પુનર્જન્મનું વાસ્તવીક સ્વરુપ

સત્યની શોધ અને સ્વીકાર:

પુનર્જન્મનું વાસ્તવીક સ્વરુ

–મુરજી ગડા

મીડલ ઈસ્ટ કહેવાતા પશ્વીમ એશીયામાં પાંગરેલા ખ્રીસ્તી, ઈસ્લામ તેમજ અન્ય ધર્મ પુનર્જન્મમાં માનતા નથી. જ્યારે ઉત્તર ભારતમાં ઉદ્ ભવેલ હીન્દુ, બૌદ્ધ, જૈન, શીખ ધર્મ પુનર્જન્મમાં માને છે. (આની પાછળનાં કારણોની ચર્ચા અલગ વીષય છે.) પ્રચલીત માન્યતા પ્રમાણેનો પુનર્જન્મ શક્ય હોય અથવા ન પણ હોય, જે વાતને દુનીયાની અડધાથી વધુ પ્રજા સ્વીકારતી ન હોય તે વીષય, બીજું કંઈ નહીં તોયે, વધુ વીચાર અવશ્ય માગી લે છે.

પુનર્જન્મની પ્રચલીત માન્યતા સામે બીજો પડકાર આવ્યો છે ઉત્ક્રાન્તીવાદ તરફથી. ઉત્ક્રાન્તીવાદ એ કોઈ માન્યતા કે હાયપોથીસીસ નથી.

સૌ પહેલાં આપણે પ્રચલીત માન્યતાનાં છીંડાં તપાસીએ, એ માન્યતાની શરુઆત પાછળનાં કારણ જાણીએ અને પછી વાસ્તવીકતા શી છે એની ચર્ચા થશે.

પુનર્જન્મના સમર્થનમાં કરવામાં આવતી સૌથી પહેલી દલીલ છે કે કોઈ શ્રીમન્તને ત્યાં જન્મે છે; તો કોઈ ગરીબને ત્યાં. એની પાછળ પુર્વજન્મનાં કર્મો સીવાય બીજું કંઈ હોઈ ન શકે. ધાર્મીક વ્યાખ્યાનોમાં સમ્પત્તીને તુચ્છ કહેવામાં આવે છે. જ્યારે શ્રીમન્તને ત્યાં જન્મવાથી જીવન સગવડીયું તો થાય; પણ જાણે સાર્થક થતું હોય એવો ઉપરના વીધાનનો છુપો અર્થ છે.

જન્મ વીશે સવાલ પુછવો જ હોય તો એ છે કે ગરીબ હોય, શ્રીમન્ત હોય, હીન્દુ હોય કે મુસ્લીમ હોય : એમનાં બાળકો એમને ત્યાં ન જન્મે તો બીજા કોને ત્યાં જન્મે ? પ્રચલીત માન્યતા પ્રમાણે જન્મનાર બાળકનો આત્મા જન્મ ક્યાં લેવો તે નક્કી કરે છે. વાસ્તવીકતા એ છે કે નવા જન્મનો નીર્ણય જન્મનારની ઈચ્છા પર નહીં; પણ જન્મ આપનાર માતા–પીતાના હાથમાં હોય છે. સજીવોનો જન્મ એક બાયોલૉજીકલ ઘટના માત્ર છે, એનાથી વીશેષ કંઈ નથી.

એક કાલ્પનીક દાખલો લઈએ. દુનીયામાં દર વર્ષે 15-17 કરોડ માનવબાળ જન્મે છે. (આ વાસ્તવીક છે.) માની લો કે દુનીયાનાં પુખ્ત વયનાં બધાં સ્ત્રી–પુરુષ એક વર્ષ માટે સમ્પુર્ણ બ્રહ્મચર્ય પાળે તો મનુષ્ય તરીકે જન્મ લેવા યોગ્ય આ 15-17 કરોડ સમભવીત આત્મા ક્યાં અને કેવી રીતે જન્મ લેશે ? આ બ્રહ્મચર્યનું વ્રત જો બધા લાંબો સમય પાળે તો શું થઈ જાય ?

થોડાં વર્ષોથી શહેરમાં ચકલીઓ ઓછી થઈ રહી છે. નીષ્ણાતોનું માનવું છે કે એમનાં ખોરાકમાં, પાણીમાં કે હવામાનમાં આવેલ ફેરફારને લીધે એમનું પ્રજનન તંત્ર ખોરવાઈ ગયું છે. આવી જ રીતે કોઈ નવું કાતીલ રસાયણ કે નવાં વાયરસ આપણા પ્રજનન તન્ત્રને ખોરવી દે એ શક્યતા નકારી ન શકાય. આવા સંજોગોમાં કોઈપણ આત્મા મનુષ્ય યોનીમાં જન્મ ન લઈ શકે. બધા માટે મોક્ષ અશક્ય થઈ જાય.

બે ત્રણ પેઢી પહેલાનાં દંપતીને આઠ – દસ બાળકો હોવાં સામાન્ય બાબત હતી. હવે મોટાભાગના લોકો બે ત્રણ બાળકોથી સન્તોષ માને છે. વધુ બાળકોને જન્મ ન આપવાનો નીર્ણય માતા–પીતાનો હોય છે, જે વૈજ્ઞાનીક શોધોને લીધે શક્ય બન્યું છે. આ બધાં દૃષ્ટાન્તોથી જન્મનો નીર્ણય કોને આધીન હોય છે એનો વીવાદ શમી જાય છે.

પુનર્જન્મની તરફેણમાં કરવામાં આવતી બીજી દલીલ છે અવારનવાર છાપામાં ચમકતા પુર્વજન્મની યાદ(સ્મરણ)ના દાવા. આવા દાવાઓની પોકળતા એ છે કે તે હમ્મેશાં કોઈ દુરના ગામમાં જ થતા હોય છે. આપણા શહેરના કોઈને ક્યારેય પણ પોતાના પુર્વજન્મની યાદ આવી હોય એવું વાંચવામાં આવ્યું નથી.

અમેરીકામાં પણ એક વખત આવો બનાવ બન્યો હોવાનું વાંચ્યું હતું. કુતુહલવશ, ત્યાંની મોટી પબ્લીક લાયબ્રેરી, જ્યાં બધાં મોટાં શહેરોનાં છાપાં આવતાં હોય ત્યાં જઈ કથીત ગામની નજીકનાં શહેરોનાં છાપાં ઉથલાવી જોયાં. માત્ર એ દીવસના જ નહીં; પણ એની આગળપાછળના 4-5 દીવસનાં છાપાં જોયાં; પરન્તુ ક્યાંય પણ એ ગામના આવા બનાવ વીશેનો ઉલ્લેખ નહોતો.

એ શહેરોમાં પણ ક્યારેક પુર્વજન્મની યાદના દાવા છપાતા હશે. એ દાવાઓ એમના શહેરના નહીં; પણ અન્ય કોઈ શહેરના હશે. ક્યારેક કોઈ દુરના શહેરના છાપામાં મુમ્બઈમાં કોઈને પુર્વજન્મની યાદના સમાચાર આવ્યા હશે. તેમ છતાં તે વેળાના મુમ્બઈનાં એક પણ છાપામાં એનો ઉલ્લેખ નહીં હોય.

છાપાંઓનો મુખ્ય હેતુ પોતાનું વેચાણ વધારવાનો હોય છે. સનસનાટીભર્યા સમાચાર એમાં મદદ કરે છે. એવા બધા સમાચાર સાચા હોવાનું માની ન લેવાય.

પુનર્જન્મની યાદની બીજી પણ એક ખાસીયત છે. જેને પણ આવી યાદ આવી હોય તે કોઈ દુરના પ્રદેશના કોઈ કુટુમ્બના સભ્ય હોવાનું કહે. કોઈને પણ પોતે વાંદો, સાપ, મચ્છર કે ગટરમાં પડ્યા રહેતા ડુક્કર હોવાનું યાદ નથી આવતું. શા માટે ?

જાણીતા લોકોને હીપ્નોટીઝમથી ભુતકાળમાં લઈ જઈ પુર્વજન્મની યાદ તાજી કરાવતી એક સીરીયલ થોડા સમય પહેલાં ટીવી પર બતાવાતી હતી. ટુંક સમયમાં જ એને બન્ધ કરવી પડી. અન્ધશ્રદ્ધાથી ભરપુર દેશમાં પણ એ ચાલી શકી નહીં, તે બાબત પોતે જ ઘણું કહી જાય છે.

એ માન્ય છે કે કોઈને પણ પુર્વજન્મની યાદ ન હોવી; એ પુનર્જન્મ ન હોવાની નક્કર સાબીતી ન ગણાય. એ જ રીતે છુટા છવાયા એકલદોકલ કહેવાતા દાવાઓને પુર્વજન્મ હોવાની સાબીતી પણ ન જ ગણાયને ? પુનર્જન્મની માન્યતામાં આટલાં છીંડાં હોય, દુનીયાની અડધાથી વધુ પ્રજા એમાં માનતી ન હોય છતાંયે ભારતમાં તે આટલી કેમ સ્વીકારાઈ છે ?

