સંશય
પ્રા. રમણ પાઠક તા.13/11/2010ના ‘ગુજરાતમીત્ર’ની ‘રમણભ્રમણ’ કૉલમમાં કહે છે કે સંશય એ શીક્ષણનું મહત્ત્વનું લક્ષણ છે. શ્રી આનંદશંકર ધ્રુવ– જેઓ ધર્મના મોટા અભ્યાસી અને ચીન્તક હતા. તેઓ પણ સંશયને બુદ્ધીનું આગવું લક્ષણ કહે છે. કોઈ વસ્તુ માની જ લેવી અને વગર વીચારે સ્વીકારી જ લેવી એમાં એમ કરનાર પોતાની બુદ્ધીને તાળું મારી દે છે અને પોતાની સ્વતંત્ર વીચારશક્તીને અટકાવી દે છે. શીક્ષણ (જે સ્વતન્ત્રતા પર આધાર રાખે છે)માં સંશય કરવો એ મહત્ત્વનું કદમ મનાય છે. પણ એનો અર્થ એમ પણ નથી કે સંશય કર્યા જ કરવો. બીજાનો અનુભવ અને તેને આધારે લાધેલું સત્ય દર્શન ધ્યાનમાં રાખવું પડે છે. વીવેક બુદ્ધીને જાગૃત રાખવી પડે છે અને આપણી બુદ્ધી શું કહે છે તે પ્રમાણે નીર્ણય લેવો પડે છે અને આમ છતાં ત્યાં પણ સંશયને તો આપણી બુદ્ધીના એક અવીભાજ્ય અંગ તરીકે સાથે રાખીને જ ચાલવું પડે.
આપણા દેશમાં બુદ્ધ અને મહાવીરે આ કામ કર્યું છે અને તેની અસર આજ સુધી રહી છે. શંકરાચાર્યે પણ આ કામ કર્યું. પરન્તુ સરાસરી હીન્દુ માનસ દેવ–દેવીઓ તરફ અને કર્મના સીદ્ધાંત તરફ વધારે ઢળતું રહ્યું છે. પરીણામે મંદીરદર્શન અને પુજાપાઠના વ્યાપક આશરાથી સંશયનું તત્ત્વ દયામણું રહ્યું છે. મધ્યકાલીન યુરોપમાં ધર્મની વાત સ્વીકારવી એવું દબાણ વધ્યું અને વીજ્ઞાન જે સંશયને સહારે આગળ વધતું હતું તેને થોડો સમય સહન કરવું પડ્યું.
પણ આખરે વીજ્ઞાન અને સત્યની શોધનો વીજય થયેલો દેખાય છે. યુરોપના લોકો સ્વતન્ત્રતાની ખોજ અને સમાનતાની લડતમાં આપણા કરતાં આગળ રહ્યા છે. ત્યાં શીક્ષણમાં સંશયને પ્રાધાન્ય મળ્યું છે, જેણે આપણા પ્રાચીન વારસાને પણ તાજો કર્યો છે. એટલે સંશય જ શીક્ષણ છે એમ કહેવું ખોટું નથી.
–નરેશ ઉમરીગર
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.24/11/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…
લેખક–સંપર્ક:
શ્રી નરેશ ઉમરીગર, રામનાથ ધેલા ફળીયા, ઉમરા, પો. સરદાર વલ્લ્ભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી – 395 007 જી. સુરત. સેલફોન: 97236 43277
♦●♦●♦ દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/
અક્ષરાંકન: ગોવીન્દ મારુ: govindmaru@yahoo.co.in
પોસ્ટ કર્યા તારીખ– 07/01/2011
♦●♦
‘વર્ડપ્રેસ.કૉમ’ તરફથી આપણા આ ‘અભીવ્યક્તી’ બ્લોગની ૨૦૧૦ની સાલની કામગીરીની સમીક્ષા–તારણ મને પહેલી જ વાર મળ્યા છે, તે આપ સૌને વહેંચવા મન થાય છે; કારણ આપ સૌની મુલાકાત અને કૉમેન્ટથી તે રળીયાત છે.. આપ સૌનો ખુબ આભાર.. દીલથી.. બધી વાતો ઘણી વીગતે તેમણે નીચે આપી છે, તેથી તે વીશે હું ફરી કશું લખતો નથી..
