‘હું જીવતાજાગતા દેવોની સેવા કરવામાં માનું છું’…

રામપ્રસાદ બક્ષી:

‘હું જીવતાજાગતા દેવોની
સેવા કરવામાં માનું છું’…

–ડૉ. પ્રજ્ઞા પૈ

સાચાખોટા અસ્પષ્ટ ઉચ્ચારમાં બોલાયેલા સંસ્કૃત શ્લોક અને દાન, સીધું, ભોજન કે દક્ષીણાની મદદથી મૃતાત્મા માટે આંગડીયાની ગરજ સારવાનો દાવો કરતા કર્મકાંડી બ્રાહ્મણોની વીધીમાં રામભાઈને શ્રદ્ધા નહોતી. આ ઉપરાન્ત જે વ્યક્તીને પેટ ભરીને જમી શકાય તેના કરતાં પણ વધારે સીધું, દાન અને ભરપુર દક્ષીણા મળતાં હોય, તેનું જ તરભાણું છલકાવવાને બદલે જેમ તેમ બે ટંક કાઢતાં અને કપરી પરીસ્થીતીનો સામનો કરતાં જરુરતમન્દ બાળકોને આમન્ત્રણ આપવું તેમને યોગ્ય લાગતું પોતાના મૃત્યુ પછી પણ ક્રીયાકાંડ ન કરવાની તેમની સ્પષ્ટ સુચના હતી. ઘરમાં કોઈ પ્રસંગે  જમણવાર હોય તો આમન્ત્રીત મહેમાનો ઉપરાન્ત માળી, સફાઈ કામદાર, ટપાલી અને હાજર હોય તો ફેરીયાને પણ જમવા બેસાડી દેતા. ‘तत् त्वम् असी’નું સચોટ ઉદાહરણ.

પ્રથમ પ્રસુતી વખતે કંચનબહેનને મૃત પુત્ર જનમ્યો. બીજી પ્રસુતીમાં પુત્ર થોડી જ મીનીટોમાં મૃત્યુ પામ્યો. ત્રીજી સગર્ભાવસ્થા દરમીયાન કોઈ વડીલે સલાહ આપી, ‘જામનગર નજીક માતાનું મન્દીર છે. આ મન્દીરમાં ઘંટ બાંધવાની માનતા બધાંને ફળતી હોવાથી મન્દીરમાં ઘણા ઘંટ બન્ધાયા છે. રામભાઈ, તમે પણ કંચનબહેનને દીકરો આવે તો એક ઘંટ બાંધવાની માનતા લઈ લ્યો. ભગવાનની ઈચ્છા અને માતાજીની કૃપાથી તમારે ઘેર દીકરો આવશે.’ રામભાઈએ જવાબ આપ્યો, ‘જો મારે ઘરે દીકરો આવશે તો હું બધા ઘંટ છોડી આવીશ એવી માનતા લેવા તૈયાર છું. મારે મન માતા અને સન્તાનનું સ્વાસ્થ્ય વધારે મહત્ત્વનું છે.’ ઉપરછલ્લી દૃષ્ટીએ મશ્કરી જેવું લાગતું આ કથન ગેરસમજ ઉભી કરે તેવો સમ્ભવ છે. રામભાઈ નાસ્તીક હતા; પણ નીરીશ્વરવાદી નહોતા. ઈચ્છાપુર્તી માટે તેમની પુત્રીએ ભીડભંજન મન્દીરમાં દીપમાળા કરવાનો વીચાર કર્યો ત્યારે એને શાન્તીથી કહ્યું, ‘જો તું પુણ્યની અપેક્ષા રાખતી હોય તો મન્દીરમાં તેલનું દાન કરવાને બદલે, એટલા તેલનું દાન થોડાં ગરીબ કુટુમ્બોને કર. થોડાક કલાક માટેની મન્દીરની દીપમાળાને બદલે થોડાક દીવસ એની ઝુંપડીનાં કોડીયાં માટે તેલ પુરું પડશે. પ્રભુ ગરીબની ઝુંપડીમાં વસે છે. આથી જ મન્દીરમાં કરવામાં આવતા દુધના અભીષેક માટે, અન્નકુટ માટે કે મુર્તીના શણગાર માટે ફાળો આપવાને બદલે સારી એવી રકમ કે ચીજો જરુરીયાત હોય તેવાં કુટુમ્બોમાં પહોંચાડી, આરસપહાણની કે પથ્થરની મુર્તી કરતાં હું જીવતાજાગતા દેવોની સેવા કરવામાં માનું છું’, કહી તેઓ સન્તોષ અનુભવતા.