પ્રાચીન વૈદીક વીચારધારામાં પાપોનો (ખોટાં કાર્યોનો) નાશ કરવાનો સાવ સહેલો ઉપાય બતાવવામાં આવ્યો હતો. પુજાપાઠ, વ્રત, હવન, ચોક્કસ દીવસે નદીમાં સ્નાન વગેરે કરવાથી પાપોમાંથી મુક્તી મળે. બીજી રીતે જોઈએ તો આવી ગોઠવણથી ખોટું કરવાનો પરવાનો મળી જતો. મનફાવે તેમ વર્તો અને અમુક ક્રીયાકાંડ કરી ખોટું કર્યાના પરીણામ ભોગવવામાંથી છુટકારો મેળવો. આ માટે જરુરી ક્રીયાકાંડ કરનાર બ્રાહ્મણોનો ધન્ધો ખુબ ફુલ્યોફાલ્યો. આ ગોઠવણે પરમાત્માને આજના ભ્રષ્ટ સરકારી અધીકારીની સમકક્ષ લાવી દીધા. ફાવે તેમ કાયદાનો ભંગ કરો અને લાગતાવળગતા અધીકારીને પૈસા આપો એટલે તે જવા દે.

      પરમાત્માને થોડી લાલચ આપી કે ખુશામત કરી મનાવી લેવાનો આ ઉકેલ કેટલાક વીદ્વાન વીચારકોને વાજબી લાગ્યો નહીં. સમાજમાં વ્યવસ્થા અને જાહેર શાન્તી માટે માણસોને ખોટું કરતાં અટકાવવું જરુરી હતું. એના વીકલ્પ રુપે એમણે એક નવો નીયમ શોધ્યો, બનાવ્યો.

આ નવા નીયમ અનુસાર સારાં કર્મો(પુણ્ય)નું સારું ફળ જરુર મળે; પણ એનાથી ખરાબ કર્મો(પાપ)નો નાશ થાય નહીં. ખરાબ કર્મોનું ફળ પણ ભોગવવું જ પડે. આ નીયમ કર્મના સીદ્ધાન્ત તરીકે જાણીતો થયો.

કર્મના સીદ્ધાન્તની લોકમાનસ પર થોડી અસર થઈ ખરી; પણ સાથેસાથે આ સીદ્ધાન્તમાં પણ છીંડાં દેખાવાં લાગ્યાં. બધાનો રોજબરોજનો અનુભવ કંઈક જુદો જ હતો. ખોટું કરનારા મોજ કરતા હતા, જ્યારે સારું કરનારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ વીટમ્બણાનો એક માત્ર ઉકેલ હતો, કર્મના ફળ માટેની સમયમર્યાદા વધારવાનો. દરેક સારા કે ખરાબ કર્મનું ફળ ભોગવવું જ પડે છે. આ ભવમાં ન બને તો આવતા ભવમાં અથવા તો પછીના કોઈપણ ભવમાં ભોગવવું તો પડે જ. આ હતી પુનર્જન્મની માન્યતાની શરુઆત.

        પ્રાચીન ભારતમાં કર્મનો સીદ્ધાન્ત અને પુનર્જન્મનો ખ્યાલ ફેલાવવાનો બીજો (કદાચ વધુ અગત્યનો) હેતુ વૈદીક સમયની વર્ણવ્યવસ્થાને કાયમી બનાવવાનો હતો. નીચલા વર્ણોના માનસમાં એમના ઉતરતા દરજ્જાનો ખ્યાલ ઠસાવવા માટે પુનર્જન્મની કલ્પના આબાદ કારગત નીવડી. જેથી એના પ્રચાર અને પ્રસાર માટે કર્મકાંડીઓનો મોટો ઉદ્યોગ ખીલી નીકળ્યો. કોઈ એકલદોકલ વ્યકતી એની વાસ્તવીકતા વીશે પ્રશ્ન કરે તો સ્થાપીત હીતો એને તુરન્ત દબાવી દેતા. આવી માન્યતાઓને લીધે ત્યારથી ચાલી આવતી વર્ણવ્યવસ્થા એના વીકૃત સ્વરુપે આજ સુધી ટકી રહી છે. (બુદ્ધ અને મહાવીરે વર્ણવ્યવસ્થાનો વીરોધ કર્યો અને પુનર્જન્મને પણ માન્ય રાખ્યો તેથી વર્ણવ્યવસ્થાને અટકાવી શક્યા નહીં)

      પુનર્જન્મને સ્વીકાર્ય બનાવવા આત્માને શરીરથી અલગ અને અમર બતાવવો જરુરી હતો. આનાથી માણસની અમર થવાની જન્મજાત અભીલાષા પણ સન્તોષાતી હતી. આ તો એક પંથ ને દો કાજ જેવું થયું ! ભાવતું’તું એ વૈદે બતાવ્યું ! લોકમાનસને અમર આત્માની કલ્પના એટલી ગમી ગઈ કે એની સાથે સંકળાયેલું બધું જ એમણે સહર્ષ સ્વીકારી લીધું.

      પુનર્જન્મમાં ન માનતી પ્રજામાં પણ અમરત્વની પ્રબળ ઈચ્છા હોય છે. આ ઈચ્છા સન્તોષવા પ્રાચીન ઈજીપ્તમાં મૃત શરીરને મમી (Mummy) બનાવી સાચવી રાખતા હતા. આજે પશ્વીમના દેશોમાં મમી બનાવવાને બદલે શબને કોફીનમાં સાચવીને જમીનમાં દટાય છે.

      શરીરથી સ્વતન્ત્ર એવો અમર આત્મા, પુનર્જન્મ અને કર્મનો સીદ્ધાન્ત એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. જો એકને પ્રચલીત માન્યતા પ્રમાણે સ્વીકારીએ તો બાકીના બે ને પણ એવા જ અર્થમાં સ્વીકારવા પડે. એ જ રીતે જો એકની પ્રચલીત માન્યતાને નકારી એના વીકલ્પને સ્વીકારીએ તો બાકીના વીકલ્પ પણ શોધવા પડે.

          આ લેખમાળામાં શરીરથી સ્વતંત્ર એવા આત્માના સ્વરુપને નકાર્યું છે. (તારીખ: 4–03–2011ની પોસ્ટ : વૈજ્ઞાનીક દૃષ્ટીએ આત્માનું સ્વરુપ ) એના વીકલ્પ રુપે, સજીવોને નીર્જીવથી અલગ પાડતું તત્ત્વ જે આપણા DNAમાં અંકીત માહીતી છે એને આપણી ચેતના કહી છે. આ ચેતના આપણા માતા–પીતામાંથી આપણામાં આવે છે અને આપણા દ્વારા આપણા બાળકોમાં ઉતરે છે. બીજે ક્યાંયથી નથી આવતી. બીજા શબ્દોમાં કહીએ તો આ ચેતના પેઢી દર પેઢી નવું શરીર ધારણ કરે છે, એટલે કે પુનર્જન્મ પામે છે.

      એવું માનવામાં આવે છે કે આગલા ભવમાં કરેલ કર્મોને લીધે આ ભવમાં મનુષ્ય અવતાર મળ્યો છે તેમ જ ઉચ્ચ ધર્મ અને જ્ઞાતી મળ્યા છે. (બધાને પોતાના ધર્મ અને જ્ઞાતી સર્વોત્તમ લાગે છે.) આ કહેવાનો અર્થ એ થયો કે કોઈ પ્રાણીનો આત્મા આપણામાં આવ્યો છે. આ માન્યતાથી માતા–પીતાના વારસાની ઘોર અવહેલના થાય છે. બીજો પણ એક સવાલ છે. વાંદા, મચ્છર, સાપ કે ડુક્કરે એવાં કયાં “પુણ્ય” કર્યા હશે જેને લીધે એમને મનુષ્ય અવતાર મળ્યો હોય ! દર વર્ષે કરોડોના હીસાબે વધતી વસ્તી જોતાં એટલું કહી શકાય કે કાં તો પ્રાણીઓ ખુબ “સત્કર્મી” બન્યા છે અથવા આ માન્યતા સાવ પોકળ છે.

      મોટા ભાગના લોકો ધર્મનો ઉપયોગ વધુ સમ્પત્તી અને સુખસગવડ મેળવવાના સાધન તરીકે કરે છે. એ સમ્પત્તી તેઓ સાથે નથી લઈ જવાના; બલકે સન્તાનો માટે છોડી જવાના છે. વળી એ પણ તેઓ જાણે છે, સમજે છે અને પરોક્ષ રીતે સ્વીકારે છે કે એમનું “અમરત્વ” પુર્વજન્મ દ્વારા નહીં; પણ સન્તાનો દ્વારા જળવાવાનું છે. પ્રચલીત પુનર્જન્મમાં જો પુરો વીશ્વાસ હોત તો પોતાની મોટાભાગની સમ્પત્તી સત્કાર્યોમાં વાપરી આવતા ભવનું ભાથું બાંધત. તે ઉપરાન્ત પોતાના વાનપ્રસ્થાશ્રમનો સમય વધુ અર્થોપાર્જનને બદલે પોતાને ગમતાં સત્કાર્યોમાં કરત. પ્રચલીત માન્યતા, આદર્શો અને વાસ્તવીકતા વચ્ચેના આ વીરોધાભાસને કેમ નજરઅંદાજ કરવામા આવે છે ! કેમ હાંસીયામાં ધકેલી દેવામાં આવે છે ?

      હવે વાત રહી કર્મના સીદ્ધાન્તની. જે રીતે આપણી ચેતના આપણા સન્તાનોમાં ઉતરી આવે છે એ જ રીતે આપણાં સારાં–નરસાં કર્મોનાં ફળ પણ તેઓ ભોગવે છે. ગરીબને ત્યાં જન્મનારને શરુઆતથી જ સંઘર્ષો કરવા પડે છે. એને દુર્ભાગ્ય ગણવું કે જીવન ઘડતરની પાઠશાળા ગણવી તે દરેકના દૃષ્ટીકોણ પર આધાર રાખે છે. આ ઉપરાન્ત બધા પોતાનાં કર્મોનાં ફળ એક યા બીજા સ્વરુપે આ જન્મમાં જ ભોગવે છે.