આપનાં,
ગોવીન્દ અને મણી મારુ..
— On Sun, 2/1/11, WordPress.com <donotreply@wordpress.com> wrote:
From: WordPress.com <donotreply@wordpress.com>
Subject: Your 2010 year in blogging [govindmaru.wordpress.com]
To: govindmaru@yahoo.co.in
Date: Sunday, 2 January, 2011, 12:11 PM
Team WordPress.com + Stats Helper Monkeys |
Your 2010 year in blogging
Happy New Year from WordPress.com! To kick off the year, we’d like to share with you data on how your blog has been doing. Here’s a high level summary of your overall blog health:
Wow |
Blog-Health-o-Meter™
We think you did great!
Crunchy numbers
About 3 million people visit the Taj Mahal every year. This blog was viewed about 33,000 times in 2010. If it were the Taj Mahal, it would take about 4 days for that many people to see it.
In 2010, you wrote 51 new posts, growing the total archive of this blog to 143 posts. You uploaded 140 pictures, taking up a total of 40mb. That’s about 3 pictures per week.
Your busiest day of the year was September 17th with 396 views. The most popular post that day was
વડીલોપાર્જીત મુર્ખતાઓને તીલાંજલી આપીએ ! .
Where did they come from?
The top referring sites in 2010 were mail.yahoo.com, WordPress Dashboard, mail.live.com, gu.wordpress.com, and mail.google.com.
Some visitors came searching, mostly for govindmaru, વાસ્તુશાસ્ત્ર, જીવતી માનું શ્રાદ્ધ, બ્રાહ્મણ, and govindmaru.wordpress.com.
Attractions in 2010
These are the posts and pages that got the most views in 2010. You can see all of the year’s most-viewed posts and pages in your Site Stats.
1 વડીલોપાર્જીત મુર્ખતાઓને તીલાંજલી આપીએ ! September 2010
58 comments and 1 Like on WordPress.com,
2 એક ઘરડાંઘર એવું… ગમે સૌને રે’વું. September 2010
51 comments and 5 Likes on WordPress.com
3 લ્યો, ધરમ કરતાં ધાડ પડી ! પધરામણી પચ્ચીસ લાખમાં પડી !! June 2010
27 comments and 1 Like on WordPress.com,
4 મારી ઓળખ
75 comments
5 વાસ્તુશાસ્ત્ર: વીજ્ઞાન કે અજ્ઞાન ? April 2010
33 comments and 1 like on WordPress.com,
Share these stats with your visitors
Want to share this summary with your readers? Just click the button below, or paste this link into your browser: https://govindmaru.wordpress.com/wp-admin/post-new.php?yib=2010
See you in 2011!
If you liked what you saw in this summary and want to know more about how your blog is doing, you can always visit your Site Stats, where our helper-monkeys are working day and night to provide you with pages and pages of detail on how your blog is doing. If you have any feedback on this email, please click here for a very short survey (in English). We would love to hear from you.
Thanks for flying with WordPress.com in 2010.
We look forward to serving you again in 2011! Happy New Year!
