માનવ ઘર્મસભાથી સત્યશોઘક સભા…? –પ્રશ્નાર્થ!

માનવ ઘર્મસભાથી સત્યશોઘક સભા…? –પ્રશ્નાર્થ!

–પ્રા. રમણ પાઠક

‘માનવ ઘર્મસભાના બેસનારાઓમાંથી કેટલાએક જણના મનમાં એવું છે કે, મંત્રના જોરથી, પ્રયોગ, મુઠ–ચોટ ઈત્યાદી પ્રકારનું જે જાદુ થાય છે તે નીશ્ચય ખોટું છે. એવું છતેઅસલથી કેટલાએક ઠગ લોકોએ પોતાનાં પેટ ભરવા સારુ ઘણી એક ભોળી બાઈડીઓનાં તથા મુર્ખ ભાયડાઓનાં મનમાં ભુત, પ્રેત, ડાકણ, જક્ષણી, બ્રહ્મરાક્ષસ ઈત્યાદી ઘણાંએક પ્રકારની ખોટી વાતો કહીને તથા ગ્રંથો કરીને વહેમ ઘાલેલા છે, તેને મટાડવા જોઈએ… જો કોઈ જાદુગર અથવા મંત્રશાસ્ત્રી આ સભામાં આવીને સર્વેનો નીશ્ચય થાય એવી રીતે ઉપર લખેલી જાદુની વાતોમાંથી કંઈ પણ ખરું કરી આપશે તો તેને રુપીયા 20/- ઈનામ આપવામાં આવશે. તા. 23 નવેમ્બર, સને 1844 સંવત 1901, કારતક સુદી–14, વાર શની’

–દુર્ગારામ મંછારામ (માનવ ઘર્મ સભાનો દફ્તરકાર)

(‘મહેતાજી દુર્ગારામ મંછારામ ચરીત્ર’: સંયોજક: પ્રા. ડૉ. રમેશ શુક્લ, પૃષ્ઠ: 143, પ્રકાશક: ચુનીલાલ ગાંઘી વીદ્યાભવન, સુરત–1)માંથી સાભાર.. (–ર.પા.)

તા. 1 ડીસેમ્બર, સને 1844ના રોજ આવી સભા મળી. આજની સભામાં આશરે બે હજાર માણસ એકઠાં થયાં હતાં. એમાં સુરત શહેર મઘ્યેના કેટલાએક જાદુગરો તથા મંત્રશાસ્ત્રીઓ, જે છુમંતર કરનાર છે તે પણ સામી બાજુએ બેઠા હતા તથા ઉભા હતા. તે વેળા મહેતાજીએ નીચે પ્રમાણે ભાષણ કીઘું:

‘આ સભામાં જે જાદુગર અથવા મંત્રશાસ્ત્રી આવશે તેને મોટા માન સાથે બેસાડીશું. ને તેને સારુ સામાનમાં સીંદુર, લીંબુ, અડદ તથા પાન ઈત્યાદી જે જોઈશે તે આ સભાની મઘ્યે મુકેલું છે. આ સભાને સરકાર સાથે તથા પાદરી સાથે કોઈ પ્રકારનો સંબંઘ નથી. માટે કોઈ જાદુગર અથવા મંત્રશાસ્ત્રીએ કોઈ પ્રકારની બીક રાખવી નહીં. તમને જાણ્યામાં હશે જ કે અંગ્રજ સરકાર જાદુને જુઠું માને છે, ને તેની સુચના સન 1827ના 14માં કાયદાની 26મી કલમની પેટા કલમ બીજીમાં લખેલી છે.’

આ સભામાં મહેતાજીએ જાદુના પ્રકારો લખેલી ટીપ વાંચી સંભળાવી: જે કોઈ મનની ધારેલી વાતો કહેતો હોય, મુઠ્ઠીમાં રાખેલી વસ્તુનું નામ જણાવે યા એવી વસ્તુનું રુપ ફેરવી શકે યા ઉડાડી મુકે… કોઈ ભોંય પર ચોહોંટાડી મુકતો હોય, લોહી ઓકાવતો હોય, પેટમાં ચુક મુકતો હોય… આ ઠેકાણેથી ઉરાડીને તાપી નદીમાં ડુબોવતો હોય– કોઈ આગીયો (વૈતાળ) મુકી બાળતો હોય ઈત્યાદી જે જે કરવાને જાદુગર ચાહતો હોય તે સર્વે બાબતોની સામાં બેસવાને આ સભાના સભ્યો તૈયાર છે.’

