એક બંગલા બને ન્યારા…

એક બંગલા બને ન્યારા…

હરનીશ જાની

મીસ્ટર નોબેલની મોટામાં મોટી ભુલ એ થઈ કે નવી શોધો માટે પ્રાઈઝ આપવા માટે સાયન્સ, લીટરેચર, ઈકોનૉમીક્સ, મૅથમેટીક્સ જેવા વીષયો તેને સુઝ્યા. અરે ! તેમને વીશ્વશાન્તી માટે પણ ઈનામ સુઝ્યું; પરન્તુ ધર્મનો વીષય જ ન સુઝયો ! દર વરસે જો ધર્મક્ષેત્રમાં નવી શોધખોળનું ઈનામ આપવાનું હોત તો આપણો દેશ – આપણો ધર્મ – કોઈને જીતવા ન દેત. છેલ્લાં દસ વરસમાં આપણે ઘણું બધું શોધ્યું છે. તેમાં એક છે ‘વાસ્તુશાસ્ત્ર’. જે નોબેલ પ્રાઈઝને કાબીલ છે.

આ વાસ્તુશાસ્ત્ર શી બલા છે ? મારા ખ્યાલથી ૧૯૯૦ પછી જન્મેલા લોકો તો એમ માનતા હશે કે આ પણ ઋષીમુનીઓનો ખેલ હશે. આશ્રમોમાં રહેતા ઋષીમુનીઓએ આ વાસ્તુશાસ્ત્ર શોધી કાઢ્યું હશે. અને તેમણે તેમના આશ્રમોની ઝુંપડીઓ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાંધી હશે. જેથી ચોમાસામાં છાપરું ન ગળે. બારીઓ એવી રાખી હશે કે પ્રભુનું ધ્યાન ધરતાં ધરતાંય  પાડોશીને ત્યાં શું થઈ રહ્યું છે તે દેખાય. આમાં વાત એમ છે કે આ વાસ્તુશાસ્ત્ર છેલ્લાં આઠ દસ વરસથી જ પ્રસીદ્ધી પામ્યું છે. એટલે આજથી પંદર વીસ વરસ પહેલાં જન્મેલાને તો એમ કે આ શાસ્ત્ર યુગોથી અસ્તીત્વમાં છે. આ દુ:ખી પણ મુર્ખ પ્રજા ચમત્કારો પાછળ દોડે છે – આ ચમત્કારો માટે તો કેટલાંય શાસ્ત્રો હતાં. તેમને આ નવા શાસ્ત્રની જરુર નહોતી. પરન્તુ આ નવી પેઢીને માટે નોબેલ પ્રાઈઝને લાયક એક નવું શાસ્ત્ર ઉમેરાયું. આ શાસ્ત્ર ગરીબો માટે નહીં; પણ આ તો ઘરો બંધાવી શકે એવા પૈસાદારોને ઉલ્લુ બનાવવાનું “શસ્ત્ર” છે. આમ જુઓ તો શાસ્ત્ર નહીં પણ ‘શસ્ત્ર’ જ ગણાય. મારા હીસાબે એનો પ્રચાર કરનારા પણ ખુબ બ્રીલીયન્ટ ગણાય. અને એ લોકોને તો નોબેલ પ્રાઈઝ મળવું જ જોઈએ – જો એવું કોઇ પ્રાઈઝ હોય તો – બાકી જે વ્યક્તી ઘર બનાવી શકવા શક્તીમાન હોય તે બુદ્ધીશાળી તો કહેવાય જ અને એને આ શાસ્ત્ર મગજમાં ઠસાવવું; એ કોઈ ઓર્ડીનરી માણસનું કામ નહીં. અને આમ થવાથી હજારો જોશીઓને રોજી–રોટી ઉપરાન્ત મોટર–ગાડી પણ મળી. આ લોકોએ ધર્મમાં લોભ, લાલચની સાથે ભય પણ ઘુસાડ્યો છે. ‘આમ નહીં કરો તો ભગવાન તમને ધુળ ચાટતા કરી દેશે. તેમ નહીં કરો તો તમારું બાળક મરી જશે.’ આપણને થાય કે આ તો ગૉડ છે કે ગૉડફાધર ! એવો તો કેવો જગતપીતા કે જે બાળકનું રક્ષણ તો ન કરે; પણ એનું નખ્ખોદ કાઢી નાખે ! જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર ન બાંધ્યું હોય તો ધંધામાં ખોટ જાય. શરીરમાં રોગો ઘુસે. લગ્નજીવનમાં અશાન્તી પેદા થાય. સારું છે કે આવી વાતો પુરવાર નથી થઈ. નહીં તો એવો કાયદો નીકળત કે અમદાવાદનાં જે ઘરો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ન બાંધ્યાં હોય એને જમીનદોસ્ત કરી નાખવાનાં. અને એમ થાય તો અમદાવાદની બધી પોળોમાં બુલડૉઝરો મકાનોને ધરાશાયી કરતાં હોત. મારા દાદાએ જ્યારે ઘર બાંધ્યું હશે ત્યારે જે પ્લોટ મળ્યો, તેમાં એક લાઈનમાં બીજાં ઘરો સાથે બાંધી દીધું હશે. પ્રકાશ જ્યાંથી આવતો હશે ત્યાં બારીઓ અને મેઈન રોડ તરફ ઘરમાં પ્રવેશવા માટેનું બારણું. આથી વીશેષ કોઈ વાસ્તુ નહીં. પુર્વ દીશામાં દરેક ઘરનું પ્રવેશદ્વાર હોય એ ઈચ્છનીય છે. પરન્તુ દરેક ઘરના પ્લોટ એ પ્રમાણે નથી હોતા. એટલે લોકો પુર્વ દીશામાં દ્વાર નહીં તો બારીઓ રાખશે. મારી બાને વાસ્તુશાસ્ત્રની ખબર નહોતી; છતાં કહેતી કે, ‘બારી બારણાં ખુલ્લાં રાખો તો તડકો ઘરમાં આવે.’ એ વાસ્તુશાસ્ત્ર જોવા નહોતી ગઈ. એક વાત ચોક્કસ છે: સામાન્ય બુદ્ધીવાળા સામાન્ય લોકોને વાસ્તુશાસ્ત્રની જરૂર નથી.

