માનવધર્મ માટે અનીવાર્ય એવી કેટલીક પરહેજ

માનવધર્મ માટે અનીવાર્ય એવી કેટલીક પરહેજ

વીનોબા ભાવે

આજે હવે માનવધર્મ અવશ્ય પાંગરશે.  તે માટેની ભુમીકા આજે રચાયેલી છે. પરંતુ માનવધર્મ પાંગરે તે માટે બધા ધર્મવાળાઓએ કેટલીક પરહેજી પાળવી પડશે. તેના વીના ધર્મ–સંપ્રદાયો વચ્ચેની ખેંચતાણી દુર થઈ શકશે નહીં અને માનવધર્મ પાંગરી શકશે નહીં.

‘અમે શ્રેષ્ઠ’– નો ભાવ છોડવો પડશે

સૌથી પહેલાં તો બધા ધર્મવાળા પોતપોતાના ધર્મ વીશે અમુક માન્યતાઓ ધરાવે છે તથા તે વીશે અભીમાન પણ સેવે છે. ધર્મોના સમન્વયમાં આ વસ્તુ આડખીલી રુપ છે. માટે દરેકે આવું અભીમાન છોડવું પડશે.

દાખલા તરીકે વેદોની પહેલાંનો કોઈ ગ્રંથ મળે અને વેદ તેના પછી આવ્યા એમ સાબીત થાય, તો હીન્દુઓ માટે તે ગળે ઉતારવું બહુ મુશ્કેલ થઈ પડે છે; કેમ કે એમને એવું અભીમાન છે કે  વેદ દુનીયાનો સૌથી પહેલો ગ્રંથ છે. વેદ કરતાંયે અગાઉનો ગ્રંથ મળે, તો પછી એમનો ધર્મ સનાતન છે, એવો દાવો તે કરી શકે નહીં. બીજી બાજુ, મુસલમાનોના અભીમાન માટે એ જરુરી છે કે મુહમ્મદ પયગમ્બર પછી કોઈ પયગંબર ન નીકળે. આ રીતે હીન્દુ ધર્મમાં જ્યાં પ્રાચીનતાનું મહત્વ છે, ત્યાં ઈસ્લામમાં અર્વાચીનતાનું. ખ્રીસ્તી લોકો પણ એવી જ રીતે કહે છે કે ઈસુને શરણે ગયા વીના મુક્તી નહીં મળી શકે. હું એમ પુછું કે ઈસુ તો હમણાં આવ્યા, તો એમની અગાઉ બે–અઢી હજાર વરસ પહેલાં જે લોકો થઈ ગયા, તે બધા શું મોક્ષના અધીકારી ન હતા ? કેટલી અજબ વાત છે ! સામાન્ય મનુષ્યના ઘરનાયે બે–ત્રણ દરવાજા હોય છે; પણ ધર્મવાળાઓએ ઈશ્વરના ઘરમાં પ્રવેશવાનો એક જ દરવાજો રાખ્યો છે !

મુસલમાનોની માન્યતા કુરાનના એવા એક વચન ઉપર બંધાયેલી છે, તેમાં કહ્યું છે કે આખરી નબી મુહમ્મદ પયગમ્બર છે. પરન્તુ આ તદ્દન ખોટું અર્થઘટન છે. હું આ વાક્યનો એવો અર્થ કરું છું કે આજ સુધી જે નબીઓ થયા, એમનામાં મુહમ્મદસાહેબ છેલ્લા નબી થયા. આનો અર્થ એવો નથી કે હવે પછી કોઈ નબી જ નહીં થાય. મુહમ્મદસાહેબે પોતે કહ્યું છે કે હું કાંઈ નવું કહેવા માટે નથી આવ્યો; બલકે, અગાઉના નબીઓ અને મહાપુરુષો જે કહી ગયા છે, એની જ સત્યતાની સાક્ષી આપવા અને એની જ પુષ્ટી કરવા આવ્યો છું. એમના કથનનો આવો મતલબ હું સમજ્યો છું.

‘અમારો ધર્મપુરુષ શ્રેષ્ઠ’નો ભાવ પણ છોડવો પડશે

આ ઉપરાન્ત દરેક ધર્મવાળાને પોતાના ધર્મપુરુષ બધામાં શ્રેષ્ઠ છે, એમને ઈશ્વરની પુર્ણ અનુભુતી છે, એવુંયે અભીમાન હોય છે. આ પણ એક મીથ્યા અભીમાન છે. માનવધર્મ પાંગરવામાં એ પણ વચ્ચે આવશે. હું આ માની નથી શકતો. ઈશ્વરની પુર્ણ અનુભુતી કેવળ ઈશ્વરને જ છે, બીજાઓને તેની અંશાનુભુતી જ થઈ શકે છે. વીચારવું તો એમ જોઈએ કે ઈશ્વરી જ્ઞાનનો એક અંશ મારા ધર્મમાં આવ્યો છે. તે બહુ સારો અંશ છે; પરન્તુ એક બીજોયે અંશ છે, જે અન્ય ધર્મમાં પડ્યો છે, અને એક ત્રીજોયે છે. તે બધાની જ આપણને જરુર છે. માટે આપણું અભીમાન છોડવું પડશે.

શીષ્યોને પોતાના ગુરુ માટે પુર્ણભાવ રહે છે. એટલે બધા ધર્મવાળાઓએ પોતપોતાના ધર્મ–સંસ્થાપકોનું ગ્લોરીફીકેશન અને ડીઈફીકેશન (ભવ્ય મહીમા અને દૈવીકરણ) કરી નાખ્યું છે, એમને માણસ રહેવા દીધા નથી. તેઓ વાતવાતમાં એમ કહી દે છે કે એમણે આ દુનીયામાં નવો આવીષ્કાર કર્યો. એક વાર એક મીત્ર મને મુહમ્મદ પયગમ્બરનો મહીમા બતાવતાં કહેવા લાગ્યા કે અરબ લોકો બીલકુલ પછાત હતા, જાનવર જેવા હતા, એમને મુહમ્મદસાહેબે ઉપર ઉઠાવ્યા. પછી ગાંધીજીએ પણ આપણને કેવા ઉપર ઉઠાવ્યા, તેનો દાખલો આપ્યો.

પરન્તુ આ રીતે વીચારવું પણ ખોટું છે. હું એમ કહું કે અરબ લોકો જાનવર જેવા હતા, તો મુહમ્મદસાહેબને ભાષા ક્યાંથી મળી ? શબ્દો તો એમને એ જ મળ્યા ને, જે અરબોમાં પ્રચલીત હતા ? એમને નવા શબ્દ બનાવવા નહોતા પડ્યા. બલકે, જે અલ્લાહનો મુહમ્મદસાહેબે આટલો મહીમા ગાયો, તે ‘અલ્લાહ’ શબ્દ પણ એમનો પોતાનો બનાવેલો નહોતો. તે પુરાણો શબ્દ હતો. શું કોઈ જાનવર પાસેથી તમને ‘અલ્લાહ’ શબ્દ મળશે ? તો પછી જે સમાજ પાસે અલ્લાહ, શાંતી, સત્ય, એ બધા શબ્દો હોય, તે પછાત કેવી રીતે કહેવાય ? હા, સમાજમાં વચ્ચે વચ્ચે થાક રુપે ગીરાવટ આવે છે.

મહાન વીચારોનો ઉદ્ ભવ હૃદયગુહામાં

સમજવાની વાત એ છે કે જેમ નદીનો ઉદ્ ભવ ગીરીગુહામાં થાય છે અને તે એકાંતમાં વહ્યા કરે છે, તેમ મહાન વીચારોનો જન્મ પણ કોઈક હૃદયગુહામાં થાય છે, તે વીચાર એકાકી વીચરે છે અને પછી તે પ્રગટ થાય છે. જે મનુષ્યને તે વીચાર સુઝયો, એ તો નીમીત્તમાત્ર છે. એ મનુષ્યની સચ્ચાઈની અસર સમાજ ઉપર પડે છે. એને પોતાની સચ્ચાઈનો કોઈ અહંકાર નથી હોતો. પોતાની સચ્ચાઈની સમાજ ઉપર શી અસર પડશે તેનીયે એને કશી ચીંતા નથી હોતી.

માટે માનવધર્મને પાંગરવા દેવો હશે, તો ‘વયં શ્રેષ્ઠા:’ –અમે શ્રેષ્ઠ છીએ, એ અભીમાન દરેક ધર્મે છોડવું પડશે. હા, પોતાના ધર્મના મહાપુરુષ પરીપુર્ણ હતા, લગભગ પરમેશ્વર–સ્વરુપ જ હતા, એવો ખ્યાલ દરેક ધર્મના અનુયાયીઓને રહેતો હોય છે. આવી માન્યતા હોય, તે સમજી શકાય છે. શીષ્યના માનમાં ગુરુ માટે પુર્ણભાવ રહેતો હોય છે. નાના બાળકના માનમાં પોતાની માતા વીશે આવો જ પરીપુર્ણતાનો આભાસ હોય છે. એટલે આવું સામાન્ય અનુયાયીઓના મનમાં હોય,  તે સ્વાભાવીક ગણાય. પરન્તુ તે પોતા પુરતું હોય. જ્યારે આપણે માનવધર્મની દીશામાં આગળ વધી રહ્યા હોઈએ, ત્યારે આવી માન્યતા આડખીલી રુપ નીવડે છે. માટે તે છોડવી જ રહી.

‘અમે દરેક કોમ માટે રસુલ મોકલ્યા છે’

કુરાનમાં સ્પષ્ટ કહ્યું છે કે અરબો માટે મેં અરબી ભાષા બોલનારો રસુલ મોકલ્યો છે, જેથી તમે એનો પયગામ સમજી શકો. આવી જ રીતે અલ્લાહે દરેક કોમ માટે અને દરેક ભાષા બોલનારા માટે રસુલ મોકલ્યા છે. કુરાનમાં દાઉદ, નુહ, મુસા, ઈસુ આદી કેટલાક રસુલોનાં નામ આપ્યા છે અને છેવટે કહ્યું છે કે આના ઉપરાન્ત પણ બીજા અનેક રસુલ થઈ ગયા, જેમનાં નામ સુધ્ધાં તમે નથી જાણતા.

