કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃદ્ધ

કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃદ્ધ


સમગ્ર બ્રહ્માંડનું અસ્તીત્વ તથા સંચાલન

કેવળ એક વીરાટ અકસ્માત છે.

–      જય વીજ્ઞાન


જાપાન વીસ્તારમાં બનેલી સંહારક વીનાશક ઘટનાના અનુસન્દર્ભે એવા એવા ચીલાચાલુ ઉદ્ ગારો સાંભળવા મળે છે કે, કુદરતનો કોપ, માનવીની લાચારી, માણસનું વામણાપણું, ‘જે પોષતું તે મારતું’…! ઈત્યાદી. એક ફોનકોલના જવાબમાં મેં કહ્યું કે, આપણું અસ્તીત્વ જ શા માટે ? આપણે ખુદ પણ કેવળ એક અકસ્માત જ છીએ ! જે મીત્રો સભાન આયોજન તથા અલૌકીક સંચાલનમાં માને છે, તેઓએ આવી હાહાકારી હોનારતો પ્રસંગે ચીન્તન કરવું ઘટે કે, જો કોઈ પ્રકાંડ શક્તીસંપન્ન અપાર્થીવ તત્ત્વ દ્વારા આ સુવીરાટ સંચાલન પ્રવર્તી રહ્યું હોય તો, આવા દારુણ અકસ્માત શા માટે ? આ પ્રશ્નનો ચીલાચાલુ ઉત્તર કલ્પીને જવાબ અને તે જવાબનો જવાબેય અત્રે લખી દઉં કે, પૃથ્વી પર પાપનો બોજ વધી ગયાંનું કારણ તો હવે ભુલી જ જાઓ ! આવા ગમખ્વાર બનાવોમાં કેટલા પાપી મર્યા અને કેટલા નીર્દોષ મર્યા, એનો હીસાબ કેવી રીતે ગણીશું, ભલા ! પકૃતી (કુદરત) તો જડ છે, અન્ધ છે, જે તેના પોતાના નીયમોને વશ અચુક જ વર્તે છે, બાકી તે કદીય કોપતી નથી કે રાજી થતી નથી… સુર્યમાળાના ત્રીજા નંબરના ગ્રહમાં કે ગ્રહ ઉપર હવા, પાણી, ઉષ્ણતા આદી સાનુકુળ હતાં– જો કે સંપુર્ણ તથા સદાનાં અનુકુળ તો નહીં જ– એ ફક્ત આકસ્મીક એવા ત્રીજા સ્થાનનો લાભરુપ અકસ્માત જ હતો, જેથી જીવ પ્રગટ્યો–એ બધી જ આકસ્મીક ઘટના–પરમ્પરા !

