સંતો ‘શ્રીહરી’ને બદલે ‘સત્ય’નો પ્રચાર કરે તે સાચી સમાજસેવા

સંતો ‘શ્રીહરી’ને બદલે ‘સત્ય’નો પ્રચાર કરે તે સાચી સમાજસેવા

સર્વસ્વીકૃત સત્ય એ છે કે એક લેખકના વીકાસમાં અખબારનું મહત્ત્વ અનેકગણું હોય છે. શ્રી વીજય ભગત સમ્પાદીત પુસ્તક ‘વીવેક–વીજય’માં પ્રા. રમણ પાઠક લખે છે: ‘રમણભ્રમણ’ કટાર 1976માં શરુ થયેલી. આજે બરાબર 35મું વર્ષ ચાલે છે. આ બધી જ સમ્પ્રાપ્તી મુળ તો ‘ગુજરાતમીત્ર’ને જ આભારી છે. આવી બંડખોર અને રુઢીભંજક કટાર ચલાવવામાં ‘ગુજરાતમીત્ર’નેય ઘણું સહેવું પડેલું, ઘણો વીરોધ થયેલો; પણ એય અડીખમ રહેલું અને હુંય અડીખમ. દરમીયાન ‘સમકાલીન’ દ્વારા મુંબઈનો કીલ્લો સર કર્યો. જ્યાં આજે પણ રૅશનાલીઝમની પ્રવૃત્તી કડેડાટ ચાલે છે. એટલે મુળ (અને સૌથી વઘુ) તો હું ‘ગુજરાતમીત્ર’નો ઋણી છું.’

કંઈક એ પ્રકારના જ ઋણસ્વીકાર સાથે અત્રે કહેવાનું પ્રાપ્ત થાય છે કે પ્રસ્તુત અખબાર રૅશનાલીઝમનું મોસાળ છે. એની કટારો અને ચર્ચાપત્ર વીભાગ દ્વારા કેટલાય રૅશનલ વીચારકોનું ઘડતર થયું છે. નવસારીના જાણીતા ચર્ચાપત્રી શ્રી સુરેશ દેસાઈ સ્વયં એક તંત્રી બની ‘પ્રીયમીત્ર’ નામનું ખુદનું સાપ્તાહીક ચલાવી રહ્યા છે. ‘ગુજરાતમીત્ર’માં એક સમયે આગલી હરોળમાં સ્થાન મેળવી ચુકેલા રૅશનલ ચર્ચાપત્રી શ્રી ગોવીન્દ મારુ એક સફળ એડીટર તરીકે વૈશ્વીક ખ્યાતી પ્રાપ્ત કરી ચુક્યા છે. ઈન્ટરનેટ પર ‘અભીવ્યક્તી’ નામનો તેમનો બ્લોગ ખુબ લોકપ્રીય થઈ રહ્યો છે. એ સીવાય શ્રી ઉત્તમ ગજ્જર, શ્રી સુનીલ શાહ, શ્રી સુર્યકાન્ત શાહ એ સૌના ચર્ચાપત્રો વખતો વખત ‘ગુજરાતમીત્ર’માં પ્રગટતા રહે છે. શ્રી ઉત્તમ ગજ્જરે તો ઈન્ટરનેટ પર છેલ્લાં છ વર્ષથી ‘સન્ડે ઈ–મહેફીલ’ નામથી ‘વાચનયાત્રા’ની એક અનોખી સાહીત્યીક મહેફીલ જમાવી છે. એ બધામાં ‘ગુજરાતમીત્ર’નો પરોક્ષ ફાળો ઈનકારી શકાય એમ નથી. આદરણીય મોરારીબાપુ જેવા સુપ્રસીદ્ધ કથાકાર રૅશનાલીઝમ તરફ ઢળ્યા તેમાં પણ ‘ગુજરાતમીત્ર’ પ્રત્યેની તેમની ચાહના જ કારણભુત રહી છે. રામનું રટણ કરતા રામાયણી ‘રમણભ્રમણ’ તરફ વળે એ બહુ મોટી (અને ખાસ તો) આશ્વાસક ઘટના ગણાય. આશ્વાસક એટલા માટે કે, ચાર–પાંચ રૅશનાલીસ્ટોનું નાનકડું ટોળું પાંડવો જેવું હતું. તેમાં મોરારીબાપુના પ્રવેશથી જાણે પાંડવોને કૃષ્ણનો સાથ મળ્યો. ઘણાએ ટીકા કરી– ‘રમણ પાઠક મોરારીબાપુના ખોળે બેસી ગયા.’ શ્રી મોરારીબાપુએ ‘વીવેક–વીજય’ પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમ (ફંક્શન)માં માઈક પરથી જાહેરાત કરી– ‘રમણ પાઠક મારે ખોળે નથી બેઠા…, હું એમને ખોળે બેઠો છું !’ (બાપુની એ વીનમ્રતા ગણાય, બાકી એમ કહેવું વધુ સાચું ગણાય કે કોઈ કોઈના ખોળે નથી બેઠું. બન્ને સત્યના ધરમકાંટામાં બાજુબાજુના પલ્લામાં ઉભા છે) બન્ને એકમેકને ઉપકૃત કરતા નથી– સત્યના સમર્થનમાં આંગળી ઉંચી કરે છે. બાપુ પાસે ‘રામબાણ’ છે. રમણ પાઠક પાસે ‘રૅશનાલીઝમ’નું બાણ છે. બન્નેનો એકમાત્ર હેતુ ‘રાવણદહન’નો છે. રૅશનાલીઝમની વણખેડાયેલી ટેકરી પર ચઢી, ‘વીવેકબુદ્ધીવાદનો વાવટો’ ફરકાવવાનું કામ મહત્ત્વનું છે. તે કામ ‘બાપુ’ કરે કે ‘બાપા’રૅશનાલીઝમનું તો તેનાથી કલ્યાણ જ થશે.

