પ્રાચીન વીચારધારાઓની મર્યાદા

પ્રાચીન વીચારધારાઓની મર્યાદા

16મી જુન, 2011ની પોસ્ટમાં વર્તમાનની રાજકીય તેમ જ આર્થીક વીચારધારાઓની સફળતા–નીષ્ફળતા તેમ જ એની પાછળનાં કારણોની સમીક્ષા કરી હતી. આ લેખમાં નૈતીક તેમ જ ધાર્મીક એવી પ્રાચીન વીચારધારાઓની છણાવટ કરી છે.

આશરે અઢી હજાર વર્ષ પહેલાં દુનીયાની બધી જ સંસ્કૃતીઓમાં જ્ઞાન અને સમજનો જોરદાર વીકાસ થઈ રહ્યો હતો. વર્તમાનની જેમ ત્યારે પણ દરેક ક્ષેત્ર પ્રગતીને પન્થે હતું ત્યારે શુન્યમાંથી સર્જન કરવા જેવું હતું. પરીણામે ત્યારનું જ્ઞાન (Abstract) સૈદ્ધાન્તીક હતું. અનુભવની એરણ પર કસાયેલું નહોતું. અત્યારે મજબુત પાયા પર ચણતર થઈ રહ્યું છે.

આમાંનું એક ક્ષેત્ર હતું તત્ત્વજ્ઞાનનું. ત્યારે નીતીશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વીજ્ઞાન વગેરે બધું તત્ત્વજ્ઞાન ગણાતું. તત્કાલીન ઘણા મહાપુરુષોએ આ વીષયમાં યોગદાન આપ્યું છે. એમના વીચારોએ  માનવજાતને વધુ પ્રભાવીત કરી છે. ઈતીહાસે જેમની વીશેષ નોંધ લીધી છે તેમાનાં થોડાંક નામ છે : ગ્રીસના સોક્રેટીસ અને પ્લેટો; ચીનના કન્ફુશીયસ અને લાઓત્સે; તેમ જ ભારતના બુદ્ધ અને મહાવીર. આ બધા લગભગ સમકાલીન હતા. આ માત્ર યોગાનુયોગ નહીં; પણ તેમાં રસપ્રદ શક્યતાઓ રહેલી છે.

ભારતીય સંસ્કૃતીમાં ડઝનના હીસાબે જે અન્ય નામો ઉલ્લેખાયાં છે તે વીભુતીઓ ઐતીહાસીક નહીં; પણ પૌરાણીક સમયની ગણાય છે. કારણ કે એમના જીવનકાળનો સમય ચોક્ક્સ અને સર્વમાન્ય  નથી. એક વર્ગ એમને માત્ર મહાકાવ્યોનાં કાલ્પનીક પાત્રો માને છે. આપણે એ વીષયના ઉંડાણમાં નથી ઉતરવાનું.

મોટા સમુદાયમાં સ્થાયી થઈ ચુકેલા માણસને શાન્તી અને સહકારથી રહેવા માટે રાજ્યવ્યવસ્થા ઉપરાન્ત નૈતીક મુલ્યોની પણ જરુર હતી. સમકાલીન છતાં ત્રણ દુરના પ્રદેશના આ મહાપુરુષોએ માનવજાતને તે આપ્યું. ચીનના લાઓત્સેના તત્ત્વજ્ઞાને પરલોક અને પલાયનવાદ ઉપર ભાર મુક્યો. જ્યારે બાકીના બધાએ નીતીશાસ્ત્ર પર ભાર મુકી એને વ્યવસ્થીત રુપ આપ્યું. માણસની જન્મજાત પ્રકૃતી પર વીજય મેળવવાની આ કોશીશ હતી.

બધા જ ધર્મોની જનેતા એવી નૈતીક વીચારધારા આદર્શવાદી હતી. આદર્શ એક ધ્યેય છે; વાસ્તવીકતા નથી. કોઈ પણ આદર્શવાદી વીચારધારાઓ ખાસ સફળ નથી થઈ શકી. જ્યારે સ્વાર્થ, ભય, લોભ, પરાવલમ્બન વગેરે માણસની જન્મજાત વૃત્તીઓ સાથે જોડાયેલી વીચારધારાઓને મોટે ભાગે સફળતા મળતી રહી છે. આ એક કમનસીબી તેમ જ આપણા સાંસ્કૃતીક વીકાસની મર્યાદા સુચવે છે. સંસ્કૃતી કેળવવી પડે છે; પ્રકૃતી અનાયાસ છે.