મનુષ્યનું વામણાપણું તો એની કાલગણનાની સંકુચીતતામાં રહેલું છે, બાકી તાકાતમાં તો એય કાંઈ સાવ રાંક નથી, એણે પ્રકૃતી પાસેથી, એના જ નીયમોને સ્વલાભાર્થે પ્રયોજીને, જબરજસ્ત કામ લીધું છે. પરન્તુ એથી પ્રકૃતી રુઠે એ પણ એટલું જ શક્ય, જેના અણસાર હવે આવવા માંડ્યા છે. પણ એ વાત જવા દઈએ. આજે વાત અકસ્માતની માંડી બેઠા છીએ. તો સાડા છ કરોડ કે એથી કેટલાંક વધુ વર્ષો પુર્વે આ નાનકડા (બ્રહ્માંડની તુલનામાં તો નહીંવત્) પીંડમાં એક બીજો અકસ્માત બન્યો, પ્રથમ અકસ્માત તે એ કે સજીવ કોશ પ્રગટ્યો, ત્યારે બીજો અકસ્માત વળી એવો જ એક કોશ ડાયનાસૌર નામે ઓળખાતાં વીરાટ પ્રાણીઓ રુપે વીકસીને આ ધરતીપટે માલીક બની, મગરુર થઈ મહાલવા લાગ્યો ! પછી ત્રીજો અકસ્માત: એક દી’ એકાએક કંઈક એવી નીકન્દનકારી હોનારત બની આવી કે, એ જ પૃથ્વીપટેથી એ  વીકસેલાં રુપમાં પ્રાણીઓ સદન્તર અદૃશ્ય–લુપ્ત થઈ ગયાં, ટોટલ એકસ્ટીંક્શન ! તો મીત્રો, આ બ્રહ્માંડ તથા આ અસ્તીત્વ તો આવું જ છે, ગમે ત્યારે નીકંદન ! અહીં ‘અકસ્માત’  શબ્દ પ્રયોજ્યો છે, એથી વળી ગેરસમજ થવા સંભવ છે, કારણ કે અમાન્ય, અણગમતું સત્ય નહીં સ્વીકારવાની ચીત્તવૃત્તી અતાર્કીક દલીલો જન્માવે છે. પ્રકૃતી અફર, અંધ તથા લાગણીહીન છે, એમ કહ્યું એટલે એ તો સમજી જ લેવાનું કે પ્રકૃતીને એના પોતાના ગુણધર્મ તથા નીયમો છે અને અવીરામ કાલ (સમય) એનો અફર સારથી છે, જે પોતાની ગતીવીધીમાં એક ક્ષણનોય વીરામ લેતો નથી કે લેવા દેતો નથી. પરીણામરુપ છે, નીરન્તર પરીવર્તન ! બધું જ કાલાનુસાર અવીરામ બદલાતું રહે છે. ડાયનાસૌરની ઉત્પત્તી કે આપણું પ્રાગટ્ય, એ બધું જ પ્રકૃતીના એ અફર ગુણધર્મ તથા કાલની એ અવીરામ ગતીને જ આભારી છે. હા, આ બધું જ કારણ તથા અર્થ શોધતા માનવી માટે ‘અકસ્માત’નું ‘કસ્માત્’ છે, એ જ વૈજ્ઞાનીક સંશોધન.

ટુંકમાં, આ બ્રહ્માંડનો પણ એકદા નાશ–સર્વનાશ થવાનો જ છે, જે આવા જ ‘કસ્માત્ વાળો’ અકસ્માત બની રહેશે. જો કે ત્યારે એને ‘અકસ્માત’ કહેવાવાળા, મતલબ કે આપણે હસ્તીમાં નહીં જ હોઈએ. આ પૃથ્વીમૈયા પાસે આપણને લાંબાકાળ સુધી અડગ રક્ષણ આપે એવી કે એટલી ગુંજાઈશ જ નથી, એ પરાવલંબી છે. દા.ત. પાંચેક અબજ વર્ષો બાદ આપણો આ જીવનદાતા સુર્ય બુઝાઈ જવાનો છે, કારણ કે એનું બળતણ ખુટી પડવાનું છે. સુર્યના પેટાળમાં દોઢ કરોડ ડીગ્રીની ઉષ્ણતા સાથે પ્રતીસેકંડ 44 લાખ ટનના દરે હાઈડ્રોજન નીરન્તર સળગી રહ્યો છે, જે હજી ભવીષ્યમાં પાંચેક અબજ વર્ષ સુધી ચાલશે. બુઝાઈ ગયેલો સુરજ ફક્ત હેલીયમનો એક વીરાટ નપુસંક પીંડ બની રહેશે, જે પૃથ્વીને જીવનનો રજ માત્ર અંશ આપવા શક્તીમાન નહીં હોય. પછી સુરજ ફુલશે, બુધ તથા શુક્રને ગળી જશે અને ત્યારે આપણી પૃથ્વીની સપાટીની ઉષ્ણતા ત્રણ હજાર ડીગ્રી પર પહોંચી ગઈ હશે, જે સુર્યની બાહ્ય સપાટીનું ઉષ્ણતામાન હશે. આવી પરીસ્થીતીમાં કોઈ પણ પ્રકારનું જીવન ટકવાની તો કલ્પના જ ન કરશો, મીત્રો ! પછી સુર્ય પૃથ્વીનેય ગળી જશે અને પેટાળમાં પહોંચતા જ અંદરની ઉષ્ણતાના દાહથી ધરતીમાતા જલીને વાયુરુપ બની ઉડી જશે.