આ બહુ જ ઉત્તમ ઉદ્ ગાર કુરાનનો છે. કુરાનનો એવો દાવો હરગીજ નથી કે દુનિયામાં પોતે જ એક છે. અને એનાથીયે આગળ કુરાનમાં એક સુંદર આયાત આવે છે, ‘લા નુફર્રીકુ, બૈન અહદીમ્મીર રુસુલીહ’ –અમે રસુલોમાં કોઈ ફરક નથી કરતા. દુનીયાભરના બધા રસુલ યા પયગમ્બર સમાન યોગયતાના છે. મતલબ કે, બધા જ ધર્મોના સત્ગુરુઓએ જે રાહ દાખવ્યો છે, તે એક જ છે. તેમાં જે ભેદ પેદા થાય છે, તે તો આપણી સંકુચીત વૃત્તીને કારણે પેદા થાય છે.

માનવધર્મ પાંગરે તે માટે આ વાત બહુ જરુરી છે. આમાં પછી ‘વયં શ્રેષ્ઠા:’ અમે શ્રેષ્ઠ છીએ, તે માટે અવકાશ નથી રહેતો. વળી, ઈસ્લામે એ વાત પણ બહુ મહત્ત્વની કહી છે કે, મુહમ્મદસાહેબ પણ એક માનવ હતા, એમને ઈશ્વરની પદવી લાગુ ન પાડી શકાય. ઈશ્વર તો એક અને અદ્વીતીય છે, તેની બરાબરીમાં કોઈ માનવી ન આવી શકે. ‘લા ઈલાહ ઈલ્લલ્લાહુ મુહમ્મદુર્ રસુલીલ્લાહ’ –અર્થાત્ ઈશ્વર એક જ છે, તેની જગ્યા કોઈ ન લઈ શકે. મુહમ્મદ પયગમ્બર પણ તેનો પયગામ લાવનારા રસુલમાત્ર છે, સેવકમાત્ર છે.

ધર્માન્તરમાં કોઈ સાર નથી

આ સ્થીતીમાં એ વાત સાવ સહેલાઈથી સમજાવી જોઈએ કે ધર્માન્તરમાં કોઈ સાર નથી. બધા ધર્મો સમાન છે, તો કોઈ એક ધર્મમાંથી બીજા ધર્મમાં જાય, એવું શું કામ ? બધા જ ધર્મો આપણા છે. બધા ધર્મોનું નીરન્તર શોધન થતું રહે, શુદ્ધી થતી રહે. આપણે જોવાનું એ છે કે હીન્દુ ઉત્તમ હીન્દુ બને, ખ્રીસ્તી ઉત્તમ ખ્રીસ્તી બને, મુસલમાન ઉત્તમ મુસલમાન બને, બૌદ્ધ ઉત્તમ બૌદ્ધ બને. આમ થાય, તો કામ પાર પડી જશે. કોઈનો ધર્મ બદલવાની લગીરે જરુર નથી.

બલ્કે, મને તો લાગે છે કે ધર્માન્તરની પ્રક્રીયા બીલકુલ ખોટી છે. ધર્માન્તરની વાતમાં હું જરીકે માનતો નથી. ખરું જોતાં, સેક્યુલર (બીનસામ્પ્રદાયીક) સ્ટેટમાં ધર્માન્તરનો નીષેધ જ થવો જોઈએ. ધર્મ–નીરપેક્ષ રાજ્યમાં બધા ધર્મોને આઝાદી છે કે પોતાના ધર્મનો વીચાર–પ્રચાર કરે. પરન્તુ મત–પરીવર્તન દ્વારા, હૃદય–પરીવર્તન દ્વારા થતું હોય તે થાય, તે સીવાય ધર્માન્તર કરાવવાની પ્રવૃત્તી તો બંધ જ થવી જોઈએ. કાયદા દ્વારા પણ બન્ધ કરી શકાય, અને તેમ કરવાથી સેક્યુલરીઝમને કોઈ બાધા પહોંચશે, એમ હું માનતો નથી.

સંખ્યા વધારવાથી કાંઈ ધર્મ ફેલાતો નથી. ધર્મ તો એક નીર્મળ પરીશુદ્ધ તત્ત્વ છે. માણસની માણસાઈ વધારવી, એ જ બધા ધર્મોનું કર્તવ્ય છે, અને એવા ધર્મોનો સાર એક જ છે. એવા ધર્મો વચ્ચે કોઈ વીરોધ નથી. જે પોતાના ધર્મનું નીષ્ઠાથી આચરણ કરશે, તેને સ્વાભાવીક રીતે  જ બીજા ધર્મો માટે આદર રહેશે. જેને બીજા ધર્મો માટે  અનાદર હશે, તે પોતાના ધર્મનું નીષ્ઠાપુર્વક આચરણ નથી કરતો, એમ જ માનવું. તે ઉત્તમ હીન્દુ નથી કે ઉત્તમ મુસલમાન નથી કે ઉત્તમ ખ્રીસ્તી નથી, એમ જ માનવું.

ધર્મ જન્મજાત નહીં, 18 વરસની ઉંમરે પસન્દ થાય

વળી, હું તો કહીશ કે એક માણસ કોઈ અમુક જ ધર્મ અને અમુક જ ઉપાસનાપદ્ધતી સ્વીકારી લે, એવું પણ શા માટે હોવું જોઈએ ? દરેક માણસને જ્યારે જે રીતે ઈશ્વરની ઉપાસના કરવી હોય, તે માટે તેને બધી રીતની છુટ હોવી જોઈએ. મન્દીરમાં જનાર મસ્જીદમાં ન જાય અને મસ્જીદમાં જનારો ચર્ચમાં ન જાય, એવું શા માટે ? કોઈને કયાંય જતાં રોકવો ન જોઈએ જેની જેવી રુચી હોય, તે રીતે એ ઈશ્વરની ઉપાસના કરે. ઉપાસના બાબત કોઈ બન્ધન ન હોય. બધી જ ઉપાસનાપદ્ધતી એકબીજાની પોષક છે, એમ જ મને તો લાગ્યું છે.

હું તો હજીયે એક ડગલું આગળ જવા માંગુ છું. માણસનો ધર્મ પણ એના જન્મથી જ શું કામ નક્કી થવો જોઈએ ? દરેક માણસ કાંઈક સમજણો થાય, ત્યારે 18 વરસની ઉંમરે પોતાની જાતે પસન્દગી કરે કે પોતે કયો ધર્મ સ્વીકારે છે, અથવા કોઈ પણ ધર્મ સ્વીકારતો નથી. આવું થવું જોઈએ. માણસનો ધર્મ જન્મજાત નહીં; તેની પોતાની પસન્દગીનો હોય. તો એક જ ધરમાં જુદા જુદા ધર્મના માણસો હોય, એવુંયે બનશે. જેવી જેની રુચી. જન્મથી જ કોઈના ઉપર અમુક ધર્મ ઠોકી નહીં બેસાડાય.

એક જ ઘરમાં જુદા જુદા ધર્મના માણસો પ્રેમથી સાથે રહેતા હોય, એ કલ્પના જ કેટલી બધી આહ્લાદક લાગે છે ! પ્રાચીન કાળમાં હીન્દુસ્તાનમાં આવું જોવાયે મળતું. એક જ પરીવારમાં બાપ હીન્દુ હોય, અને દીકરો બૌદ્ધ હોય તો બીજો જૈન હોય. આમાં કોઈ વીરોધ નહોતો જણાતો. તો પછી આજે પણ એવું કેમ ન બને કે એક જ ધરમાં એક ભાઈ હીન્દુ, બીજો મુસલમાન, તો ત્રીજો ખ્રીસ્તી હોય ? આવું વીચાર–સ્વાતંત્ર્ય શું કામ ન હોય ? આ અંગે ગંભીરતાથી વીચારવું જોઈએ. એક જ ઘરમાં સારો હીન્દુ, સારો મુસલમાન અને સારો ખ્રીસ્તી સાથે રહેતા હોય, તો શો વાંધો ? એક જ ઘરમાં અનેક ધર્મો ખુશીથી સાથે રહી શકે છે. આ માટેની માનસીક તૈયારી હવે આપણામાં થઈ જવી જોઈએ. તો જ માનવધર્મની દીશામાં આગળ વધી શકાશે.

તાત્કાલીક ને સર્વકાલીન અંશો વચ્ચે વીવેક

માનવધર્મ પાંગરે તે માટે એક બીજીયે પરહેજી આપણે પાળવી પડશે. ધર્મગ્રંથોમાં જે કાંઈ લખ્યું હોય છે, તેમાં અમુક અંશ તત્કાલીન હોય છે અને અમુક સર્વકાલીન. આ બે વચ્ચે વીવેક કરવો પડે છે. આ વીવેક સૌથી મોટી વસ્તુ છે. કુરાનમાં કહ્યું છે કે જેમના ઉપર ઈશ્વરની કૃપા હોય, એમને વીવેક (discrimination)નો લાભ મળે છે.  આ પરમાત્માની સૌથી મોટી દેણ છે, એમ કુરાનમાં કહ્યું છે.

એમ જોવા જઈએ તો દરેક ધર્મ–સંપ્રદાયમાં કાંઈ ને કાંઈ બુરાઈ પેસી ગઈ છે. તે બુરાઈને વળગી રહેવાનું ન હોય, તેને કાઢવાની જ હોય. હીન્દુઓની એવી સ્થીતી છે કે એમનું તત્ત્વજ્ઞાન તો અદ્વૈતનું છે; પણ આચરણ અદ્વૈતનું નથી. ગીતામાં કહ્યું છે કે સહુને સમદૃષ્ટીએ જોવા જોઈએ. પરન્તુ હીન્દુઓમાં તો અનેક નાતજાત છે અને છુત–અછુતનો ભેદ છે. તો શું આનો જવાબ ગીતા દેશે ? ઈસુએ શત્રુને પણ પ્રેમ કરવાનો ઉપદેશ દીધો છે; પરન્તુ ખુદ ખ્રીસ્તીઓ વચ્ચે અનેક લડાઈઓ થઈ અને હજી થતી રહે છે. એ જ હાલત ઈસ્લામની છે. ઈસ્લામ એટલે શાંતી, ઈસ્લામ એટલે શરણતા. પરન્તુ મુસલમાન રાજાઓ જ્યાં–જ્યાં ગયા, ત્યાં–ત્યાં રાજ્યતૃષ્ણા લઈને ગયા અને એમણે અનેક અત્યાચારો કર્યા. આમ, ધર્મનું નામ લઈને સારા માણસો પણ નીકળ્યા છે અને ખરાબ પણ. માટે કોઈ પણ ધર્મ વીશે વીચારીએ, ત્યારે તેનો મુળ ગ્રંથ શું કહે છે અને તેના સારા માણસો શું કહે છે, એ જ જોવું જોઈએ.

