શીક્ષણની ભુમી પર માણસાઈનાં વાવેતર

શીક્ષણની ભુમી પર માણસાઈનાં વાવેતર

[સુરતની ખુબ જ જાણીતી શાળા શ્રી વી. ડી. દેસાઈ વાડીવાળા ભુલકાં ભવન વીદ્યાલયમાં યોજાયેલા શીક્ષક સમ્મેલનમાં, શીક્ષક ભાઈ–બહેનો, આચાર્યો અને કેળવણીકારોથી ખીચોખીચ ભરેલા સભાગૃહમાં મુખ્યવક્તા શ્રી વલ્લભભાઈ ઈટાલીયાએ આપેલા પ્રેરક, પ્રભાવક પ્રવચનના મુખ્ય અંશો… વક્તા અને લેખક શ્રી વલ્લ્ભભાઈની પરવાનગી અને સૌજન્યથી સાભાર ]

એક સભામાં વીદ્યાર્થીએ પ્રશ્ન કર્યો, વીદ્યાર્થીના જીવનમાં વધારે મહત્ત્વનું શું ? સમય, માર્ક્સ કે માણસાઈ?’ મેં કહ્યું, વીદ્યાર્થીના જીવનમાં પરીક્ષા પહેલાં સમય વધારે મુલ્યવાન છે, પરીક્ષા વખતે માર્ક્સ વધારે મુલ્યવાન છે અને પછી આખી જીન્દગી માણસાઈ વધારે મુલ્યવાન છે !

આપણી શીક્ષણની પદ્ધતીમાં સૌથી મોટી ખામી જ એ છે કે, બાળકો સારા માર્ક્સ લાવે એવી ભરપુર કોશીશ થાય છે, પરન્તુ બાળક મોટો થઈને સારો માણસ બને એવી જરાય કોશીશ થતી નથી. આપણે ત્યાં સાક્ષરતા અભીયાન ચાલે છે; પરન્તુ સારો માણસ બનાવવાનું કોઈ અભીયાન નથી ચાલતું. માનવજાતીની મોટાભાગની સમસ્યાઓનાં મને બે કારણો દેખાય છે:

માણસની અજ્ઞાનતા: અજ્ઞાનતાને કારણે માણસ નીરર્થક, ખર્ચાળ અને હાનીકારક રીવાજો તથા અન્ધશ્રદ્ધા તરફ ધકેલાય છે અને અન્ધશ્રદ્ધા એ તો ગરીબીની નીમન્ત્રણ પત્રીકા છે ! ગરીબી જ આપણી અનેકવીધ સમસ્યાઓની જનની છે.

♦♦ માણસની નીચતા: ચોરી, લુંટફાટ, ખુન–ખરાબા, શોષણ, સ્ત્રીઓ પરના પ્રતીબન્ધો અને અત્યાચારો, બેઈમાની, અનીતી અને ભ્રષ્ટાચાર – આ બધું જ માણસની નીચતાનું પરીણામ છે.

આનો અર્થ એ થયો કે, માણસ ‘જ્ઞાનવાન’ બને અને ‘સારો માણસ’ પણ બને તો આપણી મોટાભાગની સમસ્યાઓ ઉકેલી શકાય તેમ છે. આપણી પાસે કેળવણી જ એક માત્ર એવું માધ્યમ–સાધન છે, જે જ્ઞાન આપવાનું અને સારો માણસ નીર્માણ કરવાનું એમ બન્ને કાર્યો કરી શકે તેમ છે. સારા માણસની મારી વ્યાખ્યા સાવ સીધી છે:

જે માણસ–

મફતનું  ખાતો નથી,

મફતનું લેતો નથી,

બીજાને નડતો નથી

અને

પોતાની જવાબદારીમાંથી કદી છટકતો નથી

એ સારો માણસ છે.

90 ટકા ગુણ સાથે પાસ થયેલો વીદ્યાર્થી મોટો અધીકારી તો બની જાય છે; પરન્તુ એની માણસાઈની ટેસ્ટ લેવામાં આવે તો માંડ 10 ટકા આવે ! આપણે ત્યાં ભણતરના ક્ષેત્રમાં બે શબ્દો પ્રચલીત છે :

શીક્ષણ: શીક્ષણ એટલે શીખવવું. વીદ્યાર્થીને જે ન આવડતું હોય એ જણાવવું.