આપણે ત્યાંથી થોડા દોરાધાગાવાળા અમારા અમેરીકામાં પણ આવી ગયા છે. એટલે તેમની પાછળ વાસ્તુશાસ્ત્રોવાળા આવી ગયા. અને અમેરીકાના લોભી-લાલચી લોકોને ભડકાવે છે. એમાં જોશીઓનો વાંક નથી; તેમને તો આવા મુરખ પૈસાવાળાઓની જરુર જ હતી. બાકી સામાન્ય બુદ્ધી હોય તો વાસ્તુશાસ્ત્રની જરુર જ નથી. અમેરીકાનાં ઘરોમાં બે સોફા એકમેકની સામે નથી ગોઠવાતા. જો તેમ ગોઠવે તો બે સોફામાં બેઠેલા એકમેક સામે જ જોયા કરે અને તે યોગ્ય બેઠક નથી; પરન્તુ બે સોફા કાટખુણે ‘ L’ આકારમાં ગોઠવાય છે, જેથી બન્ને સોફા પર બેઠેલાઓ બીજી  દીશામાં જોઈ શકે. આવી સામાન્ય બુદ્ધીની વાતમાં વાસ્તુશાસ્ત્રની જરુર જ શી છે ?

અમેરીકામાં અમારા એક મીત્ર કોઈ વાસ્તુશાસ્ત્રવાળી બાઈ (ટીવી પર એમનો રોજ પ્રોગ્રામ આવે છે) પાસેથી ઘર વીશે વાતો શીખી લાવ્યા છે. તેમણે મને અને મારા પત્નીને પોતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ફેરફાર કરાવ્યા પછી ધંધામાં કેવી રીતે કમાયા તે સમજાવ્યું. હવે તે પણ જ્ઞાની થઈ ગયા. તેમણે કહ્યું કે, ‘આ લેમ્પ ખુણામાં અગ્ની દીશામાં ન મુકતાં રુમની વચ્ચે ગોઠવો. તમે આગલા દરવાજેથી ઘરમાં ન પ્રવેશો. ઘરનો પાછળનો પુર્વ દીશાનો દરવાજો વાપરો. અને ઉત્તર દીશામાં બીજી બે બારીઓ બનાવો. નહાવાનો બાથરુમ ઉપરના માળે લઈ જાઓ. તો લક્ષ્મીજી તમારે ત્યાં આવશે.’ પત્નીને એમની વાતો ગમી. મેં તો વીરોધ કર્યો ને કહ્યું કે, ‘વચ્ચે લેમ્પ ગોઠવીએ તો આવતાં–જતાં અથડાયા કરીએ, લેમ્પ તો ખુણામાં જ્યાં અંધારું હોય ત્યાં જ જોઈએ ને ! પાછલા બારણેથી પ્રવેશવા વાડને કુદીને આવવું પડે અથવા તો તેમાં છીંડું પાડીને આવવું પડે. અને નીચેનો બાથરુમ છો નીચે રહ્યો, લક્ષ્મીજીને કયાં નહાવું છે ? અને નહાવું હશે તો, જો બાથરુમ નીચે હશે તો સહેલું પડશે ! ઉપલા માળાના બાથરુમમાં પાણી લીક થયું તો ?’ મારાં પત્ની એમની વાતોમાં આવી ગયાં. એમણે મને લેક્ચર આપ્યું કે દુનીયા આખી પૈસાદાર થઈ ગઈ અને આપણે હજુ સુધી કેમ ગરીબ રહ્યા છીએ ? અને પછી થયો ઉગ્ર સમ્વાદ. પેલા મીત્ર ત્યાં જ બેઠા હતા. બોલ્યા, ‘જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારું આ ઘર બન્ધાયું  હોત તો આવા ઝગડા કદી ન થાત.’

