સૃષ્ટીના શીશમહલના શીલ્પી ત્રણ… ઈશ્વર, ઈન્સાન અને વીજ્ઞાન

સૃષ્ટીના શીશમહલના શીલ્પી ત્રણ…

ઈશ્વર, ઈન્સાન અને વીજ્ઞાન

–દીનેશ પાંચાલ

મારાં દાદીમા મર્યાં ત્યાં સુધી પૃથ્વીને ગોળ નહીં સપાટ માનતા રહેલાં. એક વાર મારી વીજ્ઞાનની નોટબુક તેમને વાંચી સંભળાવેલી અને કહેલું: ‘દાદી પૃથ્વી સપાટ નહીં ગોળ છે.’ તેમણે મારા ભોળપણ પર હસી પડતાં કહેલું: ‘ગાંડીયા, તું ભણ્યો; પણ ગણ્યો નહીં. ધરતીમાતા ગોળ નહીં; સપાટ છે અને તે શેષનાગના માથા પર ઉભેલી છે. નાગ ફેણ બદલે ત્યારે પૃથ્વી હાલી ઉઠે છે એથી ધરતીકંપ થાય છે!’ કચ્છમાં ધરતીકંપ થયેલો ત્યારે મને દાદીમાના શબ્દો યાદ આવેલા.

  અમારી કામવાળીને ત્રીકોણના ત્રણ ખુણાનો સરવાળો 180 અંશ થાય તેની ખબર નથી. બાજુવાળા ગંગાકાકીને એ વાતની ખબર નથી કે સ્ત્રીને બાળકી જન્મે એમાં સ્ત્રી નહીં; પુરુષ જવાબદાર હોય છે. અરવીન્દભાઈને ત્યાં ચંચળબહેન અડધા દહાડા ફ્રીઝનો દરવાજો પુરો ઢાંકતાં નથી. અને લાઈટબીલ વધારે આવે ત્યારે લાઈટવાળા સાથે લડે છે. માણસનાં ઘણાં અજ્ઞાન બીનઝેરી સાપ જેવાં હોય છે. તે ખાસ નુકસાન નથી પહોંચાડતાં. દાદીમાને તેમનાં અજ્ઞાને છેલ્લે સુધી કોઈ હાની પહોંચાડી ન હતી.

છેલ્લાં અઢીસો વર્ષોમાં વૈજ્ઞાનીક પ્રગતીને કારણે અદ્ ભુત સંશોધનો થયાં. આજે વીજ્ઞાન વીશ્વનું વીશ્વકર્મા બની ગયું છે. વીજળીની શોધ બહુ પાછળથી થયેલી. તે પુર્વે 1769માં ઈંગ્લૅન્ડના જેમ્સ વૉટે સ્ટીમ એન્જીનની શોધ કરી હતી. કહે છે: ઉકળતા પાણીની વરાળથી વાસણ પરનું ઢાંકણ ઉથલી પડ્યું અને તેમને વીચાર આવ્યો, વરાળથી ઢાંકણ  ઉથલી શકતું હોય તો એ શક્તીનો અન્ય કામોમાં પણ ઉપયોગ કરી શકાય. અને એમણે સ્ટીમ એન્જીનની શોધ કરી. ગૃહીણીઓ આજે કુકર વાપરે છે તે જેમ્સ વૉટે કરેલી શોધની લેટેસ્ટ એડીશન છે. માનવજાતને આજે ખોડીયાર માતા કરતાં વરાળ માતા વધુ ઉપયોગી છે. વર્ષો સુધી આપણી ફ્લાઈંગરાણી અને ગુજરાત એક્ષપ્રેસ સ્ટીમ એન્જીનના ઓશીયાળાં રહ્યાં હતાં. વીજળીની શોધથી માણસના ઘરમાં કોડીયાં અને ફાનસો દુર થયાં તે રીતે ટ્રેનો પણ વરાળની હૈયાવરાળમાંથી મુક્ત થઈ શકી.  યુરોપમાં થયેલી ઔદ્યોગીક ક્રાન્તીમાં પૈડાંની શોધે જે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, તેવો ભાગ વીજળીએ વીશ્વના વીકાસમાં ભજવ્યો. આજે શહેરના કોઈ આલીશાન થીયેટરમાં આપણે ફીલ્મની મોજ માણીએ છીએ ત્યારે એ યાદ કરતાં નથી કે ફ્રાંસના લ્યુમીયર બંધુઓએ 1895માં ચલચીત્રની શોધ કરી હતી. વર્ષોપુર્વે વાંસદાની પ્રતાપ ટોકીઝમાં મેં પહેલી વાર ‘બહોત દીન હુએ’  નામની ફીલ્મ પાંચ આનામાં જોયેલી. મારા રોમાંચનો પાર રહ્યો ન હતો. પછી ફીલ્મોનું વ્યસન થઈ પડેલું. વાંચવા માટે મીત્રોને ત્યાં જાઉં છું, એમ કહીને તેમની જોડે ટોકીઝમાં ઘુસી જતો. ભીનાર ગામના મારા આદીવાસી લંગોટીયા મીત્રો બ્લૅક એન્ડ વ્હાઈટ ફીલ્મ જોતી વેળા મોટેથી બુમો પાડતા : ‘કલર છોડ… કલર છોડ… !’  હું પણ તેમને સાથ આપતો.

1895માં જ ઈટલીના માર્કોનીએ રેડીયો સીગ્નલ મોકલવામાં સફળતા મેળવેલી. અને તેને પગલે આપણને રેડીયો મળ્યો. આજે રેડીયો મીર્ચીની મજા માટે આપણે માર્કોનીના ઋણી છીએ. રેડીયોથી કેવળ મનોરંજન જ નહીં; માહીતીની દુનીયામાં પણ જબરજસ્ત ક્રાન્તી થઈ. 1927માં ફ્રેશ વર્થે ટીવીની શોધ કરી. તે કારણે રેડીયોનો જાણે મૃત્યુઘંટ વાગી ગયો. ટ્યુબલાઈટો આવતાં ફાનસો ખુણામાં જઈ પડ્યાં હતાં; તેમ ટીવીએ રેડીયોને ખુણામાં હડસેલી દીધો. પરન્તુ એ શોધનું વૈજ્ઞાનીક મુલ્ય જરા ઓછું ન હતું. પ્રત્યેક પ્રાથમીક સંશોધન નીસરણીના પહેલા પગથીયા જેટલું મહત્ત્વ ધરાવે છે. માણસ સીધો નીસરણીના છેલ્લે પગથીયે પહોંચી શકતો નથી.

