(1) જ્યોતીષ: ઠગવીદ્યા તેમજ (2) જ્યોતીષ

(1)

જ્યોતીષ: ઠગવીદ્યા

જ્યોતીષ વીદ્યા તો ખરી જ; પણ એવી વીદ્યા કે જેના વડે ગ્રાહકોનાં ખીસ્સાં કાતરવામાં આવે. હતાશ અને મહત્ત્વાકાંક્ષી લોકો આ વીદ્યામાં શ્રદ્ધા રાખીને ભવીષ્યવેત્તાઓ પાસે દોડી જાય અને મનોવીજ્ઞાનના અભ્યાસી એવા આ ભવીષ્યવેત્તાઓ એ લોકોને ગજા પ્રમાણે વેતર્યા કરે.

અઢી હજાર વર્ષ પુર્વે ભગવાન બુદ્ધે એમ કહેલું કે, ગ્રહો અને નક્ષત્રો તરફ મીટ માંડવી, તારાઓની ગોઠવણીને આધારે ભાગ્ય–દુર્ભાગ્યની આગાહી કરવી, શુભ–અશુભ નીર્ણયો તારવવાં, એ જુઠ અને છેતરપીંડી છે. મહર્ષી દયાનંદે પણ એક પુસ્તકમાં પોતાના વીચારો સ્પષ્ટ કરતાં લખેલું છે કે ‘મનુષ્ય ધનવાન, દરીદ્ર બને તે પોતાના કર્મથી બને છે, ગ્રહોથી નથી થતો.’

જ્યારે શીક્ષીત લોકો જ્યોતીષમાં શ્રદ્ધા ધરાવે અને ભવીષ્યવેત્તાઓ પાસે દોડી જાય ત્યારે અભણ લોકો એમ માની લે કે ભણેલા–ગણેલા જો આ વીદ્યાને ઉપકારક અને સાચી માનતા હોય તો તે સાચે જ ફાયદાકારક હશે અને પછી તેઓ પણ ઠગાયા કરતા હોય છે.

અમારા એક મીત્ર નોકરીમાંથી નીવૃત્ત થયા તે અગાઉ આવી શ્રદ્ધા ધરાવતા હતા ને નીવૃત્ત થતાં તો લોકોના જોશ પણ જોવા માંડ્યા ! જોષી લોકો જેવો પોષાક પણ ધારણ કરવા માંડ્યા. જ્યોતીષવીદ્યાનાં પુસ્તકો પણ વાંચવા ને વસાવવા લાગ્યા. પરીણામે આજે તો તે નોકરીની આવક કરતાં પણ વધુ આમદાની મેળવતા થયા છે.

જે દેશની પ્રજા અન્ધશ્રદ્ધાળુ હોય તે દેશમાં આ પ્રકારનો વ્યવસાય ખુબ જ ધન રળી આપે એવો છે.

પરન્તુ આત્મશ્રદ્ધાળુઓએ આવી ઠગવીદ્યાને પ્રોત્સાહન ન આપવું જોઈએ. કર્મ વગર આરો નથી, કર્મ કરનારને પણ ઉચીત સમયે ફળપ્રાપ્તી થતી નથી, તો કર્મ કર્યા વગર ભાગ્યને આધારે જે બેસી રહે છે તેને હતાશા સીવાય બીજું શું પ્રાપ્ત થવાનું છે ?

ડૉ. મોહનભાઈ પટેલ

ગુજરાતમીત્ર (http://gujaratmitra.in/web/) દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.31/03/2011ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર… ચર્ચાપત્રી અને ગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર…

લેખકસંપર્ક: ડૉ. મોહનભાઈ પટેલ, 13,  શ્રી હરી લક્ષ્મી નારાયણ સોસાયટી, આનંદ સીનેમા રોડ, બીલીમોરા – 396 321 ફોન: (02634) 282 551

(2)