નીતીશાસ્ત્ર અનુસાર જે સારું છે, સાચું છે, બધાને લાભકર્તા છે તે કરવું જોઈએ. સહકારી અને શાન્તીપ્રીય સમાજ માટે તે જરુરી છે. એના વગર સંસ્કૃતી અને પ્રગતી શક્ય નથી. એના બીજા છેડે માણસની મુળભુત પ્રકૃતી અનુસાર જેમાં એને લાભ થતો હોય એટલું જ કરવાનું અને લાભ ન થતો હોય તો તકલીફ ન ઉઠાવવાની વૃત્તી હોય છે. આવી વૃત્તીઓ માનવીમાં ખુબ દૃઢ રીતે વણાયેલી હોવાથી શુદ્ધ નીતીશાસ્ત્રને જરુરી આવકાર મળ્યો નહીં.

બધા ધર્મોની રચના અને પ્રસાર આ આદર્શ અને વાસ્તવીકતાના સમન્વયથી થઈ છે. માણસ પાસે સારું અને સાચું કરાવવા માટે એની પ્રકૃતીને અનુકુળ અંગત લાભનું પ્રલોભન અપાયું અને એની સાથે દંડની ભીતી પણ ઉમેરી દેવાઈ. એને વીશેષ આકર્ષક બનાવવા એમાં ચમત્કાર અને ક્રીયાકાંડના મસાલા ઉમેરવામાં આવ્યા. જે કર્મનું પરીણામ તાત્કાલીક શક્ય નહોતું તેને પુનર્જન્મ, સ્વર્ગ, નરક વગેરેના કન્સેપ્ટ લાવી બધું જ શક્ય બનાવી દીધું. પુનર્જન્મ એક એવો ખ્યાલ છે જેનાથી બધા જ પ્રશ્નોના ઉત્તર એક સામટા આપી શકાય છે. એનાથી માણસની અમરત્વની ઈચ્છા પણ અમુક અંશે સંતોષાય છે. પુનર્જન્મના ખ્યાલને માનવ મગજની બીજી શ્રેષ્ઠ ઉપજ ગણાવી શકાય.

સમય પ્રમાણે ધર્મમાં નીતી સાથે સતત બાંધછોડ થતી રહી છે. જૈન ધર્મના મુખ્ય આદેશો સત્ય, અસ્તેય, અપરીગ્રહ વગેરે વાતો કરવા પુરતા રહી ગયા છે. ઉંચા આદર્શો ઘડી એની વાતો કરવાથી નીતીવાન નથી બનાતું; એનું પાલન કરવાથી બનાય છે. બીજા બધા ધર્મોમાં પણ એ જ હાલત છે. કોઈ અપવાદ નથી.

લાઓત્સેના અનુયાયીઓ વીજય મનાવી રહ્યા છે. ધર્મમાં જ્યાં સુધી નીતી ગૌણ અને ક્રીયાકાંડ/પલાયાનવાદ મુખ્ય રહેશે ત્યાં સુધી એમનો વીજયોલ્લાસ ચાલુ રહેશે.

દરેક ક્ષેત્રના જે પણ ઐતીહાસીક સ્ત્રી–પુરુષોએ માનવ સમાજને કંઈક આપીને સમૃદ્ધ કર્યા છે એ બધા શરુઆતમાં સામાન્ય વ્યક્તી હતા. એમણે પોતાની મહેનત, કુશળતા અને કાર્યોથી નામના મેળવી છે. આ બધાનાં જન્મ ને મરણ સામાન્ય માણસ જેવાં જ કુદરતી હતાં; અલૌકીક નહોતાં.