આઈસ્ક્રીમ ઉનાળાનું અમૃત કહેવાય. હવે એ ઘરે બનાવી શકાય છે. એ અમૃતમન્થન ઈ.સ. 1850માં ફ્રીઝની શોધથી શક્ય બન્યું હતું. આપણે આઈસક્રીમ ખાતી વેળા પત્નીને ધન્યવાદ આપીએ છીએ; પણ ફ્રીઝના શોધકનો વીચાર આવતો નથી. માણસ ગણતરીના કલાકોમાં વીમાન દ્વારા મુમ્બઈથી લંડન પહોંચી જાય છે. લંડનના એરપોર્ટ પર ઉતર્યા પછી પહેલો આભાર ભગવાનનો માને છે; પણ રાઈટ બ્રધર્સને કોઈ યાદ કરતું નથી. 1930માં રાઈટ બ્રધર્સને ઉડતાં પક્ષીઓને જોઈ વીચાર આવ્યો : પક્ષીઓ ઉડી શકે છે તે રીતે માણસો કેમ ઉડી શકતાં નથી ? એ પ્રશ્નને પગલે થયેલા અનેક પ્રયોગો બાદ વીમાનની શોધ થઈ. અરવીન્દભાઈનો દીકરો અમેરીકામાં છે. એથી તેઓ જમ્બોજેટમાં ઘણીવાર બેઠા છે. તેઓ કહે છે : ‘પીટ્મૅન’ નામના માણસે શોર્ટહૅન્ડ લીપીની શોધ કરી હતી, તેથી શોર્ટહૅન્ડને ‘પીટ્મૅન શોર્ટહૅન્ડ’ કહેવાય છે. બ્રેઈલ નામના માણસે અન્ધજનોની લીપી શોધી હતી, તેથી તેને ‘બ્રેઈલ લીપી’ના નામથી ઓળખવામાં આવે છે. એ રીતે રાઈટ બ્રધર્સની પુણ્યસ્મૃતીને ચીરંજીવ રાખવા સરકારે જમ્બોજેટનું નામ ‘જમ્બો રાઈટ’ રાખવું જોઈએ. એવું થઈ શકે તો તે રાઈટ બ્રધર્સનું શ્રાદ્ધ કરવા જેવી પવીત્ર બાબત બની રહે. હવે એ પ્રશ્ન પર વીચારો કે જે વીજ્ઞાની, માણસોને પક્ષી કરતાંય વધુ ઉંચાઈએ ઉડવાની સીદ્ધી અપાવે તેનું શ્રાદ્ધ કરવાની જરુર રહે ખરી ? મોરારીબાપુને કદીક મળવાનું બને તો શીષ્યભાવે પુછવું છે : ‘રામાયણમાં પુષ્પક વીમાનનો ઉલ્લેખ આવે છે. તો રાઈટ બ્રધર્સ રામાયણ પહેલાં જન્મ્યા હતા કે પુષ્પક વીમાનની શોધ રાઈટ બ્રધર્સ પુર્વે કો’ક બીજા કરી ચુક્યા હતા ?’

1955માં રશીયાએ સ્પુટનીકની શોધ કરીને અવકાશયુગનાં દ્વાર ખોલી આપ્યાં. એ શોધને કારણે માનવી બ્રહ્માંડને બારણે ટકોરા મારતો થયો. 1971માં થયેલી માઈક્રોચીપ્સની શોધે છેલ્લાં 39 વર્ષમાં માહીતીની દુનીયામાં ક્રાન્તી સર્જી. કમ્પ્યુટર, ટેલીકૉમ્યુનીકેશન અને સેટેલાઈટ સંદેશાવ્યવહારનો ઘણો વીકાસ થયો. 1990ના દાયકામાં અર્થાત્ છેલ્લાં 20 વર્ષમાં વર્લ્ડવાઈડ વેબ બ્રાઉઝર આવતાં ઈન્ટરનેટમાં તહેલકા મચાવી દેતી શોધ થઈ. કમ્પ્યુટર અને ઈન્ટરનેટ એ વીજ્ઞાનદેવતાનાં અનન્ય આશીર્વાદ સમાં છે.

ભારતમાં પણ કેટલીક શોધો થઈ હતી. સદીઓ પુર્વે નગરરચના, આયુર્વેદ, નક્ષત્રોનું ગણીતશાસ્ત્ર, શઢવાળાં વહાણો વગેરેની શોધ થઈ હતી. શુન્યની શોધ ભારતમાં આર્યભટ્ટે કરી હતી. બચુભાઈ કહે છે : ‘શુન્યની શોધનો સૌથી મોટો ગેરલાભ અભ્યાસકાળ દરમીયાન મેં માર્કશીટમાં વેઠ્યો હતો !’

આ બધી તવારીખો પરથી ફલીત થાય છે કે માનવ ઈતીહાસનાં વીતેલાં હજાર વર્ષોમાં, મોટા ભાગની શોધો છેલ્લાં 250 વર્ષમાં થઈ છે. વીસમી સદી વીજ્ઞાનનો સુવર્ણયુગ બની ગઈ હતી. વીજ્ઞાને માણસને સુખી કરવામાં પાછું વળીને જોયું નથી; પણ અફસોસ એ વાતનો છે કે આપણા કેટલાક કહેવાતા ધર્મગુરુઓ વીજ્ઞાનને પેટ ભરીને ગાળો દે છે ! એક કથામાં એક સન્ત બોલ્યા હતા : ‘વીજ્ઞાને સર્જેલાં ભૌતીક સુખોથી માણસ ઈશ્વરવીમુખ થઈ ગયો છે. વીજ્ઞાને માણસને માણસ નહીં; મશીન બનાવી દીધો છે. વીજ્ઞાન જેવી ખરાબ બાબત બીજી એકે નથી. વીજ્ઞાન કળીયુગનો જીન છે !’ સ્થીતી એ હતી કે સન્તની કથા માઈક દ્વારા લાખો માણસોને સંભળાઈ રહી હતી, ક્લોઝ સર્કીટ ટીવી દ્વારા હજારો માણસો જોઈ રહ્યા હતા અને કેબલના લાઈવ ટેલીકાસ્ટ દ્વારા ઘરેઘર પહોંચી રહી હતી. વીજ્ઞાનનો ભરપુર ઉપયોગ કરવા છતાં એ સન્ત મહાશય વીજ્ઞાનને ભાંડી રહ્યા હતા તે હાસ્યાસ્પદ લાગતું હતું. જાણે પાણીમાંથી ડોકું ઉંચું કરીને માછલી કહેતી હોય : પાણી જેવી નકામી ચીજ બીજી એકે નથી. માણસે કૃત્રીમ હાથ બનાવ્યા. પગ બનાવ્યા. આંખ, કાન, નખ બનાવ્યાં. ત્યાં સુધી કે હૃદયનું પ્રત્યારોપણ પણ હવે શક્ય બન્યું છે. તે માટે આપણે મુળ તો આલમના અસલી આર્કીટૅક્ટ(સાયન્સ અને ટેકનૉલોજી)ના ઋણી છીએ.