Andy, Joen, Martin, Zé, and Automattic
♦●♦●♦●♦
જેની શંકા શકિત અને નિરાકરણ શકિત સરખાં હોય તે માણસ સ્થાપીત બુદ્ધિવાળો કહેવાય.જેની શંકા શકિત નિરાકરણ શકિત કરતાં વધારે હોય તે માણસ દોલાચલ ચીત્તવૃત્તિ વાળો કહેવાય.જેનામાં નિરાકરણ કરવાની શકિતનો સંપૂર્ણ અભાવ હોય તે મૂર્ખ કહેવાય.અને જેની બુદ્ધિએ બધી જ શંકાઓનું નિરાકરણ કર્યું હોય તેને જ્ઞાની કહેવાયસમાજમાં સંબંધો સંશયના આધારે જ બંધાય છે.અને સંશયના કારણે જ તૂટે છે. સંદેહના મૂળમાં કૂતુહલ છે,જિજ્ઞાસા, જાણવાની ઇચ્છા છે.
સંશય એટલે શક, શંકા, સંદેહ, દહેશત કે ભય. કેટલીય વાર વ્યક્તિ પૂર્વગ્રહોથી એટલો ગ્રસ્ત રહે છે કે, કંઈક નવું કરવાની કે કંઈક યોગ્ય કરવાની ઇચ્છા અંદર ને અંદર જ મરી જાય છે. એવું ન બને એ માટે જરૃરી છે કે પોતાના મનમાં શંકાઓ અને સંદેહો માટે ક્યાંય જગ્યા ન રાખો. આ વિશ્વમાં એવી કોઈ વ્યક્તિ નથી કે જે પોતાના માટે સફળ કરિયર કે સુરક્ષિત ભવિષ્યની ઇચ્છા ન રાખતી હોય, પરંતુ કેટલીક વાર જાણે-અજાણ્યે આપ આપનો સફળતાલક્ષી માર્ગ ખુદ બંધ કરી દો છો. એટલા માટે ક્યારેય પણ શક્યતાઓને આંખ હેઠળ ન કાઢો અને કંઈક નવું કરવામાં પણ પાછી પાની ન કરો.
અમે તો છીએ તારા પણ તુજને હજી સંશય છે,
કરીયે ઉજાગરા વિરહમા તેનો પણ હજી સંશય છે,
કેમ કરી સમજાવવુ તુજ હ્રદયને અમારે,
હ્રદયમા તુજની જ છબી છે તેનો પણ હજી સંશય છે,
ન કર હવે તો આટલો સંશય , સમજી , માની જા,
જીવી કઈ રીતે શકીશુ તુજ વિના તેનો જ અમને સંશય છે.
LikeLike
Yes, I agree.
Doubt (Shanshay) is part of the development of Intellect (Vivek-Buddhi!) and can help you not getting lost… but too much of it and if one starts doubing everything then it can make one crazy…
As Shri Krishna said in Bhagwad Geeta “Shanshyatma Vinashyati”
Our entire well being depends on Vivek-Buddhi and knowing where to doubt and where not to and that is needed throughout our lifetime we must not take things for granted at any point in time and be on our toes at every moment but learn to relax at the same time.
I will end it with a quote from Bhagwad Geeta…
“The awakened sages call a person wise when all his undertakings are free from anxiety about results.” ~ Lord Krishna
Thank you for giving me an opportunity to comment on your blog.
LikeLike
It is a good article. We always believe what we are told regarding Dharma. If you want to know something in your life, never agree and try to find the facts by your own experience.
This will be your own findings.
Thanks
Pradeep H. Desai
Indianapolis,In USA
LikeLike
સ્વાગત,
સંશય જે વા શબ્દ માટે શ્રીમદ ભગવદ ગીતા માં કહેવા યું છે કે “સંશય આત્મા વિનશ્યતિ”
બુદ્ધિ ગમ્ય વિરોધાભાસ ને તડકે મૂકી, હૃદય ગમ્ય શાશ્વત તા માં જયારે પ્રવેશ થાય ત્યારે અંતરાત્મા પ્રકાશ આપી રસ્તો સુજાડે છે..
આ વાત ને શરણાગતિ પૂર્વક સ્વીકારી, સંશય થી થતા વિનાશ ને રોકીએ એ ઉચિત સાધના માર્ગ છે.