પુસ્તક ‘વીવેક–વીજય’માં શ્રી વીજય ભગતે એક સુંદર ઘટના સમાવી લીધી છે. આપણી અન્ધશ્રદ્ધા કેટલી હદે જડ, અક્ક્લવીહોણી અને ધીક્કારયુક્ત છે તેનો આ એક જ દાખલો  બસ થઈ પડશે. ગાંધીનગરથી દશ માઈલ દુર રુપાલ નામનું ગામ આવેલું છે. ત્યાં આસો માસમાં ‘પલ્લી’ ભરાય. પલ્લી એટલે મેળો અને માતાજીની રથયાત્રા. જેમાં વરદાયી માતાને માથે ચોખ્ખું ઘી ચઢાવવામાં આવે છે. આ હજારો મણ ચોખ્ખું ઘી ગામની ધુળમાં ઢોળાય અને રગદોળાય. એમાં વળી પાછો એવો ચુસ્ત રીવાજ કે પેલું ધુળમીશ્રીત ઘી દલીતો જ લઈ જાય. અને એમાંથી ધુળીયું ઘી કાઢીને ખાય. રૅશનાલીસ્ટોએ આવા બગાડ કરનારા ઉત્સવનો વીરોધ કર્યો અને ધર્મધુરન્ધરોને વીનન્તી કરી કે ઘી ધુળમાં ઢોળાય એને બદલે, વાસણમાં ઝીલી લો અને પછી ગરીબોને વહેંચી દો, તો કમસે કમ શુદ્ધ ઘી તો તેમના પેટમાં જાય…! પલ્લીના મોવડીઓએ શો જવાબ આપ્યો તે સાંભળો. તેમણે કહ્યું: ‘ઘી ઢોળાય તો જ ધાર્યું પુણ્ય મળે !’ આવા જવાબથી નીરાશ થઈને રૅશનાલીસ્ટો અદાલતમાં ગયા અને કહ્યું કે આવો અર્થહીન ઉત્સવ બન્ધ કરાવો. ત્યારે અદાલતે કાયદેસર એવો ચુકાદો આપ્યો કે, ‘રુપાલની ‘‘પલ્લી’’ એ ધાર્મીક બાબત છે. અને ધાર્મીક બાબતોમાં અદાલત કે કાયદો માથું મારી શકે નહીં !’

દોસ્તો, આ આપણા મહાન ભારતની તાસીર છે. કલ્પના કરી શકાય ખરી કે, અમેરીકામાં આ રીતે મણબન્ધી ચોખ્ખું ઘી ધુળમાં ઢોળી દેવામાં આવતું હોય અને વળી ત્યાંની અદાલત એવો ચુકાદોય આપે ખરી કે, ‘આ ધાર્મીક બાબત હોવાથી અદાલત એમાં માથું મારી શકે નહીં !’