તેથી ધર્મગ્રંથોના તાત્કાલીક અને સર્વકાલીન અંશો વચ્ચે વીવેક કરવો જોઈએ તથા ધર્મોના સમાન અંશો અને વીભીન્ન અંશો વચ્ચે પણ વીવેક કરવો જોઈએ. જુદા જુદા ધર્મોના એકબીજાથી ભીન્ન જ નહીં, વીરોધી અંશ છે તેના પર ભાર મુકવાને બદલે બધા ધર્મોના સમાન અંશ ઉપર જ ભાર મુકવો જોઈએ. દરેકમાંના એકાંગી વીચારો છોડી દેવા જોઈએ.

ધર્મને ત્રીવીધ કેદમાંથી છોડાવવો પડશે

છેલ્લે એક વાત: આપણે જો એક માનવધર્મને પાંગરવા દેવો હશે, તો બધા જ ધર્મોને ત્રીવીધ કેદમાંથી છોડાવવા પડશે. ધર્મ આજે ત્રીવીધ કેદમાં જકડાઈ ગયો છે. ધર્મને ધર્મ–સંસ્થાઓના સકંજામાંથી, પાદરી–પુરોહીત–મુલ્લાઓના હાથમાંથી અને મંદીર–મસ્જીદ–ચર્ચની ચાર દીવાલોની કેદમાંથી સદંતર મુક્ત કરી દેવાનો છે તથા સાચી ધર્મ–ભાવના સમાજ આખામાં સર્વત્ર ફેલાવવાની છે.

ધર્મ જોઈએ; પણ ધર્મ–સંસ્થા ન જોઈએ. ધર્મ–સંસ્થા મુળમાં ગમે તે ઉદ્દેશથી ઉભી કરવામાં હોય; પણ આજે હવે તે ચાલુ રહે, તેમાં સમાજને લાભને બદલે નુકસાન જ વધારે થશે. લોકોએ માની લીધું છે કે ધર્મનું જે કાંઈ કાર્ય છે, તેને કરવાની જવાબદારી આ ધર્મ–સંસ્થાના પુરોહીતોની છે, ધર્મ માટે આપણે પોતે કાંઈ કરવાનું નથી. એક સુંદર મન્દીર બનાવી દીધું, તેને માટે જમીન આપી, પૈસા આપ્યા, પુજા–અર્ચનાની વ્યવસ્થા કરી દીધી, એટલે આપણું ધર્મકાર્ય પત્યું ! એક વેપારી હોય, તેણે એક મુનીમ રાખી દીધો, એ મુનીમ જ બધો કારભાર ચલાવે, અને વેપારી પોતાની મોજમજામાં મસ્ત ! આમ કરવાથી જે હાલ થાય, તે આજે ધર્મના થયા છે. બધું પંડાને, પાદરીને અને મુલ્લાને સોંપી દઈને આપણે હાથ ધોઈ નાંખ્યા છે !

આજે ધર્મ જેમ ધર્મ–સંસ્થાઓ અને સંસ્થાઓના ગાદીપતીઓના હાથમાં કેદ છે, તેમ આપણે ધર્મને મન્દીર–મસ્જીદ–ચર્ચમાંયે કેદ કરી મુક્યો છે. મન્દીર–મસ્જીદમાં જઈ આવ્યા, એટલે ધર્મનું આચરણ થઈ ગયું, બજારમાં ને રોજબરોજના વ્યવહારમાં ધર્મની જરુર નથી ! ત્યાં તો જુઠાણાં ને અધર્મ વચ્ચે જે ચાલતું હોય, તે ભલે ચાલતું. ધર્મ તેમાં ક્યાંયે આડે આવતો નથી ! વળી બજારમાં ધર્મ ન લઈ ગયા એટલું જ નહીં; બલકે ધર્મમાં બજાર લઈ આવ્યા ! બજારનો અધર્મ મન્દીરમાંયે પહોંચી ગયો. આજે આવી હાલત થઈ ગઈ છે !

માટે આ ત્રીવીધ કેદમાંથી આજે ધર્મને છોડાવવાનો છે તથા સાચી ધર્મ–ભાવના સમાજમાં કેળવવાની છે. માણસે ધર્મ–સમ્પ્રદાયોથી ઉપર ઉઠવાનું છે, અને એક માનવધર્મ વીકસાવવાનો છે.

આ માનવધર્મ પાંગરે તે માટે ઉપર કહી એવી કેટલીક પરહેજીઓ આપણે પાળવી પડશે. તેના વીના આજના વાતાવરણમાં માનવધર્મ પાંગરી શકશે નહીં.

(સંકલીત)

-વીનોબા ભાવે

‘ભુદાનમુલક ગ્રામોદ્યોગપ્રધાન અહીંસક ક્રાંતી’નું પાક્ષીક મુખપત્ર ‘ભુમીપુત્ર’ના વર્ષ: 57 અંક: 24 (1588) તા.1-09-2010મા પ્રકાશીત થયેલ લેખ. આ લેખભુમીપુત્ર’ના સંપાદકની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

●● ‘ભુમીપુત્ર’મેળવવા માટે સમ્પર્ક : ‘ભુમીપુત્ર’ કાર્યાલય, હુઝરાત પાગા, વડોદરા–390 001 ફોન–0265- 243 7957

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

પોસ્ટ કર્યા તારીખ– 23–12–2010


19 Comments

  1. વિનોબાજીના વિચારોને તો માત્ર અંદર ઉતારવાના હોય. કેટલી સરળતા અને નિશ્છલતાથી એમણે બધા ધર્મના લોકોને રૅશનલ વર્તનનો રસ્તો દેખાડ્યો છે. આ લેખ પર આથી વધારે કશું પણ કહેવાની પાત્રતા મારામાં તો નથી.

    Like

  2. વિનોબા ભાવેની ભાવના જો સમગ્ર માનવ જાતમાં આવી જાય તો ધર્મના જગડાઓ નાશ પામે. અત્યારના માણાસો પોતાના નાનકડાં ક્ષુલ્લક લાભ માટે જ્યારે અર્થના અનર્થ કરતાં અટકતાં નથી ત્યારે વિનોબા ભાવેનો આ લેખ ઘણો જ પ્રાસંગીક છે.

    Like

  3. અભિનંદન
    ગાંધી-વિનોબાની સર્વોદય વિચાર ધારા સાંપ્રત સમયને માટે શ્રેષ્ઠ લાગી છે
    અને આ આખો વિચાર દાદા ધર્માધિકારીએ વિચાર ક્રાંતીમા બહુ સરળ સહજ ભાષામા સમજાવ્યો છે