પરન્તુ બ્રહ્માંડનો વીનાશ કેવળ આમ તારકપીંડોના બુઝાવા માત્રથી જ અટકતો નથી. સાતેક અબજ વર્ષ બાદ, આપણી આકાશગંગા એન્ડ્રોમેડા નામક અન્ય નીહારીકા (ગેલેક્સી) સાથે ટકરાશે ત્યારે જન્મનારી અન્ધાધુન્ધીમાં તારકપીંડો ભાગંભાગ કરતા હશે, જેઓ ગુરુત્વાકર્ષણબળે નજીકના ગ્રહોનું અપહરણ કરીને ક્યાંના ક્યાં, અનીશ્વીત અને અજ્ઞાત સ્થળે ઉઠાવી જશે. ત્યારે પૃથ્વીને બચાવી લેનાર કોઈ વરાહાવતાર પ્રગટવાની પ્રાર્થના કરનાર પણ કોઈ જીવ અસ્તીત્વમાં નહીં હોય ! શક્ય છે કે આપણી પૃથ્વીનો પીંડ કોઈ બીજા જ, જુદા તારક (સુર્ય) ફરતે ભ્રમણ કરતો થઈ જાય; પરન્તુ તે નવો પીતા આપણને માફકસરની જ ઉષ્ણતા આપશે, એમ ખાતરીપુર્વક ના કહી શકાય !

ધીમે ધીમે, આવી બહુવીધ પ્રક્રીયાઓ દ્વારા બ્રહ્માંડ એ ઉષ્ણતા સંપુર્ણત: ગુમાવી દેશે, મતલબ કે સમગ્ર તથા સર્વસ્વ થીજી જશે. એ જ બ્રહ્માંડનો અંત, જ્યારે કોઈ ‘બીગબેંગ’ (મહાવીસ્ફોટ) નહીં થાય !

પ્રા. રમણ પાઠક

 

ભરતવાક્ય

નવાં નવાં સંશોધનની વૈજ્ઞાનીક પદ્ધતીઓમાંની ઘણી ભલે આજે અન્ધ છેડે જઈને અટકી પડતી હોય, થમ્ભી જતી હોય; પરન્તુ તે પણ નવા નવા વીચારને તો ઢંઢોળી જ જાય છે, અભીનવ નમુનાઓને પ્રત્યક્ષ કરે છે અને કેટલાક સ્પષ્ટ રીતે સત્ય એવા નવા સીદ્ધાન્તોને જન્મ આપે છે, એ જ એની નક્કર સમ્પત્તી છે. બ્રહ્માંડની ગતીવીધીઓ ઉકેલવામાં, માનવજ્ઞાનના ઈતીહાસમાં આવા કોઈ ભવ્ય પુરુષાર્થ અન્ય થયેલો નોંધાયો નથી.

–  નીલ દ ગ્રાસ ટાયસન

(અમેરીકાનો હયાત ભૌતીક વીજ્ઞાની)

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની, (શનીવાર તા. 19 માર્ચ, 2૦11ની) લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’માંથી સાભાર.. લેખક અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી..

સંપર્ક:

પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી – 394 641 ફોન: (02622)- 222 176 સેલફોન: 99258 62606

અક્ષરાંકન:ગોવીન્દ મારુgovindmaru@yahoo.co.in

આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. આ લેખની પીડીએફ ફાઈલ મોકલીશ.’

પોસ્ટ કર્યા તારીખ– 25–03–2011


()()()()()

 

