આપણી દુર્બળતાઓ

આપણી દુર્બળતાઓ

 

લેખક : સ્વામી શ્રી સચ્ચીદાનંદજી

પહેલી આવૃત્તી : ઓગસ્ટ ૨૦૦૪

(104 પાનાંના અને નાનાં નાનાં 23 પ્રકરણોવાળા આ પુસ્તકના પ્રકાશક છે:  ગુર્જર પ્રકાશન, અમદાવાદ. ક્રાન્તીકારી વીચારો ધરાવતા આ નાનકડા પુસ્તકની ભુમીકા સ્વામીજીએ જાતે જ બાંધી છે. પુસ્તકનાં પ્રકરણો પાસે જતાં પહેલાં ભુમીકા જ જોઈ લઈએ.. એક જ વર્ષમાં એની ચારેક આવૃત્તીઓ તો થઈ ચુકી છે. ઉત્તમ ગજ્જર)

ભુમીકા

      વીશ્વની અનેક પ્રજાઓની તુલનામાં આપણે બળવાન છીએ કે કમજોર છીએ ? જો આપણે બળવાન હોઈએ તો આ પુસ્તકને કચરાની ટોપલીમાં ફેંકી દેવાનું. પણ જો આપણે કમજોર હોઈએ તો જરુર વાંચવાનું. મને લાગે છે કે આપણે કમજોર પ્રજા છીએ. પ્રજાને કમજો બનાવવામાં સૌથી મહત્વનો ભાગ ધર્મે ભજવ્યો છે. વર્ણવ્યવસ્થા અને જ્ઞાતીપ્રથા દ્વારા પુરી પ્રજાને વીભાજીત કરવામાં આવી છે. આ વીભાજન એવી રીતે કરાયું છે કે એકતા કરવી અત્યન્ત કઠીન કામ થઈ રહ્યું છે. હજી પણ ઘણા શાસ્ત્રીઓ વર્ણવ્યવસ્થાને જન્મજા આદર્શ વ્યવસ્થા માને છે અને મનાવે છે. પ્રજાને અન્ધકાર તરફ ધકેલી હ્યા છે.

બીજું, વીભાજન સમ્પ્રદાયોથી થઈ હ્યું છે. હજારો(લગભગ વીસ હજાર) સમ્પ્રદાયો, પન્થો, પરીવારો, મંડળો વગેરેના દ્વારા પ્રજાના ટુકડે ટુકડા કરવામાં આવ્યા છે. સમ્પ્રદાયો હજી પણ વધી રહ્યા છે. તે અટકે એવી કોઈ નીશાની દેખાતી નથી. આ વીભાજનો પ્રજાને દુર્બળ બનાવે છે અને ગુંચવાડામાં નાખે છે. પ્રત્યે વીભાજક પોતાને સુપરમૅન ઘોષીત કરે છે, જેમાંથી વ્યક્તીપુજા શરુ થાય છે. વ્યક્તીપુજા વંશપુજામાં પરીણમે છે. કરોડોની સંપત્તી વારસદારોને આપવામાં આવે છે અને પછી વંશને સુપરવંશ બનાવવાનું દુશ્ચક્ર શરુ થાય છે. કાશીમાં 360 મઠો હતા, બધાએ પોતપોતાના નજીકના વારસદારો કે સગાંવહાલાંને આપી દીધા, હવે આ મઠોનું અસ્તીત્વ રહ્યું નથી. બધાં ઘરો થઈ ગયાં છે. આવી જ રીતે બીહારમાં એક હજાર મઠો જમીન–જાગીરવાળા હતા, બધાએ પોતપોતાનાં પરીવારોને ઉત્તરાધીકારી બનાવી વીશાળ ધાર્મીક સમ્પત્તીને પરીવારની બનાવી દીધી છે. માનો કે મારે ત્રણ આશ્રમો છે. શું આ સમ્પત્તી મારા પુર્વાશ્રમનાં પરીવારને આપી દેવી ?

જો આવી પદ્ધતી ચાલુ રહેશે તો પ્રભાવશાળી લોકો પ્રથમ ભગવાનના નામે કરોડોની સમ્પત્તી ભેગી કરશે અને પછી કોઈ ને કોઈ બહાનું કરીને પરીવારને સોંપી દેશે ! રીતે સમ્પ્રદાયો કે પરીવારો ધર્મના નામે પ્રજાના શોષક બની જશે. અરે, બની હ્યાં છે ! કેટલાક તો ટ્રસ્ટ જ એવાં રચે છે કે પોતાનાં પરીવારના જ માણસોને ટ્રસ્ટી તરીકે બેસાડી દેવાયા હોય. આવાં પરીવાર–પોષક ટ્રસ્ટો, લોકોની ધાર્મીકતાને આંધળી બનાવીને આર્થીક લાભ ઉઠાવતાં હોય છે. ખરેખર તો ધાર્મીક અને રાજકીય ક્ષેત્રના સમર્થ પુરુષોએ પોતાનાં પરીવારોને દુર રાખવાં જોઈએ. જો તેમને નજીક લાવવામાં આવે તો પ્રથમ તો તે ખોટી દખલગીરી કરશે અને વહીવટને કમજોર બનાવશે; પછી મુળ પરુષની પાછલી જીન્દગીમાં તેની શારીરીક, માનસીક અને બૌદ્ધીક કમજોરીનો લાભ ઉઠાવી પુરી સંસ્થા ઉપર ચડી બેસશે.

આ રીતે, પ્રજાની ધાર્મીક સમ્પત્તી અને શ્રદ્ધાનો દુરુપયોગ થવા લાગશે. પોતપોતાના અલગ અલગ વાડા રચનાર વીભાજકો છે. પ્રજાનું મોટું દુષણ આ વીભાજન છે. કરુણતા તો જુઓ કે આવા વીભાજકો ભગવાન થઈને પુજા છે અને સંયોજકો દુભાય છે ! જરુર છે સમ્પ્રદાયમુક્ત ધાર્મીકતાની.

ત્રીજું વીભાજન ગુરુવાદથી થાય છે. પ્રજા હજારો–લાખ્ખો ગુરુઓમાં વીભાજીત થાય છે. ‘ગુરુ તો કરાવવા જ જોઈએ, તેના વીના નગુરા કહેવાઈએ.’ આવી મીથ્યા ધારણાએ લોકો, ખાસ કરીને સ્ત્રીઓ, તેમાં પણ વીધવાઓ, કોઈ ને કોઈ માણસને ગુરુ કરાવે છે. પ્રત્યેક ગુરુ પોતાનું એક અલગ મંડળ બનાવે છે. આ વીભાજન છે. ગુરુ પોતે પરમેશ્વર બનીને પોતાની પુજા કરાવે છે. જેમાંથી અનેક દુષણો પણ જન્મે છે. ખરેખર તો ગુરુવાદથી જ્ઞાન થતું નથી; કારણ કે ગુરુ જ્ઞાની નથી. જે ગુરુ જેટલાં મોટાં ટોળાં ભેગાં કરીને વાડામાં પુરી શકે છે તે તેટલો જ મહાન ગણાય છે. શીષ્યોને જ્ઞાનની જગ્યાએ ઘેટાદીક્ષા અપાય છે અને પછી વર્ષમાં બે વાર તો અવશ્ય ઉન કાતરી લેવાય છે. ગુરુઓથી જ્ઞાન થતું હોત તો ભારત સૌથી વધુ જ્ઞાની થઈ ગયું હોત.

આ ગુરુવાદે પ્રજાને વીભાજીત કરીને તથા અજ્ઞાનને જ્ઞાન મનાવીને પારાવાર નુકસાન કર્યું છે. જો પ્રજાને આ વીભાજન અને શોષણથી મુક્ત કરવી હોય તો ગુરુપ્રથા બંધ કરવી જોઈએ. કદાચ આવું ન કરી શકાય તો બહુગુરુવાદનું પ્રચલન ચલાવવું જોઈએ. બહુગુરુવાદ એટલે જીવનમાં જેટલા જ્ઞાની પુરુષો મળે તે બધાને ગુરુ માનવા. કોઈ એક વ્યક્તીના પગમાં ચોટી બાંધી ન દેવી. જે લોકો માત્ર એક વ્યક્તીને ગુરુ માને છે તે સંકુચીત મગજવાળા થઈ જા છે. તેઓ વીશાળતા પ્રાપ્ત નથી કરી શકતા. દત્તાત્રેયની માફક જ્ઞાનપીપાસુ માણસે અનેક ગુરુ કરવા જોઈએ. બહુગુરુવાદથી વીશાળતા અને જ્ઞાન બન્ને વધશે. જરુર છે વીકૃત ગુરુવાદનો ત્યાગ કરી વીભાજન અને અજ્ઞાન રોકવાની. જેમ પ્રાથમીક શાળાથી વીશ્વવીદ્યાલય સુધી અનેક ગુરુજનોથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેમ જીવનમાં પણ કક્ષા પ્રમાણે અનેક ગુરુઓની જરુર રહેતી હોય છે. જ્ઞાન માટે જ ગુરુ કરવા હોય તો બહુગુરુવાદ અત્યંત જરુરી છે.

