ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ જ અન્ધશ્રદ્ધા છે

‘હું બ્રહ્મા, વીષ્ણુ અને મહેશને ક્યારેય ઈશ્વર માનીશ નહી’ બાબાસાહેબ ડૉ. આમ્બેડકરે આવી પ્રતીજ્ઞા લેવાનું શા માટે કહ્યું ? બાબાસાહેબે એટલા માટે કહ્યું કે બ્રાહ્મણોએ લખેલ પુરાણો માત્ર અને માત્ર કલ્પીત કથા, ગપ્પાં અને બનાવટી વાર્તા છે અને એટલા માટે બ્રહ્મા, વીષ્ણુ કે શીવને ભગવાન માની પુજા કરવાની જરુર નથી. બાબાસાહેબ બ્રાહ્મણોએ લખેલાં પુરાણો અને વેદની કથાનું એક ઉદાહરણ આપે છે. આપણે અહીં તે ઉદાહરણ વાંચી અને પછી વીચારીએ કે આને ભગવાન માની શકાય ખરા ? પુજવાલાયક છે ખરા ?

પદ અને સત્તાનો સંઘર્ષ બ્રહ્મા, વીષ્ણુ અને શીવ આ ત્રણેય દેવતાઓ પુરતો મર્યાદીત હતો. તેમને કોઈ ત્રીજા દેવતાથી નીચેની કક્ષામાં મુકવામાં આવ્યા ન હતા; પરન્તુ એક સમય એવો આવ્યો કે તેમને એક શ્રી નામની દેવીથી નીચેની કક્ષામાં ગણવામાં આવ્યા હતા. આમ કેમ થયું ? તે આ ‘દેવી ભાગવત’માં વર્ણવવામાં આવ્યું છે.

દેવી કે શ્રી નામની દેવીથી સમ્પુર્ણ જગત ઉત્પન્ન થયું. આ દેવીએ બ્રહ્મા, વીષ્ણુ અને શીવને ઉત્પન્ન કર્યા, ‘દેવી ભાગવત’ પ્રમાણે દેવીને પોતાની હથેળીઓને મસળવાની ઈચ્છા થઈ. હથેળીઓ મસળવાથી એક ફોલ્લો ઉઠ્યો. તે ફોલ્લામાંથી બ્રહ્મા પેદા થયા. દેવીએ તેને પોતાની સાથે લગ્ન કરવાનું કહ્યું – બ્રહ્માએ ઈન્કાર કર્યો; કારણ કે દેવી તો તેમની મા થાય ! દેવી ક્રોધીત થયાં અને બ્રહ્માને ભસ્મ કરી દીધા. દેવીએ બીજીવાર પોતાની હથેળીઓ મસળી, ફરી ફોલ્લો થયો અને તેમાંથી બીજો પુત્ર પેદા થયો વીષ્ણુ. દેવીએ વીષ્ણુને પોતાની સાથે લગ્ન કરવાનું કહ્યું. વીષ્ણુએ  પણ એ જ કારણસર ઈન્કાર કર્યો. દેવીને ક્રોધ થયો અને વીષ્ણુને પણ બાળીને રાખ કરી દીધા. દેવીએ ત્રીજીવાર હથેળીઓ મસળી અને ફોલ્લો પડ્યો, જેમાંથી શીવ પેદા થયા. દેવીએ શીવને પોતાની સાથે લગ્ન કરવા કહ્યું. શીવે કહ્યું કે, ‘હું તને બીજો દેહ ધારણ કરાવું પછી લગ્ન કરું.’ (જેથી બીજા દેહ સાથે લગ્ન કરી શકાય.) દેવી આ માટે તૈયાર થયાં.

ત્યાં શીવની દૃષ્ટી રાખના ઢગ પર પડી. દેવીએ કહ્યું, ‘મેં તારા બન્ને ભાઈઓને બાળીને ભસ્મ કરી દીધા છે; કારણ કે તેમણે મારી સાથે લગ્ન કરવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારે શીવે કહ્યું કે હું એકલો કેવી રીતે લગ્ન કરું ? આપ બીજી બે સ્ત્રીઓ ઉત્પન્ન કરો, જેથી અમારા ત્રણેયનાં લગ્ન થઈ શકે. શીવના કહ્યા પ્રમાણે દેવીએ બીજી બે સ્ત્રીઓ ઉત્પન્ન કરી. આમ ત્રણેય દેવ–દેવીઓનાં લગ્ન થયાં.

–      તા. 20 જુન, 2009નાસંદેશમાં આ છપાયું હતું.

હે ! દલીતમીત્રો હવે તો કંઈક સમજો !

ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ જ અન્ધશ્રદ્ધા છે

–મહેશ ઓઝા

પૌરાણીક કથા–વાર્તા અને ભગવાનો અને તે અંગેનાં (ઉપર કહ્યાં તેવાં અવૈજ્ઞાનીક) લખાણો પ્રતીબન્ધીત થવાં જોઈએ. કુકડા ઉપર કે વાઘ ઉપર 8-10 હાથવાળી સ્ત્રી ગદા, ખડ્ગ, ત્રીશુળ, તલવાર વગેરે લઈને દેવીરુપે બેસે તેવું માત્ર ચીત્રમાં જ હોય, વાસ્તવમાં ન હોય.

તરવૈયાની જેમ એક હાથમાં ગદા અને બીજા હાથમાં મોટો પહાડ લઈને આકાશમાં ઉડતા હનુમાન પણ માત્ર ચીત્રમાં જ હોય, વાસ્તવમાં ન હોય. આવા અનેક પ્રકારના માઈથોલોજીકલ ભગવાનોનાં ચીત્રો બનાવવાં, વેચવાં, રાખવાં ઉપર પ્રતીબન્ધ લાવવાની જરુરત છે. આવા કાલ્પનીક ભગવાનોએ અન્ધશ્રદ્ધાનો ફેલાવો સમાજમાં ઉધઈની જેમ કર્યો છે. તેથી જ આખા દેશમાં ખુણેખાંચરે નાના–મોટા અશોક જાડેજાઓ ફુલ્યા–ફાલ્યા છે. આ બધું વસ્તીવધારાનું પરીણામ પણ છે. એકના ડબલ કે એકના ત્રણ ગણા કરવાની લાલચ ગરીબ પ્રજામાં હોય જ અને ગરીબી વસ્તીવધારાને કારણે છે. વધારાની વસ્તી પેરાસાઈટ્સ–પરોપજીવી જ હોય.

સસ્તામાં સસ્તું (સબસે અચ્છા– સબસે સસ્તા) મનોરંજનનું સાધન સેક્સ છે. ગરીબ માણસ વાઈડ એંગલમાં જઈ ન શકવાથી નેરો એંગલમાં ચાલ્યો જાય છે. પછી તેણે તો ‘દેવના દીધેલા’ કહીને તેની પોતાની જવાબદારીમાંથી છુટી જવાનું જ રહે ! આમ ને આમ વસ્તી ત્રણ ગણી થઈ જવા પામી છે. 40 કરોડની આજીવીકા જેટલું પણ ઉત્પન્ન ન હોવાથી 120 કરોડને ખવડાવશો શું ? હવા ? આવી ગરીબ ભુખી, અર્ધશીક્ષીત વસતીના દેશમાં લોકશાહી ? લોકતંત્ર ? ચુંટણી ? જનાદેશ ? સંસદ ? પ્રધાનમંડળ ?  લોકતંત્ર જેવું કશું હોતું નથી, જે હોય છે તે રાજતંત્ર જ હોય છે. લોકતંત્ર શબ્દ તો ઠગારો છે.