●● કેળવણી: કેળવણી એટલે વીદ્યાર્થીની ભીતરમાં જે વીશીષ્ટ શક્તી પડી છે તેને પારખવી, બહાર કાઢવી અને તેની માવજત કરવી.

To educate એટલે બહાર કાઢવું. શીક્ષકોએ મુખ્ય બે કામ કરવાનાં હોય છે: (1) વીદ્યાર્થીમાં રહેલી વીશીષ્ટ શક્તીને બહાર કાઢવી અને વીકસાવવી. (2) વીદ્યાર્થીમાં રહેલા માનવીય સદ્ ગુણોને બહાર કાઢવા અને વીકસાવવા.

સન્તાનો પાસે વાલીઓની અપેક્ષાઓનો કોઈ પાર નથી. વાલીઓને તો પોતાનાં બધાં સન્તાનોને ડૉક્ટર અને ઈજનેર બનાવી દેવાં છે. કોઈ બાળકમાં કાવ્ય સર્જનની પ્રતીભા હોય અને તેને ઈજનેર બનાવી દેવામાં આવે ત્યારે એક ઉમાશંકર જોશીનું ખુન થાય છે અને સમાજને એક ‘નબળા’ ઈજનેરની ભેટ મળે છે ! કોઈ બાળકમાં શીક્ષક બનવાની પ્રતીભા હોય અને તેને ડૉક્ટર બનાવી દેવામાં આવે ત્યારે  એક મનુભાઈ પંચોળી ‘દર્શક’નું ખુન થાય છે અને સમાજને એક ‘જીવલેણ’ ડૉક્ટરની ભેટ મળે છે ! આપણે શા માટે શેક્સપીયર, એડીસન, ન્યુટન કે આઈન્સ્ટાઈન પેદા નથી કરી શકતા ? કારણ કે આપણે વીદ્યાર્થીને તેની પ્રતીભાથી વીપરીત દીશામાં વાળી દેવા માટે કટીબદ્ધ છીએ !

પશ્વીમના દેશોમાં પ્રાથમીક શાળામાં જ વીદ્યાર્થીઓની Aptitude Test લેવામાં આવે છે અને જાણી લેવામાં આવે છે કે વીદ્યાર્થીને કઈ લાઈનમાં રસ છે, તે કયા ક્ષેત્રમાં જવાની પ્રતીભા ધરાવે છે. ‘ફોર્બસ’ મેગેઝીનના પ્રકાશક માઈકલ ફોર્બસે એક કામની વાત કરેલી, ‘તમને જે કામ કરવામાં રસ છે, આનંદ આવે છે, તે જ કામને તમારો વ્યવસાય બનાવી દો, સફળતા તમારી પાછળ દોડતી આવશે.’

હમણાં જ જર્મનીમાં એક શાળાના 10 વીદ્યાર્થીઓએ વીદ્રોહ કરીને પોતાની અંગત શાળા શરુ કરી. ‘મેથોડા’ નામની આ શાળામાં વીદ્યાર્થીઓ એ જ ભણે છે, જે ભણવામાં તેને રસ છે. એવા જ શીક્ષકો રાખે છે, જે શીક્ષકો પાસેથી શીક્ષણ પામવામાં વીદ્યાર્થીને રસ છે. શાળા–કૉલેજોનાં શીક્ષણ વગર જીવનમાં સફળ ન થઈ શકાય એવા વહેમમાં કોઈએ રહેવા જેવું નથી. શ્રી નારાયણભાઈ દેસાઈ શાળા–કૉલેજોમાં નથી ભણ્યા; પણ ગુજરાત વીદ્યાપીઠના કુલપતી બની શક્યા. જગતના સૌથી વધુ ધનવાન માણસ બીલ ગેટ્સે હાર્વર્ડ યુનીવર્સીટીનું શીક્ષણ અધુરું છોડીને ‘માઈક્રોસોફ્ટ’ની સ્થાપના કરેલી. સફળ ક્રીકેટર અને વીશ્વકપ વીજેતા ભારતીય કપ્તાન મહેન્દ્રસીંઘ ધોની હમણાં જ બી.બી.એ.ની પરીક્ષામાં નાપાસ જાહેર થયો !