વીકૃત ગુરુવાદનાં અનેક અનીષ્ટોમાંનું એક અનીષ્ટ છે વ્યક્તીપુજાનું. પ્રજા વ્યક્તીપુજક બની ગઈ છે. શીષ્યો કે અનુયાયીઓની સામે માત્ર એક જ વ્યક્તીને ફોકસ ધરવામાં આવે છે. ક્રમે ક્રમે બ્રેઈનવૉશ કરીને આવી વ્યક્તીની આંધળી ભક્તી શીષ્યવર્ગમાં પ્રસ્થાપીત કરવામાં આવે છે. આવી વ્યક્તી માટે કાલ્પનીક ચમત્કારો કે બીજી વાતો રચાય છે, જેથી તે મહાન સુપરમૅન દેખાવા લાગે છે. લોકો પરમેશ્વરપુજક અને ગુણપુજક થવાની જગ્યાએ માત્ર અને માત્ર વ્યક્તીપુજક થઈ જાય છે. બીજા વ્યક્તીપુજકો સાથે ઝઘડા અને ઝનુન અને અન્તે પોતાનામાંથી જ નવી–નવી નીકળતી સુપરવ્યક્તીઓ દ્વારા વીભાજીત થઈને પુરી પરમ્પરા વીખવાદનું કેન્દ્ર બની જાય છે.

વ્યક્તીપુથી પ્રજા વીભાજીત થઈને દુર્બળ થાય છે એટલે વ્યક્તીપુજાની જગ્યાએ ગુણપુજા તથા પરમેશ્વરપુજાની પ્રસ્થાપના થવી જોઈએ. બહુ જોરથી સમ્પ્રદાયો અને રાજકારણમાં વ્યક્તીપુજા વધી રહી છે. તેનાથી પ્રજા રાજકીય અને ધાર્મીક એમ બન્ને રીતે વીભાજીત થઈને દુર્બળ થાય છે. કોઈ એક વ્યક્તીને ધાર્મીક કે રાજકીય ક્ષેત્રની સુપરમૅન માની લેવાથી પ્રજા વ્યક્તીના કથીત સત્યને જ અન્તીમ સત્ય માની લેતી હોય છે. તે નવું સંશોધન નથી કરી શકતી, કદાચ કોઈ કરવા માગે તો તેને મૃત્યુદંડ કરવામાં આવે છે. એક સમ્પ્રદાયના અનુયાયીએ કહ્યું કે આજ સુધી અમારા ધર્મગ્રન્થમાં કે તેના સ્તોત્રોમાં એક પણ ભુલ કાઢવામાં આવી નથી. એટલે તે ભુલ વીનાનું પરમ સત્ય છે. આ ભાઈને એમ પુછી શકાય કે, ‘ભુલ કાઢવાની તમે કદી છુટ આપી છે ? જો કોઈ ભુલ કાઢે તો તરત તેની કતલ કરી નાખવાનો હુકમ કરો તો કોણ ભુલ કાઢે ?  હીટલર કે સ્તાલીન જીવતા હતા ત્યારે તેમની પણ કોઈ ભુલ કાઢતું ન હતું. કારણ સમજી શકાય છે. સત્ય તો સમયની સાથે ચાલતું હોય છે, જો તે સમયની સાથે જોડાયેલું હોય તો પણ સત્ય વ્યક્તી કે ગ્રંથની સાથે જોડાય તો તેના સમય સાથે જડબેસલાક જોડાઈ જાય. સેંકડો કે હજારો વર્ષ વીત્યાં પછી પણ તે જ્યાં હતું ત્યાં જ અટકી જાય. આ રીતે ભુતકાળ, વર્તમાન ઉપર સવારી કરી બેસે. જ્યારે તે મોટો વીસમ્વાદ કરે ત્યારે ચુસ્ત પંડીતો તેની જુદી જુદી વ્યાખ્યા કરી મેળ બેસાડવાનો પ્રયત્ન કરે. તેનાં ભાષ્યો અને ટીકાઓ બદલાતાં રહે. બદલવાં જ પડે. પણ મુળનું સમર્થન કરવું જરુરી થઈ જાય. મુળમાં જ ભુલ થઈ ગઈ છે: એવું કોઈ બોલી કે લખી ન શકે. કારણ કે પ્રજાના માનસ ઉપર મુળ પુરુષની વ્યક્તીપુજા એટલી તો સજ્જડ બેસાડી છે કે ચું કે ચાં કરી શકાય નહીં. આ રીતે આવો વ્યક્તીપુજક વર્ગ સત્યથી પછાત થતો જાય. પછાતોનું હમ્મેશાં શોષણ થતું હોય છે. આવી પ્રજા લામ્બે ગાળે જ્ઞાન–વીજ્ઞાન અને ધનધાન્યથી આપોઆપ દુર્બળ થઈ જતી હોય છે. કોઈ પણ સમ્પ્રદાય કે રાજ્યશાસન ઘણા લાંબા સમય સુધી માત્ર એક જ વ્યક્તીને સજ્જડ વળગીને ચાલતાં હોય છે, ત્યારે તે આપોઆપ પછાત થઈ જતાં હોય છે. એટલે પ્રજાને આન્ધળી વ્યક્તીપુજાથી સાવધાન કરવી જરુરી છે.

હીન્દુપ્રજાના પતનમાં અહીંસાવાદે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ચુસ્ત અહીંસાવાદ અને વીરતા સાથે  દેખાતાં નથી. પ્રજા શસ્ત્ર વીનાની અને નમાલી થાય તો ગુલામીનાં ફળ ભોગવવાં જ પડે. મહાત્મા ગાંધીજીની જે અહીંસા, અંગ્રેજોની સામે સફળ થઈ તે જુનાગઢ, નીઝામ હૈદરાબાદ કે ગોવાની સામે  કેમ સફળ ન થઈ ? અંગ્રેજોની સૈન્યશક્તી આગળ આ રાજ્યો તો સાવ તુચ્છ હતાં; તો પણ અહીં અહીંસા ચાલી નહીં. સત્ય તો એ છે કે અહીંસાની સફળતામાં અંગ્રેજો પણ તેટલા જ કારણભુત છે, જેટલા ગાંધીજી. પ્રજાને વીરતાધર્મ આપવો જોઈએ. અહીંસાથી પ્રશ્નો ઉકેલાતા ન હોય તો તેને ચુસ્ત રીતે વળગી રહેવાનો શો અર્થ છે ?

પલાયનવાદ આપણી રગ–રગમાં ભરી દેવાયો છે. કર્તવ્યથી કે સંઘર્ષથી કેમ ભાગી છુટવું તે આપણને જ્ઞાન–વૈરાગ્ય અને ત્યાગના નામે ઉપદેશાયું છે. પ્રજા અન્યાયનો પ્રતીકાર નથી કરતી, ભાગી છુટે છે. કારણ કે પલાયનવાદમાં ઉચ્ચ આદર્શોના દ્વારા ભાગી છુટવાની કળા બતાવવામાં આવી છે. આજે આવો ટનબંધ ઉપદેશ પ્રજાના માનસ ઉપર ઠલવાય છે. પ્રજા ભાગેડુ બને છે, જે તેને દુર્બળ બનાવે છે.

સન્તતીનીયમન અત્યન્ત જરુરી છે. પણ તેમાં પણ વીવેકની જરુર છે. જેની પાસે ઘણાં ઘર છે, ઘણા ધન્ધા છે, ઘણી સગવડો છે, ઘણું સામર્થ્ય છે તેને ત્યાં એક જ બાળક હશે તો તેનાથી પ્રશ્નો ઉભા થશે. ખરેખર તો તેને ઘણાં બાળકોની જરુર છે. પણ જેની પાસે છાપરુંય નથી, પોતે બેકાર છે, સામર્થ્ય છે જ નહીં, તેને ઓછામાં ઓછાં બાળકો હોવાં જોઈએ. આપણે વાસ્તવીકતાને સમજીએ અને સ્વીકારીએ તો જ સાચી દીશામાં પ્રયત્નો થઈ શકે.