એક બીજો પ્રસંગ જુઓ. 1981માં શ્રી રાજારામમોહન રાયના મોટાભાઈ મૃત્યુ પામ્યા એટલે રીવાજ પ્રમાણે તેમની વીધવા થયેલી પત્ની– અલકમંજરીએ સતી થવાની તૈયારી કરવી પડી. ખડકાયેલી ચીતા પર અલકમંજરી ચઢી તો ખરી; પરન્તુ જેવી આગ ચાંપવામાં આવી કે તે ગભરાઈ ઉઠી. તીવ્ર અગનઝાળથી દાઝતાં તે ઉભી થઈ ગઈ. પરન્તુ ચીતા ફરતે એકઠા થયેલા ધર્માન્ધ ઠેકેદારોએ એને ભાગી છુટતી અટકાવીને લાંબા લાંબા વાંસડાઓ વડે મારી મારીને પાછી ચીતામાં ધકેલી દીધી. એની ચીસો ન સંભળાય તે માટે બુલંદ ઢોલ–નગારા પીટવા લાગ્યા. આજે આ વાંચવા માત્રથી પણ કમકમાટી આવી જાય છે. રાજારામમોહન રાયે રડતા હૃદયે  એ હેવાનીયત જોઈ લીધી; પણ પછી તેમણે પ્રચંડ પુરુષાર્થ આદર્યો ને 1827માં લોર્ડ વીલીયમ બેન્ટીકે સતીપ્રથા નાબુદ કરવાનો કાયદો કર્યો. હવે કરુણતા જુઓ કે એ વાતને આજે પુરાં 184 વર્ષો વીતી ગયાં છે; છતાં અખબારોમાં હજી પણ એવી ઘટના વાંચવા મળે છે કે ફલાણા ગામમાં કોઈ મહીલાને સતી થવાની ફરજ પાડવામાં આવી. અફસોસ… આપણા ‘મહાન’ ભારતે હજી ઘણું સુધરવાનું બાકી છે.

એવા સંજોગોમાં આદરણીય શ્રી મોરારીબાપુ રૅશનાલીઝમના ટેકામાં આંગળી ઉંચી કરે તો તે રૅશનાલીઝમ કરતાંય સમાજની બહુ મોટી સેવા થયેલી ગણાય. એમની પાસે ધર્મનું શક્તીશાળી માધ્યમ છે. સમાજની નાની નાની ગલીકુંચીઓમાં એમનો અવાજ પહોંચે છે. યાદ રહે સત્ય સોના જેવું કીમતી હોય છે. પરન્તુ સોનું કેવળ એક પદાર્થ છે. તેને ઘરેણામાં ઢાળવામાં આવે તો જ તેનો ઉપયોગ કરી શકાય. મોરારીબાપુ સહીતના તમામ સન્તો/કથાકારો સત્યને ઉપદેશનું ઘરેણું બનાવીને પ્રચાર કરે તો સમાજમાંથી અન્ધશ્રદ્ધા જરુર મટી શકે. આપણી સ્થીતી એવી દયનીય છે કે એક ધર્મગુરુ લાખો માણસો ભેગાં કરી શકે; પણ એક ‘સત્ય’ સેંકડો ધર્મગુરુઓને એક છત તળે એકઠા નથી કરી શકતું. કેમ કે ધર્મગુરુઓને સત્ય કરતાં સન્માનની અને સમાજસેવા કરતાં સ્વ–સેવાની વધુ ગરજ રહેતી હોય છે. દરેકના વાડા જુદા… દરેકના ચોકા જુદા… ને વળી દરેકના ભગવાનો પણ જુદા…! તેમના અનુયાયીઓની સંખ્યા પરથી તેમની પ્રતીષ્ઠા અંકાતી હોય છે. એવી જુઠી માપણીથી બહુ બહુ તો દમ્ભનું માપ નીકળે, સત્યનો સર્વે બાજુ પર રહી જાય છે. સમાજનું કલ્યાણ કરવા ઈચ્છતા સન્તોએ આપસના ભેદભાવો ભુલી સત્યના સમર્થન માટે એક થવું જોઈએ. બચુભાઈ કહે છે– ‘ભગવા ભલે પહેરો; પણ પ્રજાને ઠગવાનું બંધ કરો.’