–ડૉ. પ્રજ્ઞા પૈ

લેખીકા સંપર્ક :

Dr. Pragna Pai, 11 /135, Prabhu Niwas, 2nd floor, Road No. 9/A, Wadala, Mumbai -400 031. Phone : 022-2414 9072 eMail: pramanpai@yahoo.co.uk

[દીવંગત રામપ્રસાદ બક્ષીનું રૅશનાલીસ્ટ પાસું ઉપરોક્ત લખાણમાં ઉજાગર થાય છે. ‘અખંડ આનંદ’ નવેમ્બર, 2004માં લખાયેલ સંસ્મરણનો એક અંશ, ‘રૅશનાલીઝમ: નવલા મુક્તીનાં ગાન…’(પ્રકાશક: ‘નયા માર્ગ’ ટ્રસ્ટ, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ380 027 ફોન: 779-2755 7772 પ્રથમ આવૃત્તી: નવેમ્બર ૨૦૦૭, પાન: ૮૦, સહયોગ રાશી: રુપીયા ૪૦)માંથી લેખીકા, સંપાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

પાલનપુર ખાતે ગુજરાત–મુંબઈ રૅશનાલીસ્ટોના અધીવેશન નીમીત્તે ‘નયામાર્ગ’નો વીશેષાંક પ્રગટ કરવામાં આવેલો. તેમાંથી આ પુસ્તીકાનું  સંપાદન ‘નયામાર્ગ’ના તંત્રી શ્રી ઈન્દુકુમાર જાનીએ દીર્ઘદૃષ્ટીથી બખુબી નીભાવ્યું છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.com/

પોસ્ટ તારીખ 14/01/2011


19 Comments

  1. I 100% agree with this article. Our brians have been washed by priets for centuries. There is no heavan or hail. The Alimighty lives in everybody.

    Instead of donating money to temple, spending on rituals after dead people, same source of money can be used to uplift somebody’s life.

    I have followed this rule in my personal life. It is a matter of unerstanding. I am not against buliding temples.

    The needy people should be helped instead of those who do not need any help or they more than enough in their life.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  2. મંદિર કે મસ્જીદના બગલા ભકતો એટલે કે પ્રભુના કહેવાતા પ્રતીનીધીઓ આધ્યાત્મીકતા, ધાર્મીકતા, દીવ્યતા, ઈશ્વરપ્રેરીતતાના નામે ભોળા ભક્તો પાસેથી કરોડો નું નાણું ઉઘરાવે છે; જેમનું પોતાનું જીવન પારકા પૈસે એશ આરામનું હોય છે.

    ધર્મ ના નામે ધતીંગ છાપના આ લુટારુઓના ટોળામાં મહંતો, મુલ્લાઓ, પાસ્ટરો વગેરે સૌનો સમાવેશ થાય છે; જેઓ અંધશ્રધાળુઓના પરસેવા ની કમાણી પર તાગડધીન્ના કરે છે.

    સૌથી મોટો ધર્મ માનવતા છે. એક તરફ જગતમાં કરોડો દરિદ્રો ભુખે મરી રહ્યા છે તો બીજી તરફ કહેવાતા ધાર્મીક ઉત્સવોમાં કરોડોનું આંધણ થઈ જાય છે.

    બે સોનેરી વાક્યો:

    કહે કબીર કમાલ કુ, દો બાતેં સીખ લે,
    કર સહાબ કી બંદગી, ઓર ભુખે કો કુછ દે. (સંત કબીર)

    “હું એવા કોઈ ધર્મ માં નથી માનતો, જે ગરીબ અને વિધ્વા ના આંસુ નથી લુછ્તો અને ગરીબ અને ભુખ્યા ના મોં માં રોટ્લી નો ટુક્ડો નથી નાખતો.” (સ્વામી વિવેકાનંદ)

    કાસીમ અબ્બાસ
    કેનેડા

    Like

  3. શ્રી ગોવિંદભાઈ ,ફરી તમારા બ્લોગની મુલાકાત લીધી. ઘણો આનંદ થયો. હું પણ જીવતા જાગતા દેવની સેવા કરવામાં દ્રઢ શ્રદ્ધા રાખું છુ અને મારી શક્તિ પ્રમાણે એ મુજબ આચરણ કરવા પ્રયત્નશીલ છું. ઘણીવાર વિચાર આવે છે કે પથ્થરની પૂજા ક્યાંસુધી કર્યા કરશું? શું માણસોને તેની આસપાસની પીડાના દર્શન જ નથી થતા? કોઈવાર વિચાર આવે છે કે છતી આંખ્યે શું આંધળા થઇ ગયા છીએ?
    અસ્તુ.

