(1) આપણે ભારતવાસીઓ… તેમજ (2) સાચી સમાજ સેવા

(1)

આપણે ભારતવાસીઓ…

સુરેશ એસ. દેસાઈ

     આપણે ઘણી બધી બાબતોમાં વીશ્વની પ્રજાઓથી જુદા પડીએ છીએ અને આપણા ‘જુદાપણા’ને આપણે ‘ભારતીય સંસ્કૃતી’ તરીકે ઓળખાવીએ છીએ. આપણી આ વૈચારીક અને વ્યાવહારીક ભીન્નતાને આપણી વીશેષતા માનવાનું આપણું વલણ યોગ્ય છે ? ભારતીય ક્રીકેટ ટીમે હમણાં વર્લ્ડ કપ જીત્યો એટલે આપણે કેવા હરખાઈ ઉઠ્યા ! કરોડો રુપીયાનું દારુખાનું ફુટ્યું, લોકો રસ્તા ઉપર આવીને મોડી રાત સુધી નાચ્યા. બી.સી.સી.આઈ.એ અને રાજ્ય સરકારોએ ક્રીકેટરોને કરોડો રુપીયાનાં ઈનામો આપ્યાં. સોનીયા ગાંધી સુધ્ધાં રસ્તા પર આવી ગયાં ! વીશ્વમાં ક્રીકેટ રમતા દેશોની સંખ્યા પંદરથી વધારે નથી. પરન્તુ આપણે કોઈ મહાન સીદ્ધી મેળવી હોય એવો આપણો પ્રતીભાવ હતો. મોંઘવારી, ફુગાવો, આર્થીક અસમાનતા, ભ્રષ્ટાચાર– આ બધી સમસ્યાઓથી ઘેરાયેલા દેશ માટે વર્લ્ડ કપ જીતવો એ મહાન સીદ્ધી શી રીતે હોઈ  શકે ? આપણા વડાપ્રધાને, સોનીયા ગાંધીએ મેચ જોવા ચાર કલાક બગાડ્યા અને ચેનલોએ ત્રણચાર દીવસો સુધી ક્રીકેટનું જ ગાણું ગાયું. વર્ષે એકસો કરોડથી વધુ કમાણી કરતા સચીનને ‘ભારતરત્ન’ આપવાની માગણી થઈ અને મહારાષ્ટ્ર સરકારની વીધાનસભાએ ઠરાવ પણ કરી નાખ્યો ! આપણું આવુ જુદાપણું હરખાવા જેવું છે ખરું કે ?

     વસતીગણતરીના રીપોર્ટ મુજબ ભારતની વસતી 121 કરોડને આંબી ગઈ છે. આવી બેફામ વસતીવૃદ્ધી માટે, ના તો વડાપ્રધાને કે ના તો વીરોધ પક્ષોએ, ચીન્તા વ્યક્ત કરી. ન્યુઝ ચેનલોએ પણ મૌન ધારણ કરી લીધું ! વસતીવૃદ્ધીને  અંકુશમાં લેવા કોઈ વીચાર સુધ્ધાં રજુ ના થયો. આર્થીક રીતે પાછળ રહેલા વર્ગમાં સન્તાનોત્પત્તી બેફામ રીતે વધી છે. એવું તારણ જરુર નીકળ્યું છે. પરન્તુ આપણી સરકાર ફરજીયાત સન્તતીનીયોજનની વાત તો દુર રહી; પરન્તુ પ્રચાર માધ્યમો દ્વારા કે સન્તતીનીયમન માટે રોકડ ઈનામની યોજના જેવા ઉપાયો યોજવાની હીમ્મત પણ નહીં કરે !

     આપણા દેશમાં અસંખ્ય મન્દીરો છે, મસ્જીદો છે (કેટલાંક તો જાહેર રસ્તાઓ ઉપર છે !), આપણા મન્દીરોની આવક કરોડોમાં છે. આપણે ત્યાં છાશવારે ટ્રાફીકજામ કરી મુકતાં ધાર્મીક સરઘસો, જુલુસો, વરઘોડાઓ નીકળે છે ! રસ્તા ઉપર નાચગાન થાય અને કાન ફાડી નાખતા ફટાકડા ફુટે છે ! હજારો માણસોના જમણવાર થાય છે અને વધેલી રસોઈ ઉકરડામાં ફેંકી દેવામાં આવે છે ! દેશમાં લાખો ભીખારીઓ છે અને ભીક્ષુકોને મફત ભોજન આપવાથી પુણ્ય મળે છે એવું આપણે માનીએ છીએ, દેવદર્શન માટે કલાકો સુધી લાઈન લગાવીને આપણે તપશ્ચર્યા કરીએ છીએ, પૈસા લઈને આપણે નાલાયક ઉમેદવારના પક્ષમાં મતદાન કરીએ છીએ, આપણો દેશ લાંચીયો છે એવી આપણે બુમરાણ કરીએ છીએ; પરન્તુ આપણું કામ હોય ત્યારે લાંચ આપવા આપણે તત્પર હોઈએ છીએ.

     આપણો દેશ, આપણી પ્રજા, આપણી સંસ્કૃતી વીશ્વના બીજા દેશો, બીજી પ્રજા, બીજી સંસ્કૃતીથી ચોક્કસ અલગ પડે છે. પરન્તુ બીજા દેશો, બીજી પ્રજા, બીજી સંસ્કૃતીઓ સામે આપણે મહાન છીએ કે વામણા ? વીશેષ છીએ કે નીકૃષ્ટ ?

લેખક–સમ્પર્ક:

સુરેશ એસ. દેસાઈ, તંત્રી, પ્રીયમીત્ર’ સાપ્તાહીક, દેસાઈ એન્ડ દેસાઈ ઈન્વેસ્ટમેન્ટ, નવસારી હાઈ સ્કુલ શોપીંગ સેન્ટર, દુધીયા તળાવ, નવસારી-396 445 સેલફોન: 98243 75241

ઈ–મેલ : sdesai_priyamitra@yahoo.com

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.19/04/2011ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

(2)

સાચી સમાજ સેવા

–ફકીરચંદ જે. દલા

શ્રી હરીને બદલે ‘સત્યનો પ્રચાર કરે તે સાચી સમાજ સેવા’ કહેવાય. ધર્મ એટલે કે ફરજ. સમાજ અને માણસોને સીધો સમ્બન્ધ છે. મુર્તી એ પથ્થરની બનેલી આકૃતી છે. મન્દીરમાં મુકવાથી અને મન્ત્રોચ્ચારણ કરવાથી તે ભગવાન કે ઈશ્વર બની શકે નહીં. ભગવાન તો દરેકનાં અંતરમાં રહેલો જ છે. તો વળી તેને શોધવા બહાર શા માટે જવાનું ? મુર્તી કંઈ સાંભળવાની નથી. ગમે તેટલાં ઢોલ–વાજાં વગાડો, એ તેમને પહોંચવાનાં નથી. તેમની સામે ગમે તેટલું ધરો; તે લેવાના, ખાવાના કે સ્વીકારવાના નથી.

આજના સમાજમાં જે બદી ફેલાઈ ગઈ છે તેનું નીવારણ કરવાની આપણી ફરજ અને ધર્મ બન્ને છે. જેમ કે ચોરી, લુચ્ચાઈ, જુઠ્ઠું, હીંસા, બદ–ચારીત્ર્ય વગેરેને સમાજમાંથી આપણે દુર કરવાનાં છે. દા.ત. ભારતમાં પ્રસરેલી લાંચરુશ્વત. આનો પ્રજાએ ભેગા મળીને વીરોધ કરીને લોકશાહી પદ્ધતી પ્રમાણે ફેરફાર કરવાનો છે. આમાં તમે જ કહો ભગવાન શું કરી શકે ? ગુરુઓ અને ધાર્મીક સંસ્થાઓના નેતાઓએ આગેવાની લઈને સમાજની આ ગેરનીતી–રીતી દુર કરવાની હીમ્મત બતાવવી જોઈએ. દેહાન્ત સજા ફરમાવીને સમાજમાં પ્રસરેલી દહેજ પ્રથા દુર કરીને નવવધુઓને મારી નાંખવાનો ક્રુર રીવાજ તત્કાળ બંધ કરવો જોઈએ. કાયદા ઘડનારી ધારાસભાઓ પર ધરણા લઈ જઈને તેમની ફરજનું તેમને ભાન કરાવવાનું છે. ટેક્સ ન ભરનારાઓને કોર્ટમાં ઘસડી જઈ જેલ ભેગા કરવાના છે. ધર્મના નામે ખુનામરકી કરનારાઓને જાહેરમાં ફાંસી ઉપર ચઢાવવાના છે.

આ બધામાં ગરીબ પ્રજાજનો કંઈ બહુ ન કરી શકે. મધ્યમ વર્ગના ભણેલા લોકોની આ ફરજ છે, ધર્મગુરુઓ પ્રજાનું ખાઈને કંઈ કરે નહીં, તો તેમને ખાવાનું કે આદરમાન આપવાનું બન્ધ કરવું જોઈએ. તેમને બીજા લોકોની માફક કામ કરીને ખાવાનું કે પેટ ભરવાનું સમજાવી દેવું જોઈએ. સરકાર બધું કરી શકવાની નથી ને કરવાની પણ નથી. મહાત્મા ગાંધીએ શું કર્યું તે ભુલી ગયા ? અસહકારની ચળવળ મારફતે આ સુકલકડી મોહનદાસે ભારે તાકાતવાન બ્રીટીશ સરકારને ભારતમાંથી ભગાડવાનું કરી દેખાડ્યું છે. શું 120 કરોડ ઉપરની ભારતની પ્રજા નમાલી થઈ ગઈ છે ? માત્ર પૈસા ભેગા કરવાનું જ સમજે છે ? ધર્મ અને સંસ્કૃતીનો દાવો કરવાવાળી આ પ્રજા દંભી ન કહેવાય તો બીજું શું ? દેશની રક્ષા અને સેવા કરવાનું કામ ‘ભજન અને ભોજન’ કરતાં ઘણું ઉચ્ચ છે. ધર્મને નામે ઢોંગ કરીને કરોડો રુપીયાનું ગોપીચન્દન કરનારાઓને ફગાવી દેવાની જરુરીયાત અત્યંત ગમ્ભીર છે. જ્યાં સુધી ધર્મના ભગવાં વાઘાં દુર ન થાય ત્યાં સુધી ભારતમાં ક્રાન્તી થવાની નથી… ચાલો ત્યારે અહીંસક ક્રાન્તીને માર્ગે ઢોંગી નેતાઓ અને ધર્મગુરુઓને ઉઠાડી મુકવાનાં કામમાં લાગી જઈએ.

‘જય ભારત’ અને ‘જય અહીંસા’

સંપર્ક:

શ્રી ફકીરચંદ જે. દલાલ,  9001 Good Luck Road, LANHAM, Maryland-20706 – U.S.A.   Phone: 301-577-5215

ઈ–મેલ: sfdalal@comcast.net

પરીચય:મુળ સુરતના જૈન અને સુરતની જ એન. જી. ઝવેરી જૈન હાઈ સ્કુલમાં તેઓ ભણ્યા છે. ‘ગુજરાતમીત્ર’ના વરીષ્ઠ તંત્રીશ્રી ચન્દ્રકાન્ત પુરોહીતજીના સહાધ્યાયી રહી ચુકેલા શ્રી ફકીરચંદભાઈ 84 વરસની વયના છે અને વર્ષોથી અમેરીકામાં વસે છે. મને મળેલા તેમના એક પત્રમાંથી સારવીને તેમની પરવાનગીથી સાભાર.. – ગોવીન્દ મારુ..

 અક્ષરાંકન:ગોવીન્દ મારુ – govindmaru@yahoo.co.in

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ12–05–2011

 

 

44 Comments

 1. પ્રિય મિત્રો;
  પ્રેમ;
  સુરેશભાઈના વક્તવ્યો ભારતની દુર્દશાનુ વર્ણન તો કરે છે અને એ હકિકતોનો ઈન્કાર કોઈ કરી શકે તેમ પણ નથી. પરંતુ આ સમસ્યાનો ઉકેલ શું? તો સુરેશભાઈ પણ તે બાબતે મૌન છે. મારી સમજ પ્રમાણે આ અને આવી અનેક ભારતીય સમસ્યાના મૂળમા આ દેશનું બંધારણ અને ન્યાયતંત્ર છે અને તે જ્યાં સુધી સુધરશે નહી ત્યાંસુધી આ દેશમા કાંઈ થઈ શકે તેમ જ નથી. ઉપરછલ્લા ઈલાજોથી એક સમસ્યાને ડામવા જશો તો બીજી અનેક સમસ્યાઓ ઉભરી આવશે. જ્યાં સુધી આ દેશમા ગણતંત્રની જગ્યાએ ગુણતંત્ર નહીં સ્થપાય ત્યાંસુધી ભારતની સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી. આભ ફાટ્યું હોય ત્યાં થીગડા માર્યે કાંઈ લાભ થવાનો નથી. ગોવિંદભાઈના આ બ્લોગપર ના મુલાકાતીઓ આ દિશામા વિચારે તો એક ક્રાંતિના બીજ રોપાશે. બાકી દેશની દુર્દશાના ગાણા ગાવા, કે ભારતિય સંસ્કૃતિને અહિં ના ધર્મોને કે રીતરિવાજોને ગાળો ભાંડવાથી કાંઈ થવાનુ નથી. રોગને ગાળો દેવાથી રોગ મટતો નથી તેનો યોગ્ય ઈલાજ કરવાની જરુર હોય છે. એટલે આ અને આવા બધા રોગોના ઈલાજ શું છે તે માટે મિત્રો પોતાના અભિપ્રાય આપશે અને તે વિષે ચર્ચાઓ કરશે તો ગોવિંદભાઈના પ્રયત્નોને કદાચ સફળતા મળશે.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ.