રાજાઓ, સેનાપતીઓ, વૈજ્ઞાનીકો, તત્ત્વજ્ઞાનીઓ, સાહસીકો, સર્જકો, કલાકારો વગેરે જેવી કોઈપણ સફળ વ્યક્તીને કોઈ રીતે અલૌકીક બતાવવામાં નથી આવ્યા. ઐતીહાસીક વ્યક્તીઓમાં એકમાત્ર અપવાદ ધાર્મીક ક્ષેત્રે જોવા મળે છે. ઘણી ધાર્મીક વ્યક્તીઓનાં જન્મ, જીવન કે મૃત્યુને અલૌકીક અને ચમત્કારીક બતાવવામાં આવે છે. (આજના સમયમાં પણ મધર ટેરેસાને સન્તપણાનો ખીતાબ આપવા માટે એમણે ચમત્કાર કર્યા હોવાની સાબીતી જોઈએ છે. આપણે તો એવા ખીતાબ વગર માગ્યે છુટા હાથે આપતા આવ્યા છીએ !)

ઐતીહાસીક વ્યક્તીઓની સરખામણીએ બધી જ પૌરાણીક પ્રતીભાશાળી વ્યક્તીઓને જન્મથી મરણ સુધી અલૌકીક બતાવવામાં આવી છે. થોડાપણ તર્કબદ્ધ કે વીવેકબુદ્ધીવાદી હોય એવા લોકોને આમાં અવશ્ય અજુગતું લાગશે; કારણ કે તે કુદરતી નીયમોની વીરુદ્ધ છે.

આગળ વર્ણવાયેલ ઐતીહાસીક તત્ત્વજ્ઞાનીઓ પૈકી વીદેશીઓ આજે પણ તત્ત્વજ્ઞાનીઓ તરીકે જ ઓળખાય છે. જ્યારે ભારતના બુદ્ધ અને મહાવીર તત્ત્વજ્ઞાની મટીને ભગવાન તરીકે પુજાય છે. મહાવીરની વીચારધારા, તેમનાં કાર્યો અને ઉપદેશ એમને મહાન અને વન્દનીય બનાવવા માટે પુરતાં છે. એમનાં જન્મ, જીવન અને મૃત્યુને અલૌકીક અને ચમત્કારીક બનાવીને એમને પૌરાણીક પાત્ર જેવા કેમ બનાવાયા હશે ? આમાં એમનું સાચે જ સન્માન થાય છે ? જો એમને લૌકીક જ રાખ્યા હોત તો એમનું મહત્ત્વ ઓછું થાત ?

બુદ્ધ અને મહાવીરને સારી રીતે જાણવા, સમજવા હોય તો પહેલાં આપણા સમકાલીન ગાંધીજીને પુરતા જાણવા સમજવા જરુરી છે. એના માટે અલગ લેખ જોઈએ.

પૌરાણીક હોય કે ઐતીહાસીક, માનવ સમાજને કંઈક આપી જનાર મહાનુભાવોએ પોતે સ્વર્ગમાં જવાની કે મોક્ષ પામવાની વાતો નથી કરી; કારણ કે તે એમનું ધ્યેય નહોતું. મહાપુરુષોને ‘મહાન ગણાવાનો’ અભરખો એમના આધારે ઓળખાવા માંગનારા એમના અનુયાયીઓને હોય છે. મહાપુરુષોના અનુયાયી કહેવામાં તેઓ ગૌરવ અનુભવે છે જે ખુદને મહત્ત્વના બનાવવાનો જગપ્રસીદ્ધ કીમીયો છે.

આધ્યાત્મીકતા અને પલાયનવાદ વચ્ચે પાતળી ભેદરેખા છે. પોતાને આધ્યાત્મીક માનતા અને એ માટે સતત પ્રવૃત્તીશીલ રહેતા રહેતા લોકોનું અન્તીમ ધ્યેય માનવજાતના કલ્યાણ માટે નહીં; પણ પોતા માટે સ્વર્ગ કે મોક્ષનું હોય છે. અન્તે આ પણ એક જાતનો સ્વાર્થ છે. પરમાર્થ નથી.

નીતીશાસ્ત્રને સમજવા અને સ્વીકારવા વીવેકબુદ્ધી જરુરી છે. ધર્મને સ્વીકારવા તો શ્રદ્ધા પુરતી છે. ધર્મના રખેવાળો બુદ્ધીને હમ્મેશાં ઉતરતી બતાવે છે અને શ્રદ્ધાને શરણે જવાનું કહે છે. આખરે શ્રદ્ધા છે શું ?