જ્યોતીષ

[100]        વીજ્ઞાને ગુરુત્વાકર્ષણની શોધ કરી એને આધારે જ્યોતીષીઓને વળી અન્ય એક ફાવતી દલીલ જડી ગઈ : ચંદ્રના આકર્ષણથી જો સમુદ્રમાં ભરતી ચઢતી હોય તો એની માનવદેહ ઉપર પણ અચુક અસર થાય; કારણ કે માણસના શરીરમાં પણ સીત્તેર ટકા પાણી રહેલું છે. આમ જ્યોતીષીઓને એમની વ્યાપક છેતરપીંડીનો એક નવો જ નુસખો મળી ગયો. જુઠ્ઠો: કારણ કે ચંદ્રના આકર્ષણથી ભલભલાં તળાવોમાં, તરણકુંડોમાં કે ઘરનાં ગોળા–માટલાંમાં પણ ભરતી નથી ચઢતી, તો પછી માનવ દેહમાં રહેલા અલ્પ પાણીને તો એ કેમ કરીને ખળભળાવી શકે ? હકીકતે ચંદ્રના કેવળ આકર્ષણ માત્રથી દરીયામાં ભરતી નથી જ આવતી અને જો એમ હોય તો રોજેરોજ એક સરખી જ ભરતી ચડવી જોઈએ, કારણ કે ચંદ્ર તો રોજ જ આકાશમાંથી પસાર થાય છે. પરન્તુ વૈજ્ઞાનીક કારણ ભીન્ન જ છે: સમુદ્રમાં  ભરતી તો ચંદ્ર અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અમુક અવસ્થાને પરીણામે ઉત્પન્ન થતા ‘ભરતી–બળ’ (ટાઈડલ ફોર્સ)ને પરીણામે આવે છે અને તે કેવળ મહાસાગરોમાં જ. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ માનવદેહ યા માનવજીવન ઉપર કશો જ નીર્ણાયક પ્રભાવ પાડી શકતું નથી. છતાં ધારો કે ગ્રહોનું ગુરુત્વાકર્ષણ માનવ કે પ્રાણીના દેહને અસ્વસ્થ કરતું પણ હોય, તોય તે કેવળ આરોગ્યને અસર કરી શકે એ સમજી શકાય. પરન્તુ લગ્નયોગ, પતી–પત્ની વચ્ચેની લેણદેણ, સંતાનયોગ, સ્થાવર–જંગમ મીલ્કત, લોટરી, નોકરી, પ્રેમ–રોમાન્સ કે કોર્ટ–કચેરીના ખટલા જેવી માનવસર્જીત વ્યવસ્થાઓ ઉપર ગુરુત્વાકર્ષણ તે કેવી રીતે અને શી અસર પાડી શકે ? પરન્તુ માણસને મુરખ બનવાનું હમ્મેશાં ગમે જ છે, એટલે શું થાય ?

[101]         જ્યોતીષ વીજ્ઞાન નથી, અજ્ઞાન છે, એનો સચોટ પુરાવો તો એ જ કે એના અજ્ઞાન રચનાકારો બાપડા ફક્ત પાંચ જ ગ્રહોને ઓળખી શકેલા. વળી, એક તારકપીંડ એવા સુર્યને તેમ જ પૃથ્વીના ઉપગ્રહ એવા ચન્દ્રને પણ તે ‘ગ્રહો’ જ ગણીને ચાલતા. નરી આંખે આવું બધું નીરીક્ષણ કરી, એનું ગણીત રચવા બદલ, તેઓને આપણે આદરપુર્વક જરુર ધન્યવાદ આપીએ; પરન્તુ તેનાં ફળજ્યોતીષનાં જીવનસ્પર્શી બનતાં તારણોને સત્ય માનીને, સમાજને માથે વણજોઈતી, બીનજરુરી આપત્તી તો ઝીંકી શકીએ જ નહીં. અવૈજ્ઞાનીક એવી જ્યોતીષવીદ્યાના પ્રચારથી, સમાજમાં વહેમો, અન્ધશ્રદ્ધાઓ, નસીબવાદ તેમ જ ફરેબી ઠગધંધાનું વર્ચસ્વ વધશે; એવી સચોટ આગાહી જ્યોતીષની મદદ વીના જ પાકી થઈ શકે. રાહુ ને કેતુ જેવા તો કોઈ પીંડો જ અવકાશમાં નથી, જ્યારે યુરેનસ, નેપચ્યુન અને પ્લુટોના ગ્રહોની હસ્તીની તો મુદ્દલે જાણકારી જ આ કાલસાપેક્ષ વીદ્વાનોને હતી નહીં. આ તથ્યોના ઉપલક્ષમાં પછી, ફળજ્યોતીષ સત્ય કે આધારભુત સંભવી જ ક્યાંથી શકે ?

[102]         યાદ રાખો કે, પ્રાચીન ભારતમાં ફલજ્યોતીષ શાસ્ત્ર હતું જ નહીં. કેટલાક પંડીતો– સંશોધકોના મતે તો એ વીદ્યા બહારથી પ્રાચીન મીસર, બેબીલોન કે ગ્રીસથી આયાત કરેલી છે. એનો પુરાવો એ જ કે, રામાયણમાં, સીતાજી ગુમ થતાં, રામ એની શોધ માટે કોઈ જ્યોતીષીને પુછવા નથી જતા કે પાંડવો – દ્રૌપદીના લગ્ન પાકાં કરવા માટે જન્મકુંડળીઓ મેળવ્યાનો કોઈ ઉલ્લેખ મહાભારતમાં જોવા મળતો નથી. એથી ઉલટું, કર્ણ તો સગર્વ જાહેર કરે છે કે, મારો જન્મ ભલે દૈવને આધીન હોય, કીન્તુ મારું જીવનકાર્ય તો મારા પુરુષાર્થને જ વશ છે. વેદ–ઉપનીષદોમાં પણ ફલજ્યોતીષ શાસ્ત્રનો કોઈ ઉલ્લેખ જ નથી…!

