‘જ્યોતીષ’

‘જ્યોતીષ’


થોડા દીવસ પહેલાં એક મેઈલમાંતતુડી’ બ્લોગવાળા આપણા મીત્ર શ્રી રશ્મીકાન્તભાઈ દેસાઈએ મને એક લેખ મોકલ્યો, જેનું શીર્ષક છેઃ

There is nothing written in the stars !

Astrology fails scientific mega test

શ્રી રશ્મીકાન્તભાઈના આભાર સાથે લેખનો મુક્ત અનુવાદ કરીને અભીવ્યક્તી પર વાચકોને વહેંચું છું. આશા છે કે મીત્રોને ગમશે.

દીપક ધોળકીયા

જ્યોતીષશાસ્ત્ર કહે છે કે વ્યક્તીના જન્મ સમયે ગ્રહો અને નક્ષત્રોની જે સ્થીતી હોય તે વ્યક્તીના જીવનની ઘટનાઓમાં નીર્ણાયક ભાગ ભજવે છે, એટલું જ નહીં; પરન્તુ એના વ્યક્તીત્વના નીર્માણમાં પણ એનો પ્રભાવ હોય છે. પરન્તુ બ્રીટનના સંશોધકોએ વર્ષો સુધી અભ્યાસ અને નીરીક્ષણ કરીને જ્યોતીષશાસ્ત્રના આ મુખ્ય દાવાને ખોટો ઠરાવ્યો છે.

મૅડીકલ ક્ષેત્રના એક સંશોધન પ્રોજેક્ટ હેઠળ ૧૯૫૮માં ‘ટાઈમ્સ ટ્વીન સ્ટડી’ નામનો આ અભ્યાસ લંડનમાં શરુ થયો હતો. એમાં એ વર્ષના માર્ચની શરુઆતમાં જન્મેલાં ૨૦૦૦ બાળકોની નોંધ રાખવામાં આવી. આ બધાં બાળકો કાં તો એક જ સમયે અથવા થોડી મીનીટોના અંતરે જનમ્યાં હતાં. એનો અર્થ એ કે ગ્રહ અને નક્ષત્રની દૃષ્ટીએ બધાં સમાન હતાં.

શરુઆતમાં તો સંશોધન ટીમે આ બાળકોનું ભવીષ્યમાં આરોગ્ય કેવું રહેશે તે જોવાનું નક્કી કર્યું હતું; પરન્તુ થોડા જ વખતમાં એમાં બીજા લગભગ એકસો જેટલાં માપદંડો પણ ઉમેરાઈ ગયાં, જેમ કે, એમનો આઈક્યુ, કામધન્ધો, લગ્નજીવન કેટલું સુખી છે, માનસીક તણાવ કે શાંતી, મળતાવડાપણું, સંગીત, કલા, ગણીત, ભાષાઓ શીખવાની શક્તી, ખેલકુદમાં રસ વગેરે બાબતોમાં પણ અભ્યાસ કરવામાં આવ્યો. આ કામ વરસબે વરસ નહીં; દાયકાઓ સુધી ચાલ્યું. ૧૯૫૮માં સમયની દૃષ્ટીએ જોડીયાં તરીકે જન્મેલાં આ બાળકો, આજે તો વનપ્રવેશ કરી ચુક્યાં છે; પરન્તુ એમનામાં જરા પણ સમાનતા જોવા નથી મળી.

‘કૉન્શ્યસનેસ સ્ટડીઝ’ નામના સામયીકમાં સ્ટડીનાં તારણો પ્રકાશીત થયાં છે. એના સંશોધકો અને લેખકો , ઑસ્ટ્રેલીયાના પર્થ શહેરના ડૉ. જૅફરી ડીન અને કૅનેડાની સૅઝ્કત્શેવર યુનીવર્સીટીના સાયકોલોજીસ્ટ પ્રૉફેસર ઈવાન કેલી જણાવે છે કે આ લોકો સમયની દૃષ્ટીએ ‘ટ્વીન્સ’ હોવા છતાં એમનાં લક્ષણો પણ સમાન હોવાનું જાણવા નથી મળ્યું. ગ્રહનક્ષત્ર સમ્બન્ધી જુદા પ્રકારની સ્થીતીમાં જન્મેલા લોકો વચ્ચે જેટલો તફાવત હોય એટલો જ તફાવત આ લોકોમાં પણ જોવા મળ્યો.

માનવજીવન અને વ્યક્તીના સ્વભાવ કે ચારીત્ર્ય પર ગ્રહોની અસર પડતી હોવાનો દાવો, રૅશનાલીસ્ટોએ અને સાયન્ટીસ્ટોએ કદી પણ તર્કને આધારે માન્ય નથી રાખ્યો; પરન્તુ હવે એનો ચોખ્ખો પુરાવો પણ મળ્યો છે.

આમ છતાં એક આગાહી કરી શકાય એમ છે અને તે સાચી પણ પડે એમ છેઃ આટલો સબળ પુરાવો મળ્યા પછી પણ લોકો જ્યોતીષમાં માનવાનું બન્ધ નહીં કરે એટલે જ્યોતીષીઓનો ધન્ધો ધમધોકાર ચાલતો જ રહેશે !

આ રહી તે મુળ મેઈલ, આપને જોવા..

There is nothing written in the stars !

Astrology fails scientific mega test

A detailed scientific long-term study by researchers in Britain proves the central principle of astrology invalid and baseless.  It puts an end to the fantastic old claim that the constellation of stars and planets at the time of birth could influence or even determine the development of an individual’s character and course of life.

The “Time Twin Study” was started in London in 1958 as a medical research project.  Registering more than 2000 babies, born within minutes of each other on a day in early March, it had the objective to compare the time twins’ health development.  The field of investigation was soon extended.  The research team monitored the test persons over several decades, recording observations about more than 100 parameters in connection with health, occupation, marital situation, anxiety level, aggressiveness, sociability, IQ levels, abilities in music, art, sport, mathematics, language etc.  They tried to collect evidences for similarities between the time twins.  However, no similarities could be identified.

“The test conditions could hardly have been more conductive to success but the results are uniformly negative”, stated Dr. Geoffrey Dean, astrologer turned scientist from Perth. Australia, in a report about the study, published in the current issue of the Journal of Consciousness Studies.  Carrying out an analysis of the study, Dr. Dean and his colleague Prof. Ivan Kelly, Psychologist at the University of Saskatchewar, Canada, found that there was no special trait or tendency shared by the time twins.  They were just as different as people born on any other day under any other planetary constellation.

The claim that stars and planets could influence character and life of human beings has long been dismissed by rationalists and scientists as there is according to all known scientific principles no kind of mechanism imaginable by way of which this influence could possibly work.  Here is empirical proof that it does not work at all.  The study shows clearly that astrological predictions based on the coordinates of birth do not correspond with reality.  They are nothing but exercises in deception.

