ધર્મ અને વીજ્ઞાન

(મારા બ્લોગ પર પ્રતીભાવ આપવાનો દરેક વાચકમીત્રને હક્ક છે. પરન્તુ કેટલાક મીત્રો અતીરેક કરે છે, વીષયાન્તર કરે છે અને પોતાના બ્લોગની લીંક મુકી ‘મારું આ વાંચો ને તે વાંચો’ એવી માત્ર જાહેરાત માટે તેનો ઉપયોગ કરે છે. સૌ મીત્રોને, શ્રી અશોકભાઈ મોઢવાડીયાના બ્લોગ ‘વાંચનયાત્રા’ માં મુકાયેલો લેખબ્લોગ પર પ્રતિભાવનો શિષ્ટાચાર જાણો છો ?’  વાંચવા નમ્ર વીનંતી છે. લીન્ક: http://vanchanyatra.wordpress.com/page/5/ ગોવીન્દ મારુ)

 

ધર્મ અને વીજ્ઞાન

મહાન ચાઈનીઝ ફીલસુફ લીન–યુ–ટાંગને શીષ્યોએ પુછયું, ‘ગુરુદેવ, આ વીજ્ઞાન તે શું અને આ ધર્મ તે શું ?’ લીને કહ્યું, ‘માણસને કુતુહલ થયું, તે વીચારતો થયો, પ્રશ્નો કરતો થયો, સત્ય શોધવા લાગ્યો ત્યારે વીજ્ઞાનનો જન્મ થયો અને જ્યારે માણસ માણસને પ્રેમ કરતો થયો, બીજાનો આદર કરતો થયો ત્યારે ધર્મનો જન્મ થયો.’ ધર્મના મુળમાં કદાચ આવી ઉંચી ભાવના હશે; પણ આજે એ ભાવના લુપ્ત થઈ છે. ઉલટાનું ક્યારેક તો એક ધર્મના લોકો બીજાધર્મના લોકોને ધીક્કારતા જોવા મળે છે.

આ અંગે મારું મંતવ્ય એ છે કે, ધર્મ એ કલ્પના પર આધારીત છે જ્યારે વીજ્ઞાન એ સત્ય પર આધારીત છે. ધર્મના નીયમો સ્થળ–કાળને આધારીત છે. દા.ત. એક ધર્મમાં કીડીને મારવી એ પણ ઘોર પાપ ગણાય, તો બીજા ધર્મમાં વળી માંસાહાર માન્ય હોઈ–બલી પણ ચડાવે તો પણ પુણ્ય ગણાય! જ્યારે વીજ્ઞાનના નીયમો સર્વકાળે, સર્વસ્થળે ને સર્વને માટે એક સરખા જ હોય છે. ધર્મમાં ગુરુ, સ્થાપક અને ગ્રંથનું એવું વર્ચસ્વ કે તેની એક વાતનેય પડકારી ન શકાય, તેનો વીરોધ ન કરી શકાય જ્યારે વીજ્ઞાનમાં જ્યાં સુધી એકદમ નાનકડીય શંકાને સ્થાન હોય, ત્યાં સુધી વીજ્ઞાન તેને સત્ય તરીકે ન જ સ્વીકારે. વીજ્ઞાનમાં શંકા થાય ત્યારે વીજ્ઞાનીઓ ભુલ શોધે અને ભુલ જડી જાય, એટલે તો જાણે મહોત્સવ! ધર્મમાં ભુલ શોધવી એ અપરાધ ગણાય, ભુલ શોધનારને સજા પણ થાય. ઈટલીમાં વૈજ્ઞાનીક બ્રુનોએ ‘પૃથ્વી સપાટ નથી; પણ ગોળ છે’ એમ જાહેર કર્યું અને ધર્મના ધુરંધરોએ એ વૈજ્ઞાનીકને  જીવતો સળગાવી દીધેલો. આવાં કારણોસર જ ધર્મ સ્થગીત અને બન્ધીયાર બન્યો છે, જ્યારે વીજ્ઞાન ગતીશીલ છે, પ્રગતીશીલ પણ છે.

વીજ્ઞાન, સત્યશોધન માટે ત્રણ માપદંડો અચુક પ્રયોજે છે: (1) તર્ક (2) નીરીક્ષણ–પરીક્ષણ અને (3) પ્રયોગ. આ ત્રણેયનો જવાબ, ત્રણેયનું પરીણામ જો બરાબર– તંતોતંત સરખું આવે, તો જ વીજ્ઞાન તેને સત્ય તરીકે સ્વીકારે છે. જ્યારે ધર્મ ‘શ્રદ્ધા’ને આધારીત છે. ધર્મમાં સ્થળ અને કાળ પ્રમાણે જુદાં જુદાં સત્યો સ્વીકૃત બને છે. જેમ કે, શુકન–અપશુકનના નીયમો દરેક પ્રજા અને દરેક દેશમાં અલગ અલગ જોવા મળે છે.

સૌથી વધારે મહત્વની વાત એ કે વીજ્ઞાનમાં કોઈ શાખા, કોઈ પંથો કે સંપ્રદાયો હોતા નથી. તે સાર્વત્રીક, સર્વકાલીન એકસરખું જ હોય છે. તમે ક્યાંય સાંભળ્યું છે કે, આ લોકો ‘ન્યુટનવાળા’ કે આ લોકો ‘આઈનસ્ટાઈનવાળા’ ? વીજ્ઞાની ગમે તેટલો મહાન હોય તો પણ કદી તે ‘ગુરુ’ બની બેસતો નથી. પોતાનો આશ્રમ સ્થાપતો નથી કે પોતાનું મંદીર બંધાવતો નથી.

વીજ્ઞાનનો સર્વોચ્ચ હેતુ તે માનવજાતનાં સુખ–સગવડમાં વધારો કરવાનો છે. સુખ–સગવડનાં જે  સાધનો અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ તે વીજ્ઞાનને આભારી છે. દા.ત. કાર, વીમાન, મોબાઈલ, વીજળી, ટીવી, કમ્પ્યુટર, ઈન્ટરનેટ, અદ્ ભુત આધુનીક તબીબી શસ્ત્રક્રીયાઓ વગેરે અનેક સુવીધાઓ બદલ સમગ્ર જગત વીજ્ઞાનનું ઋણી છે. જ્યારે ધર્મમાંથી અનેક અનીષ્ટો નીકળ્યાં. દા.ત. અર્થહીન યજ્ઞ–હોમ–હવન, મરણોત્તર વીધીઓ, શુભ–અશુભ ચોઘડીયાઓ, ખર્ચાળ અને ખોટાં અનેક કર્મકાંડો, અને આવાં તો અનેક અનીષ્ટો અસ્તીત્વમાં આવ્યાં.

વીજ્ઞાન આ જન્મમાં જ, આ જીવનમાં જ, વીદ્યમાન સંસારમાં માને છે અને એને જ સુખી બનાવવાનો પુરુષાર્થ કરે છે, જ્યારે ધર્મ પરલોકની, બીજા જન્મની કાલ્પનીક વાતો કરી લોકોને ખોટાં વીધીવીધાન અને કર્મકાંડોમાં પરોવે છે. ધર્મ નીતી પર ભાર મુકે છે એ સાચું. વીજ્ઞાન નીતી લાદતું નથી. અને તે સદવીચાર કે સદગુણોનો વીરોધ કદી પણ કરતું નથી. વધુમાં વીજ્ઞાન સત્ય અને કેવળ સત્ય ઉપર જ ભાર મુકે છે. અને મીત્રો, મને બતાવો કે સત્યથી મોટી નીતી બીજી કોઈ હોઈ શકે?

