પુર્વાન્ત સ્નેહમીલન સમારોહ

પુર્વાન્ત સ્નેહમીલન સમારોહ

પ્રા. રમણ પાઠક

માવતર એ જ મન્દીર

જીવતાં માબાપને સ્નેહથી સંભાળજો, ખવડાવશો–પીવડાવશો;

     પછી ગાયના પુંછડે પાણી ઢોળવાથી શો ફાયદો ?

એક વાર ‘રાબ’ ખાવાની ઈચ્છા એમની સ્નેહથી સ્વીકારશો;

     પછી ગામ આખાને લાડવા ખવડાવવાથી શો ફાયદો ?

મસ્તક પર હાથ ફેરવી ‘બેટા’ કહેનારના લાડને માણી લેશો;

     પછી ચીરવીદાયે પાછળ ‘સપ્તાહ’ બેસાડવાથી શો ફાયદો ?

બેઠા છે ‘ભગવાન’ આપણા જ ઘરમાં એમને ઓળખી લેશો;

     પછી અડસઠ તીરથ કાજે દર દર ભટકવાથી શો ફાયદો ?

સમય કાઢી ઘરના એ વૃદ્ધ વડલા પડખે બેસી લેશો;

     પછી બેસણામાં ફોટા સામે બેસી–બેસાડીને શો ફાયદો ?

લાડકોડથી ઉછેરનારાં માવતરને સદાય હૈયે વસાવી રાખશો;

     પછી દીવાનખંડમાં તસ્વીર રાખવાથી શો ફાયદો ?

હયાતીમાં જ હૈયું એમનું ઠારી સ્વર્ગ સમ સુખ આપશો;

     પછી ગંગાજળે અસ્થી પધરાવવાથી શો ફાયદો ?

‘માવતર એ જ મન્દીર’ – આ સનાતન સત્ય સમજી રાખશો;

પછી ‘રામનામ સત્ય છે’ રટવાથી શો ફાયદો ?

–વલ્લભભાઈ ઈટાલીયા

હમણાં મને એક નીમન્ત્રણ પત્ર મળ્યો છે, જેમાં કેવળ નીમન્ત્રણ નથી. બલકે જાણે સંક્ષેપમાં લખેલ કોઈ સુધારાપોથીનું એક મહત્ત્વનું લઘુપ્રકરણ છે. વળી, સર્વ સામાજીકોએ તે અનુસરવા જેવું છે. સમાજસુધારો એ તો જાતે જ અમલી બનાવીને કરી દેખાડવાનો ઉપક્રમ છે. અરે પરાક્રમ છે ! અને કોઈકે તો જાતે અમલ કરીને, હીમ્મતભેર અન્યોને પ્રેરણારુપ બનવું જ પડશે. ગુજરાતના સુધારાનો ઈતીહાસ દોઢ–પોણા બે સદીઓ વટાવી રહ્યો છે, દરમીયાન પ્રવચનો તથા લખાણો પર જ આધાર રાખવો પડ્યો છે. હવે અમલીકરણની પણ શક્યતા ઉભી થઈ છે, જેને ગઈ પેઢીના વડીલો પણ સમર્થન આપે છે, જે સુચવે છે કે મોટાભાગના વૃદ્ધોના દીલે પણ સુધારાની ઝંખના તો ઉછળતી જ હશે. પરન્તુ એ પેઢીમાં સ્વયમ્ કરી બતાવનારા હીમ્મતબાજો ઓછા જ હતા. અને એવું પગલું આજની અપેક્ષાએ ઘણું કપરું કામ પણ હતું. આજે તેઓની જ નવી પેઢી આવા મહત્ત્વના સુધારા જાતે પોતે અમલી બનાવે છે, ત્યારે અવશ્ય તેઓ ખુશ થતા હશે અને રાજીખુશીથી એમાં સહકારભાવે જોડાતા હશે. દા.ત. શામજીબાપા (ઈટાલીયા).