This should be the end of one of the oldest superstitions.  But it is not hard to predict that the show will still go on.

There are obviously too many people, who like to be deceived and too many who make enormous money by deceiving them.


Dipak Dholakia,

B-48/G-2 Dilshad Garden, Delhi 110095.

Phone: 011-2257 3880  Fax: 011-2211 7018  Mobile: 098188 48753

Email: dipak.dholakia@gmail.com


ભાવાનુવાદકનો પરીચય

ઓલ ઈન્ડીયા રેડીયો પર એક ઘેઘુર અને સ્પષ્ટ ઉચ્ચારણ આ સમાચાર આપને દીપક ધોળકીયા વાંચી સંભળાવે છે. એ દીપકભાઈ ધોળકીયા ‘અભીવ્યક્તી’ ના નીયમીત વાચક છે અને તેઓ નીયમીત પ્રતીભાવો પણ આપતા રહે છે. એમનાથી સૌ પરીચીત હશે જ. એમણે આ લેખનો અનુવાદ મોકલ્યો છે.

અક્ષરાંકન:ગોવીન્દ મારુ

પોસ્ટ કર્યા તારીખ 11–03–2011

આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. હું આ લેખની પીડીએફ ફાઈલ સોમવારે મોકલીશ.’

40 Comments

  1. જ્યોતિષમાં માનવુ કે નહિ એ અંગત પસંદગી છે. કેટલી હદ સુધી માનવુ, કોની વાત માનવી એ વ્યક્તિની બુધ્ધિમતા પર અવલંબે છે. જેવી રીતે ખૂણેખાંચરે બનાવટી વૈદ્યો પોતાની દુકાન ખોલીને તબીબીવિજ્ઞાનને બદનામ કરે છે તેવુ જ જ્યોતિષશાસ્ત્ર માટે કહી શકાય. બે વિજ્ઞાનીઓએ એક સરખુ શિક્ષણ લીધુ હોય છે છતા એક સામાન્ય કલાર્ક બની રહે છે અને બીજો નીતનવી શોધો કર્યા કરે છે. બે વૈદ્યો સરખુ તબીબી શિક્ષણ લેવા છતા સરખેસરખા હોશિયાર નથી હોતા.
    જો જ્યોતિષશાસ્ત્ર તદ્દન બોગસ હોત તો સરકારી શિક્ષણસંસ્થાઓમાં તેમના વિશે અભ્યાસક્રમ ન ચાલત. જ્યોતિષશાસ્ત્ર એક વિજ્ઞાન જ છે, પરંતુ ખૂબ જ અટપટુ વિજ્ઞાન છે. તેના પૂરતા અભ્યાસ વગર કાચુ કપાવાનો ભય રહે છે અને મોટા ભાગે એમ જ થાય છે. જો કોઈ વૈદ્યોની ભૂલને લીધે દર્દી હેરાન થાય તો તેના માટે જવાબદાર વૈદ્યો છે, નહીં કે તબીબીવિજ્ઞાન.આધુનિક તબીબીવિજ્ઞાનની શોધોના ઘણા સારા પરિણામો છે છતા કોઈ સારવાર અનુકૂળ ન આવી કે મોરબીડીટી-મૉરટાલીટીની ચર્ચામા તબીબની ભૂલ જણાય તો તે અંગે ફરી આવી ભૂલ ન થાય તેવી યોજના થાય છે.હવે તો દરેક જગ્યાએ આવી સગવડ હોય છે
    પણ પાયાની વાત તો એ છે કે દરેક આતુરને પોતાની વ્યાધિનો ખ્યાલ હોવો જોઇએ .

    જ્યોતિષમા ગણિત ૧૦૦% સાચુ પડે પણ ભવિષ્ય કથન અને તેના ઉપાયો અંગે ચોક્કસાઇ રાખવી જરુરી છે.આ અંગે મારો મત એ છે કે દરેક ઉપાયમા શ્રધ્ધા પૂર્વક સર્વશક્તિમાનને ભજવાના હોય તો તકલીફ વગર પણ પણ તેને ભજવા(આવું આદરણિય મોરારજી દેસાઇનું સૂચન હતું)જ્યોતિષ એ ગાણિતીક પધ્ધતિ થી શક્યતાઓ ની આગાહીઓ કરે છે.આજની અનિશ્ચિતતાઓ સામે ટકી રહેવા આવું ફોલાદી મનોબળ જરૂરી છે

    Like

  2. “લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે” કહેવત અનુસાર અત્યારે આવા લેભાગુ જ્યોતીષો, પીરો, બાબાઓ નો રાફ્ડો દુનિયા ના દરેક દેશમાં અને દરેક ધર્મ માં ફાટ્યો છે.

    ષ્લોકો પઢીને કે કોઇ બીજા અમલ કરીને રાતોરાત ધનવાન બનાવી દેવાના તથા આંબા આંબલી દેખાડવાના ખોટા વચનો આપીને આવા ધુતારાઓ નિર્દોષ લોકોની પરસેવાની કમાઈ ધુતી લે છે.

    શા માટે તેઓ પોતેજ પોતાના અમલ દ્રારા રાતોરાત ધનવાન નથી થઈ જતા?

    કાસીમ અબ્બાસ
    કેનેડા

    Like

  3. I fully agree with Qasim Abbas’s view point. We should know our limts & work hard honestly to reach our goal.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  4. એક બોલીવુડ એક્ટર ભારતીય ટીવી ચેનલ પર દર પાંચ મીનીટે બાબાની ભવિષ્યવાણીની જાહેરાતમાં આવે છે, અને દાવો કરે છે કે એક જ અઠવાડીયામાં તમારા માનસીક, શારીરીક અને આર્થિક બધા જ પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જશે.., એ બીચારા એક્ટરને વર્ષોથી કોઈ ટીવી સીરીયલ કે સીનેમામાં કામ નથી મળતું! બાબાએ કૉમરસીયલનો કોન્ટ્રાક આપીને એનો આર્થિક પ્રોબ્લેમ તો સોલ્વ કર્યો ને?

    Like

      1. મારી નમ્ર વિનંતિ છે કે એ લોકોને જઈને જરા પુછી આવો કે આ કામ તેઓ ખરા મનથી કરે છે કે ફક્ત ટીવી બની રહેવા અને પોતાના શોખ પુરા ક્રરનારી એડવર્ટાઈઝીંગ એડ કરવા માટે કરે છે? ખરુ જોતા જે જે એક્ટરો આ એડમાં આવતા હોય છે તેઓ જ એને માનતા નથી હોતા પણ શું કરે, લોભિયા હોય ત્યાં ધુતારાઓ થોડા ભુખે મરવાના….