કાર્લમાકર્સે કહેલુ ‘ધર્મ એવું અફીણ છે, જે પ્રજાને નશામાં બેહોશ રાખી મુકે છે.’ જ્યારે વીજ્ઞાન પ્રજામાં જાગૃતી બક્ષે છે. માણસને વીચારતો કરે છે. ધર્મે માણસ માણસ વચ્ચે ભેદ પાડ્યા, વર્ણભેદ પણ પાડ્યા. ‘સ્ત્રી ઉતરતી કોટીનું માનવપ્રાણી છે,’ એવા એવા સીદ્ધાંત કેટલાક ધર્મોએ બનાવ્યા અને ચલાવ્યા, જ્યારે આધુનીક વીજ્ઞાને ડીએનએ (DNA) જેવી શોધો વડે પુરવાર કર્યુ કે, સમગ્ર માનવજાત એક જ છે અને આપણે સૌ સમાન જ છીએ.

વલ્લભભાઈ ઈટાલીયા

લેખક–સંપર્ક:

શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006 મોબાઈલ : 98258 85900 ઈ–મેઈલ: vallabhitaliya@gmail.com

‘ડાયમન્ડ સીટી’, વીશ્વના હીરા–ઝવેરાત ઉદ્યોગના ગુજરાતી પાક્ષીક વર્તમાનપત્રના, વર્ષ: 03, અંક: 11, તા. 20મી મે, 2008 ઈ–મેઈલ: diamondcity@rediffmail.com 107–112, રત્નસાગર એપાર્ટમેન્ટ, વરાછા રોડ, સુરત–395 006 ના અંકમાંથી લેખકશ્રીની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

અક્ષરાંકન uttamgajjar@gmail.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

ગોવીન્દ મારુનવસારી

March 18, 2011

26 Comments

  1. It is a good article to read & think over it. We need both in our life. Never accept what you do not understand and ask question about things and we should develop more curiosity in life.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  2. અહિ ધર્મ શબ્દને બદનામ કરવાની જરૂર નથી. આખી દુનિયાનો ધર્મ ફક્ત એકજ છે અને તે છે માનવ-ધર્મ અને તે સનાતન છે. હિંદુ, મુસલમાન, બુદ્ધ, જૈન, ઈસાઈ વિગેરે સંપ્રદાયો છે અને તેમાંએ વળી આર્ય સમાજ, હરે કૃષ્ણ, સ્વામીનારાયણ વિગેરે હિંદુ ધર્મના પેટા સમ્રદાયો છે. કયો સંપ્રદાય અને કયો પેટા સંપ્રદાય સારો છે કે ખરાબ છે એ તમારે નક્કી કરવાનું છે. મૂળ હિંદુ-સનાતન ધર્મનો અભ્યાસ કરવામાં આવે તો જણાશે કે ધર્મ અંગેની બધીય સ્પષ્ટતા વૈજ્ઞાનિક અભિગમ સાથે તેમાં કરવામાં આવી છે. સંપ્રદાયો હંમેશા પોતાના સ્વાર્થની વાતો કરવાના, તમને ઘેટાં બનાવવાના, વર્ષમાં તમારું ઊન બે વખત ઊતારવાના અને બીજા સંપ્રદાયોને ધુત્કાર્વાના એ તો વર્ષોથી ચાલ્યું આવ્યું છે, તેમાં કંઇ નાસ્તિક થઇ જવાની જરૂર નથી. જેટલું માનવતાનું કામ ધર્મમાં શ્રદ્ધા વાળા લોકોથી થાય છે તેટલું કામ નાસ્તિકો કરી શકતા નથી. એનું આપણી નજર સમક્ષનું ઉદાહરણ છે આચાર્ય રજનીશ, પરમ નાસ્તિક, તે ધારતે તો તેને મળેલી ૯૫ રોલ્સ રોયમાંથી દેશને માટે અનેક સ્કૂલો કે હોસ્પિટલો બંધાવી શક્યો હોત પરંતુ તેણે એક પાણીની પરબ બંધાવવાનો એક પણ પુરાવો મળતો નથી.

    Like

    1. માનવ ધર્મ હોવો જોઈએ તે સાચી વાત,પણ કોઈ માને છે ખરું?આપે જેને સંપ્રદાયો ગણાવ્યા તેને જ લોકો ધર્મ માને છે.તો તેને જ વખોડવા રહ્યા ને?નાસ્તિકો માનવ ધર્મમાં જ માનતા હોય છે.માનવ ધર્મ અને માનવ સેવાને વખોડતા નથી.ઉલટાની માનવોની સેવા વધુ સારી રીતે થઇ શકે માટે આપે ગણાવ્યા તેવા ધર્મો કે સંપ્રદાયોને વખોડતા હોય છે.આ કહેવાતા ધર્મો કોઈ માનવ કલ્યાણનું કામ કરતા નથી.ઘેટા પેદા કરવા તે જ કામ છે તે તો આપ કબુલ કરો છો.અને કહેવાતા ધર્મોએ ને કારણે માનવ ખુન ખૂબ વહ્યું છે.ધાર્મિક લોકોએ હત્યાઓ ખૂબ કરી છે તે ઇતિહાસ ગવાહ છે.
      હવે રજનીશને પુરા વાચો,તેઓ નાસ્તિક હતા જ નહિ.રજનીશ પુરા ધાર્મિક હતા.એક ધાર્મિક ગુરુ હતા.બીજા જે સંપ્રદાયો વાલા હોસ્પિટલ્સ અને સ્કુલ કોલેજીસ બનાવે છે તે કોઈ મોટી ધાડ મારતા નથી.એક હાથે આપી ચાર હાથે ઉલેચી લેતા હોય છે.એમની સંસ્થાઓ એમના ઘેટાં પાળવાની અને વધારવાની ફેક્ટરી હોય છે.એકાદ હોસ્પિટલ બનાવશે અને ૩૦૦ મિલિયન ડોલર્સનું મંદિર બનાવશે.પરમ મુરખ અને એના ચેલા એવા મુરખોને જીવતા મનુષ્યમાં ભગવાન નહિ પથ્થરોમાં ભગવાન દેખાય છે.
      રજનીશના ચેલાઓ વળી રજનીશ જેવા કપડા પહેરી નકલી રજનીશ બની ફરવા માંડ્યા છે.સનાતન હિંદુ ધર્મ ફક્ત પુસ્તકોમાં રહી ગયો છે.એટલે એની દુહાઈ દઈ જે કહેવાતા ધર્મોને વખોડે તેને રોકવાની એક જાણે ફેશન થઇ ગઈ છે.ધર્મ એ માનવ મનની અંદર રહેલા ડરની નીપજ છે.ભય હોય ડર હોય એટલે બે વસ્તુઓ પેદા થાય એક ભૂત અને બીજા ભગવાન.આપણા દેશના તો વૈજ્ઞાનિકોનો અભિગમ પણ વૈજ્ઞાનિક હોતો નથી,એનાથી મોટી વિડમ્બના કઈ હોઈ શકે.