      એટલું સાચું છે કે ચેતના, પુનર્જન્મ અને કર્મનો સીદ્ધાન્ત એકબીજા સાથે અવશ્ય સંકળાયેલા છે. ફરક એટલો છે કે તે શરીરથી સ્વતંત્ર એવા આત્માને લીધે નહીં; પણ સજીવોની પોતાનો વંશવેલો આગળ વધારવાની મુળભુત વૃત્તીને લીધે છે. એટલા માટે જ તો યોગ્ય સમયે પ્રજનન તંત્રનો વીકાસ આપમેળે થાય છે. (શરીરનાં બીજાં બધાં તંત્રો પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા માટે છે.) નેશનલ જ્યોગ્રાફી જેવી ચેનલ જોનારે, પોતાનો વંશવેલો વધારવા જીવસટોસટની લડાઈ કરતા પ્રાણીઓ જોયા હશે. આપણે થોડા સંસ્કારી અને સંયમી હોવાથી એ રીતે ઝઘડતા નથી છતાં કુદરતી રીતે તો પ્રાણી જ છીએ.

      ઉત્ક્રાન્તીવાદ અને સર્જનવાદ વચ્ચે મુખ્ય ફરક એ છે કે ઉત્ક્રાન્તીવાદ પ્રમાણે સજીવોની પ્રજાતીઓ કુદરતી પરીબળોને આધીન ધીરેધીરે વીકસી છે. જ્યારે સર્જનવાદ પ્રમાણે બધું એક સાથે એક સમયે સર્જાયું છે, સહેતુક સર્જવામાં આવ્યું છે. સર્જનવાદ વીશે કેટલાક પ્રશ્નો છે. એમાંથી અત્યારે બે પ્રશ્નો વીશે વીચારીએ.

      સર્જન માટે સર્જકની જરુર પડે છે. સર્જક ક્યારે પણ પોતાના સર્જનની અન્દર હોતો નથી. તે સર્જનની બહાર હોય છે. આ કીસ્સામાં સર્જનની બહાર એટલે તારામંડળો અને અવકાશ સહીત સમસ્ત બ્રહ્માંડની બહાર હોવું જરુરી છે. બ્રહ્માંડની બહાર શું હોઈ શકે એની હજી સુધી કોઈને કલ્પના સુધ્ધાં નથી. કંઈપણ હોય તો વળી એના સર્જક વીશે પણ આ જ પ્રશ્ન ઉભો રહે છે. સર્જનવાદમાં માનતી બધી વીચારધારાઓ સર્જકને પૃથ્વી ફરતા વાદળોની ઉપર હોવાનું કહે છે. બ્રહ્માંડની સરખામણીએ પૃથ્વી એક રજકણ માત્ર છે. આપણા સીવાય બીજા કોઈ માટે એનું કશું મહત્ત્વ નથી. વાદળોની ઉપર થોડા અન્તર માટે પાતળું વાતાવરણ છે, પૃથ્વીનું ચુમ્બકીય ક્ષેત્ર છે અને માનવસર્જીત ઉપગ્રહો પૃથ્વીની પ્રદક્ષીણા કરે છે. ત્યાં બીજું કંઈ નથી. જો સર્જકના અસ્તીત્વને સ્વીકારીએ તો એક નવો પ્રશ્ન ઉભો થાય છે. સર્જકને કોણે સર્જ્યો ? જો સર્જક સ્વયમ્ભુ હોય તો બ્રહ્માંડ સ્વયમ્ભુ કેમ ન હોઈ શકે ?

          બીજો પ્રશ્ન સર્જનના હેતુ વીશે છે. આ વીષયમાં ક્યાંય સ્પષ્ટ માહીતી નથી. સર્જનના સમય વીશે પણ મતમતાન્તર છે. એક વીચારધારા પ્રમાણે બધું આશરે સાત હજાર વરસ પહેલાં સર્જાયું છે. જ્યારે બીજી વીચારધારા અનન્તકાળની વાતો કરે છે.

      અંગ્રેજી સાહીત્યની એક પરીકથા પ્રમાણે મેઘધનુષ્યને છેડે સોનાનો ચરુ હોય છે. કોઈ વ્યક્તી જ્યારે અવાસ્તવીક ખ્વાબ જોતી હોય ત્યારે તે  આ કાલ્પનીક સોનાના ચરુ પાછળ દોડી રહી છે એવું કહેવાય છે. આ ચરુ માત્ર એક પરીકલ્પના હોવાથી ક્યારે પણ કોઈને મળ્યો નથી. (મેઘધનુષ વાતાવરણમાં રચાય છે. એ પુરો ગોળ હોવાથી એને છેડો નથી. એ ક્યાં પણ જમીનને સ્પર્શતો નથી.)

પુનર્જન્મ, સ્વર્ગ, મોક્ષ વગેરેની માન્યતાઓ પણ આ સોનાના ચરુ જેવી હોઈ શકે છે. મોક્ષને જીવનનું અંતીમ ધ્યેય ગણી એ દીશામાં પવૃત્ત રહેવા કરતાં પૃથ્વીપરની સજીવ–નીર્જીવ સૃષ્ટીના સારા ભવીષ્ય માટે પ્રવૃત્તી કરવી વધુ વહેવારુ છે.

ઉત્ક્રાન્તીમાં અત્યારે મનુષ્ય છેલ્લો છે; પણ અંતીમ નથી. આપણાથી વધુ વીકસીત પ્રજાતી કેવી હશે એની કલ્પના ઘણાએ કરી છે પણ ખબર કોઈને નથી. ત્રીકાળજ્ઞાની કોઈ થયું નથી અને થવું શક્ય નથી. ત્રીકાળજ્ઞાન પણ એક કલ્પનામાત્ર છે. ભવીષ્ય જાણી શકનારને ભુતકાળની ખબર હોવી જ જોઈએ. ભુતકાળ અને ત્યારના ભવીષ્ય વીષેની ઘણી પુરાણી માન્યતાઓ ખોટી સાબીત થઈ છે, જે ત્રીકાળજ્ઞાનની ભ્રામકતા પુરવાર કરે છે.

સત્ય ક્યારેક સરળ હોય છે તો ક્યારેક અટપટું અને કડવું પણ હોય છે. લોકોને એ ગમતું ન હોવાથી એનાથી દુર ભાગે છે. કેટલાક લોકો પોતાની માન્યતાઓને એટલા પંપાળતા હોય છે કે નવો વીચાર સાંભળવા કે સમજવા પણ માગતા નથી. એના વીશે વીચારવાની તેમ જ ગમે તો સ્વીકારવાની વાત તો દુર રહી. એકબીજાથી વીરોધી વીચારોનું વાચન કરીએ તો મનોમન્થનનું વલોણું થાય અને એમાંથી સત્ય ઉભરી આવે. ઘણી વીચારધારાઓ શરુઆતમાં સમ્પુર્ણ સત્ય જેવી લાગતી હોય છે. સમય જતાં એમાં ત્રુટીઓ દેખાવા લાગે છે એટલે એના વીકલ્પ શોધાય છે. એ રીતે નવી વીચારધારાઓ અસ્તીત્વમાં આવે છે. આર્થીક હોય, રાજકીય હોય કે ધાર્મીક હોય, કોઈપણ ક્ષેત્રની આજસુધીની એકપણ વીચારધારા સર્વમાન્ય થઈ શકી નથી. દરેક ક્ષેત્રમાં નવા વીચારનો અવકાશ છે.

પુરાણી માન્યતોને ક્યાં સુધી વળગી રહીશું ? અણગમતાં સત્યો ક્યારે સ્વીકારતા થઈશું ?

–મુરજી ગડા

લેખકસંપર્ક:

શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા– 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 email: mggada@gmail.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

વળી, જીજ્ઞાસુઓ માટે અને આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત મેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે…

અક્ષરાંકન:ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પો: એરુ એ. સી. – 396450 જી. : નવસારી. સેલફોન: 9974062600 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ11–08–2011

36 Comments

 1. સ્વાગત,
  શાસ્ત્રો નો અભ્યાસ કરી , તેના રૂપકો ને સમજી, ઇન્દ્રોયો ના વ્યાપ ની બહાર નીકળી “જે દેખાય છે” તેથી વિશેષ જોવા/જાણવા/સમજવાની અંતર સૂઝ કેળવવાની
  અને તેના આધારે જીવન સંવાર વાના આચાર કેળવવાની જરૂર છે..
  આપણા પૂર્વજો આ બાબતે ઘણું ચિંતન અને તેમાંથી ઉદ્બવેલું જ્ઞાન સુત્રો રૂપે મુકતા જવાનો સંયમ ખેડ્યો છે..તેને “નર્યો અંધ વિશ્વાસ” માનવો તે માનનારાની ભૂલ હોઈ શકે..
  અણસમજ ના વાદળો થી ઢનકાવાથી સૂરજ ના તેજ ની વધ-ઘટ સાબિત નથી થતી..
  આકાશ પ્રત્યે ધૂળ ઉડાડવાથી કે થુક્વાથી ઉડાડનારનું મોઢું ખરડાય છે..
  બીજા કોઈનું તેમાં કંઇજ નુકસાન નથી થતું..
  વાંક આપની શિક્ષણ અને રાજ્ય વ્યવસ્થા નો છે..
  જે ને સેક્યુલર ના નામે આપણને અવળે માર્ગે ચડાવી, આત્મ-ગૌરવ થી વંચિત રહેવાના રવાડે ચડાવ્યા છે..
  ” આજ કાલ માં હું-તું કરતા જમડા પકડી જાશે જી.
  બ્રહ્માનંદ કહે ચેત અજ્ઞાની .. અંતે ફજેતી થાશે જી”
  “પરિક્ષીત” થવાની જરૂર છે..