ઈશ્વર ક્યાં હશે… કેવો હશે… આપણે કદી જોયો નથી. પરન્તુ ભગવાન વીજ્ઞાનીઓના સ્વરુપમાં માણસને મળી જાય છે. ઈશ્વરને પામવાની રીતમાં થોડું મૉડીફીકેશન લાવવાની જરુર છે. પ્રભુને પામવાના ધમપછાડાઓ હવે બદલાવા જોઈએ. રામાયણ અને મહાભારતની સીરીયલોમાં માથે મુકુટવાળા દેવતાઓને આપણે સદીઓથી ભગવાન માનતા આવ્યા છીએ. પરન્તુ ઈશ્વરને શોધવા માટે મન્દીર, મસ્જીદ, ચર્ચ કે ગીરજાઘરોમાં ફાંફાં મારવાને બદલે આપણી આસપાસ જ નજર કરવી રહી. ‘न जाने कीस वेशमें नारायण मील जाय… !

ગુજરાતમીત્ર દૈનીક, સુરતની રવીવારીય પુર્તીમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોક્પ્રીય કટાર જીવનસરીતાના તીરેમાં,વ્યક્તી, સંસ્થા અને સમાજવીશે પ્રેરક નીબન્ધો લખીને લોકપ્રીય થયેલા આ સર્જકવીચારકના નવા પુસ્તકતનકતારા (પ્રકાશકઃ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ380 001 ફોન: 079-2214 4663 ઈ-મેઈલ: goorjar@yahoo.com પૃષ્ઠઃ 14 + 164; મુલ્યઃ 100/- રુપીયા)માંથી આ લેખ, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: (02637 242 098) સેલફોન: 94281 60508

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન:ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ27–05–2011


29 Comments

  1. વાહ, વાહ
    ઘણો જ ઉત્તમ વિચાર. આ લેખની તમામ વાતો વાંચીને ખુબ જ આનંદ થયો. ઈન્ડિયામાં એક વાર સવારે અમે લોકો બસ સ્ટેન્ડ પર ઉભા હતા અને એક બિલાડી રસ્તામાંથી પસાર થઇ. નાનું ગામ અને શિયાળાની સવારે ૬:૦૦ વાગ્યે બિલાડી પસાર ના થાય તો જ નવાઈ. અને ત્યાં ઉભેલા અમારા સગા કહે કે આજો દિવસ હવે બગડ્યો. હું દસમામાં ભણતો વિદ્યાર્થી. એટલે હું પણ ડરી ગયો. એ દિવસે રાત્રે એવો વિચાર આવ્યો કે આવું જે થયું એને કૈક ખરાબ થયું એ કેટેગરીમાં મૂકી શકાય. હવે ભલ ભલા નોસ્ત્રદેમાસ જેવા કે પછી ૨૧મી મે ૨૦૧૧ના દુનિયામાં પ્રલય થવાનો છે એની આગાહી કરનારા થુંક ઉડાડીને બેસી જાય તો બિલાડીની શું મજાલ કે આપણા દિવસનું પ્રીડીક્ષણ કરી નાખે? તો યે આપણે ત્યાં ભલભલા ઇસરોના વૈજ્ઞાનિકો યે આનાથી ડરી જાય ખરા!

    આવું જ તૂત વાસ્તુશાસ્ત્રનું ચાલે છે. આ બધા જ પ્રસંગોમાં અંગ્રેજીમાં જેને Self Fulfilling prophecy કહે છે એ ભાગ ભજવે છે. માણસ મર્યો ના હોય પણ મારવા જેટલો જ ડરી ગયો હોય કે પછી આજે તો મરવાનું જ છે એવો નિર્ણય કરી લીધો હોય પછી શું થાય? એને મરયે જ છુટકો. જો ડર ગયા વોહ મર ગયા. પછી બિલાડી આડી ઉતરે તો કશું ક ખરાબ ના થવાનું હોય તો યે ખરાબ થવા માટે તત્પર થઇ જાય..

    ત્યારે આવા લોકો જયારે ભારત લુંટાતું હોય ત્યારે ક્યારે શિવજી પ્રગટ થાય અને મલેચ્છોનો નાશ કરે એની રાહ જોતા હોય છે. સિંહ જો મોઢું ખ્લ્લું રાખીને બેસી રહે અને નસીબમાં હોય તો શિયાળ કે બકરી આવશે એવી આશા રાખીને બેસી રહે એમ આવા લોકો નસીબની રાહ જોયા કરે છે. “જો બેટા, નસીબમાં હોય તે જ થાય પછી તું આમ કરે કે તેમ કરે” પછી મહેનત કરવાથી અને હિંમત રાખવાથી કઇક સારું થાય તો એ જ કાકી તમને કહે કે ભાઈ નસીબમાં હતું તો મળ્યું. તે આજે આવું ને કાલે આવું એવું કેમનું?

    હવે ઘણા લોકો તો ચંદ્ર પર અને મંગલ પર યાન ઉતારવાની માનવોની અજોડ અને સહુથી મહત્વની સિદ્ધિઓને જયારે એમ કહીને આવકારે કે આ તો મંગળને કોપાયમાન કરવાની વાત છે ત્યારે એમને શું કહેવું?

    “વોહ તો તેરે ભાગ કી બાત હૈ, લેકિન મૈન જપ ઔર તપ સે ઉસકો મીટા સકતા હું” એ જ મહારાજ દક્ષિણા માટે ટીવી માંગે અને જપથી ભાગ્ય બદલવાની વાત કરે એમની વાત અંગે હવે શું લખું?

    Like

  2. સારો લેખ છે. મૂળ વાત એ કે ઈશ્વરમાં માનો કે ન માનો. બીજા વહેમોને એની સાથે શો સંબંધ? આવી બધી માન્યતાઓને વૈજ્ઞાનિક રીતે ચકાસવી જોઈએ.

    Like

  3. વિજ્ઞાનને ભાંડનારા જાણતા હોય છે કે સામે બેઠેલા શ્રોતાઓને જો આવી વાતો નહિ કહીએ તો પોતાનો રોટલો અભડાઈ જશે ! અને વિજ્ઞાનને જ ઈશ્વર સ્વરૂપ માનતા થઈ જશે. આવા કહેવાતા કે થઈ પડેલા સંતો-સ્વામીઓ-મહંતો અને મૌલવીઓનું સમાજ ઉપર જબર જસ્ત પકડ અને પ્રભાવ હોવાથી શ્રી દીપકભાઈએ કહ્યું કે આવી માન્યતાની ચકાસણી વૈજ્ઞાનિક રીતે કરવી જોઈએ તેવી માંગ કરનારને પણ નાસ્તિકનું લેબલ મારી સમાજમાં ઉતારી પાડવામાં આવે અને જો તેનું આત્મબળ અને આત્મવિશ્વાસ પ્રબળ ના હોય તો તે હચમચી જાય. માત્ર સાધુ-સંતો જ નહિ પરંતુ આતંકવાદીઓ પણ તમામ વૈજ્ઞાનિક શોધ ખોળનો ઉપયોગ આતંક ફેલાવામાં કરતા રહે છે અને સાથો સાથ આ વૈજ્ઞાનિક શોધોને સામાન્ય લોકો સમક્ષ ગાળો પણ દેતા રહે છે. અને અબુધ અને અજ્ઞાની લોકો તેમની વાતોને તાલીઓના ગડ ગડાટથી વધાવી પણ લે છે.