        Like

  5. Astrolgy is based on math calculations,one has to put lot of time & efforts to become The Champion in that field. (Always there is possibilty of human limitation & thus, errors can not be avoided.) After all said & done, the derived calculations can indicate the possibilities of good & bad events. As a human being, we have no power to avoid the happening of those events, but; we can prepare ourself ahead of time, to
    face &/or witness the given situation & still continue our life style. (na janyoo Janki nathe saware shoo thavanoo chhe!) & we have the great Ramayan historical data in our heritage.Regarding the England Studies, the attitude differences even in twins & individual birth, the Vasna- (desires) plays the main role with respect to Kriyaman, Sanchit & Prarabdh karma, from birth to death. “TheSoftware” either can not be created or destroyed; & as a reult “Atma” manifests in new “Hardware” & life goes on & on & on(84 Lakh is just a number derived by our Great Rishies, after very powerfull thinking & experinces & observations from the data tank). As there are good & bad doctors,engineers,accountants,politicians,people; the Astrological Science has been bombarded by these so called
    self proclaimed (angootha chaap) swamies- a sad situation in our culture & they take advantage of the distressed people!Thus, Astrolgy is the most Powerfull Math based data & math
    is not wrong, but mathematician can not be very precise. If you ask a teacher, how much is 2+2? , his answer is 4, the CPA will
    say possible 4, & lawyer will say,: what answer you want & how much fees you are going to pay? !!!!

    Like

  6. શ્રી દિપકભાઇ, ગોવીંદભાઇ. આભાર.
    જો કે આ મુળ મેઇલ મેં વાંચેલો પણ તેનો ભાવાનુવાદ વધુ સમજુતીપૂર્ણ લાગ્યો (માતૃભાષાની આ જ તો મજા !)

    જો કે સૌનો ભિન્ન ભિન્ન મત હોઇ શકે છે, પરંતુ આ જ્યોતિષમાં જેને કંઇક દમદાર ગણાવાય છે તે તો ખગોળવિદ્યા, સંભાવનાનું ગણિત અને મનોવિજ્ઞાન છે, જે કહેવાતી જ્યોતિષવિદ્યા વગર પણ કારગર બની શકે છે. બાકીનામાં વિશ્વાસ બેસે તેવું કશું જણાતું નથી. આમે એક તકનિકી લોચો છે, જ્યોતિષની ગણતરીઓ જીવના ’જન્મ’ સમયને અનુલક્ષીને લાગુ થતી હોય તો પણ જીવનો જન્મ સમય કયો ગણવો? શુક્રાણુ-અંડાણુના સંયોગનો કે તેના ફલનનો કે બાળક માતાના ગર્ભમાંથી બહાર આવે તે (જે હાલ તો ગણે છે). આ છેલ્લું કામ પણ હવે તો સિઝેરિયન દ્વારા કરાય છે. આપ ઇચ્છશો તો દાક્તરો ઉચ્ચ પ્રકારના ગ્રહોનું સંયોજન ગોઠવાયું હોય ત્યારે સિઝેરિયન દ્વારા બાળક જન્માવી શકે છે. શું હવે આપણે જ્યોતિષ પાસે બાળકના જન્મનું ઉત્તમ મુહુર્ત કઢાવી અને બાળકને ’નશીબદાર’ ન બનાવી શકીએ ?

    અહીં એક વાક્ય મારા નીચેના લેખમાંથી ક્વૉટ કરીશ; “ભાગ્ય ચમકાવવા માટે, હથેળીઓ બતાવવા કરતાં તો, જાત મહેનત દ્વારા, હથેળીઓ ઘસીને ઉજળી કરવી.”

    અમે આ વિષયની ફિરકી લીધેલી તે નીચેની કડી પરથી વાંચી શકાશે. (http://vanchanyatra.wordpress.com/2010/04/14/%e0%aa%b9%e0%aa%be%e0%aa%b8%e0%ab%8d%e0%aa%af%e0%aa%b2%e0%ab%87%e0%aa%96-%e0%aa%85%e0%aa%82%e0%aa%a7%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a6%e0%ab%8d%e0%aa%a7%e0%aa%be/)

    Like

  7. pragnajuનું એક વિધાન વિચાર માગી લે છેઃ” જો જ્યોતિષશાસ્ત્ર તદ્દન બોગસ હોત તો સરકારી શિક્ષણસંસ્થાઓમાં તેમના વિશે અભ્યાસક્રમ ન ચાલત. જ્યોતિષશાસ્ત્ર એક વિજ્ઞાન જ છે, પરંતુ ખૂબ જ અટપટુ વિજ્ઞાન છે.”
    ૧.અભ્યાસક્રમમાં કયો વિષય શીખવવો એ સરકાર નક્કી કરે છે. સરકારો રાજકીય પક્ષો બનાવે છે અને રાજકીય પક્ષોનો એક વોટલક્ષી એજન્ડા હોય છે.
    ૨. જ્યોતિષશસ્ત્ર વિજ્ઞાન હોય તો એ અટપટું વિજ્ઞાન નથી. બહુ સરળ છે – ગ્રહોનું અમુક રાશિમાં ભ્રમણ અને એની માનવજીવન પર અસર. આ એનો સિદ્ધાંત. ગ્રહોની ગતિ નિશ્ચિત હોય છે. એટલે તદ્દન ઠોઠ હોય તે જ ભૂલ કરે.
    સવાલ એ છે કે ગ્રહો આપણી સૂર્યમાળામાં છે અને રાશિઓ એટલી બધી દૂર છે કે એનો પ્રકાશ પૃથ્વી પર પહોંચતાં લાખો-કરોડૉ વર્ષો લાગી જતાં હોય છે તો એમનો પ્રભાવ શી રીતે આવે? બીજું, ગ્રહોની પશ્ચાદ્‍ભૂમાં રાશિઓ માત્ર દેખાય છે, ખરેખર ગ્રહો એમાં પ્રવેશ કરતા નથી.
    અહીં ૧૯૫૮માં શરૂ થયેલા ‘ટાઈંમ ટ્વિન્સ’ પ્રયોગનાં નક્કર પરિણામ આપેલાં છે. પક્ષ-વિપક્ષની દલીલો નથી. આના જવાબમાં તો નક્કર પરિણામ જ આવી શકે.