  Like

  1. માનનીય શ્રી શૈલેષભાઈ,
   આપનું કહેવું સાચું છે કે આપણા પૂર્વજો સૂત્ર રૂપે ઘણું મૂકી ગયા છે. કદાચ એની સારી વાત એ રહી કે એ સૂત્રના જુદા જુદા અર્થ થયા અને આપણા પૂર્વજો આપણા માટે ચિંતનનો એક રાજમાર્ગ નહીં પણ અનેક નાની કેડીઓ છોડી ગયા. એનું નબળું પાસું એ કે સામાન્ય માણસ માત્ર વ્યવહાર્ય ધર્મ, અથવા કર્મકાંડમાં જ અટવાઈ ગયો, કારણ કે એને શું સાચું તે સમજાયું નહીં.

   આમ છતાં આપણા પૂર્વજોએ જે આપ્યું છે તેના પર હજી તાળાં નથી લાગ્યાં. એમનો રસ્તો હજી ખુલ્લો છે અને ચિંતનની પ્રક્રિયા ચાલુ જ છે એ આનંદની વાત છે. શ્રી મૂરજીભાઈનો આ લેખ આ પ્રક્રિયા ચાલુ હોવાનું પ્રમાણ હોય એમ મને લાગે છે, અને એ કારણસર આવકાર્ય છે.એ ધર્મ અંગે કશું જ ન વિચારનારાનો આત્મસંતુષ્ટ અને પ્રાચીન જ્ઞાનની વિના સમજ્યે ઠેકડી ઊડાવનારાનો અહંકાર નથી

   આપ માનશો કે ‘પૂર્વજ’ શબ્દ એટલો બધો વ્યાપક છે કે એની સીમા નથી. આફ્રિકાથી પચાસ હજાર વર્ષ પહેલાં નીકળેલો માણસ પણ મારો પૂર્વજ છે અને મેં જોએલા મારા દાદા પણ મારા પૂર્વજ છે. દરેક પેઢીના પુર્વજ હોય જ છે. આપણે કયા પૂર્વજોની વાત કરીએ છીએ? આની ચર્ચા એટલા માટે કરી કે પૂર્વજોને નામે દુનિયા અટકી ગઈ એવું નથી. જ્ઞાનમાર્ગ પર ચર્ચાઓ ચાલુ રહેવી જોઇએ.ખરૂં પૂછો તો શ્રી મૂરજીભાઈનો સવાલ છે કે સર્જકથી પહેલાં કોણ હતો? ઋગ્વેદના ઋષિને પણ આ જ સવાલ થયો હતો કે આ સૃષ્ટિનું નિર્માણ એક પુરુષે કર્યું. આ પુરુષ પહેલાં કોણ હતું, શું હતું?

   વળી એ પણ તર્કબદ્ધ લાગે છે કે ઈશ્વર અને કર્મફળના સિદ્ધાંત વચ્ચે મેળ નથી. ઈશ્વર વ્ય્ક્તિગત રીત્વ આ દુનિયાના સાડાછ અબજ માણસો પર એક જ સમયે ધ્યાન રાખીને એમની તરફેણમાં વર્તી શકતો હોય તો કર્મ, એટલે કે કાર્ય અને પરિણામના સિદ્ધાંતનો અર્થ નથી રહેતો. એ તો યાંત્રિક સિદ્ધાંત છે.એમાં હસ્તક્ષેપ શક્ય નથી, અને શક્ય હોય તો એ કર્મફળનો સિદ્ધાંત નથી.

   પુનર્જન્મનો ખ્યાલ પણ મૃત્યુ થઈ જવાને કારણે છેલ્લા દિવસોમાં કરેલાં કર્મોનું ફળ કેમ મળે, એવા તાર્કિક પ્રશ્નના જવાબ તરીકે જ આવ્યો હોવો જોઈએ. વળી એ પણ સવાલ છે કે આવતા જન્મે હું બકરી બનું તો કયું પુણ્યકાર્ય કરૂં અથવા શી રીતે કરી શકું, કે જેથી ફરી ‘મહાન’ અને ઈશ્વરની ખાસ પસંદગીની માનવ યોનિમાં પાછો આવી શકું? આમાં મને માત્ર ઈશ્વરનો હસ્તક્ષેપ જ મદદ કરે તો થાય. એ કહે કે “કઈં વાંધો નહીં, બકરી બેન, તમે કઈં પુણ્ય તો કર્યું નથી પણ હું તમને માનવ યોનિમાં મૂકીશ” આ સિવાય મારી પાસે્ રસ્તો શો? આમ કદાચ પ્રાણીઓને ઈશ્વરની વધારે જરૂર છે, પણ એક પણ બકરી ઈશ્વરને કેમ યાદ નથી કરતી? આનો જવાબ મને કોઈએ નથી આપ્યો. એટલે આ ચિંતન સર્વવ્યાપી નથી, એ માત્ર માનવ પૂરતું મર્યાદિત છે.

   મને તો લાગે છે કે પુનર્જન્મનો સિદ્ધાંત ઈશ્વરને માણસથી દૂર લઈ જાય છે. આ સ્થિતિમાં માત્ર પૂર્વજોએ કહ્યું એટલે માની લેવું એ ગળે ન ઊતરે એવું છે. કારણ કે સિદ્ધાંતોની ભેળસેળ બહુ થઈ હોય એમ લાગે છે.

   એ પણ હકીકત છે કે એનો લાભ બ્રાહ્મણ વર્ગે ખૂબ લીધો. ચિંતન પરંપરાનાં આ સામાજિક પાસાંની આપણે ઉપેક્ષા કરી શકીએ ખરા? આમાં કશું જ ‘સેક્યૂલર’ નથી. શોષિતોનું વિચારવું એ ઉત્તમ માનવીય સ્થિતિ છે.

   Like

   1. જો મૂળ ને સમજીએ તો મોટા ભાગ ના દંભ નો નાશ થઇ જાય છે..
    અણસમજ ને કારણે બંધાતા આચાર-વિચાર સ્વ અને સમાજ ને બોજા રૂપ બને છે..
    સત્ય શોધન ની કેડીએ કંટક-શોધન તેનો નાશ કરવા માટે યોગ્ય છે..
    પણ શોધેલા કંટકો ને કારણે સત્યની ઉપેક્ષા સેવવી તે સામાજિક અપરાધ છે..
    છેવટે સાચા -સારા નો આધાર લઇ જીવનને સમૃદ્ધ /સાર્થક બનાવવું તે દરેક જીવાત્માનો યત્ન અને સ્વતંત્ર નિર્ણય હોઈ શકે.
    ડો.ત્રિવેદી એ લખેલો આ લેખ વાંચવા/સમજવા જેવો છે..

    The Vedic culture and world peace
    India is the home of Vedic culture, and cradle of civilization, but westernization of the intellectuals and the Marxist brain has polluted the Vedic culture on the name of ‘Hinduism’, and they use the term Islamophobia for the critics of Islam.
    If the intellectuals can criticize the ‘Hindutva’ then the defenders of the ‘Hindutva’ have also the right to criticize the Islam for intolerance.
    The ‘Hindu’ is open subject for the intellectuals, because it is not a religion as compared to Muslim religion. If ‘Hindu’ was a religion, then they may have not dared to criticize the Hinduism. It is only to appease Muslim vote bank, without knowing the facts.
    The ‘Hindu’ is a term for Indians, imposed by the invaders for the people residing on the bank of Sindhu river. The British Govt. of India has given a different turn against the formation of Muslim league, and Veer Savarkar has raised the issue of ‘Hindutva’ for the Indians of India. Guru Golwalkar has given it another shape of ‘Sangh Parivar’ against the agenda of Muslim league, but the formation of Muslim league was not criticized.
    After independence on the name of the so called religion, it became the policy of vote bank to criticize the ‘Hindu’ and every thing pertaining to Indian culture as fundamentalist. Even the Sanskrit, which was once the international language like English, they have compared it with Urdu, and the Yoga and Ayurveda, which have international importance for the mankind, became the traditional orthodox subject.
    They do not know that they have harmed the Indian culture and integrity of India more than the British. Even they are ahead without shame to compare ‘Hindu’ organization as fascist and Nazi Hitler. No Indian can accept it.
    It will not solve the problem, but it can widen the gape between the Indians. We are the descendents of Vedic culture, where there is no place for religious differentiation and religious fundamentalism. Every one is free to follow his spiritual traditions and rituals.
    The Vedic culture emphasizes the harmony with nature, with the concept ‘Vasudhaiv Kutumbakam’ the whole earth is our family. To have harmony with nature is not religious fundamentalism. The people can worship any natural component to satisfy his spiritual values, it is freedom of spiritualism in India. The world has to learn it from India. Otherwise world is going towards its peril, and we are supporting it.
    To call Indian Vedic culture as a religion as compare to the Muslim or Christian on the name of ‘Hindu’ is a big sin and devaluation of Indian culture by the Indian intellectuals at their own.
    With regards.

    Dr.C.P.Trivedi

    Like

 2. મારા બ્લોગ ઉપર ” પુનર્જન્મ ઈંડીયનો ( હિંદુઓ ) ‌માટે જ શા માટે ? ” ૯,જુન 2010ના એક પોસ્ટ મૂકેલી જેની લીંક નીચે આપી છે.રસ ધરાવતા મિત્રો વાંચી પોતાના પ્રતિભાવ જણાવશે તો આનંદ થશે !

  http://arvindadalja.wordpress.com/2010/07/09/%e0%aa%aa%e0%ab%81%e0%aa%a8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9c%e0%aa%a8%e0%ab%8d%e0%aa%ae-%e0%aa%ae%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%88%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a1%e0%ab%80%e0%aa%af%e0%aa%a8/

  Like

 3. નમસ્તે સરજી, ઉત્તમ લેખ બદલ ધન્યવાદ….!!