દેશનો સળગતો પ્રશ્ન છે વસતીવધારો. વસતીવધારાને નાથવામાં ન આવે ત્યાં સુધી બધું જ નકામું. ચુંટણીઓ તો આવે ને જાય. બધા દાટ વાળે. વસતીવધારા પછી બીજો મુખ્ય મુદ્દો છે પર્યાવરણનો. સમજાય છે ? કોઈ અમસ્તુ વૃક્ષો નથી કાપતું, કોઈ અમસ્તું પાણી નથી ઉલેચતું. વસતી એટલી બધી છે કે પીવાના પાણીનાં પણ ફાંફાં છે. પર્યાવરણ માટે પાણી જરુરી છે. આખી વસતી સહેલાઈથી ડુબી મરે એટલો વીશાળ દરીયો છે; પણ એ પાણી તો મરવા માટે કામનું છે. જીવવા માટેનું પાણી તો જમીનમાંથી જ ઉલેચવું પડે. પર્યાવરણ જમીન ઉપરની જીવસૃષ્ટીનો વીષય છે. રામાયણ, મહાભારત, સુન્દરકાંડ, સત્યનારાયણ કે એવી માઈથોલોજીકલ કથાઓ કહેતા કથાકારોને મુંગા કરો ! આ બધી કથાઓ, વાર્તાઓને ‘આપણી સંસ્કૃતી’ કહેતાં પણ શરમ આવવી જોઈએ.

કૈકેયીમાં લટ્ટુ દશરથે તેની માગણી સામે વીટો વાપરવાને બદલે પોતાના મોટા પુત્ર રામને 14 વર્ષના વનવાસની સજા કરી. કહેવું પડે ! આવું તો ઘણું છે. આનાથી ઉલટું, રામે ગામના એક ધોબીના બોલવાના આધારે પોતાની પત્ની સીતાને જંગલમાં ધકેલી દીધી. કહેવું પડે !

મહાભારત કથા વળી આને પણ માથે પછાડે એવી છે. ધર્મના અને ભગવાનના નામે ટીલાં–ટપકાં કરીને કથાકાર આવી કથાઓ કરીને લાખો–કરોડો રુપીયા ભેગા કરે છે અને તેમાંથી ધન્ધાદારી મન્દીરો બનાવે છે. સરદાર પટેલે જે રીતે ફટાફટ દેશી રાજ્યોનું વીલીનીકરણ કર્યું એ રીતે બધા જ પ્રકારના કાલ્પનીક ભગવાનોનાં મન્દીરોનું વીલીનીકરણ થવું જોઈએ. પથ્થરની કે માટીની મુર્તી બનાવી તેમાં પ્રાણપ્રતીષ્ઠા કરવાનું બહુ મોટું ડીંડક ચાલે છે. મન્દીરોમાં આવી મુર્તીઓ સામે હાથ જોડીને બધા ભીખ માંગે છે અને તેના બદલામાં તેને લાંચ આપવાનું વચન આપે છે. મન્દીરમાંથી શીખવા મળેલો ભ્રષ્ટાચાર નાબુદ કરવાની વ્યર્થ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મહાત્મા જ્યોતીરાવ ફુલે ‘ગુલામગીરી’ નામના પુસ્તકમાં લખે છે, ‘વીદ્યાના અભાવે મતી નાશ પામી, મતીના અભાવે નીતી નાશ પામી, નીતીના અભાવે ગતી નાશ પામી, ગતીના અભાવે ધન નાશ પામ્યું, ધનના અભાવે શુદ્રોનું પતન થયું – માત્ર એક અજ્ઞાનતાને કારણે જ આ બધું થયું.’

[મુક્તીનાયક’ 15-08-2010ના અંકમાંથી]

મુમ્બઈથી પ્રકાશીત થતા માસીક વીવેકપંથી (તંત્રી ગુલાબ ભેડા2/C/1-Asmita Mogra, Dutta Jagdamba Marg, Sher-e-Punjab Colony, Andheri(East) Mumbai-400 093 Phone- 022-2838 8891) ના 109મા અંકમાં પ્રકાશીત થયેલો આ લેખ વીવેકપંથીના તંત્રીશ્રી ગુલાબ ભેડાની પરવાનગી અને સૌજન્યથી સાભાર

વીવેકપંથીરૅશનલ વીચારોનું માસીક (વાર્ષીક લવાજમ માત્ર રુપીયા 100/-) હવે વેબસાઈટ પર વાંચવા માટે પણ ઉપલબ્ધ છે. જેની લીન્ક નીચે મુજબ છે:

https://sites.google.com/site/rationalistsociety/home/vivek-panthi

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન:ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

14th April, 2011

()()()()()()()()()

 

26 Comments

 1. Marun vanchan chhej nahi em kahi shakay etle lekhma je vanchyun te mara mate taddan jan bahar chhe. Dr. Ambedkarji
  je kahe chhe te mane Staya lage chhe ane chhej.

  Sasta manoranjan mate garibo mate ke footpath mathe rahenar ne sambhogaj ganavi shakay.

  Bharat ne koy dictator ni tati jaru chhe toj bhrashtachar tatha vasti vadharo atki shake. Garibo virodhi nathi. Emni
  andh shraddha and nirakhchharta ne gunda loko vadhare bhrashta kare chhe.

  Ava loko nu jivatar, jivtar na kahevay. Kidaoni jem ubhray chhe ne gandki ma motne bhete chhe. E kartan to ava badhane jivan mukta kari devathi bakina loko ne pariyavaran nahi nadi shake. Swatchhta vadhse, jivan jaruri pani pan malshe.

  Kadach aa lakhan mate mane dayahin ganavi shakay. Avi jindagi hoy to sha kamni ulta pruthvi upar bhar rup ne dukhi jivan jive chhe. Amey Bharat bhumi upar khoto bhar vadhi gayo ganay.

  Astu

  Mandiro jo sara karmo mate

  Like

 2. વાત બધી સાચી છે – પણ જેવી રીતે સવર્ણોએ દલિતો પ્રત્યે અત્યાચાર કર્યા અને વર્ગ વિગ્રહો થયાં તે જ રીતે જો દલિતો પણ સવર્ણો પ્રત્યે તોછડી ભાષા અને અશિષ્ટ આચરણ કરશે તો આ ખાઇ વધુને વધુ પહોળી બનશે – જે કોઈના હિતમાં નહિં હોય.

  સાચો રેશનાલિસ્ટ, વૈજ્ઞાનિક, ધાર્મિક, સામાજિક કે અધ્યાત્મિક મનુષ્ય હંમેશા એવું કાર્ય, આચરણ અને વ્યાકરણ વદે કે જે સમષ્ટિના હિતમાં હોય.

  વૈમનસ્ય ફેલાવે તેવા લખાણોથી ક્યારેય કોઈનું ભલું થયું નથી – થશે પણ નહિં.