  Like

 2. વસતી અંગે એક સુખદ વાત જોવામા આવી તે કે હવે એક કે એક કે બે સંતતિથી વધારે પોષાય એમ જ નથી તેથી ઘણા ખરાએ આમા જાગતિ દાખવી છે જ ત્યારે દુઃખદ વાત જે રીતે સેરોગેટ માનો ધંધો વિકસ્યો છે !
  માયાવી પૈસા અંગે સમજવા જેવું
  લક્ષ્મીનું તો સ્થિર મૂલ્ય છે
  પહેલાં જેટલા અનાજથી પેટ ભરાતું
  આજે પણ તેટલા જ અનાજથી પેટ ભરાય છે.
  લક્ષ્મીનું સ્વરૂપ પૈસા જેવું માયાવી નથી
  કે ઘડીએ ઘડીએ તેના રંગ બદલાય.
  લક્ષ્મી દેવતા છે, પૈસો દાનવ
  પૈસાને આપણે લક્ષ્મી માની લીધી છે !
  આનાથી મોટો ભ્રમ બીજો કયો હોય?
  લક્ષ્મી તો હાથની આંગળીઓમાં વસે છે,
  કરાગ્રે વસતે લક્ષ્મી !
  અને પોતાના મહેલો સજાવાય તે કરતા જ જાહેર ધાર્મિક સ્થળો કે શૌચાલયોમા વ્યવસ્થા થાય તે આવકાર્ય છે જ… આ વિચારશ્રેણી પ્રમાણે કામો થાય છે.
  જ્યાં વધુ ખરાબી જણાઇ ત્યાં અભિયાન થાય…

  Like

  1. પ્રેમ;
   પ્રિય પ્રજ્ઞાબેન;
   પ્રેમ;
   ભારતિય સંતતિ નિયમન નીતિ એક ખતરનાક રાજનૈતિક ચાલ છે. જે લોકો સમજુ, બુધિમાન, ભણેલા, સ્વસ્થ અને આર્થિક રીતે બહુ સમ્યાઓ નથી તેવા લોકો તો ભારતમા સંતતિ નિયમન કરી રહ્યા છે પણ બીજી બાજુ ધાર્મિકરીતે કટ્ટર, ગરીબ, રોગીસ્ટ, મજુરીયાઓ, ભિખારીઓ, પછાત લોકો જેમને તેમના બાળકોને ભણાવવાના નથી કે તેમના બાળકો માટે કોઈ સુખ સુવિધાઓ ની ચિંતા કરવાની નથી તેવા લોકો માટે બાળક ૩-૪ વર્ષે ચાલતુ અને ભિખ માંગતુ થઈ જાય કે ૧૦-૧૨ વર્ષે મજુરી કરતું થઈ જાય એટલે આવક કરતું થઈ જાય છે અને તેવા લોકો ૫-૭ બાળકો કે તેનાથી વધુ બાળકો પેદા કરવામાં જરાય પાછી પાની કરતા નથી. અને આવા લોકોના ના વોટ ખરીદવા રાજકારણિઓ માટે ખુબ જ સરળ છે.(૫૦૦ ની નોટ કે દેશી દારુની બાટલી અને વોટ તમારી તરફેણમાં) તેથી તેઓ કોઈ પ્રોત્સાહક નીતિ કે ફરજ પાડવા રાજી નથી. આવા લોકો પર તો તેમની ખુરશી ટકેલી છે. પરંતુ આવતા ૪૦-૫૦ વર્ષમા આ દેશમા ભિખારીઓ અને દરેક પ્રકારના રુગ્ણ લોકોથી આ દેશ ઉભરાતો હશે તેની કોઈને સમજ નથી. હાલની પરિસ્થિતિ કોઈપણ સંજોગોમા આવકાર દાયક નથી. આ સંતતિ નિયમનની નીતિ ભાવિ ખતરાના એંધાણ આપે છે.
   શેષ શુભ.
   પ્રભુશ્રિના આશિષ;
   શરદ.

   Like

 3. આપણે ભારતવાસીઓઃઅપરિવર્તન (અમેરિકા આવીને પણ) અમારો જન્મ સિધ્ધ અધિકાર છે.આપણે આપણૂં ઓર્થોડોક્ષપણું લઈને ચોફેર ફરી એ છીએ અને એને
  ‘અમારી ભારતીય ભારતીય સંસ્કૃતી’ને નામે ઓળખાવીએ છીએ તો બીજી તરફ ભારતીયતા છોડી અન્ય સંસ્કૃતી અપનાવીએ તો એ જીવન પધ્ધતી આપણું દૂષણ
  પણ બને છે.

  Like

 4. above every things is right in lekh…..but why that being….because…….they not have thinks….they not read books.

  Like

 5. It is a very good article to read & for thinking too. Our culture is good in repect but very bad & detrimental in so many ways.

  We should keep our eyes & brain open to learn from others in life.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

 6. Aa duniyama ketla juda juda dharmo chhe ? Ane darek dharmama manyata dharavti vyakti mane chhe ke potano dharma sauthi mahan chhe. Bija badha dharmo ….tuchha chhe.
  Aa prakarno Dharma aetle ek wadabandhi ane sankuchitata. Kuvamana dedka.
  Aa vicharsarnie hinsana bij ropiya chhe. Vishvama je hinsa joiye chhiye te mahad anse aa dharmana vadaoe janmavi chhe.
  MANAV-DHARMA jo duniya samje to aa hinsa, garibai, ane bija ghana prashno sulzavi sakai.

  Amrut(Suman)Hazari.

  Like

 7. સ્વાગત,

  ભાઈ શ્રી સુરેશ શાહ ની વાત નું શીર્ષક અને મુદ્દા વિરોધાભાસી લાગ્યા.. તેમને વર્ણવેલા વિનીપાતીત સામાજિક ચિત્રને પેલી સંસ્કૃતિ જોડે દૂર દૂર સુધી કોઈજ સંબંધ નથી
  આપણે ભારતવાસી આપણી સંસ્કૃતિ ના વાહક જરૂર છીએ…અનેક વિકૃતિઓ વચ્ચે પણ આપણે તેનું ગૌરવ જાળવી શક્ય છીએ.. દુનિયામાં ભારતીય આવડત અને સંસ્કાર ની માંગ વધી રહી છે તે તેનો નક્કર પુરાવો છે..
  હવે પછી તે જાગૃતી /સભાનતા પૂર્વક “ભારતીય છું” ના ગૌરવ થી, આપણું સ્થાન પાક્કું કરી, તેનો અધિકાર કરવાની અને તે માટે એક-બીજા ના સાથ સહકાર થી પ્રગતિ પામવાની જરૂર છે..
  આ શિખર સર કરવાનો એક/સરળ ઉપાય છે.. ભાગે આવેલું દરેક કાર્ય નિષ્ઠા, કુશળતા, મન હૃદય અને શારીરિક શક્તિ ને કેન્દ્રિત/એકત્રિત કરી કરવું .
  મારો પ્રત્યક્ષ અનુભવ છે.. પરદેશમાં પણ, મારી કોઈ ખાસ વિશેષના ન હોવા છ તાં, સંસ્કૃતિક મુલ્યો પ્રત્યે નિષ્ઠા એ મને સમાજ માં ઉજળો બનાવ્યો છે.. મારી સાથે ના ત્રણ મિત્રો અને મોટા બનેવી.. જે મારા કરતી અનેક ઘણા અગ્રેસર છે .. તેમનાં જીવન માં ડોકિયું કરું છું તો મને તેમની પ્રગતિ અને ઉન્નતી ના મૂળ માં પણ ભારતીય-મુલ્યો.. જોવા મળે છે..
  સાચેજ ભારતીયતાના સંસ્કૃતિક મુલ્યો જાણવા-સમજવા-આચરવા જેવા છે જે..ગમે ત્યાં સુખ/શાંતિ/સમૃદ્ધિ પ્રદાન કરે તેવા છે..
  આપણે ભારતવાસીઓએ તેનું ગૌરવ શુદ્ધ આચરણ થી “નાનો પણ હું રાઈનો દાણો” થઈ પ્રદશિત કરવાનો છે..
  અને હવે પછી કાદવ ની નહિ, તેમાં ખીલેલા કમળ ના અવલોકન ની વાતો માંડવાની છે..

  વડીલ શ્રી ફકીરચંદભાઈએ કરેલી વાત નો મુદ્દો ગંભીર અને ઉપાય સરળ છે..” ધર્માચરણ” આડંબર ની નહીં, “જીવી જવાની” વસ્તુ છે..
  તેનો મૂળ મંત્ર ” દુનિયા બોલે તેને બોલવા દઈએ – આપણે રામ ભજનમાં રહીએ” એ છે.
  સાચેજ સજીવ ભગવાન/ચેતના ની ઉપાસના ની જરૂર છે.. “માતા ની માવજત” તેનું પ્રત્યક્ષ /સ્પષ્ટ ઉદાહરણ છે..
  શું આપણે માતૃત્વ/પિતૃત્વ ની માવજત થી જીવન જીવી શકીએ..તે નું ઋણ અદા કરીશકીયે..??
  જવાબ “હા” છે..જરૂરત માત્ર શરૂઆત કરવાની છે.. આગળ નો રસ્તો અંતર્યામી બતાવશે..આ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા એજ મુક્તિ દાયક નીવડે છે..
  નરસિંહ મહેતા, સંત તુકારામ જેવા અનેક દાખલાઓ સૌ ની જાણકારી માં છે..જે તર્ક ની બાદબાકી કરીઅપી, માર્ગ સરળ બનાવીઆપે છે..
  અસ્તુ,
  ક્ષમા પ્રાર્થી,
  શૈલેષ મેહતા
  mehtasp25@gmail.com

  Like

 8. ભારતની પ્રજામાં જાગૃતિની આવશ્યકતા છે. “પૈસો” જ સર્વસ્વ છે. એવી માન્યતા પ્રચલિત છે. સામાન્ય અથવા ગરીબોના ઘરમાં ચારથી પાંચ બાળક અને ધનિક વર્ગમાં ‘એક’. હવે ૨૫ વર્ષ પછીની દુર્દશા કલ્પનામાં પણ ભયંકર લાગે છે.
  ભૌતિકતાને પ્રાધાન્ય અને સંસ્કારના નામે મોટું મસ મીંડુ ! વાત્સાવ સાચી છે
  આપણા દેશનું ‘બંધારણ’ અને ‘ન્યાયાલય’ અંગ્રેજોના જમાનાનું છે. જે તેમને માટે ફાયદાકારક હતું.
  હવે અંગેજો ગયા અને પ્રધાનો આવ્યા, દેશને અંદરથી ફોલી ખાવા માટે!

  Like

  1. બહેન, બંધારણ ભારત આઝાદ થયું તે પછી ઘડાયું અને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિને અમલમાં મુકાયું. આને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઊજવીએ છીએ.બંધારણ અંગ્રેજોના જમાનાનું નથી. ન્યાયાલય (ન્યાયતંત્ર)માં કઈં ફેરફાર જરૂરી જણાતા હોય, એ લખ્યા હોત તો ચર્ચા કરી શકાત.

   Like

   1. પ્રિય દિપકભાઈ;
    પ્રેમ;
    ભારતનુ બંધારણ ક્યારે ઘડાયું તે મહત્વનું નથી, પરંતુ જે બંધારણે અણ્ઘડ અને ભોટ પ્રજાને વોટિંગસ રાઈટ આપેલો છે તેને પરીણામે આજે રાજકારણમા ફક્ત ક્રિમિનલોને જ પ્રવેશ મળી શકે તેમ છે અને પ્રજા પાસે બીજો કોઈ ઓલ્ટરનેટીવ બચ્યો જ નથી. અહી તમે અને બધા જ રોજ બરોજ બુમરાણ પાડ્યે રાખીએ છીએ કે આ રાજકારણિઓ એ આ દેશની દુર્દશા કરી નાખી છે. રોજના છાપાઓ, મેગેઝીનો, ચર્ચાપત્રો બધા એકી અવાજે કહી રહ્યા છે કે ભારતની દુર્દશા મટે ભારતિય રાજકારણ જવાબદાર છે. પ્રજાને અને આ દેશને લુંટીને અબજો રુપિયા વિદેશોની અને સ્વિસ બેંકોમા જમા કરાવનાર આ લોકો જ છે જે બંધારણની ખામીઓનો લાભ લઈ આવી નબળી પ્રજાના વોટ રુપિયા કે દારુની બાટલી જેવી લાલચો થી ખરીદી રહ્યા છે અને સત્તા પર ચોંટી રહ્યા છે. સતાધરી પક્ષ હોય કે વિપક્ષ બધાને આ બંધારણ પ્રજાને લુંટવા માફક આવે તેવું છે જેથી તેમા કોઈ ફેરફાર કરવા તૈયાર નથી. પણ બુધ્ધીશાળી વર્ગ પાસે એટલી અપેક્ષા અવશ્ય રખાય કે તે સમસ્યાનું મૂળ શે માં છે તે સમજી શકે.
    બીજૂ આપ પુછો છો કે ન્યાયાતંત્ર મા કયા કાયદાઓમા ફેરફાર કરવા જેવા છે તે જણાવો તો ચર્ચા કરી શકાય. તમારો પ્રશ્ન બતાવે છે કે પ્રવિણાબેન ને મૂઝવવા પુછાયેલો પ્રશ્ન છે. કાયદાનુ થોડું ઘણૂ જ્ઞાન હશે તો સમજી શકશો કે કયા કાયદાઓ અફઝલ કે કસાબ જેવા ક્રુર આંતંકવાદીઓને ફાંસી નથી ચઢાવી શકતા. કયા કાયદાઓને કારણે આ દેશમા હર્ડકોર ક્રિમિનલો ખુલ્લે આમ હરીફરી શકે છે, અનેકોના ખુન કરનાર ડાકુરાણી ફુલનદેવી મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની શકે છે, ગુંડાઓ ચુંટણીઓ લડી શકે છે, અને સામાન્ય પ્રજા નાના ગુનાઓ માટે કે નહીં કરલા ગુનાઓ માટે સજા પામી રહી છે.
    હંમણાનો જ એક ગેંગવોરનો બનાવ કદાચ તમે છાપામા વાંચ્યો હોયતો, એક વ્યક્તિને ભર બજારમાં ગોળીઓથી વિંધી નાખનાર એક ગેંગનો એક સભ્ય હોસ્પિટલમા દાખલ થઈ ગયો અને તે સભ્યને બીજી ગેંગના માણસોએ હોસ્પિટલમાં જઈને ડોક્ટરો અને નર્સોની સામે જ ગોળીએ દીધો. પરંતુ જ્યારે ત્યાંના ડોકટરો અને નર્સો ને પુછવામાં આવ્યું તો તેમને મારનાર એકપણ વ્યક્તિને ઓળખવાથી ઇન્કાર કરી દીધો. આ શું બતાવે છે? તમારી નજર સમક્ષ એક વ્યક્તિની હત્યા થાય છે અને તમે કોર્ટમા સાચી જુબાની પણ આપી શકતા નથી. ભુલમા આપવા જાઓ તો તમારી જીંદગી હરામ થઈ જાય તેવા આ દેશના કાયદાઓ છે જે ગુંડાઓને અને માથાભારે તત્વોને તો પુરું રક્ષણ આપે છે પણ આમ જનતાને નહી. રોડ પર પડેલી લાશને કોઈ અડવા પણ તૈયાર નથી, એટલી ભયભીત પ્રજા છે આ દેશની અને તે આપણા કાયદાઓને કારણે. તમે કયા કાયદાઓ પર ચર્ચા કરવા માંગો છો? આશા રાખું કે કયા કાયદાઓ બદલાવ માંગે છે તે તમે સમજી શકશો.
    શેષ શુભ.
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

 9. સૌથી મોટો ધર્મ માનવતા છે. એક તરફ જગતમાં કરોડો દરિદ્રો ભુખે મરી રહ્યા છે તો બીજી તરફ કહેવાતા ધાર્મીક ઉત્સવોમાં કરોડોનું આંધણ થઈ જાય છે.

  સાચી સમાજ સેવા તો પિડિત માનવજાત ની સેવા છે.

  વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે……………

  કાસીમ અબ્બાસ

  Like

 10. દેશની દુર્દશા અને મૂલ્યોનો દ્વંષ થયો છે તેની ફરીને પુનઃસ્થાપના માટે કોઈક મસીહા મહાત્મા ગાંધી જેવો પેદા ના થાય ત્યાં સુધી આપણે સૌએ આવી ચર્ચાઓ દ્વારા લોકમત જાગૃત કરવા સાથે કશું નક્કર કરી શકીએ કે કેમ તે વિષે ગંભીરતાથી વિચારી અમલી બનાવવાનું આયોજન કરવું રહ્યું. માત્ર ચર્ચાઓ કર્યે કંઈ નકકર પરિણામ આવી શકે તેમ હું માનતો નથી.અને આ માટે CHARITY BIGINS AT HOME તે સ્વીકારી લેખ લખનારાઓ અને પ્રતિભાવો આપનારાઓ પોતે પોતાની જાતથી મકકમતાથી શરૂઆત કરે તો પાશેરામાં પહેલી પૂણી જેવી પણ શરૂઆત થાય. જ્યાં સુધી તમામના વર્તનમાં વિચાર-વાણી અને આચરણમાં એક સુત્રતા ના આવે ત્યાં સુધી કોઈ નક્કર પરિણામ આવવાની સંભાવના મને જણાતી નથી. અતમાં સ્વામી વિવેકાનંદના શબ્દોમાં “ “ મન-વચન-કર્મની એકતા હોય તો મુઠ્ઠીભર લોકો દુનિયાને પલટી નાખે”

  Like

 11. Sureshbhai:
  We, no doubt, believe in supremacy of ourselves. We are proud of our culture. No doubt that every one is proud of his own culture but we see other cultures from the height and compare it with ours and we ourselves decide that others have no culture. We still live in Glorious Past. In Veidic time, Rishis used to bless some one newly married, ” Shat Putra Bhavet” and we still wishes for the same blessings. We are strongly religious people. Krishna used to play GediDada so we play Cricket and we are not only proud of that and when defeat Pakistan, we feel ” Kali Naag Nathyo.” Krishna blessed Sudama with all fortune against some Tandoor, we still of the opinion that to give/offer Tanddor to the Powerful person for our benefit is all morally fine. Which has started all Scams. We are sure that the almighty will give necessary food to the poorest, so poverty is a quality for which we are not ashamed of, rather to be proud of.
  We are slaves by the birth. So we need someone of white skin as our ruler. Which we have already got.
  So why we should worry about anything. Let us Play Cricket, produce more children and enjoy. The Krishna will take care of everything.
  Jai Shri Krishna.

  Like

 12. Old habits die hard. We have a habit of basking in the Sun of our past glorry. Culture and civilizations keep changing with eras. Today, we must go with latest global culture, which is highly influenced by west. So, what? Why do we keep ourselves distant from it….

  Like psuedo seculars, rationalists are psuedo athiest…psuedo believers….!

  Indians at large lack sound reasoning and vision. God bless us and save our skins…lol….

  Like

 13. ભાઈ શ્રી સુરેશભાઈની વાત બિલકુલ સાચી છે. આ હરખ પદુળી પ્રજાને ખુશ થતાં પણ આવડતું નથી અને નિરાશ થતાં પણ આવડતું નથી. બંને તરફ છેડાનું વર્તન કરે છે. વર્ષો પછી વર્લ્ડ કપ જીતીને કંઈ ધાડ નથી મારી. વસ્તીમાં બધાજ ક્રિકેટ રમનારા દેશોથી અનેક ઘણો મોટો હોઈ કોઈની મજાલ છે કે વર્લ્ડ કપ પાછો કોઈ લઇ જાય?

  ભારતની સંસ્કૃતિની ઉજળી કરતા અંધારી બાબતો વધારે છે. લોકો કહેછે કે છેલ્લા હજારો વર્ષોથી ભારતે કોઈ બીજા દેશ પર હુમલો કર્યો નથી. ચાણક્યે કહ્યું છે કે જે દેશ હુમલો કરે તેનીજ સલામતી વધારે હોય છે. અકબરે કહ્યું કે લશ્કરને હંમેશા લડાઈમાં જોડી રાખવું જોઈએ. આજે આપણે ચીન સામે માથું ઉચકી શકતા નથી અને ધીમે ધીમે આપણાં દેશનો, અજગરની જેમ કોળીઓ કરતો જાય છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા બે કોડીના દેશો આપણને વારંવાર તમાચો મારતાં રહે છે. શ્રી લંકા અને નેપાળ તથા ભુતાન જેવા દેશો આપણાથી દૂર ખસી ગયા છે એ આપણી નિષ્ફળ વિદેશ નીતિનું પરિણામ છે.
  દેશના કાયદાઓ બધી કોમો માટે સરખા હોવા જોઈએ તોજ વસ્તિ નિયમનનું કામ થઇ શકે. આ તો અત્યારે એવી પરિસ્થિતિ છે કે જેટલી વ્યવસ્થા થાય છે તેના કરતા વસ્તિ વધારાથી અવ્યવસ્થા વધારે થાય છે.

  આપણાં દેશના લોકો સસ્કૃતીનું માપ એકજ રીતે કાઢે છે કે “પશ્ચિમના દેશોમાં લોકો તો સ્વચ્છંદી થઇ ગયા છે અને કંઈ મર્યાદા રાખતા નથી” એટલે આમ આપણી સાસ્કૃતિ મહાન છે. સ્વિડન તથા બીજા ઘણા પશ્ચિમ દેશોમાં રાત્રે જેટલી સ્ત્રીઓ સલામત છે તેટલી ભારતમાં નથી. પરદેશમાં બાળકી જન્મે તો તેને દૂધ પીતી કરવામાં આવતી નથી. પરદેશમાં કોઈ વર્ણ વ્યવસ્થા નથી એટલે ત્યાં અસ્પૃશ્યતા નથી. આપને ત્યાં બંગાળ અને ગુજરાત તથા બીજા રાજ્યોમાં સતીપ્રથામાં અનેક સ્ત્રીઓને હોમી દેવામાં આવી. ૬-૮ વર્ષની છોકરીઓને દેવ-દાસી બનાવીને મંદિરમાં સોપવામાં આવી, યુવાન થતાં પહેલાંજ મંદિરના અધિકારીઓએ તેનો ફાયદો ઉઠાવ્યો આ તે કઇ જાતની સંસ્કૃતિ?

  હવે રહી સરઘસોની વાત. સરઘસો, વરઘોડાઓ, સ્મશાન યાત્રાઓ, તાજિયાઓ, જાહેરમાં રસ્તા ઉપર પ્રવચનો, રસ્તા ઉપર લગ્નના મંડપો વિગેરે સદંતર બંધ થવું જરૂરી છે. કેમકે કોઈને ઈમર્જન્સીમાં હોસ્પીટલમાં લઇ જવાનું હોય, વિદ્યાર્થીને પરિક્ષા આપવા જવાનું હોય, કોઈને ટ્રૈન, પ્લેન પકડવાનું હોય, આ બધા અંતરાયો નુકશાનકર્તા છે.

  ઊઠો, જાગો ઇતિહાસના આયનામાં તમારું પ્રતિબિંબ જુઓ, તમારી મહાનતાની અફીણી ઊંઘ ઉડી જશે. મહાન મહાન કહેતા જાવ છો અને લઘુ પ્રજાનો માર ખાતા જાવ છો આ તે કેવી મહાનતા?

  Bhikhubhai Mistry
  Houston, Texas, USA
  Phone: 281 879 0545

  Like

 14. I wish to congratulate Shri Qaseem Abbas and Shri Ashween Parikh for their opinion.

  We Indians (Why I separate myself ?) boast more for our 5000 year old culture (?)…and live life using modern technology, mostly developed / invented / discovered / developed by western world. Today Indians curse western world for their culture and boast about their 5000 year heritage (?). It reminds me of a short story…giving right message……….

  In India a person’s father had a water well got dug in his compound. The water in that well was salty.

  His neighbour also had a well dug in his compound. The water in that well was sweet / not salty.

  The neighbour requested the person to use sweet water from his well. He explained about the risk of heart problem also.

  And the person replied…”.I will use water from my well only because my father had got it dug.”

  This is happening in practically all the fields of our life. We should know that those who can not walk with the current stream of life, get lost.

  Every coin has two sides. If we are wise we use the “GOOD” side of the coin and reject the other bad side.

  Amrut(Suman)Hazari.

  Like

 15. સ્વાગત,
  જો આપણું વસ્યું-વસાવેલું- વારસાગત ઘર હોય અને તેના સારા રાચરચીલા પર ધૂળ ચડી હોય તો આપણે શું કરશું? શું રચ ર્ચીલાનો કે પછી ધૂળ નો વાંક કાઢશું ? કે પછી તેની સાફ-સફાઈ કરી, પોલીશ કરી, ચમકાવી ને તેને પાછુ ભોગવવા જેવું બનાવશું?

  આપણી માતબર /ઉજ્વળ સંસ્કૃતિ ના પણ આજે એવાજ હાલ છે..
  જરૂર ઓએલી ધૂળ સાફ કરવાની છે..
  કોઈ ગમે તટે કહે.. આપણે ઓળખવામાં ભૂલ કરવાની નથી..
  આઝાદી આવ્યા બાદ ની આ અપની ફરજ/સમજણ અને જવાબદારી રહે છે..
  અને તે ને માટે જે જે જરોરી હોય તે વિના વિલંબે કરવાનું છે..
  તથા “આ જુનું છે” તેમ કહી તેને ફેંકવાનું નથી..
  સંજોગો અને અસ્તિત્વનો ફાયદો આપણે લેવાનો છે..
  તેને માટે ઉત્સાહ અને શ્રમ ની જરૂર પડશે.. તેમાં વિલંબ કરવાની જરૂર નેથી..
  જે છે તેને ધુત્કારવાની પણ જરૂર નથી..
  ચાલો.. અપને સર્વે કામે લાગી જઈએ અને પોત પોતાનું યોગદાન જીવીએ ..
  અસ્તુ,
  શૈલેષ મેહતા

  Like

 16. સ્વાગત,
  જો આપણું વસ્યું-વસાવેલું- વારસાગત ઘર હોય અને તેના સારા રાચરચીલા પર ધૂળ ચડી હોય તો આપણે શું કરશું? શું રચ ર્ચીલાનો કે પછી ધૂળ નો વાંક કાઢશું ? કે પછી તેની સાફ-સફાઈ કરી, પોલીશ કરી, ચમકાવી ને તેને પાછુ ભોગવવા જેવું બનાવશું?

  આપણી માતબર /ઉજ્વળ સંસ્કૃતિ ના પણ આજે એવાજ હાલ છે..
  જરૂર ઓએલી ધૂળ સાફ કરવાની છે..
  કોઈ ગમે તટે કહે.. આપણે ઓળખવામાં ભૂલ કરવાની નથી..
  આઝાદી આવ્યા બાદ ની આ અપની ફરજ/સમજણ અને જવાબદારી રહે છે..
  અને તે ને માટે જે જે જરોરી હોય તે વિના વિલંબે કરવાનું છે..
  તથા “આ જુનું છે” તેમ કહી તેને ફેંકવાનું નથી..
  સંજોગો અને અસ્તિત્વનો ફાયદો આપણે લેવાનો છે..
  તેને માટે ઉત્સાહ અને શ્રમ ની જરૂર પડશે.. તેમાં વિલંબ કરવાની જરૂર નેથી..
  જે છે તેને ધુત્કારવાની પણ જરૂર નથી..
  ચાલો.. આપણે સર્વે કામે લાગી જઈએ અને પોત પોતાનું યોગદાન જીવીએ ..
  અસ્તુ,
  શૈલેષ મેહતા

  Like

 17. (2) સાચી સમાજસેવા

  મૂર્તિ પૂજાનો હું વિરોધી નથી પરંતુ આટલી બધી અને આટલા પ્રકારની મૂર્તિઓ ન હોવી જોઈએ. નવા મંદિરો બનવા ન જોઈએ. જે ગામમાં મદિર ન હોય ત્યાં ભલે મંદિર બંધાય અને આવા દરેક નવા મંદિરમાં “ઓમ” નું પ્રતિક મુકાય તો ઘણું સારું કારણકે ઓમ હિદુ, જૈન અને બુદ્ધ એમ ત્રણેય ધર્મનું પ્રતિક છે. આવા મંદિરો કદાચ લોકોની એકતા કરી શકે. જુના મંદિરોમાં આગ્રહથી નહિ, પરંતુ સમજાવીને આવું કામ થઇ શકે.

  જો હિંદુ પ્રજા પાસેથી મૂર્તિ , મંદિર વિગેરે બધુંજ લઇ લેવામાં આવે તો એક બહુ મોટું વેક્યુમ(શૂન્યાવકાશ) થાય અને બીજા ધર્મના લોકોતો ટાંપીજ રહ્યા છે અને તેથી મિડલઇષ્ટ જેવી પરિસ્થિતિ પેદા થાય. હું એવું માનું છું કે આવી સ્થિતિમાં રહેવા માટે કોઈ હિંદુ તો નહિ પણ કોઈ નાસ્તિક પણ તૈયાર ન થાય. જો સારી રીતે સ્વતંત્રતાથી રહેવું હોય તો સનાતન હિદુ ધર્મનું જતન કરજો.

  ધર્મના દુષણો તો દરેક કોમમાં રહેવાના. એક ધર્મગુરુ થોડા વર્ષો પહેલાં કરોડોની જાયદાદ તેના વારસદારને સોંપીને દેવ થયા. એમના ચેલા-ચેલીઓ પણ સમજતા નથી કે જે પૈસાથી જનકલ્યાણ ના કામો થવા જોઈએ તેના બદલે વેરોધીઓનો કાંટો કાઢવા ઉપયોગ થઇ રહ્યો છે. મને અત્યાર સુધી
  ત્રણ-ચાર અનુભવો થયા છે કે વર્ણવ્યવસ્થામાં ચૂસ્ત રીતે વળગી રહેનારા આ સંપ્રદાયના લોકો બિલકુલ અસહિષ્ણુ છે. તેમને એ પણ સમજણ પડતી નથી કે જે વર્ણવ્યવસ્થાને તેઓ માને છે તેમાંતો પોતાની ગણતરી શુદ્રમાં થાય છે. એમને એવા સંસ્કાર પાડી દેવામાં આવ્યા છે કે કોઈનું સંભાળવું નહિ. બીજે કશે જવું નહિ અને પોતાના વર્તુળમાંજ કુવામાંના દેડકાની જેમ રહેવું.

