સુપર પાવર

સુપર પાવર

કૃષ્ણ ભગવાનની બાબરી અહીં ઉતારાઈ હતી  અમે મોટા અમ્બાજી ગયા હતા ત્યારે મારા ભાણા લાલજીએ એ પવીત્ર સ્થાન બતાવ્યું. અમ્બાજી પાસે ગબ્બરનો પવીત્ર ડુંગર છે. તેના શીખર ઉપર માતાજીના મન્દીર પાસે જ આ સ્થાન છે. ત્યાં મેં એક પવીત્ર બોર્ડ પણ જોયું. તે બોર્ડમાં જ્યાં કૃષ્ણ ભગવાનની બાબરી ઉતારાઈ હતી તે દીશા તરફ જવાનો ઍરો હતો. સાથે અમારાં માસી હતાં. તેમણે ભક્તીપુર્વક તે બોર્ડને પણ નમન કર્યું. મારા પગ નીચે કપાયેલા વાળના ગુચ્છા આવ્યા.

હું બોલ્યો, ‘માસી જુઓ, કૃષ્ણ ભગવાનના વાળ હજુ પડ્યા છે.’ માસીએ ગમ્ભીરતાથી કહ્યું, ‘લોકો પોતાના છોકરાઓની બાબરી અહીં ઉતારવા આવે છે તેના વાળ છે.’

માસી થોડું ચીઢાઈને બોલ્યાં, ‘ભગવાન, આને શ્રદ્ધા રાખતાં શીખવ.’ આ તેમણે સાધુ–મહાત્માની લઢણમાં મુર્તીને કહ્યું. જ્યારે આપણે બોલીએ અને મુર્તી સાંભળે એને શ્રદ્ધા કહેવાય અને જ્યારે મુર્તી બોલે અને આપણને સંભળાય એને ગાંડપણ કહેવાય. માસીની વાત ખરી હતી. આવા પ્રસંગે શ્રદ્ધા જરુરી છે. ત્યાં દરેક જણ શ્રદ્ધાળુ હતું. મેં શ્રદ્ધાથી ભગવાનના વાળ જ્યાં સૌ પ્રથમ વખતે ઉતરાવ્યા હતા ત્યાં નમન કર્યું. સૌ નમન કરતાં હતાં  એટલે વાતમાં જરુર કાંઈ માલ હશે. આટલાં બધાં શ્રદ્ધાળુ કાંઈ ખોટાં થોડાં હોય ! મેં પણ નમન કર્યું. જાણે કોઈ હેરકટીંગ સલુનના એરકન્ડીશન્ડ રુમમાં નમસ્કાર કરતો હોઉં એટલા ભાવથી ! ભગવાનના આશીર્વાદ મળે કે ન મળે; પરન્તુ માસી પર તો સારી ઈમ્પ્રેશન પડી કે અમેરીકામાં રહેવા છતાં મારા ભાણામાં ભારતીય સંસ્કૃતીના થોડાઘણા અંશ બચ્યા છે.

અહીં બોર્ડ માર્યું છે એટલે ભગવાને વાળ કપાવ્યા જ હશે. ત્રણ હજાર વર્ષ પહેલાંનો બનાવ આપણે ત્યાં અકબન્ધ છે. ગોકુળથી અહીં વાળ કપાવવા આવવાનું કારણ શું હોઈ શકે ? કદાચ યશોદામૈયાએ પોતાના લાલાની બાબરી ઉતારવાને બહાને ગુજરાતમાં કે રાજસ્થાનમાં ફરવા આવવાની ઈચ્છા રાખી હશે. અથવા તો તે વખતે અમ્બાજીના મન્દીરમાં બાબરી ઉતરાવાની પ્રથા પહેલેથી હશે. એવી બાધા તે વખતે પણ લેવાતી હશે. સામે કાંઠે આવેલું મથુરા હજુ યાત્રાનું ધામ નહીં બન્યું હોય. ખરું પુછો તો ઉત્તરમાં એવાં ઝાઝાં યાત્રાસ્થાનો નહોતાં બન્યાં. કારણ કે ખુદ ભગવાન જ નાના હતા. હજુ જાત જાતની લીલાઓ નહોતી આદરી. આખા ભારતવર્ષના લોકોનું ધ્યાન ખેંચાય એવા ચમત્કારો તેમણે હજુ નહોતા યોજ્યા. એક રીતે એમ કહેવાય કે અમ્બા માતાજીની ખ્યાતી યશોદામૈયા અને નંદજી પાસે ગોકુળમાં પહોંચી ગઈ હતી. ત્રણ હજાર વર્ષ પહેલાં ભગવાનના વાળ કપાયા એટલે એક વાત ચોક્કસ કે કાતરની અને અસ્ત્રાની શોધ થઈ ગઈ હશે. આપણે ત્યાં એડવાન્સ ટૅકનોલોજી હતી અને આથી જ તલવાર અને તીરથી મહાભારત લડતાં ફાવ્યું.

યશોદામૈયાની અમ્બાજીમાં વાળ કપાવવાની વાત નન્દજીને ન પણ ગમી હોય; કારણ કે કંસને જેમતેમ ઉલ્લુ બનાવીને અડધી રાતે જેલમાંથી નાસી, યમુના પાર કરીને ઠેકાણે પડ્યા છીએ ત્યાં પાછું ઘોડાઓ અને રથનો રસાલો લઈને સેંકડો જોજન જવું પડે. મહીનાઓની મુસાફરી કરવી પડે અને તે પણ દીકરાના વાળ કપાવવા જ ! દીકરાનું પ્રથમ કેશકર્તન મોંઘું પડે. નન્દજીએ આ બધી તકલીફ ઉઠાવી જ હશે. શ્રદ્ધાળુ લોકો ખોટી વાત થોડી કરે ! અને કોઈ પચાસ વર્ષના ધર્મગુરુએ ત્રણ હજાર વર્ષના જુના પ્રસંગને માન્ય રાખ્યો છે. કોઈ મહારાજનો રબર સ્ટેમ્પ જરુરી હોય છે. નંદજી માટે દીકરાની બાબરી માટે અમ્બાજી આવવાનું થોડું અઘરું તો હતું. જો કોઈ માતાજીના આંગણામાં વાળ કપાવવા હોય તો ગોકુળની આજુબાજુ ઘણાં માતાજી છે અને ડુંગર પર વાળ કપાવવા હોય તો પાસે જ ગોવર્ધન પર્વત હતો. પરન્તુ પત્નીના હુકમનો અનાદર ન કરવાની તેમની હીમ્મત ન પણ હોય. એટલે પ્રભુના વાળ અહીં કપાયા જ હોવા જોઈએ. નહીં તો આટલા બધા બુદ્ધીશાળી લોકો ત્રણ હજાર વર્ષથી રોજ અહીં આવે જ નહીં ને ! કદાચ એમ પણ માન્યતા હોય કે જે બાળકની બાબરી અહીં ઉતારી હોય એને ટાલ ન પડે ! કૃષ્ણને છેલ્લે સુધી વાળ હતા. જે હોય તે પરન્તુ અમ્બાજીના ગબ્બર શીખર ઉપર કોઈ ખોટું બોર્ડ તો મારે જ નહીં ને ! સીવાય કે તે એરીયામાં કોઈ બુદ્ધીશાળી કેશકર્તન કલાકાર રહેતો હોય.

