કંકુવરણાં કુકર્મો…!

કંકુવરણાં કુકર્મો…!


એક શ્રદ્ધાળુ માણસના જીવનની વાત છે. એ માણસ રોજ પ્રભુભક્તીમાં દોઢ કલાક ગાળે. નીયમીત ગીતાપાઠ કરે. દત્તબાવની ગાય. મંદીરમાં સઘળા ફોટાઓ આગળ માથું ટેકવે, એટલું જ નહીં; ‘જય સીયારામ’ બોલ્યા વીના હોઠે કશું ના અડાડે એવો એ ધાર્મીક માણસ !

એક દીવસ એવું બન્યું, એના વાડામાં એક ડુક્કર મરી ગયું. એણે લાકડી વડે તે પાડોશીના વાડામાં ખસેડી દીધું. પાડોશીનું બારણું બન્ધ હતું; એથી તેમને એ વાતની જાણ ન થઈ. પણ બીજા પાડોશીએ આ દૃશ્ય બાથરુમની જાળીમાંથી જોયું. તેણે પેલા પાડોશીને જાણ કરી. બન્ને વચ્ચે મોટો ઝઘડો થયો. બીજા પાડોશીએ આક્રોશ ઠાલવતાં કહ્યું : ‘તમે રોજ દોઢ કલાક ભક્તીમાં ગાળો છો. ટીલાં–ટપકાં કરો છો. હમ્મેશાં ધરમના ચોપડા વાંચતા રહો છો. શું તમારો ધર્મ તમને એવું શીખવે છે કે તમારા વાડામાં  ડુક્કર મર્યું હોય તેને પાડોશીના વાડામાં સરકાવી દેવું ? ધરમના ચોપડા વાંચ્યા પછી પણ તમે અંદરથી આવા મેલા જ રહેવાના હો તો ધુળ પડી તમારા ધરમમાં…! સળગાવી દો ધરમના ચોપડા… અને કંઈક અક્કલ આવે એવા ચોપડા વાંચો !’

સાંજે અમારી મીત્રમંડળીમાં આ વાત નીકળી. બચુભાઈ હસીને બોલ્યા : ‘મરેલું ડુક્કર પાડોશીના વાડામાં ખસેડી દેવું એ આ કળીયુગમાં આમ તો અક્ક્લની જ વાત ગણાય !’ પછી એકાદ ક્ષણ અટકીને તેમણે ઉમેર્યું : આ બધી માણસના મનના ખાળકુવાની ગંદકી છે. માણસના કપાળે કરવામાં આવતાં ટીલાં–ટપકાં દુનીયા જોઈ શકે છે; પણ મનના ડાઘ છુપાયેલા રહે છે તે આવા પ્રસંગે છતા થઈ જાય છે. ક્યારેક મરેલા ડુક્કર કરતાં જીવતા માણસના મનની દુર્ગન્ધ વધી જતી હોય છે !

ધર્મ માણસને એવી બેઈમાની શીખવતો નથી. માણસની બહુધા અનીતીઓ મૌલીક હોય છે. કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતામાં કદી એવો ઉપદેશ આપ્યો નથી, ‘હે વત્સ, તારા વાડામાં ડુક્કર મર્યું હોય તો તારે લાકડી વડે ચાલાકીથી પાડોશીના વાડામાં ખસેડી દેવું…!’ દુર્યોધન રોજ દાતણ કરીને ચીરી અર્જુનના આંગણામાં ફેંકતો હતો એવોય ગીતામાં ક્યાંય ઉલ્લેખ નથી !