    Like

  4. “માનવ ધર્મ”.
    “સાચો માનવધર્મ સ્થાપવો હશે તો ધર્મને ત્રીવીધ કેદમાંથી છોડાવવો પડશે.”વીનોબા.
    તેઓએ માનવધર્મને કેદ કરનારા પરીબળોમાં એક ધર્મ સંસ્થા, બે,તેનો વહીવટ કરનારા પુરોહીતો,મુલ્લા અને પાદરી અને છેલ્લા પરીબળ તરીકે ધર્મને નામે ઉભા કરવામાં આવેલાં મંદીર, મસ્જીદ અને ચર્ચો ગણાવ્યા છે.સમગ્ર લેખ (વીવેકપંથી અંક નંબર ૧૦૪ પાન નં ૧) નો સારાંશ તપાસતાં એમ ફલીત થાય છે કે તમે આ ત્રણ પરીબળોની નાગચુડ પકડ માંથી જો ધર્મને છોડાવોતો માનવ ધર્મેને વીકસવામાં કોઇ મુશ્કેલી ન પડે.
    આશરે ૯૩ વર્ષ પહેલાં સોવીયેત રશીયામાં થયેલ સામ્યવાદી ક્રાંતી બાદ વીનોબાએ જણાવેલા ત્રણેય પરીબળોને આ સમયગાળામાં બીલકુલ નામશેષ કરી નાંખવામાં આવ્યાં હતાં. જેવો રશીયામાં સ્વતંત્રતાનો પવન અને વૈશ્વીક ખુલ્લાપણાનો અનુભવ રશીયન પ્રજાએ અનુભવવા માંડયો કે તરતજ વીનોબાએ જણાવેલા ધર્મને કેદ કરનારા પરીબળો અસ્તીત્વમાં આવી ગયા અને તે પણ બેવડી ક્ષમતા અને સાધન સંપત્તી સાથે. બીજીબાજુએ સમગ્ર અમેરીકા સહીત પશ્ચીમી જગતમાં વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત લોકશાહી મુલ્યોના જેવા કે સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વના પ્રચાર અને પ્રસારથી તેમજ તેવી રાજય વ્યવસ્થા ઉભી કરવાથી પેલા ત્રીવીધ પરીબળોની નાગચુડ પકડ તે દેશોની પ્રજા ઉપર ઘણી બધી ઓછી થઇ ગઇ છે.
    વીનોબાએ સદર લેખમાં માનવ ધર્મનાં કયાં કયાં લક્ષણો હોઇ શકે તેની ચર્ચા કરી નથી.
    ચાલો, આપણે માનવ ધર્મનાં સાદા સીધા લક્ષણો શું હોઇ શકે તે જોઇએ.
    (1) માનવ ધર્મની પ્રથમ શરત છે કે તે કોઇપણ બે માનવી વચ્ચે તે ધર્મ. સંપ્રદાય, જાતી,ચામડીના રંગ,સામાજીકજુથ, કે રાષ્ટ્ર નામે કોઇ ભેદભાવ રાખતો નથી. દરેક માણસ જન્મથી જ સમાન છે .આજના બધાજ ધર્મો માનવ માનવ વચ્ચે ભયકંર તફાવત રાખવાનું શીખવે છે. દરેક ધર્મના ટેકેદારો પોતાના અનુયાયીઓને એવું શીખવાડે છે કે તેમનો પોતાનો ધર્મ જ બીજા અન્ય ધર્મો કરતાં ચઢીયાતો છે.દરેક ધર્મના ઠેકેદારોનું મુખ્ય કામ પોતાના ધર્મીઓ સીવાયના અન્ય કે પરધર્મીઓ પ્રત્યે અમાનુષી,હીંસકઅને અસહીષ્ણુ વ્યવહાર કેળવવાનું વ્યવસ્થીત રીતે શીખવવામાં આવે છે.સદીઓથી ચાલુ રહેલા ધાર્મીક યુધ્ધો તેનું જ પરીણામ હોયછે. આ ઉપરાંત દરેકધર્મના ઠેકેદારોને અને અનુયાઇઓને પોતાના ધર્મને અને તેના આધારીત ઉપદેશો જ સાચા છે તે બધાને ટકાવી રાખવામાં જ રસ છે..
    દા.ત. હીદું ધર્મનો પ્રચલીત ગીતા પુસ્તક આધારીત કર્મનો સીધ્ધાંત.
    ડાર્વીનના ઉત્ક્રાંતીવાદે સાબીત કરી દીધું છે કે માનવ કોઇ ધર્મની નીપજ કે ઇશ્વરી ઇચ્છાથી પૃથ્વી પર જન્મેલું સજીવ એકમ નથી. તેનો વર્તમાન જન્મ ફક્ત એક સ્રી પુરૂષની જૈવીક સંયોજનનું જ પરીણામ છે.તેથી હીંદુ વર્ણવ્યવસ્થા આધારીત માનવીની જ્ઞાતી આધારીત ઉંચ નીચના સામાજીક સ્તરની વહેચણી અને વ્યવહાર બીલકુલ અમાનવીય,અનૈતીક અને લોકશાહીના પાયાના મુલ્યોથી બીલકુલ વીરૂધ્ધ્ના છે.સાચી લોકશાહીના વીકાસમાટે દેશના હીતમાં હીદું ધર્મ પુરૂસક્રૃત વર્ણવ્યવસ્થા આધારીત જ્ઞાતીપ્રથાનો સંપુર્ણ સફાયો અનીવાર્ય છે.સદર ધર્મના ટેકેદારો સાથે કોઇ સંવાદ શક્ય નથી.અને હોઇ શકે પણ નહી. કારણકે તેમની વર્ણવ્યવસ્થા આધારીત સમાજ રચનાને દુન્યવી સત્યનો કોઇ જ આધાર નથી.
    (2) માનવ ધર્મનો આધાર જ્ઞાન આધારીત જ હોઇ શકે. જે હકીકતોનો માનવીય બુધ્ધી , અનુભવ અને નીરીક્ષણને આધારે પુરાવો ન મળે તેનું કોઇપણ પ્રકારનું સ્થાન માનવીય હીતમાં નથી. માટે આવી તપાસ્યા વીનાની શ્રધ્ધાઓનું સ્થાન પણ માનવ ધર્મમાં ન હોઇ શકે.માનવ ધર્મની પુર્વશરત છે કે તે વીશ્વ અને બ્રહ્માંડને સમજવામાટે તથા માનવજાતની દરેક સમસ્યા ઉકેલવામાટે તે વીજ્ઞાન અને વીવેકબુધ્ધીનો જ સહારો લે છે. માનવ ધર્મ માનવબુધ્ધીને હલકી પાડીને જગતની સમસ્યાઓના આધ્યાત્મીક ઉકેલ કે ઇન્દ્રાયાતીત અનુભવોના દાવાને બીલકુલ વજુદ વગરનાજ ગણે છે. ભલે તેનો દાવો પછી ગમેતેવી વ્યક્તી દ્રારા કેમ કરવામાં આવ્યો ન હોય?
    (3) માનવ ધર્મ એટલે માનવ કલ્યાણ કે માનવનું ભૌતીક હીત.માનવીનું ભૌતીક હીત ફક્ત માનવીની આસપાસ રહેલા કુદરતી પરીબળોનો જ્ઞાનઆધારીત ઉપયોગ કરવાથી જ શક્ય બને. બધાજ ધર્મોનો ઉપદેશ હોય છે કે તેણે કુદરતી બળોના નીયમો શોધી કાઢવાના નથી. પણ તે બધા ઇશ્વરી અંશના પ્રતીનીધીઓ હોવાથી તેમને ભજવા અને તે બધા કોપાયમાન ન થાય માટે તેની પુજા, અર્ચના જ કર્યા કરવી.દાત. હીદું શાસ્રોમાં ઇન્દ્રને વરસાદના દેવ તરીકે ગણીને તેની પુજા અર્ચના કરવામાં હજુ આવે છે. યુરોપીયન પ્રજાએ આખી દુનીયાના દેશો શોધી કાઢયા પણ કોઇ ભારતીયોએ યુરોપ કે અમેરીકાની ખોજ ન કરી તે ન જ કરી.ભારતીય સંસ્ક્રૃતીમાંથી કોઇ કોલંબસ કે વાસ્કોદા ગામા જન્માયા જ નહી. કારણકે દરીયાદેવની પુજા થાય પણ તેનો પ્રવાસ માનવ કલ્યાણમાટે ન જ થાય. માનવી તરીકે તેણે તેની વર્તમાન સ્થીતી પોતાના દુન્યવી જ્ઞાનથી બદલવાની કોશીષ ન કરવી. તેનું આવું કૃત્ય તેનો અને પૃથ્વીનો વીનાશ નોતરશે.આપણા દેશની પાંચહજાર વર્ષથી ચાલુ રહેલી હીદું ધર્મ આધારીત અપરીવર્તનશીલ સમાજવ્યવસ્થા આવાજ માનસીક વલણની જ પેદાશ છે.
    માનવી શીકાર યુગ છોડી ખેતી કરતો થયો તે તેના અસ્તીત્વ ટકાવવાની કુદરતી સહજવૃત્તીનું જ પરીણામ છે.તેણે પોતાનું અસ્તીત્વ ટકાવવા જે તેનો પોતાનો માનવ ધર્મ જ હતો તે જ બજાવ્યો છે. આજે આજ ખેતી સંસ્કૃતીએ માનવીને જે ધર્મરૂપી નૈતીકતાની બેડીઓ પહેરાવી છે તેજ તેને ગુલામ બનાવી આ સંસ્કૃતીના ગુણગાન ગાવાના ઘેનમાં જબ્બરજસ્ત રીતે પકડી રાખે છે. અફીણનો નશો જેમ અફીણીને બંધાણી બનાવી ને જ તેનો જીવ લે છે તેજ કાર્ય ધર્મની રીતીનીતીઓથી બંધાણી બનેલા ધાર્મીક અફીણીની સ્થીતી હોય છે.હીદું ધર્મના બધાજ કથાકારોનું મુખ્ય કામ બધાજ હીદુંઓનો આ ધાર્મીક અફીણનો નશો આધુનીક પ્રવાહના ધસમસતા પુર સામે જરીકે ઓછો ન થવો જોઇએ તે જ હોય છે. તેમાં તેમનું બધાનું અંગત વ્યવસાયીક હીત પણ જળવાયેલું હોયછે તે ભુલવું ન જોઇએ. (ગાંધીજીએ હીંદ સ્વરાજ પુસ્તકમાં જે બચાવ પોતાની સંસ્ક્રૃતીનો કર્યો છે તે આવી માનસીકતાનું જ પરીણામ હતું.)
    (4) માનવ ધર્મમાં એ વીશ્વાસ નીહીત રીતે સમાયેલો છે કે વૈજ્ઞાનીકશોધો અને ટેકનોલોજીની મદદથી માનવજાતની ગરીબી, બેરોજગારી,વગેરે દુર થઇ શકશે તથા ચેપી અને અન્ય રોગો ઉપર કાબુ મેળવી શકાશે. આ બેંને પરીબળોની મદદથી માનવ જીવન ચોકકસ વધુ સમરૂધ્ધ બનશે. ધર્મે પેદા કરેલી અસંખ્ય અંધશ્રધ્ધો પણ દુર કરી શકાશે.
    (5) માનવ ધર્મનો મુળભુત સીધ્ધાંત છે કે તે દરેક દેશમાં ધર્મઅને રાજય વચ્ચે કોઇ પણ પ્રકારના સંબંધો ન હોવા જોઇએ. રાજય કોઇપણ દેશમાં ધર્મનું સીધું કે પરોક્ષ ટેકેદાર ન હોવું જોઇએ.
    (6) માનવ ધર્મના ઉપર જણાવેલા લક્ષણોના અસ્તીત્વ અને વીકસમાટે દરેક દેશમાં કાયદાનું શાસન (રૂલ ઓફ લો નોટ ઓફ મેન) હોવું અનીવાર્ય છે. કોઇપણ ધર્મના અંગત કાયદાદ્દારા જેવાકે મુસલમાનોનો શરીયત, કે હીદુંઓનું હીદું કોડબીલ કે બાયબલ આધારીત વ્યક્તી વ્યક્તી વચ્ચેના પ્રશ્નો કે વ્યક્તી અને રાજય જેવી સંસ્થાઓ વચ્ચેના પ્રશ્નો ઉકેલાવા ન જોઇએ.

    (7)માનવ ધર્મના અનુયાઇઓ આપણી પૃથ્વી અને તેની કુદરતી ભૌતીક સંપત્તીનો એવી રીતે ઉપયોગ કરશે કે જેથી હવે પછી આવનારી પેઢીઓના તથા અન્ય સજીવ જાતી પ્રજાતીઓના હીતો અને અસ્તીતવ પણ સચવાઇ રહે.
    (8) માનવીય નૈતીકતાનો આધાર ધર્મ નીરપેક્ષ અને જ્ઞાનઆધારીત રહેશે.માનવીને પ્રમાણીક, પરોપકારી,સત્યનીષ્ઠ,અને માનવ માનવ વચ્ચે ભાઇચારો કેળવવા કોઇપણ ધર્મની શીક્ષાપત્રીકાની જરૂરત નથી.
    (8) માનવ ધર્મી વીશ્વબંધુત્વનો ટેકેદાર જ હોય. તેની સમજ સ્પષ્ટ જ છે કે વીશ્વના કોઇખુણે માનવ મુશ્કેલી,તે તેની મુશ્કેલી હશે. ધરતીકંપ, સુનામી. ચેપી રોગચાળાનો ફેલાવો, માનવ અધીકારોનુ. હનન આવી બધી માનવ સમસ્યાઓ ના ઉકેલના સહકારમાં તેનો અંગત જાતી, કોમ, દેશ, ભાષાજેવા કે કોઇ વીઘાતક પરીબળો ક્યારેય વચ્ચે આવશે નહી.
    (9) છેલ્લે માનવ ધર્મી માનવ ધર્મ એટલા માટે સ્વીકારે છે કે તેને પોતાને માનવી તરીકે અંગત પણ સુખ પ્રાપ્ત થાય. તે પેલા કાલ્પનીક આકાશમાં નીવાસ કરતા દેવોને સુખી કરવા માનવ ધર્મ ક્યારે ય નહી પાળે.