      Like

  3. ધર્મ એટલે જીવન જીવવા માટૅ જરૂરી મૂલ્યો. આપણે સમાજમાં કેમ રહેવું જોઈએ તેના નિયમો માનીએ તો ઔપચારિક ધાર્મિક અનુષ્ઠાનોની જરૂર ન રહે. આવા ધર્મને વિજ્ઞાન સાથે સ્પર્ધા નહીં હોય.

    Like

  4. અતિપ્રિય ગોવિંદભાઈ અને અન્ય અતિ વહાલા વડિલ મિત્રો, મારા વિચારો અતિરેકી અને વિષયાંતરી છે એટલે મને ક્ષમા ચાહુ છુ.

    વિજ્ઞાન તાત્કાલિક ઉત્તર આપે છે પણ ભવિષ્યનો વિચાર નથી કરતુ. ધર્મ તાત્કાલિક ઉત્તર (સાબીતી) નથી આપી શકતુ, પણ વિવેકમય બનીને એની રાહે ચાલનારાઓને લાંબા ગાળે ગળ્યુ ફળ જ આપે છે એવુ મારુ માનવુ છે.

    આજે અભણ માણસનુ જીવવુ બદતર બની ગયુ છે જ્યારે ભણેલાઓ ફક્ત ઉચ્ચ ડિગ્રીઓના જોરે દેશને લુંટે છે, એ સત્ય કેમ નથી સમજાતુ !!! ગરીબોને ચોરી લુંટફાંટ ન કરવાનુ ધર્મ જ શીખવે છે જ્યારે સંપન્ન લોકોને દયા-સેવા કરવાનુ ધર્મ જ શીખવે છે. એ વિજ્ઞાનનો ગુણ નથી એ ફક્ત અને ફક્ત ધર્મનો જ ગુણ છે. પરમ નાસ્તિક રજનીશનો માર્ગ પણ ભારતમાં અલ્પાંશીક જ સફળ જણાય.
    એટલે “ધર્મ + વિજ્ઞાન = શાંતિમયજીવન” એવુ હુ માનુ છુ અને
    “વિજ્ઞાન – ધર્મ = ભૌતિકસુખનોઅતિરેક” અને “આત્મિક વિનાશ” માનુ છુ.

    (તા.ક. – મારા જીવનમાં જ્યોતિષ, મુર્તિપુજા અને અંધશ્રધ્ધાને કોઈ સ્થાન નથી)

    Like

    1. શ્રી રાજેશભાઇ, આપે એક વાત બહુ સરસ કહી; ’આજે અભણ માણસનુ જીવવુ બદતર બની ગયુ છે જ્યારે ભણેલાઓ ફક્ત ઉચ્ચ ડિગ્રીઓના જોરે દેશને લુંટે છે, એ સત્ય કેમ નથી સમજાતુ !!!’

      હવે અહીં દૃષ્ટિકોણનો પ્રશ્ન છે, હવે ’જીવવું બદતર’ એટલે બની ગયું કે ’અભણ રહ્યા’ (એટલે કે જ્ઞાન વિજ્ઞાનથી વંચીત રહ્યા) ! એટલે નહીં કે કોઇ એક ધર્મ, જાતિ કે કોમના છીએ કે શાસ્ત્રમાં લખ્યું છે ! આ ફર્ક આણનાર પણ વિજ્ઞાન છે. ટુંકમાં વિજ્ઞાન અને ધર્મ વચ્ચે આજ તો ભેદ છે જે વિજ્ઞાનને વધુ માનવા પ્રેરે છે. વિજ્ઞાનિક અભિગમ હોય તો માત્ર લાયકાત અને પુરુષાર્થના જોરે જ આપણું સ્થાન નક્કી થાય (જે કુદરતનો નિયમ છે) નહીં કે માત્ર કોઇ કહેવાતા ધર્મપુસ્તકમાં લખ્યું છે તેથી. વૈજ્ઞાનિક અભિગમ શા માટે વિકસાવવો જરૂરી ગણાય તેનું એક કારણ આપે પુરું પાડ્યું. આમે સામાન્ય સમજથી જોઇ શકાય છે કે આજના માનવીનું જીવનધોરણ વિજ્ઞાન અને તેની શોધખોળોને પ્રતાપે સુધર્યુ છે. અને જેનું નથી જ સુધર્યું તેઓ એ જ હશે જે હજુ પણ વિજ્ઞાનની મહત્તા નથી સમજ્યા, માત્ર ધર્મ (તેમના સંકુચીત અર્થના ધર્મ)ના સહારે બેસી રહ્યા હોય.

      અન્ય એક વાક્ય પર પણ નમ્ર વિચાર આપું તો; ’ વિજ્ઞાન તાત્કાલિક ઉત્તર આપેછે પણ ભવિષ્યનો વિચાર નથી કરતુ.’ ખરેખર તો વિજ્ઞાન જ છે જે માનવજાતિ જ નહીં સમગ્ર સંસારના ભવિષ્યની ચિંતા કરે છે, નિતનવા ઉપાયો શોધવા પ્રયત્ન કરે છે. આમે જો ધર્મ જ માણસને ચોરી કરતા અટકાવી શક્યો હોત તો વિજ્ઞાને તાળાઓ શોધવાની ક્યાં જરૂર પડત ?

      આ આટલી દલીલ આપણી મિત્રતાને કારણે કરી છે હોં, માઠું ન લગાડશો. આભાર.

      Like

      1. બ્રધર, હુ આપની દરેક વાતને સન્માન આપુ જ છુ, આપને જ શું કામ, આ બ્લોગના દરેકે દરેક અમુલ્ય ગુણીજનોને સન્માન આપુ જ છુ.

        Like

  5. સુજ્ઞ વાંચક મિત્રો,

    ધર્મ એટલે શુદ્ધ આચરણ
    અને
    વિજ્ઞાન એટલે જે છે તેની જાણકારી … જે અજ્ઞાન થી વિરુદ્ધ છે તે..
    જે છે તે અફર છે અને તે જ્ઞાન ના આધારે સમૃદ્ધિ થી જીવી જવું તે જીવન.

    ધર્મ અને વિજ્ઞાન માં દ્વંદ્વ નથી

    જ્ઞાન અને આચરણ નો સુભગ સંયોગ વેદો માં વર્ણવ્યો છે
    અને સમૃદ્ધ જીવન માટે સ્પષ્ટ આદેશો આપ્યા છે ..