  Like

 3. પ્રિય ગોવિંદભાઈ;
  પ્રેમ;
  આ દેશની દુર્દશા માટે કહેવાતા ધર્મો, ધર્મના દલાલો, પંડિતો-પુરોહિતો, અને સત્તાધીશો જવાબદાર છે.આ દેશનો ઈતિહાસ જોશો તો જણાશે કે છેલ્લા ૨૦૦૦ વર્ષથી અહીં અંધેર નગરી ને ગંડુ રાજા જેવો ઘાટ છે. ગરીબ અને પછાત વર્ગ વધુ અને વધુ ગરીબ બનતો ગયો છે અને પછાત વર્ગની સ્થિતિ પણ ખાસ સુધરી નથી જ.આ દેશમાં સવર્ણોએ જે જુલ્મો ક્ષુદ્રો પર કર્યા છે તેનુ પ્રાયાશ્ચિત બીજા ૨૦૦૦ વર્ષ કરે તો પણ તે કદાચ સરભર થઈ શકે તેમ નથી. ક્ષુદ્રોની વસ્તીમાં હું લગભગ એક વર્ષ રહેલો ત્યારે મને એ જાણીને નવાઈ લાગેલી કે ક્ષુદ્રોમાં પણ ઉંચનીચના ભેદભાવ છે. વણકર ભંગીને ત્યાં પાણી ન પીએ. ચમાર વણકરને ત્યાં બેટી ન પરણાવે. જ્યારે મેં આ જોયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે ગાંધીજી કે આંબેડકર ક્યાંક ભુલ કરી ગયા. ગાંધીજીએ ક્ષુદ્રોને નવું નામકરણ કર્યું “હરિજન”. પરંતુ સાયકલને તમે કાલથી સ્કુટર કહેવા માંડો તેથી સાયકલ કાંઈ સ્કુટર નથી બની જતી. સાયકલને સ્કુટર બનાવવા માટે તેનામા ગુણાત્મક(માળખાકિય) ફેરફાર કરવા ઘટે, અને જેવાં ગુણાત્મક સુધારા થશે તો આપમેળે લોકો તેને સ્કુટર તરીકે સ્વીકારવા/કહેવા તૈયાર થઈ જશે. પણ ગાંધીજીને આ વાત ઝાઝી સમજાઈ નહી કે પછી તેમની પાસે સમય ઓછો પડયો. જે હોય તે. પણ આજની તારીખમાં પણ ક્ષુદ્રોની મનોસ્થિતિમા બહુ ઝાઝો ફેરફાર થયો નથી જ. એ જ હિનતા તેમના મગજમાં ઘર કરી ગઈ છે.જરુર છે તેમની માનસિક પરિસ્થિતિમા સુધારની, નહી કે તેમને ભીખમા નાણાકિય સહાય આપવાની.મારા દેખે કોઈપણ પ્રકારની ભીખ માણસની ગરીમાનુ હનન કરે છે.
  બાબાસહેબ આંબેડકર ક્ષુદ્રોના મસિહા તરીકે આ દેશમા સ્થાપિત થઈ ચુક્યા છે. પણ મારી સમજ મુજબ બાબાસાહેબ પણ દલિતો ના ઉધ્ધારક નથી. હા, તેમને દલિત સમાજને થતા અન્યાયો માટે અવાજ ઉઠાવ્યો, બંધારણીય હક્કો અપાવ્યા, ઘણા બધા દલિતોને બૌધ્ધ ધર્મમાં પરિવર્તિત થવા પ્રેરિત કર્યા.(મારા દેખે ક્રિશ્ચન મીશનરીઓએ જે દલિતોને ખ્રિસ્તી ધર્મમા પરિવર્તિત કર્યા તેઓ કદાચ વધુ પ્રગતિ કરી શક્યા છે અને વધુ સ્વિકાર્ય છે) પણ મારી સમજ મુજબ આ પગલાંઓ એ સમસ્યાનુ સમાધાન નથી જ. અને તેના પરિણામ સ્વરુપ આજે પણ દલિતો સ્વમાન ભેર જીવતાં શીખી નથી શક્યા અને આમને આમ જ ચાલશે તો બીજા ૫૦૦ વર્ષ સુધી દલિતોની પરિસ્થિતિમા ઝાઝો ફેર નહી પડે.બાબા સહેબ એક વિચક્ષણ, બુધ્ધીમાન હશે તેની ના નથી, સવર્ણોના અત્યાચાર સામે બળવો કરવામા કે બંધારણ ઘડવામા તેઓ સફળ ભલે રહ્યા હશે પણ દલિતોના ઉધ્ધાર માટેની રણનીતિ ઘડવામા તેઓ સફળ રહ્યા નથી. બાબા સાહેબના કેટલાંય મંતવ્યો મને અયોગ્ય લાગ્યા છે.મારા દેખે દલિત સમાજને જરુર છે કોઈ જીવંત બુધ્ધ ની નહી કે બૌધ્ધ ધર્મની. હા સ્વેચ્છાએ અને સમજ પુર્વક કોઈ દલિત (કે કોઈપણ વ્યક્તિ) બૌધ્ધ કે ખ્રિસ્તી કે જૈન કે અન્ય ધર્મ સ્વિકારે તેની સામે કોઈને વાંધો ન હોવો ઘટે.
  બીજું શ્રિ મહેશભાઈ ઓઝા લખે છે કે ભ્રષ્ટાચારનુ મુળ કારણ અંધશ્ર્ધ્ધા છે. આ એક રાજકારણિય વકતવ્ય છે. દરેકજણ આ સાથે સંમત થશે. કારણ કે અંધ શ્ર્ધ્ધા એટલે શું તેની દરેક ની પોતાની વ્યાખ્યા છે. અને દરેક માને છે જ કે તે જે માને છે તે શ્રધ્ધા છે અને બીજા માને છે તે અંધ શ્રધ્ધા છે.કોણ સ્વિકારી શકે કે હું અંધ શ્રધ્ધાળુ છું? ખરું જોતા આપણી તમામ માન્યતાઓ અંધ શ્રધ્ધા છે પણ તે આપણ ને સમજાતું જ નથી.
  મારા દેખે ભારતમા ભ્રષ્ટાચારનું મુળ કારણ છે આપણું બંધારણ, આપણી જ્યુડિશિયરી, આપણી લોકશાહી. અને આ કારણો એવા છે કે એનુ નામ દેતાં જ એક હોબાળો મચવાનો શરુ થઈ જાય છે અને બધા જ કહેનારનુ ગળું દાબવા પર ઉતારુ થઈ જાય છે. જે અહીં પણ થવાનુ છે. મારાદેખે આ દેશને ગણતંત્ર નહી પણ ગુણતંત્રની જરુર છે. આદેશમા ચાલતા મોટાભાગના બખડજંતરો ગુણતંત્રના આવતાં જ બંધ થઈ જાય તેમ છે. પણ આ એક મહા ક્રાંતિ પછી જ શક્ય છે. હજી આ દેશની પ્રજા એના માટે તૈયાર નથી.
  શેષ શુભ;
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ

  Like

  1. 1500 વર્ષ સુધી મુસ્લિમ સાસન 200 વર્ષ સુધી અંગ્રેજ નું રાજ આમાં હિન્દૂ તો પીસાતો રહ્યો તો એવું કેમ માની શકાય કે આપણાં શાસ્ત્રો માં કોઈ મિલાવટ નથી થઈ . હિન્દૂ કે બ્રાહ્નણ કદી જાત પાત ની વાત ન કરી શકે
   10000 શ્લોક ની મહાભારત માં આજે 100000 થી વધુ શ્લોક 6e … કોઈ એવો ધાર્મિક ગ્રંથ આપો જેમાં મિલાવટ ના કરી હોય કોઈ એ ગદારો એ . આપણા માં શિવાજી ને રાણા પ્રતાપ જેવા રાજા થયા છે બાબર કે સિકંદર જેવા નહીં
   અહિંસા પરમો ધર્મ ની સંસ્કૃતિ પર ચાલનારી આ વિરાસત જે જીવ માત્ર થિ પ્રેમ ના પાઠ શીખવાડે એ કદી જાતી વાદ ન કરી શકે

   Like

 4. કાલ્પનિક કથાઓ તો મુલ્લાઓ અને મહંતો ના પેટ ભરવાનું એક સાધન છે. કરોડો અંધશ્રધાળુઓ ના પ્રતાપે જ આવી કાલ્પનિક કથાઓ અત્યારે ધર્મ નો એક ભાગ બની ગઈ છે.