    Like

  5. “હું તો હજીયે એક ડગલું આગળ જવા માંગુ છું. માણસનો ધર્મ પણ એના જન્મથી જ શું કામ નક્કી થવો જોઈએ ? દરેક માણસ કાંઈક સમજણો થાય, ત્યારે 18 વરસની ઉંમરે પોતાની જાતે પસન્દગી કરે કે પોતે કયો ધર્મ સ્વીકારે છે, અથવા કોઈ પણ ધર્મ સ્વીકારતો નથી. આવું થવું જોઈએ. માણસનો ધર્મ જન્મજાત નહીં; તેની પોતાની પસન્દગીનો હોય.”

    વિનોબાજીની આ વાત કંઈક વિચીત્ર લાગે છે. અને કંઈક અંશે વિરોધાભાષી પણ લાગે છે.

    ધર્મ એ પસંદ કરવાની વસ્તુ નથી.

    હાલના ધર્મો બધા વાડા છે. ધર્મ વિષે ઘણા લોકો ગોથાં ખાય છે. જ્યારે ધર્મના અર્થો જ ભીન્ન અને વિવાદાસ્પદ હોય ત્યારે તેની પસંદગી જેવું કશું હોઈ જ ન શકે.

    માનવીને અને ઈશ્વરની શ્રૃષ્ટિમાં સમાજને અન્યાય ન થાય તે માટે માનવ સમાજે સમયે સમયે જરુરી કાયદાઓ બનાવ્યા છે. તે કાયદાનું પાલન કરો એજ ધર્મ છે.બાકી બધા રીવાજો છે.

    રીવાજો ભૌગોલિક અને સામાજીક પરિસ્થિતી પ્રમાણે રચાયેલા છે અને તેમાં ફેરફારો થયા કરે છે. બાકી જે રહ્યું તે ઈશ્વરની ઉપાસના છે, જે ઈશ્વરને કોઈ જાણતું નથી.

    જેને જે પ્રકારે બુધ્ધિ સહિતની કે બુધ્ધિ રહિતની જે તે પ્રકારના ઈશ્વરની ઉપર શ્રદ્ધા હોય તે તે પ્રમાણે કરે.એટલો ખ્યાલ રાખે કે સામાજીક કાયદાઓનું પાલન થાય.
    ધર્મ જેવું કશું છે જ ક્યાં?

    Like

  6. It is a very good article. We all should think about this and follow in our daily life.

    Thanks,

    Pradeep h. Desai
    USA

    Like

  7. ધર્મની વાડાબંધી કલેક્ટેડ ઈગોને પોષ્યા કરે અને પસંદગી કરનારા પણ અહંનો ટેકો જ શોધતા હોય તો એકાદ વાડો જ પસંદ કરવાના! સાચા સિંદ્ધાતોનું આંધળુ અનુકરણ કરનારા પણ તેમાં હોય છે. જે સમાજને હાની નથી કરતા. બાકી સિક્કાની બે બાજુ બધે જ હોવાની ! અહંને ન પોષવાની વાતમાં પ્રથમ પોતાના અહં પર જાગતી નજર રાખવી પડે. મોટા સંતો પણ અબુધ કે અજ્ઞાને કરેલા અપમાનથી વિચલિત થઈને પ્રત્યાઘાત માટે કાર્યશીલ થતા જોવામાં આવે છે. પ્રેમમાં ખોવાયેલી શકુંતલાને દુર્વાસાનો શ્રાપ તે અહંનું ક્રોધમાં રૂપાંતર જ ને? ફક્ત વાતોથી સંતોષ માનનારો વર્ગ પણ નાનોસૂનો નથી, અમલ જ ખરી કસોટી છે.

    Like

  8. શ્રીયુત બીપીન શ્રોફજી અને ખુશ્બુજીના મત સ્પર્શીલા છે, અને અન્ય મહાનુભાવોના મત પણ સાચા અને યોગ્ય જ છે. અને આ ચર્ચા પરથી એક વાત ફલિત થાય છે, કે માનુષ્ય ગમે એટલો દુર ભાગી લે, એ પરમેશ્વરથી અલગ નથી થઈ શકવાનો.

    મનુષ્ય ફક્ત અને ફક્ત શાંતિ ની ખોજમાં હોય છે. સવારે ઉઠતા વેંત જ ધન કમાવાની ચિંતા અને એ માટે કરવા પડતા ઉધ્યમો એને વધુ બેચેન બનાવી મુકે છે.

    સાંજે શાંતિ ઈચ્છે છે અને જે ઘરમાં શાંતિ ન હશે ત્યા એ માનવ ટકી નહિ શકે અને એ માટે જ છેવટે એ ભગવાન, અલ્લાહ અથવા ગોડ પાસે શાંતિ મેળવે છે જે સાચી શાંતિ હોય છે (વિનોબાજીની અને ગાંધિજીની) આધ્યાત્મિક શાંતિ હોય છે પણ નાસ્તિકતા અથવા તો વૈજ્ઞાનિક, ભૌતિક માર્ગે મળતી શાંતિ એ ક્ષુલ્લક અને સાંસારીક શાંતિ હોય છે. કોઈ નાસ્તિક બનીને પરમેશ્વરને છે જ નહિ માનીને કદાચ દારુમાં,કોઈ જુગારમાં, કોઈ ધંધામાં, વળી કોઈ એમના લેખમાં, કોઈ એમની વૈજ્ઞાનિક ખોજમાં, કોઈ વ્યભિચારમાં, કોઈ કપટ-ચાલાકીમાં, નિઠારી કાંડ-ભિમાનંદકાંડ-અસીમાનંદકાંડ-રાજાકાંડ વગેરે વગેરે જેવા અન્ય અન્ય કામો માં મળતી હોય છે અને એમાના થોડાક જ કામો સમાજોપયોગી બને છે પણ મોટા ભાગના નાસ્તિક કામો સમાજ માટે ચિંતા ઉત્પન્ન કરતા જ હોય છે ને!!.
    અને એટલે જ સાઈઠ વરસે રીટાયર થયા પછી જ મનુષ્ય ધર્મોમાં જ શાંતિ શોધે છે. અને શાંતિ મેળવવાનો અન્ય બીજો કોઈ જ મારગ પચાસ-સાઈઠ પછી દેખાતો જ નથી. (હોય તો દેખાડો?) અને એટલે જ આજે ધર્મો ટકી રહ્યા છે, પછી ભલે કોઈ સાચો ધર્મ હોય અને બીજો કોઈ ખોટો હોય, પણ એ શાંતિ જ જે તે સમાજને એક્જુટ કરવાનુ અને સમાજ ને વધુ સુરક્ષિત કરવાનુ કામ કરતી હોય છે.
    જ્યારે નાસ્તિકતાની શાંતિ એ મર્યાદિત નાસ્તિક ગ્રુપ માટે જ હોઈ શકે સંપુર્ણ સમાજ માટે નહિ. વળી એ ટોળાની શાંતિ, સંપુર્ણ સમાજને સ્વિકાર્ય પણ ના કોઈ શકે. છતાં પણ, શાંતિ, ચાહે આસ્તિક શાંતિ હો ચાહે નાસ્તિક શાંતિ, શાંતિ એ ફક્ત અને ફક્ત પરમપિતા પરમેશ્વર નો જ ગુણ છે જે ઈચ્છે છે કે એમના સંતાનો આપસમાં હળીમળીને, ભાઈચારાથી રહે. અને પ્રગતિ કરે અને એમને આદર-સન્માન આપે.
    હવે નાસ્તિક કહેશે કે પરમેશ્વર છે જ નહિ. તો પછી મારો મત એ છે કે જો આપણો શારીરીક પિતા તો છે જ ને, આપણે કાંઈ એમ ને એમ જ, એટલે કે કશુ પણ કર્યા વગર તો ટપકી નથી પડ્યાને? આપણા માટે કોઈ ક્રિયા થયેલી જ ને? તો પછી આવુ વિચાર્યા પછી આપણા સર્વના દાદા-પરદાદા- એમના પણ દાદાપરદાદાઓ…. એવી રીતે છેવટે સર્વનો પિતા તો એક જ વ્યક્તિ હોવાનો જ ને જે પ્રથમ પિતા હતો અને એને પણ જન્માવનારો તો પરમપિતા હશે જ ને અને એ જ તો આપણ ને પરમપિતા પરમેશ્વર હોવાનુ જે તે ધર્મોને ચિંધવે છે જ ને અને એ જ વિચાર ધર્મો બનીને, ચાહે સાચા હોય કે ખોટા, આજનુ રુપ લઈ લીધેલ જ છે ને!!
    અને સમાજ માં શાંતિ હોવી જ જોઈએ, ભાઈચારો હોવો જોઈએ, આદર-માન સન્માન મળવા જોઈએ, જીવો અને જીવવા દો એ બધુ કોણ શીખવે છે? મનુષ્યની બુધ્ધિ જ, જે આત્મા ના શિખવેલ મનુષ્યને રાહ દેખાડે છે. અને આત્મા એ પરમાત્માનો અંશ નથી શુ?

    સમાજ ને કોનો ડર છે, ભગવાન-આલ્લાહ-ગોડનો કે બેલગામ શયતાની-તોફાની-નફ્ફટતા, વ્યભિચાર, અનાચાર, વગેરે વગેરેને બે-રોક્ટોક અનુસરનાર નાસ્તિકોનો? જો કે બધા જ નાસ્તિકો પાપી નથી હોતા પણ મોટા ભાગના નાસ્તિકોના એશોઆરામના કામો પાપના જ કામો હોય છે, કેમ કે એ પોતાની મરજીનો માલિક બેલગામ છે, સાવધાન…. વધુ વિચારી જુઓ…..

    Like

  9. NICE TO READ THIS ARTICLE.WE HAVE TO DEVLOP INFRASTRUCTURE TO PROPAGATE SARVA DHARMA EK. ALL NEW DHARMAGURUS NEED TO BRING SUCH CHANGE.SOMEONE HAS TO BEGIN THIS TO GET ACCEPTED.