થવું જોઈએ એવું કે ધર્મના આદેશ મુજબ માણસનું ઘડતર થવું જોઈએ; પણ વાત ઉંધી બની ગઈ છે. માણસની ઈચ્છા મુજબ ધર્મ ઘડાયો છે. જેથી હવે માણસને ધર્મનો ડર નથી લાગતો. કેમ કે આજનો કહેવાતો ધર્મ એ તેનું પોતાનું માનસસન્તાન છે. આજે ધર્મને નામે માણસ જે કર્મકાંડો કે પુજાપાઠ કરતો રહે છે એ કેવળ તેનું આધ્યાત્મીક મનોરંજન બનીને રહી ગયું છે ! એવા માનવસર્જિત ધર્મનો જ એ કુપ્રભાવ છે કે માણસ મુર્તી સમક્ષ સજ્જ્ન બની રહે છે અને સમાજ વચ્ચે શેતાન બનીને જીવે છે. કહેવાય છે કે શીક્ષણની ઈજ્જત રહેલી છે, તે રીતે ધર્મનો સ્પર્શ પામી માણસ કેવો બની શકે છે તે બાબતમાં ધર્મની પણ પ્રતીષ્ઠા રહેલી છે.

એક વાત વારંવાર સમજાય છે. હવે આસ્તીકતા કે નાસ્તીકતા એ માણસના સારા કે નરસા હોવાની સાબીતી નથી રહી. ઈશ્વરમાં માનવું ન માનવું એ માણસની અંગત વીચારધારાને લગતી બાબત છે. ઈશ્વરમાં માનતા માણસો અચુકપણે સજ્જનો જ હોય એ વાત તો ક્યારની જુઠી સાબીત થઈ ચુકી છે. મંદીર અને મસ્જીદ માટે આ દેશમાં આસ્તીકોએ જે પીપડાબન્ધ લોહી રેડ્યું છે તેના સ્મરણમાત્રથી ધ્રુજી જવાય છે. કેટલાંય જીવતાં સ્ત્રીપુરુષો અને બાળકોને સળગાવી દેવાયાં હતાં ! હજી પણ એ આગ પુરી હોલવાઈ નથી.

નાસ્તીકો માટે એટલું આશ્વાસન જરુર લઈ શકાય કે તેમણે કદી ઈશ્વર કે ધર્મને નામે વીરાટ માનવસંહાર આચર્યો નથી. પરન્તુ ધર્મ અને શ્રદ્ધા સીવાયના દુષણોથી તેઓ પણ મુકત નથી. કોઈ માણસ નાસ્તીક હોવાથી તે આપોઆપ સજ્જન બની જતો નથી. નાસ્તીકોમાંય અનેક પ્રકારની સ્વભાવગત, માનવસહજ કમજોરી હોઈ શકે છે.

સાચી વાત એ છે કે માણસ તેના આચાર, વીચાર અને વર્તનથી કેવો છે તે જ તેનો સાચો માપદંડ ગણી શકાય. તે ભગવાનને ભજે છે કે નથી ભજતો તે બાબત પરથી તેનું સાચું માપ નીકળી શકતું નથી. રોજબરોજની જીવાતી જીન્દગીમાં એક માણસ બીજા માણસ જોડે કેવો વ્યવહાર કરે છે તે પર  માનવસમાજનાં સુખદુ:ખનો આધાર રહેલો છે. દર મહીને એક સત્યનારાયણની કથા કરાવતો માણસ પોતાને ત્યાં મરેલો ઉંદર પાડોશીને ત્યાં ફેંકી દેતો હોય તો એવી ભક્તીનો કોઈ ફાયદો ખરો ?

ન દેખાતા ભગવાન માટે માણસ પોતાની આસપાસના જીવતા માણસોને સળગાવી દેતો હોય તો એવા લોકો માનવસમાજના સાચા દુશ્મનો છે. આજે થાય છે એવું કે માણસ રોજ ભગવાનના ફોટા લુછે છે, અગરબત્તી સળગાવે છે, મુર્તીને દુધ અથવા ગંગાજળથી ધોઈને ચોખ્ખી કરે છે; પણ પોતે અંદરથી નખશીખ ગંદો રહી જાય છે.