આ વાસ્તુશાસ્ત્રની શોધ એટલે ‘સન્તોષીમા’ની શોધ. આ સન્તોષીમા પણ નોબેલ પ્રાઈઝ મેળવવાને યોગ્ય છે. મને યાદ છે, ૧૯૫૫માં જયારે હું નવમા ધોરણમાં હાઈ સ્કુલમાં હતો ત્યારે મારાં ભાનુકાકી મારી બાને સન્તોષીમાનું વ્રત સમજાવવા આવ્યાં હતાં ને કહ્યું હતું કે, ‘શુક્રવારે આખો દીવસ ભુખ્યા રહેવાનું અને સાંજે ચણા અને ગોળ ખાવાના.’ મારી બા એ પુછ્યું કે, ‘શાસ્ત્રોમાં તો નવ દુર્ગાનું મહત્ત્વ સમજાવ્યું છે; તો પછી આ નવા માતા ક્યાંથી આવ્યાં ?’ ભાનુકાકી  બોલ્યાં, ‘વડોદરેથી આવ્યાં. મારી બહેન ભીખીનો કાગળ છે કે અહીં વડોદરામાં જે સ્ત્રીઓ આ વ્રત કરે છે તેમની ઈચ્છાઓ પુર્ણ થાય છે.’ મારી બા એમ સહેલાઈથી માને એવી નહોતી. તે બોલી, ‘તો પછી આ નવ માતાઓ ઈચ્છા પુરી નથી કરતી ? અમ્બામાતા તો મારાં બધાં કામ કરે છે ! તો તેમને છોડીને સન્તોષીમા પાછળ કેમ દોડું ?’ ભાનુ કાકી કહે કે, ‘મારી ભીખી ખોટું ન બોલે. હું તો શુક્રવાર ચાલુ કરી દઈશ. વડોદરાના લોકો કરે છે તો પછી આપણને શો વાંધો ?’ મારી બા કહે કે, દેવી પુરાણમાં સન્તોષીમાનું નામ કદી વાંચ્યું નથી. હું અમ્બાજીને છોડીને તારી સન્તોષીમા પાછળ દોડું તો અમ્બામાતાને ખોટું લાગે.’ મારી બા નાસ્તીક નહોતી; પણ સામાન્ય બુદ્ધી ચલાવતી. તે જીવનભર અમ્બામાતાને છોડીને સન્તોષીમા પાછળ દોડી નથી. તેમનો ફોટો સુધ્ધાં પોતાના ભગવાનોના ફોટાની ગૅલરીમાં નથી રાખ્યો. તેમાં સન્તોષીમાનું નસીબ સારું, તે કોઈકે એમના નામની ફીલ્મ બનાવી અને ખુબ ચાલી. પ્રોડ્યુસરો કમાઈ ગયા. થીયેટરવાળાઓએ તો બહાર મન્દીરો બનાવ્યાં અને ફીલમ તો ફીલમ, આરતીમાં પણ કમાઈ ગયા ! પછી તો સન્તોષીમા જામી ગયાં. ફીલ્મ ચાલી અને એમનો પ્રભાવ પણ ચાલ્યો અને આ પ્રભાવ સદીઓ સુધી ચાલશે.

આ બ્રીલીયન્ટ માણસો નોબેલ પ્રાઈઝ દર વરસે જીતી શકે અને માનવજાતનાં કલ્યાણનાં કાર્યો પણ કરી શકે. અમેરીકામાં બેઠાં બેઠાં મેં સાંભળ્યું છે કે દર અમાસે ગુજરાતીઓ, કાલસર્પ યોગથી બચવા નર્મદા કીનારે વસેલા ચાણોદ-કરનાળીના શંકર ભગવાનના દર્શને હજારોની સંખ્યામાં દોડે છે. હવે આ કાલસર્પ યોગની શાન્તીપુજા પણ નોબેલ પ્રાઈઝની અધીકારી બની શકે. આવી પુજાઓ કરવાથી મૃત્યુ જ ન આવે એનાથી માનવજાત માટે વધુ રુડું શું ? હવે તે જાત્રાધામ તો બની ગયું; પણ વાહન વ્યવહારને પહોંચી વળવા રસ્તાઓ તો જુના જ છે ! સેંકડોની સંખ્યામાં વાહનો દોડે છે. એટલે તેમાં કેટલાય ભક્તો વાહનોના એક્સીડન્ટોમાં માર્યા જાય છે. કાળથી બચવા સદેહે ભગવાનને શરણે પહોંચે તે પહેલાં તે કાળને શરણ પહોંચે છે અને ભગવાન જોતા રહી જાય છે. ઘેર બેઠા હોત તો કદાચ બચી ગયા હોત. પણ પાછા એ જ લોકો કહેશે- ‘ભઈ, મોત જ જો નસીબમાં હોય તો ઘરમાં પણ આવે.’ ચાલો, બીજું કંઈ નહીં તો એ બહાને રસ્તાઓ તો નવા બનશે !

આપણે તો આ મામુલી વાતો માત્ર ગુજરાતની જ કરીએ છીએ; પણ આખા ભારત વર્ષમાં તો ભક્તોના પ્રતાપે ભગવાન માટે રોજ કેટલાંય નવાં શાસ્ત્રો અને પેટાધર્મો રોજ સર્જાતાં હોય છે. આ બધાં નવાં શાસ્ત્રો નોબેલ પ્રાઈઝને લાયક ઠર્યાં હોત – જો મીસ્ટર નોબેલને નોબેલ પ્રાઈઝ માટે ધર્મનો વીષય સુઝયો હોત તો !

–હરનીશ જાની

લેખક–સંપર્ક:

શ્રી હરનીશ જાની, 4, Plesant Drive, Yardville, NJ 08620 – USA

E-Mail: harnish5@yahoo.com Phone609-585-0861

લંડનથી પ્રગટ થતા ગુજરાતી ડીજીટલ માસીક  ‘ઓપીનીયન’ ના પુસ્તક: 16, પ્રકરણ: 12, સળંગ અંક: 192, તા.16-03-2011ના અને તા.16-04-2011ના ‘નીરીક્ષક’ના અંકમાંથી, લેખક શ્રી હરનીશ જાની તેમ જ ઓપીનીયન’ના તંત્રી શ્રી વીપુલભાઈ કલ્યાણીની અને ‘નીરીક્ષક’ના તંત્રી શ્રી.પ્રકાશ ન. શાહની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

ઈ–મેઈલ: vipoolkalyani.opinion@btinternet.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

ગોવીન્દ મારુ નવસારી

અક્ષરાંકન – ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

22th April, 2011

()()()()()()()()()

 

21 Comments

 1. Jay Ho Amba Maa. Tamara harif hata nahi Santoshi Maa pan
  koy pan vyakti ne kadach tukko sujyo ane chali niklyo. Varso pahelan Santoshi Maa film joy pan khari. Chamtkaro
  batavela joya. Navai e lagi ke tyar pahelan aa Maa nu nam sambhlyun nahotu etle acharaj bahu thayun pan maan manavi lidhun ke mara khyalbahar hashe. Bhai Harnish Jani nu lakhan vanchi parda farsh thayo.