18 Comments

  1. It is a good article to read. We should always have balance between science & religion.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  2. મુ શ્રી રમણભાઇનો, દર શનિવારે માણતા તે વિચારક્ર્રાન્તિવાળો સુંદર લેખ
    મૂકવા બદલ ધન્યવાદ
    कालोस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकान्समाहर्तुमिह प्रवृत्तः ।
    ऋतेपि त्वां न भविष्यन्ति सर्वे येवस्थिताः प्रत्यनीकेषु योधाः ।।સમગ્ર બ્રહ્માંડનું અસ્તીત્વ તથા સંચાલન કેવળ એક વીરાટ અકસ્માત છે.વિદ્વાનો આ રીતે સમજાવે છે I am the Power of destruction, come to slay these men here. Even without thee all the warriors, standing arrayed in hostile ranks, shall be destroyed. It only means that death and destruction are in the very nature of this world. This is the great fact of human life to which it is no use shutting our eyes.
    Conflicts are going on. Sometimes there is actual clash of arms, spilling of blood. At other times there is a ‘cold war’, the diplomatic persons of one country trying to out-manoeuvre others. Whatever the strategy, the basic rule of relations between nations is the law of the jungle – the strong feeding upon the weak and getting stronger. It is one of jeevo jeevasya jeevanam, of matsya nyaya, the big fish devouring the small fish and becoming bigger at the cost of the smaller.
    उत्पद्यन्ते विलीयन्ते दरिद्राणां मनोरथाः ।Strength is Virtue, Weakness is Sin.Whatever the external conditions, it is the weak who suffer. No amount of external adjustment or juxtapositions will be able to save a nation if it is inherently weak. To remain weak is the most heinous sin in this world, as that would destroy oneself and also incite feelings of violence in others. Our forefathers have said that physical survival is part of the highest religion and for physical survival strength is the only basis. It is said of Vishwamitra that once during an acute famine he did not get any food for days together. One day he saw the rotting leg of a dead dog lying in a Chandala’s house. Vishwamitra snatched it and got ready to eat it by first making an offering to God. The Chandala exclaimed, “Oh, sage, how is it you are eating a dog’s leg?” Vishwamitra replied, “Yes I must first live and be strong enough in order to do penance and good deeds in the world.”

    Like

  3. વાંચક મિત્રો,
    પ્રા. રમણ પાઠકે આપણને મૂળ વાત ની યાદ અપાવીછે અને પ્રગ્નાજુએ અશક્તિને “પાપ” વર્ણવ્યું છે.. જે સમજ્વાજેવી વાત છે

    વિરાટ કુદરત/દૈવી શક્તિ ના પ્રીક્ષેપ માં મારો ધર્મ શું છે? હું શેમાં માનું છું?

    માર્ચ ૧૯૯૫ માં આ બાબતે ટપકાવેલા ઉદ્ગારો નીચે મુજબ છે..

    Unlike many others, we human are the distinguished creation of the nature. We are able to think, study, understand & choose what we want to be/to do. I believe we must make the fullest use of these of our ability through out the life with full understanding and knowledge.

    I believe in the eternal truths of the life such as:

    v We are born without our wish.

    v The most precious of all – Our life – is the gift of God ‘Free-of-cost’.

    v The life itself is a journey form start to finish at a very constant pace.

    v We enter and exit this passage ‘Empty – Handed’.

    v We make living by what we get BUT make life by what we give.

    With the above facts, I believe to begin living, with the end in mind: By-

    v Studying the precision & regularity of the cycle of nature.

    v Understand my position in the cycle of nature in each given Circumstance.

    v Choosing to contribute more to the nature by being creative.

    v Even accept the death as an achievement.

    Every dawn is the first day of the rest of the life. May God give me enlightenment & friends give me support to live what I believe in.

    અસ્તુ,

    શૈલેષ મેહતા

    mehtasp25@gmail.com

    Like

    1. વાહ શૈલેષભાઈ વાહ,

      આપણે નિરાશ થવાના જ નથી, પરમ્પિતા પરમેશ્વર મહાન છે વિજ્ઞાનના જનક છે અને જેમણે બીગબેંગ ને ભગવાન માનવા હોય એ ભલે બીગબેંગને ભગવાન માને, આપણે તેઓથી હજારો ડગલા આગળ વિચારીને બીગબેંગનો ધડાકો કરનાર ગીતાપ્રશંસીત વ્યવસ્થાપક પરમપિતા પરમેશ્વર ના જ ગુણગાન કરશુ.

      Like

  4. “Thus Spoke Einstein”

    “Everything is determined, the beginning as well as the end, by forces over which we have no control. It is determined for the insect as well as for the Stars, Humanbeings, Vegetables or Cosmic dust. We all dance to a mysterious tune intoned in the distance by an invisible player.”