    Like

  4. સૌ પ્રથમ તો -હું ભ્રૂગુરય અંજારિયા અને સિતાંશુભાઈ સાથે બે વખત બક્ષી સાહેબને
    ઘેર સાંતાક્રૂઝ,મુંબઈ, મળવા ગયો હતો મીઠીબાઈ કૉલેજમાં હતો ત્યારે અને આજે એ નામથી ફરી એમનો સાક્ષાત્કાર થયો,પાઘડીધારી ઊંચુ વ્યક્તિત્વ મરતા સુધી નહી ભૂલાય. ઇશ્વર વિશેની આસ્થા વૈયક્તિક પ્રશ્ન છે જનરલ કેટેગોરી નથી,એનુ સરલીકરણ કેવળ હમેશા વિધાન છે,ચિંતન નથી.

    Like

  5. “‘હું જીવતાજાગતા દેવોની સેવા…”ખૂબ સુંદર વિચાર. જીવતા દેવોની સેવામા ભગવાનની સેવા સાથે સરખાવવામા તે અર્ધ સત્ય બને .છે.
    ધાર્મિક સંસ્થાન જાહેર સંસ્થાન છે
    તેમા થતી સેવા .જનતા જનાર્દનના હિત માટે હોય છે.
    તેઓની સેવા થાય છે જ..આ પ્રેમ લાગણીનો કૅટલા ઠગો પોતાના અંગત હિત માટે કરે,અંધશ્રધ્ધાને પોષે તેમા તે ઠગો જેટલા ઠગાનાર પણ જવાબદાર છે.
    આ સોનેરી વાક્યો
    કહે કબીર કમાલ કુ, દો બાતેં સીખ લે,
    કર સહાબ કી બંદગી, ઓર ભુખે કો કુછ દે. (સંત કબીર)
    “હું એવા કોઈ ધર્મ માં નથી માનતો, જે ગરીબ અને વિધવા ના આંસુ નથી લુછ્તો અને ગરીબ અને ભુખ્યા ના
    મોં માં રોટ્લી નો ટુક્ડો નથી નાખતો.” (સ્વામી વિવેકાનંદ)
    દેયં દીન જનાયચ વિત્તમ્…
    તો કોઈ પણ ધર્મમા માનનારની પાત્રતા માટે પહેલી જરુરિયાત છે.
    કોઈ ધાર્મિક સંસ્થાની કોઇ ખામી નજરે પડતા આખા ધર્મને વગોવવો રેશનલ વિચાર નથી

    Like

  6. I Agree. Hopefully the common man will understand this but since all the superstition and gone so much deep into our beings (bones & marrows) it may take many years for people to grow up and realize the truth.
    This is also one kind of slavery…
    Hopefully when more and more will realize this and world would a better place.
    Astu!

    Like

  7. How many of us are ready to do this? Look arround and we will find people are so misguided.
    Why people do not use their common sense. Poverty is not
    “No money”, it is what you think.

    Like

  8. “ભક્તિ ખાંડા કેરી ધાર”- “બે ધારી તલવાર” સારા આશયે સદ-કાર્ય કરતાં કૈએક વાર નિશાન ચુકી જવાય છે, અને જેમ બંધુક ની ગોળી નિશાને ન વાગે તો ખભા ને ધક્કો વાગે છે.. અને “આ કલિયુગ છે” એવી પ્રતીતિ થાય છે.
    બુભુક્ષા પેદા કરવાનું અને સંતોષવાનું કામ ઈશ્વર નું છે…
    “હું માનવી માનવ થાઉં તો ઘણું” એમ જાણી “આપણે રામ ભજન માં રહીએ” તે શું યોગ્ય નથી?

