‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
અન્ધશ્રદ્ધા ના કેન્સરને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવા માટે શ્રદ્ધા અને સત્ય ને અપનાવો.
શ્રદ્ધા રાખો સત્યમાં, અને વિજ્ઞાન સો ટકા સત્ય છે.
કાસીમ અબ્બાસ
(કેનેડા)
LikeLike
It is very good article to read and for mental thinking. In life, no rituals in any form or kind are rquired at all. All these beliefs are imposed by socitey, teachers and parents.
To become free from these nonsense things, it requires courage and you have to implement in your life and see the results and get confidence.
A child is born, grows old and body dies. It is a natural process. We do not have to do any rituals as per priest’s instructions.
It takes time to become free from fearbut it is not impossible.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLike
શ્રી જમનાદાસભાઈના પુસ્તકને આવકાર.. આવા વધુને વધુ પુસ્તકો લખાય, વંચાય તે ખૂબ જરૂરી છે. સુંદર પ્રસ્તાવાના.
LikeLike
સરસ વિષય ‘આપણા પછાતપણા માટે આપણી માનસિકતા જવાબદાર છે’
તાજુ ઉદાહરણ ઉત્તરાયણનું જ છે. ‘થાવાકાર હોય તો થાઈ જ’ આવી ખતરનાક માન્યતાઓ કે નબળી માનસિકતાઓ છે.ઉત્તરાયણના દિવસે બાઈક પર ખૂબ જ ધ્યાન રાખવું પડે છે.ચાઈનિઝ કાચવાળો ખતરનાક દોરો બહું ખતરનાક સાબિત થાઈ છે.ઘણાને ગળે મફલર વિટવાની સલાહ આપી તો કહે છે કે થાવાકાર હોય તો થાઈ જ,તમે કશું કરી શકો નહીં. આવી નબળી માનસિકતા અને માન્યતાઓ ધરાવતા લોકો પોતાનો જીવ તો જોખમમાં મૂકે જ છે ,સાથે પોતાના પરિવારનું ભવિષ્ય પણ ખાડામાં જાય છે.માટે માન્યતાઓથી દૂર રહો,વિચારો,વૈજ્ઞાનિક દૃષ્ટી કેળવો,જીવવો અને જીવવા દો.
LikeLike
‘થાવાકાર હોય તો થાઈ જ’
શ્રી રાજનીભાઇ, આપની આ વાત શાથે શતઃપ્રતિશત સહમત, અંગત રીતે મને પણ આ રોજીંદો અનુભવ છે. “થાવાકાર છે તે થવાનું” એમ માનનારાઓ અન્યની સલાહ પર વિચાર પણ નહીં કરે (સાચી કે ખોટી તેનો પણ !) અને સરવાળે ક્યારેક પોતાનું અને સાથે પોતાના પરિવારનું પણ અહિત કરી દે છે.
LikeLike
બરોડામાં એક વખત ઉતરાણ વખતે મારા ત્રણ છોકરાઓની માતા સ્કુટી પર આવતા હતા ત્યારે આવો દોરો ગળે ભરાઈ ગયેલો,પણ દુપટ્ટાને લીધે બચી ગયેલા.ગળે લાંબો લીસોટો પડી ગયેલો.એકદમ ખ્યાલ આવતા બ્રેક મારી દીધેલી.હું તો અકાળે વિધુર બની ગયો હોત.ત્યાર પછી ઉતરાણના બેત્રણ દિવસ બહાર જવાનું બંધ અને બાઈક પર તો જવાનું જ નહિ.રીક્ષામાં જતા.ઉતરાણ ઉજવો, પણ આપણે ત્યાં એનું પાગલપન છે.તહેવારો સારા તહેવારોનું પાગલપન ખોટું.ક્રિકેટ રમત તરીકે સારી એનું પાગલપન આપણે ત્યાં છે તે ખોટું.