આપણે બાળકોને વીદ્યાપતી બનાવવાને બદલે ધનપતી બનાવવાની દોટ મુકી છે. 1943માં હીરોઈન ગ્રીર ગેરસનને બેસ્ટ એક્ટ્રેસનો એકેડેમી એવોર્ડ મળ્યો ત્યારે પ્રતીભાવ આપતા તેણે બહુ કામની વાત કરી: ‘રુપીયા કમાવાના પ્રારંભીક ધ્યેય સાથે કોઈ કામ કરવું એ માણસની મોટામાં મોટી ભુલ છે. જે કામ કરવામાં તમને મઝા આવે છે, જે કામ માટેની તમારી પાસે કુશળતા છે, એ જ કામ તમે કરો. જો એ કામમાં તમે ખરેખર પાવરધા હશો–તમારી પાસે પ્રતીભા હશે, તો હું ખાતરી આપું છું કે તમને અઢળક રુપીયા મળશે.’

ગણીતના થોડાક આંકડા, ભુગોળના થોડાક નકશા કે અકબર–ઔરંગઝેબની થોડીક પેઢીઓનાં નામ ગોખી નાંખવાથી શીક્ષીત નથી બની જવાતું. એથેન્સ(ગ્રીસ)ના કેળવણીકાર સોક્રેટીસે (ઈ.સ.પુ.436) શીક્ષીત માણસોનાં સાત લક્ષણો કહેલાં:

(1) કોઈપણ પરીસ્થીતીમાં સુયોગ્ય અને ચોક્કસ નીર્ણય કરતો હોય

(2) લોકો સાથેના વહેવારમાં ભદ્ર, વીનમ્ર અને સરળ હોય

(3) વીવેક–બુદ્ધીપુર્વક, તર્કબદ્ધ વાત કરતો હોય અને પ્રામાણીકતાપુર્વક વહેવાર કરતો હોય (ભ્રષ્ટાચારી શીક્ષીત કહેવાય ?)

(4) આનંદ–પ્રમોદના સમયે પણ સંયમથી વર્તતો હોય  (લગ્ન જેવા પ્રસંગોએ વરઘોડામાં રસ્તાઓ જામ કરી દેનારા શીક્ષીત ગણાય ?)

(5) આપત્તીના સમયમાં પણ સ્વસ્થતા જાળવતો હોય  (થોડીક આફત આવે અને આપધાત કરી લેનારા માણસો શીક્ષીત ગણાય ?)

(6) સફળતામાં છકી ન જાય અને હારથી હતાશ ન થતો હોય

(7) અન્યને તો નહીં જ, પણ પોતાની જાતને પણ કદી છેતરતો ન હોય તે માણસ શીક્ષીત છે.

મીત્રો, પુસ્તકો(ચોપડાં) અને અભ્યાસક્રમ(કોર્સ)ની યાન્ત્રીક ફરજને ગૌણ બનાવીને ‘સારો માણસ’ ઘડવાના કાર્યક્રમને પ્રાથમીકતા અપાશે ત્યારે જ શીક્ષણ સાર્થક બનશે અને આ દેશનો ઉદ્ધાર થશે.

એ બધા જ શીક્ષકો કહેવાય છે, જે ભણાવવાનું કાર્ય કરે છે; પરન્તુ સારો શીક્ષક એ છે જે વીદ્યાર્થીઓમાં અભ્યાસની રુચી પેદા કરી શકે છે અને સફળ શીક્ષક એ છે જે પોતાના વીદ્યાર્થીઓને સારા નાગરીક બનાવી શકે છે.

પ્રસાદ

માણસમાં શક્તી ઘટે તો ગ્લુકોઝના બાટલા છે,

માણસમાં લોહી ઘટે તો બ્લડના બાટલા છે;

પણ માણસમાં માણસાઈ ઘટે તો કોઈ બાટલા છે ?