નર્મદા પાસે રાજપીપળા અને ઝઘડીયા વચ્ચે કડીયો ડુંગર આવેલો છે. એ ડુંગરની તળેટીમાંથી જોઈએ તો શીખર ઉપર એક નાનકડું કાળું ટપકું દેખાય છે. જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ તે મોટું થતું જાય છે. ઉપર જઈને જોઈએ તો ત્રીસ ચાલીસ માણસો બેસી શકે તેવી ગુફા છે. હવે તમે માનો કે ન માનો; પરન્તુ તેમાં હીડમ્બા રહેતી હતી. આ હીડમ્બા એટલે ભીમની રાક્ષસીણી પત્ની કે જેને ઘટોત્કચ નામે પુત્ર જનમ્યો હતો. તે વીર હતો; કારણ કે પ્રકાશ પીક્ચર્સે ‘વીર ઘટોત્કચ’ નામની ફીલ્મ બનાવી હતી. હીડમ્બા તે ગુફામાં રહેતી હશે એ વાત મારા માનવામાં આવી ગઈ. કારણ કે આટલે ઉંચે ગુફામાં રહેનાર રાક્ષસ જ હોઈ શકે. ગામના એક જાણકારે કહ્યું કે, તે આ ગુફામાં હીંચકા ખાતી હતી. આપણાથી સંશય તો થાય નહીં ! ઉપરથી એ જાણકારે નીચે તરફ હાથ કરીને કહ્યું કે, ‘અહીં રાક્ષસ પ્રજા રહેતી હતી.’ મેં કહ્યું કે, ‘આ વાત અહીં બોલ્યા તો બોલ્યા પણ નીચે ન બોલતા. નીચે બધા રાક્ષસો પેન્ટ અને શર્ટ પહેરે છે.’ આટલા ઉંચે પણ ભાવુકો ગુફામાં દીવા કરે છે. મારા મોં પર ક્યાંય સંશયની ઝલક દેખાય હશે એટલે એમણે ચાલુ રાખ્યું, ‘પાંડવો ગુપ્તવાસમાં ગયા હતા ત્યારે આ નર્મદા પટ પર આવ્યા હતા.’ મેં ખુબ ભાવથી આંખો મીંચી. તેમણે કહ્યું, ‘તમે જ્યારે નર્મદા નદી પરનો બન્ધ જોવા જાઓ ત્યારે તમને એવા લોકો મળશે કે જેમણે અશ્વત્થામાને એમની ખોપરીમાં ઠંડક પહોંચે એટલે દહીં મુકવા આપ્યું હોય.’ મારા મોઢા પરનું આશ્ચર્ય જોઈને તે બોલ્યા, ‘એ તો તમને ખબર છે ને કે અશ્વત્થામા જીવતો છે ?’ ધન્ય ભારતભુમી અને ધન્ય એની સંસ્કૃતી ! તેમણે સમજાવ્યું કે, ‘અશ્વત્થામાને અમરત્વનું વરદાન હતું. એટલે એ મરે તેમ ન હતો. ભીમે ગુરુપુત્રની માથાની ચોટલી મુળમાંથી ખેંચી કાઢી હતી. હવે તેને તે જગ્યાએ હજુ બળતરા થયા કરે છે. એટલે એ નર્મદા પટની આદીવાસી પ્રજાની પાસે દહીં માંગવા જાય છે. તે તેની ખોપરીમાં ભરે છે. તમને ડેમ પાસે કેવડીયામાં કોઈક મળી આવશે.’ મેં પુછયું, ‘ત્યાં બોર્ડ માર્યું છે ?’ ચમત્કારોને પણ બોર્ડની આવશ્યક્તા હોય છે. ‘ના હં, ત્યાં બોર્ડ નથી.’ આ ભાઈ ખરેખર જાણકાર હતા. એમને કદાચ તાજમહેલના આર્કીટેકનું નામ ખબર ન હોય, અજંતા–ઈલોરાના આર્ટીસ્ટનાં નામ પણ ન જાણતા હોય અને જયપુરના હવામહેલની ડીઝાઈન કોની હતી તેની પણ ખબર ન હોય. એવી નકામી માહીતીની ખબર ભારતમાં કોઈને હોતી નથી અને એની ખબર રાખવી જરુરી પણ નથી; કારણ કે તેમને હીડમ્બા અને અશ્વત્થામાની ખબર હોય છે. ધન્ય ભારતભુમી ! અને ધન્ય તેની સંસ્કૃતી ! જતાં જતાં મેં તેમને કહ્યું, ‘મને એક વાતની ખબર છે, જેની તમને કદાચ ખબર ન હોય કે હીડમ્બાએ પોતાના પુત્ર ઘટોત્કચની બાબરી ક્યાં ઉતરાવી હતી.’

