વીચારધારા અને માર્કેટીંગ

વીચારધારા અને માર્કેટીંગ

     દુનીયામાં માનવસર્જીત સૌથી શક્તીશાળી કોઈ પરીબળ હોય તો તે વીચારધારા. લોકમાનસ પર લાંબા સમય સુધી શાસન કરવાનું એ શ્રેષ્ઠ સાધન રહ્યું છે.

     પ્રભાવશાળી અને પ્રતીભાવાળી વ્યક્તીઓની વીચારસરણીએ સમાજને, દેશને અને દુનીયાને ઘડી છે. ઈતીહાસે રાજાઓ અને યુદ્ધો સીવાય જેની પણ નોંધ લીધી હોય તે છે ક્રાંતીકારી વીચારધારાઓની.

     વીચારધારા ધાર્મીક હોય, રાજકીય હોય, સામાજીક હોય કે આર્થીક હોય; લોકજીવન અને સંસ્કૃતી પર એની અસર ચોક્કસ બનાવો કરતાં ઘણી વધારે રહી છે. અડધી દુનીયા જીતનાર ચંગીઝખાન ભુલાઈ ગયો છે. એનાથી છસ્સો વરસ પહેલાં થઈ ગયેલ મહમંદ પયગંબરની વીચારધારાનો પ્રભાવ જરાયે ઓછો નથી થયો.

     વીચારધારા સર્જનાત્મક હોઈ શકે, વીનાશકારી હોઈ શકે કે પછી એક સાથે બન્ને હોઈ શકે છે. સર્જનાત્મક વીચારધારાને જ્યારે સર્વશ્રેષ્ઠ ઠરાવવાનો પ્રયાસ થાય છે કે પછી એમાં ખોટી માન્યતાઓનો કચરો ઉમેરવામાં આવે છે, ત્યારે તે એટલે અંશે વીનાશકારી બની જાય છે. વીચારધારાની વીનાશકારી અસર માણસે  બનાવેલ કોઈ પણ શસ્ત્ર કરતાં વધારે સંહારક રહી છે અને ઘણા લાંબા સમય સુધી કામ કરે છે. અમેરીકાએ નાગાસાકી પર નાંખેલા અણુબોમ્બે 60,000 લોકોનો પળવારમાં નાશ કર્યો. હીટલરે યહુદીઓ પ્રત્યે પ્રસરાવેલ ઘૃણાએ, એનાથી સો ગણા વધારે લોકોનો વરસો સુધી, ભોગ લીધો છે. આજના કટ્ટરપંથી ધર્મઝનુનીઓ પણ આવી જ વીનાશકારી વીચારધારાના હાથા બન્યા છે. 

     આ બધી વીચારધારાઓ પાછળનું ચાલક બળ છે ‘માર્કેટીંગ’ ઘણી ઉમદા વીચારધારાઓ માર્કેટીંગના અભાવે વીસરાઈ ગઈ છે કે પછી વાજબી સ્વીકૃતી પામી શકી નથી.

     સામાન્ય રીતે  ઔદ્યોગીક જગતમાં માર્કેટીંગ શબ્દ ધંધા માટે વપરાય છે. એનો અર્થ ફક્ત વેચાણ નથી. જ્યારે તે વ્યક્તી, બનાવ કે વીચારધારાના સંદર્ભમાં વપરાય છે ત્યારે તેનો અર્થ સંકલન, રજુઆત અને પ્રચાર થાય છે. આ ‘માર્કેટીંગ બળ’ આગળ વ્યક્તી, બનાવ કે ‘વીચારધારાની ગુણવત્તા’ પણ ક્યારેક ઓછી મહત્ત્વની બની જાય છે.

     સેંકડો લોકોએ હીંસક કે અહીંસક માર્ગે આપણા દેશની આઝાદી માટે પોતાની જાતનું બલીદાન આપ્યું છે. આ શહીદોમાં પહેલું નામ લેવાય છે ભગતસીંહનું. એમના ઉપરાન્ત બીજાં થોડાંક નામ હજી લોકોને યાદ હશે; પણ મોટા ભાગનાં ભુલાઈ ગયાં છે. શહીદ તો તેઓ પણ થયા હતા અને એવી જ ભાવનાથી થયા હતા. આની પાછળ અન્ય કારણો સાથે એક કારણ એ છે કે ભગતસીંહનું જેટલું માર્કેટીંગ થયું છે એટલું બીજા કોઈનું નથી થયું.

     માર્કેટીંગ નકારાત્મક રીતે પણ થાય છે. ઔરંગઝેબ પોતાના ભાઈઓને મારીને, બાપને કેદ કરીને સત્તા પર આવ્યો હતો એ ખુબ ગવાયું છે. આવો બનાવ પહેલો કે છેલ્લો નથી. ઘણા સત્તા– પલટા લોહીયાળ રહ્યા છે. એમાં ભાઈઓની હત્યા, કારાવાસ કે દેશનીકાલ બધું બનતું હતું. ઘરઆંગણે ઝવેરચંદ મેઘાણીની ખુબ પ્રસીદ્ધી પામેલી બહારવટીયાઓની વાર્તાનાં મુળ આવા રાજપલટાઓમાં રહેલાં છે. એમનો એટલો પ્રચાર નથી થયો.

     નાઝી જર્મનીમાં શાસક વર્ગ દ્વારા યહુદીઓની સામુહીક હત્યા ઘણી ચર્ચાઈ છે અને હજી પણ ચર્ચાય છે. શાસકવર્ગ દ્વારા રશીયા, ચીન, કમ્બોડીયા, રવાન્ડા જેવા ઘણા દેશોમાં લાખો લોકોની નીર્દય કતલ ત્યાર પછી થઈ છે. એની આટલી નોંધ નથી લેવાઈ. ફરીથી એ જ, માર્કેટીંગનો પ્રભાવ અને અભાવ.

     વ્યક્તીઓ અને બનાવો વીશે આવા તો ઘણા દાખલા આપી શકાય. આ લેખનો હેતુ દાખલા ટાંકવાનો નથી. વીચારધારા અને માર્કેટીંગના પ્રભાવના અને અભાવના પરીણામને રજુ કરવાનો છે.

     સંદેશા વ્યવહારમાં આવેલી જબરદસ્ત ક્રાન્તીને લીધે છાપાં, સામયીક અને ટી.વી. દ્વારા ભરપુર માહીતી મળવા લાગી છે. એમનો મુળ હેતુ વ્યાપારી હોવાને લીધે માહીતીની ગુણવત્તા સંશયાત્મક હોય છે. સમયના દબાણ નીચે  કામ કરતા લોકોને અપાતી માહીતીની ચોકસાઈ તપાસવાનો સમય નથી હોતો અને એની દરકાર પણ નથી હોતી. આ માધ્યમો માહીતી સાથે પોતાનાં મંતવ્યો પણ રજુ કરતા હોય છે. એમના પક્ષપાતી પ્રસારણથી આપણી વીચારસરણી જાણે–અજાણે એક ચોક્કસ દીશામાં ઘડાતી જાય છે. જુદાં માધ્યમોનો અલગ દૃષ્ટીકોણ જાણવાનો કે સમજવાનો સમય અને વીવેક બધા પાસે નથી હોતો. પોતાની મેળવેલી માહીતી  સાચી અને અન્ય બધી ખોટી એમ ઘણા લોકો માનતા થઈ જાય છે. પરીણામે એક ચુસ્ત મતવાદી, જડ સમુદાય અસ્તીત્વમાં આવે છે.