આ પડકાર ઝીલી લેવા એક પણ જાદુગર કે મંત્રશાસ્ત્રી સભામાં આવીને  જાદુ કરી બતાવવા તૈયાર થયો નહીં. જો કે વજા ભુઆ નામના એક જાદુગર શખ્સે થોડું તોફાન મચાવ્યું, પણ તે જાદુ તો સીદ્ધ કરી શક્યો જ નહીં… (પ્રકરણ–5, આ આખુંયે પ્રકરણ વાંચવા જેવું છે…. –ર.પા.)

આમ, આપણા સુરત શહેરમાં જ એક ક્રાંતીકારી, રૅશનાલીસ્ટ – વીવેકબુદ્ધીવાદી, જાદુમંત્રાદી સામે સુધારક એવો જાહેર પડકાર કરતી આ ઘટના આજથી બરાબર 162 વર્ષ પુર્વે બનેલી, જેમાં આખરી પરીણામરુપે  પાકું સીદ્ધ થઈ જ ગયું કે જાદુમંત્રાદી તમામ કારવાઈ એ ઘતીંગ, છેતરપીંડી તથા ચાલબાજી છે. પરન્તુ દુર્ગારામ મહેતાજી તથા તેમની માનવ ધર્મસભાના આવડા મોટા પુરુષાર્થ પછી પણ; આજ પર્યન્ત આપણી પ્રજાના જીવનમાં યા માનસમાં લેશમાત્ર સુઘારક પરીવર્તન આવેલું દૃષ્ટીગોચર થતું નથી. ખરે જ, આપણે કેવી અઘોર પ્રાણહીન, જડસુ અને ‘ગાંગડુ પ્રજા છીએ !’ અહીં સર્વ પ્રથમ ધન્યવાદ તો મારે અંગ્રેજી સામ્રાજ્યની સરકારને આપવા રહે: છેક  આજથી પુરી પોણા બે સદી પુર્વે બરાબર 178 વર્ષ પહેલાં, આ સરકારે ફરમાન કાઢીને 14માં કાયદાની કલમ 26ની પેટા કલમ 02 દ્વારા, જાદુગરોનાં ફરેબી કરતુત વીરુદ્ઘ પ્રતીબંઘ ફરમાવેલો ! જ્યારે આટલા પ્રલંબ ગાળા પછીય આપણે હજી ક્યાં છીએ? લ્યો, વાંચો એ:

મથાળું છે: ‘અંઘશ્રદ્ઘા નીર્મુલન માટે ગુજરાત સરકાર ખરડો રજુ કરે’ જેમાં આજે એકવીસમી સદીના છઠ્ઠા વર્ષમાં આપણા રાજ્યના સુધારાવાદી વૈજ્ઞાનીક, રૅશનલ જીવનાભીગમના સમર્થક એવા સર્વશ્રી બાબુભાઈ દેસાઈ, મહામંત્રી, ગુજરાત–મુંબઈ રૅશનાલીસ્ટ એસોસીએશન; દેવવ્રત પાઠક, યુ.પી.સી.એલ. (ગુજરાત)ના અઘ્યક્ષ; ઈન્ડીયન રૅડીકલ હ્યુમેનીસ્ટ એસોસીએશનના મંત્રી ગૌતમ ઠાકર; ‘નયા માર્ગ‘ના તંત્રી ઈન્દુકુમાર જાની અને ‘નીરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહે નાગરીક સ્વાતંત્ર્ય સંગઠન– યુ.પી.સી.એલ. (ગુજરાત યુનીટ) ના ઉપક્રમે એક નીવેદન પ્રગટ કરીને, ગુજરાત સરકારના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અનુરોઘ કરવો પડે છે કે,

‘…ધર્મના નામે ઢોંગી બાવા, અઘોરી (તાંત્રીકો), જાદુટોણા, ચમત્કાર, મેલી વીદ્યા વગેરે દ્વારા લોકોની ઠગાઈ કરનાર, નરબલી (જેવી ઘોર માનવ હત્યાને પ્રેરીત કરવા છુમંતરથી ઈલાજ કરવો અને એ રીતે) બીમારોને હૉસ્પીટલ જતા રોકવા, ભુતપ્રેતનો ભય બતાવવો, શેતાની આત્માની  છાયા બતાવવી, બાળકનું અથવા તો ગર્ભસ્થ શીશુનું લીંગ બદલાવવાનો દાવો કરવો, સાપ–વીછીંનું ઝેર ઉતારી દેવાનો દાવો કરવો, ગમે તે ખરાબ ચીજ ખવડાવી બલા ટાળવાનો દાવો કરવો – આવાં આવાં અમાનવીય કૃત્યો બનતાં અટકાવવાની જરૂરીયાત છે.