આત્મશ્રદ્ધા એ જાત પરનો વીશ્વાસ છે. તે સીવાય બીજી બધી પ્રકારની શ્રદ્ધાઓ અન્ય કોઈની બુદ્ધી અને કાબેલીયત પર રાખેલો વીશ્વાસ છે. (જેવા કે ડૉક્ટર, ધર્મગુરુ, વાહનનો ડ્રાયવર વગેરે) એમાં આપણી મર્યાદા કે મજબુરીનો નમ્ર સ્વીકાર છે. એક રીતે જોઈએ તો આપણે સ્વીકારેલું ઈશ્વરનું સ્વરુપ પણ જેમની પાસેથી એ વીશેની સમજ આવી છે એમની બુદ્ધી પરની શ્રદ્ધા છે. આપણો જાત અનુભવ નથી. દરેક નાની એવી વાતમાં અન્ય કોઈની બુદ્ધી પર સમ્પુર્ણ વીશ્વાસ રાખવો એ શ્રદ્ધા મટી અન્ધશ્રદ્ધા બની જાય છે. એનાથી આપણી નમ્રતા લઘુગ્રંથીમાં પરીણમે છે. સમ્પુર્ણ આજ્ઞાંકીતપણું એ લશ્કર જેવા તન્ત્ર માટે ભલે જરુરી હોય; સ્વતન્ત્ર વ્યક્તી માટે તે ગુલામીનું પ્રતીક છે. કુદરતે આપેલી બુદ્ધી વીવેકપુર્ણ રીતે વાપરવા માટે છે; સાચવી રાખવા માટે નથી.

સદીઓના પરદેશી શાસને આપણું ગુલામી માનસ ઘડ્યું છે કે પછી આપણા એવા માનસને લીધે તેઓ શાસક બની શક્યા છે કે પછી વધુ પડતી ધાર્મીકતા અને પલાયનવાદ આગળની બન્ને બાબતો માટે જવાબદાર છે ? આ એક વીચાર માંગી લેતો વીષય છે.

શ્રદ્ધા ઉપરાન્ત ધર્મમાં ચમત્કારનું પણ વીશેષ મહત્ત્વ રહ્યું છે. સામાન્ય માણસ સમજી ન શકે એવા બનાવ ચમત્કાર ગણાય છે. કુદરતના રૌદ્ર સ્વરુપને ઈશ્વરનો કોપ બતાવી ચાલાક લોકો હમ્મેશાં ફાયદો ઉઠાવતા આવ્યા છે. ગ્રહણના સમયની ગણતરી કરી શકનાર ખગોળશાસ્ત્રી પોતે ગ્રહણ કરાવી કે રોકી શકે છે એવી માન્યતા ફેલાવી રાજા અને પ્રજાને છેતરતા હતા. આવા તો ઘણા દાખલા આપી શકાય છે. એક જમાનામાં હાથચાલાકી પણ ચમત્કાર કહેવાતી અને જાદુગર ચમત્કારી ગણાતા. કારણ અને પરીણામ સમજ્યા પછી કોઈ બનાવ ચમત્કાર નથી રહેતો. જ્યાં સુધી એ સમજાતું નથી ત્યાં સુધી અન્ધશ્રદ્ધા અને ચમત્કાર પાંગરતા રહે છે. આજે એ પ્રકારના ચમત્કાર ઓછા થાય છે, જે વીજ્ઞાનને આભારી છે; કળીયુગને નહીં. હવેના ચમત્કાર નવા સ્વરુપે દેખાય છે. આજે ધન્ધાની સફળતાનો યશ ધર્મગુરુની કૃપાદૃષ્ટીને અપાય છે અને ધર્મગુરુ ચમત્કારી ગણાય છે.

રાજાશાહી એ સરમુખત્યારીનું જ એક રુપ છે. એમાં કાયદાનું ઘડતર, પાલન અને અર્થઘટન મનસ્વી હોય છે. આદીકાળથી ચાલી આવતી બધા પ્રકારની સરમુખત્યારીનો રાજકીય ક્ષેત્રે આખરે અન્ત આવી રહ્યો છે. લોકશાહીની વીશીષ્ટતા એ છે કે એમાં કાયદા બનાવવાની, એનો અમલ કરવાની તેમ જ કાયદાભંગની સજા કરવાની સત્તા ત્રણ સ્વતંત્ર સંસ્થાઓ પાસે હોય છે. વીશેષમાં દરેક નાગરીકને પોતાના બચાવનો અધીકાર પણ મળે છે. પરીણામે લોકશાહીમાં માનવીએ ઝડપી વીકાસ સાધ્યો છે.