    “રામ નો આલ્યો બટકું રોટલો ખાધા કરતાં ખવરાવ્યો મીઠો લાગે”
    એમ જાણી દરેક અવસરે વહેંચી ને ખાવાનો ભાવ રાખવો,
    સદભાવ સ્વસોસ્વાસ સાથે વણાયેલા રહે તેનું નમ્રતા પૂર્વક ધ્યાન રાખવું.
    આમ કરવાથી આ કે પેલું સારું તેવા ‘દ્વન્દ્વ’ છુટશે .. અહં ભાવ ચાલ્યો જશે,
    અંતરાત્મા પ્ર્જવાલશે અને સદકાર્યો સૂજશે, જે કર્યે જવામાં સાર્થકતા જાણવી..

    ડો. પ્રજ્ઞાબહેન પૈ ના વક્તવ્યો નો હું ચાહક છું.
    તદ્દન સરળ, સચોટ અને માર્મિક /હૃદય ગમ્ય લખાણો હું મન ભરી માણું છું
    તેમની અંદર બિરાજેલા પરમાત્મા ને મારા વંદન.

    ભાઈ કાસીમ અબ્બાસ અને પ્રદીપ દેસાઈને સાર્થક વિચારો વ્યક્ત કરવા બદલ અભિનંદન, જે ની આગળ કશુજ લખવાનું શેષ ન રહે ..

    અસ્તુ,

    શૈલેશ મેહતા +૧ ૩૧૨ ૬૦૮ ૯૮૩૬,
    mehtasp25@gmail.com

    Like

  9. Respected Govindbhai,
    Your all articles are very very intersting.
    i read compulsary all articles which are post by you. i also show this article more and more students & friends.

    Shirish

    Like

  10. કપરી પરીસ્થીતીનો સામનો કરતાં જરુરતમંદ લોકોને મદદ કરવી તેજ સાચું પુણ્ય ….. કુપાત્રે દાન વાળી વાત જરા જુદી રીતે સમજવી જરૂરી છે.
    દર અગ્યારાસને દિવસે મસ્ત તંદુરસ્ત જાજરમાન ગોરાણીને બોલાવીને ઢગલો સીધુ અને દક્ષિણા આપે અને પોતાને ત્યાં કામ કરતી ગરીબ ભુખેમરતી કામવાળી જો માંદગીને કારણે એક દીવસ પણ કામે ના આવે તો પગાર કાપી લ્યે ! આને શું કહેવું?
    સંક્રાન્તને દિવસે મંદિરમાં સરસ મજાના ઈસ્ત્રી ટાઈટ ધોતી ઝભ્ભા પહેરેલા ભૂદેવોની પોથી ઉપર ૧૦, ૧૦ રૂપિયાની નવી નોટો વહેંચવાની … અને બહાર નીકળીને ગાડીમાં બેસવા જતા, પોતાનું ફાટેલું ટીશર્ટ કાઢીને ગાડી લુછીને રૂપિયો માંગતા ગરીબ બાળને ધુત્કારીને કાઢતા લોકો થી અતિશય નફરત થાય છે …

    Like

  11. આદરણીય રામપ્રસાદ બક્ષીના વિચારોનો સંપૂર્ણ સમર્થક છુ. અને મારા જીવનમાં બરાબર અમલી પણ બનાવતો રહ્યો છું. ગમે તેવા અને ગમે તેટલા વિપરીત સંજોગો વચ્ચે પણ ક્યારે ય કોઈ બાધા-આખડી રાખ્યા નથી કે મૃતાત્માની શાંતિ માટે ક્યારે ય કોઈ વચેટીયા મારફત શ્રાધ્ધ કે સરાવાના કોઈ કર્મકાંડ પણ કર્યા નથી એટલું જ નહિ પણ મારા મૃત્યુ બાદ પણ આવી કોઈ મરણોત્તર વિધિ નહિ કરવાની સ્પષ્ટ સુચનાઓ બાળકોને આપી રાખી છે તથા દેહ દાન કરવાની પણ સુચના આપેલી છે. સમાજમાં જરૂરિયાત વાળા લોકોને શોધી-ઓળખી હું પોતે જ જાતે જ સહાય કરવાનું પસંદ કરું છું કોઈ સાર્વજનિક ટ્ર્સ્ટ કે વચેટીયાઓ મારફત કે કોઈ મંદિરોમાં ક્યારે ય દાન-ધર્માદો પણ કરતો નથી. લોકોએ આ વિચારને યથાર્થ રીતે સમજી જરૂરિયાત વાળાઓને સહાય કરવાનું શરૂ કરવું જોઈએ !