અમેરીકાના લોકોની ગરદન ઘડીયાળના કાંટા સાથે  જોતરાયેલી હોય છે. આપણી માફક ઈશ્વરભક્તી માટે રોજ સવારનો એકાદ કલાક ફાળવવાનું તેમને માટે લગભગ અશક્ય હોય છે. છતાં રોજબરોજના માનવવ્યવહારમાં અમેરીકનો આપણા કરતાં વધુ પ્રામાણીક  હોય છે. ત્યાં કોઈ સ્ટોરમાં ગ્રાહકની સોનાની ચેન ગુમાઈ ગઈ હોય તો તે પાછી મળી શકે છે. આપણે ત્યાં રામકથા સાંભળવા બેઠેલા હજારો શ્રદ્ધાળુઓ વચ્ચે પાંચ તોલાનો સોનાનો અછોડો ખોવાયો હોય તો તે પાછો મળવાની આશા નથી હોતી.

બચુભાઈ કહે છે : ‘રાવણ પાસે ગયેલી સીતા હેમખેમ પાછી મળી શકે; પણ રામભક્તો પાસેથી સોનાની ચેન પાછી મળી શકતી નથી !’ આપણે ત્યાં ભાડેનું ઘર પચાવી પાડવાની બાબત પાપ લેખાતી નથી. (સરકારે ઘરભાડુતની તરફેણમાં કાયદો કરીને હવે બેઈમાનીને કાયદેસર કરી છે.) તમે કપાળે તીલક અને રામનામની ચાદર ઓઢીને નીકળી પડો તો લગભગ પોણી દુનીયાને ઉલ્લુ બનાવી શકાય છે.

ઑફીસમાં પ્રવેશતી વેળા વાંકા વળી ઑફીસના ઉંબરાને શ્રદ્ધાથી હાથ અડાડતા કર્મચારીઓને મેં જોયા છે. એવા લોકો ઉંબરની પેલે પાર જઈ ખોટા બીલો મુકી ગોલમાલ કરે છે ત્યારે પેલો ઉંબરો કેવો વીશ્વાસઘાત અનુભવતો હશે ? કોઈ ધનકુબેર શેઠીયો પોતાનો સ્વાર્થ સાધવા તગડી લાંચ આપે છે ત્યારે તેને ઠુકરાવી દેવામાં ભલભલાનાં હાંજા ગગડી જાય છે. એવી બેઈમાની હવે સામાન્ય ગણાય છે. ઑફીસમાં સમયસર ન જવું કે કામચોરી કરવી એવી બાબતોની ટીકા કરનારાઓની ગણતરી હવે વેદીયામાં થાય છે.

સંક્ષીપ્તમાં તાત્પર્ય એટલું જ કે રોજ ઉઠીને પુજાપાઠ કરો. ગીતા, બાયબલ કે કુરાન વાંચો, પણ સમાજમાં એક સાચા, નેકદીલ ઈન્સાન તરીકે નહીં જીવી શકો તો ધર્મશાસ્ત્રોની શીખામણો પોથીમાંનાં રીંગણાં જેવી બેઅસર બની રહે છે. ધર્મપુસ્તકો વાંચી નાખવાથી કેવળ માનસીક સન્તોષ થાય છે. જીવનમાં સાચકલી સુખ–શાન્તી મેળવવી હોય તો કેવળ વાંચ્યાથી નહીં ચાલે; ધર્મની સારી શીખામણોનો જીવનમાં અમલ કરવો રહ્યો. યાદ રહે, રોગ મટાડવા માટે ડૉક્ટરની દવા પેટમાં જાય તે જરુરી છે. દવા શીશીમાં પડી રહે તેનો કોઈ ફાયદો થતો નથી.