પ્રસ્તુત પુસ્તક વાંચીને કોઈ એવું ન સમજે કે આપણે દુર્બળ જ છીએ. આપણે આર્થીક અને શૈક્ષણીક ક્ષેત્રે સારી પ્રગતી કરી શક્યા છીએ. આપણી પાસે સારા ઉદ્યોગપતીઓ અને વ્યાપારીઓ છે, સારા છાત્રો અને આચાર્યો છે; પણ તે અરક્ષીત છે. વ્યાપારીઓ અને ઉદ્યોગપતી ઓને ભગાડી શકાય છે. કોઈ પણ નાદાન સરકાર કે હીંસક સંગઠન તેમને ચોપટ કરી શકે છે. કેરાલા, બંગાળ, બીહાર વગેરે પ્રદેશોમાં તે જોઈ શકાય છે. પ્રતીભા છે, પણ તેને પરદેશ જવા મજબુર કરી શકાય છે; કારણ કે અહીં તેમને ઉચીત સ્થાન મળતું નથી. તેમનું સ્થાન તેમનાથી ઘણા ઉતરતા અયોગ્ય માણસો લઈ લે છે.

આપણી મોટા ભાગની પ્રતીભાઓ વીદેશના સહારે પાંગરી છે. ફળીફુલી છે. આપણે સ્વયમ્ તેના પ્રોત્સાહક બની શકતા નથી. અનામતો હવે ગરીબાઈના ઉદ્ધારનું નીમીત્ત રહી નથી. હવે તે રાજકારણનું પ્યાદું બની ગઈ છે. પ્રત્યેક ચુંટણીમાં લલચાવનારાં સાધનોમાં અનામત શીખર ઉપર બેઠી હોય છે. તમારો ગમે તે પક્ષ અને ગમે તેવો સીદ્ધાન્ત હોય; પણ પ્રત્યેક સભાના પ્રત્યેક પ્રવચનમાં ગરીબો, પછાતો, દલીતો, આદીવાસીઓ અને અલ્પસંખ્યકોની ઉગ્ર હીમાયત કરવી જરુરી છે. પછી ભલે તમે તેમના માટે કશું કરો કે ન કરો; પણ વાતો તો જરુર કરવી જ જોઈએ. ‘ગરીબી હઠાવો’થી શરુ થયેલું ગરીબીનું રાજકારણ સતત ચાલુ રહેવું જ જોઈએ. ખરેખર તો અમીરી વધારીને ગરીબી  હઠાવી શકાય; તેની જગ્યાએ અમીરોને હઠાવીને ગરીબી હઠાવવાનાં કામ થઈ રહ્યાં છે. એણે ઉલટાની ગરીબી વધારી છે.

પ્રસ્તુત પુસ્તક માત્ર પ્રજાને જાગૃત કરવા લખાયેલું છે. આશા છે આની અસર થશે. આમાં લખેલા વીચારો મેં તુટક તુટક અન્ય પુસ્તકોમાં પણ લખ્યા છે. એટલે એક રીતે તો આ પુનરાવર્તન છે; તે છતાં નીશ્વીત વીચારોનું એક જગ્યાએ ફોકસ કરવાથી તે વધુ પ્રભાવશાળી થશે તેવી મને આશા છે.

આ પુસ્તક માત્ર પ્રજાના કલ્યાણ માટે, અધ:પતનને અટકાવવા માટે અને પ્રજાને બળવાન અને સંગઠીત બનાવવા માટે જ લખાયું છે. કોઈના પ્રત્યે દ્વેશ કે દુર્ભાવનાથી લખાયું નથી, તે છતાં કોઈને તેવું લાગે તો હું તેમની પ્રથમથી જ ક્ષમા માગી લઉં છું.

અન્તમાં પરમકૃપાળુ પરમાત્માને શત શત વંદન.

તા. 19 જુલાઈ, 2004

સ્વામી શ્રી સચ્ચીદાનંદજી(દંતાલીવાળા)

 

સમ્પર્ક:

ભક્તીનીકેતન શ્ર, પો.બો.નં. 19, પેટલાદ 388 450 ગુજરાત રાજ્ય – ભારત ફોન: 02697-252 480 પુજ્ય સ્વામીજીની પરવાગીથી સાભાર….

સન્ડે મહેફીલવર્ષઃ પહેલું – અંકઃ 035February 05, 2006

ઉંઝાજોડણીમાં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

‘સન્ડે ઈ–મહેફીલ’ની સાઈટ  http://sites.google.com/site/semahefil/

પરથી ‘સ.મ.’ના સમ્પાદકોની પરવાનગીથી…

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન:ગોવીન્દ મારુ –  405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પો: એરુ એ. સી. 396450 જી. : નવસારી. સેલફોન: 9974062600 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 પોસ્ટ કર્યા તારીખ– 22–07–2011

24 Comments

  1. સ્વામી સચ્ચિદાનંદજી સાચા અર્થમાં ગુરુ છે. ગુરુવાદે આપણા દેશમાં સ્વતંત્ર વિચારશક્તિને કેદ કરી લીધી છે. સંપ્રદાયો અને ગુરુપદ અલગ વસ્તુ નથી. બન્ને એક જ સિક્કાની બે બાજુ છે. એકનો અંત ન આવે ત્યાં સુધી બીજાનો અંત ન આવી શકે. પહેલાં તો આપણે સ્વતંત્ર વિચારશક્તિને મુક્ત કરાવવી પડશે, જેથી ગુરુવાદમાંથી મુક્તિ મળે. વાંધો ગુરુ સામે નથી ગુરુવાદ સામે છે અને સ્વામીજીએ બહુ સચોટ રીતે આ વાત રજૂ કરી છે.

    Like

  2. It is a very good article to read. Thanks for pubshing this article. Nothing is impossible to do but burning desire is required to do.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  3. ઉપર જે ફોન નંબર જણાવ્યો છે તે બરાબરજ છે છતાં બીજો ફોન નંબર તથા સ્વામીજીનો બ્લોગ અને ન્યુઝ લેટર વિગેરે ની માહિતી ફોન કરવાથી અથવા ઈ-મેલ કરવાથી મળશે.

    ભીખુભાઈ મિસ્ત્રી
    Houston Texas USA
    Phone No. 281 879 0545
    bmistry@sbcglobal.net

    Like

  4. સ્વામી સચ્ચિદાનંદને મળી સત્સંગ માણવાને હું સદભાગી થયો છુ તેનો મને આનંદ છે..
    સાચેજ તેમની અંદર રૂઢી ગ્રસ્તતા પ્રત્યે આક્રોશ અને શાસ્ત્રોના અર્થ/કાર્ય કારણ વી. તેમના હૈયે છે.. અને તે તેમના લખાણો દ્વારા
    લોકહિત કાજે પ્રગટ થયા કરતા હોય છે.. સાચા અર્થમાં સંત અને જ્ઞાની મહાત્મા છે.. તેમની વાતો વિવાદથી ઉપર સાચો રસ્તો ચાતરવાની છે અને પોતે તે જીવી રહ્યા છે..
    તેમને મળ્યો ત્યારે મને સંત રામચંદ્રસ ડોંગરે મહારાજ યાદ આવ્યા હતા..
    દિશા સુચન કાજે એમના જેવા સંતો આજના પરીક્ષેપમાં મળવા એ અનેરો લહાવો કહેવાય..
    આ પુસ્તક પણ અનુભવની એરણે ઘડાઈને માતબર દિશા સુચન આપતું હશેજ.. અવસર મળે જરૂર વાંચવા ઉત્સુક રહીશ..

    શૈલેશ મેહતા

    Like

  5. Excellent summary- We do have similar ills in Muslim society- My community in Bohras the so called Guru or the high priest calls himself the representation of God and instead of learned person becoming the next Guru,the son gets nominated automatically to be next in line.They have taken crores of valuable community property in bogus trusts and put away crores in foreign accounts.And the show goes on —-May be the government should come forward and stop giving them religious exemptions and capture these thieves and punish them to the fullest extent allowed by law–Yusuf

    Like

    1. યૂસુફભાઈ,
      અસગર અલી એન્જીનિયર વર્ષોથી સંઘર્ષ કરે છે, પણ એમના સમર્થકો ઓછા થતા જાય છે અને રૂઢિચુસ્તોનું જોર વોહરા સમાજમાં વધતું જાય છે.

      આપણે ત્યાં તકલીફ એ છે કે સુધારાની વાત કરીએ ત્યારે બધા સુધારાવાદીઓ પણ ‘સાંપ્રદાયિક’ બની જાય છે! મારી વાત વિચિત્ર લાગશે, પણ મારો કહેવાનો અર્થ એ છે કે એક સંપ્રદાયમાં કોઈ સુધારા માટે સંઘર્ષ કરતા હોય ત્યારે એમને બીજા સંપ્રદાયના સુધારાવાદીઓનો ટેકો નથી મળતો.