  પુરાણી માન્યતોને ક્યાં સુધી વળગી રહીશું ? અણગમતાં સત્યો ક્યારે સ્વીકારતા થઈશું ?

  આ સવાલ જ આપ મુરબ્બીશ્રીના જવાબ છે. આ જીવનનુ કડવુ સત્ય એ છે કે જે ‘જુનુ છે એ જ સોનુ છે અને નવુ છે એ છેતરામણુ છે.’ જુનુ સોનુ પડ્યુ પડ્યુ જ કિંમત વધારે છે અને નવુ સોનુ વધુ કિંમત માંગે છે, આંચકી લે છે.

  આપણે હજુ સુધી એટલા બધા સામર્થી નથી બની શક્યા કે નવો સુરજ બનાવી શકીએ, નવો ચંદ્રમા બનાવી શકિએ, નવી પ્રુથ્વી બનાવી શકીએ, આપણા શરીરને પણ નવુ નથી બનાવી શકતા, આપણા ઘરને પણ નવુ બનાવી નથી શક્તા. જેવુ રચનાકારે બનાવ્યુ એ એવુ જ રહેવાનો અને એને સ્વિકાર્યે જ શાંતિ રહેશે, નહિ તો અથડાતા રહીએ. આધુનિક યુરોપ આજે અધાર્મિકતા/નાસ્તિકતાના જ કારણે ભડકે બળી રહ્યુ છે, એ સત્ય આડા કાન શું કરીએ?

  હા પરિવર્તન જરુર કરી શકિએ પણ જે રચના રચના કારે કરી છે એથી વિષેશ કે આગળ પડતુ કશું નથી કરી શકવાના. આ તો મનના વિચારો છે, જે જ્ઞાનમાં ખપાવીએ છીએ, જે આપણને સારુ લાગે પણ એ જ સત્ય નથી હોતુ, સત્ય તો અલગ જ હોય છે, એ તો લાખો-કરોડોમાંનો કોઈ વિરલો જ પામી શકે છે. જે પોતાના મનને સત્ય વાતોમાં લગાડે છે એની સોબતી માં અલગ જ પ્રકારની શાંતિ હોય છે, જે વિજ્ઞાનની/પ્રગતિની આધુનિક વાતોમાં નથી મળતી.

  રચયીતા પરમેશ્વરના ભજન પછી ભજનિક શાંતિથી નીંદર માણે છે, જ્યારે પ્રગતિવાદી ચર્ચા સમારંભ પછી શાંતિથી ઉંઘી પણ નથી શક્તો, પણ અવનવા વિચારોમાં પડખુ ફેરવ્યા કરતો રહે છે

  જાડેજા જેસલે પાછલી ઉમ્મરમાં જે જાણ્યુ હતુ એ જ સત્ય, અનંત સત્ય છે અને એ શીખવનારી સતિ તોરલ જ સત્ય હતા અને રહેશે. એ સત્ય જાણ્યા પછી જાડેજા જેસલ શાંતિથી શત્રુઓના મેણાટોણા સહન કરનાર સંત કહેવાણા પછી ભલે સમાજને આધુનિક સગવડતા ન આપી પણ યુગો પુરાણી શાંતિ અને સંતોષનો સત્ય મારગ તો દેખાડ્યો ને? જે આજે પણ કચ્છ-ગુજરાતને પવિત્ર બનાવે છે એ પવિત્રતા આજના એન.આર.આઈ. ના કોઈ પણ રોકાણમાં નથી મળવાની.

  વિજ્ઞાનથી સુખ-સગવડ, અવનવુ, ભવ્ય અને ભૌતિક નવુ નવુ ભલે સારુ લાગે પણ મારા જેવા અભણ ગમાર અથવા અંતિમ સત્ય સમજનારને રચનાકારની મહિમા કરતા કરતા જ ખુલ્લી જમીન ઉપર સુવામાં જે શાંતિ પામે છે, ઝુંપડીમા જે આનદ પામે છે, ડુંગળી-રોટલામાં જે અમ્રુત મળે છે, મજુરીમાં જીવન જે ગુજરી જાય છે જે આધિનિક ભૌતિક પ્રગતિવાદીઓને લાખો-કરોડોમાંયે નસીબ નથી થતી. મારો બોસ હાઈલી ક્વોલિફાઈડ છે પણ શાંતિ નથી. એવુ જ દરેક નુ માનુ છુ. હુ તો રાત્રે પ્રભુના ગુણ ગાઈને નિંદર પામુ છુ અને મળસ્કે ફરીથી પ્રભુના ગુણ ગાઈને દિવસ ભર આનંદ પામુ છુ. અને પ્રાર્થના કરુ છુ કે મારા દરેક ભારતીય ભાઈ-બહેનોને પણ શાંતિ અને સત્ય ની નિંદર આપે.

  Like

 4. Abhinandan. Sundar ane mananiya lekh. Jan Jagruti maate ava lekho ane teni upar tandurashtha charcha jarurthi lok-jagruti jagavashe. Shri Arvind Adalja’s lekh, “JO MRUTIU NA HOI TO ?…vanchine vicharva jevo chhe. Aa lekhma ghana javabo chhe.

  Jesal ane Toral ni varta ane teni uparna philosophithi bharela interpretations lokone sadmarge dorvana aashayathi samajma vaheta mukavama aavela kahevai.

  Raja Vikram ane Vaitalni vaato pan samajma tarti mukavama aaveli. Dhamkavine ke ghabharavine PAAP ANE PUNIYANA chhakarma samaniya prajane naakhine BHRAHAMAN SAMAJE potani ROTI…seki lidhi hati ane aaje seki rahiya chhe.

  Sri Sri Ravishankar, Morari Bapu, Bhupendrabhai,Rameshbhai, Asaramji…..Thse people are believed to be sacred and influential among politicians and the heads of many countries. If they believe in PEACE, NO WAR, NO HUNGER…then why can’t they influence these political leaders and convince them to stop war. Aa santono punarjanma sansarma SANTI felavava mate thailo chhe. Why the miss their duty ?

  PUNARJANMA…????????????? IS THERE ANYONE IN THIS WORLD WHO CAN PROVE IT AND ESTABLISH ITS TRUTH ?

  Like

 5. વાહ અતુલભાઈ વાહ, અજાણતા જ આપશ્રીએ ઉપર ઉપકાર કરી દિધો, હુ આપનો ઋણી રહિશ, જાણવા માણવા અને શીખવા લાયક અદભુત ૬૦ પાનાએ મારા ભુતકાળના દુખીજનોમાંના ઘર કરી બેસેલા દુષ્ટાઅત્માઓ જોડેની મોઢાંમોઢ લડાઈની યાદ તાજી કરાવી ગયુ. આ પુસ્તકમાં લખેલી દરેકે દરેક વાત તદ્દન સત્ય છે જે મે પોતે જ મારી દુષ્ટાત્માઓ જોડે લડાઈ વખતએ અનુભવેલ છે, સંમોહન રીતે નહિ પણ પ્રાર્થના અને હુકમની લડાઈ રીતે. આપે દર્શાવેલ પુસ્તક વારંવાર વાંચવા જેવુ હોવાથી એક જ ધડાકે, દોઢ કલાકમાં જ પુરુ કર્યુ છે.

  આના પરથી સિધ્ધ થાય છે કે મનુષ્યએ જે વિષયમાં આગળ પ્રગતિ કરવી જોઈતી હતી એના બદલે વિજ્ઞાન મારફતે સમ્રૂધ્ધીમાં અટવાઈને પોતાને અને સંસારને ભ્ર્ષ્ટ અને નષ્ટ કરી રહ્યો છે.

  Like

  1. શ્રી રાજેશભાઈ,

   આપનો આભાર. માણસોને સત્ય જાણવા કરતાં પોતાની પીપુડિ વગાડવામાં વધારે રસ હોય છે.

   ઋષીઓ ગહન ચિંતન કરતાં, ધ્યાન કરીને જે અનુભૂતીઓ મેળવી તેની વાત કરી છે – અને એવી કોઈ વાત નથી કે જે અત્યારે ન થઈ શકે – પાતંજલ મુની આહ્વાન કરે છે કે તમે પણ સાધના કરો અને સત્ય જાણી લ્યો.

   Like

 6. આ પુનરજન્મનો લેખ બહુ લાંબો છે. ઘણા વિષયો ચર્ચવામાં આવ્યા છે એટલે પ્રતિભાવ આપવાવાળાને બહુ વિચાર કરવો પડે કે શું લખવું? મારું માનવું છે કે એકાદ-બે ફકરા લખીને છોડીદો તો લોકોને કંઈ લખવાની ખબર પડે અને તેમના વિચારો જાણવા મળે.

  પુનર્જન્મના કિસ્સાઓ છાપામાં અવારનવાર આવતા રહે છે. છાપાવાળાઓ રાઈનો ડુંગર બનાવતા હોય છે. મને સ્વપ્નમાંયે એવું યાદ આવતું નથી કે હું મારા આ જન્મ પહેલાં મનુષ્ય, પ્રાણી કે મચ્છર હતો. શાસ્ત્રમાંતો બહુ લખેલું હોય પરંતુ શાસ્ત્રનું ધ્યેય પણ જાણવું અને સમજવું જોઈએ. મનુષ્ય ખરાબ કર્મો કરે તો તેનો નર્કાવાસ કે પશુ યોનીમાં જન્મ થાય. એટલે આમ શાસ્ત્રે ખરાબ કર્મો માટે ધમકી ઉચ્ચારીને મનુષ્યને સારા કર્મો કવાનું જણાવે છે. હિંદુ ધર્મના ઠેકેદારોએ હિંદુ ધર્મને આજીવિકાનું સાધન બનાવ્યો છે. અને તેથી હિંદુ, ધર્મની દરેક બાબતમાં અસ્પષ્ટ છે. સ્વામી સચ્ચિદાનાન્દજીનું કહેવું છે કે પુનર્જન્મ હોય તોયે વાહ વાહ અને નહિ હોય તોયે વાહ વાહ.