LikeLike
આવી અંધ માનસિકતા શિક્ષણનો અભાવ અને શિક્ષણના અભાવને કારણે વાચનની આદ્ત પણ કેળવાતી નથી અર્થાત નવું નવું સ્વાકારવું છે પણ તેની પાછળ રહેલા વિજ્ઞાનનો સ્વીકાર કરાતો નથી. આવી જડ જેવી માનસિકતા પેદા થવામાં/કરવામાં આપણાં દેશના સાધુઓ-સંતો-ગુરૂઓ-બાવાઓ-કથાકારો વગેરે એ જે ભાગ ભજવ્યો છે અને હજુ પણ ભજવી રહ્યા છે અને લોકોને પશ્ચિમનું બધું જ ખરાબ તેવું મનમાં ઠોકી ઠોકી જડબે સલાટ ઠ્સાવી રહ્યા છે જ્યારે મોટા ભાગના વિદેશમાં ફરે છે અને એનઆરઆઈ યજમાનોને શોધતા રહે છે કે જેથી વારે વારે વિદેશની સફરે ઉપડી શકાય ! આવા કહેવાતા કે થઈ પડેલા ધાર્મિક વડાઓના સ્થાપિત હિતો ઉભા થયા છે અને તે જાળવી રાખવા તેઓ સૌ એકમતિએ સક્રિય બની આપણી અબુધ અને અજ્ઞાની પ્રજાનો ગેર લાભ ઉઠાવી પોતાના ખિસ્સા ભરે છે. જ્યાં સુધી શિક્ષણનો વ્યાપ સમગ્ર દેશમાં ના ફેલાય અને તેની અનિવાર્યતા લોકોના સમજે ત્યાં સુધી દેશની અને લોકોની હાલત આજ રહેવાની છે ! “તેઓની માન્યતા છે જ ને કે નસીબમાં લખ્યું હશે તેમ થશે ! ” અને તે આપણે કોઈ ગમે તેટલા ધમ પછાડા કરીએ બદલાવાની નથી જ નથી!
LikeLike
સત્તકર્મના પુરૂષાર્થ વિના સંસારમાં સ્વર્ગસુખ મેળવવા માટે દોડતા લાલચુ લોકોને દાન, મંદિર, કથાશ્રવણ, સત્તસંગશિબિરો, જ્ઞાનશિબિરોના માર્ગે ચડાવી
“આ દીવસો શુભ કહેવાય, ફલાણા દીવસો અશુભ કહેવાય, અમુક કાર્ય કે અમુક ધન્ધો અમુક મુહુર્તમાં જ શરુ કરાય, અમુક ક્રીયાઓ અમુક દીવસે ન કરાય, અમુક દીવસોએ અમુક વસ્તુ ખવાય કે ન ખવાય, અમુક દીવસોએ લગ્ન અથવા તો મુસાફરી થાય કે ન થાય, બીમાર માણસને કઈ ઘડીએ હૉસ્પીટલમાં દાખલ, કરવો કે ન કરવો કે ઑપરેશન કરાવવું; તેનું પણ પંડીત કે મૌલવી પાસે મુહુર્ત જોવાય એવા સમાજની પ્રગતી કઈ રીતે શક્ય છે ?”…………સંખ્યાબંધ ધુતારાઓ દાઢી-વાળ વધારી, વેશભુષા પહેરીને સંસારમાં અંધશ્ર્શ્રધા ફેલાવતા રહે છે
સંતો સામાન્ય માણસના હાથમાં આવતાં નથી સર્વે જીવસૃષ્ટિમાં પરમાત્માના અંશરૂપ આત્માના દર્શન થતાં હોય છે કોઇ પ્રકારના શરીર સાથે તેની દ્રષ્ટિ બંધાતી નથી .સામાન્ય માણસ જે અપેક્ષા કરે તેને પરમાત્મા, ભગવાન, પ્રભુ, ઇશ્વરના નામે ઘોંઘાટ કરે તે સાંભળીને લાલચુ માણસો આડંબરના મૃગજળમાં તરસ છીપાવવા દોડીને રેતીમાં લસરી જતા હોય છે.સત્ય અને પવિત્રતા વિનાના શબ્દોમાં શક્તિ નથી, અંધશ્રધ્ધાની કલ્પનાઓમાં ક્યાંય ઇશ્વર નથી.