ધાર્મીક સંસ્થાઓ હમ્મેશાં રાજ્યવ્યવસ્થાની સમાન્તર સંસ્થાઓ રહી છે. એ પણ સરમુખત્યારી જ હોય છે. ત્યાં નીતીના સીદ્ધાન્તોના અને આદર્શોના મનફાવતા અર્થઘટન થતા આવ્યા છે.  ધર્મમાં નીતીનું પ્રમાણ વધારવાનો એક ઉપાય, અહીં પણ સત્તાનું વીકેન્દ્રીકરણ કરવાનો છે. એની ચર્ચા કરવી અતી સંવેદનશીલ હોવા છતાં એનું અમલીકરણ એટલું અઘરું નથી. એનો પણ ક્યારેક વારો આવશે.

વીવેકબુદ્ધી (Rationale) જ્યારે પ્રચલીત માન્યતાને એના સમ્પુર્ણ સ્વરુપે સ્વીકારવાની ના પાડે છે; ત્યારે માન્યતાની બીજી બાજુ રજુ કરવાની જરુર પડે છે. આ પ્રકારના લેખ એવા પ્રકારના વાચકોને ધ્યાનમાં રાખીને લખાય છે જેમને પ્રચલીત ધાર્મીક અને સામાજીક માન્યતાઓ પ્રત્યે આશંકા છે; પણ એમની પાસે એનો વીકલ્પ નથી. આવા નાના વર્ગની અવઢવનું થોડું પણ સમાધાન થતું હોય તો આંગળી ચીંધ્યાનો આ પ્રયાસ સફળ થયો ગણાશે.

મુરજી ગડા

લેખકસંપર્ક:

શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા– 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 email: mggada@gmail.com

 

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્રમંગલ મન્દીરમાસીકના ૨૦૦૯ના નવેમ્બર માસના અંકમાં સામે પ્રવાહે તરવું છે ?’ વીભાગ અન્તર્ગત પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર

 

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારોમાણવા જોતા રહો મારો બ્લોગ : https://govindmaru.wordpress.com/

 

વળી, જીજ્ઞાસુઓ માટે અને આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાંવીસ પીડીએફ છે..જે વાચકોને સન્દર્ભસંગ્રહ સારુ તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

 

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 07–07–2011


10 Comments

 1. શ્રી મુરજીભાઈએ સારૂં વિશ્લેષણ કર્યું છે. મને લાગે છે કે માત્ર જ્ઞાનનો નહીં સ્વયં ઈશ્વરની સર્વવ્યાપકતાની કલ્પનાનો પણ આ અઢી-ત્રણ હજાર વર્ષ દરમિયાન થયો છે. રાજ્યની સર્વવ્યાપકતા, એક વ્યક્તિની સત્તામાં અમર્યાદ વધારો વગેરે પણ એનાં કારણૉ હોઈ શકે. શ્રી મૂરજીભાઈ કહે છે તે અઢી હજાર વર્ષના ગાળામાં રાજ્યસત્તા અને આર્થિક કેન્દ્રીકરણનો પણ સારોએવો વિકાસ થયો અને એનો પ્રભાવ પણ જ્ઞાનની ખોજ પર પડ્યો.
  શ્રી મુરજીભાઈ માંડ પાછા ચર્ચામાં આવે છે, પણ આવવાનું રાખે તો સારૂં.

  Like

 2. ‘ગ્રીસના સોક્રેટીસ અને પ્લેટો; ચીનના કન્ફુશીયસ અને લાઓત્સે; તેમ જ ભારતના બુદ્ધ અને મહાવીર. આ બધા લગભગ સમકાલીન હતા. આ માત્ર યોગાનુયોગ નહીં; પણ તેમાં રસપ્રદ શક્યતાઓ રહેલી છે….’
  મુરજી ગડાને કહો કે આ રસપ્રદ શક્યતાને તપાસે.આવો કંપેરીટીવ અભ્યાસ કદાચ પહેલો જ હશે.રાહ જોઇશ….