પાસ્ચાત્ત લોકોએ કરેલા નું અનુકરણ કરવાની જરૂર નથી..
અસ્તુ,
શૈલેષ મેહતા
+૧ ૩૧૨ ૬૦૮ ૦૮૩૬
LikeLike
સંશયનો સહુ ને અધીકાર છે
ગુરુ શિષ્ય પરંપરામાં ,શિષ્યોના પ્રશ્નોના ઉત્ત્તરો આપી
તર્ક નો આશ્રય લૈ શિષ્યોના પ્રશ્નોના સમાધાન કરે છે
LikeLike
’પ્રજ્ઞાજૂ’ના વિશ્લેષણના અનુસંધાનમાં કહેવા માગું છું કે એક શબ્દ ઘણા ભાવ વ્યક્ત કરતો હોય છે. ’સંશય’ના ઘણા અર્થ છે અને વાક્યમાં ભાવ સાથે એની અર્થચ્છાયા પણ બદલાતી રહે છે. આના માટે http://spokensanskrit.de/index.php?script=HK&tinput=saMzaya&country_ID=&trans=Translate&direction=AU જોઈ જવા વિનંતી છે. કદાચ લેખની મૂળ ભાવના સમજવા માટે આ સાઇટ ઉપયોગી થઈ શકે છે.
મનમાં સંશય ન રાખવો એ તો સમજાય છે. આમ પણ આપણી સમક્ષ ઘણા વિકલ્પો હોય તેમાંથી કાર્ય માટે તો એક જ પસંદ કરવો પડે અને એ પસંદ કરી લો તે પછી બાકીના બધા વિકલ્પ બંધ થઈ જતા હોય છે. વિકલ્પ પસંદ કરી લીધા પછી સંશય રાખવો એ કદાચ આત્મઘાતક હોઈ શકે પરંતુ, એક પણ વિકલ્પનો વિચાર ન કરવો અને કોઇકે કહ્યું તે વિકલ્પ માની લેવો એ પણ આત્મઘાતક જ છે.
આપણે હંમેશાં “સંશય”નું એકાંગી વિશ્લેષણ કરતા રહ્યા છીએ, પરિણામે આપણે ત્યાં શાસ્ત્રાર્થની જે ભવ્ય પરંપરા હતી એનો અંત આવ્યો. ધર્મની વાત આવે છે ત્યારે તો આપણે મૂંગા બની જઈએ છીએ. જાણે એ બાબતમાં તો આપણી ચાંચ ડૂબી જ ન શકતી હોય! આમાં ધર્મ સહેલો બની ગયો. કોઇકે કહ્યું, આપણે કરી નાખ્યું. આમ આપણે કશા પણ રચનાત્મક ફાળા વિના ધર્મનું આચરણ કરતા રહીએ છીએ.
કહીએ તો એમ છીએ કે ध्रर्मो रक्षति रक्षित: પણ ધર્મ આપણું રક્ષણ કરે તે માટે આપણે પોતે કઈં કરતા નથી હોતા. ઉધાર વિચારોને ભરોસે કેમ ધર્મનું રક્ષણ થઈ શકે? એટલે ’સંશય’ આપણું સ્વપ્રયાસ માટેનું સંબળ બની રહેશે.