પ્રવર્તમાન સંજોગોને ઘ્યાનમાં લેતાં, રાજ્ય સરકારને અમે અપીલ કરીએ છીએ કે, સમાજમાં વસતા સામાન્ય પ્રજાજનને નુકસાન પહોંચાડે, તેઓને આધારભુત અને વૈજ્ઞાનીક એવા દાક્તરી ઉપાયોથી દુર રાખી, અજ્ઞાન તેમ જ અન્ઘમાન્યતાઓને પોષે અને લે–ભાગુ – ફરેબી દુષ્કૃત્યો કરનારા કહેવાતા જાદુગરોના હાથમાં ધકેલી મુકે, એવા ધંધાઓ વીરુદ્ધ સરકાર કડક પગલાં લે, જેથી કરીને સામાન્ય લોકજીવન સામાજીક જાગૃતી તથા (વૈજ્ઞાનીક) સમજદારીવાળું કેળવાય અને સ્વસ્થ તથા સલામત સામાજીક વાતાવરણ ઉભું થાય; જેથી કરીને આમ આદમીનું રક્ષણ થાય. અજ્ઞાનતાને કારણે જે (ભયંકર) કુરીવાજો ફુલ્યાફાલ્યા છે તેનો, અને દૈવીક પારલૌકીક જાદુઈ શક્તીઓ વગર ભુતપ્રેતના કાળા જાદુ અને એવાં કાળાં કૃત્યો કરનારા દ્વારા થઈ રહેલા લોકોનાં શોષણનો તથા તેમના શારીરીક, માનસીક નાણાંકીય પરીતાપનો નાશ થાય, અને સમાજના આધારભુત તાણાવાણાઓનો નાશ કરનારાં પરીબળોનો સામનો કરી, તેમને જેર કરવાનાં યોગ્ય પગલાં લઈ શકાય. આ સર્વને ઘ્યાનામાં લઈને, જે તે દુષણોને દુર કરવાના હેતુથી પ્રેરાઈને તે અંગે જરુરી પગલાં લેવા માટે ખાસ કાયદો કરવો જરુરી છે. આ અંગે મહારાષ્ટ્ર રાજ્યમાં ‘અંધશ્રદ્ધા નીર્મુલન ખરડો’ રજુ કરવામાં આવ્યો છે. આવો જ ખરડો ગુજરાતમાં પણ આગામી વીધાનસભા સત્રમાં રજુ થાય તેવી અમારી વીનંતી છે. આ અંગે વીરોઘપક્ષના નેતાશ્રીને પણ અમે અપીલ કરીએ છીએ… (નજીવા શાબ્દીક ફેરફાર સાથે, ખાસ તો જરુરી સ્પષ્ટતા ખાતર એ કરવા બદલ ક્ષમાયાચના.. –ર.પા.)

અહીં, ભારપુર્વક નોંધીએ કે લોકહીતનું જે શુભ કાર્ય પુરાં 178 વર્ષ પુર્વે, અંગ્રેજ સરકારે, હકીકતે તો કંપની સરકારે, શ્રદ્ધાઓ, જાદુટોના, મીથ્યા માન્યતાઓ તેમ જ તજ્જનીત કાળાં કૃત્યોને ડામવા કડક કાયદો કરી એનો અમલ પણ ચાલુ કરી દીઘેલો; જ્યારે હજી તો આપણે, અરે ! આપણા ફ્કત એક જ રાજ્યની સરકાર આવો ફ્કત એક ખરડો જ લાવી રહી છે, અને વળી આપણા રૅશનાલીસ્ટ અગ્રણીઓએ આવો લોકહીતનો વૈજ્ઞાનીક કાયદો કરવા માટે, બીજા એક રાજ્યનું ઉદાહરણ ટાંકી, આપણી જ ગુજરાતની સરકારને અપીલ કરવી પડે છે !

આનો સીઘો અર્થ તો એટલો જ ને કે, વીજ્ઞાનના પ્રભાવની સદીઓ તરીકે સ્વીકૃત થયેલી છેલ્લી બે સદીઓ દરમીયાન અને ખાસ તો, સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદનાં 58 વર્ષો જેવા સુદીર્ઘ સમયગાળા દરમીયાન, આપણે ખાસ પ્રગતી તો નથી જ કરી, બલકે પીછેહઠ જ કરી છે ! આ અગ્રણી મહાનુભાવો તથા અન્ય પ્રગતીશીલો અને રૅશનાલીસ્ટોને થોડીક આગળ અપીલ કરું કે, આવાં જીવલેણ અનીષ્ટો દુર કરવામાં આપણે કેમ અશક્ત તથા નીષ્ફળ નીવડ્યા. એ દીશામાં સક્રીય ચીંતન કરતી વેળા, એમાં આત્મા–પરમાત્મા તથા ધર્મની એવી જ અવૈજ્ઞાનીક આપત્તી વીરુદ્ધ પણ પાકો વીચાર અવશ્ય કરે. કારણ કે આવાં બધાં જ અનીષ્ટો ગાઢ રીતે પરસ્પર ગુંથાયેલા જ હોય છે અને છે જ. થડને અકબંધ લીલું રાખીને ડાળપાંદડાં કે ઝેરી ફળોનો નાશ કેવી રીતે થઈ શકે ?