    આજના ખગોળશાસ્ત્રીઓ અને ભૌતિકશાસ્ત્રીઓ એવા નિર્ણય ઉપર આવ્યા છે કે જેને આપણે અવકાશ કે શૂન્ય કહીએ છીએ તે જગ્યા ડાર્ક મેટરથી, એન્ટી મેટરથી એટલે કે અદ્રષ્ય તત્વથી ભરેલી છે. અને તેમાં રહેલી શકિત ગુરૂત્વાકર્ષણથી વિરૂદ્ધની છે. જેને એન્ટી ગેવીટી,કે ડાર્ક એનર્જી નું નામ આપવામાં આવ્યું છે.આ ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી સૃષ્ટિના સર્જનમાં અને તેની કાર્યવાહીમાં કેવો અને કેટલો ભાગ ભજવે છે તે અંગે તેઓ હજી સુધી કોઇ ચોકકસ નિર્ણય કરી શકયા નથી. છતાં આ વિદ્વાનોએ એટલુંતો સાબિત કર્યું છે કે આ વિશ્વની બધી જ નિહારિકાઓ એક બીજાથી દૂર ને દૂર ભાગતી જાય છે,એટલું જ નહીં પણ એમની ભાગવાની ગતિ વધતી જાય છે.આમ થવાનું એક જ કારણ હોઇ શકે અને તે એ કે કોઇ અજ્ઞાત શકિત આ બધી નિહારિકાઓને એક બીજા તરફ આકર્ષવાને બદલે એક બીજાથી દૂર હડસેલે છે.તેથી જ તેને એન્ટી ગેવીટી નું નામ અપાયું છે. જો આમ જ હોય તો આ બધી જ નિહારિકાઓ એકલી અટૂલી અનંતની યાત્રા કરતાં કરતાં અનંતના ગર્ભમાં જ કયાંક સંતાઇ જશે ને? શૂન્ય કહો કે અવકાશ કહો કે પછી અનંત કહો પણ પૂર્વે અવ્યકત આ સૃષ્ટિ તેમાંથી જ વ્યકત થઇ અને તેમાં જ તેના કોઇ ગુપ્ત પેટાળમાં પાછી અવ્યકત થઇ સંતાઇ જવાની ” અવ્યકતાદીનિ ભૂતાનિ, વ્યકત મધ્યાનિ ભારત,
    અવ્યકતનિધનાન્યેવ તત્ર કા પરિદેવના ” ગીતા ૨ – ૨૮
    શૂન્યમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઇ અને તે પાછી શૂન્યમાં જ ભળી જશે એવા આપણા ઋષિમુનીઓના વિધાનમાં શું આ જ સત્ય છૂપાયું હશે! શૂન્ય કે અવકાશ એટલે કશું જ નહી છતાં આ શૂન્ય, આ અવકાશ,નો ભાવ આપણું મન સમજી શકે છે,અને તેથી જ કહી શકાય કે શૂન્યનું અસ્તિત્વ તો છે જ. અને આ અસ્તિત્વ એ જ ઇશ્વર.અર્થાત ઇશ્વર એટલે શૂન્ય તેથી જ તેને નેતિ નેતિ કહેવાયો હશે ને ?

    જો અવકાશનું અસ્તિત્વ ન હોત તો અસ્તિત્વને પાંગરવાનો અવકાશ રહેત ખરો?

    Like

  5. પ્રકૃતિની શક્તિ નિર્વિવાદ છે. આવી હોનારતો દેખાડે છે કે માનવી પ્રકૃતિનો સદુપયોગ કરવા સમર્થ છે પણ પ્રકૃતિ પર એનું પ્રભુત્વ નથી. મનુષ્ય તરીકે આટલો વિનાશ ખરેખર દુઃખદાયી છે. આખરે માણસે કરેલા નિર્માણનું પણ મૂલ્ય છે. આંખના પલકારામાં બધું ધોવાઈ જાય એનું કષ્ટ નાનું નથી. આ વખતે સ્થિતપ્રજ્ઞ બની રહેવું શક્ય નથી. પ્રકૃતિના ઘર આગળ આપણે લાચાર છીએ એ સત્ય છે. પરંતુ આ વિધાન ‘ઈશ્વરના ઘર આગળ આપણે લાચાર છીએ’ એવા વિધાન કરતાં બહુ જુદું નથી પડતું.
    શ્રી ગિરીશભાઈએ નિહારિકાનો મુદ્દો રજૂ કર્યો છે. મારી અલ્પ સમજ પ્રમાણે નિહારિકાઓ દૂર ભાગતી જાય છે તેનો વૈજ્ઞાનિકો એવો ખુલાસો આપે છે કે હજી ‘બિગ બૅંગ’ (મહાવિસ્ફોટ) સાથે શરૂ થયેલી પ્રક્રિયા ચાલ્યા કરે છે આથી બ્રહ્માંડ હજી વિસ્તરતું જાય છે પરંતુ એવું નહીં બને કે સતત ભાગતી જ રહે. ધીમે ધીમે એની ભાગવાની ગતિ ઓછી થતી જશે અને અટકી જશે. આમ અંત આવશે. એ અનંતમાં નહીં જાય. શક્ય છે કે બ્રહ્માંડ ધીમે ધીમે પોતાની અંદર જ ફસકી પડે. આમ પણ અનંતનો અર્થ ‘અંત’ના સંદર્ભમાં જ સમજાય એમ છે. ફિઝિક્સના નિયમોની શરૂઆત ‘બિગ બૅંગ’થી થઈ. કાલ (સમય)ની શરૂઆત પણ એ સાથે જ થઈ. એટલે ‘कालोऽस्मि लोकक्षय कृत् प्रवॄद्धोની પણ એક સીમા છે જ. સમય પણ અટકી જશે. કાળ અનાદિ-અનંત છે એવો ખ્યાલ પહેલાં હતો એ કાળમાં ગીતાની રચના થઈ. શ્રી રમણભાઈએ કોઈ હેતુસર જ આ શબ્દપ્રયોગ કર્યો હશે.
    આ વાત કોઈ વૈજ્ઞાનિક બરાબર સમજાવી શકશે.