‘
LikeLike
સંશયાત્મા વિનશ્યતિ મોસ્ટ ડેન્જરસ વાક્ય ભારત માટે બની ચૂક્યું છે.સંશય વિજ્ઞાનની શરૂઆત છે.સંશય બુદ્ધિગમ્ય જ હોય.અને હોવો જ જોઈએ.હૃદય એક પંપ છે,એની પાસે વિચાર કરવાના કોઈ જ્ઞાન તંતુઓ હોતા નથી.બધું બ્રેઈન જ વિચારે છે.અંતરાત્મા પણ બ્રેઈન જ છે.ગીતાના આ એક વાક્યનો દુરુપયોગ કરીને દેશની બરબાદી કરી નાખવામાં આવી છે.એક ન્યુટન કે એક આઈનસ્ટાઈન પકવી શકતા નથી.શ્રી કૃષ્ણે કયા અર્થમાં આ વાક્ય કહ્યું હશે કોઈને ખબર નથી,લોકોએ મન ગમતા અર્થ કરી લીધા દેશને વિચાર કરતો બંધ કરી દીધો.આવું કહીને વિચારવા ઉપર પ્રતિબંધ કોઈ સંસ્કૃતિમાં થયો નથી.માનવ કપડામાં હરતા ફરતા ઘેટા બનાવી દીધા.
LikeLike
પ્રિય ભૂપેન્દ્રસિંહભાઈ,
તમે લખ્યું છે કે: ” શ્રી કૃષ્ણે કયા અર્થમાં આ વાક્ય કહ્યું હશે કોઈને ખબર નથી,લોકોએ મન ગમતા અર્થ કરી લીધા દેશને વિચાર કરતો બંધ કરી દીધો.”
મારા પ્રતિભાવમાં મેં આનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. કોઈ એક વિકલ્પ પસંદ કરી લીધા પછી એમાં શંકા રાખવા બાબતમાં જ કૄષ્ણનું આ વિધાન સાર્થક ઠરે છે.
કૌરવો અને પાંડવો વચ્ચે વર્ષોથી વેર ચાલતું હતું. સંધિના પ્ર્યાસ નિષ્ફળ રહ્યા હતા અને “પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ” જેવો એક માત્ર વિકલ્પ હોવાનું અર્જુન જાણતો હઓ. આ વિકલ્પ સુધી પહોંચવાની સ્થિતિ ઊભી થઈ એના માટે બન્ને પક્ષો જવાબદાર હતા અને ્વિકલ્પ નક્કી કરવામાં ભૂમિકા ભજવ્યા પછી અર્જુનને સંશય થયો.
આ સિવાયની કોઈ પણ સ્થિતિ માટે સંશય જીવનદાયક શક્તિ છે.
LikeLike
dear readers , I think unless you donot know the truth for any matter you will have so many other views from others having not truthful knowledde or speciality for that. Basic thing is truth for each situation should be judged by intellect with holiastic approach acceptable as natural justice. Some times it is very difficult to have one truth for all , as human creation is pleuro potential. So even the judgement of same matters are different at different level of courts. We develop and progress only by doubting and finding solutions . No two human being are not same structurally and funtinally so thinking process and applicaton method bound to be varied. But at the end it should not destruct or disorganise the other natural creation by untruthful action is to be seen. We are natural creation to accept more and more complex challanges of life as we live making quality of life at tissue level hygienic and pure.