     અમે મધ્યપ્રદેશમાં સતના શહેર ગયા હતા. ત્યાંથી કાર રસ્તે ખજુરાહો જવાનું હતું. અમારા ગાઈડે ખજુરાહોનાં નગ્ન શીલ્પોથી પણ વધુ અદ્ ભુત વસ્તુ બતાવી. શ્રી રામચન્દ્રજીની પાદુકાઓ. હવે એ મન્દીરમાં ભરતે સ્વયમ્ આ પાદુકાઓ સાચવીને રાખી હતી. રામજીનો કાળ તો કૃષ્ણથી પણ દોઢ બે હજાર વર્ષ જુનો. જો કૃષ્ણજીની બાબરીની જગ્યા મળતી હોય તો એક–બે હજાર વર્ષ આમ કે તેમ, રામજીની વસ્તુઓ પણ મળી જ શકે ! આપણે હવે શંકા કરવાનું છોડી દીધું છે. રામ ભગવાન ચાંદીની પાવડીઓ પહેરતા હશે. આ ચાંદીની હતી. ભારેખમ હતી. ભગવાનને શું ? એ પહેરે તો પાદુકાઓ હલકી ફુલ બની જાય ! મારું માનવું હતું કે ભરતે રામજીને પાદુકાઓ જ્યારે એ વનમાંથી પાછા આવ્યા હતા ત્યારે પાછી આપી દીધી હતી. કદાચ રામજીના ભક્તોએ એ પાદુકાઓ સાચવી રાખી હોય. આજથી પાંચસો કે હજાર વર્ષ પછી પણ ગાંધીબાપુના ચંપલ જોવા મળશે જ એ વાત જેટલી ચોક્ક્સ છે, એટલી જ ચોક્ક્સ વાત રામજીની પાદુકાઓની છે. એક–બે હજાર વર્ષ આમ કે તેમ, શો ફેર પડે છે ! બધું અમર રહી શકે. પાદુકાની આજુબાજુ મંદીર બન્ધાયું છે; એટલે તે પાદુકાઓ ભગવાનની જ ગણાય ને ! મન્દીરના પુજારીએ અમારી પાસે  પ્રેમથી પુજા કરાવી. પુજા પછી તો મારો વીશ્વાસ વધી ગયો હતો. પત્નીએ એક હજાર અને એકની દક્ષીણા મુકી. તેમ છતાં મારાં પત્નીના મોં પર થોડી ગુંચવણ હતી. તેણે પુજારીને પુછયું, ‘અમે રામજીની પાદુકાઓ દક્ષીણમાં પણ જોઈ હતી તે કેવી ? તે સાચી કે આ સાચી ?’ પુજારીને આ સવાલ હજારો લોકોએ પુછયો હશે. તે જવાબ જાણતા હતા. ‘આ જ ખરી પાદુકાઓ ને તેની સાબીતી જો તમારે જોવી હોય તો તમને શ્રીમદ્ શંકરાચાર્યનું સર્ટીફીકેટ બતાવીએ.’ મેં પત્નીને ધીરા અવાજે કહ્યું, ‘હવે આ સર્ટીફીકેટ શંકરાચાર્યજીએ ક્યાં છપાવ્યું હતું એમ ન પુછવું. આ તો 2020 સુધીમાં ભારત આખા વીશ્વમાં સુપર પાવર બનવાનું છે તેની પુર્વ તૈયારી છે.’

     એક ડૉક્ટર મીત્ર અમેરીકાથી ભારત ફરવા ગયા હતા. તેમણે જણાવ્યું કે વૃન્દાવનમાં એક વૃક્ષ ઉપર કૃષ્ણ ભગવાને લીલા કરી અને યમુનામાં નહાતી ગોપીઓનાં વસ્ત્રો ચોરી લીધાં હતાં. તે વસ્ત્રો આજે પણ એ કદમ્બના વૃક્ષ પર લટકે છે. દર્શન કરવા જેવું છે. મેં તેમને જણાવ્યું કે મને સરનામું આપજો. હું પણ ત્યાં જઈશ. વૃક્ષ પરનાં વસ્ત્રોનાં દર્શન માટે નહીં; પરન્તુ કદાચ આજુબાજુ વસ્ત્રવીહીન કોઈ ગોપી ફરતી દેખાય તો તેનાં દર્શન કરવા.

     આપણો દેશ સુપર પાવર કેમ ન બને ! આપણા જેટલું આધ્યાત્મીક જ્ઞાન કયા દેશ પાસે છે ? આપણા જેટલી જુની સંસ્કૃતી શોધી ન જડે. આપણી ક્રીકેટ ટીમને વર્લ્ડ ચેમ્પીયન આપણા ખેલાડીઓ નથી બનાવતા; પરન્તુ આપણા હોમ–હવન બનાવે છે. ઓસ્ટ્રેલીયા સામે જીતવા ગામેગામ પુજાઓ અને હવનો કરવા જરુરી છે. વરુણદેવને ધુણાવો, એટલે વરસાદ તુટી પડે અને આપણી હારની બાજી ડ્રોમાં પરીણમે. વરસાદ એ તો આપણો બારમો ખેલાડી છે ! અને આ સેટૅલાઈટના જમાનામાં ક્યારે અને ક્યાં વરસાદ પડશે એ પણ આ યજ્ઞો નક્કી કરી શકે છે. ક્રીકેટની મેચ જીતવા માટે કે વરસાદ પાડવા માટે આપણી પાસે વીજ્ઞાન ઉપરાન્ત આપણી જુની સંસ્કૃતી છે. આપણે તો વર્ષોથી સુપર પાવર જ છીએ. કોઈ આપણને ગણે કે ન ગણે, શો ફેર પડે છે ?

[જાન્યુઆરી, 2008]

હરનીશ જાની

(માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય; પરન્તુ માણસમાંથી ગુજરાત નીકળતું નથીએમ કહેનાર અમેરીકાના પ્રસીદ્ધ હાસ્યલેખક હરનીશ જાની રાજપીપળાના વતની અને સુરતની એમટીબી કૉલેજના ભુતપુર્વ વીદ્યાર્થી છે. ૧૯૬૯થી તેઓ અમેરીકામાં છે. પ્લાસ્ટીક ઈજનેરની અમેરીકાની લાંબી નોકરી પછી હાલ નીવૃત્ત છે અને અમેરીકામાં સ્થાયી થયા છે ગોવીન્દ મારુ…)

ગુજરાતી સાહીત્ય પરીષદ(અમદાવાદ)દ્વારા દર બે વર્ષે અપાતું હાસ્યરચનાઓ માટેનું, સને ૨૦૦૯–૨૦૧૦નું સર્વોચ્ચ જ્યોતીન્દ્ર દવે પરીતોષીક જેને પ્રાપ્ત થયું છે તેવા તેમના હાસ્યરચના સંગ્રહ સુશીલા(પ્રકાશકહર્ષ પ્રકાશન, 403ઓમ્ દર્શન ફ્લૅટ્સ, 7,મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, અમદાવાદ380 007, પ્રથમ આવૃત્તી2009, પૃષ્ઠ સંખ્યા20+128, મુલ્ય રુપીયા100)ના પાન ક્રમાંક75 પરથી, લેખકની પુર્વ પરવાનગી અને સૌજન્યથી સાભાર

 USA અને UK માં‘સુશીલા’ મેળવવા નીચે સંપર્ક કરો.