     આ બાબતમાં પુસ્તકો થોડાં જુદાં પડે છે. એમાં લેખકના અભીપ્રાય અવશ્ય હોય છે; પણ એ લખવા પાછળ લેખકનો વ્યાપારી હેતુ ઓછો હોય છે. ચોક્કસ સમયમાં પતાવવાનું દબાણ ઓછું હોવાથી પ્રમાણમાં એ વધારે આધારભુત હોય છે. કમનસીબે પુસ્તકોનું વાચન મર્યાદીત થતું જાય છે.

     દુનીયામાં વસતા 640 કરોડથી પણ વધુ માનવ સમુદાયની ધર્મ અને ઈશ્વર વીશેની ઘણી જુદી જુદી સમજણ છે. બધા જ પોતાની સમજણને સાચી અને પોતાના ધર્મને શ્રેષ્ઠ માને છે. એની તરફેણમાં એ પોતાના ધર્મની વીશેષતાઓ ગણાવે છે.

     સંખ્યાની દૃષ્ટીએ જોઈએ તો ખ્રીસ્તીઓ 200 કરોડ જેટલા છે. મુસ્લીમ 130 કરોડ, હીન્દુ 90 કરોડ છે. એમની સરખામણીમાં  જૈનોના બધા જ પંથ, ફાંટા અને સંપ્રદાયો ભેગા મળીને 60 લાખ (0.1 ટકા) જેટલી સંખ્યા છે. મુખ્ય ધર્મો તો દુર રહ્યા; ગૌણ ધર્મોમાં પણ જૈન ધર્મનું સ્થાન ઘણું પાછળ છે. એના લીધે એનું મહત્ત્વ અને અસરકારકતા સીમીત રહી ગયાં છે.

     સંખ્યાબળ એ કોઈપણ વીચારધારાની ગુણવત્તાનું માપ નથી. છતાંયે એની મર્યાદીત સ્વીકૃતી કંઈક તો જરુર સુચવે છે.

     બધી બાબતોની જેમ ધાર્મીક વીચારધારાના ફેલાવામાં પણ એનું આકર્ષણ અને માર્કેટીંગ મોટો ભાગ ભજવે છે. શરુઆતમાં બધા ધર્મોનો ફેલાવો રાજ્યાશ્રયમાં થતો હતો. ઘણી વખત બળપુર્વક પણ ધર્માન્તર કરાવવામાં આવતું. અહીંસાવાદી જૈન વીચારધારા બળનો ઉપયોગ ન કરે એ સ્વાભાવીક છે. જૈન ધર્મનો મર્યાદીત ફેલાવો એને કોઈ કારણોસર ખાસ રાજ્યાશ્રય નહીં મળ્યો હોય એવું સુચવે છે.

બૌદ્ધ અને જૈન ધર્મનો ઉદય લગભગ એક જ સમયગાળામાં અને નજીકના પ્રદેશોમાં થયો છે. બન્ને ધર્મોની વીચારધારા પણ ઘણી મળતી આવે છે. વૈદીક ધર્મના વ્યાપક પ્રચારને લીધે ત્યારે એમનો સ્વીકાર કે પ્રચાર થયો નહીં. ત્રણ સદીઓ પછી સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી એનો પ્રચાર કર્યો. પરીણામે ઉત્તર ભારતમાં પાંચસો વરસ સુધી બૌદ્ધ ધર્મ સારા પ્રમાણમાં પળાતો રહ્યો. સમ્રાટ અશોકને ત્યારે જૈન વીચારધારા આકર્ષી નહીં શકી હોય.

અત્યારના સમયમાં હીન્દુ ધર્મની વર્ણવ્યવસ્થાથી ઘવાયેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ અન્ય ધર્મો તરફ નજર દોડાવી. જરુરી અભ્યાસ પછી એમણે બૌદ્ધ ધર્મ પર પોતાની પસંદગી ઉતારી. એમના ઘણા અનુયાયીઓએ એમનું અનુકરણ કરી પોતાને ‘નવબુદ્ધ’ ગણાવ્યા.

આ બન્ને કીસ્સાઓમાં બળ કે લાલચ વડે ધર્માન્તર નથી કરવામાં આવ્યું. આ બન્ને પ્રભાવશાળી વ્યક્તીઓએ સ્વેચ્છાએ બૌદ્ધ ધર્મ સ્વીકારી બીજોને પ્રેર્યા હતા. આવા બીજા પણ કીસ્સા હશે. કોઈ કારણસર એમને જૈન ધર્મ આકર્ષક નહીં લાગ્યો હોય.

બીજાઓને આકર્ષવામાં જૈન વીચારધારા ક્યાં ઉણી ઉતરે છે એનો, જૈન ધર્મના રખેવાળોએ અવશ્ય વીચાર કર્યો હશે. કોઈ ઉપાય કર્યા હોય તો પણ સફળ થયા હોય એમ લાગતું નથી. જૈનો પોતાની ઓછી સંખ્યાનું એમ કહીને ગૌરવ લે છે કે શ્રેષ્ઠતા હમ્મેશાં જુજ હોય છે. પરીણામે એક ઉમદા વીચારધારાના લાભથી મોટો જનસમુદાય વંચીત રહી ગયો છે.

માર્કેટીંગના પ્રભાવને પારખી હાલ કેટલાયે ધાર્મીક સમ્પ્રદાયો પોતાની વીચારધારાનો પ્રચાર અને પ્રસાર કરવાની હોડમાં લાગ્યા હોય એમ દેખાય છે. એને લીધે કેટલીક ટી.વી. ચેનલો ‘બાવા’ ચેનલો તરીકે ઓળખાતી થઈ છે. ધાર્મીકતા વધારવામાં એમનું યોગદાન કેટલું રચનાત્મક છે તે તો એમને સાંભળનારા જાણે. બીજી બાજુએ ધાર્મીક સીરીયલો પોતાનું આર્થીક હીત સાધવામાં શ્રદ્ધાળુઓને ભરપુર અન્ધશ્રદ્ધા પીરસી રહી છે એ હકીકત છે.

એના ઉંડાણમાં ન જતાં આપણે આપણી જ વાત કરીએ. સંખ્યા બળની રીતે ગૌણ ગણાતા જૈન ધર્મમાં આપણે કેટલાયે પંથ બનાવીને બેઠા છીએ. જ્યારે મુળ વીચારધારામાં આટલા ફાંટા પડે છે ત્યારે એમાં ઘણી અસંગત બાબતોનો કચરો ઘુસાડવામાં આવે છે.

સમાજનો એક વર્ગ છાપું પણ વાંચતો નથી. પુસ્તકો તો દુરની વાત થઈ. ઘણાં મહાનગરોમાં રહેતા હોવાં છતાં હજી પોતાના નાનકડા સમ્પ્રદાયમાંથી બહાર નીકળ્યા નથી. બહારની દુનીયા ઘણી વીશાળ અને વીવીધતાપુર્ણ છે. બીજી વીચારધારાઓમાં ઘણું સારું અને અપનાવવા જેવું છે. આપણી જ વીચારધારા શ્રેષ્ઠ અને અન્ય સૌ ઉતરતી એ વૃત્તીને જ કુપમંડુકતા કહેવાય છે.