  ઋષિઓનો પ્રયોગ આધ્યાત્મિક અને પાત્રાત્મક રીતે થયો છે. મહાભારત અને રામાયણ વચ્ચે લાખો વર્ષોનું અંતર હોવા છતાં, વ્યાસ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, દુર્વાસા વગેરે ઋષિઓનો પ્રયોગ પાત્રાત્મક રીતે બન્ને પુરાણોમાં અસ્તિત્વ ધરાવે છે. ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વગેરે લેખકના પાત્રો છે. ધાર્મિક ક્ષેત્રમાં એમ મનાય છે કે ગીતા એ સાક્ષાત ભગવાનની વાણી છે. આવુંજ રામાયણમાં શ્રી રામ વગેરે જે કાંઇ બોલે છે તે ગ્રન્થના લેખકની વાણી છે. આ વાત જો તમે ધાર્મિક પૂર્વગ્રહોથી મુક્ત થયા હશો તોજ સમજમાં આવશે. મૂળગ્રંથમાંથી પ્રત્યેક આચાર્યે અને પંડિતે પોતાની માન્યતાઓને વેદસિધ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. આ બધું એટલું અટપટું અને પરસ્પર વિરોધી છે કે સામાન્ય માણસ માટે સાચું-ખોટું સમજવાનું કઠીન થઇ ગયું છે. એક મુસ્લિમ કે ખ્રિસ્તી પોતના ધર્મગ્રંથનું જેટલી સ્પષ્ટતાથી અધ્યયન કરી શકે છે, તેટલું એક હિંદુ નથી કરી શકતો. નરસિંહ મહેતાએ ઠીક લખ્યું છે કે “ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી જેહને જે ગમે તેહને પૂજે.” (સ્વામી શ્રી સચ્ચિદાનંદ – બ્રહ્મ્સુત્રના પ્રવચનમાંથી.)

  એક સંપ્રદાયના સંતે કહ્યું કે જ્યારથી મેં જાણ્યું કે ક્લોનિંગ પધ્ધતિથી આઈનસ્ટઅઇનના બીજથી હજારો આઇનસ્ટાઇન પેદા કરી શકાય છે તેથી હવે મને પ્રશ્ન થાય કે આવા ક્લોનિંગથી જન્મેલા હજારો આઇનસ્ટાઇન પૂર્વ જન્મમાં શું હતા? કયા પૂર્વના કર્મોથી જન્મ્યા હશે? આ બધા એકજ પ્રકારની પ્રવૃતિ કરશે તેનું પ્રેરક બળ શું? ખરેખર આ બધાના આત્મા પહેલાં હતા કે નવા ઉત્પન્ન થયા? પહેલાં હતા તો ક્યાં હતા? તે સંત બોલ્યા કે ખરેખર હવે મને લાગે છે કે આત્મા અને મોક્ષ કલ્પના માત્ર છે. ( સ્વામી શ્રી સચ્ચિદાનંદ – ઓડીઓબુકમાંથી)

  Like

 7. અડધાથી વધારે લોકો પુનર્જન્મમાં ન માનતા હોય તેથી કાઈ તે સિદ્ધાંત ન બની જાય. એક સમય એવો હતો કે જ્યારે મોટા ભાગના લોકો માનતા હતા કે સુર્ય ઉગે અને આથમે છે જ્યારે હવે આપણે જાણીએ છીએ કે સુર્ય સ્થીર રહે છે અને પૃથ્વી ફરે છે. હિંદુઓએ મૃતદેહને બાળવાની વાત કરી અને હવે આજે ઘણાં પાશ્ચાત્ય લોકો યે સ્વીકારે છે કે મૃતદેહને અગ્નિદાહથી નષ્ટ કરવો તે સહુથી વધુ વૈજ્ઞાનિક છે.

  અર્જુન પણ પુનર્જન્મમાં ક્યાં માનતો હતો? તે પુછે છે કે વિવસ્વાન પહેલા થયા અને તમે હમણા થયા તો વળી અત્યારે જે યોગની આપ વાત કરો છો તે પૂર્વે કેવી રીતે આપે તેમને કહ્યો હશે? ત્યારે શ્રીકૃષ્ણ હસતા હસતા (કલ્પના કરુ છું કે તેઓ હસતા હશે) કહે છે કે: તારા ને મારા અનેક જન્મો થયા છે – મને તે સર્વ યાદ છે અને તને યાદ નથી.

  પાતંજલ યોગ સૂત્રો પણ યોગીઓ પોતાના પૂર્વજન્મો જાણી શકે છે તે બાબતે વાત કરે છે.

  ઉપર જે પુસ્તકની લિન્ક આપેલ છે તે મનોવૈજ્ઞાનીક હિંદુ નથી.

  કડવું હોય કે મીઠું પણ આપણે તો સત્ય શોધવું છે ને?

  તો પછી ચાલો આપણે સહુ ખુલ્લા દીલે સત્યને શોધીએ.

  Like

 8. પુનર્જન્મ વિષેનો આ લેખ ઘણા છીંડાઓને ખુલ્લો કરેછે,પુર્નજન્મમાં માનનારાઓનો
  આપણાં સમાજમાં તૂટો નથી,ભારતના સુશિક્ષિતથી માંડીને અભણ વર્ગના લોકોમાં સદીઓથી પરમ્પરાગત ઘર કરી ગયો છે,આ વળગાડનો કેડો છોડવો મુશ્કેલ છે.આજના અપાતા શિક્ષણમાં ધરમૂળથી કોઈ ફેરફાર થાયતોજ વિચારધારા બદલે પણ સ્થાપિત હક્ક્કો આવું રોકવાને મરણીયો પ્રયત્ન કરતા રહેશે,તેમની પાસે આર્થિક,સતાકીય અને ધાર્મિક બાણોનો જથ્થો ભરપુર છે.
  આ લેખમાં સારી એવી છણાવટ કરવામાં આવી છે,વાંચવાથી ઘણા વિચારોનું મનન થશે.

  Like

 9. Response to: પુનર્જન્મનું વાસ્તવીક સ્વરુપ
  From Dr. H.K. Gandhi [dwiroop@yahoo.com] – Age 87-Ex-Freedom Fighter of 1942 Quit India Movement.
  I cannot write my Response in Gujarati.
  I congratulate Mr. BJ Mistry and Shree Murji Gada. For this Nice article in Removing wrong religious beliefs from Minds of Indian People.

  In Present – Most Corrupt Political System of India, and Many Absurd Religious beliefs prevailing in India and abroad, such articles will help all Open Minded and Curious Able Persons (Like Arjuna) to come forward and fight against Asuri Rulers like Sonia Gandhi, Laloo Yadav, Mayavati etc, and many Dharm Gurus – worshiped as Living Gods, and deep rooted Caste System of Aryan King Manu, totally distorted by beliefs of

  Previous Births and Next Births.
  During my retired age of 30 years, – after Medical Practice of 32 Years in India – I had turned to Religious Study of World religions. Gita and Mahabhart had impressed me most- compared to Ramayan and Bhagavat. With a Scientific approach to this subject I wrote and published some Gujarati and Eng Books and prepared Audio Cd’s (82-Eng. and 42 in Guj.).
  I am sure people like Shree Murji Gada, Mr Mistry and all will like My Revolutionary Religion-Political Thoughts.

  Like

 10. પુનર્જન્મના સમર્થનમાં કરવામાં આવતી સૌથી પહેલી દલીલ છે કે કોઈ શ્રીમન્તને ત્યાં જન્મે છે; તો કોઈ ગરીબને ત્યાં. એની પાછળ પુર્વજન્મનાં કર્મો સીવાય બીજું કંઈ હોઈ ન શકે.
  ——————–
  ઉપરોક્ત દલીલ મુખ્ય નથી મુખ્ય દલીલ આ છે:-
  ——————–

  પુનર્જન્મના સમર્થનમાં કરવામાં આવતી મુખ્ય દલીલ છે કે દુષ્ટ લોકો જો દુષ્ટતા આચર્યા જ કરે અને તેને સજા માટે કોઈ નિયમ ન હોય તો દુષ્ટોને તો દુષ્ટતા આચરવાનો છુટો દોર મળી જાય. અત્યારે એક કસાબને આપણી નમાલી સરકાર સજા નથી કરી શકતી તો જો આ પુનર્જન્મની અને સજાની વ્યવસ્થા ન હોય તો કેટલા કસાબો પાકે અને જેલમાં બેસીને બીરીયાની ખાધા કરે તેનો વિચાર કર્યો?