    Like

  8. સરસ લેખ. હાર્દીક આભાર રશ્મીકાંતભાઈ, દીપકભાઈ અને ગોવીંદભાઈનો.
    બહુ ખ્યાતીપ્રાપ્ત હોય તે એના ક્ષેત્રમાં સાચો જ હોય એમ માની લેવાની જરુર નથી. થોડા સમય પહેલાં જ આઝાદી પહેલાંનો એક કીસ્સો વાંચવામાં આવ્યો હતો, કદાચ આ જ બ્લોગમાં કે મુંબઈના એક પ્રખ્યાત જ્યોતીષીને એક મહારાજાએ બોલાવેલા અને જેલમાં પુરી દીધેલા. પેલા જ્યોતીષીને તો મહારાજા પાસેથી માનપાન મેળવવાની અપેક્ષા હશે. મહારાજાએ કહેલું કે તમને તમારા ભવીષ્ય વીષે જ કશી જાણ નથી, તો બીજાનું ભવીષ્ય તમે શી રીતે કહી શકવાના?
    જ્યોતીષ શાસ્ત્ર સાચું હોય અને વૈજ્ઞાનીક તથ્ય ધરાવતું હોય તો જેમ ઈન્ગલેન્ડમાં આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો એવો અભ્યાસ એમાં માનનારા કરીને સાબીત કરી બતાવતા કેમ નથી? આજ સુધીમાં એવો કોઈ અભ્યાસ થયો હોય એમ લાગતું નથી.

    Like

    1. વહાલા ગાંડાભાઈ,
      સાચે જ જયોતીષીને પોતાના ભવીષ્ય વીષે જ કશી જાણ નથી હોતી !! તો બીજાનું ભવીષ્ય તે શી રીતે કહી શકવાના ? ‘વૈદ્યનાં મરે નહીં ને જોશીનાં રંડાય નહીં !’ લેખ મારા બ્લોગ ઉપર પોષ્ટ કરવામાં આવેલ. જેની લીન્ક નીચે મુજબ છે:
      https://govindmaru.wordpress.com/2010/12/09/sharad-desai/

      Like

  9. ગ્રહો આપણી તરફેણમાં હોય કે વિરુદ્ધમાં, યોગ્ય દિશામાં મહેનત કરી હોય તો દરેક કામમાં સફળતા મળે જ છે.

    Like

  10. JYOTISHI GIVES MANY HOPES .THOSE WHO FOLLOW, START WORKING FOR A GOAL AND ACHIEVE THE SAME WITH SUCCESS.IF FRIENDS ,FAMILY OR ANY OTHER WILL TRY TO GIVE ADVISE THEY EITHER WILL NOT BELIEVE OR IGNORE.JYOTISI MOTIVATES .IT IS AN ABSTRACT SCIENCE.THOSE WHO BELLEVE,WILL CONTINUE TO FOLLOW.NO ARTICLE OR ADVISE CAN CHANGE THEM.IT IS AS GOOD AS GOING TO TEMPLE.I CONSIDER THIS AS MATTER OF SHRADHA.

    Like

  11. Govindbhai:
    Although, Astrology may be a science (or even a perfect science), it is not going to lead human kind to highest spiritual platform without any action. As geet has said, Tasma utishtha knotay, and you must take full responsibility of your action and reaction. manvai jivan ni safalta no adhar graho ke siatara par nathi parantu tem raheli vivek buddhi. saaha nae sahkar par chhe. I hope, people will start working hard and do not rely on asrology/stars for their future.

    Like

  12. ભાઈઓ, નમસ્તે,

    જેવી રીતે ડુંગર દુરથી રળિયામણાં લાગે અથવા ભુંડા લાગતા હોય પણ એની નજીક જઈએ તો સારા અથવા ખરાબ લાગે એટલે એની નજીક જવુ જરુરી છે. મારી સૌને પ્રેમભરી ભલામણ છે કે કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૧૦૧ માં શ્રી જોષિ સાહેબના જ્યોતિષાચાર્યના વર્ગો વગર કિંમતે દર વરસે થતા હોય છે, જ્યાં મે ૧૯૯૨-૯૪ માં પોતે ત્રણ વરસનો કોર્સ કરેલો છે. આપ સહુને વિનંતિ કરુ છુકુ કોઈ વસ્તુ ને જાણ્યા વગર એની વિરુધ્ધ બોલેલુ અધુરુ હોઈ શકે, એ જાણ્યા પછી જ આપણે કઈક કહી શકીએ એટલે ત્રણ વરસનો જ્યોતિષનો કોર્સ કરી લો (ફક્ત નોલેજ ખાતર હોં), તદ્દન મોફતમાં….. દુધનુ દુધ અને પાણીનુ પાણી થઈ જશે. (હવે જો કે મારા નવા રસ્તે એ પરમેશ્વરની વિરુધ્ધનુ કાર્ય ગણાયુ છે એટલે એને બાજુ પર મુકી દિધુ છે નહિ તો મારી પણ મારા ગ્રુપમાં, સગાઓમાં, સાસરીયામાં, જાતિમાં, ઓફિસમાં થોડીઘણી સાખ તો હતી હો…!!!)

    Like

  13. આ બાબતમાં કર્ણ જેવા દૃઢ સંકલ્પની જરૂર રહે છે. કર્ણ સામે એના કુળ વિશે સવાલ આવ્યો ત્યારે એણે જવાબ આપ્યો ” दैवायत्तं तु कुले जन्मं, मदायत्तं तु पौरुषम” કુળ તો મને દૈવ તરફથી મળ્યું છે, પણ મારૂં શૌર્ય મારા પોતાના જ પ્રયાસથી મળ્યું છે.
    આમાં શ્રદ્ધાનો મુદ્દો નથી આવતો. જ્યોતિષ દ્વારા આપને શું જાણવા માગીએ છીએ, એ સવાલ જાતને જ પૂછીએ તો જવાબ પણ મળિ જશે.
    આપણે સમજી શકીએ છીએ કે જ્યોતિષ ધર્મ જેવી વસ્તુ નથી.એટલે એમાં શ્રદ્ધા-અશ્રદ્ધાનો સવાલ ન આવવો જોઇએ. ભગવાનમાં આપણે શ્રદ્ધા રાખતા હોઈએ છીએ પણ જોઇએ છે – શ્રદ્ધામાં શ્રદ્ધા ! એ હોય તો ભગવાન પર કઈંક છોડી દેવાની હિંમત કરીએ તો?

    Like

  14. જ્યોતિષ,વાસ્તુશાસ્ત્ર બધા તુત છે.જ્યોતિષ ગણિત છે તે ગ્રહોની ગતિવિધિનું ગણિત છે.તેને સાચું માનો કે ભાઈ ગણિત છે.પણ ફલાદેશ તો તુત જ છે.હવે સરકાર કસાબ ને ફાંસી નથી આપી શકતી માટે વ્યાજબી હશે.સરકાર ભાવ વધારો નાથી નથી શકતી માટે વ્યાજબી હશે.સરકાર આર્થીક કૌભાંડો કરનાર ને સજા નથી કરતી માટે તે પણ વ્યાજબી જ હશે.સરકાર ગુનેગાર એવા ત્રાસવાદીઓને ખંધાર જઈને જાતે મૂકી આવે છે માટે તે પણ વ્યાજબી હશે.સરકારની રાહબરી હેઠળ ૩૫ કે ૪૦ ટકે લાખો રૂપિયા લઈને મેડીકલ જેવી મહત્વની લાઈનમાં ડફોળ શંખોને એડમીશન આપી દે છે તે પણ વ્યાજબી જ ગણાય.એવી રીતે સરકારી સંસ્થાઓ જ્યોતિષ શીખવાડે તો જ્યોતિષ સાચું થઇ જાય?ઇતિ સિદ્ધમ?આ સરકારમાં આપણાં જેવા છગનો જ બેઠેલા છે.