Harnish Jani, 4, Pleasant Drive, YARDVILLE, NJ-08620-USA Phone: 609-585-0861 Cell: 608-507-7102

E-mail: harnish5@yahoo.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ હાસ્ય નીબન્ધ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલોબનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકનગોવીન્દ મારુ વસારી.

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 જુન 02, 2011

 

27 Comments

  1. People still live in such crazy eutopian world where everything depends on mythological beliefs, religious myths, past glorry of our culture and nothing but faith…whether you believe in God or not, one should live in real world. Neither pure rationalism nor fanatism could do anything. Just be realistic and live in presence…..

    Like

  2. Maruji
    have e mailed you about “God Dharama and Man” by Dr Amul of Bombay.He has written a book abot this one.
    have this “attached” to you to go trhough it.
    He has raised few but most important questions.
    these requires your comments.
    m.a.shah

    Like

  3. It is a very nice article. You can make people believe anything you want. It looks like that if you do not want to come from your mental box, nobody can help you out.

    Thanks,

    Pradeep H. Desai

    USA

    Like

  4. Khub saras. Satya kadvu hoi chhe.
    Andhshradhha ane pakhandi sadhu-bavani pakad mathi bahar kadhava, Harishbhai, Govindbahi. RamanbhaiPathak jeva javamarde khub khub karvu padse.
    Keepup the good work.

    Like

  5. પ્રિય હરનીશભાઈ;
    પ્રેમ;
    સુંદર કટાક્ષ શૈલીમા રજુઆત. કહેવાતા ધર્મો અને તેના ઠેકેદારોએ મુર્ખામીઓને શ્રધ્ધા નામ આપી દીધું છે અને તમે જો થોડી ઘણી બુધ્ધીનો ઉપયોગ કરો તો તમે નાસ્તિક કહેવાઓ. બહુમુલ્ય શ્રધ્ધાને બે કોડીની બનાવી દીધી છે.બુધ્ધી જ્યારે તમામ તર્ક કર્યા પછી હારીને સમર્પણ કરે ત્યારે શ્રધ્ધાનો જન્મ થાય છે. અથવા ભક્તની ભાષામાં કહું તો હૃદય જ્યારે પુર્ણ પ્રેમથી ભરાઈ જાય ત્યારે શ્રધ્ધાનુ ફુલ ખીલે છે.પણ સમસ્યા એ છે કે જુઠને પગ નથી હોતા એટલે તેને સત્યની ઘોડી (બૈશાખી)ની જરુર પડે છે. તેના વગર જુઠ ચાલી જ ન શકે. વાસનાઓને નામ તો પ્રેમનુ જ આપવું પડે કે નકલી ઘી વેચવા બોર્ડ તો ચોખ્ખા ઘી નુ જ લગાવવું પડે. એવું જ કહેવાતા ધર્મોનુ છે. બકરા ફસાવ દુકાન કરવી હોય તો લાલજી મંદિર કહેવું પડે અને લાલાની મુર્તિ પણ બેસાડવી પડે.નહી તો દુકાન ચાલે કેમ? અને દુનિયામા મુર્ખાઓની કમી ક્યાં છે? એક એકથી ચઢે તેવા મુર્ખા મળી જશે. મુર્ખા શોધવા કાંઈ ભારત આવવાની જરુર નથી અમેરિકામા પણ થોડી નજર દોડાવશો તો આસપાસ ચારેકોર મુર્ખાઓની જમાત નજર આવશે.ભારતમા એક પ્રકારની મુર્ખામી ચાલે છે તો જુદા જુદા દેશોમા બીજી કોઈ રીતે. મારી સમજ પ્રમાણે બીજાની મુર્ખામીઓ જોઈ શકવું એ બહુ મોટી બુધ્ધીમતાની નિશાની નથી. જે દિવસથી આપણી પોતાની મુર્ખામીઓની આપણને ખબર પડવા માંડે ત્યારથી જીવનની અસલ યાત્રા શરુ થાય છે.
    પ્રભુશ્રિના આશિષ.
    શરદ.

    Like

  6. માનનિય શરદભાઈ– અધશ્રધ્ધા પર કોઈ એક દેશનો ઈજારો નથી– અમેરિકામાં પણ આવા ખેલ થાયછે. અમારી બાજુના ગામમાં એક જણના ઘરની પાંછળના બાગમાં મધર મેરીની મૂર્તીની આંખોમાંથી પાણી નિકળતું જોવા રોજના સેંકડો લોકો આવતા હતા– તેમને અટકાવવા પોલીસ ગોઠવાય હતી–અને અઠવાડિયામાં એ સરકસ બંધ થયું હતું. ઘર માલિકને પકડવામાં આવયો હતો– એ સથાનિક ચર્ચનુ કાવતરું સાબિત થયું હતું. ચર્ચવાળા બહાર ફાળો ઉઘરાવવા બેસી ગયા હતા.