– દીનેશ પાંચાલ

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી396 445 ફોન: (02637 242 098) સેલફોન: 94281 60508

ગુજરાતમીત્ર, દૈનીક, સુરતની તા. 20 જુલાઈ, 2003ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર જીવન સરીતાના તીરે.. અને મુમ્બઈથી પ્રકાશીત થતા માસીક વીવેકપંથી (તંત્રીગુલાબ ભેડા – 2/C/1-Asmita Mogra, Dutta Jagdamba Marg, Sher-e-Punjab Colony, Andheri(East) Mumbai-400 093 Phone- 022-2838 8891ના એક સોમા વીશેષ અંકનો આ લેખ વીવેકપંથી, ગુજરાતમીત્ર તેમજ લેખકશ્રીની પરવાનગી અને સૌજન્યથી સાભાર

વીવેકપંથી’ રૅશનલ વીચારોનું માસીક (વાર્ષીક લવાજમ માત્ર રુપીયા 100/-) હવે વેબસાઈટ પર વાંચવા માટે પણ ઉપલબ્ધ છે. જેની લીન્ક નીચે મુજબ છે:

http://sites.google.com/site/vivekpanthi/home

http://sites.google.com/site/vivekpanthi/

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ :

https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

પોસ્ટ કર્યા તારીખ: 4–02–2011

31 Comments

  1. It is a very good article for all of us. Our conscience knows what is right or wrong for us but we always suppress our conscience and do what is beneficial to us.

    In India to take bribe should be legalized. It is a shame for all of us.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  2. જગત નું દરેક ધર્મશાસ્ત્ર માનવતા નો પાઠ શીખાડે છે.

    ધર્મ માનવતા શીખાડે છે. જે માનવી ધર્મ નો ઝબ્ભો પહેરી ને માનવતા નો પાઠ ન શીખે તેને અધર્મી જ કહી શકાય.

    કાસીમ અબ્બાસ,કેનેડા

    Like

  3. Priya Bhai Govindbhai

    Sara thava ne raheva mate dharmna chopda vanchva jaruri nathi. Vanhine amalma mukvu bahuj aghrun chhe. Baki pakhandio to vanchinej kare. Vanchelamanthi tame dakhlo aapi shako etle same vala upar sari chhpa upje etle. Kada kamo par rupali chhap wali chadar odhadi badhun karva nu licence mali jay chhe.

    Sharir dhovai pan andar no mel dhovay tyarej saran kamo dipi nikle.

    Payamanthi sanskar eva male to bane. Apne Ma-Bap sarun kariye jeni asar balak par pade to sachun Ramrajya avi shake.

    Natvar Lakhani

    Like

  4. “અનુભવવાણી” હ્રદય થી શુદ્ધ બનો …. આ એકજ વાત નો પૂરેપૂરો અમલ કરવાથી તેમાં સમગ્ર ધર્મો નો સમાવેશ થઇ જાય છે. પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

    “અનુભવવાણી ” જે મનુષ્ય નો આચાર અણીશુદ્ધ છે ,તેને સૌ કોઈ સન્માને છે. આચારશુદ્ધિ નું મહ્ત્વ જીવન માં વિશેષ જાણવું , કારણ કે દુરાચારી ની કોઈ જ પ્રતિષ્ઠા નથી. પારૂ કૃષ્ણકાંત.

    http://www.gujarati.nu/profiles/blogs/3499594:BlogPost:288279

    http://www.gujarati.nu/profiles/blogs/3499594:BlogPost:291592

    Like

  5. માણસાઇ

    કોઇ કહે છે, હું છું હિન્દુ
    તો કોઇ કહે છે હું છું ઇસાઇ,
    છે મારો ધર્મ તારાથી સારો
    કહી, કરે મન મહીં ખોટી વડાઇ.

    ધર્મને નામે યુદ્ધ આદરે
    શસ્ત્ર ધરી બને આતતાયી,
    જો કરીયે તુલના તેઓની સાથે
    તો લાગે સંત સમો કોઇ કસાઇ.

    જુઓ ધર્મની આ વાડો માંહે
    મતિ જાયે કેવી ભરમાઇ,
    સરળ વાત કેમ કોઇ ન સમજે
    કે માનવનો ધર્મ તો છે માણસાઇ.