  Like

  1. કર્મના ફળમાં દુષ્ટતા ક્યાં આવી? એ તો વ્યાખ્યા થઈ. એના ફળ પરથી નક્કી થશે કે એ દુષ્ટતા છે કે કેમ. વળી મૂળ સિદ્ધાંત તમે કહો છો તેમ માત્ર દુષ્ટતા માટે જ હોય તો સારાં તરીકે ઓળખાય એવાં કર્મો વિશે કઈં કોઈ શાસ્ત્રમાં કહ્યુ નથી?
   ખરેખર તો કર્મનો સિદ્ધાંત સારાં અને ખરાબ કર્મોનાં સારાં અને ખરાબ ફલની વાત કરે છે.
   હવે કસાબની વાત કરીએ તો – એણે દુષ્ટતા કરી એમ તમે અને હું કહીએ છીએ. એને મોકલનારાઓએ તો એને જન્નતનું વચન આપ્યું છે. જન્નત ન મળે તો કોઇ આવું કરે? ત્યાં ૭૨ હૂરીઓ છે, અહીં તો એક સ્ત્રી પણ માંડ મળે! એમના હિસાબે એણે સારૂં કામ કર્યું છે. અને આપણને ખાતરી જ હોય કે કસાબને એના દુષ્કર્મનું ફળ મળશે જ, તો એને ફાંસી કોઈ આપે કે ન આપે એની ચિંતા શા માટે કરવી?
   સરકાર એને ફાંસી ન આપે એ જો દુષ્કર્મ હશે તો મનમોહનસિંહજીને નર્કમાં જવું જ પડશે. આપણે આ બધું પાકે પાયે જાણતા હોઇએ તો એને ફાંસી ન આપનારા પર ગુસ્સે શા માટે થઈએ? ભલે ને આ દુનિયામાં એ બિરયાની ખાય અને મઝા કરે!
   સાચી વાત એ છે કે આપણે લાચાર હોઇએ છીએ ત્યારે કહીએ છીએ કી આ જન્મમાં નહીં તો નવા જન્મમાં અથવા નર્કમાં એને ફળ મળશે.

   Like

 11. પ્રચલીત માન્યતા પ્રમાણે જન્મનાર બાળકનો આત્મા જન્મ ક્યાં લેવો તે નક્કી કરે છે. વાસ્તવીકતા એ છે કે નવા જન્મનો નીર્ણય જન્મનારની ઈચ્છા પર નહીં; પણ જન્મ આપનાર માતા–પીતાના હાથમાં હોય છે. સજીવોનો જન્મ એક બાયોલૉજીકલ ઘટના માત્ર છે, એનાથી વીશેષ કંઈ નથી.
  —————————————-
  પ્રચલીત માન્યતા એવી છે કે જન્મનાર બાળક કે માતાપિતા કોઈના હાથમાં સ્વતંત્રતા નથી – બાળક તેના કર્મ પ્રમાણે જન્મે છે – અને માતા-પિતા ઋણાનુબંધ અનુસાર મળે છે. બાયોલોજીકલ ઘટના પ્રકૃતિના નીયમ પ્રમાણે ઘટે છે સજીવોની ઈચ્છા પ્રમાણે નહીં.

  Like

  1. અતુલભાઈ,
   કાં તો આપણે પ્રકૃતિના નિયમોની વાત કરીએ, કાં તો ઋણાનુબંધની..જન્મની બાયોલૉજિકલ ઘટના પ્રકૃતિના નિયમ પ્રમાણે ઘટે છે અને પ્રકૃતિના નિયમ (ફિઝિક્સના, બાયોલૉજીના, કૅમિસ્ટ્રીના નિયમ) અને ઋણાનુબંધ, બન્ને એક હોય તો આત્મા પણ પ્રકૃતિના નિયમને અનુસરે છે? તો એ પણ ભૌતિક પદાર્થ થયો? તો એ શરીરથી અલગ કયા ગુણધર્મ ધરાવે છે? એ ગુણધર્મ પ્રકૃતિમાં નહીં હોય?

   Like

 12. પુનર્જન્મ વિષે વૈજ્ઞાનીક તથ્થો સાથેની સરરસ માહિતી આપી સમાજમાં આવિશે જાગરુકતા આવવી જોઇએ અને વૈજ્ઞાનીક તથ્થો સમાજે સ્વીકારવા જોઇએ

  Like

 13. from Subodh Shah ssubodh@yahoo.com
  to Govind Maru
  date Sat, Aug 13, 2011 at 8:15 PM

  subject Re: New Post: ‘Maanav Sevaa’ Ej ‘Maadhav Sevaa’Respected Shri

  Dineshbhai Panchal,
  Religion may or may not be bad, it is the irrational attitudes it inspires, encourages and supports that is bad. You form a habit of believing in any and all kinds of non-sense that we see in society at large. Look at Al-Queda— they are deeply religious people with belief in a personalized supreme being (and many other fanatic -isms) unsupported by Reason. Blind faith is only the outward symptom of a deep rooted disease of Non-Reason, a direct consequence of the habit of believing in God.

  Don’t want to talk about God? Well, then, don’t talk about or expect Reason, Rationality, Common sense, or Science too, in our society.

  Gunvant Shah is not an atheist. Read his words: “In a sick society, the marketing of Lies takes place through the agency of religion. Want to know the difference between Hindus and Muslims? It is this: Our Jadataa (idiocy, inertia) is holier than yours.”

  Thanks for some good thoughts mixed with one-sided statements and goody goody sentiment .
  — Subodh Shah —

  Like

 14. From: bhanuprasad parikh [mailto:bhanuprasadparikh@yahoo.com]

  Sent: Saturday, August 13, 2011 1:44 AM

  Subject: Re: Re-Birth

  Good article which presents arguments of both the sides.

  By whatever criteria, the concept of Rebirth is not only invalid and

  also unreliable; but it is also not necessary.

  You may please suggest the people to read my monographs

  1. Vignaan ane Alaukik Ghatnao- Publisher : Satya Shodhak Sabha -Surat

  2. Rationalismnaa Paatho – Publisher : Sahitya Sangam -Surat

  – B.A.Parikh, Surat

  Like

 15. ઉપર માન. શ્રી શૈલેષભાઈએ (૧૩ ઑગસ્ટ, ૧.૪૬ બપોર)માં (કદાચ એમના મૂળ અભિપ્રાય ઉપરના મારા પ્રતિભાવના જવાબ રૂપે) ડૉ. સી. પી. ત્રિવેદીનો લેખ મૂક્યો છે. કઈંક ટેકનિકલ કારણસર એમના પ્રતિભાવ ઉપર Replyનું બટન નથી એટલે હું અહીં મારો પ્રતિભાવ વ્યક્ત કરૂં છું.
  ડૉ. ત્રિવેદીના લેખ અંગે મારૂં મંતવ્ય મુદ્દાસર નીચે પ્રમાણે છેઃ

  ૧. પશ્ચિમી બૌદ્ધિકો અને માર્ક્સિસ્ટૉએ ‘હિન્દુઇઝ્મ’નામ નથી ‘પોલ્યુટ કર્યું, નથી શોધ્યું. ડૉ. ત્રિવેદી આગળ આ વાત કબૂલ કરે છે.’હિદુ’ શબ્દ તો માર્ક્સના પણ જન્મ પહેલાં વપરાતો હતો, એ વખતે બિચારા આજના માર્ક્સિસ્ટોના આત્મા તો પુનર્જન્મ ક્યાં મળશે એની ચિંતામાં હતા
  ૨ ડૉ. ત્રિવેદી કહે છે કે બૌદ્ધિકો ‘હિન્દુત્વની ટીકા કરે તો હિદુત્વના રક્ષકોને પણ ઇસ્લામની ટીકા કરવાનો અધિકાર છે.આ બન્ને વચ્ચે મેળ ક્યાં છે? હિન્દુત્વની ટીકા કોઇ કરે છે અને બદલામાં એના રક્ષકો થર્ડ પાર્ટીની ટીકા કરે છે. વાત તર્કબદ્ધ નથી લાગતી.
  ૩.’હિન્દુત્વ’ અને હિન્દુઇઝ્મ’ એક નથી . ‘હિન્દુત્વ’ શબ્દ શ્રી ગોલવાલકરે બનાવ્યો છે. એમનું પુસ્ત્ક We or our nationhood defined વાંચવા વિનંતિ છે.
  ૪.સંસ્કૃત ક્યારે ઇંટરનૅશનલ ભાષા હતી? બીજા કયા દેશમાં એના અવષેષ મળે છે? ડૉ. ત્રિવેદી ઋગ્વેદની ભાષા પરથી કહેતા હોય તો ઇન્ડો-યુરોપિયન ભાષામાં વૈદિક ભાષા આવે છે, અને અંગ્રેજી, જર્મન, ગ્રીક પણ ઇન્ડો-યુરોપિયન ભાષાકુળમાં જ છે. એનો અર્થ એ નથી કે એ બધી સંસ્કૃતમાંથી બની. સંસ્કૃત પોતે પણ ઇન્ડો યુરોપિયન ભાષાકુળનું સંતાન છે.
  સંસ્કૃત એ્ટલે આજે આપણે જોઇએ છીએ તેનો વિકાસ ભારતમાં આર્યો મુખ્ય ભૂમિમાં ગંગા-જમનાના મેદાનમાં આવ્યા તે અરસામાં થયો. આ ભાષા ઈંટરનૅશનલ નહોતી.
  ૫. Harmony with nature’ અને ‘worship of any natural component’ આ બન્ને એક વસ્તુ નથી.દુનિયા ભારત પાસેથી શીખીને પદાર્થ માત્ર સામે ધૂપદીવો કરતી થઈ જાય એનાથી દુનિયા બચી જવાની છે?
  આ લેખ માત્ર પ્રચારાત્મક છે. એમાં એક પણ નવું તથ્ય નથી જે આજ સુધી વાંચવા ન મળ્યું હોય.

  Like

 16. પ્રિય ભાઇ શ્રી મુરજીભાઇ,

  મારા બ્લોગ(girishdesai.wordpress.com )ધ્ઉપર પુનર્જન્મ અંગેના મારા વિચારો દર્શાવતો લેખ
  મેં ૨૦૦૭ના ડીસેમ્બરની ઓગણીસમીએ પ્રગટ કર્યો છે. જો આપ અને બીજા અન્ય વાચકો તે વાંચી
  તે અંગે અંગત પ્રતિભાવ વ્યકત કરશો તો આપ સહુનો ખૂબ આભાર.