  Paisha vala ne Vashtu Sahshtra na bahane ghar judi rite sajavava moko male chhe teni pachhal bija and paisa vagarna kutay jay chhe.

  Aa Damava koy rasto nathi jem lanch rushvat damva koy rasto nathi. Paisa vala and paisa banava ichhe te koy pan rasto akhtyar kare. Aa shashtra thi paisa thay to sarun nahinto paisa javano rasto apnavyo ganay. Jeni pase chhe te gumave to kadach palve pan uchhi udhara karya hoy to?

  Sadbudhhi lokone male tem icchiye

  Like

 2. છેલ્લા થોડા વર્ષો થયા વાસ્તુ શાસ્ત્રનું નવું તૂત શરૂ થયું છે અને કેટલાક અંધશ્રધ્ધાળુઓ પોતાના રહેણાક ઘરો કે જે ઘરમાં વર્સો થયા વસવાટ કરી ફાલ્યા ફુલ્યા હોય તે મકાનમાં આ વાસ્તુશાસ્ત્રીઓ કહે તે પ્રમાણે ફેરફાર કરે છે અને બાદમાં ક્યારે ય ના આવી હોય તેવી મુશ્કેલીઓ સહન પણ કરે છે. આમ વહેમ કે શંકાનું કોઈ ઓષડ નથી. પોતના સ્વમાં રહેલો આત્મ વિશ્વાસ જ આવા બખડ જંતરથી બચાવી શકે બાકી આવા લેભાગુ વાસ્તુ શાસ્ત્રીઓ પોતાનો ધંધો જમાવવા આવા બધા કરતુકો કરતા જ રહે છે/ રહેશે ! આવું જ માતાજીઓને નામે ચાલે છે. હરનીશભાઈએ સંતોષીમાતાનો ઉલ્લેખ કર્યો પણ તે પછી એક નવા માતા નામે વૈભવ લક્ષ્મી પણ અવતાર ધારણ કરી ચૂક્યા છે અને સંભવ છે કે નજીકના ભવિષ્યમાં વળી કોઈ નવા માતા પ્રગટે તો નવાઈ નહિ લાગવી જોઈએ ! દુનિયા જુકતિ હૈ જુકાને વાલા ચાહિયે ! આ લેખ મેં હરનીશભાઈએ “નીરિક્ષક્માં” છપાયેલો તે વિષે જણાવેલ અને મેં તેમાં વાંચેલો.

  Like

 3. જો કે વાસ્તુશાસ્ત્રથી ઘરના માલિકને કે બીજા કોઈને ફાયદો થાય કે ન થાય, સિવિલ ઈજનેરો અને આર્કિટેક્ટ્સને ફાયદો થાય જ છે. સિવિલ ઈજનેર બન્યા પછી મને થાય છે કે હું ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવવાને બદલે રેસિડેન્શિયલ કન્સ્ટ્રક્શનમાં જોડાયો હોત તો વાસ્તુશાસ્ત્રનો લાભ લઈ શક્યો હોત અને આપી પણ શક્યો હોત..

  સરસ હળવા કટાક્ષ સાથેનો લેખ, વાંચવુ ગમ્યું. ધર્મ માટેના નોબેલનું લિસ્ટ બને તો …. ! કલ્પના જ ભયંકર છે, ધર્મના નામે આટલી ચડસાચડસી ઓછી છે સાહેબ ?

  Like

 4. હરનીશભાઇનો આ લેખ નિરીક્ષકમાં અથવા ઓપિનિયનમાં વાંચ્યો હતો.
  ધર્મમાં શોધખોળ માટે નોબેલ પુરસ્કાર મળતો હોત તો આઝાદી પછી આપણે કદાચ કઈં નહીં તો પચાસેક પુરસ્કાર તો મેળવ્યા જ હોત.

  હરનીશભાઈ, આપણે માન્યતાઓનું હરતુંફરતું વ્યક્તિગત મ્યૂઝિયમ બની રહેવામાં ગર્વ અનુભવી છીએ.