    આ વેદો ને અભ્યાસ પૂર્ણ રીતે જાણવા તે ખરી શિક્ષા છે…. જે આધુનિક શિક્ષણ ના માળખા થી ઘણી ચડિયાતી છે
    વર્તમાન સંવિધાને ભારત દેશ ની પ્રજાને ખરી શિક્ષા થી મહદ્દ અંશે વંચિત રાખ્યા છે… તેથી કરીને ઘણી સમસ્યાઓ સર્જાઈ છે
    અને આપણ સૌ ને અધોગતિ અને વિવાદ ની ગર્તાં માં ધકેલ્યા છે…

    પણ આપણા પ્રગતિશીલ જીવન માટે,
    આપણી મૂળ સંસ્કૃતિ ના આધારે,
    આપણે
    આપણું જીવન સમૃદ્ધ થાય તે રસ્તો સ્વાર્થી થઇ ચાતરવાનો છે
    જેને આપણે સ્વાધ્યાય કહીશું તથા
    તેને માટે બીજાને આહ્વ્હન કરવાનું છે જેને આપણે ધર્મ કહીશું
    જો આ મૂળ વાત સમજાઇ જાય તો જીવન ના ઘણા દ્વંદ્વો માં થી મુક્તિ મળી જાય છે
    જીવન ફાગણ ના ફૂલની જેમ સોળે કળાએ ખીલે છે,
    આનંદ નો પમરાટ થાય છે અને તે થાકી જીવન વિસર્જન-નવસર્જન/પ્રગતિ પામે છે
    આ વીસર્જન-નવસર્જન/પ્રગતિ ની પ્રક્રિયા ને વિજ્ઞાન કહી શકાય જેનું મૂળ શુદ્ધ પ્રાકૃતિક ધર્મ માં છે જે અફર છે
    ધર્માચરણ પણ પ્રાકૃતિક ધર્મ/નિયમ જેવું અફર હોય તેવી સમજણ અને તેના આચરણ ની અપેક્ષા છે,
    જે આપણ ને મુઠ્ઠી ઊંચેરા માનવી/માનવ-સમુદાય ની ઓળખ અર્પે છે
    આ ઓળખ ની ખુમારી થી “નાનો પણ હું રાઈ નો દાણો” એમ આપણે વિશ્વમાં નિર્ભીત જીવન જીવી શકીએ છીએ
    અસ્તુ,

    શૈલેષ મેહતા
    mehtasp25@gmail.com

    Like

  6. ધર્મના નામે ધતીંગો તો સદીઓથી થતા રહ્યા છે,જે રીતે B J Mistry એ લખેલું છે કે નાસ્તીકે કોઈ નક્કર જાહેરસેવાનું કામ કર્યું જાણ્યું નથી,તેમની વાત ૧૦૦% સાચી છે,તેનો મુખ્યદાખલો
    રજનીશ ‘મા’રાજ’ નો આપ્યો,જેણે ખાઈપીને મૌજ કરી ને છેવટે ભારતમાં આવીને પોતાનો પરલોકનો દરવાજો ખોલી ગૂમ થઇ ગયા ને કંઈકને ‘બાવા સાધુ બનાવી ગયા’ જેમાંથી કેટલાય પાછા સંસારી થઇ ગયા!! ખરેખર ધર્મ એજ છે કે ગરીબોની સેવા કરી સમાજમાં વિવેક,સંપ ને માનમર્યાદાની ઝુંબેશ ચલાવવી,BJ Mistry એ સાચુંજ લખ્યું કે જેણે આપને બધા ધર્મ ગણીએ છીએ તે બધા તેના નામે સસ્તા ફિરકા છે ને આ ડીંગ ડીંગ તો સદીઓથી ચાલ્યું છે.

    Like

  7. ધર્મ છે સ્વ ની પરીક્ષા વિજ્ઞાન છે પર પરીક્ષા

    Like

  8. આ લેખમા ધર્મ વિશે જે કહેવાયું છે તે ખરેખરતો લોકો માટે કહેલું છે. ધર્મના નામે જે ધતીંગો ચાલે છે તે સમાજને હાનીકારક છે. આતો થયુ, “પાડાના વાંકે પખાલીને ડામ”. ધર્મ માણસ વિના વાંઝીયો છે.

    વિજ્ઞાનમા પણ આવા તુત ક્યારેક ચાલે છે. દા. ત. ઉંટવૅદુ! કે કોય ખોટી વિચારણા…. અલકેમીકલ જમાનામા કોય ઘાતુ માંથી સોનુ બનાવવાની પ્રક્રિયા… અગત્યનુ એ છે કે મનુષ્યે વિવેક બુદ્ધિ કેળવવાની જઋર છે.

    Like

  9. શ્રી ગોવીંદભાઇ, સૌ પ્રથમ તો મારો લેખ યાદ કરવા બદલ આભાર.
    અને શ્રી વલ્લભભાઇનો વિચારણીય લેખ મુકવા બદલ પણ આભાર. લેખકશ્રીએ બહુ તર્કબદ્ધ અને પૂર્વગ્રહરહીત વિચાર રજુ કર્યો તેમ લાગ્યું. પ્રતિભાવમાં શ્રી દિપકભાઇએ ટુંકમાં ઘણું કહી દીધું. (અને ભુપેન્દ્રસિંહજીએ કડવું પણ સાવ સાચું કહી દીધું) વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સ્પર્ધાનું કોઇ કારણ જ નથી. લેખકશ્રીની એ વાત સ્પષ્ટ જ છે કે ધર્મનો ઉદય માનવજાતના કલ્યાણ અને શાંતી અર્થે જ થયો હશે પરંતુ હકિકતમાં થયું છે તેથી ઉલ્ટું જ. જો કે એ વાત પણ માનવી જરૂરી કે એમાં દોષ ’ધર્મ’નો કરતા ’ધાર્મિકો’નો વધુ છે. જેમ છૂરી ડૉક્ટરના હાથે જીવનરક્ષક બને અને હત્યારાના હાથે જીવલેણ બને તેમ જ.

    અહીં લેખકશ્રીની એક વાતમાં નમ્રતાથી થોડો સુધારો સુચવીશ, લખ્યું છે કે ’વીજ્ઞાનનો સર્વોચ્ચ હેતુ તે માનવજાતનાં સુખ–સગવડમાં વધારો કરવાનો છે.’ હું એમ કહીશ કે “વિજ્ઞાનનો સર્વોચ્ચ હેતુ સત્યશોધન કરવાનો છે”. કારણ કે ઉપરોક્ત વાક્યનાં વિરૂદ્ધમાં વળી કોઇ કહી શકે કે અણુબોમ્બ કે વિસ્ફોટકો વગેરે શોધી વિજ્ઞાને માનવજાતનું શું ભલું કર્યું ? મુળે વિજ્ઞાન માત્ર જેમ અને જેવું છે તેવા સત્યને ઉજાગર કરે છે. તેનો ઉપયોગ દુરઉપયોગ એ માનવનાં હાથમાં છે, જેમ આગળ ધર્મના વિશે કહ્યું તેમ વિજ્ઞાનનો પણ તેમાં કશો દોષ આવતો નથી.

    મારા જેવા ધાર્મિક માણસને કદાચ ન ગમે, છતાં દેખીતી રીતે જ જણાઇ આવતી એક વાત એ છે કે; ધર્મ સાથે સંકળાયેલા તમામ પક્ષોએ વિજ્ઞાનનો સહારો લેવો પડે છે (ભલે પછી તે ટી.વી. ચેનલ પર, માઇકના સહારે વિજ્ઞાનને વખોડતા અને ધર્મની મહાનતા સમજાવતા કોઇ સંતપુરૂષ હોય કે પછી ઈન્ટરનેટ પર લાઇવ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવતો ભક્ત હોય !!) જ્યારે વિજ્ઞાને પોતાની વાત રજુ કરવા માટે કોઇ ધર્મ-સંપ્રદાયનો આશરો લેવો પડ્યાનું જાણમાં નથી.

    અંતે એટલું જ કહીશ કે જો વૈજ્ઞાનિકો ધાર્મિક અભિગમ અપનાવતા સંકોચ નથી અનુભવતા તો ધાર્મિક લોકોને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં શો વાંધો છે ? સરવાળે ફાયદો ધર્મને જ થશે, એથી પણ આગળ કહું તો વિજ્ઞાન જ ધર્મ બની જાય તો કેમ રહે ? સમગ્ર જીવજગતને (અને નિર્જીવજગતને પણ) ફાયદો રહેશે !
    આભાર.