  ધર્મના ભગવા વસ્ત્રો ભગવાન બુદ્ધ પછી ચાલતા આવે છે. શ્રી લંકામાં ભગવા વસ્ત્રો બુદ્ધના ભિક્ષુકોજ પહેરી શકે એવો કાયદો છે. ભગવા વસ્ત્રોવાળા સાધુઓ બસમાં કે ટ્રૈનમાં મફત મુસાફરી કરી શકે છે. ભગવા વસ્ત્રોને દૂર કરી શકાય એવું હું માનતો નથી પરંતુ શ્રી લંકા જેવી કંઈક વ્યવસ્થા થાય. અહીતો એક ચોર ભગવા વસ્ત્રો પહેરીને ચોરી કરે તો સાધુઓ બધા ચોર છે એવું માનવામાં આવે છે.

  ઢોંગી ધર્મગુરુઓ અને ઢોંગી નેતાઓને વીણવા એ ઘઉંમાંથી કાંકરા વીણી કાઢવા જેટલી સરળ વાત નથી. કદાચ નેતાઓને તો કાંકરાની જેમ વીણી શકાય પરંતુ ધર્મગુરુને જાણવા છતાં વીણી શકતા નથી અને વીણવા જઈએ તો તેમની પાસેતો મુકાબલો કરવાવાળા હજારોની સંખ્યામાં તેના અનુયાયીઓ હોય છે. સુરતના મશહુર એક તાંત્રિક ગુરુને લોકો જાણવા છતાં તેને દૂર કરી શકાયા નથી. આવા લોકોની પોલ ખૂલ્યા પછી ઉલટા વધારે બળવાન બનતા હોય છે.

  ધર્મમાં ક્રાંતિ, ધર્મ ગુરુજ લાવી શકે. એવા ધર્મગુરુ આજે પણ પ્રજામાં મોજુદ છે, પરંતુ લોકો હજી સુધી તેમને સમજી શક્યા નથી એ એક હિંદુ પ્રજાની કમનશીબી છે. અસ્તુ.

  Bhikhubhai Mistry
  Houston, Texas, USA
  Phone: 281 879 0545

  Like

 18. પ્રિય ભાઈ-બહેનો,
  લેખ અને લેખ ઉપરની ચર્ચામાં હજુ વધુ ઉંડાણની જરુર છે, કોઈ નક્કર ઉપાય જણાવાયો નથી, અને મારો ઉપાય મને જ વધુ યોગ્ય લાગે છે એટલે અહિ લખવા નથી ચાહતો, છતા પણ ચર્ચા પરથી ભારતીય માનસ ભલે ઉચ્ચજ્ઞાની હોય છતાં પણ કેટલુ અપુર્ણ છે એ દેખાય આવે છે કે કોઈ યોગ્ય ઉપાય સુઝતો જ નથી.

  Like

 19. શ્રી શરદભાઈ,
  નમસ્તે.
  તમારી મને સંબોધીને લખેલી કૉમેન્ટ ( મે 16, 2011 at 6:19 am)માં ‘Reply’ નથી એટલે અલગ લખું છું.

  તમે કહો છો કે બંધારણ ક્યારે ઘડાયું એ મહત્વનું નથી. બંધારણ આઝાદી પછી બન્યું એ હકીકત છે. આપણે બનાવ્યું છે એ હકીકત છે. હકીકતો મહત્વની ન હોય તો કશું જ મહત્વનું નથી. અંગ્રેજોએ બનાવેલું બંધારણ હોય તો વિના વિલંબે જરૂર હટાવવું જોઈએ. આપણે બનાવ્યું છે એટલે એના પર બરાબર વિચાર થવો જોઇએ.આમ બંધારણ ક્યારે બન્યું તે જા્ણવું જરૂરી છે, જેથી યોગ્ય સંદર્ભ મળે.

  તમે અણઘડ અને ભોટ પ્રજાને વોટિંગ રાઇટ્સ મળ્યો છે તેને કારણે ક્રિમિનલ્સ રાજકારણમાં આવે છે એમ કહો છો. આ અણઘડ અને ભોટ પ્રજાએ હાલમાં જ ત્રણ રાજ્યોમાં સત્તાપલટો કરી દેખાડ્યો છે. તમિલનાડુમાં 2G સ્પેક્ટ્રમને કારને આખા ડીએમકે પક્ષને જનતાએ હાંકી કાઢ્યો છે. પશ્ચિમ બંગાળમાં ૩૪ વર્ષે માર્ક્સવાદી સરકારનો અંત આવ્યો. નીચલા સ્તરે ફેલાયેલા ભ્રષ્ટાચારને કારણે જ લેફ્ટ ફ્રંટ ડૂબ્યો. બધી જગ્યાએ કરપ્શનમાં સંડોવાયેલા લોકો ભણેલાગણેલા, ભોટ ન કહી શકાય તેવા, અણઘડથી વિપરીત બહુ રિફાઇન્ડ, કલ્ચર્ડ છે.

  તમે કાયદા સુધારવાની વાત કરો છો પરંતુ સશક્ત લોકો કરપ્શનમાં હોય છે, સમાજનું ક્રીમ, જે કઈ વ્યક્તિ મંત્રી બને તે નક્કી કરી શકે એવા લોકો આમાં સંડોવાયેલા છે એટલે જ કાયદા સુધરતા નથી. તમને જે લોકો નાપસંદ છે એ અણઘડ અને ભોટ લોકો આ કરપ્શનનો ભોગ બને છે, એટલે જ ે લોકો મત આપવા જાય છે અને કરપ્ટ રાજકારણીઓને ભગાડે છે. પરંતુ તમે ભગાડી શકો તો માત્ર પોલિટીશ્યનોને – કારણ કે અધિકારીઓ અને ઉદ્યોગપતિઓને તો શી રીતે ભગાડો? કઈં નહીં, હવે અણ્ણા હઝારેના આંદોલનને કારણે લોકપાલ બિલ બનશે એમાં બધા પોલિટિશ્યનો આવી જશે એટલે આડકતરી રીતે એમને લાંચ આપનારા મોટા ઉદ્યોગપતિઓ પણ આવી જ જશે. આશા ન છોડો.

  બીજા મુદ્દામાં તમે મારા કથનમાં તમારો શબ્દ ઉમેરવાની છૂટ લીધી છે, જે યોગ્ય ન ગણાય.
  હું બે વાક્યો અહીં ક્વૉટ કરૂં છું, જેથી તમારી સમક્ષ ચિત્ર સ્પષ્ટ થાયઃ
  મારૂં વાક્યઃ “ન્યાયાલય (ન્યાયતંત્ર)માં કઈં ફેરફાર જરૂરી જણાતા હોય, એ લખ્યા હોત તો ચર્ચા કરી શકાત.”
  તમારૂં વાક્યઃ “બીજૂ આપ પુછો છો કે ન્યાયાતંત્ર મા કયા કાયદાઓમા ફેરફાર કરવા જેવા છે તે જણાવો તો ચર્ચા કરી શકાય.”

  આમાં “કાયદાઓ” શબ્દ તો તમે ઉમેર્યો છે! ન્યાયતંત્રમાં ફેરફાર અને કાયદાઓમાં ફેરફાર બન્ને એક વસ્તુ નથી એ મારે સમજાવવાની વાત નથી. બાકી કાયદાઓની વાત કરો છો એમાં ખરેખર તો તમે કાયદાઓના કડક અમલની વાત કરો છો, સુધારવાની નહીં! અમલ કડક અને નિષ્પક્ષ રીતે થવો જોઇએ એમાં તો બે મત હોઈ જ ન શકે. કાયદા્નો અમલ અણઘડ અને ભોટ પ્રજા માટે એક રીતે થાય છે અને આ દેશના ઉદ્ધારક કલ્ચર્ડ, પૈસાવાળા, સતાધારી અથવા એમને લાંચ આપી શકવાની તેવડવાળા એમના મળતિયાઓ માટે જુદી રીતે થાય છે.

  તમારો અંતિમ પ્રશ્ન છેઃ “તમે કયા કાયદાઓ પર ચર્ચા કરવા માંગો છો? ” આ પ્રશ્ન સંદર્ભની બહાર છે એ હવે તમે સમજી શકશો.

  Like

 20. પ્રિય દિપકભાઈ;
  પ્રેમ;
  મારી દૃષ્ટિએ બંધારણના ઉદ્દેશ્યો મહત્વના છે નહી કે તે ક્યારે બન્યું અને કોણે બનાવ્યું. કોઈપણ દેશના બંધારણના ઉદ્દેશ્યોમા પ્રાથમિકતા દેશના નાગરિકો ની સુખાકારી, હક્કો, ફરજો અને ભયમુક્ત શાસન જ છે અને આપણું બંધારણ તેના મૂળભૂત ઉદ્દેશ્યો પાર પાડવામા ઉણુ ઉતરેલ છે જે નિર્વિવાદ છે. ભારતનો નાગરિક આજે દયામણી સ્થિતિમા મુકાયેલ છે જેનો ઇન્કાર કોઈ કરી શકે તેમ નથી. ભારતનો દરેક નાગરિક આજે પરેશાન છે ત્યારે બંધારણને ધાર્મિક ગ્રંથોની માફક કોઈ ફેરફાર ન જ કરી શકાય તેવા ભ્રમમા રહેવું કેટલું યોગ્ય છે?
  આપ લખો છો કે હમણાની ચુંટણીમા પ્રજાએ ત્રણ રાજ્યોમા સત્તા પલટો કરી બતાવ્યો. શું આ સત્તા પલટાથી જન સુખાકારી વધી જવાની છે? જયલલીતાનુ શાસન તો પહેલાં પણ તામીલનાડુમા હતું જ. જયલલીતા શું ઉકાળી શક્યાતા તે હવે ઉકાળશે? એજ હાલાત મમતા બેનરજીની થતી તમે જોશો.પ્રજા ત્યાંની ત્યાં જ રહેવાની છે. પ્રજા પાસે ડાકુ અને લુંટારામાથી એકને સત્તા પર બેસાડવાનો હક્ક આ બંધારણ આપે છે અને અણસમજુ પ્રજાને એ વાત સમજાતી નથી. સત્તાપલટો સમસ્યાનુ સમાધાન નથી પણ સ્વચ્છ રાજકારણ છે અને પ્રોફેશનલ એડમિનિસ્ટ્રેશન છે.
  મારી કંપની મા એક ક્લાર્ક પણ હું નોનક્વોલીફાઈડ રાખતો નથી અને દેશનુ સંચાલન જે ને સોંપવામા આવે છે તે રાજકારણી અંગુઠા છાપ હોય, અનેક ગુનાઓમા સંડોવાયેલો હોય, તો પણ ચાલે.તમને ખબર છે આ દેશના ૪૦%થી વધારે કોર્પોરેટરો, વિધાન સભ્યો, ધારાસભ્યોનો ક્રિમિનલ રેકોર્ડ છે? આ કેવું બંધારણ છે? તમને કદાચ આવી વાત ડાયજેસ્ટ થતી હશે પણ મારી બુધ્ધીતો વિરોધ કરે છે. તમે લખો છો અણ્ણાહજારે આંદોલન અને લોકબીલ આ બધા ક્રિમિનલોની (રાજકારણીઓ અને લાંચ આપનાર ઉદ્યોગપતિઓની) શાન ઠેકાણે લાવશે. જોયા કરો દિલ્હિ બહોત દુર નહીં હૈ.તમારી આશાઓ ફળે તેવી શુભેચ્છાઓ.
  કાયદાકિય માળખાને હું ન્યાયતંત્ર સમજુ છું અને તે સંદર્ભે મેં ઉલ્લેખ કરેલ છે. મને ખબર નથી કે તમારી ન્યાયાલય કે ન્યાયતંત્રની વ્યાખ્યા શું છે.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ

  Like

 21. રિય દિપકભાઈ;
  પ્રેમ;
  તમારુ એક વક્તવ્ય અણસમજમાંથી ઉદ્ભવેલું છે તે અંગે સ્પષ્ટતા કરવી જરુરી છે. તમે લખો છો કે,”તમને જે લોકો નાપસંદ છે એ અણઘડ અને ભોટ લોકો આ કરપ્શનનો ભોગ બને છે, એટલે જ ે લોકો મત આપવા જાય છે અને કરપ્ટ રાજકારણીઓને ભગાડે છે.”
  પ્રથમ તો આ ગરીબ, અભણ અને ભોટ પ્રજા હું જેમને કહું છૂ તે મુર્ખ કહો કે સારી ભાષામા ભોળી કહો તેવા લોકો છે, આ પ્રજા સારું શું અને નરસુ શું તે સમજી શકે તેમ નથી અને તેમના હાથમા આ રીતે વોટીંગ રાઈટ આપવો તે ખતરનાક છે. આ પ્રજાને વોટીંગ રાઈટની જરુર નથી પણ જરુર છે પોષણ યુક્ત આહાર ના રાઈટની, પીવા લાયક પાણીના રાઈટની, એજ્યુકેશન રાઈટની, રહેવા માટે જરુરી મકાનના રાઈટની. તેમના સારા આરોગ્યના રાઈટની, તેમના વિકાસના પુરતા અવકાશના રાઈટની. અને આ બધા રાઈટ આપી શકાય તેટલો આ દેશ સમૃધ્ધ છે જ.(જો ખુલ્લેઆમ લુંટફાટ રોકી શકાયતો) પણ રાજકારણીઓ ને તેમના ઉથ્થાન માં જરાય રસ નથી, આ પ્રજા ઉચી આવશે તો આ ક્રિમિનલોને વોટ કોણ આપશે? અને હું જ્યાં ગણતંત્રના બદલે ગુણતંત્રની ની વાત કરું છું તેમાં પણ તેમનો વોટીંગ રાઈટ છીનવાઈ જવાનો નથી, પણ મર્યાદિત થવાનો છે. આ લોકો લેબર પ્રધાન ને ચુંટવા કે ગરીબો ના વેલફેર માટેની કમીટીની નિમણુક કરવા વોટ આપીજ શકે છે. ગુણતંત્રની પ્રથામાં કોઈ જાતી, પ્રાંત કે ધર્મને આધારે ચુંટણી લડાશે નહી જે અત્યારની ચુટણી માં મહત્વનું પરિબળ છે. મને લાગે છે આટલી સ્પષ્ટતા કદાચ પુરતી છે, તમારી ગેરસમજ દુર કરવા.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ.

  Like

 22. માફ કરજો, લેખ પર તો હજુ પછી પણ હું મારા વિચારો દર્શાવી શકીશ ! પરંતુ શરદભાઇ અને દિપકભાઇની ચર્ચા વાંચતા મને લાગ્યું કે રાજેશભાઇએ સાચું જ કહ્યું. જો કે હું પોતે ૧૨માં માં ત્રણ વખત નપાસ થયેલો ભોટ જ છું એટલે મારા મતનું પણ કશું મહત્વ નહીં જ રહે છતાં વધુ લાંબુ ન કરતાં માત્ર એટલું જ કહીશ કે વર્ષો પહેલાં બધા બુદ્ધિમાનોએ વર્ણાશ્રમ (ચર્તુવર્ણ) શરૂ કરેલો જેના માઠાં ફળો ભોગવવામાંથી અને તેમાંથી પુરી રીતે નિકળવામાંથી હજુ આપણે નવરા નથી પડ્યા ત્યાં મને લાગે છે ફરી એક નવો વર્ણાશ્રમ (દ્વિવર્ણ) ખડો કરાય છે. પેલામાં જાતે જ ઉચ્ચવર્ણ ગણાઇ બેઠેલાઓ પોતે જેને નિચ્ચવર્ણના સમજ્યા તેઓને મોટાભાગના અધિકારોથી વંચીત રાખતા હતા. હવે કદાચ જાતે જ બુદ્ધિશાળી ગણાતા લોકો પોતે જેને “ભોટ” માને છે તેમને તેમના મુળભુત અધિકારોથી વંચીત કરવાની વાતો કરે છે !!