–વલ્લભ ઈટાલીયા (સુરત)

લેખકસંપર્ક:

શ્રી વલ્લભભાઈ ઈટાલીયા, 74–બી, હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત 395 006, મોબાઈલ : 98258 85900, ઈ–મેઈલ: vallabhitaliya@gmail.com

 

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

ગોવીન્દ મારુનવસારી

May 19, 2011

28 Comments

  1. It is a very good article to read & think . I fully agree with the author.

    Let us follow in our daily life.

    Thanks,

    Padeep H. Desai
    USA

    Like

  2. સુંદર લેખ બદલ ધન્યવાદ
    ચિંતન કરી
    વધુમા વધુ અમલ કરવા જેવી વાત

    Like

  3. બહુ સારો લેખ. કેળવણી પર ધ્યાન અપાય તો શિક્ષણ સાર્થક અને સમાજોપયોગી બને.

    Like

  4. સાક્ષર અને શિક્ષિતમાં ફેર છે. બધા સાક્ષર શિક્ષિત નથી હોતા. સાક્ષરનો સંબંધ મગજ સાથે છે. જ્યારે શિક્ષિતનું ઉત્થાન હ્રદય સાથે છે. સાક્ષર થવા સ્કુલ કે યુનિવર્સીટમાં જવું પડે. જ્યારે શિક્ષિત થવા જિદંગી જગતમાં જિવી જાણવી પડે. બાકી તો વૈષ્ણવજનની વ્યાખ્યા નરસિંહ મહેતાએ ૫૦૦ વર્ષ પહેલા આપી છે જે શિક્ષિતની અનુભુતિ છે.

    Like

  5. 3 Idiots મુવી આ લેખ નાં આધારે બની હોય એવો આનુભવ આ લેખ વાંચ્યા પછી થાય છે. સુંદર લેખ બદલ આપનો ખ્બ ખુબ આભાર .
    રાજારામ શાહ ,હિંમતનગર

    Like

  6. We need both good man and educated man.
    All school should concentrate on such need of society.
    Very good article.I agree with the concept.

    Like

  7. શ્રી વલ્લભભાઈના શિક્ષણ અને સારા માણસ બનવાના વિચારો ઘણા ઉત્તમ છે.

    સાચું શિક્ષણ તેનેજ કહેવાય કે જે વ્યક્તિને સારો માનવતાવાદી માણસ બનાવે. દયા, પ્રેમ, સચ્ચાઈ, પ્રમાણિકતા વિગેરે ગુણોતો આપમેળેજ ખીલતા હોય છે. આ બધાજ ગુણો એકબીજાના પૂરક છે.

    બાળકો મોટા થઈને સારા માણસ બનવા માટે માં-બાપના પ્રયત્નોની ખાસ જરૂર છે. એવું કહેવામાં આવે છે કે(સોક્રેટીસ) બાળક ૭ વર્ષનો થાય ત્યાં સુધીમાં એનામાં સારા સારા સંસ્કારો નાંખવા જોઈએ.

    અજ્ઞાન એટલે વસ્તુની સાચી જાણકારીનો અભાવ. જ્ઞાન અને અજ્ઞાનનો સંબંધ અંધકાર અને પ્રકાશ જેવો છે.

    સારા-મહાન વ્યક્તિત્વોના ચરિત્રો સાંભળવાથી કે વાંચવાથી સ્વભાવમાં ચોક્કસ બદલાવ આવે છે.

    બની શકે તો માણસે ધનપતિ અને વિદ્યાપતિ બંને થવું જોઈએ. વિદ્યાપતિ માણસ વિવેકથી તેના ધનનો ઉપયોગ બીલ ગેટ્સની જેમ કે તાતા-બિરલા કે બીજા દુનિયાના અનેક મહાનુભાવોની જેમ માનવતાના કામ કરી શકે. ફક્ત વિદ્યાપતિ માણસ કદાચ અંદરથી સુખનો અનુભવ તો કરી શકે પરંતુ દાન આપવાનો આનંદ ન લઇ શકે. ભગવાન(પોતેજ આપેલી ઉપાધી) રજનીશ વિદ્યાપતિ પણ હતો અને ધનપતિ પણ હતો અને મને જણાવવાની જરૂર લાગે છે કે તેમણે ૯૩ રોલ્સરોય માંથી એકેય રોલ્સ રોય વેચીને તેમાંથી માનવતાનું કામ ન કરી શક્યો કારણકે તેનામાં ઈશ્વર તત્વનો અભાવ હતો.