    Like

  4. પ્રિય મિત્રો;
    પ્રેમ;
    નાથાનિયેલ લાચેન્મેયર નામના એક મુર્ખ વ્યક્તિએ અન્લકી ૧૩ નામનુ પુસ્તક લખ્યું જેમા ૧૩મી તારીકે બનેલી દુર્ઘટનાઓ, અકસ્માતો, ઐતિહાસિક યુધ્ધો, અને માનવીમા આવતા મનોવૈજ્ઞાનિક ફેરફારો ની કહાનીઓ અને તેનુ વિશ્લેષણ કરી પુરવાર કર્યું કે ૧૩નો આંકડો અશુભ છે અને આજે વિશ્વના અનેક સમૃધ્ધ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા દેશોમા અને બુધ્ધીશાળી ગણાતા વર્ગમાં પણ આવી માન્યતા એટલી હદે ઘર કરી ગઈ છે કે ઉંચા બિલ્ડીગોમાં તેરમો માળ હોતો નથી કે મોટી મોટી હોટલોમા પણ તેર નંબરનો રુમ હોતો નથી કે તેર જણની મિટિંગ થતી નથી. અને આ બધી માન્યતાઓ અભણ કે ગામડીયા કે ધર્માંધ ગણાતા લોકોમા જ છે એવું નથી, આવી બેહુદી વાતોમાં માનવાવાળો વર્ગ ઉચ્ચકુળનો, ઉચ્ચા શિક્ષણ પામેલો, કે ઉચ્ચ કુટુંબમાંથી આવતો પણ હોઈ શકે છે.
    આંકડાકિય માયાજાળ રચી આવું તમે કાંઈપણ સાબિત કરી શકો છો, કોઈ અન્ય નમ્બર ને પણ શુકનિયાળ કે અપશુકનિયાળ સાબિત કરી શકો છો અને લોકોને મુર્ખ બનાવી શકો છો. અને દુનિયામાં મુર્ખાઓની કમી નથી જ.
    અહિં પણ હું જોઉં છું કે રેશનાલીસ્ટનો એક વર્ગ એવો છે કે તે વિજ્ઞાનને એક પક્ષીય રીતે મુલવે છે અને વિજ્ઞાનના કારણે માનવ જીવનમા કેવા કેવા ફાયદાઓ થયા અને સુખ-સગવડના સાધનોમા વૃધ્ધી થઈ ગઈ તેવી માહિતિઓ ભેગી કરી પોતાનો મત એવી રીતે રજુ કરે છે કે જાણે વિજ્ઞાન જ સત્ય છે અને બાકી બધું ખોટું.ધર્મને સમજ્યા વગર જ ધર્મના નામે ચાલતા ધતિંગોને ધર્મની વ્યાખ્યા આપી વગોવણી મા લાગેલા છે.
    જ્યારે બીજી બાજુ કહેવાતા સંતો અને ધાર્મિકો તેનાથી વિરુધ્ધ અભિગમ રાખે છે અને તેમનો ધર્મ જ શ્રેષ્ઠ છે તેવું સાબિત કરવા તે વિજ્ઞાનના ગેરફાયદાઓના ગાણા ગાય છે અને વિજ્ઞાનના દુરઊપયોગને કારણે વધી ગયેલી હિંસાના આંકડાઓ ભેગા કરી વિજ્ઞાનને ધર્મથી નિમ્ન બતાવમા લાગેલાં છે.
    ખુબ જ સીધી સાદી વાત છે કે વિજ્ઞાનનો અને ધર્મનો આયામ જ અલગ છે. બહીર્યાત્રા કરવી હોય તો વિજ્ઞાન ઉપયોગી થઈ શકે છે અને અંતરયાત્રા કરવી હોય તો ધર્મ ઉપયોગી થઈ શકે છે. પણ વિજ્ઞાનના જડ સમર્થકો એવું સમજે છે કે આત્મા પરમાત્મા જેવું કાંઈ છે જ નહી કારણ કે વિજ્ઞાન એ સાબિત નથી કરતું. તેમની દલીલ છે કે જ્યાંસુધી વૈજ્ઞાનિક રીતે તમે સાબિત ન કરો ત્યાં સુધી આત્મા પરમાત્મામાં અમે માનવા તૈયાર જ નથી. તેઓ માને છે કે આત્મા પરમાત્માની વાત જ ધર્મના ઠેકેદારોએ માનવ જાત ને મુર્ખ બનાવવા માટે ઉભી કરેલી છે.બીજી બાજુ ધર્મના નામે ધંધો ખોલી ને બેઠેલા લોકોની જમાત છે અને કેટલીય બાબતો વૈજ્ઞાનિક રીતે સિધ્ધ થઈ ગઈ છે (જેમ કે પૃથ્વી ગોળ છે) તેમ છતાં પણ તેમના કહેવાતા શાસ્ત્રોની વિરુધ્ધ છે તેથી માનવા તૈયાર નથી અને વિજ્ઞાન એક જુઠ છે અને આ બધી શોધો બકવાસ છે તેમ સાબિત કરવામા લાગેલા છે. ધર્મ અને વિજ્ઞાનને જ્યાં સુધી તેના પુરા પરિપ્રેક્ષ્યમાં ન જુઓ ત્યાં સુધી તમે તેને ન્યાય ન આપી શકો. જડતા પુર્વક દલીલો કરવાથી કે આંકડાકિય માહિતીઓ આપવાથી કાંઈ સિધ્ધ થતું નથી. હા, એક બીજાપર થૂંક ઉડાડી શકાય છે.
    શેષ શુભ.
    પ્રભુશ્રિના આશિષ,
    શરદ

    Like

  5. Dineshbhaine lakh lakh vandan.
    Pragnaju ne kahevanuke aa fakta manan karine besi raheva mate nathi lakhayu. Agnantane dur karva swaimsevak banva mate nu aamantran chhe.(invitation)
    Arvind Adalja na vicharo saathe 100% sahmat chhu.

    I have read one article in a magazine named ‘JYOTIRDHAR’ being published from SURAT by Modh Vanik gnati. The article was written by a senior who attended this event. The time was of no rain.-
    . There was no rain about 55 yeasr ago. People requested Pandit Omkarnath Thakur to recite MEGH MALHAR. He was considered to be the master of this raaga.