  Like

 5. પ્રિય મિત્રો;
  પ્રેમ;
  લોભીયા અને મુર્ખોથી આ દુનિયા ભરેલી છે. એક છીંડામાંથી તમે બચાવવા જશો તો એ બીજા છીંડામાં ફસાવાના જ છે. અને ધુતારાઓ પણ જાણે જ છે કે એક શસ્ત્ર હવે બુઠુ થઈ ગયું એટલે તે બીજું શસ્ત્ર તરત જ શોધી કાઢે છે અને વળી આ લોભિયા જમાત તેમા ફસાય છે ને ફસાય પછી હો હા કરી મુકે છે કે અમે તો બરબાદ થઈ ગયા, અમને ફસાવ્યા અને હવે ધુતારાઓને સજા કરો.ગુજરાતીમા કહે છેને કે રુપિયાના ત્રણ અડધા લેવા જાઓ તો બે ખોટાં જ નીકળે. પણ લોભવૃત્તિ આંધળી અને બહેરી હોય છે. હજારો વર્ષોથી આ ચાલ્યા કરે છે. અને એવું નથી કે આ ભારતમાં જ થાય છે. ભારતમા જુદી જુદી માતાઓ કે વાસ્તુશાસ્ત્રના નામે લોભિયા લોકોને ફસાવવામા આવે છે તેમ જ બીજા દેશોમા અન્ય તરકીબો અજમાવવામા આવે છે. અસલી સમસ્યા છે માણસની લોભવૃત્તિ, પણ એ દેખાતી નથી અને આપણે એક પક્ષી ન્યાય તોળી ધુતારાને જ દોસી ગણીએ છીએ.
  કન્ફ્યુશીયશના જીવનની એક કથા યાદ આવી. કન્ફ્યુશીયશ ચીનનો બુધ્ધિમાન સંત હતો. તેની બુધ્ધિથી પ્રભાવીત થઈ ચીનના સમ્રાટે તેને ન્યાયાધીશનુ પદ સોંપ્યું. પ્રથમ દિવસેજ એક ચોરીનો કેસ આવ્યો. એક અતિધનવાન શેઠને ત્યાં ચોરી થઈ હતી અને ચોર રંગે હાથે પકડાઈ ગયો હતો.કોર્ટમાં બન્ને પક્ષની દલીલો સાંભળીને કન્ફ્યુશીયશે ચોરને પાંચ રુપિયા અને શેઠને સો રુપિયા દંડ ફટકાર્યો. શેઠે રાજાને ફરિયાદ કરી કે, “આ કેવો ન્યાય?” સમ્રાટ પણ મુંઝાણાને કન્ફ્યુશીયશને બોલાવી ખુલાસો માંગ્યો. કન્ફ્યુશીયશે કહ્યું, “મહારાજ મારું કામ ન્યાય તોળવાનુ છે. ફક્ત બહારથી જ જે દેખાય છે તે જોઈને હું ન્યાય તોળું તો તો અન્યાય થઈ જાય. આ શેઠને ત્યાં ચોરી થઈ છે તે વાત સાચી છે પણ આ શેઠે અનેક મજબુર, ભોળા અને અણસમજુ માણસોને છેતરી કે તેમની મજબુરીનો લાભ ઉઠાવી કે તેમનુ શોષણ કરી એટલું બધું ધન ભેગું કર્યું છે જે ચોરી કરવા કોઈને પણ લલચાવી શકે છે. જ્યારે બીજી બાજુ આ ચોરની પત્ની બિમાર છે અને તેની પાસે બે ટંક ખાવાના પૈસા પણ નથી જેથી મજબુર થઈ તેને ચોરી કરી છે. ચોરીની ઘટનામાં ચોરનો ગુનો તો નહિવત જ છે જ્યારે આ શેઠનો ગુનો વધુ મોટો છે, જેથી ચોરને પાંચ રુપિયા અને શેઠને સો રુપિયા દંડ કર્યો છે.”
  ખરેખર તો ધુતારાની સાથે સાથે લોભિયા પણ એટલા જ જવાબદાર છે. સંતોષીમાતા કે વિજયાલક્ષમી માતા કે દશામા કે બીજી કોઈ માતા તો લોભને બહાર લાવવાનુ કામ જ કરે છે.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ.

  Like

 6. વાહ! મારા મોઢાની વાત છીનવી લીધી !
  ‘એક વાત ચોક્કસ છે: સામાન્ય બુદ્ધીવાળા સામાન્ય લોકોને વાસ્તુશાસ્ત્રની જરૂર નથી.’
  પણ કલ્પના શું ખોટી છે?
  ઉર્દુમાં એક શેર છે, ‘‘યું તો હમને દેખી નહીં, જન્નતકી હકીકત લેકિન;
  દિલકો બહલાને કે લિયે ખ્યાલ અચ્છા હૈ,
  આપણા ઘરને જ સ્વર્ગ બનાવવાના માટે વાસ્તુની જરૂર નથી જીવનને રાગદ્વેષ, ખટપટ અને વેરઝેરથી મુક્ત કરીને સંપૂર્ણ આનંદમય બનાવીએ અને એને પૂર્ણસ્વરૂપે માણીએ.મારી કેબીન વરસાદ ન હોય તો ગળતી નથી ગીત મને ગમે છે
  બીજો વિચાર આવે છે

  બે દરો દિવારકા એક ઘર બસાના ચાહીએ!
  આમેય ભક્તના લક્ષણમા અનીકેત આવે છે!!

  Like

 7. “ઝુકતી હે દુનીયા ઝુકાનેવાલા ચાહિયે” કહેવત અનુસાર ધર્મના ધંધાધારીઓ અત્યારે કરોડો અંધ્ધ્શ્રધાળુઓને શીશામાં ઉતારી રહ્યા છે.

  જો આવા ઠગો માટે કોઈ પ્રાઈઝ રાખેલ હોય, તો પ્રાઈઝ ની સંખ્યા કરોડોમાં થઈ જશે.

  આમા પહેલું પ્રાઈઝ કોને જશે? કોઈ મહંતને, મુલ્લાને, પાસ્ટરને કે ………….?

  કાસીમ આબ્બાસ
  કેનેડા

  Like

 8. There was a news in a block letters…” Kalika matana mandirma lootaruoae dhad padi ane matana gharena ane trishul chori gaya.” Kalika mata jemne mrutiuna dev shivne jamin par patkine teni chhati par chhadhibetha hata te have laachar banine potani jaatne lootava de chhe. Hindu devo laachar banine potana mandiro lootava de chhe.

  Hakikatma aa badha Rushi-muniona KHEL chhe. Jadugar nachave ane vandrao nacche.

  Harnishbhai Jani is my friend. He is known for his revolutionary thinking and he puts his thoughts (Truth) in a hilarious way on the paper. He received Gujarati sahitya’s Jyotindra Dave Paritoshik for the year 2010- 2011.

  Happy 70th Birthday to Harnishbhai.

  Amrut(Suman)Hazari.