    Like

  12. ખૂબ જ સારો વિચાર શેર કર્યો ગોવિંદભાઈ !
    ભગવાન ઝૂંપડીમાં વસે છે કે નહીં એ તો નથી ખબર પણ તમે કહ્યું એમ કર્યા પછી જે સંતોષ મળે એ અમૂલ્ય હોય છે !

    Like

  13. Govindbhai
    Tamari mahenat, khant fale evi ash rakhun chhun. Tamro ne Lekhak no fero fale. Payamaan samaj vagar nu bharayun chhe. Potana svarhe joiti na joiti babato apna rivajo ane vahevaroma ubhan karay gayan chhe jene dayka kartan sadio viti gai. Koy pan dhare to nana balak ne jevo/jevi parkrutima dhali shako. Dakhla tarike Gundo, Lutaro ke Sagrahshtha samajane arpi shako. E je balak ke Balaki je rite tame uchhryan tene koy pan badli nahi shaake.

    Lakhano matra lakhanaj rahi jay chhe. Jetli ghadi vanchiye tetli ghadi teno sacho khoto jusso rahe tayarbad olvay jay chhe.

    Payamanthi badlva mate Shalana shikhshan maan samvay to jarurthi bhavimaan badle. Panshanth varsho purve nana gamdani nishale je bhanayu chhe te aaje pan pachas taka ke pachhis taka yaad chhe bhulatun nathi ke bhulayun nathi.

    Aa babat khare khar gambhir chhe. Apna purvajo, dada, dai abudh ne abhan rahyan teno sidho sado aa tarjumo chhe.

    Like

  14. ધન્યવાદ ગોવિંદભાઈ, સળગતો વિષય આપ્યો બદલ, અભિનંદન…..
    હે પરમપિતા પરમાત્માના સંતાનો,
    હે સંતો પરમપિતા પરમાત્માએ આપણને ખોબલે ખોબલા ભરી ભરીને અખુટ આપ્યુ જ છે, એ ઘર પોતાનુ ભરવા માટે નહિ પણ ગરીબ-ભુખ્યાને ભોજન, નંગાને પહેરણ, બેઘર ને ઘર, બેસહારાને આશરો, માંદાની દવા અને સેવા કરવા માટૅ જ આપ્યુ છે, પણ હાય રે કિસ્મત, મારા ભારત દેશમાં લોકો પોતાનુ ઘર ભરવા માટે ભારતને જ પાપનુ ખેતર બનાવી મુક્યુ છે. ગળથુથીમાં જ ઘરભેગુ કરવાનુ શીખવવામાં આવે છે, કોઈને કોઈની સદીઓથી દયા ઉપજતી જ નથી. કેમ કે અંતરાત્માનો કુવો તો સુકાઈ ગયો છે. જે લોકો પ્રભુનો ડર માનીને દયાના કામો કરે છે એને આ દેશના ઠેકેદારો કરવા નથી દેતા, ઉલ્ટુ લોકોને ભડકાવી મારે છે, મુસ્લીમો અને ખ્રિસ્તીઓમાં ગરીબોને દેવાનુ શીખવવામાં આવે છે જ્યારે મારા બાપ-દાદાના ધરમમાં એ જ ગરીબોને, ક્ષુદ્રોને, દલિતોને પાપી ગણીને ધુતકારવામાં આવે છે, પોતાના મનના પાપને તો પોતે ઓળખી શકતા નથી, પોતાના અંતરાત્માની શુધ્ધતા-પવિત્રતાને સમજી શક્તા નથી છતાંય પોતાને છાતી ઠોકીને ધરમના અને દેશના ઠેકેદાર ગણાવે છે જેનુ પરીણામ આજનુ પાપથી-અશાંતિથી છલકાતુ ભારત સર્વકોઈને ભાસે છે. બીચારા ભણેલા ગણેલા પણ લાચાર દેશવાસીઓ મને દયા આવે છે અધરમમાં સડતા કહેવાતા પ્રગતિપ્રેમીઓની. ગુજરાતમાં લાખો કરોડોનુ રોકાણ થવાથી ગુજરાતીઓનો ભૌતિકવાદ વધુ ઓર ભડકશે-વધશે પણ મોક્ષ અથવા આત્માનો ઉધ્ધાર તો કોઈ કાળે નહિ મળે. ગણ્યાગાંઠ્યા ધનપતિઓ ગુજરાત અને દેશને પોતાની આંગળીએ નચાવશે પણ ગરીબોને કોઈ નહિ પુજે. કહેણી અને કરણીમાં જમીન અને આસમાનનુ અંતર હોય છે. જાગો જાગો, જીવનના દિવસો જેટલા બાકી છે એટલા દિવસો પુણ્યના કામો કરી લો, કોને ખબર કાલે શું થશે?