    Like

    1. મોટાભાઈ, આપને સુવિદીત જ છે, કે ધાર્મિક લોકોએ જ વૈજ્ઞાનિક અભિગમ રાખીને જગતને આજે પણ ધાર્મિકતા પીરસીને ધાર્મિક બનાવી રાખ્યુ છે એટલે જ તો આજનુ જગત (યુનોની ધાર્મિક વિવેકને કારણે) શાંતિમય છે નહિ તો ભુતકાલમાં બેલગામ વિજ્ઞાને (જર્મની અને જાપાને) ધર્મને (જગતને) ખતમ કરવાના મનસુબા તો કર્યા જ હતાને અને આજે પણ રશિયા-ચીન-જાપાન અને નાસ્તિક દેશો રાહ જોઈને બેઠેલા જ છે ને. ચીન નાસ્તિક દેશ છે અને એ ફક્ત જગતની ધાર્મિક અભિગમના કારણે જ ઘુંટણ વાળીને શીકારી અવસ્થામાં ચુપચાપ રાહ જોઈને બેઠેલુ છે, જે દિવસે ત્રીજુ વિશ્વયુધ્ધ ફાટી નિકળશે અને અધાર્મિકતાના બાણ છુટા પડશે તે દિવસે ચીન અક્ષય ચીન એન અરુણાચલ, આસામ ખાઈ જશે અને એથીએ કદાચ આગળ વધીને પાકિસ્તાન અને ઉત્તર ભારતનો કોળિયો કરી જસે કે નહિ? ભારત નાસ્તિકતાને કારણે નહિ પણ ધાર્મિક વૈજ્ઞાનિકતાને કારણે જ આજે ચુપચાપ સહન કરી રહ્યુ છે જ ને વળી !

      Like

  10. હું એક સાધારણ સમજ ધરાવનાર ઈન્સાન છું. મેં નથી વાંચ્યા વેદ, ઉપનિષદ કે પુરાણો. નથી અભ્યાસુ ચિંતક કે મનન કરનારો વિધ્વાન તેમ છતાં આ લેખ વાંચી અધુરો ઘડો વધુ છલકાય તે ન્યાયે મારો પ્રતિભાવ જણાવી રહ્યો છું આથી જો કોઈની લાગણી દુભાય તો અગાઉથી જ માફી માંગી લઉ છું.મારી સાદી સમજ પ્રમાણે ધર્મ એટલે માનવનો માનવી તરફનો હકારાત્મક અભિગમ. કોઈએ કહ્યું છે તેમ, “હું માનવ માનવી થઉં તો ઘણૂં.” કમનસીબે આપણાં દેશમાં મોટાભાગે ધર્મને કોઈ ને કોઈ સંપ્રદાય સાથે જોડવામાં આવે છે. પરિણામે દેશમાં 25000 પચીસ હજારથી પણ વધુ સંપ્રદાયો ફાલ્યા-ફુલ્યા છે અને હજુ પણ નવા નવા ઉભા થઈ રહ્યા છે. સંપ્રદાયની સંપત્તિ અને સમૃધ્ધિ વધતી જાય અને જો મુખ્ય સંતની સાથે શિષ્યને મનદુઃખ થાય તો તે શિષ્ય નવો પંથ ઉભો કરતા અચકાતા નથી. આમ ધર્મ સમાજમાં વિભાજન અને વધુ વિભાજન તરફ જાણ્યે-અજાણ્યે દોરે છે. અનુયાયીઓ મેળવવા અને વધારવા એક દોટ/હરીફાઈ આ સંતો વચ્ચે ચાલી રહી છે.અને હવે તો આ કહેવાતા સંતો/સ્વામીઓ/ગુરૂઓને એન.આર.આઈ. અનુયાયીઓ મેળવવા વિદેશમાં અવાર નવાર પ્રવાસો કરવાનું જાણે વ્યસન થઈ પડ્યું છે. સંપ્રદાયમાં કહેવાયેલી વાતોનું શાબ્દિક અમલ એટલે ધર્મ તેવી સમજ આપવામાં આવે છે. રોજ સવારે ઘરમાં ધુપ-દીવો કરવો-ધંધા કે નોકરીને સ્થળે પણ આ વિધિ કરવી એટલે ધર્મ પાળ્યો ગણાય પછી ભલે વ્યક્તિ તેને ઠીક પડે તેવું અને તેટલું ખોટું કરે-ભેળસેળ કરે-કાળાબજાર કરે-અનીતિ અને અનૈતિક પ્રવૃતિ કરી ધન મેળવે અને તે ધનનો અમુક ભાગ સંપ્રદાયને દાન કરે-ભાગવત કે રામાયણ કે ગીતા વગેરેની કથા કરાવે એટલે ધર્મ બજાવ્યો ગણાય !
    સમાજનો મોટો વર્ગ આવી સમજ ધરાવે છે. કોઈ પરંપરા કે રૂઢિથી વિરુધ્ધ વર્તે અને આધુનિક પરિવર્તન સ્વીકારે તો અધર્મ થયો ગણાવવામાં આવે છે. અર્થાત વ્યક્તિની જિજ્ઞાસા/કુતૂહલ વૃતિ પ્રગટે નહિ તેની પૂરી તકેદારી રાખવામાં આ સાંપ્રદાયિક સંતો/સ્વામીઓ/ગુરૂઓ માહેર હોય છે ! કોઈ પણ એક સંપ્રદાયની કંઠી બાંધ્યા બાદ અન્ય સંપ્રદાયની ગમે તેટલી સામાજિક કલ્યાણ કે હિતની પ્રવૃતિમાં ભાગ લેવાની બંધી/મનાઈ ફરમાવમાં આવે છે. જય શ્રીકૃષ્ણ બોલનારાથી મહાદેવ કે શીવનું નામ પણ ના લેવાય ! તેવું જ અન્ય સંપ્રદાયનું સમજવાનું ! આમ ધર્મ એ વ્યક્તિગત બાબત હોવા છતાં સામાજિકરણ દ્વારા સાંપ્રદાયિક વાડાઓમાં બાંધી દેવાયો છે.
    જ્યારે વિજ્ઞાન એ વ્યક્તિને શંકા કરતા અર્થાત વ્યક્તિની જીજ્ઞાસા/કુતૂહલ વૃતિને ઉત્તેજી નવું નવું જાણવાની ઉત્કંઠા પ્રગટાવે છે અને તેને પરિણામે જ આજ આપણે સૌ આવા અને અન્ય વિષય ઉપર ઈન્ટરનેટ જેવા માધ્યમ દ્વારા ચર્ચા કરવા સમર્થ બન્યા છીએ ! જો કહેવાતા સાધુ/સંતો/સ્વામીઓ/મહંતો કે પાદરીઓ કે મુલ્લાઓના ભરોસે રહ્યા હોત તો આજે પણ ધર્મને નામે પછાત જ રહ્યા હોત અને આજે જે આધુનિક સાધનો દ્વારા ભૌતિક સુખ-સાધનો માણી રહ્યા છીએ તેનું અસ્તિત્વ જ નહિ હોતે ! સાથોસાથ આ સાધુઓ/સંતો/ગુરૂઓ/સ્વામીઓ વગેરે પણ વિદેશમાંથી અનુયાયીઓ ના મેળવી શકત કે વિદેશના પ્રવાસે પણ ના જઈ શકત ઉપરાંત આજે આધુનિક ઉપકરણોનો વપરાશ આ લોકો કરી જે વૈભવી ઠાઠ-માઠ અનુયાયીઓના ભોગે ભોગવી રહ્યા છે તે પણ શક્ય ના બન્યું હોત !
    વળી એક માન્યતા એવી પણ જડબે સલાટ દ્રઢ કરાવવામાં આવી છે કે ધર્મ એટલે ગરીબોની સેવા અર્થાત મફત ભોજન, મફત રહેઠાણ વગેરે પરંતુ આ મફત આપવાની વાત તો સમાજ તરફનો દ્રોહ ગણાવો જોઈએ ! પઠ્ઠા જેવા સાધુઓ/બાવાઓ મફતનું આરોગે તે કેટલે અંશે વ્યાજબી ગણાય ? અપંગ અને અશક્ત માટે આ વાત યોગ્ય ગણી શકાય પણ શારીરીક સક્ષમ હોય તેઓને માટે તો આ ગુન્હાહિત કૃત્ય ગણાવું જોઈએ ! સંપ્રદાયમાં ધર્મને નામે મફત ખાનારાઓ કે રહેનારાઓ કોઈ ઉત્પાદિત પ્રવૃતિ કરતા નથી માત્ર શરીર સૌષ્ઠવ વધારી અનૈતિક પ્રવૃતિ કરતા હોવાના સમાચારો અવાર નવાર અખબારોમાં અને અન્ય મીડીયા દ્વારા પ્રસિધ્ધ થતા રહે છે. માત્ર અને માત્ર મંદિરોની સ્થાપના કર્યા કરવાથી કયા ધર્મનું પાલન થતું હશે તે યક્ષ પ્રશ્ન બની રહે છે.મોટાભાગના મંદિરો અને કથા વાર્તાઓ અનીતિ અને અનૈતિક પ્રવૃતિમાંથી મેળવેલ ધનમાંથી થતા રહે છે અને આ વ્યક્તિઓને મોટી ધાર્મિક ગણાવવામાં આવી સમાજને ખોટા સંદેશાઓ આપવામાં આવે છે. દાન આપનાર વ્યક્તિને તેણે ધન કઈ અને કેવી પ્રવૃતિમાંથી મેળવેલ છે તે જાણી ઉપયોગ કરવામાં આવતું હોવાનૂં ક્યારેય જાણવામાં આવ્યું નથી.
    વિજ્ઞાનને તો આધુનિક સમયના આશીર્વાદ ગણવું જોઈએ કે જેના વડે આજે દુનિયા ઘરના એક ખૂણામાં સમાઈ ગઈ છે. આ શકય બન્યું કારણ કે કેટલાક લોકો નાસ્તિક ગણાઈ જવાના ભયે પણ પોતાની જિજ્ઞાસા/કુતૂહલ વૃતિને પોષતા રહ્યા અને નવા નવા જ્ઞાનની ક્ષિતિજો ખોલતા રહ્યા !
    અંતમાં ફરી ફરી ને એક વાત ભાર પૂર્વક કહેવા માંગુ છું કે ધર્મ એટલે માનવીનો માનવી તરફનો માનવીય અભિગમ, નહિ કે સંપ્રદાયોમાં કહેવાતા સાધુઓ/સંતો/સ્વામીઓ/ગુરૂઓ/મંહતો/પાદરીઓ કે મુલ્લાઓ દ્વારા વ્યાખ્યાતિ થયેલો !