    Like

    1. પ્રિય હરનીશભાઈ;
      પ્રેમ.
      ગુર્જીએફ (એક રશીઅન સંત) કેટલાંક મશીન (માનવ દેહને) નોન રિપેરેબલ હોય છે તેવું કહેતા. આ બધા કહેવાતા ધાર્મિક (મુર્ખાઓ)આ કેટેગરીમા આવે છે. તેમને સુધારવા દિવાલ સાથે માથા પછાડવા જેવું છે. પણ આપણને પીડા થાય તે સ્વાભાવિક છે કારણ કે આવી જમાતમા આપણા આપ્તજનો પણ હોય છે.શિક્ષણ કે વધતા જતા વૈજ્ઞાનિક અભિગમે ભલે થોડો ઘણો સુધાર કર્યો છે, પણ ધર્મના દુકાનદારો ની જાળ એટલી બધી મજબુત છે કે તે ને બસો પાંચસો આર્ટિકલો તોડી શકે તેમ નથી. વળી આવી પ્રવૃત્તિને સત્તાધીશો (રાજકારણીઓ અને પ્રેસ) નું છુપું સમર્થન હોય છે. વૈદ ગાંધીના સહિયારા જેમ. હવે બે ચાર બાયપાસ પછી થોડો સમય બચ્યો છે તો એનર્જી બહાર શા માટે દોડાવવી? દિવસ દરમ્યાન કેવી કેવી શુલ્લક વાતોમાં આપણે એનર્જી વેડફીએ છીએ અને મુર્ખામીઓ કર્યે રાખીએ છીએ તે તરફ ધ્યાન ડાયવર્ટ થાય તો આપણી મુર્ખામીઓ માંથી તો આપણે છુટી શકીએ. બીજાનુ જે થવું હોય તે થશે. મારા ગુરુ કહેતા, “દરેક સાધકે સ્વાર્થી બનતા શિખવું જોઈએ. સ્વયં ગંતવ્ય સુધી પહોંચો પછી પરમાર્થ કરવા નીકળજો” તમને થોડી ચોટ કરું છું, પણ હાની પહોંચાડવા માટે ક્યારેય નહીં તેવો વિશ્વાસ રાખજો. મશીન રીપેર થઈ શકે તેવું છે એવું લાગ્યું એટલે જ થોડો પ્રયાસ કરું છું.ક્યાંક ભુલમાં વધુ પડતી ચોટ થઈ જાય તો ક્ષમા કરશો.
      શેષ શુભ.
      પ્રભુશ્રિના આશિષ.
      શરદ

      Like

  7. ટુંક્માં કહીયે તો “ઝુકતી હે દુનીયા, ઝુકાનેવાલા ચાહીયે” અનુસાર ધર્મના ઠેકેદારો અંધ્ષ્ર્ધાળુઓને શીશામા ઊતારે છે.

    બિચારા ભોળા ભક્તો!!

    લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે અનુસાર, ધર્મના આ ઠેકેદારોના નસીબ વગર સાબુએ ઉઘડી ગયા છે.

    કાસીમ અબ્બાસ

    Like

  8. હરનીશભાઇઃ
    લોકોની આખં ઉઘાડવા અને વિચાર શક્તિ કેળવવા આપનો પ્રયાશ દાદ માગે છે. ગુસ્તાખિ માફ કરજો, પણ કદાચ તાજમહેલના આર્કીટેકનું નામ ખબર હોય, અજંતા–ઈલોરાના આર્ટીસ્ટનાં નામ પણ જાણતા હો અને જયપુરના હવામહેલની ડીઝાઈન કોની હતી તેની પણ ખબર હોય તો જરુર જણાવશૉ. આપના લેખનુંવાંચન કરતાં સહેજ કુતુહલ થયું.

    Like

  9. “ભગવાનની બાબરી ક્યાં ઉતારી હતી તે સ્થળ અને વાળ આપણે સાચવેલ છે. વીર ઘટોરક્ચ ક્યાં જનમ્યો તે ખબર છે. અશ્વત્થામા જીવતો છે આપણને ખબર છે પછી ભલેને આપણાંમાંના કોઈએ ક્યારે ય જોયો ના હોય ! ભગવાન શૂ પહેરે છે તે ખબર છે. રામની પાદુકા અજે પણ પૂજાય છે ! યમુનામાં ન્હાતી ગોપીઓના કૃષ્ણે છૂપાવેલા વસ્ત્રો આજે પણ કદમ્બના વૃક્ષ ઉપર લટકે છે.” આ તમામ બાબતોની આપણને માત્ર ખબર જ નથી પણ વિશ્વાસ સાથે તેની હયાતી મોટા ભાગના લોકો આ સ્વીકારે છે

    એમ તો આપણી પાસે વિમાનો હતા રામ પુષ્પક વિમાનમાં બેસી લંકાથી અયોધ્યા પહોંચેલા.
    આપણી પાસે બ્રહ્માસ્ત્રો પણ હતા અને એવા તીર-કામઠા હતા કે ધાર્યું નિશાન પાડી માલિક પાસે પરત આવતા. સુદર્શન ચક્ર પણ હતું જે કૃષ્ણ ધારણ કરતા અને તેઓ જે વ્યક્તિના વધનો આદેશ આપે તે લક્ષ્ય સિધ્ધ કરી ફરી કૃષ્ણ પાસે પરત આવતું.
    મહાદેવે ગણેશના મસ્તકનો વધ કર્યો બાદમાં હાથીનુ મસ્તક ગણેશના ધડ ઉપર પ્રત્યારોપણ કરી ચડાવાયું તેટલી સિધ્ધિ મેડીકલ સાયન્સે મેળવેલી હતી.આ ઉપરાંત અનેક સિધ્ધિ મેળવેલ હતી તેવું શાસ્ત્રો અને પુરાણૉમાં કહેવાયું છે.પરંતુ આવી આ કિમતી વસ્તુઓ સાચવવાની કોઈને પણ આવશ્યકતા જણાઈ નહિ જ્યારે જે વસ્તુઓની કોઈ કિમત નથી તેની આપણે ખબર/સંભાળ રાખી અને આજે પણ ક્રિકેટમાં વર્લ્ડ કપ ખેલાડિઓની કુનેહને કારણે નહિ પરંતુ હોમ –હવનથી જીતાય છે તેવી માન્યતા મોટા ભાગના લોકો માને છે. આવનારા વર્ષોમાં સુપર પાવર બનવાની ઈચ્છા ધરાવનાર લોકોની સમજદારીની આ તે કેવી વિટંબણા કે કરૂણતા ?

    Like

  10. i fully agree with Sharad Shah. It looks like that your teacher & my teacher is same.

    It is a very nice article. I have become very happy to read readers views.

    THanks so much.