–રમણ પાઠક

ગુજરાતમીત્ર દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ ના લેખોમાંના જુદા જુદા મુદ્દાઓ વીશે, જુદા જુદા વીષયોનું સંકલન કરીને સુરતના શ્રી વીજય ભગત: vmbhagat@gmail.com, ‘વીવેકવીજય’ (પુસ્તક માટે ભાઈ વીજય ભગતનો ઈ–મેઈલ પર સમ્પર્ક સાધવા વીનન્તી) ગ્રંથ સાકાર કર્યો. ‘વીવેકવીજય’ ગ્રંથના પ્રકરણ – 5માંથી ઉપરોક્ત મુદ્દા ક્રમાંક : 100, 101 તેમ જ 102 લેખક અને સંપાદકશ્રીના સૌજન્યથી..

આ બ્લોગની નીચે આપેલી લીન્ક ઉપર ક્લીક કરશો તો ‘વીવેકવીજય’ વીશે વધુ જાણકારી મળશે..

https://govindmaru.wordpress.com/2010/12/17/raman-pathak-11/

લેખક–સંપર્ક: પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી – 394 641 ફોન: (02622)- 222 176 સેલફોન: 99258 62606

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ કો–ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ : એરુ એ. સી.–396 450 જીલ્લો : નવસારી.  સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર:  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 01–09–2011

28 Comments

  1. With out doing your own efforts or work, nothing is possible. I do not believe this thing or do this thing. According to your action, you will get result. If you sow wheat , you will get wheat. If you sow mango plant, you will get mango. This is so simple to understand in life but the simple thing is very hard to understand.

    Lord Buddha’s theory is 100% true.

    Thanks so much for this article.

    Pradeep H. Desai

    USA

    Like

  2. “નવ ગ્રહ”

    નવ નવ ગ્રહ ફરે નભ માંહે જેની
    સાથે ન થઇ મા”રે કોઇ તકરાર,
    તો શાને કાજ તે સતાવે મુજને
    બસ કરૂં હું એ જ વિચાર.

    બે ગ્રહ જે ઘૂમે મુજ મન માંહે
    તે ન બેસે કદિ ઠરી પળવાર,
    પૂર્વગ્રહ,હઠાગ્રહ મુજ મનનાં
    સદા આણે પીડા અપરંપાર.

    આ પૂર્વગ્રહ,હઠાગ્રહ જે આપણા અહંકાર રુપી સૂર્ય્ની આસપસ ભમતા રહે છે તે જ આપણી ઉપાધીઓનું
    મૂળ કારણ છે ને!

    Like

  3. I fully agree with Girishbhai Deai’s comment. We should search our selves first before taking any action.
    THanks,
    Pradeep H. Desai
    USA

    Like

  4. બહુ જ મજાના બે લેખ. લેખકશ્રીઓને ધન્યવાદ.
    દીપકભાઈએ કહ્યું તેમ ’જાગતાને કેમ જગાડશો?’. આ ’ગરજવાનને અક્કલ ના હોય’નો તાલ છે. આભાર.

    Like

  5. શ્રી રમણભાઇ પાઠકનો લેખ બહુજ સચોટ અને મુદ્દાસર છે.

    મારી સમજણ પ્રમાણે, અંક જ્યોતિષ વૈદિક છે પરંતુ આપણા ભાઇઓએ તેમાંથી ફલિત જ્યોતિષ વૈદિક છે એમ કહીને એક મોટો ધંધો ઉભો કરી દીધો છે. સામાન્ય પ્રજાને આની ખબર હોતી નથી અને આ ધર્મના નામના ધાડપાડુઓ પ્રજાને લુંટવાનું કામ કરી રહ્યા છે. આમાં અંધશ્રદ્ધા સિવાય બીજું કશુજ નથી. આ અવિદ્યાથી અંધશ્રદ્ધાળુ પૈસા વાળાઓ તો લુંટાયજ છે પરંતુ ગરીબ અને દુઃખી લોકો તો વિધિઓ પાછળ પૈસા બગાડીને પાયમાલ થઇ જાય છે. આ એક સામાજિક દુષણ છે પરંતુ જ્યોતીષોનું તો એ મોટું ભૂષણ બની ગયું છે.