ભાગ્ય માટે શરીર અને મન તથા શબ્દોથી થયેલા દરેક કર્મો જવાબદાર છે.ચારિત્ર્યના નિર્માણ માટે ભારતવર્ષના ઋષિઓ અને તપસ્વીઓ તથા યોગીઓએ ગહન અભ્યાસ પછી વિજાતીય શરીરોની પ્રાકૃતિક જરુરીયાતો માટે લગ્નસંસ્થાના સંસ્કારો અને નિયમો બનાવ્યા છે .જેથી ચારિત્ર્યનું યોગ્ય જતન અને સંવર્ધન થઇ શકે.
LikeLike
એન્થ્રોપોલોજીકલ અને અર્કીયોલોજીકલ પુરાવા બતાવે છે કે ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં માનવજાત પોલીગમસ રહી છે.હવા,પાણી અને ખોરાકની જેમ વંશ આગળ વધારવો તે કુદરતે જિન્સમાં મૂકેલી વૃત્તિ છે.કઈ રીતે વધારવો તે માટે માનવ જાતને લાખો વર્ષના વિકાસના ક્રમમાં પોલીગમી મળી છે.સ્ત્રીઓની પહેલી પસંદગી હાઈ સ્ટેટસ અને પુષ્કળ રીસોર્સીસ હોય છે,કારણ વંશને સારી રીતે ઉછેરી શકાય.સાથે સાથે સ્ટ્રોંગ જિન્સ પણ એટલાજ જરૂરી છે.પોલીગમી દ્વારા હાઈ સ્ટેટ્સ અને પુષ્કળ રીસોર્સીસ ધરાવતા પુરુષો વધારે પત્નીઓ રાખતા.માટે બેકાર,રખડું,કામચોર,કમજોર,નબળા એવા સમાજના વર્ગને સ્ત્રીઓ મળતી નહિ હોય.માટે લગ્ન વ્યવસ્થા શોધી કાઢી હશે.એક પુરુષ ત્રણ સ્ત્રીઓ રાખે મતલબ બીજા બે પુરુષોને સ્ત્રી મળે નહિ.આવા લોકોએ લગ્ન વ્યવ્ત્સ્થા શોધી કાઢી છે.જેથી મનોગમી દ્વારા દરેકને સ્ત્રી ઉપલબ્ધ થાય.આખાય પ્રાણી કે સજીવ જગતમાં બળવાન નર માદા મેળવી શકે.માદા પણ બે નર હરીફાઈ કરે જે જીતે તેની બનતી હોય છે,જેથી બળવાન જિન્સ નવી પેઢીમાં ટ્રાન્સફર થાય.કમજોર લોકોએ લગ્નવ્યવસ્થા શોધી કાઢી માટે લડવું ના પડે.હવે આને ગહન અભ્યાસ કહી શકાય કે બધાને મળતું નથી તો કોઈ રસ્તો શોધો.
LikeLike
શ્રી ગોવીંદભાઇ, સરસ અને વિચારપ્રેરક લેખ. લેખકશ્રીનો પણ આભાર.
ધર્મના બિનજરૂરી અને વધારે પડતા અવલંબ વડે આપણે કર્મયોગી બનવાને બદલે અકર્મની પ્રેરણાઓ લઇ અને અકર્મી બની ગયા ! અને અકર્મીનો પડિયો હંમેશ કાણો જ રહેવાનો !!
વલીસાહેબે સાવ સાચું જ લખ્યું કે; આવા સમાજની પ્રગતિ કઇ રીતે શક્ય છે ? પરંતુ શું થાય ! સમાજને જેઓએ દોરવણી આપવાની છે તેઓ પણ પોતાનો અંગત સ્વાર્થ સાધવા અંધશ્રદ્ધાઓને પ્રોત્સાહક નીતિઓ અપનાવે છે. સમજોને કે દિવાદાંડીઓ જ સ્વયં જહાજને ખરાબા તરફ દોરી જાય છે ! પછી તો જહાજ ન ડુબે તો જ નવાઇ !