આપણા સમાજમાં મરણોત્તર ક્રીયાપાણી અત્યન્ત લાંબા તથા કવચીત્ અરુચીકર અને ભયાવહ વીધીઓથી અતીશય ઘૃણાસ્પદ પ્રવર્તે છે, ખાસ્સા પન્દર સોળ દીવસ તો એ ચાલે ! લગ્નવીધી આપણે ઝડપભેર ટુંકાવી નાંખ્યો છે, બહુધા ફક્ત એક જ દીવસ અને કુટુમ્બદીઠ ગણો તો વધારેમાં વધારે બે દીવસ. બીજી બાજુ મરણોત્તર વીધીવીધાન ખાસ્સા પ્રથમ પન્દર દીવસ તો સળંગ ચાલે, ગીતાપાઠ કે ગરુડપુરાણનું વાચન, પાણીઢોળ, દસમું, અગીયારમું, બારમું, તેરમું ને પન્દરમું એમ સળંગ છ સાત દીવસ તો આ પ્રારમ્ભીક કર્મકાંડ ચાલે ! અને તે પછી પણ માસીયો, વરસી, શ્રાદ્ધ આદી સ્વરુપે તે જીવનભર ઉથલા માર્યા જ કરે. વળી, મોટાભાગના પરીવારોમાં હજી આજેય રોકકોળનો ઔપચારીક વીધીય ચાલે ! એથી અણસમજુ બીચારાં નાનાં બાળકો તો છળી જ મરે ! અને એકન્દરે તો આ સર્વ મીથ્યા આયોજનો જ છે; કારણ કે જો આત્મા જેવું કોઈ તત્ત્વ હોય તો પણ, તે એકાદ પખવાડીયા સુધી પોતાના ઘરની આસપાસ ભટક્યા કરે અને વળી, નોંધ લે કે વારસદારોએ કરજપાણી બરાબર કર્યાં કે નહીં ?

સ્વર્ગ યા નરક ચાર્વાક કહે છે તેમ, અદ્યાપી કોઈએ જોયાં જ નથી. આટઆટલાં અવકાશયાનો દુરસુદુરની ગ્રહસૃષ્ટી અને એનીય પેલે પાર આન્તરતારકીય બ્રહ્માંડમાં પ્રવેશી ચુક્યાં છે, પરન્તુ ક્યાંય હજી સ્વર્ગલોક યા નરકલોક (યમલોક)નો ભેટો તો નથી થયો, અરે ! એવો કોઈ અણસાર સુધ્ધાં ક્યાંય વરતાયો નથી. એક બાજુ કર્મફળના સીદ્ધાન્તને ચુસ્તપણે, પાકી શ્રદ્ધાથી માનતા મનાવતા રહેવું અને બીજી બાજુ, મૃતાત્માની મુક્તી માટે વીધીવીધાન યા અર્થહીન કર્મકાંડો કરી, મીષ્ટાન્ન ઝાપટવાં ! જો કર્મફળનો સીદ્ધાન્ત સાચો હોય તો, મૃતાત્માએ તેના જીવન દરમીયાન કરેલાં કર્મોનાં ફળ ભોગવવાં જ પડે, એ અફર છે. તો પછી કર્મકાંડથી મૃતાત્માને કયો લાભ થવાનો ? વળી, બ્રાહ્મણોને દાન કરવાથી, તે મૃત સ્વજનને પહોંચે, એવી સ્વર્ગ કે નરક અને પૃથ્વી વચ્ચેની પાર્સલ–કુરીયર સર્વીસ કોઈએ કદી ચકાસી છે ખરી કે ? અરે, મોટાભાગની જ્ઞાતીઓમાં તો તેરમાનો ખાટલો કરે અને એમાં જાતજાતની માનવોપયોગી ચીજવસ્તુઓ મુકે, જે સ્વર્ગમાં કે નરકમાં મૃતાત્માને પહોંચે અને તેનો ઉપયોગ કરી, તે સુખસગવડ ભોગવી શકે ! દા.ત. કેટલાક સમાજોમાં તો તેરમાના ખાટલામાં છત્રી ને જોડાય મુકાય ! કેમ જાણે સ્વર્ગમાં વરસાદ પડવાનો હોય ને રસ્તા બધા કાંટાળા જ હોય ! કેવી વાહીયાત કપોળકલ્પનાઓ અને તદ્વીષયક હાસ્યાસ્પદ કર્મકાંડ સદીઓથી આપણે આજ પર્યંત ચાલુ રાખી રહ્યા છીએ ! બે–અઢી હજાર વર્ષ પુર્વે ચાર્વાકે પણ કટાક્ષ કરેલો કે, ‘યજ્ઞમાં બલી હોમવાથી, જો તે સ્વર્ગમાં પહોંચતો હોય તો, યજ્ઞની વેદીમાં તારા બાપને જ હોમી દેને !’ ક્યાંય અને ક્યારેય કોઈની વીવેકબુદ્ધી જાગી જ નહીં અને આવા દેખીતા વીરોધાભાસી કર્મકાંડને હજીય પણે યથાવત્ હાંક્યે જ રાખીએ છીએ !