  Like

 3. It is a very good article to read & for thoughts also.

  Thanks to author.

  Pradeep H. Desai
  USA

  Like

 4. મુ. શ્રી મુરજી ભાઈ ગડા તથા વાંચક મિત્રો,

  મૂળ દર્શન /અનુભવ એ શીખવે છે.. કે
  આપણે ખાલી હાથ આવ્યા છીએ અને ખાલી હાથ આ ધારા પરથી વિદાય લેવાના છીએ..
  દરેક જીવ ના ઢાંચા અલગ અલગ હોય પણ દરેક ની અંદર ની ચેતના એક – જ છે
  અને જો ખાલી હાથે જવાનું હોય તો સ્વાર્થ યુક્ત આચરણ નું કંઈ કારણ જડતું નથી..
  દરેક ની જરૂરીઆત જળવાય તે રીતેનો વહેવાર યોગ્ય પ્રતિભાવ સાબિત થાય છે.
  તેને જ નૈતિક તા તરીકે જાણીએ છીએ..
  ઈતિહાસ ના અનેક દાખલા સમૃદ્ધ જીવન અને શાંત જીવન-અંત (મોક્ષ) પ્રદર્શિત કરે છે. જેવાકે રાજા પરીક્ષિત થી લઈને અર્વાચીન નરસિંહ મહેતા, સંત તુકારામ મીરાબાઈ.. ઇ.
  તેથી વિરુદ્ધ ના કરુણ જીવન -અંત ના દાખલા ઓ પણ આપણી આજુ-બાજુ દ્રષ્ટિ ગોચર થાય છે.
  કુદરત ની કલ્પ-વૃક્ષ સમી વ્યવસ્થા જાણ્યા પછી પરમાર્થે જીવન જીવી જવા ની પ્રેરણા મળે છે
  જેમાં અંધ-શ્રદ્ધા ને સ્થાન નથીજ
  મહામુલો માનવ અવતાર એળે નાજાય અને મોક્ષ પ્રત્યે લક્ષ-શુદ્ધિ જળવાય તેજ જ્ઞાન અને ધ્યેય.
  આટલું જાણ્યા પછી બીજા બધા રાત્રી-દિવસ જેવા વિરોધાભાસી દ્વંદ્વો શાંત થઇ જાય છે.. અને અને જીવન સાર્થક બને છે.

  અસ્તુ,
  શૈલેષ મહેતા.

  Like

 5. Dear Murjibhai Gada, Rationalists and Other Friends:

  Murjibhai Gada has once again raised the Issue, Rightly and brought out -How the Great HUMAN BEINGS in History like MAHAVIR and BUDDHA have been Converted/Made into GODS by their Followers for their selfish Interests. The Importance of Self Confidence against Blind Faith in Others has Led to this Escapism to Imaginary Hell, Heaven, Moksha, etc. FEAR has played a Role in lives of Common, Simple and Believing People. This has Happenned all over the World in case of Other Religions as well, e.g. Christianity, Judaism, Islam, Sikhism, etc. May be Gandhi also will be made into A GOD as time Goes by from Photos, Statues and then Idols in Temples.

  This is a HUMAN Tragedy as the Use of Mind and Brain was Not done properly, i.e. EDUCATION. Beliefs, Ritualism and Miracles have been Used in Made-Up Stories. If one looks back, in case of Jains who Believe in 24 Tirthankars, that as you go back in times, there are hardly a few Stories about Prior Tirthankars. The so-called Scholars and Acharyas have written Long Philosophies/Shastras/Scriptures in the Name of Tirthankars. What Mahavir did was that He Practiced NON-VIOLENCE in his Life and that was his Message to People. He did Not Preach at All. These Followers, Gurus and Pundits are like Fifth Avenue Advertising Agencies/Wizards, who may have brought in the Concept of GOD, to Make Money in their Name. This is a Process, like in a Factory from Raw Materials to Finished Goods, i.e. from Great Human Beings To GODS and Their Idols in Temples. What a BIG Industry going on Since Centuries, over 2500 years. All these Acharyas, Gurus, Pundits, Sadhus, Sadhvis and Leaders (to Mis-Lead) are the Directors and Officers in the heirarchy of Religious Corporations, Making Big Salaries and Benefits. What Products are they Selling? LIES and BIG LIES. RELIGIONS are the Biggest Business Going On Around the World, of course the Largest in India and among Indians, Hindus, Jains and Others.