આ વર્ગની માહીતી અને સમજણનો મુખ્ય સ્રોત છે લોકવાયકા અને સાધુવર્ગનાં વ્યાખ્યાનો. એમની વીચારસરણી એનાથી ઘડાય છે. સમાજ પર સાધુ સમુદાયનો ઘણો પ્રભાવ હોવાથી આ ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન તેઓ જ કરી શકે છે. પરીવર્તનનો સન્દેશ અને જરુરીયાત એમના સુધી પહોંચાડવાની જવાબદારી સમાજના અને મહાજનના આગેવાનોની છે. આ મર્યાદીત સ્વીકૃતીનાં કારણો ફરીથી તપાસવાની જરુર છે. કોઈ સુચનો આવે તો એને ધર્મ વીરુદ્ધ કહેવાને બદલે એના પર વીસ્તૃત ચર્ચા થઈ શકે. જ્યારે સમયાનુસાર જરુરી ફેરફાર કરવામાં નથી આવતા ત્યારે કેટલાક અનુયાયીઓ વીમુખ થતા જાય છે.

આર્થીક, સામાજીક અને રાજકીય ક્ષેત્રે વીચારસરણીમાં આપણે ઝડપી ફેરફાર સ્વીકાર્યા છે અથવા તો બહારથી આવતા ફેરફારોને આવકાર્યા છે. કારણ કે એમાં કોઈ અવરોધ નથી. એની સરખામણીમાં સ્થાપીત હીતોને લીધે ધાર્મીક વીચારસરણીનો ફેરફાર ઘણો જ ધીમો અને નાના વર્તુળ પુરતો મર્યાદીત રહ્યો છે. અન્તે તો ધર્મ એ નીતીશાસ્ત્રની વીચારધારા છે. ધર્મ જો સનાતન અને સર્વવ્યાપી સત્ય હોત તો બધા ધર્મોના આદેશ એકસરખા હોત. કોઈપણ વીચારધારા શાશ્વત સ્થીર નથી રહી શકતી. એને જનસમુદાયના વીશાળ હીતને ધ્યાનમાં રાખી સમયાનુસાર બદલાવું પડે છે. વીચારધારા માટે શાશ્વતપણું એ ગુણ નહીં; પણ ખામી છે. બંધીયાર પાણી કરતાં વહેતું પાણી હમ્મેશાં વધુ સ્વચ્છ હોય છે.

રાજાશાહી એ એક પ્રકારની સરમુખત્યારશાહી હતી. કંઈ પણ પામવા માટે રાજાની મહેરબાનીની જરુરી હતી. રાજા સામે કોઈ પણ વાતનો વીરોધ કરવો જોખમી હતું. આ વ્યવસ્થાથી લોકો એટલા ટેવાઈ ગયા હતા કે ધર્મમાં આવેલી સરમુખત્યારશાહીને સહજપણે સ્વીકારી લીધી. પહેલાં ધાર્મીક સંસ્થાઓ સમાન્તર સત્તા ગણાતી. હજી પણ મુસ્લીમ રાષ્ટ્રોમાં એવું જ છે. હવે રાજકીય ક્ષેત્રે લોકશાહી આવી છે. સત્તા સામે આપણો વીરોધ પ્રગટ કરી શકીએ છીએ. પુરતો જનમત કેળવાય તો કાયદાઓ અને સત્તાધીશો પણ બદલી શકાય છે.

આમ તો ધાર્મીક વીચારધારાઓમાં સમયાન્તરે ફેરફાર થતા આવ્યા છે. પણ એ ફેરફાર ગુરુઓ વચ્ચેના વ્યક્તીગત કે વૈચારીક ભેદભાવોને લીધે થયા છે. જનસમુદાયના હીત માટે નથી થયા. એનાથી લાભ કરતાં હાની વધુ થઈ છે. સમ્પ્રદાયોમાં વીભાજન થતાં આન્તરીક સ્પર્ધાને લીધે સમાજ નબળો પડે છે.

કેટલાક જૈન સાધુઓએ પોતાની ધાર્મીક માન્યતાઓમાં સમયને અનુસાર જરુરી પરીવર્તન કર્યાં છે. તેઓ પરમ્પરા તોડીને વાહનમાં મુસાફરી કરે છે, દરીયો ઓળંગી પરદેશ ગયા છે તથા સાધુપણાની અલીપ્તતા છોડીને સામાજીક સંસ્થાઓ ઉભી કરી એનું સંચાલન પણ કરે છે. સમાજે એમને સ્વીકારી એને આવકાર્યા છે. આવાં પ્રગતીશીલ પરીવર્તનોનો વ્યાપ હજી ઘણો વધે એ જરુરી છે.

વીકસીત દેશોના વીકાસ પાછળનાં કારણો તપાસીએ તો એમાનું એક અગત્યનું કારણ એમની ધાર્મીક વીચારસરણી છે. આ ધાર્મીક વીચારસરણી આપણી ઘણી પ્રવૃત્તીઓને પ્રભાવીત કરે છે. દેશના એક ચોક્ક્સ વર્ગને કે સ્ત્રીઓને નીચો દરજ્જો આપનાર દેશો પછાત રહ્યા છે. ભુતકાળમાં રાચ્યા રહેતા કે પરલોકને વધુ પડતું મહત્ત્વ આપતા સમાજની પ્રગતી મર્યાદીત રહી છે. વીકસીત રાષ્ટ્રોએ વર્તમાનને અને આ લોકના ભવીષ્યને મહત્ત્વ આપ્યું છે. આ ફક્ત ભૌતીક વીકાસની નહીં પણ પુરા દેશના સર્વાંગી વીકાસની વાત છે. પ્રાચીન સંસ્કૃતીમાં ભારત સાથે ઉભા રહેનાર ચીનની વર્તમાન પ્રગતી પાછળ પણ આ જ કારણો છે.

જ્યારે કોઈ  કમ્પનીની વસ્તુઓ એમની ગુણવત્તાને લીધે વધુ વેચાય છે ત્યારે એની ‘બ્રાન્ડ એસ્ટાબ્લીશ’ થઈ ગઈ એમ કહેવાય છે. એ કમ્પની  બીજી કોઈ વસ્તુ બનાવે તો તે પણ એમના ‘બ્રાન્ડનેમ’ના લીધે તુરન્ત પ્રસીદ્ધી પામે છે. સમય જતાં બીજાઓનો સારો માલ આ બ્રાન્ડ કમ્પની પોતાના નામે વેચવા દેવાના શરતી કરાર પણ કરે છે. જ્યારે કેટલીક તકસાધુ કમ્પનીઓ પોતાનો ઉતરતો માલ બ્રાન્ડ કંપનીને જણાવ્યા વગર એમના નામે વેચી રોકડી કરી લે છે. વસ્તુઓનું આવું બ્રાન્ડીન્ગ આપણે જાણીએ અને સમજીએ છીએ. જે આ સમજતા કે સ્વીકારતા નથી એમને સમજાવવા આટલી પ્રસ્તાવના જરુરી હતી.