    Like

  6. Well said!
    Ravanni nazar bagadi pan Sita ni pavitrata and
    pativrate tene hemkhem rakhi!
    Nastiko – Aajkaal na so called astiko karata
    ghana vadhu pavitra ane chokkha saabit thaya chhe.
    Thanks.

    Like

  7. લેખકે વિષય સરસ મૂક્યો છે, પરંતુ મારે એક સવાલ અહીં પૂછવાનો કે આપણે કરેલ કોઈ પણ કૂકર્મ કે અનૈતિક કાર્ય માટે શું માતા -પિતાનો દોષ ખરો ? શું તે માટે માતા -પિતાનો નાશ કરી દેવો જોઈએ કે તેમને અપમાનિત કરવા જોઈએ ? હા, તો ટીલાં ટપકા કરનારે કરેલ ભૂલ માટે ધર્મ ને દોષ આપી શકાય. અને જો ના ! તો પછી ધર્મને વગોવનારાએ પોતાના આત્માને સવાલ કરવો જોઈએ કે હીકકત કઈ સાચી છે? આ વિષય ગહન હોય, વધુ વિવાદમાં ના પડતાં આટલું જ બસ લાગે છે.

    Like

  8. પોતાની જાતને છેતર્યા વગર અન્યને છેતરી શકાતા નથી. જે દંભી છે તે જો ઈશ્વરના નામથી જાતની નહી છેતરી શકે તો તેને પણ છોડી દેશે.

    Like

  9. “એકાદ ક્ષણ અટકીને તેમણે ઉમેર્યું : આ બધી માણસના મનના ખાળકુવાની ગંદકી છે.”સાચી વાત
    જે ધર્મમાં ખૂણે ખાચરે થતી ગંદકી જ જુએ અને આને ધર્મ સાથે જોડી જે ધર્મ તરફ વળવાનો પ્રયાસ કરનારની રેશનલને નામે હાંસી જ ઉડાવે.
    દરેક ધર્મમા “પોતાના કર્તવ્યનું યોગ્ય પાલન જ સાચો ધર્મ છે. વિશુદ્ધ સાત્ત્વિક ભાવથી આપણા કર્તવ્યનું પાલન કરવું એ જ ધર્મનો મર્મ છે.”માને છે જ. કોઈ વ્યક્તી માનવ સહજ નબળાઇથી ખોટું કરે તેને ધર્મ સાથે જોડવું જરુરી નથી જ.ગાંધીજી આવી દ્રષ્ટિ માટે ગટરમુકાદમ શબ્દ વાપર્યો હતો.
    વળી આવી વાત સહનશીલ ધર્મો માટે થાય !

    Like

  10. શ્રી દિનેશભાઈનું આ વાક્ય બહુ ગમ્યું:”માણસની બહુધા અનીતીઓ મૌલીક હોય છે.”. અનીતિ કરો એમ કોઇ ન શીખવે. માત્ર માણસની સ્વબચાવની વૃત્તિ જ અનીતિના માર્ગે લઈ જાય છે. સ્વબચાવની જરૂરિયાત પ્રાકૃતિક છે પણ એ વ્યક્તિગત સ્તરે માત્ર સ્વાર્થ છે અને એ કારણે અધર્મ છે.
    ખરૂં જોતાં, મનુષ્યનો ઉદ્‍ભવ થયો ત્યારે જ એની અંદરના એક જીનનું કામ પોતાના સંવર્ધનનું હતું.. એટલે એના માટે સહકાર સ્વાભાવિક ગુણ હતો. આમાંથી જ સમાજ બન્યો. આમ બીજાનું ધ્યાન રાખવું એવી નીતિ ધર્મથી પહેલાં આવે છે; ધર્મનો તો એમાંથી વિકાસ થયો. એટલે ધાર્મિક ન હોય તે પણ નીતિવાન હોઈ શકે છે.
    ધર્મને નીતિથી અલગ કરી દઈએ તો “નાસ્તિકો નીતિવાન છે” એવું આશ્ચર્ય પણ નહીં થાય. પરંતુ આસ્તિકો – અને નાસ્તિકો પણ – અનીતિવાન હોઈ શકે છે. માનવીય મૂલ્યોની દૃષ્ટિએ, ઈશ્વર સંબંધી માન્યતાને કારણે કોઈ ઊંચા કે નીચા નથી હોતા.