    Like

  15. પીયુ ની વાત માં ભૂદેવ નો ઉલ્લેખ છે..

    ભૂદેવો ની ઓળખ જ એ કે જેઓ નિરપેક્ષ/જ્ઞાન સમૃદ્ધ જીવન જીવે અને સમાજ જોડાણ ના કેન્દ્ર બિંદુ બની રહે, જે જરૂરીઆત ના આધારે એક બીજા નું જોડાણ કરીઆપે.
    તેમના કલ્યાણ -ભાવ ને કારણે તેમને કુટુંબ ની અંદરની વાતો માં ડોકીયું કરવાની અને યોગ્ય સલાહ-સુચન કરવાની છૂટ/માન હતું/છે

    પહેલા, કહેવાતા ગરીબ ભારત માં ભૂખ્યું તો ભાગ્યે જ કોઈ હતું,
    માટેજ ભારત સમૃદ્ધ હતું.

    પણ અંગ્રેજો અ રવાડે ચઢી, જ્યારથી જીવન કરતા પૈસા ને મહત્વ અપાયું છે
    ત્યારથી બધો દાટ વળી ગયો છે..

    તોયે , ભલે વિશ્વાસ તુટ્યો હોય પણ માનવતા ક્યારેય નહિ મારી પરવારે..
    માણસાઈ ના દીવા તો પ્રગટ્યા જ કરશે..

    આ કાર્ય ધર્મ પૂર્વક થાય …
    ભૂદેવો પોતાનું સ્થાન સાચવે અને
    આપણે સૌ સ્વ અને પર ને જોવાની આત્મ-દ્રષ્ટિ કેળવીએ તો
    નક્કી ચોમેર પ્રકાશ પથરાશે..

    કદાચ આપણી સમજણ માં ફેર હોય..
    બાકી રોજ સૂર્ય નારાયણ ના દર્શન સાથે સવાર તો થાવાનીજ

    અસ્તુ,

    શૈલેશ મેહતા
    +૧ ૩૧૨ ૬૦૮ ૯૮૩૬

    Like

  16. dear reader , I have thinking of one step ahead i.e. not to make mankind handicapped and demanding all the time like beggars, rather than training them fit to live by selfemployed as we train handicapped by occuaptional therapy. so that life long no one is burdern to others. One should donate for creating such rehablitation centres where needy i.e. sudden economic death as in divorced woman or widow , or in natural catastrophies as in flood, earthquake, or storm or riots or terrorist ‘s inocent victim. I have yet to see such NGO available in India where such structured proggrame is working for the needy for selfsufficient gainful employment training is given with confirmation of the job so that person can live rest of the life with dignity and not at the mercy of others .

    Like

  17. Thank you as usual for putting up one more ideal thought in front of all of us. Blind faih is an incorrigible disease that has spread among All the Structured Religions, like Hinduism, Jainism, etc. particularly in India and around the world. Lot of money is spent even by the so-called educated also. To give a simple example, Jains have spent over 250 million dollars in about 25 years in N. America in building Temples, Ceremonies and celebrations, conventions, etc. To show their progressiveness, they spend some money for homeless and natural calamities and get awards. This is the politics of arrogant and ignorant Leaders that misguide simple people.

    According to me, those who dislike this kind of actions should Not donate even a penny to them and disassociate from them and their organizations. There are a lot of ways people can do service to Human Beings, animals and Environment for Physical, Mental and Philosophical Health of the entire mankind including animals. This is the way they can be isolated and ultimately eliminated. Second and younger genrations are Not going to these temples, except for socialization. Believers are going down in numbers almost everywhere. Future seems brighter and futurists who are gaining grounds, slowly but surely. We all hope for the better future, one person at a time. Thanks.

    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    e-mail: sfdalal@comcast.net

    Like

Leave a comment