    Like

  6. This is the reality and the truth.
    The development of human brain taught us to think and think. This thinking gave us the knowledge that we possess today regarding the universe.The theory of evolution that human/scientists have put forward tells us about the development of Animals into HUMAN. Today we human share this planet earth among ANIMALS and PLANTS. Among animals only MAN thinks. Rest behave. Plants / Vegetation does not think like MAN do.
    Dharma/ Karma are man made.
    Where man does not understand the natural process or phenomena, he replaces it with a GOD. GOOD Vs BAD is a man made defination of a human act. Languages are man made media to express his feelings.
    Nature drives all living…animal & plant. The super animal, known as MAN also is being driven by nature.
    Let man first solve his own problems at home…..

    Amrut(Suman)Hazari.

    Like

  7. સરસ આર્ટીકલ ગોવીંદભાઈ. હાર્દીક આભાર.

    Like

  8. ગમે તેટલા તર્ક વિતર્ક કરો, પણ ‘હું ‘ નું શું? બ્રહ્માંડ નું જે થાય તે, પણ constant ‘હું’ તો ત્યારે પણ રહેવાનો જ છે. શું ‘નાસ્તિકતા’ પણ એક શ્રદ્ધા નથી? અંતે તો કોઈ મહા શક્તિ સિવાય આટલી બધી ચોક્કસ ગણતરી સંભવિત જ નથી. આત્મા વિરાટનો એક અંશ છે. આ વિરાટ એ જ બ્રહ્મ, ઈશ્વર. એ કોઈ અકસ્માત નહીં પણ એક calculated પ્રોગ્રામ છે. અણુથી બ્રહ્માંડ બધું જ એક ગાણિતિક રચના છે. રચઈતા વગર રચના સંભવ છે? તર્કની એક માનવીય મર્યાદા છે. આપણે આપણી બૌધિક મર્યાદાને કારણે આથી વધુ આગળ વિચારી ના શકીએ.