  Now, Let some of us think about the Ways to Take the World out of this Morass. The Right EDUCATION is the sure Way, but it takes a long Time/Route. According to me, Each One of Us can do One Sure thing. Do Not Pay A Penny to Any Religion or Participate in any of their Rituals, Ceremonies, Temple/Church/Mosque Buildings, etc. Each one of us have a Circle of Friends among which this Idea could be Spread. In Writings, Media, Talks/Lectures also we can do a Lot. One Person at a Time, Gandhi Woke Indian Masses Up from their Deep Slumber. This is doable, therefore according to me, in our Humble way. It will eventually Pick up the Momentum, as Britishers were sent Home on August 15, 1947. Russia Tried this, but by force. We saw Churches while in Russia, converted into Libraries, Museums, Schools, etc. But unfortunately, the Experiment was Mis-fired and Churches are back in Business.

  Rationalists have to do it Methodically, by Persuasion. And again, we have to Provide some Positive and Constructive Alternatives of Social/Community Service among Needy People and Animals. VEGANISM is one thing we are Practicing and Promoting. We Do Not Use Any Animal Products including Dairy, Honey, Leather, Fur, etc. What this does is that We Improve our Health by using Healthy Alternatives available everywhere, e.g. Soy Products and Man-Made Natural Products. This Will Improve our Physical, Mental and Philosophical Health and Save Animals from going to Slaughter Houses. This is a NON-VIOLENT Approach. Many Groups are working around the World and the Number is Increasing in U.S.A., Canada, England, Europe, India, etc. all the time. We will be able to Save our Environment, Air, Water and Land Resources, pollution, Many diseases and Global Warming as well. One Can Do Whatsoever One Can with full conviction. This is A Thought, Not A Sermon. “JAI HIND” “JAI AHINSA”

  NOTE: I am a 84 year old Retiree since May 1, 1991, Naturalized U.S. Citizen from India since 1970, A Jain (Not the Temple-Going type), living with my family in Metropolitan Washington, D.C., the U.S. Capital. I am a Community Activist and write occasionally in ethnic Indian weeklies.

  Dear Friends, I am sending you by separate E-Mail, the Article written by Murjibhai Gada. Please go through it and Discuss. Thanks.

  Fakirchand J. Dalal, U.S.A. Friday, July 8, 2011

  Like

 6. હું અલ્પ જ્ઞાની છું. આ લેખ ઉંડાણથી સંપૂર્ણ સમજવો મારા માટે કઠિન છે. તેમ છતાં હું આદરણીય વડિલશ્રી ફતેહચંદભાઈના મંતવ્ય સાથે સહમત છું ખાસ કરીને તેમના આ વાકય સાથે ” According to me, Each One of Us can do One Sure thing. Do Not Pay A Penny to Any Religion or Participate in any of their Rituals, Ceremonies, Temple/Church/Mosque Buildings, etc. Each one of us have a Circle of Friends among which this Idea could be Spread. In Writings, Media, Talks/Lectures also we can do a Lot. One Person at a time.”
  મેં મારા જાવનમાં આ રીત સ્વીકારી છે અને તે પ્રમાણે વર્તવાની ભરપુર કોશિશ કરી છે કરતો રહુ છું અને અન્યોને પણ આ વાત સ્વાકારવા સુચવતો રહુ છું.

  Like

 7. Dear Readers,

  This is in response to Shri Himanshu Patel’s inquisition.

  It is believed that Alexandria in ancient Egypt was a major center of knowledge and learning for centuries. Scholars from all over the world (India and China included) gathered there to learn and exchange ideas. At some point they would return to their homeland with added knowledge. In short, all the civilizations of that time were connected with each other at least in terms of ideas and understanding of the world around them and the need of the time. The primary area of concern and interest at that time was lack of peaceful societies. Hence there was a need to spread basic human values of love, peace, truth, non-violence, brotherhood, charity etc. etc. by someone. Kings obviously were not interested in many of these human values. It would be against their self-interest.