વળી, આ અર્થહીન કર્મકાંડી ઉપક્રમમાંથી કશુંક ઓછું કરવાને બદલે યા તો એનો સદન્તર ત્યાગ કરવાને બદલે, એમાં ઉમેરોય કરતા જ રહીએ છીએ. એવો એક વધારાનો રીવાજ તે બેસણું ! બેસણું સ્વયમ્ એક અર્થહીન રીવાજ છે, વધારામાં તે વળી હાસ્યાસ્પદ બની જાય છે. કુટુમ્બીઓ મરનાર વ્યક્તીનો ફોટો શણગારીને ઘરબહાર ગોઠવી તેની નજીકમાં શોકમગ્ન ચહેરો બનાવી બેસે. પછી સ્વજનો–પરીચીતો એક પછી એક આવતા જાય. તસવીરને પગે લાગીને, સામે મુકેલી ખુરશીઓમાં યા પાથરણામાં ઘડીભર (પાંચ–દસેક મીનીટ) બેસે અને પછી પુન: સૌને પ્રણામ કરીને ચાલતા થાય. દરમીયાન, કેટલાક અન્દર અન્દર શેરસટ્ટાની, મોંઘવારીની, મોસમની યા વેપારધન્ધાની વાતો એકદમ ધીમા અવાજે ઘુસપુસ કરતા હોય અને કેટલાક તો વળી હોઠ–મોં દબાવીને હસતાય હોય ! મરણ જેવા ગમ્ભીર પ્રસંગે આ તે કેવો તુચ્છ, હાસ્યાસ્પદ કાર્યક્રમ ? ઈટાલીયા બન્ધુઓએ આવા બેસણાનો કાર્યક્રમ પણ ઈન્કાર્યો છે, એ એક વીરલ, કદાચ લગભગ પ્રથમ વારનું જ, હીમ્મતભર્યું, આમુલ સુધારાનું પગલું હોઈ શકે. ઉપરાન્ત આ બન્ધુઓએ તો વળી, તમામે તમામ મરણોત્તર કર્મકાંડ સદન્તર બન્ધ રાખ્યાની ઘોષણા કરી છે. તેઓને હાર્દીક ધન્યવાદ ! અત્રે એક રૅશનાલીસ્ટ તરીકે ચોક્કસ મહત્ત્વની હકીકત નોંધવાની ફરજ મારાથી તો કેમ ચુકાય ? અને તે એ કે, શ્રી વલ્લભભાઈ ઈટાલીયા જાણીતા રૅશનાલીસ્ટ છે, જ્યારે શ્રી રામજીભાઈનો જીવનાભીગમ પણ ઘણે અંશે વીવેકબુદ્ધીપુત જ રહ્યો છે. તો હવે આ સુધારાનાં દસ્તાવેજરુપે પેલો નીમન્ત્રણપત્ર વાંચીએ:

ભરતવાક્ય

શામજીદાદાને તથા સુપુત્રો શ્રી રામજીભાઈ અને વલ્લભભાઈ ઈટાલીયાને, તેઓના પરીવાર સહીત સૌને ધન્યવાદ !!

પ્રા. રમણ પાઠક

ગુજરાતમીત્ર, દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની, (શનીવાર તા. 4 મે, 2૦11ની) લોકપ્રીય કટારરમણભ્રમણમાંથી સાભાર.. લેખક અને ગુજરાતમીત્રના સૌજન્યથી..

સંપર્ક: પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી 394 641 ફોન: (02622)- 222 176 સેલફોન: 99258 62606

અક્ષરાંકન:ગોવીન્દ મારુgovindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય:ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

‘આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. આ લેખની પીડીએફ ફાઈલ મોકલીશ.’

વળી, જીજ્ઞાસુઓ માટે અને આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

પોસ્ટ કર્યા તારીખ09–06–2011

 

()()()()()

 

    

18 Comments

  1. મૃત્યુ પછીના કાર્યક્રમો મારી માન્યતા પ્રમાણે પાછળ રહેલા સગાઓને અશ્વાસન આપવાના હેતુથી હોવા જોઈએ – દેખાદેખીથી કે પરંપરાથી આવી વિધિઓ ચાલતી આવે છે તેથી રુઢીને અનુસરીને કોઈએ આ પ્રકારના કર્મકાંડ ન કરવા જોઈએ.

    સગાં વહાલાઓ આવીને મૃતકના સગાને ઘણી વખત તો પરાણે આવી બધી વિધિઓમાં જોતરતા હોય છે.

    મારા દાદાજી ગુજરી ગયા ત્યારે અમારા ઘરમાં બાર સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ હતી. જ્ઞાતીના કોઈ વડીલે મારા દાદીમાને કહ્યું કે દહાડો કરો અને જ્ઞાતીને લાડવા ખવરાવો. મારા દાદીમાએ ઘસીને ના પાડતાં કહ્યું કે મારે હજુ મારા સંતાનોને ભણાવવા-ગણાવવાના છે આવી ક્રીયાઓ અને નીરર્થક ખર્ચા જો હું કરું તો તેમના ભણતર માટેની વ્યવસ્થા ક્યાંથી થાય? તેમણે તેવી કોઇ ક્રીયાઓ ન કરી તે ન કરી.