અન્તે એક વાત જરુર કહેવી છે. આજપર્યન્ત સાયલન્ટ રૅશનાલીસ્ટ તરીકે રહેવાનું પસંદ કરનારા શ્રી વીજય ભગતે, શ્રી રમણભાઈ પાઠકસાહેબના દીલના દસ્તાવેજ સમું આ પુસ્તક પ્રગટ કરીને રૅશનાલીઝમ ક્ષેત્રે ભવ્ય પ્રવેશ કર્યો છે. આ પુસ્તક માત્ર રૅશનાલીસ્ટોએ જ નહીં; પ્રત્યેક માણસે વાંચવા જેવું સત્ત્વશીલ અને નમુનેદાર બની શક્યું તેમાં શ્રી વીજય ભગતનો માત્ર આર્થીક ફાળો જ નહીં; માનસીક ફાળો પણ નાનો સુનો નથી. શ્રી રમણ પાઠકના ‘વીચારોના વસીયતનામા’ જેવું આ પુસ્તક તેમના આજપર્યન્ત નીવડેલા લેખોમાંથી ચુંટીને પસંદ કરાયેલા 392 ગદ્યખંડોનો રસથાળ છે. રુપીયા એકસો એંસીનું આ પુસ્તશ્રી વીજય ભગતને સેલફોન નંબર: 98252 71200, ઈ–મેઈલ: vmbhagat@gmail.com પર સમ્પર્ક કરવાથી રુપીયા: 150/- માં મળી શકે છે.

ધુપછાંવ

ચાલો, 2011માં જગતભરની તમામ શ્રદ્ધા કે અન્ધશ્રદ્ધાને નવેસરથી સત્ય અને વીજ્ઞાનના ત્રાજવે તોલીએ અને જે વજન ઉતરે તેને સૌ સ્વીકારીએ. કેમ કે ‘સત્યનો ધરમકાંટો’ વીજ્ઞાન દ્વારા ‘ટેસ્ટેડ એન્ડ ઓકે’ થયેલો હોય છે. ધરમના ધડામાં ફેર હોય શકે; પણ વીજ્ઞાનના વજનકાંટામાં એક ગ્રામનોય ફરક હોતો નથી.

-દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 6 ફેબ્રુઆરી, 2011ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરે’માંથી.. લેખકના અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

પોસ્ટ કર્યા તારીખ: 23–02–2011

‘આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. પીડીએફ મારી પાસે તૈયાર જ છે, તરત મોકલીશ.’

@@@@@

18 Comments

  1. The stupid beliefs should not be followed. All women have equal right to live befor & after their husband’s death.

    We all should take a bold approach regarding nonsense rituals & customs in our society. It is a good article.

    Thanks.

    Pradeep H. Desai
    USA

    Like

  2. સંતો,
    શ્રીમદ ભાગવત ની શરૂઆત “सत्यम परम धीमहि” થી થાય છે.
    સત્ય એજ શ્રી હરિ છે..
    કોઈ ગમેતે કહે, સારાસર નો વિવેક જીવવાની જવાબદારી સ્વયં ની છે.
    તે જવાબદારી નિભાવવા જ્ઞાન,શ્રદ્ધા, અને ધીરજ જોઈએ જે કેળવવાની પ્રક્રિયા એજ જીવન.

    વિજ્ઞાન અનેક વાતો ની સાબિતી નથી આપી શકતું. વિજ્ઞાન ની હદ પૂરી થાય છે ત્યાં થી શ્રદ્ધા ની શરૂઆત થાય છે.

    જે વિવેક બુદ્ધિ ને ગ્રાહ્ય નથી તેનો અસ્વીકાર કરવાની હિંમત કેળવીએ, પછી ભલે તે રૂઢી થી વિપરીત હોય..

    જીવન કોયડો નહિ અવસર છે એવી શ્રદ્ધા કેળવીએ અને જીવી જાણીએ.

    એક રસ્તો એ છે કે આપણે હાથ ને કોણી નથી એમ જીવીએ.. કે આપણો કોળીઓ આપણે નથી ખાઈ શકતા..

    સ્વયં ને ખપતો કોળીયો સામે લા ના મોઢે મુકીએ અને તે પછી ની ચિંતા શ્રી-હરિને સોંપીએ..

    સમાજ ચોક્કસ ઉજળો દેખાશે..જીવન જરૂર સમૃદ્ધ થશે..
    આજ પરમ સત્ય છે..

    અસ્તુ,

    Like

  3. Preaching and practicing are two different ethics. To announce oneself a resionalist is different story than practicing it in real life is another story. Politicians do have two types of tooth / teeth. They are followers of Mahatma Gandhi,practicing goondaism. Every rationalist should start his or her social life after announcing his/her real wealth. We do not want BUGBHAGATS to serve society.” Dahi sasre nahi jai ane Gandine shikhaman aape ke ben aapne to stree jat…pati nu ghar mandvu pade……”

    (1) Smallpox…Shitala…was a deadly disease once in India. Andhshraddha forced people to take SHITLAMATA’s baadha. People started building Shitalamata’s mandir/Temple.
    Westerners started research work and found out a treatment…Medicine. Indians in villages still pray Shitalamata. Moraribapu has to take up this type of myth irradication from the society. He has to light a DEEP of knowledge/ education among those who are andhashradhharu. Ram,Sita,Laxaman, Hanuman…and the dip philosophy behind the acts…is not understood by …majority of the listners. They listen to it with blind faith. Akha Bhagat has said that a century ago.