    Like

    1. સરકારકૃત વ્યાજબીપણા સંદર્ભે આ તર્ક સારો આપ્યો, બાપુ.
      (એક માહિતી: હવે ભારતમાં “છગન”ને બદલે “મોહન” વપરાય છે !!)

      Like

  15. મીત્રો, આ જન્મની શરુઆત કયારથી થઈ કહેવાય.
    ગર્ભની શરુઆતથી, માના પેટમાં હલન ચલનથી, પહેલો શ્ર્વાસ લીધો ત્યારથી, છઠ્ઠીના દીવસથી કે જનોઈ પહેરી ત્યારથી…..

    Like

    1. જનોઈ સાથે તો નવો જ જન્મ થાય છે! પણ આખી જિંદગી કઈંક ને કઈંક ચાલ્યા જ કરતું હોય છે -નામકરણ વખતે, અન્નપ્રાશન વખતે, જનોઈ વખતે, લગ્ન વખતે, સંતાનના જન્મ વખતે, મરણ વખતે…દાનપુણ્ય ચાલ્યા જ કરતાં હોય છે. આમ છતાં, ફળ તો ગ્રહો પ્રમાણે જ મળે! તો બીજાં બધાં વિધિવિધાનોનું કઈં ફળ જ નહીં?

      Like

      1. નીચે એક સાઇટ આપું છું. ન્યૂમરોલૉજી પ્રમાણે એની આગાહી હતી કે ભારત દક્ષિણ આરિકા સામે જીતશે. શનિવારે જ આ આગાહી કરેલી છે.

        http://vedantsharmaa.yolasite.com/predictions-by-vedant-sharmaa/india-will-win-against-south-africa

        India will win against South Africa
        Posted by Vedant Sharmaa on Saturday, March 12, 2011 Under: World Cup 2011
        Country flag for India Picture of MS Dhoni
        India comes on 12(3) & today is 12th(3) march. India will win against South Africa.although its a good day for South Africa too. Dhoni is no.7(7th July).2 & 7 always go hand in hand.today is 29th(2) match of world cup.wooohooo. All set to see India win today.

        પણ…!

        Like

      2. આગાહીમાં “સ્પષ્ટપણે” એ પણ લખ્યું જ છે ને કે ’although its a good day for South Africa too.’ !!!
        બસ ત્યારે ! કંઇક તો સાચું પડ્યું ને !
        લગ્ન વખતે અમને પણ મહારાજે કહ્યું હતું કે ’તમારી કુંડલીમાં રાજયોગ છે ઘરમાં પણ રાજ તો તમારૂં જ રહેશે ! પરંતુ !! આ કન્યાનાં ગ્રહો પણ બળવાન તો છેજ !’ (અને પછી ખબર પડી કે તેની કુંડલીમાં કોઇકનો ’રાજભંગ’ યોગ છે !) લો અમે તો આ ’પરંતુ’ ન સમજ્યા તેથી લીધાદીધા વિનાના પાટે ચઢી ગયા ને ? એટલે અમે આ શાસ્ત્રને પીળું એટલું સોનું નથી માનતા ! 🙂

        Like

  16. Dear Rationalist Friends:

    Those who are believing in Astrology, Palmistry, Face Reading, Kundali, etc., let them continue doing so. Those who Believe in Two Hands and Intelligence, let them go by Facts of Life in matching for Marriages, etc.

    Faith in any thing is Blind, including that in GOD, Bhagwan, Parameshwar, Tirthankar, Allah, Christ, Buddha, Ishu, and Others. They All are Not running their Business for Profit or for their Worshippers or Believers. They All are Perfected Souls. They have reached Heaven, Moksha, Swarga, etc. They did their Job and Earned their Status. Let us do the same and Earn our Position like them. Here there is No Blind Faith. We accept and Believe the Path shown by them.

    Those who don’t want to Practise what their Gods Preached, are trying to find SHORT CUTS i.e. trying to show that they are smarter than their Gods. They can’t Win. They Don’t deserve to Succeed. Science and Education shows/Teaches us the way to go. If they don’t want to Learn, it is their Choice. We are Human Beings. God has given/favored us some additional faculties to Use Them, Not to Keep them in tact in Safe Deposit Lockers. It will remain there even after one lives this world, Unused. It can’t be transfered in Legacy to the Heirs.

    Let us WORK and have Self-Confidence to SUCCEED. “Work is Worship” “GOD Helps (Only) Those Who Help Themselves”. This is Real Religion. It is Not in Temples with Idols made out of Marbles, Sanctified by Money-Making Fake Gurus and Pundits.to Deceive Real Gods.

    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    Phone: 301-577-5215
    E-Mail: sfdalal@comcast.net

    Like

    1. Yes, Respected FJ Dalal Sir,

      Very very rightly said, “Work is Worship” “GOD Helps (Only) Those Who Help Themselves”. (with respectful fear of fatherly GOD in mind)

      And This Is The Only One and True “Real Religion.”