    Like

  11. શ્રી ગોવિંદભાઈ ,

    ‘‘ માણસની બહુધા અનીતીઓ મૌલીક હોય છે.’’

    સરસ લેખ મુક્યો છે. માનવતાનું મુલ્ય અમુલ્ય છે.

    માણસ પોતાની જાતને અને બીજાને છેતરવાનો હંમેશા પ્રયાસ કરતો હોય છે.

    Like

  12. સરસ લેખ , અભિનંદન ,
    રાવણ પાસે ગયેલી સીતા હેમખેમ પાછી મળી શકે; પણ રામભક્તો પાસેથી સોનાની ચેન પાછી મળી શકતી નથી.
    કહેવાય છે કે , રાવણ નીતિ પ્રિય હતો,એને સીતાનું હરણ કર્યું, કેમ કે, પોતાના જીવનના ઉદ્ધાર માટે,રામચન્દ્ર ભગવાનનાં હાથે મરીને, નહીં કે સીતાજીની, સ્વામી ભક્તિ હણી ને,
    અત્યારનાં બધાય ધર્મનાં મહારથીઓ ભગવાનના નામે ભક્તોને ,શ્રદ્ધાળુઓને, છેતરે છે, શ્રદ્ધાળુઓને જ હણે છે, ભાગવાની,ભક્તિ, ને શ્રદ્ધાની,સાક્ષીએ.

    Like

  13. some one has written,
    mane hasvu ay joine aave chhe ke ,
    prabhu, taara banavel havay tane j bannave chhe !!!

    Like

  14. Ek sanatan satya samajie…..

    Darek khota ke jutha karmo karnar ne pahlethi khabar hoi chhe ke satya su chhe.
    He plans his kukarma having known what is right.

    Amrut(Suman)Hazari.

    Like

  15. I AM IMPRESSED WITH THIS VERY GOOD ARTICLE.
    EVERYDAY POOJA HAS NO VALUE IF ONE DOES NOT WANT TO FOLLOW BASICS SUCH AS GOODNESS,TRUTHFULNESS,DECIPLENE.

    Like

  16. નમસ્તે, ગોવિંદભાઈ અને પાંચાલભાઈ અને ગુણીજનો, વાહ સરસ મુદ્દો ઉઠાવ્યો છે, આપણે વારંવાર ઉઠાવવો જ રહ્યો અને એટલે જ હુ ફરીથી કહુ છુ કે….

    આદિ શ્રી શંકરાચાર્યરચીત વિવેક્ચુડામણી મંગલાચરણ સ્લોક ૩-૪-૫-૬-૭- કહે છેઃ
    ૩. ભગવતક્રુપાથી જ પ્રાપ્ત મનુષ્યત્વ, મુમુક્ષુત્વ (મુક્ત થવાની ઈચ્છા) અને મહાન પુરુષોનો સંગ- આ ત્રણ તો અતિ દુર્લભ જ છે.
    ૪. કોઈ પણ પ્રકારે આ દુર્લભ મનુષ્ય જન્મ પામીને એમાં પણ શ્રુતિના સિધ્ધાંતનુ જ્ઞાન થયુ હોય એવા પુરુષત્વને પામીને જે મુઢ બુધ્ધિ પોતાના આત્માની મુક્તિ માટે પ્રયત્ન નથી કરતો, એ નિશ્ચય જ આત્મઘાતી છે; અને એ અસતમાં આસ્થા રાખવાના કારણે પોતાને નષ્ટ કરે છે.
    ૫. દુર્લભ મનુષ્યદેહ અને એમાં પણ પુરુષત્વ પામીને જે સ્વાર્થ સાધનામાં પ્રમાદી-રત રહે છે, એનાથી અધિક મુઢ કોણ હશે?
    ૬. ભલે કોઈ પણ શાસ્ત્રોની વ્યાખ્યા કરે, દેવતાઓના યજ્ઞો કરે, નાના પ્રકારર્ના શુભ કર્મો કરે અથવા દેવતાઓને ભજે, તથાપિ જ્યાં સુધી બ્રહ્મ અને આત્માની એકતાનો બોધ નથી થતો ત્યા સુધી સો બ્રહ્માઓના વીતી જવા પર પણ (અર્થાત સો કલ્પો વીતી જવા પર પણ) મુક્તિ તો થઈ શકતી જ નથી.
    ૭. કેમ કે “ધનથી અમ્રુતત્વની આશા નથી” આ શ્રુતિ “મુક્તિના હેતુ કર્મ નથી” એ વાત સ્પષ્ટ દર્શાવે છે.