ભરત વાક્ય

હમણાં જ સુરતમાં પ્રતીષ્ઠીત પ્રકાશન સંસ્થા સાહીત્ય સંગમ તથા અંધશ્રદ્ધા નીર્મુલનનું પ્રશસ્ય કાર્ય કરતી સંસ્થા સત્યશોઘક સભા, સુરતના સંયુક્ત ઉપક્રમે એક રૅશનાલીઝમ (વીવેક બુદ્ધીવાદ) પ્રચારક પાંચ દીવસના કાર્યક્રમ ‘વીચાર ગોષ્ઠી‘ યોજાઈ ગયો. ત્યારે દીલથી નર્મદનગરીના એ વીર કવીની પંક્તીઓ આપણે રટતા રહીએ કે, ‘વીતી જશે આ રાત, દીસે અરુણ પરભાત !’

પ્રા. રમણ પાઠક

ગુજરાતમીત્ર, દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની, (શનીવાર તા. 4 માર્ચ, 204ની) લોકપ્રીય કટાર રમણભ્રમણમાંથી સાભાર.. લેખક અને ગુજરાતમીત્રના સૌજન્યથી..

સંપર્ક: પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી – 394 641 ફોન: (02622)- 222 176 સેલફોન: 99258 62606

વળી, જીજ્ઞાસુઓ માટે અને આરૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન:ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર (નવસારી)પોસ્ટ : એરુ એ. સી. – 396450 જીલ્લો : નવસારી. સેલફોન: 9974062600 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ – 18–08–2011

()()()()()

17 Comments

 1. There is no such thing like magic. A strong mind & will power never believe these nonsense .

  It is a good article to read.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

 2. જેને સુધરવું જ નથી તેને કોઇ નહી સુધારી શકે!!

  Like

 3. Dear Govindbhai Maru, Ramanbhai Pathak, Durgaram Manchharam and Others:

  This is a very good Thought presented here. MAGIC can be for Fun, Not for Making Money, just like Casinos, Horse and Other Races, Speculation, etc. should be for Entertainment Only. People want to escape from the Stresses of the rugged Routine Work. This may be considered Psychological. However, anything for CHEATING People who are suffering from False Beliefs mainly started by many Money-Making Individuals in the Name of GOD or RELIGION are a Curse on The Society.

  Ignorance and Fear are the Main Causes for these kinds of Social Exploitation. Education is one best Solution. But it takes a long time. Laws can not change social Evils. Reform Movement only can Change Social Mores. Rationalists can bring about Reforms. Religions can’t do the job as they are themselves the culprits.

  Fakirchand J. Dalal
  U.S.A.

  Like

 4. માનનીય શ્રી રમણભાઇ,

  આપે ૧૬૨ વર્ષ પહેલાંની સ્થિતિને આજની સ્થિતિ સાથે સરખાવીને સાચાં તારણ કાઢ્યાં છે.(આપની પાસેથી એ જ અપેક્ષિત હોય).

  આજે સ્થિતિ વધારે બગડી ન હોય અને ૧૫૦ વર્ષ પહેલાં હતી તેવી જ હોય તો પણ આજે બીજાં ક્ષેત્રોમાં જે પ્રગતિ થઈ છે તે જોતાં એની ગંભીરતા વધી જાય છે.

  પરંતુ, આજે સ્થિતિ વધારે બગડી છે, એ હકીકત છે. આનાં કારણો શોધવાં જોઈએ. મને લાગે છે કે મૂળ કારણ એ કે હવે દુનિયા નાની બનતાં બહારની અને અન્યની સમૃદ્ધિ આપણી નજીક આવી છે. આજે જણેજણ જાણે છે કે મૂકેશ અંબાણીનું ઘર કેવું છે. એની તસવીરો ઇંટરનેટ મારફતે ફરતી રહે છે, એ જ રીતે બિલ ગેટ્સ પાસે કેટલી સંપત્તિ છે તે સૌ જાણે છે. અખબારો અબજાધિપતિઓનાં નામો જાહેર કરે છે. આજે તમે મોબાઇલ ફોન ખરીદ્‍યો હોય તે જ જો ૨૦૧૨ કે ૧૩માં પણ વાપરતા હો તો તમે જૂનવાણી કહેવાઓ, એ સ્થિતિ છે.