    Pradeep H. Desai

    USA

    Like

    1. Dear Pradeepbhai;
      Love.
      Teachings of real masters can not be differed. What Krishna said before 5000 years or Kabira said before 700 years and Krushnamurthy said before 30 years and some other master will say after another 100 years or 1000 years will have same taste. All have same experience then how their teaching can be different? Only difference is that one master is teaching 2nd standard and another master is teaching 10th standard and 3rd one is teaching in university. The difference seems only due to the crowd they gather surround them.
      If you are in the hands of real master, rejoice and fill with gratitude.
      His Blessings;
      Sharad Shah

      Like

  11. શ્રી હરનીશ જાની હાસ્યલેખક તો ખરા પણ એટલાજ
    ‘કટાક્ષકાર’ છે,તેમના એકેએક ફકરા,કંડિકાઓમાં
    ઘેરો મર્મ અને તીવ્ર વ્યંગ માલુમ પડે છે!!
    આસ્તીકો નાસ્તિકો ની લડાઈ ના જીતી શકાય તેવી
    છે,આસ્તીકોનું પલ્લું હમેશાં વજનદાર રહ્યું છે,બોદા
    નાસ્તિકો પણ દ્વારકા,સોમનાથ,અંબાજી,વૈષ્ણોદેવી,
    શ્રીનાથજી,બદરી-કેદારનાથ,ઋષિકેશ વગેરે સ્થળે
    ઐતિહાસિક સ્થળ જોવાને બહાને કરતા રહેતા હોય છે!!
    (ભારતમાં આસ્તિકો માટે જાત્રાસ્થળો એટલાં છે
    તેની યાદી માટે એક નામકોશ તૈયાર
    કરાવવો પડે!!).
    અંબાજીમાં કૃષ્ણના બાળમોવારા ઉતરાવેલા એવીજ
    બીજી વાહિયાત ને બેસુમાર વાતોનો પ્રચાર ભારતના
    ધાર્મિક સ્થળો તેમજ ઐતિહાસીક સ્થાનોપર થતો
    રહેતો હોય છે,જેવીરીતે દાવાનળ થાય અને પવન થકી
    વધારે પ્રજ્વલ્લિત થાય તેમ આબધી માન્યતાઓ અને
    અંધશ્રદ્ધા વર્ષોથી ચાલી આવી છે ને ચાલુ રહેશે.
    ‘કાગડાનું બેસવું ને તાડનું પડવું’ જેવો તાસીરો જયારે
    સર્જાય છે ત્યારે આવા દાવાનળો પ્રગટ થતા રહેતા હોય છે!!
    બહુ દુરની વાત નથી ‘ગણેશ’ની મૂર્તિ દૂધપીતીતી એ નાટકે
    આખા હિન્દુસ્તાનને ગધેડે બેસાડેલું એ ભૂલી જવાય તેમ નથી!!
    અરે આપના પ્રધાનો પણ ‘મુહુર્ત’ કઢાવીનેજ પછી પોતાના
    પદોના સોગંદ લેતા આપણે બધાયે TV પર જોયા છે!!
    બહુ વાત કરવા જેવી નથી.
    શ્રી હરનીશ જાનીનો વ્યંગ ગમ્યો અને આવીજ ‘ટીખ્ખળ’
    અને ચાબખાચાલુ રાખે.

    Like

  12. સ્વાગત..

    ‘સુપર પાવર’ તો ચેતના.. જ
    અને જેવું પિંડે.. તેવું બ્રહામાંડે..
    જો સ્વ ને ચેતના તરીકે જોવા/ઓળખવાની દ્રષ્ટિ કેળવીએ..
    આપને સ્વયં પણ ‘સુપર પાવર’ જ

    અસ્તુ,
    શૈલેષ મેહતા

    Like

  13. શ્રી શરદ શાહની વાત એક વાત સાચી કે દુનિયાના લગભગ
    દરેક દેશોમાં આવા ધર્મ અને શ્રધ્ધાના નામે ‘વેપલા’ ચાલે છે.
    પણ તેમણે શ્રી હરનીશ જાનીને ‘એમાં બહુ પડવા જેવું નથી’
    એવી મર્મભરી વાણીમાં ‘મગનું નામ’ ના પાડવાની આડકતરી
    સુચના આપવાની કોશિશ કરી છે.શ્રી શરદ શાહની ‘self centred’
    ને ‘अपनी अपनी सम्भालो’ જેવું વલણ આવી ચર્ચા ને જાણે
    ‘ગળે ફાંસો’ આપીને ‘મૂંગા મંતર’ થઇ જાઓ જેવી વાત કરે છે.
    જો આવું વલણ અને વર્તન બધાલોકો કરવા લાગે તો પછી
    ‘વાદળોને રૂપેરી કિનારી’ કોઈ ને જોવા મળવાની નથી.
    શિક્ષિત અને બુદ્ધિજીવી લોકોની હરહંમેશ અણલખાયેલ ફરજ
    બની રહી છે કે સમાજમાં ચાલતા ‘સડા’ સામે મશાલ ધરે.
    શ્રી શરદ શાહ જ્યાં પણ રહેતા હોય ત્યાં તેમણે આવી લડત
    ચલાવવી પડેશે. શાહમૃગવૃતિ નહિ કામ આવે!
    તેમને બે વેણ કહેવા પડ્યા છે કેમકે શ્રી હરનીશ જાનીની
    વાતનો તેમને ઉવેખ જ નહિ પણ ‘પારકી પંચાત’ રહેવા દીઓ
    એવું મોઘમ ભાષામાં દર્શાવેલું છે.