વીચારધારાના માર્કેટીંગમાં ધર્મ સૌથી મોખરે રહ્યો છે. એની સ્વીકૃતી થયા પછી બીજા ઘણા સ્વતન્ત્ર વીષયોએ ધર્મ સાથે જોડાણ કર્યુ. ઈતીહાસ, ભુગોળ, આરોગ્યશાસ્ત્ર, જ્યોતીષ વગેરે એમાં મુખ્ય છે. આ જોડાણમાં બન્ને પક્ષોને ફાયદો થયો. એનાથી ધર્મનો વ્યાપ વધ્યો અને બીજાઓને ધર્મના નામે સ્વીકૃતી મળી. નુકસાન આમ પ્રજાને થયું. એમને આ ભેળસેળની ખબર પડી નહીં. લેભાગુઓએ એનો ભરપુર લાભ ઉઠાવ્યો છે.

ધર્મના નામે ઘુસાડવામાં આવેલા આવા વીષયોને અલગ પાડી સચોટ રીતે રજુ કરવા આવશ્યક છે. જ્યાં પણ માન્યતાઓ વાસ્તવીકતાથી અલગ પડે છે ત્યાં એમની પોકળતાને પ્રકાશમાં લાવવી જરુરી છે. સમયને અનુરુપ વાસ્તવીકતા પર રચાયેલ સમાજની એ જરુર સેવા હશે.

મુરજી ગડા

લેખકસંપર્ક:

શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા390 007 ફોન:(0265) 231 1548 સેલફોન: 97267 99009 email: mggada@gmail.com

 

મંગલ મન્દીર માસીકના ૨૦૦૯ના જાન્યુઆરી માસના અંકમાં સામે પ્રવાહે તરવું છે ?’ વીભાગ અન્તર્ગત પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

 

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ : https://govindmaru.wordpress.com/

 

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

 

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે..જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

 

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 05–05–2011

 

15 Comments

 1. લેખ વાંચ્યો અને વિચારવિમર્શ માટે આવકારે તેવી માહિતીથી ભરેલો છે.આશા છે ચર્ચાઓ થશે પછી ફરી મુલાકાતે આવી ચઢીશ.

  Like

 2. હજી હમણાં જ ‘રૅશનાલિસ્ટનું મનોમંથન’ની ચર્ચામાં લગભગ આ જ સંદર્ભમાં વિચારો વ્યક્ત કરવાની તક મળી છે. અહીં એ જ વિચારોનું પુનરાવર્તન થવાનું જોખમ પણ છે. આમ છતાં ‘માર્કેટિંગ’ની સ્ટ્રૅટેજીમાં તો પુનરાવર્તન આવકાર્ય ગણાય, માત્ર નવી રીતે હોવું જોઈએ. શ્રી મૂરજીભાઈ સારા મુદ્દા લઈને આવ્યા છે. પરંતુ આ પ્રકારના ‘માર્કેટિંગ’માં રેશનાલિસ્ટો સફળ રહ્યા જણાતા નથી. એનાં કારણોની ચર્ચા અહીં અસ્થાને ગણાશે. આમ છતાં, કેટલાક મુદ્દા શ્રી મૂરજીભાઈ સમક્ષ મૂકું છું:
  ૧. માણસની મૂળભૂત માન્યતા ઈશ્વરની છે અને અમંગળનો ડર એને હંમેશાં રહ્યો છે. પહેલાં આદિમ સમાજ હતો, ત્યારે આવો ડર સામૂહિક હતો અને ઉપાયો પણ સામૂહિક હતા. સમાજ સ્થિર થતો ગયો તેમ વિભાજિત પણ થતો ગયો અને આવા ડર અને એના ઉપાયો વ્યક્તિગત બનવા લાગ્યા. આને કારણે અનેક વસ્તુઓ માર્કેટમાં આવી અને મૂળભૂત માન્યતાનો (ઈશ્વરના નામનો) ઉપયોગ આવી બાબતોના પ્રસાર માટે થવા લાગ્યો.
  ૨. આ બધું અલગ તારવવું એ બહુ જરૂરી કામ છે. દાખલા તરીકે, ધર્મ એટલે નીતિ આધારિત વ્યવહાર. આમાં કોઈ માન્યતાની જરૂર નથી. નિરીશ્વરવાદી ધર્મો પણ છે જ. એટલે નીતિનાં મૂલ્યોને ઈશ્વરની અવધારણાથી અલગ કરવાની જરૂર છે.
  ૩. વળી, ઈશ્વર કે આ સંસારના મૂળ સ્વરૂપ -સત્ય કે મિથ્યા – એ બધું ચિંતનના ક્ષેત્રમાં આવે છે, ધર્મના ક્ષેત્રમાં નહીં. ઈશ્વર નથી એમ માનતા હો તો પણ વ્યવહાર તો શુદ્ધ જ હોવો જોઇએ. એ જ રીતે આ જગતને મિથ્યા માનતા હો તો પન જ્યાં સુધી આ જગતમાં વ્યવહાર કરવાનો હોય એ મિથ્યા ન હોઈ શકે, એટલે શુદ્ધ જ હોવો જોઇએ.
  ૪. આના પછી આપણે એ પણ દેખાડવું જોઇએ કે માર્કેટિંગ દ્વારા બધી વસ્તુની ભેળસેળ કરી દેવાઈ છે અને એમાં ઈશ્વર પાછળ રહી ગયો છે!
  દાખલા તરીકે, ગ્રહોમાં માનીએ અને ઉપાયો કરીએ એનો અર્થ એ કે આપણે ઈશ્વરની જેમ બીજા કોઈ પરિબળને પણ શક્તિમાન માનીએ છીએ. તો ઈશ્વર સર્વશક્તિમાન નથી? પૂજા કરીને વિઘ્ન દૂર કરવાનું હોય તો ઈશ્વરની પૂજાને બદલે શનિદેવની શા માટે કરીએ છીએ?
  ૫.એ જ રીતે કર્મફળનો સિદ્ધાંત પણ ઈશ્વરના અસ્તિત્વને અર્થહીન બનાવી દે છે. સારું કર્મ કરો, સ્વર્ગ મળશે. ખરાબ કર્મ કરો, આવતા ભવે દુઃખ મળશે. આ ‘ઍક્શન-રિઍક્શન’ની ઑટોમૅટિક વ્યવસ્થામાં ઈશ્વરનો ઇન્કાર છે.
  ચિંતનના સ્તરે પણ ઘણાં દૃષ્ટિબિંદુઓ છે, અને એ બધાંનો એક તબક્કે સમન્વય થયો છે.દ્વૈત અને અદ્વૈતના સિદ્ધાંતો એક નથી.શંકરાચાર્યના અદ્વૈતમાં બ્રહ્મ છે, ઈશ્વર નથી. આવી બધી ચર્ચાઓ થવી જોઇએ.
  ૬. શ્રી મૂરજીભાઈ કહે છે કે આવું બધું જોડાવાથી ધર્મનો પણ વ્યાપ વધ્યો. મારો ખ્યાલ જુદો છે. મને લાગે છે કે માત્ર ઈશ્વર નહીં, ધર્મ પણ પાછળ ગયો. ધર્મનું સ્થાન આજે બ્રિટનની રાણી કે ભારતના રાષ્ટ્રપતિ જેવું છે, બધાં કામો એમના નામે થાય. પણ સક્રિયતાની દૃષ્ટિએ જૂઓ તો વડા પ્રધાન કોઈ બીજા છે.અને મેં ઉપર દેખાડ્યું છે કે ઈશ્વર પાછળ રહી ગયો. પણ ધર્મને હું નીતિયુક્ત વ્યવહાર માનું છું એટલે માનું છું કે ધર્મ પણ પાછળ રહી ગયો છે. આજે પૂજાપાઠ, વ્રતો-ઉપવાસો, નાતજાતનાં બંધનો, ફળજ્યોતિષ, દોરાધાગા, જાગરણોનું જોર વધારે છે, ધર્મનું નહીં. આપણાં મૂલ્યો નહીં પણ એક પ્રકારના વિશ્વાસની પરંપરાને અનુસરતા રહેવું એ આપણી ઓળખ બની જાય છે. આમાં ધર્મનો વ્યાપ મને દેખાતો નથી.