    It is time for all sants to practice and write “SATYA NA PRAYOGO ”

    Amrut(Suman)Hazari.

    Like

  4. ધર્મગુરુઓ અંધશ્રદ્ધાને દૂર કરી દેશે તેમ માનવું જરુરી નથી. સૌ ધર્મ ગુરુઓ વાડાઓ બનાવે છે અને પોતાના અલગ અલગ મંત્રો બનાવીને કે શોધીને આપે છે જેથી પોતાના વાડાની એક અલગ ઓળખ બને.

    ૐ શાન્તિ, રાધે રાધે, જયશ્રી રામ, હરિ ૐ, જય જય, વિગેરે મળ્યા છૂટ્યાના ઉચ્ચારણો તેમની ઓળખ હોય છે.

    આપણને ઈશુ ખ્રીસ્તના ચમત્કારો ખોટા લાગે છે પણ આપણને રામ, કૃષ્ણ અને બાબાના ચમત્કારો સાચા લાગે છે.

    વેદોમાં સ્વર્ગ, નર્ક અને ચમત્કારોને નકાર્યા છે. પણ આપણે હનુમાનને વાંદરા માનીએ છીએ અને ભગવાનના અવતારોને સત્ય માનીએ છીએ.

    આ વિશ્વમાં પ્રકાશને આજના એક છેડેથી બીજા છેડે જવું હોય તો ૨૦ અબજ વર્ષ થાય એટલા જ વખતમાં વિશ્વ તેટલું જ વધી ગયું હોય. આપણી પૃથ્વી એક રજથી પણ નગણ્ય છે. આ વિશ્વમાં અબજો સૂર્ય મંડળ છે. તેમાંના ઘણાને આપણાથી પણ વિકસિત સંસ્કૃતિઓ હોઈ શકે છે. ત્યારે આપણે પૃથ્વી ઉપર થયેલા માણસોને ઈશ્વર માનીએ છીએ.

    આપણા બાવાઓ વહેમ, અંધશ્રદ્ધા અને ચમત્કારોની દુનિયામાં અને તેની કથાવાર્તાઓમાં ગળાડૂબ હોય છે. આ બાવાઓ ભદ્રંભદ્રીય અને રજનીશના જેવી ફિલસુફીઓ હાંકે રાખતા હોય તેઓની પાસે બૈદ્ધિક ઉદ્ધારની આશા રાખવી પૂનર્વિચારણા માગી લે છે.