    Like

  14. પ્રિય પ્રભુલાલભાઈ;
    પ્રેમ;
    સમય અને જગ્યાના અભાવને કારણે વિસ્તૃત ન લખતા સંક્ષિપ્તમા લખવું પડે અને તેને કારણે થોડી ગેરસમજ થઈ છે એટલે પ્રયાસ કરું છે કદાચ ગેરસમજ દુર થઈ શકે.
    પ્રથમ તો આ સંવાદ મારી અને હરનીશભાઈ વચ્ચેનો છે. હરનીશભાઈનો મને જે પરિચય છે અને હું તેમનામા જે સંભાવનાઓ જોઉં છું તેને અનુલક્ષીને મેં જે કાંઈપણ કહ્યું છે તે ફક્ત તેમને ધ્યાનમા રાખીને કહ્યું છે. મારી નજરે હરનીશભાઈ એક સારા હાસ્ય લેખક કે કટાર લેખક જ નહી પણ એક બુધ્ધીમાન, સહહૃદયી વ્યક્તિ પણ છે. એક એવું બીજ છે જેની કાછલી તૂટે તો અંકુરણ અને વટવૃક્ષ થવાની સંભાવના છે એવું મને લાગે છે. તેથી તેમને અંતરયાત્રા તરફ વળવા ઈશારો કરું છું. અને એટેલે જ મેં એમને કહ્યું કે,” ખુબ જ થોડૉ સમય હવે જીવનનો રહ્યો છે તેને અન્યની મુર્ખામીઓ જોવા કરતાં સ્વયંથી થતી મુર્ખામીઓ જોવામા અને તેમાંથી છુટવા તરફ ધ્યાન આપશો તો કદાચ જીવન સાર્થક થાય.” મારી સમજ છે કે આપણે આપણી જાત ને ઘણીવાર ભણેલા ગણેલાં બુધ્ધીમાન સમજતા હોઈએ છીએ અને આવી સેલ્ફ ઈમેજમાં બંધાવાને કારણે સ્વયંના દોષો અને ખામીઓ જોઈ નથી શકતા.જવાનીમાં તો આવી ભુલો કરીએ તો કદાચ ચાલી પણ જાય પરંતુ જ્યારે ૬૦ ઉપર વટાવી ચુક્યા હોઈએ ત્યારે થોડી મેચ્યોરીટી આવવી જોઈએ અને આપણ ને પોતાની મુર્ખામીઓ પણ દેખાવી જોઈએ અને જ્યાં સુધી તે દેખાય નહીં ત્યાં સુધી તેમાથી છુટાતુ પણ નથી. જ્યારે ખુબ થોડો સમય બચ્યો હોય ત્યારે ખોટી દિશામા જતી એનર્જી ન અટકે તો કોઈ શુભ પરિણામ આવવાનુ નથી.આ વાત હરનીશભાઈ તરફના પ્રેમ ને કારણે કહેવામા આવી છે. પ્રભુલાલભાઈ, મને લાગે છે આટલો ખુલાસો કદાચ તમને સંતોષ આપી શકશે.
    બાકી સામાજીક સડાઓ અને ધર્મના નામે ચાલતા ધંધાઓને મારું કોઈ સમર્થન નથી કે નથી તેનો વિરોધ કરનાર પ્રતિ મારા મનમા કોઈ રોષ.મારા ગુરુ ઓશોએ કદાચ ધર્મના નામે ચાલતા બખડજંતરોનો જેટલો વિરોધ કર્યો છે તેટલો હજી સુધી કોઈએ કર્યો નથી. અને એટલે તેમના જેટલા બદનામ ગુરુ વિશ્વમા ગોત્યા પણ નહી જડે. દુનિયાભરના કહેવાતા પરમ પુજ્ય ધર્મ ધુરંધરો (પપુધધુ), રાજકારણીઓ અને મિડિયાએ તેમને બદનામ કરવામા કાંઈ બાકી રાખ્યું નથી.જેનો ગુરુ જીવન પર્યંત આ સડાઓ સામે લડતો રહ્યો તેનો શિષ્ય શું ખૂણામા બેસી રહ્યો તમાશો જોતો હશે? પરંતુ એ સડાઓ સામેની લડાઈની અમારી રીત રસમમા ફેર છે.સ્વસુધારણાને પ્રાધાન્ય અને પરસુધારણાને બીજા નંબરે મુકવામાં આવે છે. તમે મારી વાત સાથે સહમત ભલે થાઓ કે ન થાઓ પણ એ દિશામા વિચારતા થશો તો પણ મારો પ્રયાસ સફળ સમજીશ.
    શેષ શુભ.
    પ્રભુ(લાલ)શ્રિના આશિષ;
    શરદ.
    (સેલ્યુટેશનમા તમને રોજ યાદ કરું)

    Like

  15. હિંદુ પ્રજાની ધર્મ અને અધ્યાત્મ અંગેની વિચારધારાને વધારે વાસ્તવિક કરવી હોય તો ભાઈ શ્રી હરનીશ ભાઈનો લેખ તથા તેના પછી શ્રી અરવિંદ ભાઈના તથા અન્યોના પ્રતિસાદ વાંચ્યા પછી એવું લાગે છે કે આપણે ભગવાનને સમજવામાં બહુ મોટી ભૂલ કરી રહ્યા છીએ.

    ભગવાન જન્મેલા તે પુરવાર કરવા માટે ઘણા બધા પુરાવાઓ ભેગા કરી દીધા. હજીયે સમાજનો એક શિક્ષિત વર્ગ તથા અન્યો, દ્વારિકાના દરિયામાં ડૂબકીઓ પર ડૂબકીઓ લગાવ્યે રાખે છે અને કાંઈ શોધી લાવીને પુરાતત્વ ખાતા પાસે તારીખ કઢાવીને પૂરવાર કરવા માંગે છે કે ભગવાન પાંચ હજાર વર્ષો પહેલાં દ્વારિકામાં હતા. ખગોળ શાસ્ત્રીઓ વળી તેથી પણ આગળ જઈને તે ટાઇમની ગ્રહોની કુંડળી બનાવીને સત્યતા પૂરવાર કરવાનો પ્રયત્ન કરે છે અને આ અંધશ્રદ્ધાના દરિયામાં ડૂબેલી પ્રજા તેનો સહર્ષ સ્વિકાર કરતી હોય છે.

    ધારોકે ભગવાન હતા તોએ શું? અને ન હતા તોએ શું? પરંતુ આપણે અત્યારે ક્યાં છે તેનો કોઈ વિચાર કરતુ નથી. જે દેશમાં આટ-આટલા ભગવાનના અવતારો થતા હોય તે દેશની આવી ભૂંડી દશા? આપણું સ્થાન તો દુનિયાના શિખર પર હોવું જોઈએ. હજારો વર્ષોની ગુલામી? જે કોઈ આક્રાન્તા આવ્યો તેણે મરજી મૂજબ રાજ કર્યું!!!