  Like

 3. I need to clarify few points about this article at this point. This article was earlier published in TWO social magazines, in August 2006 and Jan. 2009. The readership of these magazines is primarily Jain. Many points in this article are targeted to those specific readers. I request the readers of this blog to keep that factor in mind while commenting on it.

  Like

 4. આ લેખમાં જૈનોની મર્યાદિત સંખ્યા અને અમુક જૈન સાધુઓ દ્વારા પ્રવાસને લગતા બંધનો ઢીલાં કરાયાં હોવાનું જણાવેલું છે એટલે મૂળ તો જૈનોને ઉદ્દેશીને લખાયું છે એ તો સ્પષ્ટ છે, પરંતુ એનો વ્યાપ વધારે છે અને એમાં સામાન્ય અર્થમાં ધર્મની ચર્ચા થઈ છે. મારો પ્રતિભાવ આ વ્યાપક સંદર્ભમાં છે.

  Like

 5. પ્રિય મુરજીભાઈ;
  પ્રેમ;
  પ્રથમ તો મહાવીર, કે મહમ્મદ કે ક્રાઈસ્ટ કે કૃષ્ણ કે બુધ્ધ કે જીસસ કે નાનકની કોઈ વિચારધારા નથી. ધર્મ એ કોઈ વિચારધારા નહી પણ વિચારોમાંથી મુક્તીનો માર્ગ છે. હા, જૈનોની વિચારધારા અને તેના ફાંટાઓની વાત કરતા હોય તો અલગ વાત છે. પણ હકિકતે જૈનોને મહાવીર સાથે કે મુસલમાનોને મહમ્મદ સાહેબ સાથે, કે હિન્દુઓને કૃષ્ણ સાથે કોઈ લેવા દેવા નથી. જે કાંઈ લેવાદેવા છે તે એટલી જ છે કે જૈનો પોતાનુ જુઠાણુ ચલાવવા મહાવીરની લાઠીનો ઉપયોગ કરે છે અને હિન્દુઓ કૃષ્ણની લાઠીનો અને મુસલમાનો મહમ્મદ સાહેબની લાઠીનો. જુઠને પગ નથી હોતા એટલે તે પોતાની જાતે ચાલી શકે તેમ નથી હોતું એટલે તેને સત્યની લાઠીનો સહારો જોઈએ છે. જેમ ખોટો સિક્કો ચલાવવો હોય તો રંગે રુપે સાચા સિક્કા જેવો લાગવો જરુરી છે. અને ઇકોનોમિક્સનો નિયમ છે કે હંમેશા ખોટો સિક્કો વધુ ચાલે છે. અને નકલી ચલણ અસલીને નાબુદ કરી નાખે છે.
  બીજું કે ધર્મને કોઈ માર્કેટિંગની જરુર નથી હોતી. ધર્મના નામે ચાલતા ધંધાને અવશ્ય માર્કેટિંગની જરુર હોય છે. કારણકે તેની નજર તમારા ખિસ્સાપર હોય છે જ્યારે ધર્મની નજર ખિસ્સાનીચે ના હૃદય તરફ હોય છે. મહાવીર કે બુધ્ધ કે મહમ્મદ કોઈના ખિસ્સા ખંખેરવા ન હતા નીક્ળ્યા પણ પ્યાસા હૃદયોની પ્યાસ બુઝાવવા અને તેમના હૃદયને પ્રેમથી ભરવા નીક્ળ્યા હતા. મહાવીર સ્વામી નવું દેરાસર(દુકાન) માટે ફંડફાળો એકત્ર કરવા નહતા નીકળ્યા. મહાવીર પહેલા પણ ૨૩ તિર્થમ્કરો થયેલાં જ હતા. પણ મહાવીરે તેમના માટે તેમના જીવન કાળ દરમ્યાન એકપણ દેરાસર ઉભુ કરાવ્યું ન હતુ. પણ આપણે બહાર બહારથી જોઈએ તો એમ જ લાગે કે જૈનો બધા મહવીરના પરમ ભક્ત છે કે હિન્દુઓ કૃષ્ણના અને એમ જ બીજા પણ. જ્યારે હકિકત કાંઈક જુદી જ હોય છે.
  કાર્લ માર્ક્સના સામ્યવાદને કે ડાર્વિનનાના ઉત્ક્રાંતિવાદને તમે વિચારધારા કહી શકો પણ મહાવીરના સમ્યકવાદને કે બુધ્ધના સ્યાતવાદને નહી. રુપિયાનો માલ દસ રુપિયામા વેચવો હોયતો માર્કેટિંગ તો કરવું જ પડે. પણ કોહિનુર હિરો મફતમા આપવાનો હોયતો કોઈ માર્કેટિંગની જરુર નથી હોતી કોહિનુર હીરાના પારખીની જ જરુર હોય છે. મહાવીર કે બુધ્ધ આવા પારખી અને પ્યાસાની શોધમા ભટક્યા હતા. આવા અનેક સતગુરુઓ આજે પણ કોહિનુરના પારખી અને પ્યાસા હૃદયને શોધે છે. થોડી ઘણી કોહિનુરની પરખ અહી મિત્રોને મળે તેવી શુભેચ્છાઓ.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ.

  Like

 6. પ્રિય શરદભાઈ,
  તમારો પ્રતિભાવ વાંચ્યો. એક જગ્યાએ મને લાગે છે કે તમે લખવામાં ભૂલ કરી છે – “પણ મહાવીરના સમ્યકવાદને કે બુધ્ધના સ્યાતવાદને નહી.
  ઉલ્ટું ન હોવું જોઇએ? મહાવીરનો સ્યાતવાદ અને બુદ્ધનો સમ્યક્‍વાદ. મારી સમજફેર હોય તો જણાવશો.