    Like

  5. મોરારીબાપુ અને રેશનાલીસ્ટ ? માની ના શકાય તેવી વાત છે તેમ છતાં આપના જેવા કહેતા હશે તો કંઈક તથ્ય હશે તેમ ધારી લેવામાં હરકત નથી. કોઈ કથાકાર પોતાના શ્રોતાઓને સત્ય એ જ ઈશ્વર છે તેવું કયારે ય નહિ કહે કારણ તેમના સ્થાપિત હિતો જોખમાય જતા હોય છે. ખરા અર્થમાં જો આ સ્વીકારતા હોય તો દેશમાં આવેલા 25000થી પણ વધુ સંપ્રદાયોને એક કરી તમામની વચ્ચે એકતા સ્થાપી સૌનો ઈશ્વર એક જ છે તેવી વિભાવનાની સ્વીકૃતિ મેળવવા નિષ્ઠા પૂર્વક્ના પ્રયાસો હાથ ધરવાની રામાયણ કથા કરતાં પ્રાથમિકતા આપી હવે પછીનું જીવન આ હેતુ સિધ્ધ કરવા માટે કાર્યશીલ થવા પ્રતિબધ્ધતા જાહેર કરવી જોઈએ. એક વાત સ્પષ્ટ છે કે આપણાં દેશના લોકોને મોરારીબાપુ કે એવી જ કક્ષાના અન્ય સાધુ-સંતો કે મહંતો સમાજમાં જો સમયના પરિવર્તન સાથે તાલ મીલાવવા આદેશ આપે તો લોકો તે હોંશે હોંશે સ્વીકારશે ! સરકારના આદેશનું પાલન ના પણ કરે ભલે દંડનીય જોગવાઈ હોય ! અરે મારા મિત્ર જ્યાં કથાઓ થતી હોય છે ત્યાં સભા મંડપની બહારના ભાગમાં શ્રોતાઓ જે ગંદ્કી કરે છે તે આંખ સામે હોવા છતાં આવી ગંદકી નહિ કરવા બે શબ્દો પણ કોઈ કથાકાર કહેતા હોય તેમ સાંભ્ળ્યું નથી. કથાના આયોજકો કે મંદિરર્નુ સર્જન કરનારા ભક્તો ભંડોળ કઈ અને કેવી પ્રવૃતિમાંથી મેળવે છે તે પણ જાણવા કોશિશ કરતા નથી માત્ર કથા કરવામાં કે મંદિરો બાંધવામાં જ રસ લેતા આ સાધું-સંતો જો ગંભીર થઈ સમાજ સુધારવાના આદેશ આપે તો આ દેશમાં આવનારા દિવસોમાં સોનાનો સૂરજ ઉગે પણ કમનસીબે આમાંના કોઈને એકતા સ્થાપવામાં રસ નથી વિભાજન અને વધુ વિભાજન જ તેમના સ્થાપિત હિતો જાળવી શકે તેમ હોય તે દિશામાં જ આ સર્વે પ્રયત્નશીલ રહેતા હોય છે.
    સંસારી વ્યક્તિ નો પુત્ર જો એકી સાથે પિતાને મોટી રકમ માસના અંતે આપે તો પિતા પૂછે કે ભાઈ તારો પગાર માસિક 25000/- છે અને આ દસ લાખની રકમ એકી સાથે ક્ઈ કમાણીમાંથી મેળવી અર્થાત પુત્ર કોઈ અનીતિ કે અનૈતિક પ્રવૃતિમાંથી તો આ રકમ મેલવી નથીને તેની ચકાસણી બે સવાલ કરી જાણી લે છે જ્યારે આઅપણાં આ કથાકારો કે સાધુઓ-સંતો દાનની રકમ સ્વીકારતા/મેળવતા પહેલા દાન આપનારને આવી કોઈ પ્રકારની સ્પસઃટ્તા કરવા જણાવતા હો તેવું જાણ્યું નથી. તેમ છતાં જો મોરારી બાપુ રેશનાલીસ્ટ બની રહ્યા હોય તો જાગ્યા ત્યારથી સવાર ગણી આવકાર્ય છે. ધન્યવાદ અને આવનારા સમયમાં તેઓશ્રી લીડ લઈ અન્યોને પણ આ સત્ય સમજાવશે તેવી આશા સાથે . અસ્તુ !

    Like

  6. IF SARDAR PATEL CAN MERGE SMALL RAJYA TO PRESENT GOVT.AND RELIEVE ALL RAJA,GOVT MUST ALSO RELIEVE TRUSTY OF ALL DHARMASTHAN,MANDIR ETC AND USE ALL THE INCOME FOR GOVT.NEED.
    IN PROCESS BRING ANDHSHRADHA TO ZERO LEVEL.
    PROPER MANAGEMENT HAVE TO BE WORKED OUT WITH THE FULL SUPPORT FROM PUBLIC AT LARGE.

    Like

  7. શ્રી ગોવિંદભાઈ,

    લેખ સમયને અનુસાર યોગ્ય અને સચોટ છે, પરંતુ જે સત્યની આપ્ વાત કહેવા માંગો છો તે જો આ કહેવાતા ધર્મધુરંધરો અને કહેવાતા કથાકાર, રામાયણી કે ધર્મગુરુ અપનાવે તે સમાજમા પડેલ મોટા ભાગની અંધશ્રદ્ધાનું નિરાકરણ આવી શકે, પરંતુ જો તેમ તે કહે કે કરે તો તેના સામ્રાજ્ય, દુકાન, વેપારનું શું ? તોના સ્થાપિત હિતનું શું ? અને કદાચ પણ કોઈ પહેલ કરે તો આપને તેની પાસે નહિ જઈએ, કારણ આપનો ખોરાક જ જુઠ્ઠ છે.

    કહેવાય છે કે સત્યનિષ્ઠ માણસ મોટેભાગે hand to mouth હોય છે, તેની પાસે કશું અન્ય હોતું નથી, જે હાલ તમે ક્યાંય ભાળો છો ?