વધુ એક વાંચનયોગ્ય પુસ્તકનો પરિચય કરાવવા બદલ પણ આભાર.
LikeLike
કદાચ શીર્ષક જ એના પોતાનામાં એક પોસ્ટ છે..
LikeLike
સરસ લેખ.
રૅશનલ વીચારો વ્યક્ત કરતા આપના લગભગ બધા જ લેખો ખુબ આવકાર્ય હોય છે.
લેખક અને આપનો હાર્દીક આભાર.
LikeLike
આ પોસ્ટ વાંચી !
પોસ્ટ માટે મળેલા પ્રતિભાવો પણ વાંચ્યા !
પ્રથમ…..
જમનાદાસભાઈ કોટેચાને પુસ્તક “અંધશ્રધ્ધા…સામાજીક કેન્સર” માટે અભિનંદન !
ગોવિન્દભાઈ તમે પુસ્તકમાંથી “ડો. સુજાઅત વલી”ના લેખને પોસ્ટરૂપે પ્રગટ કરવા માટે આભાર !
હવે,….આપણે ચર્ચાઓ કરીએ !
“અંધશ્રધ્ધા” એટલે “અસત્ય”નો માર્ગ ! એ જ છે “સનાતન સત્ય” !
જગતમાં જે થઈ રહ્યું છે તે બધું જ “અંધશ્રધ્ધા”ને કારણે જ છે એવું અનુમાન કરવું એ પણ “ખોટું ” છે !
“પ્રભુ છે, અને એ તરફ જતા સૌ પણ સત્ય તરફ છે “એવા “સિધાન્ત”ને વળગેલા સૌ અસત્યના માર્ગ પર છે
એવું જો “રેસનાલીસ્ટો” કહે તો એઓ પણ “અસત્ય”ના માર્ગ પર જ છે એવું કહેવું પણ ખોટું કહેવાય !
જો હું ખરેખર માર્ગ પર ચાલું તો “પ્રભુભક્તિ”ના પંથે રહી, સાયન્સને “એક સત્ય જ છે”એવો સ્વીકાર કરવામાં
જરા પણ ઢીલ ના કરી શકું !
અને….ઉપરના વિચારને ધ્યાનમાં લઈ, હવે જો “ખરો રેસનાલીસ્ટ” સ્વરૂપે “પ્રભુ ભક્તિ” કરનારની “ટીકા” હંમેશા
કરતો રહું તો હું ત્યારે જરૂર “અસત્યના માર્ગ”પર સફર કરૂં છું એ જરા પણ ખોટું ના કહેવાય !
ઉપર મુજબ….સમજણ આપ્યા બાદ, ફરી ચર્ચાઓ કરીએ !
કોઈ પણ ધર્મને “ઉંડાણ”થી સમજવા પ્રયાસ થાય તો જ ખ્યાલમાં આવે કે “બધા જ ધર્મો સમજ આપે છે કે પોતે
પોતાનું કાર્ય જાતે કરવું..જે કરવું તે રસ લઈને કરવું…અને દેહની બધી જ શક્તિઓ વાપરી પુર્ણ કરવા પ્રયત્નો
કરવા”….અને સાથે સાથે વધુમાં સલાહ આપે કે….”પોતાનું કરતા સમાજના “અન્ય”ને કદી ના ભુલવું” એવી
સમજ દ્વારા “અન્ય પ્રત્યે “પ્રેમ” તરફ લઈ જઈ, “જનકલ્યાણ”ના કર્યો તરફ વાળે છે…આ જ છે ખરો ધર્મ !
પણ જ્યારે જ્યારે કોઈ પણ ધર્મના ગુરૂઓ કે “જ્ઞાની/પૂજારી” નિયમો મુકે , અને કહેવા લાગે કે…
“આ શુભ દિવસ..આશુભ દિવસ…કે આ જ પ્રમાણે કરો તો એ પ્રભુને મળે..વિગેરે” ત્યારે જાણવું કે
“અંધશ્ર્ધ્ધા” દુર નથી…અને એ માટે શક્ય થવા માટે એવા”ધર્મગુરૂઓ”નો ફાળો છે અને તેની સાથે છે
માનવીઓની “અજ્ઞાનતા”.