    Like

  10. પ્રિય મિત્રો;
    પ્રેમ;
    સમગ્ર વિશ્વમા જુદા જુદા સમાજોની, તેના રીત રીવાજોની, નીતિનિયમોની, કાયદાઓની રચના કેટકેટલાંય પરીબળોને આધારે કરવામાં આવી છે. આવા પરિબળોમા મુખ્યત્વે વિભાજન કરીએ તો કુદરતી પરીબળો અને કૃત્રિમ પરીબળો કહી શકાય.કુદરતી પરીબળોમા પરિવર્તન ઓછા પ્રમાણમા હોય છે પરંતુ કૃત્રિમ પરીબળો મા પરિવર્તન ઝડપી હોય છે.(જેમકે સત્તા પલટો, શિક્ષણ નો વિકાસ). પરીબળો બદલાતા તેને આધારીત રીત રિવાજો કે નીતિનિયમો કે કાયદાઓ મા પણ બદલાવ થવો ઘટે, પરંતુ તેમ થતું નથી. આથી સમાજશાસ્ત્રીઓ, નીતિશાસ્ત્રીઓ, કે કાયદાશાસ્ત્રીઓ જે તે રીવાજોનુ ખંડન અને વિરોધ કરે છે અને નવા રીતરિવાજો, કે કાયદાઓ કાળક્રમે અમલમા આવે છે.આ એક પ્રક્રિયા છે. પણ ધર્મને નીતિશાસ્ત્ર, કાયદા શાસ્ત્ર, કે સમાજશાસ્ત્ર સાથે કોઈ લેવા દેવા નથી. ધર્મ કોઈ પરીબળોના આધારે કામ નથી કરતો. હજાર વર્ષ પહેલા જે ધર્મ હતો તે જ ધર્મ આજે પણ છે અને આવતા હજારો વર્ષ પછી પણ રહેશે. એટલે તો ધર્મને સનાતન કહ્યો છે. મહાત્મા ગાંધી કે વિનોબાજી સમાજ સુધારક કે નીતિશાસ્ત્રિ તરીકે બરાબર હશે પણ ધર્મ સાથે તેઓને કોઈ લેવાદેવા નથી. નથી તેઓએ કોઈ દાવાઓ પણ કર્યા. ધર્મ સમજવા માટે આપણે કૃષ્ણ, કબીર, ક્રાઈસ્ટ, મહંમદ, મહાવીર, જનક, અષ્ટાવક્ર, બુધ્ધ, રઈદાસ, સહજો, ધરમદાસ, લલ્લા, રાબીયા, નરસિંહ મહેતા, નાનક, મીરાં, અશોજર્થ્રુષ્ટ્ર, પલટુ,પતંજલી, ગુર્જીએફ, મીખાઈલ નેઈમી, બોકોજુ જેવાં અનેક સંતો (કે ભગવાન કે નબી કે પયગમ્બર કે જે નામ આપવું હોય તે) થઈ ગયા છે તેની પર દૃષ્ટિ રાખવી જોઈએ તો જ ધર્મ શું છે તે સમજાય. બાકી તો સુથાર પાસે સુવાવડીનો ઈલાજ કરાવવા જેવી દશા થાય.
    એકપણ સંતે માનવ ધર્મની વાત નથી કરી. હા પ્રેમ અને કરુણા ધર્મનો પાયો છે તેમ જરુર કહ્યું છે. પણ આપણને આવી વાતો ગમે છે. સમાજ સુધારવાની વાતો અહંકારને પુષ્ટિ આપે છે જ્યારે જાતે સુધરવાની વાત કષ્ટ આપે છે. સમાજ સુધારકોની વાતનુ કેન્દ્રબિન્દુ અન્ય છે જ્યારે ધર્મનુ કેન્દ્રબિન્દુ સ્વ છે. ધર્મ અન્યને સુધારવા માટે નથી સ્વને સુધરવા માટે છે.
    શેષ શુભ.
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ.

    Like

    1. શ્રી શરદભાઇ,
      ‘સ્વ’ કેટલો સ્વતંત્ર એટલે કે ‘સ્વ’તંત્ર છે?
      નરસિંહ મહેતાના “વૈષ્ણવ જન તો…”માં ‘સ્વ’ની વાત છે તો ‘પર’ની પણ વાત છે.
      નરસિંહ મહેતાને કઈ શ્રેણીમાં મૂકવા? ગાંધી-વિનોબા સાથે કે કૃષ્ણ, મહંમદ, જિસસ સાથે?

      નીતિ સિવાયનો ધર્મ શો છે અને એ કઈ રીતે માનવોપયોગી છે?

      Like

  11. પ્રિય દિપકભાઈ;
    પ્રેમ;
    એક પશ્નનો ઉત્તર મળ્યો ન મળ્યો ત્યાં તો બીજા અનેક પ્રશ્નો ઉત્પન થઈ જાય. આ બધુ કોકડુ જ એવુ ગુંચવી નાખેલુ છે. જાત જાતની વ્યાખ્યાઓ અને જાતજાતના મંતવ્યો, જાતજાતના શાસ્ત્રો.તેમાંય આધુનિક યુગમા માહિતિનો રાફડો ફાટેલ છે. શું સાચુ અને શું ખોટું? અરે જુદા જુદા બુધ્ધ પુરુષોના વચનો પણ વિરોધાત્મક લાગે. ભેજું કામ કરતુ બંધ થઈ જાય. પણ સાચુ કહુ તો આ બધી મગજની ખુજલી જ છે. બાકી આ ક્ષણમા જીવતા આવડી જાય તો સત્ય સાવ સરળ છે. ખેર! તમારા પ્રશ્નો જોઈ લઈએ.
    આપ પૂછો છો સ્વ કેટલો સ્વતંત્ર છે?
    અસલી સ્વ છે તે સદા સ્વતંત્ર જ છે. તેને પરતંત્ર બનાવવાનો કોઈ ઉપાય નથી. જેમને સ્વને જાણ્યો છે તેવા અનેક બુધ્ધ પુરુષોને જેલમા નાખવામા આવ્યા, શૂળી એ ચઢાવવામા આવ્યા કે તેમના શરીરના ટૂકડા કરવામા આવ્યા છત્તાં પણ સત્તાધીશો તેમને પરતંત્ર બનાવી નથી શક્યા એવા ઐતિહાસિક પુરાવાઓ છે.
    બીજુ તમે પૂછો છો કે નરસિંહ મહેતાને કઈ શ્રેણીમા મૂકવા? કૃષ્ણ, જીસસ કે મહમ્મદની?
    અસ્તિત્વ ક્યારે પણ ડૂપ્લીકેશન (પુનરાવર્તન) નથી કરતું. એક જ વૃક્ષના લાખો પાન હોવા છત્તાં પણ બે પાન સરખા નથી હોતા તો બે બુધ્ધ પુરુષો કેવી રીતે સરખા હોઈ શકે? દરેક બુધ્ધ પુરુષ અદ્વિતિય છે, અતુલનીય છે. દરેક વ્યક્તિ માટે પણ એ જ સત્ય છે.બાકી નરસિંહમહેતાના ભજનની સમજુતિ આપવી અહી શક્ય નથી. સમય અને ઉત્સુકતા હોય તો મારો સંપર્ક મારા મોબાઈલ નંબર (૦૯૮૨૫૮૪૭૭૩૩) પર કરી શકો છો.
    આપનો ત્રિજો પ્રશ્ન છે, નીતિ વગરનો ધર્મ કેવી રીતે હોઈ શકે? અને તે માનવ ઉપયોગી કેમ થાય?
    નીતિ તમે કોને કહો છો? માંસ ન ખાવુ તે? મદીરા ન પીવી તે? હિંસા ન કરવી તે? જુગાર ન રમવો તે? ચોરી ન કરવી તે?
    મહમ્મદ પયગમ્બરને કે ગુરુગોવિંદશિંહને યુધ્ધમા માનવ સંહાર કરતા કે કૃષ્ણને યુધ્ધમા અર્જુનને યુધ્ધની સલાહ આપવાને આપ શું કહો છો? મહમ્મદ પયંગમ્બર ગુરુ ગોવિંદસિંહ કે કૃષ્ણ નીતિમાન હતા કે અનીતિના સમર્થક હતા? આપનુ શું કહેવું છે?
    મોટાભાગના બુધ્ધ પુરુષો ક્ષત્રિય હતા. રામ, મહાવીર, બુધ્ધ, કૃષ્ણ અને તેઓ માંસાહર કરતા હતા. જીસસ, મહમ્મ્દ પણ માંસાહર કરતા હતા. તમારુ શું કહેવું છે? તેઓ અનીતિમાન હતા?
    પાંડવો જુગારમા પત્ની(દ્રોપદી)ને દાવમાં લગાવી હારી ચુકેલા. શું કહઓ છો? પાંડવો અનીતિમાન હતા અને કૃષ્ણએ અનીતિમાન પાંડવોને સાથ આપેલ?
    મિત્ર નીતિ અને અનીતિની વ્યાખ્યા યુગે યુગે, સ્થળે સ્થ્ળે, સમાજે સમાજે બદલાતી હોય છે. તમે કઈ નીતિની વાત કરી શકો?
    ધર્મને નીતિની સાથે ઝાઝી લેવાદેવા નથી. ધર્મને વિવેક સાથે લેવા દેવા છે. વિવેક વગર ધર્મ ઉદ્ભવતો નથી.ગોવિંદભાઈએ ટાંકેલ ભગવાન બુધ્ધના વચનો ફરીવાર વાંચી જાઓ. બુધ્ધ પણ વિવેક બુધ્ધીની વાત કરે છે. નીતિની નહી.
    શેષ. શુભ.
    પ્રભુશ્રીના આશિષ;
    શરદ