    Like

  2. શ્રી ઇટાલિયા બંધુઓના પિતાશ્રી હજી માત્ર ૯૦ના થયા છે અને આ સાથે મારી શુભેચ્છાઓ પાઠવું છું કે તેઓ હજી શતાયુ બને અને એમના પુત્રોને દર વર્ષે આવાં નિમંત્રણ પત્રો છાપવાનો અવસર આપતા રહે.
    મૃત્યુ તો જે હોય તે પણ ભોજન તો આખરે ભોજન છે. મૃત્યુ પહેલાં ભોજન મળી જતું હોય તો ‘બહુ દુઃખ થયું’ એમ બોલવાની ઔપચારિકતાની જરૂર ન રહે.
    @અતુલભાઈ, તમારાં પૂજનીય દાદીએ જે કર્યું તે વંદન અને ઉદાહરણને પાત્ર છે, પરંતુ એમણે ઍડવાન્સમાં કાર્ડ નહીં છપાવ્યા હોય એટલે એમને રેશનાલિસ્ટ તો ન ગણી શકાય!

    Like

    1. શ્રી દિપકભાઈ,
      મારા દાદાજી સરકારી શિક્ષક હતા – અને વખતો વખત જુદા જુદા શહેરમાં તેમની બદલી થતી. છેલ્લે તેઓ મહુવામાં હતા તે વખતે ત્યાં પ્લેગ ફાટી નીકળ્યો, બીજા સાથી શિક્ષકો ભાવનગર આવી ગયા પણ મારા દાદા પ્લેગના રોગીઓની સારવાર માટેના કેમ્પમાં જોડાઈને દર્દીઓની સારવારમાં લાગ્યા – તેમને પણ પ્લેગ લાગુ પડ્યો – અને અકાળે અવસાન પામ્યાં. એડવાન્સમાં કાર્ડની તો ક્યાં વાત છે? કોઈને કલ્પના પણ નહોતી કે તેઓ ટુંક સમયમાં આ ધરા ધામમાંથી ચાલ્યા જશે.

      અલબત્ત રેશનાલિસ્ટ તો અમે કદી ન હતા – હા તે વાત જુદી છે કે રેશનની દુકાને કેરોસીન અને ખાંડ લેવા માટે હું ઘણીએ વાર લાઈનમાં ઉભો છું.

      Like

      1. તમારા દાદાની વાત વાંચીને હું એમને પ્રનામ કરૂં છું. એમને જીવી જાણ્યું. તમારાં દાદી માટે પણ મારા મનમાં એ જ ભાવ છે. એમની ખુમારી સામે નતમસ્તક છું મને આ લેખના સંદર્ભમાં લાગ્યું કે તમારાં દાદી જેવાંને પણ રેશનલિસ્ટ ગણવાં જોઇએ, જેમનામાં વિદ્રોહની શક્તિ હતી. તમે વ્યંજના સમજી શક્શો એવી આશા હતી.
        રેશનની લાઈનમાં ઊભા રહેવાની તમારી જોક ગમી.

        Like

      2. શ્રી દિપકભાઈ
        અત્યારે ઉપર એક કોમેન્ટ મધુવનમાંથી શરત ચૂકથી થઈ ગયેલ છે. કવિતા તે બાબતે સખત વાંધો લેશે અને વિદ્રોહ નોંધાવશે (તે રેશનાલિસ્ટ નથી અને વૈભવલક્ષ્મીના વ્રતો પણ કરતી હોય છે) તેથી તે કોમેન્ટને ગોવિંદભાઇ એપ્રુવ કરે પછી આપ જ્યારે વાંચો ત્યારે તે કોમેન્ટને કવિતાની ન ગણતાં મારી ગણવા વિનંતી.

        Like

  3. આ પહેલાં મારાં બ્લોગ ઉપર “મૃત્યુ અને કર્મ કાંડ” ઉપર મારાં વિચારો વિસ્તૃત રીતે મૂકેલા છે તેમ છતાં તે લેખના અંત ભાગમાંથી થોડા અંશ અત્રે મૂકી રહ્યો છું. જે મિત્રોને આખો લેખ વાંચવામાં રસ હોય તેઓ મારાં બ્લોગ ઉપર વાંચી શકે છે.