    બાળકમાં સારા સંસ્કાર નાંખવા માટે ધર્મ-પુસ્તકોની આવશ્યકતા પણ છે. હું નાનપણમાં મારા માતા-પિતા થકી નાની નાની ધ્રુવ પ્રહલાદ વગેરેની વાતો સાંભળતો ત્યારે જે આનંદ થતો અને જે ઘડતર થતું તેવું મોટા થયા પછી ન થાય એવું મારું માનવું છે. ધર્મ-પુસ્તકોનો હેતુજ માણસને સારા માણસ બનાવવાનો છે. ધર્મ-પુસ્તકોની વાતો અશક્ય અને અતિશયોક્તિ ભરેલી લાગે તો તેને રૂપક સમજી અંદરથી અર્થ કાઢવાનો પ્રયત્ન કરવો. દયા, પ્રેમ અને માનવતા વિહોણું કોરું જ્ઞાન તો ભારરૂપ છે. અમને ઈશ્વરમાં પરમ આસ્થા રાખવાથી હંમેશા ઈશ્વરને રાજી કરવા દાન કરવાનું મન થતું હોય છે. જેના ચિંતનમાં ઈશ્વર તત્વનો અભાવ હોય તે વ્યક્તિ ભલે ગમે તેટલો માનવતાવાદી હોય પરંતુ નેતે કોઈ દાન કરવાની પ્રેરણા મળતી નથી.

    Bhikhubhai Mistry
    Houston, Texas, USA
    Phone: 281 879 0545

    Like

  8. I agree with Bhikhubhai Mistry’s views. Any time , any where when you are able to help others in any way, it is a good thing for us.

    Other people help us in our life knowinlgly or unknowingly.

    Compassion is necessary in our lif.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  9. લાઈફ-ટાઈમ મેગેઝીનનો ખબરપત્રી Louis Fisher એ એક ચોપડી લખી છે- A week with Gandhi. તેમાં તે જણાવે છે કે તેણે ગાંધીજીને બે પ્રશ્નો પૂછ્યા હતા.
    લુ. ફી. : એવી કઈ બાબત છે કે જેનાથી તમે ખુશ છો?
    ગાંધીજી : આટલી બધી ગરીબાઇ અને અન્યાય થવા છતાં હિંદના લોકો અહીંસક રહ્યા છે.
    લુ. ફી. : એવી કઈ બાબત છે કે જેનાથી તમે દુખી છો?
    ગાંધીજી : મારા દેશના લોકો જેમ વધારે ભણે છે તેમ વધારે સ્વાર્થી અને બદમાશ થાય છે.
    ઉપરનો સંવાદ મને યાદ છે તે પ્રમાણે લખ્યો છે. કદાચ શબ્દો જુદા હશે, પણ ભાવાર્થ આ જ હતો.
    વીક્રમ દલાલ

    Like

  10. વિચારવા જેવી વાતો અને ઇશારાઓથી ભરપૂર લેખ.ખૂબ ગમ્યો વાંચવાનો,આભાર.

    Like

  11. આ લેખ ખુબ જ સરસ છે , વિચારવાની સાથે આચરવા જેવો છે, એક શિક્ષક તરીકે મને ધણી પ્રેરણા મળી છે …. હું તેની વધુ નહિ તો થોડીઘણી અમલવારી તો કરીશ જ ….. thank u so much…..

    @vandana jethloja@

    Like

  12. સ્વાગત..