      Like

  17. એક બાજુ એમ કહેવું અને માનવું/મનાવવું કે વિધાતાના લેખ કોઈ મિથ્યા કરી શક્તું નથી અને બીજી બાજુ તે લેખ મિથ્યા કરાવવા જ્યોતિષ પાસે જઈ ગ્રહો જોવડાવી ગ્રહ શાંન્તિ કરાવવી તે વિરોધાભાસી વલણ નથી ? ગ્રહો કે જ્યોતિષીઓનો કોઈ પ્રભાવ હોય તેમ માનવા ક્યારે ય મન તૈયાર થતું નથી. રામાયણમાં રામ અને સીતાના લગ્ન માટે વશિષ્ટ જેવા ઋષિએ કુંડળીઓ મેળવેલી લગ્ન સમયે દેવી-દેવતાઓ હાજર રહેલા અને આસમાનમાંથી પુષ્પ વૃષ્ટિ પણ થયેલી તેમ છતાં સીતાજી અયોધ્યા પહોંચ્યા અને વન વાસ આવી પડ્યો. રાવણે હરણ કર્યું પરિણામે યુધ્ધ થયું. રાવણ મરાયો અને સીતાજીની પવિત્રતા માતે અગ્નિ પરીક્ષા કરવામાં આવી બાદ માત્ર એક ધોબીના વેણે ગર્ભવસ્થામાં જ રામે ત્યાગ કર્યો. વનમાં બાળકોનો જન્મ થયો. આખરે પૃથ્વીએ માર્ગ આપતાં સીતાજી ધરતીમાં સમાયા અર્થાત આત્મહત્યા કરી. રામે પણ સરયુ નદીમાં જળ સમાધી ( આત્મહત્યા કરી ) લીધી. આ ઉદાહરણ જ્યોતિષ કે ગ્રહો માનવ જીવન ઉપર કોઈ પ્રભાવ પાદતા નથી તે સાબિત કરે છે. હા માનવી જ્યારે કોઈ આફત/મુશ્કેલીમાં આવે છે ત્યારે હિમત મેળવવા કોઈનું અવલંબન શોધતો હોય ત્યારે કોઈ લેભાગુ આવા જ્યોતિષ/સ્વામી/ગુરૂ ને શરણે જતો હોય છે ત્યારે સાચો રાહ દેખાડવાને બદ્લે આવા લોકો પેલાનો આત્મવિશ્વાસ ડગાવી પોતાનું હિત સાધી લેતા હોય છે તે બહુ જાણીતી યુકતિ છે. દુનિયા ભરમાંથી એક પણ માનવી શોધી કાઢો કે તેના 70/80 વર્ષના જીવનામાં ક્યારે ય કોઈ આફત/મુશ્કેલી ના આવી હોય ! આફત/મુશ્કેલીનો પ્રકાર અલગ અલગ હોઈ શકે કોઈને આર્થિક તો કોઈને શારીરીક તો કોઈને સામાજિક તો કોઈને કૌટુંબિક વગેરે પરકારની હોઈ શકે ! અખબારના પાનાઓ જ્યોતિષઓની જાહેરાતઓથી કેમ ભરેલા રહેતા હશે વારૂ ? આત્મ વિશ્વાસ જેવું કોઈ બળ નથી આત્મ વિશ્વાસ તમામ વિપરીત સંજોગોને અનુકૂળ બનાવી દે છે.

    Like

  18. I think people believe in astrology as most of them have fear of security of future.Astrology is not science but depends on law of probabilty & expertise of astroger in communication & dramatise .I have personally visited one famous CHHAYA JYOTISH in Mumbai but everything was wrong about my life what he had said.My this experince was published in ‘Praboth’ but we know this business is flurishing because of greed & fear of future & lack of scienific approach
    Pl Continue your efforts for awareness
    Dr Ashwin Shah

    Like

    1. ડૉ. શાહ સાહેબે સ્વાનુભવની વાત જાહેર કરી તો પણ આ બિઝનેસ ચાલતો જ રહે છે.એમાં ભવિષ્ય અંગેની બીક મહત્વનો ભાગ ભજવે છે.
      લોકોને એ સમજાવવાની જરૂર છે કે કોઈ પણ જ્યોતિષી ખરેખર ખરાબ હોય એવું કઈં કહેવાનો નથી. એ જે કહેશે તેની સાથે એને ઠીક કરી શકાય એવો ઉપાય દેખાડશે.
      કોઈ જ્યોતિષી એમ નહીં કહે કે બીજું કઈં પણ કરો ગ્રહના પ્રભાવમાંથી તો તમે મુક્ત થશો જ નહીં, એટલે જે થવાનું હોય તે થવા દો.
      તે ઉપરાંત, તમારા જીવનની ભૂતકાળની વાત કહેશે તો એમ કહેશે કે તમારા પર અમુક તકલીફો આવી હતી…અને હવે તમારો સારો સમય આવે છે માત્ર આટલું કરો…વગેરે.
      જેમને વિશ્વાસ હોય તે લોકો પણ આટલી વાત તો ધ્યાનમાં રાખીને જાય તો એમનું કઈં નુકસાન નહીં થાય.
      દુકાનદાર ‘સ્માર્ટ’ બનતો હોય તો ગ્રાહકે પણ ‘સ્માર્ટ’ બનવું જોઈએ. આ તો સર્વસામાન્ય નિયમ છે.

      Like

  19. જો આપણે જ્યોતિષ ન માનતા હોઈએ તો પછી આપણે બધા, વાર ના નામ પણ ન માનવા જોઈએ, ઋતુઓ પણ ન માન્વી જોઈએ, સવાર સાંજ પણ ન માનવી જોઈએ, કેમ કે એ બધુ તો જ્યોતિષીઓ વાંચી સંભળાવે જ છે ને….. (મજાક કરુ છુ!!! )

    પણ દરેક વાતમાં સત્ય વિવેક વાપરવો એ દરેકે દરેક ગુણી જ્નોનો જ્ન્મસિધ્ધ હક્ક છે એટલે જ્યોતિષ ૧૦૦% નહિ તો ૧૦% સાચુ જ છે જેવી રીતે ડોકટરી, ઈજનેરી, વકીલાત, વગેરે વગેરે વગેરે…….

    Like

    1. રાજેશભાઇ, અહીં મૂળ વાંધો ફલાદેશ અને એના ઉપાયો સામે છે, ખગોળશાસ્ત્રીય ગણતરીઓ સામે નહી. અત્યારે ચન્દ્ર પૃથ્વીની સૌથી નજીક છે. વૈજ્ઞાનિકો કહે છે કે એની અસર કઈં નથી. કોઈ જયોતિષી કહે કે એને કારણે નુકસાન થશે. તમે જ કહો આ બે અભિપ્રાયોમાંથી કયો અભિપ્રાય આપણે માનવો જોઈએ અને શા માટૅ?

      Like

      1. દિપકભાઈ, ખરુ કહુ તો, તાત્કાલિક ઉપલક્ષમાં તો વૈજ્ઞાનિક જ મનાય પણ અગાઉ મે કહ્યુ તેમ વૈજ્ઞાનિક કારણો ઉપર બીજુ એક અલૌકિક ફોર્સ પણ રાજ કરી રહ્યુ છે, જે જ્યોતિષ સમ્પુર્ણ રીતે તો નથી આપી શકતુ, છતાં પણ એ ભવિષ્યાના અલૌકિક ફળ જાણવાના વિજ્ઞાનને કદાચ જ્યોતિષનો સહારો લઈ શકાય. કેમ કે ભુતકાળમાં મે ઘણા જાતકોના ફળ અદભુત રીતે જ્યોતિષના ગ્રહોની ગણતરીને કારણે મળતા જોયા છે અને વાહ વાહ પણ મેળવી ચુક્યો હતો (હવે એને પાપ માનુ છુ).