  ગિરીશ દેસાઇ

  Like

 17. આદરણીય શ્રી મુરજીભાઈ,
  આપનો લેખ ‘પુનર્જન્મનું વાસ્તવીક સ્વરુપ’ – સત્યની શોધ અને સ્વીકાર, વાંચ્યો ખુબ સરસ છે. ખરેખર હું પણ માનું છું કે આપણા લોકો કૈંક અલગ રીતે વિચારતા નથી. સદીઓથી જે ધાર્મિક પુસ્તકો આપણા માથે કહેવાતા બુદ્ધિજીવીઓ એ માર્યા છે તેને ઘાંચીના બળદની જેમ આપણે અનુસરતા આવ્યા છે. પુનર્જન્મ પણ એ જ ધાર્મિક પુસ્તકો ની પેદાશ છે.. શરીરનો જ્યારે નાશ થાય છે ત્યારે તેના મગજમાં રહેલી યાદોનો પણ નાશ થાય છે. યાદ રાખવાનું કામ મગજના ચેતાકોશો કરતા હોય છે. આ ચેતાકોશો જ્યારે મૃત થાય છે ત્યારે યાદશક્તિ અને બધી યાદોનો પણ નાશ થાય છે. આજ યાદો સાથે બીજે ક્યાંક જન્મવું એ જ હકીકત હાસ્યાપદ છે. આનાથી બીજી કોઈ મુર્ખતાપૂર્ણ વાત હોઈ ના શકે; પરંતુ આપણી પ્રજા ખુબ જ શ્રદ્ધાળુ મન અને મગજ ધરાવતી હોઈ, આવી પુનર્જન્મની વાતો કે બનાવો ને આસાનીથી સ્વીકારી લેતી હોય છે.
  આપનો વિષય ‘સત્યની શોધ અને સ્વીકાર’ માં હું પણ એક વિષય પર મારા વિચારો આપું છું જે નીચે મુજબ છે:
  ગણપતિ ભગવાનનું માથું, હાથીનું માથું વાઢીને લાગાવામાં આવ્યું હતું, આ વાત કેટલી માન્ય છે? શું આ તર્કબદ્ધ લાગે છે ?? એક રેશનાલીસ્ટ વ્યક્તિ જ આનો જવાબ આપી શકે છે. બાકી ધાર્મિક વ્યક્તિઓને આ વાંચીને આઘાત લાગી શકે; પણ કૈંક અલગ વિચારવાનો તથા સત્યની શોધ અને સ્વીકાર કરવાનોનો દરેકને હક છે. શું સાંચુ અને શું ખોટું છે તે વિચારવું કદાપી ખોટું હોઈ ના શકે…
  ભગવાન ગણેશનું માથું હાથીનું હોવું શું શક્ય છે ? એક હાથીના બચ્ચાનું માથું કાપી ને લગાવવાનો શું એક ભગવાન(શંકર) પોતાના પુત્રની જિંદગી આપવા હુકમ કરી શકે ?? જો તેમને આવો હુકમ કર્યો હોય તો ઈ ભગવાન હોઈ શકે ?? આવા આવા કૈંક જે આપણે માની જ ના શકીએ એવી વાતો આપણા સદીઓ પુરાણાં ધાર્મિક પુસ્તકો આપણા માથે મારતા આવ્યા છે. હવે આવી વાતોથી આપણે જો કૈંક અલગ રીતે વિચારીશું તો એ જ ધાર્મિક/ખુબ શ્રદ્ધાળુ લોકો દંડો લઈને મારવા દોડશે !
  પુરાણી માન્યતોને ક્યાં સુધી વળગી રહીશું ? અણગમતાં સત્યો ક્યારે સ્વીકારતા થઈશું ?

  વિનોદ રોહિત
  ભરૂચ
  મોબ: ૦૯૯૯૮૨૧૪૩૩૦

  Like

 18. I extend my thanks to all the respondents to this article.

  Some of the respondents, as I know, are new comers since I have started writing on this blogspot. I request to those who liked this article, to read my other articles on similar subject. They may find them interesting and worthwhile to comment on. My name appears under the ”sections” at the top of this page, where all six articles could be accessed.

  Another thing I have noticed during my short association with this blogspot is that Shri Dipakbhai Dolakia is very well read scholar. He has logical views on all kind of subjects, which he expresses in a dignified way. I commend him for this. It would be an honour to meet him personally sometime in future.

  Thanks.

  Like

  1. માનનીય મુ. શ્રી મૂરજીભાઈ,
   આપે મારા વિશે જે લખ્યું છે તે માટે આભાર. હું એને લાયક રહું એની સતત ચિંતા રહેશે.

   આમ છતાં, કોઈ આપણા માટે સારૂં કહે ત્યારે આપણી અંદર જે પ્રતિક્રિયા થાય છે તે મારી અંદર પણ થઈ – મારો ઈગો સંતોષાયો! આ જ થતું હોય છે ને? કાં તો ઈગો ઘવાય, કાં તો સંતોષાય!

   આપને મળવું એ મારો પ્રિવિલેજ હશે.દરમિયાન, મારૂં ઈ-મેઇલ ઍડ્રેસ આ પ્રમાણે છેઃdipak.dholakia@gmail.com ફુરસદે ‘હલો’ કહેવા વિનંતિ છે.

   ગોવિંદભાઈના બ્લૉગ પર લખવાથી મને પણ ઘણા સારા મિત્રો મળ્યા છે અને હું જુદા જુદા બ્લૉગ પર પહોંચ્યો છું અને સીધા સંપર્કમાં પણ આવ્યો છું .એમાં જેમની સાથે હું અસંમત થયો છું એમનો સદ્‍ભાવ પણ મળ્યો છે. એની મારે ખાસ નોંધ લેવી જોઇએ. એ સૌનો પણ હું આભારી છું.

   Like

 19. Excelent article !
  I strongly suggest those interested in similar ideology(of Sh Murji Gada) to read books written by Richard Dawkins like (1)God Delusion,(2)Sefish Genes.He has written quite a few books on this subject. Vinod Desai

  Like

 20. અડધાથી વધારે લોકો પુનર્જન્મના સિદ્ધાંતમાં માનતા હોય તો તે એક સિદ્ધાંત બની ના જાય તેમ અડધાથી ઓછા લોકો આમા માનતા હોય તોતે પણ સિદ્ધાંત બની ના જાય.પુનર્જન્મનો સિદ્ધાંત મૂળે ખોટો જ છે,તેમ કર્મનો નિયમ પણ ખોટો જ છે.એમાં એકબે નહિ હજાર છીંડા છે.કહેવાય છે કે ૨૫૦૦ વર્ષ પહેલા બુદ્ધના સમયમાં ભારતની વસ્તી ૧ કરોડ હતી.હાલ ૧૦૦ કરોડ કરતા વધુ છે.૨૫૦૦ વર્ષમાં ૯૯ કરોડ આત્માઓ ક્યાંથી આવ્યા?ખાલી ભારતની વાત છે બીજા દેશોમાં પણ વસ્તી વધી છે તે બધા આત્માઓ પહેલા ક્યાં હતા?રોજ વસ્તી વધતી જાય છે તો નવા આત્માઓ ક્યાંથી આવે છે?
  મૂરજીભાઈનો આ લેખ મહત્વની છણાવટ કરતો લેખ છે,ઉત્તમ છણાવટ.વૈજ્ઞાનિક વિશ્લેષણ.દીપકભાઈનો પ્રતિભાવ પરફેક્ટ.

  Like

 21. Dipakbhai,kidi,dukkar mari jayto,ketla vakhat ma,purva janam thai,ne kono thai ne .Manas (like us).mari jai ,to kya ne ketla vakhat ma kono,avatar male. please write somethings about more.it’s very interesting.Thanks.(write me in Gujrati).

  Like

 22. જે રીતે દરેક ધર્મના માનવને જીવવા માટે હવા પાણી ખોરાક અને ઊંઘ અનિવાર્ય જ હોય છે ,
  તો કોઈ જીવ ધરમાંનુસાર મરણ બાદ પુનર્જન્મ પામે અને કોઈ જીવ કેમ નહી ??

  નીચેના માનવ હત્યારાઓનો કર્મોનુસાર શીક્ષારુપે પુનર્જન્મ કયી યોનીમાં થયો હશે.???
  સામાન્ય બુદ્ધિજીવીઓને દિલો દિમાગમાં સોસરી ઉતરે તેવા છે કોઈ ઠોસ પુરાવા ?? .
  સખ્યામાં માનવ હત્યા હત્યારો
  ૬ કરોડ માઓત્સે તુંગ ચીન
  ૪ કરોડ સ્તાલીન રશિયા
  ૫૦ લાખ હાઈદેકીતાજોએ જાપાન
  ૨૦ લાખ ઇન્વર પાષા તુર્કી
  ૧૭ લાખ પોલ્પોતે ક્મ્બઔ ડીયા
  ૩ કરોડ એડોલ્ફ હિટલર જર્મની
  ૧૦ લાખ યાકુબ ગોવનસે નાઇજીરીયા
  ૧૬ લાખ કીમ ઉલ સેંગ ઉતર કોરિયા
  ૧૫ લાખ મેગિસ્તુહેલિએ ઇથોપિયા
  ૮૦ લાખ કિંગ લીઔ બીજો બેલ્જીયમ
  ૭ લાખ ઈદી અમીન યુગાન્ડા

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s