    Like

  11. ધર્મ અને વિજ્ઞાન ને અહીં સૌએ પોત પોતાની રીતે મુલવવાની કોશીશ કરી છે, કોઈ પાસે હકીકતનું તારણ નથી. ફક્ત કલ્પનાઓ અને પોતાની વિચારીક બાબતને રજૂ કરી હોય તેમ જણાય છે.

    ધર્મ અને વિજ્ઞાન એક બીજાના પર્યાય છે. શ્રી અશોકભાઈ મોઢવાડીયાએ ઘણી સરસ રીતે સમજાવવાની કોશીશ કરી છે તેમ લાગે છે. મૂળભૂત વસ્તુ ખરાબ નથી તેના ઉપયોગ કરનાર કેવા છે તેની ઉપર બધોજ મદાર / આધાર છે. વિજ્ઞાન પાસે સારુ પણ મેળવી શકાય અને વિનાશક પણ મળે છે. આજે જુઓ જાપાનની હાલત ? જે વિજ્ઞાનનો ગર્વ તેણે હતો તે જ આજ વિનાશક ના પંથે દેશને લઇ ગયો છે.

    જ્યારે તમારી પાસે કોઈ પણ વસ્તુનું ફક્ત મારણ હોય પરંતુ તેનું તારણ કે ઉપાય ના હોય ત્યાં સુધી તે યોગ્ય ટીકા ન કહેવાય. જો આમ અહીં જ તો કેમ ? તે જણાવવું જરૂરી છે અને તે માટે તમારો ખુદનો અનુભવ જરૂરી. નહી કે તર્ક કે વાંચન ના આધારે રજૂઆત કરવી.

    લેખકશ્રી નો લેખ વાંચીને સમજવો જરૂરી છે કે શું હકીકત છે?

    Like

  12. ભાવનું સત્ય સાબિત થઈ શક્તું નથી તે ફક્ત અનુભવી શકાય છે તેની વૈજ્ઞાનિક રીતે સાબિતી ન આપી શકાતી હોવાથી દંભના વાદળાઓથી ઢંકાઈને ક્યારેક આ સત્ય પ્રકાશ પાથરી શક્તું નથી. જ્યાં શુધ્ધ ભાવ નથી ત્યાં ધર્મ નથી. વિજ્ઞાન અને ધર્મની લડાઈમાં જ્યારે સામા પક્ષે ભાવનું સત્ય હોય છે ત્યારે વિજ્ઞાન પણ હારે છે કદાચ એટલે જ વિજ્ઞાની રાવણ શક્તિના ગુમાનમાં માનવતા ચૂક્યો અને સીતાનું અપહરણ કરવા પ્રેરાયો પરંતુ રાજારામ પાસે ભાવનું સત્ય હતું તેથી જીત થઈ. જેણે માનવધર્મને વગરનું વિજ્ઞાન પણ માનવધર્મ વગરના આસ્તિકો જેટલું જ વિનાશકારી છે.

    Like

    1. રેખાબેન,
      ભાવનું સત્ય ન જ સમજાય એવું નથી. માણસના વ્યવહારમાથી આ સત્ય પ્રગટ થતું હોય છે અને વ્યવહાર જ એની સાબીતી છે.હું ગુસ્સે થઈને કોઈને મારી દઉં તો એ મારા ભાવની સાબીતી છે. મનોવિજ્ઞાન અમુક ભાવ શી રીતે મનમાં આવે તેનાં આંતરિક અને બાહ્ય કારણો પણ સમજાવી દેશે.

      સત્ય એ છે કે આપણે આદિકાળથી ટેકનોલૉજીનો વિકાસ કરતા આવ્યા છીએ અને આજે આ સ્થિતિએ પહોંચ્યા છીએ. આગ કેમ લગાડવી તે ટેકનોલૉજીથી માંડીને આજસુધીના ટેકનોલૉજીના વિકાસની આપણી યાત્રા સુખદ રહી છે.