    શ્રી વલ્લભભાઈએ આપેલી “સારા માણસ” ની વિશેષતા તદ્દન સચોટ છે..
    આપણા જીવન ઘડતરમાં મૂળ સારા માણસ થવાની ખેવના આપણા દરેક વડીલો જ્યેષ્ઠ બાંધવો સેવતા અને તે પ્રત્યેનું તેમનું યોગ-દાન રહેતું.
    સન ૧૯૬૬ માં હું SSC પાસ થયો ત્યાર સુધી આવું વલણ મેં અનુભવ્યું હતું..
    ‘૭૦ ના દાયકાથી આ બાબતે મોટો ફેરફાર નોંધાયો અને “પૈસા” ને સમૃદ્ધી નું મંપ-દંડ ગણવા માં આવ્યો.. લાલબહાદુર ગયા અને ઇન્દિરા ની આગેવાની નો બદલાવ આવ્યો..
    પૈસા નામનો રાક્ષસ દરેક સામાજિક મુલ્યો ને ભરખી ગયો..
    અને “જેવો રાજા – તેવી પ્રજા” ભ્રષ્ટાચારે સમાજનો જે વીનીપાત સર્જ્યો તેના આપને બધા શાક્ષી છીએ.. અને તેના થી દુણાયા/ક્ષોભ પામ્યા છીએ..
    “સારો માણસ” જાણે ભૂતકાળ ના કોઈ નાટક નું પાત્ર હોય તેમ તેની કલ્પના થઇ રહી છે.. ” આવું તો ના જ હોઈ શકે” તેવા પ્રતિભાવ સામાન્ય રી તે સાંપડે છે..
    “હું સાચું કહું છું” એમ કરીને “બચાવ” કરવો પડે છે.. બધા હાંસિયામાં હડસેલી દે છે..
    સમૃદ્ધિ નો પાયો “દરેક કામ હર્દય પૂર્વક ધ્યાન અને પૂર્ણ શારિરીક ઉર્જા કામે લગાવી સારામાં સારું કરવાનો નમ્ર પ્રયત્ન કરવો”…
    આજ મૂળ શિક્ષણ .. જે યોગ-શસ્ત્રનો પાયાનો નિયમ છે … જે આપણે
    હજારો વર્ષો થી જીવતા આવ્યા હતા.. જેના થાકી આપણે વિશ્વ માં અગ્રેસર હતા..
    ” ભૂલ્યા ત્યારથી ફરી ગણીએ ..શ્રી વલ્લભ ભાઈએ નીર્દેશ્યું છે તે સાતમું લક્ષણ ” (7) અન્યને તો નહીં જ, પણ પોતાની જાતને પણ કદી છેતરતો ન હોય તે માણસ શીક્ષીત છે.” તે કાજ માટે આપણું યોગ-દાન જાગૃત થઇ દઈએ .
    આપણે આપણા લક્ષે જરૂર પહોંચીશું.. ” સારા માણસ” ના સમાજ નો ફેલાવો થશે

    અસ્તુ,

    શૈલેષ મેહતા,
    mehtasp25@gmail.com

    Like

  13. Dear Vallabhbhai Italiya and Govindbhai Maru;

    Thanks a Million for describing-What Real Education Means. Many of us became college educated officials and made more than enough Money. This is what Britishers arranged for getting Administrators to Rule in India. We were the Instruments of sustaining Colonialism. We had a very little Choice.

    Now, we are Free and have our own Governments. Instead of Changing the Direction and Methods of Teaching, we succumbed to Regionalism/parochialism i.e. Teaching in the medium of State Language. Civic Education and Character Building has been ignored. And, We see the outcome to-day- everyone for himself, Self-Centered. The result is Lack of Patriotism, Honesty, Morality and Ethics.

    Gandhi’s approach in Education was BASIC, Village Centered – working with Hands, Using Locally available material, Community Service and Cooperative Efforts. This was considered Idealistic, Impractical and Non-Competitive for Modern age.

    Now, we need to Combine many aspects including Technology, Science, Ethics, Morality and Community Service Orientation. This is one of the major problem being presently discussed around the Materialistic World. Vallabhbhai’s point of view is very essential on this Subject for reverting to Highway of Universal Amity. With regards.