  સાહેબ મને એ કહેશો કે “ભોટ” કોણ તે કોણ નક્કિ કરશે ? સવાલ સીધો ભારતનાં મુળભુત બંધારણીય હક્ક પર થયો છે. બંધારણની રચના કરનારાઓની બુદ્ધિ અને નિષ્ઠા પણ આ સવાલના ઘેરામાં આવે છે. શું કરોડોના કૌભાંડ કરનારાઓ અને તેને મદદગાર કે ભાગીદારો આ “ભોટ” લોકો છે ? સમાજના બુદ્ધિશાળીઓ (એટલે કે ગણાતા બુદ્ધિશાળીઓ) શું ઊંઘે છે ? તેઓની કશી જવાબદારી નથી ? માત્ર આ “ભોટ” લોકોની જ જવાબદારી છે ? કે પછી બુદ્ધિશાળીઓનો તો ભ્રષ્ટાચારમાં ભાઇએ ભાગ છે અને આવા લોકોએ મત લેવા માટે પણ પાંચ વરસે એક વખત પણ આ ભોટીયાઓની સન્મુખ થવું પડે છે તે પણ હવે સહેવાતું નથી ? ક્રિમીનલ્સને સપોર્ટ આ “ભોટ” લોકો જ આપે છે અને કહેવાતા સજ્જનો તો દુધે ધોયેલા છે તેવું કોઇ માનતું હોય તો મને તેમની દયા આવશે !!

  ભારતની સામાન્ય જનતાનું વર્ગીકરણ ’મૂર્ખ અને ભોટ’ માં કરવું તે મને યોગ્ય લાગતું નથી. સામાન્ય રીતે આવું વર્ગીકરણ એ જ કરી શકે જેમણે ભારતની ખરી જનતાને જોઇ જ નથી !! થોડું કડવું લાગશે પણ હવે નવા વર્ણાશ્રમની જાળમાં ફસાવા જેટલા ભોટ આ ભોટ લોકો નથી રહ્યા !!!

  આભાર.

  Like

 23. ઓહ ડિયર અશોકભાઈ, ક્યાં ચણાના ઝાડ પર ચડાવો છો, હુયે પણ ઠોઠ જ છુ ને, મુંબઈની સિધ્ધાર્થ કોલેજમાં ૧૨ મુ નાપાસ થએલો પડ્યો જ હોઈ ને હુએ ક્યા કોઈ હોંશિયાર છું (એટલે ઈગ્નુથી એંટ્રેંસ પાસ કરીને બી.કોમ. બીજુ વરસ ૧૮૯-૯૦માં અધુરુ ભણીને મારો બાબો નાનો હોવાથી મુકી દિધુ હતુ, એમા રસ નથી રહ્યો). પણ હવે જીવનનુ સત્ય શોધી રહ્યો છુ, અને એ સત્યની ખોજ મને વારંવાર ગોવિંદભાઈના આ સુંદર માનવમેળામાં ખેંચી લાવે છે, મારુ સજેશન હવે આ દાયરાની બહારનુ છે એટલે નાના મોઢે મોટી વાત નથી લખવી, આ તો મારા ભાઈ બહેનોને આ મેળામાં ગુંચવાયેલા જોઉ છુ અને ભારતની લાચારી જોઈને મન પ્રતાડીત થઈ ઉઠે છે એટલે લખુ છુ. બાકી ચુપચાપ ગરીબોની સેવા કરી શકુ તો ભલુ, મારે તો વોટીંગકાર્ડ જ નથી બનતુ, મુંબઈથી ટ્રાંસ્ફર કરવાનો ટાઈમ નથી મળતો એટલે છેલ્લા ૧૫ વરસથી કોઈને વોટ નથી કર્યો એટલે (સ્વાર્થે) આનંદુ છુ બીજુ શું. થ્રી ઈડિયટ્સની વાત મને અત્યારે યાદ આવે છે કે “શીખવા માટે ભણવુ જોઈએ, ડિગ્રી-સર્ટીફિફેટ માટે નહિ.” ભારતમાં લોકો નોકરી-બીઝનેસ માટે ડિગ્રી-સર્ટીફિફેટ ધરાવે છે, પણ શીખતા કંઈ જ નથી એવુ હવે મને લાગે છે. ધન્યવાદ અને હા ભુલ ચુક માફ કરજો…..

  Like

 24. જો કે ભારતના શુદ્રો હજી પણ એવા ને એવા ઠોઠ જ છે, કોઈ ઝાઝો ફેર નથી પડ્યો (આત્મિક બાબતમાં હો), ફક્ત સારુ પહેરતા ઓઢતા, રહેતા અને બોલતા થયા હશે, પણ ખાટલે મોટી ખોડ તો હજુ એવી ને એવી જ લાગે છે, નહિ તો બાબા સાહેબ આંબેડકરે બૌધ્ધ ને બદલે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોત તો ભારતની દિશા આજે ખુબ જ અલગ હોત એવુ મારુ માનવુ છે. કેમ કે ખ્રિસ્તીઓ પાસેથી જીવન વિશે વધુ શીખવા મળત, જે બૌધ્ધ બનીને ખાસ કશુ જ નથી મેળવ્યુ જે આ દેશને અને કોમને કામ લાગે. ખ્રિસ્તીઓ એટલે કે મારો અર્થ ફક્ત પ્રભુ યીશુનુ ચરીત્ર જ માનવુ બીજુ કંશું જ નહિ.

  Like

 25. શ્રી શરદભાઈ અને શ્રી દિપકભાઈ, અને અન્ય મહાનુભાવોને હુ એક નાનકડુ સજેશન કરવાની લાલચ રોકી નથી શક્તો કે આ આપની ચર્ચા ઉઠી આવેલા “ઠોઠ” લોકોને શુ શીખવવુ અને આપવુ જોઈએ જેથી તેઓ દેશનુ અમુલ્ય ધન બની શકે?

  Like

  1. રાજેશભાઈ,
   શૂદ્રો પોતાની તાકાતને પિછાણે. ભણે, સમાજમાં ન્યાય માગે. આરાજકીય સતાનો સવાલ છે અને સત્તા પૂરા વર્ગની સ્થિત અને સામાજિક સમીકરણ બદલવા માટે કામ આવવી જોઇએ. માયાવતી દલિતોનાં સાચાં પ્રતિનિધિ નથી, કારણ કે એમણે જે શો-બાજી શરૂ કરી છે તે આ વર્ગના હિતમાં નથી ઉપલા લોકોની જેમ કરવાનો અર્થ એ કે હજી વર્ણ વ્યવસ્થા ચાલુ રહે છે.

   Like

   1. ધન્યવાદ પ્રિય શ્રી દિપકભાઈ, શ્રી શરદભાઈ અને શ્રી અશોકભાઈ , શુદ્રો પોતાની તાકાત પિછાણે છે પણ એ તો “બાહુબળ” ની જ નશ્વર તાકાતને તાકાત માને છે, આત્મિક-બુધ્ધિબળનુ મને નથી લાગતુ કે શુદ્રોને ખબર હોય, કેમ કે શુદ્રો અને ભારતના દરેકે દરેક જાતિના લોકો ઉચ્ચ કુલિનોને જ અનુસરતા હોય છે, પણ ઉચ્ચ અને કુલિનોની પાસે પણ બે હજાર વરસથી ભારત દેશને એક તાંતણે બાંધી ઉંચે એટલે કે વૈશ્વિક આગેવાન બનાવી શકવાની કોઈ બુધ્ધિ જ નતી દેખાતી અને કુલિનો પણ ભેદભાવની જ વિચારધારામાં જ પોતાનુ ભલુ માનતા હોય તો શુદ્રોને શુ શિખવવાના. ગધેડાની સામે ગાજર બાંધે જ ને. આમા શુદ્રો એટલે હિંદુઓ જ માનવા કેમ કે બીજા કોઈ ધર્મમાં શુદ્રો નથી ગણાતા, શુદ્રો ફક્ત ભારતનુ જ ફળ છે, જગતના બીજા અન્ય ભેદભાવ છે, એ આપણે સૌ જાણીએ જ છીએ, એટલે શુદ્રો એટલે હિંદુ-બૌધ્દો જ માનવા. મને તો બઈબલમાં પ્રભુ યીશુના વચનોમાં જ સત દર્શન લાગે છે અને આમપણ ભારતને અને વિશ્વને શાંતિ અને ભાઈચારાની દોરે બાંધનાર બાઈબલના મારગે ચાલનારા ખ્રિસ્તીઓ જ, જેની દોરવણી કદાચ રોમ થઈને અમેરિકા દ્વારા યુનોમાં થાય છે. ભારત પણ વૈશ્વિક આગેવાન એના જાતિય, પ્રાંતિક અને આંતરીક ખેચમતાંણી વાળા ભેદભાવ ના કારણે જ નથે બની શક્તુ. મનુષ્યો દ્વારા લખાયેલા સ્વાર્થીપણુ વધારનાર સ્વધર્મને જ મહાન ગણાવતા હોઈ ને વિશ્વમાં પોતાનો ડંકો નથી વગાડી શકતા. ઉચી ઉચી ભવ્ય મુર્તીઓ બાંધે, ભવ્ય મહેલો જેવા મંદિરો બનાવે છે, નદી-નાળાઓ ગંદા કરે છે, પહાડોની સુંદરતા બગાડે છે પણ ખરી માનવતાના દર્શન નથી દાખવી શક્તા એટલે શુદ્રો પણ લઘુતા ગ્રંથિમાં રિબાતા રહેવાના જ ને. માનવતાનો ધર્મ અન્ય જાતી અને અન્ય ધર્મીઓ ને બદલે પોતાની જાતી, સગાઓ અને વહાલાઓ અને પોતાના રાજ્ય પુરતો જ પ્રદર્શીત થતો હોઈને ભારતીય વિચારધારા વૈશ્વિકંશે સફળ નથી થઈ. ગંદકી પોતાના ધર્મમાં એટલે કે દરેકે દરેક ધાર્મિક સ્થાનોમાં ઉભરાતી હોય તો દરેકે દરેક પોળ, રસ્તો, નાકો ગંદકીથી ગંધાતો જ હોય ને. ક્રુષ્ણ સુસમયે જુઠ્ઠુ બોલવાનો ઉપદેશ માનાવતા હોય તો દેશનો દરેકે દરેક નાગરીક પોતાના ભલા માટે જ જુઠ્ઠુ બોલે જ ને અને ૩-જી જેવા હજ્જારો કૌભાંડો ફુટી નિકળે જ ને અને એમાંથી કમાયેલુ ધન વિદેશોમાં જમાં થતુ હોય ને દેશ માં શું ઉકળવાનુ. કુલિનો જ ખુદ ખરડાયેલા હોય તો શુદ્રો તો ઠોઠ જ રહેવાના ને એમનો ઉધ્ધાર કોણ કરી આપશે. એટલે મારી નજર તો બાઈબલ પર જ ટકી રહેવાની, મારાથી બનસે તો, અને પ્રભુ ની ઈચ્છા હશે તો દરેક દરેક શુદ્રોને હુ બાઈબલ શીખવવાની ઈચ્છા રાખુ છુ જેથી પાપ ના કામો કરીને નષ્ટ ના થાય અને દેશ માટે જોરદાર વ્યક્તિત્વ બને. જો કે અન્ય ભાઈઓને પણ વિનંતિ કરુ છુ કે જ્યા સુધી “ઉપરવાળા” થી કોઈ ડર નહિ રાખે તો હજજારો પંથ બનાવી લો, શાંતિ નહિ મળે એવુ મારુ માનવુ છે અને કમસે કમ મારા ઘરવાળાઓને તો શીખવી રહ્યો જ છુ, બે-ચાર તો માની જાય છે પણ પાછા કુલિનોની વાતો થી સુધરવાને બદલે એ જ ખોટના રસ્તે પાછા દોડી જાય છે. મારુ તો શુ, હુ તો મારા પોતાને શુદ્ર નથી માનતો, પણ હા મારા પાપિલા કામો (ઈર્ષ્યા, જલન, ડાહ- લડાઈ, જુઠ્ઠાણુ, ભેદભાવ, અભિમાન, લોકોને પાપ કરવા માટે ભટકાવવુ કે ભડકાવવા વગેરે વગેરે પાપીલા કામો ) મને પોતાને “ઉપરવાળા” સમક્ષ શુદ્ર માનવા મજબુર કરે છે. પણ પોતાને પિતા સમક્ષ પાપી માની લેવુ એ તો સુલક્ષણ છે એનો ગર્વ છે પણ સહકર્મચારીઓ, પાડોશીઓ જ્યારે શુદ્ર માનીને ભેદભાવ કરે એટલે ઘણી વાર નિરાશા આવી જાય પણ પ્રભુ યીશુને પ્રાર્થના કરીએ એટલે ફરીથી બલવાન બની જઈએ અને પાપથી દુર ભાગુ છુ. અને સમય મળ્યે શુધ્ધ-પવિત્ર વાતો બ્લોગ ઉપર મુકવાની કોશિશ કરુ છુ. પ્રભુ યીશુની સંગાથે મારુ યુધ્ધ માસ અને લોહિના લોચા એટલે કે કોઈ મનુષ્ય જોડે નથી પણ એ મનુષ્યમાં છુપાયેલા શૈતાની આત્મા સામે જ છે. લોકો આ સમજે તો ભારત વગર મહેનતે સામર્થી બની જાય, કેમ કે ઉપરવાળાને આત્મિક પવિત્રતા જ ગમે છે, અને મારો ઉદ્દેશ એ જ છે કે શુદ્રો અને અન્ય ભાઈ-બહેનો પવિત્ર બને, ઉપરવાળાથી ડરે તો ભારતમાં સમસ્યા લાવનાર શૈતાનનો વગર તલવારે અથવા વગર બોંબ-બંદુકે નાશ થઈ જાય, ગાંધીજીના જેમ, નહિતો ઉપવાસ કરીને અણ્ણાજી અને હવે બાબા રામદેશ કશુય નહિ પામે, જે મે અગાઉ કહિ દિધુ જ હતુ. પ્રભુ સૌનુ ભલુ કરે એવી પ્રાર્થના માંગુ છુ…આમીન.