  સત્ય પારદર્શક છે. સત્ય જ આવી અંધ્શ્રધાઓ ને દુર કરી શકે છે.

  કાસીમ અબ્બાસ
  કેનેડા

  Like

 5. પ્રખર બૌદ્ધિક અને સંઘર્ષશીલ દેશનેતા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મારી ભાવાંજલિ આપું છું. આ લેખ પણ એ જ હેતુસર લખાયો છે, એ દેખીતું છે.
  આમ છતાં લેખ તરીકે આ વાંચીને મને સંતોષ ન થયો. પુરાણોની કથાઓ તો કથાઓ છે. એને સંપૂર્ણ સાચી તો કોઈક જ માને. આવી કથાઓને સંપૂર્ણ સાચી માનવી એ અંધશ્રદ્ધા છે, પરંતુ આ બધાં મૂળ અંધશ્રદ્ધા નથી, અંધશ્રદ્ધાને દૃઢ બનાવવાનાં સાધનો છે.
  ખરી અંધશ્રદ્ધા તો કર્મફળનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત એક જન્મ પૂરતો જ હોય તો ખાસ વાંધો લેવા જેવું ન હોય. આપણે સમાજનું હિત વિચારીને સારાં કર્મો કરવાં જ જોઈએ, એમાં શંકા નથી. પણ એ જન્મજન્માંતર સુધી ચાલે છે અને એ રીતે એ શોષણનું ઓજાર બન્યો છે.
  “નીચા વરણમાં જન્મ શા માટે?” જવાબ છેઃ ગયા જનમનાં કર્મોનું ફળ. ( અહીં “નીચા વરણ” શબ્દ માત્ર રૂઢિગત ભાવના દેખાડવા મા્ટે વાપર્યો છે). “ગરીબાઈ કેમ?” જવાબ છેઃ ગયા જનમનાં કર્મોનું ફળ.- આને કારણે સમાજ સદીઓ સુધી વ્યવસ્થિત રીતે વિકસાવેલા ચોકઠામાં વહેંચાઈ ગયો અને આર્થિક-ઔદ્યોગિક ટેકનૉલોજીનો વિકાસ કરનારા, એટલે કે હાથ-પગનો ઉપયોગ કરનારાને શૂદ્ન અને તેથી ઊતરતી કક્ષાના માણસ માની લેવામાં આવ્યા. આ મૂળ અંધશ્રદ્ધા છે, જેનો લેખમાં ઉલ્લેખ નથી. દેશને પણ ટેકનોલૉજીના વિકાસમાં બહુ મોટું નુકસાન થયું છે
  વસ્તી વધારા વિશે પણ એવું જ છે. વસ્તી વધારાને રોકવો જોઈએ, એ સાચું છે પણ પૂરતું નથી. ખરો સવાલ સંપત્તિના સમાન વિતરણનો છે. આના માટે સરકારની નીતિઓ પર વિચાર કરવાનું જરૂરી છે.એક બાજુ એક જણ એવો હોય જેની દૈનિક અંગત આવક પાંચ-દસ લાખ રૂપિયા હોય અને બીજી બાજુ ૭૭ ટકા વસ્તી રોજ વીસ રૂપિયાથી પણ ઓછું કમાતી હોય. શું ખાય એ વીસ રૂપિયામાં?
  પૂર્વજન્મના ‘પાપે’ એ આ જન્મમાં ગરીબ બન્યા. હવે કઈં પુણ્યનું કામ કરવાની સ્થિતિમાં તો નથી. પૈસા જ નથી કે પુણ્ય કરે! એટલે આવતા ભવમાં પણ ફરી એ તો ગરીબ, પછાત જ રહેશે! કેમ માની લેવાય?
  એ માણસ વસ્તી વધાર્યા કરે છે, એટલે આવી સ્થિતિ છે? ના. શાઇનિંગ ઇંડિયા હજી એ લોકો સુધી નથી પહોંચ્યું. બસ. કારણ આપી દેવામાં આવે કે વસ્તી વધારો એનું કારણ છે. તો, શું ધનના પગ આપમેળે એક જ વર્ગ તરફ વળે છે? ના, ધનને એવી ટેવ નથી હોતી, માત્ર એને એક દિશામાં લઈ જવામાં અમુક લોકો સફળ થાય છે અને શાસક વર્ગ એ લોકોને અનુકૂળ આર્થિક નીતિઓ બનાવીને એમને સાથ આપે છે.વસ્તીવધારા ઉપરાંત આ દિશામાં પણ આપણું ધ્યાન જવું જોઈએ.

  Like

  1. આ વાત ખોટી 6e કેમ કે વર્ણ વ્યવસ્થા પુરી થઈ ગય વર્ણ મનુષ્ય ના જ્ઞાન ઉપર આધારીત છે . આજ ના સમય મા જાતિવાદ જોવા મળે છે ..

   Like

 6. It is a good article to read. We all are human beings. We should help & care for each other. Humanity is the true reliogn in this world.
  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

 7. વાંચક મિત્રો,
  ગઈકાલે શું જમ્યતા તે યાદ છે..??
  પુરાણો માત્ર સાહિત્યિક રચનાઓ છે..તેમ પણ સ્વીકારીએ તો યે આટલા યુગો પછી આપણા સુધી પહોચી છે.. માટે તેમાં કૈંક તો તથ્ય હશે..
  તે તથ્ય તારવવા ની જવાબદારી સાંભળનાર ની છે.. બોલનાર ની નહિ..
  આપણો જન્મ, મૃત્યુ અને તે દરમ્યાન નું ધારણ/પોષણ એ આપણા નિયંત્રણ થી ઉપર એક સ્વય્મ્ચાલિત આયોજન/યોજના મુજબ ચાલે છે..
  જો આપણે આપણા અસ્તિત્વને એ યોજના ના ભાગ રૂપે સ્વીકારી લઈએ તો આ બધા દોષારોપણ માં થી મુક્તિ પામી શકીએ..
  કુદરતી શક્તિ પ્રત્યે શ્રદ્ધા તૂટે ત્યારે આત્મા ભ્રષ્ટ થાય અને જીવન નર્ક બને.
  છેવટે શ્રદ્ધા કુદરતી શક્તિ માં રાખવીજ રહી..જેના નિયંત્રણમાં આપણુ અસ્તિત્વ છે..
  તે શક્તિ ને અનુરૂપ જીવન ગોઠવી જીવનનો આનંદ પહેલા આપવો અને પ્રસાદ સ્વરૂપે લેવો..
  બાકી “દુનિયા બોલે તેને બોલવા દઈએ – આપણે રામ ભજનમાં રહીએ”
  “અંધ શ્રદ્ધા” किस चिड़िया का नाम है??
  અસ્તુ.
  શૈલેષ મેહતા
  mehtasp25@gmail.com

  Like

  1. બીજી વાત,
   આ જન્મ … પેલો આત્મ ભ્રષ્ટ થયો તેને કારણે અનેક જન્મો પછી બોનસ રૂપે મળ્યો છે..
   આ જન્મે જો તક ચુકીશું અને શ્રદ્ધા થી ચલીત થઈશું તો પાછા ભવાટવી માં અટવાવવાનો વારો આવશે..
   માટે જે થાય તે… આત્મ ને ભ્રષ્ટ થવા ના દેવો તે નું સચેત/સતર્ક રીતે ધ્યાન રાખવાનું એ આ જન્મનું અંતિમ ધ્યેય /લક્ષ છે..
   આ અવસર ચૂકશો નહિ.. ક્યાંય અટવાશો નહિ .. મોક્ષ પ્રત્યે ‘અર્જુન-દ્રષ્ટિ’ કેળવવાની છે..
   પ્રભુ તે પ્રત્યે શ્રધા/શક્તિ અર્પે .. એજ અભ્યર્થના..