    “મને કહેવાદો હું દ્ર્ધ અને મકક્મતાથી મૃતકની પાછળ આવી કોઈ વિધિ-વિધાન કરવાની જરૂરિયાત નથી તેમ માનુ છું અને મારાં માતુશ્રી 13 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા ત્યારે કે મારાં પત્ની 10 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા ત્યારે આવી કોઈ વિધિ અમે કરી નહિ હતી અને અમને આજ સુધીમાં કોઈ ખરાબ અનુભવો કે કોઈ પ્રકારનું નુકશાન થયું નથી. અરે આ બંને મૃતકોની પાછળ, કોઈ પવિત્ર પુસ્તક, જેવીકે ગીતાનું વાચન કરવાનું યોજેલ છે, કે કેમ તેવુ મને જ્યારે, અમારા સ્વજનો-સગાં-વહાલા વગેરે દ્વારા પૂછવામાં આવેલું, ત્યારે જવાબમાં મેં કહેલું, કે ગીતાજીનું વાચન રોજ સાંજે 5 થી 6 વાગ્યા સુધી કરવા વિચારેલ છે અને આ વાચન હું પોતે જાતે કરવાનો છું કોઈ મારાજ પધારવાના નથી માટે જો આપને શ્રવણ કરવામાં રસ હોય તો આ સમય દરમિયાન જરૂર પધારશો ! અને મારાં આશ્ચ્રર્ય વચ્ચે મારાં દ્વારા વંચાનારી ગીતાજી શ્રવણ કરવા કોઈ પધાર્યું નહિ હતું ! આ માટે ના કારણો સ્પષ્ટ હતા કે મારાજ વાચન કરતા હોય તો ધ્યાન અન્ય સાથે વાતો કરવામાં પરોવી શકાય જ્યારે હું વાચન કરતો હોઉં ત્યારે બીજી કોઈ વાતચીત થઈ ના શકે. અર્થાત ગીતા સાંભળવામાં જ સમ્રગ ધ્યાન પરોવવું પડે !

    આ ઉપરાંત ભગવાન કૃષ્ણએ પ્રબોધેલી ગીતામાં પણ મૃતકની પાછળ આવા કોઈ કર્મકાંડ/શ્રાધ્ધ વગેરે કરવાનો ઉલ્લેખ મળતો નથી !

    અંતમાં સ્વામી સચ્ચિદાનંદ કહે છે તે પ્રમાણે

    મૃત્યુ પછી કોઈ સ્વર્ગ કે નર્કમાં જતું નથી.ખરેખર તો સ્વર્ગને નર્ક માત્ર કલ્પના છે. મૃત્યુ વખતે જ ચેતનાનો વિલય થઈ જતો હોઈ કોઈ ભૂત-પ્રેત થતું નથી એટલે જીવની અવગતિ રોકવા માટે શ્રાધ્ધ કે પિંડદાન વગેરે ક્રિયા કરવાની કોઈ જરૂર નથી.—- હા પોતાના સ્વજનો પાછળ દરિદ્રોને, બાળકોને, વૃધ્ધોને અને લાચાર માણસોને જમાડવા, વસ્ત્રો કે અન્ય જીવન જરૂરિયાતની ચીજ્-વસ્તુઓ આપવી જોઈએ ! માનવતાવાદી અને સમાજલક્ષી કાર્યો કરીને મરણ પામેલા માણસો પ્રત્યે કૃતજ્ઞતા બતાવવી જોઈએ !! કોઈપણ પ્રકારના નડતરનો ભય રાખવો નહિ. જીવતાં-જીવ આશીર્વાદ આપનારા મા-બાપ મૃત્યુ પછી નડતા હશે ? પૂર્વજો નડે છે તેવી ભ્રમણાથી મુકત થવું માણસને પોતાનોં અજ્ઞાન જ વધુ નડે છે. કદાચ નડે તો તે જીવતા માણસો નડે મરેલા ન નડે. જો મરેલા નડતા હોત તો હત્યારાઓને હત્યા કરેલા માણસો ના નડે ?”

    Like

    1. આ ઉપરાંત હવે પછી આવનારા મારાં મૃત્યુ બાદ અમારા બાળકોને કોઈ પણ પ્રકારની વિધિ-વિધાન કરવાની સ્પષ્ટ ના કહી છે. ઉઠમણું કે બેસણું પણ નહિ અને કોઈ કર્મકાંડની વિધિ પણ નહિ. મેડીકલ કોલેજને દેહદાન કરી દેવાની સુચના સાથે તેને લગતું ફોર્મ પણ કોલેજમાં આપી દીધું છે. આ ઉપરાંત કોઈ સંજોગોમાં એવી માંદગી આવી પડે કે જેમાંથી ફરી ઉઠી શકવાની કોઈ સંભાવના ના જણાય તો અમારાં બાળકો અને સ્નેહી ડૉકટરને ઈચ્છા મૃત્યુ આપી દેવાની પણ સુચના આપી રાખી છે.
      અલબત્ત પુર્વાન્ત સ્નેહ મિલનનો વિચાર મને ગમ્યો છે આવો જ વિચાર મારાં મનમાં લાંબા સમય થયા ઘોળાય રહ્યો છે જો સમય અને સંજોગો અનુકૂળ થશે તો શકય છે કે આવું આયોજન અમારા બાળકો પણ કરે. તેમ છતાં મારાં સ્વજન અને સ્નેહી મિત્રોને મારા વિચારો વિષે મેં મારાં 70માં વર્ષમાં પ્રવેશ સમયે અર્થાત 27, ઓક્ટોબર, 2008 ના એક પત્ર લખી જાણ કરી છે.અસ્તુ !