LikeLike
શંચય કેટલીકવાર સાવચેત કરવા માટે પણ હોય છે. અહીં અમેરીકામાં એક સ્ત્રી એ તેના બિમાર પિતા માટે નર્સ રાખી હતી અને પિતા અવાચક હોવાને કારણે કંઈ બોલી શકે તેમ ન હતા. પથારીવશ પિતાની સંભાળ માટે રાખેલી નર્સની કામગીરી પર દેખરેખ રાખવા માટે તેણે તે રૂમમાં છૂપા કેમેરા ગોઠવી રાખેલા. શરૂઆતના બે ચાર દિવસ બધુ સરખુ ચાલ્યુ અને કેમેરા થકી નર્સ પર વિશ્વાસ બેસી ગયો એટલે રોજ વિડિયો જોવાનું તેણે જરૂરી ન માન્યું. પછીથી રોજ સાંજે કામ પરથી આવે ત્યારે પિતાની આંખોની વ્યથા અને કૃશ થતા જતા શરીરને બિમારી સમજી દિકરી સાંત્વન આપતી રહેતી. એક દિવસ મોડું થઈ ગયુ હોવા છતાં વિડિયો કેમેરાની કેસેટ જોવા માટે અંદરની શંકાએ જાણે જોરદાર દબાણ કર્યુ. અતિવ્યસ્તતાને કારણે તે ટાળતી રહેતી પણ અંતે શંકાની દ્રઢતાને કારણે તેને જાણવા મળ્યું કે પેલી નર્સ તેના પિતાને ખૂબ માર મારતી હતી અને પોતાના મનની બધી દાઝ તેના પર ઉતારી સેવાને બદલે વધુ હેરાન કરતી હતી. તેને કાઢી મૂક્યા પછી પિતાની આંખમાં દિકરીએ સ્પષ્ટ આભાર વાંચ્યો. કુદરતી શંકાએ એમને આંઘળા વિશ્વાસનો ભોગ બનતા અટકાવ્યા. શંકા એ કુતુહલ રૂપે એક ગુણ પણ હોઈ શકે અને આત્મવિશ્વાસને નબળો પાડતો અવગુણ પણ બની શકે. તેનો ઉપયોગ કોણ અને કેવી રીતે કરે છે તે પર બધો આધાર છે. કોઈ પણ ગુણ કે અવગુણ કરતા તે કેવી રીતે ઉપયોગમાં લેવાય છે અને તેના પાછળનો ભાવ કેવો છે તેનું મહત્વ વધુ હોવું ઘટે.
LikeLike
Dear Govindbhai Maru and Friends:
Shanshay or Shanka or Doubt are natural to Human Beings. Human Beings are evolving as they grow in age, education, experience, etc. One is not perfect at any stage. Children, adults, aged All have questions. They look for answers for guidance. Schools, Colleges, Pathshalasand Discussion Groups are places to learn. During the Learning process, students ask for clarifications and Teachers/Professors are there to resolve them. If text books were the final authority, one can learn by self, which does happen at the later stage when one has a basic knowledge about concepts and theories.
In the study of religious scriptures, Pathshala Teachers explain the meaning. All students do not have the same level of intelligence or understanding or grasping. They all need help and assistance from the teacher who has a mastery over the subject. Questions and answers, differences in opinion, Philosophies, etc. are the Natural Method of Learning or Education. In Democracy, there are at least two or more opinions. People get the better government, as it provides options. There is No one way to Reach Heaven as also reaching a Goal. ANEKANTVAD provides analyses of many options and the individual has a choice to find the Best. Elephant is a Whole Animal, but his one Limb is not the Totality.
Rational People try to find the best available answer from many given by different people. They also look for a better thought. Science would Not have developed, if people were contented and Happy. We would still be Living on Trees as Monkeys. Only Religious Scriptures become a finality according to many, as quoted Gita by many. I am a Jain and live in U.S.A. for over 40 years. We were having discussion groups for learning them as No one had read or studied All Dogmas. To broaden the Horizon, it is necessary to Learn More from many sources. It once happened that some one who thought he new more than others, came up to say that it is written in a particular Sutra and that is final and there need Not be any argument, etc. and waste the time of Others. I called this Arrogance and Blind Faith. To-day there are only few people go to such adult learning classes, most are ladies. There are so many religions in the World and a Rational Person would like to have a Comparative Study of Fundamentals of All Religions. DYNAMISM is the way of Learning.
In U.S.A.. children generally questions “Why” in everything. If you do Not answer their curiosities and try to avoid them, they will grow up with confused understanding. Whenever they grow up and learn the correct answers, they will know what type of Parentage they had. To-day in the world of Increasing Fanaticism, there is an utter need of Clarifications in matters of Morality and Ethics. Some ignorant people try to force Opinions and Beliefs through Force and that is why there is VIOLENCE. Logic and Reasoning and Rationality are the best way for the Thinking Animal, The Human Being. This is a very Good Subject of Discussion and Learning for All
Fakirchand J. Dalal
9001 Good Luck Road,
Lanham, Maryland 20706.