  આમ સામાન્ય માણસ પર માર્કેટનું મનોવૈજ્ઞાનિક દબાણ વધતું જાય છે અને એ એકલો પડી ગયો છે. મને ખબર નથી કે મારૂં વિશ્લેષણ કેટલું સાચું છે, પણ મને લાગે છે કે.માણસે આજે પોતે જે જગ્યાએ છે તે જ જગ્યાએ ઊભા રહેવા માટે પણ એટલું બધું દોડવું પડૅ છે કે એ હાંફી ગયો છે, એને આધાર જોઇએ છે. એટલે કદાચ આજે દિવ્ય મદદની જરૂર વધી ગઈ છે.

  આમ, મને લાગે છે કે માત્ર આસ્તિકતા-નાસ્તિકતા વિશે વિચારવાથી નહીં ચાલે. સંપત્તિ (વિનોબા કહે છે – સંપત્તિ એટલે સમાન ભાગે પડે તે અથવા સમાન પાંતી)ને લગતા પ્રશ્નોની અસર વિશે પણ વિચારવું પડશે, કારણ કે ધર્મ અને ધનનો સંબંધ સહેજે સમજી શકાય એમ છે.

  બીજી બે આડવાત પણ ચૂકવા નથી માગતો.
  (૧) શ્રી દુર્ગારામ મહેતાજીના સમયની ભાષા વાંચવાની મઝા આવી.
  (૨) છેલ્લાં દોઢસો- બસો વર્ષમાં અંધશ્રદ્ધા વિરુદ્ધ અને સમાજસુધારની દિશામાં સૂરત, ભરૂચ વગેરે દક્ષિણ ગુજરાતના પ્રદેશોમાં વધારે કામ થયું છે અને આજે પણ આનો વારસો ત્યાં જીવંત છે. આવી પરંપરા ત્યાં જ કેમ બની એના પર સમાજશાસ્ત્રીઓ કે પ્રજાકીય ઇતિહાસના જાણકારો પ્રકાશ પાડી શકે પણ મારૂં આશ્ચર્ય ત્યાં સુધી કાયમ રહેશે.

  Like

 5. આવતા પચાસ વરસમાં વસ્તી ઘટી જશે…..!!! કેમ કે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદનાં 58 વર્ષો જેવા સુદીર્ઘ સમયગાળા દરમીયાન, આપણે ખાસ પ્રગતી તો નથી જ કરી, બલકે પીછેહઠ જ કરી છે.

  સામાન્ય માણસ પર વિજ્ઞાનના ભરડામાં સપડાયેલુ શૈતાની જગત સતત અને અનંત પ્રગતિમય હોવથી “દુર્ગતિમય- પ્રગતિદર્શી માર્કેટના અસહ્ય પ્રભાવથી માણસ પર મનોવૈજ્ઞાનિક દબાણ વધતું જાય છે અને એ એકલો પડી ગયો છે, હતાશ થઈ ગયો છે, ખાસ કરીને ગરીબ-અભણ માણસ.

  આવી શૈતાની ભરડામાં સપડાયેલી વણથંભી પ્રગતિની જકડમાં ફસાઈને સામાન્ય માણસ આજે પોતે જે જગ્યાએ છે તે જ જગ્યાએ ઊભા રહેવા માટે પણ પ્રગતિને આંબવા એટલું બધું દોડવું પડૅ છે કે એ ઝાંઝ્વાના નીર-મ્રુગજળ સમાન અનંત અને અફળ દોડથી હાંફી ગયો છે, એને આધાર જોઇએ છે. કેમ કે એની પાસે દિવ્ય મદદ નથી અને આ જગત ફક્ત અને ફક્ત દિવ્ય શક્તિથી જ અનુશાસીત છે એટલે જ સામાન્ય માણસ્ને આજે પહેલા કરતા વધુ તિવ્ર દિવ્ય મદદની જરૂર વધી ગઈ છે.

  Not humanly but “Godly Holy Moral Reform Movement” only can Change Social Mores of India as well as world.

  God Blesses all……

  Like

 6. ભૂત ગયું ને પલીત આવ્યું.

  જેમ તેમ બકરું નીકળી રહ્યું છે, તો ઊંટ પેસી ગયું.