    જ્યોતિષોની પાછળ પૈસા ખર્ચવામાં હું પણ બાકાત નથી. મેં પણ પૈસા ખર્ચી જાપો કરાવ્યા છે અને આંગળીઓમાં નંગો પહેરતા, નંગ બની ગયો હતો. પૈસા ખર્ચવાથી પણ પ્રશ્ન ન ઉકેલાય તો ડીપ્રેશન આવે છે અને તેમાંથી હું પસાર થયો છું.

    મેં અગાઉ પણ લખ્યું હતું કે પેશ્વાના ટાઇમમાં જ્યોતિષોના કહેવાથી, હલ્લો બોલવા એક મહિનો મુરત જોવામાં અને તેથી ખોરાકનો પુરવઠો ખૂટી જવાથી એક લાખ મરાઠાઓ પાણીપતના યુદ્ધમાં ખપી ગયા હતા. આ સમાજનું કેટલું મોટું નુકશાન કહેવાય. (સ્વામી શ્રી સચ્ચિદાનંદજીના પ્રવચનમાંથી)

    આ જ્યોતિષોની ઊંઠા ભણાવતી ઠગ વિદ્યાથી પ્રજા ચેતીને ચાલે અને પોતાના પ્રશ્નો ઉકેલવા જાતેજ પુરુષાર્થ કરે તેમાંજ સર્વેનું કલ્યાણ છે એવું હું માનું છું.

    Like

  6. Congratulations to, Prof.Mohanbhai Patel, Shri Ramanbhai Pathak,Shri Govind Maru for this eye opening article.

    The so called JYOTISH Vidya is a dhutara vidya…..

    Congratulations to Girish Desai for these few lines of the poem which is explaining the truth and is eye opening.

    Shri Karasan Bhakta,

    Visitors have visitor Visa in the USA
    Immigrants possess immigrant Visa in the states….

    To earn money in the states you have to have cheating vidya….
    A jyotish does not need a Indian degree or American degree/ qualification.
    A pujari in a temple does not need any degree…except how to fool people vidya.
    A medical doctor from India do need a American medical degree to start his/her practice in the states

    Like

  7. My views are
    Two types of personalities are victimised by this method of aquiring your goal without efforts by rituals prescribed by smart opportunists for their selfish gain only. 1. rich people e.g. politician , business men , who aquired luxurious life style without merit .2, poor people are victimised by ther lack of education of being cheated.a herd phenomenan.
    You have to work hard to achieve your goal by adopting 4 d s i.e. decide your goal / delete myths / discover your teacher to guide u truthfully & educationally. / follow the steps prescribed by expert till u reach the goal / finally recover yourself new from old with the achieved goal …Now how u can reach the target without self efforts by just following the prescription of opportunists who practice JYOTISH .
    Nothing is possible without GNAN + KARMA + BHAKTI = truthful knowledge application with 100 % dedicated effort as u learn from GEETA.

    Like

  8. Sundar Lekho !
    But, when will be real Jagruti in the Society ?
    We can give all the Opinions here, but is there a “Krantikar” who will put these thoughts into Action..an Action to believe in your PURSHARTH..and not on the JYOTISH ?
    Look at the present situation…..not only the Common people but also the Learned & even the Political Leadership and all are deep into this “Faithlike” Belief into the JYOTISH SHASTRA, with ALL claiming to be the EXPERT in this Subject. May be less than 1/2 % may even have the Real Science behind this Astrology.
    Let us not write Books or Lekhs only !
    Let us do someting about it !
    DR. CHANDRAVDAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Govindbhai..Inviting you to come to my Blog. Hoping to see you soon !

    Like

  9. Do not say any thing wrong about Jyotish Vidhya Because of people like you Muslims & Britshers Ruled India & Now a Italian lady is Ruling India Surrounded by lots Of crooked politicians. You can say people are there Who donot know abt Jyotishvidhya or who know something abt. it & of crooked mind do wrong thing like all the sectors in Society but not the Hindu Vidya. Next time Mind your word before you speak any such thing abt this holy vidya