    For three days in a row, he recited the raaga…and there was no result.

    When referance came of Murari Bapu, let me inform the readers that in the year 1972 he was a school teacher in a village in northen Gujarat. At his young age he was reading/ doing katha in the streets of the villages. A gentleman named Nathabapa from Bombay saw him and liked the way he was doing Ramayan katha. He brought him to Bombay. He was given facility to recite katha in the backyard of a gentleman named Arunbhai GANDHI. The family & friends invited people to attend the katha. This continued for years. Muraridas Hariyani became famous because of Nathabapa & Arunbhai.

    At the stage when he was a school teacher he was a poor teacher. He even requested Gandhi family to buy steel utensils for his home when Gandhi family was to visit him.

    Muraridas Hariyani has a son with name DEVANAND. Very few people may be knowing. Today Muraribapu…transformed from Muraridas Hariyani is one of the richest preacers. He MAY HAVE INVESTMENTS in MOTELS
    That GOD knows.
    (These info I gave from the copies of hand written letters by Muraridas Hariyani to Gandhi Family. I have these copies)

    He is interested in becoming PUJYA AND PAISAWALA. He does not teach science to his followers.

    It is our duty to teach science to those who did not have education. CHHALO APNE SAU PRATIGNA KARIYE KE VIGNAN NU GNAN SAMAJMA PRASAR KARIYE.

    Amrut(Suman)Hazari.

    Like

  6. Regarding VASTUSHASHTRA…..

    There is a beautiful Gazal…..(From Film…Rajkapoor is the hero on the screen & mukash sung)

    Sahid sharab pine de Masjid me baith ke,
    ya fir woh jaga batade jahan par KHUDA na ho !

    God is omnipresent. Does not matter if it is temple, Mosque or Church.

    Amrut(Suman)Hazari.

    Like

    1. ભાઈશ્રી અમૃત
      આપના પ્રતિભાવમાં મોરારીબાપુનો ઉલ્લેખ વાંચી મોરારીબાપુને સંબોધી મેં મારા બ્લોગ ઉપર બે લેખ મૂખ્યા છે તે વાંચી જવા વિનંતિ.
      “આત્મ-મંથન—પર્વ” યોજવા શ્રી મોરારી બાપુને અનુરોધ !!! 25/04/2011

      વિશ્વધર્મ સંગોષ્ઠિ—ધર્મ સંવાદ !!!!! 19, January, 2009 આ લેખ દ્વારા સમાજોપયોગી કાર્ય કરવા પહેલ કરવા મોરારીબાપુને અનુરોધ કરેલ છે. આ વિષે આપના કિમતી પ્રતિભાવની હું રાહ જોઈશ. આવજો !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  7. શ્રી દિનેશ પંચાલનો આ બુદ્ધિગમ્ય સરસ લેખ છે, થોડો ઉમેરો કવાનું મન થાય છે.

    કુદરતી વ્યવસ્થાને અનુલક્ષીને માણસ જીવે તો અવશ્ય સુખી થાય છે. રોગ થાય તો રોગ નો ઉપાય દવા છે, ભુવા નથી. આપણે ત્યાં ગામે ગામ શીતળા માતાના મંદિરો થયા પરંતુ શીતળાની રસી શોધવા કોઈએ પ્રયત્ન કર્યો નહિ. હજુએ આપણી પ્રજાનો અભિગમ વિજ્ઞાનથી વિરુદ્ધ છે. રાઈટર બંધુએ પ્લેન ઉડાડ્યા તે હજી ઘણાને ખબર નથી, પરંતુ પુષ્પક વિમાનની ખબર નાના બાળકથી વૃદ્ધ સુધી બધાને હોય છે. વળી કહેતા હોય છે કે આ પશ્ચિમવાળા આપણા પુસ્તકો ચોરી ગયેલા અને તેમાંથી બનાવ્યું છે, તો સવાલ એ થાય છે કે તમારી પાસે તો હજારો વર્ષોથી હતું તો તમે કેમ ન બનાવ્યું?

    વિજ્ઞાન એ ઈશ્વરનો આશિર્વાદ છે. આપણે ચમત્કારોની બાબતોમાં ઘણા ઊંડા ઊતરી ગયા. ચમત્કાર કરનારાઓ ભગવાન થઇ પૂજાવા લાગ્યા પરંતુ સમજ્યા નહિ કે આ ઈન્ટરનેટ, સેલ ફોન અને ટીવી વિગેરે આધુનિક જગતના મોટા ચમત્કારો છે. જે ધર્મ ગુરુઓ વિજ્ઞાનનો સખત વિરોધ કરતા હોય છે તે લોકોજ આવી બધી સગવડોનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. ભારતમાં નક્ષત્ર ગણિત શાસ્ત્રની શોધ થઇ અને તેમાં વિકૃતિ થવાથી અંધશ્રદ્ધાથી ભરપૂર જ્યોતિષ શાસ્ત્ર તથા વાસ્તુ શાસ્ત્ર જનમ્યું છે. પુરુષાર્થ વગરની પ્રજા હંમેશા જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ રાખતી હોય છે. પુરુષાર્થી લોકોને તો ઘડીનીએ ફુરસદ મળતી નથી, તે તો જીવનમાં આવેલી મુશ્કેલીઓનો સામનો કરવા જરીએ પાછા પડતા નથી.

    અત્યારના આધુનિક જગતમાં જે જીવન જીવવા માટે સુખ સગવડોની વ્યવસ્થા થઇ તેનાથી પર્યાવરણ બગડ્યું છે તે હકીકત છે, પરંતુ તેથી જે સગવડો મળી છે તે બંધ કરવાથી તો ઊલટી અવ્યવસ્થા થશે તેના બદલે નવા ઉપાયો શોધવા જેવાકે ઇલેકટ્રીક કાર, સૂર્ય ઉર્જા (સોલાર એનર્જી) વિગેરે. આજકાલ બહુમોટી લડાઈનો જમાનો રહ્યો નથી અને ધીમે ધીમે રોગો પણ કાબુમાં આવ્યા છે એટલે વસ્તિ બેફામ વધી રહી છે તો પણ અત્યારનું જીવન પહેલા કરતાં અનેક સુખ સગવડો વાળું ઘણું સારું છે.