      આમ જૂઓ તો સાચું લાગે. બીજા સંપ્રદાયની વાતોમાં કેમ માથું મરાય? પણ, અસર જૂઓ. સુધારાવાદીઓ એકલા પડતા જાય છે અને ધર્મ ઝનૂન વધતું જાય છે. સુધારાવાદીઓ એક મંચ પર આવીને બધા ધર્મો અને સંપ્રદાયોની બુરાઈઓ વિશે ખુલ્લા મનથી બોલતા થાય તો સમજાય કે એક નવો વર્ગ તૈયાર થયો છે.

      સુધારાવાદીઓ પણ પોતાના સંપ્રદાય સિવાય બીજા સંપ્રદાયોની બુરાઈઓ પ્રત્યે જાણે આદરભાવથી જોતા હોય એવું લાગે. કેમ જાણે એના વિશે કશું જ ન બોલાય! સર્વધર્મ પરિષદો તો ઘણી થાય છે, પણ કદીયે સાંભળ્યું છે કે સર્વ ધર્મ સુધાર પરિષદ મળી? કદી નહીં મળે, આ false respectને કારણે.

      બીજી બાજુ, તમે હિન્દુ સમાજની બુરાઇઓ વિશે બોલશો તો હું ઊભો થઈને તમને રોકીશ કે તમારા સમાજમાં શું થાય છે તે પહેલાં જૂઓ ને! અને મને કોઈ મુસ્લિમ સમાજ વિશે કે વોહરા સમાજ વિશે બોલવા નહીં દે. આમ, સુધારાની હવા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતી નથી.

      યૂસુફભાઈ, શોષણખોરો વચ્ચે એક અલિખિત કરાર જેવું હોય છે. શોષણની એકસમાન રીતો હોય છે. જે એક હિન્દુ મઠાધિપતિ કરશે તે જ એક મુસ્લિમ ધર્મગુરુ પણ કરશે.આમાં ધર્મ, સંપ્રદાય કે નાતજાતના વાડા નડતા નથી. અને શોષિતો કદી સંગઠિત થતા નથી. આ ઇતિહાસનો પદાર્થપાઠ છે.

      Like

  6. I agree with Dipak Dholakia. Only education is the answer. Political parties are not interested to educate the people for their vote banks. Even in the same sect there are many sub-sects and their leaders cannot come to an agreement even though they preach same thing just to be supreme. Sixty years have seen three generations and third generation could have been educated if it was honestly tried. People have become very selfish and Self Interests prevails everywhere which will never allow any change for better. anghavi
    .

    Like

  7. Dear Rationalist Friends: Swami Sachchidanandji is known for his straight talks against All Religious Similarities of Stratification and Sects. Around each of them there are Individualities i.e.Leader differing from Others. He becomes an Autocrat and Ultimately the GOD of their Blind Followers. He Expoits them and becomes Rich and passes on his richness to his Family.Swadhyay-vadis and Sai Baba-vadis are the recent examples. We have some Friends who are their Dye-Hard Followers and Brain-Washed Individuals. They think that their Gurus are the Best and Selfless religious Pundits.
    I have found them to be led by Secret Leadership, which calls itself the Selfless Servants. They manage finances and Topics of Discussions as well. They have a One-Way Discourses of Gurus and No Room for Questioning. Most of these People take the Authority of One Scripture, e.g. Gita. Nothing wrong about it. We all follow Gita’s Philosophy of “Actions-Karmas without Expectation of Fruits-Results”. They Help their friends during difficulties, e.g. Death in the Family. They read Slokas from Gita. Gita is their God and Helping their Members Only, to show their Solidarity.

    Gurus Words are God’s Words i.e. In effect Guru is their God who can Never Do Anything Wrong. They are so Brain-Washed that when the Truth comes out about their Personal Wealth and its Transfers, they are Not Ready to Accept or Believe.

    Recently, on Friday, July 15, 2011, there was almost a Full Page Article in Daily Washington Post,Titled “The Rising Wealth of India’s`GODMEN”, Gurus and Spiritual Leaders have become savy, powerful figures. They have given all the details about Sathya Sai Baba and Baba Ramdev. It looks so bad about Indian Americans, when an average American Friend asks you the Question, `What is going on in your Country?’ We, who have Nothing to do with this kind of Dirt i.e. Politics and Religions. Yet, some of us have to Suffer Insults. They see a lot of Traditional Temples built by Hindus and Jains, Gurudwaras by Sikhs, Churches by Christians and Mosques by Muslims. They think that we All are the same type of People, accumulating Wealth and using for our own selfish purposes.

    We are thereby Put in the “Wrong BoX”. Lert us Clean the Stables full of Dead Horses and bring in Fresh Air and New Vogour. Thanks and regards.

    Sincerely,
    Fakirchand J. Dalal

    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A.

    Like

  8. good that there are at least a couple of activist swamis like Agnivesh and Satchidanand who have courage and understanding to correctly diagnose and prescribe for the plight of India ! it is only they who so strongly condemn the caste system that has divided India into warring camps and turned it into a country of million mutinies.

    Like

  9. જરૂરત ઊભી થયે જે ‘ગુરુ’ અનુયાયીને કડવી દવા નથી પીવડાવી શકતો તે ગુરુ નથી વેરી છે. પ્રશંસા અને ભાટાઈનો વિવેક ન કરી શકનાર ગુરુ પોતે જ અજ્ઞાનમાં અથડાતો હોવાથી બીજાના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ કેવી રીતે પાથરી શકશે? સ્વામી સચ્ચિદાનંદજી હિન્દુ સંપ્રદાયનું અણમોલ ઘરેણું છે. એમની બધી વાતો સાથે સમ્મત ન થઈએ તો પણ એમનાં લખાણોમાં વિચારોનું વજન હોય છે એ બાબતે ઇન્કાર થઈ શકે તેમ નથી.

    સ્વામીજીએ ટ્રસ્ટોમાં સગાઓની એન્ટ્રીની વાત કરી એ ઉપરથી મને મેં સ્થાપેલા એક ટ્રસ્ટની એક મહત્ત્વની કલમ તરફ ધ્યાન દોરવાનું મન થયું, જે આ મુજબ છે : “સ્થાપકના કુટુંબી કે સંસારી સગા અથવા તેવા સંબંધનો દાવો કરનાર કોઈ પણ વ્યક્તિ ટ્રસ્ટીમંડળમાં સામેલ થઈ શકશે નહીં.”

    Like

  10. સુંદર લેખ.. લેખ પરની સમતોલ ચર્ચાઓ પણ ગમી.

    Like

  11. સન્માનનીય મુનિ શ્રી મિત્રાનંદસાગરજી,

    પ્રણામ, મહારાજસાહેબ,

    આપના ટ્રસ્ટના બંધારણ વિશે જાણ્યું. આ ખરેખર અનુકરણીય ઉદાહરણ છે. માત્ર મઠાધિપતિઓ જ નહીં, સંસારીઓએ પણ આવા જ રસ્તા લેવા જોઈએ.

    પરંતુ આપણા સમાજમાં જીવનના એવા ભાગ પાડી દીધા છે કે જે સાધુ માટે યોગ્ય હોય તે સંસારી માટે ન હોય. ધર્મ અને વ્યવહારનાં નૈતિક મૂલ્યો જુદાં. સંસારી અનર્ગળ ધન એકઠું કરે તેનાથી પ્રભાવિત થવાનું છોડશું નહીં ત્યાં સુધી સમસ્યાના મૂળ સુધી પહોંચી નહીં શકીએ.

    વળી,આપ તો જન્મદત્ત સંબધોથી દૂર ગયા છો એટલે બધા સરખા. પરંતુ, કુટુંબના માણસો નહીં ખાઈ જાય તો બીજા ખાઈ જવાના છે! એટલે ટ્રસ્ટ બનાવવું એ પણ ઉપાય હોય એવું નથી જણાતું. સંસાર ત્યાગ પછી તો અપરિગ્રહ સિવાય કોઈ રસ્તો નથી રહેતો.

    હું આપના ટ્રસ્ટ વિશે કઈં જાણતો નથી એટલે મારા આ અભિપ્રાયને એની ટીકા ન માની લેવા આગ્રહભરી વિનંતિ છે. જ્યાં સુધી ધર્મને નામે ધન એકઠું કરવાનું બંધ ન થાય, અપરિગ્રહનો પ્રચાર ન થાય. સાધુ-સંતોમાં આ અતિ પ્રાચીન પરંપરા પુનઃ પ્રતિષ્ઠિત ન થાય ત્યાં સુધી આપણે ગમે તેટલાં થીગડાં મારીએ, કઈં વળવાનું નથી. ઉદાહરણ તરીકે, દાનને સારી વસ્તુ માનીએ તો પણ મઠ, મંદિર આ દાન ન લઈ શકે એવું હોય તો? હમણાં જ સત્ય સાઈબાબાના
    ટ્રસ્ટ્માં અને પદ્મનાભસ્વામીના મંદિરમાં અઢળક ધન હોવાનું જાહેર થયું છે.