    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    E-Mail: sfdalal@comcast.net

    Like

  14. It is fine article.

    * Bhanela pan agnan hoi chhe. Doctor, Vakil, Engineer jevane pan andhsradhha ma jivta joiye chhiye. To bhantar no su artha ?

    * Aabhan ne pan MANSAI NA DIVA BANI PRAKASH PAATHARTA JOYA CHHE. Bhantar kya gayu ?

    * Pahelo teacher Ma – Baap. Bijo teacher Shool teacher ane trijo….Jene badha Bhagavan kahe chhe.

    * Garibi jo anekvidh prashnoni janak hoi to pahela Garibi dur karo. Garibi dur karvathi MANSAINE DIVA jaagse ?….Su dhanvan loko “SARA MANASO CHHE ?” Kharab ane luchha manaso sauthi vadhu paisavalao mathi aave chhe ae hakikat chhe. Garibone lutavanu ane paisavala thavanu paisavalaoj kare chhe.

    * Bhukha manasne salah ke gnan aapvu nahi ae to Bhagvan Budhha kahi gayela.

    * Bhukhiyajan no agni jyare jaagse tyare vinash laavse…

    * Ma – Baap pahela Guru
    * Sara manas banvu aeto kutumbna sanshkar hova jaruri chhe. Aapvad pan rahevana. Generations pachhi badlav aave pan. Environment javabdar bane.

    **** Pahela GARIBAI DUR KARO. DAREK RICH MANASO PAASETHI VACHAN LO KE TEO GARIBAI DUR KARVA DILOJAAN THI ANE PAISATHI KARYARAT THASE.

    *******Kayo rich manas paisa chhodse ?????????

    GENETICS…FAMILY VALUES ONLY CAN HELP.

    * Suman….banavo…..Saru Man (mind)….
    APVAD DAREK KHSETRAMA HOVANAJ.

    Amrut(Suman)Hazari

    Like

  15. in continuation………….
    There is a tele SYFY….series running in USA, named, ” BEING HUMAN IS HARDER THAN IT LOOKS ” We are worrying about today’s inhuman nature of the man.
    Today in India and world over, politicians have generated worst atmosphere that teaches inhuman behavior. Struggle for existence in life and environmental political and economical forces, a GOOD person or a human to become inhuman or devil. Politicians are the catalyst.
    We have to have a character improvement / building project. Here, preaching is not the aim, but practicing in life is the goal. To learn one has to be VALIYO LUTARO and to transform him he should have his family members who does not share the PAP, he does. Naradmooni is only a catalyst. Also the THREE MONKEY illustration is teaching…Start with speaking the TRUTH., and follow…..
    * Do not speak bad
    * Do not listen bad and
    * Do not see the bad…..
    To be human, if you experience one of these three, object & report..( Is it possible ? Na ro va kunjaro va…will be the practice? )
    Our dharmic preachers and Kathakaro are DIVADANDI for the mass followers and Bhakto. They follow what is told and what is practiced by the preacher or Kathakar. Let us take example of Bhupendrabhai Pandiya…He was thrown out of his house by his wife and young, adult daughters…Why ?

    ” Bura dekhan me chala,
    Bura mila na koi
    Jab dekha apne aapko,
    Mujase boora na koi……”

    ” Khudiko kar buland itana ke
    Har taharirse pahele Khuda bandese khud pooche ke
    bata teri raza kya he..”

    Ravishankar Maharaj kone banvu chhe ? Millionaire saadhu banva maj saune ras chhe. Chamatkar karva valo saadhu, bijana maathe haath mukine saro karvavalo saadhu potani jindagi bachhavva hospital ma doctor ni daya ane seva par jivandaan leva gayo. Karodo ni milkat nu su ? what does this teach ? Chamatkar karo, lokone ULLU banavo ane paisawala bano.

    Is this humanity ? Out of millions a small piece of money is spent in the name of social service and what about rest of the huge heap of money ? Two truck loads of gold ?

    Discussion is not a ending process…at this stage…….

    Amrut(Suman)Hazari.

