરારીબાપુની વાતો સાંભળવાની મઝા આવી. પૂ.બાપુએ પોતે વહેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો, વાસ્તુ, ઉપવાસ…વગેરેમાં માનતા નથી એ વાત જાહેરમાં વિસ્તૃત રીતે કરી ત્યારે લાગ્યું કે મુ. રમણભાઈ પાઠકે ઉપરના લેખના અંતિમ ફકરામાં રેશનાલિઝમની સીમા વિસ્તારવાની જે વાત કરી છે તે સમયસરની અને વિચારવા જેવી વાત છે. ર.પા.એ રેશનાલિઝમ જીવી બતાવ્યું છે, સેંકડોને એ રીતે જીવતા શીખવાડયું છે ત્યારે તેમના રેશનાલિઝમ પરના પુસ્તકના વિમોચન માટે પૂ. મોરારીબાપુની પસંદગી અને મોરારીબાપુની સંમતિ રેશનાલિઝમના વિસ્તરણની દિશામાં એક નવી, આવકારદાયક પહેલ ગણું છું. ‘રમણબાપા મારા ખોળામાં નહીં પણ, હું રમણબાપાના ખોળામાં બેઠો છું..’ એ વાત પૂ.બાપુના મુખે સાંભળી ત્યારે પૂ.બાપુની નિખાલસતા અને નમ્રતા સ્પર્શી ગયા.

    Like

  2. સાચી વાત છે,

    આમેય રેશનલાઈઝેશન એટલે અધાર્મિક અથવા અસહિષ્ણુ એવો નથી થતો, બુદ્ધિગમ્ય આચાર કદી અધાર્મિક છે એવું સાબિત કરી શકાય જ નહીં. આ અંગે હાલ હું 17 મી સદીના રેશનાલિસ્ટ એવા સ્પિનોઝાને વાંચી રહ્યો છું, તેમણે ક્યાંક લખ્યું છે,

    એક ત્રિકોણના અસ્તિત્વ માટે જો કોઈ અતિગંભીર મતભેદ કે તત્વદર્શી કારણ ન હોય તો તેના અસ્તિત્વને નકારી શકાય નહીં. આમ અસ્તિત્વનું કારણ એ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિના ગુણધર્મોમાં આપોઆપ ઉભરી આવે છે અથવા અથવા બ્રાહ્ય પરીબળો દ્વારા સમજાવવું પડે છે. શ્રદ્ધા અને ઈશ્વર આ જ પરિમિતિઓમાં આવે છે.

    ખૂબ ગમ્યું, વિચારમંથન માંગી લે એવી વાત છે.

    આભાર

    Like

  3. સુંદર, વિચારપ્રેરક લેખ.
    આ વાંચીને મને શ્રી યશવંતભાઈ ના લેખ ઉપર કરેલી મારી પોતાની એક કોમેન્ટ યાદ આવી ગયી…. આ જુઓ ….
    http://asaryc.wordpress.com/2010/10/14/%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%95%e0%ab%87-%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%af%e0%aa%a3%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%aa%a5%e0%aa%be/#comment-1856

    Like

  4. Dear Friends,

    It is a good article. Instead of biulding temples, roads & toiltes should be built to help people. There thousands temples in India. We ty to uplift common people’s life.

    Thanks,

    Like

  5. “રૅશનાલીઝમમાં કોઈપણ પ્રકારની આભડછેટ ન જ હોય. એમાંય જે પુરુષ સ્વેચ્છાએ અને સ્વયંસ્ફુરીત ભાવે રૅશનાલીઝમની પ્રવૃત્તીમાં આદરપુર્વક મદદ કરતા હોય, તેઓ વીરુદ્ધ આભડછેટીયા અંતર રાખી તેઓને દુર રાખવા, એવી કટ્ટરતા રૅશનાલીઝમમાં રાખવી બરાબર લેખાય ખરી ?”