    સ્વામી સચ્ચિદાનંદના શબ્દોમાં વ્યવસ્થાની સ્થાપના કરવી એનું નામજ ધર્મ કહેવાય. આ વ્યવસ્થા ત્રીમૂખી છે, કુદરત, શાસ્ત્ર અને રૂઢી. જ્યાંથી વ્યવસ્થા અવેછે, ત્યાંથીજ અવ્યવસ્થા આવે છે. માણસ સિવાયની આખી સૃષ્ટિ એક વ્યવસ્થામાં ચાલી રહી છે. ઈશ્વરને શોધવા હિમાલયમાં ન જશો પરંતુ ઈશ્વરને શોધવો હોય તો તેની રચનાને, તેની વ્યવસ્થાને જુઓ. વેદ સુખ દ્રોહી નથી. જ્યાં સુધી પ્રજા સુખનો સ્વિકાર કરે ત્યાં સુધી સગવડો વધતી હોય છે. સગવડો વિજ્ઞાનને આધિન છે. એકવાર પ્રજાને સુખદ્રોહી બનાવો પછી તે સગવડોને દોષ માનશે અને અગવડોને ગુણ માનશે. વિજ્ઞાન પ્રયોગશાળાને આધિન છે. જો પ્રજા પ્રયોગશાળામાં ન જાય અને ભોયરામાં પડી રહી ચાલશે, ભાવશે, ફાવશે જેવા ઉપદેશ આપશે તો પ્રજા ગરીબ થશે. ભારતની ગરીબી ભગવાને આપેલી નથી.

    વૈદિક પધ્ધતિ પ્રમાણે ચાલો, કુદરતને પાટે ચાલો. વિજ્ઞાનનો વિરોધ ન કરો, અને માનવતા સાથે રાખો. કુદરત એજ મોટામાં મોટું શાસ્ત્ર છે. કુદરત, માનવતા અને વિજ્ઞાન એ ત્રણેય સાથે થાય તો તમારા માટે ધર્મજ ધર્મ છે. આ ત્રણમાંના એકેય ન હોય તો તમે ગમે તેટલા યજ્ઞો, કર્મકાંડો કરો તો એ ધર્મમાં અધર્મજ છે.

    Like

  8. શ્રી ભીખુભાઇએ સમાપનમાં જે કહ્યું છે તે યાદ રાખવા લાયક છે -“કુદરત, માનવતા અને વિજ્ઞાન એ ત્રણેય સાથે થાય તો તમારા માટે ધર્મ જ ધર્મ છે. આ ત્રણમાંના એકેય ન હોય તો તમે ગમે તેટલા યજ્ઞો, કર્મકાંડો કરો તો એ ધર્મમાં અધર્મ જ છે.”

    Like

  9. નમસ્તે વિજ્ઞાનપ્રેમી ભાઈ-બહેનો અને ધર્મપ્રેમી ભાઈ-બહેનો,

    ઉત્તમ, વિજ્ઞાન પ્રેમીઓ માટે હશે,
    પણ વિજ્ઞાનના વગર જે લોકો જે કશુ પામી નથી શકતા તેઓ અને વિજ્ઞાન દ્વારા પણ જે લોકો કશુંય નથી પામી શક્તા એને પામવા માટે તેઓની દોટ “ઈશ્વરને શોધવા માટે મન્દીર, મસ્જીદ, ચર્ચ કે ગીરજાઘરોમાં ફાંફાં મારવા જ તો મજબુર કરે છે…..!!

    “ભુતકાળના વિજ્ઞાનનીઓની આકસ્મીક શોધ તો સામાન્ય આવડત છે.” પણ એજ શોધ ઉપર જાણી જોઈને મારી મચકોડીને, ગરીબ દેશોને ગુલામ બનાવી, ડિગ્રીઓ કમાઈને જે ઈજનેરો, ડોકટરો, એમ.બી.એઝ… વગેરે વગેરે લોકો રસ્તા ના ખાડાઓ દર વરસે નવા કોંટ્રાક્ટ કરી કરી ને પોતાના ઘર ભરે છે, એ જોઈને જે લોકો દુઃખી થાય છે તેઓ જ “ઈશ્વરને શોધવા મંદિર મસ્જીદ, ચર્ચ, વગેરે ઘરોમાં ફાંફા મારતા હોય છે”

    એ સિવાય પણ એ ઈજનેર/ડોક્ટર/ડીગ્રીધારક જ્યારે એના ભણતરમાં પા પા પગલી માંડતો હતો ત્યારે અને જ્યરે એની પરીક્ષાનુ રીઝલ્ટ આવવાનુ હતુ ત્યરે એની માતા અને એના પિતા અને એ વ્યક્તિ પોતે જ મંદિર/મસ્જીદ/ગીરીજાઘરની ડોટ નથી મુકતા? ધર્મના સહારે તો એ ડીગ્રી કમાણો હતો ને?