    આવાં પગલાં લેવા માટે એટલે કે સંપ્રદાયના ભેદ વગર બીજા સંપ્રદાય વિશે પણ સાધુ-સંતો બોલવા લાગે તો થાય. આજ સુધી એવો કોઇ સંત કે સુધારાવાદી જોવા નથી મળ્યો કે જે બીજા સંપ્રદાય વિશે બોલે! જનરલ અથવા સૈદ્ધાંતિક ટીકા એક વાત છે અને એક ચોક્કસ કેસ પર બોલવું એ અલગ વાત છે.

    આ વાત મેં શ્રી યૂસુફભાઈના પ્રતિભાવના જવાબમાં લખી છે. મને લાગે છે કે સર્વ ધર્મ પરિષદો અને સર્વ ધર્મ પ્રાર્થનાઓ તો બહુ થઈ. હવે બધા સંપ્રદાયોએ એકઠા થઈને સર્વ ધર્મ સુધાર પરિષદો અથવા સર્વ ધર્મ સમીક્ષા પરિષદો યોજવાનો સમય પાકી ગયો છે. રૅશનાલિસ્ટો આ બાબતમાં ‘ધર્મવિરોધી’ તરીકે બદનામ છે (જો કે તેઓ માત્ર પોતાના જ ધર્મ કે સંપ્રદાયની ટીકા કરતા હોય છે, એ અર્થમાં તેઓ પણ સાંપ્રદાયિક જ છે). એટલે સાધુસંતો આ બાબતમાં પહેલ કરે એ જરૂરી નથી લાગતું?

    મને લાગે છે કે આપણા દેશને આધ્યાત્મિકતાનો અપચો થઈ ગયો છે. માણસો સદીઓથી કંટાળી ગયા છે કારણ કે એમણે ધર્મધુરંધરોને માત્ર ધન કુબેરોના મિત્ર અને મળતિયા તરીકે જોયા છે. આધ્યાત્મિકતાનો ડોળ ઓછો થાય એ જરૂરી લાગે છે. આ બાબતમાં કદાચ આપણે દુનિયામાં સૌથી વધારે દંભી છીએ. આ બાબતમાં પણ આપના વિચારો સૌ માટે માર્ગદર્શક બની રહેશે.

    આપ પહેલાં પણ શ્રાદ્ધ વિશેની ચર્ચા વખતે પધાર્યા હતા, તે પછી બહુ ઘણા વખતે આપનો સત્સંગ થાય છે. મારા લખવામાં કશું અવિવેકપૂર્ણ જણાય તો ક્ષમા કરશો.

    Like

  12. શ્રી સ્વામી સચ્ચિદાનંદના લેખો અને પુસ્તકોના વાચનનો હું ખૂબજ ચાહક છું. મારા મતે સમાજના આમુલ ઢાંચાનું છેક તળીયેથી પરિવર્તન કરવાની વાત કરનાર સમગ્ર ગુજરાતમાં એક માત્ર સાધુ છે. આપ સૌને યાદ હશે અંદાજે જાન્યુઆરી 2009માં શ્રી મોરારિબાપુએ મહુવા મુકામે એક વિશ્વધર્મ સંગોષ્ઠિ-ધર્મ સંવાદ ગોઠવેલોજેમાં શ્રી દલાઈનામા અને અન્ય ધર્મના વડાઓએ હાજરી આપી પોતાના મંતવ્યો દર્શાવેલા તે સંદર્ભે મેં મારાં બ્લોગ ઉપર એક લેખ લખેલ જેના કેટલાક ફકરા અત્રે રજૂ કરેલ છે. આશ્ચ્રર્ય અને આઘાતની વાત તો મને તે જણાયેલી કે આ સંગોષ્ઠિમાં શ્રી સ્વામી સચ્ચિદાનંદની ગેરહાજરી મારા જેવા અનેક વિચારકોની સમજમાં નહિ આવેલી. મારાં લેખની એક નકલ મેં શ્રી સ્વામી સચ્ચિદાનંદ્જી સહિત મોરારીબાપુ તેમજ ગુજરાતભરના નામાંકિત સાધુઓ-સ્વામીઓ અને ચિંતકોને જેમના પોસ્ટલ શરનામા મળી શક્યા તે તમામને મોકલેલી જેના જવાબમં એક માત્ર સ્વામી સચ્ચિદનંદજીનો જવાબ મળેલો જે અત્રે રજૂ કર્યો છે.

    વિશ્વધર્મ સંગોષ્ઠિ—ધર્મ સંવાદ !!!!! શ્રી મોરારિબાપુનો સ્તુત્ય પ્રયાસ !!!
    “”“”*** સંપ્રદાયો રાત્રે ના વધે તેટ્લા દિવસે વધે છે અને દિવસે ના વધે તેટ્લા રાત્રે વધતા રહે છે તેના કારણમાં તો આ કહેવાતા આધ્યાત્મિક સંતોમાં રહેલો અહંકાર અને કીર્તિની ભૂખ અને સહેલાઈથી મળતી સંપત્તિ જ મુખ્ય હોય છે. આ સંતો અને વડાઓ અત્યંત મહત્વાકાંક્ષી માલુમ પડે છે અને તેમના જ્ઞાનનો ભયંકર અહંમ ધરાવનારા હોઈ નાના મતભેદો પણ સહન કરી શકતા ના હોય પોતાનો વાડો અલગ કરતા રહે છે અને અનુયાયીઓને પણ વિભાજીત કરતા રહે છે. આ કોઈ પણ સંજોગામાં અટકાવી શકાય તો જ સામાન્ય લોકોમાં અવિભાજ્ય એકતા સર્જી શકાય અને તો જ સર્વ ધર્મ સમભાવ માટે યોજેલા સંવાદની સિધ્ધિ પ્રાપ્ત થાય તેમ મારુ દ્રધ રીતે માનવું છે. કારણ જો આપણાં પોતા વચ્ચેજ સંપ્રદાયોની( એકજ હિન્દુ ધર્મ હોવા છતાં ) હરિફાઈ અને એક બીજાના ટાંટિયા ખેંચ ચાલી રહ્યા હોય તો આપણે કયા મોઢે અન્ય ધર્મના વડાઓને સમભાવ રાખવા સમજાવી શકીએ ??

    *** સંપ્રદાયો વચ્ચે એકતા સિધ્ધ કરવા આપણા ગુજરાતમાં રહેલા અને લગભગ આવા જ વિચારો ધરાવનાર શ્રી સ્વામિ સચ્ચિદાનંદ, સુપ્રસિધ્ધ વિચારક અને ચિંતક સર્વશ્રી ગુણવંત શાહ ,નગીનદાસ સંઘવી ,મોહમ્મ્દ માંકડ ,કાંતિ ભટ્ટ ,વર્ષા અડાલજા યુવાનોના પ્રતિનિધિ જય વસાવડા ,કાજલ ઓઝા-વૈધ અને બીજા અનેક લેખકો અને સાહિત્યકારો અને ચિતકો અને સમાન વિચાર ધરાવનાર અમારા જેવા સામાન્ય નાગરિકોનો સહયોગ મેળવી શકાય અને આ કામ મોરારિબાપુ સિવાય કોઈ ના કરી શકે તેમ મારું દ્રધ માનવું છે.