   અસ્તુ,
   શૈલેષ મહેતા
   mehtasp25@gmail.com

   Like

  1. અંધશ્રદ્ધા ઘણાં અનર્થોનું મુળ છે – સાચી વાત પણ અંધશ્રદ્ધાનું મુળ શું છે?

   Like

 8. વિકિપિડીયા પરજુદા જુદા દેશમાં ભ્રષ્ટાચાર અંગે કેટલી જાગૃતિ છે તેને વિશે વાત કરી છે – ભારતનો તેમાં છે………ક ૮૭ મો નંબર છે – તેથી સાબીત થાય છે કે આપણે ભ્રષ્ટ તો છીએ જ – ત્યાર પછી નંબર ૧૭૮ સુધી જાય છે.

  આમાં ક્યાંય એવું તારણ નથી કે ભ્રષ્ટાચારને અંધશ્રદ્ધા સાથે સીધો સંબધ છે. શું આપણે મનઘડન તારણો – અવૈજ્ઞાનિક રીતે કાઢવા માટે જાણીતા થવા માંગીએ છીએ?

  http://en.wikipedia.org/wiki/Corruption_Perceptions_Index

  Like

 9. Yes. This is THE TRUTH.
  What is the solution ? We know the problem. We have been discussing this problem in details since the days of those revolutionaries like Dr. Ambedakar and his earlier great men.
  WE NOW HAVE TO START FINDING SOLUTION…….. My thinking is…….
  Science is here to help us to end the BLIND BELIEF.
  Today Hindus are living in three generations…( Not only Hindus…but the followers of any religion who live with blind belief.)
  Kal,AAj our Kal…

  Kal : Those of age between…55 to 85….90…(They are going to leave this world very soon and we will not have to worry about their influence). ( They are being inflenced by coming young generation already.)

  AAj : 25 to 45….say 50 ( This is the generation we have to handle carefully because they believe in both.. Dharmic andhasraddha and science. Proper education can help.) and

  Kal : those yet to born.&..children of age 0.0 to 25.
  Today the world is in computer age and those literate…having middle to high school education can easily be taught about what is blind belief and what is science. Science is the truth of established fact. This generation’s representatives could be used to create catalytic effect to educate first two generations. This generation ask questions and if, it ‘s answer is not satisfactory to convince their logic and their knowledge of science, they reject the concept.
  Among educated, grand parents and parents have already started to experience this generation gap and knowledge gap. The question is what about those are illiterate families ? As it is rightly referred in the text, the root problem is Population and the rate at which it is increasing. Darwin had already given his law of evolution. It is in three steps….(1) High birth rate (2) Struggle for existance and (3) Survival of the fittest. (Some literates have changed this third law as ‘ Survival of most lucky)
  The preachers of today going to die in coming 5 to 10 years, physically and/ or mentally.

  We need volunteers to help find solution and design the schedule and step process of the attack.

  DO NOT INFLUENCE THE FIRST OLD GENERATION. EDUCATE 2nd and YOUNGER GENERATION. THEY CAN HELP CONTROL THE FIST ELDER GENERATION.

  I wish every reader to contribute and suggest to design best strategy.

  Govindbhai, you are the catalytic link.

  I love the job / duty you are performing.

  I am with you.

  Thanks.

  Like

 10. ચીન અને ભારત બંને વસ્તી અને ભ્રષ્ટાચારની જાગૃતિની બાબતમાં લગભગ સરખાં જ ઉણાં ઉતરે છે. ચીનમાં તો ધર્મ જ કેવો? તો પછી ત્યાં અંધશ્રદ્ધા નહીં હોય તેવી અંધશ્રધ્ધા રાખી શકાય?

  વસ્તીને ભ્રષ્ટાચાર સાથે સંબધ હોય તેમ તો લાગે જ છે. જો એક ફળ હોય અને પાંચ ખાનારા હોય તો શું થાય?

  જો એક ટ્રેન હોય અને ૧૦,૦૦૦ બેસનારા હોય તો શું થાય?

  એક ડોક્ટર હોય અને તેણે ૨ કલાકમાં ૧૫૦ દર્દી જોવાના હોય તો શું થાય?

  વસ્તી વધારો મુખ્ય સમસ્યા છે – ભારતમાં તો બધાને મા-બાપ બનવું છે – સહુથી વધારે પછાત લોકો વસ્તી વધારે છે. બીજા ધાર્મિક રીતે લઘુમતીમાં હોય તેઓ વસ્તી વધારે છે.

  ઉપરવાલા છપ્પર ફાડકે દેતે હે – પણ સાચવવા તો જમીન ઉપર પડે છે. રસ્તે રખડતા રઝળતા મુકી દે – જન્મ આપી આપીને અને પછી કહે કે અમે તો મા-બાપ છીએ – છોકરાંવ ક્યાં ભટકે છે એનું યે ભાન ન હોય.

  આ બધાને માટે કોણ જવાબદાર છે?

  Like

 11. સત્ય એક છે અને ધર્મો ત્રણસો છે છતા આપણે ઝગડતા નથી. પાકિસ્તાનમાંતો બહુ ઓછા મુસ્લિમ ધર્મનાજ ફાંટાઓ છે તો રોજ બોમ્બ કેમ ફુટે છે?

  ભ્રષ્ટાચારનું મૂળ અંધશ્રદ્ધા છે અને તે પુરાણોમાંથી એટલેકે ધર્મગ્રંથોમાંથી આવી છે એવું અહી કહેવાનું તાત્પર્ય છે.

  જે કારણથી (ધર્મથી) અંધશ્રદ્ધા આવી છે તેને તેજ કારણથી કાઢી શકાય.
  હિંદુ ધર્મમાં એકેશ્વરવાદ છે, દેવ-દેવીના માધ્યમ દ્વારા ધર્મને સમજાવવાનો પ્રયત્ન થયો છે પરંતુ તેમાં વિકૃતિ આવવાથી ધર્મ એ આજીવિકાનું સાધન બની ગયો છે. કેટલાક સંતોએ, ગુરુઓએ પ્રજાને નિષ્ક્રિય અને નકામી બનાવી તેમાં ભગવાન બુદ્ધ પણ બાકાત નથી. હનુમાનજી સહિત બધાજ દેવ-દેવીઓ રૂપકો છે તેને સમાજના બહુ ઓછા લોકો સમજી શક્યા છે અથવા એમ કહો તો ચાલે કે પ્રજાને હજી સુધી ખરા સમજાવવાવાળા મળ્યાજ નથી, મળ્યા તો તેનું સાભળવા કોઈ તૈયાર નથી. કથાકારોને મૂંગા કરી શકાય નહિ પરંતુ લોકોમાંજ એવી સમજણ આવે કે, આ કથાકારને કથામાં છુપાયેલાં રહસ્યો સમજાવતાં આવડતું નથી માટે કથામાં જવું નહિ, તો આપોઆપ આવી કથાઓ બંધ થઇ જશે. જો રહસ્યો સમાજમાં આવે તો ફાયદોજ ફાયદો છે. દા.ત. હનુમાનજી મહારાજ (તમે), ભગવાન રામનું(તમારો ઉપરી) કામ કરવા હંમેશા વીરાશનમાં તૈયારજ હોય છે. ધન કુબેર એક પગ પર પગ ચઢાવી માથું નીચું રાખી લમણે હાથ દઈ ચિંતિત બેઠા છે એ એવું બતાવે છે કે અતિશય ધનથી તમારી આવી દુર્દશા થાય. કુકડા કે વાઘ પર શાસ્ત્રો લઈને બેઠેલી દેવી વાસ્તવમાં ના હોય તેતો નાનું બાળક પણ સમજી શકે. બધાજ દેવ-દેવીઓના રૂપો સંદેશાઓથી ભરપુર છે.