        ઘણી વખત ઘણા પરીણામો આપણને જે તે બાબતોમાં શ્રધ્ધાવાન બનાવી મુકતા હોય છે અને એમાં યોગ્ય વિવેક ન વાપરીએ તો અમુકને એ અંધશ્રધાળુ અને અમુક ને નાસ્તિક ઠરાવે છે. એ વિવેક ની ધાર અતિશય પાતળી પણ હોઈ શકે અને વિશાળ પણ હોઈ શકે એ વૈજ્ઞાનિક રીતે માપી શકાતુ જ નથી એ માટે શ્રધ્ધા અને વિશ્વાસ ની જ જરુર પડે છે.

        હુ આપને મોટાભાઈનો આદરણીય પ્રેમ કરુ છુ એ આપને માપી ને નથી દેખાડી શકતો એ તો અનુભવે સમજાવી શકાય છે, એટલે આપના ઉપરોક્ત બન્ને અભિપ્રાયો માટે સૌથી સરળ રામબાણ ઈલાજ છે “શ્રધ્ધા અને ધિરજ” એ કહેનાર અને સાંભળનાર સાથે સાથે અનુભવનાર સમજી શકે છે.

        કેમ કે જાપાનમા ૮૦ વરસની વ્રુધ્ધા અને ચાર વરસના જીવતા મલી આવ્યા એ વ્યવસ્થા પર તો ઉપરવાળા નો જ હાથ હતો એમ કહી શકાય કેમ કે બીજા ઘણા લોકો એવી જ પરીસ્થીતિમા હતા તો પણ મ્રુત્યુ પામ્યા હશે અથવા નહિ પણ. એટલે આપણે જે વિષય ઉપર ચર્ચા કરીએ છીએ એ અતિશય નાજુક ધાર પર ટકેલો છે અને અતિશય મજબુત પણ.

        એ માટે જે અભિપ્રાય આપણને ફાયદો કરી આપે એને જ ઉપયોગ માં લઈએ તો એ વધુ વિવેક્મય ગણીએ, બીજુ શું. અને એ પરિસ્થિતીમાં વૈજ્ઞાનિક અભિપ્રાય બાજી મારી જાય છે અને નાસ્તિકોને જીત લાગે છે પન ભવિષ્યમાં એના વિપરીત ફળ જોવા મલે છે ત્યારે શ્રધ્ધાવાનોની જીત લાગે છે. પણ હુ તો પારમેશ્વરીક વિવેક ને જ મહત્વ આપુ છુ. અને આપ વૈજ્ઞાનિક અભિગમને. ક્યારેક જીત મારી થાય તો ક્યારેક આપને, અને આપણુ ગાડુ ચાલે જ રાખે છે ને….

        Like

  20. પ્રિય મિત્રો;
    પ્રેમ;
    જ્યોતિષના નામે છેતરાતા લોકો પ્રત્યે ઘણાબધા લોકોને આક્રોશ છે. પણ મારી સમજ મુજબ છેતરનારા જેટલાં જ જવાબદાર છેતરાંતા લોકો પણ છે. કોઈ ધર્મના નામે છેતરે છે, કોઈ જ્યોતિષના નામે, તો કોઈ સસ્તામાં સોનુ આપવાની કે અન્ય તરકીબથી. પણ સમગ્ર છેતરપીંડીનો અભ્યાસ કરવામાં આવે તો જણાશે કે આના મૂળમાં લોભ, લાલચ અને ભય રહેલાં છે. આપણે જ્યારે જ્યારે છેતરાઈએ છીએ ત્યારે છેતરનાર જેટલીજ જવાબદારી આપણી પણ હોય છે. છેતરાનારાને લોક સહાનુભૂતિ કે કાયદાકીય સહાય મળે છે, પણ છેતરાયા પછી પણ છેતરાવાના મૂળ કારણને જોઈ શકવાની બુદ્ધિ કે વિવેક નથી મળતી. પરિણામે લોકો જુદા જુદા ફંદામાં વારંવાર ફસાતા જોઈ શકાય છે.કહેવાનુ તાત્પર્ય એટલું જ કે જ્યોતિષશાસ્ત્રને નર્યુ તૂત કે લોકોને છેતરવા માટેનું એક તિકડમ તરીકે વ્યાખ્યાયિત કરવામા આપણી ભૂલ છે.
    જ્યોતિષને થોડુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ મૂલવીએ. વિજ્ઞાન કહે છે કે દરેક પદાર્થની આસપાસ તેનુ પોતાનુ એક અલગ વિદ્યુતઆવરણ હોય છે. જ્યારે બે જુદા જુદા પદાર્થો એકબીજાથી નજીક આવે અને તેમની વિદ્યુતસિમાઓ એક બીજાને સ્પર્શે ત્યારે બન્ને પદાર્થ આંદોલિત થાય છે અને પ્રતિક્રિયા કરે છે.આપણે અનુભવીએ છીએ કે અમુક વ્યક્તિ આપણી પાસે આવે તો આપણને નથી ગમતું અને અમુક વ્યક્તિ આપણી પાસે આવે તો મનને ગમે છે. એજ રીતે કોઈ વ્યક્તિ આપણી પાસે અમુક હદસુધી પાસે આવે તો આપણને ગમે છે પણ તે હદ વટાવે તો નથી ગમતું. બીજું ઉદાહરણ આપણે પ્રકૃતિમા જોઈએ તો ચંદ્રની અને પૃથ્વીની ફરવાની ગતીને કારણે સમુદ્રના પાણીમા આંદોલન પેદા થાય છે અને ભરતી અને ઓટ આવે છે, જે વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ થઈ ચુક્યું છે.બીજી વિજ્ઞાનની શોધ છે કે અહી એનર્જી સિવાય કાઈ નથી, બધું જ સંયુકત છે. જો બધું જ સંયુકત હોય તો એનો અર્થ એવો થયો કે આપણે જે ટૂકડાઓ મા જોઈ રહ્યા છે તે ખોટું છે. હું મારા હાથને અલગ અને પગને અલગ ન કરી શકું. મારા હાથને ઈજા થાય તો માર્રી સમગ્ર ચેતનાને તેનો અનુભવ અને પીડા થાય. હવે જો આ સમગ્ર બ્ર્હ્માંડ જો સંયુક્ત હોય તો ગુરુના ગ્રહપર વિસ્ફોટ થાય તેની અસર પૃથ્વીને કે પૃથ્વીવાસીઓ પર ન થાય તેમ કેમ કહી શકાય? મારા દિકરાને કાંઈ થાય તો મારી પર અને મારા કુટુંબી જનો પર તેની અસર જુદી થાય છે, મારા પડોશી પર તેની અસર જુદી થાય છે અને મારા ફેમીલી ડોક્ટર પર જુદી થાય છે અને મનમોહનસીંગ પર જુદી થાય છે. મારી સમજ છે કે જ્યોતિષશાસ્ત્ર બ્રહ્માંડમા બનતી ઘટનાઓ ની જુદીજુદી અસરોને માપવાનુ અને મૂલવવાનું વિજ્ઞાન છે. અનેક સભ્યતાઓએ આ વિષયમાં સંશોધનો કર્યા છે અને પોતપોતાની રીતે આ અસરોને સમજવાની કોશિશ કરી છે. જ્યોતિષનો દુરઊપયોગ છે તેમજ વિજ્ઞાનનો દુરઊપયોગ પણ થાય છે. તે કોના હાથમા છે તેના ઊપર તેના સદૂપયોગ કે દુરૂપયોગનો આધાર છે.
    શેષ શુભ;
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