    Like

  12. પ્રિય શરદભાઈ,
    તમારૂં પહેલું વાક્ય વાંચીને ક્ષમા પ્રાર્થના જરૂરી લાગે છે. મેં સવાલો પૂછ્યા તે તમારો દૃષ્ટિકોણ વધારે સ્પષ્ટતાથી સમજવા માટે હતા, તમારૂં અપમાન કરવા માટે નહીં પરંતુ એવો આભાસ પણ થયો હોય તો માફ કરશો.
    તમે તો જ્ઞાની છો પણ મારો નમ્ર ખ્યાલ રજૂ કરૂં તો આ દુનિયામાં ‘સ્વ’ નું નિર્માણ સમાજમાં રહીને જ થાય છે. મને આ એક કલ્પના લાગે છે કે ‘સ્વ’ સમાજથી પર છે . બાળપણમાં એક ઘટના જાણવા મળી હતી કે એક માનવ બાળક્ને જંગલમાં માદા વરૂએ ઉછેર્યું. એ બાળકનું વર્તન પણ પ્રાણીઓ જેવું હતું અને ભાષા પણ નહોતી આવડતી. હું શું છું, શું વિચારું છું એના પર સમાજની અસર ઘણી હોય છે. આખા જીવનનો વાસ્તવિક અનુભવ ખોટૉ અને એક વૈચારિક અધિતર્ક (Hypothesis) સાચો એમ માનતાં અચકાઉં છું. તમે કહો છો એવા ‘સ્વ’ની આ દુનિયામાં કઈં પણ ભૂમિકા હોય તો એ સ્વતંત્ર રહેવાની ન હોઈ શકે. સમાજથી અલિપ્ત ‘સ્વ’ હોવા વિશે મને શંકા છે. આ બાબતમાં આપણા વિચારો એકસમાન ન હોય એ શક્ય છે.
    આથી જ મેં દાખલો આપ્યો કે નરસિંહ મહેતા તો ‘કહે છે કે ‘પીડ પરાઈ જાણે રે’ .એમનો સ્વ આ સમાજમાં રહીને કામ કરવા માગે છે. એ સમાજથી જુદો નથી. આ સ્વ વૈંકુંઠ જવા નથી માગતો. એને વ્રજ વા’લું લાગે છે. એ કહે છે કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર …
    ગાંધીજી, વિનોબાને ધર્મની સાથે કશી લેવાદેવા નથી એમ કહો છો એ સાચું છે પણ એવો કયો ધર્મ છે જે એમણે કર્યું તેથી પણ મોટો હોઈ શકે, એ પ્રશ્ન તો ઊઠ્યા જ કરશે. ગાંધીજીને પણ ગોળીએ દીધા. ભગતસિંહ તો નાસ્તિક હતા. એ તો સમાજથી અલગ ‘સ્વ’ને માનવા તૈયાર નહોતા. એમને જેલમાં નાખ્યા અને ફાંસીએ ચડાવ્યા. એમના બલિદાનનું મૂલ્ય માત્ર એટલા જ ખાતર ઓછું નહીં માનું કે એમણે ધર્મના ક્ષેત્રમાં કઈં નહોતું કર્યું. અથવા એ પણ મને સમજાશે નહીં કે તમે જે ધાર્મિક લોકોની જે લાંબી યાદી આપી છે એમની પાસેથી જ પ્રેરણા લઈ શકાય પણ ગાંધી, ભગતસિંહ પાસેથી નહીં. કાર્લ માર્ક્સે ધર્મનો વિરોધ કર્યો પણ ગરીબોની વાત કરી. હિમાલયમાં તપ કરતા કે અધ્યાત્મના કેફમાં લોકો ન સમજી શકે એવાં અગમનિગમની હાંકતા કોઇ પણ ધર્મગુરુ કરતાં હું માર્ક્સને વધારે મહાન ૠષિ માનું છું.
    ધર્મનો આધાર સામાજિક સ્તરે નૈતિક વ્યવહાર ન હોય તો એ નકરૂં ફિલ્સૂફું બની રહે છે. નૈતિક વ્યવહર એટલે કોઈનું જાણીજોઈને નુકસાન ન કરવું. ધર્મ કોઈ રીતે ન સમજાય એવી વસ્તુ હશે કે સીધી સાદી વસ્તુ નહી હોય તો એની ઉપયોગિતા પણ નહીં રહે. એનાથી વ્યક્તિનું ભલું થતું હોય તો ભલે, પણ સમાજનું તો નહીં જ..
    તમે કેટલાયે અસલી ‘સ્વ’ની વાત કરી છે, જેમને શૂળીએ ચડાવી દેવાયા, પણ પરતંત્ર ન બનાવી શકાયા. આવા ‘સ્વ’ કેટલા? સમાજ માટે, વિજ્ઞાન માટે, પોતાના આદર્શો માટે, શોષણ સામે પ્રાણ આપનારાઓની યાદી એનાથી લાંબી છે. વાસ્તવિક દુનિયામાં વાસ્તવિક બનાવો બનતા હોય છે. જીવતું જાગતું ઉદાહરણ નેલસન મંડેલા છે, જે ૨૭ વર્ષે જેલમાંથી બહાર નીકળ્યા પછી પણ રંગભેદી શાસકો વિરુદ્ધ એક શબ્દ ન બોલ્યા કે પોતાનાં દુખડાં ન રડ્યા. એમને પણ ધર્મ સાથે સંબંધ નથી. સમાજથી અલગ કયો ધર્મ હોઈ શકે?
    નરસિંહ મહેતાને કઈ શ્રેણીમાં મૂકવા તેના જવાબમાં તમે કહ્યું છે કે “બે બુદ્ધ પુરુષો સરખા ન હોઈ શકે.” હું સંમત છું; પણ તમે ગાંધી-વિનોબાને એક શ્રેણીમાં મૂક્યા છે અને કૃષ્ણ, જીસસ અને મહંમદને જૂદી શ્રેણીમાં મૂક્યા છે. કઈંક તો સમાનતા જોઈને તમે આવું વર્ગીકરણ કર્યું હશે. મારે એ જાણવું હતું કે બે બુદ્ધ પુરુષો સરખા હોય કે નહીં, નરસિંહ મહેતાને પણ વર્ગીકરણ માટે ગણીએ તો એમને કયા વર્ગમાં મુકી શકાય? એનો જવાબ આપવા વિનંતિ કરૂં છું.
    એમના ભજનની સમજૂતી શી હોય? બહુ સીધો સાદો સંદેશ છે એતલે સામાન્ય માનસ સમજી શકે એવો એ ધર્મ છે, નૈતિક જીવનનો માર્ગદર્શક સિદ્ધાંત છે. આ ભજન સમજવા માટે હું તમને ફોન કરીને તમારો સમય નહીં બગાડું. તમારાં લખાણો વાંચું છું અને બીજા ઘણાય વિષયો છે જેના માટે કદાચ તમારી સાથે ચર્ચા કરવાની ઇચ્છા થાય ખરી. નંબર તો મેં એ કારણે લખી લીધો છે.
    તમે કેટલાક વળતા પ્રશ્નો પૂછ્યા છે, જેનો પહેલો ભાગ આ પ્રમાણે છેઃ ” નીતિ તમે કોને કહો છો? માંસ ન ખાવુ તે? મદીરા ન પીવી તે? હિંસા ન કરવી તે? જુગાર ન રમવો તે? ચોરી ન કરવી તે?”
    બીજો ભાગ આ પ્રમાણે છેઃ “મહમ્મદ પયગમ્બરને કે ગુરુગોવિંદશિંહને યુધ્ધમા માનવ સંહાર કરતા કે કૃષ્ણને યુધ્ધમા અર્જુનને યુધ્ધની સલાહ આપવાને આપ શું કહો છો? મહમ્મદ પયંગમ્બર ગુરુ ગોવિંદસિંહ કે કૃષ્ણ નીતિમાન હતા કે અનીતિના સમર્થક હતા? આપનુ શું કહેવું છે?”
    મને ખાતરી છે કે પહેલા ભાગના પ્રશ્નો માત્ર સાતમા-આઠમા ધોરણનાં બાળકોની વક્તુત્વ સ્પર્ધાને યોગ્ય છે. તમે પણ એ જાણો છો. પરંતુ તમે પૂછ્યું જ છે તો કહું કે માંસ ખાવું કે નહીં એને ચર્ચાનો મુદ્દો બનાવીએ એ નીતિ નથી. મદીરાની વાત કરો તો માણસ શા માટે પીએ છે અને મદીરા ખરાબ હોય તો એવાં કારણો દૂર કરવાનું વિચારવું એ નીતિ છે. હિંસા કેટલી ટાળી ન શકાય અને કેટલી ટાળી શકાય એ વિચારવું એ નીતિ છે. ચોરી કેમ થાય છે અને એને રોકવી હોય તો સામાજિક સ્તરે શું કરવું એનો વિચાર કરવો એ નીતિ છે. આ નીતિને આત્માની અમરતા સાથે કે ‘સ્વ’ની સ્વતંત્રતા સાથે સંબંધ નથી.
    બીજા ભાગના પ્રશ્નોમાં તમે જે મહાપુરુષોનાં નામ આપ્યાં છે એમને તમે પોતે જ ગાંધી-વિનોબા જેવા નીતિવાદીઓના વર્ગથી અલગ ‘ધાર્મિક’ વર્ગમાં મૂક્યા છે. આમ તમે એમનું મૂલ્યાંકન કરવા માટે મને એવો માપદંડ આપો છો જેને તમે જાતે અપૂરતો કે ઊણો માનો છો. જવાબ આપીશ તો મારો માપદંડ જ ખોટો નીકળશે! હું એટલુ જ કહીશ કે આ ત્રણેય મહાપુરુષો એમના સમયના સમાજનાં મૂલ્યોને અધીન રહીને વર્ત્યા. એ સમાજનાં કેટલાંક મૂલ્યો એમણે અપનાવ્યાં. અને અમલમાં મૂક્યાં. ઉદાહરણ તરીકે યુદ્ધ. બીજાં કેટલાંક મૂલ્યો સામે એમનો વિરોધ હતો અને નવાં મૂલ્યો સ્થાપ્યાં. એમનાં કાર્યને હું સમાજથી અલગ કરીને જોઈ શકતો નથી, હું નથી માનતો કે એમણે કોઈ વ્યક્તિગત ‘સ્વ’ના ઉત્કર્ષ માટે કઈં કર્યું. ઇસ્લામ અને શીખ ધર્મમાં જે સામૂહિક ભાવના જોવા મળે છે તે જો એમણે માત્ર કોઈ અમૂર્ત ધર્મ દ્વારા પ્રચારિત ‘સ્વ’ માટે કઈં કર્યું હોત તો ન જોવા મળતી હોત. હિન્દુ ધર્મમાં આવી સામૂહિકતા નથી જોવા મળતી તેનું કારણ આ અકળ ‘સ્વ’ છે જે માત્ર પોતાના ઉત્કર્ષ માટે મથે છે.શ્રી ગોવિંદભાઈના બ્લૉગ પરનું બુદ્ધનું કથન યાદ અપાવવા બદલ આભાર. એમણે કોઈનું ગુરુપદ ન સ્વીકાર્યું અને સૌને પોતાનો દીપ બનવા કહ્યું. તે સાથે આપણે યાદ રાખીએ કે બુદ્ધ જંગલમાં જઈને નહોતા બેઠા. લોકો વચ્ચે, શહેરોની ભાગોળે રહ્યા.લોકો સાથે એમનો જીવંત સંપર્ક હતો.