    સ્વસ્થ વિચાર
    મને યાદ છે તે પ્રમાણે મોરારીબાપુ, લીફ્ટ હતી છતા પગથિયા ચઢી રમણભાઇને મળવા ગયા હતા.અમારે પણ કેટલીક વાતોમા મતભેદ હતો પણ મનભેદ નહીં.
    આદરણિય રમણભાઇના રેશનાલીઝમને સલામ
    આદરણિય મોરારીબાપુને શત શત વંદન

    Like

  6. રેશનાલિસ્ટ અને વળી વાડાબંધી અને વિરોધ? પોતાનાથી અલગ માન્યતા ધરાવનારાઓને તિરસ્કારતા અમુક ધર્મગુરૂઓને નાસ્તિક લોકો ખોટા માની વિરોધ કરે પછી એ જ પ્રમાણેનું આચરણ કરે તે તો વાણી અને વર્તનનો વિરોધ થયો ગણાય. સમાજના વડાઓ જો એક થઈને કાર્ય નહી કરે અને અંદરોઅંદર બાંયો ચડાવશે તો સમાજનું શું હિત કરશે? સાચો નાસ્તિક કે સાચો આસ્તિક તકરારથી બંને દૂર જ રહેશે કારણ કે તે સત્ય સાથે જોડાય છે પંથ સાથે નહી.

    Like

  7. Very humbly, I fully subscribe to this article. Many individuals like me do suffer from confusion and dilema.
    During last three years, I participated in two camps (at Coimbatore) of 10 days each conducted by Swami Dayanand Saraswati to understand Vedic Scriptures. While discourses were intensively objective and analytical, there was no compulsion to observe or take part in rituals at a temple within the Campus.
    This Swamiji’s Trust has established full fledged Schools, Colleges, Hospitals, Old age Homes, Gaushalas and Dairy Farms/Units etc. A revolutionary scheme is launched by him. In remote tribal areas, this trust has built Homes adjacent to Govt-run Schools for Students (separate for boys, girls). Now Students don’t have to walk 5-10 Kms to attend. Good shelter, food, clothing, Gymkhana are provided free to them. Drop-out rate is decreased and special attention is given to encourage girls to undergo higher studies. I could also see fully equipped hospitals in deep interior areas as also Mobile dispensary on wheels for needy villagers located far away.
    How can they be considered Non-rationalists?

    Like

  8. Rationalism is an affermative mental process. Negativism is the sign of Fear and Weakness. Just like Ahinsa is for the Brave, Not for the Weak or A Coward. One can have `Difference of Opinion’ but Not the disrespect towards the person who disagees. Disagreement is acceptable in Democracy. One need Not be Disagreeable. After all those who differ have a potential for a Change in Future. Change is the “Rule of Nature”, e.g. day and night, seasonal changes; youth,adult and aged.

    There are Vicious Circles and Virtuous Circles. We can broaden Virtuous Circle as well as Rationalists’ Circle. It is a matter of Confidence and strength of Conviction. Rationalists are Open Minded for Fresh Air. They don’t live in the Past, but are Futuristic. Let us all work towards the Needed Changes for the betterment of the Society for ALL.

    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    Like

  9. This is a good article showing the real side of the people. It is essential to build toilets in villages than building temples. At present, there are many temples in our villages and very less toilets.

    kv gohel

    Like

  10. samaysar lekh.!Shaala’o ke Sandaas karta mandiro bhavya bane to j virodh hoi shake.!baaki ”mandir” jetla j kharche jivan jaruri ganatu aa badhu development thaay ane te pan tena bhge na thatu hoy to baapu, aapnne koi vaandho nathi.!

    Like

  11. ‘વિવેક વિજય’ પુસ્તકના વિમોચન પ્રસંગે પૂ. બાપુ અને શ્રી પાઠકસાહેબે મન મૂકીને જે મનનીય વાતો કરી એનાથી રેશનાલિઝમ વધુ ઊજળું બન્યું છે. અને વધુ સરળ બન્યું છે.

    Like

  12. BIG MONEY IS AVAILABLE IN TEMPLES IN INDIA.
    IT HAS TO BE UTILISED TO UPLIFT ALL POOR PEOPLE .A VERY GOOD ARTICLE PROMOTING RATIONALISATION.MY SALUTE.

    Like

  13. રમણભાઇની ટકોર “મંદિર નહીં, સંડાસ બનાવો” વાંચી એક શેર યાદ આવે છે:

    વધારે હોય પૈસા યાર તો માનવને ઊભા કર
    તું ઇશ્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે

    મહેક ટંકારવી, યુ.કે.

    Like

  14. घणां ओछाने खबर हशे आ भवभुतीनी रामायण अलग छे. एणे तो नाटक माटे बधुं बदलावी नाखेल एटले के ३-४ कलाकना नाटक माटे घणुं बधुं फेरफार करी नाखेल. भवभुती जो फेरफार करी शके तो आपण शा माटे आखी जींदगी खोटी रामायण करता होईशुं?

    Like

Leave a comment