    Like

  16. શ્રી શૈલેષભાઈ અને શ્રી અમૃત (સુમન) હઝારી એ પૈસાની ભૂમિકાનું સારૂં પૃથક્કરણ કર્યું છે. ઇન્દિરા ગાંધીએ મૂલ્યો બદલી નાખ્યાં. Corruption is a worldwide phenomenon એવું કહીને એમણે નવો માર્ગ દેખાડ્યો, જેમાં નૈતિકતાને પાછલી સીટ મળી. આજે માણસ સફળ છે કે નહીં એ વાત પર ધ્યાન અપાય છે, એની નૈતિકતા પર નહીં. સમાજમાં સમાન તક નથી અને ગરીબાઈ છે, એનો જ અર્થ એ કે કશુંક પાયામાં ખોટું છે.

    Like

  17. વલ્લભભાઈનો લેખ શિક્ષણ માટે ચિંતા–ચિંતન કરનારા સૌ માટે પ્રેરક છે. વલ્લભભાઈને સાંભળવાનો પણ એક લ્હાવો છે, જે મે અનેકવાર મેળવ્યો છે. સ્પષ્ટ વિચારધારાના તેઓ સ્વામી છે. અભિનંદન.

    Like

  18. પ્રિય વલ્લભભાઈ;
    પ્રેમ;

    પ્રસાદ
    માણસમાં શક્તી ઘટે તો ગ્લુકોઝના બાટલા છે,

    માણસમાં લોહી ઘટે તો બ્લડના બાટલા છે;

    પણ માણસમાં માણસાઈ ઘટે તો કોઈ બાટલા છે ?

    મહાપ્રસાદ
    માણસાઈ ઘટે તો સ્કોચ વ્હીસ્કીના બાટલાં છે.

    ફાઈવ સ્ટાર હોટલમા ખાટલાં છે.

    રાજકારણમા સદગુણો આટલાં છે.

    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

  19. સરસ અને પ્રેરણા દાયી લેખ.શ્રી દીપકભાઈએ જણાવ્યું છે તેમ ઈંદિરાના રાજથી આ દેશ ઉપર જાણે પનોતી બેઠી અને ભ્રષ્ટાચારીઓને જાણે ઢાળ મળ્યો. મૂલ્યોનું પતન શરૂ થયું જે આજે છેક છેવાડેની વ્યક્તિ સુધી પહોંચી ચૂકયું છે. હવે જાણે શિક્ષણ ભ્રષ્ટાચારની નવી નવી તરાહ શોધવા અપાતું કે લેવાતું હોય તેવું જણાય છે. શિક્ષણ સંસ્થાઓમાં જ ભ્રાષ્ટાચાર એટલી હદે વ્યાપક બન્યો છે કે જેની કોઈ સીમા ના હોય. બાળકના શિક્ષણ માટે મા-બાપને કેજીમાં પ્રવેશ મેળવવા ડોનેશન આપવું પડે છે. શિક્ષક બનવા પણ લાંચ આપવી પડે છે અને જે વ્યક્તિ લાંચ આપી શિક્ષક બને તે બાળકને કેવું શિક્ષણ આપશે તે પાયાનો પ્રશ્ન છે. તો જે મા-બાપ ડોનેશન આપી બાળકને કેજીથી શરૂ કરી ઉચ્ચ ડીગ્રી મેળવવા સતત ડોનેશન આપતા રહે જે વિષે બાળક શાક્ષી છે તે કેવું શિક્ષણ મેળવી પોતાની જાતને કેળવશે ? રોજ-બ-રોજ મીડીયાઓ દ્વારા ચો-તરફ લાગેલી ભ્રષ્ટાચારની આગના સમાચારો જોઈ-વાંચી વિધાર્થીઓ કેવો બોધ ગ્રહણ કરશે ? જરૂર છે સમાજમાં મૂલ્યોના પુનઃસ્થાપનની અને તે માટે માત્ર વાતો કે પ્રવચનો કે લેખો ને બદલે આચરણ દ્વારા સમાજને પ્રતિતી કરાવવાની !

    Like

  20. I fully agree with Arvindbhai Adalja’s views. We all should think in this direction not todo any kind of corruption in our daily life.

    We do feel all kinds of problems in every country.

    It is a god article to read & implement in our daily life.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

Leave a comment