    Like

  13. પ્રિય દિપકભાઈ તથ અન્ય મિત્રો;
    પ્રેમ;
    અહીં કેટલીક વાત સ્પષ્ટ કરવી જરુરી છે તેથી દિપકભાઈ સાથેના સંવાદ દરમ્યાન સ્પષ્ટતા કરું છું, જેની દરેક્ મિત્રો નોંધ લે જે થી ભાવી ગેરસમજ ટાળી શકાય.
    દિપકભાઈ તમે કોઈ અપમાનજનક શબ્દ પ્રયોગ કર્યો નથી કે તમારે ક્ષમા માંગવાની જરુર ઉભી થાય. મેં જે પ્રથમ ફકરામાં લખેલ છે તે તમારા પ્રશ્નો પ્રતિ રોષ પ્રદર્શિત કરવા નથી, પણ આપણી બધાની મનોવ્યથા તરફ ઉંગલી નિર્દેશ કરવા માટે છે. ફરી એકવાર તે ફકરાને ધ્યાનપૂર્વક વાંચી જશો.
    બીજું તમે લખો, “શરદભાઈ તમે તો જ્ઞાની છો.” તો અત્રે સ્પષ્ટતા કરી લઉં કે હું કોઈ જ્ઞાની નથી કે મેં ક્યાંય જ્ઞાની હોવાનો દાવો પણ કરેલ નથી. છત્તાં કોઈને એમ લાગ્યું હોય માફ કરજો.
    હું પણ અન્ય લોકોની માફક સત્યની શોધમાં જ છૂ અને મન હૃદય અને દિમાગ ખુલ્લું રાખી શોધી રહ્યો છું., મારી સત્યશોધની યાત્રા દરમ્યાન મને કેટલીક વાતો સમજાઈ છે પરિણામે જીવન માં એક શાંતિ અને આનંદનો અનુભવ કરી રહ્યો છું. કેટલીય બાબતો જે મને પહેલા દુઃખી કરતી તે હવે દુઃખી નથી કરતી. એટલે જ તમારી સાથે શેર કરું છું. મારી કોઈ વાત તમારી બુધ્ધીને રુચીકર લાગે અને હૃદયમા ઉતરે તો તેને સ્વિકારજો અને ન ઉતરે તેવી લાગે તો તેને તુરંત જ ભૂંસી નાંખજો.બાકી કોઈની માન્યતાઓને કે વ્યાખ્યાઓને બદલવામાં મારી કોઈ રુચી નથી કે મારી સમર્થતા પણ નથી.
    શેષ શુભ;
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

  14. શરદભાઇ, આભાર. તમે એક ચર્ચામાં કહ્યું છે કે ‘સર્જનહાર’ નથી, નર્તક છે. આ વાતમાં મને રસ પડ્યો હતો અને મેં એ વિશે વધારે પૂછ્યું પણ હતું. આ બાબતમાં મારા મગજમાં વિચારો ચાલે જ છે.
    આપણા દૃષ્ટિકોણ જુદા હોઈ શકે છે પણ મેં ‘જ્ઞાની’ શબ્દ વિચારકના અર્થમાં વાપર્યો હતો. અને તમારા ગુરુની એ વાત પણ મને ગમી કે “માનો નહીં જાનો”.આ વાતમાં ગુરુ પરંપરાનો અંત પણ છે. આથી ફિક્સ્ડ ગુરુપદને છોડીને “જેના પાસેથી જે બાબતમાં મગજને ચમકારો મળે એ બાબત પૂરતો એ ગુરુ” એમ માનું છું. આમ હાલતાં ચાલતાં મળેલા ગુરુઓની યાદી લાંબી છે.
    તમને જે વિચારથી શાંતિ મળી હોય તે સાચો. એમાં વિવાદ ઊભો કરવાનો મને અધિકાર પણ નથી એવી ખાતરી આપવાની સાથે આ ચર્ચાને મારા તરફથી પૂર્ર્ણ્રવિરામ મૂકું છું. આભાર.

    Like

  15. Qualities of Seeker of Truth
    Every child is born with an innate search for truth. It is not something learned or adopted later on in life. Truth simply means, “I am, but I do not know who I am.” And the question is natural — “I must know the reality of my being.” It is not a curiosity.

    These are the three differences, or three categories the world can be divided into: there are things which are, but they do not know that they are; hence there is no opening for any enquiry. They are closed, their existence is windowless. Then there are animals who know that they are, but they don’t have the intelligence to enquire what it is that they are. Their windows are open, but their intelligence is not enough to look out and see the stars and the sky and the birds and the trees. Their windows — whether opened or closed — don’t make much difference.

    Perhaps once in a while a rare animal uses the window. In Shri Raman Maharshi’s ashram… and he was one of the most significant people of this century. He was not a master; that’s why people don’t know him as they know George Gurdjieff or J. Krishnamurti. They don’t know him even as they know Sri Aurobindo or P.D. Ouspensky who were only teachers — profound teachers, but not mystics.

    Raman Maharshi was a silent pool of energy. Every morning he used to sit for a silent satsang, communion. He never talked much, unless asked something. Then too his answer was very short — having profundity, but you had to look for it. There was no explanation in it. His literature is confined to two, three small booklets.

    His teaching was mostly to be in silent communion with the disciples. Naturally, very few people were benefited by him. But every morning he was sitting, people were sitting, and a cow would come and stand outside, putting her neck through the window, and she would remain standing there while the satsang lasted. It must have continued for years. People came and went, new people came, but the cow remained constant… and at the exact time, never late. And as the satsang would disperse she would move away.

    One day she did not appear, and Shri Raman said, “Today satsang cannot be held, because my real audience is absent. I am afraid either the cow is very sick or she has died, and I have to go and look for her.” He lived on a mountain in the south of India, Arunachal. The cow belonged to a poor woodcutter who lived near the ashram. Raman left the temple where they used to meet, went to the woodcutter and asked, “What happened? The cow has not come today for satsang.”

    The woodcutter said, “She is very sick and I am afraid she is dying, but she goes on looking out of the door, as if she is waiting for someone. Perhaps she is waiting for you, to see you for the last time. Perhaps that is why she is hanging around a little longer.”

    Raman went in and there were tears in the eyes of the cow. And she died happily, putting her head in the lap of Raman Maharshi. This happened just in this century, and Raman declared her enlightened, and told his people that a beautiful memorial should be made for her.

    It is very rare for human beings to be enlightened; it is almost impossibly rare for animals to become enlightened, but the cow attained. She will not be born again. From the body of a cow she has bypassed the whole world of humanity, and she has jumped ahead and joined with the buddhas. So once in a while — there are a few instances only — it has happened. But that cannot be called the rule; it is just the exception.

    Things are, but they do not know that they are. Animals are, they know that they are, but they don’t have the intelligence to ask who they are. And it is not something to be wondered about. Millions of human beings never ask the question — that is the third category.

    Man is, is aware that he is, and is capable by birth to enquire who he is. So it is not a question of learning, cultivation, education; you bring the quest with yourself. You are the quest. Your society destroys you. It has very sophisticated ways and means to destroy your quest, to remove the question from your being, or at least cover it up. And the method it uses is this: before the child has even asked who he is, the answer is given. And any answer that has been given before the question has been asked is futile; it is going to be just a burden.

    He is told that he is a soul, that he is a spirit, that he is not a body, that he is not material. Or, in communist countries he is told that he is a body, just material, and that only in the old days, out of fear and ignorance, did people believe that they have souls — that that is just a superstition. But in both cases, the child is being given an answer for which he has not asked. And his mind is delicate, pure… and he trusts his mother, his father — there is no reason for him not to trust.

    He starts a journey of belief, and belief kills the quest. He becomes more and more knowledgeable. Then education is there, religious education is there, and there is no end to collecting knowledge. But all this knowledge is futile — not only futile, but poisonous, because the first step has gone wrong. The question was not asked, and the answer has been implanted in his mind, and since then he has been collecting more and more answers. He has completely forgotten that any answer that is not the finding of a question is meaningless.

    So the only quality of a seeker of truth is that he does not believe, that he is not a believer, that he is ready to be ignorant rather than to be knowledgeable, because ignorance is at least natural, simple, innocent. And out of ignorance there is a possibility, almost a certainty, that the question will arise, that the journey will begin. But through knowledge you are lost in a jungle of words, theories, doctrines, dogmas. And there are so many, and they are so contradictory to each other, that soon you will find yourself more and more confused… more and more knowledgeable and more and more confused.

    As far as I am concerned the basic quality of a seeker of truth is to cut himself away from all belief systems, from all borrowed knowledge — in other words, to have the courage to be ignorant rather than to have borrowed knowledge. Ignorance has a beauty; it is at least yours, authentic, sincere. It has come with you. It is your blood, it is your bones, it is your marrow.

    Knowledgeability is ugly, absolute rubbish. It has been poured upon you by others, and you are carrying the load of it. And the load is such that it will not give you any opportunity to enquire on your own what truth is. Your collection of knowledge will answer immediately that this is truth. If you are filled with THE HOLY BIBLE, then the question will be answered by THE HOLY BIBLE. If you are filled with the VEDAS, then the question will come out of the VEDAS. But it will come from some source outside yourself; it will not be your discovery. And that which is not your discovery is not yours.

    Truth brings freedom because it is your discovery. It makes you fully into man; otherwise you remain on the level of the animals: you are but you don’t know who you are. The search for truth is really the search for the reality of your being.

    Once you have entered your being, you have entered into the being of the whole, because we are different on the periphery but at the center we meet — we are one. You can draw many lines from the periphery of a circle towards the center; those lines on the periphery have a certain distance from each other. But as they come closer to the center the distance goes on becoming less. And when they reach to the center the distance disappears.

    At the center we are one. At the periphery of existence we appear to be separate. And to know the truth of your being is to know the truth of the whole. There is just one quality, one courage: not to be afraid of being ignorant. On that point there can be no compromise, no cheap borrowed knowledge to decorate yourself with as a wise man. That’s enough! Just be pure and natural, and out of that purity, naturalness, ignorance, innocence, the quest is bound to be born.

    Like

Leave a comment