    Like

    1. વહાલા ભાઈ સોમપુત્ર,
      વાહ ! તમે તો બરાબરના ક્રોધે ભરાયા ! ને વળી મને ગર્ભીત ધમકી પણ આપી બેઠા !! હોય, એ તો એમ જ ચાલે, ગુસ્સો ચીજ જ એવી છે.. તમે શાન્ત ચીત્તે જો વાંચ્યું હોત તો, મને લાગે છે કે આમ ન થાત…
      મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ ઉપર જે જ્યોતીષ વીષયક લાખણ મુકાયું છે તે લખનારા બન્ને લેખકોનાં પુરાં નામ સરનામાં અને ફોન નંબર આપ્યાં જ છે.. ! તમે સીધા જ તેમને લખી કે ફોન કરી આ વાત પ્રેમથી સમજાવી શક્યા હોત ! પહેલું લખાણ સુરતના દૈનીક ‘ગુજરાતમીત્ર’માં છપાયેલું છે.. તારીખ પણ આપી છે.. બીજું લખાણ મુદ્દા ૧૦૦થી ૧૦૩ એ પ્રા. રમણ પાઠકના અત્યંત લોકપ્રીય નીવડેલા પુસ્તકમાંથી લીધા છે.. તેની પણ પુરી વીગત આપેલી છે.. એ પુસ્તકનું વીમોચન વીશાળ જનમેદની વચ્ચે મોરારીબાપુને હસ્તે થયેલું..

      તમારી કૉમેન્ટ ફરી વાંચવા વીનંતી કરું : તેમાં તમે જરા વીવેક ચુક્યા છો એમ નથી લાગતું ? આઈડીમાં તો તમે ‘સોમપુત્ર’(ચન્દ્રમાના દીકરા–શીતળ) નામ રાખ્યું છે અને લખાણ તો ‘રવીપુત્ર’(સુરજદાદાના દીકરા–ગરમ)ના જેવું !! આ વાત જો તમને સાચી લાગે તો ફરી હળવા શબ્દોમાં કૉમેન્ટ લખજો..
      આનંદમાં રહીએ.. મઝામા ?
      ..ગોવીન્દ મારુ

      Like

  10. Shri Somputra
    In above all 14 you are the only belive Jyotish the thagvidya to be a holi vidya.
    You are entitle to have your opinion like others. You can not stop anyone.
    Me and many more will say. loudly clearly and repetedly that there is no such thing as a JYOTISH VIDYA..
    Those who proclaimed themsellves ” JYOTISH -BHAVISHYAVETTA” are nothing but ‘Dhutara-Haramkhor-Luchcha’ dollar hungry vultures, who tageting desperate helpless blindfath individuals.

    Like

  11. શ્રી સોમપુત્ર,
    ઉપર આ બ્લૉગના સમ્ચાલક શ્રી ગોવિંદભાઈ મારુએ અને તે ઉપરાંત શ્રી સુરેશભાઈ પ્રવાસીએ આપને જવાબો આપ્યા છે, તેને હું ટેકો આપું છું. આપને એમ લાગતું હોય કે જ્યોતિષ વિદ્યા એટલી બધી નબળી છે કે એને આપ જેવા વકીલની જરૂર છે તો એ દેખાડે છે કે આ વિદ્યા તર્ક સામે ટકે એમ નથી, એટલે ધમકી સિવાય એને બચાવી શકાય એમ નથી. ધમકીઓ આપવા કરતાં એની તરફેણમાં કઈંક તર્ક આપ્યા હોત તો સારૂં થયું હોત. મુસ્લિમો અને અંગ્રેજો અહીં આવ્યા ત્યારે પણ આ વિદ્યા હતી. ગ્રહોની ગણતરી કરીને જરા સમજાવો ને કે એ કેમ ફાવી ગયા?

    Like

  12. આમ તો આ લેખ મારા વાંચવામાં ન આવ્યો હોત પરંતુ ગોવિંદભાઈનો સોમપૂત્રાભાઈને જવાબ આપતો ઈ-મેઈલ મળ્યો એટલે અહીં સુધી પહોંચી આવ્યો.

    આજ કાલ અને વર્ષોથી લોકો અનેકવિધ કાર્યો માટે જ્યોતિષની સલાહ લે છે. ઘણી વખત તો જ્યોતિષો સામે ચાલીને સલાહો આપીને મનમાં વહેમ ઘુસાડી જતા હોય છે. ગ્રહો – નક્ષત્રો તે બધા મનુષ્યની સાપેક્ષે ઘણાં પરતંત્ર છે. તેઓ વિશાળ છે પણ તેમણે ચોક્કસ ભ્રમણ કક્ષામાં ફર્યા સીવાય કશું કરવાનું હોતું નથી. આવા પરતંત્ર ગ્રહો સ્વતંત્ર વિચાર શક્તિ અને બુદ્ધિ શક્તિ પર પોતાનો પ્રભાવ પાથરી શકતાં હોય તે વાત માન્યામાં આવે તેવી નથી. લગ્નમાં પણ દોકડા મેળવવાની બદલે છોકરા – છોકરીના દીલ મળે છે કે નહીં તે જોવું જોઈએ.