    Like

  2. શ્રી રાજેશભાઇ, દિપકભાઇએ યોગ્ય જ કહ્યું; ’શૂદ્રો પોતાની તાકાતને પિછાણે. ભણે, સમાજમાં ન્યાય માગે.’ મારી મતિઅનુસાર થોડું ઉમેરૂં તો કહેવાતા શુદ્રો સૌ પ્રથમ તો જાતે તે ભુલવાની કોશિશ કરે કે અમે શુદ્ર છીએ ! કેમ કે જ્યાં સુધી તેઓ આ નહીં ભુલે ત્યાં સુધી તેઓ પોતાની તાકાતને પણ નહીં પિછાણી શકે. આમા ધર્મ કે એવી બાહ્ય કોઇ મદદની આવશ્યકતા નથી દેખાતી. આ આખી આંતરીક ઘટના છે, અને બળ પણ અંદરથી જ ઉત્પન્ન થશે. (ટુંકમાં લઘુતાગ્રંથીથી પિડાવાનું બંધ કરે !)

   કહેવાતા શુદ્રો પણ પ્રથમ તો ઓછામાં ઓછું એટલું જ્ઞાન પ્રાપ્ત કરવા તરફ પોતાનું સર્વ ધ્યાન જરૂર લગાડે જેથી તેઓ જાતે જ સમજી શકે કે અમારૂં હીત શા માં છે, નહીં કે કોઇના દોરવાયા દોરવાઇને માત્ર એક યા બીજાના શુદ્ર મતબેંક બની રહે. દુઃખની વાત એ છે કે પિડીતો, દલિતો, શુદ્રોની એકઠ્ઠી તાકાતનું મહત્વ જેટલો તેનો લાભ લેનારાઓ સમજી શકે છે તેટલું ખુદ એ નથી સમજી શક્યા !! બસ જાતે જ પોતાની તાકાત સમજી જશે પછી બીજાઓ અને તેઓ પોતે પણ પોતાને સમાજનું અભિન્ન અને અગત્યનું અંગ જ સમજશે. (આ નાને મોં એ મોટી જેવી વાત કરી, પણ મારી અંતરની વાત કરી છે. કંઇ અવિનય લાગે તો સૌ મિત્રો માફ કરશો)

   Like

  3. પ્રિય રાજેશભાઈ;
   પ્રેમ;
   પહેલા ક્રિશ્ચાનીટીના ચશ્મા ઉતારો તો સંવાદની ભુમિકા બંધાય. બાકી તો આ ચશ્મામાથી તો જે જુએ તેને ઠોઠને શિખવવા માટેનો એક જ ઇલાજ “બાઈબલ” અને આપવા માટે એક જ અર્થપુર્ણ ધર્મ “ક્રિશ્ચન” છે અને તો જ આ ઠોઠ લોકો દેશનુ અમુલ્ય ધન બની શકે તેવું દેખાય અને બીજું કાંઈ જ ન દેખાય.આપણે બધા આવાને આવા કોઈ(હિન્દુ, મુસ્લિમ, ઇસાઈ, શિખ, બૌધ્ધ કે અન્ય) ચશ્મા પહેરીને આ જગતને જોઈએ છીએ અને પરિણામે તે કુરુપ દેખાય છે. જે સત્ય છે તે જોઈ નથી શકતા. બાકી આ જગત ખુબ સુંદર છે અને એ હું દાવા પુર્વક કહું છું બધા ચશ્માઓ ઉતારીને.
   અખતરો કરવાની ઈચ્છા હોય તો કાલે વહેલી સવારે નજીકના કોઈપણ કુદરતી સ્થળે જઈ, ભુતકાળના તમામ સ્મરણો અને ભાવિ કલ્પનાઓ માંથી મુક્ત થઈ, કુદરત સાથે હૃદયથી ઓતપ્રોત થજો અને તમને હું જે કહું છું તે દેખાશે તેની ખાત્રી રાખજો.
   શેષ શુભ.
   ઈશુના આશિષ;
   શરદ.

   Like

 26. શરદભાઇની બન્ને કૉમેન્ટ એક સાથે વાંચવા મળી અને જવાબ આપવાની તૈયારી કરૂં ત્યાં ૧૨મામાં ત્રણ વાર ફેલ થયેલા ‘ભોટ’ભાઇનો જવાબ વાંચ્યો (અશોકભાઈ, ખરા ભોટ ૩જામાં ૧૨ વાર નાપાસ થતા હોય છે!). મારી અણસમજ અંગે મને ઘણા વખતથી વહેમ તો હતો જ; હવે શરદભાઈએ એને ‘હકીકત’તરીકે સ્થાપિત કરી છે.

  શરદભાઈ, અશોકભાઇએ જે જવાબ આપ્યો છે તેની સાથે હું અક્ષરશઃ સંમત છું તમે અણઘડો અને ભોટોનો વોટિંગ રાઇટ લઈ લેવા માગો છો અથવા મર્યાદિત કરી દેવા માગો છો અને એમને મકાનના રાઇટ વગેરે વગેરે આપવા માગો છો.ક્યારે? હમણાં જ શરૂ કરો ને આંદોલન… નહીં, તમે પહેલાં એમનો વોટિંગ રાઇટ ઝુંટવી લેશો તે પછી આ બધું આપશો. બે હજાર વર્ષથી તમારૂં ગુણતંત્ર ચાલતું હતું ત્યારે આ અધિકાર કેમ ન આપ્યા?

  મને ખબર છે કે તમે આમાંથી કઈં નવો મુદ્દો કાઢીને જવાબ આપશો. ઉદાહરણ તરીકે તમે અણઘડો અને ભોટોના વોટિંગ રાઇટ અંગે ચિંતા કરતા હતા ત્યારે મેં ધ્યાન દોર્યું કે આ જ લોકોએ હાલમાં જ ત્રણ રાજ્યોમાં સરકારો બદલી. તમે તરત નવી વાત પર આવી ગયા – સરકારો બદલવાથી શું વળશે? અરે, શું વળશે એ મુદ્દો તમે ઊભો જ નહોતો કર્યો.તમારા ગુણતંત્રને લાયક માણસો કરપ્શનમાં ગળાડૂબ હતા ત્યારે આ અણઘડ અને ભોટ મતદારોએ એમને પછાડ્યા. આ હકીકત સ્વીકારવાને બદલે તમે બીજે જ પાટે ચડી ગયા. અણ્ણા હઝારેના આંદોલનની વાત કરી તો તમે કહો છો…”દિલ્લી દુર હૈ…” તમે પોતે તો કહો કે શું હોવું જોઇએ?

  સૉરી, તમે કહ્યું જ છેઃ “આ લોકો લેબર પ્રધાન ને ચુંટવા કે ગરીબો ના વેલફેર માટેની કમીટીની નિમણુક કરવા વોટ આપીજ શકે છે. ” આ લોકો એટલે અણઘડો અને ભોટો એમ મારા જેવો અણસમજુ પણ સમજી શકે છે. કઈંક પ્રોગ્રામ જેવું તો લાગે છે. કબૂલ. જરા વિગતમાં ઊતરશો જેથી અણસમજુઓ, અણઘડો અને ભોટો પણ તમારી વાત માની શકે?

  દાખલા તરીકે – માત્ર લેબર પ્રધાન શા માટે? અન્ન પ્રધાન શા માટે નહીં? આ લોકોને અન્નની જરૂર નથી? ઉદ્યોગ પ્રધાન શા માટે નહીં? આ લોકો કારખાનાઓ, પ્રાઇવેટ કંપનીઓમાં અને ઉદ્યોગોમાં કામ નથી કરતા? નાણા પ્રધાન શા માટે નહીં? આ લોકો માટે તમે જે વેલફેર કમિટીનું સૂચન કરો છો, તેને પૈસા કોણ આપશે, નાણા પ્રધાન જ ને? કાપડ પ્રધાન શા માટે નહીં? આ લોકો કપડાં નથી પહેરતા? ગૃહ પ્રધાન શા માટે નહીં? આ લોકોને સુરક્ષાની જરૂર નથી? સંરક્ષણ પ્રધાન શા માટે નહીં? શું આપણા લશ્કરમાં આ લોકો છેક નીચી પાયરીના જવાન તરીકે નથી હોતા? એ જેમને ચૂંટે એ લેબર પ્રધાન બીજાં કામો સંભાળી લેવા લાયક શા માટે નહીં હોય? એ વડો પ્રધાન શા માટૅ બની ન શકે?

  તમે ગુણતંત્ર બનાવો તે પહેલાં આ બધા પ્રશ્નો પર વિચાર કરી લઈએ એ જરૂરી છે કારણ કે અણસમજુઓ, અણઘડો અને ભોટોની તો ભીડ હોય છે અને એમની બુદ્ધિ હાથ પગમાં હોય છે.

  તમારા ગુણતંત્રમાં જાતિ કે ધર્મ કે પ્રાંતના આધારે ચૂંટણી નહીં થાય. બહુ સારી વાત છે… કઈ રીતે એ કરશો તે સમજાવશો? અથવા તો એ કહો કે ગુણતંત્રમાં ચૂંટણી જેવી વ્યવસ્થા શા માટે ચાલુ રાખશો? “ગુણ’ બહુમતીથી નક્કી થાય?

  આવા ઘણા પ્રશ્નો છે, અહીં થોડા સૅમ્પલ આપ્યા છે એના જવાબ આપો ત્યારે કૉપી-પેસ્ટ કરીને જવાબ આપવા વિનંતિ છે, જેથી જવાબ જવાબ જ રહે, કૉપી-પેસ્ટ ભલે ન કરતા, માત્ર મારા સવાલોમાં તમારા શબ્દો ઉમેરવાની ઇચ્છાને ટાળશો તો પણ ચાલશે,જેથી આપણે આગળ અર્થપૂર્ણ ચર્ચા ચાલુ રાખી શકીએ.

  Like

  1. પ્રિય દિપકભાઈ;
   પ્રેમ;
   તમારો પ્રતિભાવ વાંચી, મને લાગે છે ક્યાંક દુખતી નસ દબાઈ ગઈ છે. વજુદ વગરની દલીલો, વક્રોક્તિઓ, અર્થહિન પ્રશ્નો ની ઝડી વરસાવી દીધી. તમારી ઈચ્છામુજબ તમારા કથનો અને પ્રશ્નો નો જવાબ કટ પેસ્ટ કરીને આપું કદાચ ફરીયાદો અને આક્ષેપો ઓછા થઈ જાય.
   ૧)મારી અણસમજ અંગે મને ઘણા વખતથી વહેમ તો હતો જ; હવે શરદભાઈએ એને ‘હકીકત’તરીકે સ્થાપિત કરી છે.
   ૧)જો ખરેખર વહેમ હતો ને તે દુર થઈ ગયો હોય તો કશું અશુભ નથી થયું. આમેય જીવનમા જેટલાં વહેમો અને ભ્રાંતિઓ દુર થાય તે વ્યક્તિ માટે શુભ હોય છે તેવી મારી સમજ છે.પણ અણસમજ શબ્દથી અહંકાર પર પડેલી ચોટ અને તેમાંથી ઉદ્ભવેલી વક્રોક્તિ વધુ દેખાય છે. મારી સમજ મુજબ અણસમજ હોવી તે કોઈ બહુ મોટો ગુનો નથી, પણ સમજવા માટેની તૈયારી જ ન હોવી તે કદાચ વધુ નુકશાન કર્તા છે.
   ૨) તમે અણઘડો અને ભોટોનો વોટિંગ રાઇટ લઈ લેવા માગો છો અથવા મર્યાદિત કરી દેવા માગો છો અને એમને મકાનના રાઇટ વગેરે વગેરે આપવા માગો છો.ક્યારે? હમણાં જ શરૂ કરો ને આંદોલન… નહીં, તમે પહેલાં એમનો વોટિંગ રાઇટ ઝુંટવી લેશો તે પછી આ બધું આપશો.
   ૨) મારે કોઈના કોઈ રાઈટ નથી છીનવી લેવા. મારો ઈશારો એ તરફ છે કે આપણી લોકશાહી પધ્ધતિ, ચુટણી પ્રથા ક્રિમિનલોને સત્તાધીશ બનાવી રહી છે અને તેનુ કારણ છે વોટની રાજનીતિ. નાની નાની લાલચો આપી, નાતજાતના, પ્રાંતવાદના નામે લોકોને ભડકાવી, ગુંડાગર્દી કરી આપણા રાજકારણીઓ કોઈપણ પ્રકારની લાયકાત વગર સત્તારુઢ થઈ આ દેશની સંપત્તિ લુંટી રહ્યા છે અને પ્રજા પીડા ભોગવી રહી છે. ગરીબવર્ગ વધુ અને વધુ ગરીબ બની રહ્યો છે અને ધનવાન વર્ગ વધુને વધુ ધનવાન. અને તેના મુળભુત કારણમા બિનવ્યવહારુ ચુટણી પ્રથા છે. મારી સમજ એમ કહે છે કે આ પિડિત પ્રજાને વોટિંગ રાઈટની જરુર નથી પણ જરુર છે પોષણ યુક્ત આહાર ના રાઈટની, પીવા લાયક પાણીના રાઈટની, એજ્યુકેશન રાઈટની, રહેવા માટે જરુરી મકાનના રાઈટની. તેમના સારા આરોગ્યના રાઈટની, તેમના વિકાસના પુરતા અવકાશના રાઈટની અને તે આપી શકાય તેટલી સમૃધ્ધિ આ દેશમા છે જ.વિદેશોની બેંકોમા જમા થયેલ લોંટના આંકડા અને છેલ્લા ૨૦ વર્ષમા થયેલા કૌભાંડોના આંકડા બતાવે છે કે જો આ લુંટની રકમ દેશના વિકાસમાં વપરાઈ હોતતો આજે આ દેશ સમૃધ્ધ દેશોની યાદીમા આવી ગયો હોત. આ બધું શક્ય છે એમ મારું સ્પષ્ટ માનવું છે અને તે માટે મને ઓશોએ જે મેરિટોક્રસીની વાત કરેલ છે તે મને વધુ યોગ્ય જણાઈ છે.હાલની ચુટણીપ્રથા કરતા તે મને વધુ યોગ્ય લાગે છે. તમને કે અન્ય મિત્રોને તે કદાચ ન પણ લાગે તે શક્ય છે. અને એટલે જ મેં ઓશોની મેરિટોક્રસીનિ જે વાત છે તે અન્ય મિત્રોના અને તમારી જાણ માટે અહીં રજુ કરી જેથી મેરિટોક્રસી શું છે તેની વિસ્તારથી સમજ પડે. ઉતાવળમા મેં કટપેસ્ટ કરેલ જેથી ઓશોનુ નામ ન લખી શક્યો તેને પણ તમે મુદ્દો બનાવી સૌજન્યતાના પાઠ ભણાવવા માંડયા અને જાણે મેં કોઈ કોપી રાઈટનો ભંગ કરી નાખ્યો હોય તેમ મને ગુનેગાર સાબિત કરવા લાગી ગયા.હાલની દુર્દશામાથી આ દેશને ઉગારવા માટે તમારી પાસે મેરિટોક્રસી કરતા કોઈ સારો ઉપાય હોય તો જણાવો મને અવશ્ય આનંદ થશે. બાકી સત્તાપલટાથી કાંઈ હરખાવા જેવું મને નથી લાગતું. આઝાદીના ૬૦વર્ષમા આવા સત્તાપલટા કેટલીયવાર થઈ ચુક્યા છે અને પ્રજા દિનબદિન વધુને વધુ દરિદ્ર થઈ રહી છે. આવતીકાલનો સુરજ કેવો ઉગશે તેની ચિંતા છે. ગરીબ તો ગરીબ પણ મધ્યમ વર્ગ પણ ભયભિત છે. ત્યારે અમથી દલીલો કરતાં નક્કર વિચારધારા વધુ હિતકારી છે.
   ૩)બે હજાર વર્ષથી તમારૂં ગુણતંત્ર ચાલતું હતું ત્યારે આ અધિકાર કેમ ન આપ્યા?
   ૩)બે હજાર વર્ષથી ગુણતંત્ર (મેરિટોક્રસી) ચાલતુ હતું? ક્યાં ચાલતુ હતુ? ભારતમાં કે અન્ય દેશની વાત કરો છો? મને તો અન્ય દેશમા પણ ગુણતંત્ર ચાલતુ હોય તેની ખબર જ નથી.તમને બે હજાર વર્ષથી ચાલતુ ગુણતંત્ર દેખાયું હોય તો મનેને અન્ય મિત્રો ને જરુરથી જાણ કરજો. બાકી અમથી દલીલ કરવા જ વાત કરેલી હોય તો તમને ખબર.
   ૪)મને ખબર છે કે તમે આમાંથી કઈં નવો મુદ્દો કાઢીને જવાબ આપશો. ઉદાહરણ તરીકે તમે અણઘડો અને ભોટોના વોટિંગ રાઇટ અંગે ચિંતા કરતા હતા ત્યારે મેં ધ્યાન દોર્યું કે આ જ લોકોએ હાલમાં જ ત્રણ રાજ્યોમાં સરકારો બદલી. તમે તરત નવી વાત પર આવી ગયા – સરકારો બદલવાથી શું વળશે? અરે, શું વળશે એ મુદ્દો તમે ઊભો જ નહોતો કર્યો.તમારા ગુણતંત્રને લાયક માણસો કરપ્શનમાં ગળાડૂબ હતા ત્યારે આ અણઘડ અને ભોટ મતદારોએ એમને પછાડ્યા. આ હકીકત સ્વીકારવાને બદલે તમે બીજે જ પાટે ચડી ગયા. અણ્ણા હઝારેના આંદોલનની વાત કરી તો તમે કહો છો…”દિલ્લી દુર હૈ…” તમે પોતે તો કહો કે શું હોવું જોઇએ?