  આજ-કાલ મંત્ર-પ્રયોગ, ભુવા-મૂઠ વિગેરેનું પ્રમાણ ઘટી રહ્યું હોય એવું લાગે છે, કારણકે સમાજમાં શિક્ષિત વર્ગ વધી રહ્યો છે. આ ભૂત-ડાકણ વિગેરેની અંધશ્રદ્ધા ચાલતી હતી ત્યારે જ્યોતિષ તથા વાસ્તુ શાસ્ત્રની અંધશ્રદ્ધા સામાન્ય લોક સુધી પહોંચી ન હતી એવું મારું માનવું છે. આજ-કાલ તો આ અવિદ્યા સમાજના નીચલા(આવકની દ્રષ્ટિએ) વર્ગથી માંડીને છેક રાજકારણ સુધી ફેલાઈ ગઈ છે. આ અવિદ્યાનું પ્રભુત્વ એટલું બધું છે કે દિલ્હીમાં તો જ્યોતિષ વિદ્યાની યુનિવર્સીટી બનાવવાની વાત થઇ રહી હતી. આપણા નેતાઓને આપણા ઇતિહાસની ખબર નથી કે જ્યોતિષ જોવામાં તો પાણીપતના મેદાનમાં એક લાખ મરાઠાઓ મરાયા હતા, કારણ કે હલ્લો બોલવા માટે એક મહિના સુધી રાહ જોવામાં આવી હતી, ખોરાકનો પુરવઠો ખૂટી ગયો ત્યારે ન છૂટકે લડવું પડ્યું હતું.

  ભૂત-ભુવાનું કામકાજ તો સસ્તામાં પતી જતું હતું પરંતુ હવે તો આ શિક્ષિત લોકોના ચલાવેલા કમ્પુટરાઈઝ્ડ ધંધાથી કોઈ બચી શકે તેવું લાગતું નથી. બીજા પ્રદેશો કરતાં ગુજરાતમાં તો ધીખતો ધંધો છે અને બીજું એવું પણ લાગે છે કે જ્યાં ધાર્મિક લોકો વધુ રહેતા હોય ત્યાં આ નવો ધંધો વધુ જોર પકડતો હોય છે. નેતાઓતો એટલા ધાર્મિક હોતા નથી પરંતુ હંમેશા તેઓ ખુરશી ટકાવવા અને પોતાના વંશ વારસદારો વર્ષો સુધી સુખ-શાંતિ અને વૈભવ વાળું જીવન જીવે તેવી તજવીજમાં હોય છે. આપણા અન્ના સાહેબે આ બધાની ઊંઘ હરામ કરી દીધી છે.

  Like

 7. From Dr.H.K. Gandhi-Ex Freedom Fighter of 1942, Quit India Days.
  Aug-20-2011. Email ADD. dwiroop@yahoo.com

  Dear Govindbhai Maru, Ramanbhai Pathak, Durgaram Manchharam, BJ Mistry and Others:

  I congradulate You-ALL for Removing Ignorance about wrong fears from Peoples Minds and developing a Scientific attitude towards false tricks of curing diseases by magic and fortune tellers, etc.

  Shri ANNA HAZAREJI and Yoga Guru like Ram Dev Baba have awakened average People. But I feel a total Change (Kranti, Revolution) in Religious and Political fields is badly needed.
  Mahatma Gandhiji’s views about Political and Religions are totally forgotten by Politicians and Priests today.
  For awakening ALL OPEN MINDED EDUCATED INDIANS –
  I have created a NO COPY RIGHT – website http://www.gandhigitadharm.com .
  Its main goal is “Scientific Proof Of One God and One Universal Religion”
  as per Gandhiji’s views by following only two words – TRUTH AND NONVIOLENCE. Read all in my Mahatma Gandhi-Ambassador of God for Entire Mankind in 21st Century (1992).

  This is work of my 30 years of retired age activity.
  There are Guj & Eng 20 books and 125 Audio CDs.
  Any one can propagate any para, Chapter or Copy of CDs
  I am an eye witness of British Rule for 22 Years and observer of post independence period of 64 years.
  Sometimes I feel “There was more Law and order during British Rule than what we see today.

  Jai Gujarat and Jai Bharat from HKG.

  Like

 8. વસ્તી વધી છે. શિક્ષણનો વ્યાપ વસ્તીના પ્રમાણમાં વધ્યો નથી. જુની માન્યતાઓ સંતાનો મા-બાપ અને આજુબાજુના રહીશો પાસેથી મેળવે છે. મા-બાપ અંધવિશ્વાસુ હોય તો સ્વાભાવિક સંતાનોમાં તે અંધ વિશ્વાસ ઉતરવાનો. આજે વિજ્ઞાન જાથા જેવી સંસ્થાઓ કાર્ય કરે છે તેની સાથે સરકારી પ્રોત્સાહન અને કાયદાઓ પણ આવા ધતિંગો રોકવા માટે થવા જોઈએ.