ભારતમાં “શિક્ષણ”નો પ્રભાવ ઓછો છે ..એ જરૂર વધશે, અને સૌ “સત્ય”ના પંથે હશે !
>>>ચંદ્રવદન.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Inviting YOU Govindbhai..and your READERS to Chandrapukar !
LikeLike
Now it is high time for Morari Bapu, Sri Sri Ravishankar, Bhupendra Padya ( ????????? He is unable to solve his own family problem with his wife…(REf: A article in Gujarat Times in Dec,2010 or Jan,2011) and many many more SANTO to leave their chanting of old kathao.
They have to understand that ‘ANDHSHRADDHA’ is the ONLY problem of their followers. They should explain the followers, what is Vignan and what is BLIND BELIEF. They already have earned enough money which can feed their five…ten generations. When they started their KATHAKAR’S life….they were GARIB…Today they all are multi millioniare. How that happened. They have to tell the truth. It is now time for them to help people come out of ANDHSHRADDHA….
Do they follow SATYA…? If, yes, let them declare value of their total property. Will they declare ?
Amrut (Suman) Hazari.
LikeLike
ગોવિન્દભાઈ ,ડો. સુજાઅત વલીના વિચારપ્રેરક લેખને પોસ્ટરૂપે પ્રગટ કરવા માટે આભાર…& જમનાદાસ કોટેચાને “અંધશ્રધ્ધા…સામાજીક કેન્સર” પુસ્તક માટે અભિનંદન !
LikeLike
શ્રી ગોવિંદભાઈ,
વળી સાહેબની વાત સાચી છે, પરંતુ આ બધી માન્યતામાં મૂકનાર પણ સમાજના કેહવાતા ધર્મધૂરંધરો જ છે, જો તેમ ના કરે તો પછી તેઓની દુકાન કેમ ચાલે? ઘણી વખત આપની પાસે મારણ હોય છે પણ તેનું તારણ /ઉપચાર હોતો નથી. તેથી જ લોકો જૂની માન્યતાઓમાં ફસાયેલા રહે છે.
LikeLike
આપણા જીવનમાં અંધશ્રદ્ધાનો પ્રવેશ કોઈ નબળી ક્ષણે થતો હોય છે. આપ્તજનનું મૃત્યુ થયું હોય, અથવા કુટુંબમાં કોઈને અસાધ્ય રોગ થયો હોય ત્યારે આપણે મનથી નબળા પડી જઈએ છીએ. ડૂબતો માણસ તરણું પકડે એવી અવસ્થામાં હોઇએ ત્યારે અંધશ્રદ્ધા હુમલો કરે છે. અંધશ્રદ્ધા પણ મૂળમાં તો શ્રદ્ધા જ છે. કોઈ અલૌકિક શક્તિ આપણને બચાવશે એવી શ્રદ્ધા. એ આપણને સર્કસના જોકર બનાવી દે છે.
જોવાની વાત એ છે કે આ શ્રદ્ધા વિચિત્ર પ્રકારની છે. એમાં અશ્રદ્ધા પણ ભળેલી છે. અશ્રદ્ધા એ કે આ અલૌકિક શક્તિ મારું કહ્યું નહીં માને! (અથવા કહો કે એવી દૃઢ શ્રદ્ધા કે અલૌકિક શક્તિ મારૂં કહ્યું નહીં માને). આમ અલૌકિક શક્તિ પરની શ્રદ્ધા અને પોતાની જાત પરની અશ્રદ્ધાનું મિશ્રણ આપણને ’એક્સ્પર્ટ’ની ખોજમાં ધકેલે છે. બસ, પછી તો પૂછવું જ શું? આવા એક્સ્પર્ટો તો ઘણા જ છે. એક વાર આ રસ્તે જાઓ તે પછી તો માત્ર સીડીઓ ઊતરવાનું જ રહે છે. એક અંધશ્રદ્ધાભર્યું કૃત્ય બીજા એવા જ કૃત્ય તરફ લઈ જશે. પહેલા પગથિયે ન અટકો તો પાછા વળવાની તકો બહુ ઓછી હોય છે.