  Like

 7. કોઈ પણ વિચારના માર્કેટીંગ માટે ગ્રાહ્કને પ્રભાવિત કરવા પોતાની પ્રોડ્કટ-વિચાર-સર્વ શ્રેષ્ઠ છે તેવું ઠ્સાવવા એગ્રેસીવ માર્કેટીંગ માટે સુત્રો બનાવવા અનિવાર્ય જરૂરિયાત સમજાય છે. આ સુત્રોને લોકભોગ્ય બનાવવા અરે બાળકો સુધ્ધાંને વારંવાર સુત્રો પોકારતા કરી દેવા તે સફળ માર્કેટીંગ માટેની પૂર્વ શરત છે. આ બાબતને મહત્વની સમજી કંપનીઓ નિષ્ણાત માર્કેટીગ મેનેજરોને રોકતી હોય છે અને તેઓ આવા સુત્રો બનાવી પ્રોડ્ક્ટને માર્કેટમાં જાણીતી-પ્રખ્યાત બનાવતા રહે છે. ઉપરાંત જે વ્યક્તિઓ આ પ્રોડ્ક્ટ અવાર નવાર ખરીદે કે વાપરે તેઓને પોઈંટસ એકઠા કરવા લાલચ આપે છે જેથી પ્રોડ્ક્ટ વધુ અને વધુ ખરીદાય/વપરાય અને આ રીતે પ્રલોભનો દ્વારા વફાદારોની ફોજ ઉભી કરવામાં આવે છે. જેમ કે એક જ મોલમાંથી ખરીદી કરનાર/નાણાંકીય સંસ્થાનું ક્રેડીટ કાર્ડ વાપરનારને પોંઈંટસ/ડીસ્કાઉંટ આપવાની લાલચે માત્ર ગ્રાહક એકલો જ ત્યાં જતો નથી પરંતુ અન્યોને પણ પોતા સાથે ઘસડી જાય છે આમ મોલના/બેંક જેવી નાણાંકીય સંસ્થાને નવા ગ્રાહકો જૂના વફાદાર ગ્રાહકો દ્વારા મળતા રહે છે.
  હું જાણું છું કે મને લેખક્શ્રી/ કોઈ વાચક આ ગંભીર વિષયની ચર્ચામાં મોલ કે બેંક વગેરેના માર્કેટીંગની વાતને શું સંબંધ તેવો પ્રશ્ન કરશે અને જે સ્વાભાવિક પણ છે. આ પ્રશ્નના જવાબમાં મારે નમ્રતાથી જણાવવાનું કે જો આ વિચારધારા અને માર્કેટીંગ વિષે ઝીણવટથી અભ્યાસ કરવામાં આવે તો દેશમાં પ્રવર્તતા અનેક સંપ્રદાયોના સંતો પોતાના સંપ્રદાયનો વ્યાપ અને અનુયાયીઓ વધે તથા તે ચીટકી પણ રહે તે માટે સંપ્રદાયના સુત્રો બનાવી લોક ભોગ્ય બનાવવા અનુયાયીઓને આદેશ આપવામાં આવતો રહે છે. આ સુત્રો નાની-મોટી તમામ વ્યક્તિઓ –સ્ત્રી કે પુરૂષના ભેદભાવ વગર- મોટેથી ઉચ્ચારવા જણાવવામાં આવે છે જે વ્યક્તિ કે સામુહિ ક્લક્ષી પણ ઉચ્ચારવામાં આવતા રહે છે. ઉપરાંત ચુસ્ત અનુયાયીઓને નવા અનુયાયીઓ મેળવવા અનેક પ્રલોભનો ( પોઈંટ એકઠા કરવા જેવા પણ સ્વરૂપ અલગ ‌) જેવાકે સંપ્રદાયમાં ઉચ્ચ કક્ષા આપવાની વગેરે અન્ય પ્રકારના આપવામાં આવે છે. આ માટે જય શ્રીકૃષ્ણ. જય સ્વામીનારાયણ. જય યોગેશ્વર. નમો: નારાયણ. હર હર મહાદેવ, જય માતાજીના, જય જિનેંદ્ર, બાપા સીતારામ વગેરે જેવા અનેક પ્રકારના સંપ્રદાયની અને તેના વડાની ઓળખ માટે ઉચ્ચારાતા જોવા મળતા રહે છે.
  આવી મારી વાત સમજમાં ? આજના આ આધુનિક ગળાકાપ હરિફાઈમાં ટકી રહેવા વેપારીઓ-ઉધ્ધ્યોગપતિઓ-બેંકો-નાણાંકીય સંસ્થાઓ-મોલો વગેરે એ સંપ્રદાયોની વિચારધારામાંથી પ્રેરણા લઈ ઠીક તેજ રીતે પોતાનો વેપાર-ધંધા માટે ગ્રાહકો બનાવવા-શોધવા અને ટકાવી રાખવા-નવા શોધવા વગેરે માટે અપનાવી છે તેમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ટૂંકમાં કોઈ પણ વિચારધારાને ધાર્મિક કે ધંધા લક્ષીને માર્કેટીંગ માટે જુદા જુદા ક્ષેત્રોના માર્કેટીંગ નિષ્ણાતોને શોધી માર્કેટ્માં ટકી રહેવા આવી કામગીરી બજાવવી જ રહી તે સરળતાથી સમજી શકાય તેમ છે.

  Like

 8. શ્રી અરવિંદભાઈએ બહુ સાચું લખ્યું છે. મુરજીભાઇ પણ આને જ માર્કેટિંગ કહે છે, એમ સમજું છું.