  જે બાબતના વૈજ્ઞાનિક કારણો ન જાણતા હોઈએ તે બાબત માણસને જાદુ લાગે છે. જ્યારે તેના કારણો જાણવા મળે ત્યારે તે બાબત જાદુ નથી લાગતી. કોઈ પણ ઘટનાના મુળમાં જવાની જિજ્ઞાસાનો અભાવ અને ઉતાવળે તારણો આપવાની તથા માન્યતા બાંધી લેવાની વૃત્તિને લીધે આ પ્રકારના ધતિંગો વધતા જતા હોય તેમ લાગે છે.

  Like

 9. અતુલભાઈએ પાયાની વાત કહી છેઃ “જે બાબતના વૈજ્ઞાનિક કારણો ન જાણતા હોઈએ તે બાબત માણસને જાદુ લાગે છે. જ્યારે તેના કારણો જાણવા મળે ત્યારે તે બાબત જાદુ નથી લાગતી.”
  આપણા પ્રયાસ એ જ હોવા જોઇએ કે સતત ચિંતન, ચર્ચા કરતા રહીએ અને રહસ્યોનાં જાળાં હટાવતા રહીએ. પરંપરાથી મળેલા વિશ્વાસોને સાચા માનીને ન ચાલીએ, કસોટીની એરણ પર ચડાવીએ. ચિંતન અટકી જાય તો પ્રગતિ પણ અટકી જાય.

  Like

  1. “ચિંતન અટકી જાય તો પ્રગતિ પણ અટકી જાય” – આપની વાત સાથે સહમત – સાથે સાથે ચિંતનની દિશા પણ એટલી મહત્વની છે જેટલી ચિંતનની ધારા.

   Like

 10. Mr. Ramanbhai Pathak has researched very old History of Shri Durgaram Manchharam Mehta’s contribution for eradication of superstitions and beliefs.
  I salute hi, for that.
  Shri Bhikhubhai Mistry has a point in the present context that Jyotish and other things have replaced old Superstitions. Presently a new Vidya in name of Vastu Vigyan has come up. It is a business of and for Riches and The Rags can not afford to consult this Royal Vastu Vigyanis.
  Thsi all are businesses and it should grow with the growth. Ignore it.