LikeLike
“પશ્વીમના દેશોમાં લોકો ધર્મમાં માનતા હોય છે; (અને આપણા કરતા વધુ આત્મિક લાગે છે, પવિત્ર જણાય છે, ઈમાનદાર જણાય છે, શ્રધ્ધાવાન છે પણ આપણા જેમ લાચાર અંધશ્રધ્ધાળુ નથી) પરન્તુ તેઓની માનસીકતા જીવનની દરેક અવસ્થાએ ધર્મો ઉપર અવલમ્બન કરવાનું શીખવાડતી નથી. લોકો ખુબ જ અલ્પ પ્રમાણમાં ધાર્મીક ક્રીયાઓમાં ગળાડુબ રહેતા હોય છે. 90% લોકો ધર્મની આસ્થા અને ધાર્મીક ક્રીયા અમુક દીવસ પુરતી જ મર્યાદીત રાખતા હોય છે. શીક્ષણમાં (સરસ્વતી), નોકરીમાં (લક્ષ્મી), વ્યાપારમાં ધાર્મીક(લક્ષ્મીની) માન્યતાઓ ભાગ ભજવતી હોતી નથી.”
ભારતદેશે જગતને હજુ સુધી કઈપણ આપ્યુ નથી પણ આ દેશમાં દરેકે દરેક પ્રગતિની અથવા તો સારી વાતો બહારથી જ આવેલી છે, અથવા તો કોપી કરાયેલી જ છે, એટલે સુધી કે વેદો પણ આર્યો મધ્યપુર્વ એશિયાથી લઈને આવ્યા હતા. અને આજે પણ વિદેશી લેખકોના પુસ્તકો અને શબ્દોના સહારે ભારતમાં લોકો (કહેવાતા) વિદ્વાન બનતા હોય છે. “હિંદુ” શબ્દ તો વિદેશીઓએ-યવનો-મુસ્લીમોએ તિરસ્કાર રુપે સિંધુ વાસીઓ માટે ઉપયોગ કરતા હતા કેમ કે (એકતા વગરની) હજારો માન્યતા અને કુદરતી સ્રોતોને અને કુદરતને ગંદલા કરી મુકતી ખોટી વિધિઓ હતી જે આજે વધુ જોરથી અને વધુ પ્રમાણમાં અને નવી નવી રીતે નવા નવા દેવી-દેવતાઓને પધરાવાય છે (ઘર ભરવા માટે જ ને ?????). ભારતદેશ પહેલા કરતા આજે વધુ અંધકારમાં ખુપી ગયો છે…….”માનો યા ન માનો આ જ સત્ય છે”
મનુષ્યનો વિવેક વૈજ્ઞાનીક વિચારધાર અને ભૌતિકવાદની સ્વચ્છંદતામાં ગબડાવી મારે છે જ્યારે પરમેશ્વર પર શ્રધ્ધાનો વિવેક મનુશ્યને પાપી નથી બનાવતો અને સમાજને પવિત્ર બનાવવાનો માર્ગ ખોલી આપે છે.
LikeLike
રાજેશભાઇ,
તમારી વાત સાચી છે. આજે ઉલ્ટું ધાર્મિક પરંપરાઓનું જોર વધી ગયું છે. કોમવાદ પણ એનું જ રૂપ છે ને! આપણે આગળ જવાને બદલે પાછળ ગયા છીએ. આજે ઇંટરનેટ અને ટીવી ચૅનલોનો પણ અંધશ્રદ્ધા ફેલાવવા માટે ઉપયોગ થાય છે.