  It is my personal belief that whatever Buddha, Mahavir, Jesus of Mohammad preached, was not necessarily their original thoughts of ideas. The ideas were around for a while but no one could spread them effectively. These people with their charismatic personality and superb marketing ability were successful in spreading them to the point that their preaching became ‘The religion’ and they were elevated to the level of God by their followers.

  To be fair to them all, some part of their preaching may have been original. However all of them tailored their preaching to the then need of their society. Hence the difference in the emphasis on the basic values of each ideology.

  I can co-relate this to the present time in two instances. Yoga has been known to us and talked about for a very long time but it was not practiced much. Baba Ramdeo is the one who brought it to masses by his superb marketing skills and the use of technology available today. No one else could do it for centuries.

  Same thing is true for rationalism. The concept has been around for a long time. In recent years it has got some acceptance in Gujarat. Still it is at very basic level. We all do keep coming up with new ideas and new interpretations of ideas. Yet no one among us is capable of spreading it widely. It has to wait for some ‘Avatar’, if you pardon me for the word.

  And to respond to Deepakbhai Dholakia, the concept of ‘God’ was also considered knowledge then as it is even now. Not only the knowledge but ‘the ultimate Knowledge’

  Like

 8. “દરેક નાની એવી વાતમાં અન્ય કોઈની બુદ્ધી પર સમ્પુર્ણ વીશ્વાસ રાખવો એ શ્રદ્ધા મટી અન્ધશ્રદ્ધા બની જાય છે. એનાથી આપણી નમ્રતા લઘુગ્રંથીમાં પરીણમે છે. સમ્પુર્ણ આજ્ઞાંકીતપણું એ લશ્કર જેવા તન્ત્ર માટે ભલે જરુરી હોય; સ્વતન્ત્ર વ્યક્તી માટે તે ગુલામીનું પ્રતીક છે. કુદરતે આપેલી બુદ્ધી વીવેકપુર્ણ રીતે વાપરવા માટે છે; સાચવી રાખવા માટે નથી.”

  મારો પ્રભુમય વિવેક મને આ લેખને સંપુર્ણ રીતે માનવા રોકે છે, દરેક વાતો અસત્ય તો નથી પણ સાથે સાથે સંપુર્ણ અને અંતિમ સત્ય પણ નથી. આમ પણ માનવીય વિવેક એ માનવીના કોઈને કોઈ સ્વાર્થાનુસાર જ ટુંકીબુધ્ધિ, મનોગમ્ય જ હોય છે, આત્મોધ્ધારક નથી હોતો.

  Like

 9. સુંદર લેખ પસંદ કર્યો છે ગોવીંદભાઈ. લેખ તથા બધી કૉમેન્ટ્સ અને ખાસ કરીને મુરજીભાઈની કૉમેન્ટ રસપુર્વક વાંચી. આપને તથા લેખકને હાર્દીક અભીનંદન, તથા લીન્ક મોકલવા બદલ આપનો આભાર.
  આમાંના ઘણા મુદ્દાઓ ઓશો રજનીશના સાહીત્યમાં અલગ અલગ જગ્યાએ મારા જોવામાં આવ્યા છે એવું સ્મરણ છે. ખાસ કરીને તત્ત્વજ્ઞાનીને ભગવાન બનાવી દેવા બાબતનો મુદ્દો યાદ આવે છે. જો કે એમણે જરા જુદી રીતે મુક્યું છે. હું માત્ર મારા સ્મરણાનુસાર કહું છું, જે મેં કદાચ ઘણાં વર્ષો પહેલાં વાંચ્યું હશે. એક તત્ત્વજ્ઞાની જ્યારે ખુબ પ્રખ્યાત થઈ ગયો ત્યારે શેતાનને ચીંતા થઈ, ત્યારે એના સલાહકારે સુચવ્યું કે ચીંતાની કોઈ જરુર નથી. હું મારા માણસો મોકલું છું જેઓ એને ભગવાન તરીકે જાહેર કરી દેશે, પછી કોઈ પ્રશ્ન રહેશે નહીં.

  Like

 10. નૈતીક તેમ જ ધાર્મીક એવી પ્રાચીન વીચારધારાઓની છણાવટ કરતો સુંદર લેખ બદલ આભાર. લેખક તથા ગોવીંદભાઈને હાર્દીક અભીનંદન.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s