  Like

 11. ભાઇ શ્રી રમણભાઇ,
  અંધશ્રદ્ધા,અજ્ઞાન અને માન્યતા આ બધાં મન અને બદ્ધિના વિશયો છે જેને નીર્મૂળ કરવા માટેનું કારગત સાધન તો કેળવણી છે કાયદા નહી. કાયદાને સહારે એમાં સફળતા મળવી મુશ્કેલ છે.તમારા કહેવા મુજબ પોણાબસો વર્ષ પહેલા અંગ્રેજો આવો કાયદો ઘડયો અને તે પછી બીજા સવાસો વર્ષ રાજય ચલાવ્યું છતાં પણ તેઓ આ કામમાં સફળ ન થયા એનું કારણ શું ?આપણે હજુ પણ એવી શ્રદ્ધા રાખીએ કે આવો કાયદો ઘડીને આપણે સફળ થઇશું તો તે આપણી અંધશ્રદ્ધા જ ગણાયને ? જેમ અંધકાર દૂર કરવા પ્રકાશ અનીવાર્ય છે તેમજ અજ્ઞાન દૂર કરવા કેળવણી અનીવાર્ય છે.
  જો મહારાષ્ટ્રમાં અવો કાયદો હોય તો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી તેનો અભ્યાસ કરી જાણી લેવું રહયું કે તેમાં તેમને કેટલી સફળતા મળી છે. મહારાષ્ટ્રના અંધશ્રદ્ધાળુઓમાંથી કેટલા ટકાનું શ્રદ્ધાળુઓમાં પરીવર્તન થયું, કેટલાં ને સજા થઇ,એ માટે કોર્ટને કેટલો સમય લાગ્યો વગેરે વગેરે વિગતો જાણ્યા પછી શાંત ચિત્તે વિવેકથી વિચાર કર્યાં પછી ગુજરાતમાં આવો કાયદો ઘડવો જોઇએ.
  જો એમ નહી કરીએ તો “ઉંદરને ઘરની બહાર રાખવા ખાળે ડૂચા ’ને બારણા ઉઘાડા”એવું થશે. કારણ કે આજે દેશમાં ઘણી બધી વિકટ સમસ્યાઓ છે જ જેવી કે ભ્રષ્ટાચાર, અનાજમાં થતી ભેળસેળ,શહેરોમાં અસ્વચ્છતા,ગામડાઓમાં શાળાઓ અને દવાખાનાઓનો અભાવ વિગેરે વિગેરે ઘણી સમસ્યાઓ આપણી સમક્ષ ઉભી છે જે પ્રત્યે તાત્કાલિક ધ્યાન આપવાની ખૂબ જરુરી છે. આ બધી સમસ્યાઓ હલ કરવામાં વિજ્ઞાનની જરુરત કયાં છે?ે અન્ના હજારે અને રામદેવ બાબા આજે જે પ્રયત્નો કરી રહયાં છે તે આવશ્યક અને આવકાર્ય છે. તેમને સાથ આપવો આપણા સહુની ફરજ છે.
  જો કાયદો કરવો જ હોય તો એક વિચાર વહેતો મુકું છું. આજ કાલ દેશભરમાં ઠેર ઠેર કથાકારોના રાફડા ફાટી નીકળતા દેખાય છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો એકની એક વાત સાંભળાવમાં પોતાનો સમય વ્યતિત કરતા રહે છે. એનો પણ વાંધો ન ગણીએ છતાં દેશભર માટે એક એવો કાયદો કરીએ કે આવી કથાઓમાંથી દાન, દક્ષિણા વિગેરેમાંથી થતી ઉપજ ઉપર ઓછામાં ઓછો પચાસ ટકા – બને તો સીત્તેર ટકા – ટેકસ લાદી તે રકમ જે પ્રાન્તમાંથી ઉપજી હોય કેવળ તે પ્રાન્તની શ્રેષ્ઠ બેન્કમાં જમા કરવી અને તેનો ઉપયોગ તે પ્રાન્તના ગામડાંઓનો જીર્ણોદ્ધાર કરવામાં જ વાપરવો. આને માટે દરેક પ્રાન્તમાં ગ્રામજીર્ણોદ્ધાર ફંડની રચના કરી મળેલી બધી જ રકમ એ ફંડમાં મુકવી. અને આ ફંડના સંચાલની સો ટકા જવાબદારી બેન્કના મેનેજરને સોંપવી. જેથીએના સંચાલનમાં એક રુપીયાનો પણ ગોટાળો થાય તો તે મેનેજર સખતમાં સખત સજાને પાત્ર ગણાય.
  કેવળ મારા અને તમારા આ વિચારોની આપ-લેથી કશું વળવાનું નથી. આજે કોણ અંધશ્રદ્ધાળુ છે અને કોણ શ્રદ્ધાળુ છે કોણ વિવેકી છે અને કોણ અવિવેકી છે એની ચર્ચા કરવાનો સમય નથી. દરેક વ્યકિત કઇક અંશે શ્રદ્ધાળૂુ અને કઇક અંશે અશ્રદ્ધાળુ હોય જ છે. એમાં ફરક કેવળ માત્રા નો જ છે.
  આજે તો આપણે સર્વેએ કઠોપનિષદનો એક મંત્ર ખાસ ધ્યાનમાં રાવાનો છે.
  ઊત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત
  આ લખાણમાં મારાથી કાંઇ અયોગ્ય લખાઇ ગયું હોય તો દરગુજર કરશો.
  ત.ક. આ સાથે એક નાનું કાવ્ય મોકલું છું
  Judging
  Virtues and vices are relative terms,
  Of both, every one always has a few.
  If every one has both of these, then
  Tell me, who is better then who?

  The difference we see is just in the degree,
  It never is in the kind.
  So instead of judging some one else,
  Our own business we always should mind.

  Yes, every one has a right to judge,
  If by judging we mean ‘to choose
  But by judging we mean ‘to brand someone,’
  Then certainly we are the one to loose.

  Girish Desai

  Like

 12. no any kathakar will be ready to pay tax. because he only wants to fill up his wallet and prepare property of millions for his upcoming generations. so he is enemy of country. we should let them get out of country like Britishers then and then only progress of country will be possible. quit india all kathakars.

  Like

  1. કોઈ કથાકાર ટેક્સ ચૂકવવા તૈયાર થશે નહીં ! કારણ કે કથાકારો પોતાના ખીસ્સા–થેલાઓ ભરીને તેની પેઢીઓને તારવવા માટે લાખો–કરોડોની રોકડ અને મિલકત ભેગી કરે છે ! કથાકારો દેશના દુશ્મન છે ! અંગ્રેજોની જેમ કથાકારોને પણ ભારત દેશમાંથી હાંકી કાઢવામાં આવે તો જ દેશમાં પ્રગતિ શક્ય થશે !

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s