  રામાયણ અને મહાભારત એ મહાકાવ્યો છે. રામાયણમાંથી એક આદર્શ જીવનનો સંદેશ નીકળે છે અને જે મહાભારતમાં(બનાવો) છે તેજ આખી દુનિયામાં છે. શ્રી મદ ભગવત ગીતા એ કર્તવ્ય ગ્રંથ છે, એજ પ્રમાણે બીજા ગ્રંથોની વિશેષતાઓ છે. આ બધા ગ્રંથો જો સમજમાં ના આવે તો દોષ કોનો? ૪૦૦-૫૦૦ વર્ષો પહેલાં તુલસીદાસ, કબીર, નાનક, નરસિંહ મહેતા વિગેરેએ જે કામ કર્યું છે તેનાથી તો હિંદુ ધર્મની રક્ષા થઇ છે. ગાંધીજીના અનેક કાર્યકરો મહર્ષિ દયાનંદ સરસ્વતીની કોલેજમાંથી આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે ગુરુ ગોવિંદ સિંહ અને શિવાજી ના હોત તો હિન્દુસ્તાન પાકિસ્તાન હોત, એ કેમ ભૂલી ગયા? શિવાજીને છત્રપતિ શિવાજી બનાવનાર તેના ગુરુ સમર્થ સ્વામી રામદાસ હતા. કલ્પના કરો આખો દેશ પાકિસ્તાન હોત તો શું થાત? હજુ એ શક્યતા છેક નકારી કાઢવા જેવી નથી.

  મારે અહિ સ્વામી સચ્ચીદાનાન્દજીની વેબસાઈટની જાહેરાત નથી કરવી પરંતુ તેમણે બધાજ રૂપકો અને પ્રતિકોને તેમના પ્રવચનોમાં આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે. હિંદુ ધર્મના પ્રતીકો સાથિયો અને ઓમ તો જૈન અને બુદ્ધ ધર્મે પણ સ્વિકાર્યા છે. હિંદુ ધર્મને એટલેકે દેવ-દેવીઓને ગાળો કે તિરસ્કાર કરતાં પહેલા જો બધાજ રહસ્યો તમારી સમજમાં આવશે તો તમને ધર્મ અને ધર્મગ્રંથોમાં અંધશ્રદ્ધા છે એમ માની રહ્યા છો તેના બદલે તમને હિંદુ ધર્મની મહાનતાના દર્શન થશે. ધર્મમાં શ્રદ્ધા થશે અને તમારું જીવન ધન્ય થશે.

  હું માનું છું કે સરદાર પટેલની જેમ બધા ધર્મોને એક કરવામાં આવે. એવું થઇ શકે કે જે નવા મંદિરો થાય તેમાં હિંદુ,બૌધ અને જૈન ધર્મોના પ્રતિક રૂપ ફક્ત ઓમ મુકવામાં આવે. ન્યાત-જાત, ઊંચ-નીચના ભેદ વગર સર્વે લોકોને પ્રવેશ કરવા દેવામાં આવે વિગેરે. જુના મંદિરોમાં આવા ફેરફારો આગ્રહથી શક્ય નથી.

  ભગવાન બુદ્ધ નાસ્તિક હોવા છતાં હિંદુ ધર્મે એને શાસ્ત્રોમાં સ્થાન આપી ભગવાન તરીકે સ્વિકાર્યા છે, એને ગાળો નથી દીધી એજ હિંદુ ધર્મની મહાનતાનું ઉદાહરણ છે. જે કારણે ભગવાન બુદ્ધે ગૃહત્યાગ કર્યો તે કારણોને (રોગ, વૃદ્ધાવસ્થા,મૃત્યુ) દૂર કરી શક્યા નહિ. લાખોના ટોળાં ભેગા કર્યા પરીવ્રજ્યા લેવડાવી, પરંતુ અંતે તો એવું કહ્યું કે ઈશ્વર નથી તો ભાઈ, સન્યાસ લેવાની શી જરૂર? આ તો એવું થયું કે જો તમે ફાંસીનાં માચડે ચઢો તો તમને લાખ રૂપિયા આપું!!! જો બુદ્ધ ધર્મે પ્રજાનું ઘડતર કરીને બહાદુર બનાવી હોત તો વિધર્મીઓ સામે ટક્કર લઈને આખી દુનિયામાં ફેલાઈ ગયા હોત.

  મહાત્મા ગાંધીજીનું ઉદાહરણ લઈએ તો એ રાષ્ટ્રવાદી મહાન સંત છે. ઈશ્વરમાં પુરેપુરી શ્રદ્ધા રાખીને જે કામો કર્યા છે તેનાથી તો આખી દુનિયા હેબતાઈ ગઈ છે, તેમને જે કંઈ ભૂલો કરી તેની ના નથી. અસ્પૃશ્યતા માટે ઘણું કામ કર્યું, આમ છતા અસ્પૃશ્યતાને પુરેપુરી રીતે દૂર કરી શકાઈ નથી. આશિંક સફળતા મળી છે. અકબરે કહ્યું તેમ હિન્દુસ્તાન એક કોમ બની જાય.

  હવે રહી વસ્તિવધારાની વાત. હિન્દુસ્તાનમાં એક કે બે બાળકોનો કોઈ કાયદો શક્યજ નથી. આ કાયદો બધી કોમોને લગાડવો જરૂરી છે, નહિ તો તમારી દશા શું થશે, તે અહિ કહેવાની જરૂર નથી.

  આ દુનિયામાં ઈશ્વરવાદીઓએ જેટલું માનવતાનું કામ કર્યું છે એટલું નાસ્તિકોએ કર્યું નથી ઈશ્વરનો ડર રાખીને ચાલવાથીજ માણસમાં આદર્શો જીવંત રહી શકે છે. જે કોઈ ઈશ્વરની વાતો કરતો હોય અને પોતે સ્વછંદી બેઈમાન જીવન જીવતો હોય તો તેને ઢોંગી અને પાખંડી સમજવો. માણસ એક શ્રદ્ધા લઈને જીવતો હોય છે, કોઈ ને કોઈ સાધનનું અવલંબન લેતો હોય છે, મૂર્તિ પૂજાનો વિરોધ કરવા વાળા બહુ ફેલાયા નહિ. ભગવાન બુદ્ધની પ્રતિમા રાખીને કે ક્રાઇસ્ટ્ના ક્રોસની સામે કે કાબા તરફ મ્હો કરીને પ્રાર્થના કરવી એ એક મૂર્તિ પૂજાનોજ પ્રકાર છે.

  ઈશ્વર વગરનું જીવન શુષ્ક અને નિસ્તેજ બની જાય છે એવો મારો અનુભવ છે.