    *** બાપુએ જે વિચાર વિશ્વ ધર્મ સંગોષ્ઠિ અને ધર્મ સંવાદ માટે વહેતો કર્યો છે તે જ રીતે આ વિચાર પણ જો જોર શોરથી અને લબ્ધ પ્રતિષ્ઠિત સાધુ-સાહિત્યકારો-ચિંતકો-લેખકો સામુહિક રીતે વહેતો કરશે તો હું તો માનું છું કે આપણા દેશ ઉપર મોટો ઉપકાર થશે કારણ આ પ્રયાસથી વધતુ જતું વિભાજન તો ચોકકસ અટકશે અને આવનારા દિવસોમાંઆપણી એકતા અતૂટ મજ્બૂત અને દ્રધ બનશે. આવનારા દિવસોની એજ માંગ છે. અને આ એકતા જ આપણાં શાસકોની શાન પણ ઠેકાણે લાવશે.
    આ લેખની એક નકલ શ્રી સ્વામી સચ્ચિદાનંદજીને ટપાલમાં મોક્લેલી તેઓશ્રીએ ટ્પાલથી મને જવાબ લખ્યો છે જે મને આજે મળેલ હોય મારા બ્લોગની મુલાકાતીઓના લાભાર્થે અહિ શબ્દશ: રજૂ કરેલ છે.
    “Swami Sacchidanand,Dantali-Petlad. Dist.Anand Gujarat 388450.”
    12/02/09
    ‘”ભાઈશ્રી અરવિદ ભાઈ
    હરિ સ્મરણ
    પત્ર વાંચી આનંદ થયો.હું મહુવા આવ્યો નહિ હતો. પણ ટીવી અને સમાચાર પત્રોથી સમાચાર જાણ્યા હતા.ધાર્મિક એકતા અત્યંત જરૂરી અને મહત્વની બાબત છે. પણ મારી દ્રષ્ટિએ તેના ત્રણ ભેદ છે.
    1. બાજરી-જુવાર-મકાઈ જેવી આ બધું એક સાથે વાવ્યું હોય તો બધું ઉગે અને સાથે રહે.
    2. યાત્રાળુઓના સંઘ જેવી. જેમાં સૌ શક્તિ પ્રમાણે આગળ-પાછળ ચાલતા હોય છે.
    3. બાજરી અને ખડ-નીંદામણ જેવી. જેમાં ખડ જોત જોતામાં એટલું વધી જાય છે કે બાજરી સમાપ્ત થઈ જાય છે.
    આ ત્રીજો પ્રકાર ખતરનાક છે. ખડે કશું જ કરવાનું નથી માત્ર સમય જ પસાર કરવાનો છે.ખડ સાથેની એકતા બાજરી માટે આત્મ વિનાશક થઈ શકે છે.
    સૌએ વિચારવું હિતાવહ છે.
    સચ્ચિદાનંદ”
    મારા લેખમાં ઉલ્લેખ કરેલા અને જેમના પોસ્ટલ શરનામાં મને મળ્યા અને જેમની ઈ-મેલ આઈ ડી મળેલી તે સૌને આ લેખની નકલ મેં મોક્લેલી હતી તેમાંથી સૌ પ્રથમ સ્વામીજીએ પ્રતિભાવ મોકલી આપ્યો છે. આજ મને ખૂબ આનંદ છે કે સ્વામીજી પોતાના અત્યંત વ્યસત સમયમાંથી પણ થોડો સમય ફાળવી મારા જેવા એક સામાન્ય વિચારકને પ્રતિભાવ લખે જે માટે હું સ્વામીજીનો ઋણી છં અને મારી કૃતજ્ઞતા વ્યકત કરુ છું. કાશ અન્ય આદરણીય તત્ત્વ ચિંતકો અને લેખકો અને સાહિત્યકારો પણ આવો સીલ સીલો અપનાવી મને પ્રત્યુતર આપે તેવી મારી અંતરની ઈચ્છા છે.
    વિશેષ નોંધ- અભિયાન સાપ્તાહિકના 24/01/2009ના અંકમા આપની આ વિચાર ગોષ્ઠિ વિષે એક ડાયરી પ્રસિધ્ધ થઈ છે. જેમાં છેલ્લો કટોરો ના મથાળા હેઠળ એક મરેલું કૂતરું આ ગોષ્ઠિના સ્થળે પહોંચવાના માર્ગ ઉપર સતત ત્રણે દિવસ જેમ હતું તેમ જ પડ્યું રહેલ અને તે વિષે કદાચ કોઈએ દરકાર નહિ કરેલી તેવો ઉલ્લેખ છે. અને ડાયરી લખનાર શ્રી હિમત કાતરિયાએ વેધક અને અણિયાળો સવાલ કર્યો છે કે ધર્મસંવાદમાં એક્ઠા થયેલા ધર્માચાર્યો આ દુર્ગંધ મારતા કૂતરાના મૃત દેહને ત્રણ દિવસમાં હઠાવી લેવાની કોઈ ચેષ્ટા ના કરી શક્યા હોય તો વૈશ્વિક સિમ્ફ્ની સર્જવાની વાતો કેમ કરે છે ? કેમ સાંભળે છે ?

    *** આપણાં મંદિરો અને કથાના સ્થળો ગંદ્કી ગિર્દી અને ઘોંઘાટથી ભરપુર રહેતા હોય છે. આ ગંદ્કી > ગિર્દી અને ઘોંઘાટથી લોકો એટ્લી હદે ટેવાઈ ગયેલા છે કે અમુક પ્રકારની ગંદ્કી ગિર્દી અને ઘોંઘાટ તેમને કોઈ પ્રકારની ખલેલ પહોંચાડતી નથી. આ વિષે આપ સૌએ વિશેષ ધ્યાન આપી લોકોને કેળવવાનું અભિયાન હાથ ધરવું આવશ્યક નથી લાગતું ? કારણ હું સમજું ત્યાં સુધી આપના જેવી વિભૂતિઓ તરફથી આવી ગંદકી ગિર્દી અને ઘોંઘાટ બંધ કરવાનો આદેશ નહિ મળે ત્યાં સુધી લોકો તેનું યોગ્ય પાલન કરવાના નથી જ . માટે આપ જેવા સૌએ સંયુકત રીતે એક આદેશ પ્રસિધ્ધ કરવો જોઈએ એમ મારું માનવું છ
    આખો લેખ વાંચવા મારાં બ્લોગની મુલાકાત લેવા વિનંતિ.

    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  13. તંદુરસ્ત ચર્ચા અને જ્ઞાનવર્ધક લેખો ભરેલી તમારી વેબ વાંચવાનો આનંદ આપે છે.અરવિંદભાઈ હમેશા ખુબ વિચારી ચર્ચા કરતા હોય છે.