      Like

  4. I agree with his views. All rituals we do , do not make any sense to me. I stopped doing rituals many years ago.

    We should help the family who has lost person. When my father pased awy four years ago in India, I went and stayed with my mother for three months to help her out and brought her with me to USA. She is happily staying with me.

    Thanks,

    Pradep H. Desai
    Indianapolis USA

    Like

  5. સરસ કાવ્ય અને લેખ છે. શ્રી ઈટાલીયા તથા પ્રા. રમણભાઈ પાઠકને અભિનંદન. શ્રી અરવિંદભાઈનો પ્રતિભાવ પણ પ્રશંસનીય છે.

    કર્મકાંડથી મૃત્યુ પામેલી વ્યક્તિના આત્માને શાંતિ કે સદગતિ થાય તેના પુરાવા કોઈને મળ્યા નથી અને મળશે પણ નહિ, પરંતુ કર્મકાંડ કરાવનાર વ્યક્તિને સંતોષ અને શાંતિનો અનુભવ થાય છે કે તેણે પોતાના માબાપ કે સગાં-સ્નેહીના આત્માની શાંતિ અને સદગતિ માટે પુરા પ્રયત્નો કર્યા છે. હવે જો કોઈ વ્યક્તિ પોતે સમાજને લાડવા ખવડાવવાની સ્થિતિમાં હોય અને તે ખવડાવે, પરંતુ સામાન્ય માણસે અનુકરણ કરી બરબાદ થવાની જરૂર નથી.

    ગાંધી જયંતિ કે સરદાર પટેલ જયંતિ કે બીજી કોઈપણ જયંતિ એક સદગતના આત્માને અંજલી આપવાનો પ્રકાર છે.

    આજ-કાલ બ્રાહ્મણો પણ કર્મકાંડની ક્રિયામાં શોર્ટ કટ મરાવે છે. કોઈનું મન નહિ માનતું હોયતો નહિ કરાવવું. મને લાગે છે કે પ્રજા જેમ જેમ વૈજ્ઞાનિક અભિગમ અપનાવાતી જશે તેમ તેમ આપમેળેજ આ બધી વિધિઓ લુપ્ત થતી જશે. લગ્ન વિધિઓમાં પણ એજ પ્રમાણે સમજવું. આ બાબતે કોઈ પ્રતિષ્ઠિત, પૈસાદાર વ્યક્તિ આવા કર્મકાંડો ના કરે અને તેના બદલે કોઈ જાહેર સંસ્થાને દાન કરે કે ન કરે, તો તેની પાછળ ચાલતી પ્રજા પણ તેના પગલાંને અનુસરશે.

    જો નામ રાશી જોવડાવ્યા પછી લગ્નવિધિ કરવાથી પણ છુટા છેડા થતા હોયતો આવી વિધિ કરવાનો કંઈ અર્થ રહેતો નથી. આ એક સામાજિક વ્યહવાર છે, જે મર્યાદા રાખીને કરવો જોઈએ, તેમાં દેવું કરીને બરબાદ થવાની જરૂર નથી. કોઈને પરવડતું ન હોયતો મંદિરમાં હાર-તોરા કરીને પણ વિધિ પૂરી કરી શકાય છે.

    ગાંધીજીએ યજ્ઞોનું રૂપાંતર શ્રમ યજ્ઞ, દંત યજ્ઞ, નેત્ર યજ્ઞ વિગેરેમાં કર્યું તે વધારે યોગ્ય લાગે છે.

    લગ્નવિધિ, સત્યનારાયણની કથા, તહેવારોની ઉજવણી વિગેરે પ્રજાને આનંદ વ્યક્ત કરવાના પ્રસંગો છે. આ સદંતર બંધ કરી દેવામાં આવેતો પ્રજાનું જીવન શુષ્ક, નિરાશા જનક અને ભારરૂપ થઇ જશે ક્યાંતો અવળે રસ્તે ભટકાઈ જશે. મારું છેડાપર બેસવાનું વલણ નથી, હું મધ્યમાં રહેવાનો પ્રયત્ન કરું છું. અસ્તુ.

    Like

  6. Dear govindbhai maru and Vallabhbhai Italia:

    You are very Right in pointing out at the Social and Religious Formalities which does Not make any sense. Traditions Die Hard. Many Kriyas are more or less getting to-gether for Superficially Showing Support and Sympathy. Real Help is Not at all coming forth at the time of Need.