  Like

 9. પ્રિય મિત્રો;
  પ્રેમ;
  મુરજીભાઈએ કેટલાક મુદ્દાઓ તેમના લેખમા ઉભા કર્યા છે જેને મારી સમજ મુજબ અત્રે મુલવું છું.
  પ્રથમ તો ભારતનો ઇતિહાસ તપાસશો તો જણાશે કે મહાવીર અને બુધ્ધ લગભગ ૨૫૦૦ વર્ષ પુર્વે થઈ ગયા અને તેમનો સમય અને વિહારનો પ્રદેશ પણ એક જ રહ્યો છે. મહાવીરનો માર્ગ કઠીન તપસ્ચ્ર્યાનો માર્ગ હતો અને તેથી જ તેઓ વધુ લોકોને આકર્ષિ ન હતા શક્યા અને ભીડ ભેગી કરવી તેઓ ઉદ્દેશ્ય કોઈ પણ બુધ્ધપુરુષનો હોતો પણ નથી જ. બીજી બાજુ બુધ્ધનો માર્ગ વધુ વૈજ્ઞાનિક અને બુધ્ધિગમ્ય હતો તેથી બુધ્ધ સમાજના બહોળા વર્ગને આકર્ષિ શક્યા હતા. બુધ્ધની ધારાને વધુ વેગમળ્યો અશોકના શાશન પછી અને અનેક ક્ષત્રિયો જે હિન્દુ સમાજમા નંબર બે પર હતા તેઓ બુધ્ધના માર્ગ તરફ આકર્ષાયા અને બૌધ્ધ ધર્મનો અંગિકાર કર્યો. ક્ષત્રિયો શાશન કર્તા હતા અને તેનો પ્રભાવ નીચલા વર્ગ પર પણ ખુબ પડ્યો અને એક સમય એવો આવ્યો કે હિન્દુધર્મના ઠેકેદારો (બ્રાહ્મણો જે નંબર એક પર હતા) તેમને લાગ્યું કે આમને આમ ચાલશે તો હિન્દુધર્મ સમાપ્ત થઈ જશે. આથી બુધ્ધાના ૭૦૦ વર્ષ પછી બ્રાહ્મણો દ્વારા પ્રેરિત એક અભિયાન ચલાવવામાં આવ્યું અને બૌધ્ધ ધર્મીઓની કતલે આમ ચલાવવામાં આવી અને તેમા બ્રાહ્મણોથી પ્રભાવિત હિન્દુધર્મી ક્ષત્રિયોની મદદથી અનેક બૌધ્ધ મઠોને જમીન દોસ્ત કરવામાં અવ્યા અનેક બૌધ્ધધર્મીઓને ફરજ પાડવામા આવી કે તે આ દેશ છોડીને ચાલ્યા જાય. અને આવા બૌધ્ધો ભારત છોડીને આજુબાજુના અન્યદેશો જેવાંકે ચીન, મલેશીયા, શ્રિલંકા, જાપાન, ઈન્ડોનેશીયા , બર્મામા જીવ બચાવવા ભાગી છુટ્યા. ભારતમા જે બૌધો બચ્યા તેમને હિન્દુઓની ગુલામી સ્વિકારી અને તેમને ક્ષુદ્રોના કામો કરવા પડ્યા.(આથીજ બાબાસાહેબ આંબેડકરે બૌધ ધર્મ અંગિકાર કરેલ, કારણકે તેમને સમજાયું કે તેમના વડવાઓ બૌધ હતા) આ હિન્દુઓના ઇતિહાસનુ કલંકિત પાનુ છે અને કોઈ તેના વિષે વાત કરવા પણ માંગતું નથી કે અહીના ઇતિહાસમા પણ તેનો ઝાઝો ઉલ્લેખ નથી. પરંતુ બીજા દેશોમા ભાગેલા બૌધોએ જે ઇતિહાસ લખ્યો છે તે વાંચો તો સમજાશે કે તે સમયે હિન્દુઓએ કેવા કેવા જુલમો બૌધો પર ગુજારેલા.
  બીજો ધર્મ જે ઉભો થયેલ તે હતો જૈન. પણ મહાવીરને આમેય ઝાઝા અનુયાઈઓ મળ્યા ન હતા અને જૈનોની સંખ્યા પણ ઓછી હતી એટલે જૈન ધર્મ હિન્દુઓ માટે ખતરારુપ ન હતો. તેમ છતાં પણ હિન્દુઓએ તેમને પણ છોડેલાં નહી અને કેટલાંક જૈન ધાર્મિક સ્થળો જે સમથળ જમીનો પર ઉભા કરેલા તેને તોડી પડાયા અને તેમને ચેતવણી આપી કે તમારા ધાર્મિક સ્થળો પહાડીઓ પર બનાવવા હોયતો બનાવો અહી નગરની વચમા નહી. અને આથી જ તમામ પૌરાણિક દેરાસરો સમગ્ર ભારતમા પહાડિઓ પર બનેલા છે. જે દેરાસરો નગરની વચમા બનેલા છે તેનો ઈતિહાસ ૪૦૦-૫૦૦ વર્ષથી પુરાણો નથી. બીજૂ મહાવીર સ્વામીના કેટલાંક અહિંસાના સિધ્ધાંતો ને કારણે જૈનો એ પોતાના રક્ષણ માટે ક્ષત્રિયો પર મદાર રાખવો પડતો (જે હિન્દુ હતા) તેમજ અનેક વ્યવસાય પણ એવા હતા જેમા જીવ હિંસા થતી હતી જેમકે ખેતી. એટલે ખાવા પીવાની ચીજ વસ્તુઓ માટે પણ ખેડુત (હિન્દુ) પર આધર રાખવો પડતો હતો. આમ જૈન ધર્મ તદન પરાવલ્ંબી હતો પરિણામે હિન્દુઓની ગુલામી સ્વિકાર્યા વગર તેમનુ ટકવું જ અસંભવ હતું. જૈનોએ શરણાગતી સ્વિકારી લીધી અને તેથીજ જૈન ધર્મ હિન્દુઓના એક ફાંટા તરીકે જ બની રહ્યો. હજી હમણાં સુધી જૈન દેરાસરોમા પુજારી(કોઠી) તરીકે બ્રાહ્મણોજ કામ કરતા. હવે કદાચ છેલ્લા ૨૫-૩૦ વર્ષમા જ જૈન પુજારીઓની નિમણુક થવા માંડી છે. જૈનો ઘણા સમયથી હિન્દુઓ સાથે બેટી વ્યવહાર પણ કરતા રહ્યા છે. કેટલીક જ્ઞાતી આજે પણ છે કે જેમાં જૈન અને હિન્દુ ધર્મ એક સાથે પળાતો હોય. (દાત. દશાપોરવાડ )
  મને લાગે છે આટલી સ્પષ્ટતા કદાચ વિચારોની નવી દિશા ખોલશે.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ.

  Like

 10. Dear Govindbhai Maru and Murjibhai Gada:

  A Jain situation is known to very few people- Non-Jains. I am a person born in the Jain family of Surat. I intimately know what Jains are supposed to be and what they are now. There are Reasons for what happened to its unique Message of “AHINSA”. Jains are not alone to what Happened to Religions in General in India and India Itself.

  I am 84 years old now and had half of my Life in India and Other Half in U.S.A. Every one knows what happened to India, particularly after Independence in 1947. The Culture and Character are Lost to India and Indians Everywhere in the World. Many people think and believe what Others say. I am saying from my personal and intimate Knowledge and experience.

  Indians are and should be known as Money Makers and Temple Builders, particularly outside India. Materialistic Success is the Only GOAL in front of the People. They talk Hypocritically All the time about Philosophy and its PAST Long Glorious History, Nothing of which can be found in their Present Practices and Actions. People, its Government and Most of the NRIs – NON-RESIDENT-INDIANS around the world have stoop so low that they have Not Assimilated with the Local Citizens. They have proved Successful outside due to their Education and durable Families.

  Families are cracking with Inter-Religious/ Race/Language/Cultural Marriages. Most of The Second Generation doesn’t know/care what Religion they belong to. Why has it happened this way?

  The First Generation has not inducted themselves and their Families into Value System of Cultural India. Many Don’t Know about India’s History, Culture, Geography and Religions. They have been Confused by their Most of the Ignorant Parents and Visiting Half-Baked GURUS and PUNDITS who Raid U.S.A. in Summers for simply Making Money. No wonder they Played into the Hands of these Visionless Parents and Gurus. I understand that this is mostly the Position in India.

  When they look to their Governments in India, they are appalled. There are glimpses of Oasis in the Dessert, like Rising Industrialization and Progressive Government of Gujarat. This has Not Filtered Down to Large Masses. As against this, there are stories after Stories regarding Rampant Corruption and Crowded Un-Hygienic Conditions everywhere. No one cares about Rising Population. It is about more than 3-Times since Independence. People in General have No Civic Sense for Keeping their Neighbourhoods Clean. This kind of things No Government is going to be able to do. There are The Most Self-Centered People, “Every One For Him/Her-self”. There is No Patriotism as we Understood it.

  Now, Tell me What is Going Right? and Why Not? They say “When Money is Lost, Something is Lost; But when CHARACTER is Lost, Everything is Lost.”

  It ia A Very Sorry State of Affairs and We Are ASHAMED of Our Motherland of our Own Doing. ~”JAI HIND”~

  Fakirchand J. Dalal
  9001 Good Luck Road,
  Lanham, Maryland 20706.
  U.S.A.