LikeLike
આ કેન્સર એટલું ફેલાયેલ છે કે સમાજમાં ભક્તની ઈમેજ ઉભી કરીને ઘરમાં જાણે ગમેતેમ વર્તવાનું લાયસંસ હોય તેમ ઘરના અન્ય સભ્યો પર માનસિક ત્રાસ ગુજારનારા ભક્તોનો દંભ ઘરના ય એમ માનીને ચલાવી કે છે કે કુંટુંબ ભેગી પોતાની ય આબરૂ ઓછી થઈ જશે. આમ તેને ઘરમાંથી ય આડકતરૂં પોષણ મળે છે. જેનો ફાયદો પૈસામાં મળવો શરૂ થતા ઘરના વધુ સહન કરીને ય આ દંભને વધુ પોષે છે. માણસના મનનું ઘડતર જ એવું છે કે તે પોતે સમજે ત્યારે જ સુધારો થઈ શકે એટલે જ આટઆટલા શોરબકોર છતાં મંદિરો માટે થતાં કરોડોના દાન સમાચાર પત્રોમાં પહેલે પાને છપાય છે. એ જ દાનીઓ ભૂખ્યાને એક ટંકનું ભોજન આપ્યા વગર ઘર આંગણેથી હડઘૂત કરીને કાઢી મૂકતા જોવા મળે.
LikeLike
there is no medicine for ‘andhshraddha’.
that is the reason
‘lobhia hoy tya dhutara bhukhe na mare’
LikeLike
શ્રી જમનાદાસ કોટેચાને “અંધશ્રધ્ધા…સામાજીક કેન્સર” પુસ્તક માટે અભિનંદન !
શ્રી ગોવીંદભાઇ, સરસ અને વિચારપ્રેરક લેખ.
LikeLike
Pravinaben,
There is a solution to each of the disease. Andhshraddha….for example , 100 years ago when Science has not unfolded many secrets of the daily happenings, of the universe in which planet earth is breathing, people were ruled by blind beliefs and so called BRAHMAN….so called most learned HINDUS……..
Western medical science has cured…hundreds and hundreds of diseases which were uncurable…50 years ago.
Today, science has opened up thousands and thousands of secrets of the universe and the life on the planet earth, that it did help to erradicate blind beliefes from atleast 20 – 25% of the educated humans. ( It means that in India still 60 – 70% of even educated human being follow DHUTARAS…e.g. Doctors, Engineeres, Scientists….)
It is also a secret opened up that we are discussing this subject….AND THERE IS A SOLUTION TO ANY OF THE ANDHSHRADDHA…MAN HOI TO MARVE JAVAI….
THERE ARE TWO SIDES OF A COIN. WEST IS ALSO A COIN. WHY CAN’T WE GRAB WHITE SIDE OF THAT COIN ?
Shri Rajesh Pandya’s opinion is enlightening…Each of the opinion expressed here are eye opening…TIPE TIPE SAROVAR BHARAI….Let us start Pravinaben…
Thanks.
Amrut (Suman) Hazari.
LikeLike
ધોરા-ધાગા જાદુ મંતર નીકળે
સાતસો છયાસીનું જંતર નીકળે
ઘર તળે ઉપર કરી નાંખો અને
વહેમના ઘરમાંથી ઉંદર નીકળે
□ ‘મહેક’ ટંકારવી
LikeLike
Prati Shree Goivindbhai
Jayn sudhi koy babat aapne nashib par rakhisun ne anya koy pan praytna nahi kariye ke kari shkiye to aamaj raheshe (nashib oar rakhvanun).
Prani ke pakshi jo nashib par chhodi de to kashun khava pamshe nahin. Athak praytne khavanu shodhi kadhechhe.
Nashibe aapanne vtalavi musalman ke Khrishti banavya. Koiye kadi vicharyun nahin maans machhi apna purvajo khata to koy abhdaya nahi ke na koine dhanrma janunata lavavi padi nahin.
Lakhan kadach manava prere ke vignan sathe aa babatne lage vadgo nahin. Vignan mara pramane sachi shodh
multatva maate te vignan.
Jindgima thodun gnana malyun hoy to nashibne valgi na rahe. Dakhla tarike manav sharir hakikate panch tatva
hova chhatan ghana badha janine pan ajan chhe.
Pahelan yatna pachhi Ishvar krupa gano jeno mane vandho nathi. Bhanya pachhi pan kala akshar ne kuti mare teva pradhyapako chhe ne MBA thayela chhe te andh shradhha padva poshva jane ajane samarthan aape chhe.