U.S.A.
LikeLike
પ્રિય મિત્રો;
પ્રેમ;
આપણે કેટલાંય બહુમુલ્ય શબ્દોને જેમ તેમ ફેંકાફેક કરી તેનો મૂળ અર્થ ભુલી ગયા છીએ અને ગમે તે શબ્દ ગમે તેની જ્ગ્યાએ ઉપયોગ કરીએ છીએ અને આપણને એમજ લાગે છે કે તેનો અર્થ આ જ છે. દાતઃ “પ્રેમ” પ્રેમ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે તેનો મૂળ અર્થ શું છે તેની આપણને ખબર નથી કે નથી પ્રેમનો અનુભવ અને આપણે કહીએ છીએ કે હું મારી પત્નીને ખુબ પ્રેમ કરું છું. કે હું પુસ્તકોને પ્રેમ કરું છું કે હું મારી મોટરસાયકલને પ્રેમ કરું છું વગરે વગેરે.
જ્યારે પ્રેમ એ કોઈ વસ્તુ કે વ્યક્તિને કરવાની ચીજ નથી. પ્રેમ એક અવસ્થા છે. પ્રેમ છે તો પ્રેમ છે. પ્રેમ નથી તો પ્રેમ નથી. જેમ ફુલ સુગંધથી ભરાય છે તો એ એમ નથી કહેતું કે મારી સુગંધ હું ફક્ત બાળકોને જ આપીશ કે સ્ત્રીઓને જ આપીશ અને દુષ્ટ માણસોને નહી આપું. ફુલ કોઈપણ શરત વગર કોઈપણ ભેદ્ભાવ વગર તેની સુગંધ પ્રસરાવે છે. તે તેનો સ્વભાવ છે તેની અવસ્થા છે. તેજ રીતે પ્રેમ પણ શુધ્ધ આત્માનો સ્વભાવ છે અવસ્થા છે. અનક્ન્ડીશનલ છે. પણ આપણે પ્રેમ શબ્દને ગમે ત્યાં વાપરી તેનો અર્થ ગુમાવી ચુક્યા છીએ. આવા બીજા પણ ઘણા બધા શબ્દો છે જેમ કે સત્ય, શ્રધ્ધા, હરીજન અને ઘણા બધા.
અહીંપણ જે ગોટાળો છે તે આ કારણથી જ થયો છે. સંશય (શંકા) અને સંદેહ બે અલગ અર્થ ધરાવે છે, પણ આપણે તેને એકબીજાના પર્યાય તરીકે વાપરીએ છીએ અને તેનો મૂળભુત અર્થ ગુમાવી બેઠા છીએ. સંશયનુ મૂળ છે અહંકાર અને પૂર્વગ્રહ, જ્યારે સંદેહનું મૂળ છે સાચું શું છે તે જાણવાની અભિપ્સા. બન્નેમા તર્કનો સહારો લેવામાં આવે છે પણ સંશયમાં હું જ સાચો છું તેનો આગ્રહ છે, જ્યારે સંદેહમાં કોઈ આગ્રહ નથી સત્ય શું છે તેને ઉજાગર કરવાની નેમ છે. ભારતિય ઉપનિષદો ગુરુ શિષ્યના આવા સંવાદોથી ભરપુર છે. પણ શંશય વિવાદો સિવાય કાંઈ ઉત્પન કરી શક્તું નથી. કારણકે બન્ને પક્ષે પહેલેથી દરવાજા જ બંધ હોય છે. સ્વિકારનો જ અભાવ હોય છે. પ્રજ્ઞાજુબેન ખુબ વિદ્વાન છે, મારી ભુલ થતી હોય તો ધ્યાન દોરવા આમંત્રણ.
શેષ શુભ.
પ્રભુશ્રિના આશિષ;
શરદ
LikeLike