    Like

  9. માનવ જાત એ સૌથી બુધ્ધીશાળી છે, આદિકાળથી અત્યાર સુધી અનેક પરિવર્તનોનો તે સાક્ષી છે.
    આ જગતમાં ચેતનામય સર્વ જગત કૉઇ નિયમને લઈને ચાલે છે તે બધા અકસ્માતો છે, તે કેમ
    માની લેવાય? આટલી પધ્ધતિ ફરી રચના અને સાતત્ય એ જડ નિયમોની વાત કહી ,વિજ્ઞાનના
    નામે સિમિત વિચારોનું બંધન ,આવા લેખો દ્વારા પ્રતિપાદિત કરવું યોગ્ય નથી. એક વાત સ્પષ્ટ છે કે,
    પુરાણો કે અમુક પરાપૂર્વથી ચાલતી અધ્ધર તાલ , નિર્માણ કરેલી ઈશ્વર વિશેની માન્યતાના
    દૃષ્ટાંત એ સત્યતાથી સો જોજન દૂર છે, અને તેને દૂર કરવાનો પ્રયાસ યશસ્વી છે જ, પણ એક
    વાતને જૂઠ્ઠી ઠેરવવા લખાતા લેખ સાચે જ અધુરી સમજની ઉપજ છે. વિરાટ શક્તિઓ સર્જન કે વિનાશનું
    નિમિત્ત બનતી આવી છે અને રહેશે અને ચૈતન્ય પણ એક શક્તિ છે તે અગૂઢ રીતે રમતી રહેશે.
    લેખકનો આશય સારો છે માટે અભિનંદન પણ વિરાટતાને પૂરી રીતે સમજી ગયા છે તે કહેવું વહેલું છે.
    આ મારા વિચારો છે અને આ બાબતમાં ઘણા વિશેષ જાણકારો હોય તેમને કહેવાનો પૂરો હક્ક છે.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  10. શ્રી રમેશભાઇ.
    તમે ચર્ચાને ખરેખર ઊંચા સ્તરે લઈ ગયા છો તે આનંદની વાત છે. આથી જ આ લખવા પ્રેરાયો છું.
    બે અલગ વિચારધારાઓ છેઃ એક ચૈતન્યને મુખ્ય માને છે, તો બીજી જડને. બન્ને પક્ષે દૃઢ સમર્થકો છે. મારો નમ્ર મત છે કે જડ પહેલાં હતું, ચેતન તે પછી આવ્યું. ચૈતન્યવાદીઓએ કદી પણ જડના અસ્તિત્વ વિશે સવાલ ઊભો નથી કર્યો. બીજી બાજુ જડવાદીઓ કહે છે કે ચૈતન્ય પોતે સંયોજનનું પરિણામ છે. મૂળ તત્વોનું સંયોજન બદલે તો એની નિષ્પત્તિ પણ બદલે. એ વાત સાચી છે કે કયું સંયોજન આપમેળે ચેતન રૂપે દેખાય છે તે હજી સુધી નક્કી નથી થયું. આમ આ વિવાદ હજી ચાલ્યા કરશે.
    તમે લખો છો કે “ચેતનામય સર્વ જગત કોઈ નિયમને લઈને ચાલે છે તે બધા અકસ્માતો છે, તે કેમ માની લેવાય?” આમ જૂઓ તો માત્ર ચેતનામય જગત એટલે કે જીવસૃષ્ટિ જ નહીં, જડમય જગત પણ ગુરુત્વાકર્ષણના નિયમો પ્રમાણે ચાલ્યા જ કરે છે. અને બ્રહ્માંડમાં જડ વધારે છે, ચેતન માત્ર પૃથ્વી પર છે.
    સૃષ્ટિના રચયિતાએ બીજે ક્યાંય ચેતન વિકસાવ્યું હશે તો આપણે એ જાણતા નથી. એ જાણવામાં માત્ર વિજ્ઞાન મદદ કરશે! એ ચેતનનું રૂપ કદાચ જુદું પણ હોય. આપણા જેવું મગજ ન હોય તો વિચારશક્તિ પણ જુદા પ્રકારની હોઈ શકે છે. પૃથ્વી પર પણ પ્રાણીઓ અને નાનાં બાળકોને જોઇએ તો લાગતું નથી કે એમનામાં સૃષ્ટિના રચનાકાર જેવા કોઈ વિચારોનો વિકાસ થયો હોય. આ બધું સામાજિક અને મસ્તિષ્ક્જનિત વધારે લાગે છે. આ કારણે હું જડને પ્રાથમિકતા આપું છું.
    મૂળ લેખનો આધાર પણ આ વિચારધારા જ છે. લેખ બધા જવાબો આપે છે એમ તો હું પણ નથી માનતો, કારણ કે ‘કાલ’ની પણ ‘પ્રવૄદ્ધ’ થવાની એક સીમા છે એ વાત તરફ મેં મારા પહેલા પ્રતિભાવમાં જ ધ્યાન ખેંચ્યું છે. “અકસ્માત” પણ ચેતનની અલ્પજ્ઞતાને કારણે જ છે. કશું “અક્સ્માત” ન પણ હોય. આવા અક્સ્માતો ઈશ્વરની મરજીથી થતા હોય કે અકળ ભૌતિક નિયમોને કારણે – સામાન્ય માણસ ‘સ્થિતપ્રજ્ઞ’ ન રહી શકે.
    આ મેં જાણકાર તરીકે નહીં, તમારી ઉચ્ચ પ્રકારની મૂળભૂત વાતોથી પ્રેરાઇને એક સામાન્ય વાચક તરીકે લખ્યું છે. તમારો આભાર.અન્ય મિત્રોના પ્રતિભાવની આશા છે.