    I have seen many Friends coming to me for having Guidance in Personal matters as they Trust me. Even Relations ignore them in times of Need and on the Top of it spread the word in society about it. this is a Double whammy. Our Social and Community Organizations are Only for Socialization, Not for any Help or Guidance in Personal Matters.

    After the Death of One Spouse, the Real Difficulty starts for the surviving Spouse. Many couples do not take care of many Common Sense Formalities in Timely manners when Both the Partners are Living. There are many necessary Record- Keeping Needs such that one has Not to Run Arround Afterwards. Here are Some Examples:

    -Bill Payment Files: for each regular Monthly Expenses/Needs like Gas, Electricity, Telephones, Mortgage Payments, Insurance (Life, Auto, Home, Health, etc.).
    – List and phone Numbers of Doctors, Hospitals, etc.
    -Phone Numbers and Addresses with Directions, of good Friends and Relatives.
    -Tax Files in order, for each Year.
    -Revocable Living Trust Papers with the Address of The Law Firm.
    -Investment files for Bank Accounts, Stocks, Brokers, Retirement Funds, Social Security, Medicare, Pension, IRA, 401-k, etc.

    Once created and kept in a Cabinet with 4 Drawers, duly marked, they have to be kept upto-date with every-day Mail one receives, etc.

    This is called “Organization and Methods” . Both the Life Partners and Adult Children should Know Things as A Family. Many People keep many small small Bank Accounts, small small investments, etc. and confuse themselves when they Need any Important Information.

    Self- Improvements are an essential Part of every Member in The Family. Simplifying the life by consolidating brings good-Night Sound Sleep. Wasteful Socialization and Late-Night Week-End Parties add to the Dis-Organization.
    This is Called Good House-Keeping.

    If one does All these, Peace and Prosperity will be sustained. I Hope some of these hints may be Helpful for care Free Living, Particularly during Aging Period for Seniors. With regards.

    Sincerely,
    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706,
    U.S.A.

    Like

  7. પ્રિય ગોવિંદભાઈ તથા ઈટાલિયા પરિવાર;
    પ્રેમ.
    મરણોત્તર ક્રિયાઓ જુદી જુદી જાતિઓ, જ્ઞાતિઓ અને પ્રાંત મુજબ બદલાતી હોય છે. મરણૉત્તર ક્રિયાકાંડો લગભગ તો કહેવાતા ધર્મના ઠેકેદારોએ લોકોના ભય અને લાગણીને એક્ષ્પ્લોઈટ કરી તેને ધંધો બનાવેલો છે. વળી આ બધા રીતરિવાજોને ઉખાડી ફેંકવાની હિંમત દાદ માંગી લે છે.આવા રિવાજો માથી મુક્તિનો સંદેશ સરાહનીય છે અને ઈટાલિયા પરિવારને આવા રિવાજો દફનાવાની હિંમત કરવા માટે ધન્યવાદ.
    જોકે કાળક્રમે આવા રીતરિવાજો ઓછા થવા લાગ્યા છે. આના કારણૉમા શિક્ષણનો પ્રભાવ,હાલની બદલાયેલી સામાજીક અને કૌટુંબિક વ્યવસ્થા, સમયનો અભાવ,વધતો જતો વૈજ્ઞાનિક અભિગમ,બુધ્ધીનો વિકાસ, કહેવાતા ધર્મો પ્રતિ વધતો જતો રોષ વગેરે કહી શકાય.
    આજે જે વાત તમે છાતી ઠોકીને કહી શકો છો અને સાંભળનાર સો માંથી પચાસ જણ નો તમને પોઝિટિવ પ્રતિભાવ મળે છે તે આજથી ૫૦-૬૦ વર્ષ પહેલા સંભવ ન હતું.૫૦-૬૦ વર્ષ પહેલાં આવી વાત કરનારને નાત બહાર મુકી દેવામા આવતા અને તેમના દિકરા દીકરીઓને પરણાવવા પણ મુશ્કેલ થઈ જતા.
    આવા જ કારણોસર મારા દાદાને આજથી સવાસો વર્ષ પહેલા મધ્યપ્રદેશના કાન્યકુબ્જ બ્રાહ્મણોએ નાત બહાર કાઢેલાં અને મારા દાદા મધ્યપ્રદેશ છોડીને ગુજરાતમા આવીને વસ્યા હતા.અટક પણ શુક્લા માંથી શાહ કરી નાંખેલ.
    ખેર! જમાનો હવે ઘણો બદલાયો છે અને કેટલીયે વાતો જે પહેલાં સ્વિકાર્ય ન હતી તે આજે સ્વિકાર્ય છે.પરિવર્તન જગતનો નિયમ છે.દરેક સ્તરે પરિવર્તનો આવી રહ્યા છે.
    આજે ગાયનેક ડોક્ટર બાપ સાથે દિકરી તેના પોતાના ગાયનેક પ્રોબ્લેમ અંગે ચર્ચા કરતાં ક્ષોભ અનુભવે છે અને મા ને પુછે છે કે તેની કોઈ અનક્વોલીફાઈડ સખીને પુછે છે, એ કદાચ આવતા સમયમા બદલાઈ જાય અને દીકરી સીધી ક્વોલિફાઈડ બાપની સાથે ચર્ચા કરે તો નવાઈ નથી રહેવાની. માનવ બુધ્ધીના વિકાસ સાથે આવા પરિવર્તનો સ્વાભાવિક રીતે થવાના.સમય સાથે આપણી પોતાની બુધ્ધીનો વિકાસ ન થયો હોય તો આવી બધી બાબતો ખુંચે પણ ખરી.
    મારા ગુરુ કહેતાં કે,” માણસનો બુધ્ધીનો આંક(IQ) તો વધતો જાય છે પણ સમસ્યા એ છે કે માણસનો માણસાઈનો (EQ)આંક ઘટતો જાય છે.”
    શેષ શુભ.
    પ્રભુશ્રિના આશિષ.
    શરદ.
    IQ= Intelligence Quotient
    EQ= Emotion Quotient