  Like

 11. Dear Fakirchandbhai;
  Love;
  I do endorse your statements here. Before Independence India was known as a country of Jugglers and Beggars and now India and Indians are known as what you have described here.
  But to my observation there is a little change in the views of the people of other countries in last one or one and a half decade about India and Indians. This is due to the increased use of internet and availability on information on finger tip. Secondly India has also made progress due to increasing scientific trend in several fields.
  I understand that India can definitely make progress at much faster rate, provided some basic changes are made in Indian constitution and judiciary system. To my understanding, India needs Meritocracy rather then Democracy. In democracy voting right is given to each and every Indian citizen except few, who are mentally imbalanced or below the age of 18years. This is the most dangerous situation and all the politicians exploit rotten people who are in mass and come in to power. I suggest an alternative election system, which will prevent an entry of uneducated and cunning politicians and we shall get much better leadership. How this meritocracy will operate? In meritocracy system, if we want to elect a finance minister for state or central government, we shall fix some minimum qualification and experience in the field on finance and voting right shall also be given only to the people who understand the subject (Finance) and even for the voters some basic qualification and experience criteria should be set-up. Similarly if we can elect Labour minister, Commerce minister, education minister and others. Thus each and every person of the country will have voting right, but for his/her respective area of expertise. We all know that a bottle of country liquor or few rupees can buy votes in our present democracy system and all sort of criminals are ruling this country. Any intelligent person will also think twice before voting, if his vote is equivalent to the vote of a drunkard or religiously fanatic person. Hence many such people keep them self away from voting. And again every intelligent voter does not have any choice whom to vote? Whether to vote a Dacoit or Robber is always a question. Presently the entire election system is such, no intelligent people can come up to fight the election. We need to change the entire system and then only we can think of progress at a faster rate. Otherwise if we treat the problem superficially, nothing good is going to happen to this country. I know it is very difficult to agree with me and accepting a new idea and new changes. But here I invite other friends to think on the subject without any prejudices.
  His Blessings;
  Sharad Shah

  Like

 12. પ્રિય મુરજીભાઈ તથા અન્ય મિત્રો;
  પ્રેમ;
  “અન્તે તો ધર્મ એ નીતીશાસ્ત્રની વીચારધારા છે. ધર્મ જો સનાતન અને સર્વવ્યાપી સત્ય હોત તો બધા ધર્મોના આદેશ એકસરખા હોત. કોઈપણ વીચારધારા શાશ્વત સ્થીર નથી રહી શકતી. એને જનસમુદાયના વીશાળ હીતને ધ્યાનમાં રાખી સમયાનુસાર બદલાવું પડે છે. વીચારધારા માટે શાશ્વતપણું એ ગુણ નહીં; પણ ખામી છે. બંધીયાર પાણી કરતાં વહેતું પાણી હમ્મેશાં વધુ સ્વચ્છ હોય છે.”

  મુરજીભાઈના ઉપરોક્ત કથનો મારીદૃષ્ટિએ યોગ્ય નથી. ધર્મને નીતિશાસ્ત્ર સાથે કોઈ લેવાદેવા નથી. એક ધાર્મિક વ્યક્તિ તમને અનીતિમાન લાગી શકે. જેમકે અર્જુનને ઉશ્કેરીને યુધ્ધમા ધકેલનાર શ્રીકૃષ્ણ. કે હાથમાં તલવાર લઈને યુધ્ધકરનાર મહમ્મદ સાહેબ કે માછ્લી ખાનાર રામકૃષ્ણ પરમહંસ કે યુધ્ધે ચઢનાર ગુરુગોવિંદસિંહ સાહેબ. નીતિશાસ્ત્ર ધાર્મિક વ્યક્તિની મુલવણી ન કરી શકે. નીતિશાસ્ત્રની દૃષ્ટિએ તો આ બધા અનીતિમાન અને હિંસક છે. તેથી જ જૈનોએ તો શ્રીકૃષ્ણને નરકમાં બેસાડી દીધા છે અને જૈન શાસ્ત્રો પ્રમાણે તો તેમનો નરકમાંથી છુટકારો કરોડો વર્ષ પછી થવાનો છે. આ જૈનો નીતિશાસ્ત્રીઓ છે અને તેમની દૃષ્ટિએ કૃષ્ણ ગુનેગાર છે. જૈનો કે મુસલમાનો કે હિન્દુઓ કે શીખો કે બૌધો કોઈ ધાર્મિક નથી. ધર્મ તો બિલકુલ અલગ જ વાત છે. અને જ્યારે ધર્મ સનાતન છે તેમ કહેવામા આવે છે ત્યારે જૈનો કે હિન્દુઓ કે મુસલમાનો કે અન્ય કહેવાતા ધાર્મિક લોકોના સંદર્ભમા કહેવામા આવતું નથી. ધર્મ સનાતન છે એમ જ્યારે કહેવાય છે ત્યારે ધર્મનો અર્થ સત્ય કરવામાં આવે છે અને સત્ય સનાતન છે તેવા સંદર્ભે કહેવામા આવે છે. કૃષ્ણને જે સત્ય ૫૦૦૦ વર્ષ પુર્વે મળ્યું તે જ સત્ય મહાવીર ને ૨૫૦૦ વર્ષ પુર્વે અને મહમ્મદ સાહેબને ૧૪૦૦ વર્ષ પુર્વે મળ્યું. આજે પણ જે સત્યને પામે છે તેને પણ એજ સત્ય મળે છે જે કૃષ્ણ કે કબીર કે ક્રાઈસ્ટને મળ્યું હતુ અને આવતા હજારો વર્ષો પછી પણ જેને પણ સત્ય મળશે તેને પણ એજ સત્ય મળવાનુ છે. એટલે સત્યને કે ધર્મને સનાતન કહેવાયું છે. અને આપણને જે કૃષ્ણના સત્યમા અને મહમ્મદના સત્યમાં ભેદ લાગે છે તેનુ કારણ સત્ય નહી પણ વ્યક્તિ, કાળ અને સ્થળના ભેદને કારણે લાગે છે. બાકીતો જેવા અંદર ઉતરો કે ખબર પડી જાય કે કબીર અને કૃષ્ણ એક જ વાત કરે છે કે મહાવીર અને મહમ્મદ પણ એક જ વાત કરે છે. દરેકનો અનુભવ જ એક હોય તો વાત બીજી કરે પણ કેવી રીતે? હા; અભિવ્યક્તિ જુદી હોઈ શકે. કબીર કે મીરા ગાઈને કહે તો મહાવીર કે બુધ્ધ પ્રવચન કરી કહે.
  જ્યારે નીતિશાસ્ત્ર તો જુદી જુદી સભ્યતાઓ અને સમાજોએ રચેલ નીતિનિયમો છે જેને કારણે બનાવેલ સામાજીક વ્યવસ્થા ટકી રહે અને લોકોના જાન માલનુ યોગ્ય રક્ષણ થાય.નીતિશાસ્ત્ર સામાજીક વ્યવસ્થા અને સંજોગો બદલાતા બદલાયા કરે છે અને બદલાવા પણ જોઈએ. નીતિશાસ્ત્રને ધર્મથી વ્યખ્યાયિત કરવો તે યોગ્ય નથી.
  શેષ શુભ.
  પ્રભુશ્રીના આશિષ;
  શરદ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s