   ૪)હું વારંવાર કહી રહ્યો છું કે સત્તાપલટો આ દેશની સમાસ્યાઓનુ સમાધાન કરવામાં નિષ્ફળ રહ્યો છે. ચોર ગાદી પરથી ઉતરે છે અને ઘંટીચોર આવી જાય છે અને પ્રજા વધુને વધુ પીસાતી જાય છે.આપણી લોકશાહી નિષ્ફળ નિવડી છે અને આ દેશને જરુર છે મેરિટોક્રસીની.મારી બુધ્ધી મને એવું કહે છે. તમારી બુધ્ધી એવું ન કહેતી હોય તો પણ તમારુ સ્વાગત છે જો તમારી પાસે એનાથી સારા ઇલાજ હોય તો? બાકી મેરિટોક્રસી ને સમજ્યા વગર સ્ટેટમેન્ટસ કરવા કે ૨૦૦૦ વર્ષથી મેમેરિટોક્રસી હતી ત્યારે લોકોને અધિકારો કેમ ના આપ્યા? એ કદાચ વધુ પડતુ છે.
   ૫)સૉરી, તમે કહ્યું જ છેઃ “આ લોકો લેબર પ્રધાન ને ચુંટવા કે ગરીબો ના વેલફેર માટેની કમીટીની નિમણુક કરવા વોટ આપીજ શકે છે. ” આ લોકો એટલે અણઘડો અને ભોટો એમ મારા જેવો અણસમજુ પણ સમજી શકે છે. કઈંક પ્રોગ્રામ જેવું તો લાગે છે. કબૂલ. જરા વિગતમાં ઊતરશો જેથી અણસમજુઓ, અણઘડો અને ભોટો પણ તમારી વાત માની શકે?

   દાખલા તરીકે – માત્ર લેબર પ્રધાન શા માટે? અન્ન પ્રધાન શા માટે નહીં? આ લોકોને અન્નની જરૂર નથી? ઉદ્યોગ પ્રધાન શા માટે નહીં? આ લોકો કારખાનાઓ, પ્રાઇવેટ કંપનીઓમાં અને ઉદ્યોગોમાં કામ નથી કરતા? નાણા પ્રધાન શા માટે નહીં? આ લોકો માટે તમે જે વેલફેર કમિટીનું સૂચન કરો છો, તેને પૈસા કોણ આપશે, નાણા પ્રધાન જ ને? કાપડ પ્રધાન શા માટે નહીં? આ લોકો કપડાં નથી પહેરતા? ગૃહ પ્રધાન શા માટે નહીં? આ લોકોને સુરક્ષાની જરૂર નથી? સંરક્ષણ પ્રધાન શા માટે નહીં? શું આપણા લશ્કરમાં આ લોકો છેક નીચી પાયરીના જવાન તરીકે નથી હોતા? એ જેમને ચૂંટે એ લેબર પ્રધાન બીજાં કામો સંભાળી લેવા લાયક શા માટે નહીં હોય? એ વડો પ્રધાન શા માટૅ બની ન શકે?

   તમે ગુણતંત્ર બનાવો તે પહેલાં આ બધા પ્રશ્નો પર વિચાર કરી લઈએ એ જરૂરી છે કારણ કે અણસમજુઓ, અણઘડો અને ભોટોની તો ભીડ હોય છે અને એમની બુદ્ધિ હાથ પગમાં હોય છે.

   તમારા ગુણતંત્રમાં જાતિ કે ધર્મ કે પ્રાંતના આધારે ચૂંટણી નહીં થાય. બહુ સારી વાત છે… કઈ રીતે એ કરશો તે સમજાવશો? અથવા તો એ કહો કે ગુણતંત્રમાં ચૂંટણી જેવી વ્યવસ્થા શા માટે ચાલુ રાખશો? “ગુણ’ બહુમતીથી નક્કી થાય?

   આવા ઘણા પ્રશ્નો છે, અહીં થોડા સૅમ્પલ આપ્યા છે એના જવાબ આપો ત્યારે કૉપી-પેસ્ટ કરીને જવાબ આપવા વિનંતિ છે, જેથી જવાબ જવાબ જ રહે, કૉપી-પેસ્ટ ભલે ન કરતા, માત્ર મારા સવાલોમાં તમારા શબ્દો ઉમેરવાની ઇચ્છાને ટાળશો તો પણ ચાલશે,જેથી આપણે આગળ અર્થપૂર્ણ ચર્ચા ચાલુ રાખી શકીએ.

   ૫) મેરિટોક્રસી (ગુંણતંત્ર)ની તમને બેઝીક જાણકારી મળે તેથી તો મેં ઓશોના વિચારો કટપેસ્ટ કરી મુક્યા, પણ તમને ગુણતંત્ર શું છે તે સમજવામા રસ ઓછો છે અને તમારો ક્કકો સાચો છે તે સાબિત કરવામા રસ વધારે છે. પ્રશ્નોની ઝડી વરસાવવાથી કે સમ્જ્યા વગરદલીલો કરવાથી કાંઇ સાબિત કરી શકાતું નથી. તમે લખો છો કે, “આવા ઘણા પ્રશ્નો છે, અહીં થોડા સૅમ્પલ આપ્યા છે એના જવાબ આપો ત્યારે કૉપી-પેસ્ટ કરીને જવાબ આપવા વિનંતિ છે, જેથી જવાબ જવાબ જ રહે, કૉપી-પેસ્ટ ભલે ન કરતા, માત્ર મારા સવાલોમાં તમારા શબ્દો ઉમેરવાની ઇચ્છાને ટાળશો તો પણ ચાલશે,જેથી આપણે આગળ અર્થપૂર્ણ ચર્ચા ચાલુ રાખી શકીએ.” તમારી ઇચ્છામુજબ કોપી પેસ્ટ કરીને જવાબ તો આપું છું, પણ આખરી. આવી ચર્ચા ક્યારે પણ અર્થપૂર્ણ રહેતી નથી. અને મને વિવાદોમાં રસ પણ નથી. મારી સમજ હું મારી પાસે જ રાખું છું. તમારી તમને મુબારક.
   શેષ શુભ.
   પ્રભુશ્રિના આશિષ.
   શરદ.

   Like

 27. શ્રી દિપકભાઇ અને મિત્રો, (જો કે ગોવીંદભાઇ માફ કરે કેમકે ચર્ચા કદાચ મુળ લેખથી ચીલો ચાતરતી લાગે પરંતુ, લેખક શ્રી ફકીરચંદજી દલાલના શબ્દો “સત્યનો પ્રચાર તે સાચી સમાજ સેવા”ના અનુસંધાને પ્રથમ સત્ય શોધવાની કવાયત પણ કરવી તો રહી ને ! આને વિવાદ નહીં પણ આપણું સત્ય સમજવાની નાની અને નમ્ર કોશિશ માત્ર સમજવી.)

  એક સવાલ એ પણ થાય કે, ભલે હજારો ક્ષતિ હોય પણ છતાં જનસામાન્ય, ગરીબો, પછાતો, અભણો, દલિતો, પિડીતો પાસે આ મતાધિકાર છે માટે તો ૧૦૦માંથી ૧૦% જેટલું પણ નેતાઓએ આ પ્રજાની લાગણી સાંભળવી પડે છે, સ્વિકારવી પડે છે. ભલે ચુંટણી માથા પર આવે ત્યારે પણ રોટી-કપડા-મકાન જેવી પ્રાથમિક સુવિધાઓ આપવી પડે છે. મતાધિકાર જ નહીં હોય તો પછી શું ખાત્રી અને કોની ખાત્રી છે કે આ ’ભોટ’પ્રજાના હિતનું રક્ષણ થશે જ ? આજે પ્રજા માંગણીઓ ન સંતોષાય કે અન્યાય થાય તો પ્રતિભાવરૂપે વધુમાં વધુ પાંચેક વર્ષ રાહ જોઇ સરકારને ઘરભેગી કરી શકે છે, પણ પછી અન્યાય સામે લડવા માટેનો ફરી એ જ રસ્તો “બહારવટું”નો બચશે ! ફરી આ દેશમાં બહારવટીયાઓ અને મારે તેની તલવારનું રાજ ઈચ્છનીય છે ?

  મારૂં માનવું એ જ છે કે મતાધિકાર માટેની હાલની બંધારણીય જોગવાઇથી વધુ ઉત્તમ જોગવાઇ રજુ કરાય, તેના ગુણદોષ પર ચર્ચાઓ થાય અને બહુમતી પ્રજાને તે સ્વિકૃત બને તો તો મને કશો વાંધો નથી પરંતુ માત્ર પાંચ-પચાસ સ્વનિયુક્ત લોકો જ આ કામ ઘરમેળે કરવાના હોય તો એથી તો સારૂં છે કે આપણે લોકશાહીને બદલે ફરી સામંતશાહી વિશે જ વિચારીએ. (મારા કે ભુપેન્દ્રસિંહજી જેવાને તો ઉલ્ટો આમા ફાયદો રહેશે !!)

  આ પ્રમાણે આપણે સ્ત્રીઓને પણ મતાધિકારથી વંચીત કરી શકીએ ? કારણ પ્રાચિન બુદ્ધિશાળી પુરુષો તો તેઓની બુદ્ધિ પર (પગની પાનીએ હોવાનું કહીને !) પણ શંકા કરી જ ગયા છે !! વિચારવા વિનંતી. આભાર.

  Like

 28. “We have lived under many kinds of governments – aristocracy, monarchy, city democracies – and now we have seen the whole world getting addicted to the idea of democracy.
  But democracy has not solved any problems; it has increased the problems.
  Democracy cannot be the highest possibility man can attain. It is better than dictatorial regimes, it is better than monarchies.
  It is good in comparison to other forms of government that have preceded it, but not something that can succeed it.
  Democracy means government by the people, of the people, for the people – but it is only in words.
  They have to delegate the power to somebody.
  So it is not the people who rule, but the people who are chosen by them.
  What are your grounds for choosing? How do you manage to choose? And are you capable of choosing the right people? Have you been trained, educated for a democratic life? No, nothing has been done.
  What we have at the moment is mobocracy; it is certainly not democracy.
  One thing – we have to drop the idea that every man, just because he is twenty one, is capable of choosing who is the right person to decide the fate of nations. Age cannot be a decisive factor. We have to change the decisive factor, that is changing the very foundation.
  My suggestion is that only a person who is at least a matriculate, a high school graduate, will be able to vote.
  In this way mobocracy is destroyed.
  Then just because you are twenty one it does not mean you are capable of choosing the government. Choosing the government should be very skillful, intelligent job. Just by being twenty one you may be able to reproduce children, it needs no skill, no education, biology sends you well prepared. But to choose the government, to choose people who are going to have all the powers over you and everybody, and who are going to decide the destiny of the country and the world, just to be twenty one is certainly not enough . . . the way we have been choosing them is simply idiotic.
  You are giving so much power to power-hungry people; with your own hands you are helping them to hang you!
  In the name of democracy these people have been exploiting the masses.
  But I have another idea that goes far ahead of democracy.
  My vision is different.
  It is that the politician can be prevented from ruining the human societies of the world if he is prevented from directly controlling the government and the administration of the state.
  A new kind of system is needed, based on merit.
  I call that meritocracy.
  I want a government by the people of merit.
  And merit is a very rare quality.
  As the situation is, all the geniuses of the world are outside governments. It is hilarious: those geniuses are needed in the government because they can give the best world to humanity, but they are servants of the retarded politicians. Now the scientists who are making nuclear weapons are in the service of such people. What merit have they got? What intelligence have they got? What is their contribution to the world? But they will make the decision, and the geniuses will never be known; they will work almost anonymously.
  The situation may be a little bit different in different countries, but the basic thing is the same: the people of merit are not the people who rule. The people who rule are always mediocre. Democracy, rightly translated, is mediocracy. I cannot support mediocracy. I would like people of merit, geniuses, to manage the world – and things would be totally different.
  And remember, geniuses are never destructive; they are always creative. In fact, with geniuses ruling all over the world, the day will not be far off when they will decide that it is better to make one world rather than divide it into nations, because that solves problems more easily.
  It is simple… a world government can look at the whole world as one humanity. Problems are not so much as they appear. And if there is one world, then there is no need for seventy-five percent of every nation’s wealth to be wasted on nuclear weapons, on armies, on other kinds of war materials. Seventy-five percent! Humanity is living only on twenty-five percent. If there are no longer any nations, the question of war does not arise. A hundred percent of all energy, money, income becomes available to the whole world.
  Up to now, whatever has happened has been accidental. Our history up to now is nothing but a history of accidents.
  We have to stop this. Now we have to decide that the future is not going to be accidental. It will be created by us.
  And the time is running short. Once we decide that the voting power is not the birthright of every human being but is a right which you will have to earn by your intelligence . . . You have to see the distinction: Everybody is given the opportunity to earn it, there is equal opportunity for all to earn it, but it is nothing birth-given; you have to prove it.
  This would be the first of its kind because never has the whole intelligentsia of the world come together to decide the fate of humanity.
  They should write the first constitution of the world. It will not be American, it will not be Indian, it will not be Chinese – it is going to be simply the constitution of the whole of humanity. There is no need for different kinds of laws.
  There is no need – all human beings need the same kind of laws. And a world constitution will be a declaration that nations are no longer significant. They can exist as functional units but they are no longer independent powers. And if the whole intelligentsia of the world is behind this convention it will not be very difficult to convince the generals of the world to move away from the politicians.