    Like

  14. પ્રીય ગોવીંદભાઇ,
    આ પત્ર મેં તમારા બ્લોગ ઉપર સ્વામીજીના લેખ ” આપણી દુર્બળતાઓ” ના સંદર્ભમાં લખ્યો છે. જે ઇ મેઇલ કરી તથા કોમેન્ટના ખાનામાં મોકલું છું.તમારી રીતે બ્લોગમાં લેવા વીનંતી છે.
    સદર લેખમાં રજુ કરેલા સ્વામીજીના વીચારોને રેશનલ અભીગમથી મુલ્યાંકન કરવાની જરૂર છે. તે અંગે મેં પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં સ્વામીજીને પોતાના વીચારોને આધારે ક્રાંતીકારી સંત તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ક્રાંતી કોને કહીશું, ક્રાંતી કયા વીચારોને આધારે વીશ્વના જુદા જુદા દેશોમાં થઇ છે, ક્રાંતી કરનારું નેતૃત્વ જે તે દેશમાં કેવું હતું વગેરે બાબતો ઉપર પણ પ્રકાશ લાવવાની જરૂર છે. ક્રાંતી અને સુધારા વચ્ચે ( Revolution and Reformation ) કયો કયો તફાવત છે તે પણ આપણે સમજવાની જરૂર છે.
    બીજું આપણે એ પણ જાણવાની જરૂર છે કે સ્વામીજીએ જયોતીષ, કુંડળી યોગ, ચોઘડીયાં, મુત્યુ પાછળ ખોટા રીવાજો, વગેરે સંબંધમાં કોઇ સાધુ સંત ન કહે કે ન લખે તેટલું બધું તેમણે પોતાના પ્રવચનોમાં કહ્યું છે અને પુસ્તકો અને કેસેટો મારફતે લખ્યું છે. સદર પ્રયત્નોની શું અસર હીંદુ સમાજ વ્યવસ્થા પર પડી છે તેને આપણે માપી શકતા નથી.પરંતુ તેમની ચોપડીઓ વગેરે ની માંગ તથા તેમના પ્રવચન માટેની માંગ જોતાં એમ ચોકકસ અનુભવાય કે તેમના વીચારોને કમસે કમ લોકો સાંભળવા, વાંચવા અને સમજવા માટેની માંગતો છે જ. ઉપર મુજબની થોડી ચોખવટ સાથે મારી વાત શરૂ કરૂ છું.
    સદર લેખમાં સ્વામીજીએ દેશની પ્રજાની નીર્બળતા માટે કોઇને જવાબદાર ગણયો હોય તો તે ધર્મને ગણયો છે.સ્વામીજીના મત પ્રમાણે ધર્મ એટલે હીદું ધર્મ તેવું તારણ આપણે કાઢીએ તો તે ખોટું નથી. તેમનું પોતાનું પ્રથમ વાક્ય છે કે ” પ્રજાને કમજોર બનાવવામાં સૌથી મહત્વનો ભાગ ધર્મે ભજવ્યો છે.” હીદું ધર્મમાં કયા કયા પરીબળો છે જે હીદું ને એક પ્રજાતરીકે નીર્બળ બનાવે છે તેના વીષે ચાર લીટી પણ લેખમાં સીધી લખી નથી. વધારામાં સ્વામીજીએ એવું પણ લખ્યું નથી કે બીજા મુસ્લીમ કે ખ્રીસ્તી ધર્મમાં એવાં કયાં કયાં પરીબળો છે જે તેમના ધાર્મીક અનુયાઇઓને બળવાન બનાવે છે.
    સ્વામીજીએ આપણી નબળાઇમાટે હીદું ધર્મ પુરસ્કૃત વર્ણવ્યવસ્થા અને ગ્નાતીપ્રથાને જવાબદાર ગણી છે.વર્ણવ્યવસ્થા અને ગ્નાતીપ્રથાએ હીદું પ્રજાને જુદા જુદા ભાગમાં વહેંચી નાંખી છે.દરેક હીદુંને તેની ગ્નાતીથી વીભાજીત કરી અન્યથી આગવી સામાજીક ઓળખ આપી.સદર સામાજીક વીભાજીત ઓળખે હીદુંઓને ધર્મને આધારે એક બનાવવાના બધાજ પ્રયત્નો આજદીન સુધી નીષ્ફળ બનાવ્યા છે.સ્વામીજીનું તારણ છે કે તેથી જ હીદું પ્રજા વીધર્મીઓના અને અન્ય પરદેશી આક્રમકોનો સામનો કરવામાં નીષ્ફળ ગઇ હતી. ઉપર જણાવેલ બંને લક્ષણોના પરીણામ સ્વરૂપે સમગ્ર હીદું પ્રજાનો બટવારો હજારો સંપ્રદાયોમાં થઇ ગયો છે. દરેક સંપ્રદાયના વડાઓ અને તેમના કુટુંબીજનોએ પોતાના ભક્તો પાસેથી સર્વપ્રકારનું શોષણ કરીને એવી માનસીક સ્થીતી પેદા કરી છે કે તે બધા પોતાના રજવાડામાંથી બહાર જ ન નીકળી શકે.સ્વામીજીના નીરીક્ષણ પ્રમાણે આ દરેક સંપ્રદાયે પેદા કરેલા ગુરૂવાદનું જ પરીણામ છે.પરંતુ તેમનું આ અંગે બીજું તારણ એ હતું કે વ્યક્તીગત ગુરૂવાદ વ્યક્તીપુજામાં પરીણામતો હોવાથી આવકાર્ય નથી પણ દત્રાત્રયની માફક બહુગુરુવાદ હોયતો વ્યક્તીગત ગુરૂની એકહથ્થુ સત્તા અને પ્રભુત્વ ઘટે અને વધુ ગુરૂઓ પાસેથી ગ્નાન મળવાની શક્યતાઓ વધારે. આ સંદર્ભમાં સ્વામીજીએ લખ્યું છે કે ” જીવનમાં કક્ષા પ્રમાણે અનેક ગુરૂઓની જરૂર રહેતી હોય છે.ગ્નાન માટે ગુરૂ કરવા હોયતો બહુગુરૂવાદ અત્યંત જરુરી છે.”
    આપણે સ્વામીજીને પુછી શકીયે ખરા કે રામાયણમાં દલીત શંબુકને તપ કરવાની વીધ્યા આપનાર કયા ગુરૂ હતા? શબુકને તપ કરતો અટકાવવાની સલાહ કયા રાજ ગુરૂએ આપી હતી તે બધાને ખબર છે.મહાભારતમાં આવતા પાત્રો એકલવ્ય અને કુતીં પુત્ર કર્ણના ગુરૂ કોણ હતા? ગ્યાન મેળવવા ખરેખર શું જરૂરી છે?. કોઇપણ માનવીએ ગ્યાન મેળવવા ફક્ત વૈગ્નાનીક અભીગમ અને પોતાની વીવેકબુધ્ધીનો ઉપયોગ કરવાની જરૂર છે નહીકે ગુરૂઓની પગચંપી કરવી કે ગુરૂઓના પગમાં આરોટવું? આપણે સાદો દાખલો માનવનો પોતાનો જ કેમ ન લઇ શકીયે? હજારો વર્ષોથી માનવીએ ભુલ અનેસુધાર ( Trial & Error) પધ્ધ્તીને આધારે અથવા ઇન્દીયજન્ય અનુભવને આધારે જૈવીકઉત્ક્રાતીના સંર્ઘષમાંથી હેમખેમ બહાર આવી કોઇપણ ગુરુઓની મદદ વીના તે ૨૧મી સદી સુધી પહોંચ્યો છે.
    સ્વામીજીને આપણે પુછી શકીયે ખરા કે ગેલેલીયો,કોપરનીકસ,કીષ્ટોફર કોલમબંસ,વાસ્કો દ ગામા,વોલ્તેર,ચાર્લસ ડાર્વીન, કાર્લ માર્કસ,આઇનસ્ટાઇનઅને બ.રસેલ વી. ના ગુરુઓ કોણ હતા? આ બધા માનવ મરજીવાઓએ કોની કંઠી કે તાવીજ બાંધી પોતાનું ગ્નાન મેળવ્યું હતું?
    ખરેખર સમગ્ર પશ્વીમ જગતમાં એક બીજી પેઢીએ વૈગ્નાનીક પધ્ધતીને આધારે ગ્નાનની સાંકળ નવી નવી શોધો કરીને અવીરત રીતે ચાલું રાખી હતી. ગ્નાન કોઇ એકલ દોકલ વ્યક્તી કે ગુરૂના બાપની મીલકત નહતી. માણસ માત્ર ગ્નાનને પાત્ર છે જ એ સ્થીતી ત્યાં હતી. સૌ પ્રથમ ત્યાંના બુધ્ધીજીવીઓએ બાઇબલ આધારી સત્યોને ગ્નાન અને વૈગ્નાનીક પધ્ધ્તીને આધારે પડકાર્યા.ભારતમાં કે મુસ્લીમ દેશોમાં હજુ ધાર્મીક પુસ્તકો જેવાકે ગીતા, રામાયણ, મહાભારત, કુરાનમાં લખેલી હકીકતોને સનાતન સત્યો તરીકે જ સ્વીકારવામા; આવે છે. તે બધાનું મુલ્યાંકન આધુનીક ગ્નાનના એરણે કરવામાં આવતું નથી. આ બધા ધર્મ પુસ્તકોમાં લખેલી વાતોને એટલી પવીત્ર માનવામાં આવે છે કે તે વૈગ્નાનીક પધ્ધતી કે વીવેકબુધ્ધીને આધારે તપાસ જ ના થઇ શકે તેમ જ ગણવામાં આવે છે. તેથી “ભારતની પ્રજા ગ્નાનથી વંચીત રહી ગઇ છે.”
    આધુનીક માનવ મુલ્યો જેવા; કે સ્વતંત્રતા, બંધુત્વ,સમાનતા,રેશનાલીટી, માનવવાદ “હ્યુમેનીઝમ” ધર્મનીરપેક્ષ નીતી “સેક્યુલર મોરાલીટી” જે ઔધ્દોગીક સમાજ વ્યવસ્થાની જનેતા છે અને જે મુલ્યોથી વ્યક્તીગત ધોરણે માનવીનું સશક્તીકરણ “એમપાવરમેંટ” થાયછે તેના વીષે કેમ સ્વામીજીએ એક લીટી પણ લખી નથી તેનું આશ્ચર્ય થાય છે અને દુ;ખ પણ થાયછે. બીજીબાજુએ બધાજ ધર્મોંનું બેહજાર કે પચ્ચીસો વર્ષ જુની કૃષીસંસકૃતીને ટકાવવા માટે સર્જન કરવામાં આવેલું હતું આપણે આધુનીક સમાજ,અને બળવાન નીર્બળ નહી તેવા ભારતીયનું સર્જન કરવું હશેતો તે પ્રમાણેની વીચારસરણી તેને આપવી પડશે.જેમ ગુજરી ગયેલા સ્નેહીને રાખી મુકવાથી કોઇજ હેતુ તેનો કે તેના સ્નેહીઓનો સરતો નથી તેને ના છુટકે અગ્નીસંસ્કાર કે કબરમાં દાટવો જ પડે તેવીજ રીતે આપણે આપણા ભુતકાળને દાટવો જ પડે.
    સ્વામીજી! ક્રાંતી એ કરવાની છે કે લોકોને કહો કે ભુતકાળ આધારીત તમામ માનવ વીકાસની આડે આવતાં મુલ્યો અને પરીબળોને દાટી દો કે બાળી નાંખો. લોકોને બોધ આપોકે જો વર્ણવ્યવસ્થા અને ગ્નાતીપ્રથા હીદું સમાજનું કેન્સર જ હોયતો તેના નીકંદન માટે જ સીવીલ મેરેજ અને અટકનાબુદીની ચળવળ ઉપાડે. આપણા દેશનું ભાવી ધર્મ,સંપ્રદાય અને ઇશ્વર આધારીત મુલ્યો અને રીત રીવાજો સામે કેવી રીતે બળવો કરવો “રીબેલ” તેમાં રહેલું છે. તે કામ ભગવા કપડાં પહેરી આશ્રમોના સંચાલન થી નહી જ થાય.સ્વામી વીવેકાનંદ અને દયાનંદ સરસ્વતીના થયું તો બીજા કોના થી આ વ્યવસ્થામાં રહીને થવાનું છે. ઘરનીબહાર ડોકટર, વકીલ, વૈગ્નીક, પ્રોફેસર અને ઘરમાં હીદું જીવનપધ્ધ્તીનો ઠેકેદાર આવા દુધમાં અને દહીંમાં પગ રાખનારાથી ક્રાંતી અને પરીર્વતન તો જોજન જોજન દુર જ હોય છે.
    બીપીન શ્રોફ,
    તંત્રી વૈશ્વીક માનવવાદ.