  ભીખુભાઈ મિસ્ત્રી

  Like

  1. આ દુનિયામાં ધાર્મિક લોકોએ જેટલા ખુન વહાવ્યા છે તેટલા બીજા કોઈએ વહાવ્યા નહિ હોય.સુર અસુરના સંગ્રામ જુઓ,ક્રિશ્ચિયન અને મુસ્લિમ્સ વચ્ચે વર્ષો સુધી કૃઝેડ્સ ચાલ્યા હતા.ધર્મ યુદ્ધો, આ કોઈ મંત્રણાઓ ના હતી.મુસ્લિમ્સ ભારત ઉપર ચડી આવ્યા.ત્યારે પ્રેમથી ભેટવા નહોતા આવ્યા.ભાલાઓ ઉપર માથા ચડાવી ક્રૂરતાનું પ્રદર્શન કરતા હતા.આ સમયે ભારતીયો અહીસાના રવાડે ચડી કાયર બની ચુક્યા હતા.ગુજરાતમાં બ્રાહ્મણોએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો ત્યારે જનોઈનું વજન ૧૦૦૦ મણ થયેલું તેવું એક વહોરાજી કહેતા હતા.આ બધા પ્રેમથી મુસ્લિમ બન્યા હશે?ભારત પાકના ભાગલા વખતે બોર્ડર ઉપર ૧૦ લાખ માણસો માર્યા ગયા હતા.હિટલરે ૬૦ લાખ યહુદીઓને જીવતા શેકી નાખેલા.નાના બાળકોને પણ છોડેલા નહિ.ધાર્મિક લોકોને ક્રૂર બનતા વાર લાગે નહિ.
   ઈશ્વર તો ડરાવવા આવતો નથી.એના બહાને ધર્મગુરુઓ સામાન્ય પ્રજાને ડરાવી શોષણ કરતા હોય છે.

   Like

 12. Dear Govindbhai Maru and Friends:

  Rationalists are few and Traditionalists are many. Among them Religions do Havoc. They sustain on the Past. For many among them, it is their Livelihood. Education makes a lot of Difference. Yet in the Materialistic Society like U.S.A., Indian Religions like Hindus, Jains and Sikhs, The So-Called Educated Leadership thrive on Traditions.

  For Indians abroad, Money is the biggest Carrot. Beyond that in the Community, the Largest Activity is Religious. Apparently, they try to Show Off in Competition with each other and with the Western Abrahamic Religions – Christianity, Judaism and Islam. As All Religions are based on Traditions, Beliefs and The Entity of GOD, No one is trying to accept Science and Technology in the Matter of Philosophy. So according to me Religions are Not a Hope for RATIONALISM.

  Economics is A Reality. In west, they are for smaller Families as Cost of Living is relatively Expensive. In India, the situation is different. There the Educated and the Affluent are having smaller families, but the Large Majority is Uneducated and Poor. Religions there Thrive on this Ignorant Majority. They barely make A Living. Begging is therefore prevalent. All Religions Support Begging for and within Temples to Appease GODS. There is No Other Help. The Helpless Surrender to GODS, The Rich and The Mighty/Government. Every One Exploits them. In Doing So, Corruption Plays a very Important Role. The Poor BEG, The Rich Pay Bribes and The Government Takes Bribes. Bribing therefore has become a Common Denominator for Survival and Success.

  To Overcome, this Dilemma, People who believe in Violence in the West are Showing the Way. The Tussle is Bloody. The Have-Nots – Masses are Trying Non-Violence. The result is Not Yet Clear, what may succeed. In India, People are Docile. It is a Mixed-Bowl, Mixed Economy and Influence of Religions- Blind Faith. That the GOD may Help, puts off Resistence – Violence. The HAVES live in this Confidence that they Need Not Change. That is why there is Status-Quo Mentality. The Politicians (All Brand), Gurus (All Religions) and The Rich, whose GOD is Money- All feel Safe and Secure. This is where India Is. The World elsewhere is showing signs of CHANGE through Upheavals.

  It will be Interesting for the Intellectuals who are Keenly Watching. Religions (Extremists) and Blind Faith are Balancing Out with The Populous Revolts. The Economic Factor – Globalization can Play the Role, if it Succeeds in Brazil, Russia, India and China (BRIC Nations). The History is Moving Fast and the Result may be available sooner than later. Let us HOPE for The BEST.

  Fakirchand J. Dalal,
  9001 Good Luck Road,
  Lanham, Maryland 20706.
  U.S.A.

  Like

 13. બધા મિત્રોએ સારી છણાવટ કરી છે. અંધશ્રદ્ધા એટલે શું એ સવાલ સાપેક્ષ છે અને શરદભાઈની વાત સાથે હું સંમત છું કે એકની શ્રદ્ધા એ બીજાની અંધશ્રદ્ધા, આ મુદ્દો પ્રશ્ન રૂપે મેં બહેન મીતાબેન ભોજકના બ્લૉગ પર એ જ રીતે રજૂ કર્યો હતો અને એના પર સારી ચર્ચા થઈ હતી.

  અહીં વ્યક્તિગત વિશ્વાસ કે અવિશ્વાસની વાત નથી કરવી. પણ સામુદાયિક રીતે સમાજના શાસક વર્ગની માન્યતાઓ ‘શ્રદ્ધા’ કહેવાય છે અને શાસિત વર્ગની માન્યતાઓ ‘અંધશ્રદ્ધા’ બની જાય છે. શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ રાઓલે મીતાબહેનના બ્લૉગ પરના મારા પ્રશ્નોના જવાબમાં કહ્યું છે તેમ હું નાળિયેર વધેરૂં તે શ્રદ્ધા અને આદિવાસી મરઘાનો ભોગ ધરાવે તે અંધશ્રદ્ધા!

  પરંતુ વર્ણવ્યવસ્થા શું છે? આપણા જન્મ અને જીવન પર ઈશ્વરનું નિયંત્રણ હોય તો આપણે માની લેવું પડશે કે ઊંચા-નીચા વર્ણો છે અને એમાં કઈં ફેરફાર ન થઈ શકે! વર્ણ વ્યવસ્થાના સમર્થનમાં શ્રમ વિભાજનનો તર્ક રજૂ કરાતો હોય છે, આમ છતાં આપણે જન્મના આધારે જ વર્ણ નક્કી કરીએ છીએ! આનો જ અર્થ એ કે સવર્ણો માટે વર્ણ વ્યવસ્થા ‘શ્રદ્ધા’ નો વિષય છે. વર્ણવ્યવસ્થાને કારણે મને તો લાભ થયો છે, એટલે હું એમાં માનું તે સમજાય છે પરંતુ અવર્ણૉ પણ એમાં માનતા હોય (શરદભાઈએ દેખાડ્યું છે તેમ) એ માત્ર શાસક વર્ગની શ્રદ્ધાનો અંધ સ્વીકાર એટલે કે એમના માટે અંધશ્રદ્ધા છે.

  વસ્તીવધારા બાબતમાં લગભગ સર્વસંમતિ જેવી સ્થિતિ પ્રતિભાવો પરથી જણાય છે. પરંતુ, મારો પ્રશ્ન એ છે કે ચીનની વસ્તી ભારત કરતાં વધારે છે તેમ છતાં એ બધી રીતે ભારત કરતાં આગળ છે. શા માટે?

  સૌથી પહેલા પ્રતિભાવમાં ગરીબોને મારી નાખવાનું પણ સુચન છે. ચીને તો ઓછી માનવ હત્યા કરીને આ સુચન અમલમાં મૂક્યું હતું. ત્યાં અમીરોને મારી નાખીને એમની સંપત્તિ લઈ લીધી. મંજૂર છે, ઓછી માનવહત્યાનો આ રસ્તો? કારણ કે શાસનની નીતિમાં ગરીબોને સ્થાન નહીં મળે તો ગરીબોની સંખ્યા વધતી જ રહેશે.