    આ સીવાય ગીતા ૮.૨૮ પણ કહે છે
    “વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ, દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ !
    અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા, યોગી પરં સ્થાનમુપૈતિ ચાધ્યમ !!
    ******યોગી પુરુષ આ તત્વ રહસ્યને તત્વથી જ જાણીને વેદો પઠનમાં તથા યજ્ઞ, તપ અને દાનાદિ કરવામાં જે પુણ્યફલ કહ્યુ છે, એ બધાને નિઃસંદેહ ઉલ્લંઘન કરી જઈને સનાતન પરમપદને પ્રાપ્ત કરે છે.*******

    ગીતા ૯.૨૫ કહે છે
    “યાન્તિ દેવવ્રતા દેવાન્પિત્રુન્યાન્તિ પિત્રુવ્રતાઃ !
    ભુતાનિ યાન્તિ ભુતેજ્યા યાન્તિ મધ્યાજિનોયપિ મામ !!
    *****દેવતાઓને પુજનાર દેવતાઓને પ્રાપ્ત થાય છે, પિત્રુઓને પુજનાર પિત્રુઓને, ભુતોને પુજનાર ભુતોને અને જે મારુ (અદેહી-પરમેશ્વરનુ, વિષ્ણુનુ નહિ) પુજન કરનાર મને (નીરાકાર પરમેશ્વરને) જ પ્રાત્પ થાય છે. એટલે મારા (નીરાકાર, અદશ્ય પરમેશ્વરના) ભક્તો પુનર્જન્મ નથી પામતા.*******

    આવુ બધુ વાંચ્યા-સમજ્યા પછી પણ ટીલા કરનારા, મંત્ર-યંત્ર પુજા કરનારાઓ જાદુ-ટોના કરનારાઓ, હારતોરા, વરતારો કરનારાઓ સારી રીતે જાણતા અને એમના જ અનુસરનારાઓ અજાણતા જ લુંટી અને લુંટાઈ રહ્યા છે. બહારથી સ્વચ્છ ઉજળા પણ અંતરનો ગંદલો-ગંધાતો મેલ કાઈ એવુ બધુ કરવાથી થોડો હટવાનો એ તો વધુ ઘટ્ટ થવાનો………. અને મારા ભાઈ-બહેનોને, મારા સગ્ગાઓને, મારા જાતિ ભાઈઓને, દેશવાસીઓને હવે એવા આંધળા કામોમાંથી મોકળા કરો કેમ તેઓ અંધકારના કામો કરીને નષ્ટ થાય એનુ પાપ હુ મારા માથે નથી લેવા માંગતો. જે લોકો આવા કામો કરાવે છે એ લોકોની દયા કરવા જેવી છે કેમ કે ભારતદેશન પાપનો બોજો આવા કામો કરાવનારા અને વધારનારા લોકો ઉપર આવી પડે છે એવુ જગતના દરેકે દરેક ધર્મના હયાત શાસ્ત્રો કહે છે.