  And what power do politicians have? All the power that they have we have given to them. We can take it back. It is not their power, it is our power. We just have to find a way to take it back – because giving is very easy, taking is a little difficult. They will not be so simple and innocent when you take the power back as they were when they were asking it from you. It is our power, but they will go on having it if the mob remains there to give it to them.
  Now, as things are, the profession of the politician is the only profession which needs no qualification. Even if you want to be a plumber, some kind of qualification will be needed, some training in plumbing, some certificate. But if you want to be the president of America, no certificate is needed. It seems strange: plumbing is more important than the presidency of America! If you want to be a senator, no qualification is needed. If you want to be a teacher in a kindergarten school, qualifications are needed…
  All this can be changed by people of genius coming to the top. And the simple way is, make categories so universities become your centers of power, not governments; universities create your governors, your presidents, your vice-presidents, your senators.
  I would like all the universities – within each state – to call a convention of all the Vice chancellors and the eminent professors; of the eminent intelligentsia who may not be part of the university: painters, artists, poets, writers, novelists, dancers, actors, musicians. It would include all dimensions of talents, all kinds of people who have shown their caliber – excluding politicians completely.
  All the Nobel Prize winners should be invited – excluding the politicians again, because within these past few years a few politicians have been given Nobel Prizes, and this has degraded the value of the Nobel Prize.
  Once we move the power from the mob into the hands of intelligent people, people who know what they are doing, we can create something beautiful…
  I am not against the people. In fact, in the hands of these politicians, the people are against themselves. I am all for the people, and what I am saying can be said to be exactly what has been said about democracy: for the people, by the people, of the people – just “by the people”. I will have to change. This intelligentsia will be for the people, of the people. It will be serving the masses.
  It is so simple a thing.
  I am calling my system “meritocracy.” But merit for what? The merit is to serve and share. And once you have decided to shift the power from the politicians to the intelligentsia, everything is possible – everything becomes simple.
  Meritocracy is a whole program of transforming the structure of society, the structure of the government, the structure of education.
  It is a difficult job, arduous but not impossible – particularly in such a situation when death is the only alternative.
  That is why I place this idea of meritocracy before you. Meritocracy is not opposed to democracy; meritocracy is a concept of working through democracy. And sooner or later, with the growth of understanding, the specialist is going to be significant in the whole world. Maybe, sooner or later, everything will be in the hands of the expert, the knowledgeable…”

  Like

  1. પ્રિય શરદભાઈ,
   આ લેખના મૂળ લેખકનું નામ આપવાનું ભૂલી ગયા છો કે શું? કઈં નહીં, કોઈનો લેખ લઇએ તો મૂળ લેખકનું નામ આપવું જોઇએ. આ સામાન્ય સૌજન્ય છે.કે પછી આ જ મેરિટૉક્રસી છે? આવા મેરિટૉક્રેટોની જ તો અણઘડ અને ભોટ પ્રજાએ હાલમાં જ પોતાના વોટિંગ રાઇટ્નો ઉપયોગ કરીને હકાલપટ્ટી કરી છે…અને કરતી રહેશે.

   સૌ મિત્રો,
   આ લેખ આપ http://meritocracy2012.wordpress.com/
   (February 13, 2009 2:01 pm) પર વાંચી શક્શો.

   શ્રી ગોવિંદભાઈ,
   એ પેજના સ્ક્રીનની પ્રિંટ લઈને અલગ ઇ-મેલથી મોકલું છું.

   Like

 29. ધન્યવાદ અશોક્ભાઈ, શુદ્રો માટે શુભ ભાવના માટે.
  પણ મારુ કહેવુ છે કે શુદ્ર હોવુ એક મહા મોટો અભિશાપ જેવુ છે. જેવી રીતે પાકિસ્તાન એક ગુમડુ છે જે મટે પણ નહિ અને વધે પણ નહિ પણ દુખતુ જ રહે એવુ શુદ્રોનુ છે, આગળ પણ ખાઈ છે અને પાછળ પણ ખાઈ. દુર-સુદુર ગામડાઓમાં આજે પણ જાતિ પુછીને પાણી તો દુરની વાત છે, વાત પણ દબાતા અવાજે કરાય છે, શહેરમાં ખપ પુરતી જ અને એ પણ નહિં વેંત સ્વાર્થ પુર્તી જ આપ-લે થાય છે. નોકરી પર મહત્વ નથી અપાતુ અથવા હોય તો છીનવી લેવાય છે, ભેદ-ભાવ થયે જ રાખતો હોય તો શું કરવુ?
  જો કે હવે બસમાં-ટેનમાં કે હોટલોમાં પહેલા કરતા થોડી શાંતિ છે પણ સમ્રુધ્ધિ મેળવવી એ તો અશક્ય જ છે. આ દેશમાં કેટલા ઉધોગપતિ છે જે શુદ્રોમાંથી આવ્યા હોય? કેટલા ખેલાડીઓ છે જે ને મોકો અપાયો હોય? કેટલા દુકાનદારો છે જે શુદ્રો હોય અને સફ્ળ થયા હોય? કેટલા બાબા અને સાધુ ઓ શુદ્રમાંથી આવ્યા હોય અને સફળ થયા હોય? કેટલા શુદ્રો ખેડુત બન્યા છે? કેટલા શુદ્રો પશુ-ઢોર રાખે છે? આંગળીના વેઢાંને પન શરમ લાગે એટલા આપણે ગણી શકિએ. જવા દો મુદ્દદા તો ઘણા છે પણ કોની સામે ગાવા, અહિયા હમદર્દી તો મળી જશે, પણ વાસ્તવિકતા માં તો સ્વપ્ન જેવુ જ લાગે છે. શું મોદી સાહેબ, શુ કોંગ્રેસ, કે શું માયાવતી, કોઈની પાસે દેશ માટે જ દિશા નથી તો શુદ્રોનુ શુ ભલુ થવાનુ. તો પણ આપનો ખુબ ખુબ આભાર, શુદ્રો માટે શુભભાવ રાખવા માટે. પ્રભુ આપનુ ભલુ કરે એવી પ્રાર્થના…..આમીન.

  Like

  1. રાજેશભાઈ, કેતન મહેતાની ફિલ્મ ‘ભવની ભવાઈ’ નહીં જોઈ હોય.એ હિન્દીમાં પણ બની છે, નામ છે અંધેર નગરી. જોઈ લેશો.
   તમે ગમે તેટલું પવિત્ર અને પાપરહિત જીવન ગાળો, જેમ એક વ્યક્તિ ક્રાન્તિ ન કરી શકે તેમ એક વ્યક્તિની પવિત્રતાથી સમાજના નિયમો પણ ન બદલાય. તમારી શ્રદ્ધાને ઠેસ પહોંચાડવા્નો મારો હેતુ નથી, પરંતુ સામૂહિક સવાલો એક માણસ પવિત્ર બની જાય તેથી ઉકલે નહીં એ પણ વાસ્તવિકતા છે.

   Like

 30. શ્રી દિપકભાઈ, સપ્રેમ આભાર, આ જ તો મોંકાણ છે, આ જ તો ભારતદેશની જરુરત સદીઓથી, યુગો યુગો થી રહેલી છે, કોઈને પવિત્ર નથી થવુ અને જે બીજે રસ્તે બનવા માંગે છે એને નીચો પાડવાની વૃત્તિ જ ભારતને ડુબાડે છે. બે-ચાર દિવસ પહેલા “૨૪દુનિયા” પર સુરતના કતારગામના એક સમાચારે મારા રુંવાડા ઉભા કરી મુક્યા હતા કે “એ ૧૬-૧૭ વરસ ની દિકરીને બે વરસ્થી એનો બાપ એની જોડે શારીરીક અત્યાચાર કરતો હતો, એટલે કે એની ઉપર રેપ કરતો હતો. એની માતા મરી ગરી હતી એટલે એના નાલાયક બાપે એની દિકરી ઉપર જ અત્યાચાત આદર્યો હતો. અધુરામાં પુરુ એના બે ભાઈઓ જે દારુના બંધાણી હતા તેઓ પણ અડપલા કર્યે જ રાખતા હતા. આ વાત એ છોકરીએ એની માસીને કહિ અને એની માસીએ પોલિસને બોલાવે અને એ દિકરીની મોટી બહેન પણ જે પરણી ગઈ હતી એણે પણ આવી આપવીતી વાળી જ ફરીયાદ નોંધાવી આગળ શું થયુ એની વધુ ખબર નથી. પણ મને ચોક્કસ જ લાગે છે કે આ દિકરી પણ શુદ્ર સમાજની જ હશે. આ વાત વાંચીને આપને ગ્લાનિ ન ઉદભવતી હોય તો તમે શુરવીર કહેવાશો પણ ગ્લાનિ ઉદભવતી હોય અને રુંવાડુ ફરકતુ હોય તો તમે એક શુધ્ધ અને પવિત્ર દિલ ધરાવો છો અને પ્રભુ તમારી પ્રાર્થના માનશે જ.

  આવી જ હાલત ભારતદેશની છે, લેશમાત્ર ફરક નથી. ભારતના શુરવીર સપુતો અને કહેવાતા બાપો ભારતના શુદ્રો, આદિવાસીઓ, દલિતો, મજુરો અને અન્ય એવા સેવક વર્ગને પીસીને એની ઉપર દરરોજ બળાત્કાર ગુજારતા હોય છે, રંજાડતા હોય છે, એમન ભાગનુ લુંટીને પોતાનુ ઘર ભરતા હોય છે. અભણને તો ગડદા-લાત મારતા જ હોય છે, માયાવતી જેવી માયાવતીને પણ કોઈ છોડતા નથી તો સામાન્ય શુદ્રોની તો શી વાત કરાય. (જો કે માયાવતીને હુ શુદ્રો માટે કલંક રુપ માનુ છુ, એ અલગ વિષય છે) પણ અહિ દેશની ચિંતાની વાત છે એટલે મને દેખાતુ ગાબડુ આપને ન દેખાય તો એ મારો વાંક નથી. દેશના જહાજમાં આ જ મોટું ગાબડુ છે. જે ઘરમાં એકતા જ ન હોય અને જે ઘરની દિકરીઓની લાજ દરરોજ લુંટાતી હોય તો એ દેશમાં દારુડિયા અને જુગારીયાઓનુ રાજ રહેશે કે સત્ય શાંતિકારક બુધ્ધિમાનોનુ. શુદ્રો એક રીતે તો આ દેશના જાણે દુશ્મન જ ના હોય એવુ ઓરમાયુ વર્તન દરેકે દરેક જીલ્લામાં જોવા મળતુ હોય છે, એવુ કેમ?

  આંખો ખોલો સર્વ ગુણીજનો, ભારતની મુળ સમસ્યા આ જ છે સત્ય પ્રતી આંખો બંધ રાખીને મોજ લુંટવી એ તો સરાસર લુંટ જ છે. સાચ્ચો ભાઈચારો લોકો વચ્ચે ઉદભવે, ભારતના પ્રત્યેક નાગરીક ને સમભ્રાતૃભાવે પ્રેમ, લાગણી, ભણતર, ધન, સંપત્તિ અને સત્તા સોંપાય. અને એ માટે આ દેશની વિચારધારા ને બદલવાની જરુર છે, “ઉપરવાળો” જેણે મનુશ્યોની આંખો ઘડી છે એ આંધળો નથી, જેણે કાન ઘડ્યા છે એ પોતે જ બહેરો નથી, જેણે હાથ ઘડ્યા છે એના હાથની લાઠી દેખાતી નથી, તોયે વાગે તો “જાપાન” જેવા બારા વાગી જાય એ પહેલા એનુ માનીને પવિત્રતાની પાળ બાંધી દેવી સારી નહિ તો હુ તો મારુ કામ કરીને જતો રહીશ પણ “ઉપરવાળો” તો અનંતકાળ સુધી રહેશે જ, પછી એની જ મરજી ચાલે છે અને ચાલતી રહેશે. એ “ઉપરવાળો” મને જે કહે છે એ હુ લખતો રહીશ, જે “ઉપરવાળા” નુ સાંભળવાના કાન, આંખ અને હાથ હશે તો આ વાત અનુભવશે નહિ તો હુ તો એટલુ જ કહિશ કે “હે પિતા આ લોકોને માફ કરજે, કેમ કે તેઓ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે.”

  Like

 31. ખરેખર કમકમાં આવી જાય એવી વાત છે. તમારી વ્યથા સાચી છે.
  ” શુદ્રો એક રીતે તો આ દેશના જાણે દુશ્મન જ ના હોય એવુ ઓરમાયુ વર્તન દરેકે દરેક જીલ્લામાં જોવા મળતુ હોય છે, એવુ કેમ?”
  “આવી જ હાલત ભારતદેશની છે, લેશમાત્ર ફરક નથી. ભારતના શુરવીર સપુતો અને કહેવાતા બાપો ભારતના શુદ્રો, આદિવાસીઓ, દલિતો, મજુરો અને અન્ય એવા સેવક વર્ગને પીસીને એની ઉપર દરરોજ બળાત્કાર ગુજારતા હોય છે, રંજાડતા હોય છે, એમન ભાગનુ લુંટીને પોતાનુ ઘર ભરતા હોય છે. અભણને તો ગડદા-લાત મારતા જ હોય છે…”
  અમારી વાતો તો વાંચેલી અને વિચારેલી છે તમારા તો આ અનુભવ છે. આ સ્થિતિમાં ગુણતંત્રની વાત માત્ર હવાઈ કિલ્લા છે.

  Like

 32. ભાઇશ્રી મારૂ
  ઘણા સમયે શુરેશ દેસાઇ અને ફકીરચંદભાઇ ના વિચારો તમારા મેલ થી જાણ્યા મોગેમ્બો ખુશ હો ગયા. તમારા તરફથી ઝીપ ફાઇલો મેળવીને આનંદ થશે. આગોતરા આભાર.
  દીપક ટી. દેસાઇ
  અસ્પીબાગાયત વ વનિય કોલેજ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s