    Like

  8. Dear Marubhai

    Really very very good your article.I am apriciate to you

    Thanks

    From Kanti (Doha Qatar)

    Like

  9. વાંચક મિત્રો,
    મરણોત્તર ક્રિયાકાંડ ના મૂળ માં એક તો વિરક્તિ નો ભાવ..” કે જે ગત વ્યક્તિ છે તેની બચેલી મૂડી – માં થી મારે કંઇ જોયતું નથી.. તેમાંથી કંઇ સાદ-કાર્ય થવા દઈએ”
    અને બીજું અન્ન -દાન, જે મોટો યજ્ઞ છે…તેની પ્રેરણા.. પેલા વિરક્તિ ભાવે કરવા નો હેતુ છે.
    અવસરે બધા ભેગા મળે.. તે માં સુખ-દુખ ના પ્રસંગે સૌજન્યતા પ્રગટ કરવા નો ભાવ આવનાર ના હ્રદયે અને તેમનો આદર/માન કરવાનું તે યજમાન નો ઉમળકો હોય છે.. જે વહેવાર-વર્તન થી પ્રકટ થાય છે.
    આવા અવસર ની ગરિમા જળવાય તે પ્રત્યે જાગૃતતા હોવી જોઈએ …
    ઉમળકા ના અમી તો આંખ માં હોય.. વહેવાર માં ના હોય..માટે દરેક ને દરેક અવસરે માનવીય હુંફ મળી રહે … એકલતા ના સાલે.. બોજો ના પડે.. તેવા પ્રતિભાવ સમજણ પૂર્વક આપવા.. લગ્ન કે મરણ.. બંને પ્રસંગે… યજમાન વ્યાકુળતા અનુભવતો હોય છે..તેનો મુંઝારો કેમ હળવો થાય..તેની કઈ મૂંઝવણ ઉકેલવામાં મદદરૂપ થઇ શકાય તેને માટે પૂછ પરછ કરી મહેમાને કર્તવ્ય નિભાવવું અને બાકી ની બાબતો ને ગૌણ લેખવી..
    આમ કર્યે આપણે આપણું સામાજિક દાઈત્વ નિભાવ્યાનો સંતોષ સાંપડશે… આજ સમાજ …. બાકી તો બધાય એકલા જન્મ્યા છે અને એકલા સદગતી પામવાના છે..
    અસ્તુ.
    શૈલેષ મેહતા
    mehtasp25@gmail.com

    Like

  10. આપ શ્રી સરસ લખો છો,
    આપના લેખમા ક્યાંક કયાંક શ્રી મોરારી બાપુ તો ક્યાંક વળી આચાર્ય રજનીશની અસર જણાય છે.આપના વિચારો તેમના જેવા જ નવીન અને ક્રાંતીકારી લાગે છે. આપના લેખ વાંચવાનો આનંદ આવ્યો.
    વડીલો સાથે યુવાનોને આવી અનેક બાબતે ઘર્ષણ થતુ રહે છે. વડીલો આ પ્રકારના વિચારોને સ્વચ્છંદી કરાર આપે છે. કારણકે તેમને સમજાવવા માટેના પ્રયત્નોમા એક મર્યાદા આવી જાય છે. અને આ જ કારણસર આ પ્રકારના સુધારા શક્ય બનતા અટકે છે.

    http://ajvaduu.wordpress.com/

    Like

Leave a comment