    પાપીને ફાંસી દેવાથી નહિ પણ પાપીને માફ કરી, પાપ ન કરવાના ફાયદા શીખવાથી જ પાપી દયાળુ બને છે, અને સમાજ સ્વચ્છ બને છે જ્યારે જે સમાજના સ્વચ્છ અને સુઘડ કહેવાતા લોકો જ આંખઆડા કાન કરે તો પછી ભારતદેશમાં અશાંતિ રહેવાની કે નષ્ટ થવાની.!!!!

    ચેતો અને લોકોને પણ ચેતવો, હજુ પણ ઘણો સમય છે કેમ કે પરમેશ્વર દયાળૂ છે…..

    *

    Like

  17. મેં અગાઉ મારા એક લેખમાં લખેલું કે આપણે આપણો કચરો પડોશીના વરંડામાં ફેંકી દેવા ટેવાયેલા છીએ.ભારતમાં ધર્મ અને નીતિનિયમો,સદાચરણ,એથીક્સ ને કશું લાગે વળગતું નથી.સારો લેખ છે.એમનો લોક્પડકાર માં આવેલો ક્રિકેટ વિશેનો લેખ અહી મુકવા વિનંતી છે.

    Like

  18. આ કરવું તે ના કરવું એમ તુ અન્યને શિક્ષા દૌં છું, તને હરિ તે ક્યમ પ્રસન્ન થાય..
    આવા ચાબખા અખાએ આપ્ણી ધાર્મિક્તાને બહુ માર્યા છે..તે પણ વાંચવા જેવા છે.

    Like

    1. આ કરવું તે ના કરવું એમ તુ અન્યને શિક્ષા દૌં છું,….આ પંક્તિઅ પછી
      “તે પરમાણે તું નથી કરતો “ઉમેરી વાંચવું.

      Like

  19. દિનેશભાઈ આપનો લેખ ગમ્યો ,આવો સુંદર લેખ અહી વાંચી શક્યો ,તે બદલ ગોવિંદભાઈ ને પણ અભિનંદન.

    Like

  20. સુંદર વિચારો!
    પરંતુ ‘વાડામાં ડુક્કર મર્યું હોય તેને પાડોશીના વાડામાં સરકાવી દેવું ‘ એ વાક્ય પ્રયોગ પશ્ચિમ ની સંસ્કૃતિનું છે. જ્યાં ડુક્કર વાડામાં પાળવામાં આવેછે. માટે લેખ થોડો પર રહ્યો.

    Like

  21. Today, on feb,11,2011…dectator Hosni Mubarak resigned.
    Egypt is free. Independence is EARNED by the people of Egypt.

    Technology has played a crucial role in bringing this greatest change in the history of Egypt. The wave of revolution spread all over the Egypt by using FACEBOOK and other means of fast and easy communication. This would not have happened in the age of News Paper or telephone.

    We, Indians and specially Hindus, can bring JAN-JAGRUTI, a revolutionary wave to free our brothers and sisters from the MYTHS and from those who spread MYTH.

    Thanks to Govindbhai for his dedicated SAMAJSEVA by running this blog.

    Let us all join hands and help our society to get free from MYTH and from those self-centered enimies of the society.

    Together we can move the montain.

    Amrut(Suman)Hazari.

    Like

  22. સાચી વાત. ઇંટરનેટનો સદુપયોગ કરીએ તો ઘણું થઈ શકે. ગોવિંદભાઇને આ માટે અભિનંદન આપવાં જ જોઈએ.

    Like

  23. સુંદર લેખ…..

    વાત માન્યમા આવે તેવી છે….માણસ રોજ ભગવાનના ફોટા લુછે છે, અગરબત્તી સળગાવે છે, મુર્તીને દુધ અથવા ગંગાજળથી ધોઈને ચોખ્ખી કરે છે; પણ પોતે અંદરથી નખશીખ ગંદો રહી જાય છે.

    પ્રફુલ ઠાર

    Like

Leave a comment