    Like

  11. પ્રિય મિત્રો;
    પ્રેમ;
    અહીં સર્જન અને વિસર્જન એ સતત પ્રક્રિયા છે. આપણે તેને અકસ્માત કે વિસ્ફોટ તેવા નામો આપીએ છીએ.પણ આપણા આપેલાં નામો સાથે પ્રકૃતિને કોઈ લેવા દેવા નથી. જન્મ-મૃત્યુ, પ્રકાશ-અંધકાર, સારું-ખરાબ, રાત્રિ-દિવસ કે અન્ય બધાંજ બહારથી જે દ્વંદ દેખાય છે તે ખરેખર દ્વંદ છે નહી. તે એકજ એનર્જીના બે છેડાં છે. એક છેડો અંધકાર છે તો બીજો પ્રકાશ, એક છેડો રાત્રી છે તો બીજો દિવસ, એક છેડો જન્મ છે તો બીજો મ્રુત્યુ. પણ આપણે તેને સંયુક્ત જોઈ કે સમજી નથી શકતા તે દૃષ્ટિને કારણે છે. બાકી તો અહિં જન્મના ગર્ભમાં મ્રુત્યુ અને મૃત્યુના ગર્ભમા જીવન પેદા થાય છે. અહી નિયમ તો છે પણ નિયંતા નથી.આપણે જેને સર્જનહાર કહીએ છીએ તે ખરેખર સર્જનહારના રુપમાં નથી પણ એક નર્તકના રુપમાં છે. આવું મારા ગુરુ કહેતા.
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

    1. ” અહી નિયમ તો છે પણ નિયંતા નથી.આપણે જેને સર્જનહાર કહીએ છીએ તે ખરેખર સર્જનહારના રુપમાં નથી પણ એક નર્તકના રુપમાં છે.’

      વાહ, શરદભાઈ. પણ નર્તકનો અર્થ સ્પષ્ટ કરો તો સારૂં. કઈ રીતે નર્તક છે? કારણ કે નટરાજનું નર્તન પ્રસિદ્ધ છે.

      Like

      1. પ્રિય દિપકભાઈ;
        પ્રેમ;
        સાધારણ રીતે આપણે કોઈ સર્જન જોઈએ, જેમકે ચિત્ર છે તો તેનો ચિત્રકાર છે, મૂર્તિ છે તો તેનો મૂર્તિકાર છે. અહીં સર્જન અને સર્જક બે જુદા છે. ચિત્રકારનુ મ્રુત્યુ થાય તો પણ ચિત્ર રહેશે. પરંતુ ન્રુત્યકાર અને નર્તનને તમે છુટાં પાડી ન શકો. ન્રુત્યકાર વિલીન થતાં જ ન્રુત્ય પણ વિલીન થઈ જાય છે. શ્રષ્ટા અને શ્રુષ્ટિ એમ બે અલગ નથી. શ્રષ્ટા અને શ્રુષ્ટિ એકજ છે. એક વિલીન થાય તો બીજું આપોઆપ વિલીન થઈ જાય છે.
        મારી સમજ મુજબ સમજાવવા પ્રયત્ન કર્યો છે. કદાચ મારી સમજ ખોટી હોઈ શકે છે. અન્ય કોઈ મિત્રોને વધુ સમજ હોય તો આ વિષય પર પ્રકાશ પાડી શકે છે.

        શેષ શુભ;
        પ્રભુશ્રિના આશિષ;
        શરદ.

        Like

  12. Akasmat….or the Creation ???
    Science expains as a “fact” after the “actual Fact”..Eg Universe is as expained by the Science or the Scientists.
    Those who choose to take the “diiferent” path, see as “Eternal Shakti”..some of those who are on this Path call it as “Divine”.
    These are the “Human” conclusions only.
    So I say….the Path of “Rationalisation” or any other Paths are Human Explanations for the Unknown !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Govindbhai..Inviting you & your READERS to my Blog !

    Like

Leave a comment