    અર્થ પ્રાપ્તિ માટે ગ્રહો નહીં પણ પુરુષાર્થ ઉપયોગી થાય. વશીકરણ અને એવા ધતિંગો માટે તો જ્યોતિષ અને તંત્ર વિદ્યા બીલકુલ બીન ઉપયોગી છે કારણ કે આપણું પોતાનું મન પણ જો આપણાં કાબુમાં ન રહેતું હોય તો બીજાના મન પર ક્યાંથી કાબુ મેળવી શકાય?

    વર્ષો પહેલાં જુદા જુદા લોકોએ મારા હાથમાં લાલ, લીલા, કાળા એમ જાત જાતના નંગો વાળી વીંટી પહેરાવવાનું શરુ કર્યું અને તેને માટે જુદા જુદા કારણો આપ્યાં. એક દિવસ હું આ વીંટીઓના બોજથી કંટાળી ગયો અને બધી વીંટીઓ કાઢીને પરમાત્માને અર્પણ કરી દીધી અને પરમાત્માને કહ્યું કે આખા બ્રહ્માંડને ચલાવનાર તું જ્યારે મારા હ્રદયમાં બેઠો છો ત્યારે આ બધા મગતરાઓને મારે શા માટે ખુશ રાખવા જોઈએ?

    Like

  13. શ્રી સોમપુત્ર,
    ૧૫ જેટલા નોબેલ પારિતોષિક વિજેતાઓ સહિત વિશ્વના ૧૮૬ અગ્રગણ્ય વિજ્ઞાનીઓએ ૧૯૭૫માં જ્યોતિષ નામે ઓળખાતી ભવિષ્યકથનની કહેવાતી વિદ્યાનાં સંપૂર્ણ અભ્યાસ, વિચારણા તથા પ્રયોગ બાદ જનહિતાર્થે નીચે મુજબ ધોષણા કરી હતી જે તમારી ધમકીના અનુસંધાને તમારી જાણ અર્થે: “દુનિયાભરમાં ફલજ્યોતિષ (એસ્ટ્રોલોજી)નો જે રીતે પ્રચાર થાય છે અને ભોળી પ્રજા તેની માયાજાળમાં જે રીતે ફસાય છે તેનાથી અમે ઘણા જ વ્યથિત અને ચિંતિત છીએ. આથી અમે ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર અને વિજ્ઞાનનાં અન્ય વીવીધ ક્ષેત્રોના વીજ્ઞાનીઓ, જાહેર જનતાને એના હિતાર્થે ચેતવણી આપીએ છીએ કે, માનવીનું જે ભવિષ્ય ફલજ્યોતિષીઓ ભાખે છે એમાં કશું જ તથ્ય હોતું નથી અને ઉક્ત કહેવાતી જ્યોતિષવિદ્યા માટે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.”

    Like

    1. ……Next time Mind your word before you speak any such thing abt this holy vidya.
      બોલવાની મનાઈ છે પણ લખવાની તો છુટ છે ને?

      Like

  14. શ્રી.સોમપુત્રાજી,
    જો કે હું એટલું જરૂર કહીશ કે સૌની માફક આપને પણ આપનો અંગત વિચાર દર્શાવવાનો અધિકાર છે, તે વિચાર પર ચર્ચા-પ્રતિચર્ચા થઈ શકે. પરંતુ આપે મુળ મુદ્દાથી હટીને વાતમાં અકારણ અસાંદર્ભીક વાતો ભેળવી તથા ’Next time Mind your word…’જેવી ગર્ભીત ધમકીભરી વાત લખી તે શોભાસ્પદ ન લાગી. જો કે સામે પક્ષે ગોવીંદભાઈએ ગરવી ભાષામાં પ્રત્યુત્તર કર્યો તે બહુ ગમ્યું. મિત્રો વચ્ચે કોઈ વિષયને લઈને મતભેદ હોઈ શકે, પણ તેને વિષયની મર્યાદામાં, સાંદર્ભીક દાખલા દલીલો વડે ચર્ચી શકાય. માત્ર ’તમે બધા ખોટા’ તેવો અભીગમ વિચારોને બંધિયાર ખાબોચીયા જેવો બનાવી દે છે. આ કરતા તો દીપકભાઈએ કહ્યું તેમ આપની દલીલની તરફેણમાં કોઈ તર્કબદ્ધ રજૂઆત કરશો તો પરસ્પર સંવાદની ભૂમિકા બંધાશે. એક ચોખવટ કરવાનું મન થાય છે, આપે જ્યોતિષને એક ’હિંદુ વિદ્યા’ તરીકે વર્ણવી પરંતુ એ બાબત માનવા જેવી લાગતી નથી. ખાસ તો જે જ્યોતિષવિદ્યાની અહીં ચર્ચા છે, જે જ્યોતિષવિદ્યા પ્રચલિત છે, તે માત્ર હિંદુ વિદ્યા નથી જ. આ વાત શ્રી.રમણભાઈનાં લેખમાં સ્પષ્ટતયા વર્ણવાયેલી છે.