  Like

 9. પ્રિય મિત્રો;
  પ્રેમ;
  અહીં અગાઊ પણ વાસ્તુશાસ્ત્ર વિષે ચર્ચા થઈ ચુકી છે જેથી મારી સમજ મુજબ મારું મંતવ્ય આપું છું.મેં કોઈ વાસ્તુશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી કે હું કોઈ વાસ્તુશાસ્ત્રી નથી કે વાસ્તુશાસ્ત્રના નામે ચાલતા ડિંડકોનો સમર્થક. પણ મારી દૃષ્ટિએ વાસ્તુશાસ્ત્ર વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય સાધી રચાયેલું શાસ્ત્ર હોવું જોઈએ.આજની તારીખમા ફુટી નીકળેલા વાસ્તુશાસ્ત્રીઓએ રચેલા વાસ્તુશાસ્ત્રો સાથે મારે કોઈ લેવાદેવા પણ નથી. પણ મારી (અને કદાચ તમારી પણ) સામાન્ય બુધિ કહે છે કે, દરેક પદાર્થ ઉપર બાહ્ય વાતારણ અસર કરે છે. તે જ રીતે દરેક જીવંત પર પણ બાહ્ય વાતાવરણ અને પરિબળો સારી કે અવળી અસર કરે છે.દાત. એક પ્લાસ્ટિક ડોલને તડકામા રાખવામાં આવે તો તેનુ આયુષ્ય ટુંકાઈ જાય છે. એક છોડને તેની પ્રકૃતિ મુજબનુ વાતાવરણ મળે તો તેનો વિકાસ સારો થાય છે. મારી દૃષ્ટિએ વાસ્તુશાસ્ત્ર છે આવા પરિબળોનો અભ્યાસ અને જે પરિબળો આપણા અને આપણા પરિવારજનો ના વિકાસમા સહયોગી થાય તે રીતે આપણા નિવાસનુ આયોજન કરવું જેથી ઘરના સદસ્યોનુ સ્વાસ્થ્ય અને મન પ્રફુલ્લિત રહે. દાત. મારા ઘરની પુર્વ દીશામા ખુલ્લી ગટરો હોય અને તેની દુર્ગંધ અને જીવાણુઓ મારા ઘરની પુર્વ દીશામાંથી વધુ પ્રમાણમાં આવી શકે તેમ હોય તો મારે પુર્વ દિશામાં બારી ન રાખવી જોઈએ. (જો અન્ય દિશામા બારી રાખી શકવાનૂ શક્ય હોયતો)પણ બીજી દિશામાં રાખવી જોઈએ.
  બસ આમ જ આવી સામાન્ય બાબતોને અને વિજ્ઞાનના નિયમોને ધ્યાનમા રાખીને ગૃહનિર્માણ થાય કે તેમાં ફેરફાર થાય તો તે પરિવારજનોના તન અને મન પર શુભ અસરો કરે તેમા કોઈ વિવાદને અવકાશ નથી. બાકી રસોડું અગ્નિ ખુણામા રાખવું કે નૈરુત્યમા અને અગ્નિ ખુણામા રાખવાથી લક્ષ્મી વરસી જશે તેવી વાતો લોભિયાના ખિસ્સામાંથી થોડું ધન ખેંચી જવા માટે જ હોય છે. અને આમ પણ આ લોભિયાઓ સીધી રીતે ધન કાઢતા નથી જ. કોઈ થોડી આંગળી ટેઢી કરી ને કઢાવી લે તો ભલે કઢાવી લેતો. કમસે કમ એ ધનનો કોઈ ઉપયોગ તો સમાજમા થશે. બાકી તો આવા લોભિયાઓ ધનની ઉપર ફણીધર સાપ થઈને બેઠા હોય છે.

  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ.

  Like

 10. કપોળ કલ્પિત વાતો સાચી માની ફેરફાર કરનાર વ્યક્તિને અનુભવ થાય પછીજ ખ્યાલ આવેછે કે સાળુ ખાડામાં ઉતરી ગયા.
  રાંડયા પછી જ ડહાપણ આવે તે કહેવત આપણા પુર્વજોએ કહી હશે તે અનુભવે કહી હશે ને?

  Like

 11. તમને ગમે, તે દિશામાં બાંધો,પોષાય તેટલામાં જ બાંધો,મગ્યા હોય તેટલું લાંબુ-પહોળું બાંધો,ઊંડુ-ઊંચું બાંધો,તમારી આંખને ગમે તેવું રંગો અને પછી સંતોષ થાય
  તો તેમાં ઘર પ્રવેશ કરો,સંતોષ પછી જે ભોંય ગમી તે જ તમારું ઘર-આમાં બીજાં વચ્ચે ક્યાંથી આવ્યાં????જે આવ્યાં તે સમગ્ર ડખલ અને સત્ય એ છે કે તમે એમને વ્હોર્યા હતાં!!!!