    રામાયણ, મહાભારત કે ભાગવત બિલકુલ ખોટાં છે એવું નથી. શાસ્ત્રોને સમજવામાં અને સજાવવામાં ભૂલ થઇ રહી છે. આ બધા શાસ્ત્રોમાં જણાવેલી બધીજ ઘટનાઓ આધ્યાત્મિક રૂપકો છે. જો તેને ઘટેલી ઘટનાઓ માનવામાં આવે તો બુદ્ધિશાળી વર્ગને સંતોષ આપી શકાય નહિ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ તેમના પ્રવચનોમાં દરેક આધ્યાત્મિક ઘટનાઓના ભેદ ખોલ્યા છે. જો આ કથાઓને કોઈપણ જાતના પૂર્વગ્રહ વિના સાંભળવામાં આવે તો ધર્મ, અધ્યાત્મ, ભગવાન વિગેરેની સાચી સમજ, સમજમાં આવશે.

    ભારતમાં ધર્મ એ આજીવિકાનું સાધન બની ગયો છે. દરેક યાત્રાના સ્થળોએ કાંઈ નહિ ને કાંઈ ઐતિહાસિક ઘટનાઓ જોડી દેવામાં આવી છે. એટલે શ્રદ્ધાળુ ભક્તોને પૂરેપુરી શ્રદ્ધા બેસી જાય છે અને આમ તેમની પાસેથી પૈસા ખંખેરવાની સગવડતા રહે છે.

    આપણા મોટે ભાગના કથાકારો પણ આજ કામ કરી રહ્યા છે. પરદેશમાં પણ ખૂબ મંદિરો બંધાઈ રહ્યા છે અને ત્યાંતો મંદિરના ખર્ચા કાઢવા બહુ ભારે પડે છે એટલે દેશથી ઉનાળાની સિઝનમાં કથાકારો સારી સંખ્યામાં એક્ષ્પોર્ટ થાય છે. મંદિર કરતાં કથાકારોને અનેક ઘણો ફાયદો થતો હોય છે. દેશની ગરમીથી બચાય, નક્કી કરેલ ટકાવારી પ્રમાણે કર-મુક્ત કથાની આવકમાં ભાગ, દરેક રાજ્યો અને ત્યાંના જોવાલાયક સ્થળો જોવાના મળે તદ ઉપરાંત નવા ચેલા-ચેલીઓ મળે અને તેમાંથી કાયમી ધોરણે નિયમિત આવક થાય. અત્યારે ટેક્ષાસના એક મંદિરના આચાર્ય સરકારથી ભાગતા ફરે છે. કોઈને ખબર નથી ક્યાં છે, કેમ? તેની તપાસ કરી લેવી.

    મને એવું લાગે કે દેશમાં જેમ જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રની યુનિવર્સીટી બનાવામાં આવી રહી છે, તો તેમાં એક કથાકાર બનવાની ફેકલ્ટી પણ જો જોડી દેવામાં આવે તો લોકોને ઘણી સગવડતા રહે. હું પણ કદાચ વિચાર કરું. એમે, આ જીવનમાં મેં કાંઈ કાંદો કાઢ્યો નથી.

    Like

  16. ‘ધર્મને નામે ધતિંગ કરે ને ધુતારાઓ પ્રખ્યાત’

    અંધ શ્રધ્ધાથી ઉભરાતા આપણા દેશમાં આવુંબધું તો રોજ ચાલે છે. રખે

    માનતા કે અભણ અને ગરીબ તેનો શિકાર છે. ભણેલાં ભિંત ભૂલે તેવા હાલ

    પણ છે.

    Like

  17. સમાજ સુધારો હમેશા લંગડાતો ચાલે છે. આર્થિક પ્રગતિ અને (સાચા) શિક્ષણ સાથે ધીમે ધીમે ફેર પડશે.

    Like

  18. Dear Rationalist Friends:

    India is bound to be A Super Power whether one Believes/Likes or Not. U.S.A. is a Supreme Power. See its Position in the World to-day. It can be Called the biggest Debtor Country, where Not Only Government, But Most of its People are also the debtors.

    Now Living in the Past is a Run Away from Reality. “One Life To Live” Philosophy can work Wonders. That is the way the Whole World is running towards. India is an ancient country and Religions have made people believe anything Other than Reality of the Present World. There is a Make-Believe World, where Happiness Lives. It is No Where Found in the Real World, even with Lots of Money.

    Then, What shall be the Way People can Live. It is Possible to Believe in SELF. The Happiness will be Realized in Simplicity and Carefreeness with many of to-days Luxuries, including Religions. What are The Temples for? The Luxury of Beliefs. We may call it A Business. There is No Difference in Both.

    Therefore, In World Leadership of India, it will have Simultaeous prevalence of Business of Religions and Industrialists Developing Technology and Products for All of Us. Both will Use Luxurious products, including Gods/Idols. Both will Enjoy in their own way of Duality. That will be called Democracy and Freedom, A Mixed Bowl. Nothing Clean or Moral. It may be called Anarchy in real sense. Human Beings continue to Adjust with the Changing World. There are Generational Differences which will Continue, because there are about 4 generations exist Simultaneously. Human Relationships will continue to Exist, but there will be differences in Life Style and Living.

    The Reality will Prevail and we may have to accept that, even as Rationalists. Thanks and Regards to All the critics of the Satire.

    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    Like

  19. RAM BHAROSE HINDU HOTEL, No one run india’s economy, it runs because of faith in God,that is only way people ,mostly from rural area travel. far It’ like Honymoon places.
    Because of T.V. and other media these people getting educated and start understanding the mythology and the hocus-focus just like us.People never going to understand in Ramayan Ahliya which was stoned turn in to woman by touching of RAMA. really speaking she was neglected by husband and society,she isolated and emotionally stoned. First time Rama gave comfort and respect ed her because she was victim of rape. Now story or teachings are so bad put bugs in people minds and it’s rooted so deep , hard to wipe those mythology. Also,Musics and devotional songs, festivals fabricated such a way that it has masmerized people and GADARIYA PRAVAH JYEM VAHIYE JAY.
    Indian economy,more than 50% run by religious activity, so watch and enjoy in INDIA as RAM BHAROSE HINDU HOTEL?

    Like

Leave a reply to mahendra shah Cancel reply