    કોઈ ઈજનેર પણ કોંટ્રાક્ટ મેળવા મંદિર મસ્જીદ કે ગીરીજાઘરોમાં ટાંટીયા ઘસતો હોય છો, એવુ જ ડોક્ટરોનુ પણ, એવુ જ એમ.બી.એ. ધારીઓનુ પણ સમજવુ. વિજ્ઞાન જરુર પુરતુ સારુ છે પણ ધન કમાવા માટે, દેશને લુંટવા માટે તો ભણતર જ શ્રાપ રુપ ભાસે છે, અહિયા તો ધાર્મિક વિવેક વાપરવો પડે જ છે.
    *
    હુ જ્યારે ૧૨-૧૩ વરસ નો બાળક હતો ત્યારે રોડ ક્રોસ કરતી વખતે એંબાસેડર કારે માને ટક્કર મારીને પાડી નાંખ્યો હતો ને હુ મોંઢાભેર રસ્તા સાથે અફળાયો હતો, અને એ વખતે રસ્તાનો એક નાનો પથ્થર મારા આગાલા દાંત જે માણસોની શોભા જેવા હોય છે, એને જ ધક્કો મારીને બે દાંતને નાકના હાડકામાં ઘુસાડી દઈને પોતે મારા દાંતની જગ્યાએ ઘુસી ગયો હતો અને હુ તો લોહીલોહાણ થઈ બેભાન થઈ ગયો હતો, અને મારો મારાથી મોટી ઉમ્મરનો મિત્રભાઈ મને પોલિસથાણે અને ત્યાંથી મુબઈની નાયર હોસ્પિટલ અને ત્યાંથી સાંજના સાડા ચાર વાગ્યા થી લઈને રાતે સાડા દસ-અગ્યારે ઘરે લઈ આવ્યો ત્યારે મારા ઘરે તો આખુ સરઘસ જેવુ જ પહેલાથી થઈ ગયુ હતુ અને લોકો વચ્ચે શોરબકોર થઈ રહ્યો હતો કે રાજીઓ ખોવાઈ ગયો પણ જ્યારે મારી હાલત જોઈ ત્યારે તો મારી મમ્મી બેશુધ્ધ થઈ ગઈ હતી અને બૈરાઓનો શોરબકોર થઈ ગયો હતો, અને પછી તો બીજે દિવસે મારુ બે સુંદર દાંત કાઢી નાંખવાનુ ઓપરેશન થયુ હતુ અને મારી વિધવા મમ્મી બીચારી એકલી વખાની મારી, નોકરી મુકીને મારી પાછળ દોડતી રહેતી હતી અને પછી તો અમને નાયર હોસ્પિટલમાં દરરોજના ધક્કા ખાવાનુ શરુ થઈ ગયુ હતુ અને છ-સાત મહિનાની માથાઝીંક પછી મારા પ્લાસ્ટીકના દાંત નાંખી આપ્યા હતા. એ દરમ્યાન દાંતના શીખાઉ ડોક્ટરો માટે તો હુ ‘પ્રેક્ટીકલ કરવાનુ ઓબ્જેક્ટ’ બની ગયો હતો અને આજે પણ મારા દાંત જે અર્ધા અર્ધા ઈંચના જ ૧૪-૧૫ વરસથી લઈને આજ સુધી એટલા જ રહેલા છે, જેનો દોષ હુ આજના વિજ્ઞાનને જ આપુ છુ, મારી મમ્મી જેવી ભોળી માતાઓ-બહેનોને મુર્ખ બનાવી ગરીબોને ઓબ્જેક્ટ બનાવીને પોતાનુ ભણતર પુરુ કરે છે, આવા નાલાયકોને વિજ્ઞાનના પુજક કેવી રીતે કહી શકાય, સસલાઓ, ઉંદરો અને વાનરો, ડુક્કરો ઉપર તો મારા કરતા પણ વધુ પ્રેક્ટીકઓ કરતા હોય છે, અને આજે પણ જગતભરની લેબોરેટરીઓમાં કેટલા જીવો આવી રીતે રીબાતા હશે એ તો પ્રભુ જ જાણે છે નહિ તો આ કહેવાતા મુરખ વિજ્ઞાનીઓ જણાતા હોય છે.
    *
    આ બની બેઠેલા વિજ્ઞાનીઓ જ જગતનુ નિકંદન કાઢી રહ્યા છે અને પોતાની રોજી રોટી અને નામના કમાઈ રહ્યા છે.
    *
    પણ જેટલા પણ વિજ્ઞાનીઓ એ આપણને માનવસમાજને આજે ઉપયોગી થઈ પડી એ શોધો તો તેઓની “ઉકેલાત’ અથવા તો “આવડત” હતી પણ એ ઉકેલાતને/આવડતને આજે ધનભુક્યા, નામ ભુક્યા વરુઓ જગતને બુઠ્ઠુ, ધરતીને નાગી બનાવી રહ્યા છે, હવે કહે છે કે નવી પ્રકારના બેકટેરીયાઓ જ “બરફના તાંડવના” મુળ છે, એવુ કંઈક તુત કાઢ્યું છે અને એ બેકટેરીયાઓને નાથવા માટી કોઈ નવી રસી શોધી કાઢશે અને એમાંથી નવો રોગ ઉત્પન્ન કરશે. પછી એ માટે કોઈ ફેક્ટરી ખોલશે અને એની દવાઓ વેચીને જગતને લુંટશે. લખવાનું તો ઘણુ બધુ છે પણ સમય નથી, સાધન પણ ઓછા છે એટલે રહી જાય છે….. બાકી સમય/સાધન મળે ત્યારે લખીશુ……
    *
    મુળ ખોટ છે ધાર્મિકતાની, કોઈને ધાર્મિક બનવુ નથી અને વિજ્ઞાની બનવા માટે ફાંફા મારે છે, વિજ્ઞાની એમ નથી બનાતુ, વિજલી શોધકોને કેટલા વર્ષ લાગ્યા? એની પાસે કોઈ થીયરી ન હતી. વિમાન શોધનારને કેટલા વર્ષ લાગ્યા, એ પણ એણે જ પોતાની ઉકેલાતથી જ શોધી કાઢ્યુ હતુ, માનવીય ચોપડાઓ વાંચી વાંચીને વિજ્ઞાની બનાતુ, એ તો કોઠાસુઝ હોવી જોઈએ અને એ “ઉપરવાળો” જ આપે છે, ચોપડા/ડિગ્રીઓ નહિ.

    Like

  10. મારી દ્રષ્ટી એ રામાયણ કે મહાભારત નાં ગ્રંથ ને દોષ દેવો વ્યાજબી નથી. રાઈટ બ્રધર્સ એ વિમાનની શોધ કરી .કેટલા વર્ષ પહેલા ? ૧૦૦ થી ૧૨૫ વર્ષ પહેલા .રામાયણ માં પુષ્પક વિમાન નું વર્ણન છે એ બતાવે છે કે હાલના વિજ્ઞાને રામાયણ-મહાભારત કથાઓ ને આધાર ગણી ને જ સંસોધન કરેલ છે.
    મહાભારતમાં સંજય દ્રષ્ટી ધ્વારા યુદ્ધ નું લીવ ટેલીકાસ્ટ બતાવવામાં આવેલ છે એ અત્યારના ટીવી માટેનો બેઝ ગણી શકાય. એવું તો ગણું લખી શકાય તેમ છે.
    હાલના વિજ્ઞાન આધારિત ઈન્ડસ્ટ્રીઝ ધ્વારા એક સરખા સાધનો, મશીનરી , ઉપકરણો કે વાહનો બની શકે છે પરંતુ હજારો વર્ષ થી અબજો કરોડો લોકો જન્મીને મૃત્યુ પામ્યા છે અને જન્મશે અને મૃત્યુ પામશે પરંતુ અબજો કરોડો લોકો માં કોઈ એક સરખા નથી ,ચહેરો એક સરખો નથી , ફિંગર પ્રિન્ટ એક સરખી નથી. લોકો નું સર્જન વિજ્ઞાન એ નથી કર્યું , કોઈ કાળે કરી શકે પણ નહિ. અત્યારે વિજ્ઞાન ધ્વારા પણ અંગુઠાની પ્રિન્ટ ને જ પ્રાધાન્ય આપવામાં આવે છે ,એ સર્જન કોને કર્યું ?
    કોઈ પણ મશીનરી ,સાધન જન્મ થી મૃત્યુ સુધી એક સરખું હોય છે પરંતુ માનવ સર્જન માં જન્મ થી જ ઉમર વધે એમ જરૂરિયાત મુજબ ફેરફાર થતો હોય છે એ માનવ જીવન માં જ શક્ય છે જેનું નિર્માણ મારા મતે ઈશ્વર ધ્વારા જ શક્ય છે. શરીરમાં એવું શું છે કે જે હોય તો શરીર જીવંત છે અને ન હોય તો શરીર મૃત છે. એ આત્મા કે જીવ કેવો છે , ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ હજી સુધી કોઈ વિજ્ઞાન સોધી શક્યું નથી એ પણ હકીકત છે !
    બીજા કોઈ ધર્મ નાં લોકો પોતાના ધર્મ ની ટીકા કરતા નથી પરંતુ હિંદુ ધર્મ નાં વધુ ભણેલા લોકો જ પોતાના ધર્મ ની ટીકા કરે એ વ્યાજબી નથી .
    બિન ભારતીય લોકો પણ જાહેરમાં રોડ ઉપર હરે “કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે” કરતા શરમાતા નથી જયારે આપણે જ શરમાઈ એ છીએ.
    આપણી એકતા નાં અભાવે જ બીજા લોકો આપણા પર રાજ કરી ગયા એ પણ હકીકત છે.
    ઉપરોક્ત વીચારો મારા પોતાના છે , કોઈને દુખ થતું હોય તો ક્ષમા પાર્થી છું.