  Like

 12. વડોદરામાં અપ્સરા ટોકીઝમાં જય સંતોષીમાં આવેલું.ટોકીઝની બહાર કમ્પાઉન્ડમાં મંદિર બનાવી દીધેલું.હવે દશામાનું પુર ચાલે છે.રોજ નવી માતાઓ અને દેવો ફૂટી નીકળતા હોય છે.વૈભવ લક્ષ્મીનો પણ એક જમાનો હતો.ભગવાન એ કમજોર ભક્તોના કાલ્પનિક ભેજાની પેદાશ છે.અહિંસાને રવાડે ચડેલા કમજોર અને કાયર બનેલા હિન્દુઓને કોઈને કોઈ આસ્થાનું નામ જોઈએ જ.બાકી જીવી શકે નહિ.એક સધિયારો જોઈએ.હવે આ કાલ્પનિક ભગવાનો કોઈ મદદમાં આવતા નથી.એટલે પછી એણે બદલી નાખવામાં આવે છે.આજે સંતોષીમાતા તો કાલે દશામાં.હવે સાઈબાબાનું ઘોડાપુર આવ્યું છે.દરેકની આસ્થા એમનામાં સમાઈ ગઈ છે.એક મુસ્લિમ ફકીર,જોકે એમને નાત જાતની ખાસ પડી ના હોય તે વાત જુદી છે.પણ હિન્દુઓનો દંભ જુઓ,માંસાહારના નામે જીવ કાઢી નાખે,સાઈબાબા માંસાહાર કરતા તે એક વિવાદ છે જ.તેમના સમકાલીન હિંદુ સંતો એમને માનતા પણ નહોતા.નબળા લોકોને જીવવા માટે સહારો જોઈએ.વાસ્તુશાસ્ત્ર પણ આવું જ છે.ફેંગ સુઈ પણ આવું જ.અહીં તો ડોક્ટર પણ ગાયને હાથ લગાવી માથે અને આંખે હાથ લગાવતો હોય છે.આજ ધર્મ છે.હવે તો હનુમાનજીના પણ સરઘસ નીકળવા માંડ્યાં છે.વડીલ અરવિંદભાઈને પૂછો સારંગપુરના કષ્ટભંજન હનુમાનજી હવે દસ કરોડના સોનાના સિંહાસન પર વિરાજમાન થવાના છે.પથ્થરની મૂર્તિને સોનાનું સિંહાસન વાહ!ભાઈ વાહ!આવું બધું જુએ તો હનુમાનજી ખૂદ રડી પડે.

  Like

 13. ઘણુ સરસ આલેખન અને મુકત અભિવ્યક્તિ માટે હરનીશભાઈને વંદન અને આ લેખ અમારા સુધી પહોંચાડવા આપને અભિનંદન..!

  Like

 14. ગુજરાતને બીજા પ્રાંતની જ આ વાત નથી અહિંથી અમેરિકા વખાના માર્યા કે, પૈસા કમાવા કે હોંશના ગાજર ખાવા ગયેલા પણ આવા આવા કઈક ગતકડાં ચાલાવે છે કે જેઓ નોબેલ તો શું સુપર નોબેલ પ્રાઈઝના અધિકારી છે. આજુબાજુ લેખક શ્રી નજર કરશે તો કદાચ તેમની ઓફીસમાં યે આવા મહાનુભાવો મળી જશે.

  જો નોબેલની કમીટીમાં આપને સલાહકાર બનાવવામાં આવે તો તેવા મહાન આત્માઓનું નામ સુચવવા નમ્ર વિનંતી છે.

  🙂

  Like

 15. વાસ્તુશાસ્ત્ર લુચ્ચા બુદ્ધિજીવીઓ ના ફળદ્રુપ ભેજાની પેદાશ છે. જંગલમાં જેમ ગાંડા બાવળ ઊગતા હોય છે તેમ આ વાસ્તુશાસ્ત્રના ગાંડા બાવળો દેશમાં ઠેર ઠેર ઊગી નીકળ્યા છે. તેમાંએ વળી આ બાવળોને ગાંધીનગર ગુજરાતનું અને દિલ્હીનું વાતાવરણ બહુંજ માફક આવે છે. આવા બાવળો હવે જયાં જ્યાં દુનિયામાં ગુજરાતીઓ વસે ત્યાં પણ સારા એવા પ્રમાણ માં ઊગવા માંડ્યા છે. પરદેશમાં તો આ બાવળોને ઘણુંજ સારું ખાતર મળે છે એટલે બહુ ઓછા સમયમાં મોટું ઝાડ થઇ જાય છે.

  આ ગાંડા બાવળનો વૃદ્ધિદર અહી ન્યુઝ પેપર વાળાઓ પણ સારી રીતે વધારી આપતા હોય છે. કારણકે એમને પણ ધારેલાં ફળ મળતા હોય છે. નવાઈની વાત એ છે કે અહીના લોકોને ગાંડા બાવળામાં બિલકુલ રસ નથી.

  તમે લોકો આ ગાંડા બાવળનો નાશ કરવા મંડ્યા છો, પરંતુ જ્યાં સુધી એક પણ ગુજરાતી જીવતો હશે ત્યાં સુધી આ ગાંડા બાવળનો નાશ કરવો શક્ય નથી. જો કોઈ આ ગાંડા બાવળનો સંપૂર્ણ પણે નાશ કરી આપે તો તેને નોબલ પ્રાઈઝ મળવું જોઈએ એવું હું દ્રઢ પણે માનું છું.

  Like

 16. My friend Kaushik Amin is a sincere and disciplined social worker. During Morbi’s flood disaster he volunteered to help dead bodies disposal by burning in the funeral place on river bank. He did not have even time to go to a nearby place to have his lunch. The lunch he carried becomes cold. What he did was, he heated his food on the burning wooden remains and eat.
  He is strong, healthy and same social worker even today. No evil spirit harassed him nor helped him. His volunteer nature and act gave him a peace of mind. He even accepted a challenge to stay overnight in a very well blamed AVAVARU house for having evil spirit,and no evil spirit appeared.
  Our society has thousands of stories regarding EVIL SPIRIT. People hang LIMBU AND MARCHA on their front entrance. Businessmen throw limbu, marcha on the road.( There are many similar acts with similar purpose being observed). I have seen a businessman, Jain by religion and also of a vaishnav, selling meat sandwiches. What they do is keep their God’s and parents photos at the counter and do pooja and Aarti to be blessed and forgiven for their prohibitive act by their religion just to earn money. Why not be a positive and not ashamed for the business which gives them bread and butter for the family ?.
  SAGVADIYO DHARAM. Where ever and in which ever natural process people do not have knowledge, they devote their blindness or blind belief to a new God or Godess. This is how Hindu Dharm has achived TETRIS KAROD Devi & Devtas.
  Today there is a report in SUNDAY STAR-LEDGER, ( April,24,2011)newpaper, ” Inventive Jerseyans always have their thinking caps on. From practical gadgets to whimsical widgets, residents patent thousand of products. They toll in basement, living rooms and small office space across New Jersey.
  The at-home inventor, fussing over designs, putting that fleeting’ good idea’ on pater…….”
  ” For me, it’s called obsession,” said Marni Markell, who holds about 30 patents. ” I am at a point where I just function outside the box all of the time……
  From marketable new products to improvements on existing designs to the downright bizarre, New Jersey’s Idea-junkies…..Last year, more than 4,300 (patents) were issued in the state,a highiest number since 2000.