    Bipin Shroff

    http://bipinshroff.blogspot.com/
    shroffbipin@gmail.com

    Like

  15. સચ્ચીદાનંદ વીશે સચ્ચી સચ્ચી – કીરણ ત્રીવેદી

    સ્પષ્ટ રીતે જ સચ્ચીદાનંદ સુધારાની આડમાં એની એ જ સંકુચીતતા ને ઉપરથી સામાજીક વૈમનસ્યની વાત કરી રહ્યા છે. બીપીન શ્રોફે વીરોધનો સુર તો નોંધાવ્યો છે પણ તેમણે સચ્ચી.ની વધુ પડતી આમાન્યા દાખવીને/ સાચવીને વાત મુકી છે. એમ કરવા જતા મુદ્દાની અસરકારકતા જતી રહી છે. હું જે રીતે સચ્ચી.એ શબ્દો ચોર્યા વગર વાત કરી છે, તે રીતે જ મારી વાત કરીશ.

    સહુથી વધુ આઘાતની વાત એ છે કે સચ્ચી. જેવા ધાર્મીક ‘સ્વામી’ની આવી ઈર-રેશનલ વાતોના પ્રસારકો રેશનાલીસ્ટ્ટો બની રહ્યા છે! ઉત્તમ ગજ્જર અને ગોવીંદ મારુ બંનેને વીનંતી છે કે આ લેખની રેશનાલીટી સાબીત કરી બતાવે. મને આ લેખના જે સામાજીક જોખમો દેખાયા છે તે અહીં ફક્ત નોંધુ છું.

    1 સચ્ચી. હંમેશની જેમ વીરતાની / મારવા-મરવાની વાત કરે છે. આ એમનો stand ગુજરાત 2002 પછીનો છે. (એટલે જ આ પુસ્તક પણ એ પછીનું 2004 નું છે!) જાહેર કાર્યક્રમો માં એમણે મુસ્લીમો સામે વીરતા દાખવવાની વાતો કરી છે. માણસો એક બીજા સામે લડે/ મારે એ વીરતાની વાત છે? મોદીને આવી વીરતા દાખવવા માટે સચ્ચી.એ બીર્દાવેલા છે! અને પોતે પણ એક આદીવાસી ગરીબને એમના આશ્રમમાં ચોરી કરવા ઘુસ્યા ત્યારે ગોળી મારીને ઠાર કરેલો છે. આ વીરતા છે? આ ધાર્મીકતા છે?

    2 સચ્ચી.એ હમેશા RSS ની હિન્દુત્વની વ્યુહરચનાને માન્ય રાખી છે. અહીં પણ એનો વીરોધ ‘આટલા બધા ધાર્મીક વાડા/ સંપ્રદાયો’ પ્રતી છે, ધર્મ કે ધાર્મીકતાના પાયાના ખયાલ સામે નથી! શું જોઇને રેશનાલીસ્ટ મીત્રો ‘મુળ ધાર્મીકતાથી પણ વધુ ખતરનાક’ તેવી રાજકીય ધાર્મીકતાને endorse કરવા કુદી પડે છે તે જ મને નથી સમજાતું. જે રીતે RSS homogenous હિંદુ ધર્મની વાત કરીને સૌ ભારતીયોને વોટ બેંક તરીકે વાપરવા ઈચ્છે છે તેવી જ વાત આ સચ્ચી. કરે છે. (આ વાત તેમણે અરવીંદ અડાલજાને લખેલા પત્રમાંથી પણ સમજાય છે. સચ્ચી.ને ‘સર્વ-ધર્મ સમભાવ’માં પણ રસ એટલે જ નથી, તેનો મુળ વાંધો મુસ્લીમો-ખ્રીસ્તીઓ સામે છે.)

    ૩. એક રેશનાલીસ્ટને તો ગુરુની વીભાવના, જે ‘ગુરુ મહીમા’ના સ્વરુપે જ હમેશા પ્રગટે છે, તેની સામે વાંધો હોવો જોઈએ; (બીપીનભાઈએ આ વાત સમજાવી જ છે) તેને બદલે તેઓ સચ્ચી.ની ‘બહુગુરુંવાદ’ની છેતરામણી વાતથી વારી-વારી જાય છે. સચ્ચી. પોતે એક ગુરુ છે, એટલે ધંધો સાચવવો તો રહ્યો!!

    4 સચ્ચી. વ્યક્તીપુજાને વખોડે છે, પણ 2002 પછી મોદીની જે ભક્તી વધી છે, તે વધારવામાં અને પોતે પણ મોદીની વ્યક્તીપુજા કરવા માટે જવાબદાર છે. લેખમાં જે કઈ ગેરલાભો વર્ણવ્યા છે તે મોદીપુજાને પણ લાગુ પડે છે. (ગુજરાતના મોદી પ્રસંશકોને FaceBook પર મોદીપુજક સમાજ કહેવાય છે. :). લેખમાંની આ વાત જુઓ : “પ્રજા વ્યક્તીપુજક બની ગઈ છે. શીષ્યો કે અનુયાયીઓની સામે માત્ર એક જ વ્યક્તીને ફોકસ ધરવામાં આવે છે. ક્રમે ક્રમે બ્રેઈનવૉશ કરીને આવી વ્યક્તીની આંધળી ભક્તી શીષ્યવર્ગમાં પ્રસ્થાપીત કરવામાં આવે છે. આવી વ્યક્તી માટે કાલ્પનીક ચમત્કારો કે બીજી વાતો રચાય છે, જેથી તે મહાન સુપરમૅન દેખાવા લાગે છે. લોકો પરમેશ્વરપુજક અને ગુણપુજક થવાની જગ્યાએ માત્ર અને માત્ર વ્યક્તીપુજક થઈ જાય છે… જો કોઈભુલ કાઢેતો તરતજ તેનીકતલ કરીનાખવાનો હુકમકરો તોકોણ ભુલકાઢે ? હીટલર કે સ્તાલીન જીવતા હતા ત્યારે તેમની પણ કોઈ ભુલ કાઢતું ન હતું. કારણ સમજી શકાય છે. ” મોદીને બરાબર લાગુ પડે છે, પણ એ સમયે તો સચ્ચી. પોતે મોદીપુજક હતા.

    5 . એટલે જ સચ્ચી. ગાંધીના અહીન્સાવાદની પણ ટીકા કરે છે. અને 10 વર્ષના મોદી-રાજ્યના અંતે જેમ એક સામાન્ય ગુજરાતી ગાંધી-વીરોધી થઇ ગયો છે તેમ અહીં પણ ઉત્તમ/ગોવીંદ સાથે તેમના વાંચકો પણ તાળીઓ પાડે છે. અંતે સચ્ચી. મોદીની માફક મીડલક્લાસના નેતાને છાજે તે રીતે દલીતોને મળતા રિઝર્વેશનનો પણ વીરોધ કરે છે, અમીરોની તરફદારી કરે છે. આ છે neo middleclass ના ગુરુ/સ્વામી/ધાર્મીક નેતા!! આવા ગુરુ તમને મુબારક. – કીરણ ત્રીવેદી

    Like

  16. નમ્રતાપૂર્વક મારી અરજ છે કે સ્વામીએ ગાંધીજીના અહીંસા અને સત્યના પ્રયોગો ઉપર ફરી વિચાર અને અભ્યાસ કરવાની જરૂર છે.
    આ સૂચનાથી અવીનય થયો હોયતો માફી.
    કેશવ

    Like

  17. Swami sachchidanand is really spreading correct analysis of hindu samaj.I also read his books and visited his ashram at Dantali. Please read his book ” Varna vyavastha adhogati nu mul” really he has written eye opening things in it.Dr.baba saheb ambedkar had commented in his books that brahmin society has created many Vidvan but not Manishi .Vidwan see only benefits of his caste whereas manishi sees benefit of mankind. Sachchidanand has written like manishi . if we implement his thoughts it will be helpful but not then like Dayanand and Vivekanand he will also be forgotten one day.but remember he will not be at loss but the so called great hindu religion.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s