      આમ ્જોઈ શકીશું કે ધર્મ સનાતન છે તો વિજ્ઞાન પણ સનાતન જ છે!. ફેર એટલો જ પડ્યો છે કે ઘણી બાબતોને આપણે પહેલાં ધર્મના ક્ષેત્રમાં માનતા હતા તે હવે વિજ્ઞાનના ક્ષેત્રમાં આવી ગઈ છે. આ વાત ન સ્વીકારવી એ અંધશ્રદ્ધા છે અને એમાંથી જ પાખંડ જન્મે છે.

      ધર્મ સનાતન હોય તો માત્ર માનવજીવન માટે આવશ્યક મૂલ્યોના અર્થમાં જ. એ મૂલ્યોને વિજ્ઞાન સાથે શું ઝઘડો હોઇ શકે? વિજ્ઞાને બંદૂક શોધી પણ મારાં (અને આ વાંચનારા અને એમના વિશાળ પરિવારો અને મિત્રોનાં ) મૂલ્યો એવાં છે કે એ બંદુકનો મેં (એટલે કે આપણે સૌએ) કદી ઉપયોગ કર્યો જ નથી. અને હવે એનો ઉપયોગ કરૂં તો એમાં વિજ્ઞાનનો દોષ શો? મારાં જ મૂલ્યોનું એ પતન ગણાય ને?

      Like

      1. “મારાં જ મૂલ્યોનું એ પતન ગણાય ને?”

        સરજી નમસ્તે, આ ભાવ આપના મનમાં કોણે જગાવ્યો? કયા વિજ્ઞાને જગાવ્યો?

        આ વૈજ્ઞાનિક વિવેક નથી એ ચોખ્ખો પારમેશ્વરીક વિવેક છે. અને એ ધર્મ જ શીખવે જે.

        ચોરનો પાપી વિવેક એને બંદુક લુંટવા માટે વાપરવા કહે છે જ્યારે પોલિસ ને એ બંદુક બચાવવા માટે વાપરવા શીખવે છે.

        વિજ્ઞાન આંધળુ છે, બેલગામ છે, જ્યારે એને ધર્મના વાક્યો એને આવી મળે છે ત્યારે જ વિજ્ઞાનના અંધકારના પડળ ખરી પડે છે અને ધર્મનુ રાજ્ય સ્થપાય છે.

        Like

  13. શ્રી. વલ્લભભાઇ,
    તમારા આ લેખમાં તમે જે વાત લખી છે તેમાં સત્ય તો છે જ છતાં તેમાં મને કાંઇ અધુરપ લાગી.એટલે આ પ્રતિભાવ પાડવાનું સાહસ ખેડું છું. મારા લખાણમાં કાંઇ અજુગતું લાગે તો મને માફ કરશો.
    મારી દ્રષ્ટિએ કોઇ પણ બે વસ્તુની સરખામણી કરીએ ત્યારે બેઉના ગુણની અને બેઉના દોષની સરખામણી અલગ અલગ કરવી જોઇએ. પરંતુ અહીં તો વિજ્ઞાનના ગુણ સાથે ધર્મના અવગુણોની સરખામણી કરાઇ હોય એવું મને લાગ્યું. જે વિજ્ઞાને માનવને માટે સુખ સગવડો કરી આપી છે તે જ વિજ્ઞાને માનવના ધન સંપત્તિ અને તેના તથા અન્ય પ્રાણીઓના વિનાશ માટેના સાધનો પણ બનાવ્યા છે. હું તો માનુ છું કે પાષાણ યુગથી આજ સુધીના બધાં જ યુદ્ધમાં વિનાશ કરવામાં વિજ્ઞાનો ફાળો મુખ્ય છે.
    વિજ્ઞાનથી ઉભી થતી બીજી દુવિધા એ છે કે જેમ જેમ સગવડો વધતી જાય છે તેમ તેમ માનવનું મન વધુને વધુ સગવડોની ઇચ્છામાં તડપતું રહે છે.અને આ ઇચ્છા એ તો ટીસ્યુ પેપર જેવી છે. એક પછી એક આવ્યાં જ કરે.મારા આ વિધાનના વિરોધમાં કોઇ એમ કહી શકે ખરું કે એમાં વાંક વિજ્ઞનનો નહીં પણ વિજ્ઞાનનો દુરઉપયોગ કરતા માનવનો છે.તો એ તર્ક ધર્મની બાબતમાં પણ લાગુ પડે છે. કારણ ધર્મમાં દેખાતી ક્ષતીઓ માટે પણ માનવની દુરબુદ્ધિ જ જવાબદાર ગણાય.
    હવે ધર્મ વિશે વિચારીએ તો આ દુનિયના બધા જ ધર્મો ફરજ, પ્રેમ, કરુણા, સહીષ્ણુતા, અહીંસા, શ્રદ્ધા,મૈત્રીભાવ ઇત્યાદિ ઇત્યાદિ વિવક વિચારો અપનાવવાનો આગ્રહ રાખે જ છે. પતંજલીએતો જીવનમાં આવા વિવેક વિચારો કેળવવા માટે યમ, નિય, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર વગેરે નિયમોનું પાલન કરવનો આગ્રહ રખ્યો છે. તમારી એ વાત સાથે હું સંમત નથી કે ધર્મ પરલોકની કાલ્પનિક વાતો કરી લોકોને ખોટા વિધિ વિધાનો અને કર્મકાંડમાં પરોવે છે. સત્ય તો એ છે કે પોતાના સ્વાર્થ અને અહંકારને વશ થઇ ગુરુપદ પામવાની લાલચમાં ધર્મધૂર્તોએ ધર્મની આ દશા કરી છે.વળી આ સમસ્યા વેદ કાળમાં પણ હતી જ અને અત્યારે છે તેના કરતાં પણ વધુ જોશમાં અને વધુ પ્રમાણમાં હતી. વેદાંતનો ઉદ્ભવ થવાનું મુખ્ય પ્રયોજન આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જ હતો એમ હું માનું છું. ઉપનીષદોનો આ પ્રહાર કર્મકાંડ ઉપર હતો ધર્મ ઉપર નહી. જો આપણે આ જમાનામાં સમાજમાં પ્રવર્તતી અર્ધદગ્ધ શ્રદ્ધા દુર કરવી હોય તો તેની અવહેલના કે કુથલી કરવા કરતાં તો ભારતના નાના નાના ગામડામા શિક્ષણ અને સ્વાથ્ય માટે જરુરી શાળાઓ,તબીબો,દવાખાનાઓ વગેરે વગેરે સહેલાઇથી ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરવાનો યજ્ઞ કરવો જરુરી છે. જો આમ થાય તો લોકો આપોઆપ તેના ઉપયોગ કરતાં થઇ જશે. જયાં બળિયાની રસી ઉપલબ્ધ નથી કે એ અંગેનો શો ઉપાય છે તેની માહિતી ન હોય તે બળિયા બાપજીની પુજા કરવા પ્રેરાય તેમાં આશ્ચર્ય શું છે. દોરા ધાગામાં માનતા અને ખોટા હવનો કરતા લોકોને જયારે આ સગવડો મળશે ત્યારે ધીરે ધીરે તે બધા અદ્રશ્ય થઇ જશે.
    જયાં સુધી આપણે સહુ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ધર્માચરણ નહીં કરીએ અને ધાર્મિક વૃત્તિથી વિજ્ઞાનમાં પ્રગતિ નહી કરીએ ત્યાં સુધી હતાં ત્યાંના ત્યાં જ રહેવાના.અને આ તો ત્યારે જ શકય થશે જયારે કહેવાતા ધાર્મિકો અને વિજ્ઞાનીઓ એક બીજા સામે આંગળી ચીંધવાનુ બંધ કરશે.