    Like

  8. ભાઈ સોહમ આપની વાત સાથે હું સહમત છું. સચ્ચિદાનંદ સ્વામી જેવા દેશમાં 100 સાધુઓ પેદા થાય તો કદાચ રેશનલ વિચારોનો ફેલાવો થાય અને આંધળી ભક્તિમાં ઓટ આવે. મોરારીબાપુએ મહુવામાં વિશ્વ ધર્મ સંગોષ્ઠિ રાખેલ જેમાં દલાઈલામા જેવા પણ પધારેલ આ વિષે મારાં બ્લોગ ઉપર મેં વિસ્તૃતતાથી લખ્યું છે. આ સંગોષ્ઠિમાં સ્વામી સચ્ચિદાનંદ હાજર નહિ હતા સંભવ છે કે તેઓશ્રીને નિમંત્રણ નહિ હતું. આ પ્રસંગે જે સ્થળે આ સમારંભ યોજેલો ત્યારે મહુવાની નદી ઓળંગી જવું પડતું અને તમામ સાધ-સંતો આ જ માર્ગે જતા-આવતા રહેતા તે માર્ગને એક કાંઠે મરેલું કૂતરું દિવસો સુધી પડી રહેલું અને અત્યંત દુર્ગંધ મારતું હોવા છતાં મોરારીબાપુ સહિત એક પણ સાધુએ આ કુતરાને ખસેડવા કોઈ આદેશ નહિ આપેલો સંભવા છે કે એરકંડિશન ગાડીઓમાં પસાર થતા આ વૈભવી સાધુ-સંતોને દુર્ગંધે કનડ્યા ના હોય ! તેમ છતાં મારા જેવા રેશનલ વિચારોની અલ્પ સમજ ધરાવતા હોય અને કદાચ હવે વધતી ઉમર સાથે મોરારીબાપુ પણ રેશનલ વિચારો ધરાવતા થયા હોય તો આવકાર્ય જ છે અને અગાઉના મારાં પ્રતિભાવમાં કહ્યું છે તેમ 25000થી પણ વધારે સંપ્રદાયો ધરાવનાર સર્વે વચ્ચે એકતા સાધવા પ્રાથમિકતા આપી સૌ નો ઈશ્વર પણ એક જ રહે તેવા પ્રયાસો કરવા હવે પછીનું જીવન અર્પણ કરવું જોઈએ ! શક્ય છે કે પોત પોતાના વાડાઓ ત્યજવા સંપ્રદાયના વડાઓ તૈયાર ના પણ થાય પણ મને વિશ્વાસ છે કે જો આવો પ્રયાસ કરવામાં આવે તો શરૂઆતમાં કદાચ 5-15 સંપદાયના વડાઓ તો અચુક સહમત થશે ! યક્ષ પ્રશ્ન તો એ છે કે કોણ પહેલ કરે ? મોરારી બાપુ આ પહેલ કરશે ? અરે ! રામકથા સાંભળવા આવતા શ્રોતાઓને ગંદકી ના કરવા આદેશ આપે તો પણ ઘણૂં મોટૂં કાર્ય થશે ! અસ્તુ !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  9. વડીલ,

    આપની વાત સાથે સહમત છું,મોરારિદાસ હરિયાણી અને રેશનાલીસ્ટ?સૂર્ય ઉગવાનો નથી લાગતો.મોરારિદાસ માર્કેટિંગ નિષ્ણાંત છે.અસ્મિતા,સંસ્કૃત અને સદભાવના પર્વો યોજી લેખકો અને પત્રકારોને અંકે કરી લીધા છે.હવે રેશનાલીસ્ટનો વારો છે.

    Like

    1. everyone is expert in talking but nobody is ready to oppose that marketing expert celebrity because of only fear of death.