LikeLike
વાત તો બધી જ સાચી છે. થોડા બિવસ પહેલાં જ એક વાત બની ગઇ સાંજનો સમય હતો અને શ્રીમતીજીએ ટહુકો કર્યો.. શું જમવું છે? એટલે સાધારણ મેં જવાબ આપ્યો ‘ખીચડી’ બનાવ…એટલે પ્રતિ-ઉત્તર મળ્યો “આજે મંગળવાર છે એટલે ખીચડી ન મુકાય!….મેં થોડું હાસ્ય કરી વાત પડતી મુકી….
પ્રફુલ ઠાર
LikeLike
પ્રિય મિત્રો;
પ્રેમ;
આપણા શરીરની લંબાઈ કેટલી છે તે માપવા માટે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી છીએ. પણ શરીરનૂ ઉષ્ણતામાન માપવું હોય તો ફૂટપટ્ટી કામમા નથી આવતી.શરીરનુ તાપમાન માપવા માટે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ. બન્ને ટુલ ના કાર્યો અલગ અલગ છે. તે રીતે વિજ્ઞાન અને ધર્મ પણ એકપ્રકારે ટુલ જ છે. તમારે બહિરયાત્રા કરવી છે તો વિજ્ઞાનનો ઉપયોગ કરવો અનિવાર્ય છે, પણ તમારે અંતરયાત્રા કરવી છે તો ધર્મનો ઉપયોગ કરવો પડે. બાહ્ય સગવડો અને સમૃધ્ધિ મેળવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ છે અને ભિતરની શાંતિ અને સુખ માટે ધર્મ ઉપયોગી છે. બન્નેના ડાયમેન્શન અલગ અલગ છે. માણસને પૂરી સ્વતંત્રતા છે તેની પોતાની પ્રગતિની દિશા તે પોતે નક્કી કરે. મારે બંગલા, ગાડી, દરદાગીના જોઈએ છીએ તો માળા જપે કે પાંચ ટાઈમની નમાઝ પઢે શક્ય બનવાનુ નથી. એ માટે મારે વિજ્ઞાનનો સહારો લેવો પડે. પણ મારે ભિતરની શાંતિ જોઈએ છે તો મારે ધર્મનો સહારો લેવો પડે.આ કોઈપણ સમજી શકે તેવી વાત છે. પણ આપણી સમસ્યા છે કે ધર્મ શું છે તેની આપણને ખબર નથી અને ધર્મના નામે ચાલતી દુકાનોને આપણે ધર્મ સમજી તેની તરફેણમા કે વિરુધ્ધમાં દલીલો કરે રાખીએ છીએ. આપણને શ્રધ્ધા, અંધશ્ર્ધ્ધા, ધર્મ, આત્મા, પરમાત્મા, પ્રેમ કશાયની કાંઇ ખબર નથી, પણ આપણી પોતાની જુદી જુદી વ્યાખ્યાઓ છે અને તેને જ આપણે બ્રહ્મ વ્યાખ્યા સમજીએ છીએ અને તેનાથી અન્ય વ્યાખ્યા કરનારને મૂર્ખ સમજીએ છીએ. ખુલ્લે આમ ભાંડીએ છીએ અને જેમ વધૂ ભાંડીએ તેમ વધુ રેશનાલીસ્ટ છીએ તેવું સમજીએ છીએ. પણ આપણને સમજાતુ નથી કે હું આટલો મોટો રેશનાલીસ્ટ છું, છતાં ભિતર આટલો બધૉ ઉકળાટ કેમ છે? સુખ સગવડના બધા સાધનો હોવા છતાં આટલા બધા લોહીઉકાળા કેમ છે? શાંતિ કેમ નથી? એક ગજબનુ ફ્રસ્ટ્રેશન છે મુંઝવણ છે અને આપણને તેનો જવાબ મળતો નથી. કેવી મુંઝવણભરી પરિસ્થિતિ? આપણા માંથી કેટલા છે જે ખરેખર આવી પરિસ્થિતિને જોઈ શકે છે? સ્વિકારી શકે છે?
પ્રભુશિના આશિષ;
શરદ
LikeLike