    Like

    1. શ્રી ગિરીશભાઇ, તમારા કથનને સંપૂર્ણ ટેકો આપું છું – “ભારતના નાના નાના ગામડામા શિક્ષણ અને સ્વાથ્ય માટે જરુરી શાળાઓ,તબીબો,દવાખાનાઓ વગેરે વગેરે સહેલાઇથી ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરવાનો યજ્ઞ કરવો જરુરી છે. જો આમ થાય તો લોકો આપોઆપ તેના ઉપયોગ કરતાં થઇ જશે. જયાં બળિયાની રસી ઉપલબ્ધ નથી કે એ અંગેનો શો ઉપાય છે તેની માહિતી ન હોય તે બળિયા બાપજીની પુજા કરવા પ્રેરાય તેમાં આશ્ચર્ય શું છે. દોરા ધાગામાં માનતા અને ખોટા હવનો કરતા લોકોને જયારે આ સગવડો મળશે ત્યારે ધીરે ધીરે તે બધા અદ્રશ્ય થઇ જશે.”

      આપણી આર્થિક વ્યવસ્થામાં જનતાના હિતને ધ્યાનમાં રાખીને પરિવર્તન આવે એ જરૂરી છે. ક્યારેક માણસ જીવન બચાવવાના છેલ્લા ઉપાય તરીકે પણ સમજવા છતાં અંધશ્રદ્ધાના કૃત્ય તરફ જતો હોય છે. એ વખતે આપણે એ વ્યક્તિનો વાંક કાઢીએ તેના કરતાં એનાં મૂળમાં જવાની જરૂર હોય છે.

      Like

  14. Religion is a Philosphy and Science is the evolution of Human Mind which we experience in our day to day life. It is the Human Mind that decides what to use, How to use and when to use. It is a double-edged sword.

    Both have a purpose in their own way to guide the Life. It is obvious these days that religion has become a kind of BUSINESS and Gurus/Pundits use them for their Material gain. For this they work on the Mind of People and Control it. Blind Faith may be one way. Temples and Rituals may be the other way to use people’s money and thereby create a day-to-day income from it. This has Nothing to do with this or the next unknown Life as such. Heaven and Hell are The Concepts to Guide the Way of Life. They are Not the Place above or Below. Both are Right here in this World/Life itself.

    We have to realize that this is a MATERIALISTIC World and every one decies how to make a living. Robbers, Thieves and others snatch away some ones Property. In Other type of Business, People want to abuse SEX by Rape and Murder thereafter, etc. Some People consider it a Sport to Kill/shoot Animals, Birds, etc. Joy also is of two kind – one to enjoy together and the Other is at the cost of some one else. Civilized Society has evolved Rules for its governance starting from Anarchy-‘Man Living naked on the Tree’. Religions are codified Ethics and Morality of a particular Time in a specific Area. It has to Change and is changing with the Time, Place, Situation and Circumstances.

    The Waters have to keep flowing to remain Clean. It is stinking in a stationary Village Pond. Science and Religion, both run Parallel in Search of Truth. Both have their purpose in one’s life. Nature has provided the Fundamental Sources like Water, Sun, Light, Air, Land, etc. Human Mind worked on these Factors and abused in some cases and the Nature took its own course and Destruction Resulted. To Keep the Nature’s Balance as per Rules is the Responsibility of Human Beings and their Minds.

    We are benefitting by some Research and suffering from its abuse. We are passing through a Cycle of Actions and Reactions. We Hope that Human Being will come out better through this `Trial and Error’. Nothing is Final. Matter is Indestructible and it will continue to Transform.

    The HUMAN ANIMAL is the Ultimate determining Factor, for All Good or Bad. There are Rules of Nature, Science and Religion-Ethics and Morality. Wisdom of Human Being will have to Balance Between Animal World, Environment and Health of All. I personally consider The Religion of Non-Violence i.e. Vegetarianism, Compassion for Animals and Scientific Balance of Nature will Finally Prevail.

    Fakirchand J. Dalal
    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    Like

  15. પ્રિય વલ્લભભાઈ;
    પ્રેમ;
    ધર્મ અને વિજ્ઞાન નો વિવાદ કેટલીક ગેરસમજોમાંથી ઉભો થયો છે. પ્રથમ ગેરસમજ નું કારણ છે આપણી ઘર્મની વ્યાખ્યા. અહીં દરેકની ધર્મની વ્યાખ્યા તેમની વ્યક્તિગત સંસ્કારીતતા પર આધારિત છે કોઈ અનુભવ પર નહિ. અને ધર્મ છે સંસ્કારીતતાથી મુક્તિનુ નામ.ધર્મનો આધાર અનુભવ છે અનુમાનો કે માન્યતાઓ નહી. જેને આપણે ધર્મ કહીએ છીએ તે ધર્મ કરતાં રોગ વધુ જણાય છે. વળી તકલીફ એવી છે કે આપણને આપણા રોગો દેખાતા નથી, પણ બીજાના રોગો તરત દેખાય છે. બાકી મારી સમજ પ્રમાણે કોઈપણ સમાજનો સર્વાંગી વિકાસ વિજ્ઞાન અને ધર્મ બન્નેના સહાસ્તિત્વ વગર શક્ય જ નથી. પશ્ચિમના દેશોએ ફક્ત વિજ્ઞાનનો વિકાસ કર્યો અને તેના માઠાં પરિણામો આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે પૂર્વના દેશોએ ધર્મનો વિકાસ કર્યો અને પછાતપણામાં તે મોખરે છે.હવે જ્યારે માનવમન ઘણું વિકસિત થયું છે ત્યારે આપણે બન્નેના સમવિકાસની વાત કરી શકીએ તેમ છીએ. મારા ગુરુ કહેતા, ” ધર્મ અને વિજ્ઞાન એ રથના બે પૈડાં છે. જરુર છે તેને એક સેતુથી જોડવાની અને એક દિશામા ગતિમાન કરવાની” Always remember, “Religion and Science is not contradictory, it is complimentery”
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

  16. Please,
    — Let us stick to the theory of ONLY ONE Dharma as Duty to wards Human/living kind & let it be not divided in to so many names, as it only creates confusions & rifts among st Human
    — Please let the Sanatan norms of living ( Not talking) that described via Veda s & Upanishads + elaborated by Puranas to exemplify the Duties in critical time junction in any-one’s life. It exists more then many thousands of years/since civilization known. (Sure it is not of any commercial value or come attached with price-tags like objects of innovations of science like mobile or TV etc.)
    Please let it NOT BE compared AT PAR with other names that do not serves the purpose & create only divides, but not performing duties towards Human/living kind.
    Dharma will never loose its ground, as long as we do the same what we like others to do to us.
    So called Modern innovations, on the basis science, have lost its ground, for so many things, that we were buying & using has gone out of use in last say 20 ~ 25 years.

    That will never happen to the part of our duty towards the others, to which every one of us calls Dharma..Example – Duty towards Mother & Father etc.. irrespective of any modernity of science, it will not change. isn’t it?? !!

    Like

Leave a comment