    અહીં સૌ મિત્રોનાં પ્રતિભાવ વિચારપ્રેરક છે જ, કિંતુ અતુલભાઈનો પ્રતિભાવ વિશેષ ધ્યાનાકર્ષક લાગ્યો. તેઓને તો કંઈ ધર્મ (સાંપ્રત અર્થમાં) વિરુદ્ધ વિચારસરણી ધરાવતા ન જ કહી શકાય અને છતાં તેઓ પણ આ કહેવાતી વિદ્યાની આંધળી તરફેણ ન કરતા હોય તો આ લેખ (બન્ને લેખ) સાવ નાખી દીધા જેવા કે પૂર્વગ્રહપ્રેરીત તો ન જ ગણી શકાય. ( મહર્ષિ દયાનંદને પણ નાસ્તિક કે ધર્મ વિરોધી વિચારસરણી ધરાવતા ન ગણી શકાય ! તેઓએ પણ સત્યાર્થ પ્રકાશમાં સ્પષ્ટપણે આ કહેવાતી જ્યોતિષ વિદ્યાનું ખંડન કર્યું છે.)
    આભાર.

    Like

  15. શ્રી સોમપુત્રાજી,
    આપણે આપનો મત/અભિપ્રાય ધરાવવાનો સંપૂર્ણ હક્ક હોવા છતાં અન્ય વિપરીત મત/અઅભિપ્રાય ધરાવનારાને સમતા અને સહિષ્ણુતા સાથે સમજવાની અને સ્વીકારવાની જરૂરિયાત અનિવાર્ય ગણાવી જોઈએ. બીજી એક વાત સ્વાનુભવની એક વાર ટ્રેનમાં પ્રવાસ કરતો હતો ત્યારે રીઝર્વેશન નહિ હોવાથી અને ખૂબ જ ગીર્દી હોઈ જનરલ કોચમાં મુસાફરી કરવાની ફરજ પડેલી. બેસવાની જગ્યા મળવાની કોઈ સંભાવના જણાતી નહિ હતી. મનમાં એક તુક્કો આવ્યો અને એક મુસાફર સામે તેની આંખમાં આંખ પરોવી જોવાનું ચાલુ કર્યું, થોડી વાર બાદ તેમનો હાથ જોવા માગ્યો, તેઁમનો હાથ જોઈ કહ્યું કે તમો તમારા સગા-વહાલા મિત્રો વગેરે માટે ખૂબ જ ઘસાતા હોવા છતાં કોઈને તમારી કદર નથી. મિત્ર તમને જશ નથી. આટલું કહેતાં તે ભાઈએ ખસી બેસવાની જગ્યા કરી આપી અને કહ્યું કે આપે મારાં મનની વાત પ્રગટ કરી દીધી. આપે જે કહ્યું કે કદર/જશ નથી તે તદન સાચું છે. પછી તો પોતાની નોકરી/બદલી/બઢ્ટી વગેરેની ઉપરાંત પરિવારની સમસ્યાઓ પણ કહેવા લાગ્યા અને મેં પણ તર્ક દ્વારા જવાબો આપ્યા. પરિણામે તે ભાઈ જ નહિ પરંતુ અન્ય મુસાફરો પણ અત્યંત પ્રભાવિત થયા અને દરેક પોતાનો હાથ દેખાડવા આગ્રહ કરવા લાગ્યા. ત્યાં મારું ગંતવ્ય સ્ટેશન આવી જતાં મુસાફરી પૂરી થઈ ગઈ. આપની જાણ માટે મને જ્યોતિષનો ક્ક્કો પણ ખબર નથી/જાણતો પણ નથી કે નથી માનતો કે શ્રધ્ધા રાખતો ! આત્મ વિશ્વાસ એ જ મોટી શ્રધ્ધા છે જો તે ગુમાવ્યું તો જ્યોતિષો/ કર્મકાંડીઓ-બાવાઓ/ગુરૂઓ ની કતાર લાગી જશે ! એક સુચન આપને અને આ વાચનાર મિત્રોને કરું છુ કે જો ક્યારેક મોકો મળે તો કોઈક ને મેં અજમાવેલો તુક્કો અજમાવી જોજો ! મજા આવી જશે !