    Like

  11. My dear Rajesh Pandya,

    Among Educated people there are two types.
    (1) GOOD and (2) BAD.
    As such human race has these two types.

    Good people use their science knowledge for the betterment of the human race.
    Bad people MISUSE THEIR science knowledge

    They are PSYCHO

    RAKSHASH .. .They are found among sadhu, sant, doctors,
    engineers and approx 100% among politicians. Self-centeredness, selfish nature and sort sightness is found among every human being.

    “Boora dekhan me chala bura mila na koi,
    jab dekha apne aapko mujashe boora na koi”

    Every person has to seek a good person within himself and then try to remove the bad part , then see how best this world will be.

    Why discuss the world around us ? Start with ourselves and try to minimise the bad part of our own character.

    SELFISH SAADHU & SANTS AND POLITICIANS HAVE IN MAJOR CASES , RUINED THIS EARTH.

    Shri Arvindbhai Adalja, I will study your blogs and will come back.
    I could see that the text that you wrote is of my thinkin pattern.

    Thanks.

    Amrut(Suman)Hazari.

    Like

  12. આ બહુધા ”ધર્માંધ” એવા જગતમાં વિજ્ઞાન વડે શક્ય બનેલા ”ચમત્કારો” ની દિશામાં સમયસર લોકનજર કેળવાય તે શુભાશયથી વહેતા કરાયેલા શ્રી દિનેશ પાંચાલના આ લેખ માટે અદભૂત સિવાય બીજો કોઈ શબ્દ સૂઝતો નથી.! ગોવિંદભાઈ આપનો પણ આવા ”મનોમંથન કરવા મજબુર કરે તેવા” લેખની પસંદગી કરવા બદલ.ખુબ ખુબ આભાર.

    Like

  13. Thank you Respected Dear Brother Hazari Amrut’ji,

    I have already mentioned following lines “વિજ્ઞાન જરુર પુરતુ સારુ છે પણ ધન કમાવા માટે, દેશને લુંટવા માટે તો ભણતર જ શ્રાપ રુપ ભાસે છે, અહિયા તો ધાર્મિક વિવેક વાપરવો પડે જ છે.” in my above comments, so all anger goes to cheaters and deceits only because of whom innocent are getting hurt……

    All Indians love to got settled in Christians Countries. Why?? Because, to my fancy, they are somewhat holy by nature or blood, because they are “Christians” as compared to Indians who does not know/see/realize omnipresent/omnipotent “Almighty Father God” is constantly watching and hearing our mind’s speaking, everywhere.

    But India, still in budding stage of development, I see a dire need to wipe out “Corrupt minds” as Christian countries are on their way of “loosing ground” in the present world. Yes, I agree, I was and still am, to a little/bigger extent, remained a sinner. But I am trying to keep/make myself holy, but brothers/sisters here are contaminating my mind every now and then, with their ugly humanic, fleshy lusty forces, no matter, “educated or else”.

    Science has limit here, science has no heart/mind/soul but matter, beyond this, it cant go further to change a sinner into a holy one, for this, one require to go to temple/church/mosque etc. where heart/mind/soul matters. Thank you for giving me a chance, Brother….!!

    Like

  14. ઈશ્વરે/કુદરતે માનવજાતને આપેલ બુદ્ધિ + ઈશ્વરે/કુદરતે સર્જેલ સર્જનો = જગતનું સર્વે પ્રકારનું જ્ઞાન, આધુનિક વીજ્ઞાન સહીત.

    કાસીમ અબ્બાસ

    Like

  15. ‘રામાયણમાં પુષ્પક વીમાનનો ઉલ્લેખ આવે છે. તો રાઈટ બ્રધર્સ રામાયણ પહેલાં જન્મ્યા હતા કે પુષ્પક વીમાનની શોધ રાઈટ બ્રધર્સ પુર્વે કો’ક બીજા કરી ચુક્યા હતા ?’

    Please go to google and
    select ancient aliens
    then select ancient aliens season1 episode 2(full)
    This gives detailed study done by Nasa and other Scientist.
    Please let me know what you think of it.
    Girish Desai

    Like

  16. It is a very nice article. We need Dharma ( Religion ) & Science in our life. Our life has improved because of science .

    Thanks,

    Pradeep H. Desai

    USA

    Like

    1. વિજ્ઞાનને વખોડવું એ દંભ છે. ધર્મ એટલે નૈતિક મૂલ્યો. આપણે એ મૂકી દીધાં હોય એનો દોષ વિજ્ઞાન ઉપર કેમ નાખી શકાય? બજાર પર કેમ નહીં? રાજકારણ પર કેમ નહીં? આંધળાં ઔદ્યોગિકરણ પર કેમ નહીં? બેફામ વ્યાપારીકરણ પર કેમ નહીં?
      વિજ્ઞાનીઓ તો માત્ર સિદ્ધાંતો શોધે છે. એના આધારે ટેકનૉલૉજીઓ બને છે, જેનું મોટે પાયે ઉત્પાદન મોટી કંપનીઓ કરે છે અને માલ વેચવા બધી જાતના કાવાદાવા કરે છે. 2G સ્પેક્ટ્રમના કૌભાંડ માટે મોબાઇલ ટેકનૉલૉજીને શી રીતે જવાબદાર ઠરાવી શકાય?
      આંધળે બહેરૂં કૂટ્યા કરીએ તે ક્યાં સુધી ચાલશે?

      Like

  17. સ્વાગત..

    અસ્તિત્વ નો શિલ્પી ઈશ્વર છે..
    તો મૂળ ને ભૂલી ને બીજા ર્તીજા નો ગુણ માનવા નો શો અર્થ..??
    આમે વિભાજીત માનવ ની મુળની ચેતના એકજ અને તેજ ઈશ્વર..
    માટે શિલ્પી પણ એજ અને તેજ ઈશ્વર ..
    આ અદ્વૈત સમજાય તો બીજા ત્રીજા ની સ્તુતિ ની જરૂર અસ્થાને થઇ જાય છે..
    અસ્તુ,
    શૈલેષ મેહતા

    Like

  18. Are lala tu che to vigyan ane taru antarni marji hoy to hath joday eni same, jene tu gamade ke taro bhagvan, ghelaa tu che to badhu.

    Like

Leave a comment