      Like

      1. તિલક,
        જુઓ શ્રી અરવિંદભાઈએ સત્ય અહી પણ લખ્યું જ છે.ડરવાનું કોઈ કારણ નથી.મોરારિદાસ માર્કેટિંગ નિષ્ણાંત છે.એમ કોઈનું મર્ડર કરાવી નાખે તેવા માર્કેટિંગ ડફોળ નથી.એક ધાર્મિક પરિવાર એવો ડફોળ નીકળેલો.પણ આ બાપુ એવા નથી.જુઓ અહી તો મોટા મોટા સાક્ષરો એમના ખોળામાં બેસવા પ્રેમથી મજબુર કરી દેવાયા છે.એનું નામ જ હોશિયારી.આ ચિંતકો રૂપાળાં શબ્દો વાપરી પ્રજાને ગેરમાર્ગે દોરે છે.સત્ય અહી ઢંકાઈ જાય છે.માટે જ કવિતાઓ મને ખાસ ગમતી નથી.એનાથી સત્યની કોઈ અસર રહેતી નથી.બને એટલું સત્ય અને તે પણ કડવું સત્ય હું તો લખું છું.સત્યમાં જેટલી કડવાશ ઉમેરાય તેટલી ઉમેરું છું.જેથી પગના તળિયાથી માંડીને ચોટલી સુધી ઝટકો લાગે.ચોટલી ઉભી થઇ જવી જોઈએ.કોઈ કુવામાં પડે તો કવિ કહેશે ધરતીમાં સમાઈ ગયા.હું કહીશ આત્મહત્યા કરી.મોરારિદાસ કદી રેશનલ બની શકે નહિ.પછી ગુરુપૂનમનાં દિવસે જે લાઈન લાગે છે મુરખોની એમના ચરણે ધન ધરવાની, તે બંધ થઇ જાય.કથા તો મુખ્ય બિજનેસ છે.કોઈ મરેલા કુતરા હઠાવવા માટે કે સ્વચ્છતા અભિયાન ચલાવવા માટે નથી.આ કહેવાતા બાપુ સુંઠના ગાંગડે ગાંધી એટલે કરીયાણાવાળાં નહિ,પણ ગાંધીજી બાપુ બનવા પણ ઘણી વાર નીકળી પડે છે.ગાંધી બાપુ તો પોતડી પહેરી તડકામાં ઉભા ઉભા કથા કરતા હતા.આ બાપુ તો લાખોના સિંહાસન મને વ્યાસપીઠ પર બેસતા હોય છે અને એ.સી.હોલમાં કથા(બિજનેસ) કરતા હોય છે.
        ભાઈ તિલક,તમારે જે લખવું હોય તે લખો કોઈ મારી નહિ નાખે.

        Like

  10. અહી તો મોટા મોટા સાક્ષરો એમના ખોળામાં બેસવા પ્રેમથી મજબુર કરી દેવાયા છે not by love, it is done by large envelope of money. and dont be over confident and misunderstand him. that marketing expert can do also murder bt not himself but he do all these with help of his servants. even you will be anounced as his opposer and you are general person not vip, his servants will harrass to u also.

    Like

  11. ભાઈ શ્રી તિલક ની વાત ના અનુસંધાને…. “માટે પૈસા અને સત્તા દરેક પ્રકાર ના અધર્મ ના મૂળ છે”. इति सिद्धं

    Like

  12. nothing advantage of that. and sensitive matter is that society allows those persons and support to do dirty activities. nobody ready to expose these expert persons.

    Like

  13. પ્રિય મિત્રો;
    પ્રેમ;
    આપણી મૂળભુત સમસ્યા છે આપણૉ અહમ અને અહમને કારણે કેટલાંક સાવ સાદા સત્યો આપણે જોઈ શકતાં નથી. અહમને કારણે આપણને થાય છે કે હું માનુ છું તે સત્ય છે કે શ્રધ્ધા છે અને બીજા માને છે તે અસત્ય અને અંધશ્રધ્ધા છે. એટલું જ નહીં આપણે પોતે કોઈ સત્ય જાણ્યું નથી આપણી બધી વાતો, માન્યતાઓ, તર્કો આપણી સંસ્કારીતતા, અનુમાનો કે વાંચન પર આધારીત હોય છે, આપણા અનુભવપર આધારીત હોતી નથી. પણ આપણા દાવાઓ જોઈએ તો જણાશે કે તેમા નર્યો અહમ ટપકી રહ્યો છે. એક જીદ છે, એક હઠ છે, એક આગ્રહ છે. સામાવાળાને નીચો દેખાડવાનીવૃત્તિ છે. મારી જાતને બુધ્ધીમાન સાબિત કરવાની વિકૃતિ છે. પણ આપણને આ બધા સત્ય અહમને કારણે દેખાતા નથી. આપણે સત્યને સમર્થનની વાતો તો કરી શકીએ છીએ પણ સત્ય શું છે તે સમજાતું નથી કે જોઈ શકતા નથી. સત્યને નામે આપણે આપણી માન્યતાઓ કે વિચારોને લોક સમર્થન મળે તેવું ઈચ્છતા હોઈએ છીએ જેથી આપણૉ અહમ થોડો વધુ મજબૂત થાય. પણ ખરેખર તો આપણે આપણા પગ પર જ કુહાડી મારતા હોઈએ છીએ.
    શેષ શુભ.
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s