  21. પ્રિય મિત્રો;
    પ્રેમ;
    જ્યોતિષ અને જ્યોતિષીઓ પ્રત્યે ઘણા બધા મિત્રોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. જે મિત્રોએ આક્રોશ વ્યક્ત કર્યો છે તેને કેટલાક પર્શ્નો પોતાની જાતને પૂછી લેવાં અને તેનો પ્રામાણિકપણે ઉત્તર આપવો. મને ઉત્તર આપવાની જરુર નથી. ઉત્તર તમારી જાતને જ આપજો. બીજાને તો આપણે આસાનીથી છેતરી શકીએ છીએ અને તે કદાચ બહુ હાનીકારક ન પણ હોય્ પરંતુ પોતાની જાતને છેતરવું હાનીકારક છે જ તેમા મિન્મેખ નથી. પ્રશ્નો નીચે મુજબ છે.
    ૧) તમારા બાળકોની જન્મ કુંડલી તમે કઢાવી છે?
    ૨) તમારા ઘરના શુભ પ્રસંગોએ જેવાંકે વિવાહ, લગ્ન, નવા ઘરમાં પ્રવેશ કે અન્ય પ્રસંગે તમે શુભ મુહ્રત કે શુભ ચોઘડીયા જોયા હતાં?
    ૩) તમારા કપરા સમય માં જ્યોતિષ યાદ આવ્યા હતાં?
    ૪) તમારી દીકરી કે દીકરા માટે યોગ્ય જીવનસાથી પસંદ કરતી વખતે તેમની કુંડળી મેળવી હતી?
    ૫) જ્યોતિષનો બહાર બહારથી વિરોધ કરીએ છીએ અને ભિતર પાછૉ ભય પણ છે કે ક્યાંક જ્યોતિષ સાચુ હોય અને હું ખોટો હોય એવું તો નથી ને? એવી મનોસ્થિતિનો અનુભવ કરો છો?
    ૬) ક્યારેક કોઈ કાર્ય કરવામા નિષ્ફળ જાઓ અથવા અન્યને તમારાથી ઓછી મહેનતે વધુ કમાતા કે વધુ ફળ મેળવતા જોવો છો ત્યારે નસિબ ને યશ કે અપયશ આપો છૉ?
    ૭) શું તમારા બધા જવાબ તમે પ્રમાણિકતાપૂર્વક આપ્યા છે?
    બસ આટલું પોતાની જાતને પૂછીને તમે નક્કી કરી લેજો અને જોઈ લેજો કે તમારી ભિતર શું છે અને તમે બહાર કેવા દેખાવા પ્રયત્ન કરો છો.
    ક્યારેક ક્યારેક આપણે આપણી જાતની આવી પરિક્ષા પ્રમાણિકતાપૂર્વક કરીએ તો તે આપણા જીવનમાં નવા દ્વાર ખોલી નાખે છે.
    શેષ શુભ.
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

    1. વહાલા શરદભાઈ,

      મારા દીકરાઓની જન્મકુંડળી તો ઠીક તેઓના જન્મ સમયની નોંધ મારી પાસે નથી. મારા મોટા દીકરાની જીવનસંગીની પસંદ કરતી વખતે અમો બન્ને પક્ષોએ કુંડળીની વાત પણ ઉચ્ચારી નથી. સગાઈ કરી નથી. શ્રી ગણેશનુ ચીત્ર, દેવ–દેવીઓના કૃપા વ્યક્ત કર્યા વીના લગ્નનું ઉંઝા જોડણીમાં નીમંત્રણ આપવામાં આવેલ. લગ્નમાં આવેલ સગા–સંબંધીઓ–મીત્રોમાંના મોટાભાગના લોકો આ સમયગાળાને કમુરતા હોવાનુ કહીને ટીકા–ટીપ્પણીઓ–ચર્ચા કરતા ગયા અને આનંદ પણ માણ્યો.. ગણેશ સ્થાપના, ગ્રહશાંતક કે લગ્નનુ્ મુહર્ત જોયા–જોવરાવ્યું નથી કે આવી કોઈ વીધી કર્યા વીના 25મી ડીસેમ્બર, 2010ના રોજ લગ્ન કર્યા હતા.
      જે જ્યોતીષી પોતાના સંપુર્ણ જ્ઞાન અને ગણતરીથી પોતાની દીકરીના શુભ લગ્ન કરે અને તે દીકરી વીધવા થાય તેની પાસે અમારા કપરા સંજોગોમા જવાનો પ્રશ્ર ઉપસ્થીત થતો નથી.

      Like

  22. પ્રિય ગોવિંદભાઈ;
    પ્રેમ;
    આપ વાત ચૂકી ગયા. મારો ઇરાદો કોઈને નીચા દેખાડવાનો કે અપમાનીત કરવાનો નથી, કે હું કોઈની પાસે જવાબો માંગુ. એટલે મેં સ્પષ્ટતા પણ કરી છે કે મને જવાબ ન આપશો, પણ પ્રમાણિકતાપૂર્વક પોતાની જાત ને તપાસી લેજો. જીવનમા જેમ જેમ આપણે જાત તપાસ કરતા જઈએ તેમ તેમ જીવનનો એક આનંદ આવતો જાય છે.
    મારો ઇશારો ફક્ત એટલો જ છે કે આપણે બધા હીપોક્રેટસ (આડંબરી) છીએ. આપણા દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે. આપણે આપણા જ રોગ ઓળખી નથી શકતા અને પીડાયા કરીએ છીએ અને આપણી પીડાઓનું કારણ મળતું નથી. પરિણામે આપણે પરિસ્થિતિ કે બીજા પર દોષારોપણ કરતા હોઈએ છીએ. આ માનસિક પરિસ્થિતિનો એક જ માર્ગ છે કે આપણે જેવા છીએ તેવા આપણી જાત ને અને આપણા રોગોને ઓળખીએ. જ્યાં સુધી રોગોને ઓળખી જ નહી શકીએ ત્યાં સુધી તેનો ઈલાજ શક્ય જ નથી. એવો મારો અનુભવ છે.
    શેષ શુભ;
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

  23. excellent information is given by YOU…
    tunde tunde matihi bhinna….!!!ghana matir bhinna pa n ka he chhe…!!

    Like

Leave a comment