  વસ્તીવધારાને મૂળ સમસ્યા માનવી એ એક મૉડર્ન મૂડીવાદી અંધશ્રદ્ધા જ છે! સંપત્તિના વિતરણની સમસ્યા પર ધ્યાન જાય એ જરૂરી છે. મૂળ લેખમાં વર્ણવ્યવસ્થાનો પ્રશ્ન નથી ચર્ચાયો અને વસ્તીવધારાને મૂળ સમસ્યા માનવામાં આવી છે એ ખામી મને ખૂંચી.

  Like

 14. ભ્રષ્ટાચાર નુ મુળ છે ભૌતિકવાદ,
  ભૌતિકવાદ વધારે ભેદભાવ,
  ભેદભાવ વધારે ઈર્ષ્યા
  ઈર્ષ્યા વધારે જલન
  જલન વધારે કુરતા
  ક્રુરતા વધારે આક્રમકતા
  આક્રમકતા વધારે યુધ્ધ
  યુધ્ધ લાવે વિનાશ
  વિનાશ લાવે પશ્ચાતાપ
  પશ્ચાતાપ લાવે ધાર્મિકતા
  ધાર્મિકતા લાવે શાંતિ
  શાંતિમાં ભંગ પાડે નાસ્તિકતા
  નાસ્તિક્તા વધારે ભૌતિકવાદ
  ભૌતિકવાદ નુ મુળ છે ભ્રષ્ટાચાર
  સમજાયુ? નહિ તો
  ફરીથી ઉપર જઈને પાછા નીચે આવો અને ફરી ફરી એમ જ કરો…..

  Like

 15. All the parents make sure that their childerns get food,shelter,protection and all the basic neeeds, within their reach and capacity.

  Now at the other hand (GOD) who is labeled as Visvapita, Sarv-shaktiman, Sadahitkari is simply unable to do so.
  Yes he arranged as one soul becomes a meal of other soul to survive.

  This is beyond imagenation of such a cruel VISHVAPITA.

  Like

 16. You guys have too much time to think and write about this subject which is highly debatable to do some self-less work.
  Every arguments mentioned above can be debated.
  The point is, Indian society and the social system has come into existence thousands years ago, much earlier than the western societies. I am so proud of our system. Why bother changing it? People in the olden generations were as intelligent as today we are.
  Just relax and enjoy the good time that you are in.
  The happiness revolves around our state of mind. It is all internal and we must not blame external parameters.
  Today, India is better than what she was 20 years ago.
  India is making good positive progress. Please start acknowledging. Set milestones and observe the progress track.
  Good luck.

  Like

 17. પ્રિય મિત્રો;
  પ્રેમ;
  અત્રે વસ્તી વધારાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. વસ્તી વધારો આ દેશની મૂળભુત સમસ્યા છે તેનો ઈન્કાર કોઈ કરી શકે તેમ નથી. પણ મારી દ્રષ્ટિએ એથી પણ વધુ ખતરનાક સમસ્યા છે વસ્તી વધારાને નાથવાની સરકારી રિતીનિતી. કોંગ્રેસ હોય કે ભાજપા સરકાર કે અન્ય આ દેશમા વોટની રાજનિતી ને કારણે વસ્તી વધારાને નાથવા કડક નિતી અપનાવવા કોઈપણ પક્ષ તૈયાર થાય તેમ નથી. પરિણામ સ્વરુપ ભણેલાં ગણેલા અને સંસ્કારી લોકો (કે જેમની વસ્તી માંડ ૨૦% જ છે) તો એક કે બે બાળક થી આગળ નથી વધતા, પણ બાકી ની પ્રજા જે ગરીબ, અભણ, રુગ્ણ, બિમાર, માયકાંગલી છે તે વસ્તી વધારે જ જાય છે. આને કારણે ૫૦ કે ૧૦૦ વર્ષે આ દેશની શું પરિસ્થિતિ હશે તેની કલ્પના કરી જુઓ. જે ૨૦% વસ્તી આજે તમને સ્વસ્થ દેખાય છે તે કદાચ ૦.૦૦૧% થઈ જાય તો નવાઈ નહી. આખો દેશ ભિખારીઓ , ગુનેગારો, બિમાર અને રુગ્ણ લોકોનો દેશ બની ને રહી જશે.ભવિષ્યના ભારતના નેતાઓ કેવા હશે? દુનિયાના અન્ય દેશોની સરખામણીમા ભારત દેશ ક્યાં હશે? આ દેશના નેતાઓની આ જ નિતીરિતી રહી તો હું જે કહું છું તેને સત્ય બનતા વાર નથી લાગવાની.ઓ મારા પ્યારા ભારતવાસીઓ જરા જાગો. નહી જાગો તો ભાવિ પરિણામો ભોગવવા જ પડશે તેમા કોઈ મિનમેખ નથી.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ.

  Like

 18. VERY NICE.I FULLY AGREEE.
  POPULATION IS OUR BIG PROBLEM.
  ALL THOSE CROUD PULLER SHOULD TALK MORE ON THIS..
  WE CAN APPEAL TO OUR …
  GURUS,CRICKETERS,POLITICIAN,FILM PERSONALITY…..
  THEY MUST SPEAK ON EVERY OPPORTUNITY.

  Like

 19. પ્રિય મિત્રો
  આજે આપને લોકતંત્ર ભારત માં જીવી રહ્યા છે .તેનો શ્રેય અપણા શહિદો ને કારણ કે તેઓ એ જીવન નું બલિદાન આપી આજાદી અપાવી .પરંતુ લોકતંત્ર માં આપને લોકો શાસન કેટલાક ખોટા હાથોમાં આપી દીધું .જેમાં પ્રજા ની કોઈ ભાગીદારી રહી નહિ .પાંચ વર્ષે એક વાર વોટે આપો પછી પાંચ વર્ષ તે નેતા આપની છાતી પર મગદળસે .તેવો કેવા નિર્ણયો લેશે તેના પર આપનું કોઈ નિયંત્રણ નથી . .લોકશાહી માં નેતા પ્રજા ની સેવા કરવા માટે વોટ માંગે છે ,પરંતુ વાસ્તવ માં તેઓ મેવા ખાય છે . કેટલાક ઉદ્યોગપતિઓ પોતાના હિતો સાધવા રાજનીતિમાં
  આવે છે નકી સેવા કરવા ,વાસ્તવ માં તો તેઓ પાસે આમ લોકોને મળવાનો સમય નથી . રજ્નૈતિક પાર્ટીઓ પોતાનના સત્તાના લાભ માટે આવા લોકો ને ટિકિટ આપે છે . આશ્ચર્ય ની વાત તો એ છેકે આપના નેતાઓ આપની માટે પાર્ટી નક્કી કરે છે ,જે પછીથી પ્રજા ને નહિ પરંતુ રજ્નૈતિક પાર્ટીઓ ને વફાદાર બની રહે છે .નેતાઓ પ્રજા ના વફાદાર થવા ના બદલે પાર્ટી અને ઉદ્યોગપતિઓ ના વફાદાર બનીબેસે છે . જેને કારણે આમ લોકોને ભ્રષ્ટાચાર અને મોગવારીનો
  ભોગ બનવું પડે છે . .જ્યાં સુધી પ્રજા જાગરુક બની પોતાના વફાદાર નેતા નહિ લાવે ત્યાં સુધી આ સિલસિલો ચાલુજ રહેશે . આમ પૈસા થી સત્તા અને સત્તા થી પૈસા ની રમત ચાલુ રહશે આવા કપરા સમયે લોકોએ સભાન પાને લાલચ વગર આ ભ્રષ્ટ તંત્રને સંપૂર્ણ પાને પરિવર્તન લાવવાની જરૂર છે .જય ભારત

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s