    Like

  16. મુ. શ્રી અરવિંદભાઈ,
    મઝા આવી ગઈ. આપે પ્રૅક્ટિકલી દેખાડ્યું છે કે આ વિદ્યા ઠગવિદ્યા જ છે.

    Like

  17. My approach is little different….
    Let SHRI Sompura have his own opinion about jyotish vidya. I am also a ESTABLISHED JYOTISH. His Kundali I can read sitting in here in New Jersey in USA. His mangal and Surya with Rahu are sitting in his birth place. His Guru is of Nichno and covered by ketu. His Guru is being seen by mangal by vakra drashti and that is why
    (a) He is HOT tempered and does not think before he speaks.
    (b) He has to perform Mangal dosh nivaran process(KRIYA) .and that to 18 coondy yagna to be performed. This is very very delicate prakriya and for that Bhrahmin from Kashi are the perfect choice. This kriya can only be performed on AMAVASYA night and the venue has to be SMASHAN. SHRI Sompura will be required to bath two times a day with GANGAJAL(Pure) till the yagna lasts (Minimun 5 days.)

    This kriya will bring him MAN NI SHANTI AND LAXMI IN TERMS OF KARORS OF RUPEES.

    He has to bear a GURU NANG in his TACHALI ungali for two lives (Two Janma) to get these benefits.

    For more bhavishya vaani he may contact me on my e.mail address. Subham Bhavatu…Aa duniyana chakro koine chhodta nathi…tenu dhyan rakhavu)

    Prabhu SHRI Sompura ne Man ni SHANTI ane CORORES of RUPEES AAPO EVI PRABHU PRARTHANA.

    Yours,

    JYOTISHACHARYA, MAHAMANDELSHWAR, JYOTISH VIBHUSHAN…( These certifications have been conferred by His Highness SHRIMAD Maharaja of Istanbul)

    Amrutacharya..(ABCD..KLM..OF JYOTISHASHRAM)

    N.B: This Bhavishya kathan for SHRI Sompura is FREE. For Next Question, I charge 101 dollars with phone call befor listening to his question and than…every subsequent question $ 51/- each.

    IMP: I request Shri Sompura, if he is JYOTISHVIDYA PARANGAT, to arrange a get together in Navsari at Shri Maru’s place and show the proof of his or his friend Jyotish’s metal. Shri Maru will arrange for scientists and other authentic educationalists to attend and discuss the shashtra in detail.
    Let Shri Sompura accept this challenge. Best of Luck.

    Late News…Shri Satya SAIBABA proved to be wrong in his prediction of the length of his own life. He died few years early to his own predicted years of his own life.

    WE NEED STRONG (THOK) PROOF.
    RAM KAH GAYE SITASE AISA KAL JUG AAYEGA LOG HEREK CHIJ KA PROOF MAGENGE…

    Amrut(Suman)Hazari.

    Like

  18. હઝારીસાહેબને નમસ્કાર. એમના જેવા કોઈ કઈં કહે તો વાતમાં વજન વધે છે.

    Like

  19. Somputra
    What a response ! ! !
    You should have NOT open your big mouth for very stupid cause.
    If you have talent than apply it for some good cause.
    Never ever defend this JYOTISH VIDYA & TUKKABAJ JOSJIDAS,
    They are very good at cheating and giving nothing but falls hopes,
    Naked truth, they are no good for nothing but they are burden some to society.

    Like

  20. Govindbhai
    Namaskar ! hats off to you for your response to Somputra is very humble and in proffesional like manner.
    ‘ JO KAM BATTO SE NAHI BANTA, VOH LATTOSE HI BANTA HAI ‘

    Like

  21. ભઈ.. જ્યોતિષ તો મનોરંજન માટે ઠીક છે.. નવરા માણસો માટે ટાઈમપાસ..બીજું શું,,?
    હા, જે લોકો એને ગંભીરતાથી લે છે તે છેતરાવાનો અને જાણ્યે અજાણ્યે પોતાની જાતને છેતરતો રહેવાનો.
    સ્વામિ વિવેકાનંદે કહેલું એક વાક્ય લગભગ આ પ્રમાણે હતું…
    તમને જ્યોતિષ,……(યાદ નથી),…..,…….., વગેરે જેવી ગુહ્ય બાબતો પર શ્રદ્ધા જન્મે તો પૌષ્ટિક આહાર લેવો, આરામ કરવો અને તબીબની સલાહ લેવી.

    આનો અર્થ સ્પષટ છે કે, માનસિક રીતે બિમાર માણસો જ આ બધાનો સહારો લે છે.

    Like

Leave a comment