  Here is the differance. These people use their knowledge and time to explore science while we indians use our time (Not knowledge) in creating new Gods and seek Gods help solving our problems. Brahmins,Pundits, sadhus, preacers help GHETAS to enrich their ANDHSHRADDHAS. On last Hanuman Jayanti in a village, 165 kilo oil was poured on Hanuman. No body thought about poor hungry children.

  If, this continues, there is no future.

  Our readers can add their experiences to enrich this thinking.

  Amrut(Suman)Hazari

  Like

 17. Vastushashtra ?????
  Dishao ??????
  Purva, Paschim, Uttar & Daxin…..
  Bhagavan kai disha ma rahe ? Kayi disha pavitra ?

  There is a urdu sher…..

  ” sayad sharab pine de masjid me baith kar,
  ya fir wo jagah batade jahan par khuda na ho!!!!!!!!!

  Sarvavyapi Khuda….Bhagavan…..God…..Allah……Ishvar……???????

  So, which direction is Pavitra?

  Amrut(Suman)Hazari.

  Like

 18. It is a good article to read. According to my experience of life, we do not need to follow or do any rituals in life. I do not do any rituals or follow any beliefs. I feel great and happy in my life. It requires courage and determination in life to become free from these non sense things.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

 19. Dear Govindbhai Maru, Harnish Jani and Rational Friends:

  “Religion is the Opium of Masses”. It is the root cause of All Beliefs/Evils. Heaven and Hell also were created by them. Fearful Simple people follow many such Illogical Stories. It is a Mass Histeria. It has reached the entire world in different Names – Gods and Goddesses. It is one of The Biggest Business. It is Not a Need for many and they ignore the same.

  Blind Faith is due to Brain Wash. Rituals are spreading among Hindu, Jains and Others. Gujaratis are in this in Large Numbers around the World. They have a lot of Money. They don’t know what to do about it. It is their biggest Worry. So they spread little every where. Santoshi Ma, Sai Baba, Hanuman, Vastu Shastra Puja, etc. are vehicles to drag People, who do Not basically the Thinking Type. I have come to one conclusion that go at any place where you have friends. Don’t Give Any Money to them. I am Born as a Jain. So I go to their ceremonies. They always have Feast at the end of the Program. They Call it “Swami-Vatsalya”. There is a saying in Gujarati – “Shira Maate Shravak Thay”. I am a Surti and I have tasted so many “Sangh Jaman” that I have their Taste on my Tongue even to-day after years, over 42 in U.S.A.

  I sincerely Believe that “Suratnu Jaman and Kashinu Maran”. I am Not sure about Maran, but it has to come one day in U.S.A.
  I will believe that it was in Kashi-Benaras, because I won’t be there to see it. I have never been excited about a Stone Idol even with “Pran Pratishtha”. One can’t bring Life to Stone. I have never prayed in the Temple, Of Course, I have been Present there Physically for respecting other Believers there. It is a Waste of Moneyand Time, that can be very well Used for Good Causes like Education, Health/Hospitals, Retirement Communities, and Other Social Institutions for Orphans, Widows, Blind, Hostels, etc.

  Society will be Better off with Money well Spent. Our Efforts have to be in this Direction. Setting Examples will be the Right Way. Hope Our Efforts Result into Lesser of these Evils/Waste.

  Fakirchand J. Dalal
  9001 Good Luck Road,
  Lanham, Maryland 20706.
  U.S.A.

  sfdalal@comcast.net

  Like

  1. Dear Fakirchand Dalal;
   Love;
   Karl Marks said, “Religion is the Opium of Masses”. Karl Marks was a socialist and could not see that the society does not exist at all. What exists is an individual, and group of individual is known as society. (Society is word for assembled people.) But that is the problem with socialist or social workers/ reformers. They can see only superficially. And that’s why the entire theory of communism failed miserably.
   Whereas the religion deals with an individual. The true Religion helps an individual to transform his/her life and to find the truth and peace.
   But I can understand your annoyance towards the so called religions like Hindu, Jain, Muslim, Christen, Shikh, Baudh or any other known as religion. As such these so called religions are nothing but deeply rooted diseases. And at large people are not even aware about their own disease, because most people surround them are also diseased. And if someone draws their attention towards theses diseases, the entire crowd of diseased kills him.
   My master used to say, “When you can become Mahavir, why do you want to become Jain? When you are equally potential as Krishna was, why to satisfy with just Hindu?”. But to become a Budhdha one has to struggle as hard as the Budhdha did in his life. Whereas becoming Baudh is very easy. Just take birth in Baudh family and you are Baudh. It becomes your birth right. And without passing through a painful process, no tree can produce flower. How can a human be flowered without the process? And that’s why all these so called religions are stinking. They are full of coward and lazy people, who do not want to take any pain to become Budhdha.
   His Blessings;
   Sharad

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s